દ્વિહૃદય ધ્યાનચિંતન
(૧) ઊર્જાદેહને સ્વચ્છ કરો. ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો.
(૨) દિવ્ય આશીર્વાદ માટે આવાહન કરો.
(૩) હૃદયચક્રને સક્રિય બનાવવા તેના પર એકાગ્રતા કરો અને સમગ્ર પૃથ્વીને પ્રેમ અને કરુણા વડે આશીર્વાદ આપો.
(૪) સહસ્ત્રારચક્રને સક્રિય બનાવવા તેના પર એકાગ્રતા કરો અને સમસ્ત પૃથ્વીને પ્રેમ અને કરુણા વડે આશીર્વાદ આપો. પછી સહસ્ત્રાર અને હૃદયચક્ર વડે એક સાથે પ્રેમ અને કરુણા વડે આશીર્વાદ આપો.
(૫) પ્રજ્ઞાન-પ્રકાશ માટે પ્રકાશબિંદુ પર ૐકાર અને બે ૐકાર વચ્ચેનાં અવકાશ પર એકસાથે ધ્યાન કરો.
(૬) વધારાની ઊર્જાને મુકત કરવા માટે પૃથ્વીને પ્રકાશ, પ્રેમ અને શાંતિનાં આશીર્વાદ આપો.
(૭) આભાર વ્યક્ત કરો.
(૮) દૃશ્યમાન શારીરિક શરીરને મજબૂત બનાવવા માટે ચહેરા તેમજ શરીર પર મસાજ કરો. તથા ૫ મિનિટ સુધી શારીરિક વ્યાયામ કરો.
દ્વિહૃદય ધ્યાન વિશ્વશાંતિ માટે એક અત્યંત સબળ સાધન હોવાથી આ ધ્યાન પદ્ધતિનો ફેલાવો કરવો જોઈએ. તમામ રસ ધરાવતા વ્યક્તિઓને આથી તેનો પુન: મુદ્રણ, પુન: નકલ અને પ્રસારણ માટે, પરવાનગી આપવામાં આવે છે. લેખક તથા પ્રકાશકની યોગ્ય સ્વીકૃતિ સાથે.
(MCKS) Red Wheel Weiser (૧૯૯૦)
દ્વિહૃદય ધ્યાનચિંતન
ચેતવણીઃ
આ ધ્યાન આવી વ્યક્તિઓએ ન કરવું.
(૧) શિશુઓ અને નાના બાળકો, તથા ૮ વર્ષથી નીચેની વયનાં વ્યક્તિઓ.
(૨) ઝામરના દર્દીઓ
(૩) ગંભીર હૃદયને લગતી બીમારીવાળા વ્યક્તિઓ
(૪) ઉચ્ચ રક્ત દબાવની બીમારીવાળા વ્યક્તિઓ
(૫) ગંભીર મૂત્રપિંડની બીમારીવાળા વ્યક્તિઓ
આ ધ્યાન કરવાથી તેઓની સ્થિતી વણસી શકે છે.