અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

૭. સ્વયંપ્રાણચિકિત્સા

ભાગ ૫૨ / ૭૫ · મૂળ PDF

વ્યકિત જેવું તેનાં હૃદયથી વિચારે તેવું થાય છે. મોટા ભાગની બીમારીઓ તેના વિચારોનું જ પરિણામ હોય છે. વ્યક્તિનું આરોગ્ય તેનાં વિચારોથી અસર પામે છે. જો વ્યક્તિ આરોગ્ય, તંદુરસ્તી, શકિત અને નિર્ભયતાનો માનસિક અભિગમ અપનાવે તો તે પ્રમાણે જ ઘટિત થાય છે. જો તે બીમારીઓ વિષે વિચાર્યા કરે તો તેનાં આરોગ્યમાં ગરબડ થવા માંડે છે.

ડ૨ એ આરોગ્ય માટે ભૌતિક શરીરની તંદુરસ્તી માટે ઝેર છે. ડરવાનું બંધ કરી નિર્ભય થશો તો તંદુરસ્તી રહેવી સ્વાભાવિક છે.

સ્વયં ચિકિત્સાના સિદ્ધાંતોમાં પણ પ્રાણચિકિત્સાનાં બધા જ સિદ્ધાંતો લાગુ પડે છે. તેમાં સંપૂર્ણ અવલોકન, સંપૂર્ણ શોધન–માર્જન,સ્થાનિય શોધન–માર્જન, ઉજ્જવલન, પ્રાણને સ્થાપિત કરવો વગેરે વિધિઓનો પ્રયોગ કરવામાં આવે છે. સ્વયં ચિકિત્સાની ૩ મુખ્ય પ્રદ્ધતિઓ છે. જેનો ઉપયોગ કરીને વ્યક્તિ, પ્રાણચિકિત્સક પોતાને થયેલી આરોગ્યને લગતી સમસ્યાઓનું નિદાન અને નિવારણ કરે છે.

૧. સ્વયં ક્રિયા અભિગમ (Manual approach)

(A) નિદાન માટે સ્વયં અવલોકન

તમારા ઊર્જાદેહને ચકાસવા માટે દા.ત. ડાબો હાથ કોણીથી વાળી હથેળી લગભગ તમારા ચહેરાથી એકાદ ફૂટ દૂર રાખો.

(B) બીજા હાથની હથેળી કે આંગળીઓ વડે તેનું સૂક્ષ્મ અવલોકન કરો. જ્યાં અવરોધ જણાય તે તમારા ઊર્જાદેહની આંતરિક આભા છે.

(C) જો સોલર કે નાભિચક્ર ચક્રને બંનેમાંથી એક હથેળી વડે સૂક્ષ્મ અવલોકન કરો. હથેળીને નાભિથી એકાદ ફૂટ દુરથી સૂક્ષ્મ અવલોકન શરૂ કરો જ્યાં અવરોધ લાગે તે ચક્રની જાડાઈ છે. તે જ પ્રમાણે ઊર્જાનો પ્રકાર ચકાસો. ખરબચડી, ચટકા ભરતી, ગરમ ઠંડી કેવી જણાય છે? આમ, આગળનાં બધાં ચક્રો, અવયવોની તપાસ કરી શકાય. તેમાં મુખ્યત્વે ઊણપ કે ભરાવો છે તે શોધી કાઢો. અગાઉ તમે (A) માં ઊર્જાદેહની આંતરિક આભાનું સ્તર ચકાસ્યું હતું તેની સાથે સરખામણી કરી શકાય છે.

પાછળનાં ચક્રોનાં સૂક્ષ્મ અવલોકન માટે તમારી સામે તે ચક્ર છે જ એમ ધારણા કરીને હથેળી તેના પર લઈ જાઓ અથવા આંગળાથી સૂક્ષ્મ અવલોકન કરો. તેનું ઊર્જાસ્તર, ઊર્જાનો પ્રકાર, તેમાં સંવેદનો અને સ્પંદનો તપાસો તે સૂક્ષ્મ સંવેદનથી લઈને ધબકારા જેટલા મોટા અનુભવી શકો છો. આ માટે સતત અભ્યાસ એ જ રામબાણ ઉપાય છે.

હવે તમારી કરોડરજ્જુને પણ આ જ પ્રકારે તમારી સામે હવામાં લટકતા દોરડા જેમ ધારણા કરો અને પ્રત્યેક મણકાને તપાસો.

મસ્તકને પણ આજ રીતે ધારણાપૂર્વક સામે રાખીને તેની તપાસ કરી શકાય. આમ સૂક્ષ્મ અવલોકનવિધિથી નિદાન કર્યા બાદ, તમારા ઊર્જાદેહને તમારી સામે આશરે ૧ થી ૧.૫ ફૂટ નો છે એમ ધારણા કરો. હવે સંપૂર્ણ શોધન-માર્જન વિધિ પ્રમાણે હાથને આંગળીઓ સહેજ વાળીને (નાગના ફેણ માફક) પાંચેય રેખાઓ પર ઉપરથી નીચે લાવી ઝટકી નાખો.આ વખતે મન માં કહો ‘તમામ રોગિષ્ટ, દૂષિત પ્રાણ ખેંચી લઉં છું’ ફરીવાર આંગળીઓ સહેજ ફેલાવીને આ ક્રિયા કરો. હવે ઊર્જાદેહને પલટાવીને ફરીવાર પાંચેય કલ્પિત રેખો પર ઉપરથી નીચે હાથ ફેરવી દૂષિત ઊર્જા ખેંચી કાઢી નષ્ટ કરો. આવા ૩ થી ૫ આવર્તન કરો.

આના પછી (૨) માં બતાવ્યા પ્રમાણે આગળનાંચક્રો પર સ્વયં ક્રિયા અભિગમ દ્વારા સ્થાનિય શોધન-માર્જન કરી દૂષિત પ્રાણ કાઢીને નષ્ટ કરો. પાછળનાં ચક્રો અવયવોને સામે ધારણ કરીને તેનું પણ સ્થાનિય શોધન-માર્જન કરો.

આજ રીતે પ્રત્યેક ચક્ર, અવયવને ઉજ્જવલન પણ કરી શકાય.