અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૨

પહેલો અધ્યાય · કર્મ-સંન્યાસ યોગ

લેખ ૨ / ૨૮ · 45 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

(કરન્યાસ અને હૃદયાદિ ન્યાસ · ગીતાનું મહાત્મ્ય · ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર)

કંઈ પણ કરવું એને કુરુ કહેવાય

ૐ શ્રી પરમાત્મને નમઃ. કંઈ પણ કરવું એને કુરુ કહેવાય, કુરુ એટલે. એક વિધિ આપેલી છે કરવામાંથી પાછા ફરવાની. એને કહેવામાં આવે છે ન્યાસ. એટલે એક વિધિનું નામ છે, કરન્યાસ. શું કહે છે? કરન્યાસ. કરન્યાસની વિધિ એવી છે કે એની અંદર તમારે ન્યાસ કરવાનો. ન્યાસ કરવો એટલે શું છે ? કે જે કરણ છે, અંતઃકરણ, બાહ્યકરણ, તો એમાંથી જે આ ઇન્દ્રિયો છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે, તેને આ કરવામાંથી, સંસાર કરવામાંથી પાછા વાળી અને ન્યાસપૂર્વક. એને ન્યાસ એટલે સંયમ, સંયમપૂર્વક એને ક્યાં મૂકવાની છે? પરમાત્મામાં સ્થિર કરવાની છે. એની એક નાનકડી વિધિ પણ હોય. તમે એમનેમ બી કરી શકો, સમજીને, પણ અહિંયા વિધિ આપેલી છે.

◆ કંઈ પણ કરવું એને કુરુ કહેવાય; કરવામાંથી પાછા ફરવું એને કહેવામાં આવે છે ન્યાસ.

તો કહે છે અથ કરન્યાસ:

ૐ અસ્ય શ્રી ભગવદગીતા માલા મંત્રસ્ય, ભગવાન વેદવ્યાસ ઋષિઃ, અનુષ્ટુપ છંદઃ, શ્રીકૃષ્ણ પરમાત્મા દેવતા, અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ઇતિ બીજમ્. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ઇતિ શક્તિઃ. અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ઇતિ કીલકમ્. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ઇતિ અંગુષ્ઠાભ્યાં નમઃ. આ અંગૂઠો છે તેને આપણે નમસ્કાર, અંગુષ્ઠાભ્યાં નમઃ. અચ્છેદ્યોઽયમ્ અદાહ્યોઽયમ્ અક્લેદ્યોઽશોષ્ય એવ ચ ઇતિ મધ્યમાભ્યાં નમઃ નિત્યઃ સર્વગતઃ સ્થાણુઃ અચલોઽયં સનાતનઃ ઇતિ અનામિકાભ્યાં નમઃ. પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ઇતિ કનિષ્ઠિકાભ્યાં નમઃ. નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ઇતિ કરતલ કરપૃષ્ઠાભ્યાં નમઃ. ઇતિ કરન્યાસ, એટલે કે આને કરન્યાસ કહેવામાં આવે છે. આપણને આ બધા મંત્રો આવડે કે ના આવડે, બોલતા ફાવે કે ના ફાવે, કશું ના કરીએ, ઓમ છે, એમાં બધા મંત્રોનો સાર આવેલો છે.

તો તમે ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ, ઓમ, કરન્યાસ પૂરા. ખ્યાલ આવ્યો? અહીંની શક્તિઓને જાગૃત કરીએ છીએ, એના વડે. આપણે અહીં આમ કરીને શું કરીએ છીએ? તે બાકીના પાંચ જગ્યાએ ડાટા મારીએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિયોને ડાટા મારી દીધા આપણે. બરાબર સમજાયું? એટલે હવે જે ઉર્જા બહાર, બહિર્મુખ થતી હોય એ બધી બંધ થઈ જાય.

◆ ઓમ છે, એમાં બધા મંત્રોનો સાર આવેલો છે

હૃદયાદિ ન્યાસ

હવે આગળ કહે છે હૃદયાદિ ન્યાસ. આમ સામાન્ય રીતે હૃદય આ છે; આપણે ક્યાંય પણ જગ્યાએ સ્પર્શ કરીએ તો જ્યાં આગળ “હમ”.. જ્યાં થાય છે ને, બસ એ જગ્યાને હૃદય આપણે સમજવું, કે સેન્ટર પોઇન્ટ છે. તો કહે છે કે ત્યાં આગળ: નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ઇતિ હૃદયાય નમઃ. ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ઇતિ શિરસે સ્વાહા. અચ્છેદ્યોઽયમ અદાહ્યોઽયમ અક્લેદ્યોઽશોષ્ય એવ ચ ઇતિ શિખાયૈ વષટ. નિત્યઃ સર્વગતઃ સ્થાણુઃ અચલોઽયં સનાતનઃ ઇતિ કવચાય હુમ. પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ઇતિ નેત્રત્રયાય વૌષટ. નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ઇતિ અસ્ત્રાય ફટ. એમ કરીએ છીએ. તો આમ કરીને ફેરવીએ છીએ આપણે, અસ્ત્રાય ફટ. શ્રીકૃષ્ણ પ્રીત્યર્થે પાઠે વિનિયોગઃ. ૐ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયમ, વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ; અદ્વૈતામૃત વર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ, અમ્બ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ.

નમોઽસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર, યેન ત્વયા ભારતતૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ. પ્રપન્ન પારિજાતાય તોત્રવેત્રૈક પાણયે, જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા, શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા; અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની, સોત્તીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવર્તકઃ કેશવઃ. પારાશર્ય વચઃ સરોજમમલં ગીતાર્થ ગંધોત્કટમ, નાનાખ્યાનક કેસરં હરિકથા સંબોધનાબોધિતમ; લોકે સજ્જન ષટ્પદૈ રહરહઃ પેપીયમાનં મુદા, ભૂયાદ્ ભારત પંકજં કલિમલ પ્રધ્વંસિ નઃ શ્રેયસે. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ, યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ.

ગીતાનું મહાત્મ્ય

હવે ગીતાનું જે મહાત્મ્ય છે, તો એ કહે છે કે: ગીતાશાસ્ત્રમિદં પુણ્યં યઃ પઠેત્ પ્રયતઃ પુમાન, વિષ્ણોઃ પદમવાપ્નોતિ ભયશોકાદિ વર્જિતઃ. ગીતાધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ, નૈવ સંતિ હિ પાપાનિ પૂર્વ જન્મ કૃતાનિ ચ. મલ નિર્મોચનં પુંસાં જલસ્નાનં દિને દિને, સકૃદ્ ગીતામ્ભસિ સ્નાનં સંસાર મલ નાશનમ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્ વિનિઃસૃતા. ભારતામૃત સર્વસ્વં વિષ્ણોર્વક્ત્રાદ્ વિનિઃસૃતમ, ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદનઃ, પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. એકં શાસ્ત્રં દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ; એકો મંત્રસ્તસ્ય નામાનિ યાનિ, કર્માપિ તસ્યૈવ દેવસ્ય સેવા. હવે ધ્યાન કહે છે: શાંતાકારં ભુજગ શયનં પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગમ; લક્ષ્મીકાંતં કમલ નયનં યોગિભિર્ધ્યાન ગમ્યમ, વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈક નાથમ.

યં બ્રહ્મા વરુણેંદ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વંતિ દિવ્યૈઃ સ્તવૈઃ, વેદૈઃ સાંગ પદક્રમોપનિષદૈર્ ગાયંતિ યં સામગાઃ; ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ યં યોગિનો, યસ્યાંતં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ.

હૃદયને નમસ્કાર

તો આપણે જેમ જોયું કે હૃદય ન્યાસ કર્યો, નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ઇતિ, એ ભાવના સાથે આપણે હૃદયને નમસ્કાર કરવાના છે. શું કરવાનું? ‘નૈનં છિન્દન્તિ’ કહીને, કે મને કોઈ બાળી શકતું નથી, કે મને કોઈ કાપી શકતું નથી. એવી રીતે આગળ કહ્યું કે ‘ક્લેદ’ અને ‘આપો’ વાળો જે મંત્ર છે, તેનાથી શિરસે સ્વાહા.

◆ મને કોઈ બાળી શકતું નથી, મને કોઈ કાપી શકતું નથી.

જો આ મંત્રો ના આવડે, તો વળી પાછું આપણે શું કરવાનું? ઓમ; પછી પાછું ઓમ; પછી શિખા ઉપર ઓમ; પછી ત્રણ લોચન; પછી આવી રીતના કવચ કરવાનું. અને પછી પૂરું થઈ ગયું, એટલે એનાથી આ બધું જે દિશાઓમાં જ એ બધું ચાલી જતું હોય તમારું, તે બંધન થઈ ગયું. તમે લિમિટેડનેસ જે હતી સંસારની, તેને બાંધી દીધી, કે હવે તું અહીંયા જ રહેજે ભાઈ. પોટલું આમ બાજુ પર મૂકી દઈએ એને. કોકના ઘેર જઈએ તો આપણે કંઈક લઈને ગયા હોય, તો કે એને બાજુ પર મૂકીને આપણે બેસીએને સોફા પર નિરાતે કે માથે મૂકીને બેસીએ ? એટલે એમ બાજુ પર મૂકી દીધું, કે હવે આ સંસાર બાજુ ઉપર મૂકું છું. આખી વિધિનો આશય આ છે. ના સમજાય તો કશો વાંધો નથી, ખાલી ભાવ કરો કે ભગવાન, અત્યારે હું આ કરવા બેઠો છું. પાંચ મિનિટ, દસ મિનિટ, જે બી છે, આટલા સમય પૂરતો હું આ સંસારને, સંસાર ભાવ અને આ મારું-આપોપું, બધું આમ મૂકું છું બાજુ પર.

બસ આટલો ભાવ રાખવાનો છે, એમ કહ્યું છે. પછી નમસ્કાર કર્યા વ્યાસજીને, કે નમોઽસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે. કે વિશાળ, સૌથી વિશાળ બુદ્ધિ કોની છે? નિર્મળ અને વિશાળ બુદ્ધિ વ્યાસજીની છે, કે જેમણે આ બધા શાસ્ત્રો જે છે તેમને સંપાદન કર્યા. તો એટલા માટે એમને આપણે કહીએ છીએ પૂલ્લારવિંદાયતપત્રનેત્ર. યેન ત્વયા ભારતતૈલપૂર્ણ, ભારત, કે જ્યાં સદૈવ જ્ઞાનનો પ્રકાશ ચાલુ ચાલુ રહે છે, તેની અંદર તમે શું કહ્યું? પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ, તમે જ્ઞાનમય દીપ જે છે તેને પ્રજ્વલિત કરેલો છે. એટલે તમને નમસ્કાર કરીએ. પછી વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ વાળું કર્યું, શ્રીકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

ગીતાનું મહત્ત્વ

આગળ ઉપર પછી ગીતાના મહાત્મ્યની અંદર વાત કરી હતી કે આ ગીતા જે છે એ શાસ્ત્ર છે, એ પુણ્ય, ‘યઃ પઠેત્ પ્રયતઃ પુમાન વિષ્ણોઃ પદમવાપ્નોતિ’. તે વિષ્ણુ એટલે વિશાળ; જે વિશાળ છે, અનંત છે, શાશ્વત છે, તેને વિષ્ણુ કહેવામાં આવે છે. આપણે બધાએ આમ વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ બનાવી દીધા છે, એ વાત જુદી છે આખીય; વાસ્તવમાં જે અનંત છે, શાશ્વત છે, અક્ષય છે, તેને વિષ્ણુ કહેવામાં આવે છે. તો એ પદને તમે પ્રાપ્ત કરો છો. એટલે જો વાસ્તવમાં મનુષ્ય પોતાની જગ્યાએથી શરૂઆત કરે તો એ પોતે બ્રહ્માના પદ ઉપર આવે છે. એને ખ્યાલ આવે છે કે હું જ ક્રિએટર છું;આ મારો સંસાર મેં જ પેદા કર્યો છે. પહેલામાં પહેલું તો એને ભાન થવું જોઈએ ને.

◆ જો વાસ્તવમાં મનુષ્ય પોતાની જગ્યાએથી શરૂઆત કરે તો એ પોતે બ્રહ્મના પદ ઉપર આવે છે.

હવે જ્યારે તમે ન્યાસ કર્યો, ત્યારે શું કર્યું? બ્રહ્મા, બ્રહ્માનું પદ જે કંઈ હતું, ક્રિએશન, બધું બાજુ પર મેલ દીધું. પછી તમે ગયા વિષ્ણુ ભગવાન પાસે, કે ભગવાન, મને તમારી વિશાળતા આપો. ભગવાન કહે છે તથાસ્તુ, જાવ; તમે વિશાળ થઈ ગયા. ત્યારે પછી એ વિશાળ થયા, એટલે પછી તમે મોટા થઈ ગયા સંસારમાં તમે. એટલે પછી તમારી અંદર કયો ભાવ આવે? તો કે કલ્યાણ અને શાંતિનો ભાવ આવે, તો તમે શિવ સ્વરૂપ બનો છો એ ટાઇમે. આવી રીતના સ્ટેજ-વાઇઝ તમે એક, બે ને ત્રણ પાછા પગથિયા તમારા કર્યા, અને પછી તમે બ્રહ્મની અંદર પ્રવેશ પામી જાવ. શિવની ઉપર છે બ્રહ્મ તો. અને શિવજી સદૈવ ત્યાં પહોંચવા માંગે છે, એમને પોતાને જવું છે; પણ જવાય એવું નથી, કારણ કે આપણી સરખામણીમાં તો એમને હજાર-લાખ-કરોડ વર્ષનું આયુષ્ય હશે, કેટલું બધું હોય? પણ એ બાકીનો સમય વેડફતા નથી, ભલે ગમે તેટલું લાંબું છે.

તમે જુઓ, એમની પાસે શીખવા જેવું છે શું? તો કે કેટલું પણ આયુષ્ય હોય, પણ સદૈવ શેમાં રહેવું જોઈએ? તો કે ઇષ્ટના ધ્યાનમાં રહેવું જોઈએ. એમનો ઇષ્ટ કોણ છે? બ્રહ્મ, પરબ્રહ્મ છે, પરમાત્મા. તમારા ઇષ્ટ કોણ છે? પરબ્રહ્મ-પરમાત્મા જ છે. ભલે તમે અત્યારે દેવી-દેવતાઓ આ બધાની પૂજા કરો, કરાવો, એ પણ તમે ભાન સાથે કરો. જે બી કરો છો તે, કે હું અહીં પૂજા કરું છું એ પણ ત્યાં જ પહોંચે છે, એ ભાવ સાથે કરજો, તો એ દેવ બી તમારો ફોકલ પોઇન્ટ બની જશે. આ કેવી વાત છે કે યજ્ઞની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે છે. હવે અગ્નિને પણ દેવનું પદ આપવામાં આવ્યું છે, અગ્નિને પણ દેવનું પદ આપવામાં આવ્યું છે. અને યજ્ઞની અંદર એને કહે છે કે દેવોનો મુખ છે. એટલે એની અંદર અપાતી જે કંઈ આહુતિ છે, એ અગ્નિદેવ પોતે ગ્રહણ ન કરે; જે-તે દેવતાને પહોંચાડવાનું કાર્ય જે છે તે અગ્નિદેવનું છે.

એટલે જે-તે દેવી-દેવતાને તમે પૂજન-આરતી જે કંઈ તમે કર્યું, તે જે તેને પહોંચાડી આપે છે. કુરિયર સર્વિસ બહુ સરસ છે, ડિવાઇન કુરિયર સર્વિસ, એકદમ નિષ્પક્ષપાતી. તો એટલે એ અગ્નિદેવ પહોંચાડે, આવી રીતના, જે કંઈ તમે આપેલું હોય તે બધું. એવી રીતે આ જે બધાને પહોંચાડ્યા, પછીથી જે-તે દેવોનું મહત્ત્વ, ફાઇનલી બધું જે કંઈ છે તે ક્યાં છે, કોના માટે છે? કોના દ્વારા છે? તો કે બ્રહ્મ દ્વારા આ, આ છે, આ છે, આ છે, બધું. પણ આ બધું કોના આધારે છે? તો કે એ. બરાબર. તો એને આપો, તો ફાઇનલી તમને ત્યાંનો હંમેશા ખ્યાલ હોવો જોઈએ. પૂજા ભલે તમે કોઈપણ મંદિરમાં જતા રહો, વાંધો નથી, કારણ કે તમારી સાથે છે લોકો, એ બધા લોકો લોક સંજ્ઞાથી ચાલે છે; તમારે જ્ઞાનીની જ્ઞાન સંજ્ઞાથી ચાલવાનું છે. જ્ઞાની તમને કહે છે કે તમે ત્યાં આગળ જાવ, મૂર્તિના દર્શન કરો છો?

ના, તમે અમૂર્તના દર્શન કરજો મૂર્તિમાં, એમ કહે છે. તો અમૂર્ત કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા છે. એના દર્શન કરજો. ત્યાં આગળ જઈએને, બહાર જશે તો કે, શાંતિભાઈ, તમે મંદિરમાં ગયા? તો કે હા, ભગવાનના દર્શન કર્યા. તો કે હા, કર્યા. જો, આ ભાઈ બહુ ધાર્મિક છે. બીજાની જોડે વાત કરશે, એમને સંતોષ થશે કે હા, હવે આમની જોડે અમારી ઓળખાણ છે, બધું આમ છે તેમ. વખતે દીકરો તમારો નાનો હોય, મંદિરે જવાનો, એની જોડે, એને ઓળખાણ આપવાની, કે જો, આ સામે મૂર્તિ છે, પણ એ મૂર્તિ કોની છે? તો કે ભગવાનની મૂર્તિ છે. હવે ભગવાન ક્યાં છે? તો કે બધે છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, તો કે બધે. તો એને પાકી સમજણ આપો કે એ અવ્યક્ત છે, અને એના દર્શન તારે કરવાના છે. તો તારે અવ્યક્તના દર્શન કેવી રીતે થાય? તો કે જો, આવી રીતે એને મૂર્ત સ્વરૂપે અહીંયા આગળ જોવાના; જે મૂર્ત છે તે અમૂર્ત જ છે, એમ કરીને પછી, એ ભાવથી દર્શન કરવાના એવું દીકરાને શીખવાડજો.

◆ તમે અમૂર્તના દર્શન કરજો મૂર્તિમાં.

અને બીજા લોકો જે કોઈ ક્રિયા-વિધિ આગળ-પાછળ કરતા હોય, એ બધાને ખોડ-ખાપણ વિવેચનમાં, કસામાં ના પડવાનું, કારણ કે એમની જે માન્યતા છે ધર્મ અંગેની, ધાર્મિક, ભલે લિમિટેડ છે, પણ કેવી છે? તો કે જીવતી છે, લાઇવ છે. એટલે જેવું તમે એને આગે-પાછું કરવાનો પ્રયત્ન કરશો ને, એટલે એ તો, હાલત કેવી છે કે, આ માણસ આમ પેલા એમાં પડેલો હોય, આઈ.સી.સી.યુ.માં, ને તમે મોઢા પરથી પેલું એનું મશીન હટાવવાનું, આમ-તેમ કરવાનું, આ બધું કરતા હોય, એના જેવું થઈ જાય; એ તરત ઉં-ઉં કરી મૂકશે. વખતે અઘરું પડી જાય. એટલા માટે થઈને કોઈને પણ પોતાની માન્યતામાંથી હટાવવાનું નહીં. પણ જ્ઞાન શું છે એ જાણી લેવાનું આની અંદર. જ્ઞાન દરેક જગ્યાએ છે, એટલે હંમેશા સમાધાન તમને મળી જ રહેશે, અને તમને અંદરથી મળશે. તત્ત્વદર્શી ક્યાં છે? એ અંદર બેઠો છે, બહાર ખોળવાનો નહીં.

◆ તત્ત્વદર્શી ક્યાં છે? એ અંદર બેઠો છે, બહાર ખોળવાનો નહીં. એ ભલે બહાર ગમે ત્યાં ફરતો હશે, પણ સાંધો ક્યાં છે એનો? એને કહ્યું છે કે હું અહીંથી બોલીશ, એટલે એ, બસ, એ તે ટાઇમે તમને જ્ઞાન પ્રગટ થઈ જશે કે આ સંજોગમાંથી કેવી રીતે બહાર નીકળવું, એનું જ્ઞાન ત્યાંથી તમને મળશે. એટલે કહ્યું કે આવું ગીતાનું જે મહત્ત્વ છે.

તો પહેલામાં કહ્યું કે વિષ્ણુ પદ તમને પ્રાપ્ત થાય છે. પછી કહે છે કે ગીતા અધ્યયન રૂપી શીલ. શીલ પ્રાપ્ત કરવું એટલે ચારિત્ર જ્યારે ફોરે ને, બરાબર એકદમ પરિપક્વ થાય ને, એટલે પછી એમાંથી સુગંધ જે ફૂટે એને શીલ કહેવાય, સુવાસિત ચારિત્ર, અને એનો પ્રભાવ હોય. જેમ આ રૂમમાં એક જરાક પરફ્યુમ છાંટીને એક માણસ આમ આવે, એટલે તરત બધાને ખબર પડી જાય ને, એનો કેવો હોય એ પરફ્યુમનો પ્રભાવ પડે. એવી રીતે આ શીલનો પ્રભાવ પડે. પેલો ટેમ્પરરી છે, અને આ પરમનેન્ટ છે; શીલનો પ્રભાવ કેવો છે? પરમનેન્ટ.

◆ ચારિત્ર એકદમ પરિપક્વ થાય, એમાંથી સુગંધ જે ફૂટે એને શીલ કહેવાય.

એટલે શીલ પ્રગટ થાય છે કેવી રીતે? પ્રાણાયામ પરસ્ય ચ, જે સતત વિધિ આપીને આપણને, એ કરવાથી, એને પ્રાણાયામ કહ્યો છે. બાકી બીજા બધાને પ્રાણાયામ કહે છે એ વ્યવહારથી, લોક સંજ્ઞાથી છે, એમ સમજવાનું છે. ‘નૈવ સંતિ હિ પાપાનિ પૂર્વ જન્મ કૃતાનિ ચ’, પૂર્વ જન્મના જે પાપ છે, જે અત્યારે ભોગવાઈ રહ્યા છે, એના ભોગવટામાં ઓલરેડી આવી ચુકેલા છે એ બધામાં, એને રાહત મળે છે; રિલીફ એને પ્રાપ્ત થાય છે. પછી શું કહે છે? ‘મલ નિર્મોચનં પુંસાં જલસ્નાનં દિને દિને’, કે રોજ-રોજ આપણે સ્નાન કરીએ જળથી, તો જેમ આપણો આ દેહ સ્વચ્છ થાય છે, તો ‘સકૃદ્ ગીતામ્ભસિ સ્નાનં’ગીતાના પારાયણ રૂપી કંઈ પણ સ્નાન આપણે જ્યારે કરીએ છીએ, એના જ્ઞાન રૂપી, ‘સંસાર મલ નાશનમ’, સંસાર મળનો નાશ થાય, માટે આપણે ગીતાને કરવી જોઈએ, એમ કહ્યું. આગળ કહે છે ‘ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે’, પુનર્જન્મ પણ તેનો થતો નથી, કારણ કે અહિંયા બધા પાપનો એને નાશ કરી નાખ્યો છે, નવા થવાના નથી, અને ગીતાના અધ્યયનમાં શીલ પ્રગટ કરી રહ્યો છે.

એટલા માટે પછીથી, હવે, પુનર્જન્મ ન વિદ્યતે, ફરી એને જન્મવાનું રહેતું નથી. સર્વ ઉપનિષદોનું દોહન કરીને, ગોપાલ નંદન, એટલે શ્રીકૃષ્ણ ભગવાને શું કર્યું છે? તો કે ‘પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા’, કોણ પાર્થ? ‘દુગ્ધં ગીતામૃતં મહત’. પ્રાણાયામ કરો છો, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, દસ ગાયો છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, તમારું અંતઃકરણ છે. આ બધાનું દોહન કરીને જે શીલ પ્રગટ કર્યું છે, ગોપાલ નંદન, એટલા માટે એને કહેવામાં આવ્યો. આ પેલી ગાયોની વાત નથી, બરાબર? એટલે એવા ગોપાલ નંદને જે આ ગાયોના દૂધનું દોહન કર્યું. ગાયોનું દૂધ, ઇન્દ્રિયોમાંથી જે કંઈ જરે છે તે બધું શું છે? દૂધ છે, ઇન્દ્રિયોની દરેક મુવમેન્ટ જે છે. હવે એનું દોહન કરી-કરીને જે દૂધ છે, તેનું પણ એમણે શું કર્યું? કે દોહન કરીને પછી આપણને આપ્યું છે.

હવે જ્યારે તમે સંયમ કરશો એના ઉપર, અને પછી જ્યારે આ બધું ઇન્દ્રિયો રૂપી સંયમ થઈ ગયો બધી, અને એનું દોહન કરવાના પરિણામ સ્વરૂપ જ્યારે શીલ પ્રગટ થઈ ચૂકેલું છે, તે કોને પ્રાપ્ત થયું? તો કે અનુરાગી અર્જુનને પ્રાપ્ત થયું. એટલે દરેક સાધકે અનુરાગી અર્જુન બનવું જ પડશે, ત્યાર પછી એને પ્રાપ્ત થશે એને ગીતામૃત એવું કહેલું છે. પછી આગળ એને ધ્યાન કહ્યું, શાંતાકારં, જેનો આકાર જ શાંત છે, છે પણ છતાંય નથી એવા, એમ; એવો શાંત આકાર.ભુજગ શયનં, ભુજગ એટલે સાપ, બરાબર? એ જે વૃત્તિઓ રૂપી સાપ છે, તેની પર એમણે શયન કરેલું છે, નિરાંતે પોઢી ગયા છે, કે આ મને કંઈ કરી શકે એમ નથી; એમનું શીલ સામર્થ્ય એટલું બધું છે. પદ્મનાભં સુરેશં, સુરેશં, દેવોના, આ બધા ઇન્દ્રિયો છે એ બધા દેવો છે, તો એના પણ સુરેશં, પદ્મનાભ છે તો. વિશ્વાધારં, વિશ્વનો આધાર કોણ છે?

તો કે એ પોતે. ગગન સદૃશં, પાછા કેવા છે? ચિદાકાશ રૂપ છે. મેઘવર્ણં શુભાંગમ, આમ કરીને આમ જુઓ, તમને કયો વર્ણ દેખાય છે પહેલો જ? કે મેઘવર્ણ દેખાય. મેઘવર્ણં શુભાંગમ, આ જે તમે જોઈ રહ્યા છો આ, બસ, આ જે સેકન્ડે આંખ બંધ કરીને તમે આમ જુઓ છો, બસ આ પરમાત્મા ત્યાં જ છે. હા, રહ્યો તમારી સામે.

◆ આ જે સેકન્ડે આંખ બંધ કરીને તમે આમ જુઓ છો, બસ આ, પરમાત્મા ત્યાં જ છે.

લક્ષ્મીકાંતં કમલ નયનં યોગિભિર્ધ્યાન અગમ્યમ, યોગી ગમે તેટલું ધ્યાન કરે તો તેનાથી પણ એ અગમ્ય હોવા છતાં પણ, વંદે વિષ્ણું, જો આ રહ્યા, વિશાળ છે, એટલા માટે એને વિષ્ણુ કહ્યા. ભવભયહરં, ભવભયનું હરણ કરનારા છો તમે. સર્વલોકૈક નાથમ, બધા લોકોના નાથ તમે જ છો. ભગવાન કહે છે, પરમેશ્વર, આ લોક-બોક બધું છે ને, તો આ બધું લૌકિક છે, એટલે બધા મનમાં જ તમે પેદા કરો છો; તમારા જ સ્વર્ગ અને તમારા જ નરક, અને એટલા માટે એના નાથ તમે પોતે છો, એમ કહેવા માટે. તો આવી રીતે સમજણપૂર્વક ધ્યાન કરી, અને પરમાત્માને યાદ કરી, અને પછી આપણે આગળ વધીએ.

ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર

તો પહેલા અધ્યાયની અંદર, શ્રીમદ્ ભગવદ ગીતામાં યથાર્થ ગીતા પ્રમાણે, ધર્મ એ એક ક્ષેત્ર છે. ક્યાં આગળ? તો કે હૃદય પ્રદેશમાં. હૃદયમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર એ ધર્મક્ષેત્ર બની જાય છે. દૈવી સંપત્તિ હોવી જોઈએ હાજર, તો એ ધર્મક્ષેત્ર છે. એનાથી વિપરીત, જ્યારે પણ હૃદયમાં આસુરી સંપત્તિ વધી જાય, ક્રોધ, માન, માયા, લોભ, આજે તો આને પાડું ને, કાલે આનાથી આગળ જતો રહું, બસ, નવ્વાણું થયા છે ને, સો પૂરા કરી દઉં, આજે સો, સો મિલિયન, હાઉ ઇઝ ધેટ, એ જે સતત ચાલ્યા કરતું હોય, ત્યારે શું થાય? આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કારણ કે એક્ટિવને એક્ટિવ મોડમાં જતું રહ્યું છે બધું, એક્ટિવનેસ થઈ ગયો. કુરુ એટલે કરો. કુરુ, કુરુ, નિર્વિઘ્નં કુરુ મે દેવ, ત્યાં બી કુરુ મે દેવ આપણે બોલીએ, કરો કે અમારું નિર્વિઘ્ન કરો બધું.

એમ, તો આ કુરુ શબ્દ છે એ કેવો છે? તો કે આદેશાત્મક છે.

◆ હૃદયમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર એ ધર્મક્ષેત્ર બની જાય છે.

પ્રકૃતિથી ઉત્થાન, ઉત્પન્ન એવા ત્રણ ગુણો દ્વારા પરવશ થઈને માનવી કર્મ કરે જતો હોય છે, સત્ત્વ, રજસ અને તમસ. એ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો જ નથી. જો સૂઈ ગયો છે એમ કહો, તો એ તમસ છે; ભોજન કરે છે, તો એ રજસ છે; અને પ્રાર્થના કરે છે, એવું જો તમે કહેશો, તો એ સત્ત્વ છે. પ્રાણાયામમાં બેઠો છે, પ્રાણાયામ કરે છે, ધ્યાન કરે છે, તો પણ સત્ત્વગુણ. કોઈકને હેલ્પ કરી રહ્યો છે, તો એ પણ રજસ અને સત્ત્વનું મિશ્રણ છે, અ ટિન્જ ઓફ સત્ત્વ, અ લોટ ઓફ રજસ, ત્યારે કોઈ માણસ કોઈકને મદદ કરતો દેખાય, વ્યવહાર ભૂમિકાની અંદર. તો એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો ચોવીસ કલાકની અંદર કેટલી ક્ષણો થઈ? એક કલાકમાં છત્રીસસો, ચોવીસ કલાકમાં કેટલી? એક પણ ક્ષણ એ કર્મ કર્યા વિના રહી શકતો નથી. મૂળ કર્મ તો આ ચાલુ છે, એટલા માટે કહેવામાં આવે છે કે રહી શકતો જ નથી; એ કર્યા જ કરતો હોય છે.

પ્રાણ તો લીધો જ હોય ને એણે; પ્રતિક્ષણ, પ્રતિક્ષણ પ્રાણ તો લેવો જ પડશે એને તો. તો કહે છે કે અર્જુન, આ શરીર જ ક્ષેત્ર છે. એમાં દસ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એટલે ચૌદ થયા, પાંચ વિકારો અને ત્રણ ગુણોનું વર્ણન છે. તેમાં સતત દૈવી અને આસુરી સંપત્તિ, એટલે કે પાંડુના સંતાનો અને ધૃતરાષ્ટ્રના સંતાનો, જ્ઞાનના અને અજ્ઞાનના સંતાનો, લડી રહ્યા છે. એટલે સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ, સજાતીય પ્રવૃત્તિ એટલે દૈવી સંપત્તિ, વિજાતીય પ્રવૃત્તિઓ એટલે આસુરી સંપત્તિ; એટલે કે કૌરવ, અને પેલી બાજુ પાંડવો છે. તમે જુઓ, યુધિષ્ઠિરને કહે છે ધર્મનો અંશાવતાર હતા. ભીમ હતો, તો એને કહે છે કે વાયુપુત્ર હતો. આવી રીતના વાત કરીને એની અંદર, વાયુપુત્ર ભીમ. પછી એવી જ રીતે અર્જુન, તો કે અનુરાગ, એની અંદર કોના પાસેથી આવ્યો? તો કે ઇન્દ્ર પાસેથી આવ્યો હતો.

એટલા માટે, એવી રીતના, અશ્વિની કુમારો પાસેથી પેલા સહદેવ અને નકુલ આવે. એટલે એવી રીતે દૈવી સંપત્તિના આ સંતાનો છે, વારસો છે. અને આ બાજુ ધૃતરાષ્ટ્ર છે, અને ગાંધારી છે. ગાંધારીએ બી, દેખે છે, છતાં નથી દેખવું, એમ કરીને પટ્ટી બાંધેલી છે. દેખે છે; કોઈ પટ્ટી બાંધેલી સ્ત્રી ફરતી નહોતી. દેખે છે બિલકુલ, છતાં પણ દેખવું નથી એવા ભાવ સાથે. એટલે અણદેખુ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. અજ્ઞાન તો અંધ છે જ. ક્રોધમાં માણસ, અજ્ઞાનમાં હોય એટલે કેવું છે? અંધકારમાં જ છે. એને ખબર જ નથી પડવાની, કેટલું સમજાવો એને ધર્મ વિશે પણ, યુધિષ્ઠિર વિશે પણ. ભાવ થાય એને કે હા, ધર્મિષ્ઠ છે યુધિષ્ઠિર, બહુ સારા છે, પણ એનાથી આગળ કશું નહીં. અધર્મમાંથી બિલકુલ ચળે જ નહીં, અજ્ઞાનમાંથી ખસે જ નહીં. એટલે ધૃતરાષ્ટ્ર, કે ધૂર્ત રાષ્ટ્ર; આખે-આખું રાષ્ટ્ર કેવું છે?

ધૂર્ત છે, કપટ છે એની અંદર. રાખી મૂકવું, એને પ્રાપ્ત થયેલું છે, હવે એને છોડવું નથી; સંસાર પ્રાપ્ત થઈ ગયો છે, હવે એને છોડવું નથી. એટલે કહે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે. ક્ષેત્રને જાણે છે તે ક્ષેત્રજ્ઞ, અને આ જે કંઈ છે તે બધું જ ક્ષેત્ર છે, એનો જેટલો કાર્ય વિસ્તાર છે, એ બધું ક્ષેત્ર છે. પ્રકૃતિનું સંપૂર્ણ શમન કરીને, તેનાથી અતિરિક્ત સત્તાનું, પ્રકૃતિનું સંપૂર્ણ શમન કરી દેવાનું એક બાજુ, એ થવાથી જે પરમાત્મા સત્તા જે છે, અધિષ્ઠાન રૂપ જે એકમાત્ર સત્તા છે, તે સત્તાનું દિગ્દર્શન, કે આ એ છે, અને એમાં પ્રવેશ મેળવવો, એને સાચો વિજય કહેવામાં આવે છે. બાકી તમે ગમે તેટલા બીજા વિજયો પ્રાપ્ત કરી લો, પણ જ્યાં સુધી આ વિજય પ્રાપ્ત કર્યો નથી, ત્યાં સુધી અજ્ઞાન અજેય છે; ત્યાં સુધી અજ્ઞાન અજેય છે. પણ જેવો તમે આની અંદર પ્રવેશ કરી દીધો, એટલે શું છે?

ત્યાં હાર નથી, ત્યાં આગળ મુક્તિ છે. પછી કોની? અજ્ઞાનની મુક્તિ. જ્ઞાન તો મુક્ત જ છે ભાઈ; અજ્ઞાનની મુક્તિ છે, અહંકારની મુક્તિ થાય છે ત્યાં આગળ. અહંકાર જ આ દેહ ધારણ કરે છે. અહંકારે નક્કી કર્યું હતું, હવે પછીના જન્મની અંદર આમ, આમ, આમ, આમ કરીશ; બધું યોજનાબદ્ધ રીતે તૈયાર કરીને, નક્કી કરીને આવ્યો; ઓગણીસસો સાઠમાં જન્મ્યો, અને આ બધું કરે, બધું યોજના. અજ્ઞાન હંમેશા આયોજન કર્યા કરે; જ્ઞાનને કશાનું આયોજન કશું ન કરવું. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આયોજનમાં જ પડ્યો હોય; આયોજન એટલે પ્રપંચ કરે, બીજી રીતે જોઈએ તો. એ ચાલ્યા જ કરશે. જ્ઞાનમાં આવી કોઈ પ્રવૃત્તિ જ ના હોય, પ્લાનિંગ-બાનિંગ કશું નહીં, બિલકુલ ફ્રી સ્ટાઇલ, એકદમ. એ સ્ટાઇલ છે જ્ઞાનની, તો, કે જેવું પડશે એવું, કે જે હશે, આપણે કશો વાંધો નથી. એટલે આ મુક્તિ છે અજ્ઞાનની, એટલે પછી શું થાય છે?

જન્મ અને મૃત્યુ રૂપી બંધન પછી રહેતું નથી.

◆ અજ્ઞાન હંમેશા આયોજન કર્યા કરે; જ્ઞાનને કશાનું આયોજન કશું ન કરવું.

સંયમમાં જેમ-જેમ પ્રગતિ થતી જાય, સં-યમ, બધી ઇન્દ્રિયો સંપૂર્ણપણે, બિલકુલ શાંત, કાબૂની અંદર આવી ચૂકેલી હોય; દરેક ઇન્દ્રિયોમાંથી જે આમ પ્રવાહિત થતી જે ઉર્જા બહાર જઈ રહી છે, તેનું દોહન કરીને પાછી વાળીને, પછી તેને અહીંયા આગળ આપણે આમ પાછા વાળીને મૂકતા હોઈએ, ત્યારે એવી સ્થિતિમાં, જેમ-જેમ પ્રગતિ થતી જાય તેમ-તેમ એવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પછી શું થશે? સંજયને જે પ્રાપ્ત થઈ, વેદવ્યાસજીને જે પ્રાપ્ત હતી, શ્રીકૃષ્ણ ભગવાને પોતે સ્વયં જોતા હતા, અને જે દૃષ્ટિ અર્જુનને આપી હતી, તે હવે તમને આપી રહ્યા છે. દરેક સાધક અર્જુન સ્ટેજમાં આવશે જ, દરેક સાધકે આવવું પડે.

◆ દરેક સાધક અર્જુન સ્ટેજમાં આવશે જ, દરેક સાધકે આવવું પડે.

દ્રોણાચાર્ય · સંકલ્પ અને વિકલ્પ

દ્વૈતનું આચરણ એ દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્ય, આમ કરું કે આમ કરું, સંકલ્પ અને વિકલ્પ. એક સંકલ્પ થાય, તો એની સામે અનેક વિકલ્પો દર વખતે ખડા થઈ જ જાય. આમ કરું તો ,અગિયાર વાગ્યે કરું તો, બાર વાગ્યે કરું તો, કાલે કરું તો, અઠવાડિયા પછી કરું તો, બધા લાઇનસર બધા વિકલ્પો ખડા થઈ ગયા. અને છેવટે પાછો કદાચ ના કરું તો, એ વિકલ્પ આવીને બાકી રહ્યું તો એ પણ આવે, અરે આ તો બહુ કહેવાય કહે છે. તો એટલે પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે, એવું એને જ્ઞાન થાય, આ જ દ્વૈતનું ભાન છે. જ્યાં સુધી એ ભાન થયું જ નથી, ત્યાં સુધી તો દ્રોણાચાર્ય બી નથી, અને દ્વૈત પણ નથી; દ્વૈતમાં છો કે અદ્વૈતમાં છો એ બી ખબર નથી. હાંકે રાખે છે બધું બરાબર. આમ એક સંકલ્પ થાય-અનેક વિકલ્પો ખડા થાય, જેમ કહ્યું એ પ્રમાણે પણ બધું ચાલે જ જતું હોય બધું; એમાં કંઈ ફરક ના લાગે, બધું સરસ જ છે કહે.

પણ પાછી એક આયને પડે ને, એટલે પાછો વિચાર કરે, આ શું હશે, કેમ થયું? ખરેખર ડફણું વાગે ને, જ્યારે પેલું દુઃખ રૂપી, ત્યારે જ તો આ માણસ વિચાર કરે. ત્યાં સુધી તો કરતું જ નથી, બધું સબ ઠીક હૈ, તો કે ઠીક હૈ. એટલે પછી એને દ્વૈતનું ભાન થાય છે, એને ખ્યાલ આવવા માંડે છે ધીરે-ધીરે, કે હું તો પરમાત્માથી અલગ પડી ગયો, હું તો બહુ દૂર જતો રહ્યો, ભાઈ. મારી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ ને, પરમપિતાને ત્યજી દીધા, એમની આંગળી છોડી દીધી, અને ક્યાં રણમાં એકલો આમ, ભવ-રણની અંદર એકલો-અટૂલો ભટક્યા જ કરું છું, અને હવે ગમે તેટલી બૂમો પાડું, પિતાજી-પિતાજી કરીને.

◆ ખરેખર દુઃખ રૂપી ડફણું વાગે, ત્યારે જ તો આ માણસ વિચાર કરે.

એવી હાલતમાં મુકાયો ત્યારે એની પ્રાપ્તિ માટે એને તડપ પેદા થાય છે. હવે ગમે તે રીતે શોધી જ કાઢવા, એ રીતે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. આપણને ખબર છે કે મારા પિતાને હું નથી જાણતો, પણ એ તમારા પિતાજીને જોયા છે ને, જાણો છો ને, એ તો બહુ મોટા રાજા છે, નાનું છોકરું હોય તો કેટલું જ્ઞાન હોય એને? ગુરુ આવીને પૂછે, કે એને તો ખબર પડી જાય ને, કે ભાઈ, તું તો ભૂલો પડ્યો લાગે છે. તો કે આ ભૂલો પડી ગયો. તારા પિતા કોણ છે? મને ખબર છે. કે ચાલ, તને બતાડું, આ એ છે, દૂરથી બતાડી દે. મોહ રૂપી દુર્યોધન આચાર્ય પાસે જાય છે. મોહ બધી વ્યાધિઓનું મૂળ છે. વ્યાધિઓનું મૂળ શું છે? મોહ છે.

◆ મોહ બધી વ્યાધિઓનું મૂળ છે. આ દુનિયાના જેટલા પણ રોગ થયા છે, એ બધાનું મૂળ કારણ શું થયું? મૂળ, મોહ આપી દીધો. મોહ એટલે આકર્ષણ, કંઈ પણ પ્રાપ્ત કરવું છે, લાલચ છે. તો લાલચુને માર પડે, બહુ માર પડે, તોય ના સુધરે; લાલચુને, લાલચુ રહે. ત્યારે પછી આગળ ઉપર રોગ થાય, છ મહિને થાય. મોહ હોય ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્ન રહેશે, અન્યથા બધું પૂર્ણ જ છે. પૂછવાનું પણ જે છે ને, તેનું એનું કારણ શું છે ? મોહ છે.

પાંડવ સેનાના મહારથીઓ

શાશ્વત-અમર પદમાં શ્રદ્ધા રાખનાર દૃઢ મન, એટલે દૃષ્ટદ્યુમ્ન. સાધન કઠિન નથી, મનની ટેક જ કઠિન હોવી જોઈએ; નક્કી કર્યું છે કે બસ પરમાત્મા પાસે જઈશ, હવે એમાં બીજું કંઈ ચાલશે નહીં, એવું મન દૃઢ હોય, એવો દૃષ્ટદ્યુમ્ન. જો એના પાત્રને તમે બરાબર મહાભારતની અંદર જોયું હશે, તો એનો એક એવો સોલિડ એટિટ્યુડ હતો કે, આખી અગિયાર અક્ષૌહિણીની સેના સામે પડેલી છે, પણ પેલો સોંસરો જ અંદર જતો હોય, જુએ જ નહીં સામે કોણ છે ?બસ આજ તો કે વિજય જ પ્રાપ્ત કરવાનો છે, કેવી રીતે? પરમાત્માને પ્રાપ્ત કરીને. એ જે એટિટ્યુડ છે તે. દૃષ્ટકેતુ, દૃઢ કર્તવ્ય છે. ચેકિતાન એટલે કે ચિત્ત જ્યાં-જ્યાં જાય, ત્યાંથી તેને ખેંચીને પાછો ઇષ્ટમાં સ્થિર કરે. બેઠા જ હોય શાંતિથી, પાછો એક વિચાર આવશે, એને ત્યાંથી ઉપાડો, પાછો અહીંયા આગળ ધ્યાન લાવો; એને ફરી પાછું ઉપાડો, ફરી પાછું અંદર લાવ, એ જે વૃત્તિ છે, તેને ચેકિતાન કહેવામાં આવે છે.

આ કાશીરાજ એટલે કાયા રૂપી કાશીમાં જેનું સામ્રાજ્ય છે. પુરુજિત એટલે, પુરુ-જિત, પુરુ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ રૂપ શરીર પર વિજય અપાવે છે, તેને પુરુજિત કહેવામાં આવે છે. કુંતીભોજ એટલે કે કર્તવ્યથી ભવ પર વિજય પ્રાપ્ત કરવો. શૈબ્ય એટલે સત્ય વ્યવહાર. યુધામન્યુ એટલે યુદ્ધને અનુરૂપ મનની ધારણા કરનાર. મનની ધારણા કેવી હોવી જોઈએ? યુદ્ધને અનુરૂપ, કે મારે વિકૃતિઓ ઉપરથી વિજય મેળવીને પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે; એ વસ્તુ અંદર સ્થિર બિલકુલ થઈને રહેલી હોય છે, ત્યારે એને યુધામન્યુ કહ્યું. અભિમન્યુ એટલે જ્યારે શુભનો આધારથી પાયો આવી જાય ત્યારે મન ભયરહિત બની જાય. શૂરવીર હતો ને અભિમન્યુ. એના આધારથી ઉત્પન્ન પાંચ પુત્રો પાછા, કયા છે? વાત્સલ્ય, લાવણ્ય, સુહૃદયતા, સૌમ્યતા અને સ્થિરતા. આ પાંચે-પાંચ મહારથીઓ છે. મહારથી કોને કહેવાય?

કે જે એક હોય ને, તો એક આખી સેના સામે લડી શકે, એટલો પાવરફુલ હોય, ત્યારે એને રથી કહેવામાં આવે; તો આ તો પાંચ મહારથીઓ. તો કે, જો, વાત્સલ્ય, હવે તમે જુઓ કે આખી દુનિયાના બધા જ માટે બસ વાત્સલ્ય ભાવ જ તમારો વહે જ જતો હોય, વહે જ જતો હોય, નિર્વ્યાજ પણે, કશું જોઈતું નથી અમારે, બધાને માટે વાત્સલ્ય ભાવ. એટલે કહ્યું ને, વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તો દાદા ભગવાન કેવા છે? વાત્સલ્ય મૂર્તિ છે. એ ક્યાં બેઠા છે? અંદર બેઠેલા છે. ક્યાં બેઠેલા છે? જીવ માત્રમાં બેઠેલા છે. એવા વાત્સલ્ય મૂર્તિ દાદા, તેને નમસ્કાર કરું છું. તો એવો વાત્સલ્ય, જ્યાં વાત્સલ્ય હોય ત્યાં શું હોય? લાવણ્ય આવે જ. આ બધા પાંચે જોડે જ રહે; એકને ઉપર બોલાવો એટલે, જો લાવણ્ય હશે અને વાત્સલ્ય નહીં આવે એવું નહીં બને. પછી સુહૃદયતા, બધાને માટે સદભાવના હોય હંમેશા; તેના લીધે સૌમ્યતા હોય, અને પાછી સ્થિરતા પણ હોય.

તો આ પાંચે-પાંચ જે છે તે અભિમન્યુના પુત્રો છે.

દ્વૈતનો ઉદય · ટીપાનું હું-પણું

જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ, આરાધ્ય આપણા કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા, તો પરમાત્મા ત્યાં છે અથવા એ છે, અને પછી પાછો હું છું વાળું જે થયું, તો આ દ્વૈત ઊભું થઈ ગયું ને. એટલે એવા છીએ, અને અલગ છીએ. જ્યારે આવું થાય છે ત્યાં પ્રકૃતિ વિદ્યમાન છે, પ્રકૃતિનો ત્યાં ઉદય થાય છે. એક પ્રકૃતિનો લય થઈ ગયો, જે ક્ષણે તમે એક થાવ છો, ત્યારે પ્રકૃતિનો લય થઈ જાય છે, વિલય થઈ જાય છે, એમ કહ્યું ને, બહુ પહેલા, લય થઈ જાય છે. હવે એમાંથી આ દ્વૈતમાં આવ્યો છો, આના કારણે, શેના કારણે? તો કે આરાધ્યથી આપણે અલગપણું મહેસૂસ કરીએ. હમ અને એ, હવે દરેકનું હું-હું જ છે; પણ અહીંયા આગળ હું કહું છું, અને ત્યાં આગળ એ કહું છું જોયું, પણ એનો એ છે. જે મારી દૃષ્ટિએ એ છે, એ એનો હું-હું છે. એટલે આય હું કરે છે, પેલોય હું કરે છે; આ બધા હું-હું કર્યા કરે.

આ અહંકારનો જન્મ આવી રીતે થાય. બધા ટીપાંની અંદર હું-પણું પેદા થઈ ગયું, કે હું જ ચંદ્ર છું, હું જ સૂર્ય છું.અલ્યા તું ટીપું, તારી ક્ષમતા કેટલી? ટીપા જેટલી. તો કે ના ટીપાની અંદર, એક ટીપાની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડ્યું, અને હવે એ બોલે છે હું, છું, હું; હવે એ બોલે છે હું. એટલે આવા સમયે દ્વૈત ઊભું થાય છે, જ્યારે પ્રકૃતિ ઊભી થાય છે ત્યારે. એટલે આ દ્વૈત પર વિજય મેળવવાની પ્રેરણા દ્રોણાચાર્ય પાસેથી આપણને મળે છે. દ્રોણાચાર્ય મન એ કહે છે કે, જો યાર, આ વિકલ્પો બહુ પેદા થાય છે; એક સંકલ્પ થયો, આટલા વિકલ્પો; એક સંકલ્પ થયો, આટલા વિકલ્પો. એટલે ત્યાંથી આપણને ખબર પડે કે યાર, આવું ના હોવું જોઈએ, કંઈ એક નક્કી તો કરવું પડશે ને એમ, તો એની પ્રેરણા ક્યાંથી મળે છે? મન પાસેથી, દ્રોણાચાર્ય પાસેથી આપણને મળે છે. અને અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણાપ્રદાન કરે છે.

થર્ડ એમ.બી.બી.એસ. થઈ ગઈ હોય, ત્યારે પછી એમ થાય કે હવે ઇન્ટર્નશિપ તો પૂરી કરી લેવી જોઈએ, બસ, આવી ગયું, એમ કે વાંધો નહીં. સેકન્ડ એમ.બી.બી.એસ.માં હોય તો એમ થાય કે હવે થર્ડ તો પૂરું કરી જ નાખવું, ગમે તેમ કરીને. તમારે એવું એમ, એટલે એ ત્રીજું તો છે ને, તો આ બીજાનો પાવર જે આવે છે ને, એનાથી ત્રીજું ધક્કાથી જ પૂરું થઈ જાય છે. ત્રીજું તો ખરેખર છ મહિના ઇન્ટર્નશિપમાં ક્યારે જતા રહેશે કે ખબરેય ની પડે કે મને. પણ ત્યાં અઢાર-અઢાર કલાક જાગવું પડે, ખડે પગે રહેવું પડે; ઓપરેશનો બધા જ, જેટલા કંઈ થતા હોય, દરેકમાં હાજર રહેવું પડે; નહાવાનોય ટાઇમ ના મળે. આ બધા અનુભવો છે ને, આ બધું કરીને બને છે અને કમ્પ્લીટ થઈ જાય, એટલે પછી શું કહ્યું? ડોક્ટર નિષ્ણાત થઈ ગયો. હવે પાછો એ ડોક્ટર શું કરશે? તો કે રોજ-રોજ પ્રેક્ટિસ કરશે. શેની?

ડોક્ટરીની પ્રેક્ટિસ કરશે, જે શીખ્યો છે તેની જ પ્રેક્ટિસ કરશે. તો સાધક શું કરશે? પ્રેક્ટિસ કરશે, રોજે-રોજ કરશે. શેની કરશે? પરબ્રહ્મ સુધી પાછા જવાની. જ્યાં સુધી ત્યાં પહોંચ્યો નથી, ત્યાં સુધી તો એને પ્રેરણા આપે છે મન, કે ભઈ, જા તું ત્યાં આગળ અને આ કાર્ય પૂરું કર.

બ્રહ્મ રૂપી પિતામહ ભીષ્મ

ત્યાં શું થાય છે કે ભ્રમ રૂપી પિતામહ ભીષ્મ છે, એ ભ્રમ પેદા કરે, ભ્રમમાંથી વિકારો ઉદ્ભભવે છે. સૃષ્ટિ એક ભ્રમ છે, અને એમાંથી પછી સૃષ્ટિમાં વિકારો દેખાવવા માંડયા છે. અંત સુધી જીવિત રહે છે, જ્યાં સુધી પરમાત્મામાં પ્રવેશ થઈ જતો નથી, ત્યાં સુધી એ ભીષ્મ જીવતો જ રહે છે. પણ જે પળે પ્રવેશ, તે જ પળે ભીષ્મનું મૃત્યુ.

◆ જે પળે પ્રવેશ, તે જ પળે ભીષ્મનું મૃત્યુ. ભીષ્મને ઇચ્છા-મૃત્યુ હોય છે, એ જ્યારે ચાહે ત્યારે જ જાય, એ પહેલાંના ના જાય. પડ્યા રહે ઘાયલ થઈને, પડ્યા રહે; કેટલા બાણો વાગ્યા હોય તોય પડ્યા રહી. સમજાયું કંઈ? કેટલાય વિકારોથી ઘાયલ થયેલો હોય, ગમે તેવો હોય, પણ તોય ભ્રમમાં પડી રહેવાનું ગમે છે, કે આ સંસાર બહુ સારો છે, કેવો ભ્રમ છે. બસ, પડ્યા રહેવાનું, કે અહિંયા.

અરે બકા, પેલાને એવું જ છે ને, મારે એવું જ હોય ને, એમ છેવટે સમાધાન લે. કંઈ જરૂરી છે કે ભાઈ, પેલો દુઃખી છે તારે દુઃખી રહેવું, એને આવું થાય એટલે તને જ આવું થાય? એવું તો કંઈ છે નહીં ભાઈ. તારું જુદું છે, એનું જુદું છે; દરેકના કર્મો જ જુદા છે, તો બધાનાં પરિણામો બી જુદાં-જુદાં હોય ને. તો લોકો અહીં સરખું-સરખું શોધીને આશ્વાસન મેળવીને પછી જીવતા રહે, કે હા, બહુ વાંધો નહીં પેલોય જીવી ગયો તો આપણે જીવી લઈશું, વાંધો નહીં આવે, ના. એટલે બ્રહ્માદિ વિકારો ઉદ્ભવે, અને અંત સુધી જીવિત રહે છે; એટલા માટે એને પિતામહ કહેવામાં આવે છે. બધા મરી જાય, પણ એ જીવતો જાય, બીજા પેદા કરે.

વિજાતીય કર્મ રૂપી કર્ણ

તો વિજાતીય કર્મ રૂપી કર્ણ. વિજાતીય કર્મ કયું છે? આત્મામાંથી બહાર નીકળવું એ જ. એ કરણ છે; ખરેખર એ કર્ણ છે. ક્રિયા, એક આમ, આજ બહાર પડે છે ને, તે પરબ્રહ્મ સ્વરૂપ છે, એમાંથી આમ કરીને બહાર પડે છે, તે કર્ણ. સંગ્રામ વિજય, કૃપાચાર્ય. સાધનાવસ્થામાં સાધક દ્વારા કૃપાનું આચરણ, ભગવાન કૃપાધામ છે, અને પ્રાપ્તિ બાદ જ સંતનું પણ એ જ સ્વરૂપ છે. હવે સાધના કાળમાં, જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે; પરમાત્મા ત્યાં છે, હું અહીંયા છું, આ જે ખાઈ છે એ તો ઊભી જ છે, અને વિજાતીય પ્રવૃત્તિ જીવીત છે, મોહ રૂપી ઘેરાવો થયેલો છે બરાબરનો. આવી પરિસ્થિતિમાં સાધક જો કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય, એની સાધના અને સાધકપણું જે છે તે. પાછું કોની પર એ કૃપા કરે છે? કૃપાચાર્ય વિકારો પર કૃપા કરી બેસે છે, એટલે એ નષ્ટ થઈ જાય છે.સાધક.

કામ, ક્રોધ ઉપર તમે કૃપા કરો જ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, બધું જે કહ્યું, એની પર તમે કૃપા કરો. સાધના કાળમાં, નહીં રથલેસલી કાપી નાખવા પડે,ખતમ. કે ખરાબ મારામાં જોઈએ જ નહીં; જડ-મૂળમાંથી ખેંચી-ખેંચીને કાઢો. ક્રોધના જેટલા વિચારો, કામના જેટલા વિચારો, આ બધું આમ, એક-એક આમ, પેલા લોચ કરે છે ને એમ, ખોદીને, ખોદીને, ખોતરી-ખોતરીને કાઢવા પડશે. જ્યારે આમ બેસો ત્યારે નીકળશે; કોઈ દહાડો બેઠા જ નથી, તો પછી શું થવાનું?

બે પ્રવૃત્તિઓ · સામાયિક અને પ્રાણને જોવો

તો બે પ્રવૃત્તિ આ તમને બતાવી છે અત્યાર સુધી, બરાબર છે? એક તો તમે સામાયિકમાં બેસી જાવ, અને પરમાત્મા સ્વરૂપમાં રહીને બસ આ બધું જોયા કરો ને, બધું આ, નોય મારું, નોય મારું; પણ એકે બાકી ના રહેવું જોઈએ એમ. તો ગયા. નહીં તો પછી બેસો તમે શાંતિથી, અને પછી આ પ્રાણને જોવાનો ચાલુ કરો, એની લય, એની સુરત, એની રિધમ કેવો ચાલે છે, ક્યાંથી ક્યાં જાય છે, કેટલું થાય છે, શું થાય છે; જોતા-જોતા, જોતા-જોતા બધા સંસ્કારો નષ્ટ થઈ જાય છે. આ બીજો રસ્તો. ખરેખર બે એક જ છે, પણ એકમાં જે ક્રિયાવાન છે તેવાને મૂકવો પડે છે, અને બીજાની અંદર જે જ્ઞાનવાન છે તેને મૂકવો પડે છે. બીજાનું, બીજાનું પરિણામ ચિદાકાશમાં પ્રવેશ થાય છે ને; ઓલા કરે છે પહેલાનું પરિણામ, પણ દ્રષ્ટા રહેશે ને, દ્રષ્ટા રહેશે, પછી એક ટાઇમ પછી જાશે, હા, ઓલામાં તો ફાસ્ટ થઈ જશે, હા.

એ, જો, હવે ડિપેન્ડ્સ, હવે કોણ ક્યારે ક્યાંથી શરૂઆત કરે છે? તમે કંઈ ડિગ્રી ઉપર છો, અને તમે ચાલુ કર્યું છે, એના ઉપર એનો આધાર રહે છે.

વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ · વિઘ્ન રૂપ

એટલા માટે તો વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે. વ્યુત્થાન કાળ એટલે કયો કાળ? કે જસ્ટ આમ, બસ હવે પાકવાનું જ છે, પરિપક્વતા આવવાની જ છે, ગમે ત્યારે એ ટાઇમે સિદ્ધિઓ પ્રગટ થાય. ઘણું બધું કરી શકવાની ક્ષમતા, બધું જાતજાતનું, કહે છે ને, અષ્ટસિદ્ધિ ને નવનિધિ; બધું, કંઈ પણ કરે. વિશ્વામિત્રએ જેમ આખી નવી સૃષ્ટિ રચના કરી નાખી હતી, એવું પણ થાય, આવી બધી સિદ્ધિઓ છે. પણ એ કેવલ્યની પ્રાપ્તિમાં કામ, ક્રોધ, મોહ અને લોભની જેમ જ એ પણ વિઘ્ન રૂપ છે. સિદ્ધિઓ વિઘ્ન રૂપ છે, એવું જ્યારે સમજાશે, કારણ કે એ તો પાડી દેશે, પાછો ફરી ચક્કરની અંદર, લાખચોરાસી, તો તમે સિદ્ધિ વાપરતા અટકી શકશો, જો આ ભાન રહેશે તો. નહીં તો તો મારા સામર્થ્યની પેલા એની અંદર આવી ગયો, એટલે બસ, પછી કંઈક કરી બેસશે કોકની પર. શું કરશે? કૃપા કરી બેસશે. અને એ કૃપા જે અકાળે એણે કરી છે, એના કારણે પેલા બધા છે, બધા જીવતા થઈ જશે પાછા, કામ, ક્રોધ, લોભ, મોહના જેટલા વિચારો છે, એ બધા એને ખબર નહીં પડે.

બ્રાહ્મણો સાથે આ જ વાત બની. જો તમે ઇતિહાસકાળ જુઓ, તો પહેલા ઋષિ-મુનિઓ તો કેવા? એક લંગોટીમાં ફરતા હોય; બહુ હોય તો ધોતી બોતી પહેરતા હોય, ઉપર એક ખેસ હોય ને, જનોઈ હોય, કમંડળ હોય, દંડ હોય, બીજું કંઈ ના હોય એની પાસે એ બ્રાહ્મણ. બ્રાહ્મણનું કામ શું હતું? બ્રહ્મને જાણવાનું, બસ; બીજું કંઈ ના કરે, આખો દિવસ નિરંતર બ્રહ્મને જાણ્યા કરે, એટલા માટે એ બ્રાહ્મણ કહેવાતા. તેની બી આપણે આગળ વાત કરીશું. પણ એમાંથી પડ્યા કેવી રીતે? તો કે આવા બ્રહ્મને જાણનારને રાજા-મહારાજાઓ, જે-તે કાળની અંદર,લાલચ હોય, મારા રાજ્યનો વિસ્તાર થાય, મારું રાજ્ય સમૃદ્ધ થાય, ફલાણું-ઢીકણું થાય, એટલે રાજસૂય યજ્ઞ કરે, વાજપેય યજ્ઞ કરે, કંઈક, બધા જાતજાતના યજ્ઞો કરતા. તે વખતે તેની અંદર આમને બોલાવે, અને પછી પેલ ગાયોના સોનાનાં શિંગડાં મઢીને, બધું કમ્પ્લીટ કરીને, પછી એમને દાનમાં આપે.

તો આ લોકો તો કોઈ રાખે નહીં તે વખતમાં આવું કશું, એટલે કોઈને-કોઈને, બધાને આપી દે આ તો પાછા. તો પણ પછી એક ટાઇમ પછી સંગ્રહ કરવાનો શરૂ થયો, કાલે કામ લાગશે, આ તો સોનું કહેવાય. બ્રાહ્મણોમાં પહેલા હતું જ નહીં, એટલા માટે જ એ બ્રાહ્મણો કહેવાતા હતા. હવે એ બ્રહ્મનો આચાર હતો, બ્રહ્મમાં રહેવું એ, એમાંથી એ પડ્યા; આચરણથી વિમુખ થયા ને, દ્વૈત ઊભું કર્યું. કાલે કામ લાગશે, કે હું આ થોડું રાખું, કામ લાગશે; પુત્રને આપી જઈશ, કામ લાગશે, વારસો આપી જઈશ; સો મિલિયન, પછી દોડ્યા જ કરે. એમ કરતાં-કરતાં, કરતાં, લોભવૃત્તિ આવી ગઈ એમની અંદર. એમણે શું પહેલા કર્યું? તો કે અહંકાર પર કૃપા કરી બેઠા, જો અને શું પરિણામ આવ્યું? કે ક્યાંના ક્યાંય નીચે પછડાઈને બધા ખલાસ થઈ ગયા, જ્ઞાનમાંથી ભ્રષ્ટ થઈ ગયા ને, બધું, કેવી ખરાબ હાલતમાં મુકાઈ ગયા, પરિણામ આ જ.

એટલે જ્યાં સુધી લોભ છે કે લાલચ છે, મોહ છે, કે ક્રોધ છે, કે કંઈ પણ છે, અને જીવતા છે, ત્યારે જો સિદ્ધિ વાપરી બેઠા, તો આ બાજુ જ પછી ચાલ્યા કરશે. તમે ખાતર ખોટી જગ્યાએ નાખી દીધું ભાઈ. હવે, તો કે બસ પેલું ઘાસ જ ઊગવાનું છે ખૂબ બધું, એવાં ને એવા વિચારો ફૂટી નીકળે ને, અડધી રાતેને કે ના પૂછવાની વાત. ૩.૩૦ વાગ્યે પેલાને બોલાવશે Swiggy વાળાને, પછી કંઈક બીજું કરશે, આમ કરો, પાછા, કે પેલાનો ફોન નંબર છે, લાવે છે, તે લાવે છે ને, કે એનો ફોન નંબર આલ દો મને, એમ કરીને પણ જો આમ જાગે, અને સત્ત્વશીલ બ્રાહ્મણ હોય તો નવ-સાડા-નવ વાગ્યે હું બ્રહ્મ છું, તે હું જ છું કરીને સૂઈ ગયો હોય, એને છે કોઈ મગજ મારી, કશું જ નથી. તો જીવનની અંદર જે કંઈ બધું ઊભું થાય છે, કેવી રીતે થાય છે? જો ખાલી બેસીને સમજીએ ને, તો પણ આપણને ઘણું બધું અંદરથી ખબર પડી જ જાય છે, કારણ કે જ્ઞાન તો છે જ; નહોતું એવું ક્યારેય બન્યું જ નથી.

એટલે વિઘ્ન રૂપ એને કહ્યા. માયા અનેક વિઘ્નો ઊભા કરે, સિદ્ધિઓ આપે છે એટલું જ નહીં, પરંતુ સિદ્ધ પણ બનાવી જ દે છે. તમને પૂરેપૂરો ભરોસો આપી દેશે કે, ના-ના, તમે કરી શકશો, આમ કરો કે જો સોનાનો પહાડ તમે બનાવી શકો, એમ કરીને એને સિદ્ધ બનાવી દે. આવી અવસ્થાવાળો સાધક બાજુમાંથી પસાર થાય ને, તો પણ મરણગ્રસ્ત રોગી પણ જીવવા માંડે; સિદ્ધિ છે એની પાસે, એટલો બધો પાવર છે એની પાસે. પણ તે ભલે સાજો થઈ જાય, પણ સાધક એને જો પોતાની એમ માની બેસે કે મારી કૃપાથી આ જીવતો થયો, કે આ સાજો થયો, એવું જો એ પોતે માની બેઠો, એટલે ભયંકર નુકસાન થઈ જાય. એ સિદ્ધિમાંથી પછી પડવાનો ચાલુ થઈ ગયું. અને ક્યારેક તો ઊભું થઈ જ જશે, કાળબળ છે ને પાછું, જોડે-જોડે, નહીં તો સંગબળ આવશે, લોક સંજ્ઞા આવશે, કંઈક ઊભી થશે માયા. અને એ એક વર્ષ સુધી નતો માનતો કે શરૂઆતમાં તો બહુ સારો સિદ્ધ હીલર હતો, તો બહુ સારા.

બે વર્ષ પછી એને વિચાર આવે કે, હવે છે ને તો આપણે એક કામ કરો કે, પેકેજ કાઢો કે, તો આટલા હીલિંગ આપીશ ને આટલા લાખ રૂપિયા લઈશ. બે-ત્રણ વર્ષ પછી આવે ને આ બધું; પહેલા ના આવે, પેહલા દાડા થોડી આવતું હશે. એને જ્યારે આમ પૂરું ખાતરી થઈ ગઈ ને, ભરોસો કે યસ, આઇ કેન ડુ ઇટ, બસ એ સિદ્ધ થયો. અને પછી હવે પડ્યો, તો એટલો ગબડતો જાય, એટલો ગબડતો; અને ગબડતો હોય તો એને બહુ સારું લાગતું હોય પાછું, બોલો, વિચિત્રતા તો જુઓ તમે. કોક એને રોકવાનો, અટકાવવાનો પ્રયત્ન કરે ને, કે ભાઈ હવે આથી વધારે ના ગબડીશ, તોય પેલો જોર મારીને ગબડી જાય; ત્યાંથી એના હાથમાંથી એ છટકી જાય, નીકળી જાય, ગોઠીબડું ખઈ જાય, આબરૂ શું પણ, નીકળી જ જાય. તો કહે છે કે માયા અનેક વિઘ્નો આવી રીતે ઊભા કરે; સિદ્ધિઓ આપે, સિદ્ધ પણ બનાવે, પણ છેવટે આ સાધકને પોતાનો અહંકાર જાગૃત થઈ જ જાય, અને એના કારણે એ ભયંકર નુકસાન થઈ જાય.

પછી તો કે, એક રોગીના સ્થાન પર હજારો રોગીઓ એને ઘેરી લેશે. પહેલા એકની સારવાર કરતો, હવે બધા બહુ લાઇનમાં ઊભા છે; અને પાછો જોઈને રાજી થાય, બોલો, કેટલા બધા આવી ગયા. કરુણતા છે.

◆ માયા સિદ્ધિઓ આપે છે, સિદ્ધ પણ બનાવી દે છે; પણ છેવટે સાધકનો અહંકાર જાગૃત થઈ જાય.

આ સંસારમાં સર્વે નિરોગી, આમ કરીને, આમ બધું કરીને, ઋષિ-મુનિઓ છૂટા રહેતા હતા. રોજ સવારના પોરમાં, ‘સર્વે જના સુખિનઃ ભવન્તુ,સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્’, આમ કરી દીધું, અને નીકળી ગયા. ત્યાં એને કોઈ લેવા-દેવા નથી, કોણ સાજો થયો, કોણ માંદો રહ્યો, શું થયું, કંઈ પરવા નથી. ઋષિઓ આ હીલિંગ કરતા હતા, અને એ તો બસ એમના હોવાપણાથી બધાને બધો ફાયદો તો થયા જ કરતો હતો તે વખતે. એટલે આ બધા હજારો રોગીઓ, પછી આટલી બધી ભીડ હોસ્પિટલમાં જુઓ તમે, હીલિંગ સેન્ટરોમાં જુઓ તમે, આ બધું કેવું. પાછા કહે છે, હવે બાય એપોઇન્ટમેન્ટ; હવે ટોળાં નહીં, લાઇનસર આવો, આમ કરો, તેમ કરો, રેલિંગો ને રેલિંગો બનાવી દીધી. રેલિંગો બનાવી છે કે આડખીલીઓ બનાવી છે, ખરેખર? પેલા લોકોને જવામાં અગવડ પડે, એને માટે બધું ઊભું કરવામાં આવે છે; કોક એવો હોય ને, તો સીધો-સીધો બિચારો જઈ જ ના શકે.

તો હજારો રોગીઓ ઘેરી લે છે. એવી રીતે આ કામ, ક્રોધ, લોભ, મોહના અનેક, ઘણા બધા વિચારો પણ સાધકને ઘેરી લે છે તે ટાઇમે. એટલે એની પર સહેજ પણ કૃપા રાખવાની નહીં; આમ-તેમ બહેકી-બહેકીને પણ પ્રકૃતિનું જોર વધતું જશે સહેજ પણ જો તમે એની પર કૃપા કરી તો. માટે આસક્તિ રૂપી અશ્વત્થામા, વિકલ્પ રૂપી વિકર્ણ, અને ભ્રમમય શ્વાસ જ ભૂરિશ્રવા છે. જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ, કૌરવો, અજેય જ રહેશે. બધા કહેતા હતા ને, દુર્યોધનને બધા જઈ જઈને, કે પિતામહ ભીષ્મ જીવિત છે ત્યાં સુધી આપણે કોઈ ચિંતા કરવાનું નહીં. સૌથી પહેલા એમને જ સેનાપતિ બનાવીને લડાવવા આગળ મોકલી દીધા, કે હવે તમે લડ્યા કરો કે. એટલે પેલા ભ્રમ લડે જ જાય છે. બોલો, સામે ભગવાન છે, બિલકુલ સામે જ; અનુરાગ રૂપી અર્જુન છે સામે જ હોય; અને તોય ભીષ્મ એની સામે લડવા જાય, અને તે પાછા આ બધા કૌરવોની સેના લઈને જાય, અગિયાર અક્ષૌહિણી સેના લઈને જાય.

જો,પ્રતિજ્ઞા કરે, એ ભીષ્મની પ્રતિજ્ઞા હતી બ્રહ્મચર્યની, અને કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું શસ્ત્ર નહીં ઉઠાવું. તો એટલું બધું લડ્યા, એટલું બધું લડ્યા કે પેલા અર્જુનને ઘાયલ કરી દીધો, તો પેલા ઘોડાને ઘાયલ કરી દીધા. ત્યાર પછી ભગવાનને થયું કે હવે આને રોકવો પડશે, એટલે પછી એ નીચે ઉતરીને આવ્યા, બનાવટી ક્રોધ ત્યાં દેખાડ્યો. પણ પેલો સેટિસ્ફાય થઈ ગયો. ભગવાન, મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી દીધી. અલ્યા ભગવાનને નીચે આવવાની ક્યાં જરૂર છે? હતા ત્યાંથી ને ત્યાંથી નોતો પતાવી દેતા ને. અહીં ખાલી આમ કરીને કોકને આપણે હાર્ટ ફેલ કરાવી શકીએ, એવી શક્તિઓ દાખલા તરીકે કોઈમાં હોય, તો એ માણસ ઊભો થઈને ત્યાં સુધી આવે ને, પેલાને ધક્કો મારવા જાય ખરો? શું કરવા શી પડી છે એને જરૂર? એટલું બધું કરવાનું, દેખાડો કરવાની, કંઈ જરૂર? તો ખાલી આમ કરે, એટલે પેલો ત્યાં ટપ, ખતમ.

આવી શક્તિઓ છે, આવી સિદ્ધિઓ છે ભાઈ લોકોની પાસે; કેટલે દૂરથી, પાછા. એટલે બોલવા જેવું નથી આ તો બધું દુનિયામાં તો કેટલું કરી શકાય. પણ જ્યાં સુધી ભ્રમ જીવતો હોય,એટલે અજેયનો અર્થ અહીં ‘કઠિનતાથી જીતી શકાય એવું’, એવું રાખવાનું, કૌરવો અજેય રહેશે, પણ અજેય એટલે કે ક્યારેય ના જિતાય એવું નથી, કારણ કે એમને છેવટે તો હારવાનું જ છે; કારણ કે એવું નહીં થાય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ સંભવ જ નથી. એટલે કહ્યું કે બ્રહ્મનો અંત આવે, તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયો હોય, તો એ શીઘ્ર સમાપ્ત થઈ જાય. ભીષ્મને તો ઇચ્છા-મૃત્યુ હતું; ઇચ્છાનો અંત અને ભ્રમનું નિરસન, બંને એક જ વાત છે.

◆ ઇચ્છાનો અંત અને ભ્રમનું નિરસન, બંને એક જ વાત છે.

જેને ભ્રમ નથી હોતો તે અપાર અને અવ્યક્ત છે

કબીરજીએ કહ્યું છે કે જેને ભ્રમ નથી હોતો, જેને ભ્રમ નથી હોતો, તે અપાર અને અવ્યક્ત છે. કેવો છે? અપાર અને અવ્યક્ત છે; કબીરજીએ કહ્યું છે. આ શરીરના જન્મનું કારણ શું છે? ઇચ્છા. એમાંથી છૂટો પડ્યો, સંસારમાં રમણ કરવા જવું તું, પરમાત્માની આંગળી છોડી દીધી, અને પછી રણમાં રખડવાનું ચાલુ કરી દીધું.અવ્યક્ત છે, ઇચ્છા જ માયા છે. એટલે બસ, આ આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોઈપણ ઇચ્છા થાય છે તો એ માયા છે. આ જ્ઞાનબિંદુ છે; જો આ ગટકી ગયો હોય ને, તો દરેક વખત એને ખબર પડી જશે, જ્યારે-જ્યારે ઇચ્છા થશે, ત્યારે પહેલા વિચાર કરશે કે હું માયામાં પડું છું, બાત ક્યા હૈ?

◆ કોઈપણ ઇચ્છા થાય છે તો એ માયા.

એટલે જે સંપૂર્ણપણે ઇચ્છા રહિત છે, તેનો પાર ના પમાય; તે અપાર, અનંત, અસીમ તત્ત્વમાં ભળી જાય. હવે જેને કોઈ ઇચ્છા જ ના હોય, એવું કોક આવીને બેસી જાય, તો આપણે ઘરની અંદર કેવી હાલત થઈ જાય! તમે કંઈ લેશો? તો કે જરૂર નથી. તમે કંઈ ભોજન કરશો? તો કે ભૂખ નથી. કંઈ પાણી પીશો? તો કે ના, એની એ જરૂર નથી. સૂઈ જાવ થોડું વાર તો કે સુવાની જરૂર નથી. કંઈક વાતચીત કરો, તારે, બોલવાની એ જરૂર નથી. હવે આવીને બેસી ગયો, તમારી પાસે બોલો અને જવાનું નામ ના લે પાછું, પછી શું હાલત થાય ઘરની અંદર ?બધા સંસારી છે ને, પછી કોકને બોલાવો પડે, પ્રભુ, તમે આવો જરા, એક મહાત્મા અમારે ત્યાં આવ્યા છે, તમે જરા એમને હવે લઈ જાવ, કહે છે. તો મહાત્માના સંગમાં પેલો મહાત્મા જાય પાછો. ત્યારે પેલા લોકોને હાશ થાય. બેઠો હોય ત્યાં સુધી બધા ટાઇટ થઈને ફર્યા કરે ઘરની અંદર, કે યાર શું?

થાય છે કે નથી થતું? તમારે પેલા ગોચરીમાં આવે છે મહાત્માઓ બધા, તો જેટલો ટાઇમ ઘરમાં હોય તે ટાઇમ દરમિયાન બધા કેવા થઈને ફરો છો તમે? બધા ટાઇટ થઈને ફરો છો કે નહીં? એકદમ. એટલે એવું, એમને તો અલ્પ પણ ઇચ્છાઓ તો છે હજી તોય; એમને તો હજી અલ્પ; હું તો આ સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ વાળો કોઈક મહાત્માની વાત કરું છું, કે બસ એકદમ આવીને પ્રગટ થયો. સોફા પર બેસવાનો એને બાધ નથી; એ તો આવીને બેસી ગયા, બસ પતી ગયું, તમારું કલ્યાણ થઈ ગયું. પછી જો, બધું એકદમ, સંસાર તમારો સ્થિર થઈ ગયો હશે, સ્ટેન્ડ સ્ટિલ, ના આગળ જાય, ના પાછળ જાય, આમ એવો પકડી રાખ્યો હોય કે ના પૂછવાની વાત. તો એટલો ટાઇમ પણ જુઓ એનું પ્રગટીકરણ જો સંસારને તમારે સ્થિર કરી દેશે. હવે જુઓ, વાસ્તવની અંદર આપણે એના સંગમાં રહી ગયા, તદ્રૂપ થવા માંડ્યા, ત્યાં આગળ પૂરું થઈ ગયું, ત્યાં આગળ કામ પૂરું થઈ ગયું ને, પરમાત્મામાં પ્રવેશ હવે નિશ્ચિત છે, થઈ જ જવાનો છે.

જેને ભ્રમ નથી હોતો તે અપાર અને અવ્યક્ત છે.કળી જ ના શકે ને કોઈ, એનો પાર જ ના આવે, અને અવ્યક્ત છે, કારણ કે એ શું ?અંદર ચાલે છે કંઈ ખબર પડતી નથી. એટલે કહ્યું કે ઇચ્છા જ માયા છે, એટલે જે સંપૂર્ણપણે ઇચ્છા રહિત છે તેનો પાર ના પમાય; તે અપાર, અનંત, અસીમ તત્ત્વમાં ભળે છે. જે કામના રહિત આત્મામાં સ્થિર, આત્મ સ્વરૂપ છે, એનું કદાપિ પતન થતું નથી. ઉપર કહી દીધું, ત્યારે પાર પામી ના શકાય. આ તો કેવો થઈ ગયો છે? કામના રહિત થયો, આત્મામાં સ્થિર થઈ ગયો, એકદમ આત્મ સ્વરૂપ જ થઈ ગયો છે; એનું ક્યારેય પણ પતન થતું નથી.

|| જય સચ્ચિદાનંદ ||

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.