(૪) પ્રાણસ્થાપન
પ્રાણઊર્જાનો સ્વભાવ સામાન્ય રીતે વહી જવાનો હોવાનાં કારણે ઉજ્જવલિત ઊર્જાને અસરગ્રસ્ત્ર ભાગ પર સ્થાપિત કરવો ખૂબ જ આવશ્યક છે. આ માટે પ્રાણચિકિત્સકે “સ્થાપિત થાવ” એવો સંકલ્પ કરવો જોઈએ અથવા ઉજ્જવલિત ઊર્જા પર ફરી ભૂરા રંગનો (Blue) છંટકાવ કરવો જોઈએ. આથી પ્રક્ષેપિત પ્રાણઊર્જા ત્યાં જ સ્થાપિત થઈ શકે.
(૫) સંપર્ક – વિચ્છેદન
જ્યારે પ્રાણચિકિત્સક ચિકિત્સા શરૂ કરે ત્યારથી બંને વચ્ચે (ચિકિત્સક-દર્દી) એક સુક્ષ્મ પ્રાણતંતુથી સંપર્ક બને છે. જેના દ્વારા પ્રાણઊર્જાનું વહન થતું જોવા મળે છે. આથી પ્રાણસ્થાપન કર્યા બાદ, સંપૂર્ણ સારવાર પૂરી થવાથી અંતે આ સંપર્કવિચ્છેદ કરવો આવશ્યક છે. જો આમ કરવાનું ચૂકી જવાય તો દર્દી-ચિકિત્સક ભલે એકબીજાથી દૂર તો પણ તેમનો પ્રાણઊર્જા સંપર્ક ચાલુ રહી જાય છે. પરિણામે પ્રાણચિકિત્સક ઘણીવાર દર્દીનાં તરફથી ઊર્જા પાછી આવતી અનુભવે છે. આ પરિસ્થિતિનાં નિવારણ માટે પ્રાણચિકિત્સકે ‘સંપર્કવિચ્છેદ’ એવો સંકલ્પ કરવો કે ધારણા રાખવી. તે પોતાનાં હાથથી ઉપરથી નીચે સુધી (મસ્તકથી નાભિ) નાં તમામ પ્રાણઊર્જાતંતુઓ તોડી નાખે છે. એવી ધારણા કરવાથી તે દર્દીને સંપર્ક-વિચ્છેદ કરી મુક્ત કરી શકે છે.
ઉજ્જવલન – પ્રાણસિંચન વખતે ધ્યાન આપો.
(૧) આંખોનું સીધું ઉજ્જવલન ન કરશો. તે અતિ નાજુક અવયવ છે તેથી સીધાં પ્રાણસિંચન કરવાથી આંખોમાં ઈજા ન થાય તે માટે ભૂમધ્યમાં અથવા આંખોને પાછળથી ઉર્જા આપો.
(૨) હૃદયને તીવ્રતાથી સામેથી ઊર્જા ન આપશો તે નાજુક અને સંવેદનશીલ અવયવ છે. હૃદયને ઊર્જા આપવા માટે અનાહતચક્રની પાછળનાં ભાગથી પ્રાણસિંચન હળવેથી કરવું જોઈએ જેથી હૃદયને ઊર્જાનો ભરાવો થવાથી બચાવી શકાય.
(૩) નાનાં શિશુઓ તેમજ વૃદ્ધાને, અતિ નબળા રોગીને ખૂબ તીવ્રતાથી વિપુલ માત્રામાં પ્રાણસિંચન ન કરવું જોઈએ. તેઓની પ્રાણ ગ્રહણ કરવાની ક્ષમતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોઈવાર દર્દીને રૂંધામણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી થતી જણાય તો, સોલરચક્રો પરથી વધારાની ઊર્જાને અન્ય અવયવો તરફ વિતરિત કરી દેવી જોઈએ (distributive Sweeping) જેનાથી તેમની સ્થિતિ સામાન્ય થઈ જશે.
(૪) (Spleen) પ્લીહા જે છેલ્લી પાંસળી નીચે ડાબી બાજુ આવેલી છે તેને પણ સીધા પ્રાણસિંચન કરવાનાં બદલે નાભિચક્રથી ઊર્જા સિંચન કરીને તે પ્લીહામાં જઈ રહી છે તેવી ધારણા કરવી જોઈએ.