અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણ શ્વસન ક્રિયા સાથે ઉજ્જ્વલન

ભાગ ૪૫ / ૭૫ · મૂળ PDF

અહીં પ્રાણ શ્વસન ક્રિયા દ્વારા પ્રાણ મેળવીને ઉજ્જવલન કે પ્રાણસિંચન કરાતું હોય છે. આ માટે

(૧) પ્રાણ શ્વસનની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરો તેનાં ૫ થી ૭ આવર્તનો કરો. તમારા ચિત્તને સ્થિર કરી મન શાંત સ્થિર કરો.

(૨) પ્રાણ શ્વસન ક્રિયા ચાલુ રાખીને જે ભાગને ઉજ્જવલન કરવું હોય તેની નજીક આશરે ૩ થી ૫ ઈંચનાં અંતરે રાખો, હથેળી કે બંને હથેળીઓ પર એક ધ્યાન આપો.

(૩) પ્રાણઊર્જા અસરગ્રસ્ત ચક્ર કે અવયવ પર ધસી જઈ રહી છે તેવી ધારણા રાખો.

આની ખૂબ અગત્યતા છે. ઘણા કેસોમાં તો તત્કાલ રાહત અનુભવાશે. કારણ કે સાજા થવા જરૂરી પ્રાણઊર્જાનું ત્વરિત સિંચન થાય છે. ૯૦% ધ્યાન ઊર્જા આપતાં હાથ અને તેનાં પ્રવાહ પર અને ૧૦% પ્રાણ શ્વસન ક્રિયા પર રાખીને ઉજ્જવલન કરી શકાય.

(૪) જ્યારે અંતઃપ્રેરણા થાય અથવા પ્રાણનો પ્રવાહ અટકી ગયો છે કે પ્રાણ ઊર્જા ઉભરાઈને પાછી આવે છે એવું જણાય ત્યારે ઉજ્જવલન બંધ કરી ‘સ્થાપિત થાવ’ આદેશ આપીને ઊર્જા ત્યાં સ્થાપિત કરો.

(૫) ઊર્જાનો ભરાવો થયો નથી તે સૂક્ષ્મ અવલોકન દ્વારા પ્રમાણિત કરો.

જો દર્દીને ઊંડા ઘા, ઘસરકા હોય કે ગંભીર દાઝ્યાનાં બનાવોમાં પ્રાણ ચિકિત્સા દ૨ અડધા કે એક કલાકે કરવાની જરૂર પડે છે કારણ કે આવા કેસોમાં પ્રાણ ઊર્જા ખૂબજ ઝડપથી સાજા થવામાં વપરાતી હોવાથી સારવાર દર કલાકે બે કલાકે કરવી જરૂરી છે.

બમણું ઉજ્જવલન

બે પ્રકારનું બમણું ઉજ્જવલન કરી શકાય છે. જ્યારે પ્રાણ શ્વસનક્રિયા કરતાં બન્ને હાથની હથેળીને દર્દીનાં ઊર્જાદેહની સમાંતર રાખવામાં આવે તેને સમાંતર બેવડું ઉજ્જવલન કહે છે. પીઠ, પેટ જેવા અવયવો પર આ રીતે ટૂંકા સમયમાં ઝડપથી ઉજ્જવલન કરી શકાય.

આ ઉપરાંત હાથ, પગનાં ઉજ્જવલન કરવા માટે દર્દીનાં હાથ, પગની બન્ને બાજુએ ઉપર, નીચે કે આગળ પાછળ ચિકિત્સક બન્ને હથેળીઓ રાખીને ઉજ્જવલન કરે તેનાં અસમાંતર બેવડું ઉજ્જવલન કહે છે.

પરંતુ આજ્ઞા ચક્ર, આંખો, કાન જેવાં અવયવો પર આંગળીઓથી ઉજ્જવલન કરી શકાય છે. ઉજ્જવલન ક્રિયા માટે ભારતીય યોગ પરંપરામાં શીખવવામાં આવતો ઉજ્જયી પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. માત્ર પ્રાણ શ્વસન કરતી વખને તેનો અવાજ સીમીત રાખવો જોઈએ જેથી દર્દીને અજુગતું ન લાગે. વધુમાં પ્રાણસિંચન પુરું થયા બાદ પણ ચિકિત્સકે ૫ થી ૭ આવર્તન પ્રાણ શ્વસન કરવું જોઈએ જેથી તે પોતે ઊર્જાની ઉણપ ન અનુભવે.

કેટલાક કેસોમાં પ્રાણનો ભરાવો જો અમુક અવયવો પર જણાય તો તેને હાથથી આંગળાઓથી અન્ય ભાગો પર પુનઃ વિતરીત કરી નાખવો જોઈએ. સામાન્ય રોગોમાં તે ઉપયોગી છે પરંતુ ગભીર રોગોની સારવારમાં તે એટલો ઉપયોગી નીવડતો નથી. કારણ કે ગંભીર રોગોમાં ઊર્જાની પુષ્કળ જરૂરિયાત રહેલી હોય છે. એટલે તેને અલગથી ઉજ્જવલન કરવાની જરૂર પડે છે.