અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

– બૃહદારણ્ય ઉપનિષદ

ભાગ ૩૭ / ૪૪ · મૂળ PDF

“જે વ્યકિતનું ચિત્ત જે વસ્તુમાં ખૂંપેલું હોય તેની ઇચ્છાપૂર્તિ માટે જ તે યત્નશીલ હોય છે.”

– છાંદોગ્યઉપનિષદ

“વ્યક્તિ વિચારોથી જ ઘડાય છે. જેવા વિચારો તે આ જગતમાં કરે છે. મૃત્યુ બાદ તે ફરીથી તેવો જ બની પાછો આવે છે.”

– મહાભારત, શાંતિપર્વ.

“કર્મો મને સ્પર્શતા નથી કર્મફળોની મને અપેક્ષા નથી જે પોતાને આવો જાણે છે તેને કર્મબંધન જ નથી”

આમ જાણીને આપણાં પૂર્વજો મુકિત મેળવવા કર્મો કરતાં હતા. આથી પ્રાચીનકાળમાં જેમ આપણાં પૂર્વજો કર્મ કરતાં હતાં તેવી રીતે તમે પણ કર્મ કરો.

જેનાં કાર્યોં ઇચ્છાનાં ઘડાયેલાં ન હોય તેનાં કાર્યો જ્ઞાનાગ્નિમાં નષ્ટ થાય છે. એવાને જ્ઞાનીઓ સંત કહે છે.”

– ભગવતગીતા.

જ્યારે એના હૃદયની તમામ કામવાસનાઓ છૂટી જાય છે ત્યારે માનવ અમૃત થાય છે અને અહીં જ બ્રહ્માનુભવ થાય છે.

– બ્રહ્મસૂત્ર (સાધનભાષ્ય)

કર્મનાં કાળગણના પ્રમાણે ત્રણ મુખ્ય વિભાગો પાડેલાં છે.

૧. પ્રારબ્ધ: પ્રારબ્ધ એટલે સંપૂર્ણ પુરિયાષ્ટક પૂર્વજન્મોમાં કરેલી તમામ ઇચ્છાઓ, વિચારો જે કરવાનો અંદર નિર્ધાર થઈ ચૂકેલો હતો પરંતુ સંયોગો ન મળવાથી પૂરા નહોતા થયાં અને આડુું મૃત્યુ આવી ગયું. આથી દેહત્યાગ થતાં પ્રાણદેહ છૂટો પડી ગયો અને તેની પૂર્તિ થાય તેવા જ પ્રકારનો દેહ ધારણ કરીને જીવ હવે નવા જન્મમાં આવેલો છે. હવે અત્યારે તેને ક્રમબદ્ધ પર્યાય દ્વારા એક પછી એક ઇચ્છાપૂર્તિ માટેનાં સંયોગો તેનાં જીવનમાં ઘટિત થવા માંડે છે. ઘણીવાર તેને લોકો ભાગ્ય પણ કહે છે. હવે અહીં પાપપુણ્યનો પ્રવેશ થાય છે એટલે જો તેણે તે ભોગવી શકે તેટલું પુણ્યકાર્ય (Good deeds) કરેલું હોય તો તેને તેવાં સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે અને તેની ઇચ્છા પૂરી થાય છે. જે બાકી રહી જાય છે તે પાછી સંચિત થાય છે.

૨. સંચિત કર્મો: એટલે આ જીવનમાં શેષ રહેતાં કર્મો તેનાં કર્માશય (કારણશરીર)માં પાછા જમા થતા હોય છે. તદુપરાંત આ વખતે કર્મ થાય ત્યારે સારા ખોટાનાં અભિપ્રાય આપી બેસે છે. આ બધું બહુ સૂક્ષ્મ સ્તરે ખૂબ ઝડપથી બની જતું હોય છે એટલે સામાન્ય રીતે શું સંચિત થઈ રહ્યુ છે તેનો વ્યક્તિને ભાગ્યે જ ખ્યાલ સુદ્ધાં હોય છે. આવા સંચિત થયેલાં કર્મો વડે તેના પછીનાં જન્મનું કારણ બને છે. આમ આ કર્મચક્ર ચાલે છે. આ જન્મનાં જ્ઞાનને આધારે વળી નવી ઇચ્છાઓ પ્રગટે છે.

૩. ક્રિયમાણ: એટલે પ્રારબ્ધમાં લાવેલાં કર્મો પાકે કે ઉદયમાં આવે તેવાં સંયોગો ઊભા થાય અને વ્યક્તિને અંદર ઇચ્છા ફૂટે પછી તેનો વિચાર કરે અને તે કર્મ કરે છે. એટલે જો પ્રારબ્ધમાં હોય પરંતુ ક્રિયમાણમાં તે કર્મ ન આવે ત્યાં સુધીનો કાળ તેણે રાહ જોવી પડે છે.

આમ કર્મચક્ર જ વ્યક્તિનાં જન્મ, મૃત્યુ અને પુનઃજન્મનું કારણ છે. કર્મની ગતિ ગહન છે. અકળ છે. ન્યારી છે.

આ ઉપરાંત કર્મનાં અન્ય ચાર પ્રકારો તેનાં અનુબંધ પ્રમાણે પડે છે, અનુબંધ અભિપ્રાયથી પડે છે.

(૧) પુણ્યાનુબંધી પુણ્ય: અહીં વ્યક્તિ પુણ્ય ભોગવે છે કારણ કે તેણે અગાઉ પુણ્ય પેદા થાય તેવા કર્મો કર્યાં હતાં. હવે જ્યારે તે ક્રિયમાણ થઈ આવ્યા છે અને તે કર્મો થઈ રહ્યા છે ત્યારે તેને મહીં સંચિત થઈ રહ્યું છે કે આવા સત્કાર્યો જ કરવા જોઈએ. તેને અંદર એક Liking રાગ ઉત્પન્ન થાય છે. એટલે પુણ્યનાં અનુબંધ થતાં કર્મો વડે ફરી પુણ્ય પેદા કરે છે.

(૨) પુણ્યાનુબંધી પાપ: અહીં વ્યક્તિ પુણ્ય કરીને આવેલો હોય તેને સારી સુખસગવડ બધું મળે છે. પરંતુ હાલનાં જ્ઞાનના આધારે, સોબતને લીધે પુણ્ય પેદા કરવાને બદલે પાપકૃત્ય આચરી બેસે છે. હવે આ પાપ સંચિત થઈને તેનાં આગળનાં જન્મનું કારણ બની તે જન્મમાં અગવડો પેદા કરશે.

(૩) પાપાનુબંધી પુણ્ય: અહીં વ્યક્તિ ખૂબ જ પ્રયત્ન કરે છે છતાં તેનાં કામો રખડી પડે, ન થાય કારણ કે તેણે અગાઉ કરેલા પાપો અત્યારે ક્રિયમાણ થઇને તેની ઇચ્છાપૂર્તિમાં અવરોધો, અંતરાયો પેદા કર્યા જ કરે છે. પરંતુ અત્યારે વ્યક્તિ તેનાં જ્ઞાનનાં આધારે આ બાબત સમજી જાય છે અને તેને શાંતિથી વેઠે છે. આ વેદનીય કાળ દરમ્યાન તેની અંદર એવો અભિપ્રાય ઊભો થાય છે કે પ્રભુ આવું તો કોઈની પણ સાથે ન થજો. વળી તેનાં જેવાં જ સમદુઃખિયાઓને “તેમની ઇચ્છાઓ પૂરી થાઓ” એવી ભાવનાઓ કરે છે. ‘સર્વે ભવન્તુ સુખીનઃ’ એટલે હવે તેનાં સંચિતમાં પુણ્યની વૃદ્ધિ થાય છે જે તેને આગળ ઉપર અથવા પછીનાં જન્મમાં પુણ્યરૂપે જમા થાય છે.

(૪) પાપાનુબંધી પાપઃ આમાં વ્યક્તિને અત્યારે તેની ઇચ્છાપૂર્તિમાં અગાઉનાં જન્મમાં પાપનો ઉદય ક્રિયમાણમાં આવે છે. તે વેદતી વખતે કર્મોને અન્ય એક પ્રકારે પણ સમજી લેવા જોઈએ.

II