અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

નિશ્ચયપૂર્વક

ભાગ ૩૫ / ૪૪ · મૂળ PDF

(૧) સૌને શુદ્ધ જ જુઓ

(૨) તને પોતાને પણ શુદ્ધ જ જો.

(૩) માનસ (શરીર) પટલ પર પડેલી છાપોને EV થી ભૂંસી નાંખો

(૪) પ્રાણ દેહમાં...

A – સમગ્ર સફાઈ – ૧૦ વાર (set F/B)

B – પ્રાણ દેહમાં પડેલાં છિદ્રો અને તિરાડો પૂરી દો. (EV/W ઉર્જન વડે) સ્થાપિત કરો. (Blue)

C – અસરગ્રસ્ત ચક્રો, અવયવો આદેશ- ‘સંપૂર્ણ શુદ્ધ થાઅો.’

(Structurally) માળખું (Functionally)

કાર્યાત્મકપણે સ્થાપિત કરો. Stabilize

સંપર્ક તોડો – Disconnect, Cut.

સુદર્શનક્રિયા II

આજના જમાનામાં ગુરુવર્ય શ્રીશ્રી રવિશંકરજીએ આપેલી સુદર્શન ક્રિયા પણ આ સુદર્શનચક્રને કાર્યાન્વિત કરે છે. આપણા વચ્ચે હયાત લાડીલા શ્રી I G સાહેબ આ સુદર્શન ક્રિયાના અનુભવી, પ્રખર નિષ્ણાત છે. આ ક્રિયામાં અદ્ભુત પરિણામાે અમે અનુભવવા, તેમની કૃપાથી સદભાગી થયા છીએ.

આ કિયામાં મંદ, મધ્યમ અને તીવ્ર ગતિથી ૩૦થી ૫૦ શ્વાસ સાથે ‘સો’ અને પ્રશ્વાસમાં ‘હમ’ શબ્દનો અનુભવ ૩ થી ૫ ચક્રમાં લેવાનો હોય છે. ત્યારબાદની નિરાપદ સ્થિતિ પરબ્રહ્મનો અનુભવ પમાડે છે. આ અત્યંત નિષ્ઠાપૂર્વક કરવાની વિધિ છે. જે માનનીય I G સાહેબ જેવા નિષ્ણાતની રૂબરૂમાં કરવી જોઈએ.

ઉપનિષદોમાં પણ અહંગ્રહ સાધના, ‘હંસ સોડહમ’ સાધના વિશે ખૂબ જ લખાણો જોવા મળે છે.

વાસ્તવમાં શ્રીમદ્ ભગવત ગીતામાં વર્ણવેલ યજ્ઞ આ શ્વાસનો હોમ કરવો જોઈએ. એ એકમાત્ર કર્મ, સંપૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પિત થઈને કરવું. એવી સલાહ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન (પ્રત્યેક સાધક) ને આપી છે. આના વડે નિષ્ઠાવાન સાધક સુદર્શન સ્થિતિમાં આવી જતાં તૂર્યાતીત સ્થિતિમાં પહોંચી શકે છે.

ત્યાં રહેલા સર્વને અમારા વંદન.