ઉપનિષદ સિરીઝ · વિડિયો ૯૧
વિડિયો ૯૧
ૐમ, ભગવાન શિવજીએ સુખદેવજીને કહ્યું કે, "જે ગૂઢ વિષયનું સળંગ ન્યાસપૂર્વક વર્ણન કરું છું, એનું અનુભૂતિજન્ય વિશેષ જ્ઞાન થઈ જવાથી સાક્ષાત મોક્ષ પ્રાપ્તિમાં કોઈ જ સંશય નથી." ચાલો આપણે આ જ્ઞાન સંપાદન કરીએ. તો, જે જે અત્યારે કહેવાતું જાય છે, તે બધું જ એ પ્રમાણે કરતા પણ જવાનું છે, બરાબર?
જરૂરી એ છે કે ગુરુ દ્વારા અંગહીન વાક્યોનો ઉપદેશ કરવો જોઈએ નહીં. બધા વાક્યોનો સળંગ સહિત ઉપદેશ કરવો જોઈએ. ષડંગ જે છે, છ અંગો, તે બધાને સહિત જ એનો ઉપદેશ કરવો જોઈએ.
જેમ ચારેય વેદોમાં ઉપનિષદો સર્વશ્રેષ્ઠ છે. જો તમે શેનું અધ્યયન કરી રહ્યા છો? ચારે વેદોનું જે અમૃત છે, તેનું – ઉપનિષદનું. એમ, સંપૂર્ણ ઉપનિષદોમાં પણ રહસ્ય ઉપનિષદ સર્વશ્રેષ્ઠ છે. બધા ઉપનિષદોમાં પણ આ ઉપનિષદ સર્વશ્રેષ્ઠ છે, એવું ભગવાન શિવજી સુખદેવજીને કહે છે.
શ્રવણ કરો: જે તત્વદર્શી વિચારકે આ રહસ્ય ઉપનિષદમાં વર્ણન કરેલા બ્રહ્મનું ચિંતન-મનન કરેલું છે, એને પુણ્યકારક કારણો, તીર્થ સેવન, મંત્ર પાઠ, વેદ પાઠ તથા જપ વગેરે કરવાનું શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન નથી, એટલે જરૂરત રહેતી નથી. આવશ્યકતા એની ખતમ થઈ જાય છે.
આ એકમાત્ર રહસ્ય ઉપનિષદથી, 'સો શરદ ઋતુઓ', 'સતમ જીવમ શરદમ' જે વાળી વાત છે તે મહાવાક્યોના અર્થો પર વિચાર કરવાથી ૧૦૦ વર્ષ સુધી જે ફળની પ્રાપ્તિ થાય છે, એ ફળ આ વાક્યોના ઋષિ વગેરેનું સ્મરણ કરીને એકવાર જપ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલો અપૂર્વ એવો એનો મહિમા છે. ૧૦૦ વર્ષે જે તમે પ્રાપ્ત કરી શકો, એ આ એક વખત કરવામાં તમે પ્રાપ્ત કરી લેશો.
તો કહે છે: ૐ અસ્ય શ્રી મહાવાક્ય મહામંત્રસ્ય હંસ ઋષિ અવ્યક્ત ગાયત્રી છંદ પરમહંસો દેવતા હં બીજં સઃ શક્તિં સોહં કિલકં મમ પરમહંસ પ્રીતિ અર્થે મહાવાક્ય જપે વિનિયોગઃ.
સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ અંગુષ્ઠાભ્યાં નમઃ. નિત્યાનંદો બ્રહ્મ તર્જનીભ્યાં નમઃ. નિત્યાનંદમયં બ્રહ્મ મધ્યમાભ્યાં વષટ્. યો વૈ ભૂમા અનામિકાભ્યાં નમઃ. ૐ યો વૈ ભૂમાધિપતિ કનિષ્ઠિકાભ્યાં બૌષટ્. એકમેવમદ્વિતીયં બ્રહ્મ કરતલ કરપૃષ્ઠાભ્યાં ફટ્.
સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ હૃદયાય નમઃ. બ્રહ્મ શિરસે સ્વાહા. બ્રહ્મ શિખા. યો વૈ ભૂમા કવચાય હું. યો વૈ ભૂમાધિપતિ નેત્રત્રયાય વષટ્. એકમેવમદ્વિતીયં બ્રહ્મ અસ્ત્રાય ફટ્. ભૂર્ભુવસ્વરોમિતિ દિગ્બંધમ્.
ૐમ, આ મહાવાક્ય મહામંત્રના હંસ ઋષિ છે. અવ્યક્ત એ ગાયત્રી છંદ છે. પરમહંસ એના દેવતા છે. હં એ બીજ મંત્ર છે. 'હં હં' આ સતત થયા કરે, એ એનો બીજ મંત્ર. સઃ એની શક્તિ છે. સોહં એ એનું કિલક છે. એના પર જ બધું ચાલી રહ્યું છે. એટલા માટે પરમહંસ દેવતાની પ્રીતિ-કૃપા માટે (પરમહંસ દેવ કોણ છે? આત્મા, બ્રહ્મ, પરમાત્મા પોતે) કૃપા માટે મહાવાક્ય જપવા માટે મારા દ્વારા આ વિનિયોગ છે, એટલે કે હું આ નિવેદ કરી રહ્યો છું.
કરન્યાસ માટે: "બ્રહ્મ સત્ય, જ્ઞાનમય અને અનંત છે, તેને નમસ્કાર છે," એમ કહીને આપણે અંગૂઠાને સ્પર્શ કર્યો. "બ્રહ્મ નિત્ય છે, શાશ્વત આનંદ સ્વરૂપ છે, તેને નમસ્કાર છે," (એમ કહીને) તર્જની આંગળીનો સ્પર્શ કર્યો. "બ્રહ્મ નિત્ય આનંદમય છે, તેને નમન છે," (એમ કહીને) મધ્યમા આંગળીનો સ્પર્શ કર્યો. "જે અત્યંત વિસ્મૃત-વિસ્તૃત છે, એ બ્રહ્મ છે, તેને નમન છે," (એમ કહીને) અનામિકા આંગળીને સ્પર્શ કર્યો. "જે અત્યંત વિસ્તૃતનો પણ અધિપતિ છે, તે બ્રહ્મ છે, તેને નમસ્કાર," (એમ કહીને) અનામિકા અને પછી છેલ્લે કનિષ્ઠિકા આંગળીને પણ આપણે આવી રીતે સ્પર્શ કરીએ છીએ.
"બ્રહ્મ એક અને અદ્વિતીય છે, એને નમન છે," એમ કહીને આપણે હથેળીની આગળ અને પાછળ પણ સ્પર્શ કર્યો. "બ્રહ્મ સત્ય, જ્ઞાનમય અને અનંત છે, તેને નમન છે," કહીને આપણે હૃદય સ્થાનને સ્પર્શ કર્યો. "બ્રહ્મ નિત્ય આનંદ સ્વરૂપ છે, તેને નમસ્કાર છે," (એમ કહીને) મસ્તકને સ્પર્શ કર્યો. "બ્રહ્મ નિત્ય આનંદમય છે, તેને નમન છે," (એમ કહીને) આ ચોટલીની જે જગ્યા છે, તે જગ્યાએ આપણે સ્પર્શ કરીએ છીએ. "આ બ્રહ્મ છે, તેને નમન છે," એમ કહીને આપણે બંને નેત્રોને પણ સ્પર્શ કરીએ છીએ. "બ્રહ્મ એક અને અદ્વિતીય છે, તેને નમન છે," (એમ કહીને) જમણા હાથને માથા પરથી આપણે આમ ફેરવી અને ડાબા હાથ ઉપર આમ કરીને આમ તાલી પાડી. ૐ પરબ્રહ્મ 'ભૂર્ભુવઃ સ્વઃ'માં એટલે કે ધરતી, અંતરિક્ષ અને દ્યુલોકમાં સમવ્યાપ્ત છે, તેને નમસ્કાર છે. "બધી દિશાઓમાંથી રક્ષણનું વિધાન છે," એમ કરી આપણે બધી વ્યવસ્થા પૂરી કરી દીધી, રક્ષણની પણ.
હવે એનું ધ્યાન છે. ધ્યાન શું છે? આંખો બંધ કરો અને ધ્યાનમાં ડૂબી જાઓ. જે હંમેશા આનંદરૂપ, શ્રેષ્ઠ સુખ-સુખદાયી સ્વરૂપવાળા, જ્ઞાનના વિગ્રહ સાક્ષાત રૂપ છે; જે સંસારના દ્વંદ્વોથી (સુખ-દુઃખ વગેરેથી) રહિત છે; વ્યાપક આકાશની જેમ નિર્લિપ્ત છે; તથા જે એક જ પરમાત્મ તત્વને હંમેશા લક્ષ્ય કરીને રહેલા છે; જે એક છે, નિત્ય છે, હંમેશા શુદ્ધ સ્વરૂપ છે; ઝંઝાવાતોમાં અચળ રહેનાર, બધાની બુદ્ધિમાં અધિષ્ઠિત, બધા પ્રાણીઓના સાક્ષી રૂપ; રાગ-આસક્તિ જેવા ભાવોથી અત્યંત દૂર, લોભ, મોહ, અહંકાર જેવા સામાન્ય ત્રિગુણોથી રહિત, એ સદગુરુને અમે નમસ્કાર કરીએ છીએ.
હવે ચાર મહાવાક્યો આપવામાં આવે છે:
૧. "ૐ પ્રજ્ઞાનં બ્રહ્મ" – પ્રકૃષ્ટ જ્ઞાન બ્રહ્મ છે. ૨. "ૐ અહં બ્રહ્માસ્મિ" – એટલે કે હું સ્વયં બ્રહ્મ જ છું. ૩. "ૐ તત્ત્વમસિ" – એ બ્રહ્મ તમે પણ છો. ૪. "ૐ અયમ આત્મા બ્રહ્મ" – આ આત્મા જે છે, તે બ્રહ્મ છે.
આમાંથી આ 'તત્ત્વમસિ' મહાવાક્ય બ્રહ્મથી અભેદનું પ્રતિપાદન કરે છે. જે સાધક તેનો જપ, ચિંતન-મનન કરે છે, તે ભગવાન શિવની સાયુજ્ય મુક્તિનું ફળ મેળવે છે.
આગળ, "ૐ તત્ત્વમસિ" મહાવાક્યના તત્પદના ષડંગ વિનિયોગનું અને દિગ્બંધ સહિત ધ્યાનનું વિવરણ હવે પ્રસ્તુત છે: તત્પદ મહામંત્રસ્ય દેવતા, હં બીજં, સઃ શક્તિં, સોહં કિલકં, મમ સાયુજ્ય મુક્તિ અર્થે જપે વિનિયોગઃ.
તત્પુરુષાય અંગુષ્ઠાભ્યાં નમઃ. ઈશાનાય તર્જનીભ્યાં નમઃ. અઘોરાય મધ્યમાભ્યાં વષટ્. સદ્યોજાતાય અનામિકાભ્યાં હું. વામદેવાય કનિષ્ઠિકાભ્યાં બૌષટ્. તત્પુરુષ, ઈશાન, અઘોર, સદ્યોજાત, વામદેવેભ્યો નમઃ
તત્પુરુષ, ઈશાન, અઘોર, સદ્યોજાત, વામદેવેભ્યો નમઃ કર્તલ કર પૃષ્ઠાભ્યામ નમઃ. એવમ હૃદયાદિ ન્યાસ ભુભોરવસુવરો મિતે દિગબંધમ. તત્પુરુષને નમસ્કાર છે, અંગૂઠાને સ્પર્શ કરો. ઈશાનને નમસ્કાર છે, તર્જનીને સ્પર્શ કરો. અઘોરને નમસ્કાર છે, મધ્યમા આંગળીને સ્પર્શ કરો. સદ્યોજાતને નમસ્કાર છે, અનામિકાને સ્પર્શ કરો. વામદેવને નમસ્કાર છે, કનિષ્ટિકાને સ્પર્શ કરો. "તત્પુરુષ, ઈશાન, અઘોર, સદ્યોજાત અને વામદેવને નમન છે," એમ કહીને હાથની આ હથેળીની આગળ-પાછળને સ્પર્શ કરો. આ રીતે હૃદય વગેરેને પણ ન્યાસનો ક્રમ છે.
"ઓમ પરમાત્મા ભૂભુ ભુવસ્વહમાં સમવ્યાપ્ત છે, તેમને બધાને નમસ્કાર. બધી દિશાઓમાંથી અમારું રક્ષણ થાવ." હવે એનું ધ્યાન. એ જ્ઞાનરૂપ, જાણવા યોગ્ય, જ્ઞાનગમ્યતાથી અલગ પણ છે. એ વિશુદ્ધ રૂપ, બુદ્ધિરૂપ, મુક્તિરૂપ, અવિનાશી રૂપ છે. એ જ સત્યજ્ઞાન, સચ્ચિદાનંદ રૂપ ધ્યાન કરવા યોગ્ય છે. આપણે તે મહા તેજસ્વી દેવનું ધ્યાન કરવું જોઈએ. આમ કરીએ એટલે દરેક વખતે બ્રહ્મને સ્પર્શ કરીને જાણે આપણે પાછા અહીં મહામંત્રના ત્વમ પદના ઋષિ વિષ્ણુ છે. છંદ ગાયત્રી છે. દેવતા પરમાત્મા છે. બીજ એ 'આઈમ' છે. શક્તિ 'ક્લીમ' છે. કિલક એ 'સૌ' છે. મારી મુક્તિના માટે જપનો વિનિયોગ કરનાર કરું છું.
કરન્યાસમાં વાસુદેવને નમસ્કાર છે, અંગૂઠાને. શંકરસનને નમન છે, તર્જનીનો સ્પર્શ કરો. પ્રદ્યુનમને નમન છે, મધ્યમાને સ્પર્શ કરું. અનિરુદ્ધને નમન છે, અનામિકાનો સ્પર્શ કરો. વાસુદેવને નમન છે, કનિષ્ટિકાનો સ્પર્શ કરો. ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો હતો. "આ વાસુદેવ, સંકર્ષન, પ્રદ્યુત અને અનિરુદ્ધને નમન છે," એમ કહીને કર્તલકર હથેળીને આગળ-પાછળ સ્પર્શ કરું. એવી રીતે હૃદય આદિનો પણ અંગન્યાસનો ક્રમ બતાવ્યો. એ પ્રમાણે ભૂવ સ્વહ ૐ એ એના દિગબંધ છે.
હવે એનું ધ્યાન શું છે? તે પરમાત્માને આપણે નિવેદન કરીએ છીએ કે, "આપ બધાના પ્રાણીઓ, બધા જ પ્રાણીઓમાં જીવ સ્વરૂપે આપ જ છો. સર્વત્ર અખંડ વિગ્રહ રૂપ છો તથા મારા ચિત્ત અને અહંકાર પર નિયંત્રણ કરનારા પણ આપ છો." જીવોના રૂપમાં ત્વમ તત્વ મસીની અંતર્ગત પદની અમો સ્તુતિ કરીએ છીએ. હવે આગળ મહામંત્રના અસી પદના ઋષિ છે એ મન છે. છંદ છે એ ગાયત્રી છે. દેવતા અર્ધનારેશ્વર છે. બીજ અવ્યક્તા આદિ છે. શક્તિ 'હ્રીં' છે (અંદાજિત). કિલક પરમાત્મા છે. જીવ બ્રહ્મના ઐક્ય માટે જપમાં નિમ્ન વિનિયોગ છે.
કરન્યાસમાં પૃથ્વી દ્વયણુકને નમસ્કાર, અંગૂઠાને સ્પર્શ કરો. અપ્ દ્વયણુકને નમસ્કાર, તર્જનીને સ્પર્શ કરું. તેજ અગ્નિ દ્વયનુકને નમસ્કાર, મધ્યમાને સ્પર્શ. વાયુ દ્વૈન દ્વયનુકને નમસ્કાર કરું છું, કહીને અનામિકાને સ્પર્શ કરું. આકાશ દ્વયનુકને નમસ્કાર છે. દ્વય અણુ દ્વય બે અને અણુને નમસ્કાર કરું છું એમ. એવી રીતના અહીંયા તત્વનો ન્યાસ થાય છે. કનિષ્ટિકાને સ્પર્શ કર્યો. હવે, "પૃથ્વી, અપ, તેજ, વાયુ તથા આકાશના દ્વયણુકને નમસ્કાર કરું છું," એમ કરીને આપણે હથેળીના આગળ-પાછળ પણ સ્પર્શ કર્યો. આ રીતે હૃદયાદિ ન્યાસનો પણ જે ક્રમ છે તે પ્રમાણે આપણે કરવો જોઈએ. આ દિગબંધ છે તે પણ આપણે કરવું જોઈએ.
હવે એનું ધ્યાન છે: "જીવ જ બ્રહ્મ છે." જીવો બ્રહ્મેતિ વાક્યાર્થધમ યાવદસ્તિ મનસ્થિતિ. જીવ જ બ્રહ્મ છે એ મહાવાક્યના અર્થ ઉપર જે વિચાર કરે છે, મનને સ્થિર કરે છે તથા અસી પદમાનું પદનું હંમેશા ચિંતન-મનન કરે છે, એ તત્વને ઐક્ય પ્રદાન કરવામાં સમર્થ બને છે. પંચતત્વ અંતમાં એક બ્રહ્મમાં લીન થઈ જાય છે. પાંચે પાંચ તત્વો પાછા બ્રહ્મ તત્વમાં મળી જાય છે. આ રીતે મહાવાક્યોના સડાંગોનું વિવેચન કરવામાં આવ્યું. હવે રહસ્ય ઉપનિષદના વાક્યોના અર્થવાચક શ્લોકોનો ઉપદેશ કરવામાં આવે છે.
પહેલામાં પહેલું જે છે તેને કહે છે: "પ્રજ્ઞાન બ્રહ્મ." તો હવે આ પ્રજ્ઞાન શું છે? તો કહે છે કે, પ્રાણી જેના દ્વારા જુવે છે, સુંઘે છે, સાંભળે છે, બોલે છે અને સ્વાદ આસ્વાદનો અનુભવ કરે છે તેને પ્રજ્ઞાન કહેવામાં આવે છે. તન્માત્રાઓનો જે ટોટલ એક્સપરિયન્સ છે તેને શું કહેવાય? પ્રજ્ઞાન કહેવામાં આવ્યું છે. એને "પ્રજ્ઞાનમ બ્રહ્મ." તો એ પણ બ્રહ્મ છે એમ આપણે સમજવાનું છે કે ફેંકી દેવા જેવી ચીજ નથી કે હું ખાલી સુંઘું છું એવું નહીં. "હું બ્રહ્મને જાણું છું." બોલો, આખા દિવસમાં કેટલી વખત તમે આમ કરી શકો? કેટલા શ્વાસ લેવાય છે? દર વખતે આપણી પાસે આ અનુભૂતિ હોય છે કે "હું બ્રહ્મને જાણું છું." તો એને પ્રજ્ઞાન કહેવામાં આવે છે.
હવે ચતુર્મુખ બ્રહ્મા, ઇન્દ્રદેવ, સંપૂર્ણ દેવતા, મનુષ્ય, અશ્વ, ગાય વગેરે પશુ અને બીજા બધા પ્રાણીઓમાં પણ એક જ ચૈતન્ય સત્તા બ્રહ્મ રહેલી છે. "એ જ પ્રજ્ઞાન બ્રહ્મ મારામાં પણ સમાયેલું છે," એમ કે છે. પ્રજ્ઞાન જે સર્વત્ર છે તે જ અહીં છે. તે પ્રજ્ઞાન બ્રહ્મ છે અને તેને હું જાણું છું. આ અમારું શરીર પરિપૂર્ણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિનું અધિકારી. આ શરીર જો એની કેટલી કિંમત છે! એમાં સાક્ષી રૂપમાં રહેલા પરમાત્મા બુદ્ધિના સ્ફુરિત થવાથી, પ્રગટ થવાથી તેને "અહમ" કહેવામાં આવે છે. પરમાત્મા છે તો દર વખતે "હું" થાય છે. તે "હું" એ પરમાત્મા છે. વાસ્તવમાં આપણે એને અલગથી સમજીએ છીએ તો મુશ્કેલી ઊભી થાય છે. એને એમ છે એવું ન જાણવું એ અજ્ઞાન છે અને એ અજ્ઞાનનું પરિણામ આવો સંસાર છે. આપણો સંસાર આવો કેમ છે? એવો જો કોઈને પ્રશ્ન થાય તો જ્ઞાનને જેમ છે તેમ જાણ્યું નથી એટલા માટે આવું થાય છે.
આ એની બાબત જાતે જ સ્વતઃ સ્થાપિત પરિપૂર્ણ પરમાત્માને અહીં બ્રહ્મ શબ્દથી વર્ણવવામાં આવેલ છે. આ બ્રહ્મ કેવા છે? પરિપૂર્ણ પરમાત્મા સંપૂર્ણ છે. કશું એમાં કોઈ ખામી કશું છે જ નહીં. કશું ઓછું જરા પણ ના હોઈ શકે. ભરપૂર છે સર્વત્ર. એમ અહીંયા વારેવારે એક શબ્દ ઉપનિષદમાં સર્વત્ર ભરપૂર થયેલો છે. એને બ્રહ્મ કહેવામાં આવે છે. ઓતપ્રોત થયેલો છે. એક કામ બિલકુલ ઓળઘોળ.
થઈ ગયેલો છે. તો "અસ્મિ" શબ્દથી બ્રહ્મ અને જીવની એકતાનો બોધ થાય છે. એટલે કે "હું જ બ્રહ્મ છું." "અહમ બ્રહ્મ અસ્મિ" આ વાક્ય બન્યું ને? "અહમ બ્રહ્મસ્મિ" એમ તો લોકો બોલે છે, પણ વાસ્તવિકતા શું છે? "અહમ" એટલે "હું" તે બ્રહ્મ છું. એટલે કે "હું જ બ્રહ્મ છું" એમ કહેવા માંગે છે.
હવે, સૃષ્ટિ પૂર્વે દ્વૈતના અસ્તિત્વથી રહિત, સૃષ્ટિ પૂર્વે દ્વૈત હતું જ નહીં. એક જ હતું જે કંઈ હતું એ. એટલે એક પણ નહોતું એમ. નામ અને રૂપથી રહિત, નામ અને રૂપ ના હોય, નામ ના હોય તમે બોલી ના શકો અને રૂપ ના હોય તમે જોઈ ના શકો એવું જે સ્વરૂપ એ વખતે હતું, એકમાત્ર સત્ય સ્વરૂપ અદ્વિતીય બ્રહ્મ હતા. અદ્વિતીય એટલે એના જેવું કોઈ નહીં એવું બ્રહ્મ. અને એ બ્રહ્મ હજી અત્યારે પણ વિદ્યમાન છે. એ બ્રહ્મ "તત્પદ" જે છે એમાં વર્ણવેલ છે. જ્યારે પણ આપણે "તત્" બોલીએ છીએ, એનો મતલબ તે બ્રહ્મનું સંબોધન છે. તેને આપણે કહેવા માંગીએ છીએ અથવા તો તેનો પ્રકાશ થાય છે જ્યારે જ્યારે આપણે "તત્" બોલીએ છીએ.
ઉપદેશોને સાંભળનારા શિષ્યના આત્મતત્વને, જે શરીર અને ઇન્દ્રિયોથી પર છે, એને "ત્વમ્ પદ"થી વર્ણિત કરવામાં આવે છે. "તત્ ત્વમ્ અસિ" એમ કહેવા માંગે છે. તો "અસિ" પદ દ્વારા "તત્" અને "ત્વમ્" પદોના વાચ્યાર્થ એવા બ્રહ્મ અને આત્મ તત્વના ઐક્યનો અનુભવ કરવો જોઈએ. તો અનુભવ કરો "તત્ ત્વમ્ અસિ". અહીં "તત્" એટલે સૃષ્ટિ પૂર્વે દ્વૈતના અસ્તિત્વથી રહિત, નામ અને રૂપથી રહિત, એકમાત્ર સત્ય સ્વરૂપ અદ્વિતીય બ્રહ્મ કે જે અત્યારે પણ અહીં વિદ્યમાન છે, તે તું છે.
હવે આગળ, "અયમાત્મા બ્રહ્મ"ની અંતર્ગત, "અયમ્ આત્મા બ્રહ્મ"ની અંતર્ગત સ્વપ્રકાશિત પરોક્ષ એટલે કે પ્રત્યક્ષ શરીરથી પણ પર તત્વને "અયમ્ પદ" દ્વારા સાબિત કરવામાં આવેલ છે. એટલે અહંકારથી માંડી શરીર સુધી દરેકને પ્રત્યક આત્મા કહેવામાં આવેલ છે. જે કાંઈ છે એ બધું આત્મા જ છે એમ. "અયમ્ આત્મા બ્રહ્મણ" પણ આ બધું જે કાંઈ છે તે શું છે? બ્રહ્મ છે. આપણે એને શરીર માનીએ છીએ અને બહુ માર ખાઈએ છીએ. રાત-દહાડો માર ખાઈએ, ગોબા અહીં પડે, ત્યાં પડે. પણ "અયમ્ આત્મા બ્રહ્મણ" એનો અનુભવ જો આપણે કરીએ તો આમાંથી આપણને તરત મુક્તિ મળી શકે છે એવું એ કહેવામાં આવે છે.
આ સંપૂર્ણ દ્રશ્યમાન જગતમાં જે તત્વ સમવ્યાપ્ત છે, સમવ્યાપ્ત એટલે ઓતપ્રોત વાળો, એ બ્રહ્મ શબ્દથી વર્ણન કરવામાં આવે છે. એ બ્રહ્મ સ્વયં પ્રકાશિત આત્મતત્વના રૂપમાં પ્રાણીઓમાં સંવ્યાપ્ત છે. "હું અનાત્મ પદાર્થોમાં આત્મતુષ્ટિને કારણે અવિવેકની નિન્દ્રામાં, હું મારાની સંમોહી સ્થિતિમાં સ્વપ્નની જેમ વિચરણ કરી રહ્યો હતો. પરંતુ હવે ગુરુદ્વારા પ્રદત્ત મહાવાક્ય પદોના ઉપદેશથી આત્મ સ્વરૂપ સૂર્યના અભ્યુદયથી હું પ્રબુદ્ધ થયો છું." એવો મુનિ શુકદેવજીએ અનુભવ કર્યો. તમે પણ કરો.
"અહમ બ્રહ્મ અસ્મિ", "તત્ત્વમ અસિ", "પ્રજ્ઞાનમ બ્રહ્મ", "અયમ્ આત્મા બ્રહ્મ" — આ મહાવાક્યોના ઉપદેશથી આત્મસ્વરૂપ સૂર્યના અભ્યુદયથી હું પ્રબુદ્ધ થયો છું, પ્રબુદ્ધ થયો છું. મહાવાક્યોના અર્થોના નિમિત્તે વાચ્ય અને લક્ષ્ય એમ બંને અર્થોનું અનુસરણ કરવું જોઈએ. વાચ્યાનુસાર ભૌતિક ઇન્દ્રિય વગેરે જે પદ છે તે પણ "ત્વમ્ પદ"થી વાચ્ય થાય છે. પરંતુ ઇન્દ્રિયોથી પર ચૈતન્ય પરમાત્મા જ એનું મૂળ લક્ષ્ય છે એટલે એને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. એ રીતે "તત્પદ"નું વાચ્ય પ્રભુતા સંપન્ન સર્વ કર્તા પરમાત્મા અને લક્ષ્યાર્થ એનું શું છે? તો કે સચ્ચિદાનંદ પ્રભુ બ્રહ્મ છે. અહીં "અસિ" પદથી બંને પદોના લક્ષ્યાર્થ દ્વારા જીવાત્મા અને બ્રહ્મના એકત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે વાચ્ય અને લક્ષ્યને સમજવું એ દરેક મંત્ર અને મહાવાક્યના ઉપયોગમાં આવશ્યક છે.
હવે, કાર્ય અને કારણરૂપ બે ઉપાધિઓ દ્વારા "ત્વમ્" અને "તત્" પદોમાં ભેદ પ્રતિપાદિત ઉપાધિ રહિત થયેથી બંને એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. "તત્" અને "ત્વમ્" જગતમાં પણ બંને વચન "આ" અને "એ", દેશ અને કાળ એ રીતે કહેવામાં આવે છે. એમાં "આ" અને "એ" કાઢી નાખવાથી એક જ બ્રહ્મ બાકી રહેશે. "આ" અને "એ" બે કાઢી નાખો એટલે શું રહેશે? બ્રહ્મ. આપણે અહીં "આ" કર્યું અને ત્યાં "એ" કર્યું એટલે આ દેશ અને કાળ ઊભો થાય છે. કારણ કે અહીંથી આમ નિર્ગમન થાય છે ને? આમ અહીંથી ત્યાં જવાનું એટલે આમ જઈએ છીએ. તો "આ" અને ત્યાં "એ" આ જે બે ઊભું થાય. હવે એ બે જતું રહે એટલે શું થાય? બધું એકાકાર થઈ જાય એમ કહેવા માંગે.
કોઈપણ વસ્તુને તમે આમ કહેવા માંગતા હોય તો શું છે? તો કે "આ" અને પછી આમ જોશો કે "એ". એટલે જે કાંઈ છે ભલે એ નામ રૂપમાં, આકારમાં કાંઈ પણ ભલે ગમે તે દેખાય તમને, પણ જ્ઞાન અહીંયા આગળ ભગવાન આપણને જે આપે છે એ એવું કહે છે કે "આ" અને "એ" કરવાનું બંધ કરી દેશો તો જે કાંઈ રહેશે તે કેવળ બ્રહ્મ સ્વરૂપ જ રહી જશે. બધું પછી બ્રહ્મ છે તમારા માટે, બધું જ બ્રહ્મ છે. એટલે એક જ બ્રહ્મ બાકી રહે છે. જેમ "એ દેવદત્ત છે" અને "આ દેવદત્ત છે" એ બંને વાક્યોમાં દેવદત્ત જે છે એ તો એક જ છે. એવી રીતે આ જીવ કાર્યરૂપ ઉપાધિવાળો અને ઈશ્વર કારણરૂપ ઉપાધિવાળો છે. આ ઉપાધિ એટલે આપવામાં આવેલી હોય અથવા વોરી લીધેલી હોય તેને ઉપાધિ કહેવાય. આ કાર્યને કારણરૂપ ઉપાધિઓને છોડી દેવાથી વિશુદ્ધ જ્ઞાનરૂપ બ્રહ્મ જ અવશેષ રહે છે. એટલે પીએચડી એ છેલ્લી ઉપાધિ નથી ભાઈ, સમજ્યા?
છેલ્લી ઉપાધિ કઈ છે? "આ" અને "એ". તો કે એને એ બાદબાકી કરી નાખવામાં આવે. બસ, પછી જે બાકી રહી જશે તે કેવળ બ્રહ્મ સ્વરૂપ. એટલે અહીં શું થયું જુઓ તમે કે નામનું ગયું, રૂપ ગયું, દેશ પણ ગયો અને કાળ પણ ગયો. કોઈ પ્રદેશ નહીં. બધું જે કાંઈ છે તે બધું કેવળ બ્રહ્મ જ છે. આવી રીતે વિશુદ્ધ જ્ઞાનરૂપ બ્રહ્મ જ શેષ રહી જશે. બેસીને આનો અનુભવ કર્યા કરવાનો છે. માણસો ઘણો ટાઈમ શોધીને ધ્યાનમાં બેસે છે, પણ આ વસ્તુનો અનુભવ નથી કરતા. એના કારણે સો વર્ષ સુધી ધ્યાનમાં હોય, હજાર વર્ષ સુધી ધ્યાનમાં જ હોય, પણ આ...
અનુભવ તો આ ક્ષણમાં થઈ શકે ને કે, "આ નથી ને એ પણ નથી. હવે જે છે તે બ્રહ્મ છે." આટલો અનુભવ કરવામાં કેટલી વાર લાગે છે તમને? બોલો, ચાલો કરો ફરી વખત. તો કે, "આ પણ નથી અને એ પણ નથી. કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ દેશ નથી, કોઈ કાળ નથી. હવે જે બાકી રહી ગયું છે તે કેવળ બ્રહ્મ છે, તે હું છું." હવે આજે બંધ આંખે કર્યું, તેનું તે જ તમે ખુલ્લી આંખે કરો અને વારંવાર કરો કે, "આ પણ નથી ને એ પણ નથી. નામ નથી, રૂપ નથી, દેશ નથી ને કાળ પણ નથી. હવે જે કાંઈ બાકી રહી ગયું છે, આ જે કાંઈ છે તે બધું કેવળ બ્રહ્મ જ છે." એટલે વિશુદ્ધ જ્ઞાનરૂપ બ્રહ્મ જ શેષ રહી જાય છે.
શિષ્ય સાધકને પૂર્ણ બોધ ત્યારે થઈ શકે છે કે જ્યારે એ પ્રથમ ગુરુ દ્વારા ઉપદેશ સાંભળે, પછી એને મનન કરે અને પછી એની ઉપર નિધિધ્યાસન એટલે કે અનુભૂતિની સાધના કર્યા કરે. "આ એ છે, આ પણ નથી, એ પણ નથી. હવે જે કાંઈ છે તે બ્રહ્મ." બસ, એનો અનુભવ કર્યા કરવો. સહેલું છે ને? એકદમ સહેલું છે, પણ ઇફેક્ટ એવું છે, વારે વારે કરવું પડશે.
સો, અન્ય વિદ્યાઓનું સારી રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન અવશ્ય નશ્વર છે. જો, હવે અહીંયા આગળ આ બહુ મોટી વાત કરી દીધી. તમે ફિઝિક્સ ભણ્યા, કેમેસ્ટ્રી ભણ્યા, રોકેટ સાયન્સ ભણ્યા, બધું જે કંઈ ભણ્યા છો, બધું ઇંગ્લિશમાં પીએચડી કર્યું હોય, કંઈ બીજી વિદ્યામાં કંઈ આગળ ભણ્યા હોય, તમારું આ બધું કોમર્સનું કરેલું હોય, આ બધું જે જ્ઞાન છે તે કેવું છે? નશ્વર છે. એક જન્મ પૂરતું અને તેમાં પણ અમુક સમય સુધી જ તમને એ કામ લાગશે. જેવી વૃદ્ધાવસ્થા બેઠી, જેવી વૃદ્ધાવસ્થા બેઠી અને આ બ્રેનના ફંક્શનનું વિઘટન શરૂ થયું એટલે કે સ્મૃતિભ્રંશ થવાનો શરૂ થાય. "આ વસ્તુ મેં અહીં મૂકી'તી, ક્યાં ગઈ?" શોધ્યા કરે. અડધો કલાક પછી આમ કરીને આમ કાઢે ચશ્મા માથેથી પોતાના. "હમણાં જ હતું." અડધો કલાક ખોળે, આખું ઘર ખોળે, પછી છોડી જાય કે, "હારું!" બસ, આ બ્રહ્મનું બી આવું જ છે.
સમજાયું?
પણ આવું જ્ઞાન જે થાય છે તે બધું આ ટાઈમ પછી જતું રહેશે. તે વખતે કોઈક વિદ્યાર્થી આવીને પૂછશે કે, "ભાઈ, આ પેલા મારું સાયન્સનું ફલાણું આમ એ કરવાનું છે, તો પેલું હાઈડ્રોજન ને એનું શું કહેવાય પાણીનું એમ કે H2O વાળું જે છે તે?" પેલું H2O તમને યાદ નહીં આવે તે વખતે કે એને શું કહેવાય કે O2 કે નાઇટ્રોજન કે સોડિયમ કે સલ્ફેટ, ગમે તેવા બધા નામો, કાર્ડિયોવાસ્ક્યુલર ને બધું કંઈ ભણેલા હોય, બધું કશું યાદ નહીં આવે તે વખત. કારણ કે એ નશ્વર છે. અમુક કાળ પૂરતું જ તમે આ એને ગ્રહણ કરો છો.
પણ, "આ પણ નથી ને એ પણ નથી, હવે જે બાકી રહી જાય છે તે બ્રહ્મ છે," એવો જો તમે અનુભવ કર્યો હશે, તો તે સમયે પણ તમને આની સ્મૃતિ કે એની વાત નથી, એનો અનુભવ જે છે તે જશે નહીં. અને આવું સતત રહેવાના પરિણામ સ્વરૂપે આ અનુભવ તમારો કાયમી થઈ જાય છે, શાશ્વત થઈ જાય છે અને આગળના તમારા જન્મને વિચ્છેદન કરી નાખે છે, ખતમ કરી નાખે છે. એટલે ફરી જન્મવાની જરૂરિયાતો રહેતી નથી. તમે મુક્ત થઈ જાવ છો. જન્મ લેવો પડે તે પણ બંધન છે. લઈ લીધો છે એટલે મૃત્યુ તો પામવું પડશે દેહને, પણ એ તમારું મૃત્યુ નથી એમ જાણવું એને જ્ઞાન કહેવાય. તો એ રીતે મૃત્યુ પણ શું છે? ઉપાધિ છે. એક આવવાની છે એના ટાઈમે, બરાબર? પણ તમે કહો કે, "મારું મૃત્યુ," તો તમારી છે નહીં તો નથી. કોઈક પાડોશી મરી ગયો હોય તો તમને આમ થોડુંક સામાન્ય થાય. બસ, એનથી વધારે કશું ના હોય.
પછી એટલી બધી વિરક્તતા આવશે તમે તો.
આવી રીતે આ અને એમાંથી જ્યારે પણ માણસ બહાર નીકળી જશે ત્યારે બ્રહ્મની અંદર સારી રીતે પ્રતિષ્ઠિત થઈ જવાના કારણે અભેદતાનો અનુભવ આવવા માંડશે. નિરંતર બ્રહ્મત્વ પછી પલાઠી લગાડીને બ્રહ્મ સાધના કરવા બેસવાનું, ધ્યાન કરવાનું, જપ કરવાનું, મંત્ર માળા વગેરે કરવાની જરૂરિયાતો રહેતી નથી. એવું ભગવાન શિવજીએ પહેલા જ આપણને સમજાવી દીધું છે. તે બધું નિરર્થક બની જશે પછી. કારણ કે જે જાણવાનું છે તે તમે જાણી લીધું કે, "આ પણ નથી ને તે પણ નથી, જે કંઈ છે તે કેવળ બ્રહ્મ છે." બસ, આનો અનુભવ નિરંતર એકધાર્યો બંધ આંખે, ઉઘાડી આંખે, ઊંઘતા, જાગતા, સૂતા, બેસતા, ચાલતા જ્યારે થાય ત્યારે શું થાય? તો કે અનુભવ પ્રગટ થઈ જાય: "અહમ બ્રહ્માસ્મિ," "હું જ બ્રહ્મ છું." અદભુત છે ને? સારી રીતે આની પર વિચાર રાખજો, વારે વારે કરજો. એટલે એ નશ્વર છે, જ્યારે બ્રહ્મવિદ્યાનું સારી રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એ કેવું છે?
બ્રહ્મ પ્રાપ્તિ કરાવી દેશે, બ્રહ્મની પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ છે. તમે સામર્થ્ય કેળવશો એનાથી.
દેવ બ્રહ્માજીનું વચન છે કે ગુરુ પોતાના શિષ્યને ષડંગથી યુક્ત મહાવાક્યનો ઉપદેશ કરે. માત્ર ઉપદેશ જ ના કરે મહાવાક્યનો એટલે કે, "અહમ બ્રહ્મ અસ્મિ." આ આપણને ખબર હોવી જોઈએ કે જે કંઈ છે તે બધું હું બ્રહ્મ જ. એવી રીતના ઈશ્વર ઉવાચ, ભગવાન શિવે મુનિ સુખદેવજીને કહ્યું કે, "હે સુખદેવ, તમારા પિતા બ્રહ્મજ્ઞાની છે, વેદવ્યાસ છે. એમની પર પ્રસન્ન થઈને જ મેં તમને આ રહસ્ય ઉપનિષદ કહ્યું છે. એમાં સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મનો ઉપદેશ જે તપ દ્વારા કરવામાં આવે છે, તમો એ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં જીવનમુક્ત થઈ જશો." "તત્ત્વમસિ," "પ્રજ્ઞાનમ બ્રહ્મ," "અયમ આત્મા બ્રહ્મ." આનો અનુભવ કરવાનો છે, બોલ બોલ કરવાનું નથી. પહેલા શબ્દથી તમે બોલશો, લક્ષ્ય શું છે તમારું? તો કે બ્રહ્મ છે. એટલે શબ્દ બોલો છો ત્યારે વાચ્યાર્થ પ્રગટ થાય છે. વાચ્યનો અર્થને સમજો કે તમે શું બોલી રહ્યા છો અને પછી બ્રહ્મ પ્રગટ થશે એટલે અનુભવ પ્રગટ થઈ જશે એમ કહેવા માંગે.
આ ભગવાન શિવજીએ કહેલું છે. એમાં સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મનો ઉપદેશ છે. બ્રહ્મ કેવો છે? સચ્ચિદાનંદ. જે તપ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. હવે શું કર્યું? તપ કર્યું. કેવી રીતે કર્યું? તમે આ અને એને બાદબાકી કરી બેઠા.
"બેઠા નિરંતર એને તપ કહેવાય, બરાબર ને? આ પણ નથી, એ પણ નથી, બરાબર ને? તો બસ, એ જે કરે, આ જે થયું ને, એને તપ કહેવામાં આવે. ઘણા હઠપૂર્વક આમ બેસી જાય, આમ કરીને આમ નાક પકડીને કે કશું કરીને કે એવી રીતના બધું પ્રયત્ન પ્રાપ્ત કરે, પણ આ આટલો સરળ, સુલભ અને આમ કોઈક છે, બસ આમ અનુભવ પ્રગટ થઈ જ જશે અને સમજી જાવ એ પ્રમાણે બોલો કે 'હું બ્રહ્મ છું.' બસ, 'હું બ્રહ્મ છું.' પ્રેમથી બોલો, અનુભવ કરો, બસ બીજું કાંઈ નહીં.
તો હું જ્યારે કહો છો ત્યારે, 'હું' એટલે કોણ? એ તમને સમજાવી દીધું. બ્રહ્મ છે એ પણ સમજાવી દીધું અને 'છું' તો 'છું' એનો અનુભવ તો ઓલો ઓલરેડી કરી રહ્યા છો ભાઈ. આ કોઈ ભવિષ્યકાળની પ્રોમિસ નથી, આમ થઈ જશે એ વાળી વાત નથી. હિયર એન્ડ નાવ, આ સાક્ષાત્કાર નાવ છે. એટલે આ રહસ્ય ઉપનિષદ તમને કીધું, એમાં સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મનો ઉપદેશ છે જે તપ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આને શ્રવણ કરવાનું પણ જે કંઈ કર્યું તમે, તે પણ એક તપ થઈ ગયું. ધેર આર પીપલ કે શક્ય છે કે આને સ્કીપ કરી દે, આગળ નીકળી જાય અને પછી આ ચૂકી જાય, પછી ખોળે જ કરે અનંત જન્મો સુધીને પણ એ પ્રાપ્ત થતું હોતું નથી. કેમ? તો કે બોધ પ્રાપ્ત કરવાની ક્ષણે જ તમે ખસી ગયા. આવું કેટલી વખત બન્યું હશે? પણ આજે ફરી એક વખત આ મોકો પ્રાપ્ત થઈ ગયો.
તો આ ને એ જે બધાની બાદબાકી કરો, 'હું' અને 'તું'ને બાદબાકી કરો ને જે કંઈ બાકી રહી ગયું છે તે કેવળ બ્રહ્મ સ્વરૂપ છે, તે હું છું. બસ, અનુભવ કરો. એટલે આવી રીતે તમે બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં જીવન મુક્ત થઈ જશો. જીવન મુક્ત થશો એટલે જન્મ અને મરણના બંધનમાંથી પણ મુક્ત થઈ જશો. જે વેદના આરંભમાં, શરૂઆતમાં સ્વસ્વરૂપ ઓમકાર ઉચ્ચારાય છે તથા જે વેદના અંતમાં પ્રતિષ્ઠિત છે, જે પ્રકૃતિમાં સમગ્ર રૂપે લીન થઈને પણ એનાથી પર છે, ઓતપ્રોત હોવા છતાં જુદો છે. આ બહુ વિરોધાભાસી સ્થિતિ છે. એ જ મહેશ્વર છે. એ જ મહેશ્વર, મહાન ઈશ્વર એ છે. એ મહેશ્વર છે અને એ મહેશ એટલે મહાન ઈશ્વર એને કીધેલો છે. એ શિવ નથી, એનાથી પણ પર છે. શિવત્વથી પણ ઉપર ઉઠી જાય છે, પામી જાય છે ત્યારે આ મહેશ્વર પ્રગટ થશે જે બ્રહ્મ છે. ભગવાન શિવના આ રીતના ઉપદેશને સાંભળીને મુનિ સુખદેવજી સંપૂર્ણ જગતરૂપ પરમેશ્વરમાં"
જગદરૂપ પરમેશ્વરમાં તન્મય થઈ ગયા, તદરૂપ થઈ ગયા. "ઓમ". ત્યારબાદ ઉઠીને ભગવાનને હાથ જોડીને પ્રણામ કર્યા. સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કર્યો અને તપોવનમાં ચાલી નીકળ્યા, તપ કરવા ગયા. તપોવન તમને સમજાવી દીધું છે એટલે જંગલ નહીં. એમને પ્રવજયામાં જતાં જોઈને શ્રી વેદવ્યાસજી કૃષ્ણ દ્વૈપાન મુનિને વિયોગનું દુઃખ થયું. પરંતુ મુનિ સુખદેવ પરબ્રહ્મરૂપ સાગરમાં નિર્દ્વંદ્વ, અડચણ વગર તરવા સમાન આનંદમગ્ન હતા. તે વખતે પણ બસ બધું બ્રહ્મ જ છે, બીજું કંઈ છે નહીં. સીધા બસ એમણે પોતાની સ્થિતિ બ્રહ્મમાં જ બનાવી લીધી. આટલું જ કરવા માત્રથી પુત્ર વિયોગમાં રત વેદવ્યાસજી એમની પાછળ ચાલતા ચાલતા પોકારવા લાગ્યા. એ સમયે એમના પોકારનો પ્રતિઉત્તર આપ્યો કોણે? સંપૂર્ણ જગતના જડ-ચેતન પદાર્થોએ આપ્યો અને સુખદેવજીના વતી. અને એ ઉત્તર સાંભળીને પોતાના પુત્રને સંપૂર્ણ જગતમાં સંવ્યાપ્ત જાણીને, પોતાના પુત્રને સત્યવતી પુત્ર મુનિ વેદવ્યાસજીએ પુત્ર સહિત વ્યાપક અનંત રૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી.
હવે શું થયું? તો કે સુખદેવજી તો ચાલી ગયા ભગવાન પાને પ્રણામ કરીને, બરાબર? કારણ કે એ બસ નીકળી જ ગયા એટલે પછી સીધા પરબ્રહ્મમાં. હવે "પુત્ર! પુત્ર!" કરીને વેદવ્યાસજી પાછળ દોડવા માંડ્યા. તો એનો પ્રતિઉત્તર જે આપવાનો હતો તે સુખદેવજી તરફથી આવવાના બદલે સમસ્ત જગત સૃષ્ટિએ આપ્યો. એને બધેથી એ અનુભવ થયો વ્યાસજીને કે જાણે કે મારો પુત્ર જ મને બધેથી કહી રહ્યો છે. સમગ્રપણેથી એને જવાબ પ્રાપ્ત થઈ ગયો. તો એવું જ્યારે એમને થયું એટલે એમને જાણી લીધું કે મારો પુત્ર તો પરબ્રહ્મ થઈ જ ચૂક્યો છે. અને એવું જાણવા માત્રથી એ પોતે પણ પરબ્રહ્મમાં સ્થિતિ કરી લીધી. જાણવા માત્રથી, "ઓહો, તમે આ છો, તમે ત્યાં પહોંચી ગયા!" બસ એટલું જાણવા માત્રથી એમની સ્થિતિ પણ પરબ્રહ્મમાં કાયમી થઈ ગઈ.
તો જે સાધક ગુરુના અનુગ્રહથી આ રહસ્ય ઉપનિષદના તત્વજ્ઞાનને જાણી લે છે, એ સમસ્ત પાપોથી મુક્ત બની સાક્ષાત કૈવલ્ય પદને પ્રાપ્ત થાય છે. આ ઉપનિષદનું રહસ્યાત્મક જ્ઞાન છે જેનું તમને શ્રવણ થયું. "ૐ સહનાવવતુ સહનવ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વીના વદિતમસ્તુ માવિદવિષાવહૈ ૐ શાંતિ શાંતિ." હવે નવો ઉપનિષદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.