“ગંગા, સિંધુ, સરસ્વતી ય યમૂના
ગોદાવરી, નર્મદા,
કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા
શર્મણવતી, વેદિકા
ક્ષીપ્રા વેદવતી મહાસુર નદી
ખ્યાતા ગયા ગડકી
પૂર્ણ પૂર્ણ જલૈ: સમુદ્ર સરિતા,
કુર્યાત્ સદા મંગલમ્
અથવા
ગંગે ચ યમુને ચૈવ, ગોદાવરી સરસ્વતી
નર્મદે સિંધુ કાવેરી, જલે અસ્મિન્ સન્નિધમ કુરુઃ ।।
અર્થાત્
ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, મા સિંધુ અને મા કાવેરી આપ સર્વે તીર્થ મારા પાણીમાં આવો. હું આપ સર્વેનું આવાહન કરું છું આપ આ પાણીને જલ બનાવો જેથી તેનાં વડે સ્નાન કરી મારા સર્વે પાપોનો વિનાશ કરી શકું\!
જોયું આને કહેવાય ભાવસ્નાન બાકી બધાય નાહી નાખે છે. અરે કશું ન આવડે તો હર હર ગંગે કે નર્મદે હર કર્યા કર ને સ્નાન કર પણ પહેલાં પેલા રેડિયા, મોબાઈલ બંધ કર.
(૨) વાયવીય સ્નાનઃ આ સ્નાન કરવા માટે કપડાં સમેત ઘરની બહાર ખુલ્લામાં સ્વચ્છ જગ્યાએ સવારે ૪થી ૬ માં ઊભા રહીને ભાવપૂર્વક બોલો.
“ૐ જગતપ્રાણાય વિધ્મહે ધ્વજહસ્તાય ધીમહિ
તન્ને વાયુ પ્રચોદયાત્ ।।”
આમ આધ્યાત્મિક જાગૃતિ વધશે અને મનની ક્ષમતાનો વિકાસ થશે. વાયુના વિકારોવાળા રોગો મટી જશે. આ વાયુદેવને સીધી અરજી કરો છો કે મારી સંભાળ લો. હવે આ સાથે કે એકલા હનૂમાન ચાલીસા પ્રેમથી કર અને ભાન રાખ કે શરીરનાં પાંચેય કોષો શુદ્ધ, પવિત્ર અને દોષમુક્ત બની રહ્યાં છે.
(૩) સૂર્યસ્નાન: સૂર્યસ્નાન માટે તો મળસ્કે ઊઠી જા. પરવારી જલસ્નાન કરી વાયવીય સ્નાન કર ત્યારે સૂર્યસ્નાનનો અધિકારી બનીશ. આમ ખુલ્લામાં નદીકિનારે, સમુદ્રતટે, પર્વતોમાં જ્યાં મોકો મળે ત્યાં જઈને પૂર્વાભિમુખ રહીને સૂર્યોદય વખતે શરીર આછાં વસ્ત્રો સાથે (ઠંડીમાં નહીં) પુરુષોએ હાથને આમ સૂર્ય નમસ્કાર મુદ્રા ૧ અને ૨ માં રાખી સૂર્યદેવનાં તેજોરશ્મિ શરીરના તમામ કોષોમાં પ્રવેશીને આરોગ્ય અર્પી રહ્યા છે એવી ભાવના રાખી થોડીવાર ધીરજ ધર. તારું કલ્યાણ થશે. મતિ સુધરશે અને આરોગ્ય વડે ઐશ્વર્ય પામીશ નહીં તો ગઈ સમૃદ્ધિ દવાખાને.
તને ખબર છે? સૂર્ય એટલે આદિત્ય. આ દેવ પ્રત્યક્ષ છે. તું તેમને રોજ જોવા છતાં જોતો નથી\! આખાય જગતને જીવનભર જે પ્રાણની જરૂર છે તેનાં સર્જક તેઓશ્રી છે. તું રોજ જુએ છે. સૂર્યોદય થાય એટલે અંધારાનું સત્યાનાશ. હવે તારા અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરવું હોય તો સૂર્યદેવને નમસ્કાર કર. સૂરજ કે SUN ને નથી કહેતાં. ધારણાનું ય મહત્ત્વ છે, ભાઈ\!
હવે આમ નમસ્કાર કરીને બોલો.
૧. ૐ મિત્રાય નમ: ।
૨. ૐ રવયે નમઃ ।
૩. ૐ સૂર્યાય નમઃ ।
૪. ૐ ભાનવે નમઃ ।
૫. ૐ ખગાય નમઃ ।
૬. ૐ પુષ્ણેય નમઃ ।
૭. ૐ હિરણ્યગર્ભાય નમઃ ।
૮. ૐ મરિચ્યૈ નમઃ ।
૯. ૐ આદિત્યાય નમઃ ।
૧૦. ૐ સાવિત્રયે નમઃ ।
૧૧. ૐ અકાર્ય નમઃ ।
૧૨. ૐ ભાસ્કરાય નમઃ ।
આવાં આ બાર નામ છે આદિત્યનાં અને સૂર્યોદય થશે અંદર અને બહાર બધે નર્યું અજવાળું. અંધારામાં ઠોકરો ખાઈને થાક્યો હોય તો આ કરી શકાય. સૂર્ય નારાયણસ્વરૂપ ગણાય છે. નારાયણને મળતાં પહેલાં સૂર્યનારાયણ ને મળી લે.
(૪) ચંદ્રસ્નાન: આવી રીતે ચંદ્ર સ્નાન કરાય પણ તે માત્ર પૂર્ણિમાનાં દિવસે. તું શરદપૂનમે દૂધપૌઆ ખાય છે તે ચંદ્રકિરણો પ્રભાવિત હોય તો શરીરમાં પિત્તનું શમન કરે. પાછો ત્યારે ભજિયાં ખાઈને એસીડીટી ઊભી ન કરતો. હવે ચંદ્રસ્નાન માટે આમ નમસ્કાર કરીને ભાવના કર કે ચંદ્રનાં કિરણો તારા પાંચેય કોષોને નિરોગી બનાવે છે.