અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાર્થના

ભાગ ૨ / ૭૫ · મૂળ PDF

હે પરબ્રહ્મ,

હે ઈશ્વર – આદિનારાયણ

બ્રહ્માંડનાં વાલીઓ, મહાન અવતારો

ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, જગતઅંબા

મહાબલિ હનુમાન.

લૉર્ડ પદ્મસંભવ, મહાગુરુજી મેઈલિંગ

GMCKS,

– શ્રી ધન્વંતરી, તમામ દેવદૂતો

ચિકિત્સક દૂતો, માર્ગદર્શક દૂતો.

મહાન સિધ્ધો, મહાત્માઓ, મહાયોગીજનો

સંતો અને માતા પિતા

અમે આપનું આવાહન કરીએ છીએ

આપ સહુ પ્રગટ અને પ્રત્યક્ષ છો

આપની મદદ, માર્ગદર્શન, રક્ષણ

અને પ્રકાશ આપો. પ્રજ્ઞાન આપો.

હિલિંગ માટે

આભાર

આત્મસાક્ષાત્કાર માટે આભાર

ધન્યવાદ

MITTH Foundation

Meiling Inner Termer Teachings & Healing Foundation.

આ વિદ્યાને લોકઉપયોગી બનાવવા માટે હિલિંગ ક્લાસીસ અને સેમિનારનું આયોજન કરે છે. તેનાં સંવર્ધન માટે Nurturing sessions બંને online – offline યોજે છે. કેટલાક સીમાચિહ્નરૂપ પ્રસંગોની ઉજવણી માટે વાર્ષિક સંમેલન યોજે છે.

આ બધામાં સંનિષ્ઠ એવા શ્રી હિનાબેન જાદવે એક સંકલ્પ લીધો કે તેઓ દસ હજાર હિલિંગ કરશે. આ સંકલ્પ પ્રેરણાસ્રોત બન્યો છે કે આ વિદ્યાનું પ્રાપ્ત જ્ઞાન-કૌશલ્ય સહુ સુધી પહોંચે. અનેક પ્રાણિક હિલરો સમયે સમયે મુલાકાત કરીને પ્રાણિક હિલિંગ અને આત્મસાક્ષાત્કાર અંગેના પ્રશ્નો, મૂંઝવણો માટે માર્ગદર્શન મેળવતાં રહ્યાં. તેઓના સામૂહિક ઉત્કર્ષ માટે ‘પ્રસાદમ્’નું આયોજન અમદાવાદ અને સુરતમાં થયું. અદ્ભુત પ્રતિસાદ સાંપડયો તે માટે સૌનો આભાર.

આ અદ્ભુત જ્ઞાન જેવું વધુ પ્રસરે અને લોકઉપયોગી બને તે માટે જનતા જનાર્દનને પુષ્પાંજલિ અર્થે પુસ્તક આકારે સમર્પણ.

અસ્તુ.