(૧૧) ભોજનમાં ગરોળી
આપણા સૌનાં સન્માનનીય વરિષ્ઠ પ્રાણચિકિત્સા પ્રશિક્ષકે વર્ણવેલો આ પ્રસંગ અદ્ભુત છે.તેમનાં પ્રાણચિકિત્સાનાં ઉચ્ચતમ અભ્યાસ માટે તેઓ ઈન્દોરનાં એક પ્રાણચિકિત્સાનાં ઉચ્ચતમ સત્રનાં શિક્ષક પાસે ગયા હતાં. તેઓએ તેમનાં જીવનની ઘટના વર્ણવી તે સાદર છે.
ઈન્દોરમાં તેમનું નિવાસ સ્થાન શહેરથી દૂરના પરામાં હતું. રાત્રિનાં ૧૦ વાગવા આવ્યા હતા. તેમની તે વખલ STD PCO ની દુકાન હતી. તે વખતે સંચાર વ્યવસ્થા કંઈક આવી જ હતી. જેને ઈન્દોરથી અન્ય શહેરોમાં ટેલીફોન કરવો હોય તો STD PCO ની સવલતનો ઉપયોગ કરવો પડતો. ઘરેથી તેમનાં પત્નીનો ફોન આવ્યો કે ૧૦ વાગ્યા છે ભોજન માટે ક્યારે તેઓ ઘરે આવશે? તેમણે ઉપયોગકર્તાઓની લાઈન જોઈને જણાવ્યું કે આવતા એક કલાકથી વધુ સમય લાગશે તો તે જમીને સૂઈ જાય.
સાડા ૧૧ વાગે તેઓ ઘરે પહોંચ્યા. પોતાની પાસેની ચાવીથી ઘરના દરવાજો ખોલવા ગયા. પણ દરવાજો ખુલ્લો જ હતો. અંદર જઈને તેમનાં પત્ની રસોડામાં સૂતેલાં મળ્યાં. નજીક જઈને જોયું તો શરીર નીલું પડેલું દેખાયું. ઊલટી પણ થયેલી જોઈ. ખાવાની થાળી એમ જ પડેલી જોઈ. તેમણે ચૂલા પરથી રસોઈની તપેલી ઉતારીને થાળીમાં ઠાલવી ત્યારે તેમાં એક મરેલી ગરોળી નીકળી.
તેમણે તરત જ પ્રાણચિકિત્સા શરૂ કરી. થોડા સમય પછી તેમનાં પત્નીએ આંખો ખોલી. કેટલીક વાર પછી તેઓ સ્કૂટર પર પત્નીને પાછળ બેસાડી. તબીબી સારવાર માટે ગયા. ત્યાં સુધીમાં તો તેણી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુકી હતી. ડૉક્ટરને તપાસી ખાસ કાંઈ કરવાનું ન રહ્યું.