૨. રોમછિદ્ર શ્વસનક્રિયા
(૧) પ્રાણશ્વસન શરૂ કરો. ઊંડો શ્વાસ લઈને પ્રાણ કે શ્વેત પ્રકાશને અસરગ્રસ્ત ભાગનાં રોમછિદ્રો પર લઈ જવાની ધારણા કરો.
(૨) શ્વાસને રોકી રાખો. થોડી પળ માટે અને ભૂખરી રોગિષ્ટ ઊર્જા ઝાંખી થતી જાય છે અને તે ભાગ શ્વેત પ્રકાશથી તેજસ્વી થતો જાય છે. તેવી ધારણા કરો.
(૩) શ્વાસને છોડી દો સાથે જ ભૂખરો દૂષિત પ્રાણ રોમછિદ્રોથી ઊર્જાકિરણો વડે બહાર નીકળી રહ્યો છે અને ઊર્જાકિરણો સીધા અને સુદૃઢ બની રહ્યા છે એવી ધારણા કરો. આ ખૂબ અગત્યનું છે. કારણ કે ઊર્જાકિરણો દ્વારા દૂષિત પ્રાણ બહાર નીકળી જતો જોવું જરૂરી છે.
(૪) શ્વાસને બહાર જ રોકીને ધારણા કરો કે અસરગ્રસ્ત, અવયવ કે ચક્ર તેજસ્વી બની રહ્યું છે.
(૫) આ પ્રક્રિયા કોઈચક્ર અવયવ કે સમગ્ર ઊર્જાદેહ પર થતી નિહાળી શકાય છે.
રોમછિદ્ર શ્વસનક્રિયામાં શ્વાસ લઈને અસરગ્રસ્ત ભાગ પર શ્વેત ઊર્જા પહોંચાડવાની તેમજ ઉચ્છવાસ વખતે દૂષિત પ્રાણ ઊર્જાકિરણો દ્વારા બહાર નીકળી જવાની ધારણા કરવી જોઈએ. ચી ફુંગ, માર્શલ આર્ટસ અને હર્મેતિક વિજ્ઞાનનાં અભ્યાસુઓ આનો ઉપયોગ કરતાં હોય છે. જેના વડે તેઓ સશક્ત બને છે.
૩. તાઓનાં ૬ આરોગ્યવર્ધક અવાજો.
તાઓનાં ૬ આરોગ્યવર્ધક અવાજોની પદ્ધતિમાં, રોમછિદ્રોનાં પ્રાણ શ્વસનક્રિયા જેવી જ છે. આ પદ્ધતિમાં ૬ મહત્ત્વનાં અવયવોમાંથી દૂષિત પ્રાણ કાઢી નાખવા માટે માટે ચોક્કસ અવાજોનો ઉપયોગ કરાય છે. આ છ અવાજો અને અવયવો નીચે મુજબ છે.
(A) બરોળ – Spleen HU (as in WHO)
(B) હૃદય – Heart Ho (as in WHOLE)