વિધિ (Procedure)
૧. અનુમતિ - Permission
૨. પાર્થના - Prayer
૩. સૂક્ષ્મ અવલોકન વિધિ - Scanning
૪. શોધન-માર્જન વિધિ - Cleaning
૫. ઉજ્જવલન વિધિ - Energize
૬. સ્થાપિત વિધિ - Stabilize
૭. વિચ્છેદન - cut the link.
યાદ રહે, પ્રાણચિકિત્સક આ સમગ્ર વિધિ, દર્દીને ભૌતિક રીતે સ્પર્શ કર્યા વગર જ કરવાની હોય છે. તે પોતાનાં હાથને દર્દીનાં ભૌતિક શરીરથી આશરે ૪થી ૬ ઈંચ દૂર રાખીને જ કરતાં હોય છે. આ ચિકિત્સાની અનિવાર્ય શરતનું પ્રત્યેક પ્રાણચિકિત્સકે પાલન અવશ્ય કરવું હિતાવહ છે. આ આચારસંહિતા (Code of Conduct)નું પાલન પ્રત્યેક પ્રાણચિકિત્સકની નૈતિક ફરજ છે.
દૂષિત પ્રાણઊર્જાનો નિકાલ
જ્યારે પ્રાણચિકિત્સક ચિકિત્સા દરમ્યાન શોધન-માર્જન કરે ત્યારે તેના હાથની ગતિ વડે દૂષિત પ્રાણઊર્જાને દર્દીનાં ઊર્જાદેહમાંથી કાઢે છે. આ Field ઊર્જાનું ચોથો આયામ, (Solid, liquid, Gas & Plasma) હોય છે. તેનો સલામત પદ્ધતિથી નિકાલ થવો જરૂરી છે. જો આ દૂષિત પ્રાણ છટકે કે વાતાવરણમાં ફેલાય તો તેની અસરમાં આવેલા વ્યક્તિઓ કે ખુદ ચિકિત્સક (લાપરવાહ) તેનો ભોગ બને અને અલ્પ સમય માટે અસ્વસ્થતાનો અનુભવ થાય. આમ ન બને એટલા માટે દૂષિત પ્રાણ ઊર્જાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ.
અત્રે યાદ હશે કે નાનકડાં શિશુઓ, પાળેલાં પ્રાણીઓ પક્ષીઓનાં મૃતદેહને જમીનમાં દાટવાની પ્રથા હોય છે. તેમાં ઉપરથી મીઠું (Sea salt) સારી રીતે આચ્છાદિત કરવામાં આવે છે. હવે સંજોગવસાત અમુક સમય બાદ જો તે સ્થળે ફરી ખોદવામાં આવે તો મૃતદેહ મળતો નથી કારણ કે મીઠું (NaCl) એવો ગુણ ધરાવે છે જે મૃતદેહ (Bio plasma) નું વિઘટન કરી નાખે છે.
પ્રાણચિકિત્સક આથી એક પ્લાસ્ટિકનાં પહોળા ડબ્બામાં આશરે એક લિટર પાણી અને મુઠ્ઠીભર મીઠાનું દ્રાવણ તૈયાર રાખે છે. જેમાં સારવાર દરમ્યાન નીકાળેલો દૂષિત પ્રાણ વારંવાર પ્રક્ષેપિત કરાય છે. સારવારના અંતે તેને કાળજીપૂર્વક ડ્રેનેજમાં જ જાય તે રીતે વોશબેઝીન અથવા કમોડમાં નિકાલ કરવામાં આવે છે. વખતે અકસ્માતે તેવાં પાણીનો સ્પર્શ થાય ત્યાં શોધન – માર્જન કરવું પડે. તેને વનસ્પતિ, છોડ, કુંડા વગેરેમાં ભૂલથી પણ નાખવું ન જોઈએ. અન્યથા છોડ સુકાઈ જઈ શકે છે.