અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણ શ્વસન વડે સંપૂર્ણ સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જ્વલન

ભાગ ૪૪ / ૭૫ · મૂળ PDF

જો પ્રાણચિકિત્સક પ્રાણ શ્વસન પદ્ધતિનાં ઉપયોગ સાથે સંપૂર્ણ-સ્થાનિય શોધન-માર્જન-ઉજ્જવલન કરે તો તેની અસરકારકતા ખૂબ જ વધી જાય છે. પ્રાણ શ્વસન કરવાથી ચિકિત્સકનો ઊર્જાદેહ વિપુલ ઊર્જાભંડાર બની જાય છે. માત્ર સંપૂર્ણ શોધન-માર્જન-સ્થાનિય શોધન-માર્જન કરવા માટેની સૂચનાઓનો અમલ કરો. સાથે પ્રાણ-શ્વસનક્રિયા ચાલુ રાખો. સામાન્ય દર્દોના નિવારણમાં તે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે. વળી દર્દીની નજીક ન ઊભા રહેતાં કેટલાંક દૂરથી અને ઓછા આવર્તન વડે સફળ ઉપચાર કરી શકાય છે.

તેજસ્વી શ્વેત પ્રાણ દર્દીને માથાથી પગ સુધી વહેતો દૃશ્યાકૃત કરો. તેનાં વડે દર્દીનો ઊર્જાદેહ પગથી માથા સુધી સ્વચ્છ થઈ રહ્યો છે. તેમાં ઊર્જા કિરણો પણ સુદઢ બની રહ્યા છે. ઊર્જા કિરણોની ગૂંચો ઉકલી રહી છે. ઊર્જાની ગાંઠો ઓગળી રહી છે. તેવી ધારણા સાથે સંપૂર્ણ શોધન માર્જન કરો.

સંપૂર્ણ શોધન–માર્જન કરતી વખતે ઊર્જાદેહમાં કરોડરજ્જુના સ્થાને આવેલી ગવર્નર મેરીડિયન અને તેની આગળનાં ભાગમાં આવેલ ફંકશનલ મેરીડિયન પર ખાસ ધ્યાન આપો. શરીરનાં તમામ મુખ્ય ચક્રો આ બે મુખ્ય નાડીઓ પર આવેલાં છે. અહી ધ્યાનપૂર્વક પ્રાણ શ્વસન સાથે સંપૂર્ણ શોધન–માર્જન કરવાથી મુખ્ય ચક્રો વધુ ઝડપથી સ્વચ્છ થશે અને સાજા થવાનાં દરમાં ઝડપ આવશે. સ્થાનિય શોધન–માર્જન કરતી વખતે પણ ધારણા કરો કે પ્રાણ ચિકિત્સકનાં આંગળાંનાં ટેકવા અને હાથમાંથી તેજસ્વી શ્વેત પ્રકાશ નીકળીને દર્દીનાં રોગીષ્ટ ભાગમાંથી ભૂખરા રંગની દુષિત ઊર્જાને દુર કરી રહ્યો છે.