(૧૯) ચહેરા પર ખીલ થવાં
સામાન્ય રીતે ૧૪ થી ૨૦ વર્ષની વય સુધી થનારી આ તકલીફનું કારણ અનિયંત્રિત લાગણીઓ અને પિચ્યુટરી ગ્રંથિનો અંત:સ્ત્રાવ હોય છે. ચહેરા પર સૂક્ષ્મ અવલોકન કરતાં ચટકા ભરેલી ભૂખરા વર્ણની દુષિત પ્રાણઊર્જા પકડાશે.
(૧) ચહેરા પર ખૂબ સ્થાનિય શોધન-માર્જન કરો.
(૨) ઉજ્જવલન કરી ઊર્જા સ્થાપિત કરો.
(૩) આજ્ઞાચક્ર, સોલરચક્ર, નાભિચક્ર અને યકૃત (liver) પર સૂક્ષ્મ અવલોકન કરો.
(૪) સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરો.
(૫) ચહેરા પર દિવસમાં ૨ વાર અને મુખ્ય ચક્રો પર દર ૨ દિવસે પ્રાણચિકિત્સા કરો.
(૬) દર્દીને પોતાના આહાર પર ધ્યાન આપવા જણાવો.
(૭) પ્રાણચિકિત્સા આપ્યા બાદ ચહેરો પાણીથી આશરે ૮ કલાક સુધી ન ધોવા જણાવો.
(૮) ચહેરા પર ખીલને આંગળીઓથી ન અડવાનું દર્દીને જણાવો. થોડા દિવસની સારવાર બાદ દર્દીને ઘણાે સુધારો જોવા મળી શકે છે.
(૨૦) નસકરી ફૂટવી
આજ્ઞાચક્ર અને નાકના મૂળ પર સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરો. લોહી વહેવાનું બંધ થાય ત્યાં સુધી સારવાર આપ્યા કરો.
(૨૧) હેડકી
હેડકી આવવાનું કારણ ઉદરપટલનાં ભાગ પર શ્વાસની તાલબદ્ધતામાં ખલેલ પડવાને લીધે હોય છે.
(૧) ઉદરપટલ અને આગળનાં સોલરચક્ર પર સ્થાનિય શોધન-માર્જન- ઉજ્જ્વલન કરો.
(૨) દર્દીને રાહત થાય ત્યાં સુધી સારવાર ચાલુ રાખો.
(૨૨) ગરદન જકડાવી
(૧) મસ્તકનો પાછળનો નીચેનો ભાગ તથા ગરદન ખભાનો ભાગ અને બગલના ભાગ પર સૂક્ષ્મ અવલોકન કરો.
(૨) સ્થાનિય શોધન–માર્જન અને ઉજ્જ્વવન દર્દીને રાહત થાય ત્યાં સુધી કરો. ગરદન જકડાવાનું કારણ હૃદયરોગ અને અસામાન્ય ૨ક્તચાપ પણ હોય છે.
(૩) છીંક ખાવા જેવા આવેગને રોકવાથી પણ ગરદન જકડાઈ શકે છે. સુવાની ખોટી રીત, વધુ પડતું ઊંચું, અતિશય કડક કે પોચું ઓશીકું લેવાની ટેવ તથા વધુ પડતા મોબાઈલના ઉપયોગથી ગરદન જકડાઈ જાય છે.