અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

આભાર, ધન્યવાદ, પૂર્ણ શ્રદ્ધા સહિત.”

ભાગ ૬૦ / ૭૫ · મૂળ PDF

આ આવાહન બે વાર તીવ્ર એકાગ્રતા અને પ્રતીતિપૂર્વક દોહરાવવું જોઈએ. તે આદર, નમ્રતા અને નિષ્ઠાપૂર્વક બોલવું જોઈએ.

(૨) પ્રાણચિકિત્સકે પ્રથમ દર્દીની પ્રાણચિકિત્સા કરવી. દર્દીની સારવાર બાદ પ્રભુનાં દિવ્ય આશીર્વાદ માટે આભાર માનવો. દર્દીને પણ પ્રભુને આભાર વ્યક્ત કરવા સૂચન કરવું

(૩) જે પ્રાણચિકિત્સક ન હોય તેણે દર્દીનાં મસ્તક, આજ્ઞા પર હાથ મુકી પાર્થના કરવી.

“હે દિવ્ય પિતા

આ દર્દીની ચિકિત્સા માટે આભાર.

પૂર્ણ શ્રદ્ધા સહિત તથાસ્તુ.”

સામાન્ય બીમારીઓમાં તત્કાલ પરિણામદાયી છે. જયારે ગંભીર રોગોમાં તત્કાલ રાહત લાગે પણ સંપૂર્ણ સાજા થવા માટે વધુ ચિકિત્સા આપવી જરૂરી બને છે.

આવાહનીય પ્રાણચિકિત્સા એક ચિકિત્સક મોટા સમૂહ પર કરી શકે છે. અથવા કેટલાક આવાહનીય પ્રાણચિકિત્સકો એક જ દર્દી પર પણ કરી શકે છે.

દિવ્ય મધ્યસ્થી દ્વારા ઘણીવાર નકારાત્મક કર્મોની શાંતિ કરી શકાય છે. પૂરો સમય અવાહનીય પ્રાણચિકિત્સા કરવા માટે ચિકિત્સકે પોતાની શુદ્ધિ અને ચારિત્રબળ મેળવવા લાંબો સમય કામ કરવું જોઈએ. ચિકિત્સા ઊર્જા સાથેની આધ્યાત્મિક ઊર્જાનાં આ પ્રચંડ ધોધને ઝીલવા માટે પ્રતિદિન આંતરનિરીક્ષણ માટે સમય ફાળવવો જોઈએ. આધ્યાત્મિક ઊર્જાનાં અવતરણની સાથે જ ચિકિત્સકનાં ચારિત્ર્ય લક્ષણો અનેક ગણાં મોટાં થઈ જતાં હોય છે. તેમાં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનાં લક્ષણો અનેક ગણાં મોટાં થઈ જતાં તેનાં જીવનમાં વલોણું શરૂ થઈ જાય છે. આથી ચારિત્રશુદ્ધિ ખૂબ જ મહત્ત્વની બની જાય છે. વળી નિમ્ન સ્તરમાં સ્પંદન ધરાવતાં ચિકિસ્તકો નિમ્ન કક્ષાની અનિચ્છનીય વિભૂતિઓ આકર્ષિત કરે છે. જયારે ઉચ્ચ, શુદ્ધ સ્પંદન ધરાવતાં ચિકિત્સકો ઉચ્ચ કે અતિ ઉચ્ચ પ્રકારની વિભૂતિઓનાં સંગમાં આવે છે.

અધ્યાત્મધૂનો, ગીતો અને નૃત્ય પણ અન્ય પ્રકારની આવાહનીય ચિકિત્સા છે. આ પ્રકારની આવાહનીય ચિકિત્સાપદ્ધતિઓ વિશ્વવ્યાપી છે. અને ખ્રિસ્તીઓ, સૂફીઓ, અને અન્ય ધર્મોમાં વિશ્વાસ ધરાવનારા તેનો ઉપયોગ કરતાં હોય છે. ગુજરાતમાં ગવાતા માતાજીનાં ગરબા, ગાયત્રી અનુષ્ઠાનો, યજ્ઞો, ભજન-કીર્તન, આરતી વગેરેને આ બાબતમાં નજરઅંદાજ ન કરવા જોઈએ.