(૬) COMA
અમદાવાદમાં એક સ્થળે પ્રાણચિકિત્સા પ્રશિક્ષકો જેમાં એક જૈફ ઉંમરના વડીલ પણ સામેલ હતા. ઉત્તરાયણનાં દિવસે બપોરે ફ્લૅટનાં ધાબે પતંગ ઊડતો જોવાનો આનંદ લેતા હતા. ત્યાં મુંબઈના એક જાણીતા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીનો ફોન આવ્યો. તેમનાં નજીકનાં સગાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની પ્રાણચિકિત્સા ત્યાં જઈને કરો.
પ્રાણચિકિત્સકો મારતી મોટરે ત્યાં પહોંચ્યા. સામાન્ય રીતે ICU માં પ્રવેશ પ્રતિબંધિત હોય છે. પરંતુ ઉત્તરાયણનાં માહોલમાં હાજર તબીબી સ્ટાફે તેમને પરવાનગી આપી. ત્યાં શરૂ થઈ પ્રાણચિકિત્સા. પ્રથમ સૂક્ષ્મ અવલોકન પછી સંપૂર્ણ શોધન-માર્જન અને મુખ્યચક્રો, અવયવો ખાસ કરીને મસ્તકનું શોધન-માર્જન અને ઉજ્જવલન. ત્યારબાદ શરૂ થયું સંપૂર્ણ શોધન-માર્જન પગથી માથા તરફ. એકાદ કલાકની સારવાર બાદ તે દર્દી સાંજે કોમામાંથી જાગ્યા અને બે અઠવાડિયામાં ઘરે પાછા ફર્યા.
(૨) બરાબર એજ સમયે એક બીજા પ્રાણચિકિત્સક પહોંચ્યા વાડજમાં વસતાં એક રિઝર્વ બૅંકનાં અધિકારીનાં નિવાસસ્થાને.
તેઓ લકવાગ્રસ્ત હતાં. ડાબું અંગ આખુંય ઝલાઈ ગયેલું.
પ્રાણચિકિત્સામાં સૂક્ષ્મ અવલોકન બાદ સંપૂર્ણ શોધન-માર્જન અને મુખ્ય તથા અસરગ્રસ્ત ગૌણ અને લઘુચક્રોની સ્થાનિય શોધન-માર્જન ત્યારબાદ પ્રાણસિંચન. તેમની બાકીની દુરસ્થ પ્રાણ ઉપચાર આશરે ૩ મહિના ચાલ્યો. આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને RBIમાંથી સેવાનિવૃત્ત થયા બાદ પણ કાલુપુર બેંકમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે.