આ કારણસર
(૧) એ બધાની યાદી બનાવો જે તમારા દુશ્મન છે અને જેણે તમને કષ્ટ આપ્યાં છે.
(૨) મનોમન તે બધાને ક્ષમા આપો.
(૩) મનોમન તે બધાને સુખી રહેવા, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનાં આશીર્વાદ આપો.
(૪) મનમાં જ્યાં સુધી માફી મળ્યાની લાગણી ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા વારંવાર કરતા રહો.
ખૂબ જ ગંભીર અને અસાધ્ય રોગોથી પીડિત વ્યક્તિઓને માફીના નિયમ અને કર્મનાં સિદ્ધાંત દ્વારા ઉપચાર કરી શકાય છે.
પ્રાણચિકિત્સકો માટે નૈતિક નિર્દેશ
(૧) ચિકિત્સકે રોગીની હાલતમાં સુધારો લાવવાની અને તેને સાજા કરવાની કોશિશ શક્ય હોય ત્યાં સુધી કરવી જોઈએ.
(૨) પોતાની સેવાઓ માટે ઉપચારક યોગ્ય ફી લઈ શકે છે. ઉપચારકે વધારાનાં પૈસા લેવાની લાલચથી બચવું અતિ આવશ્યક છે. ફી દર્દીને ભારરૂપ ન હોવી જોઈએ.
(૩) રોગીની કોઈપણ બાબત રોગી અથવા અન્યને જણાવવાથી જો રોગીને નુકસાન થાય અથવા પીડા થાય તો તે બાબતો ઉપચારકે માત્ર પોતાનાં સુધી જ સીમિત રાખવી જોઈએ.
(૪) કોઈપણ સંજોગોમાં ચિકિત્સકે રોગીથી અનૈતિક કામસંબંધી ફાયદો ન ઉઠાવવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રાણચિકિત્સા ખુલ્લામાં બધાની સામે કરવી જોઈએ.
(૫) બંધ રૂમમાં પ્રાણચિકિત્સકે રોગીને એકલો રાખીને ઉપચાર ન કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
(૬) પ્રાણચિકિત્સકે કોઈપણ પરિસ્થિતિમાં શક્તિ, કૌશલ્યનો દુરુપયોગ ન કરવો જોઈએ. ધ્યાન આપો અદશ્ય, અતિ સૂક્ષ્મ શક્તિઓનો ધાર્યા પ્રમાણે ઉપયોગ કરવાની ક્ષમતા અથવા યોગ્યતા સારી કે ખરાબ નથી. શક્તિનાં ઉપયોગ પાછળ ખરાબ ભાવના હોય અથવા તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખરાબ, અથવા અશુદ્ધ થઈ જાય છે. તે નકારાત્મક કર્મ સર્જે છે. સાવધાન રહો. પ્રાણચિકિત્સક પર કાર્મનો સિદ્ધાંત સામાન્ય લોકો કરતાં વધુ તીવ્રતાથી લાગુ પડતો હોય છે. કારણ કે તે જાણી જોઈને કરેલી ભૂલ છે, દંડનીય છે.
હમેશાં યાદ રાખો. “તમામ દર્દો અને પરિસ્થિતિની સારવાર કરી શકાય છે, પરંતુ દરેક દર્દીને સાજો કરી શકાતો નથી. કારણ કે કર્મનો સિધ્ધાંત છે.”