અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણચિકિત્સા દ્વારા આત્મસાક્ષાત્કાર

ભાગ ૧ / ૭૫ · મૂળ PDF

To, Parabrahama My Spiritual Teacher

Master Choa Kok SuiWith his entire lineageAll

सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया ।

सर्वे भद्राणि पश्यंतु मा कश्चित् दुःखमाप्नुयात ।।

ભાવાર્થ : આ વિશ્વમાં સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વે રોગરહિત થાઓ, સર્વે કલ્યાણને અનુભવો, કોઈ દુઃખને ન પામો.

सर्वे जनाः सुखीनो भवन्तु ।

‘નુસખાનું રટણ કરવાથી નિરોગી ન થવાય’

‘નુસખાનો અમલ કરો તો જ નિરોગી બનાય.’

‘Disease is manifestation of longHarbour negative energy package.’

‘Disease is nothing but self-off theBalance in ocean of parabrahama.’

ઊઠો, જાગો અને લક્ષ્ય હાંસલ કર્યા સુધી અટકો નહીં.

‘Arise, awake & stop not till the goal is reached.’

ભારતનાં મહાન મનિષી ઋષિ શ્રી સ્વામી વિવેકાનંદ આ ૧૯ મી સદીનાં ઉદગારો હમેશાં પ્રેરણા આપે છે. હતાશા, નિરાશા અને અજ્ઞાનનાં અંધકારમાંથી જ્ઞાન અને પ્રકાશ, સુઝ અને કૌશલ્ય કેળવવામાં પથ પર સહુને અગ્રેસર કરે છે.

કઠોપનિષદનાં મુખ્ય પાત્ર નચિકેતાને મૃત્યુનાં દેવ શિખામણ, જ્ઞાન આપે છે. (Ch. ૧-૩-૧૪)

उत्तिष्ठित जाग्रत प्राप्य, वरािन्नबोधत,

क्षुरासन्न धारा निशिता दुरत्यदुर्गम पथः

तत कवयो वदन्ति ।।

આ જીવનને પરિવર્તન કરવા સક્ષમ ઉદગાર છે. આ જીવન જે આપણને મહાભાગ્યનાં ઉદયરૂપે પ્રાપ્ત થયેલ છે તેનો શું ઉપયોગ હોઈ શકે?

ગુરુ રીમ્પોચિ, શ્રી ચોઆ કોક સુઈ જે અદ્યતન સાંપત સમયનાં સ્થાપક, પ્રણેતા, એક સમયે ૧૦૦થી વધુ હાજર શિષ્યોને રાત્રિભોજન બાદની બેઠકમાં પ્રશ્ન પૂછ્યો. ‘જીવનનું લક્ષ્ય શું છે? ઉત્સાહી શિષ્ય પ્રાણિક હિલિંગનાં શિક્ષકે પ્રત્યુત્તરમાં કહ્યું, પ્રાણિક હિલિંગનો પ્રચાર અને પ્રસાર. અમે તે વખતે હાજર હતા. અમારો જવાબ હતો. ‘આત્મ સાક્ષાત્કાર’ તેઓશ્રીએ આનંદથી સંમતિ આપી કહ્યું ‘સાવ સાચું.’ આ જીવનનો ઉદ્દેશ કેવળ આત્મસાક્ષાત્કાર જ હોવો જોઈએ. પ્રાણિક હિલિંગ (પ્રાણશક્તિ દ્વારા રોગોનો ઉપચાર કરવાની વિધિ) તેમાં મહદ્ અંશે મદદરૂપ થઈ શકે છે.

MCKSનું ઉપચાર કલાનું યોગદાન અમૂલ્ય છે. (Priceless) અણમોલ છે.

ભારતમાં આ પ્રાચીન મહાન વિદ્યા અનાદિ કાળથી પ્રચલિત છે. અનેકાનેક નામી-અનામી સંતોએ તેમનાં જીવનમાં તેના ઉપયોગ વડે ચમત્કારીક રીતે બીમાર, રોગગ્રસ્તને સાજાં કરીને નવજીવન પ્રદાન કરેલ છે.

શ્રી MCKSના Vision પ્રમાણે પ્રત્યેક ઘરદીઠ એક પ્રાણિક હિલર હોવો જ જોઈએ. આવી સ્થિતિ સર્જાય તો અદ્યતન જટિલ એલોપથી પ૨નાં સમાજને આરોગ્યપ્રદાન કરવાનાં પ્રચંડ કાર્યમાં ખૂબ જ સહાય મળી શકે છે.

અમારું લક્ષ તે વખતે જ ૫૦૦ અરહાત ગુજરાતમાં જ તૈયાર થાય એમ હતું. સદ્ભાગ્યે આપણે આ સંખ્યાની ખૂબ જ નજીક છીએ.

અમદાવાદનાં ૧૯૯૬માં યોજાયેલાં પ્રાણિક હિલિંગનાં શિબિરમાં આ મહાન વિદ્યા શીખ્યા પછી તેને માસ્ટર (MCKS) નાં વિઝન પ્રમાણે ઘપાવવાનાં લક્ષ્ય સાથે આગળ વધતા જ ગયા. સમયે I.G. સાહેબ, મહાદેવભાઈ દેસાઈ, હિતેન શેઠ અને અનેક અદભૂત લોકોનાં સંગમાં દિવસ-રાત એક કરી નાખ્યા. પરિણામે અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ, ભૂજ, ભાવનગરમાં સંખ્યાબંધ પ્રાણિક હિલરો સર્જાયા. આ તમામનાં સઘન, સંનિષ્ઠ પ્રયત્નોનાં પરિણામે પ્રાણિક હિલિંગનાં કલાસીસ ઉપરાંત હિલિંગ સ્ટેશન્સ ઊભા થયાં. જેમાંથી કેટલાક આજે પણ પ્રાણિક હિલિંગ પ્રદાન કરે છે. તેની વ્યાપકતા લોકપ્રિયતા એટલી બધી હતી કે રાજકોટમાં એક હિલિંગ સેન્ટર રાત્રે ૧૧થી સવારનાં ૨-૫૦ સુધી ચાલતું. લોકો છકડા ભરીને લાઈનો લગાવતાં અને ધીરજપૂર્વક પોતાને હિલિંગ મળે તેની રાહ જોતાં.

આજે ગુજરાતમાં પ્રાણિક હિલિંગ ખૂબ જ લોકપ્રિય, લોકભોગ્ય બની ચૂક્યું છે. ડીસા નિવાસી શ્રી હિમાંશુભાઈએ અથાક પ્રયત્નોથી વધુ જ્ઞાન, કૌશલ્ય સંપાદન કરીને ‘MITTH Foundation’ નામની સંસ્થાની સ્થાપના કરી છે.