અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

૬. પ્રાણ-શ્વસન

ભાગ ૪૦ / ૭૫ · મૂળ PDF

હઠયોગ પ્રદિપિકા કહે છે, ‘માણસ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી તેનાં શરીરમાં પ્રાણ હોય છે. જો પ્રાણની ઊણપ થવા માંડે તો તે મૃત્યુ પામે છે. તેથી પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ.’

યોગી રામચરક કહે છે, ‘તાલબદ્ધ શ્વસન ક્રિયા અને નિયંત્રિત વિચાર વડે તમે વિપુલ પ્રમાણમાં પ્રાણ મેળવી શકો છો, તેમજ અન્ય વ્યક્તિના શરીરમાં પ્રાણ પ્રગટાવી તેનાં શરીરનાં નબળા ભાગો અને અવયવોને ઉત્તેજીત કરીને તેને આરોગ્ય પ્રદાન કરી રોગમુક્ત કરી શકો છો.’

આભ્યાસની શરૂઆતમાં હથેળીનાં ચક્રો વડે પ્રાણ ઊર્જા મેળવવાનું શીખ્યા, હવે પ્રાણઊર્જા શ્વસન શીખીને વાતાવરણમાંથી વિપુલ પ્રમાણમાં પ્રાણ કેવી રીતે મેળવવો તે જાણીશું. ઘણી યોગીક શ્વસન પદ્ધતિઓ અલગ અલગ હેતુસર કરવા માટે પ્રચલનમાં છે. યોગીક શ્વસનક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પ્રાણ પ્રાપ્ત કરીને પ્રાણ પ્રક્ષેપન-સિંચન કરવાની પદ્ધતિને પ્રાણ શ્વસન ક્રિયા કહે છે.

પ્રાણ શ્વસન ક્રિયા

પ્રાણ શ્વસન ક્રિયા કરવાથી ઊર્જાદેહને તેમાં ૧૦૦ ટકા કે તેથી વધુ પ્રમાણમાં કામચલાઉ વિકસિત કરી શકાય છે. આંતરિક ઊર્જાદેહને આઠ ઈંચથી કે તેથી વધુ આરોગ્ય ઊર્જાકિરણ દેહને ૪ ફૂટ કે તેથી વધુ વિકસી શકે છે. આ બાબત સૂક્ષ્મ અવલોકન કરીને સત્યાપિત કરી શકાય છે.

પ્રયોગ કરો, તમારા મિત્રને પ્રાણ શ્વસન ક્રિયા પાંચ મિનિટ સુધી કરવાનું જણાવો. શરૂ કરતાં પહેલાં તેમ જ ત્યારબાદ સૂક્ષ્મ અવલોકન વિધિથી તેનાં ઊર્જાદેહોની તપાસ કરો. ઊર્જાદેહોમાં વિસ્તાર અને ધબકારા પણ અનુભવાશે. આવા તેમજ અન્ય પ્રયોગો દ્વારા તમારું જ્ઞાન મજબુત પાયા પર વિકસશે.

(૧) ઊડું શ્વસન - આંતર કુંભક - બાહ્ય પ્રાણાયમ.