(૧૨) પીઠનો દુઃખાવો
પીઠમાં દુઃખાવો મોટા ભાગે ખોટી સુવાબેસવાની, ઊભા રહેવાની ટેવોનું પરિણામ હોય છે. પીઠના સ્નાયુઓ નબળા પડવાથી, અચાનક ખોટી રીતે ખૂબ વજન ઊંચકવાથી કે લાંબા સમય સુધી કઢંગી રીતે ઊભા, બેસવાથી પીઠમાં દુઃખાવો થતો હોય છે.
(૧) પીઠના દુઃખાવાવાળો ભાગ અને આખીય કરોડરજ્જુ પર સૂક્ષ્મ અવલોકન વિધિ કરો.
(૨) મૂલાધારચક્ર હાડકા અને સ્નાયુતંત્રનું નિયમન કરે છે. આથી મૂલાધારચક્રનું સૂક્ષ્મ અવલોકન કરો.
(૩) ઘણે ભાગે દુઃખાવાવાળી જગ્યાએ પ્રાણઊર્જાની ઉણય હશે અને નજીકની જગ્યાએ તે ઊર્જાએ સ્થળાંતર કરેલું જડશે.
(૪) અસરગ્રસ્ત જગ્યા અને આખીય કરોડરજ્જુનું સ્થાનિય શોધન- માર્જન કરો. ફરી સૂક્ષ્મ અવલોકન કરો.
(૫) જરૂર જણાય ત્યાં ઉજ્જવલન કરી પ્રાણઊર્જા સ્થાપિત કરો.
(૬) આ પ્રક્રિયા જરૂર જણાય તો ૪ કલાક પછી ફરી કરો. દર્દીના પ્રતિભાવ અચૂક મેળવો.
(૭) પ્રાણચિકિત્સા દર આંતરે દિવસે કરી દર્દી સાજો થાય ત્યાં સુધી કરો.
(૧૩) હાથ ઉઠાવવામાં તકલીફ.
આનું કારણ બગલમાં અને નજીકની જગ્યાઓએ ઊર્જાનો ભરાવો કે ઊણપ હોય છે. ઘણીવાર આ તકલીફ હૃદયનાં રોગો કે અસામાન્ય રક્તચાપને લીધે પણ થતી જોવા મળે છે.
(૧) અસરગ્રસ્ત ભાગો પર સંપૂર્ણ રીતે સૂક્ષ્મ અવલોકન કરો ખાસ કરીને ખભો અને બગલના ભાગ.
(૨) સ્થાનિય શોધન-માર્જન કર્યા બાદ ઉજ્જવલન કરો.
(૩) પ્રાણઊર્જા સ્થાપિત કરો. આ સારવાર એક જ વાર કરવાથી પણ ઘણું સારું પરિણામ આપે છે.
(૧૪) ઘા પડવો, દાઝવું, બુઠો માર વાગવો.
(૧) અસરગ્રસ્ત ભાગ પર સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સ્થાનિય શોધન-માર્જન-પ્રજ્જ્વલન કરો.
(૩) પૂરતા પ્રમાણમાં પ્રાણઊર્જા આપીને સ્થાપિત કરો.
જો તાજો ઘા પડ્યો હોય કે દાઝવાથી કે બોથડ વાગેલા પર આ પ્રાણચિકિત્સા દર કલાકે કરી દર્દીને પીડામુક્ત કરો. ખંતથી કરેલી પ્રાણચિકિત્સા તાત્કાલિક પરિણામ આપવા સક્ષમ છે.
(૪) જો માથામાં ઈજા થઈ હોય તો વધુ પડતી પ્રાણઊર્જા ન અપાય. તેની તકેદારી રાખો. વધુ પડતી પ્રાણઊર્જા દર્દીને માથામાં દુઃખાવો કરાવી શકે છે. આવા સંજોગોમાં વધારાની ઊર્જા–શોધન–માર્જનથી દૂર કરો અથવા અન્યત્ર ફેલાવી દો.