અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૧) Increasing Vital Energy – જીવનશક્તિ વધારવા માટે

ભાગ ૪૯ / ૭૫ · મૂળ PDF

(૨) Measles Germen measles and chickenpox – ઓરી, અછબડા અને શીતળા

(૩) MUMPS & Tonsilitis – ગાલપચોળું અને કાકડા

(૪) Fainting – વ્યક્તિ બેહોશ થવો.

(૫) Clear sightedness Far sightedness & Astigmatism. – નજીકની દૃષ્ટિ, દૂરની દૃષ્ટિ – અસ્તવ્યસ્ત દૃષ્ટિ

(૬) Cross-eyes & Wall eyes – ત્રાંસી આંખો, ફ્લુ પડવું

(૭) Glaucoma – ઝામર

(૮) Heart Ailments – હૃદયને લગતાં રોગો

(૯) Lungs Ailments – ફેફસાંને લગતાં રોગો

(૧૦) Asthma – દમ,શ્વાસની બીમારી

(૧૧) Liver Ailments – યકૃતને લગતી બીમારીઓ

(૧૨) Gastric & Duodenal Ulcer – પેટનાં અને ડિઓડતલને લગતાં ચાંદા પડવા (અલ્સર)

(૧૩) Kidney & Bladder infection – મૂત્રપિંડ અને મૂત્રાશયમાં ચેપ લાગવો.

(૧૪) Sexual Ailments – જાતીય રોગો

(૧૫) Ailments of the endocrine glands – અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને લગતાં રોગો

(૧૬) Broken Bones & Fingers – અસ્થિભંગ અને આંગળીઓમાં ઈજાઓ

(૧૭) Small Breast – નાનાં સ્તન

(૧૮) Thinning Hair – વાળ ઓછા થવા, ટાલ પડવી

(૧૯) Haemorrhoids – હરસ

(૨૦) Chronic Appendicitis – આંત્રપુચ્છ (એપેન્ડીક્સ)નું દર્દ

(૨૧) Sinusitis – સાયનસ

(૨૨) Loss of smell – ગંધ ન આવવી

(૨૩) Frequent Urination – વારંવાર મૂત્રસ્ત્રાવ

(૨૪) Bed Wetting – પથારી પલાળવી, ઊંઘમાં મૂત્રસ્ત્રાવ થવો.

(૨૫) Arthritis & Rheumatism – હાડકાંની તકલીફો, સંધિવા

(૨૬) Pregnancy & Birth – ગર્ભધારણ અને જન્મ

સમયગાળાનો સિદ્ધાંત

પ્રાણચિકિત્સા હંમેશા ઊર્જાદેહ પર અપાય છે. પરંતુ બીમારી જો સ્થુળ શરીરમાં હોય તો, ઊર્જાદેહમાં અપાયેલી સારવારની અસર સ્થૂળ દેહ પર આવવામાં જે સમયે લાગે તેને સમયગાળાનો સિદ્ધાંત કહે છે. આ સમયગાળો ઘણા પરિબળો પર આધાર રાખે છે. વળી ઊર્જાદેહનો સાજા થવાનો સમય ઓછો હોય છે. જ્યારે સ્થૂળ શરીર સાજા થવામાં વધુ સમય લે છે. દર્દીની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ, લાગણીશીલતા તેની વય, પ્રાણચિકિત્સકનું કૌશલ્ય અને તેનાં ઊર્જાદેહની શુદ્ધતા, અપાયેલી સારવારની સંપૂર્ણતા જેવા પરિબળો આમાં ભાગ ભજવે છે.

આથી કેટલાક દર્દીઓને ચિકિત્સા બાદ રાહત અનુભવતાં વાર લાગે છે. દા.ત. દર્દીને પેટ કે છાતીમાં દર્દ હોય તો પ્રાણચિકિત્સક તેનાં અસરગ્રસ્ત ભાગને સંપૂર્ણ-શોધન-માર્જન કે સ્થાનિય શોધન-માર્જન આપશે અને જરૂરી ઉજ્જવલન કરશે. હવે દર્દીને તુર્ત જ રાહતનો અનુભવ ન પણ આવે પરંતુ થોડા કલાકોમાં તેને રાહત લાગે અને સપૂર્ણ સાજો થઈ જાય. ગંભીર રોગો તો આ વિલંબથી આવતી રાહત ખૂબ જ સામાન્ય બાબત છે.

દર્દી સંપૂર્ણ સાજો ક્યારે થાય?

આ બાબત પ્રાણચિકિત્સા કોણે, કેટલા સમયનાં અંતરે આપી તેમજ દર્દીની વય અને તેની સ્થિતિ દર્દીની સ્વીકારાત્મકતા, દર્દનો પ્રકાર, બીમારીની ગંભારતા વગેરે બાબતો પર આધાર રાખે છે. કેટલાક કેસોમાં પ્રાણચિકિત્સા ઉપરાંત અન્ય ચિકિત્સાની પણ જરૂર પડી શકે છે. દા.ત. મચકોડ આવેલાં સ્નાયુને સીધા કરી પાટો, પ્લાસ્ટર વગેરે કરવાની આવશ્યકતા હોય છે. માત્ર પ્રાણચિકિત્સા આ બાબત માં સંપૂર્ણ સાજા ન કરી શકે પરંતુ ચોક્કસ રાહત આપી શકે.

રાહત અનુભવવાનું સામાન્ય અને ગંભીર રોગો માટે સમયગાળો અલગ-અલગ હોઈ શકે. આ સમયગાળો, થોડી મિનિટ, કેટલાંક કલાકો કે કેટલાક દિવસોનો હોઈ શકે છે. કેટલાક કેસોમાં નાટકીય કે ચમત્કારિક લાગે તેવાં પરિણામો મળે છે. પરંતુ તમામ રોગો અને તમામ દર્દીઓ સાજા થતાં નથી.