અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(Past Life regression Therapy offshoot)

ભાગ ૩૯ / ૭૫ · મૂળ PDF

નિવૃત્ત સૈન્ય અધિકારી તેમનાં દિકરી સાથે પ્રાણચિકિત્સકનાં ઘરે આવીને કહ્યું તેની સ્થિતિ જોઈને અમને ખૂબ દુઃખ થાય છે. આ Past life regression શીખવા ગયા પછી તેનો જીવન રસ સુકાઈ ગયો છે. સાવ સુનમૂન-અમનસ્ક સ્થિતિમાં રહે છે. પરણિત અને બાળકોની માતા હોવા છતાં ઘરનો, પોતાનાં શરીરનો કોઈ ખ્યાલ જ રાખતી નથી. આપ એની મદદ કરો.

પિતાનાં કરુણ પોકાર સાંભળીને પ્રાણ ચિકિત્સકે તેમની પ્રાણ-મનોચિકિત્સા સહિત સારવાર શરૂ કરી.

સૌપ્રથમ, તે મહિલાને શાંત અને આશ્વસ્ત કરી, તેની પ્રાણ મનોચિકિત્સા આજ્ઞા, સહસ્ત્રા, મસ્તકચક્ર, પાછળનું મસ્તકચક્ર, સોલર અને મૂલાધારચક્રો, સમગ્ર ઊર્જાદેહનું સૂક્ષ્મ અવલોકન, સંપૂર્ણ શોધન-માર્જન બાદ ઉજ્જવલન.

એકાદ કલાકમાં જ મહિલા સ્વસ્થ થયાં અને તેમનાં અનુભવોની ગાથા સંભળાવી. આ બધું જોઈ તે સૈન્ય અધિકારી સંતોષ પામ્યા. તેમની પ્રાણ મનોચિકિત્સા અને પરામર્શ એકાદ મહિના સુધી આંતરે દિવસે ચાલી. આજે આ મહિલા અમદાવાદની પ્રખ્યાત શાળાનાં સંચાલિકા તરીકે કામ કરવા સાથે સંસારિક સુખોમાં સંતોષપૂર્વક જીવે છે. તેઓનાં પિતા, પતિ અને સ્વયં પ્રાણ ચિકિત્સકો છે, અને અન્ય લોકોને પ્રાણ ચિકિત્સા શીખી લેવા માટે પ્રેરીત કરે છે.

(૨) “તેઓ ઘરેથી ચાલ્યા ગયા છે કોઈને કાંઈપણ કીધા વિના... ખૂબ શોધખોળ કરી પણ પત્તો નથી.” એક ગભરાયેલી માતાએ પ્રાણચિકિત્સકને ફોન પર જણાવ્યું. ત્રણ દિવસ બાદ તે ભાઈનો પત્તો મળ્યો કે આવા એક ભાઈ ચોટિલા પહેલાં રોડ પર ચાલતાં હતાં લેવા સમાચાર પ્રાપ્ત થતાં જ નાના ભાઈએ કાર ભગાવીને ચોટિલાથી નજીક તેમને આંતર્યા. ખૂબ જ આનાકાની સમજાવટ પછી તેઓ કારમાં બેઠા અને કાર સીધી આવી પ્રાણચિકિત્સકનાં ઘેર.

તેઓને સ્નાન કરાવી, વસ્ત્ર પરિધાન બાદ, ભોજન કરાવીને પરામર્શ શરૂ કર્યો. પ્રાણ મનોચિકિત્સા બાદ તેઓ વાસ્તવિક જગત પ્રત્યે સભાન થયાં. તેમની સારવાર બન્ને રીતે મનોચિકિત્સા તબીબ અને પ્રાણ મનોચિકિત્સા દ્વારા લાંબો સમય કર્યા બાદ તેઓ સ્વસ્થ થયા. આજે તેઓ સંગીતજ્ઞ છે અને મોજીલું જીવન વ્યતીત કરે છે.