અનંતની યાત્રાAnant ni Yatra
શાશ્વત સંવાદ · Shashwat Samvad · Eternal Dialogue

ચિદાકાશનો વાર્તાલાપ (૨૯ December ૨૦૨૫) — ૨

લેખ ૧૮ / ૨૦ · 62 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

આખો દાડો આ મેળા, ચિલાકાશ નામ, રૂપ, સ્થળ અને કાળ વગર નામ ગયું. તમને કોઈ બોલાવશે, તમે બોલશો નહીં કે હું આ છું; એ તમને ખ્યાલ જતો રહે છે. એટલે 'હાય' કરીને કેટલું તમને જગાડે તોય તમે ના જાગો, એટલી હદે તમારે તમારા નામનો અસ્વીકાર કરવાનો છે. સમજાય? એક જ વ્યક્તિનું નામ સુસંગત રાખવું જોઈએ (વિનલ અથવા બિનલ) તું કોણ? તો કે ચિદાકાશ. હવે ચિદાકાશ તો બધું સાંભળવાનું ના, આવું બધું કામ ના કર. ચિદાકાશનું એક જ કામ આનંદમાં રહેવાનું અને ચિદાકાશ સ્વરૂપ રહેવાનું. એટલે સચ્ચિદાનંદ કીધું. બસ આટલું કરવાનું કીધું. તો એ પહેલી એવી રીતે નામને વિદાય આપવાની. તમે કીધું ને આમ આમ કરવાનું, એ બધામાં બહુ ટાઈમ નહીં કરવાનું. આપણે થોડું બનું કર્યું હોય, શરીર સારું રહ્યું ને તો સારું. પછી બહુ જરા એ થઈ ગયું ના હોય તો એ કર. એનાથી સારા સારા ઉપાયો તમને આ બધા આપી દીધા છે.

એલાજે, એ કરો ને! કરવું હોય તો દસ મિનિટ આ કરાય. શું? પાંચે તત્વોની શુદ્ધિ થઈ જશે. તમારે દસ-દસ મિનિટ જ કરાય, વધારે ના કરાય. તન શુદ્ધિ કરવી હોય તો ૫૦ મિનિટ થઈ ગઈ. પછી પાંચ મિનિટ, દસ મિનિટ તો ચિદાકાશ મારો. પાછા તો સૌથી વધારે બધાય શુદ્ધિ થશે કશુંય કર્યા વગર. કારણ કે આપણે તો શું? આગળ કહું છું કે આ પાંચ તત્વો હું નથી, આ પ્રાણ પણ હું નથી. હું ચિદાકાશ છું, ને મારે એની જરૂર નથી. કારણ કે હું પૂર્ણ છું, સંતૃપ્ત છું, સંતોષ છે મને. તો મારે શ્વાસ લેવાની જરૂરત ક્યાં? મારે હોવાની એ જરૂર શું છે? સંસારની અંદર મારે કોઈ જરૂર નથી. એટલે આ સંસારને મારી જરૂર નથી ને મને સંસારની જરૂર નથી.

પછી હવે આપણે રહીએ કેવું? તો કે ભાઈ, આપણું શ્રાદ્ધબાદ પરવારીને આપણે અહીંયા આમ કહે છે ને, બધા મુકલો મગજની અંદર ફરતા હોય તે કે આના રૂમમાં ફરે છે કે અવગતિ કો. તો આપણે અવગતિયા નથી, આપણે પણ એની જેમ ફળીએ છીએ. એવી રીતે આપણે આ બાકીનું જે કાંઈ છે ને, સંસારમાં પૂરું કરીને નીકળી. આ આપણી પરમગતિ છે. એટલે અવગતિઓ ના કહેવાય, પણ પરમગતિઓ કે. આપણે શબ્દરૂપે જો સમજવું હોય તો પરમગતિની અંદર બેસી રહેવાનું. બીજું કશું કરવાનું હોતું નથી. એટલે એને પરમ પદ કીધું. એ પદમાંથી બહાર નીકળવાનું જ નહીં. હવે પરમપદમાં એક વખત માણસ બેઠો હોય પછી બહાર શું કરવા નીકળે? એને બહાર નીકળવાની જરૂર નથી, એટલે એને પરમપદ કીધું. તો એ પરમપદની અંદર આપણે નિરંતર રહેવાનું છે. કયું પરમપદ? ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. હું શુદ્ધ ચેતન છું, તે પકડવાનું. અને પાછો સૂક્ષ્મતમ છું, અવિનાશી છું, અનંત છું, શાશ્વત છું, ચૈતન્ય છું, વ્યાપક છું, નિર્વિકાર છું, નિરાકાર છું.

બસ, સચ્ચિદાનંદ! આનંદ, આનંદ, આનંદ! બસ, એમાં રહેવાનું.

તો કહે છે, એટલે કીધું છે કે દુનિયામાં બધા બહુ તત્વો છે. આપણે તત્વોની અગાઉ પણ વાત કરી. પણ આ સર્વ તત્વો જે છે, તે બધાય જે એક જ તત્વમાંથી આવ્યા છે, એને તું મેળવી લે. અને એ કયું તત્વ? તો કે પરમ તત્વ, જે સૌથી મોટું છે, મોટામાં મોટું છે. એટલે એને ગુરુ તત્વ કહેવામાં આવ્યું. ગુરુત્વ છે એમાં. અપરિમિત છે. એની કોઈ સીમા નથી, અસીમ છે, અનંત છે અને વ્યાપક છે. પાછું ઓતપ્રોત થયેલું છે દરેક વસ્તુની અંદર, દરેક વસ્તુના દરેકે દરેક પરમાણુની અંદર વ્યાપી ચૂકેલું છે. અને એ પરમાણુઓનો આધાર એ પોતે છે. એટલું બધું એવું અદભુત આ જે તત્વ છે, એવા અદભુત તત્વોને તું મેળવ. આપણે શું કરવા ખાવા જાય છે ચટણી માટે? શા માટે બેસી રહે? તું પરમ તત્વને પ્રાપ્ત કર, તો તારી તૃપ્તિ એટલી બધી વધી જશે કે તને કશું બીજું પછી જરૂરિયાત પડશે નહીં. તો તેને તું હમણાં જ મેળવ.

તે પરમ તત્વ તું છે. ભરોસો તો કર!

વિષય સ્ફૂરે કોઈપણ ત્યારે તું મારું સ્ફૂરણ રાખ કે 'આવ્યો કે શેમાંથી? ક્યાંથી પકડ ત્યાંથી?' કારણ કે એનું અધિષ્ઠાન પણ હું જ છું. એ મારી બહાર ના હોઈ શકે, મારાથી અલગ ના હોઈ શકે. છતાં એને પોતાનું અલગપણું ઊભું કરેલું છે, એવો તને ભાસ થઈ રહ્યો છે. વાસ્તવમાં એ વખતે પણ તું એ પરમ તત્વ જે ચિત્ત તત્વ છે, શુદ્ધ ચેતન છે, એના પર ધ્યાન આપ. વ્યક્ત અને દ્રશ્ય મોહથી આંખોથી દેખાય છે, મનની આંખોથી દેખાય છે. કારણ કે મનની આંખમાં પણ તમે તમારા બધા સ્મૃતિ સંગ્રહો જોઈ રહ્યા છો. વાસ્તવમાં તો એ વ્યક્ત અને દ્રશ્ય મોહથી તું અવ્યક્તમાં સ્થિર થા. નિરા નિરાકાર તત્વ જે છે, નિર્વિકાર છે, એટલે એને નિર્વિકારિતામાં, નિરાકારતામાં તું તારી સ્થિરતા પ્રાપ્ત કરી લે. 'જિસકી રચના ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા!' ત્યાં તું પહોંચી જા. દરેક વખતે દ્રશ્યના રેફરન્સમાં આવે તે વખતે તું દ્રશ્યને છોડીને અવ્યક્તમાં સ્થિર થા.

પવન પ્રાણ મારુતિ, તારો પવન પ્રાણ જે છે એ જ હનુમાનજી છે. એ મારુતિ કહેવાય છે. એ જ્ઞાનવાન છે, બળવાન છે. તો એ પવન પ્રાણ મારુતિ, તારો હવે તો બ્રહ્મત્વ ફોરાવ. તારું બ્રહ્મત્વ છે, તેને તું હવે તો પ્રગટ કર. તને અહીં સુધી પહોંચાડી દીધું. તને જો મારુતિની ઓળખાણ કરાવી દીધી. એટલે તું પેલા સ્વરૂપો જો જો ના કરીશ, પણ તું હવે આ તારા મારુતિને જે છે તે જાણી લીધો છે. હવે એ તને ત્યાં આગળ પહોંચાડી દેશે તારા બ્રહ્મત્વની અંદર. મારુતિ તારી ઉપર પ્રસન્ન થઈ ચૂકેલો છે. તેની ઉપર તું જા તો સીધું બ્રહ્મત્વ આપશે. કારણ કે બ્રહ્મ તત્વ જ છે એ પણ. એ મારુતિનું અસ્તિત્વ કોના આધારે? હનુમાનજી એમ કહે છે કે 'મેં કુછ નહીં, સબ મેરા રામ, સબ મેરા રામ'. એટલે એક વાત આ છે. તમને ખબર છે કે એક વખતે આવી રીતના બધા મોટી સભા ભરાઈ હતી અને બધા લોકોને ઘણું હનુમાનજી વિશે તે વખતે મનમાં એમ થયા કરે કે 'આખો દિવસ કહે છે રામજીને ચીપકેલા જ રહે.

બસ, અમને સેવાનો મોકો પણ નથી આપતા'. લક્ષ્મણજીને પણ એવું થઈ ગયું અને સીતાને પણ એવું થાય કે 'આ કેવું આટલું બધું'? તો કે બસ, એને એનો કશો વાંધો નથી કે એક કામ કરો કે એક દાડો કે આપણે હનુમાનજીને રજા આપો.

સેવામાં સેવા મુક્તિ કરાવી દો કે એમની શું? એટલે બધા લોકોએ એગ્રી કર્યું. રામને કીધું, તો હનુમાનજીને એમને કીધું: "ભાઈ, આજે એક કામ કરો. આ બધાની એવી ઈચ્છા છે કે તમે સેવા નિવૃત્તિ લઈ લો આજનો દિવસ પૂરતી. એટલે તમે આ બધાની સેવા કરવા દો." ત કે સારું. એટલે પેલા લક્ષ્મણજી તો ખુશ થઈ ગયા. એટલે લક્ષ્મણજીએ શું કર્યું? આમ પેલા પેલી મોતીની મસ્ત માળા હતી તે લાવીને એમને આપી દીધી કે "લો, આ તમારું ઉપાર." એ તો રામ રામ રામ કરતા એ તો ઉપર બેસી ગયા ત્યાં આગળ છત ઉપર. અને આ બધા સેવા ચાકરી કરવા માંડ્યા.

તો આ બાજુએ એ શું થયું કે એક વખત આમ કરતાં કરતાં પેલું રામ રામ રામ રામ બિલકુલ નિરાવતાની અંદર આમ બધા બેઠેલા. રામને આમ અવાજ આવવા માંડ્યો: "રામ રામ રામ." આમ કરીને આમ સામે જોયું, એમાં એમને બગાસું આવી ગયું. આમ પછી મોઢું બધાય જ ની લોક જોક થઈ ગયું. હવે ક્યાંય સુધી આમને આમ જ રામ તો રહી ગયા રામના ધ્યાનમાં કે આ ક્યાંથી આવી રહ્યો છે આવું. આજે એમ કે આવું ઉપર બેઠો છે પેલો મારું આમ કરીને આમ જોયા કરે. પણ કોઈનું ધ્યાન ત્યાં આગળ જાય નહીં કે હનુમાન, આ રામજીનું મોઢું ખુલ્લું રહી ગયું છે, આપણે જઈને કંઈક કરીએ. જીઓ, પેલા હનુમાનજીને ખ્યાલ આવ્યો. તરત નીચે આવ્યા અને પછી આમણે આમ કરીને આમ એક ચપટી મારી એટલે તરત મોડું બંધ થઈ ગયા. ત્યારે રામ પાછી બધાને બોલાવીને કીધું: "જો, આ સેવા હનુમાન જેટલી કોણ કરી શકે? તમે બધા ચૂકી ગયા. જો, એટલા માટે કે એ મારા અનન્ય સેવક ગણાય."

ત પેલા ઉપર બેઠેલા હનુમાનજી હતા, તે પેલો શોધ્યા કરે દરેક મોતીની અંદર કે રામ છે? નથી. આમ કરીને ફેંકી દે. આમ તો બધા મોતી બધા વેરાયેલા. હનુમાન, પેલા લક્ષ્મણજી પસાર થયા તો: "શું કરો છો? તમારી વૃત્તિ કેમ આવી થઈ ગઈ છે?" તો કે: "મૂળે હું તો વાંદરો જ. નહીં તો મારી વૃત્તિ તો શું કરે કે આ બધાની અંદર રામ છે જ નહીં. એટલે પછી હું શું કરું? તો કે આ બધા મોતીઓ તો હું ફેંકી દઉં છું." એટલી બી વાત છે: કિમતી મોતીઓને જે ફેંકી શકે છે તે રામને મેળવી શકે છે. પણ મોતીની કિંમત તમે કરી ને રામની કિંમત ના કરી. રામની કિંમત કરશો તો મોતી શું ભલ ભલું તમને મિથ્યા જ લાગવાનું છે. આ મિથ્યા નથી લાગી રહ્યું, એ મોહ છે. એટલે એને મિથ્યા મોહ કહેવામાં આવ્યો. એને તમે શું કર્યું? તો કે "આ રિયલ છે, આ રીયલ છે, આ રિયલ છે" એમ કરી કરીને એને રિયલનેસ આપી.

એને સત્યતાનું એની ઉપર આરોપણ કર્યું છે. એ સત્યતાનું આરોપણ કરવાના લીધે એ વસ્તુ દરઢ થતી ગઈ અને એ વસ્તુ, એ સંકલ્પ તમારો જેટલો દરઢ થતો ગયો, એટલી એ વસ્તુ પણ જળ થતી ગઈ. પણ એ વસ્તુનું મૂળ ચિદાકાશ સ્વરૂપ શું છે?

શાસ્ત્રમાં કીધું છે કે એ સર્વનું અધિષ્ઠાન કોણ છે? તો કે બ્રહ્મ ચૈતન્ય છે, પરમ તત્વ જ છે અને એ તો ચિદાકાશ છે. એટલે જ્યાં સુધી ચિદાકાશ સમજાશે નહીં, ત્યાં સુધી ચિદભાસની અંદર તમે રમ્યા જ કરશો. પણ હવે જો થાક્યા હોય તો ફરી ચિદાકાશમાં આવી જાય વાત આટલી. એટલે સર્વમાં અનુસુત જ્ઞાનરૂપ પરમાત્મા હું જ છું, આનો નિરંતર અનુભવ આપણે કર્યા કરવાનો. ચિત સ્વરૂપમાં રહેવાનું. આ હિરણ્ય ગર્ભ જે છે, આજે તમે આ બેસો ને પછી આમ સંકલન સ્ફૂરી રહ્યો છે ને, એ જે જગ્યા છે તે હિરણ્ય ગર્ભ છે. એ જગત બીજ છે. એમાંથી જ તમે તમારું જગત પેદા કર્યા કરો છો. દર વખતે કંઈક નવું સ્ફોરણ આવશે: "આમ કરી નાખું, તેમ કરી નાખું." અને તમે આમ કરીને આમ જે ઊભા થાવ છો એ વસ્તુ કરવા માટે, એ જગતનું બીજ છે. પણ એ પોર્ટલ છે એટલે બે રીતે કામ કરે. હવે તમારે વસ્તુઓનો લય કરી દેવાનો હોય એની અંદર તો તમે ફરી પાછા તમારા ચિત્ત સ્વરૂપમાં, ચિદાકાશની અંદર ફરી તમે પહોંચી શકો છો.

એટલે કીધું કે: "ઉઠ, ઉપર ઉઠ! પ્રત્યેક વસ્તુ, બનાવ, વિચાર અને વ્યષ્ટિ ભાવથી ઉપર ઉપર ઉઠ! કારણ કે તું શ્રેષ્ઠ બ્રહ્મ છે. નીચે ના પડ્યો રહીશ. વસ્તુઓને ના ચોટીશ. તું બ્રહ્મ છે. સંગ ભ્રાંતિ છોડ. તું અસંગ છે." ખુરશીમાં જે માણસ બેઠો હોય ચીપકીને, એવી રીતે દરેક વસ્તુને ચીપકીને તું રહ્યો છે. હવે તું ઉપર ઉઠ. તું બ્રહ્મ, "હું અનંત છું" એમ બોલે છે, તો પછી તારી મર્યાદાઓ કેવી? તારા લિમિટેશનસ ક્યાંથી હોય? જો તું અનંત છું તો અદ્વૈતની અંદર વળી ભેદભાવ કયા? ભેદ ના હોય. ભેદનો ભાવ જે છે ઊભો થાય છે તેનાથી ભેદ ઊભો થાય. અહીં ભેદનો ભાવ જ નથી. બધું શું છે? અદ્વૈત છે. એક નથી, અદ્વૈત છે. એક અને અદ્વૈતમાં પણ ઘણો ઘણો ફરક છે.

એટલે કીધું કે: "મોહ, રાગ જે છે, દ્વેષ છે, લોભ છે, કામ છે અને ક્રોધ છે, માન છે, અહંકાર છે અને મત્સર છે, આ બધી વસ્તુઓને હનુમાનજીની પેઠે મોતીની જેમ ફેંકે છે તેમ તું પણ ફેંકી દે." આ બધા મોતીઓ સમજીને તું ભેગા કર રહે છે, તેને તું ફેંકી દે. એનો ઉપાય શું? તો કે પ્રત્યાહાર. પ્રત્યાહારમાં શું? "આ મારે જરૂર નથી, આનો મારે ઉપયોગ નથી, આનું મારે કામ નથી." પ્રત્યાહાર: એમાં તમે ભાવ ગ્રહણ કરો છો, વસ્તુઓને અને વિચારોને બધાને ફેંકી દો. એ પ્રત્યાહાર કહેવાય અને પ્રત્યાહાર જ્યાં સુધી પ્રોપરલી નથી થતો, ત્યાં સુધી તમે યોગની કોઈપણ વસ્તુઓમાં આગળ વધી શકતા નથી. એટલે પહેલો પ્રત્યાહાર જોઈશે જ. પ્રત્યાહાર કેવી રીતે આવશે? અપરિગ્રહથી પ્રત્યાહાર આવશે. પરિગ્રહથી સંસાર ઊભો થયો, તો હવે અપરિગ્રહનો ધારણ કરવાનો સમય થઈ ગયો છે. જો તમ તમારે મુક્ત થવું છે, તો અપરિગ્રહનો એ કરો કે જે વસ્તુનો તમને ઉપયોગ નથી.

ઉપયોગ જો શબ્દ છે. યોગ એટલે જોડાવવું અને ઉપયોગ એટલે તમે શરીરથી ને મનથી એની સાથે જોડાઈ જાવ છો અને પછી કંઈક ક્રિયા કરો છો, એને લઈને એને ઉપયોગ કહેવાય. તો એ વાસ્તવમાં એ દુરુપયોગ જ છે. ઉપયોગ શું છે? "હું બ્રહ્મ, હું શુદ્ધ છે" એને ખરેખર તો ઉપયોગ કહેવાય. શબ્દરૂપે મનની અંદર સતત એનું સ્મરણ કરતા રહેવું એ જ સાચો ઉપયોગ છે, બાકી બધા તો દુરુપયોગ.

છે ખરેખર જોઈએ તો, તું એને અપરિગ્રહ કર. બધી વસ્તુઓનો ત્યાગ કરવામાં, ગ્રહણ કરવું, ગ્રાહ્ય જે આને ગ્રહણ કરું છું એમ શબ્દ કહે છે, તો એમાંથી ગ્રહણ જે થયું છે તેને તું અપરિગ્રહ કરી નાખ. એને તું મુક્ત કરી દે. હવે જેમ જેમ તું વસ્તુઓને, વિચારોને, વ્યક્તિઓને મુક્ત કરતો જઈશ, તેટલો તું વધુને વધુ મુક્તતાનો અનુભવ કરી શકીશ.

આગળ ઉપર ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે. દેહના ધર્મો પણ બંધ થવા માંડશે, મનના ધર્મો પણ બંધ થવા જ લાગશે. પણ પછી એકમાત્ર ધર્મ "હું શુદ્ધ આત્મા છું" બસ એ જ ઊભો રહેશે, બીજું કાંઈ નહીં. આ એકમાત્ર ધર્મ છે અને એ બધા ધર્મો પૂરા કર્યા પછી "સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ" — મારા એકલા શરણે આવ. તું આત્માના શરણે આવ એમ કૃષ્ણ ભગવાને તે વખતે અર્જુનને કહ્યું.

તું તો અન્ય વસ્તુ રૂપે હનુમાનજીની પેઠે બધા તે માનેલા મોતીઓ જે છે તેને તું ફેંકી દે. પાંચ તનમાત્રાઓના કારણે પાંચ ઇન્દ્રિયોના વિષયો ઊભા થયેલા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો જ્યારે તમને શબ્દ આકાશની અંદર આમ કંઈક સુણવાનું જરૂર પડી, ત્યારે પછી શું થાય કે કાન બનાવવો પડે. અથવા તો બહુ ઝીણવટભર્યો અવાજ સાંભળવો હોય તો તમારે આમ કાન દેવો પડે. કીધું ને કાન દેવાનું? આમ એ બાજુ તમારે કાનને તમારે ફોકસ કરવું પડે.

એવી રીતે સ્પર્શ સૌથી ખતરનાક છે. અત્યારે બધાને સ્પર્શનો બહુ મોહ હોય. તો એ છે, રૂપનો મોહ હોય. જેટલી એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો, કેટલું બધું આ બધું આની વિરુદ્ધ બાબતોની જ વાત કર્યા કરતા હોય સતત. લોકો એ જ નિહાળતા હોય ને પછી એ આમ કરીને લાઈને ચોપડે ક્રીમ. તો કે "સુવર્ણ મોતીનું ક્રીમ લાયા છે, ચોપડો મોઢું સુવર્ણ જેવું ચમકશે તમારું." થોડા દાડા ચમક્યા પછી કાળું ભૂત! તો સૌથી સુંદર કોણ? જેની રચના. તો એ વાત છે. જેટલું ઝડપથી સમજાય એટલું સારું છે.

તો શેનાથી શુદ્ધ થાય? શેનાથી આ દિવ્ય થાય? આ પાંચ તન્માત્રાઓ છે એને આપણે શુદ્ધ કરવાની તન્માત્રાઓ. તો એને રસ્તો આપ્યો હતો કે શ્રવણ કરો. શાસ્ત્રનું શ્રવણ કરો, શાસ્ત્ર વચનોનું શ્રવણ કરો. શાસ્ત્ર વચનોને તમે ધારણ કરો, ગ્રહણ કરો. એ છે મનન કરો. મન દ્વારા ગ્રહણ કરીને એને સતત ચક્રવૃત્તિની અંદર મૂકી દેવાથી એ જે મનનું ચિંતન ઊભું થશે તેને મનન કીધું. મનન, ચિત્ત, ચિંતન કરો. ચિંતન એટલે એક વસ્તુ ઉપર તમે સ્થિરતા પ્રાપ્ત કરો, એકાગ્રતા કરો. એને ચિંતન કીધું.

"હું ચિદાકાશ છું" — ચિંતન કરો ૧૦ મિનિટ. તમને એમ થશે કે આ ક્યાં જતી રહી ખબર નહીં પડે. એની મેળે ધ્યાન લાગી જશે. ફક્ત વિચાર કરો: "હું ચિદાકાશ, ચિદાકાશ, ચિદાકાશ." કેવું હોય? બસ ગયા તમે પોર્ટલની બહાર સીધા. એવી રીતે ચિંતન કરો, એનું નિધિધ્યાસન કરો. નિરંતર એની અંદર સ્થિરતા પ્રાપ્ત કરી લો. એ નિધિધ્યાસન ઇઝ ઇક્વલ ટુ સમાધિ. પેલામાં સમાધિમાં તમારે એફર્ટ કરવાનું આવશે, નિધિધ્યાસન તો એમ જ થઈ જશે. જ્યાં હોય ત્યાં બસ "હું ચિદાકાશ" લાગી ગયા, બસ પહોંચી ગયા.

તો પરિણામ આવશે એટલે તમને ધારણા, ધ્યાન અને સ્વરૂપ સમાધિ જેને કહેવાય, એ બધી એની મેળે થવા માંડશે. આ બધાય પ્રત્યાહાર પછીના ફળ આવનારા છે. જો પ્રોપરલી પ્રત્યાહાર અને અપરિગ્રહ બેનું પાલન થઈ ગયું છે, તો બાકીનું બધું એની મેળે થવા માંડે. બ્રહ્મનું ચિંતન સતત ચાલશે કે "હું ચિદાકાશ સ્વરૂપ છું." તો તમે બ્રહ્મચારી છો, તમે બ્રહ્મચર્ય પાલન કરી રહ્યા છો. એટલે ચિદાકાશ જે છે તેને જ સતત તમારું લક્ષ્ય બનાવી દો. તમે તદરૂપ થઈ જાવ એ ચિદાકાશ સ્વરૂપ. કેવળ હું છું. સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. આપણે ત્યાં શું કીધું? અનંત ગુણ જય સચ્ચિદાનંદ. આત્માના કેવા અનંત ગુણો છે! પ્રકૃતિનો એકેય ગુણ એમાં નથી પાછો. આત્માના અનંત ગુણો એની અંદર મોજુદ. બે, ચાર, પાંચને યાદ રાખીએ છીએ આપણે, તો એથી વધારે નહીં. પણ એટલાનું પણ જો સતત આપણે ચિંતન અને નિદિધ્યાસન કરીએ, તો પછી એક દિવસ એમાંથી એ ચિદાકાશ કારણ ફૂટી જ નીકળશે.

કારણ કે દરેકની પાછળ શું છે? અધિષ્ઠાન જેને કીધું, જેના આધારે એ વસ્તુ હોય. તો એ આધારને આપણે શું કહેવાય? અધિષ્ઠાન શબ્દ વાપર્યો છે. એટલે આ શાસ્ત્રમાં ભાષા આવી હોય, ભડકી જવું નહીં કે એમ. એનો અર્થ સમજી જવાનો કે આ બેકગ્રાઉન્ડની વાત કરે છે કે આ બધાને મૂળમાં શું છે? તો કે આ છે. સોર્સ કોણ છે? તો કે આ છે.

એટલે બ્રહ્મનું શોધન એ જ સાચું બ્રહ્મચર્ય છે. બ્રહ્મને શોધ્યા કરવાનો સતત, બ્રહ્મ શું છે અને ક્યાં છે? એટલે ભાઈ ક્યાં નથી? એ તો કોઈ જગ્યાએ થોડું હોય બ્રહ્મ. હજી જો તને એવું છે કે બ્રહ્મ કોઈક જગ્યાએ છે, તો પણ તું બ્રહ્મમાં જ છે. અને છતાંય તું બ્રહ્મમાં છે. બ્રહ્મની બહાર તો કોઈ જઈ શકતું નથી, કારણ કે એ ગુરુ તત્વ છે, સૌથી મોટામાં મોટું છે. અસીમન બોલ અને ઓતપ્રોત ક્યાંથી કાઢીશ તું? એટલે આ વાત છે. અને આ બ્રહ્મનું શોધન કર્યા કરવું એ જ સાચું કર્તવ્ય છે, એ જ કર્મ છે. "હે અર્જુન, તું કર્મ કર," "હે અર્જુન, તું કર્મ કર" વાળો જે કર્મયોગ કહ્યો તો તે આ યોગ કહ્યો તો. એને સમજવાનું છે. એટલે હે કર્મયોગ, તું સતત કર્તવ્ય ન કરવું આ એ એક જાતની પોતાની જાત સાથેની છેતરપિંડી. મતલબ તું તારી જાતને છેતરે છે. જેટલો પણ સમય તું કર્તવ્ય ચૂકે છે, સમજાયું?

કેટલો ભયંકર ગુનો થાય છે! એટલા માટે આ ભમવું પડે છે અને આ આટલી બધી સજાઓ થાય. કારણ શું છે? તો કે છે યોનિ પ્રવેશથી યોનિ ભ્રમણ થાય છે ફિઝિકલની અંદર અને મનથી તો મન જે છે, જ્યાં વિચાર સ્ફૂટ થાય છે એ જગ્યાને યોનિ કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર. મૂળ શરૂઆત ત્યાં થાય છે. યોનિ પ્રવેશથી યોનિ ભ્રમણ થાય છે. અહીં પણ તમે યોનિ પ્રવેશ કરો છો, એનાથી પણ આ ભ્રમણ ચાલુ ને ચાલુ થઈ. એટલા માટે કીધું હતું કે ભાઈ તું આ બંધ કર અને આ ક્રિયા જો ચાલતી હશે તો પણ.

તું ક્યાં છે ચિત્ત સ્વરૂપમાં? તારા સ્વરૂપમાં જો હશે તો ક્રિયા તને બંધનકર્તા નડતી નથી. આપણા ઋષિ મુનિઓએ એક ઉપાય પણ આપેલો હતો. એટલે એ કીધું, માસ્ટરે આપણને શું સમજાવ્યું હતું? "એનર્જી ફોલોસ થોટ", "એનર્જી ફોલોસ થોટ". પણ "વાય એન્ડ હાઉ એનર્જી ફોલોસ થોટ" એ આપણને સમજાયું નથી. શા માટે કહ્યું છે, ખ્યાલ છે તમને કોઈને? ક્યાંય નથી. તો "વૉટ ઇઝ નોટ ટોલ્ડ નાઉ, યુ મસ્ટ નો". એટલા માટે કીધું છે કે "વાય એનર્જી ફોલોસ થોટ".

ઉર્જા વિચાર જે છે તેની તરફ વહે છે, તો વિચાર મુખ્ય બાબત થઈ. વિચાર ક્યાંથી આવ્યો? વૃત્તિમાંથી. વૃત્તિ ક્યાં પ્રગટ થઈ? હૃદયમાં. તમારા ચિત્તની અંદર વૃત્તિ છે. એ વૃત્તિ ક્યાંથી આવી? પૂર્વની સ્મૃતિમાંથી, પુરયાષ્ટકમાંથી. આ પુર્યષ્ટકમાંથી આમ, અથવા તો "સિમિલર થોટ" જેને કહેવાય કે સરખાપણાની વૃત્તિ ઉત્પન્ન થઈ હોય, તો તમે સરખા વિચારોને પણ ગ્રહણ કરવા માંડો. કારણ કે વિચારો બધી આકૃતિઓ છે અને આકૃતિઓ બધી આહમ ચારે બાજુ ફરી જ રહી શકે વિદ્યુત તરંગોની મારફતે, સંદેશા વ્યવહારના તરંગોની માફક.

એમાંથી તમે કેટલી રિસીવ કરો છો? તમે કેટલી કરો છો? બધા પોતપોતાની જરૂરિયાત પ્રમાણે, ક્ષમતા પ્રમાણે, વૃત્તિ પ્રમાણે જે જે હોય એનો સંગ્રહ કર્યા કરતા હોય. આ બધી વૃત્તિ સંગ્રહ એટલે હૃદય. કોકનું હૃદય જોઈએ એટલે ખબર પડી જાય કે એની વૃત્તિઓ કેવી છે. એમ કીધું એટલે અહીંયા આગળ આ કીધું છે કે "એનર્જી ફોલોસ થોટ".

પણ એ થોટને કેમ ઉર્જા કરે? કારણ કે એ વિચાર જે છે તે એક બીજ છે. હવે એ ઉર્જા જે છે તે સતત તેની ઉપર જા કરે છે, એટલે શું થાય છે ત્યાં આગળ? એ આખો જે પ્રોસેસ છે, બીજના અંકુરીકરણનો પ્રોસેસ થાય છે. બીજ નાનકડું હોય, પછી મોટું થાય, મોટું થાય, અંકુર ફૂટે, ધીમે ધીમે નાનો છોડ થાય, મોટો છોડ થાય, ઝાડ થાય, ભયંકર મોટું વૃક્ષ થઈ જાય. પણ એનેય પાછા ફળ આવે ને? એ ફળ પડી જાય જમીનની અંદર, વળી પાછા એ બીજ બની જાય, પાછા બીજા વૃક્ષો ઉત્પન્ન થાય.

આવી રીતે વિચારબીજથી તમે આખોય સંસાર વૃક્ષો ઊભા કર્યા છે અને આટલું બધું સ્થાવર જંગમ બધું ઊભું કર્યા પછીથી હવે ગૂંચવાયા છે કે હવે આગળ શું? આમાંથી છૂટવાનો ઉપાય શું? એટલા માટે કીધું કે "થોટ્સ આર ધ થિંગ્સ". આ વસ્તુ રૂપે તમે વિચારોને જોયા છે અને એ વિચારો જ જડ વસ્તુઓ બન્યા છે. સતત બધાનું મટીરિયલાઇઝેશન થયું, બધાનું ક્રિસ્ટલાઇઝેશન થયું. શેનાથી? જે જે વિચારને ઉર્જા મળતી ગઈ, જેટલી ઉર્જા મળતી ગઈ, એટલી ઝડપથી એ સાકાર થતો ગયો.

આ આખી ક્રિયાશક્તિ આજ છે અને પાછી આ શક્તિ હંમેશા શું થાય? ચક્ર શક્તિમાં પરિણમન પામે. ચક્ર થઈ જાય, ગોળ ગોળ ગોળ ગોળ. એની એ જ વૃત્તિની અંદર તમારું ચિત્ત ભમ્યા જ કરે, ભમ્યા જ કરે, ભમે. એ વિચાર તમે છોડતા જ નહીં, એટલે જેટલી ઉર્જા એને ગ્રહણ કરી લીધી એ પ્રમાણે પછી એ વસ્તુ બનીને તમારી સામે આવતી હોય છે.

એટલા માટે કહેવામાં આવ્યું છે કે સંતોષથી સમાધાન રહે. સંતોષ તૃપ્તિ મારે ઉલટું છે, બસ ત્યારે આગળ સમાધિ થાય. એટલે જ્યાં સુધી જે સ્થિતિ છે તે સ્થિતિનો સ્વીકાર થઈને સંપૂર્ણ સંતોષ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી સમાધિ પ્રાપ્ત થતી નથી. "સમ આદિ" એ પણ એક બહુ સુંદર શબ્દ છે. બધી આદિ, વ્યાધિ અને ઉપાધિઓને એકસરખી કરી દીધી. શરીરથી, મનથી કોઈ ચિંતન નહીં, બસ બધું એક સરખું છે. એટલે આદિભૌતિક, આદિદૈવિક, આધ્યાત્મિક.

પાછી આ બધી જ જે કંઈ ઉપાધિઓ છે, ઉપ-આદિઓ છે. એટલે તમે એની ઉપર આરોપણ કરેલું છે. એ બધું જ જ્યારે તમે ખસેડી લેશો, એટલે શું થશે? ઉપાધિઓ નિર્મૂળ થઈ જશે. એ કેવી રીતે? તો કે આ બધાનું મૂળ શું છે? તો કે આનો આધાર તો ચિદાકાશ છે. કરીને તમે ફરી પાછા ચિદાકાશમાં જતા રહો, તો તમે મુક્ત થઈ જશો એ વસ્તુઓમાં. તો દર વખતે તમારે શું કરવાનું? ચિદાકાશનો જ ખ્યાલમાં સતત જવું જોઈએ.

વિધાતા ધાતા, દોડનારો વિધાતા. વિશિષ્ટ છે એટલે બધે દોડે જ કરે એમ. પ્રોવાઈડર છે એટલે આપણે આમ ખરેખર કહીએ કે ચિત્ત, ચિત્ત પણ શું છે? તો કે ભગવાનનું એ ઝોમેટો છે કે બ્લિંકઇટ છે એવું સમજો તમે. જે જેને જોઈએ, જ્યારે જોઈએ, જે સમયે, જે જગ્યાએ, ત્યાં તેને તે પૂરું પાડવું. એટલે એટલી મોટી લોજિસ્ટિક સર્વિસ ચાલે છે કે ના પૂછવાની વાત. બોલો, કેટલું બધું કામ થાય!

એક માણસ નક્કી કરે કે મારે ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરવો છે, એટલે એને પછી શું થાય કે માણસો મળે, ડ્રાઈવરો મળે, પેલી મોટી મોટી શું આપણે ટ્રકો આવે છે ને બધી? એથી બધી લાવે, ખરીદે, બેંકમાંથી લોનો મળે, બધું કરે. કેટલું બધું ભેગું કરે! આ બધુંય ક્યાંથી આવે? વિધાતા શેના પ્રમાણમાં આપે? તો કે ભાઈ, તમારી ક્રેડિટ લિમિટ શું છે? એનો ઓવરડ્રાફ્ટ શું છે? બેંક એ નક્કી કરે છે ને? તો વિધાતાય નક્કી કરે છે. કોક દાડો તમે ઓવરડ્રાફ્ટ લઈ શકો, પણ કાયમી ટેવ પાડવી જોઈએ નહીં. એવું કહે છે ને બેંકરો? એટલે તો મારે સમજવાનું. તો જેટલું ક્રેડિટ બેલેન્સ હશે એના પ્રમાણમાં એ વસ્તુ તમને મળશે, એટલી મળશે ને એટલી ઝડપથી મળશે. આ વ્યવહારની વાત.

હવે એમાંથી આપણે આગળ નીકળો. એટલે પુણ્ય એટલે શું છે? તો કે બ્લિંકઇટ મની છે તમારા. તમે સંચય કરેલો છે. એટલે કીધું, હવે અહંકારને મર્યાદાઓ હોય, પણ પરબ્રહ્મને કોઈ મર્યાદાઓ હોય? કોઈ એમ કહે ને કે મારે અહીંથી તે ત્યાં સુધીની જમીન જોવે કે મારે આખી દુનિયાના બધા પૈસા જોઈએ છે, પણ એની મર્યાદા થઈ ગઈ. એટલે હંમેશા અહંકાર જે છે તે મર્યાદિત જ હોય, ભલે આપણને લાગે બહુ વ્યાપક, પણ વાસ્તવમાં મર્યાદિત. અને એની હંમેશા મર્યાદા રહેલી છે. જેટલું ઝડપથી આ સમજાશે, એટલા ઝડપથી અહંકારથી આપણે મુક્ત થઈ શકીશું.

હવે અહંકારથી પણ ઉપર કોણ? તો કે પરબ્રહ્મ. તો બ્રહ્મને કોઈ મર્યાદા હોય? એ તો અસીમ છે. શુદ્ધ ચેતનને કોણ બાંધી શકે? ખાલી વિચાર કર્યા કરો, શુદ્ધ ચેતનને કોણ બાંધી શકે? કેવી રીતે બંધ થાય? એટલે.

એ જે થશે ને, એ ભાવ શક્તિ છે. ભાવ જે થાય છે ને અંદર, એ એક જાતની શક્તિ છે અને એના વડે આખું આ બધું ભાવ જગત ઊભું કરેલું છે.

હવે તમારે ઊભું કરેલા ભાવ જગતનો ભાવ શક્તિ વડે કર્યું તું. હવે ભાવ શક્તિ વડે તમારે એનો લય કરવાનો. શેમાં કરવાનો? શુદ્ધ ચૈતન્ય રૂપી જે આ ચિદાકાશ છે, તેની અંદર બધાનો લય કરવાનો.

એટલે આપણે શીખવાડી તું: "સંસ્કૃત સમર્પણ વાક્ય, ચોક્કસ મૂળ પાઠ અસ્પષ્ટ (અંદાજે અહંકારં મયા દત્તં ગૃહાણ પરમેશ્વર)" વારે વારે કરવાનું. એ બહુ સુંદર છે. એટલે શું થશે કે જે દરઢતા તમારી ઊભી થઈ તી ને, દ્રવ્ય જે છે એ ભાવ કરથી દરઢતા પકડતું ગયું અને જડતા પકડતું ગયું. તો જળ ભાવ છે એ દ્રવ્ય છે. આ પણ ભાવ જ છે તમારો, પણ એ જડતા પકડી ચૂક્યો. આ પણ જડતા પકડી ચૂક્યો છે.

જો તમે શુદ્ધ ચિદ આકાશ છો, તમે જ એ કરશો તો એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આમથી આંગળી આમ આરપાર પસાર થઈ. સંસારની અંદર તમારે કશું ગ્રહણ કરવાનું રહેશે નહી. કઈ જરૂરત નથી. સંપૂર્ણતામાં જો તમે પહોંચી ગયા, શુદ્ધ ચેતન છો. તમારે ખાવાની ક્યાં જરૂર છે? કોળીયું પકડવાની ક્યાં જરૂર? પાણી પીવાની ક્યાં જરૂર? પાંચ તત્વોથી તમે મુક્ત થઈ ગયા છો.

પાંચ તત્વોથી પછી છઠ્ઠું તત્વ, પ્રાણ તત્વ, એનાથી પણ તમે મુક્ત થઈ જાવ છો. છેવટે તો હવે આ પ્રાણ હોય કે ના હોય, તો પણ તમે તો હોવો જ છો. પ્રાણની જરૂર હંમેશા દેહને હોય. અહિંયા તો વિદેહી થઈ ગયા તમે. અયોગ સિદ્ધ પદે બિલકુલ સિદ્ધ થઈ ગયા (અયોગ કેવળી અવસ્થા).

શું સિદ્ધ કર્યું તમે? કે "હું દેહ નથી, હું મન નથી, હું ચિત્ત નથી." આ યોગ છે ને સિદ્ધ, એને સિદ્ધ કરવાનું. એટલે અનુભવ છે. આ ભવ શબ્દ છે ને, એ ભાવમાંથી થયો. આપણે કીધું હતું ને કે "ભાવ વડે ભવ બંધાય અને ભાવ વડે ભવ છૂટે પણ છે."

આ શું છે? અનુભવ છે. તમને જે થઈ રહ્યો છે તેને તમે એક શબ્દ તરીકે વાપરો છો, તો એ શું છે? ભાવને ફોલો કરે છે. પછી જે થનારો છે તે ભાવ કર્યા પછી જે થાય છે તે. એટલે એને અનુભવ કહેવામાં આવ્યો. સમજાયું? અનુલગ્નક હોય છે ને, એવી રીતના સંપેત પાછળ જોડવામાં આવે છે. તો ભાવને જે ફોલો કરે છે તેને શું કહેવાય? અનુભવ કહેવામાં આવે.

તો બ્રહ્માનુભૂતિ કેવી રીતે થશે? વિચાર કરો. બસ, આના ઉપર જ છે. તમે બ્રહ્મ ભાવના કરો. ઋષિ મુનિઓએ એટલા માટે કીધું કે "બ્રાહ્મી ભાવનાની અંદર તમે નિરંતર રહો કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું."

હું શબ્દોથી નહી. તમે શબ્દોને પાર જાવ. તમે ભાવમાં આવો. કયા? તો કે બ્રહ્મભાવમાં રહો. તમે ભાવ જેવો કરશો ને બ્રહ્મનો કે "હું બ્રહ્મ છું," એ ભાવ થયો. "અનુભવ ફોલોસ." સમજાયું? "અનુભવ ફોલોસ." એક્સપરિયન્સ આવશે જ તમને આવી રીતે આવશે.

કેમ આવે છે એને સમજો. જો દરેક વસ્તુમાં આવે છે તો આમાં પણ આપવો જોઈએ. ધેટ ઇઝ સાયન્સ. તો હવે આમાં આવશે. તો "હું બ્રહ્મ છું," તમે જેવો એ ભાવ કર્યો તો તમને બ્રહ્મત્વનો અનુભવ આવવાનો જ છે અને તે વખતે પછી બીજું બધું પકડાતું હશે તે પણ બધું છૂટતું જ જશે.

પછી તમારે ભાવ પ્રમાણે આગળ વધવાનું, બ્રહ્મભાવ પ્રમાણે. નહી કે આ વસ્તુઓની પાછળ પડવાનું. આ ભૂલ થાય છે પાછી. આટલું તમારે જોઈશે છે? તો કે, "લે, પાછો બંધાયો તું!" અને પાછો ભાવ થયો ને, પાછો આટલું જોયું તો વસ્તુ હાથ સાથે ચીપકી ગયો કે વસ્તુના વિચાર સાથે ચીપકી ગયો કે "આ તો નેસેસિટી છે મારી."

શું કહેવાય? એ તારી નેસેસિટી નોય કે બ્રહ્મની કોઈ નેસેસિટી નથી. સમજાયું? આ બધા નેસેસિટી વાળા ફૂટી નીકળ્યા એટલે પછી બધાને આ બધું દુઃખ, સુખ બધું વળગી પડ્યું એકદમ એના કારણે.

તો બ્રહ્માનુભૂતિ? બસ, એનો ભાવ કરવાનો. નો મેટર ક્યાં, ક્યારે, કેવી રીતે. કશું તમારે કશું કહેવાનું નથી. બ્રહ્માનુભૂતિ શું હોય? કેવી હોય બ્રહ્માનુભૂતિ? બ્રહ્મની અનુભૂતિ. બસ.

અને પછી અનુભવ ચાલશે, એની પાછળ પાછળ આવશે. કારણ કે તમે સ્વયં બ્રહ્મ છો. તમારી અંદર એ પાવર ઓલરેડી રહેલો છે. ભાવ કર્યો તમે. એટલે એવી રીતે તમે ભવમંધનમાંથી મુક્ત પણ થયા હો. એટલે એ બ્રહ્માનુભૂતિ જ્યારે થાય ત્યારે શું થશે ને, કશું કહેવાશે નહી. શબ્દોમાં સમા માસે નહી.

અહીયા અનુભવ કોઈને કહેવાનો પ્રયત્ન કરું કે મને... ના, એ કશું નહી બોલાય. એટલે કઈ કહેવાશે નહી. તમે મુક્ત થઈ ગયા હશે, બિલકુલ મૌન થઈ ગયા હશો. કારણ કે બ્રહ્માનુભૂતિ અવાચ્ય છે.

શું છે? અવાચ્ય, અગમ્ય છે. એટલે તમને ગમ નહી પડે. દરેક વસ્તુની તમને સંસારમાં ગમ પડે. બ્રહ્માનુભૂતિ થશે ત્યારે તમે ગમ નહી પડે. શેની? સંસારી બાબતોની ગમ નહી પડે. બ્રહ્મની પડી પૂરેપૂરી.

એટલે એને અગમ્ય કીધો, અગોચર કીધો. ઇન્દ્રિયોથી જે ગોચર, એટલે ઇન્દ્રિયો દ્વારા જે જાણી શકાય છે, ગોચર. ઇન્દ્રિયો બધી ચરવા જાય છે. એટલે એ ઇન્દ્રિયો બધી ગાયો છે. સમજાયું?

અને એ ગાયો ચરવા જાય છે. હવે એને વ્યવસ્થિત ચરાવે તો એ કૃષ્ણ છે, એનો સ્વામી બને છે ને. એટલે એ ઇન્દ્રિયોથી તો એ અગોચર છે. બ્રહ્મ છે એ કેવો છે? ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એવો નથી. એનો અનુભવ જે છે તે કેવો છે? ઇન્દ્રિયાતિત અનુભવ છે.

એટલા માટે એને અગોચર કહેવામાં આવે કે એમાં ઇન્દ્રિયોનું કોઈ કામ નથી. અવર્ણનીય, અવર્ણ્ય છે. એવો શબ્દ વારેવારે આવે: "અવર્ણનીય." તમે ક્યારેય પણ આ બ્રહ્મના અનુભવનું વર્ણન કરી શકો અને અનંત કાળ સુધી જો અનુભવનું વર્ણન પણ તમે કર્યા કરો તો પણ એ પૂરતું નથી.

અકથનીય છે. એ કહી શકાય એવો નથી. કથન કરવું કોઈક વસ્તુનું કરાય. બ્રહ્મનું કથન હોય? બ્રહ્મ કથન એવું ક્યાંય જોયું, સાંભળ્યું કોઈએ?

એટલા માટે કીધું કે આ જે બ્રહ્માનુંભૂતિ છે, કેવી છે? તો કે અનિર્વચનીય, અદભુત છે. એના વિશે કશું કઈ કહી શકતા એવું. એટલે કે ત્યાં સુધી જો પહોંચવું છે તો કહે છે: "નટખટ છોડ હવે નટવર." નટખ ખટ નટ હોય એ હંમેશા શું કરે? બધી ક્રિયાઓ કર્યા કરે, નટખટ કર્યા કરે. જાત જાતના વેશભૂષા, ચાળા, વિચિત્ર... આ બધું તમે કરી લીધું છે. તમે આત્મા છે, તમે આટલું બધું...

કર્યું એટલે કીધું કે, "હે નટવર!" નટવર શબ્દ રાખ્યો છે આત્મા માટે, ભગવાન માટે, કૃષ્ણ માટે. કૃષ્ણ ઇઝ ઇકવલ ટુ આત્મા, તો આપણે એમ રાખો. તો કીધું કે, "હે નટવર, હવે તું નટખટ છોડ, ભવ રણ છોડ. હવે તો રણ છોડ, ભવ રણ છોડ. આ જે ભવમાં તું ભટક ભટક ભટક કરે છે રણની અંદર, એને તું હવે છોડ. હે રણછોડ!" એમ કે છ ભૂતો, પાંચ તત્વો અને પંચ મહાભૂત કીધા ને? પાંચ અને છઠ્ઠું જે છે તે પ્રાણ છે, એ પણ ભૂત જ. એ છ ભૂતો અને ભૂતાવળ એનાથી ઊભી થઈ ગયેલી જે કંઈ છે, આ બધું શું છે? ભૂતાવળ છે. છ ભૂતો અને ભૂતાવળ. શું ધાર્યું છે આ બધું? તે જ પ્રગટ કર્યું. આ બધી ભૂતાવળ. જેમ બાળક આમ જુએ ને ભૂત એટલે એકદમ આમ આમ બધી જોવા મારશે ને, પછી ભડકી જશે. એવી રીતે તે આ બધું પેદા કર્યું છે. ધારણાઓ શેની શેની? તે શું ધાર્યું? જે જે ધાર્યું ને, બધું જ તારા જીવનમાં તે આ દિન સુધી પ્રગટ કરે જ રાખ્યું છે.

હજી તો તું સમજ એમ કહે છે. આ અનુભવથી પણ ખ્યાલ નથી આવતો. "આ જગત આવું છે, આ માણસ આવો છે, આ વસ્તુ આવી છે." આ બધી તો તારી ધારણાઓ છે. એના આધારે આખું જગત તારું આવું તે ઊભું કર્યું છે. તો તે જગતની ધારણા કરી છે. તારી ધારણા ભૂલી ગયું. આ બધું કરવામાં મહાન ભૂલ થઈ ગઈ. અનંત જન્મોથી મૂર્ખ બનીને મહાલ્યો. ભૂતે મહાજ્ઞાની એવો આત્મા ચિદાકાશ રૂપ છતાંય આ બધી વસ્તુઓમાં કેમ યોનિમાં પ્રવેશ્યો? પહેલા વિચાર રૂપે, પછી એક્ચ્યુઅલ, અને પછી આ બધું ઊભું થઈ ગયું. તોય ના ધરાયો. કેટલી કેટલી આશ્ચર્યજનક વાત છે ભાઈ કે તો આટલું બધું કર્યું તોય તને ના થયું. સૃષ્ટિમાંથી ખોવાયો. હવે છૂટો પડ્યો તો તે નિધિધ્યાસન કર્યું, તે બ્રહ્મનું ચિંતન કર્યું. તો શું થયું? તો કે સૃષ્ટિમાંથી ખોવાયો. લોકો પૂછશે, "નટવરભાઈ ક્યાં ગયા?" એ બેઠા હશે કે ત્યાં આગળ તો બધા જે હશે તે.

હવે એકે કીધું, બીજાએ કીધું, ૨૫ જણાને ખબર પડી કે નટવરભાઈ ખોવાયા. એટલે પછી એ ત્યાં જ હોય એમ. હવે વાસ્તવમાં નટવરભાઈ જ અહીંથી ખોવાયા. ખોવાયા સૃષ્ટિમાંથી, પણ ક્યાં? તો કે બ્રહ્મમાં સમાયો. બ્રહ્મની અંદર બ્રહ્મસમ બનીને એ તો બેસી ગયા કે, "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." તો એ બ્રહ્મમાં સમાઈ ગયો. પોતાનું એ જે સ્વરૂપ હતું નટવરનું, એ છોડી દીધું અને એ પછી બ્રહ્મની અંદર સમાયો. "મૈંને બ્રહ્મરતન ધન પાયો." એ પછી એની શું અનુભૂતિ હોય? "મૈંને તો બ્રહ્મરતન ધન પાયો." એટલો બધો આનંદ હોય, એટલી બધી તૃપ્તિ હોય કે બસ આમ કહેવાય નહીં એટલું બધું. એટલે કહે છે કે આત્માનો સાક્ષાત્કાર હોય કે આત્માની અનુભૂતિ હોય કે પછી આત્માનો અનુભવ હોય કે પછી આત્માનું જ્ઞાન હોય, ખરેખર શું હોય? આમ પાંચ-દસ મિનિટ બેસીને વિચાર કરો. આટલા બધા શબ્દો આપી દીધા તોય તમે આત્માની અંદર પહોંચી જશો, બોલો.

સમજાયું? એટલે આત્માનો સાક્ષાત્કાર કરવો છે, આત્માની અનુભૂતિ કરવી છે કે પછી આત્માનો અનુભવ કરવો છે કે પછી આત્મજ્ઞાન પ્રગટ કરવું છે? આ બધુંય છેવટે શું કરશે? "તું આત્મા છું" એનો અનુભવ આપીને શાંત થઈ જશે. એટલે જે જ્ઞાન છે, એ અનુભવ પછી આવનારી જે સ્થિતિ છે તેને શું કહેવાય? તમે એક વસ્તુનો એક્સપરિયન્સ કરી લીધો, પછી શું થયું? અંદર જાણ પ્રગટ થઈ. એને જ્ઞાન કહીએ છીએ ને આપણે વ્યવહારની અંદર? અહીં પણ એવું થશે. બ્રહ્મનો અનુભવ આવશે, ખૂબ અનુભવ આવશે, વારંવાર અનુભવ આવશે, નિરંતર અનુભવ આવશે અને પછી એ જ અનુભવ જ્ઞાન પ્રગટ કરશે. જ્ઞાનમાં એ પરિણમન પામશે. આપણે બોલીએ છીએ ને, "પરિણમન હો, પરિણમન હો." આ આવી રીતે કહેવાનું છે એને એમ સમજી જાજો. એટલે કીધું છે અનુભવ. અનુભવ એટલે એક નાનો છોટો જન્મ છે તમારો એમ સમજો. એક જીવનમાં પણ તમે કેટલા જીવન જીવો છો!

એટલે કીધું કે, "એક પલમે જી આયા." એક ગીત છે ખબર છે? "એક પલમે જી આયા." તો એ ભવ આખો તમે જે છે તે એક ભાવની અંદર કરી. એક ભાવથી તમે આખો એક ભવ જીવી જાવ છો. ક્ષણનું મૂલ્ય છે, એને કમ ના આકતા. પણ બ્રહ્મનું કોઈ મૂલ્ય નથી, એ વસ્તુને હંમેશા યાદ રાખજો. જ્યારે ક્ષણનું પણ તમે મૂલ્ય કરવા જાવ, તે વખત પણ યાદ રાખો: એક ક્ષણની અંદર અનંત કાળ સમાય છે આખો. એક ક્ષણની અંદર કેટલી એવી વાતો છે, જગ્યાઓ છે, કારણ કે સૌથી પહેલું બ્રહ્મ છે અને કાળ તો પછી ઉત્પન્ન થાય છે. કાળ એટલે જ્યારે રેફરન્સ ઊભો થાય ત્યારે કાળનો જન્મ થાય. એ "હું જીવ છું" એટલે પછી જીવને કાળની જરૂર પડે. પછી એને ઘડિયાળો પહેરવી પડે. પછી એને મોબાઈલમાં પેલું બધું આમ આમ જોવું પડે. બધું કાળ આધારિત થઈ જશે. પછી પૂછે કે, "૧૧ વાગ્યે તું શું કરતો હતો?" હવે જો અહીંના ૧૧ વાગ્યે તો ક્યાના ૧૧ વાગ્યે?

પાછું પૂછવું પડે કે, "અમદાવાદના ૧૧ વાગ્યે તું શું કરતો હતો?" કારણ કે અમદાવાદના ૧૧ વાગ્યા હોય તો અમેરિકામાં તે વખતે રાતના ૧૧ વાગ્યા. પેલા ન્યુઝીલેન્ડમાં જોવા જાવ તો બીજા કંઈક સાંજના કે પાંચ કે છ વાગી ગયા હોય સવારના ૧૧ ની વાત કરીએ તો પણ. તો આખો રેફરન્સ બદલાઈ જાય છે, બોલો. આ કાળની અંદર જો આટલી અમથી પૃથ્વી ઉપર આટલું બધું થાય. આવડા અમથા અમેરિકામાં પાંચ ટાઈમ ઝોન. એવડા સોવિયત યુનિયન જે હતું તેમાં સાત ટાઈમ ઝોન હતા. હવે રશિયામાં કેટલા છે મને ખબર નથી, તમે પૂછી જોઈ શકો છો. પણ આટલો બધો ટાઈમ ડિફરન્સ બધી જગ્યાએ થાય છે. એટલે સ્થળ અને કાળ એ હંમેશા રેફરન્સ પોઈન્ટ બને. પોઈન્ટ A ટુ પોઈન્ટ B એ અનુભવ આપે. એટલે છોટો જન્મ છે તમારો એમ તમે સમજી લો દરેક વખતે. એટલે એક જીવનમાં પણ તમે કેટલા બધા જીવન જીવતા હો. દાખલા તરીકે, અમે એક જેસલમેરમાં ગયા.

ત્યાં કુલધરા કરીને એક ગામ. એ ગામની અંદર એવું બન્યું કે ૧૮મી-૧૯મી સદીની જ વાત છે આખી. એક કોઈ સજનસિંહ કરીને હતો જનરલ. તેને કુલધરા ગામની વિઝિટ કરી. તો ગામનો જે મુખ્ય હતો તેની દીકરી ઉપર એની એમ કે દ્રષ્ટિ થઈ. એટલે એણે જીદ પકડી કે, "તું આદ તારી દીકરી મને પ્રણામ." તો પાલીવાલ

લોકો, બ્રાહ્મણો, એ લોકોએ એક સભા કરી. પેલાને પાસે થોડો સમય માંગ્યો. "ઉભરવો તો કે આ ક્ષત્રિય છે, આ આપણે વણિક છીએ અને આપણે આવો સંપર્ક સંબંધ ના હોવો જોઈએ. આપણે બ્રાહ્મણો છીએ અને આ ક્ષત્રિય છે." જાતિવાળી વાત થઈ, કોણ સાચો ખોટો? આખી વાત ચોથો. હવે વિખવાદ ઊભો થયો. પેલો જીદ કરીને બેઠો કે, "જો નહીં પરણાવો તો આખું ગામ એમ કે હું બાળી નાખીશ."

હવે એ પાલીવાલ બ્રાહ્મણો બધા ૮૪ જેટલા ગામોની અંદર ફરતે બધે વસેલા હતા. પાલી કરીને એક જગ્યા છે ત્યાંથી મૂળ આવેલા બધા અને બધે પછી વસેલા. તો એ બ્રાહ્મણો ત્યાં આગળ આમ વસતા હતા. એ ૮૪ ગામોના બધા એ જગ્યાએ કુલધરામાં ભેગા થયા અને પછી એ બાબત પર ડિસિઝન લેવાયું. "ભાઈ, આપણે શું કરવું જોઈએ? આપણે જોટ થઈએ તો જ આપણે આની લશ્કરની સામે રહી શકીએ." ત્યાં આગળ એક ડિસિઝન એવું લેવાયું કે, "જો આજે આપણે આની હા ભૂલેચૂકે કરીશું તો કાલે સવારે કોક બીજું પ્રગટ થશે, કોઈ બીજી દીકરીની સાથે આવું થશે. એટલે કે આ જે છે તે અનાચાર છે અને ખોટું છે. એટલા માટે એમ ન હોવું જોઈએ."

ડિસિઝન વોઝ ટેકન. એટલે પછી બધાએ શું કર્યું? તો કે આ જનરલના પ્રકોપથી બચવા માટે થઈને રાતોરાત ૮૪ ગામમાં જેટલા પણ આ બધા હતા, બધા જ સ્થળાંતર કરી ગયા. એક રાતની અંદર આટલા બધા માણસો. કુલધરા ગામની અંદર ૮૦૦ ઘર હતા. અત્યારે તો બિલકુલ ખંડેર દશામાં અમે જોઈને આવ્યા. બધા એક કે બે જ ઘર બરાબર થોડાક એને રેસ્ટોરેશન કરીને સરકારે કર્યા છે, પણ રાતોરાત બધા જતા રહ્યા.

જતાં જતાં, કારણ કે જો દરેકને પોતાના વસ્તુનો કેટલો મોહ વ્યાપેલો હોય! જતાં જતાં એ લોકોએ જે કંઈ એમ કે એ જગ્યાને અને એ વસ્તુઓને શ્રાપ આપેલા છે તેવી એક લોકવાયકા છે. તો કોઈ એક માણસે ત્યાં આગળ વિઝિટ કરતો હશે, એને ત્યાની થોડીક ઈંટો લઈ જઈને પોતાના ઘરમાં ઉપયોગ કરવાનું ચાલુ કર્યું તો એના ઘરની અંદર બધી અનાફતોના અનહોનીઓ થવાની ચાલુ થઈ ગઈ. એક યુટ્યુબર હતો કે જેણે ત્યાં આગળ બધી લાઈટો અને કેમેરા અને બધું રાત્રે ગોઠવી દીધું અને પછી એ બધાને વિડિયોગ્રાફી કરવા ગયો તો ઓલ ઓફ અ સડન ત્યાં આગળ ફાયર થઈ ગયું, એનો કેમેરા બળી ગયા અને એવું બધું થઈ ગયું. તો હી કુડ નોટ ડૂ ઈટ.

સરકારે અત્યારે સાંજે છ વાગ્યા પછી કે પ્રમાઈસીસ બિલકુલ સંપૂર્ણપણે ખાલી કરાવી દે છે અને ઘણે દૂરથી કેટલાક લોકો ચોકી પહેરો કરે છે. એને પોલીસ ત્યાં રાખેલી છે કે જેથી કરીને કોઈએ અંદર જવાનું નહીં. આજની તારીખની અંદર ત્યાં આગળ કોઈ રાત્રે પણ વસવાટ કરી શકતું નથી. એવો શ્રાપ એ લોકોએ આપ્યો કે આ ભૂમિ, આ જગ્યા જે કંઈ છે તે બધું, કારણ કે એમની કિંમત તો પેલો આટલો મોટો સજ્જનસિંહ રાજા હોવા છતાં પણ આટલું મોટી જગ્યાએ કશું જ કરી શક્યો નથી. એ તકલીફ તો આ ભાવની વાત છે. અહીં શું થયું? સામૂહિક ભાવ છે અને એ પાછો એટલો બધો પ્રચંડ છે કે લોકો રોતા કળતા ગયેલા. અત્યારે હવે જો હાલત એ છે, આટલા વખતે પણ એ જગ્યાની અંદર કોઈ ત્યાં આગળ વસવાટ કરી શકતું નથી. તો ભાવથી શું થાય? તો કે આ થાય એમ કહેવામાં આવે.

એક બીજી વાત, એ જ જગ્યાએ અમે જતા હતા તો પેલા અહીંયા પેરવાના આપે છે ને વીઆર એવા પ્રકારના બધું પહેરીને અમુક એક ઓટલા ઉપર આઠ-દસ જણ આ બેઠેલા હતા અને બધા આમ બેઠા બેઠા અંદર કંઈક કરતા હશે. પછી અમને બી કૌતુક થયું, "ભાઈ, આ શું એમ?" એટલે પેલાએ અમને ત્યાં આગળ કીધું, "ભાઈ, આ છે ને કે એ અંદર કૃષ્ણની દ્વારકાનું જે સંશોધન આ લોકોએ કરેલું છે તે દરમિયાન કરેલી અંડરવોટર ફોટોગ્રાફીને બધું જે કંઈ છે તે તમને આ અહીંયા આગળ આમાં જોવા મળશે." કે સો વી એક્સેપ્ટેડ. ઓકે કે ૧૦૦ રૂપિયા જની એ ચાર્જ હતો એટલે અમને એ પહેરાયું અને અમે એ પહેરીને બેઠા અને તમે જુઓ એ બધી જ સેન્સીસ ઉપર એવી રીતે કામ કરતું હતું કે પ્રેક્ટિકલી જાણે અમે પાણીની અંદર છીએ અને આમ બસ આમ આમ જઈ રહ્યા છે અને બધું જોઈ રહ્યા છે એવા પ્રકારનો રિયલ એક્સપિરિયન્સ અમને આપ્યો.

એ દરમિયાન અમે ભૂલી ગયા હતા કે અમે ઓટલા પર બેઠા છીએ, અમે આ બોડીમાં છીએ, આ કુલધરા ગામમાં અમે વિઝિટે આવેલા છીએ, અમે વિઝિટર છીએ, અમારું નામ આ છે, કશું જ નહીં એમ. એટલે એ ૧૦ મિનિટના એની અંદર તમે બધું જ ભૂલી જાવ છો. એક ભવ જીવીને જાણે બહાર આવ્યા તમે. આને કહેવાય અનુભવ. શેનો કર્યો? "ડૂબેલી કૃષ્ણ ભગવાનની દ્વારકાને જોવાનો અનુભવ કરીને આવ્યા એમ કે." તો આને અનુભવ કહેવાય. પણ એક ભવ જેટલો લાગે એ ૧૦ મિનિટની અંદર. અમે તો એમ લાગે, "ઓહ, કેટલું બધું ચાલી રહ્યું!" અને એક ટાઈમ થયો ને એટલે પછી એમ થાય કે, "બસ, હવે બહુ થઈ ગયું, કાઢી નાખો." દરેક માણસ પોતાનો ભવ આવી રીતે મૂકી દેતો હોય છે. બસ, હવે બહુ થઈ ગયું એટલે એક ટાઈમ પછી પાછી એને થોડીક વિશ્રાંતિ અને પાછો એ તરત બીજો ભવ પકડી લે. બાકી રહેલું હોય ને આગળનું કરવાનું એટલે જીવન આવી રીતે ચાલ્યા કરે એમ કહેવાનું છે.

એટલે જો ભાવ જે છે એ શું છે? લાઈકિંગ ઉપર આધારિત છે. તો જન્મ અને મરણનું ચક્ર જે છે એ સતત એ આના પર ચાલે. હવે તમને એક ભાવ થયો એટલે એક આવરણ આવી ગયું. નીલેશભાઈ તમને ઘેર બોલાવે છે. હવે તમને અંદર ભાવ થયો કે આ બહુ સરસ અત્યારે તો ચાલી રહ્યું છે થોડીવાર રહીને. એટલે તમારા જવા ઉપર એક આવરણ આવ્યું. ઈટ વિલ સ્ટોપ યુ. તમે જઈ નહીં શકો. ભાવ જગત જ છે. એટલે આવી રીતે અનંત ભાવ જે થયા છે એ જ બધા અનંત આવરણો રૂપે ઉપર ચડી ગયા છે જે તમને જવા નથી દેતા. એટલે મુક્તિ કે મોક્ષ ઉપરનો જે પ્રતિબંધ છે તે આ ભાવ જ છે, બીજું કશું નથી. હવે તમે એ ભાવ પર અભાવ લાવો, એ ભાવ પર અભાવ લાવો, અપરિગ્રહ. આને પેલો પ્રત્યાહાર એના દ્વારા મુક્તિ. હવે આ પ્રતિબંધ કોઈએ કોઈની પર મૂક્યો નથી કે હું તને મોક્ષે નહીં જવા દઉં એવી કોઈ વાત નથી. અહીંયા ક્યાંય કોઈની સત્તા છે જ નહીં વસ્તુઓની સ્વતંત્ર સત્તા.

નથી યાદ રાખો શું વસ્તુઓની સ્વતંત્ર સત્તા નથી, તત્વોની પણ સ્વતંત્ર સત્તા નથી, પ્રાણ તત્વની પણ પોતાની સ્વતંત્ર સત્તા નથી. હનુમાનજીની પોતાની સ્વતંત્ર સત્તા, હનુમાન સ્વરૂપે, વાયુ-મારુતિ સ્વરૂપે, એ કોને અધીન છે? રામને અધીન છે. તો રામ કોણ છે? અધિષ્ઠાન પરબ્રહ્મ પરમાત્મા છે, એમને અધીન છે. તો જ્યાં જ્યાં જે જે કોઈ વસ્તુ કે વ્યક્તિની અંદર તમે સત્તા જુઓ, કોઈપણ પ્રકારનો પાવર જુઓ, તો તમે સમજજો કે આની પાછળ પરબ્રહ્મ છે. તો તમે એ પરબ્રહ્મને આદર કરો, એટલે તમે એ વસ્તુના દોષમાંથી મુક્ત રહેશો.

સત્તા હંમેશા પરમાત્માની છે. બીજા કોઈના પાસે કોઈ સત્તા નથી. તો જેના પાસે જે જે સત્તા આપણને દેખાય, એ બધી જ પરમાત્માની છે. એ ભાવથી એને આદર કરવાનો અને સ્વીકાર કરવાનો, એટલે પછી જીવનમાં સરળતા.

હવે એ સત્તાનો વિરોધ તમે કરો છો, પરમાત્માની સત્તાનો તમે વસ્તુ રૂપે જુઓ છો કે વ્યક્તિ રૂપે જુઓ છો? ના, સત્તા પરમાત્માની છે. તમે અમિતભાઈનો વિરોધ ન કરો, કારણ કે વાસ્તવમાં વ્યવહારમાં તમે અમિતભાઈનો વિરોધ કરો છો. પણ એમની પાછળ જે કંઈ કહે છે કે "આમ જ તો હોવું જોઈએ", તેની પાછળ સત્તા પરમાત્માની છે. એમને એટલા પ્રમાણમાં એક્વાયર કરેલી છે. એક્વાયર એટલા માટે છે, શેનાથી? પુણ્યથી કરેલી. અને જો પ્રતિબંધ હશે એમને, તો એ સત્તા પ્રગટ નહીં કરી શકે.

બહુ જ પાવર હોય, ગમે તેટલો ગુસ્સો આવે, પણ તમે કશું નથી કરી શકતા. એવી કેટલી જગ્યાઓ હોય જીવનની અંદર, કારણ કે ત્યાં આગળ પ્રતિબંધ લાગી ગયો છે. એટલે આ છે, એટલે કીધું છે.

તો કહે છે કે, "આત્માને વળી શું જોઈએ?" તમારી જાતને સમજો પહેલા. તો પૃથ્વી આદિ પાંચ તત્વો અને પ્રાણ છઠ્ઠું તત્વ આત્મા માટે બિલકુલ નકામા છે. આત્માને એની જરૂરત જ નથી. એના માટે ગાર્બેજ, કચરો, બધું ફેંકો બહાર. પછી આત્માની વાત કરો કે આ છને બાજુ પર મૂકો. પહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મતસર, અભિમાન બધું બાજુ પર મૂકો. આ બધા તત્વો પણ એ જ પ્રમાણે છે, એનું ક્રિસ્ટલાઈઝેશન છે, એટલે એને બાજુ પર મૂકો.

અનુભવ જે છે, એ તનમાત્રાઓને આધારિત છે, ઇન્દ્રિયજનિત છે. સમજાયું ને તમને? થોડું ઓવરલેપિંગ હશે. એટલે આ અનુભવ જે કંઈ તમે કહો છો, તે બિલકુલ બિનજરૂરી છે. એક વાત સમજી જાવ: આ બધું સ્મૃતિમાં જાય છે અને એ બંધન કરે છે. તો જ્ઞાન શું કરશે? તમને આ અનુભવની જરૂરિયાતોમાંથી પણ મુક્તિ આપી દેશે. એ આવશ્યક નથી એવું તમને ભાન કરાવી દેશે, એટલે તમને પ્રકાશ વ્યાપી જશે અને તમે મુક્ત છો. તમે સ્વતંત્ર છો, સ્વતંત્ર છો, સ્વાવલંબી છો, તમે બ્રહ્મ છો. એ ચિદાકાશપણાનું ભાન થાય તે વખતે પ્રગટ થઈ જાય કે, "બસ, હું આ છું!"

અહીંયા શું થઈ રહ્યું છે વ્યવહારની અંદર? મૂર્ખાઓ જે છે, તે બધા અનુભવથી ઘડાય છે, ટીપાય આમથી તેમથી. આવો અનુભવ થાય, તેવો અનુભવ થાય, આમ. પેલો કુંભાર માટલું બનાવે, તો આમ ટીપે ને આમ ટીપે ને આમ હાથ રાખે અને પછી એનો ગોળો આખો તૈયાર કરે. એવી રીતે એ વધુને વધુ જડ થતો જાય, જેમ જેમ અનુભવ વધતો જાય, તેમ તેમ માણસ.

એટલે તમે જુઓ કે જે બાળપણમાં ફ્લેક્સિબિલિટી હોય છે વ્યક્તિની, ગડપણમાં હોતી નથી. 72, 75, 80 થતા માણસ હોય અને જ્યારે તમે એમ કહો, "કાકા, આનું તો આમ હોય છે!" એ કહે છે, "તું મને શીખવાડવા આવ્યો છે? મારી આખી જિંદગી મેં કંઈ ધૂળ કરી છે?" એટલું બધું આમ એવો જડ થતો જાય.

હવે જડતા એટલે શું? જે વાત તમે કરી રહ્યા છો, એ માનો કે જ્ઞાનની હોય, પણ એનો સ્વીકાર કરતો નથી. એને એની સરફેસ જે મનની છે, એ બિલકુલ ટેબલ ટોપ જેવી થઈ ગઈ કે એની અંદર કશું જઈ જ ન શક્યા.

હવે જ્યારે બાળક કેવું હોય? પ્રવાહી હોય, ઓપન હોય. એનામાં શિષ્યત્વ હોય. શિષ્ય કેવો હોય? ગ્રહણશીલતા હોય એનામાં. એબ્સોર્બ કરે સામેથી જે કંઈ આવી રહ્યું છે તેને.

એટલે અનુભવ જે છે, આખા બધાએ, એ તમારા સ્મૃતિમાં સંગ્રહસ્થાન છે, એમ તમે સમજો. જ્યારે જ્ઞાન છે, એ કેવું છે? તો કે વ્યાપક, વ્યાપેલું હોય. તમે છો, એનું જ્ઞાન તમને કેટલું ખબર પડે છે? તમને આખા બોડીમાં તમને ખબર પડે છે ને? તમે કહી શકો કે, "હા, હું અહીંયા છું કે અહીંયા છું" એવું કહી શકો? આખેઆખા તમે છો, સંપૂર્ણપણે છો.

વાસ્તવમાં એવું કહે છે કે, જીવ જે છે, એ તો એક પરમાણુથી પણ સૂક્ષ્મ છે. પરમાણુથી પણ સૂક્ષ્મ! તો વિચાર કરો, આખું બધું પોતાની જે વ્યાપકતા હતી, તેને આમ ખેંચીને એક પરમાણુથી પણ સૂક્ષ્મ જ્યારે બને, તો એ જડતા થઈ, ત્યારે થયું. પોતાની વ્યાપકતા છોડી ત્યારે જડ થયું. એટલે એ જીવ કહેવાયો, કારણ કે એ જડત્વને પામ્યો. પોતાની વ્યાપકતા છોડી દીધી, સ્થિતિસ્થાપકતા જે હતી, એ છોડી દીધી, ત્યારે એ જીવ કહેવાયા.

હવે તમે જીવ છો, તમને તો ભાન થઈ રહ્યું છે કે, "હું તો બ્રહ્મ છું!" તો શું થશે? આ જે જડતા, મર્યાદાઓ, બંધન જે છે, તે બધું તૂટવાનું ચાલુ થશે. તમને રિયલાઈઝ થશે કે, "હું આટલો દેહ જ નથી, હું આ પાંચ કોષેય નથી, હું આ ફક્ત પૃથ્વી જેટલો સીમિત નથી, હું આટલા એક બ્રહ્માંડ જેટલો પણ સીમિત નથી, હું તો અનંત છું, હું તો ચિદાકાશ છું, અસીમ છું!" બસ, એટલે તમે છૂટા થઈ ગયા. આ મુક્તિ, આ સ્વતંત્રતા, આજ મોક્ષ. આ જે ઊભું થાય છે પ્રગટીકરણ, એને જ્ઞાન કહે છે.

હવે જો, બે દિવાસળીઓ જેમ દોરીથી બાંધે ને, એવી રીતના મેરેજ થાય. તો બે જણાને બાંધવામાં આવે કે, "હવે તમે બંધાયેલા રહો!" બરાબર, બધાની હાજરીમાં. પાછી બીજી બધી દિવાસળીઓ આવી હોય, જોડી જોડીમાં આવી હોય, અમુક છૂટી છૂટી આવી હોય. તે બધી આમ આવી હોય, તે બધાની દોરી બાંધી હોય, આમ એવા આવ્યા હોય. હવે આ નવી દોરી કાળે કરીને શું થાય? તણાય, ભીની થાય, આ થાય, તે થાય. દોરી પર વર્ષોવર્ષના સંસ્કાર થાય. 60 થાય, 70 થાય. કોકની દોરી 50 વર્ષે તૂટી જાય, કોકની 70 વર્ષે થાય દોરી.

તૂટી જાય એટલે બેન ગયા ને ભાઈ રહ્યા અથવા તો એનાથી વિરુદ્ધ કંઈ પણ થાય એટલે છૂટી પડી જાય. આ બે દિવાસળીઓ છે એમ સમજો. આ જે છૂટી પડે એ હળગી જાય એટલે પોતાનું અસ્તિત્વ નાશ થઈ જાય, એ સમજી જાવું. આને આવી રીતે જુઓ કે આવું થાય છે ખરેખર. પછી મોહ નહીં વ્યાપે. એટલે આ છૂટે તો આ જે લગ્ન છે, લગ્ન થયું, બરાબર ને? એ શું થયું? માન્યતા જ છે. એ બે જણાએ સ્વીકારી. પેલા ગોર મહારાજે આપી અને આટલા બધા લોકોની હાજરીમાં આપી એટલે પુષ્ટિ મળી, બરાબર? મજબૂત કે હવે તો તમે નક્કી "હસબંડ એન્ડ વાઈફ" જ છો, બીજું કંઈ નથી એમ. એટલે પોતાનું બ્રહ્મત્વ બેય ભૂલી ગયા અને હસબંડ-વાઈફ બનીને જીવવા માટે એ જીવભાવમાં જ જીવે છે. હસબંડ-વાઈફ થાય છે ત્યારે પણ હવે કોક કોક દાડો જો હસબંડને વાઈફને ઝબકારા થાય કે "હું બ્રહ્મમાં શું?" તો "ઊંઘી જા, આવું બધું ના કરીશ!" તકલીફ છે લગ્નજીવનની તકલીફ.

હવે જે હોટલમાં ઉતર્યા હતા ને, ત્યાં કેવું થયું? એક ભાઈ હતા. ત્યાં આગલી રાતે બહુ અવાજ થતા હતા. સવારમાં છ-સાડા છ વાગ્યાનું, સાડા પાંચ વાગ્યાનું ચાલતું હશે. કોઈને લગભગ પોણા સાતે ગયા એવી રીતના. પછી મને એમ થયું કે આ બહુ જ અવાજ થઈ રહ્યો છે. તો એ બહાર જઈને મેં કીધું કે "આપ લોગ થોડા શાંતિ રાખીએ." બસ એટલું જ, "આપ લોગ થોડા શાંતિ રાખીએ." સામે ભાઈને ઊભા જોયા. બંગાળી. સામેનો જ બિલકુલ કમરો હતો એમનો. ત્યાં તેમણે કહ્યું, "કૈસે શાંતિ રખ સકતા હું? એક તરફ મેરી ધર્મ પત્ની ઔર દૂસરી તરફ મેરી માં હૈ ઔર યે દોનો એક સાથ લડ રહી હૈ. ઉપર સે યે બચ્ચે! કૈસે શાંતિ? આપ બતાવ!" મેં દરવાજો બંધ કર્યો. મને એમ થયું કે આ આટલો બધો સતાયેલો છે! બિચારાને કોણ સતાવે વધારે? પણ એ પછી અવાજ બંધ થઈ ગયો હતો. એ માતાજીએ બૂમો પાડી, પહેલા એમના વાઈફે પાડી, બધું બંધ થઈ ગયું પછી.

એટલે આ માન્યતાઓથી તમે માની લો છો કે "આ મારા હસબંડ" કે "આ મારી વાઈફ" એમ. કેવી રીતના કરીને? માત્ર માન્યતા છે અને મનથી તમે ઊભું કર્યું છે બધું આ બંધન પણ તમારું. તો પછી મુક્તિ ક્યાં છે? તો કે, મનનું માન્યું ને ત્યાં સુધી બંધન છે. મનનું જે દિવસે તું માનવાનું બંધ કરી દઈશ, તું મુક્ત થવા માંડીશ. વેરી સિમ્પલ સોલ્યુશન. મન જે કંઈ માનવાનું બંધ કર, મન જે દેખાડે તે જોવાનું બંધ કર. કલ્યાણ એટલે શું થશે? તો કે, લય થતો જશે. તમે દરેક વસ્તુનું સંસારમાં રિજેક્શન, રિજેક્શન, રિજેક્શન અંદરથી કરવાનું ચાલુ કરી દીધું. સંસારનું અલ્ટીમેટલી તમે રિજેક્શન કરો છો કે "આ સંસાર નથી, આ દ્રશ્ય જગત જ નથી." એટલે શું થશે? આ જે કંઈ ઊભું થયું છે તે બધાનો તમારા માટે લય થઈ જશે. પ્રલય બહુ એક સામટો થાય ત્યારે સામૂહિક કહેવાય, ઘણા બધા લોકો માટે હોય, પણ એટલીસ્ટ તમારા સંસારનો લય થઈ જાય છે.

પ્રશ્ન: પછી આપણે યોગ વશિષ્ઠમાં કેમ બે-ચાર પાને કે બધી જગ્યાએ એક જ વસ્તુ આ લખ્યું: "દ્રશ્ય જગત મુદલ ઉત્પન્ન થયું જ નથી." એમાં દ્રશ્ય જગત અને ઉપનિષદ આપણે કર્યા, બધામાં ન ક્યાંક જ મારા ખ્યાલથી એવું આવે છે. એનું કારણ શું છે? આમાં તો આમ ક્લિયર કહે છે ને કે દ્રશ્ય જગત છે જ નહીં. દ્રશ્ય નથી, દ્રષ્ટા આમાં છે એટલું બહુ પ્રમાણમાં મને ધ્યાનમાં નથી આવતું. અલ્ટીમેટલી અભિપ્રેત વસ્તુ બધા ઉપનિષદોની એ છે, પણ ઉપનિષદોનો મૂળ જે આખો ફોકસ છે ને તે બહુલતા છે. એટલે સંપૂર્ણપણે એડ્રેસ કરે છે આખાય તમારા સાંસારિક એક ભાવને. કેવી રીતના, કેવી રીતના, કેવી રીતના કરી કરીને તમે એને દૂર કરીને તમારા બ્રહ્મત્વને પામી શકો છો. ઉપનિષદનો મતલબ આ છે. એને ૧૦૮ ટેકનિક છે એમ સમજો. તમે જેવી રીતના વિજ્ઞાન ભૈરવ તંત્રની અંદર છે, એક્ઝેટલી એવી રીતના.

અને એ પણ અલ્ટીમેટલી શું થયું? એ ઉપનિષદ એટલે ઋષિને જે વખતે જે અનુભવ થઈ રહ્યો હતો, એને એમને શબ્દદેહ આપ્યો. એ અનુભવનો શબ્દ જે છે એ ઋષિના. અહીંયા ફોકસ એક જ છે: રામને મોક્ષે પહોંચાડવાનું જ્ઞાન આપવાનું. એટલે એક જ વાત કરે છે સતત, ગમે ત્યાંથી લાઈ લાઈ લાઈ લાઈને છેવટે એક જ વાત કરશે. છેવટે હાલત એવી થઈ જાય છે કે રામ પછી એક્સેપ્ટ કરી લે છે કે "હા, આ જગત નથી." કહે છે, "બસ, હવે હું કેવળ બ્રહ્મ છું." ત્યારે જ બધું શાંત થાય છે, તમે જુઓ. એટલે ઉદ્દેશ્યની સિદ્ધિ થાય છે અહીંયા ગાળે. વશિષ્ઠ એ રીતે બહુ વિશિષ્ટ છે.

તો આ માન્યતાઓ બધી જે છે, એને માનવાનું જે કંઈ છે તે બધું શું છે? તો કે, મન આધારિત, મન આધારિત. તમે એને ફિઝિકલાઈઝ કરો છો, એને એટલું બધું જડ બનાવતા જ જાવ છો. દહાડે દહાડ, દહાડે દહાડે. ૮૦ વર્ષના માણસનું મન કેટલું જાડું હોય! એટલે મનન જે તમારે કરવું જોઈએ એ શેનું? તો કે, આત્માનું કરવું જોઈએ. જેવું તમે આત્માનું મનન કરશો એટલે મનના બધા પડળો ફટ ફટ ફટ ફડશે. આ બધા આવરણો, અંતરાયો બધા તમારા જે મન ઉપર આવેલા છે તે બધા ખસવા માંડશે. એની પર એટલું બધું પ્રેશર મૂકીને જડ બનાવીને બેઠા છે. હવે આ ધીમે ધીમે હટતું જશે, હટતું જશે. મન હળવાશ પકડશે ધીરે ધીરે. પછી મન છે એ ખબર જ નહીં પડે, રહેશે જ નહીં. જીવનમુક્તો માટે મન કંઈ મરી નથી જતું, પણ એ નિષ્ક્રિય, સુષુપ્ત થઈ જાય છે. એ કશું ગ્રહણ-ત્યાગ કશું કરતું નથી. ન્યુટ્રલ થઈ જાય છે. ચિદાકાશ સ્વરૂપ.

કારણ કે હવેનો સત્સંગ કોની જોડે થયો? આત્માની જોડે, ચિદાકાશ જોડે. એટલે મન પણ એવું થઈ ગયું, આકાશ જેવું થઈ ગયું, વિશાળ થઈ ગયું, વ્યાપી ગયું. બસ, હવે એમાંથી બધું આરપાર, બારોબાર કશું રોકાય જ નહીં. એટલે એને, હા, એ જીવનમુક્ત હોય. કંઈક એવું જુએ, અજુગતું, બીભત્સ કશું પણ, એ ગ્રહણ ના થાય એને. એને જોયું, પણ એને જોયું જ નથી. કારણ કે એ તો સ્થળમાંય નથી ને કાળમાંય નથી. એટલે આ સ્થળે આ થઈ રહ્યું છે એ એને ખબર જ નથી. એ વસ્તુ દ્રશ્યમાં છે જ નહીં એવી રીતે એ મુક્ત છે એમ. એ ફરતો હોય છે અને એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. એ આપણું લક્ષ્ય છે. સામે કંઈ છે જ નહીં, ભાઈ, કેવળ ચિદાકાશ. એટલે મારો હવે તો...

ચિદાકાશમાં ભુસકો! જેટલું જેટલું તે માન્યું છે એ તારો વળગાડ છે, તને વળગેલું છે. પહેલા તે ખેંચ્યું અને પછી તે વળગાડ્યું, તને ચોંટ્યું છે. તો તું કોણ છે? પહેલા એ નક્કી કર. જેને ચોટ્યું છે એ જો તું છે તો આ બધું તારું છે. તું એમ કહે કે, "આમ નોય મારું બધું કકડ ભૂસ થઈને પડી જશે." હું અને મારું જે કહે છે, એને આ બધું ચોંટેલું છે એ તમને અત્યારે જ સ્પષ્ટ થઈ જશે.

એટલે તમે કોણ છો એ બાબતે તમે પહેલા સ્પષ્ટ થઈ જાવ કે તમે ચિદાકાશ છો, તમે આત્મા છો કે તમે આ છો. "આ પણ છું ને આ પણ છું" વાળી વાત નહીં રહે. હવે તમારે નક્કી કરી નાખવાનું કે તું કોણ?

લોકો શું કરે છે આના માટે કે દર્શન કરવા જાય. કોઈપણ મૂર્તિના દર્શન કરે અને પછી શું કહે? દર્શન કરીને કહે કે, "આ ભગવાન!" પછી ભગવાન પાસે પાછા ભીખ માંગે: "મને આપજો, તે આપજો, ફલાણું આપજો. મને કોઈકને જોડી આપજો, દોરી બાંધી આપજો." બધી જાતની વસ્તુઓ માંગે. પાછા બે જણ જોડે જોડાઈ જાય કે, "અમને એક આપજો કે બે આપજો." આવી એ પ્રાર્થનાઓ તો મંદિરમાં જઈ જઈને કરે. ભગવાન શું કરે? અદ્રશ્યના, અવ્યક્તના દર્શન કરવા જોઈએ, નહીં કે મૂર્તિના દર્શન કરવા જોઈએ. જ્યારે જ્યારે તમે કોઈપણ મૂર્તિને જુઓ ત્યારે ત્યારે અચૂક અમૂર્તના દર્શન કરો.

મૂર્તિનું અધિષ્ઠાન અમૂર્ત છે. જે સાકાર છે તે નિરાકારને કારણે છે અહીંયા. અને આ સાકાર છે તે ભ્રાંતિ છે, દ્રશ્ય છે, રિયલ નથી. આ રિલેટિવ, પેલું મૂળ છે. એટલે તમે રિયલને પકડો. દરેક ક્ષણે, દરેક ક્ષણે, જેને જેને જુઓ તેની પાછળ કોણ? બસ એટલું જ તમે શોધો. દર વખતે આ શોધવું જ પડશે. એક વખતે ચૂકી ગયા, એક બંધન, એક આવરણ ઊભું જ છે, નક્કી માનો. જ્યાં સુધી આ તમે સાયન્સનો એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ નહીં કરો, "100 આઉટ ઓફ 100", ત્યાં સુધી 24 કલાકની અંદર તમે જેટલાને જેટલાને જેટલાને મળો છો, જેટલી જેટલી વસ્તુઓને જુઓ છો, આ બધામાં તમારો અભ્યાસ જોશ.

યોગીઓ કંઈ એમનેમ બેસી નથી રહેતા હોતા. એ તો બહુ કામ કરતા હોય. તમારા બધા કરતાય આખું જગત જેટલું કામ કરે, એનાથીય વધારે કામ એમનું ચાલતું હોય, જોર જોરથી ચાલતું. એક એક વિચાર ઉપર કામ કરતા હોય. એક એક વિચારના મૂર્તિ રૂપે આમ જુએ એ અને પછી કહે કે, "આ કેમ છે? આનો ડિઝોલ્વ કરી દો તો શું થાય?" તો કહે, "અમૂર્ત." બસ, તો એને પકડે છે દર વખતે. આ એમનો વિજ્ઞાનનો એક્સપેરિમેન્ટ ચાલે છે.

દરેક વસ્તુ ઈથરમાંથી આવે છે. આ વસ્તુના આકાર પ્રકાર સહિત સર્વ કંઈનો ઈથરમાં અને ઈથરનો પરમાત્માની અંદર લય કર્યા કરે છે, સતત લય કર્યા કરે. આ લય યોગ છે એમનો. સતત ચાલવું એટલે આ જતું જાય અને પેલું વ્યાપકતા એમની વધતી જ જાય, વધતી જ જાય, વધતી. પહેલા એક રૂમની અંદર એક વસ્તુ પહેલા આટલી બધી હતી. પછી એમને એકને આમ કરીને આમ ફેંકી દીધી. પછી બીજી ફેંકી દીધી. પછી ત્રીજી ફેંકી દીધી. આમ કરીને આમ બહાર ગઈ, ગઈ, ગઈ. છેવટે એક દિવસ તો એવું આવશે ને કે આખો રૂમ ખાલી થઈ ગયો હશે? પછી તો કહે કે, "એટલો પાવર આવી ગયો છે હવે તો કે આ દિવાલય નથી જોઈતી." કરીને આ એને ગબડાવી દીધી કે, "આ ચાર જે છે ને, નામ, રૂપ, દેશ અને કાળ, આ ચાર દિવાલો છે તમારી." અને આ બધાની ઉપર અહીં રાખેલું છે તમે "હું પણું". એની ઉપર આ બધું ઊભું રહ્યું. દિવાલો ગબડાવી કાઢી એમણે.

પહેલા દિવાલો, પછી આ "હું પણ" જતું રહેશે. બધું કહ્યું, "હવે કશું નથી." તો શું થઈ ગયું? બૃહદચિદાકાશ થઈ ગયું. કેવળ આનંદ, કેવળ મંગલ. બસ, બીજું કશું નથી.

એટલે કીધું કે, "આ પાર્થિવ જગતમાં પ્રત્યક્ષના દર્શન કર." પ્રત્યક્ષ એટલે ચિદાકાશ રૂપ જે બની ચૂકેલો છે એને. એવો કોઈ ખોળી કાઢજે. એવાને તત્વદર્શી કહેવાશે, બાકી કોઈ તત્વદર્શી હોતા નથી. આ તત્વદર્શી કે જે પોતે પોતાના ચિદાકાશ સ્વરૂપને જાણી ચૂક્યો છે, સમજી શક્યો છે, એવાને તું ખોળજે. ભલે એક ડિગ્રી સમજણ પડી હોય એને તોય, બે પડી હોય તોય, બાવીસ પડ્યું હોય તોય, સત્તાણું, અઠ્ઠાણું, નવાણું, સો વાળો મળી ગયો, કલ્યાણ થઈ ગયું તારું. એમાંય ડિગ્રી હોય. ધીરે ધીરે વધે, ધીરે ધીરે પરિપક્વતા આવે. ફળ એક દિવસમાં પાકતું નથી. કેરી બી તો પહેલા એની શાખ જોડે લાગેલી હોય. ધીરે ધીરે બાર મહિને પાકે કેરીની. પછી એની શાખ પડે. ત્યારે કહે કે, "હવે પાકી ગઈ કેરી." એવો પરિપક્વ એ સૌથી શ્રેષ્ઠ છે. અને એવો પરિપક્વ હોય એ કેવો હોય? સંસારથી મુક્ત થઈ ગયો હોય, શાખમાંથી મુક્ત થઈ ગયો હોય, એને ડાળ છોડી દીધી હોય.

સંસાર વૃક્ષ ઉપર એવું આ હોય, નહીં સમજાયું? તો આ સંસાર વૃક્ષ ઉપર જ, પણ આ જે ફળ છે ને જ્ઞાનનું, મોક્ષનું, એ પણ ત્યાં જ પાકવાનું છે, બીજે ક્યાંય નહીં.

વાસ્તવમાં કોઈ સંસારની બહાર નથી. પણ સંસાર પોતે જ એક ફળ છે, એને તમે સમજો. શેનો? આ પરબ્રહ્મ પરમાત્માનો. એટલે કીધું કે, "ઉર્ધ્વ મૂલક ઉપર આ બધાની ઉપર હું છું. આ નીચે તો આ બધા ડાળા-પાંખડા આવ્યા છે ને!" આ બધું તમે જુઓ છો ફળ-ફૂલ રૂપે અને પાંદડા રૂપે. ને તમે વળગેલા એ બધાને મોહથી લાગેલા છે. એમાં પાછો બધામાં મય રસ પડેલો છે. ઇન્દ્રિયોને રસ આવે એવો રસ. પાંદડા બહુ સુંદર છે? હા, બરાબર છે. સુવાળું છે? તો કહે કે, "હા, બરાબર ઠંડું છે." "ના, ના, અહીંથી ગરમ છે." "સુગંધ બહુ સરસ આવે છે." પાછું ચાટશે તો કહે કે, "આ તો બહુ ટેસ્ટી લાગે છે." થઈ ગયું. બસ, આ જ કર્યા રાખ્યું આપણે. એટલા માટે કીધું કે, "હવે આને જોઈશ તો પછી આવો વિચાર કે આ રચના આટલી સુંદર તો એનો રચયતા કેટલો સુંદર!" પછી તારું ઠેકાણું. નાની નાની બાબતમાં કહે છે ને, "અપમાન થયું." માન-અપમાન માન્યું છે ને?

બે માન્યતાઓ છે. માન્યતા: "હું તમને બહુ માન આપું છું." "હું તમારું અપમાન કરું છું." અને બાબતો એક જ, બરાબર? એટલે મન છે તે એનો સ્વીકાર, ગ્રહણ કે ત્યાગ કર્યા કરતું હોય છે. અને સમજી જાવ, એકે આવીને એક વાત કરી, એને તમે ગ્રહણ કરી. શું? તો તમારા જેવું તો કોઈ નહીં કે, "બહુ સરસ, તમે બહુ ફાઇન બોલો છો." માન આપ્યું એમણે અહીંયા ગ્રહણ.

અપમાન થયું, એનો પણ તમે ગ્રહણ કરો છો. ભૂલ કરો છો, જે તમારે નથી, તમે પકડો તો શું કરવા? તમને લાગતું નથી, વળગતું નથી. તમે ચિદાકાશ છો. ચિદાકાશને કોઈ ગમે તેટલી ગાળો બોલે, શું થવાનું છે? શું ફરક પડશે?

અને શસ્ત્ર લઈને આમ કરીને આમ એક તીર છોડે કે કંઈ ગન ઉપર વાવા ફાયર કરે... ઘણા લોકો નહીં કરતા? આજકાલ લગ્નમાં બધા ધડાકા કરે. બધા શું છે? આકાશમાં કાણા પાડવાની કોશિશ કરે છે. પડે કોઈ દાડો? આવી રીતે થાય કશું? કંઈ ના થાય. ચિદાકાશ છું હું. તો આ માન-અપમાન તો બહુ સોલક ફાલતુ વસ્તુ છે. એટલે એનો સત્વરે ત્યાગ થઈ જવો જોઈએ. આપણને આ તો પકડવા જેવી વસ્તુ જ નથી, એમ.

કોઈ કર્મ થયું કે આણે કર્યું? ઘણી વખત આપણે એવું પણ કહેતા હોઈએ કે, "આણે મને આવું કર્યું." તો આણે કર્યું કે એનાથી થયું? હવે એનાથી થયું તો એ કેવી રીતે થયું? કે "અંડર કમ્પલશન" થયું? "અંડર કમ્પલશન" છે. તે જે કંઈ પૂર્યાસ્ટકમાં ભરીને લાવી હતી, એના આધારે એનાથી આ કૃત્ય આ ક્ષણે થયું. પહેલા નહોતું થયું, એક સેકન્ડ પહેલાય નહોતું થયું. કેટલું પ્રિસિઝન છે! તો એ તમને સપ્લાય કરવાનું હતું. ત્યારે એને આવી રીતના બસ મળી હોય ને બધું થાય, ત્યારે તમારે ભેટો થાય અને પછી આવીને તમને એ સંભળાઈ જાય, તો પાછા તમે ગ્રહણ કરી લો, એમ. "મને આવું કંઈ!"

હવે ખરેખર જો એને એક બસ ચૂકી ગઈ હોત, તો એ સ્થળ-કાળના ભેગો થાત નહીં. તો તમારું અપમાન ના થાત. ને તમે જ ખસી ગયા હોત તો? હવે તમે કોણ છો? તમે જો નામરૂપધારી છો, ત્યાંથી તમે ખસી ગયા હોત તો, એમ કહેવા માગું છું. તમે નામરૂપમાં ઊભા રહ્યા, તો તમને આપેલાએ આવીને માર્યું ને? ગાળ દીધી, આમ ફેંકી કે માર્યું કે કંઈક ચોંટાડ્યું? તમને અપમાન કર્યું, કશું કંઈક લાગ્યું? આમ કરીને આમ તમે નામરૂપમાં ઊભા છો, તો તમે આ છો, નામરૂપ છો. વિચાર તો કરો. એક દાડો પછી પ્રેક્ટિસ થઈ જશે ને? ઇઝી છે.

એટલે નક્કી રાખો કે આ નામ, રૂપ, દેશ અને કાળ — આ ચાર પ્રતિબંધો છે. તે હું નથી ને મારા નથી. કારણ કે હું ચિદાકાશ છું. ફૂટફૂટ કે ભરો, બરાબર. કોઈ વિચ્છેદ કરે છે, કરાવે છે કોઈ પણ? તો કોણે કર્યો ને કરાયો? કોઈ વિખવાદ કરે છે ને કરાવે છે, તો કોણે કરાયો? વિચાર કરજો, એમ. વ્યક્તિઓ છે કે નિમિત્ત છે? મહત્વ તમે નિમિત્તને આપશો કે વ્યક્તિને? એ તો સ્વચાલિત પૂતળું છે. દરેક વ્યક્તિ સ્વચાલિત પૂતળું છે. સ્વતંત્ર છે, પણ એનું પોતાનું તંત્ર છે. સ્વતંત્ર નથી. બેમાં ફળ છે. ઓટોમેશન છે, ફ્રીડમ નથી. આવું છે.

તો વિચાર કરો કે આ બાબતે જ્ઞાન શું કહે છે. એક બીજી વાત કીધી. હનુમાનજી કહે છે ને, એક વાર બહુ નાના હતા, તો આમ ઉપર જોયું એમને. તો એમને સૂર્ય જણાયો. તો નારંગી રંગનો હતો, એટલે એમને કૂદકો માર્યો આકાશમાં, "એ નારંગી હું ખાઉં!" કરીને. એમને સૂર્યને એ ગળી ગયા. શું કહેવા માંગે છે? આ રૂપક છે, એક્ચ્યુઅલ નથી. રૂપક શું કહે છે? હનુમાનજી સૂર્યને આત્માસાત કરી ગયા. આત્માને સાત... આત્મા સૂર્ય હતો અને સાત કરી ખેંચી લીધું. બસ, પતી ગયું. આટલું જ કર્યું હતું એમણે. એટલા એકની અંદર એમણે પૂરું કરી લીધું. તો આપણને એ રસ્તો એને આપેલો છે, ત્યારે પણ બતાવેલો. એ તમે ખાલી એક જ શ્વાસ લો. સો, આ એની પાછળનું... ઘણી વખતે લોકો વાતો વાતો...

ત્યાં એક એમનો શિષ્ય હતો, વિંધ્યાચલ. એટલો બધો એને અહંકાર વ્યાપ્યો, અહંકાર વ્યાપ્યો કે, "હું સૌથી ઊંચામાં ઊંચો થાઉં!" કરીને. એટલે ખૂબ ઊંચો થઈ ગયો. એટલે સૂર્યનો પ્રકાશ પણ બીજી બાજુ ના જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. એટલો બધો ઊંચો થઈ ગયો. ત્યારે દેવોએ ચિંતા કરીને કીધું કે, "ભાઈ, આ બધું સૃષ્ટિ સર્વનાશ થઈ જશે!" દેવોને હંમેશા ટેન્શન બહુ થાય, શું સૃષ્ટિનું? કારણ કે એમનો આધાર એ છે. જેમ આપણે અહીંયા આમ નીચે જોઈએ કે, "આ આટલું ખેતર છે, બધું ખલાસ થઈ જશે કે બધું સળગી જશે, સર્વનાશ થઈ જશે. આપણે શું ખાઈશું?" જેવું આપણને થાય છે ને, એવું જ આપણને બધાને જોઈને દેવોને થાય. કારણ કે એમના અસ્તિત્વનું રો મટીરીયલ આપણે પૂરું પાડીએ છીએ, સમજાય? રોજ પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, અર્ઘ્ય આપીએ, કશું બી કરીએ છીએ. એ નથી એ લોકો જીવિત એટલા માટે.

તો એ આવી સ્થિતિ જ્યારે થઈ, એટલે દેવોએ જઈને કીધું, "ભગવાન, કંઈક કરો કે આ...!" ભગવાને કીધું કે, "આ કામ છે ને, એ પેલા અગસ્ત્ય મુનિને." તો કેમ? તે કહે કે, "આ જે છે ને, બહુ ઊંચો થયો છે ને, એ અહંકારી છે. એ પેલા અગસ્ત્ય મુનિનો શિષ્ય છે અને એમના શિષ્યત્વને ગ્રહણ કર્યા પછી પણ એનામાં આ અહંકાર ઊભો થઈ ગયો. એટલે એને કોણ નમાવી શકે?" તો કે, "અગસ્ત્ય." અગસ્ત્ય મુનિને પછી નિવેદન કરવામાં આવ્યું. એટલે મુનિ ત્યાંથી નીકળ્યા. પછી વિંધ્યાચલ પાસે ત્યાં જ ગયા. એટલે પેલો વિંધ્યાચળ જે સૂર્યથી પણ ઊંચો થઈ ચૂકેલો હતો, તે નમ્યો. ત્યારે એને આશીર્વાદ આપીને કીધું કે, "બસ, તું આટલો નમેલો જ રહેજે, હું પાછો ના આવું ત્યાં સુધી!" કરીને ત્યાંથી અગસ્ત્ય મુનિ નીકળી ગયા.

વ્હોટ ઇઝ ધ ટેક-અવે? અહંકાર એટલો ઊંચો થયો, તો એને નમાવવા માટે અગસ્ત્ય મુનિને જરૂર પડી. અને હોય જ છે. એટલે યાદ રાખો, ગમે તેટલા તમે વિંધ્યાચલ જેટલા ઊંચા થશો અહંકારમાં, તો પણ તમને નમાવવા કોઈક અગસ્ત્ય મુનિ તૈયાર હશે. ધેટ ઇઝ યોર ટેક. સો, લર્ન ફ્રોમ ઓલ ધીસ. માત્ર સ્ટોરી જ નથી. એને ફક્ત એ અર્થમાં ન...

પછી અગસ્ત્ય મુનિ આગળ. હવે એમને આગળ જવું હતું, પણ ત્યાં તો ઘોઘવતો સમુદ્ર હતો, કહે છે. એટલે એમણે શું કર્યું? તો કે આમ અંજળીમાં સમુદ્ર લીધો અને પછી એ પી ગયા. આ શું કર્યું એમણે? તો અગસ્ત્ય મુનિએ કયો સમુદ્ર પીધો? વિચાર સમુદ્રને? નથી કેટલા વિચારો આવે છે ૨૪ કલાક આખા જીવન? એમણે બસ આમ પી લીધું, એક જ. "વન્સ ફોર ઓલ ફિનિશ!" અને પછી એ પ્રસ્થાન કરી ગયા. ધેટ ઇઝ ધ ટેક. એટલે કહે છે, "લિવ ઇન યોરસેલ્ફ, બિલીવ ઇન યોરસેલ્ફ." તમારી સેલ્ફમાં તમે રહો, એમ. બહાર ના નીકળો. તમારું સેલ્ફ શું છે? માઇનસ ઓલ બિલીફ્સ. તમારી બિલીફો છે બધી, એને બાદ કરી નાખો. તમે આ નથી.

"એમ જસ્ટ બી પછી તમે રો એટલે આપણે કીધું કે ત્યાં આગળ જો તમે રહેશો એટલે એ જે કંઈ આખું ઊભું થશે તે કેવું થશે? તો કે ચૈતન્ય ધ્યાન થશે. તમને નિરંતરનું ચૈતન્ય ધ્યાન જોઈશે જ. આત્માને બીજું કશું હોતું જ નથી કામ કરવાનું. બરાબર? નહીં નોકરી જવાનું, ના પગાર લાવવાનું, કાંઈ ચીજ વસ્તુઓ માટે શોપિંગ કરવાનું, કાંઈ કામ નહીં. એક કામ, એ કામ તો બરાબર કર. જસ્ટ બી શેમાં? બી ઇન યોરસેલ્ફ. ત્યાં જ રહેવાનું. ત્યાં જીવન બસ એટલું જ. એમ, "હું ચિદાકાશ રૂપ છું, હું ચિત સ્વરૂપ છું, હું ચિદરૂપ છું, હું શુદ્ધ ચેતન છું, હું આત્મા છું." બસ આજ. એટલે એને કીધું, "હવે આ ચૈતન્ય ધ્યાન જે છે તે ક્યાં થાય? કોઈ જગ્યાએ જઈને કરવાનું છે?" કે ના, એ ક્યાં થાય? તો કે પ્લેસલેસ પ્લેસમાં થાય. ચિદાકાશ ક્યાં છે? તો કે આ રહ્યું, પ્લેસલેસ પ્લેસ. આમ કરીને આમ જુઓ એટલે તરત તમારી સામે જ છો.

આ પરમાત્મા છે. સ્વીકાર થાય છે? બિલીવ કરો છો? આ પરમાત્મા છે. આમ જુઓ, આ રહ્યા. બસ કરો દર્શન. એ જ તમે છો. તો ત્યાં જઈને કો કે, "હું મને જ વારંવાર નમસ્કાર કરું છું. હું પ્રગટ છું, હું પ્રત્યક્ષ છું." એટલે બોલાવે છે, "પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું." અહીં થઈ જાય. આમ કરવાનું, "નમસ્કાર કરું છું રિયલ સ્વરૂપે." ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરવું. શું કીધું દાદાએ? "વસ્તુ સ્વરૂપે દર્શન કરવાના બંધ કરો." આ બોલ્યા'તા, પણ આ નો'તા બોલ્યા. પણ આપણે આમાંથી સમજવાનું હતું. રિયલ સ્વરૂપ એ શુદ્ધ આત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું. શુદ્ધ આત્મા થયો તો નામરૂપ ગયા. ગયા કે ના ગયા? કેટલા વર્ષો પહેલા કીધું'તું દાદાએ?

કેટલા લોકો એને ફોલો કર્યા? કેટલા આવી રીતે સમજ્યા? રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વજ્ઞાને કરીને દર્શન કરવું. તત્વજ્ઞાને દર્શન કર્યા, વેરી ગુડ, કલ્યાણ થઈ ગયું આપણે."

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.