અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

૮. દુરસ્થ પ્રાણચિકિત્સા

ભાગ ૫૫ / ૭૫ · મૂળ PDF

અત્યાર સુધી આપણે દર્દી આપણી સન્મુખ સદેહે હોય ત્યારે તેની પ્રાણચિકિત્સા કરતાં શીખ્યા, દર્દી આપણાથી દૂર હોય કે પરદેશમાં હોય તો પણ તેની સારવાર કરી શકાય છે. આ માટે બે બાબતો સમજવી જરૂરી છે. વાસ્તવમાં,

(૧) અંતર જેવું કંઈ હોતું નથી. મન સ્થળ, કાળ, અંતર સર્જે છે.

(૨) પ્રાણનાં મહાસાગરમાં સહુ ડૂબાડૂબ રહેલાં છે.

જેમ ટેલિફોન અને હવે ઈન્ટરનેટ વડે સૌ જોડાયેલા છે તેમજ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જોડાયેલ હોય છે. આ ઉપરાંત વિજાણુ તરંગોનાં મહાસાગરમાં સમગ્ર વિશ્વ આવેલું છે. તે જ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ પ્રાણનાં મહાસાગરમાં જ છે. આ રીતે પ્રાણચિકિત્સક અને દર્દીને જોડવા માટેનું માધ્યમ બને છે. જ્યારે પ્રાણચિકિત્સક કોઈ એક ખાસ દર્દીની ધારણા કરે છે. તુર્ત જ પ્રાણ દ્વારા સંપર્ક સ્થપાઈ જાય છે.

હવામાંથી તેમજ સૌરઊર્જા કેવી રીતે ગ્રહણ કરવી.

હવામાંથી તેમજ સૂર્ય પાસેથી ઊર્જા મેળવવા માટે અભ્યાસુઓ માત્ર તેમના હાથ પર એકાગ્રતા રાખે છે. તેઓ જ્યાં સુધી જરૂરી લાગે ત્યાં સુધી આ સાથે તાલબદ્ધ યોગિક શ્વસનક્રિયા કરતા હોય છે.

આમ, જ્યારે તેઓ સંપૂર્ણ ઉજ્જાન્વિત થાય ત્યારે તેઓ તૃપ્તિ અનુભવે છે, અને સમગ્ર શરીરમાં ઊર્જાનો સંચાર થયેલો અનુભવે છે.

યોગ્ય આહાર:

ડુક્કરનું માંસ આહારમાં લેવાનું ટાળો, તે અતિશય ગંદું હોય છે અને વ્યકિતની ઊર્જાને સ્થૂળતા પ્રદાન કરે છે. તમારા આહારની ઊર્જાને ચકાસો કે તે શુદ્ધ છે? જો તેમ ન જણાય તો આહારની ઊર્જાને પ્રથમ શુદ્ધ કરીને પછી જ આરોગો.

શારીરિક વ્યાયામ:

સ્વયંચિકિત્સામાં તેમજ પોતાનાં આરોગ્ય તેમજ જીવનશક્તિ જાળવવા માટે શારીરિક વ્યાયામ મહત્વની ભૂમિકા ભજવે છે. સુખાકારી જાળવી રાખવા માટે નિયમિત ૧૦ મિનિટનો શારીરિક વ્યાયામ દરોરજ કરવો પૂરતું છે. માસ્ટર ચોઆ કોક સુઈ દ્વારા નિર્દેશિત ધ્યાન અગાઉ તેમજ ધ્યાન કર્યા બાદ કરવાની સરળ કસરતો દિવસમાં અનેકવાર કરી શકાય છે. તેના નિયમિત અભ્યાસથી ઊર્જાનાં માહિતીક્ષેત્રો, નાડીઓ અને ઊર્જાકેન્દ્રો અશત: સ્વચ્છ અને સક્રિય રહે છે.

સ્વયંચિકિત્સા ધ્યાનપદ્ધતિઓ :

સ્વયં ચિકિત્સા માટે, માસ્ટર ચોઆ કોક સુઈ દ્વારા નિર્દેશિત ધ્યાન જે ઈન્ટરનેટ દ્વારા Online નિઃશુલ્ક ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી શકો છો. દા.ત. ગ્રીન–વાયોલેટ ધ્યાન – (Green Violet Meditation)

તમે ફક્ત તમારી જાતને પ્રથમ ગ્રીન અને ત્યારબાદ Violet રંગનાં સમુદ્રમાં દૃશ્યીકરણ કરો. (સ્નાન કરતા હોવાની ભાવના કરો) આવા દૃશ્યીકરણ વડે તમે પ્રકાશની ચિકિત્સા તેમજ સંતુલન કરનારી ઊર્જાને તમારા શરીરમાં શ્વાસ લેતાં દાખલ થતી અને ઉચ્છવાસ દ્વારા દૂષિત રોગિષ્ઠ ઊર્જા બહાર નીકળી જતી જુઓ. આ ધ્યાન તમે ૨૪ કલાક અને સાતેય દિવસ નિઃશુલ્ક સાંભળી શકો છો. કૃપયા www.ppmaudiostream.org ની મુલાકાત લો.

સ્વયંશોધન માટે મીઠાના પાણી વડે સ્નાન :

મીઠું દુષિત પ્રાણને નષ્ટ કરે છે. ઊર્જાદેહનાં શોધન માટે ટબ ભરેલાં હુંફાળા પાણીમાં ૫૦૦ ગ્રામ મીઠું નાંખીને ૨૦ મિનિટ સ્નાન કરો.

અન્ય વિકલ્પમાં શક્ય હોય ત્યારે અઠવાડિયે એક વાર સમુદ્ર સ્નાનનો લાભ ઉઠાવો. અર્ધા કલાકનાં સમુદ્ર સ્નાન વડે પુષ્કળ દૂષિત અને વપરાયેલો પ્રાણ નીકળી જતાં તાજગી અનુભવશો.