(C) ફેફસાં – Lungs Szu (as in SHUH)
(D) પેટ – Stomach HSI (as in SHIP)
(E) યકૃત – Liver HSU (as in SHOE)
(F) મૂત્રપિંડ – Kidney Ch’ui (as in JOY)
આ તાઓ સ્વયંચિકિત્સા પદ્ધતિ માર્શલ આર્ટ્સનાં અભ્યાસ જેવી જણાય છે. હુમલો કરતાં તે પ્રત્યેક ઉચ્છવાસ વખતે ચોક્કસ અવાજ કાઢે છે. અને એ જ પ્રમાણે ઉપરોક્ત પદ્ધતિમાં ચોક્કસ અવયવમાંથી ઉચ્છવાસ કાઢતાં ચોક્ક્સ અવાજ કાઢવાની સાથે જ રોગિષ્ઠ દૂષિત પ્રાણ બહાર કાઢી નાખવાની ધારણા કરવાની હોય છે.
(૪) પ્રાણશ્વસન દ્વારા સ્વયંચિકિત્સા
આ પદ્ધતિમાં અભ્યાસુ ખુરશીમાં, પલાંઠી વાળીને કે સૂતા સૂતા કરી શકે છે. ખૂબ જ થાકેલાં હોય અથવા લાંબા સમયથી બીમાર વ્યકિત પણ આનો સુખપૂર્વક ઉપયોગ કરી શકે છે.
(૧) પ્રાણશ્વસનક્રિયા શરૂ કરો.
(૨) સહસ્ત્રારચક્ર વડે પ્રાણ શ્વસન – ૩ આવર્તન કરો.
ત્યારબાદ આજ્ઞા, વિશુદ્ધિ, સોલાર, મણીપુર સ્વાધિષ્ઠાન અને મૂલાધારમાં પણ ૩ વાર પ્રાણ શ્વસન કરો.
શ્વાસમાં શુદ્ધ શ્વેત પ્રાણ લો અને ઉચ્છવાસમાં દૂષિત, રોગિષ્ઠ પ્રાણ કાઢી નાખો.
ધ્યાન આપો હૃદયચક્ર પર, મેંગમેનચક્ર પર ક્યારેય આ પદ્ધતિનો ઉપયોગ ન કરવો. વળી ૩ આવર્તનથી વધુ કોઈપણચક્ર પર પ્રાણ શ્વસનક્રિયા ન કરવી જોઈએ. અહીં અગત્યતા વધુ આવર્તન કરવાનાં બદલે પ્રત્યેક આવર્તનમાં પ્રાણને લો. કુંભક વખતે તે ચક્રમાં સ્થાપિત કરો તેમજ ઉચ્છવાસ કાઢતાં તમામ દૂષિત પ્રાણ નીકળી ગયો એ ધારણા સાથે કરવા ઉપર છે.
(૫) શ્વેત પ્રકાશ –
શ્વસનક્રિયાનાં ઉપયોગ વડે વ્યક્તિ ખૂબ જ ઝડપથી સાજો થઈ શકે છે. પરંતુ આ એક અતિ તીવ્ર ઔષધ જેવું છે. આથી તેનાં વધુ આવર્તન કરવાથી વ્યક્તિને તત્કાલ પ્રતિરોધ ન આવલાં ધીરેથી વ્યક્તિ વધુ નબળાઈ અનુભવી શકે છે. એટલે આનો ઉપયોગ કુશળ પ્રાણચિકિત્સક, પ્રશિક્ષકની દેખરેખ હેઠળ કરવો જોઈએ.
અમદાવાદ RBIનાં એક અધિકારીને પેટની ગંભીર પીડા થવાથી ખાનગી હૉસ્પિટલમાં ૧૫ દિવસથી દાખલ કરેલાં હતાં. તેઓ અતિ પ્રેમાળ, સહૃદયી અને અન્ય કર્મચારીગણમાં ચાહનાપાત્ર હતા. અહીં અમદાવાદનાં બે પ્રાણચિકિત્સકો તેમની ખબર પૂછવા ગયા ત્યારે તેમની સ્થિતિ નાજુક અને ગંભીર બતાવવામાં આવી. તેમને મળદ્વાર વાટેથી ઝાડા સાથે પુષ્કળ લોહી વહેતું હતું. તેમનાં સાજા થવાનાં કોઈ અણસાર ન હતાં. આ બે પ્રાણચિકિત્સકોએ તેમને પ્રાર્થના શીખવી અને માત્ર શ્વેતપ્રકાશ શ્વસન ક્રિયા શીખવી અને દર બે કલાકે ત્રણથી પાંચ આવર્તન કરવા સમજાવ્યું. બીજા દિવસે તપાસ કરતાં જણાવ્યું કે પહેલાં કલાકમાં જ ઝાડા બંધ થઈ ગયા. આશરે ૬ કલાક પછી લોહી પડતું સદંતર બંધ થઈ ગયું હતું. તે સમયે તેઓ સંપૂર્ણ સ્વસ્થ આરામ ફરમાવતા હતા. જીવલેણ પરિસ્થિતિમાંથી તેઓ તુર્ત જ બહાર આવ્યા અને આજે પણ સ્વસ્થતાપૂર્વક નિવૃત જીવન માણે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ અનેક દર્દીઓ પર ચકાસેલો છે. તે ખૂબ જ અસરકારક દરેક કિસ્સામાં સાબિત થયેલું છે.
સ્વયં પ્રાણચિકિત્સા માટે આનો વ્યાજબી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.