ૐ સોમાય નમ: અથવા
ૐ શ્રાંમ, શ્રીમ, શ્રોમ સહ, ચંદ્રાયે નમ: ।।
બધા તારા મનનાં, અંત:મનમાં પડેલાં દોષો ભાગી જશે. ઉપરનાં કોઈ એક મંત્ર વડે ભાવના કર. તારું મન નિર્મળ થશે. ચિત્તની ભાગમભાગ ઓછી થવા માંડશે.
(૫) પૃથ્વીસ્નાન: હવે પૃથ્વી તત્ત્વને પુષ્ટ કરવા અને અનેક દોષોનાં નિવારણ માટે પૃથ્વીસ્નાન કરીને સૂર્યસ્નાન, વાયુસ્નાન કર્યા બાદ જલસ્નાન કરવું જોઈએ. આ માટે સારી જગ્યાની નદીની, તળાવની, કૂવાની કાંપ માટી લાવી સ્વચ્છ કરીને તેને પાણીમાં પલાળી પછી આખા શરીરે ચોપડજે. પછી ધીરજ રાખી ઓછામાં ઓછું અર્ધો કલાક સમતળ, કાચી જમીન જોઈને સૂઈ જજે. ઊંઘતો નહીં. પણ પૃથ્વી દેવીમાને પ્રાર્થના કર.
સમુદ્ર વસને દેવી, પર્વતસ્તનમંડલે,
વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વમેઃ ||
અથવા
પૃથ્વીદૈવ્યૈય ધીમહિ તત સવિતુર્વરેણ્યં
સહસ્ત્રમૂર્તયે ચ ધીમહિ તન્નો પૃથ્વી પ્રચોદયાત્,
પૃથ્વીમાંથી તને લાખો રૂપિયા ખર્ચવાથી ના મળે તેવી અદ્ભુત શક્તિ ભૂપ્રાણ સ્વરૂપે મળશે તું ઉર્જાવાન બની જા\!
(૬) અગ્નિસ્નાન: સાવધાન\! આ કાંઈ ખુદકુશીની ક્રિયા હરગિઝ નથી. અહીં પંચકોષમાં અગ્નિતત્ત્વની સહાય વડે દોષ નિવારણની ક્રિયા છે. અગ્નિસ્નાન દ્વારા અનંત ઊર્જાને અંદર આત્મસાત્ કરવાની ક્રિયા છે. જો જલસ્નાન વડે ખૂબજ ઊર્જા તાજગી મળે છે. અગ્નિ દ્વારા જલની ઉત્પત્તિ માનેલ છે. હવે જો અગ્નિ સ્નાન કરવામાં આવે તો અગ્નિમાં મોજૂદ તત્ત્વને ગ્રહણ કરવામાં આવે છે. આના વડે ઊર્જાદેહ કેટલો પ્રબળ બને શરીર કેટલું તેજસ્વી બને આને કલેશનાશન ક્રિયા પણ કહે છે. તેના વડે તારા શરીરની મનની બધી અશુદ્ધિઓ બાળી નાખ. કેવી રીતે? થોડા લીમડાનાં પાન લાવ. એક આરતી પ્રગટાવ જેમાં દીવો ઘીનો કરજે. હવે આરતીને દર્દીનાં અથવા જેને અગ્નિસ્નાન કરાવવું હોય તેને ખુરશીમાં બેસાડીને તેની ચોતરફથી હંમેશાં ઉપરથી નીચે તરફ આરતી ઉતાર. તેને ગ્રહણ મુદ્રામાં બેસવા કહેજે. આમ એકથી બે મિનિટ કરજે. રોજ કરીને જો, કેટલો ફરક પડે છે? જાતે જ જોઈ લે, ધ્યાન રાખ, તેનું સ્વભાવ પરિવર્તન પણ થશે. પણ ભાવથી દૈવની આરતી ઉતારજે તેની મહીં આત્મા જ સ્વયં દેવ છે તેની આરતી કરજે.
આવું અગ્નિસ્નાન કલેશનાશ કરાવે છે. તેની એક સત્ય ઘટના કહું? મુંબઈનાં મલાડમાં એક પ્રાણિક હિલરને ત્યાં અમદાવાદનાં ચાર પ્રાણચિકિત્સકોએ ઉતારો રાખ્યો તે ભાઈના પત્ની અને માતાને વર્ષોજૂનું આડવેર. ભાઈનાં, બે બાળકો પણ હતાં. હવે મા કહે તારી પત્નીને કાઢ. આમાં પત્નીને બહુ મન-મેળ અને ભાઈ પાછા ખાસા આર્થિક રીતે ગજું કાઢેલાં. તેમણે વાત કરી એટલે અમે તેઓને બેસાડીને સમજાવ્યા. પછી તે ભાઈનાં પત્નીને કહ્યું એક સરસ મજાની આરતી પ્રગટાવ. તે બહેન દોડીને રંગ સાથિયાવાળી થાળીમાં ફૂલો, ધૂપ, કપૂર સહિત આરતી લાવ્યાં. પછી તેમનાં માતાજીને બોલાવ્યાં અને દિવાનખંડમાં વચ્ચે ખુરશી મુકાવી બેસાડયાં. હવે પત્ની અને પતિને કહ્યું, આ જગતઅંબા જ છે. પધાર્યા એવી ભાવનાથી તેમની આરતી કર\! બધા સ્તબ્ધ\! કોઈને ખબર નહોતી કે શું પરિણામ આવશે\! તે યુગલે આરતી ઉતારી અને જોત જોતામાં માતાનું કઠોર હૃદય પીગળવા માંડ્યું. સૌએ રોતાં રોતાં હસતાં ઉલટભેર મજાની આરતી ગાઈ અને યુગલે તેમને ચરણસ્પર્શ કર્યા. બધાં હૈયાફાટ રડ્યાં અને આંસુઓમાં વહી ગયા. સર્વ દોષ, કલેશ. માતાજીએ પ્રસન્નતાપૂર્વક દીકરા વહુને ગળે લગાડ્યાં અને ખૂબ આશીર્વાદ આપ્યાં. આજેય એ કુટુંબ આનંદ કલ્લોલ કરે છે. આમ થાય કલેશનાશ.
હવે કોઈ તમારી આરતી ઉતારવા નવરું ન હોય? તો એક કોડિયામાં દીવો પ્રગટાવ અને તેનાં સામે બેસ. હવે તારી અંદર રહેલો આત્મા આ દીવાનાં તેજથી ખરેખર પ્રગટી રહ્યો છે એવી ભાવના રાખીને થોડું બેસજે. જો તારામાં કેવા ફેરફારો આવે છે તેની નોંધ રાખ. તારા શરીરમાં, મનમાં બધે તું તેજસ્વી બની જઈશ.
ટાયરોનાં તાપણાનાં અગ્નિને યજ્ઞનાં અગ્નિ સાથે ન સરખાવતો યજ્ઞમાં અગ્નિદેવ પ્રગટ થાય છે. તેની આંચ લેવાથી પણ અદ્ભુત પરિણામો મળે છે.
(૭) ભસ્મરનાન: ભસ્મ એટલે રાખ અથવા રાખોડી. એમેઝોનવાળા ૧૬ પાઉન્ડમાં તેને વેચે છે. આ રાખોડી ચૂલાની, તાપણાની પણ હોય તે એટલી કારગર ન હોય. પણ હવન કે યજ્ઞની રાખોડી ભસ્મ કહેવાય. તેને વિભૂતિ કહે છે. તારાં પાંચે ભૂતોની શુદ્ધિ એના વડે કર. પ્રથમ વિભૂતિ મેળવીને થા દિગંબર\!