૬. અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી
ધ્યાનનાં અંત સમયે પૃથ્વીને પ્રકાશ, પ્રેમ અને શાંતિનાં આશીર્વાદ આપીને અતિરિક્ત ઊર્જાને મુક્ત કરવી જોઈએ. અન્યથા ઊર્જાદેહમાં ઊર્જાનો ભરાવો થઈ જશે અને દૃશ્યમાન શારીરિક શરીર લાંબા ગાળે વધુ પડતી ઊર્જાનાં કારણે નબળું પડી જશે.
૭. આભાર માનવો
હંમેશાં, ધ્યાનના અંતે આધ્યાત્મિક માર્ગદર્શકોનો દિવ્ય આશીર્વાદ માટે આભાર માનવો જોઈએ. ધ્યાન પૂરું થતાં જ શરીરને મસાજ કરીને શારિરિક વ્યાયામ પાંચ મિનિટ સુધી કરવો અનિવાર્ય છે. તેનો હેતુ દૃશ્યમાન શરીરને સ્વચ્છ કરીને મજબૂત બનાવવાનો તેમજ વપરાયેલી ઊર્જાને શરીરમાંથી ત્યાગી દેવાનો હોય છે. મસાજ અને શારીરિક વ્યાયામ ધ્યાનનાં અંતે કરવાથી ઊર્જાનો ભરાવો થવાની તેમજ ઊર્જા અન્ય ભાગોમાં જઈ તેને નબળો પાડવાની શકયતા નિવારી શકાય છે. હૃદય ધ્યાન કર્યા બાદ વ્યાયામ કરવાથી તમે સ્વયં કેટલાક રોગોમાંથી ધીમે ધીમે સાજા થઈ જશો. ધ્યાન કર્યા બાદ વ્યાયામ ન કરવાથી દૃશ્યમાન શારીરિક શરીર ચોકકસ નબળું પડી જશે. જો કે ઊર્જાદેહ અત્યંત મજબૂત અને તેજસ્વી બનશે. પરંતુ દૃશ્યમાન શારીરિક શરીર નબળું પડશે કારણ કે તે ધ્યાન જનિત વધારાની ઊર્જાને લાંબા સમય સુધી સહી નહીં શકે.
કેટલાક લોકો ધ્યાન પછી કસરત કરવાનું ટાળીને લાંબા સમય સુધી આનંદિત સ્થિતનો આસ્વાદ લીધા કરવાનું વલણ દાખવે છે. આ વલણ પર કાબુ રાખવા જોઈએ અન્યથા લાંબા સમયાંતરે તમારું આરોગ્ય કથળી જશે.
ધ્યાન કરતી વખતે કેટલાક અધ્યાત્મજિજ્ઞાસુઓ ટૂંકા સમય માટે અસામાન્ય શારીરિક હિલચાલનો અનુભવ કરતા હોય છે. આ તદ્દન સામાન્ય બાબત છે. કારણ કે ઊર્જાવહન કરનારી નાડીઓની શુદ્ધિ થતી હોય છે.
સૂચનાઓ ઘણી લાંબી લાગતી હશે પરંતુ ધ્યાન સરળ, ટૂંકું અને અસરદાર છે.
(a) શારીરિક વ્યાયામને બાદ કરતાં તે માત્ર ૧૫ મિનિટનું હોય છે.
પ્રજ્ઞાનપ્રકાશની અનેક કક્ષાઓ હોય છે. અંતઃસ્કુરણ અથવા કૃત્રિમ રીતે સીધું જાણી લેવાની કળા લાંબા સમયનાં ધ્યાનનાં અભ્યાસ પછી આવે છે. આ બૌદ્ધિક ક્ષમતાની સુવિધા અનેક જન્મોની સાધના બાદ ઉપલબ્ધ થતી હોય છે.
વિશ્વની સેવા કરવા માટે સમૂહમાં પૃથ્વીને પ્રેમ અને કરુણા વડે આશીર્વાદિત કરી શકાય છે. તેના વડે આશીર્વાદની શક્તિ અનેક ગણી વિસ્તૃત થાય છે. ૭ વ્યક્તિઓ મળીને આ ધ્યાન કરે તેની ઊર્જા આ જ ધ્યાન ૧૦૦ માણસો વ્યક્તિગત કરે તેનાં બરાબર કહી શકાય.
જેમ પ્રાણચિકિત્સા વડે સામાન્ય દર્દી અને ગંભીર રોગો પર ચમત્કારિક પરિણામો મળે છે. તે જ રીતે વિશાળ સામુદાય દ્વારા કરેલું દ્વી હૃદય ધ્યાન સમગ્ર પૃથ્વીને ચમત્કારિક રીતે સાજી કરે છે. આ સંદેશ પરિપક્વ સમજણવાળા અને શુભેચ્છા ધરાવતાં વાચકોને નિર્દેશિત છે.