અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૮

લેખ ૮ / ૨૮ · 107 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જય સચ્ચિદાનંદ. આજના મંગલ દિવસે ફરી આપણે ગીતા અધ્યયન શરૂ કરીએ. ચોથા અધ્યાયની અંદર ભગવાને કીધું છે કે જેણે અંતઃકરણ અને શરીરને જીતી લીધું છે, ભોગની સંપૂર્ણ સામગ્રીનો જેણે મનથી ત્યાગ કર્યો છે, આવા આશા રહિત પુરુષનું શરીર માત્ર કર્મ કરતું દેખાય છે. યંત્ર જેવું બની જાય, બિલકુલ ઓટોમેશન પર જીવે જતો હોય. સવારે ઊઠે પછી બસ એ ભગવત સ્મરણમાં જ હોય. રાત્રે સૂતો પણ નથી, જેને લોકો કહે છે કે નિદ્રા છે; તો એ નિદ્રાને તો એણે ક્યારની પરહરેલી છે. એટલા માટે સંપૂર્ણ અજ્ઞાન ભાગનો એણે ત્યાગ કરી લીધો છે. કેવી રીતે અંતઃકરણને જીતેલું છે? અંતઃકરણ એટલે ટોળું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જે જે કર્યા કરે. અને પેલા પાંચ લાઈ આપેને, પાંચ ગાયો. જે ચારો બધો લાઈ આપે તે, જે ચર્યા કરતો હોય તે, એણે ચરવાનું એણે બંધ કરી દીધું છે. ત્યાં એણે ઉપવાસ રાખ્યો છે કે સેન્સેસ જે પણ લાઈ આપે, ઇન્દ્રિયો પણ—જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો હોય—એ બધાનો એણે મનથી સંપૂર્ણ ત્યાગ કર્યો.

એટલે ભોગની સંપૂર્ણ સામગ્રી જે છે તે બધી કઈ છે? આ બધી તન્માત્રાઓ છે પાંચ. એ પાંચે પાંચ તન્માત્રાનો એણે સંપૂર્ણ ત્યાગ વર્તી રહ્યો છે. અંદરથી ત્યાગ કર્યો છે એવું પણ નથી, એ એટલી હદ સુધીને એ શુદ્ધ થઈ ચૂકેલો છે. આવા આશા રહિત પુરુષનું શરીર માત્ર યંત્રવત કામ કરતું લાગે છે. હકીકતમાં તો એ કશુંય કરતો જ નથી. આપણે જોઈશું શા માટે નથી કરતો? માટે પાપને નથી પામતો. ગમે તેટલું ઉપર આવીને પડે છે પણ પાપ એને સ્પર્શ કરી શકતું પણ નથી. તે પૂર્ણત્વને પામ્યો છે, તેથી તેને આવાગમન પણ રહેતું નથી. આવવાનું જવાનું એટલે શું? કોઈ પણ મુવમેન્ટ જ નથી એની. મનની મુવમેન્ટ નથી તો બોડીની મુવમેન્ટ ક્યાંથી હોય? સૂક્ષ્મ દેહની મુવમેન્ટ એટલે જન્મ-મરણ, તો એ મુવમેન્ટ પણ હવે એણે બંધ કરી દીધી અને કેવો થયો? તો કે પૂર્ણત્વને પામી ગયો. "ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે | પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||" આ એક જ મંત્રનો બોધ એ સંપૂર્ણપણે પામી ચૂક્યો છે અંદરથી, આત્મસાત કરી લીધો છે અને બસ એ જ પ્રમાણે એનું જીવન વહી જાય છે, નિર્વિઘ્ને વહી જાય છે.

એટલે કહે છે ૨૧ માં શ્લોકની અંદર ભગવાન કે, યજ્ઞનું આચરણ જ કર્મ છે. એ જે કઈ કરે છે એ યજ્ઞ રૂપે કરી રહ્યો છે. જબરજસ્ત મોટો યજ્ઞ ચાલી રહ્યો છે, આખો વિશ્વદેવ યજ્ઞ ચાલ્યો છે અને તેની અંદર એ કરે તો યજ્ઞનું આચરણ કર્યા કરે. એ યજ્ઞ કરે છે જે કંઈ કરે છે એ બધું એટલા પરમ પવિત્ર ભાવથી કે "હું આ પરમાત્માને સાદર સમર્પણ કરું છું", એવા ભાવથી બધું કરે જાય છે. અને એવા સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. જ્ઞાન શું છે? તો કે આવો સાક્ષાત્કાર અંદર થઈ જાય કે સંપૂર્ણપણે બસ યજ્ઞ ચાલી રહ્યો છે અને એમાં સંપૂર્ણ સમર્પણ બધું થઈ રહ્યું છે. એવી રીતે જ્યારે એ જીવતો થાય છે, તો એ સાક્ષાત્કાર છે અને એનું નામ જ જ્ઞાન છે. મુક્ત પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂર રહેતી નથી. એ દેહિક ક્રિયાઓ કરતો દેખાય પણ બાકીનું જે કંઈ પણ કર્યા કરતો હોય એ પોતાના માટે ના કરતો હોય.

કબીર પેલો શાળ પર કપડું વણતો હોય, પોતાના માટે ના વણતો હોય. એ કોઈ પણ સૃષ્ટિ સંબંધી પણ દાખલા તરીકે વિચાર કરે તો એનાય જે તાણા ને વાણા હોય પણ એ પોતાના માટે નથી. એ શેના માટે? તો કે જગતનું કલ્યાણ થાવ, સૌનું કલ્યાણ થાવ. બસ એ જ ભાવ એનો અહરનીશ રહ્યા કરતો હોય. એટલે એણે પોતાને માટે તો કર્મ કરવાની જરૂર તો ક્યારની સમાપ્ત કરી નાખી અને છતાં પણ લોકસંગ્રહ માટે તેઓ કર્મ કરે. લોકસંગ્રહ એટલે આવતીકાલે—આવતી કાલે જે આ માર્ગ ઉપર આવનારા છે એ બધાના માર્ગ માટે એ પ્રશસ્ત માર્ગ આવી રીતના મૂકીને જાય. વિમાનમાં જેમ પેલો ગાઈડેડ પાથ હોય ને, બધી લાઈટો બંધ થઈ જાય તો પણ તમને લ્યુમિનેટેડ એવો પાથ દેખાય છે; એવા પ્રકારનો તો એ પ્રકાશિત એવો માર્ગ એ પોતાની પાછળ તૈયાર કરે જ જતો હોય. કરે જ, એટલે બહુ જોરદાર બાંધકામ ચાલે રોડનું. આવું કરવા છતાં પણ પાછું એ કર્મથી લિપ્ત થતો નથી.

કેમ? તો કે એને સેલરી જોઈતી જ નથી, એમનેમ કામ કરે છે, એટલે એને કુદરતી પણે નિષ્કામ કર્મો થયા કરે છે. એ કરતો નથી, થયા કરે છે. બહુ ઊંચી અવસ્થાની એટલી બધી અદભુત વાત કરી દીધી છે; જો આપણે આનો એક ટીપું પામી ગયા તો પણ પરમાનંદની અંદર આપણે મગ્ન થઈ જઈએ. એટલું બધું આનંદ હોય નિરંતર. આ બધું કરવા છતાં એને ક્યારેય થાક લાગવાનું જ નથી કારણ કે દેહનું ભાન છે જ નથી, દેહાશક્તિ છે જ નથી. દેહનો અધ્યાસ પણ નથી. આ બધું બહુ પાછળ એણે સમર્પણ કરી દીધેલું છે. તો આવા મહાપુરુષોનું સમર્પણ બ્રહ્મ છે, હવી પણ બ્રહ્મ છે અને અગ્નિ પણ બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન કરવામાં આવે છે તે પણ બધું જ બ્રહ્મ જ છે. અને બ્રહ્મ કર્મ સમાધિના, એટલે કે જેના કર્મ બ્રહ્મને સ્પર્શ કરીને સમાધિસ્થ થઈ જાય. કર્મો પણ સમાધિસ્થ થઈ ગયા વ્યક્તિની તો વાત જ જવા દો, કર્મો પણ સમાધિસ્થ થઈ ગયા, બિલકુલ સ્થિર શાંત થઈ ગયા અને પછી એ લય પામી જાય છે.

જેના કર્મ બ્રહ્મને સ્પર્શ કરીને સમાધિસ્થ થઈ ગયા, તેમાં વિલીન થઈ ગયા, એવા મહાપુરુષને માટે જે પ્રાપ્ત થવા યોગ્ય છે તે પણ બ્રહ્મ છે. તે કરતો-કરાવતો કશું જ નથી, માત્ર લોકસંગ્રહ માટે કાર્ય કરે જ જતો હોય છે. અત્યારનું સાંપ્રત ઉદાહરણ છે શ્રી નરેન્દ્ર મોદીભાઈ, કેવી સુંદર રીતે કાર્ય કરે જાય છે, કોઈ અપેક્ષા નથી.કશું નહીં. ક્યારેક બોલે કશું પણ એ તો લોકોને માર્ગદર્શન પૂરું પાડવા માટે. તો આ બહુ જ અદભુત મંત્ર છે અહીંયા: "બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ | બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મસમાધિના ||" આ એનો જે અર્થ હતો તે આપણે જાણ્યો. હવે આગળ વધીએ. આ તો પ્રાપ્તિવાળા મહાપુરુષના લક્ષણ છે, પ્રાપ્ત કરી લીધું છે જેને આત્મસાક્ષાત્કાર થઈ ગયો છે તેના લક્ષણ છે કે છે. પરંતુ કર્મમાં પ્રવેશ લેનાર પ્રારંભિક સાધક કયો યજ્ઞ કરે?

જો યજ્ઞ એક જ છે, પ્રક્રિયા પણ એક જ છે પણ જે પ્રવેશ કરનારો પ્રારંભિક સાધક છે કે જે પહેલા જિજ્ઞાસુ હતો, એ પહેલા તો કદાચ આર્ત હતો અને પછી એ મુમુક્ષુ બન્યો. હવે જિજ્ઞાસુ થયો, હવે એ શોધે છે કે મારે શું સાધવું જોઈએ? તો એને યજ્ઞની વિધિ પ્રાપ્ત થાય છે અને હવે એ શરૂઆત કરે છે. તો તેના વિશે કહે છે કે આવો પ્રારંભિક સાધક કયો યજ્ઞ કરે? તેઓ પ્રારંભ ક્યાંથી શરૂ કરે? જો આપણા બધાના માટે આ પ્રશ્ન તો ઊભો જ છે કે આપણે શરૂ ક્યાંથી કરવું? કે મારે અધ્યાત્મમાં પ્રવેશ પામવો છે, મારે પરમાત્મા જ પામવા છે પણ વેર ટુ બિગીન? મને ખબર હોવી જોઈએ ને? આ વિશે કહે છે શ્રીકૃષ્ણ: બીજા યોગી લોકો દૈવમ યજ્ઞમ, એટલે કે દૈવી સંપત્તિને પોતાના હૃદયમાં બળવાન બનાવે છે. દૈવી સંપત્તિ એટલે શમ-દમ, શાંતિ, કૃપા, સંતોષ, મુદિતા—આવા બધા જે છે તે દૈવી સંપત્તિ છે, ધીરજ.

તો એ બધાને પોતાની અંદર ગ્રહણ કરવાના શરૂ કરે છે અને પ્રતિપળ એ ગ્રહણ કરતો જાય છે. આમ કરીને આમ જ્યારે મન આમ એકદમ કુદકો મારે કોઈ વસ્તુ ઉપર, વ્યક્તિ પર, કોઈ સંજોગ ઉપર જેવું રિએક્શન કરવાનું ચાલુ થાય, પેલો તરત શાંત થઈ જશે. બિલકુલ યાદ કરી લેશે આમ કરીને, બસ આવી ગયો કે "હું ત્યાં જ છું". એવી રીતે પોતાના હૃદયમાં એ બળવાન બનાવે છે. બ્રહ્માનો નિર્દેશ હતો કે આ યજ્ઞ દ્વારા તમે લોકો દેવતાઓની—દેવતાઓ એટલે કયા દેવતાઓ? તો કે ઇન્દ્રિય દેવતાઓની—ઉન્નતિ કરો. બધાએ શું કર્યું? કલ્પિત દેવી-દેવતાઓ બધા ઘડી કાઢ્યા છે અને એ બધાના પૂજા-પ્રાર્થનામાં લાગી ગયેલા છે. ખોટું નથી એ પણ એક માર્ગ છે, પણ હવે આપણને જો દૈવી માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે, કોણ? સ્વયં બ્રહ્માએ કીધેલું છે આપણને. શું કહે છે કે નિર્દેશ આપ્યો છે, જો ડાયરેક્શન આપેલું છે આપણને કે આવી રીતે થાય.

આ યજ્ઞ દ્વારા તમે લોકો દેવતાઓની ઉન્નતિ કરીને પરમ શ્રેયને પ્રાપ્ત કરો. પરમ શ્રેય શું છે? આત્મસાક્ષાત્કાર, બ્રાહ્મી સ્થિતિ, સંપૂર્ણતા, પૂર્ણમિદમ, તો આવી એક સ્થિતિને પ્રાપ્ત કરો એમ કહે છે. આમ દૈવી સંપદને હૃદય પ્રદેશમાં બળવાન બનાવવી એ પ્રારંભિક શ્રેણીના યોગીઓનો યજ્ઞ છે. યોગીઓ બધા જે યોગ સાધવાનું શરૂ કરે એ બધા યોગી થઈ ગયા, પણ આમણે જસ્ટ ધે હેવ બિગન, હમણાં જ શરૂઆત કરી. તો એમણે શું કરવું જોઈએ? દૈવી ગુણો જે છે તે બધાને આત્મસાત કરવાનો પુરુષાર્થ આદરવો જોઈએ, ત્યાંથી એમને શરૂઆત કરવાની એમ જણાવે છે આપણને. હવે જેમ જેમ દૈવી સંપત્તિ વધતી જશે તેમ તેમ શું થશે? કે જેને આપણે આસુરી સંપત્તિ કહીએ છીએ કે દુષ્ટતા જેને કહીએ છીએ (ક્રોધ, માન, માયા, લોભ છે), એ બધા ધીમે ધીમે ઓછા થતા જવા જોઈએ. એનો ચેક રાખવો જોઈએ કે શું ક્રોધ ઓછો થયો?

માન ખાવાની જે ટેવ પડી ગઈ હતી તે ઓછી થઈ? અપમાન સહન કરવાની મારામાં કંઈ શક્તિ આવી ખરી? આવું એને રોજેરોજ જોયા કરવાનું છે, જાણ્યા કરવાનું છે કે ગઈકાલ કરતાં આજે તો મારી સ્થિતિ વધુ મજબૂત બની છે, વધારે સુંદર બની ચૂકેલી છે. એવી રીતે પરમ શ્રેયને પ્રાપ્ત કરવાનો છે. તો એ પ્રારંભિક શ્રેણીના યોગીઓનો યજ્ઞ છે. આ દૈવી સંપદ પરમ કલ્યાણ માટે જ છે. આપણને ઉદ્દેશ પણ આપી દીધો કે શા માટે તમારે દૈવી સંપત્તિ કમાણી કરવાની છે? તો સંપત્તિની કમાણી કેવી હોવી જોઈ એ કે છે કે પરમ શ્રેયને પ્રાપ્ત કરી જશો જો તમે આવી રીતે દૈવી સંપત્તિ પ્રાપ્ત કરશો. અને આ પાછી કેવી? કે કોઈ ન લૂંટી શકે, ક્યારેય પણ ના જતી રહે, તમારી પોતાની બસ આગવી. ધીરજ કેળવેલી હોય તો કોણ તમારી ધીરજ લઈ શકે? ભલેને લાખો લોકો આવીને આક્રમણ કરે, આપણને હલબલાવવાનો પ્રયત્ન કરે, પણ કે આપણે સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ તો એ આપણી પોતાની દૈવી સંપત્તિ થઈ જાય છે.

એ માટે એ આવી રીતે આસુરી સંપત જે છે તે શું છે? આસુરી સંપત્તિ જે છે તે વિપરીત છે અને નીચ અને અધમ યોનિનું કારણ બને છે. આપણે વાત કરી હતી ને કે જેમ જેમ માણસ આસુરી સંપત્તિના આશ્રયે જાય છે, આસુરી તત્વની એમ કે નિશ્રામાં જતો જાય છે.જાણે- અજાણે પણ, ત્યારે ત્યારે એ શું કરે છે? ગુરુત્વ ગ્રહણ કરતો છે. ભાર પેદા કરે છે, ગ્રેવિટી એની વધતી જાય છે એના સૂક્ષ્મ દેહની અંદર, બધી જગ્યાએ એટલું બધું ભાર, ભાર, ભાર એને લાગ્યા કરે. અને એટલા માટે એને નીચ અને અધમ યોનિમાં જવાનું કારણ બને છે. આઠ જન્મ સુધીને એને જવાનો સંયોગ પ્રાપ્ત થઈ જતો હોય છે. આવી જ રીતે એટલે મનુષ્ય યોનિ જે બહુ જ અદભૂત એક ગ્રેટ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. તેમાંથી એ પડી જતો હોય છે. આ આસુરી સંપત્તિ જે છે તેનું હવે શું થાય છે? તો કે હવન થવા લાગે છે. રોજેરોજ બેસીને આસુરી સંપત્તિને સ્વાહા કરે છે, (જે ભોગવવાનું હોય એ અત્યારે અત્યારે જ બધું આપવા માંડે છે અત્યારે, એટલે સુંદર રીતે એ બધાથી મુક્ત થઈ જાય છે) અને આસુરી સંપત્તિનો હવન થાય છે.

હવન ક્યાં થાય છે? યજ્ઞમાં થાય છે. યજ્ઞ શું છે? તો કે એ પણ બ્રહ્મ છે. યજ્ઞ કરનારો જે છે તે પણ બ્રહ્મ છે. યજ્ઞની વિધિ છે તે પણ બ્રહ્મ છે. યજ્ઞનું ફળ છે તે પણ બ્રહ્મ છે. બધું સર્વ કાઈ બ્રહ્મ જ છે. જો આવી રીતે પણ આપણે આખી બાબતને સુંદર રીતે સમજી શકીએ છીએ. માટે આ યજ્ઞ છે અને અહીંથી જ યજ્ઞનો પ્રારંભ થાય છે. તો યજ્ઞનો પ્રારંભ આપણે ક્યાંથી કરવાનો છે? દૈવી સંપત્તિ. ગઈકાલે આપણે કરતા હતા ને: "ૐ હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્ | ચંદ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ||" આપણે આવાહન કરીએ છીએ દૈવી સંપત્તિનું, કે આવો. સંતોષ—તો કે આવી જાવ, જમા કરી દઉં છું. શાંતિ—તો કે જમા કરી દઉં છું. બધી દૈવી સંપત્તિ આપણી પાસે આવવાની શરૂ થાય છે એટલે અહીંથી યજ્ઞનો પ્રારંભ થઈ ગયો. હવે યજ્ઞનો પ્રારંભ થયો છે એ વસ્તુને અહીંયા યાદ રાખશો.

આગળ આ ભગવાનના માટે બહુ સરસ વાત કીધી કે એક વખત તમે શરૂઆત કરી દો, બસ યજ્ઞનો પ્રારંભ કરી દો. શા માટે? આગળ કે છે: બીજા યોગીઓ બ્રહ્માગ્નૌ બ્રહ્મ, એટલે પરબ્રહ્મ પરમાત્મા રૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા જ યજ્ઞનું અનુષ્ઠાન કરે. શ્રીકૃષ્ણએ આગળ બતાવ્યું છે કે "આ શરીરમાં અધિયજ્ઞ હું છું". “આ દેહમાં અધિયજ્ઞ હું છું”. જે અધિષ્ઠાતા છે યજ્ઞનો તે હું છું એમ કહે છે. એટલે અધિયજ્ઞ હું છું, યજ્ઞના અધિષ્ઠાતા એટલે કે યજ્ઞ જેમાં વિલય થાય છે તે પુરુષ હું છું. યજ્ઞ જ્યાં સમાપ્ત થશે, અંતિમ સ્થિતિ આવશે—આજે તમે શરૂ કર્યો શેનાથી? દૈવી સંપત્તિ પ્રાપ્ત કરી કરીને અને આસુરી સંપત્તિનો હવન કરીને તમે યજ્ઞની શરૂઆત કરી દીધી છે. અને હું યજ્ઞ કરું છું પરમ પવિત્રતાથી એવા ભાવ સહિત આપણે કરી રહ્યા છે. આ જ્યારે યજ્ઞ ત્યારે એની અંદર આ બધા જ જે આસુરી તત્વો છે તે બધા એમાં વિલય થવા માંડે છે અને જેમાં વિલય થાય છે તે પુરુષ પણ હું જ છું.

એ અવ્યક્ત છે, પણ તમે એને નિષ્ઠાપૂર્વક સતત કરશો તો એ તમારા માટે વ્યક્ત થવા માંડે છે. સારાંશ એ છે કે યોગી સદગુરુના સ્વરૂપનું ધ્યાન કરે છે. તો સદગુરુ પોતે કોણ છે? તો કે યજ્ઞના અધિષ્ઠાતા છે, અધિદેવ છે, અધિયજ્ઞ છે. અધિયજ્ઞના જે પુરુષ છે તે પોતે કોણ છે? સદગુરુ સ્વયં પોતે છે. તો કેટલું ઉચ્ચ સ્થાન આપી દીધું છે જુઓ અહીંયા આગળ ભગવાને. અન્ય યોગીજનો શ્રોત્રાદિક—એટલે કે શ્રોત્ર, નેત્ર, ત્વચા, જીભ અને નાસિકા—આ બધી જ ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં હવન કરે છે. સંયમ કરવાનું એટલે શું? તો કે તન્માત્રાઓ હોય, ધમાલ કરી મૂકેલી હોય, ગમે તેટલી, તો પણ પરમ શાંતિ. બિલકુલ જે કઈ ઊભું થયું છે તે અર્પણ કરું છું. જે કઈ આમ આ ક્ષણે પણ અર્પણ, આ ક્ષણે પણ સમર્પણ, આ ક્ષણે પણ. અને સમર્પણ કરવામાં ઉતાવળ નહીં, પરમ શાંતિ, શાંતિ, શાંતિ.

બસ, અને એટલી પવિત્રતાથી આમ, એટલા ભાવથી અર્પણ કરે છે કે પ્રભુને જાણે કે આમ જમાડતા હોય એવી રીતના "સ્વાહા", એવી રીતના કરીને અર્પણ કરે. તો એવી રીતે સદગુરુ યોગી જે છે તેમના સ્વરૂપનું એ ધ્યાન કરે છે. સ્વરૂપ એટલે કયું છે? જે બાહ્ય છે ઇન્દ્રિયો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ એ સ્વરૂપ નહીં. દાદા ભગવાન સ્વયં સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપની વાત કરે છે. એટલે ઇન્દ્રિયોને વિષયોમાંથી સમેટી અને સંયત કરે છે. ધીમે ધીમે આમ કોઈ દેવતા હોય તો આપણે શું કરીએ એને સીધો સ્પર્શ ના કરીએ ને? એટલે આ આજે યજ્ઞ થઈ રહ્યો છે, અધિયજ્ઞ થઈ રહ્યો છે, તેને આવી રીતે જાણે કે પોતાના જે સંચિત કરી રહ્યો છે એ ગુણો વડે એ યોગાગ્નિ આવી રીતે આમ આમ એકઠો કરતો જાય છે, સંયત કરતો જાય છે, આમ કોર્નર કરીને એકઠો કરતો જાય છે. એટલે વધુ પ્રદીપ્ત થાય, વધુ સરસ રીતે એ તૈયાર થઈ જાય, એવી રીતના એ કરે જાય છે અને એમ કરતાં કરતાં પાછું એ વધુને વધુ નિત્ય બળવાન બનતો જાય છે અને ઇન્દ્રિયોને વિષયોમાંથી સમેટીને એ સંયત કરે છે.

અહીં જ્વાળાઓ સળગતી નથી એટલે કઈ આમ એવું કઈ દેખાશે નહીં કે બહુ મોટું એમ કે ભડકા થતા હોય યજ્ઞની અંદર. આપણે જે સામાન્ય રીતે ખ્યાલ હોય લોકોનો કેવો હોય? નવચંડી યજ્ઞ કરે કે કોઈ પણ યજ્ઞ કરે, તો તેની અંદર બધું હવન કરે તે વખતે જ્વાળાઓ પ્રદીપ્ત થાય. અહીંની જ્વાળાઓ તમને દેખાવાની જ નથી, કારણ? કારણ કે ઇન્દ્રિયોથી એ કેવી છે? અગોચર છે. ઇન્દ્રિયો એમાં ચરી શકે એવું છે જ નહીં, એ કોઈ ગોચર નથી કે ઇન્દ્રિયો ત્યાં આગળ આવીને ચરી જાય. સમજાય છે? એટલે એ બહુ સુંદર રીતે આપણને સમજાવે છે કે ભઈ આમાં કોઈ જ્વાળાઓ સળગવાની નથી પરંતુ અગ્નિમાં નાખવાથી દરેક વસ્તુ જેમ ભસ્મીભૂત થઈ જાય છે, સ્થૂળ અગ્નિની અંદર પણ જે કઈ પણ નાખીએ છીએ તે. સંયમ પણ એક અગ્નિ છે. સંયમ કેવો છે? અગ્નિ સ્વરૂપ છે. તો એ અગ્નિ છે જે ઇન્દ્રિયોના સંપૂર્ણ બહિર્મુખી પ્રવાહને દગ્ધ કરી દે છે.

એ આમ બહાર વહેવાનો શરૂ થતો હોય છે, તો એને બાળી મૂકે. બહાર નથી જવાનું, આમ જાય એ પહેલા તો એને બાળી જ નાખે. સંયમ થી તો એને રોક લગાવીને બસ એને ત્યાં આગળે આવી રીતે "સ્વાહા" કરી જાય છે. એટલે કે તેનો આશય બદલીને શું કરે છે? સાધના પરક બનાવે છે, એની ગતિ વિપરીત કરી નાખે છે. ખરેખર તો સીધી ગતિ કરે, આ વિપરીત ગતિ હતી તેને સવળી કરે છે. વાસ્તવમાં સાધકે સંસારમાં રહીને જ ભજન કરવું પડે. તો સંસારમાંથી તો કોઈ ક્યારેય ભાગી શક્યો નથી. ભાગેલો દેખાય આપણને વ્યવહારમાં સ્થૂળ જગતની અંદર, પરંતુ વાસ્તવમાં એ સંસારમાં જ હોય છે. કેમ કે આ પૃથ્વી છોડીને ક્યાં જતો રહેવાનો છે? આ દેહને છોડીને ક્યાં જતો રહેવાનો છે? આ તો બધું છે જ એના સાથે જ છે, પણ તેના સાથે એને કાર્ય કરવાનું છે. એટલે એને આ સંસારમાં રહીને જ ભજન કરવું પડે. તો ભજન કરવાની જગ્યા છે, સંસાર શું છે?

ભોગ ભોગવવાની જગ્યા નથી એમ ભગવાન આપણને અહીંયા સમજાવે છે. સાંસારિક લોકોના સારા-નરસા શબ્દો તેને કાને અથડાય છે. એવું નથી કે એ બહેરો થઈ ગયો છે, પરંતુ વિષયોત્તેજક શબ્દોને સાંભળતા જ સાધક શું કરે છે? તેમના આશયને બદલી કાઢે છે. યોગ વૈરાગ્ય સહાયક, વૈરાગ્ય ઉત્તેજક ભાવોમાં બદલી નાખી અને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં તેને હવન કરી દે.વિષય પદાર્થ કોઈ પણ આવ્યો, વિષયની કોઈ વસ્તુ આવી કે વ્યક્તિ આવીને જેવો આમ વિકાર ઉત્પન્ન થાય એટલે તરત જ માતે કરીને બેસી જાય—અરે બસ એ ત્યાં આગળે બદલાઈ ગયું, એનું પરિવર્તન થયું. બહુ સુંદર દાખલો હતો “સ્વામી રામતીર્થ”. એમની સાધના અવસ્થાની અંદર જ્યારે હતા ત્યારે એમને એક એવી આદત હતી, એ વિજ્ઞાન અને ગણિતના તો એ શ્રેષ્ઠ જ્ઞાતા હતા, પરંતુ એમના પૂર્વકાળની અંદર જ્યારે આવી રીતના એ સાધના સાથે આ બધું અભ્યાસ પણ પોતે કરતા હતા તે વખતે—એક બારી પાસે આવી આવી રીતના આમ ચાલે અને હાથમાં પુસ્તક રાખ્યું હોય.

અભ્યાસ કરતાં કરતાં એક વખત આમ બારીમાંથી આમ સામે જોયું અને એમને એક સ્ત્રી દેખાઈ, જે કંઇક કરતી હશે તો. હવે આમાંથી જેવું એમનું બહાર બહિર્ગમન થયું, એમને તરત એ ક્ષણે એમને ખ્યાલ આવી ગયો કે “હું શું કરી રહ્યો છું”?. એટલે આવીને પુસ્તક બાજુ પર મૂકીને ત્યાં ચૂલા પર જે કંઈ એમણે મૂકેલું હતું એમના ભોજન માટેનું તૈયાર કરેલું ધગધગતું, ચૂલા પર એ બેસી ગયા. પનિશમેન્ટ આપી દીધી એમણે. આવું થાય જ કેમ મારાથી, એક કે બે વખત આવા સ્ટ્રોંગ તમારે હેડેડ થવું પડશે જીવનની અંદર. બસ અને પછી તમારું કામ પૂરું થઈ જશે. પછી તમારે વારેવારે એ વસ્તુ નહીં થાય કારણ કે એનો પણ એક સંસ્કાર બની જાય છે અને એ સંસ્કાર તમને હંમેશા બચાવી લે છે. જેમ માતા બાળકનું રક્ષણ કરે એવી રીતે એ સંસ્કાર જે તમારો છે ને પાછા ફરવાનો, આ યજ્ઞરૂપે આવીને બેસી ગયા પોતે જ યજ્ઞની અંદર જાણે કે "હું બસ આ વિકારનો એમ કે હું હવન કરું છું" એમ કરીને બેસી ગયા.

એમને તકલીફ થઈ થોડા દિવસ પરંતુ એમાંથી એ તો ઉગરી ગયા, પણ એ તો મહાભયમાંથી જેને કહેવાય મહાપાતકના ભયમાંથી એ સંપૂર્ણપણે તે દિવસે જ મુક્ત થઈ ગયા. તો સતપુરુષો આવો કોઈ એક્સટ્રીમ પણ ઘણી વખત લઈ લેતા હોય છે. આપણે એવું કરવું જરૂરી નથી, જ્યાં સુધી આપણે એટલું એટલું બળ કેળવ્યું ના હોય ત્યાં સુધી આવા કૃત્યો કરવા બેસવું ન જોઈએ. તો વાત અહીંયા આગળ સ્થૂળ કાર્યની નથી, આંતરિક બળવાન બનવાની વાત છે. એને આપણે સમજવાની, એટલે મહેરબાની કરીને કોઈ આવા સ્ટ્રોંગ જેને કહેવાય એવા કોઈ પણ કૃત્ય કરવા બેસવું ન જોઈએ. એટલે એને વૈરાગ્ય ઉત્તેજક ભાવોમાં બદલી નાખવાના અને ઇન્દ્રિયોનું જે વહેણ છે જે બહાર તરફ જતું છે તેને સંયમરૂપી અગ્નિની અંદર હવન કરી દેવાનું છે. એક વખત જેમ કે અર્જુન એકવાર ચિંતનમાં હતો. અકસ્માત તેના કાનમાં સંગીત લહેરીનો ઝણકાર થયો.

એણે આમ કરીને આમ માથું ઊંચું જોયું, કરીને જોયું તો ઉર્વશી ઊભી હતી, અપ્સરા ઉર્વશી ઉભેલી હતી જે નૃત્યાંગના હતી, નૃત્ય કરનાર હતી અપ્સરા. તો એનું કામ જ એ છે. તો સૌ એના રૂપ ઉપર વારી જઈને મુગ્ધ થઈને ઝૂમી ઉઠતા હતા કે આટલું અદભૂત સૌંદર્ય, એવી રીતના બધા એની પર ઓવારી જાય એવું હતું. પરંતુ અર્જુને જ્યારે જોયું, તેમની દ્રષ્ટિ એટલી બધી સ્નેહપૂર્ણ હતી અને માતા સમાન જોઈ. માતા. અને એ શબ્દરૂપી આવેલા વિકારને વિલીન કરી દીધો એમણે અને ઇન્દ્રિયોના અંતરાલની અંદર એને ત્યાં સમાપ્ત કરી દીધી. અહીં ઇન્દ્રિયો જ અગ્નિ છે. કોઈપણ ઇન્દ્રિયને તમે જો રોક લગાવશો, થોડી વારમાં તો એ ઇન્દ્રિય તપવા મળશે અને અંદર પણ તમે જોશો કે તમને અગ્નિનો, અગ્નિ તત્વ જાણે પ્રાદુર્ભાવ થતો હોય એવો અનુભવ થસે. આપણે જ્યારે સુરજ ચાંદાનું ધ્યાન કરાવતા તે વખતે તમે જોયું હતું કે આંખોને આપણે બંધ કરીને આ નેત્રરૂપી જે છે બંને ગોલકો તેની અંદર આપણે ધારણા કરતા હતા સૂર્યની જમણા નેત્રમાં, પછી ચંદ્રની ડાબા નેત્રમાં.

અને બેસવાનું સ્થિર, થોડો ટાઈમ બેસવું. હવે સૂર્ય ધારણા કરતાં કરતાં કરતા તમે જોશો કે તમારું જમણું નેત્ર તપવા માંડશે. એક સમય પછી તો ખ્યાલ આવશે કે ખરેખર આ નેત્ર મારું ખૂબ તપી ગયું. ત્યારે શું કરવાનું કીધું? તો કે આ જે સૂર્ય છે તેને અહીંયા શિફ્ટ કરવાનું ડાબી બાજુ અને જે ચંદ્ર છે તેને ફરી જમણી બાજુ આવી રીતના શિફ્ટ કરવાનું અને એવી રીતે ધારણા કરી અને પાછા ફરી વખત બેસવાનું. તો આ જે તપેલું નેત્ર હતું ત્યાં હવે ચંદ્રધારણા થવાથી એ પછી પાછો શીતળ શાંત થઈ જશે. આ એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયા આપણને શું શીખવે છે? સંયમ શીખવે છે. સંયમ અગ્નિની અંદર હવન કરીએ છીએ આપણે. એટલા ઉત્કૃષ્ટ ભાવથી આપણે આ જ્યારે કરીએ, આવું સુંદર ધ્યાન અદભુત થાય છે. દૂર દ્રષ્ટિ ખુલી જાય, ખીલી જાય છે એનાથી, કેટલું બધું... દૂરદ્રષ્ટિ શા માટે? કે દૂર સુધીને આપણે જોઈ શકીએ.

તો આપણે અકસ્માત થવા માત્રથી પણ બચી શકીએ.એટલા માટે કહે ને કે જે લોકોને નેત્ર વિકાર હોય કે લઘુ દ્રષ્ટિ હોય તે લોકોને ચશ્મા પહેરવા જોઈએ અને પછી ડ્રાઈવિંગ કરવું જો. પહેરાવે છે ને વ્યવહાર જગતની અંદર પણ એના માટે, કેમ? તો કે અકસ્માતથી તારે બચવાનું છે અને લોકોને પણ બચાવવાના. આ કર્તવ્ય છે ડ્રાઈવરનું. એવી રીતે સાધકનું પોતાનું પણ કર્તવ્ય છે. સાધકે પોતે તો બચવાનું જ છે, વિષયોના, ઇન્દ્રિયોના જે કઈ વિકારો ઉત્પન્ન થયા છે તેનાથી પોતે તો બચવાનું છે, પરંતુ સાથે સાથે અન્યને પણ બચાવવાના છે. એ પોતે જ જો કોઈપણ પ્રકારનો વિકાર રહિત સ્થિતિમાં હશે તો એને જોનારો પણ વિકાર રહિત બનતો જશે. ઓટોમેટિક. આ પ્રોસેસ—જેવા જુઓ તેવા તમે બનો. વિજ્ઞાનનો પણ નિયમ છે. મનોવિજ્ઞાનનો. તો આવી રીતે શબ્દરૂપે આવેલા વિકાર વિલિન થઈ જાય છે, ઇન્દ્રિયોના અંતરાલમાં સમાઈ જાય છે.

અહીં ઇન્દ્રિયો જ અગ્નિ છે. અગ્નિમાં હોમેલી વસ્તુ જેમ ભસ્મીભૂત થઈ જાય છે તે જ રીતે ઉદ્દેશ્ય ભાવ બદલીને ઈષ્ટને અનુકૂળ ઢાળી દેવાથી વિષયોત્તેજક રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પણ સમાપ્ત થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. શેષ પણ રહેતી નથી, પછી ભસ્મ પણ ઉડી જાય છે, કશું જ બાકી રહેતું નથી. સાધક પર કોઈ ખરાબ અસર પાડી શકતા નથી. સાધક તે શબ્દોમાં રુચિ પણ લેતો નથી, તેને ગ્રહણ જ કરતો નથી. અત્યાર સુધી યોગેશ્વરે જે યજ્ઞની ચર્ચા કરી તેમાં ક્રમશઃ દૈવી સંપદની કમાણી કરવામાં આવી, ઇન્દ્રિયોની સંપૂર્ણ ચેષ્ટાઓને સંયત કરવામાં આવી. બળપૂર્વક વિષયોત્તેજક શબ્દ વગેરે સામે આવતા તેમનો આશય ભાવ બદલી નાખવાનો અને તેમ કરીને આપણે બચવાનું છે. આવી આપણને આ વિધિ આપી દીધી. હવે જ્યારે સંયમની પકડ આત્મા સાથે તદરપ્ત થઈ જાય છે કે બસ "હું આત્મા છું અને મારી અંદર આ બધું કશું પ્રવેશ કરી શકે નહીં, હું તો ચિદાકાશરૂપ છું", એટલે એવી જ્યારે આત્મા સાથે તદૃપતા આવી જાય છે ત્યારે શું થાય છે?

તો કે પ્રાણ અને ઇન્દ્રિયોનો વ્યાપાર પણ શાંત થઈ જાય છે. જો પ્રાણ શાંત થવા માંડે ધીમે ધીમે. અત્યાર સુધી પ્રાણ બરાબર ઘોડાની જેમ દોડતો હોય અને ઇન્દ્રિયોને પણ દોડાવે જ રાખતો હોય, દરેક દિશાઓમાં દોડે જ જતી હોય. હવે પ્રાણ સ્વયં શાંત થાય છે. પ્રાણ શાંત થશે એટલે ઇન્દ્રિયો પણ સંયત થઈ અને શાંત થઈ જાય છે. પછી આગળ તો કે ઇન્દ્રિયોનો વ્યાપાર છે, જે ઇન્દ્રિયોનું ટ્રાન્જેક્શન છે. ઇન્દ્રિયોનો ધંધો શું છે? બહિર્મુખ બનીને બહાર દોડવાનો. એ પછી અંતર્મુખ થશે અને પછી એ પણ શાંત અને સ્થિર થવા માંડે છે અને છેવટે યજ્ઞની અંદર વિલીન થઈ જાય છે. તો ઇન્દ્રિયોનું ઇન્દ્રિય પણું જતું રહે છે, વિષયોનું વિષય પણું જતું રહે અને બધું કેવું થઈ જાય? યજ્ઞરૂપ થઈ જાય, દિવ્ય થઈ જાય, અદભુત થઈ જાય. તે સમયે વિષયોને ઉત્તેજિત કરનારી અને ઈષ્ટમાં પ્રવૃત્ત કરાવનારી બંને ધારાઓ આત્મસાત થઈ જાય છે.

બંને ધારાઓ ભેગી થાય. બે પાટા છે ને, એક વ્યવહારમાં લઈ જાય, એક તમને આ બાજુ લઈ જાય આત્માની અંદર. તો કે ના, હવે તો કે બધું જ તમને આત્મામાં લઈ જશે કેવી રીતે? જ્યારે તમે આ બંને ધારાઓને આત્મસાત કરવી. બહિર્મુખતા ખલાસ. બસ પૂરું થઈ ગયું, પરમાત્મામાં મળી જાય છે. યજ્ઞનું પરિણામ આવે છે. વાહ! જો આપણે ઈચ્છ્યું નથી પણ યજ્ઞનું ફળ તો આવે જ છે પાછું. તો યજ્ઞનું પરિણામ આવે છે. કેવું આવે છે? આત્મા પ્રગટ થઈ જાય છે, આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. આત્મા જ બની જાય છે. એનું જે વ્યક્તિપણું છે, વ્યક્તિત્વ પણું છે તે બધું ખલાસ થાય છે. રોજ આમ આમ કરીને ઘસ ઘસ કર્યા જ કરતો હોય અને બધું ખતમ થઈ જાય. આ છે યજ્ઞની પરાકાષ્ઠા, ત્યાં સુધીને પહોંચવાનું છે. હવે જે આત્માને પામવો હતો તેમાં સ્થિરતા આવી ગઈ, હવે શું બાકી રહ્યું? કશું જ નહીં, પૂરું થઈ ગયું.

યોગેશ્વર શ્રીકૃષ્ણ ફરી યજ્ઞને વધુ સારી રીતે સમજાવે છે. હજી આગળ કહે છે: અનેક લોકો દ્રવ્ય યજ્ઞ કરે છે. ગઈકાલે તમે આમ કરીને આમ ૨૦૦ રૂપિયા આવી રીતના મૂક્યા પહેલા પેટીની અંદર, તો એ શું કર્યું? દ્રવ્ય યજ્ઞ કર્યું. કોઈ પણ કલ્યાણ કાર્ય જે કઈ ચાલવાનું હોય તેના માટે દ્રવ્યની જરૂરત પડે છે. તો એ દ્રવ્ય શેનાથી આવશે? તો કે પૈસાથી જ આવશે એટલે પૈસાને પણ આપણે મૂળ દ્રવ્ય કહીએ છીએ, એના મારફતે જ બધું પરચેસ કરી શકીએ છીએ. એટલે કેટલાક લોકો દાન કરે છે તો દ્રવ્ય યજ્ઞ કરે છે. અર્થાત આત્મપથમાં મહાપુરુષોની સેવામાં પત્ર પુષ્પ અર્પણ કરે. પત્ર અને પુષ્પ. પહેલાના ઋષિ મુનિઓને શેની જરૂર પડતી? પત્ર અને પુષ્પની. બીજા કશાની જરૂર ના પડે એમને પૂજા કરવાની ને યજ્ઞ કરવાનો. એમને એટલે જે કઈ એ લોકો ગ્રહણ કરતા હતા, તો એ પણ એ લોકો પત્ર અને પુષ્પ રૂપે ગ્રહણ કરતા હતા.

નહીં કે રૂપિયા રૂપે કે સોના મોર રૂપે. કોઈ વખતે કિંચિત જો એમને પ્રાપ્ત કરવાનો વખત પણ આવ્યો હોય, કોઈ રાજાએ દ્રવ્ય આપ્યું દાખલા તરીકે, તો પણ એને એવી રીતે જ એ ગ્રહણ કરતા હતા અને પછી એને પાછો દ્રવ્યનો પાછો યજ્ઞ કરી નાખતા હતા. તો એટલી અદભુત વાત તો અર્પણ કરે છે તે. સમર્પણની સાથે સાથે મહાપુરુષોની સેવામાં દ્રવ્ય વાપરે છે. આપણે જોઈએ છીએ આજે પણ વ્યવહારની અંદર કેટલાય લોકો દ્રવ્ય સંપન્ન થયા હોય છે તે લોકો પોતાનું દ્રવ્ય સત્કાર્યોની અંદર, સારા કાર્યોની અંદર, અન્નદાનમાં, બીજા વસ્ત્રદાનમાં લોકો એમ કે પેલા ઔષધિ કરે છે તો એના ઔષધિદાનમાં, પછી વિદ્યાદાનમાં એને આવી રીતે વાપરતા હોય છે. કેટલાક લોકો તો એવા હોય કે જે લોકોને રહેવાની જગ્યા ના હોય તો આવાસ બનાવી આપે રહેવાનો કે ભાઈ તું અહીંયા સુખેથી રહેજે, સલામત રહેજે, સ્વસ્થ રહેજે.

તો આવી રીતના કહે છે શ્રીકૃષ્ણ કે "ભક્તિભાવથી પત્ર પુષ્પ જે કાંઈ મને આપે છે તેને હું આરોગું છું અને તેનું પરમ કલ્યાણ કરું છું". આ પણ યજ્ઞ જ છે. દરેક આત્માની સેવા કરવી. દરેકમાં આત્મા છે. હવે એની સીધી સેવા આત્માની કરવાને બદલે જેનામાં આત્મા છે તેની તમે સેવા કરી તો પણ આત્મા સુધી તો પહોંચી જાય. કેમ? તો કે હવે તમે એવી સહુલિયત એને કરી આપો છો કે એ આત્મધ્યાનમાં મગ્ન બની શકે. સહાયભૂત બનો છો તમે. કોઈ દાખલા તરીકે સંત હોય. હવે આવીને તમને એમ કે કે ભાઈ મારે તો હિમાલયમાં જવું છે, અહીંયા સુરતની અંદર જ તમને એવું એમ કે થાય, તો મને ટ્રેનની ટિકિટ કરી આપશો? આજકાલ તો ટ્રેનમાં કદાચ સંતોને પૂછતા નથી કોઈ કે ટિકિટ છે કે નથી, કશું એવી રીતના કરીને. તો એમને તમે માનો કે ટિકિટની વ્યવસ્થા કરી આપી એમને. જોઈતું કંઈક જોઈતું હોય તેવી બધી વસ્તુઓ એમને આપો અને એમને ત્યાં સુધીને પહોંચવામાં તમે કંઈ પણ યથાશક્તિ તમે એની મદદ કરી હોય એ પણ એક યજ્ઞ છે,એમ કે છે.

એટલે આવી રીતે દરેક આત્માની સેવા કરવી, માર્ગ ભૂલેલાને આત્મપથ પર લાવવો એ પણ દ્રવ્ય યજ્ઞ છે. આ બધું મટીરીયલ તૈયાર જે કઈ થાય તે પણ લોકો લોકોને ઉપલબ્ધ કરાવો છો, એ પણ એક દ્રવ્ય યજ્ઞ છે. યજ્ઞરૂપે તમે આ કાર્ય કરી રહ્યા છો એ ભાવ સાથે કરો અને એનાથી શું થશે? તો કે પ્રાકૃતિક સંસ્કારોને બાળવા માટે એ સમર્થ છે... પ્રાકૃતિક સંસ્કારો એટલે પ્રકૃતિ જનિત તમે જે પ્રકૃતિ અષ્ટદા લઈને આવ્યા છો, પૂરીયાષટકની અંદર એમાં તમે ઘણો બધો સંચય કરેલો છે. તો એ બધાને બાળી નાખવા માટે સમર્થ છે. પછી એની તીવ્રતા ઓછી થતી જાય દિવસે દિવસે. ક્રોધ, માન, માયા, લોભ બધું જે કંઇ લઈને આયેલા હોય. બધું કારણ કે દરેક વખતે કૃત્ય થયું એટલે એક સંસ્કાર પાછો દરઢ થતો ગયો. તો એ દઢતા વાળા સંસ્કારો જે છે તે હવે શું થશે? પહેલા ઢીલા પડશે અને પછી લુલા પડશે અને પછી સાફ થઈ જશે, ખતમ થઈ જશે.

યજ્ઞની અંદર કેમ? સંયમરૂપી યજ્ઞ, સંયમરૂપી અગ્નિ પ્રગટ થઈ ગયો અને તમે યજ્ઞ ભાવથી એ કૃત્ય કર્યું છે એટલે તમને પ્રાકૃતિક જે કઈ છે તમારી અંદર, એવું આપણને ઘણી વખત વર્તાતું હોય...જેને કહેવાય કે હું આ કરી શકીશ? મારાથી આ થશે? પરીક્ષા આપવાનું આવે ને? તો હું પાસ થઈશ? પેલો પ્રશ્ન આવી જાય આપણને. તો એવા બધામાંથી આપણે મુક્ત થઈએ છીએ, બચી જઈએ છીએ. કેમ? તો કે હવે બળ આપણે કેળવી રહ્યા છે. તો આવું બળ કેળવવાનું છે. અમુક અંશે શારીરિક બળ જરૂરી છે પણ આપણને વાસ્તવમાં આ બળની જરૂર છે, આત્મબળની જરૂર છે. એટલે "તેને હું આરોગું છું". પરમાત્મા પોતે સ્વયં શું કહે છે કે "હું તો આ બધું એમ કે કરું છું. તમે મને જેમ મીઠાઈ, પેંડા જે કાઈ બધું ધરાવો જો એ બધું કે ભોજન કરતો નથી. હું, એને સ્થૂળ રૂપે ગ્રહણ કરતો જ નથી. આને હું આવી રીતના ગ્રહણ કરી લઉં છું.

તમે તમારો ભાવ શું છે? બસ એ તમે જે ભાવ સમર્પણ કર્યું ને, પૂર્ણ થઈ ગયું. પરમાત્માની ભક્તિ થઈ ગઈ, ઉત્કૃષ્ટ સેવા થઈ ગઈ પરમાત્માની. આવી રીતના કરવાનું આપણને કહેવામાં આવ્યું છે. તો આ રીતે કેટલાક પુરુષો તપોયજ્ઞ સ્વધર્મ પાલનમાં ઇન્દ્રિયોને તપાવે. ઘણા લોકો પંચાગ્નિ કરે અને પછી એમાં બેસે અને પછી ઇન્દ્રિયોના સંયમ બરાબર... પુષ્કળ ગરમી લાગતી હોય, ખૂબ પવન આવે, ખૂબ વરસાદ આવે. છેલ્લે આપણે જોયું તું શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત અને સુખદેવજી બે જ રહી ગયા. એવું ભયંકર મોટું તોફાન આવ્યું કે વાવાઝોડું જબરજસ્ત મોટું, કશું દેખાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ અને જીવ બચાવવા માટે બધા જ યજ્ઞ મંડપમાંથી નાસી ગયા ફક્ત બે જ લોકો હાજર—સુખદેવજી અને પરીક્ષિત રાજા. તો એમને તે વખતે શું કર્યું? સંયમ યજ્ઞ કર્યો, આત્મસ્થ થઈ ગયા બિલકુલ સંપૂર્ણપણે આ બાહ્ય જે કાંઈ પરિસ્થિતિઓ છે તેમાં.

એટલે જ્યારે સાધના કાળમાં તમે પણ બેસસો પરીક્ષિતની જેમ, ત્યારે સૌથી પહેલામાં પહેલા આવા બધા વિચારો રૂપી વાવાઝોડા આવશે, તમને હલબલાવશે, ખૂબ પ્રયત્ન કરશે. પેલા દેવ હતા, પાર્શ્વનાથ તો બેઠા હતા અને તે વખતે પેલા આવીને એણે એટલો બધો ઉત્પાત મચાવ્યો, એટલો બધો ઉત્પાત મચાવ્યો કે ના પૂછવાની વાત. કારણ કે પૂર્વનું વેર હતું, એમને એકદમ સ્મરણમાં આવી ગયું. ત્યાં સુધીને તો કશું નહતું પણ એ તો આકાશમાર્ગે જતા હતા ને એકદમ જોયું, અરે પાર્શ્વનાથ અહીંયા આગળ બેઠા છે બરાબર. એટલે પછી તો એણે જે કહેર મચાવ્યો કે ના પૂછવાની વાત. આપણે ત્યાં પણ જોયું હતું ને કે વૃંદાવનની અંદર જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું ગોવાલિયાઓને કે તમે ગોવર્ધન પૂજા કરો, ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? ત્યારે ઇન્દ્રએ પણ કહેર મચાવ્યો તો—ખૂબ વરસાદ, વાવાઝોડું બધું મોકલયૂ હતું.

આ બધા રૂપકો છે, સમજો. કેવા વાવાઝોડા? તો કે તમારા મનમાં જે ફૂંકાય છે ને બધા તે વાવાઝોડા.એને પકડવાના છે. ત્યાં તમારે સ્થિર રહેવાનું છે, હાલવાનું નથી બસ. પણ એ બળ કેવી રીતે આવશે? દૈવી સંપત્તિનો સંગ્રહ કરવાથી આવશે. એટલે ઇન્દ્રિયોને આવી રીતે તપાવે છે સ્વભાવથી ઉત્પન્ન ક્ષમતા મુજબ. સ્વભાવથી ઉત્પન્ન ક્ષમતા મુજબ યજ્ઞની નિમ્ન અને ઉન્નત અવસ્થાઓની વચ્ચે તપ્યા જ કરતા હોય છે એ બધા સાધકો, યોગીઓ જે લોકો આ યજ્ઞ કરે છે તે લોકો બધા. તો ઠેઠ નીચેથી શરૂ કરીને સર્વોચ્ચ સ્થિતિ સુધીની બધી જ અવસ્થાઓ જે એમણે કહી દીધી, તે બધાની અંદર એ લોકો શું કરે? તો કે સંયમરૂપી યજ્ઞ કર્યા જ કરે અને ઇન્દ્રિયોને તપાવે બરાબરની એ તપે એટલે શુદ્ધ થાય. જેમ સોનું જેમ જેમ તપે તેમ શુદ્ધ થાય ને, એમાંથી અશુદ્ધિ નીકળતી જાય છે. એવી રીતે ઇન્દ્રિયોની અંદર પણ જે પૂર્વ સંસ્કારો પડેલા છે તે બધા આવી રીતના ઉડી જાય, બળી જાય, નષ્ટ થઈ જાય, ભસ્મીભૂત થઈ જાય બધી.

આ માર્ગની અલ્પ જાણકારી હોવાથી પહેલી શ્રેણીનો સાધક શુદ્ધ પરિચર્યા દ્વારા... પહેલી શ્રેણીનો સાધક એટલે શૂદ્ર. શ્રેણીનો વૈશ્ય—દેવી સંપત્તિના સંગ્રહ દ્વારા બીજી શ્રેણીનો સાધક વૈશ્ય ગણાય છે. તો એ શું કરશે? એ દૈવી સંપત્તિ. શૂદ્ર શ્રેણીનો સાધક શું કરશે? ઇન્દ્રિયો તપાવશે, કેવી રીતે? સેવા યજ્ઞથી કરશે. મહાપુરુષોની સેવા કર્યા કરશે, દિન રાત કર્યા કરશે—બાપજીને આ જોઈશે, બાપજીને પેલું જોઈશે, બાપજીને પગ દબાવવા, બાપજીને શું કરવું? અહીંથી ત્યાં મૂકી આવ્યા. કોઈપણ પ્રકારની સેવા એ કરશે તો એ શૂદ્ર શ્રેણી.વૈશ્ય શ્રેણીનો શું કરશે? પછી એનામાં એ ક્ષમતા આવશે એટલે દૈવી સંપત્તિનો સંગ્રહ કરવા માંડશે, દૈવી ગુણોનો સંગ્રહ કરવા માંડશે અને બળવાન બનશે. હવે ક્ષત્રિય જે છે બળવાન થઈ ગયો, તૈયાર થઈ ગયો પછી એ શું કરશે? તો કહે છે કે એ કામ અને ક્રોધ વગેરેના ઉન્મૂલનના કામમાં પડી જશે—જડમૂળમાંથી ઉખાડી નાખું મારામાં ક્રોધ ના હોવો જોઈએ, હું તો આત્મા છું મારામાં કામ વિકાર ના હોવો જોઈએ.

એ ઈચ્છા જોઈએ જ નહીં આપણે કે "હું તો ક્ષત્રિય શ્રેણીનો સાધક છું". એનામાં એવું ક્ષત્રિયપણું એ પ્રગટાવે અને એવી રીતે આગળ વધે. એટલે આવી આવી અલ્પ જાણકારી હોવાના કારણે: પહેલી શ્રેણીનો સાધક શુદ્ધ પરિચર્યા દ્વારા; વૈશ્ય દૈવી સંપત્તિના સંગ્રહ દ્વારા; ક્ષત્રિય કામ અને ક્રોધ વગેરેના ઉન્મૂલન દ્વારા; અને બ્રાહ્મણ—એનું કર્તવ્ય શું છે બ્રાહ્મણનું? તો કે બ્રહ્મમાં પ્રવેશની યોગ્યતાના સ્તરથી તેમની ઇન્દ્રિયોને તપાવે. બસ હવે બ્રહ્મ શું? "હું બ્રહ્મ છું", એક જ વાર બોલ્યો અને પછી અંદર સ્થિર થઈ ગયો, શાંત બ્રહ્મ સ્વરૂપની અંદર પ્રવેશ પામવા માટે બસ એ સ્થિર થઈ જાય છે. તો બ્રાહ્મણે આ કર્તવ્ય કરવું જોઈએ, એણે આવો યજ્ઞ કરવો જોઈએ. તો આ દરેકમાં સૌને એકસરખો પરિશ્રમ કરવો પડે. જો પરિશ્રમ તો દરેકે કરવાનો છે. પણ પદ્ધતિ અલગ અલગ છે.

યજ્ઞની સ્થિતિના પ્રમાણે એને બદલાતા જવું પડે છે. Q:-જે એક મિનિટ પણ નથી બેસી સકતો તો એમણે મહાપુરુષોની સેવા કરવી જોઈએ પણ મહાપુરુષનો પરિચય હોય તો એમની સેવા કરી શકે ? અને જે મહાપુરુષોના પરિચયમાં ન આવી શક્યા હોય એમાંથી એ લોકોએ કોની સેવા કરવી? A:- એણે પહેલા પોતાનાથી આગળ છે એવા લોકોની સેવા કરવી છે. એટલે શું કરે? કે કઠિયારો હોય તો મંદિરના પૂજારીને પૂછે જાણે કે "ભાઈ તમને કઈ જરૂરત છે? લાવી આપું કઈ કરી આપું?" પેલો કે "મારે થોડાક આંબળાની જરૂર છે", તો એ લાવી આપે ઝાડ ઉપરથી આવી રીતે કઈ અલ્પ... જો વાસ્તવમાં કોઈ કાર્ય અલ્પ છે જ નહીં. યજ્ઞ રૂપે કરવામાં આવેલું કોઈપણ કાર્ય સર્વોચ્ચ, એ પણ એટલું જ ફળ આપશે. એને જેટલું પેલા બ્રાહ્મણ બેઠા હોય “બ્રહ્મ સ્વરૂપ” બનીને એની સેવા કરવાથી એને જેવું ફળ આપે છે એવું જ ફળ એને ત્યાં આગળે આપે છે.

Q:- યજ્ઞરૂપી ?A:- એટલે સમર્પણ ભાવથી કે "હું બ્રહ્મની સેવામાં છું,ઉપસ્થિત છું", એવા ભાવથી કરે છે. પૂજારીને નથી આપતો એ બ્રહ્મને અર્પણ કરે છે.એ પરમાત્માને અર્પણ કરે છે.એવા ભાવથી આપે છે, એ ત્યાં પરિવર્તન પામી જાય. આખે આખો ભાવ જ. એ બ્રહ્મ છે અને "હું બ્રહ્મ તરીકે એને આપું છું". હા, Q:-તમે જ્યારે પેલું કહેતા હતા ને કે આપણે યોગવશિષ્ઠ લખ્યું અને મે એને યજ્ઞ તરીકે એને લીધું તું એટલે ત્યારે કયો ભાવ હોય? A:-બસ એ જ, આ વાંચીને અનેક લોકો આ પ્રકાશ પામે એ ભાવથી. હા એ વખતે આવી રીતના બેઠા હોય બરાબર. વ્યાસજીને પણ આવું થયું હોય, અમને પણ તે વખતે એવું થાય કે આવી રીતના આપણે આમ બેઠા તો બ્રહ્મનો સ્પર્શ થાય આપણને. એટલે એટલો અપાર આનંદ વ્યાપી જાય પછી એમ થાય કે "ઓહ! આવો આનંદ સૌને પ્રાપ્ત થાય, કેટલું સારું!" એટલે પછી એની શું વિધિ છે?

તો કે એ વિધિ છે ને એમની જાણમાં છે એટલે એ પછી લેખન કાર્ય કરશે. તો એ લેખન કાર્ય કરે છે તે વખતે એ શબ્દ જે છે એ જ્ઞાનને એ શબ્દમાં કન્વર્ટ કરે છે, કોડિંગ થાય છે તે વખતે જ્ઞાનનું કોડિંગ થઈ જાય અને એ શબ્દરૂપે બને છે. હવે જે શબ્દ છે તે પાછો કેવો છે? તો કે અક્ષર છે, અવિનાશી છે. આજે લખેલું વંચાય એમ બોલે છે ને લોકો કે "ભાઈ ક્યાંક લખાણ કરી રાખજો". વચનામૃતમાં પણ સહજાનંદ સ્વામીએ કહ્યું છે કે દીકરાને પણ તમે જો કોઈ પણ દ્રવ્ય આપો લોન રૂપે કે કંઈ પણ ઋણ રૂપે, તો એનો તમે લેખિત કરાર કરી રાખજો. ત્યાં સુધીને એમણે સાવધાની વર્તવાની વાત કરી જેથી વ્યવહાર સ્પષ્ટતા હોય. બહુ જ ક્લેરિટી રાખવાની એમ કે. એટલે એ કહેતા હતા કે લખી રાખજો કે જેથી કરીને ભવિષ્યમાં ઊભા થનારા વિખવાદોથી તમે બચી જશો. તે વખતે ફક્ત એ કાગળ જ બતાવવાનો રહે તમારે, કશું જ નહીં બીજું—"આ છે કે આપણા વચ્ચેનો કરાર બરાબર છે?

તો ઓકે". એટલે તરત એમાંથી માણસ નીકળી જાય. તો આવી સ્થિતિ જે ભવિષ્યમાં પછી એને અજંપો થાય કે છોકરો સામે પડ્યો, આવું બોલ્યો, તે કર્યું; એ બધામાંથી એ મુક્ત થઈ જાય. એટલે સ્વયં પોતાના દીકરા સાથે કીધું એનો મતબ એ થયો કે બધાના સાથે એણે આવું જ વર્તન કરવું જોઈએ અને આ સદવર્તન છે. કોઈકની પાસે આવી રીતના લખેલું રાખવું, લખાવી રાખવું એ શું છે? તો કે સદવર્તન છે. અમુક લોકોને કદાચ એવું ના પણ ગમે કે "એમાં શું લખવું હતું? આપણા ઘર- ઘરમાં છે, મારો વિશ્વાસ નથી આટલો?" આવું બધું પણ કે ના, એ વિશ્વાસ તમારો ડગે નહીં એના માટે પણ જરૂરી છે કારણ કે લખેલું હશે તો તમને અંદર ચળ વિચળ થાય ને કે "જવા દો ને આ વખતે કે હપ્તો નથી ભરવો", એમાંથી તમે બચી જશો કેમ? કન્ડિશન એપ્લાય વાળી વાત તમને ખબર છે તે વખતે કે "ભાઈ આ વખતે હપ્તો ચૂકીશ તો શું થશે?

તો વ્યાજ વધી જશે અને મારી ક્રેડિબીલિટી જે છે તે પણ ડાઉન જતી રહેશે". તરત એની અસર આવે છે ને વ્યવહારની અંદર આર્થિક વ્યવહારની અંદર. એવો સામાજિક વ્યવહાર છે—એક જ વખત અસત્ય બોલ્યા, એક એક જ વખત ના બોલવાનું બોલ્યા છે જે નથી બન્યું એવું કંઈક તમે કીધું છે કે રજૂઆત યોગ્ય રીતે નથી કરવામાં આવી, તો એનાથી પણ શું થાય છે? સામાજિક સ્તરે પણ એની જે વિશ્વસનીયતા છે, લોકોની એના પ્રત્યે શ્રદ્ધા છે તેમાંથી પાછા એ પરિસ્થિતિ લોકોને ડગવા માટે મજબૂર કરી દે. તો તમે મોકો ના આપશો કે કોઈના મનમાં ચોરીનો ભાવ પણ પેદા થાય, કહેવાનો મતલબ એને તક જ નથી આપવાની આપણે કે એની નિષ્ઠામાંથી એ નીચે પડે એટલા માટે કરાર કરવો એમ કે છે. તો આવી રીતે પરિશ્રમ કર્યા જ કરવાનો છે દરેક શ્રેણીના સાધકે એક સરખું. હકીકતમાં તમે જે તે સમય જે છે તેનું દાન કરો છો.

સમય એ... એ સમયની અંદર તમે એ કૃત્ય કરો છો એમાં તમે જે કંઈ તમારા શારીરિક માનસિક વ્યાપાર જે તમે કરો છો એનાથી હકીકતમાં શું થાય છે? તો કે એક પરિશ્રમ થાય છે શારીરિક કે માનસિક. કોઈ આવે અને એમ કહે કે "ભાઈ મને કાગળ લખતા નથી આવડતું મને કાગળ લખી આપશો?" "કે બોલ ભાઈ તારે શું લખવું છે? કોને લખવું અને શું લખવું છે?" એટલે એના પાસેથી સમજી લો અને પછી તમે તમારી યોગ્યતા હોય એ પ્રમાણે તમે એને લખીને આપો તો એટલા સમયનો તમે દાન કર્યું એને? એ શ્રમ કર્યો એના વતી તમે કર્યું એને દાનકર્યું. આ વાત તો આવી રીતે હેલ્પ કેટલી જગ્યાએ કરી શકીએ આખા સમાજની અંદર જુઓ. અને એને પાછું આપણે સેવા યજ્ઞ તરીકે લઈએ. એવું નહીં કે "આ પેલો આયો પછી મારે લખી આપવું પડ્યું". મનમાં એ ભાવ સાથે જો લખી આપ્યું હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. "ભાઈ આયા જમવાનો ટાઈમ હતો એટલે પછી અમારે તો અમને જમાડી દીધા".

"આ જમાડી દીધા?" અરે ખરેખર તો એ તક ચૂકી ગયો. એટલું અદભૂત કાર્ય, યજ્ઞ કાર્ય કરવાની કે ભાઈ એક શુધાર્ત માણસને એણે ભોજન કરાવ્યું. કેટલું બધું મોટું કામ થયું. અરે ભલે કશું નહીં, ૧૦૦ ગ્રામ ફાફડા જલેબી લાવીને ભૂખ્યાને જમાડી દીધો હોય તો પણ, પણ જેવું તમે એમ કીધું "મેં આપ્યું ને આમ કર્યું તેમ કર્યું", એટલે શું થયું? વરાળ બની જાય બધું. એટલે સાચવવાનું એ છે કે કંઈ પણ કરો યજ્ઞ રૂપે કરો. ભગવાન આપણને બસ એવું કહે છે.એવી નિષ્ઠા અને પવિત્રતા સાથે કોઈપણ કાર્ય કરો તમે, તો અવસ્થા મુજબ ઊંચી નીચી શ્રેણીમાંથી સાધક ધીરે ધીરે ધીરે કરતો નીચેથી ઉપર સુધીને આવી રીતે આવતો હોય છે. તો પૂજ્ય મહારાજજી કહેતા કે મન સહિત ઇન્દ્રિયોને અને શરીરને લક્ષ્યને અનુરૂપ તપાવવું એ જ તપ છે. લક્ષ્યને અનુરૂપ તપાવવું. આપણું લક્ષ્ય શું છે? બ્રહ્મની પ્રાપ્તિ એકમાત્ર લક્ષ્ય છે, આત્મ સાક્ષાત્કાર બસ.

તો એના માટે જે કંઈ કરીએ છીએ તે બધું જ એના માટે જ છે. તમે ઓફિસમાં જઈને બેસો, તમે ત્યાંથી અહીંયા આગળ આવો, તમે ગાડી ચલાવીને જાઓ, કંઈ પણ કરો છો—બધી તત્પરતા તમારી શેના માટે છે? તો કે "હું ત્યાં આગળ જઈને યજ્ઞ રૂપે બેસીને આ કાર્ય કરું છું". એ સમાજને ઉપયોગી કાર્ય છે, યજ્ઞ થઈ ગયો તમારો ૧૧ થી ૬ ભલે તમે નોકરી કરી છે તેમ છતાં પણ. તો એને હું પરમાત્માના માટે થઈને અહીંયા આગળે બેઠેલો, એણે મન તૈયાર કર્યું, સીએ બનાવ્યો, અહીંયા આગળે લાવ્યા છે હવે હું આ જે કઈ કાર્ય છે તે કરું છું તે શું છે? પરમાત્માની સેવા છે, યજ્ઞ છે. એના માટે બિલકુલ કંટાળો નહીં આવે, સહેજ પણ થાક નહીં લાગે. પુલકિતતા ! અહોભાવ !. મંદિરમાં જઈને દર્શન કરો તો કેવું આમ હળવાસ લાગે ને? બસ એવી રીતના આમ ઓફિસમાં જઈને માણસ પાછો આવે. અશક્ય લાગે છે ને આજના ટાઈમની અંદર?

પણ આ હકીકત છે. યસ હા મેની... બિલકુલ સાચી વાત છે. એટલે જે કર્મ થઈ રહ્યું છે વાસ્તવમાં એને અર્પણ કર્યા કરો. અર્પણતાના ભાવ સાથે કર્યા... કોને? કે વિશ્વદેવ યજ્ઞ ચાલી રહ્યો છે, વિશ્વ કલ્યાણ થઈ રહ્યું છે, હું મારી જગ્યાએ મારું કામ કરું. પુર્જો ભલે એક નાનકડો જ હોય આટલો પણ એની ચોક્કસ જગ્યાએ આખી મશીનરીમાં હશે ને તો એના આધારે બાકીનું બધું બરાબર ચાલશે. અને એક નટ જો ઢીલો થઈ ગયો તો મશીન અવાજ કરવાનું ચાલુ કરી દેશે કે "ભાઈ ક્યાંક કશું ગડબડ છે, તપાસ કરો કે ભાઈ શું છે?" એવી રીતના એક એક વ્યક્તિની પોતાની ભૂમિકા છે. તો આપણે વ્યર્થ જન્મ નથી લીધો એવી રીતના જો તમને જન્મનું મહત્વનો ખ્યાલ આવશે ને કે "શા માટે હું જન્મ્યો છું?" તો પણ તમારા જે કઈ કર્મો છે ને એ બધા દિવ્ય થવા માંડશે, ઉચ્ચ થવા માંડશે, ભાવના બદલાવવા માંડશે.

અને જે કંઈ કરવાનું છે તે બોજો લાગવાના બદલે તમે તેનાથી ઉપર ઉઠી જશો. અને એવી એવી રીતના ઇન્દ્રિયોનો સંયમ કરી કરીને પરમાત્માની તમે સેવામાં સદૈવ સમર્પિત જ છું—કે "પ્રભુ હું હાજર જ છું બિલકુલ, જેમ તમે હાજર છો તેમ હું પણ હાજર જ છું અહીંયા આગળ જ બેઠો છું". એટલે જેવો કોઈ આવે, કોઈ પ્રશ્ન પૂછે એટલે અમારે તરત ફરજ છે ને જવાબ આપવાની. તો જે જવાબ અપાતો હોય એ કેવો હોય? અમારા જ્ઞાન છે, અમને આવડી ગયું છે અને અમે કરીએ છીએ એવી રીતના નહીં, પરંતુ તમારી જિજ્ઞાસા ને સંતોષ થાય તમારી તૃપ્તિ થઈ જાય તો તમને જે શંકા હતી જે તમને પાછી પાડતી હતી પરમાત્માની સેવાની અંદર પડવા, એમાંથી તમને મુક્તિ મળી જાય છે. આવી રીતે કેટલી બધી ચીજોમાંથી ધીમે ધીમે ધીમે ધીમે મુક્તિ મળ્યા જ કરતી હોય છે. તો વાસ્તવમાં કર્મ કરવાથી વ્યક્તિ બંધાતો ન હોવો જોઈએ, મુક્ત થતો હોવો જોઈએ પ્રતિપળ.પ્રતિક્ષણ.

તો મુક્ત પુરુષો આ જાણી ગયા. એ લોકો આવી રીતે યજ્ઞરૂપી કર્મો કરતા ગયા આખા જીવનકાળ દરમિયાન પ્રતિપળ પ્રતિક્ષણ અને બધા મુક્ત પુરુષો બની ગયા અને એટલે એઓને બાકીના લોકો મહાત્મા તરીકે જાણે છે કે એ તો બહુ મોટા મહાત્મા છે. કેમ? તો કે એમની પાસે યુક્તિ છે, એ જાણે છે વિધિ છે. તો પેલો મજૂરી કરે છે. મનથી આમ કરીને કે "આ બધું મારે આવું કરવું પડે છે, આવું કરવું પડે છે". તો પછી હવે પેલા સ્ટ્રેસ હોર્મોન ને એ બધું બોલ બોલ કર્યા કરે છે ને આજકાલ બધા લોકો. ટીપા પડે... ટીપા પડે... શેના ટીપા પડે? સ્ટ્રેસ. શેનો તને સ્ટ્રેસ? શા માટે થવો જોઈએ? ઇન્દ્રિયોને વાસ્તવમાં સંયમ કરાવવાથી તો તને તો અમૃતના ટપકા પડવાનું ચાલુ થશે કારણ કે યજ્ઞરૂપે તું કાર્ય કરે છે. તારી એક એક ગ્લેંડ છે ને બહુ પરફેક્ટ કામ કરતી થઈ જશે, તારે કશાની જરૂર નહીં પડે.

આ દવા લેવી પડે એ પણ એક વચ્ચે તો તમારે પેલું જેને કહેવાય કે વિક્ષેપ જ છે ને યજ્ઞરૂપી જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમારે યાદ રાખવું પડે કે મારે સાત વાગ્યા આ દવા લેવાની, ૯:૦૦ વાગે પેલી લેવાની છે, આમ કરવાનું; તો કેટલા વિક્ષેપો આખા દિવસના! જેટલી તમારે લેવાની પરિસ્થિતિ ઊભી થઈ એટલે નિર્વાહ પૂરતો આહાર તો બોજો નથી, જીવન નિર્વાહ પૂરતો આહાર કોઈપણ પ્રકારનો આહાર તો બોજો નથી. પણ એનાથી સેહેજ વધારે લીધું પછી તો ઓડકાર આવશે, આકળામણ થશે, બધું જ થશે ભાઈ! તમે લોડ ભેગો કરો છો બધો જાત જાતનો એટલા માટે કે. તો એ કહે છે પૂજ્ય મહારાજ કે મન સહિત ઇન્દ્રિયોને અને શરીરને—ઇન્દ્રિયો અને મન બધું ભેગું અને આ બાજુ શરીર—તો આમ ભેગું કરીને સમગ્ર રીતે આખા દેહને શું કરવાનું? તો કે લક્ષ્યને અનુરૂપ તપાવવાનું. તમારું લક્ષ્ય શું છે એ પ્રમાણે કરવાનું.

એક સૈનિકનું લક્ષ્ય હોય ફિટ રહેવાનું ને રક્ષણ કરવાનું, તો એના માટે રોજ એણે કરવું પડે ને બધું? કસરત કરવી પડે આ તે બધું, પોતાનો મોરલ ઊંચો રાખવાનો બધું કરવાનું. તો

એ યજ્ઞરૂપે કરતો હોય તો એ સૈનિક મે એવા કેટલાય સૈનિકો જોયા છે—ગીતા જોડે ને જોડે હોય, વાંચ્યા જ કરતા હોય, હનુમાન ચાલીસા કર્યા જ કરતા હોય. પોતે. બહુ સુદ્રઢતાથી કાર્ય કરે પોતાનું બહુ સુંદર. એટલે કહે છે કે લક્ષ્યને અનુરૂપ તપાવવાનું. આપણે આવી રીતના આમ બેસવાનું થાય ૧૦ મિનિટના બદલે અડધો કલાક તો બધું કહે છે ને કે "તપી ગયું આમ આમ બોલો બોલે ને", પણ ખરેખર એ તપ છે કે મારે અહીંયા અડધો કલાક... મને કીધું છે કે અહીંયા ઊભા રહેવાનું એટલે ઊભા રહેવાનું. તો એ ઊભા રહેવાનું કીધું... કોક બોલી ગયો તમને "જરા ૧૦ મિનિટ ઊભા રહેજો ને હું આવું છું". હવે તમે ૧૦ મિનિટ ત્યાં ઊભા રહો એણે તમારી ૧૦ મિનિટ લીધી છે? ના, તમને યજ્ઞની એક તક આપી છે કે કોઈપણ પ્રકારનો વિરુદ્ધભાવ કર્યા વગર એ વ્યક્તિ પ્રત્યે તમે ૧૦ મિનિટ શાંતિથી બસ ઊભા રહો યાર.

ટેવ તો પાડો! એક દિવસ તો એવું કરો તમે જોશો એક બહુ જુદી જાતનો અનુભવ આવવાની શરૂ થશે એ જ ૧૦ મિનિટની અંદર. હી હેઝ ગીવન યુ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇનક્રીઝ યોર એબીલિટી—શેમાં? પરબ્રહ્મમાં પ્રવેશ માટેની તક આપવામાં આવી છે કે મને તો અહીંયા આગળ હેને? એણે ખાલી એમ જ કીધું "જરા ૧૦ મિનિટમાં આવું છું હો અહીં ઊભા રહેજો, પણ તમને તો એણે બહુ મોટી તક આપી દીધી. તમે જો એ નિષ્ઠાપૂર્વક એવી રીતે શાંતિથી ઊભા... ૧૦ મિનિટ તમારા ખાતે જમા થઈ ગઈ. યસ! સિગ્નલ પર ઊભા રહીએ તે પણ તો શું છે? કે ત્યાં ઊભા રહેવાનું જે આપણને અત્યારે ચળ વિચળ થાય છે ને એ બધું બંધ થઈ જાય. શાંત નિર્લેપ ભાવથી આમ એવા સુંદર રીતે કે "ભાઈ હું તો પરમાત્માની એમાં બેઠો છું" તો તે વખતે ગમે તેટલો તાપ હશે, ટાઢ હશે, કશું બી હશે; કેટલા અવાજ કરતા હશે લોકો આમથી તેમ. કશું કે તમારે તો સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે, તરત જ આવી જશે એ જ્ઞાન ત્યાં પ્રગટ થઈ જશે.

પણ આહા! ધીરજનો મહાસાગર કાને અંદર હિંડોળા મારતો હોય ને એવું તે વખતે આપણને અનુભવ આવી જાય, બોલો કેટલી મોટી વાત! એટલે મન અને ઇન્દ્રિયોને લક્ષ્યથી જ્યારે દૂર ભાગતી હોય તેને સમેટી સમેટીને પાછી ત્યાં જ લગાવો જે લક્ષ્ય છે, જે કર્મ છે, જે કર્તવ્ય છે તેને પૂરું કરો અને નિષ્ઠાપૂર્વક કરો. આવી રીતે યજ્ઞ ભાવથી કરજો એટલે તમે પરફેક્ટ તમે યજ્ઞની અંદર સ્થિર થતા જશો. એમ એમ કરતાં કરતાં તમારી સાધનાની જે તીવ્રતા છે એ કેટલી વધી જશે એનો પણ ખ્યાલ આવશે નહીં તમને કારણ કે તમે તો પરમાત્મામાં છો ને! આ બધું "કેટલે આગળ વધ્યો? કેટલે પહોંચ્યો? કેટલે પહોંચ્યો?" વાળું છે ને બધું એ બધું શાંત થતું જશે. દરેકને થાય ને સાધના કરે ને એટલે આમ ત્રણ મહિનાથી તો જપ કરું છું, હજી કાંઈ થયું નથી કે? એ જે હોય છે ને અધીરતા અંદર, એના બદલે ધીરજ, શાંતિ કે "આમાં જ મારે પ્રાપ્ત કરવાનું છે, એ તો પરમાત્મા મને આપી જ રહ્યો છે".

એ શ્રદ્ધા ક્યાં છે? કારણ કે દ્રષ્ટિ જ નથી તો શ્રદ્ધા ક્યાં રહે? પહેલા જાણવું જ હોય કે વાસ્તવમાં બધા ખોળ-ખોળ કરતા હોય ક્યાં છે પરમાત્મા? ક્યાં છે? પણ ક્યાં નથી ભઈ? તું જો જ્ઞાનીની દ્રષ્ટિએ જોઈશ તો તને દેખાશે કે પરમાત્મા બધે મોજૂદ છે હાજર છે. એટલે પ્રકૃતિમાં ભટકતા આત્માનું પ્રકૃતિની પર એવા આત્મા સાથેના મિલનનું નામ જ યોગ છે. પ્રકૃતિમાં ભટકે છે હેને આત્મા? તેને શું તો કે આત્મા સાથે પાછો ફરી મેળવવાનો છે. એટલે સ્વયંનો બોધ કરાવવાનો છે—ભાઈ તું પ્રકૃતિ નથી તું આત્મા છે, તું પ્રકૃતિ નથી તું આત્મા છે, તું પ્રકૃતિ નથી તું આત્મા છે. તું કર્યા કરીશ ત્યારે તને એનો બોધ એક વખતે મળશે અને એટલા માટે એ મિલનનું નામ યોગ છે. આત્માનું આત્મા સાથે મિલન. તમે કોઈકને મળો છો? તમે કોઈકને નથી મળતા તમે આત્માને મળો તો તમારો યોગ થઈ જશે ત્યાં આગળ પણ.

એટલે એટલા બધા જાતના આવા બધા તમે ઉપાયો કરી શકો છો જે યજ્ઞ તમારો નિરંતર ચલાયા કરશે. એના અંતિમ પરિણામની અંદર તો આત્માની અંદર પ્રવેશ તમારો નિશ્ચિત થતો જશે. માટે પ્રકૃતિમાં સ્થિત આત્મા પોતાના શાશ્વત રૂપ પરમાત્મામાં પ્રવેશ પામે છે. એટલે શું થશે? અત્યાર સુધી કેવો હતો? પ્રકૃતિમાં સ્થિત હતો આત્મા, ત્યાંથી હવે ધીમે ધીમે ઉપર ઉઠતો જશે પ્રકૃતિથી આપણે પહેલા જ વાત કરી ભગવાને કે ભઈ અનાત્મા છે એટલે ત્રણ ગુણો જ છે જે ખરેખર તો એક્ટિવ છે સત્વ, રજસ અને તમસ. એનાથી જ આ બધું ઊભું થયું. હવે એમાંથી એને અલગ પાડીએ છીએ દર વખતે સંયમરૂપી અગ્નિમાં તપાવી તપાવી તપાવીને અને પછી આપણને ઓળખાણ થતી જાય છે. તો એવો આત્મા છે તે પરમાત્માની અંદર પ્રવેશ પામે છે એવું કે છે. તો પ્રકૃતિ પુરુષમાં વિલીન થઈ જાય છે, આ જ યોગ છે. પ્રકૃતિનું શું થશે પછી?

પુરુષની અંદર વિલીન થઈ જાય છે. જ્યાંથી નીકળી છે ત્યાં જ પાછી એ જતી રહેશે. તમારી પ્રકૃતિ તમારી અંદર છેને? કે બહાર છે ક્યાંક તમારી પ્રકૃતિ તમારી અંદર. હવે એ પ્રકૃતિનો અંદર વિલીનીકરણનો કાર્યક્રમ થાય છે જ્યારે તમે સાધના કરવા બેસો છો, એટલે પ્રકૃતિ શાંત સ્થિર થઈ અને પરમાત્માને સમર્પિત થઈ જાય છે સંપૂર્ણપણે. પહેલા એ આત્માને સમર્પિત થશે અને પછી એ સંયોગ જે પ્રાપ્ત થયો છે પ્રકૃતિ પુરુષનો તે પરમાત્માની અંદર સ્થિર થઈ જાય છે. તો આને યોગ કીધો છે. ઘણા લોકો સ્વાધ્યાય કરે. રોજેરોજ અધ્યાત્મ વિશે કઈને કંઈ જે કાંઈ હોય તેનું આવર્તન કરે છે એમ કહે છે. પુસ્તકનું વાંચન તો સ્વાધ્યાયનો પ્રથમ સ્તર માત્ર છે પણ બહુ ઉપયોગી છે, વેરી ઈમ્પોર્ટન્ટ. જ્યાં સુધી પ્રાઈમરી સ્કૂલ કમ્પ્લીટ નથી કરી ત્યાં સુધી સેકન્ડરીમાં કેવી રીતે જવાશે?

તો આ પ્રાયમરી છે સો પ્રાયમરી. અને જે પ્રાયમરી છે એ હંમેશા બહુ અગત્યનું હોય, એટલા માટે તો એને પ્રાયમરી કહેવામાં છે... પહેલાને સેકન્ડરી. તમારી ગાડીમાં કાલે લખ્યું હતું ને પેલું મેં વાંચ્યું એસઆરએસ. એસઆરએસ શું છે? સેકન્ડરી રિસ્પોન્સ સિક્યુરિટી મેઝર છે ને? તો સેકન્ડરી છે બ્રેક પહેલા. પહેલી પ્રાયમરી કે ભાઈ અથડાતા અટકો. દાદાએ શું કીધું? "અથડામણ ટાળ". એ પ્રાયમરી છે. એટલી સરસ રીતે આપણને કહી દીધું. કોઈને પણ સાથે અથડામણમાં ના આવીશ, બસ તારો યોગ ચાલુ થઈ ગયો કે અને તું છૂટો થવાનું ચાલુ થઈ ગયો સંસાર આખાની અંદર તું ફર્યા કરીશ કોઈ જગ્યાએ કશાથી તું અથડાઈશ જ નહીં—કોઈના વિચારો સાથે નહીં, કોઈના વ્યક્તિત્વ સાથે નહીં, કશા સાથે નહીં. "અથડામણ ટાળ". દાદાએ બે જ શબ્દની અંદર કેટલી બધી મોટી વાત કરી દીધી પણ યોગની વાત કરી છે બોલો કોણ કેસે?

એને આ સ્પિરિટમાં જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડી જાય કે અદભૂત વાત કરી દીધી. તે દાદાએ તો મને કીધું છે અથડામણ ટાળવાનું, એટલે જેવી અથડામણ ઊભી થવાનો સંયોગ આવે ને આમ એટલે પ્રગટ થઈ જાય કે "ભાઈ અથડામણ ટાળ". બસ આપણે એમાંથી એ પળે મુક્ત થઈ ગયા. તરત ફળ આવ્યું છે. આને કીધું અભ્યુદય, આને કીધું અનુસાંગિક બંને એક સાથે આવી જશે, તરત તમને મળી જશે. અથડામણ ટાળી એટલે તો બહુ મોટું નહીં તો હોનારતો થાય છે લોકો અથડાય છે ને પાછું થાય છેને? શરીરની ક્ષતિ થાય, સમયની ક્ષતિ થાય, સાધનની ક્ષતિ થાય અને પાછું આ બધો મનોવ્યાપાર જે છે તે પણ બધું હલબલી જાય બોલો કેટલું બધું નુકસાન થાય. દાદાએ એક શબ્દમાં કહી દીધું અથડામણ ટાળ—પૂરું થઈ ગયું એટલે આને યોગ કહેવામાં આવે છે. તો પુસ્તકનું વાંચન એ સ્વાધ્યાયનો પ્રથમ સ્તર છે. વિશુદ્ધ સ્વાધ્યાય તો સ્વયંનું અધ્યયન છે.

સામાયિક. એને બહુ સુંદર શબ્દ વાપર્યો છે. વિશુદ્ધ અધ્યયન કરવાનું કોનું? તો કે સ્વનું. "હું કોણ છું?" બસ એનું અધ્યયન કર્યા કરવાનું દર વખતે. આમ ધીમે ધીમે ધીમે ધીમે કરતાં આગળ વધીએ અને આપણે આમ જોતા જઈએ કે "આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી" કરતાં કરતાં કરતાં જે છે એ બાકી રહી જશે એ તે હું છું એમ. આવી પણ એક પદ્ધતિ યોગની અંદર વેદની અંદર આપણને વર્ણન કરવામાં આવેલી છે. આપણને અત્યારે આશ્ચર્ય લાગે, નવાઈ લાગે પણ એક એક ઋષિમુનિ આવી એક એક પદ્ધતિનો અભ્યાસ કરતાં કરતા પરમ તત્વને પામેલા છે અને એને એ લોકોએ અધ્યાય રૂપે લખી કાઢ્યું એ વેદ તમારી સામે આવે છે. કારણ કે એ વાણી કોની છે? પરમાત્મા સ્વયં એના પાસે બોલે છે એને લખાવે છે તો એ બધું વેદ છે. મહાત્માની અંદર જે બોધ પ્રગટ થાય છે અને પછી એ લખે અથવા લખાવે છે.

વ્યાસજીએ ગણપતિજીને લખાવ્યું હતું તો વેદ થઈ ગયું. કેવી રીતે આગળ? હવે શું કહે છે? વિશુદ્ધ સ્વાધ્યાય તો સ્વયંનું અધ્યયન. સ્વયંનું અધ્યયન કરવાથી શું થશે? બેન સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે. અહીં જો એકદમ આટલું બધું પ્રોમિસ આપેલું છે તમને કે થઈ જ જશે, હવે એમાં શંકા ના હોવી જોઈએ. આ માર્ગે હું ચાલીશ એટલે પહોંચી જ જઈશ નિશ્ચિત, બસ પૂરું થઈ ગયું. લોકો ખૂબ વાંચ-વાંચ કરે છે પણ ખૂબ વાંચવાની જરૂર છે કે જે વાંચ્યું છે જે એક કે બે વસ્તુ એને પકડીને એની ઉપર કઈક વર્ક કરવાની જરૂર છે? એક જ વાત જેમ કીધું ને દાદાએ કે "અથડામણ ટાળ". પછી જો કંઈ થઈ ગયું તો કે "ભોગવે એની ભૂલ". હવે જો તું તું સમજે છે કે તું ભોગવી રહ્યો છે તો તારી ભૂલ હતી અને જો નથી ભોગવતો એવું તું છૂટા રહીને જોઈ રહ્યો છે કે "આ બધું કઈ હું નથી કરતો" તો તું મુક્ત થઈ રહ્યો છે.

એ પળે તું મુક્ત થઈ ગયો. મુક્તિ... મુક્તિ... મુક્તિ... લોકો બૂમો પાડ્યા કરે છે અલા પણ દર પળે તું મુક્ત થઈ શકે છે ને? દરેક પળે તું બંધાઈ પણ શકે છે. અને એ જ બધું સમટોટલો ભેગું થઈને તારું જન્મ અને મૃત્યુ બને છે કારણ બને છે. એટલે તું એવા કારણોનું સેવન કર કે જેથી કરીને તારે જન્મ બીજો લેવો જ ના પડે, તો પછી તું મુક્ત થઈ ગયો. કારણ કે અત્યારે જન્મ્યો છે એટલે મૃત્યુ એક વખત તો હવે તારું નિશ્ચિત છે અને એમાં કોઈ ફેરફાર નથી આ ક્યાં કેવી રીતે શું છે એ બધી વાત અલગ. પણ હવે પછી તારે જન્મની જો તે રિક્વાયરમેન્ટ જ ખતમ કરી નાખી હોય, નો નીડ. તો આ નીડ ઊભી કરીએ છીએ આપણે. શું? જન્મ લેવાની... સમજાયું? કરી કરીને જન્મ લેવાની નીડ ઊભી કરીએ જરૂરિયાત ઊભી કરીએ છીએ.

પછી એ જરૂરિયાતને પૂર્તિ માટે થઈને બધી વસ્તુઓ પાછી આપણે ભેગી કરવી પડે—મા જોઈએ, બાપ જોઈએ, આ જોઈએ, તે જોઈએ.પછી પાછા સંપન્ન માં-બાપ જોઈએ. થોડાક આમ જરા સંપન્ન હોય તો ઠીક પડે ને પાછું આપણને... ભણવું હોય તો ભણીશું ને નહીં ભણવું હોય તો કંઈ નઈ કે રખડી ખાઈશું એમ કર... આપણે મોજ મજા કરવી છે કે આ જન્મની અંદર. તો લોકો કેવું કેવું બધું ગોઠવતા હોય પોતાના બુદ્ધિના આશયો દર વખતે કે બદલ બદલ બદલ બદલ કરે. હવે જેટલા આશયો કર્યા રાખે એ બધા જ અંદર જમા થતા હોય અને આજકાલ તો બધાને બુદ્ધિ તો એકદમ શાર્પ થતી ગઈ તો પછી આશયો બધા કેવા હોય? ધારદાર હોય બધા, જોરદાર બધું કાપી નાખે પણ એ તો થાય જ એમ તો. એટલે કે છે કે વિશુદ્ધ સ્વાધ્યાય કરો એનાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એનું પરિણામ છે—જ્ઞાન... અર્થાત સાક્ષાત્કાર એનું પરિણામ શું છે? જ્ઞાન અથવા તો સાક્ષાત્કાર.

તો સાક્ષાત્કાર છે એ જ જ્ઞાન છે અને જ્ઞાન પ્રગટ થયું એટલે સાક્ષાત્કાર થયો એમ પણ આપણને સમજાય છે. તો જેમ જેમ આપણે આવી રીતના જીવન જીવતા જઈએ એમ બસ આમ સાક્ષાત્કાર થતો જાય થતો જ જાય થતો જાય.દર પળે. અથડામણ ટાળી સાક્ષાત્કાર થઈ ગયો. જ્યારે પણ ભોગવટો આવ્યો અને આપણે કીધું કે "હું આને ભોગવતો નથી હું તો આત્મા છું", આપણો સાક્ષાત્કાર એક ડિગ્રી આગળ વધ્યો. એમ એમ કરતાં ૩૬૦ ડિગ્રી ભેગી કરવાની છે આપણે.બધાય કમાવાનું છે. તો કમાવાનું ગમે ને? બધાય કેપિટલિસ્ટ બનવાનું છે તો તમારી કેપિટલ આવી હોવી જોઈએ છે એમ કે છે. એના માટે શબ્દ વાપર્યો કેપિટલ... બરાબર? એટલે રાજધાની. તો તમારી રાજધાની તમે જ તૈયાર કરો અને પછી રહો એની અંદર રાજા બનીને. હવે યજ્ઞના આગળના પગલા: ઘણા યોગી અપાન વાયુમાં પ્રાણ વાયુનો હવન કરે. આ જે લીધો તેને અપાન કહેવાય છે.

તો આને પ્રાણ કહેવાય... સમજાયું? તો અપાન વાયુમાં પ્રાણ વાયુનો હવન કરે છે અને એ જ રીતે પ્રાણ વાયુમાં અપાન વાયુનો હવન કરે છે. બંને કાર્યો એક યોગ એવો છે—માત્ર આવનારા શ્વાસ ઉપર જ ધ્યાન આપશે. અપાન વાયુ આવ્યો કે નહીં બસ ક્યાં આવ્યો? કેટલે આવ્યો? શું થયું? શું થયું? બસ. બહાર જાય છે એની પર નહીં ફક્ત આવનારા શ્વાસ ઉપર ધ્યાન આપો થોડી વખત. તો ક્યાંથી આવી રહ્યો છે? ક્યાં સુધી આવી રહ્યો છે? આમ ઊંડે સુધી અને એને યજ્ઞ રૂપે જુઓ. તમે આ કોઈ ઓર્ડિનરી કૃત્ય નથી કરી રહ્યા. અત્યારે જુઓ પાંચે ઇન્દ્રિયો બિલકુલ પોતાની સંયત અવસ્થામાં ધીરે ધીરે આવવાની શરૂ થઈ જશે. કેટલાક લોકો જે પ્રશ્વાસ બહાર જઈ રહ્યો છે તેની પર ધ્યાન આપે છે, તો કહે છે કે આ બ્રહ્મ બહાર છે અને હું તેની અંદર આ મારો પ્રશ્વાસ છે તેને સમર્પણ કરું છું. બધા જ ભાવો, કૃત્યો જે કંઈ છે તે બધા સાથે જ અર્પણ કરું છું.

હવે જો બહાર જતો શ્વાસ—આ શું કરો છો તમે? કયો પ્રાણાયામ કર્યો? એને કપાલભાતી તમે કહેતા બરાબરને? પણ શાંત સ્થિરતાપૂર્વક. જેટલો જેવી રીતે જઈ રહ્યો છો કુદરતી સ્થિતિમાં આ તમે ફોર્સફુલી કરો છો, પેલામાં કોઈ ફોર્સ ને કશું જ નથી એના જોવા ઉપર ફોર્સ રાખવાનો છે બસ. તો ઘણા યોગીઓ આવી રીતે પ્રાણનો હવન કરે છે બહાર, અપાન અંદર લાવે છે પ્રાણ બહાર એ લોકો કરે છે. તો બ્રહ્મ તો બધે જ છે—અંદરે છે અને બહાર પણ છે. વાસ્તવમાં અંદર અને બહાર તો કઈ છે જ નહીં એક સ્ટેજ એવું આવશે કે જ્યારે બધું ગાયબ થઈ જશે, અંદર-બહારનો ખ્યાલ જ નહીં રહે. તમારો વાસ્તવમાં સ્થિર થઈ ગયા આને યજ્ઞ રૂપે કરવાનું એમ કે છે. પ્રિસ્ક્રિપ્શન બહુ ક્લિયર છે બરાબર. પીવાની પછી ચોપડવાની નહિ. નહિતરતર હોનારતો થાય છે પછી એમાંથી સમજ્યા ને? એટલે એવી રીતે આત્મ સાક્ષાત્કાર આવી રીતે કરવાનો.

એમ આખે આખી વિધિ આપી દીધી તમને. આનાથી સૂક્ષ્મ અવસ્થા થતા જો શું કીધું? આ કરવાથી શું થશે? અવસ્થા તમારી છે ને એ કેવી થશે? સ્થૂળ અવસ્થા છે આ બધી તમે આમ બેઠા છો આમ છો જાણો છો જુઓ છો બધું, પછી આ શરૂ કર્યું એટલે અવસ્થા તમારી સૂક્ષ્મ થતી જ જશે થતી જ જશે થતી જશે. એવી સૂક્ષ્મ અવસ્થા થાય અને પછી યોગીજન પ્રાણ અને અપાન બંનેની ગતિ રોકીને પ્રાણાયામ પરાયણ થાય છે. પરાયણ એટલે બસ એની અંદર લાગેલો જ હોય એવું એક સમય સુધી. એમ પ્રાણાયામની અંદર સંપૂર્ણ સમર્પિત ભાવથી અંદર જોડાઈ જાય છે યજ્ઞ રૂપે કે "હું આ કરી રહ્યો છું". જેને શ્રીકૃષ્ણ પ્રાણ-અપાન કહે છે, એને જ મહાત્મા બુદ્ધ આનાપાન કહે છે. આનાપાન સતી. એને જ આ કે છે... કે જે શ્વાસ તમે અંદર લો છો તે પ્રાણ અને જે શ્વાસને તમે બહાર કાઢો છો તે અપાન છે. અહીંયા વિધિ અલગથી આપી. તો મહાત્માએ અહીં આપણને શું કીધું?

જે શ્વાસ તમે અંદર લો છો તેને પ્રાણ કહેવામાં આવે છે. યોગની અંદર અન્ય જગ્યાએ શું કહે છે? કે જે શ્વાસ અંદર તમે પૂરો છો (પૂરક જે કરો છો) તેને અપાન કહેવામાં આવે છે—એનાથી પૂરણ કરવાથી અપાન વાયુ મજબૂત થાય છે માટે એને અપાન કહેવામાં આવે. અહીંયા આગળ આપણને શું કીધું? કે જે શ્વાસ તમે અંદર લો છો બાહ્ય વાયુ મંડળના સંકલ્પો સહિત તમે એને ગ્રહણ કરો છો ત્યારે તમારો ભાવ શું હોવો જોઈએ? "હું બ્રહ્મને ગ્રહણ કરું છું". હવે યોગીની અનુભૂતિ છે એ તમારી પણ એક દિવસ એ થશે કે તમે માત્ર હવા નથી લેતા, સૂક્ષ્મ એવું ઘણું બધું એની સાથે લઈ રહ્યા છો. એના સાથે પ્રાણ હંમેશા પ્રાણ પોતે આવે એટલે પછી પોતાનું લાવ લશ્કર બધું લઈને આવે. તો પ્રાણ જે જે વસ્તુમાં વ્યાપેલો હોય એ બધાની સૂક્ષ્મ એવી સંજ્ઞાઓ સહિત એ અંદર આવે છે. તો એક શ્વાસ બી તમે લો છો તો આખા સંસારનું બધું જ જ્ઞાન તમે આમ લો છો, જે સ્થિતિ છે તે બધી જ તમે ગ્રહણ કરી લો છો અને પછી તમે સ્થિર થઈ જાઓ.

હવે તમે જો સ્થિર થઈને ત્યાગ આગળ જોવા માંગો કે આ જગ્યાએ શું છે? આ જગ્યાએ શું છે? આ જગ્યાએ શું? તો પણ તમે જાણી શકો છો. આગળ ઉપર આ બધામાં બહુ પડતા નહીં, આપણું લક્ષ્ય છે પરબ્રહ્મની પ્રાપ્તિ. પણ આવું થઈ શકે છે. કેટલાય લોકોએ કેટલાય જન્મ આવી રીતે કાઢી નાખ્યા, તમે કાઢ્યા હશે કદાચ ખબર નથી. એટલે ફરી આ બધામાં પડવું નથી તો અનુભૂતિ છે. તો વાયુમંડળના સંકલ્પ પણ તમે ગ્રહણ કરો છો વાયુ વાય ને... વાયુમંડળના સંકલ્પ એટલે સૂક્ષ્મ સ્થિતિ છે. જો આ વાયુ વાય અહીંયા ફૂલ છે, તો વાયુ આમ જેવો વાય એટલે અંદર રહેલી જે ફૂલની જે સુગંધ છે ને તેને લઈને આમ કરીને આમ જેમ બહાર નીકળે છે. હવે એ વાયુ વહેતો વહેતો જેવો તમારા અંદર આવે છે તે વખતે પ્રાણ જ્યારે તમે લો છો તે વખતે શું થાય? તમે એને ગ્રહણ—સુગંધ આવી છે ગુલાબની આવી, મોગરાની આવી; એવી રીતે તમે સમસ્ત વાયુમંડળની અંદર.

હવે વાયુ ક્યાં નથી? વ્યાપક છે. અને સમસ્ત સંસારની અંદર જે કાંઈ બની રહ્યું છે તે બધું સૂક્ષ્મ રૂપે જાણી લે છે.એવી રીતે તમે જાણપણું અંદર લાવો છો તમે. હવે એની પર એટલી સૂક્ષ્મતા જો તમારી આવી હોય તો ચોક્કસ જગ્યાએ શું બને છે એ જાણી શકાય કે ન જાણી શકાય? શું લાગે છે? પણ એ સ્થિતિએ પહોંચવું પડશે આપણે સૂક્ષ્મતાની કે બધું તમે પૃથક પૃથક જોઈ શકો. માઈક્રોસ્કોપિક તમારું આમ એ વખતે થવું જોઈએ એટેન્શન, પછી તમે એ જાણી શકશો. એવી રીતે પ્રશ્વાસમાં આ જ રીતે આંતરિક સારા નરસા ચિંતનની લહેર ફેંકતા રહો છો. તમારું જે આંતરિક વિશ્વ છે તેને તમે બહાર ફેંકતા રહો છો. ઇનહેલ એન્ડ એક્ઝહેલ... ઇનહેલ ફ્રેશ એન્ડ રીવાઈટલાઈઝીંગ એનર્જી, એક્ઝહેલ ફોર યોર સ્ટ્રેસ, ટેન્શન એન્ડ ફટીગ. આ સ્થિતિ આપી હતી આપણને પ્રાણિક હિલીંગની અંદર માસ્ટર બહુ સુંદર રીતે આપણે જો એ સતત એટલું પણ ચાલુ રાખ્યું હોત તો પણ અદભૂત પરિણામો એ લાવી આપી શકે છે.

એવી રીતે બાહ્ય સંકલ્પને ગ્રહણ ન કરવો તે પણ પ્રાણનો હવન છે. બાહ્ય સંકલ્પ બહાર જ રહેવા દેવાનો કે "હું એમાંથી કાંઈ લેતો નથી કેવળ બ્રહ્મ જ લઉં છું". તો એ હવન થઈ ગયો, બાકીનું બધું છોડી દીધું. એવી જ રીતે અંદર જે કાંઈ છે તેને પણ તમે આંતરિક સંકલ્પ છે તો એને ઉઠવા જ નહીં દેવાનું—એટલે મારામાં કોઈ વિકાર છે આ છે તે છે "હું બહાર ફેંકું છું", આવું બધું કોઈ ચિંતન જ નથી કશું જ નથી બસ કે જે સ્થિતિ છે તેને. તો બાહ્ય સ્થિતિને બહાર રાખી આંતરિક સ્થિતિને અંદર રાખી એક સમય સુધી આવું કરવાથી સંકલ્પો બંધ પડવા માંડે છે, વિકલ્પો બંધ પડવા માંડે છે અને છેવટે સંકલ્પ પણ બંધ પડી જાય છે. એ અપાનનો હવન છે—અંદરના સંકલ્પને ઉપર ન ઉઠવા દેવું. તો શું કીધું? બાહ્ય સંકલ્પને ગ્રહણ ન કરવો તે પ્રાણનો હવન છે અને આંતરિક સંકલ્પને ઉઠવા જ ના દેવો તે અપાનનો હવન છે.

ન અંદરથી કોઈ સંકલ્પની સ્ફૂર્ણા થાય ના બહારની દુનિયામાં ચાલી રહેલું ચિંતન અંદર કોઈ ક્ષોભ ઉત્પન્ન કરી શકે. તમે બહારથી કશું ગ્રહણ કરતા જ નથી બહારનું બહાર બધું બારોબાર બધું ડિસ્પોઝ થઈ જશે, તમારે કઈ કરવાનું નહીં બોલો! સંયમ જોઈશે એના માટે કે કઈ ગ્રહણ નથી કરવાનું બસ આપણને આ ખ્યાલ હોવો જોઈશે હંમેશા.જાગૃત.યજ્ઞની જ્વાળાની જેમ. એટલે પ્રાણ અને અપાન બંનેની ગતિ કેવી થશે? સમ થશે. આ જેટલી સ્પીડે આવે છે એટલી સ્પીડે આ પણ આમ... એમ કરતાં કરતાં કરતાં કરતાં ધીરે ધીરે ધીરે ધીરે સ્થિરતા પ્રાપ્ત કરી લેશે સૂક્ષ્મ થતો જશે અને એનાથી શું? તો કે પ્રાણોનો યામ એટલે કે નિરોધ થઈ જાય છે. પછી પ્રાણનો નિરોધ થઈ જાય છે, આ જ પ્રાણાયામ છે અને આ મનની વિજિતાવસ્થા છે—વિજય પ્રાપ્ત કરી લીધું મન ઉપર તમે ત્યારે. જ્યારે પ્રાણની ગતિ રોકાય છે ત્યારે તમે મન પર વિજય પ્રાપ્ત કરો છો.

તો મન પર વિજય પ્રાપ્ત તો થવો જ જોઈસે ને? કારણ કે મન બળવાન બનશે તો જ તમે આગળ વધી શકશો. તમારા જે મુખ્ય કાર્ય શું છે આપણું? બ્રહ્મની પ્રાપ્તિ. એના માટે બળ જોઈશે—ઇન્દ્રિયોની અંદર અંદર પણ, મનની અંદર પણ. અને સંયમ જોઈશે. અને એ થશે એટલે પછી એ બ્રહ્મની પ્રાપ્તિ નિશ્ચિત પણે આપણે આગળ વધી શકીશું. એટલે પ્રાણનું રોકાવું કે મનનું રોકાવું એ એક જ વાત છે. જો પ્રાણ રોકાયો એટલે મન રોકાઈ જશે, મન રોકાઈ જશે તો પ્રાણ પણ રોકાઈ જશે. તમે ફક્ત મનને જો કર્યા કરશો તો શરૂઆતમાં ખૂબ વિચારો આવશે આ હશે તે હશે બધા વિચારો ચાલશે, તે દરમિયાન પ્રાણની ગતિમાં ફેરફાર થશે. ધીમે ધીમે ધીમે ધીમે સ્થિરતા આવવાની શરૂ થશે. જો વિચારોને જોતા જોતા જોતા તો પણ પ્રાણ રોકાઈ જશે. આ બીજી પદ્ધતિ. એટલે આને જ પૂજ્ય મહારાજ શ્રી વારંવાર કહેતા હતા—અરે એક નામને ચાર શ્રેણીમાં જપી શકાય છે.

જો નવી વિધિ. શું કહે છે? એક નામને ચાર શ્રેણીમાં જપી શકાય છે: વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. ચાર આંગળી આપી છે, આ ચાર આંગળી પકડીને ચાલવાનું છે. હવે આપણે જુઓ આને આ(અંગુઠો) યજ્ઞ છે અને આ થઈ ગયું તમારી બરાબર. હવે આગળ છે—વૈખરી. એને કહે છે કે જે બોલીને વ્યક્ત થાય, બીજાને પણ સંભળાય. મધ્યમા એટલે સ્વરમાં જાપ જેને તમે માત્ર સાંભળો બીજાને ના સંભળાય, આ ઉચ્ચાર કંઠમાં થાય. ધીમે ધીમે નામની ધૂન બની જાય દોર બંધાઈ જાય સાધના વધારે સૂક્ષ્મ થતી જાય. એ સૂક્ષ્મ થતાં થતાં પશ્યંતી—અર્થાત નામ નામ દેખાવાની શરૂઆત થઈ જશે. નામ દેખાવાની શરૂઆત થઈ જશે એટલે એ દેખાય છે તેને પશ્યંતી કહેવામાં આવે છે. અને છેલ્લે સૂક્ષ્મ—પછી તો નામ પણ જપાતું નથી, નામ અને શ્વાસ સાથે એકરૂપ જ થઈ જાય છે. મનને દ્રષ્ટા બનાવીને ખડું કરી દો અને પછી માત્ર જોતા રહેવાનું કે શ્વાસ શું કહે છે?

પ્રત્યેક શ્વાસની અંદર આમ શું ચાલી રહ્યું છે? એટલે આપણે ત્યાં આગળ કીધું ને—જો આમ સામે આમ જુઓ ૐ... ઓમ... પ્રયોગ કરો નાભીથી આમ ઉપર આવી રીતના આમ જઈ રહ્યો છે. જો આ તમારો ઉચ્છવાસ પ્રશ્વાસ, એની સાથે ઓમ ધ્વનિ. એક જગ્યાએ પહોંચ્યા પછી હમ.. હમ.. હમ.. ચાલુ થાય છે—આ મધ્યમા છે, ત્યાં પણ ઓમકાર તમારો ચાલુ છે. હવે આમ હમ.. હમ.. હમ..કરતાં કરતાં જ્યાં બંધ થાય છે, હવે ત્યાં તમે સામે ઓમકારને જુઓ. આ જે તમે પ્રશ્વાસ બહાર ફેંક્યો છે ને તેનાથી જ ઓમની આકૃતિ રચાય છે એવું તમે જુઓ અને એ આકૃતિ સ્પષ્ટ થતી જાય, સ્પષ્ટ થતી જાય એટલો આમ ફ્લેશ જેવી બની જાય બિલકુલ બ્રાઈટેસ્ટ બ્રાઈટ. તમે જોશો કે પરા છે. એટલે બે ત્રણ ઓમકાર કરોને તો આમ તલમલી જવાશે ખરેખર તો. આ બધું લોકો કઈનું કઈ કર્યા રાખે છે પણ યથાર્થ વિધિ ન જાણવાના કારણે પુષ્કળ મહેનત મજૂરી બહુ વધારે પડતી કરવી પડે.

જેમ કે આપણે કોઈ ઔષધ, દવાઓ હોય છે તો સ્થૂળ હોય. હમણાં પેલી જે કેવી ગોળી ખાય છે લોકો? ૬૫૦ mg ની ગોળી ખાય છે ૧૦૦૦ mg ની ગોળી ખાય છે અને કેવી? આવે છે ને કોઈપણ... પેરાસીટામોલ. એનું કન્ટેન્ટ છે પેરાસીટેમોલ બરાબર ૬૫૦ મિલીગ્રામ. પેલી બીજી કોક દવા આવે છે તે માઈક્રોગ્રામમાં લેવી પડે એવી હોય એનાથી સૂક્ષ્મ હોય. હવે જો પેલા હોમિયોપથી વાળા પાસે જાઓ ને તો એ શું કહે છે? કે ૬ એક્સ દવા એટલે છ એટમની સામે એક એટમ લો દવાના, એક જ એટમ અને પેલાના છ એટમ. ઓર્ડિનરી જે કઈ એના સાથે બીજું મેળવવાનું છે તેના સાથે એને મિક્સિંગ કરીને આપવામાં આવે છે ત્યારે એને ૬એક્સ કહે છે. એનાથી આગળ તો કે ૧૨એક્સ—તો કે ૧૨ એટમની સામે એક જ ઔષધિનું એટમ મૂકવામાં આવે તો એનાથી સૂક્ષ્મ થઈ ગયું ને? એટલે ડાયલ્યુટ થતું જ જાય, થતું જ જાય, થતું જાય. તો જેટલું સૂક્ષ્મ થતું જાય એટલી વધારે તારે પોટેન્સી વધતી જાય હોમિયોપથીની અંદર એમ કહે છે.

એવી રીતે અહીંયા પણ તમે જેટલા સૂક્ષ્મ થતા જશો એટલી પોટેન્સી એની વધતી જાય. માટે શું કહે છે કે વૈખરી કરતાં મધ્યમા સારી, મધ્યમા કરતાં પશ્યંતી સારી અને પશ્યંતી કરતાં પરા સારી. તો હવે તમારે શરૂઆત કરવાની છે—નવા સાધક છો તો એકદમ તો તમે પરાની અંદર પહોંચી જવાનો પ્રયત્ન કરો તો તમે સફળ થઈ શકતા નથી. માટે કહેવામાં આવે છે કે કોઈકના સાથે જાણકાર પાસે બેસીને તમે જાપની વિધિને વ્યવસ્થિત રીતે સમજીને પછી તમે એનો શું કરો? તો કે અભ્યાસ કરો, એનો પ્રયોગ કરવાનો છે. ૧૦ મિનિટ માટે કે હું ઓમકાર કરીશ, પાંચ મિનિટ માટે હું ઓમકાર કરીશ અને પછી હું જોઉં કે અત્યારે શું અને પછી મને કેવું લાગે છે ?એવા અભિગમ સાથે યજ્ઞના કે "હું આ પાછો યજ્ઞ કરી રહ્યો છું" એવા અભિગમ સાથે બેસીને આમ શરૂ કરવાનું—ઓમ... ૐ...હવે જ્યાં સુધી એ તમને બ્રાઈટેસ્ટ બ્રાઈટ ઓમકાર દેખાય ત્યાં સુધી તમે જોયા કરો, ત્યાં તમે પરામાં.

સો બી ધેર. તમારી ક્ષમતા વૈખરીની અલ્પ છે, ધીમે ધીમે મધ્યમાની છે અને પછી પશ્યંતીની વધતી જશે અને પશ્યંતી કરતા એ પરામાં રહેવાનો સમય જે છે ને તમારો ધીમે ધીમે ધીમે ધીમે અનેક ગણો વધી જશે. એક જ વખત તમે ઓમ... ઓમ... ૐ... ૐમ...એટલે મનને દ્રષ્ટા બનાવીને ખડું કરી દો અને પછી માત્ર જોતા જ રહો. આ ધીમે ધીમે તમારે મોટેથી ઉચ્ચાર કરવાની જે વૈખરીની જે રિક્વાયરમેન્ટ છે એ પણ સમાપ્ત થઈ જશે. પછી અંદર જ ચાલ્યા કરશે આમ. તો પ્રશ્વાસ બહાર જશે ને એ જ ઓમકાર છે, એમાં તમને ઓમકાર સંભળાવવાનું ચાલુ થશે—ત્યાં પકડવાનો છે. એ પકડાશે એકદમ જ આમ... ત્યાં પકડવાનો છે.હવે હવે ગયો આગળ... પછી આ બહાર નીકળી ગયો, ક્યાં ગયો? જે જગ્યા છે ત્યાં જ ઓમકારને જુઓ. "ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ"—એને જોયા કરો. નિત્યમ ધ્યાયન્તિ—સતત જોયા કરો એ ઓમકારને આમ પશ્યંતીમાં.

અને પછી જ્યારે પશ્યંતીનો ઓમકાર બી આમ વિલીન થઈ જાય છે, ત્યાં કેવળ પ્રકાશ પ્રકાશ. બસ એ જગ્યા છે પરા, એ જ પરબ્રહ્મ, એ જ પરમાત્મા, એ જ બધું. એને પ્લેસલેસ પ્લેસ જે કઈ કહો છો એ બધું એનું એ જ છે ભાઈ. માત્ર જોતા રહેવાનું કે શ્વાસ શું કહે છે? શ્વાસ આવે છે ક્યારે? બહાર નીકળે છે ક્યારે? અને એ શ્વાસ શું કહે છે તમને? એના પર ધ્યાન તો આપો. મહાપુરુષોનું કહેવું છે કે આ શ્વાસ નામ સિવાય કશું કે જ નહીં. શ્વાસ તમે જે નામ કીધું ને એના સિવાય કશું કે નહીં. સાધક નામનો જાપ નથી કરતો... સાધક નામનો જાપ નથી કરતો, તો શું કરે છે? કેવળ તેમાંથી ઉઠનારી ધૂનને સાંભળે છે, શ્રવણ કરે. આમ સામે સીધું જુઓ, કાનથી સાંભળો જો કેવી વાત છે! સાંભળ્યા પછી તમે જુઓ કે મેં શું સાંભળ્યું—એ પશ્યંતી. અને એ જ્યાં વિલીન થઈ જાય છે તે પરબ્રહ્મ છે તે પરા છે.

બ્રહ્મ હંમેશા પરામાં જ હોય. હવે તમને જો એ પરાસ્થિતિની અંદર જ એમ કે સ્થિતિ થવા માડશે ધીરે ધીરે, તો તમારા બધાનું કેવું થશે એ તમે વિચાર કરી લો. પાંચ જ મિનિટ કરવાનો છે ઓમકાર વધારે બી નહીં. શાંત સ્થિર રહીને બેસો જુઓ. હવે શ્વાસની ધૂનને સાંભળો. પશ્યંતી અને પરા માટે પાંચ મિનિટ માટે ઓમકાર કરો. ધીરે ધીરે ધીરે ધીરે આમ કરીને આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. દરેક જગ્યાએ પૂરતો સમય આપો, ધીરજ રાખો અને મનને બિલકુલ એકદમ ખડું કરી દો કે "આ શું થઈ રહ્યું છે? આઈ મસ્ટ સ્ટડી"—એવા ભાવથી એને કરજો. અને પછી જો નિશ્ચિત પરિણામો તમને જોવા મળે—એક મહિનામાં, એક અઠવાડિયામાં; અરે પહેલી વખત બી તમને બહુ અદભૂત અનુભવ આવશે જ ચોક્કસ ખાતરી રાખો. અને "યજ્ઞમાં બેઠો છું" એવી રીતના કરું, આમ "યજ્ઞ કરી રહ્યો છું" એવો ભાવથી કરું છું. સામે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થઈ ગયા હોય તો તમે આમ તેમ જોશો?

ડાફોરિયા મારશો? તો કેમ મારો છો? એ તો છે જ. મહાપુરુષોનું કહેવું છે કે આ શ્વાસ નામ સિવાય કશું કહે નહીં, કશું રહે જ નહીં. સાધક નામનો જાપ નથી કરતો, કેવળ તેમાંથી ઉઠનારી ધૂનને સાંભળે છે. શ્વાસને તો માત્ર જોતો જ રહે છે માટે આને પશ્યંતી કહેવામાં આવે છે. પશ્યંતીમાં મનને દ્રષ્ટાના રૂપમાં ખડું કરવું પડે છે પણ સાધના વધુ ઉન્નત થશે એટલે શું થશે? સાંભળવું પણ નથી પડતું પછી સામે દેખાયા કરશે ઓમકાર—જ્યાં જુઓ ત્યાં. પહેલા બંધ આંખે ટેવ પાડો, પછી ઉઘાડી આંખે દેખાશે તમને જ્યાં જુઓ ત્યાં બધે. પણ સાધના વધુ ઉન્નત થશે એટલે પછી શું થશે? ધીરે ધીરે સુરતા સંધાઈ જશે. સુર, સુર અને અસુર—શું? દેવ અને દાનવ. સમજાયું કઈ? હવે તમે સુર સાધી રહ્યા છો તો દેવત્વ પ્રગટ થશે તમારી અંદર ઊભું થશે અને જે અત્યાર સુધીની અસુરતા હતી એ આનાથી શું થશે કે વિલીન થતી જશે, ઓછી થતી જશે, ઘસાઈ જશે, ક્ષીણ થઈ જશે ને ખતમ થઈ જશે.

અસુરતા જતી રહેશે એટલે પછી શું રહેશે? સુર. આમ કહે ને "સુરમાં રહે ને ભાઈ, સુરતા રાખ જરા", એવું બોલે છે ને? સાધના વધુ ઉન્નત થતા સાંભળવાનું પણ જરૂરત ખતમ થઈ જાય છે. માટે એક વખત સુરતા સાધી લો અને એ સંધાઈ જાય પછી સ્વતઃ સંભળાવવામાં આવશે. એનો એટલો બધો એ હોય છે પ્રભાવ હોય છે એનો એટલો બધો કે એક સમય પછી તમને સતત ઓમકાર ચાલ્યા જ કરતો હશે એવું અનુભવ થાશે. અને ખબર નહીં પડે કઈ બાજુ ઓમકાર ચાલી રહ્યા છે શું? અંદર-બહાર ચારે બાજુ બધે ખાલી હમ હમ હમ સંભળાયા જ કરતું હશે. અરે એવી મજા આવે! મજા આવે—"જપે ન જપાવે અપને સે આવે"... "જપે ન જપાવે અપને સે આવે"—ખુદ પેદા થઈ જાય એટલા માટે એને અનહદ કીધું, અનાહત કીધું. એ પછી પ્રગટ થઈ જશે એકદમ અને સંભળાયા જ કરશે. ના સ્વયં જપે ના મનને સાંભળવા માટે બાધ્ય કરો, બસ એ સંભળાયા જ કરશે સંભળાયા જ કરશે.

જપ ચાલતો જ રહે ચાલતો જ રહે ચાલતો—એને કહેવાય છે અજપા. જ્યારે આવી સ્થિતિ થઈ જાય ત્યારે પછી અજપા. પણ એવું નથી કે જપનો પ્રારંભ જ ના કરો અને થઈ ગયા અજપા; એવું તો બનવાનું જ નથી. કોઈકને કોઈક દિવસે તમારે આ શરૂઆત કરવી પડશે. માટે ૨ મિનિટ, ૫ મિનિટ રાત્રે સુતા પહેલા સવારે ઊઠીને તરત તમને જો અનુકૂળતા હોય ત્યારે ત્યારે યાદ કરી કરીને પાંચ-પાંચ મિનિટ કરો. થોડો થોડો થોડો થોડો થોડો થોડો સમય વધારતા જાઓ બસ. બહુ બળજબરી ના કરશો મન સાથે, કોઈ કુસ્તી નથી કરવાની આપણે એને. એને સાથ લઈને આપણે આગળ વધવાનું. તમે જોશો કે એ પણ બે-ત્રણ દિવસમાં તો તમને બહુ સરસ સાથ આપવાનો શરૂ કરી દેશે. આપણે પણ ના જપીએ પણ જપ આપણો સાથ ના છોડે. શું કહે છે? આપણે ના જપીએ પણ એ આપણો જપ આપણને છોડે નહીં—એવી સ્થિતિ લાવવાની છે આગળ ઉપર. અને એ તો આવી જ જશે જો વ્યવસ્થિત રીતે કાર્ય કરેલું હશે તો.

પરિણામ લોકો બોલ બોલ કરે છે ને વિજ્ઞાન વિજ્ઞાન, પણ આ વિજ્ઞાન છે જે અત્યારે તમે શીખી રહ્યા છો. આ વિજ્ઞાન આવડી ગયું એટલે બસ પૂરું થઈ ગયું. આને વિજ્ઞાન કહેવાય—"હું વિજ્ઞાન સ્વરૂપ છું". પણ શું કહેવા માંગે છે? વિજ્ઞાનને જાણો એમ કહે છે ને? આ વિજ્ઞાન છે—વિશિષ્ટ જ્ઞાન છે ને. અને આ જ્ઞાન કેવું છે? સ્વયં ક્રિયાકારી છે. આ કરશો એટલે એની મેળે થવા જ માડશે થવા જ માંડશે—નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ ખુલતું જશે. વૈખરીથી શરૂ કરો મધ્યમામાં પહોંચ્યો પશ્યંતી આવીને ઊભી છે અને પછી ફાઈનલ સ્ટેજ તો પરાની અંદર જ કુદકો મારવાનો છે બધાય. આવી રીતના આમ કરીને તમારો દરેક ઓમકાર પરમાત્માને સમર્પણ, દરેક ઓમકાર પરમાત્માને સમર્પણ. હવે તમે અહીંથી શરૂ કર્યું છે. હવે શું થશે? બધું સ્થિર થઈ ગયું. હવે સામેથી પરમાત્મા બોલવા માડશે બધે. સ્વયં તમને એ બોલાવવાનું ચાલુ કરી દેશે કે "આવી જા મારી પાસે, આવી જા મારી પાસે, આવી જા મારી પાસે".

એ જ—"એક ઓમકાર સતનામ" કીધું છે ને? તો એવી રીતના આવી જશે. હવે પરમાત્મા સ્વયં તમારી સાથે વાતો કરશે અને તમારે તો શું કરવાનું? શ્રવણ—હા પ્રભુ... હા પ્રભુ... હા પ્રભુ... હા પ્રભુ... વિચાર તો કરો કેવી અદભૂત અવસ્થા! અને પાછું એ બધું રોજે રોજ અને આખો દિવસ અને તોય પાછું આ બધો વ્યવહાર કાર્ય તો બધું ચાલ્યા જ કરે તમારે. આ વ્યવહાર બાધક બિલકુલ નથી. એવું તમારે જાતે તે અનુભવવું પડશે. કામ ચાલ્યા જ કરતું હશે તમારું—કેટલું બી જટિલ હશે, કેલ્ક્યુલેશનો હશે, કશું બી હશે; બધું આમ સહજપણે થયા કરશે અને ભૂલ વગર થશે. પહેલા તો ભૂલ થતી હતી, વિક્ષેપ થતા હતા, એક્સિડન્ટ થતા હતા, અકસ્માતો આવતા હતા, લોકો આવીને આક્ષેપો કરતા હતા; બધું ધીમે ધીમે ગાયબ થઈ જશે. કોઈ લોકો નથી. આજે વિચારોની ભીડ છે ને તે જ તમને આમ લોકો લોકો લોકો દેખાઈ રહ્યા છે, બાકી કશું છે નહીં.

આગળ ઉપર એનો અનુભવ આવી જશે. પછી આમ થશે કે વાહ શું વાત છે! આ પ્રકૃતિ પર એ તત્વમાં પરમાત્મામાં પ્રવેશ અપાવે—કોણ અપાવશે? પરા નાદ. એ જે પરાનો જપ જે છે ને આમ પશ્યંતી આવી અને પછી જ્યાં પશ્યંતી પૂરી થઈ ત્યાં પરા શરૂ થશે. અને જે પરા ચાલુ થઈ એટલે બસ એ તમને પરબ્રહ્મ પરમાત્મામાં પ્રવેશ અપાવી દેશે.ડંકે કી ચોટ પર કીધેલું છે આ બાબત. આ મિથ્યા નથી, આ મીનમેખ થાય એવું નથી. તમે કરો, અનુભવ કરો. ના થાય તો ફરી કરો, ના થાય તો ફરી કરો. અને જુઓ કે ક્યાંક ભૂલ થાય છે. આજે પદ્ધતિ તમને આટલી વિસ્તૃત રીતે સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો છું એના અંદર જ તમારે બસ આમ ચાલવાનું છે અને ધીરે ધીરે સહજતાથી ચલાશે તમારે. આનાથી આગળ વાણીમાં કોઈ પરિવર્તન નથી, પરમનું દિગદર્શન કરાવી તેમાં જ વિલીન થઈ જાય છે. પરમનું દિગદર્શન કરાવી દેશે કે "આ રહ્યો જો પરામાં જેવા તમે ગયા ને તરત બતાવી દેશે કે આ રહ્યું".

આને પરા કહેવાય છે. એટલા માટે પ્રસ્તુત શ્લોકમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે કેવળ શ્વાસ પર ધ્યાન રાખવાનું કહ્યું જ્યારે તે આગળ જતાં પોતે જ ઓમના જપ ઉપર ભાર મૂકે છે. શ્રીકૃષ્ણ આગળ ઉપર ગીતામાં એવું કહે છે કે "તું ઓમનો જાપ કર અને મારું ધ્યાન કર" તો જપની પશ્યંતી અવસ્થામાં શ્વાસ પકડમાં આવે છે. કઈ અવસ્થામાં? પશ્યંતી અવસ્થામાં. તમે એમ કહો કે "યાર મેં તો બહુ પ્રાણાયામ કર્યા પણ મારો શ્વાસ તો કઈ રોકાતોય નથી ને કશું થતું નથી એટલે આવું કઈ હોય એવું લાગતું નથી", તો એ તો તમારો અવરોધ આવી ગયો. તમને આગળ ના જવા દેવા માટેની હર્ડલ તમારા મનને ખડી કરી દીધી તમારી પાસે અને સમજવી પડશે. આ મુશ્કેલી નથી પણ આ હર્ડલ તો છે તો એને આમ કરીને આમ બાજુ પર મૂકવી પડશે. એને હંમેશા ઓળંગી શકાય છે. હંમેશા ઓળંગી શકાય. એટલા માટે કીધું કે કેવળ શ્વાસ પર ધ્યાન રાખવાનું અને જ્યારે જપની પશ્યંતી અવસ્થા આવશે—પશ્યંતી એટલે ઓમકાર સતત દેખાયા કરે, દેખાયા કરે, દેખાયા કરે—બસ એક ટાઈમ એવો આવી જશે કે પછી તમારો શ્વાસ ચાલે છે કે નથી ચાલતો તમને ખબર જ નહીં.

પરા તો એનાથી આગળ છે પરા એનાથી આગળ છે. એમાં તો કશું જ નહીં ખબર હોય, બસ તમે બધું જ આમ ઓલ એટ ટાઈમ એની અંદર જ જોતા હશો અને જાણતા હશો. ત્યાં પરબ્રહ્મના પ્રવેશની સંભાવનાઓ ઊભી રહેલી છે.તેમાં જવાનું છે. એટલે શ્વાસને પકડમાં લેવા માટે પશ્યંતીનો અભ્યાસ વધારતા જવાનો ધીરે ધીરે. તે સમયે જપ તો શ્વાસમાં એકરૂપ થયેલો તમને જોવા મળશે. હવે તમારે જપ નથી કરવાનો તો પછી શેનો જપ કરવાનો? પછી તો કેવળ શ્વાસને જોવાનું જ રહ્યું. પશ્યંતીથી જ નામમાં પ્રવેશ મળે છે. શું કીધું? પશ્યંતીથી નામમાં પ્રવેશ મળે છે. બોર્ડિંગ પાસ છે તમારો... પશ્યંતી... સમજી જાઓ. બોર્ડિંગ પાસ વગર તમારું બોર્ડિંગ નહીં થાય... સમજાયું? એટલે પશ્યંતી અને પરામાં તો નામ બિલકુલ ધારાવાહી થઈ જાય છે. પરાની અંદર તો તમે બસ આમ બેસી ગયા છો ને આમ ચાલી રહ્યું છે એવું ધારાવાહી રીતે નામ—કે બસ આમ ખળ ખળ ખળ નદી જેમ વહેતી હોય એવી રીતે તમને અંદર ઓમકાર સંભળાયા જ કરે, સંભળાયા જ કરે, સંભળાયા કરે.

અને એટલું બધું આલ્હાદ... એ જે પરા નાદ છે ને ભાઈ, એને શ્રવણ કરવામાં જેટલો વધુ સમય આપશો એટલા જે ભારે પરમાણુઓ બધા જે ગ્રહણ કરેલા છે ને બધા—સંસ્કારો આ બધા સંસારના બધા મોહના—એ બધા એ ટાઈમે આમ હાલી હાલીને બધા નીકળી જશે. કુદરતી જતા રહેશે, સ્વચ્છ થઈ જશે બધું, એકદમ નીકળી જશે, સાફ સાફ થઈ જાય ક્લિયર. રોજ જે રોજ આ પાછું ચાલુને ચાલુ હોય. પાછું આ પરા એક વખત શરૂ થયું ને પછી બંધ થતું નથી. બહુ જોર કરે તો જ બંધ થાય, બાકી બંધ થાય... બળજબરી પૂર્વક સંસારની અંદર બહુ પેલો ખૂંપી જાય કોક કારણ વસાત ઘણી વખતે તો જ પડે છે બાકી મોટા ભાગે પરામાંથી કોઈ પડતા નથી. તો એક વખત આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ પાછું પડતું નથી સંસારની અંદર. એટલા માટે કહેવામાં આવ્યું—મન શ્વાસ સાથે જોડાયેલ છે. જ્યારે દ્રષ્ટિ શ્વાસ ઉપર છે, શ્વાસમાં નામ ઢળી ગયું છે, અંદરથી ન તો કોઈ સંકલ્પનું ઉત્થાન છે અને ન તો બાહ્ય વાયુમંડળના સંકલ્પ અંદર પ્રવેશ પામે છે.

કશું તમે ગ્રહણ બી નથી કરતા અને પેલું આમ રોકાઈ ગયું છે ને બસ આવી રીતના આમ ચાલ્યા જ કરે છે. સતત—આની સાથે જ યજ્ઞનું પરિણામ બહાર પડી જાય છે, યજ્ઞમાંથી આવે પછી પરિણામ. બીજા નિયમિત આહાર કરનારા પ્રાણનો પ્રાણમાં હોમ કરે છે. નિયમિત આહાર કરનારા શું કરે છે? પ્રાણનો પ્રાણમાં હોમ કરે છે. તો મહારાજ કહેતા હતા ઘણીવાર કે યોગીનો આહાર જે છે એ દ્રઢ, આસન- દ્રઢ અને નિદ્રા પણ દ્રઢ હોવી જોઈએ. એટલે આમ બેઠો હોય તો આમ ચોક્કસ મજબૂતાઈથી આમ બેઠેલો. અને એની નિદ્રા પણ કેવી હોય? એકદમ દ્રઢ નિદ્રા હોવી જોઈએ. વારે વારે તૂટી જાય—"શું થયું? શું થયું?" આમ જાગી ગયા જાગી ગયા એવું બધું ના હોય. સૂતો એટલે સૂતો જ છે પછી આમ એવી રીતની એની દ્રઢ નિદ્રા હોવી જોઈએ. આહાર અને વિહાર પર નિયમ નિયંત્રણ અતિ આવશ્યક છે. હવે આ સ્થિતિએ પહોંચવું હોય તો આહાર અને વિહાર ઉપર નિયંત્રણ આવશ્યક.

એમાં સહાય થશે તમારી જો આ મૂળ વિધિ આપી દીધી, હવે સાથે એને સાથે સાથે રાખવાની સાવધાની ઓકે? કે તમારો આહાર જેટલો સૂક્ષ્મ હશે અને અલ્પ હશે.જીવ રહેવા પૂરતું, જીવન નિર્વાહ પૂરતું તમે જો ભોજન ગ્રહણ કરતા હશો. એવી જ રીતે વિહાર. તો તમારો આ ઓમકાર જે છે, આખો તમારો આજે સાધનાની પદ્ધતિ છે જે આ પરામાં જવાનું છે તે તમારું સુલભ બનતું જશે, તમને સાનુકૂળતાઓ થતી જશે. એટલે આહાર વિહાર પર નિયંત્રણ અતિ આવશ્યક છે. એવા અનેક યોગી પ્રાણને પ્રાણમાં હવન કરી નાખે છે, તો શ્વાસ લેવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે... બતાવ્યું ને? ફક્ત લે છે બસ, છોડે છે એની પર ધ્યાન નથી આપતા—બધું જ ધ્યાન આમ શ્વાસ કેવો આવે છે એના પર જ આપી દીધું. બીજા કેસમાં શું કરે છે? તો કે શ્વાસ લેવા પર કેન્દ્રિત કરેલું ધ્યાન છે, પ્રશ્વાસ ઉપર સહેજ પણ ધ્યાન નથી આપતા.

હવે શ્વાસ આવ્યો તો સાંભળ... ઓમ... ફરી શ્વાસ આવ્યો તો ઓમ. સાંભળતા જ રહ્યા. આ રીતે યજ્ઞ દ્વારા નષ્ટ પાપ વાળા આ બધા પુરુષો યજ્ઞના જાણકાર છે, એને જ ખબર છે કે એ ખરેખર યજ્ઞ કરી રહ્યો છે. એટલે કીધું કે યજ્ઞનો જાણકાર છે અને આવું જ્યાં સુધી ના કરતો હોય ત્યાં સુધી એને યજ્ઞનો જાણકાર કહી શકાતો નથી. યજ્ઞ શું છે એ જાણવું અને જાણ્યા પછી યજ્ઞનું આચરણ કરવાનું છે. આવી રીતે ખાલી શ્વાસ લીધો કે બસ—દર વખતે શ્વાસ અંદર આવ્યો તો ઓમ સંભળાયું, આ પણ એક પદ્ધતિ. બીજી પદ્ધતિમાં—શ્વાસ બહાર ગયો તો ઓમ સંભળાયું, તો એ પણ એક પદ્ધતિ. આ રીતે યજ્ઞ દ્વારા નષ્ટ પાપવાળા આ બધા પુરુષો યજ્ઞના જાણનારા છે એટલે એમને જ્ઞાની કહી શકીએ. આ બધી નિર્દિષ્ટ વિધિઓમાંથી તેઓ ગમે ત્યાંથી કરે છે તો તેઓ બધા યજ્ઞના જ્ઞાતા કહેવાય છે. હવે યજ્ઞનું પરિણામ શું?

એ બતાવે છે. "અર્જુન યજ્ઞશીતામ વૃતાભુજ"... યજ્ઞ જેને સર્જે છે આ યજ્ઞ જે થાય પછી જે અવશેષ રહી જાય તે છે અમૃત—પરા અને પાર. બસ! અમૃત તમારી રાહ જોતું છે, તેની પ્રત્યક્ષ જાણકારી તે જ જ્ઞાન છે. તેની પ્રત્યક્ષ જાણકારી... એક કરીને તમારે જાણવાનું છે કે "હા હા આ પરા સ્થિતિ છે, આ પરા સ્થિતિને પાર જે કઈ આ જે છે તે બ્રહ્મ છે", એવી રીતે એને જાણવું પડશે. ઇન્ડિવિજ્યુઅલી જાણવું પડશે—એક જણે કર્યું ને બધાને થઈ ગયું એવી રીતના હોતું નથી. એવી રીતે એ જ્ઞાનામૃતને પ્રાપ્ત કરનારા અને ભોગવનારા યોગીજન યાંતિ બ્રહ્મ સનાતન... શાશ્વત સનાતન બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય. બસ! પરાની અંદર છે ત્યાં આગળે આમ—આ યજ્ઞ કોઈ એવી વસ્તુ છે જે પૂર્ણ થતા જ સનાતન બ્રહ્મમાં પ્રવેશ અપાવે છે એને જ યજ્ઞ કહેવામાં આવે છે. બીજા કશાને યજ્ઞ કહી શકાય નહીં. હવે પ્રશ્ન થાય છે કે યજ્ઞ ના કરીએ તો શું વાંધો છે?

શ્રીકૃષ્ણ કહે છે: "યજ્ઞ રહિત પુરુષને પુનઃ મનુષ્ય લોક એટલે કે માનવ શરીર સુલભ થતું નથી". શ્રીકૃષ્ણએ ચોખ્ખું કહી દીધું છે કે જે લોકો યજ્ઞ કરતા નથી, યજ્ઞ જાણતા નથી અને જાણ્યા પછી પણ નથી કરતા; તે લોકોને મનુષ્ય શરીર સુલભ થતું નથી, ફરી એમને મનુષ્યમાં જન્મ આવવાનું અઘરું પડી જાય છે. એટલા માટે પણ યજ્ઞ કરવો જરૂરી છે કે મનુષ્ય તો કમસે કમ રહો, એનાથી નીચે ના પડશો ભાઈસાહેબ! એટલા માટે તમારે આ યજ્ઞ જાણવો જોઈએ, એની વિધિ સમજવી જોઈએ અને વિધિ વત યજ્ઞ કર્યા કરવો જોઈએ. એટલે કહે છે કે પછી તો અન્ય લોક તો એને કેવી રીતે સુખદાયી થઈ જાય? જો મનુષ્ય લોકની અંદર જ એ પાછો નથી આવી શકતો તો પછી એ નીચે પડે છે, તો પછી બીજી કોઈ જગ્યાએ એને સુખ ક્યાંથી પ્રાપ્ત થશે? કારણ કે આ સુખ કેવળ, સુખ પ્રાપ્તિ ક્યાં નિશ્ચિત થઈ શકે છે? ફક્ત મનુષ્ય શરીરમાં જ પ્રાપ્ત થઈ શકે છે.

ના પાડી દીધી છે દેવોને પણ... સમજાય છે? આ રીતે પશુ પક્ષીની યોનિ એમના માટે સુરક્ષિત છે. તિર્યક યોનિ કહી દીધું ને? એથી વિશેષ કશું જ નહીં. માટે યજ્ઞ કરવો તે મનુષ્ય માત્ર માટે ખૂબ જ જરૂરી છે, અતિ આવશ્યક. શ્વાસ લેવો જેમ જરૂરી છે તેમ યજ્ઞ કરવો જરૂરી છે અને આ શ્વાસ દ્વારા જ યજ્ઞ થતો હોય છે પાછો. પણ એની પૂરી જાણકારી પ્રાપ્ત થવી જોઈએ અને પછી એ થવો જોઈએ. એક વખત કરવા બેસવાનું છે જો, પણ યજ્ઞ એક વખત શરૂ થઈ ગયો ને એટલે પછી એ ફળ આપશે જ ત્યારે જ યજ્ઞ પૂરો થશે. યજ્ઞ અધવચ્ચે રહેતો નથી એવી કોઈ બાકી સ્થિતિ નથી. તમે જો આ એક વખત આ તમે શરૂ કરશો ને એટલે તમારે થયા જ કરશે. પછી તમને વારેવારે એમ થશે કે હું આજ કર્યા કરું બીજું કંઈ કરવું જ નથી હવે. અને જે કંઈ કરતા હશો તેમાં પણ તમને ધીમે ધીમે ધીમે આવી સાતત્યતા આવતી જશે. આવી રીતે આજે જે ઉપર કહેલા અનેક પ્રકારના યજ્ઞ છે તે વેદની વાણીમાં દર્શાવેલા છે, ઉપનિષદોમાં કહેલા છે અને બ્રહ્મના મુખેથી કહેવાયેલા છે.

બ્રહ્મ પોતે તો બોલે નહીં પણ બ્રહ્મ ક્યારે બોલે? કે મહાત્મા બોલે છે ત્યારે બ્રહ્મ બોલે છે. કયો મહાત્મા બોલે? જે બ્રહ્મનિષ્ઠ થઈ ચૂક્યો હોય, તત્વદર્શી થઈ ગયો હોય—પશ્યંતી અને પછી પરામાં અને ત્યાં આગળ જઈને આમ બસ જેણે બ્રહ્મને જોયો હોય. એવી એ જ્યારે બોલે છે ત્યારે પછી એના મારફતે બ્રહ્મ બોલે છે એમ ભગવાન કહે છે. "હું તો ત્યારે જ બોલીશ" કે છે એમ કહે છે કે પ્રાપ્તિ પછી એ શું કરે છે? મહાપુરુષોના શરીરને પરબ્રહ્મ ધારણ કરી લે છે. શું થાય છે? મહાપુરુષના શરીરને પોતે પરમાત્મા પોતે ધારણ કરી લે છે. એને ઉપાડી લે છે કે "હવે તું મારો" કે છે બસ, મેં તને પ્રવેશ આપી દીધો એટલે પૂરું થઈ ગયું હવે તારું કામ પૂરું. હવે તારે બીજું કશું કરવાનું નહીં.આવી રીતનું થઈ જાય બસ! કેવો આનંદ આવે ને એવો આમ દિન રાત આનંદ અને કોઈ ભય નહીં.

બિલકુલ નિશ્ચિંતા. નિરાંત એકદમ. બસ આનંદ—"હું પરબ્રહ્મમાં છું", કેવું સરસ છે! માટે કહે છે કે પ્રાપ્તિ પછી મહાપુરુષોના શરીરને પરબ્રહ્મ સ્વયં ધારણ કરી લે છે. બ્રહ્મથી અભિન્ન અવસ્થાવાળા એવા તે મહાત્માઓની બુદ્ધિ પણ માત્ર યંત્ર હોય છે. એની બુદ્ધિ પછી કેવી બની જાય છે? યંત્રરૂપ બની જાય છે કે જેમાં પરમાત્મા જ પ્લે કરે છે બાકી કશું થતું નથી. એની બુદ્ધિ બીજું કશું ના કરે એમ કે. એટલા માટે એ પરમ પવિત્ર બની ચૂકેલો હોય છે. સંસાર એનામાં એ ભાવમાં પણ નથી હોતો, એ એટલો નીચે ઉતરતો જ નથી પછી તો. હંમેશા તુરિયામાં જ હોય—અભિન્ન કીધો શું? પરબ્રહ્મથી અભિન્નપણે પોતાનું જીવન કરતો હોય. એવી રીતના એમના દ્વારા બ્રહ્મ જ બોલે છે. જ્યારે મહાત્મા બોલે છે ત્યારે કોણ બોલે છે? સ્વયં પરબ્રહ્મ પરમાત્મા બોલે છે. કેટલી મોટી વાત! માટે કહે છે કે "અર્જુન તું કર્મ કર...

તું કર્મ કર યજ્ઞ કર". "યજ્ઞ એ જ કર્મ છે" પહેલા એમ કીધું "તું સંસાર બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ" પરમાત્મા કહે છે—જો તું સંસાર બંધન... બોલો આવું પ્રોમિસ તમને કોણ આપે? "તું સંસાર બંધનમાંથી બિલકુલ છૂટી જ જઈશ" ચોખ્ખું કહી દીધું છે. માટે તું કર્મ કર, તું યજ્ઞ કર. આમ યોગેશ્વરે —યોગના ઈશ્વર એવા જેણે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે યોગ દ્વારા તેને યોગેશ્વર કહીએ છીએ. તો કર્મને સ્પષ્ટ કરી દીધું. તો તે ક્રિયા કર્મ છે કે જેના વડે ઉપયુક્ત જે હમણાં કીધો તે યજ્ઞ પૂર્ણ થાય છે. તે ક્રિયા એને જ કર્મ કહેવામાં આવે છે બાકી બધું જે કઈ છે તે કોઈ કર્મ કહેવાતું ખરેખર નથી. હવે જો દૈવી સંપત્તિની કમાણી, સદગુરુનું ધ્યાન, ઇન્દ્રિયોનો સંયમ, શ્વાસનો પ્રશ્વાસમાં અને પ્રશ્વાસનો શ્વાસમાં હવન, પ્રાણ અને અપાનની ગતિનો નિરોધ—ખેતી, વેપાર, નોકરી, રાજનીતિ કરવાથી થતો હોય તો તમે કરો.યજ્ઞ!

તો એવી ક્રિયા છે જે સમાપ્ત થતા જ પરબ્રહ્મમાં પ્રવેશ અપાવી જ દે છે. હવે બાહ્ય કોઈપણ કાર્ય વડે તમને તતક્ષણ બ્રહ્મમાં પ્રવેશ મળી જતો હોય તો કરો! ઘણીવાર લોકો કહે છે કે સંસારમાં કાંઈ પણ કરવામાં આવે તો તે બની ગયું કર્મ. કામના રહિત થઈને કાંઈ પણ કરતા રહો તો તે થઈ ગયો નિષ્કામ કર્મયોગ. આ લોક સંજ્ઞા છે જેની વાત કરે છે—દેશ સેવા માટે સ્વદેશી વેચો, નિષ્ઠાપૂર્વક નોકરી કે હાનિ લાભની ચિંતાથી મુક્ત થઈને વેપાર કરો, જય કે પરાજયની ભાવનાથી મુક્ત થઈને યુદ્ધ કરો, ચૂંટણી લડો; તો શું થઈ ગયા નિષ્કામી? શું લાગે છે? થયો તમારો નિષ્કામ કર્મયોગ? મરશો તો મુક્તિ મળી જશે? વિચાર તો કરો! હકીકતમાં આવું કશું છે જ નહીં. યોગેશ્વર શ્રીકૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે "આ નિષ્કામ કર્મમાં નિર્ધારિત ક્રિયા એક જ છે. અર્જુન તું નિર્ધારિત કર્મ કર." ડિસાઈડેડ છે એક્શન, કોઈ અનડીસાઈડેડ એક્શનની વાત નથી.

"તું નિર્ધારિત કર્મ કર". યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. કર્મ શું છે? શ્વાસ અને પ્રશ્વાસનો હવન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ પુરુષ મહાપુરુષનું ધ્યાન, પ્રાણાયામ, પ્રાણોનો નિરોધ; આને જ કર્મો કહેવામાં આવે છે અને તે નિષ્કામ છે. છતાં પણ એ ફળ આપે છે અને કેવો? બ્રહ્મમાં પ્રવેશ. પૂરું થઈ ગયું. તે બ્રહ્મ કેવો છે? નિર્દોષ છે, સમ છે. આ બાજુ મન પણ નિર્દોષ અને સમત્વની સ્થિતિવાળું થઈ ગયું, તેથી તે બ્રહ્મમાં સ્થિત થઈ જ જાય છે. સારાંશ એ છે કે “મનનો પ્રસાર જે છે તે જ જગત છે”. જુદું કોઈ બીજું "આ જોઈએ છે" તે જગત છે એવું નથી એમ ભગવાન કહે છે. આજે મનનો પ્રસાર તમારો સતત થઈ રહ્યો છે તે જ તમારું જગત છે. ચરાચર જગત જ હવન સામગ્રી છે, લો! ચર અને અચર, સચરાચરમાં જે કાંઈ છે તે બધી હવનની સામગ્રી છે. તેનું તો હવન કરવાનું છે કે છે, એ બધી સામગ્રી છે.

જેમ સમિત હોય છે ને એવી રીતના—એક વિચાર આવ્યો અંદર, એક શંકા ઉઠી અંદર—સ્વાહા! એક વિકાર દેખાયો—સ્વાહા! બસ આવી રીતે કરતાં કરતાં કરતાં કરતાં આ જે હવનની સામગ્રી છે એ તમારો જે આખો સમગ્ર સંસાર છે સચરાચર, એ બધાને શું કરવાનો છે? સમર્પયામી... અર્પણ કર્યા કરવાનો છે. હવનની સામગ્રી છે એ તો એનો તો હોમ કરવાનો છે, ભોગ નથી કરવાનો એનો હોમ કરવાનો છે. મનનો સર્વથા નિરોધ થતા જ જગતનો નિરોધ થઈ જાય. આ બાજુ મનનો નિરોધ થઈ ગયો જગત પણ સ્ટોપ... બસ પછી પતી ગયું કશું નથી, બધું સ્ટેન્ડસ્ટીલ લાગશે તે વખતે ખબર પડી જે દહાડે એવું થશે તે દહાડે પણ એવી મજા આવે! મનમાં નિરોધ થતાની સાથે જ યજ્ઞનું પરિણામ આવે. જીવ મજાની વાત કરું છું તે—આ જ યજ્ઞનું પરિણામ આવી જાય છે. યજ્ઞ જેનું સર્જન કરે છે તે જ્ઞાન અમૃતનું પાન કરનાર પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવિષ્ટ થઈ જાય છે.

સનાતન બ્રહ્મની અંદર પ્રવેશ પામવાનો બસ આ એક આપણું જે અંતિમ છે તે આપણે પ્રાપ્ત કરવું અતિ આવશ્યક છે. નહીં તો શું કીધું? કે પેલી પશુ પક્ષીની જે સ્થિતિ છે એ તો નિશ્ચિત છે જ પછી, અને મનુષ્ય જન્મ મળવો તો પાછો દુર્લભ છે જે યજ્ઞ કરતો નથી એના માટે. હવે વિચાર કરી લો. પ્રશ્નો ઉઠશે. તો આપણે એની અલગથી વાત કરીશું આગળ. આ બધા યજ્ઞો બ્રહ્મસ્થિત મહાપુરુષોની વાણી દ્વારા કહેવાયેલા છે. આ બધા અલગ અલગ સંપ્રદાયોના સાધક અલગ અલગ યજ્ઞ કરે એવું નથી પરંતુ એક જ સાધકની અલગ અલગ અવસ્થાઓ છે. એટલે તમે જોશો કે શરૂઆતમાં તમારું ધ્યાન ફક્ત શ્વાસ લેવામાં જ આવશે, પણ ધીરે ધીરે એવું જોશો કે શ્વાસ તમારો જાય છે એની પર જ તમારું ધ્યાન જવા માંડે છે. પછી એવું જોશો કે એ બંને સ્થિર થઈ ગયા છે. એટલે આ બધી અલગ અલગ સ્થિતિઓની વાત કરી છે જે એક પછી એક આવનારી છે સાધકની અંદર અને એ જ સાધકને ઉપર ઉપર લઈ જઈ લઈ જઈ બ્રહ્મમાં પ્રવેશ કરાવીને એને સિદ્ધ કરાવી દે અને યોગેશ્વર બનાવી દે છે એને.

પાછો. આ યજ્ઞો થવા લાગે તે ક્રિયાનું નામ કર્મ. આ યજ્ઞ થવા લાગે, કોઈ કરે નહીં કરવા બેસે કઈક થઈ જાય કઈક એમ કહે છે ને પણ થવા લાગે. જાણકારી લઈ શાંતિથી બેસવાનું પ્રાર્થના કરવાની અને પછી બસ આમ થવા લાગશે.તો એને કર્મ કહેવામાં આવે છે. આખી ગીતામાં એક પણ શ્લોક એવો નથી કે જે કોઈ સાંસારિક કાર્યનું સમર્થન કરતો હોય. આખી ગીતા વાંચો, એક પણ શ્લોક તમને એવો નહીં મળે જે સંસારને સમર્થન કરતો હોય. ઘણું કરીને લોકો યજ્ઞનું નામ પડતા બહાર શું કરે? યજ્ઞવેદી બનાવી દે પછી જવ ને તલ લઈ આવશે ઘી લઈ આવશે અને પછી સ્વાહા બોલતા બોલતા હવનનો પ્રારંભ કરી દેશે. આ તો એક વંચના છે. દ્રવ્ય યજ્ઞ કંઈક બીજો જ છે. આ બી દ્રવ્ય યજ્ઞ તો નથી એમ ભગવાન કહે છે. શ્રીકૃષ્ણ આ વિશે ઘણીવાર કહ્યું છે કે પશુબલી વસ્તુઓને હોમવા સાથે તેને કોઈ સંબંધ જ નથી. "અર્જુન”, સંસારિક દ્રવ્યોથી સિદ્ધ થનારા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ કે જેનું પરિણામ શું છે?

જ્ઞાન છે." જ્ઞાન યજ્ઞનું પરિણામ શું? જ્ઞાન. એને સાક્ષાત્કાર કહેવાય. યજ્ઞ જેનું સર્જન કરે છે તે અમૃત તત્વને જાણવાનું નામ જ જ્ઞાન છે. એવો યજ્ઞ શ્રેયસ્કર છે, શ્રેષ્ઠ છે અને એ જ કરવા યોગ્ય છે. શ્રેય કરશે તમારું સૌ કલ્યાણકારી છે ફક્ત તમારું જ નહીં બધાનું કલ્યાણ કરસે. પરમ કલ્યાણકારી. "હે પાર્થ! બધા કર્મો જ્ઞાનમાં પૂરા થઈ જાય." બધા કર્મો જ્ઞાનમાં પૂરા થઈ જાય. જ્ઞાન એ યજ્ઞની પરાકાષ્ઠા છે. જ્ઞાન શું છે? યજ્ઞની પરાકાષ્ઠા છે. આમ ભૌતિક દ્રવ્યોથી થનારા યજ્ઞ પણ યજ્ઞ છે પરંતુ સ્વીકારે છે કે હા ભાઈ એ પણ એક વિધિ છે. કારણ કે બ્રહ્માજીએ કીધેલું છે કે આવું આવું કરવાથી તમને આવું થશે, આવો ફાયદો થશે. બધા લખે છે ને ફળ બધા મળે કે તંદુરસ્તી મળશે, નિરોગી થશો ને તમે સમૃદ્ધિ મળશે ને દ્રવ્ય શુદ્ધિ થશે. એ તો છે પણ યજ્ઞની તુલનામાં જેનું પરિણામ સાક્ષાત્કાર છે તે જ્ઞાન યજ્ઞની અપેક્ષાએ આ બધું બહુ ક્ષુદ્ર છે, અલ્પજીવી છે અને પાછું ક્ષણભંગુર છે.

ગમે ત્યારે પાછું એ નાશ પામશે પરંતુ જેને જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરી દીધો છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે પરબ્રહ્મની અંદર પ્રવેશ પામી રહ્યો છે તે બચી જશે. તે એવો બચી જાય છે કે અમર થઈ જાય છે પછી એને જન્મ લેવો પડતો નથી. કેટલી મોટી વાત! જન્મ જ નહીં લેવાનો. આ તો કમ્પલશન થાય છે તમારે લેવો જ પડે છે ફરજિયાત બોલો. અને મરવું બી પછી એટલા માટે ફરજિયાત થઈ જાય છે અને પછી બેની વચ્ચે જે કઈ થાય છે તે પણ બધું કમ્પલશન થઈ જાય છે. ત્યારે પછી એણે કીધું કે ભાઈ તું આમાંથી મુક્ત થા ! તું મુક્તિ મેળવ એ જ તારું કર્તવ્ય છે એ જ તારો ધર્મ છે અને માટે તું કર્મ કર યજ્ઞરૂપી કર્મ કર બીજું કોઈ કર્મ ના કર. એને જ કર્મ કહેવામાં આવે. તમે કરોડો નો હવન કરો, સેંકડો યજ્ઞ વેદીઓ બનાવો, સહસ્ત્ર ચંડી કરે છે ને લોકો સતચંડી યજ્ઞ કરે, સન્માર્ગે દ્રવ્ય ખર્ચ કરો સાધુ સંતો મહાપુરુષોની સેવામાં પણ તમે દ્રવ્ય વાપરો—આ બધું જ કરેલું શાંતિથી બેસીને કરેલા જ્ઞાન યજ્ઞની સામે અલ્પ જ છે.

અત્યારે જો આ શું થઈ રહ્યું છે? જ્ઞાન યજ્ઞ ચાલે છે આપણો. તો એ જ્ઞાન યજ્ઞની સામે એ કેવું છે બધું? અલ્પ જ છે. આ બતાવે છે મહત્વ કે આ જે કંઈ અત્યારે થઈ રહ્યું છે તે કેટલું ઉત્કૃષ્ટ છે કેટલી ભવ્યત ભવ્ય વસ્તુ છે વાસ્તવમાં. શ્રીકૃષ્ણે હમણાં જ બતાવી દીધું છે કે યજ્ઞ- શ્વાસ અને પ્રશ્વાસનો છે, ઇન્દ્રિયોના સંયમનો છે, મનના નિરોધનો છે. આ યજ્ઞને પ્રાપ્ત ક્યાંથી કરી શકાય? તેની વિધિ ક્યાં શીખવા મળે? મંદિરો, મસ્જિદો, દેવળોમાંથી કે પુસ્તકોમાંથી? તીર્થ યાત્રાઓમાંથી કે સ્નાન કર્યા કરવાથી? શ્રીકૃષ્ણ કહે છે—ના. આ બધી જગ્યાએથી તમને યજ્ઞનો સ્ત્રોત પ્રાપ્ત થવાનો નથી. તેનો તો એક જ સ્ત્રોત છે—તત્વસ્થિત મહાપુરુષ તત્વતીર્થ કહેવાય. માટે અર્જુન તું તત્વદર્શી મહાપુરુષની પાસે જઈ સારી રીતે પ્રણત બનીને દંડવત પ્રણામ કરીને અહંકારને ત્યાગીને તેમના શરણે જઈને સારી રીતે સેવા કરજે અને નિષ્કપટ ભાવથી પ્રશ્ન કર અને પછી તું આ જ્ઞાનને જાણી લેજે કે આ યજ્ઞ કેવી રીતે કરવાનો.

તે તત્વને જાણનાર જ્ઞાની જનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. આજે હમણાં આપણે જાણી દીધું તે જ્ઞાનનો તે ઉપદેશ કરશે. તે તને સાધના પથ પર ચલાવશે. સમર્પિત ભાવથી સેવા કરવાથી આ જ્ઞાનને શીખવાની ક્ષમતા આવશે. તત્વદર્શી મહાપુરુષ એ પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દિગદર્શન કરે છે. તે યજ્ઞના વિધિ વિશેષના જ્ઞાતા છે. તેઓ જાણે છે કે આ યજ્ઞ શું છે, કેવી રીતે કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ, તેનું શું પરિણામ આવે છે. આ બધું તને બહુ જ સુંદર રીતે એ સમજાવી દેશે અને તે જ તમને પણ શીખવશે કૃપા બસ થવી જરૂરી છે એમની. અર્જુન સ્વયં ભગવાનની સામે ઊભો હતો, ભગવાન તેને તત્વદર્શી પાસે કેમ મોકલાવતા હશે? એવું કેમ કીધું તું તત્વદર્શી પાસે જા ને ત્યાં જઈને આ બધું શીખ? એ પોતે શીખવી શકતા હતા ને? પ્રશ્ન ઊભો થાય. હકીકતમાં શ્રીકૃષ્ણ એક મહાન યોગી સ્વયં છે.

તેમનો આશય એ છે કે આજે તો આ અનુરાગી થઈને અર્જુન મારી સામે ઉભેલો છે, ભવિષ્યમાં જે અનુરાગીઓ થશે જેને આવી ઈચ્છા થશે એ લોકોને ક્યાંક તો ભ્રમ ના થઈ જવો જોઈએ કે "આ શ્રીકૃષ્ણ તો ચાલ્યા ગયા હવે તો સદેહે છે નહીં તો હવે કોના શરણે જઈશું આપણે અને કોણ આપણને શીખવાડશે?" માટે એમણે સ્પષ્ટ કર્યું કે તત્વદર્શી પાસે જાવ. તે જ્ઞાનીજનો તને ઉપદેશ આપશે. આ પ્રત્યેક માટે છે આપણા સૌના માટે કે તત્વદર્શી મહાત્મા પાસે જવાનું આપણે. જે તત્વને જાણતા હોય જોતા હોય—પશ્યંતી પરા બધું કમ્પ્લીટ કરીને બેઠેલા હોય બધું આવી રીતના બ્રહ્મમાં પ્રવેશ પામીને તદરૂપ થઈને બેઠેલા હોય. એવા પાસે જજે. તને પુસ્તકમાંથી આ પ્રાપ્ત નહીં થાય કોઈ દિવસ, ગમે તેટલા યજ્ઞો કરીશ તો પણ નહીં મળે, ગમે તેટલી તીર્થયાત્રાઓ કરીશ તો પણ નહીં મળે, તું ગમે તેટલું સ્નાન કર્યા કરીશ તો પણ તને એ નહીં મળે.

માટે તે જ્ઞાનીજન તને ઉપદેશ આપશે બહુ ચોક્કસ છે એ બાબતમાં ભગવાને કીધું આગળ. તે જ્ઞાનને તેમના દ્વારા સારી રીતે સમજીને તું ફરી મોહને પ્રાપ્ત નહીં થઈ શકે. તારો મોહ બધો નષ્ટ થઈ જશે એમણે આપેલા જ્ઞાનથી. તે પ્રમાણે ચાલતા તું પોતે પોતાના આત્મામાં જ સંપૂર્ણ ભૂતોને જોઈશ. સંપૂર્ણ ભૂતોને જોઈશ. જો... વિશ્વરૂપ તો હજી બહુ દૂર છે આપણે તો ચોથા અધ્યાયમાં બેઠા છે ૩૪ માં શ્લોકની અંદર ત્યાં આગળ ભગવાન કહે છે કે તે ભૂતોને તું સ્વયં તારી અંદર જોઈશ. સંભાવના કેટલી મોટી છે! જો કેટલી બધી બધી આ વાત કરી દીધી એમને. એટલે તું મોહને ફરી પ્રાપ્ત થઈશ નહીં. એમને આપેલા જ્ઞાનથી તું એ રીતે ચાલતા પોતાના આત્મામાં જ સંપૂર્ણ ભૂતોને તું જોઈશ એટલે બધા જ પ્રાણીઓમાં આ જ આત્માને તું વ્યાપેલો જોઈશ. આત્મા એક જ છે જોયું? આ જ આત્માને તું વ્યાપેલો જોઈશ જ્યારે સર્વત્ર એક જ આત્મા વ્યાપેલો છે તે જોવાની ક્ષમતા આવી જશે અને પછી તું મારામાં પ્રવેશ પામી જઈશ.

આ જા. બસ પૂરું થઈ ગયું. તો પ્રવેશ તો આપણો નિશ્ચિત થઈ જાય છે આવી રીતના. આપણે ચાલવાનું છે. હવે મહાપુરુષે આપણને સમજાવી દીધું કહી દીધું છે કે આવી રીતે તું શ્વાસ ને પ્રશ્વાસનો હવન કર્યા કરજે અને પાંચ મિનિટની શરૂઆત કરજે બસ. અને પછી તો કે એ ઓટોમેટિક છે પછી તો યજ્ઞ ચાલ્યા જ કરશે કે કેમ ચાલ્યા કરશે? ચાલ્યા કરશે હું કહું છું. પરિણામ આગળ તમને વધારે સમજાશે સ્પષ્ટ થશે. ભગવાન આગળ સ્પષ્ટતા બહુ સરસ કરે એક પછી એક પછી એક આપે એટલે તમે ધીમે ધીમે એને ગ્રહણ કરી શકો. આત્મસાત કરવાનું છે આ બધું અને શબ્દો જે છે એના બધા આમ સીધા જ... માટે તું મારામાં પ્રવેશ કરીશ. માટે તે પરમાત્માને પામવાનું સાધન કોણ છે? તત્વસ્થિત મહાપુરુષ જ છે. પરમાત્માની પ્રાપ્તિ માટે શું કરવું પડશે? તો કે તત્વ સ્થિત મહાપુરુષ પાસે જવાનું એમને પ્રાર્થના કરવાની કે "પ્રભુ અમને આ યજ્ઞ અને પ્રક્રિયા અને આ બધું સમજાવો".

અને એવું બધુંય બોલતા ના આવડે તો એમ કહી દેવાનું કે "જેવા તમે છો એવા અમને બનાવી દો". ટૂંકમાં "તમે જેવા છો એવા અમને બનાવી દો" હા. અને પછી સ્વછંદનો ત્યાગ થવો જોઈએ. અહીં પ્રાર્થના કરીને પછી બહાર જઈને પાછું આપણે મન ફાવે એમ વર્તન કરવાનું ચાલુ કરી દઈએ તો એ ક્યારે પહોંચશે? એ તો યજ્ઞનો ભંગ થઈ ગયો. એટલે જ્ઞાનની બાબતમાં શાશ્વત સત્યની બાબતમાં શ્રીકૃષ્ણ પ્રમાણે કોઈ તત્વદર્શીને પૂછવાનું જ વિધાન છે. આગળ આપણને પાછું જો કેટલી મોટી વાત કરી દીધી કે—જો તું સર્વ પાપીઓમાંના કરતાં પણ વધુ પાપ કરનારો છે તું ચિંતા ના કર. તને જો એવું લાગતું હોય કે તું ભયંકર પાપી છે, બધા પાપીઓ કરતાં પણ તે ખૂબ પાપ કરેલા છે; તો પણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા બધા જ પાપોને નિસંદેહ સારી રીતે તું તરી જઈશ. મહાન પાપી હોવા છતાં પણ છે એટલે તું ચિંતા ના કરીશ એ બાબતે, તારા પાપોનું પ્રક્ષાલન થઈ જવાનું છે.

પણ શેનાથી? જ્ઞાનરૂપી નૌકા દ્વારા તને તરી જવાશે. અર્જુન જે રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધનને ભસ્મ કરી દે છે—પ્રજ્વલિત અગ્નિ એક ભડભડ સળગતું હોય બરાબરનું અંદર જેટલા લાકડા નાખો કે જે કઈ નાખો બધું બાળી નાખે—એવી રીતે જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જેને તમે કર્મ કહો છો તે બધું એની અંદર ખતમ થઈ જાય. આ યજ્ઞ પ્રવેશની પ્રવેશિકા નથી પરંતુ જ્ઞાન એટલે સાક્ષાત્કારની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. જ્ઞાન એટલે પરાકાષ્ઠા છે બસ, તમે પામી ગયા તમારું કામ પૂરું થઈ ગયું. હવે કોઈ પાપ રહેતું નથી એમ. જેમાં પહેલા જ વિજાતીય કર્મો ભસ્મ થાય. શું થયું? હવે જો વાત કરી આપણને—સજાતીય કર્મ કામ કરશે, આત્માને અનુરૂપ જે કાઈ હશે તે હું તેવું બધું એને અનુરૂપ હોય એ બધા સજાતીય કહેવાશે. એનાથી વિરુદ્ધના જે કાંઈ થયા એ બધા કેવા કર્મો? વિજાતીય કર્મો છે, એણે જાત બદલી કાઢી અસુર થઈ ગયા છે બધા.

એટલા માટે આસુરી સંપત્તિ. એને એવા પણ કીધા એવું કરીને જે ભેગા કરેલા હતા તેવા કૃત્યો કર્મોની વાત છે. તો એ વિજાતીય કર્મો કેવા થશે? તો કે ભસ્મીભૂત થઈ જાય છે અને પછી પ્રાપ્તિની સાથે ચિંતન કર્મો પણ એમાં વિલીન થઈ જાય છે. છેવટે અત્યાર સુધી તમે જે કંઈ પરમાત્મા કેવો હશે કેવો હશે કેવું હશે વાળું જે ચિંતન બધું કરેલું હતું તે પણ બધું સમાપ્ત થઈ જશે. હવે આગળ ચિંતન કરીને કોને શોધવાનું? પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ હવે તમારે શું કરવાનું રહ્યું? શું વિચારવાનું રહ્યું? શું ચિંતન કરવાનું રહ્યું? કશું નથી રહ્યું કે... તો આવા સાક્ષાત્કારી જે હોય છે તેને શું કર્યું? તો કે બધા ચિંતન કર્મો પણ એમાં વિલીન કરી દીધા. હવે જે પામવાનું હતું તે પામી લીધું હવે આગળ ચિંતન કરીને કોને શોધવાનું? આવા સાક્ષાત્કારી જ્ઞાની સંપૂર્ણ શુભ અશુભ કર્મોનો અંત લાવી દેશે.

પૂરું થઈ ગયું, ધ એન્ડ. તે સાક્ષાત્કાર ક્યાં થશે? પાછો પ્રશ્ન આવ્યો. ભગવાન આગળ કહે છે—આ સંસારમાં... જો સીધું નથી કહેતા હજી તો આગળ બીજી વાત કરે છે એનું મહત્વ સમજાવે છે—સાક્ષાત્કારને શા માટે કરવું છે? આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર અન્ય કંઈ જ નથી. જ્ઞાન જ પવિત્ર છે. હવે જેવું તમને જ્ઞાન થઈ ગયું તમે પણ પવિત્ર થઈ ગયા, પરમ પવિત્ર પરમાત્મા સ્વયં. હવે તે જ્ઞાન સાક્ષાત્કારનો તું પોતે બીજો નહીં યોગની પરિપક્વ અવસ્થામાં આરંભમાં નહીં યોગની પરિપક્વ અવસ્થા. તારો યોગ જેમ જેમ પાકતો જશે પરિપક્વ થતો જશે. કેરીયે ચાર દાડે પાકે સાત દાડે પાકે છે ને અત્યારે તો લાયા પછી. યોગની બી પરિપક્વ અવસ્થામાં એનો તને અનુભવ થશે, એટલે તું એવું અપેક્ષા ના રાખીશ કે આ તે જસ્ટ હમણાં શરૂ કર્યું છે ને તને થઈ જ જશે કે ભાઈ. એ તારો યોગને તું પાકવા દે જે એ યોગની અંદર તારે અમુક કાળ નિર્ગમન કરવાનું છે અને પછી પોતાના આત્માની અંતર્ગત...

ક્યાં આગળે? પોતાના આત્માની અંતર્ગત હૃદય પ્રદેશમાં જ અનુભવ કરીશ. બતાવી દીધું કે આત્મા ક્યાં છે? તારો જે તારું હૃદય પ્રદેશ છે તે જ તારો આત્મા છે જ્યાં તું અનુભવો કર્યા જ કરે છે—ચાહે સંસારનો હોય કે જ્ઞાનનો હોય—અનુભવની જગ્યા એક જ છે. પ્લેસલેસ પ્લેસ. ત્યાં જ તને અનુભવ થવાનો છે આત્માનો પણ બીજી કોઈ જગ્યાએ નહીં. બધા કહે છે કે "મારે આત્મા જોવો છે સાક્ષાત્કાર કરવો છે" એટલે આમ જાણે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કરવાનો હોય ને આત્માની પાસે જઈને બધું પૂછવાનું હોય, જાણે કે એવી જાતનું બધા લોકો ખયાલો લઈને ફરતા હોય ત્યારે ભગવાને કહી દીધું જો આ જગ્યાએ તને અનુભવ થશે જો દિગદર્શન કેટલું સ્પષ્ટ છે આપણને. યોગેશ્વરના શબ્દોમાં—શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય પુરુષ જ પ્રાપ્ત કરી શકે છે. હવે આગળ કીધું સાક્ષાત્કાર કોને થશે? બધાને કરવો છે, બધા લાયક છે.

મનુષ્ય દેહમાં જે છે તે મહાન પાપીમાં પાપી હશે તે પણ પ્રાપ્ત કરી જ શકશે, ત્યાં સુધીને એમણે કહી દીધું છે. પરંતુ એણે કીધું કે યોગની પરાકાષ્ઠા જ્યારે થશે પરિપક્વતા આવશે ત્યારે પ્રાપ્ત કરીશ. અને જ્યારે તું એ કરીશ ત્યારે કઈ જગ્યાએ થશે? તો કે તારા હૃદય પ્રદેશની અંદર, તારા આત્માની અંતર્ગત. તને એ જગ્યાએ તને એનો સ્પષ્ટ બોધ થઈ જશે અનુભવ થઈ જશે તને. એટલે કોણ પ્રાપ્ત કરશે? એના માટે કહે છે કે—શ્રદ્ધાવાન. પહેલી તો શ્રદ્ધા હોવી જોઈએ. યજ્ઞ જે કરી રહ્યો છે એમાં તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? લોકોને એમાં જ નથી હોતી—પહેલા ૧૫ શ્વાસ લીધા કે બસ પતી ગયું કે આજનો યોગ પૂરો, પછી ઊભા થઈ જશે. તો કે નહીં, તમે જે કરો છો તે સંપૂર્ણ શ્રદ્ધા સહિત કરો. પછી—તત્પર. આ કરવાની અંદર આપણે એક એટીટ્યુડ હોવો જોઈએ કેવો હોવો જોઈએ? બિલકુલ તત્પરતા હોવી જોઈએ કે આપણને સંયતેન્દ્રિય મહાપુરુષ જે તત્વનિષ્ઠ છે તેમણે આપણને જે આપેલું છે જે ગ્રહણ કરેલું છે આપણે હવે જ્ઞાન બસ તેને બસ આપણે પ્રાપ્ત જ કરી લેવાનું છે બસ આ જ ક્ષણે.

બસ એવી રીતે એટલી તત્પરતા આમ કરીને આમ કીધું કે "લે આપું છું" તો આપણા સામે સામે લેવા તો હાજર હોવા જોઈશે ને? એટલે કીધું ગ્રહણશીલ હોવું જોઈશે, તત્પર હોવો જોઈશે. સંયતેન્દ્રિય પુરુષ—ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ વાળો હોવો જોઈએ. પછી ઇન્દ્રિયો ભાગમભાગ કરતી હોય—આંખોને તો આમ જોવું છે ને કાનને તો આમ સાંભળવું છે બધું ચારે દિશામાં બધું રમખાણ મચે જ જતું હોય અને પછી પેલો આમ કરીને આમ બેઠો હોય ત્યાં આગળે તો કે એમાં મેળ આવશે નહીં. માટે પહેલા શ્રદ્ધાવાન બનો, તત્પરતા કેળવો અને સંયત ઇન્દ્રિયોને કરી હોય એવો પુરુષ જ... જો આ ત્રણ હોય ને એને પુરુષ કહેવાય ખરેખર. બાકી બધી બૈરીઓ જ છે સ્ત્રીઓ જ છે એમ સમજો. કારણ કે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીમાં મોહ કર્મ વધુમાં વધુ હોય છે, એટલા માટે એ મોહની મોહનીય બને છે ને બીજા લોકો બી આમ જાય જોવા માટે "હા કોણ આવ્યું?" એવી રીતના.

તો આમ જોવાની ઈચ્છા થાય દરેક પુરુષને પણ એવું આમ વર્તન કરવાનું થતું હોય તો મોહનીય કર્મ ત્યાં પણ. જે પુરુષ દેહમાં છે પણ મોહનીય કર્મોમાં ફસાયેલો છે તે પણ શું? કઈ પુરુષ છે? ભગવાન એ પ્રશ્ન કરે છે. તો કે છે ના. એટલે જે શ્રદ્ધાવાન બન્યો, જે તત્પર બન્યો અને જે સંયતેન્દ્રિય બન્યો તે પુરુષ છે. પછી ભલે સ્ત્રી હોય, વિદુષી ગાર્ગી પણ હતા બધી કેટલી સ્ત્રીઓ આવી થઈ. એટલે અહીંયા કોઈ જાતિનો પ્રશ્ન નથી ઉઠાવ્યો. જો ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધેલું છે કે એવું ક્યાંય નથી કે કોઈ સ્ત્રી આને પ્રાપ્ત તો ન જ કરી શકે બલકે વધુ સ્પષ્ટતા કરી દીધી છે. તો અત્યાર સુધી જો કોઈના મનમાં એવા ખ્યાલો હોય કે આ પુરુષ દેહે જ એમ કે માણસ મોક્ષે જઈ શકે, પુરુષ દેહે જ માણસ મોક્ષે જઈ શકે; તો એ વાત સાચી. પણ એને સમજવું જોઈએ કે એ કયા પુરુષ દેહની વાત કરે છે?

સ્ત્રી હોવા છતાં પણ જેને શ્રદ્ધા વાન બની, જેને સંયમ કેળવી લીધો એ પુરુષ દેહ પામી ગઈ છે, તમને બાહ્ય દ્રષ્ટિએ ભલે એ સ્ત્રી દેખાતી હોય પણ એ પુરુષ છે ભગવાનની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ. હવે ગમે તેમ ડાફોરિયા ના મારશો, યૂ નેવર નો કે આવા કોઈકનો અપરાધ થઈ જાય ને તો એનું. કારણ કે અત્યાર સુધી તો ભટક્યા જ છે એટલે આવું બધું થયેલું જ છે આપણે નક્કી માની લેજો નહીં તો તો અહીંયા હોત જ નહીં. પણ આ બધું અત્યાર સુધી થયું હવે નહીં.નક્કી કરી રાખો. એટલે યોગેશ્વરના શબ્દોમાં શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય પુરુષ વન, ટુ, થ્રી આવી ગયું, પ્રાપ્ત કરી શકે છે. ભાવપૂર્વક ભલે જિજ્ઞાસા નથી તો પણ તત્વદર્શીના શરણે જવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તમે ભાવપૂર્વક જાઓ છો પણ જો જિજ્ઞાસા જ નથી તમારી પાસે તો ભાવ કર્યો તમે પણ જિજ્ઞાસા ગેરહાજર છે તમારી અંદર તો જઈને પાછા જ આવશો અને પેલા બી જય જય કરી દેશે તમને "કલ્યાણ થાવ તમારું થોડા દિવસ પછી આવજો".

દાદા એમ મોકલતા હતા ઘણા કારણ કે જુએ કે આવ્યો છે ભાવથી પણ હજી એનામાં તત્પરતા નથી જિજ્ઞાસા નથી એટલે કે થોડા દિવસ પછી. કારણ કહેતા હતા કે જ્ઞાન લેવા લોકો અહી છ- છ વર્ષથી રોજ આવે પણ એ લોકોને જે દિવસે જ્ઞાન વિધિ કરવાની હોય ને એ દિવસે ગેરહાજર થઈ જાય. આવે જ નહીં. નામ લખાવ્યું હોય પણ અવાય નહીં એવાય કેટલા બધા હતા. એટલે જો જ્ઞાન લીધું છે તો પછી લીધું છે. યાર નિભાવી જાણો. બસ હવે તો એક જ વાત છે. શ્રદ્ધાપૂર્વક તત્વદર્શીના શરણે જવાથી પણ જો જિજ્ઞાસા નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેવળ શ્રદ્ધા જ પૂરતી નથી, શ્રદ્ધાવાન શિથિલ પ્રયત્નો વાળો પણ હોય છે.

શ્રદ્ધાવાન હોય પણ પ્રયત્ન એના શિથિલ હોય "કરવું તો બહુ છે પણ થતું નથી દાદા" એમ કર્યા કરે તો એટલે ફક્ત ફક્ત દાદામાં શ્રદ્ધા હોય પણ પ્રયત્ન ના હોય કશું તો પછી કંઈ થતું નથી. માટે મહાપુરુષે બતાવેલા માર્ગે ચાલવા માટેની તત્પરતા જોઈએ. એ તત્પરતાથી ચાલવાની લગ્નીની પણ આવશ્યકતા તો છે જ. સાથે જ જોડે જોડે પેરેલલ બીજો પાટો—ઇન્દ્રિયોનો સંપૂર્ણ સંયમ પણ અનિવાર્ય છે. ઇન્દ્રિયોનો સંપૂર્ણ સંયમ અનિવાર્ય છે ચાહે તમે ક્રમમાં હો કે અક્રમમાં હો. અક્રમમાં હશો તો પણ ઇન્દ્રિયોનો સંયમ તો જોઈશે કે "આ બધું હું નથી" એમ કહીને તમારે એનાથી જુદાપણાની જાગૃતિ રાખવાની દાદાએ એમ કહેલું છે અને એ પ્રતિપળ રાખવાની છે પાછી. એમાં શિથિલતા આવી તો ઢીલો પડી ગયો. પહોંચવામાં વાર થશે એટલા માટે કીધું—તત્પર હશે ને તે સીધો અવિનાશીને પામશે પણ એવો સદૈવ તત્પર જોઈએ, સદૈવ તત્પર.

જે વાસનાઓથી વિરક્ત નથી હજુ વિરક્ત—છૂટો પડ્યો નથી.એવો વાસનાઓથી—તેના એના માટે સાક્ષાત્કાર એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ કઠિન છે. અશક્ય નથી કઠિન છે મુશ્કેલી છે વધારે પડશે તકલીફ એને. કેવળ શ્રદ્ધાવાન આચરણ કે સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળ શ્રદ્ધાવાન પણ સાથે સાથે સંયતેન્દ્રિય એ જ પ્રાપ્ત કરશે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત જ પરમ શાંતિ મેળવે છે. પછી એ બોલી શકે પરમ શાંતિ પણ પછી એ બોલે જ નહીં એ હોય જ એમાં એનું રૂપ બની ગયો હોય તો પછી બોલ-બોલ શું કરવાનું કે? જેમના કર્મ યોગ દ્વારા ભગવાનમાં સમાહિત થઈ ચૂક્યા છે, પરમાત્માની અંદર બધા કર્મો પહોંચી ગયા આપણે બોલતા હતા ને કાલે શું—"સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા સરણોમાં સુચરણોમાં". તો ભગવાનના ચરણ જે છે સુચરણ છે તેમાં આપણું બધું આચરણ મૂકવાનું કે છે.

શું કીધું? બધું આખે આખું આચરણ મૂકી દેવું પડશે ૨૪ કલાકનું. એક કલાકનું આચરણ પણ તમારું પોતાન માટે તમે રાખી મુકશો તો એ નહીં ચાલે. ભગવાન કે તારે નાવા ધોવાની છૂટ છે જવું પડે તો જવાની એ છૂટ છે ખાવા પીવાની છૂટ છે તારે ઊંઘવું હોય તો એ છૂટ છે પણ તારું ૨૪ કલાકનું આચરણ તું મને સમર્પિત કરી દે. કારણ કે અનન્ય ભાવે ભજવાનો છે ભગવાનને તારે કીધું કે "મારા શરણે જે અનન્ય ભાવે આવે છે—અન્ય નહીં". ભગવાન ના પાડી દે... ભગવાન ભગવાન કરતો હોય ને પછી પેલો દાદા દાખલો આપતા હતા ને—જોડાનો ફોટો પડતો હોય એવો ના ચાલે. એક્સટ્રીમ કેસ આપ્યો હતો. લોકો તો જોડો નહી કાઈ આખે આખો સંસાર પાછો થઈને તઈ જ ઊભો રાખ્યો હોય. હવે એવા એવા દર્શન ફળ આપતા નથી. પેલો રોજ જાજા કરે ભગવાન પાસે. તો ભગવાન પણ વિચારતા હશે કે "યાર આવે છે આટલી બધી મહેનત કરીને રોજે રોજ આવે છે તો એ બરાબર દર્શન તો કરીને જા કમસે કમ કોક દાડો તો સારી રીતે દર્શન કરીને જા".

આખી જિંદગી આવ્યો હોય એકે વખત એણે દર્શન જ ના કર્યા હોય. જેનો સંપૂર્ણ સંશય... સંશય એટલે શંકા સંશય પરમાત્માના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયો... પરમાત્માનું જ્ઞાન કેવું? પ્રત્યક્ષ જ્ઞાન થવું જોઈએ આપણને બિલકુલ આમ જ, ત્યારે નષ્ટ થશે સંશય. "સંશય આત્મા વિનશ્યતિ" એમ બોલ બોલ કરે છે લોકો અને પાછા સંશય તો કર્યા જ કરે. તો પછી ક્યારે? પછી તો સંશયનો નાશ થતા પહેલા તો પોતે જ નષ્ટ થઈને પાછા ફરી લાઈનમાં આવીને ઉભા રહે પાછા. પરમાત્મા સાથે જોડાયેલા એવા પુરુષને કર્મો બાંધતા નથી. બંધન છે જ નહીં કે છે હવે તારા કોઈ. કારણ કે કર્મ જ તારા નથી બધા તો પરમાત્માની અંદર વિલીન થઈ ગયા અલા હવે કયું કર્મ રહ્યું? હવે તું પરમાત્માની અંદર એકરૂપ થઈ ગયો ભાઈ, તો હવે તારે બધી મુક્તિ થઈ ગઈ. એટલે હવે પાછો વિચાર નહીં આવવો જોઈએ કે "પાછું મારા કર્મો કપાઈ ગયા હશે કે નહીં?

કપાઈ ગયા હોય થોડા ઘણા બાકી રહ્યા હશે તપાસ કર". એટલે વળી પાછો શોધવા જાય ને એટલે પાછા જડવા માંડે કે—અહીં બંધાયેલો છું, અહીં બંધાયેલો છું, અહી બંધાયેલો છું. પાછો જાય ભગવાન પાસે જઈને દર્શન કરવા તે વખતે "ભગવાન પેલું કાપ્યાલો આ કાપ્યા... કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો" રોજ બોલતો હોય "શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી... જ્ઞાન આપો દયા કરીને દર્શન શિવ આપો". રોજ બોલ્યા કરે બેઠા બેઠા. ભગવાન વિચાર્યા કરે કે આ રોજ આવું કરે છે ખરો પણ પાછો નવો કર્મો બાંધે છે પોતે જ બંધનમાં પાછો ગોળ ગોળ આમ માણસ આમ જાતે ઓઢીને બેહી જાય ને એવી રીતના. એવી રીતના અજ્ઞાન ઓઢીને બેસી જાય પાછો. જે અહીંથી બહાર નીકળે છે ને તરત જ... દરેક મંદિરમાંથી બહાર નીકળેલો માણસ આવું જ કરે છે ને આમ કઈક ઓઢી લે છે. આ છોકરીઓ નથી આજકાલ આમ આમ બધું બાંધીને જતી?

એવી રીતના બધા આનું આ જ કરે છે.તો પરિણામ એ આવ્યું છે કે બધા અહીયાને અહીંયા છીએ. હવે પરમાત્મા સાથે જોડાયેલા પુરુષને કર્મ બાંધતા નથી—આ સ્ટેટમેન્ટ છે પણ એમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ અને એનું જ્ઞાન પણ થવું જોઈએ કે શા માટે બાંધતા નથી ? એ તમને હવે સમજાવી દીધું. યોગ દ્વારા કર્મનું શમન થશે—કયો યોગ કરવાનો કીધો? પરમાત્મા સાથેનું આ જે કર્મ છે તે બસ એક જ યોગ છે. બાકી કોઈ યોગ બોગ નથી. બાકી બીજા બધા જે કરે છે એ બધું યોગા છે, શું છે? યોગા. પરમાત્મા યોગા કરવાનો નતું કીધું. યોગ કરવાનું કીધું તો અને તે પણ નિર્ધારિત કર્મ એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે એટલે એ કરજે. માટે શ્રીકૃષ્ણ કહે છે કે "અર્જુન તું યોગમાં સ્થિર થા અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાન રૂપી તલવારથી કાપી નાખ". સંશયને શેનાથી કાપવાનો?

જ્ઞાનરૂપી તલવારથી કાપવાનો—આમ આમ ફેરવવાની ને આમ ફેરવવાની પતી ગયું કે જાવ હવે બધું પતી ગયું કોઈ બંધન નથી, હૃદયમાં રહેલા પોતાના સંશયો જે છે તે બધાને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. સંયમની સાથે સાથે યજ્ઞના વિધિ વિશેષનું આચરણ કરજે. એમ કરતાં કરતાં તું આ વિકારોથી પાર થઈશ. એને જ યુદ્ધ કીધેલું છે અને એવા યુદ્ધનું પરિણામ પરમ શાંતિ છે. એવા યુદ્ધનું પરિણામ પરમ શાંતિ છે. તો અહીંયા આગળે આ ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે. જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.