(૭) ઝાડા
(૧) આગળનાં સોલરચક્ર અને નાભિચક્ર તેમજ પેટનું સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સ્થાનિય શોધન – માર્જન કરો.
(૩) ઉજ્જવલન કરો. દર્દીને થોડા સમયમાં જ રાહત થઈ શકે છે.
(૮) કબજિયાત
(૧) આગળનાં સોલરચક્ર, નાભિચક્ર, પેટનો વિસ્તાર તેમજ મૂલાધારચક્રનું સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરો. ખાસ કરીને આગળના સોલર અને નાભિચક્ર પર ધ્યાન આપો. સામાન્યત: અડધા કલાકમાં દર્દી રાહત પામશે. તીવ્ર અને લાંબા સમયની કબજીયાતમાં દર્દીને રાહત આવતાં સમય લાગી શકે છે. નિયમિત સારવાર કરવાથી દર્દી સાજો થઈ શકે અને સમગ્ર પાચનતંત્રની કાર્યપ્રણાલીમાં પણ ખૂબ સુધારો થઈ શકે.
(૯) વધુ માસિક સ્ત્રાવ.
(૧) સ્વાધિષ્ઠાન, મણિપુર અને પેટનો નીચેનો ભાગ તથા મૂલાધારચક્ર પર સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સ્થાનિય માર્જન-શોધન, મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુરચક્ર તથા પેટ પર કરો.
(૩) મૂલાધાર અને નાભિચક્ર પર ઉજ્જવલન કરો.
(૪) જો દર્દી ખૂબ જ નબળાઈ અનુભવતાં હોય તો આગળનાં સોલરચક્ર પર સૂક્ષ્મ અવલોકન, સ્થાનિય શોધન માર્જન અને ત્યારબાદ ઉજ્જવલન કરો. દર્દીને શક્તિ આવી જશે.
(૫) જો રક્તસ્ત્રાવ વધુ પડતો હોય તો સ્વાધિષ્ઠાન ચક્રને પ્રાણસિંચન ન કરશે.
(૧૦) અનિયમિત માસિકસ્ત્રાવ
(૧) વધુ માસિક સ્ત્રાવની પ્રાણચકિત્સા કરો.
(૨) આજ્ઞા અને વિશુદ્ધીચક્રનું સુક્ષ્મ અવલોકન સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરો.
(૧૧) સ્નાયુઓનો દુઃખાવો, મચકોડ
(૧) અસરગ્રસ્ત અવયવોને તપાસો.
(૨) સ્થાનિય શોધન-માર્જન કરો.
(૩) ઉજ્જવલન કરો. અહીં ઉજ્જવલન પૂરતું થાય તેવી કાળજી રાખો. મોટા ભાગે દર્દીને થોડા સમયમાં જ અંશત: કે પૂર્ણ રાહત થઈ જશે. તાજા મચકોડના કિસ્સામાં દર્દીને સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કાળજીપૂર્વક કર્યા કરો. દર્દીનો પ્રતિભાવ મેળવો. દર્દીને થોડા દિવસ તે અવયવથી શ્રમ ન કરવા સૂચના આપો.