અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

૯. અર્હાતિકયોગ

ભાગ ૬૭ / ૭૫ · મૂળ PDF

દ્વિહૃદય ધ્યાનચિંતનની પદ્ધતિ કરતાં વધુ ઉચ્ચ સ્તરની ધ્યાન પદ્ધતિઓ અર્હાતિક યોગમાં શીખી શકાય છે. અર્હાતિક યોગ કેટલાક પસંદ કરાયેલાં અલ્પ-સંખ્યકો માટે જ છે. તેને સંશ્લેષણનો યોગ (Yoga of Synthesis) પણ કહે છે. તેમાં વ્યવસ્થિત અને સલામત પદ્ધતિ દ્વારાચક્રોનું સક્રિયકરણ દ્વારા કુંડલીની જાગરણ થતું હોય છે. અહંકારી અભ્યાસુઓ ચક્રોને જાગૃત કરવા માટે કુંડલીની જાગરણ કરવાનાં અખતરાઓમાં અટવાઈ જવાની સર્વસામાન્ય પરંતુ અતિ ગંભીર ભૂલ કરી બેસે છે. સાચા ઉચ્ચ અભ્યાસુઓ અને ચી હંગ પ્રેક્ટિશનરો પ્રથમ સ્વયંશુદ્ધિ કર્યા બાદ જ ચક્રોની જાગૃતિ દ્વારા કુંડલિની જાગરણ કરવાની આવશ્યકતા પર સભાન હોય છે. જો આમ ન કરવામાં આવે તો પ્રમાણમાં નાના અને મંદ જાગૃતચક્રોમાં કુંડલિની જાગરણમાં પરિણામસ્વરૂપ, અતિશય ઊર્જા પહોંચવાના કારણે ઊર્જાનો ભરાવો પેદા થવાથી ગંભીર શારીરિક તકલીફો અને અગવડતા નીપજે છે. આથી અર્હાતિક યોગનો અભ્યાસ ઉચ્ચ ગુરુઓ અને માસ્ટરનાં માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ.

કર્મનો સિદ્ધાંત Law of Karma

ભૌતિકશાસ્ત્રમાં ન્યુટનનો ૩rd સિદ્ધાંત જણાવે છે કે પ્રત્યેક કાર્યની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે. આ નિયમનાં સમાંતરે જગતનાં તમામ ધર્મોમાં આ નિયમની વિશદ છણાવટ જોવા મળે છે. કર્મનો સિદ્ધાંત કારણ અને પરિણામ પર રચાયેલો છે. વ્યક્તિનું કાર્ય અને ઈરાદાઓ (કારણ) તેનાં ભવિષ્ય પર (પરિણામ) અસર કરે છે. કર્મને ઘણીવાર નસીબ, પૂર્વનિર્ધારણ માનવાની ભૂલ થતી જોવા મળે છે. શુભેચ્છાઓ અને સારાં કાર્યો સારાં કર્મ અને સુખી જીવન આપે છે જ્યારે દુષ્કૃત્યો અને બદઈરાદાઓ ખરાબ મુશ્કેલીભર્યું જીવન સર્જે છે.

કર્મનો સિદ્ધાંત હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ તેમજ તાઓ ધર્મમાં પુન: જન્મ સાથે સાંકળવામાં આવે છે. કર્મનાં સિદ્ધાંતની થીયરી કારણનાં સિદ્ધાંત પર રચાયેલી છે. સૌથી જૂનો સંદર્ભ બૃહદારણ્યક ઉપનિષદમાં તે જોવા મળે છે. ૪.૪ ૫-૬.

હમણાં જે વ્યક્તિ આવો છે અથવા તેવો છે. તેથી તે આમ કરે છે અને એટલે આમ વર્તે છે. તેથી તે આમ વર્તશે?

સકાર્ય કરનાર વ્યક્તિ સારો બનશે, દુર્જન દુષ્કૃત્યો કરશે. તે પવિત્ર કાર્યોથી પવિત્ર થાય અને દુષ્કૃત્યોથી દુર્જન અહીં તે કહે છે કે ઈચ્છાસભર વ્યક્તિ,