અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૩) ઉજ્જ્વલન - પ્રાણસિંચન

ભાગ ૧૪ / ૭૫ · મૂળ PDF

ગુમાવેલી પ્રાણઊર્જા કે જીવદ્રવ્યને પુન: સ્થાપિત કરવાની પ્રકિયાને ઉજ્જવલન કહે છે. ઉજ્જવલન કરતી વખતે ચિકિત્સકે વાતાવરણમાંથી પાછા ઊર્જા અવશોષિત કરતાં રહેવું અને ઉજ્જ્વલન કરવું જોઈએ. વાતાવરણમાંથી વાયુપ્રાણ અને ધરતીમાંથી ભૂપ્રાણ લેતાં પ્રાણચિકિત્સક ઉજ્જવલન કરે તો તેનાથી તેની તાજગી જળવાઈ ૨હે છે અને થાક લાગવાથી, કે ચેપ અથવા રોગોના ભોગ બનવાથી સુરક્ષિત રહીને ચિકિત્સા કરી શકાય છે.

પ્રાણઊર્જા શોષવાની અને પ્રાણ પ્રક્ષેપણની ઘણી પદ્ધતિઓ છે. આમાં સરળ અને સલામત રીત હાથનાંચક્રોનાં ઉપયોગની પદ્ધતિ છે. એક હાથનાચક્રથી પ્રાણઊર્જા મેળવી બીજા હાથનાં ચક્રો વડે દર્દીને ઉજ્જવલન કરી શકાય છે. ડાબા કે જમણા કોઈપણ હાથમાંચક્ર વડે મુખ્યત્વે અવશોષણ કે ઉજ્જવલન કરવામાં આવે છે એમાં ફરક માત્ર સંકલ્પથી કરીને અવશોષણ કે ઉજજવલન કરી શકાય છે.

જ્યારે પ્રાણઊર્જાનું અવશોષણ કરવાનું હોય ત્યારે ચિકિત્સકે પોતાનાં પ્રાણઊર્જાનું પસંદગીના હાથની હથેળી પર ધ્યાન લાવવું તુર્તજ પ્રાણઊર્જાનો પ્રવાહ શરૂ થવાનાં સંવેદનો હથેળી, આંગળીઓમાં વર્તાશે. ત્યારબાદ જ બીજાં હાથની હથેળી કે આંગળીઓનાંચક્ર દર્દીનાં આશરે ૩ ઈંચ દૂરથી શોધન થયા બાદ લક્ષિતચક્ર કે અવયવ સામે મોબાઈલથી ફોટો લેતા હોય તેમ રાખવો. શિખાઉ પ્રાણચિકિસકો શરૂઆતમાં હાથાને તંગ રાખવાની ભૂલ કરતાં સામાન્ય રીત જોવા મળે છે. જેનાથી પ્રાણ અવશોષન અને ઉજ્જવલનનો દ૨ ધીમો પડી શકે છે. થોડા સમયનાં અભ્યાસ પછી પ્રાણચિકિત્સક પ્રાણઊર્જાના અવશોષણનો સંકલ્પ કે ધારણાં કરતાં જ તેનાં અવશોષન હાથની હથેળી- આંગળાઓમાં પ્રાણઊર્જાનું વહન શરૂ થઈ જશે ત્યારબાદ જે ભાગને ઉજ્જવલિત ક૨વાનો હોય ત્યાં હળવેથી ઉજ્જવલન હાથથી છંટકાવ કરતાં હોય તેમ ફેરવતાં જવું જોઈએ. વચ્ચે બંને હાથને ઝાટકી નાખવાની ટેવ પાડવી એક સારી આદત છે.

પુરતા પ્રમાણમાં ઉજ્જવલન કરવું અતિ આવશ્યક છે. આમાં ઉજ્જવલન કરતાં હાથમાં સહેજ ઉભરાવાનું સ્પંદન આવે અથવા હાથ માંથી ઊર્જાપ્રવાહ સંપૂણ બંધ કુદરતી રીતે થઈ જાય ત્યાં સુધી ઉજ્જવલન કરવું જોઈએ . અહીં સૂક્ષ્મ અવલોકન વિધિનો પણ ઉપયોગ રાખવો સારા ચિકિત્સકનું લક્ષણ છે. જો વધુ પડતું ઉજ્જ્વલન થયેલું જણાય તો હાથથી ફેલાવી દેવું જોઈએ. સામાન્ય રીતે આંગળીઓનાંચક્ર દ્વારા થતું ઉજ્જવલન હથેળીથી કરાતાં ઉજ્જવલન કરતાં વધુ તીવ્ર હોવાથી ભોંકાતું હોય તેવું સંવેદન દર્દીને થઈ શકે છે. આથી પ્રાણચિકિત્સકે હંમેશા કરુણામયતાથી ઉજ્જવલન કરવું જોઈએ. નાનકડા શિશુને જેમ પ્રેમથી માતા ભોજન કરાવે છે તેમ પ્રાણચિકિત્સકે પ્રજ્જવલન કરવાનું શીખી લેવું જોઈએ. ઊર્જા પ્રજ્જવલન વખતે દૃશ્યીકૃત કરવું જરૂરી નથી પરંતુ ચોક્કસ રીતે મદદરૂપ થઈ શકે છે.

પ્રાણઊર્જા મેળવવા અવશોષણ ક્રિયા માટે આકાશમાંથી પ્રાણઊર્જા મેળવવી, મૂર્તિસ્વરૂપ ઊભા કે બેઠા અથવા સામાન્ય કોઈપણ ઢબથી પ્રાણઊર્જા મેળવવી જોઈએ. આકાશમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા માટે અવશોષણ કરનાર હાથને (ડાબો કે જમણો) હથેળી થોડી ઉપર આકાશ તરફ રાખીને પ્રાણ ગ્રહણ કરવાની ધારણા રાખવી. બીજા પ્રકારમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓની જેમ એક હાથ છાતી સમાણો અને બીજો હાથ આશીર્વાદ મુદ્રામાં રાખીને ઊર્જા ગ્રહણ અને ઉજ્જ્વલનની ધારણા રાખવી. ત્રીજા પ્રકારમાં તો ચિકિત્સક સાવ સામાન્ય રીતે હાથને ઉપર નીચે રાખીને ઊર્જાગ્રહણ કરી બીજા હાથે આશીર્વાદ આપતાં હોય તેમ ઉજ્જવલન કરી શકાય છે. અહીં મુખ્યત્વે ધારણાથી પ્રાણ ગ્રહણ કરીને કરુણામયતાથી ઉજ્જ્વલન કરવાનો હેતુ હોય છે.