અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧

પહેલો અધ્યાય · કર્મ-સંન્યાસ યોગ

લેખ ૧ / ૨૮ · 79 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

(યજ્ઞ, અષ્ટધા પ્રકૃતિ, જડ-ચેતન, કામ-ક્રોધ, મહાપુરુષનાં લક્ષણો)

|| જય સચ્ચિદાનંદ ||

|| જય સચ્ચિદાનંદ ||

જય સચ્ચિદાનંદ! ૐ સચ્ચિદાનંદ રૂપાય, અનંત શક્તય, આદિ મધ્ય અંત હરણાય, ભક્તાનામાર્તિનાશિને.

ગીતાનું શ્રવણ-મનન-ચિંતન

આજના શુભ દિવસે આપણે સૌ ગીતાનું શ્રવણ, મનન, ચિંતન અને નિધિધ્યાસન કરવા એકઠા થયા છીએ. જ્યારે અમે ગીતાનું અધ્યયન કરવાની શરૂઆત કરી, તો તપાસ કરતાં કરતાં મને 65થી વધારે ગીતાઓ મળી. અસ્તિત્વમાં છે 65થી વધારે ગીતાઓ; એમાંથી આપણે જાણીએ છીએ એ પ્રમાણે અષ્ટાવક્ર ગીતા, શિવગીતા, અવધૂત ગીતા, પછી રભુગીતા, એવી ઘણી બધી ગીતાઓનું આપણે વચ્ચે વચ્ચે પાન પણ કર્યું. આજનો વારો આવ્યો છે શ્રીમદ ભગવદગીતાના એક વિશિષ્ટ વર્ઝનનો, કે જે હૃદયથી મને બહુ જ પ્રિય છે. તો એના વિશેની જે કંઈ સમજણ છે, એ તમારા સૌના સાથે અત્યારે હું પ્રસાદ રૂપે, આપણે બધા ગ્રહણ કરીએ. આ ગીતાને યથાર્થ ગીતા કહેવામાં આવે છે. એટલા બધા ગીતાના અર્થ અને ટીકાઓ પ્રચલનમાં છે, એટલે સ્વાભાવિક છે કે જે વાચક હોય, જે જિજ્ઞાસુ હોય, તેને આની અંદર સમજણ ફેર થાય, ક્યાંક ગૂચવાડો ઊભો થાય.

તો એક બહુ જ સરસ સંત સ્વામી અડગડાનંદજી છે; તેમણે યથાર્થ ગીતાની રચના કરી. તો તેના વિશે આપણે વાત કરીએ છીએ.

ભગવાન વેદવ્યાસ · પુસ્તકની પરંપરા તોડી

આ બધા જ બાબતો જે છે એના માટે એવું કહે છે કે શ્રીકૃષ્ણના સમકાલીન હતા ભગવાન વેદવ્યાસ. આપણે એમને પણ ભગવાન કહીએ, કેમ કે ખૂબ જ્ઞાન હતું એમ તો. મહર્ષિ વેદવ્યાસજી પૂર્વે કોઈપણ શાસ્ત્ર પુસ્તક રૂપે ઉપલબ્ધ જ નહોતું. કર્ણોપકર્ણ, અને ગુરુ શિષ્યને બોધ કરે, શિષ્ય પછી એના શિષ્યને બોધ કરે, એમ પરંપરાની અંદર જ બધું જ્ઞાન ચાલ્યા કરતું. તે પહેલા પુસ્તક આકારે કોઈએ પણ કશું પણ પ્રકાશિત કરેલું નહોતું. હવે વ્યાસજી સ્વયં જ્ઞાની હોવાના કારણે એમણે જોયું કે આવનારા કાળની અંદર મનુષ્યો બુદ્ધિ તીવ્ર હશે, પણ સ્મૃતિ ઉપર અનેક પ્રકારના આવરણો આવેલા હશે.

પહેલાના કાળની અંદર એવી તીવ્ર સ્મૃતિ

પહેલાના કાળની અંદર જે યમ નિયમનું પાલન કરતા શિષ્યો બહુ જ લાંબા સમય સુધી. એટલે એમની સ્મૃતિ, જેને કહેવાય કે યાદ શક્તિ, એટલી બધી તીવ્ર હોય કે કેટલાકને એક વખત બોલે તો એ એને યાદ રહી જાય, કેટલાકને બે વખત સાંભળે તો યાદ રહી જાય, કેટલાકને ત્રણ વખત સાંભળે તો યાદ રહી જાય; અને પછી એ જ પ્રમાણે એ કહી પણ શકતા હતા, એ બોલી પણ શકતા હતા, એવી તીવ્ર સ્મૃતિ તે વખતે! આવનારા કાળની અંદર શું થયું? કે મોહનીય કર્મો એટલા બધા વધી ગયા, તો જે સ્મૃતિ હતી, જે ફક્ત જ્ઞાનપૂર્તિ સીમિત રાખતા, તે બધી વેચાતી ગઈ વસ્તુઓમાં, વ્યક્તિઓમાં અને સંયોગોમાં; એ બધાની અંદર એ સ્મૃતિ એટલી બધી વેરાઈ ગઈ, એટલે છિન્નભિન્નતા થઈ, જેના કારણે સ્મૃતિ જે હતી, શક્તિ હતી, જેને મેધા કહેતા હતા, તે મેધા શક્તિનો હ્રાસ થઈ ગયો. અને એવું એ જાણતા હતા કે આવનારો કાળ આવો આવવાનો છે, કે જ્યાં લોકો આવા થશે અને પછી એ લોકો આવું કરશે.

પરંતુ જ્ઞાનીઓ એટલા બધા દૂરદ્રષ્ટા હોય અને દીર્ઘ દ્રષ્ટા હોય, એટલે એમણે વિચાર કર્યો કે આવા પરિસ્થિતિની અંદર પણ મનુષ્યો ભલે મુકાયા હોય, પણ એમને મદદ થાય એવું કંઈક સાધનની આપણે રચના થાય તો સારું.

ભગવાન શ્રી ગણેશ લહિયા · વ્યાસ ગુફા

એટલે એમણે પછી ભગવાન શ્રી ગણેશનું આવાહન કરીને કહ્યું કે પ્રભુ, આપ પધારો. કેમ? તો કે આપણે એક ગ્રંથની રચના કરવાની છે. એમ કરીને પછી ગણપતિજીને લહિયા તરીકે બોલાવ્યા. ત્યાં શરત મૂકેલી હતી ગણપતિની કે હું બહુ ફાસ્ટ લખું છું, અને પાછો બંને હાથે લખવાની મને ટેવ છે, કુશળ છે, એટલે તમારે વચ્ચે અટકવાનું નહીં; જો તમે અટકી જશો, તો હું લખવાનું બંધ કરી દઈશ. વ્યાસજી કે કબૂલ છે, નહીં, પણ કે સામે મારી શર્ત છે એ પણ તમારે ફુલફિલ કરવી પડે. તો કે શું? જે કંઈ બોલાય એ જ્યારે તમારી સમજણમાં ઉતરે, ત્યાર પછી જ તમારે લખાય; ત્યાં સુધી લખાય નહીં. વત્તા ઓછા અંશે આ બાબત આજની તારીખમાં પણ તમે જુઓ કે કોઈને કંઈક લખવું હોય તો પહેલા એને સૂજ પડે, સમજણ પડે છે, અને પછી જ એ લખે છે. વ્યાસજી આવો તોડ કાઢ્યો વચ્ચે, અને પછી શ્રી ગણેશ થયા. અને અમે ગયા હતા ત્યાં વ્યાસ ગુફાની અંદર, અને ત્યાં આગળ એ બેસીને એમ કે બધા શાસ્ત્રો પુરાણો આ બધાની રચના કરી; એ રચના કરી એમાં મહાભારતની પણ રચના કરી; મહાભારત.

એના ભાગરૂપે એની અંદર શ્રીમદભાગવતગીતાનું પણ એમણે આયોજન કરેલું છે. તો એ ગીતા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહી હતી; હવે તે આપણે શ્રવણ કરવાની છે. એટલે શ્રુત જ્ઞાન કહેવાતું હતું એની પરંપરા એમણે તોડી. એમણે ચાર વેદ, બ્રહ્મસૂત્ર, મહાભારત, ભાગવત અને ગીતા જેવા ગ્રંથોની અંદર પૂર્વ સંચિત, અગાઉ જે કંઈ સ્મૃતિમાં હતું, બધા વિદ્વાનોની, સંતોની, એ બધાનું ભૌતિક તેમજ આધ્યાત્મિક જ્ઞાન રાશિનું સંકલન કર્યું. તો એ સંપાદક છે ભગવાન શ્રી ગણપતિ લેખક છે. આવી રીતે અહીં આ બધું જ્ઞાન આપણા સુધી પહોંચે છે.

બધા જ વેદોના પ્રાણ ઉપનિષદનો પણ સાર એકમાત્ર ગીતા છે

અંતે એમણે સ્વયં આ બધી રચના થઈ ગઈ પછી એમણે નિર્ણયાત્મક સુરની અંદર છેવટે કહ્યું કે બધા જ વેદોના પ્રાણ, ઉપનિષદનો પણ સાર, એકમાત્ર ગીતા છે. માટે એમની આપણને એડવાઇઝરી છે, આપણે જાહેર કરી દીધી એ વખતે, કે ગીતાનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કરવો, એને હૃદયમાં ધારણ કરવી. હૃદય એટલે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત, અહંકાર બધું જે ભેગું થઈને બને છે તેને આપણે અંતઃકરણ કહીએ છીએ. અને આપણે જાણીએ છીએ, કારણ કે એક્સપિરિયન્સ ધ્યાનની અંદર આપણે જોયું છે કે આ જ અંતઃકરણ છે, અને આ જ હું છું, અને આ જ એ બધું છે કે જ્યાં, જ્યાં જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, સંવેદનાઓનું કે અધરવાઈસ, એક જ જગ્યા છે, તે જગ્યાએ જ્યાં જ્ઞાનપણું પ્રગટ થઈ રહ્યું છે, માટે એને હૃદયમાં ધારણ કરવી એમ કે. એને આપણે હૃદય કહીએ. હૃદય એટલે આ હૃદય નહીં, હૃદય ચક્ર પણ નહીં. હૃદય એટલે સમગ્રપણું, અંતઃકરણ, જેમાં બધી જગ્યાએ આપણે બધું જ્ઞાન ગ્રહણ કરતા હોઈએ છીએ.

આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી

માટે આ ગીતામાં સત્યનું નિરૂપણ કર્યું છે. સત્ય એક જ છે, અને તે છે આત્મા. આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી.

◆ આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી.

આશીર્વાદ આપીએ આપણે કોઈને, ચિરંજીવી ભવઃ — મતલબ ઘણું લાંબુ જીવ છે, દીર્ઘાયુ ભવઃ. પહેલા કહેતા હતા અષ્ટપુત્ર ભવતીઃ કરે, સતપુત્ર ભવતીઃ કરે, પણ એટલે સુધીનું પણ. તો ભી એ લિમિટેશન તો આવી જ જાય. જ્યારે આત્માની વાત કરવામાં આવે છે, ત્યારે અહીંયા સૌથી પહેલામાં પહેલું સત્ય કહ્યું, અને એક ગુણ પ્રકાશિત કરી દીધો આત્માનો. કે શું છે? તો કે શાશ્વત છે — આત્મા શાશ્વત છે. હવે આત્મા પણ એક શબ્દ છે, આપણે ઉપયોગમાં લીધો વ્યવહારની અંદર; પણ આત્મા એટલે શું? એ જાણવું પડશે. જાણ્યા વગર આપણે બોલ બોલ કર્યા કરીએ તો — એક નાનકડું બાળકું, બાળક જેમ કે કોઈ શબ્દ પકડી લે છે, અને પછી એને સતત બોલ બોલ કરે ને, એ બોલે ને સાંભળે એમાં એને આનંદ આવે, એમાં જ એનું બ્રેન ડેવલપ થાય છે — એ વાત ભી સાચી. તો આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી.

ઓમ એ અક્ષય પરમાત્માનું નામ છે

આ ગીતાની અંદર એ યોગેશ્વરે શાનો જાપ કરવો એના પર પ્રકાશ પાડ્યો. એ યોગેશ્વર. કયા યોગેશ્વર? શ્રીકૃષ્ણની વાત કરે છે, પણ લેખક લહિયા જે છે શ્રી ગણપતિ તે પણ યોગેશ્વર છે; મહર્ષિ વેદવ્યાસ સ્વયં પણ યોગેશ્વર છે. જોયું તમે? જે તદરૂપ થાય તે બધા યોગેશ્વર, કારણ કે એમાં, એનામાં યોગનું, ઐશ્વર્યનું પ્રગટીકરણ થઈ જાય છે; એ સ્વયંભુ છે, બસ આમ થાય એટલે આમ થાય જ. તો એ યોગેશ્વરે શાનો જાપ કરવો એના પર પ્રકાશ પાડ્યો. જે મનુષ્ય હોય, જેને આગળ વધવું છે આ બાબતની અંદર, આત્મા વિષયની બાબતમાં, તો તેને જાપ કરવાની જરૂરત પડે. તો શાનો જાપ કરવો? કે શું કરવાથી તું આત્મા સુધી પહોંચીશ? એનું સાધન, તો કે આ પણ બાબત છે. એમણે કહ્યું કે ઓમ; અર્જુન, ઓમ એ અક્ષય પરમાત્માનું નામ છે. પરમાત્મા કેવા છે? જે આત્મા છે તે જ સ્વયં પરમાત્મા છે; એક વાત. હવે પરમાત્મા કેવા છે, પહેલા કહ્યું શાશ્વત છે; હવે આપણને કહ્યું કે એ કેવા છે?

તો કે એ અક્ષય છે, ક્યારે એનો ક્ષય થતો નથી. પરમાત્માનો મતલબ એ હોય જ, એટલે આને લક્ષમાં લેવાનું છે કે પરમાત્મા એટલે બસ હોય જ.

પરમાત્મા શાશ્વત છે અને પરમાત્મા અક્ષય છે

વ્યવહારની ભૂમિકાની અંદર જ્યારે આપણે પહોંચીએ, તો ઘણી વખત હલવલાવી નાખનારા સંજોગો, સંજોગોમાંથી વ્યક્તિને પસાર થવાનું આવતું હોય. હવે જ્યારે એને ખ્યાલ હોય કે પરમાત્મા શાશ્વત છે અને પરમાત્મા અક્ષય છે. કારણ કે અક્ષય છે એટલે એ શાશ્વત પણ છે; જો એ શાશ્વત છે માટે એ અક્ષય પણ છે, કારણ કે એમને ક્ષય થતો જ નથી હોતો. ચંદ્રનો ક્ષય થાય, પણ એનો નહીં; પ્રકાશનો લય થાય, પણ એમનો નહીં. તો પરમાત્મા આવા છે. તો એને એમ કહ્યું કે ઓમનો જાપ કર અને મારું ધ્યાન ધર. મારું એટલે કોનું? શ્રીકૃષ્ણ ભગવાનનું નહીં, શ્રીકૃષ્ણના સ્વરૂપનું નહીં, એમના દેહનું નહીં: સ્વયં અંદર જે ચેતના છે તેનું ધ્યાન કર, એમ કહ્યું. હવે જો અહીંયા આગળ મજાની વાત છે કે જે દેખાતું નથી એનું ધ્યાન કરવાનું કહ્યું છે; જે દેખાય છે તેનું ધ્યાન કરવાનું નથી, જે દ્રશ્યમાન છે તેનું ધ્યાન નથી કરવાનું, મતલબ જે અવ્યક્ત છે તેને વ્યક્ત કરવાનું છે.

અને કેવી રીતે? ધ્યાન ધરીને. કેવી રીતે? શ્રદ્ધાથી હૃદયમાં ધારણ કર. હૃદય શું છે આપણે સમજી ગયા; એને કેવી રીતે ધારણ કરવાનું છે? શ્રદ્ધાથી. હવે જે શ્રવણ થઈ રહ્યું છે તેની અંદર સૌપ્રથમ મૂળ વાત કરી દીધી એમણે કે શ્રદ્ધાથી એને તું હૃદયમાં ધારણ કર. તો હૃદયમાં ધારણ કરવાનું છે, પણ કેવી રીતે? પૂર્ણ શ્રદ્ધા સહિત. અસ્તુ! ગીતા દ્વારા સુખ અને શાંતિ તો મળે જ, પરંતુ ગીતા તો અક્ષય અનામય પદ પણ પ્રાપ્ત કરાવે છે. અનામય પદ, ક્યાંય કોઈ એનો વિનિમય કરવાનો નથી એની સાથે; અનામય, બસ એ હોય જ છે એવું.

◆ ઓમનો જાપ કર અને મારું ધ્યાન ધર.

સૌ પ્રભુના પુત્રો છે

તો ધર્મના સિદ્ધાંત જે છે તે શું છે? તો કે એક જ છે. કેટલીક બાબતોની એમણે સ્પષ્ટતા કરી કે સૌ પ્રભુના પુત્રો છે. જ્યારે વ્યક્તની અંદર આવી ચૂક્યા છો, ત્યારે, અવ્યક્તમાંથી. અવ્યક્તમાં એક છો, તદરૂપ છો, અક્ષય છો, શાશ્વત છો. વ્યક્તની અંદર આવ્યા છો, તો અવ્યક્ત છું એનો ખ્યાલ રાખીને વ્યક્ત, વ્યક્તિકરણ જે છે તે ઊભું થયું છે એની આપણને સમજ હોવી જોઈએ. તો કહ્યું છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત: સનાતન:, મન:ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ બધા જ માનવ પ્રભુના બાળકો છે. માનવ યોની એમને એમ મળતી નથી; આપણે વાત કરતા હતા ને કે ખૂબ દુર્લભ છે મનુષ્ય બનવું. મનુષ્ય બન્યો હોય તો, પહેલા અવતાર, જ્યારે સૌથી પ્રથમ વખત એ બનીને આવ્યો હોય ત્યારે તો એકદમ સરળ સીધો હોય, પણ સંયોગો એને કેવા પ્રાપ્ત થાય છે એના ઉપર એના જે ઘડતર હોય છે તે આગળ થતું જતું હોય છે.

તો એને જે કંઈ સંયોગોમાંથી પસાર થવાનું આવે છે; સંયોગો શું કરે છે? તો કે આ બધી સંવેદનાઓ એની ઉપર અમુક પ્રકારનું પ્રોસેસિંગ કરે છે; એટલે પાંચે ઇન્દ્રિયોથી જ્યારે એ કંઈ પણ ગ્રહણ કરે છે, ગ્રહણ કરતો જાય છે શું? તો કે સંસારને લગતી કંઈ પણ બાબતો; તો એ બધા પરમાણુઓ એને ચોંટતા જ જતા હોય, એટલે દિવસે દિવસે લોડ ફેક્ટર વધતું જાય.

લોડ ફેક્ટર · મનુષ્ય જન્મ ક્યારે પ્રાપ્ત થાય?

હવે લોડ ફેક્ટર વધતું જાય, અથવા તો લોડ ફેક્ટર ઘટતું જાય. જો ઘટતું જાય, એક મિનિમમ લેવલ ઉપર હોય, બેલેન્સિંગ, ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો હોય છે. જો વધી જાય લોડ ફેક્ટર, તો પછી એને ધીમે-ધીમે-ધીમે નીચે જવું પડે; તો જાનવર યોનીની અંદર જવું પડે, પશુ-પક્ષી બનવું પડે. આવી રીતના કરતાં કરતાં પોતાનો લોડ ઘટાડતા જવું પડે. તો શરૂઆતમાં મોટી વેલ માછલી, ડાયનોસોર બનવું પડે; પછી લોડ વધારી દીધું તમે ક્રોધ-માન-માયા-લોભ બધું કરી કરીને, તો ત્યાં જવાનું. એ વહેલ, પછી તો કે હવે હાથીનો અવતાર આવશે, ત્યાર પછી તો કે હવે ગાય-ભેંસનો અવતાર આવશે, પછી તો કે ગધેડાનો અવતાર આવશે, એમ એમ કરતો કરતો કરતો આઠ જન્મ સુધી એ પોતાનો લોડ ઘટાડતો-ઘટાડતો આઠમા જન્મ સુધીની અંદર એને નામ શેષ થઈ જાય, એટલે પાછો હળવો બની જાય, એટલે નવમો જન્મ દરેકનો મનુષ્ય જન્મ હોય.

આ સિદ્ધાંત છે. તો અત્યારે આપણે પહેલી વખત જ આયા છે એમ આપણે સમજવાનું છે; અને કેવી રીતે જીવવું, હાઉ ટુ લીવ: આપણને સમજાયું, તો કે ભઈ, કોઈપણ જાતનો લોડ ગ્રહણ કરવો નહીં, લોડ લેવો નહીં. એટલે એક બીજું, કે પુણ્ય જો પુષ્કળ કરવામાં આવે છે, તો એને દેવયોનીમાં જવું પડે; દેવીઓની અંદર જાય તો ત્યાં તો આયુષ્ય મર્યાદા મનુષ્ય કરતાં ઘણી વધારે હોય, તો એને એટલા બધા વર્ષ સુધી ત્યાં આગળ જીવવું પડે, ચાહે કે ના ચાહે. પણ એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ જે તે યોનિમાં આવે ને, એટલે પછી તેને તે જ યોની યોગ્ય લાગવા માંડે છે; એવું મોહનીય કર્મ જબરજસ્ત પેદા થઈ જાય.

એક વૃદ્ધ જ્ઞાની વ્યક્તિનું દ્રષ્ટાંત

એક એવી ઘટનાની વાત કરતા હતા કે એક વૃદ્ધ વ્યક્તિ હતા, તે જ્ઞાની હતા પોતે, પણ સંપૂર્ણતાને પામેલા ના હોય, છતાં પણ અમુક કક્ષાએ પહોંચેલા. એટલે એમણે એમના ત્રણ પુત્રોને બોલાઈને કહ્યું કે જો, હવે મારો અંતકાળ નજીક આવે છે, એટલે આટલા વાગે, આટલા સમયે, તમે એમ કે એવી રીતના કરજો કે અહીં મસ્તક ઉપર નાળિયર ફોડજો; એટલે એ જ ક્ષણે હું દેહ ત્યાગ કરી દઈશ. ક્રિયા જાણતા હોય યોગિક, એટલે લોકો એવું કરતા હતા; તો એમણે પણ આવું કંઈક જાણેલું હશે એના પ્રમાણે, એમણે સૂચના આપી દીધી કે જો એ જ સમયે તમે કરશો, તો મારો મોક્ષ થઈ જશે, પછી મારે ચિંતા નથી. એટલે છોકરાઓ તો બધા તૈયાર બેઠા હતા કે હા, બરાબર છે; કે પિતાજીની ઈચ્છાને તો આપણે માન આપવું જ જોઈએ, અને એમણે તો આવું બધું કહ્યું છે, તો આપણે એનું પાલન કરીશું. હવે સમય થવા આવ્યો; હવે જે સમયે પહેલા નાળિયર ફોડવાનું કહેલું હતું, એ જ સમયે કંઈક બન્યું, એટલે હાથમાં નાળિયર સાથે એ વ્યક્તિ બાજુમાં જોવા માંડ્યો, અને એ ઘડી પળ ચૂકી ગયો.

તો પહેલા તરત બૂમ પાડી બેઠા વૃદ્ધ વ્યક્તિ તો, અરે, ચૂકીશ નહીં! તો કે ના ના, હા બાપા, હું કરું છું, એમ કરીને પાછું ફરી એ કર્યું. એ વ્યક્તિનો એમ કે દેહ ત્યાગ થયો; પછી એમની શ્રાદ ક્રિયાને બધી વસ્તુઓ કરતા ગયા, કરતા ગયા, પણ પેલી ઘડી પણ ચૂકાઈ ગઈ તે ક્ષણે.

એ છેલ્લી ક્ષણે ભાવ કઈ ક્ષણે જાગે છે ને કેવું થઈ જાય!

એ છેલ્લી ક્ષણે, મારો ભવ બગાડ્યો, આ મારી ઘડી પણ ચૂકી ગયો વાળો. એક ક્ષણની અંદર એને એટલો બધો ક્રોધ આવી ગયો, અને એ જ પળે પહેલા એ નાળિયર ફટકાર્યું અને પછી નીકળી ગયા. જો, ભાવ છે ને, કઈ ક્ષણે જાગે છે ને કેવું થઈ જાય છે! આ દ્રષ્ટાંત એ કહે છે. એટલે પછી એમને તો કુતરાનો અવતાર આયો. હવે કુતરામાં જાય એટલે શું કરે? તો કે જે દેખાયું તેને ભસ્યા કરવાનું. ક્રોધાયમાન વ્યક્તિ શું કરે? બધાને એમ એમ કર્યા કરે. હવે તેમને પેલી સ્મૃતિ અમુક રહી ગયેલી પાછી, કે આ મારું ઘર, આ મારા છોકરાઓ, આમ તેમ બધું; એટલે પછી શું થાય? કે એ એમ સમજે કે હું આ ઘરની રક્ષા કરું છું, આ બધાની હું રક્ષા કરું છું, એટલે દોડાદોડ કર્યા કરે અને ભસ ભસ કર્યા કરે સતત. છોકરાઓને ખબર નહીં કે આ બાપા છે. શરૂઆતમાં માયા થઈ ને, એટલે એને રોટલો આપે, દૂધ આપે, આ કરે તે કરે બધું કર્યા કરે.

છોકરાઓ ભી, છોકરાઓના પણ છોકરાઓ હોય, એટલે એ લોકો એની સાથે, પેલા દાદાજીને તો જાણે કે મજા આવતી હોય એમ બધાને જોડે રે, ખૂબ ભસ ભસ કર્યા કરે. એટલે પછી એક સમય પછી કોઈકને, આ ત્રણ છોકરાઓમાંથી, અરુચિ થઈ; એટલે લઈને લાકડી પાછળ પડ્યો બરાબરનો મારવા, તો પેલો ભસતો જાય, અને અંદર જાણે કેમ ને કહેવાનું હોય; અલ્યા, તું મને આવી રીતના ના દોડાય, કે હું તારો બાપો છું! સંજ્ઞાએ કરીને પેલા છોકરાને એકદમ ભાન થઈ ગયું, આ તો બાપા છે, આને ના મરાય! ત્યાં સુધી બીજો આયો કે કેમ અટકી ગયો, કે પતાવી જ દે કે છે, તો કે ના ના ના, મને ના મારીશ! શું? મને ના મારીશ, હું તારો બાપ! તો આટલી હદ સુધીને મોહનીય કર્મો જે છે તે માણસને પરેશાન કરી શકે છે.

મનુષ્ય જીવનની દુર્લભતા

એટલે મનુષ્ય-જીવનની અંદર આપણે જે કંઈ કરીએ છીએ તેની સાર્થકતા, અને સુખ રહિત ક્ષણ ભંગુર છે, તેનો વિચાર થવો જોઈએ. તો આ ક્ષણ ભંગુર હોવા છતાં પણ અત્યંત દુર્લભ છે; આઠ ભવ પછી જ્યારે આપણને પ્રાપ્ત થતું હોય, આટલું બધું કષ્ટ વેઠીને: પછી તો વિચાર થવો જોઈએ, આપણે તો એવા દુર્લભ માનવ! એટલા માટે એને દુર્લભ કહ્યું, કેટલાય રૂપિયા આપવા છતાં મળતું નથી. હોસ્પિટલમાં કેટલાય પડ્યા હોય, એ તમારે જે જોઈએ એ બધું લઈ. જો, વિધિની વક્રતા અને વિચિત્રતા કેવી છે! આખી જિંદગી ખોટું કરે માણસ, અને ધન સંચય કરે, એવા વિચાર થઈ કે હું આમ કરીશ, તેમ કરીશ, ભોગવૃત્તિઓમાં પડે, બધું કરે; આ બધું કરતા કરતાં એક બાજુ ધન સંચય કરે, અને બીજી બાજુ અંદર રોગ સંચય થયા કરતું હોય. હવે રોગ સંચય થયો, એક સમય આવે કે પછી એ ઇરપ્ટ થાય બરાબરનું, એટલે પછી દોડે, હોસ્પિટલાઈઝ થાય, બધું કરવું પડે, જાત જાતનું બધું સારવારોને બધું કરાવે.

હવે કે ભાઈ, તમે તો બહુ મોડા પડ્યા, ડોક્ટરે આવીને કંઈ કહી દીધું તપાસીને, કે ભઈ, હવે અમને તો કંઈ લાગતું નથી. કે કંઈ બહુ કરે ત્યારે ઉં, ઉં કર્યા કરે, અને કે મને બચાવો ડોક્ટર, તમારે જોવે એટલા રૂપિયા લઈ લો, બધું લઈ લો, જો, મને બચાવો! અત્યારે એને હવે પૈસાની નથી પડી, કે તમારે જોઈ એટલા રૂપિયા આપું છું, પણ તમે મને બચાવો. ડોક્ટર કે, હવે મારા હાથની વાત નથી, ભજન કરો કે.

ભજનનો અધિકાર ફક્ત મનુષ્ય શરીર ધારીને જ છે

એટલે કહે છે કે મારું ભજન કર. અર્થાત ભજનનો અધિકાર ફક્ત મનુષ્ય શરીર ધારીને જ છે. કોઈ જાનવર કોઈ ભજન કરતા હોય દેખાય છે આપણને? આપણા અનુભવમાં છે? કારણ કે એ યોનિમાં પડ્યા પછી એમને એ યોની જ વાલી લાગવા માંડે. કુતરાની તમે મારો તો, મારી નાખો તો પણ, એ બચવાનો જ પ્રયત્ન કરશે; કેમ? તો કે મારે તો જીવવું છે, અને આ મારી પાછળ પડ્યો છે. તો ભજનનો અધિકાર ફક્ત મનુષ્ય દેહધારીને જ છે; બીજો કોઈ ભજન કરી શકતો નથી.

◆ ભજનનો અધિકાર ફક્ત મનુષ્ય શરીર ધારીને જ છે.

આ એક પણ એક રિલેટિવ સત્ય છે, જેને આપણે સમજવું બહુ જરૂરી છે. કે માનવની કેવળ બે જાતિ છે, માનવની કેવળ બે જાતિ. દેવ જેવો માણસ, કેટલાક, આજકાલ તો બહુ ઓછા છે, પછી સંજોગ પલટાય એટલે પછી કે દાનવની જેમ તૂટી પડ્યો કહીએ; એનો એ જ માણસ હતો, હવે દેવ હતો, પાછો દાનવમાં કન્વર્ઝન થઈ ગયું. એટલે કઈ પળે વ્યક્તિમાં દેવ પ્રગટે છે, કઈ પળે વ્યક્તિમાં દાનવ પ્રગટે છે; પણ એ જે કંઈ બને છે એ રીતે ક્યાં બને છે? મનુષ્ય દેહમાં બને છે. એટલે દેવ અને દાનવ એ બીજે ક્યાંય છે એવું સમજવાના બદલે આપણે સમજવું જોઈએ કે બંને વ્યક્તિની અંદર હોય છે; માનવ દેહની અંદર હોય એ બે, એને સમજવું જોઈએ.

◆ દેવ અને દાનવ બીજે ક્યાંય નથી; બંને વ્યક્તિની અંદર, માનવ દેહની અંદર હોય છે.

જેના હૃદયમાં દૈવી સંપત્તિ કાર્ય કરે છે તે દેવતા, અને રાક્ષસી સંપત્તિ કાર્ય કરે છે તે રાક્ષસ; દુનિયામાં ત્રીજી કોઈ જાત જ નથી. પરોપકાર કરે, બીજાની કોઈપણ રીતે હેલ્પ કરે, તો એને દેવ કહ્યો; એ કરતાં કરતાં કરતાં સંચય એકઠો થતા થતા દૈવી સંપત્તિ બધી ભેગી કરે, દૈવી ગુણો એની અંદર બધા આવી જાય. અને જે રાક્ષસ છે તે દાનવી સંપત્તિ, ક્રોધ-માન-માયા-લોભ એટલો બધો ટોપ પર ગયેલો હોય, ત્યારે બિલકુલ જે જુવે એને ક્યાક: બિલકુલ રાક્ષસ જેવો માણસ છે, બોલે છે ને વ્યવહારની અંદર ભી. અને વર્તન ભી બધાનું કેવું હોય! રાક્ષસી, બસ આમ વાહન અથડાવું જોઈએ. અત્યારે તો કોનો વાક કોઈ જોતું નથી, પણ જેની મોટી ગાડી એ તૂટી પડે છોટા ઉપર, સંપત્તિવાન હોય પહેલાને બધા પાવરથી બધી રીતે કરીને દબાવવાનો પ્રયત્ન કરતો દેખાય, તો આ વૃત્તિ કઈ થઈ? આસુરી વૃત્તિ થઈ.

પહેલાના વખતમાં તો લોકો અકસ્માત થાય તો પૂછતા હતા એ ખરા કે ભઈ, તને કંઈ વાગ્યું કર્યું તો નથી ને? ચાલ કે આપણે દવાખાને લઈ જવું, આમ કરું તેમ. અત્યારે લોકો ફક્ત રીલ ઉતારે છે, મહાન મસ્કરી કરે છે ને! પેલાને તો વાગ્યું છે અકસ્માત બરાબર, પણ જે લોકો આને આવી રીતના કરીને કરે છે, પ્રકાશિત કરી દે છે બીજા કેટલાય લોકો સુધી. એ વૃત્તિ કેવી?

જ્ઞાનરૂપી નૌકાથી પાર ઉતરે છે

તો ભગવાનના શરણથી પાપનો નાશ થાય. ભગવત ગુણ, ભગવાનનું શરણ એટલે શું? ભગવતગુણો ધારણ કરવાના. તો સંપૂર્ણ પાપીઓથી વધારે પાપ કરવાવાળા પણ જ્ઞાનરૂપી નૌકાથી નિઃસંદેહ પાર ઉતરે છે. ચોથા અધ્યાયની અંદર 36મા શ્લોકની અંદર આ વાત એમણે કરેલી. તો જ્ઞાન શું છે? એના વિશે કે છે કે આત્માના આધિપત્યમાં આચરણ, તત્વના અર્થરૂપ ભગવાનના પ્રત્યક્ષ દર્શન, એને જ્ઞાન કહેવામાં આવે. આ સમજો; આત્માના આધિપત્યમાં આચરણ હોવું જોઈએ; મતલબ હું આત્મા છું, આ દેહ વડે આચરણ થઈ રહ્યું છે, આચરણ, આ-ચરણ, જે કંઈ મૂવમેન્ટ થઈ રહી છે બધી જ. જે કંઈ શરીરમાં, મનમાં, અંતઃકરણમાં બધું આચરણ છે એને, એમાં એક્ટિવિટી છે, નિશ્ચેતન ચેતન હાલ્યા જ કરે, મિકેનિકલ ચેતન. પણ આ ચરણ કેવું હોવું જોઈએ? આત્માના આધિપત્યમાં હોવું જોઈએ. લોકો અહંકારના આધિપત્યમાં આ ચરણ કર્યા કરતા હોય.

આ જો ભેદ સમજાવવા માંડે આપણને, તો પણ આપણને ભગવત પ્રાપ્તિ દુર્લભ રહેતી નથી. તત્વના અર્થ રૂપ ભગવાનના પ્રત્યક્ષ દર્શન: તત્વ જે છે પરમાત્મા, પરમ તત્વ છે, તો એ પરમ તત્વના અર્થરૂપ, એનો સમજણ પડવી જોઈએ કે એ શું કહેવા માંગે છે? એટલે કહેતા હતા તત, તત શબ્દ જે છે તે શું છે? પરમાત્માનો સૂચક છે; એનું કોઈ નામ નથી પરમાત્માનું. આમ તારા નામ કે છે ને, હરિ તારા નામ છે હજાર, પણ છતાંય તત્વરૂપે એને સમજીને ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવાના. હવે અવ્યક્તના પ્રત્યક્ષ દર્શનની વાત કરે છે અહિયાં; તેથી ભગવાનની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત કરવી તે જ્ઞાન છે, પ્રાપ્ત થવી તેને જ્ઞાન કહેવામાં આવે છે.

અત્યંત દુરાચારી પણ મારું ભજન કરવાથી તરત ધર્માત્મા થઈ જાય છે

આગળ કહે છે, ભજનનો અધિકાર સૌને છે; અત્યંત દુરાચારી પણ મારું ભજન કરવાથી તરત ધર્માત્મા થઈ જાય છે, અને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરી લે છે. ઘણા એવા દાખલાઓ બધા મોજૂદ છે, અને આપણા વ્યવહારમાં આગળ પાછળ પણ આપણે આ બધું સમજતા હોઈએ છીએ. ઘણી વખત જોતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ એકદમ જ બદલાઈ જાય. મોટામાં મોટો દાખલો કોણ? સમ્રાટ અશોક! કલિંગની લડાઈ કરી જબરજસ્ત, એ પહેલા તો કેવો હતો? અને પછી જ્યારે એને છેલ્લે, પછી બસ રણ સંગ્રામની અંદર સાંજે આટો મારવા નીકળ્યો, તે વખતે એણે જોયું, અને જે કંઈ જોયું અને જાણ્યું, તે વખતે પછી અંદરથી બરાબરનું હચમચી ગયો; એ ક્ષણે એનામાંથી બધી જ આસુરી વૃત્તિઓ જ નીકળી ગઈ, અને એ બહુ જ અશાંત થઈ ગયો. પરંતુ જેવું બુદ્ધમ શરણમ ગચ્છામી કર્યું, અને પછી એને શાંતિ પ્રાપ્ત થઈ. ત્યારે એને પણ એમ થયું કે આ શાંતિ, મારા જેવાને જો પ્રાપ્ત થઈ શકે છે, તો એ બધાને લભ્ય હોય.

જો, રાજામાં આ વિચાર આયો! રાજાને સામાન્ય રીતે કેવું હોય? જે બેસ્ટ હોય, શ્રેષ્ઠ હોય, એ બધું મારું, હું જ એનો અધિપતિ; રાજાને આવું હોય; એના બદલે એને શું થયું કે નહીં, આ તો બધાને પ્રાપ્ત હોવું જોઈએ. ત્યારે એણે પોતે જે કંઈ આચરણ કરતો હતો બૌદ્ધ ધર્મનું, તેનો લોકો સુધીને ફેલાવો કર્યું; અને પછી એ પ્રમાણે બૌદ્ધ ધર્મ ખૂબ ફેલાયો હતો એક સમયે. એટલે કહે છે કે શાશ્વત શાંતિને પ્રાપ્ત કરી લે છે; ત્યાર પછી એને ક્યારેય અજંપો કઢાપો કશું થયું નહોતું.

એવી કોઈ ક્ષણ ન હોવી જોઈએ કે જ્યારે આપણે પ્રભુને સમર્પિત ન હોઈએ

તેથી ધર્માત્મા એ જ છે કે જે હંમેશા ભગવાન પ્રત્યે સમર્પિત છે. શું કહે છે? એવી કોઈ ક્ષણ જીવનની ન હોવી જોઈએ કે જ્યારે આપણે પ્રભુને સમર્પિત ન હોઈએ.

◆ એવી કોઈ ક્ષણ જીવનની ન હોવી જોઈએ કે જ્યારે આપણે પ્રભુને સમર્પિત ન હોઈએ.

આ ચરણ પણ કેવું કરવાનું? તો કે આત્માના આધિપત્યમાં, પ્રભુના સાનિધ્યમાં છું, સતત, આ વસ્તુ ધ્યાનમાં જ હોય આપણને. કેટલી ઊંચી વાત કરે છે! વારેવારે ચૂકી જઈએ છે, પરંતુ જો અહીં પણ પકડાઈ જશે, અને એ પ્રમાણે જો આચરણ કરવાનું શરૂ કરશો, શરૂઆતમાં ભૂલો થશે, પણ ધીરે ધીરે ધીરે, જેમ કુટેવો પડી'તી તેમ આવી એક સુટેવ પડશે; અને એ સુટેવ કેવી છે! પ્રભુ પ્રત્યે લઈ જનારી. પછી ગાવું ના પડે.પ્રભુ, પરમ તેજે તું લઈ જા. એમ જ બસ એ વહે જ જતો હોય, જ્ઞાનની અંદર જ વહે જતો હોય.

ભગવત પથમાં બીજનો નાશ થતો નથી

એટલે એ કહે છે કે ભગવત પથમાં બીજનો નાશ થતો નથી. આજે શ્રવણ કરેલું, આજે સાંભળેલું, આજે જે કંઈ ગ્રહણ થઈ ચૂકેલું છે અંદર, એ બીજ રૂપે મોજૂદ છે; અને એક સમય આવશે, દરેકનો અલગ અલગ હોઈ શકે છે, કોઈકને સાથે ભી હોઈ શકે છે, તો એ સમયે પછી એ બીજનો અંદરથી વૃક્ષ આખું બની જશે, અને તે બહુ ભવ્ય હશે. એટલે કહે છે કે ભગવત પથની અંદર બીજનો નાશ થતો જ નથી; ચિંતા ના કરશો, જેટલું પણ તમે કરેલું છે ક્યાંકને ક્યાંક, ક્યારેકને ક્યારેક તો બધું ફૂટી જ નીકળવાનું છે. આને શ્રદ્ધાપૂર્વક,બસ તમે સમર્પિત રહીને આગળ આગળ આગળ આગળ.

◆ ભગવત પથમાં બીજનો નાશ થતો નથી.

આત્મદર્શનની ક્રિયાનું થોડું પણ આચરણ જન્મ મરણના મહાન ભયથી ઉદ્ધાર કરનારું છે.

આ આત્મદર્શનની ક્રિયાનું થોડું પણ આચરણ પણ જન્મ મરણના મહાન ભયથી ઉદ્ધાર કરનારું છે.લોકોને મૃત્યુનો ભય હોય છે; ઘણાને ફરી જન્મવું પડશે તેનો ભય હોય છે. એટલે પહેલા કેવું પડ્યું હતું શંકરાચાર્યને, પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનમ્ ક્યારેય વિચાર નથી આવતો.આપણને જન્મ સમયની વેદનાઓ, જે માતાને વેઠવી પડે છે, જે જાતકને વેઠવી પડે છે, એને જાતક કહેવામાં આવે, બાળક; આ જાતક, જોશીઓ ખાસ આ શબ્દ વાપરતા હોય. પછી એને નામ તો આપવામાં આવે છે, એટલે ઉપર થોપવામાં આવે છેકે આજેથી તારું નામ શ્રીકૃષ્ણ કહેવાશે; પણ જન્મ્યો એટલે જાતક. તો આ આત્મદર્શનની ક્રિયા છે, કેવી છે? જ્ઞાન ક્રિયા છે. આત્મદર્શન એટલે શું? જ્ઞાન ક્રિયા. અને જીવંત જ હોય હંમેશા, અને પાછી કેવી? શાશ્વત હોય અક્ષય હોય. અને એ આત્મદર્શનની ક્રિયામાં થોડુંક પણ આચરણ જન્મ મરણના મહાન ભયથી ઉદ્ધાર કરનારું છે, જન્મ અને મરણનું જે ભય વ્યાપે રહેલો છે તેમાંથી એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે, પછી એને ભય લાગતો નથી, કારણ કે એને ખ્યાલ આવી જાય છે કે એ સ્વયં કોણ છે?

આત્માનું દર્શન સતત ચાલતું હોય, એને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે?

ભગવાનનો વાસ બધા પ્રાણીઓના હૃદયમાં છે

ભગવાન ક્યાં છે? તો કે ભગવાનનો વાસ બધા ભૂતો અને પ્રાણીઓના હૃદયમાં છે. બધા ભૂતો-પંચમહાભૂત, બધા પાંચ ભૂતો અંદર જ છે; તમારે એ બધાની અંદર બરાબર કેવા ઓતપ્રોત છે, કેવા દૂધમાં જેમ ઘી છે, એવી રીતે ઓતપ્રોત અંદર પરમાત્મા છે જ, પ્રાણીઓના હૃદયમાં રહે છે. આ હૃદય છે એ બોડી છે, અંતઃકરણ જે છે, તો એની અંદર એ છે, એમ એ કહેવા માંગે છે.સંપૂર્ણ ભાવથી આ એક પરમાત્માના શરણમાં જા, આ એક પરમાત્માના; પરમાત્મા એક જ છે, આત્મા એક જ. એના શરણમાં જા, જેમની કૃપાથી તું પરમ શાંતિ, શાશ્વત પરમધામ પામીશ.

પરમ શાંતિ · શાશ્વત શાંતિ

પરમ શાંતિ પામે. વ્યવહાર જગતની અંદર કેવું થાય? અડધો કલાક ઉપાધિ ના હોય તો આપણને કેવું લાગે? શાંતિ લાગે. પછી તમે કોઈકને પૂછો, શાંતિ? તો કે હા, શાંતિ. ઘણા ઓમ શાંતિ બોલે, કોઈ પરમ પરમ શાંતિ બોલે, પણ એ ક્ષણિક હોય, અલ્પજીવી, એક ફોન આવે એટલે પાછો ઊંચો નીચો થવાનો ચાલુ. તો એ શાશ્વત શાંતિ કહેવાય નહીં; પણ જે પરમાત્મ પદને પ્રાપ્ત થઈ ચૂકેલો, પોતે પરમ તત્વની અંદર તદરૂપ થયેલો હોય, એવી વ્યક્તિને વ્યવહાર જગતની કોઈપણ આદિ, વ્યાધિ કે ઉપાધિ સતાવી શકતી નથી. એના વિશે આગળ વાત કરશે.

કયો યજ્ઞ · સંયમ રૂપી યોગમાં હવન

પછી આ ગીતાની અંદર યજ્ઞ વિશે પણ કહેલું છે વારે વારે; પણ કયો યજ્ઞ? રાજસુ યજ્ઞ પેલો મેઘ વર્ષા કરાવે છે તે યજ્ઞ; કયા યજ્ઞની વાત કરવામાં આવે છે? તો કે છે કે સંપૂર્ણ ઇન્દ્રિયોના આ વ્યાપારથી, મનની ચેષ્ટાઓના જ્ઞાનથી પ્રકાશિત થયેલા આત્મામાં, સંયમ રૂપી યોગાગ્નીમાં હવન કરે છે, આને યજ્ઞ કહેવાય. ઇન્દ્રિયો હોય; ઇન્દ્રિયોનો સ્વભાવ શું છે? આંખનો જોવા જવાનો, કાનનો સાંભળવાનો, જીભનો કે ટેસ્ટ કરવાનો, ટેસ્ટ બહુ જ હોય આજકાલ, ટેસ્ટ બહુ ડેવલપ થયો. તમને ખબર છે? પાંચે ઇન્દ્રિયોમાં છેલ્લામાં છેલ્લી ઇન્દ્રિય ડેવલપ થાય છે કાન; છેલ્લામાં છેલ્લી ઇન્દ્રી બધામાંથી તે આ શ્રવણનેન્દ્રિય છે ને, તે હમણાં છેલ્લે છેલ્લે નવી નવી મનુષ્યમાં આવી હોય ને, જાણે કે આમ, એટલે પછી એને એનો બહુ મોહ. જો, બધાને સાંભળ, અવાજનું બહુ હોય, સાવ નાનું બાળક હોય આમ કર્યું.

પણ પછી શું થાય છે? તમે વિચાર કરો, તમે બહુ જ નાના બાળક હતા તે વખત, પહેલા તો તમે આંખ ભી નહોતા ખોલી શકતા, પણ ધીમે ધીમે આમ આમ કરતા જપકારા થવા માંડ્યા; ઝપકારો થાય ને, પછી અવાજ સંભળાવવા માંડ્યો એ અવાજ અમુકથી વધારે હોય, તમે ભેકડો તાણતા હતા, એટલો મોટો, એટલો લાંબો, ત્રણ ચાર કલાક, બહુ જ મોટો અવાજ. પણ ધીમે ધીમે એનાથી પણ ટેવાતા ગયા, ટેવાતા ગયા, ટેવાતા ગયા; આજે પણ એટલા બધા ટેવાઈ ગયા છે. કાનમાં કંઈક ગાલીને સાંભળ્યા જ કરવાનું, સાંભળ્યા જ કરવાનું, ગમે તે હોય.

સંયમરૂપી અગ્નિની અંદર હવન

તો કે છે કે સંયમરૂપી યોગાઅગ્નિથી હવન કરવાનો છે. શેનો? તો કે આ જે કંઈ બધી ઇન્દ્રિયોમાં બધી જે હલન ચલન મૂવમેન્ટ થાય છે, એનાથી જે કંઈ તમે બધું ગ્રહણ કરો છો, તે બધું સર્વ સમર્પયામી કરીને ત્યાં આગળે આપવાનું, સંયમરૂપી અગ્નિની અંદર એને હવન કરવાનું. એટલે નિગ્રહ છે ત્યાં, કંટ્રોલ છે, સંપૂર્ણ નિયંત્રણ છે ત્યાં આગળ. ઘણા યોગીઓ શ્વાસનું પ્રશ્વાસમાં હવન કરે છે, અને ઘણા પ્રશ્વાસમાં શ્વાસનું; અથવા અવસ્થા ઉન્નત હોય જ્યારે એને પૂરતો અભ્યાસ થઈ જાય ત્યારે પછી શું થશે? તો કે શ્વાસ અને પ્રશ્વાસની ગતિ પણ રોકાઈ ગઈ હશે. લોકો વ્યવહાર જગતની અંદર જોઈએ તો શ્વાસ લીધે જ રાખતા હોય છે, લીધે જ રાખતા હોય, તેનો ખ્યાલ જ નથી હોતો. પણ જે વ્યક્તિ યોગાભ્યાસની શરૂઆત કરે, અને અમુક પ્રકારના પ્રાણાયામ આપે, આ તે બધું જાત જાતનું અત્યારે બધું કરે કરાવે છે, બધું બરાબર છે પોતપોતાની જગ્યાએ સારું છે; પરંતુ અહીં આપણને શું કહેવામાં આવે છે?

કે શ્વાસ અને પ્રશ્વાસની ગતિ વિચ્છેદ થઈ જાય, એની જે રિધમ હોય છે તે બંધ થઈ જાય એક સમય સુધી, અને વળી પાછી એ થાય સ્પંદન; આ ચાલ્યા જ કરતું હોય, આ પણ રોકાઈ જાય એક ટાઈમ સુધી, પછી પાછું ફરી ધીમે, એટલું બધું એ થાય તો. એટલે એવું જ્યારે કરે વ્યક્તિ, ત્યારે એને શું કહ્યું'તું? કે પ્રાણાયામ પરાયણ, પ્રાણાયામમાં પરાયણ થઈ ગઈ એ વ્યક્તિ, તેને થશે શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ. આ પ્રકારે યોગ સાધનાની વિશેષ પ્રકારની વિધિને યજ્ઞ કહેવામાં આવે છે. બહાર જે કંઈ બધાને યજ્ઞ કહે છે, તેને અહીંયા આગળ જો, બહુ જ ક્લિયર સ્પષ્ટ ના કહી દીધું.

આ એક જ શુદ્ધ કર્મ છે · એનાથી મુક્તિ થાય

હવે તે યજ્ઞને કાર્યરૂપ આપવું તેને કર્મ કહેવામાં આવે. બીજું કોઈ કર્મ જ નથી — આ એક જ શુદ્ધ કર્મ છે. બાકીના બધા જે કંઈ આપણે કરીએ છીએ તેનાથી શું થાય છે? તો કે બંધન ઊભું થાય છે; અને આ શુદ્ધ કર્મ છે એનાથી મુક્તિ થાય.

◆ બીજું કોઈ કર્મ જ નથી — આ એક જ શુદ્ધ કર્મ છે.

આ યજ્ઞ કરવાનો અધિકાર,યજ્ઞ ન કરવાવાળાને, આવો યજ્ઞ ન કરવાવાળાને ફરીથી મનુષ્ય દેહ નથી મળતો. તમે વિચાર કરો, માણસને એસ્યોરન્સ હોય કે હું પાછો ફરી માણસ બનીને આવીશ? ના, વચ્ચે પાછું ક્યાંક જવું પડશે. એમ કેમ? તો કે તમે આ યજ્ઞ નથી કર્યું, એના વિશે તમે જાણકારી જ નહોતી, તો તમે ક્યાંથી કરી શકવાના? હવે ભગવદગીતા આટલી બધી પ્રચલિત પ્રચલનમાં એટલા માટે છે, ભગવાને ત્યાં બિલકુલ એકદમ મુક્તતાથી આપી દીધું છે કે મનુષ્ય દેહમાં છે, તારો આ અધિકાર છે, તું જ આ કરી શકીશ. કોઈ ગાય ભેંસને પ્રાણાયામ કરતી જોઈ? કોઈ બગલાને કંઈ પ્રાણાયામ કરતો જોયો, ધ્યાન કરતો જોયો? ફક્ત મનુષ્ય દેહની અંદર આ શક્યતા ઊભી થયેલી છે; તેના વિશે પણ આપણે વાત કરી હતી, કે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધું ફૂલલી ડેવલપ થાય, ત્યારે જ શું થાય છે?

કે પરમાત્માના જે બિંબ સ્વરૂપ પરમાત્મા છે તેનું પ્રતિબિંબ પડી શકે-અંદર મનુષ્ય દેહની.

માનવ વધ એ મહાપાપ ગણાય છે

એટલે કહ્યું કે બાકી બધાનો તમે ભલે વધ કરો, મનુષ્યનો ક્યારેય ના કરશ; માનવ વધ એ મહાપાપ ગણાય છે. એટલા માટે ગણાય છે કે એક માનવનો વધ થવો એ જો આટલું ભયંકર હોય, તો આવા કેટલા બધા યુદ્ધોમાં કેટલા બધા માણસો એકબીજાને આવી રીતે કરે છે. તે બધાની જો કેટલી બધી કર્મની જટિલતા અને વિચિત્રતા છે આજની તારીખમાં, કેટલા લોકો! એટલે કહે છે કે હવે જો તને મનુષ્ય દેહ મળ્યો છે, તો તને આ યજ્ઞ કરવાનો અધિકાર છે, તું એનું જ્ઞાન પ્રાપ્ત કર, અને પછી તું એ યજ્ઞ કર, સંયમરૂપી અગ્નિની અંદર; આ તારે જે હલન ચલન મૂવમેન્ટ આ તે ફલાણું બધું થઈ રહ્યું છે તે બધાને બેસીને તારે હોમ કરવાનો છે, થોડોક સમય કર, જેટલું થાય એટલું કર, બીજ પડે છે, ક્યારેક મોટું ઝાડ થવાનું છે પાછું! આ એસ્યોરન્સ છે ભગવાનનું.

ભગવાનને જોઈ શકાય છે · અનન્ય ભક્તિ દ્વારા

ભગવાનને જોઈ શકાય છે. ભગવાનને જોઈ શકાય છે! કેવી રીતે? અનન્ય ભક્તિ દ્વારા ભગવાનને જોઈ શકાય છે.આપણા માટે ખુશખબર છે! પણ કેવી રીતે? તો કે અનન્ય ભક્તિ, અન્ય નહીં. એટલે વળી પાછું એકડો અને મીંડું આવી ગયું. અનન્ય એટલે એકડો, બસ; અન્ય કંઈ નહીં, કોઈ મીંડું ના જોઈએ મારે. કારણ કે જો મીંડું કરશે, એ બધા મીંડું મીંડું મીંડું મીંડું ગોળ ગોળ ચક્રની અંદર ફર્યા જ કરતા હશે, કર્મના; તો કેટલા મીંડા લગાડશો, પણ એ બધા યુઝલેસ છે, ક્યાંય કામ આવવાના નથી. તો વૃત્તિ જ્યારે પણ ઉદ્ભવ પામે, અને કોઈ વસ્તુમાં કે વ્યક્તિની અંદર કે ક્યાંક આમ કરીને આમ જવાની શરૂ થાય ને, ત્યાં કહ્યું છે સંયમ કર; સંયમ એટલે પેલું જે આમ ઉછળી રહ્યું છે ને બહાર જવા માટે, ત્યાં એને શાંત કર, એમ કહ્યું છે. તે વખતે ઇન્દ્રિયો તપી જશે, તે વખતે ઇન્દ્રિયો તપી જશે: તપેલી હોય છે, તપે છે ને; ઠંડી હોય તોય તપેલી કહેવાય છે.

એટલે આ બધી ઠંડી તપેલીઓ જ ફરતી હોય, પણ આમ અડો એટલે ખબર પડે તો, ખરેખર ઠંડી છે કે ગરમ! જેવું અડો એટલે તરત તમે શું કર્યું? તો કે ટ્રેસ પાસિંગ, કોઈની સ્પેસની અંદર તમે દખલ અંદાજી કરી; કોઈને કોઈને સ્પર્શ કરાય નહીં. એટલા માટે તો લોકો પછી ચરણ સ્પર્શ કેમ કરવા દોડાદોડ કરે છે આટલા માટે? બધું સમજો, સ્વયં પરમાત્મા છે, પણ ભાન ગુમાવ્યું છે, હવે ક્યાંકથી આમ મેળવવું છે અમને ભગવત્તા! જો, સમજણ ફેર થઈ ગઈ ને, ત્યારે આ પરિસ્થિતિ આવી ને. એટલા માટે કહ્યું કે અનન્ય ભક્તિ દ્વારા હું પ્રત્યક્ષ જોવા, જાણવા તથા પ્રવેશ કરવા માટે પણ સુલભ છું.

◆ અનન્ય ભક્તિ દ્વારા હું પ્રત્યક્ષ જોવા, જાણવા તથા પ્રવેશ કરવા માટે પણ સુલભ છું.

ઓલવેઝ અવેલેબલ · જો કોઈ હોય તો કેવળ પરમાત્મા

ઓલવેઝ અવેલેબલ. જો કોઈ હોય તો કેવળ પરમાત્મા ઓલવેઝ અવેલેબલ. આમ શ્વાસ લો, તમને શંકા પડે છે કે પ્રાણાયામ છે કે, આ પેલો પ્રાણ આવશે કે નહીં આવે, ઓક્સિજન આવશે કે નહીં આવશે? ઇટ ઇઝ ઓલવેઝ ધેર. હવે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આગળ પ્રાણ જ ના હોય, પણ તમને શંકા તો ના જ પડે તે વખતે કે અહીંયા પ્રાણ ઓછો છે, તો એના પરિણામો જુઓ છો; તો તમે જ્યાં પ્રાણ છે ત્યાં તમે દોડી જાવ છો કે નથી દોડી જતા? આમ શુદ્ધ હવાના બદલે કોઈ બીજો ગેસ બેસ આવી ગયો હોય, ગળતર થયું હોય ને કશું; તોય તમે શું, એ જગ્યા છોડી દો છો કે નથી છોડી દેતા? એવી રીતે સંસાર છોડીને ભાગવું જોઈએ એટલી જાગૃતિ પૂર્વક, કે મારે બચવાનું છે, પરમાત્મામાં જવાનું, જે પ્રાણ છે તે પરમાત્મા છે, આના વગર હું મરી જઈશ, માટે મારે આમ જતા રહેવું છું કરીને; પણ એને સંસાર, સંસારની કોઈપણ અવસ્થા પરિસ્થિતિ હોય તેમાંથી નીકળીને વારે વારે પાછું એમાં પેસી જવું, ત્યારે એને કહ્યું આત્માના આધિપત્યમાં રહ્યો, ત્યારે એને કહ્યું.

આ અવિનાશી આત્માને કોક વિરલા જ આશ્ચર્યથી જુવે છે

એટલે આ અવિનાશી આત્માને કોક વિરલા જ આશ્ચર્યથી જુવે છે. બધાને સુલભ છે: જો, પહેલા કહી દીધું, આગળ સ્ટેટમેન્ટ આપી દીધું ભગવાને; પણ હવે શું કહે છે? કોક વિરલા જ એને આશ્ચર્યથી જુએ, ઓહો, આમ! જે દિવસે પરમાત્મા દર્શન થશે, તે વખતે આના સિવાય બીજો કોઈ ભાવ નહીં, બસ આમ જ, આ પરમાત્મા, ઓહો, એવું કેવું અદભુત! લો, કેટલી આનંદની અનુભૂતિ હોય ને, ત્યારે થાય ને આવું તો. આગળ કે છે, આત્મા જ સત્ય છે, સનાતન છે, વિધાતા; અને તેનાથી ઉત્પન્ન સૃષ્ટિ કેવી છે? નશ્વર છે.વિધાતાને આપણે ઈશ્વર કહીએ છે ને, બીજું નામ આપીએ. અહીં શું કહી દીધું? ઈશ્વર પણ નશ્વર છે. બહુ જ ક્લિયર કટ કહી દીધું છે અહીં આગળ. એટલે હે ઈશ્વર, હે ઈશ્વર કરીએ જ, ઈશ્વર નહીં, હે પરમેશ્વર! જાગૃતિપૂર્વક તું કોને સંબોધન કરે છે એ જ આવશે, તારો ભાવ ક્યાં છે એ જ આવશે તારી હેલ્પમાં.

પછી તમે કોઈપણ દેવી દેવતાને બોલાયા કરતા હોય, પ્રાર્થના કરતા હોય, તો એ આવે, જેને બોલાવવું એ જ આવે ને, નિયમ શું છે. એટલે જ્યારે તમે ઈશ્વર ઈશ્વર કરો, ત્યારે ઈશ્વર જ આવે; પછી પરમેશ્વર કે કે ભાઈ, તું તો ઈશ્વરને બોલાવે છે ને, હું રાહ જોવું છું; ઓલવેઝ અવેલેબલ, એટલે આમ પોતે બેકગ્રાઉન્ડમાં બધું જે છે એ જોયા કરતા.

વિધાતા અને તેનાથી ઉત્પન્ન સૃષ્ટિ નશ્વર છે

બરાબર છે, એટલે કહેવામાં આવે છે કે વિધાતા અને તેનાથી ઉત્પન્ન સૃષ્ટિ કેવી છે? તો કે નશ્વર છે, ક્ષણ ભંગુર છે, એક ક્ષણમાં બધું ખતમ! જેવું જ્ઞાન થયું, સંસાર ગાયબ: સંસાર દેખાશે જ નહીં. જ્ઞાનીઓ ક્યારેય સંસાર જોતા જ નથી; સંસાર છે એવું જાણતા પણ નથી, એટલી કક્ષાએ પહોંચી ગયા હોય, બધા અષ્ટાવક્ર જેવા, જનક રાજા જેવા. એટલી બધી આપણી સામે મૂકેલા છે દાખલાઓ દ્રષ્ટાંત રૂપે, કે જો, તમે ત્યાં સુધી પહોંચી શકો છો; આ બધા મનુષ્ય હતા તમારા ને મારા જેવા જ, કેવી રીતે એટેન્ડ કર્યું, ત્યાં કેવી રીતે પહોંચ્યા? એમનું આચરણ, બસ એક જ બાબત. કેવા? તો કે પરમ પરમેશ્વર પરાયણ હતા એ લોકો સદાકાળ માટે, ત્યારે એમને આ થયું. બ્રહ્મા અને તેનાથી નિર્મિત સૃષ્ટિ. જો, અહીંયા બહુ સ્પષ્ટતા કરી છે, દેવતા અને દાનવ દુઃખોની ખાણ છે, ક્ષણભંગુર છે અને નશ્વર છે.

બ્રહ્માજી, એનાથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ, સૃષ્ટિની અંદર રહેલા જે દેવતા અને દાનવો, દુઃખોની ખાણ છે, ક્ષણ ભંગુર છે અને નશ્વર છે.

દેવ પૂજા · અવિધિપૂર્વકનું પૂજન

આગળ કે છે, દેવ પૂજા જે લોકો કર્યા કરતા હોય છે તે; દેવ પૂજા, દેવી પૂજા જે કંઈ કરે છે, તો કામનાઓથી જેમની બુદ્ધિ આક્રાંત છે; આક્રાંત એટલે બસ એમને કંઈકને કંઈક જોઈ છે જોઈ છે જોઈ છે સતત, એવી રીતના એમ જેની બુદ્ધિ બની ચૂકેલી છે, બુદ્ધિને જોઈએ જ છે બસ, અને કેવી રીતે મેળવી લઉં એમાં જ ચાલ્યા કરતી હોય સતત: એવા મૂઢ બુદ્ધિવાળા પરમાત્મા સિવાય અન્ય દેવતાઓની પૂજા કર્યા કરે છે: નારિયલ ફોડશે, આમ કરશે, તેમ કરશે, બાધા રાખશે, યાત્રાઓ કર્યા કરશે, મંદિરોમાં જાજા કર્યા કરશે, આ બધું કર્યા કરે છે, એમ કે છે. સાતમા અધ્યાયના 20મા શ્લોકની અંદર એમણે આ સ્પષ્ટતા કરી, દેવતાઓની પૂજા કરવાવાળા, આગળ કહે છે કે ખરેખર તો મારી જ પૂજા કરે, પણ એનું એમને ભાન જ નથી; તેમનું પૂજન કેવું છે? અવિધિપૂર્વકનું છે. વિધિપૂર્વક હોય, પ્રોસેસ હોય, એક ચોક્કસ પ્રોટોકોલ હોય, એ પ્રમાણે કરો તો રિઝલ્ટ આવે ને; સાયન્સની અંદર પણ એમ કહ્યું.

તો આ પૂજન જે કરે છે તે બધું કેવું છે? અવિધિપૂર્વકનું છે. જોકે પ્રિસ્ક્રાઇબ વિધિ છે, બધું જ છે એની, વેદ વર્ણિત છે બધી. પાછી, છતા પણ કહી દીધું ભગવાને કે આ બધું કેવું છે? અવિધિપૂર્વકનું છે; એટલા માટે નષ્ટ થઈ જાય છે.તો એનું ફળ શું છે? નષ્ટ થઈ જાય એવું છે, નશ્વર છે એનું ફળ પણ.

અક્ષય ફળ ક્યારે મળે · અક્ષય પરમાત્માની વિધિસર પૂજા

અક્ષય ફળ ક્યારે મળે? અક્ષય પરમાત્માની જ્યારે વિધિસર તમે પૂજા કરો, ત્યારે તમને અક્ષય પ્રાપ્તિ થાય છે, શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા દેવતાઓને પૂજે છે, પરંતુ એવા પૂજવાવાળાઓને પણ તું રાક્ષસ જાણ, 17માં અધ્યાયની અંદર છઠ્ઠા શ્લોકની અંદર ભગવાને આ સ્પષ્ટતા કરી દીધી છે કે આ બધાને રાક્ષસ જાણ છે. કેમ? તો કે એ બધા રાગી છે; અને આજે જે રાગી થયો છે કાલે દ્વેષી થવાનો જ છે, કેટલી દીર્ઘતાથી આમ જુવે છે! એટલા માટે તો એ કોણ? તો કે અધમ છે. જે યજ્ઞથી, નિયત વિધિ છોડીને; યજ્ઞ કયો છે? શ્વાસનો પ્રશ્વાસમાં સંયમ કરવાનો છે, હવન કરવાનો છે, તો નિયત વિધિ છોડીને કલ્પિત વિધિઓથી પૂજન કરે છે, પોતાની કલ્પના, ચંદન ચોપડો, આ કરો તે કરો, બધું છે, એ બધી વિધિઓ કેવી છે? કલ્પિત વિધિઓ, કલ્પનાઓ કરી કરી કરીને બધું ઊભું કરવામાં આવેલી છે.

તે બધા કેવા છે? તો કે ક્રૂર કર્મી છે, પાપનો આચાર કરે છે એ લોકો, પાપાચારી છે, અને માનવોમાં પણ અધમ છે. છતા લોકો કર્યા જ કરે છે. આટલી સ્પષ્ટતા, આટલું બધું ગીતામાં કહેલું છે, છતા પણ તમે જો, આજે કોઈ ફરક લાગે! પાછા પૂછો તો કે હા, હું ગીતાનો પાઠ કરું છું. 17મા અધ્યાયના પાંચમા શ્લોકની અંદર કહી દીધું કે અધમ છે કોણ?જે યજ્ઞથી નિયત વિધિ છોડીને કલ્પિત વિધિઓથી પૂજન કરે છે, તે ક્રૂર કર્મી છે, પાપાચારી છે, અને માનવોમાં પણ અધમ છે. અહીં તો બધા શ્રેષ્ઠ બનીને ફરે છે, તો મેં પૂજા કરી, સંપન્ન થયું!

નિયત વિધિ · ઓમ

હવે નિયત વિધિ શું છે? આઠમા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર કહેવામાં આવે છે. ઓમ. નિયત વિધિ શું છે? ૐ, ઓમ; જીભ હાલે નહીં એટલા માટે ક્યાં મૂકવાની? તાલવા પર, હમ….. આવું કરવાથી શું થાય છે? તમે જોયું, જેમ પેલો ગાદલું બનાવનારો હોય ને, આખું રૂ બધું આમ કરે, પીંજે, એ બધું કરે, પછી એને કવરમાં ભરે બધું કરે, પછી એને પેલા ટાંકા બાંકા લઈ લેશે બધું કરશે, પછી લઈને લાકડી મંડી પડશે ધડક ધડક ધડક ધડક ધડક કર; તો એ પ્રક્રિયા જ્યારે તમે આવી રીતે કરો, લોકો મોટે મોટેથી ઓમ બોલતા હોય, એક વિધિ છે ભલે એનો ભાગ, આપણે શું કરવાનું છે? હમ હમ…..સમર્પયામી: તમારો પ્રશ્વાસનો તમારે હવન કરવાનો; શ્વાસ તો એની મેળે લેવાશે, એ તો ગિફ્ટ ઓફ ગોડ છે, જ્યાં સુધી છો ત્યાં સુધી એ તો થઈ જ જશે, સમજાયું ? એનો જપ અને મારું પરમાત્માનું સ્મરણ, આ કરતી વખતે શું?

અક્ષય પરમાત્મા, અનંત પરમાત્મા, શાશ્વત પરમાત્મા, બસ એનું ધ્યાન; એ એવું ઊભું થશે, એની મેળે થશે, ઓટોમેટિક, સ્વયંભુ છે ને, જ્ઞાન પ્રગટ થશે. ક્યારે? કાળે કરીને; પણ તમે આજે આ કરવા માંડ્યા છો તો થવાનું જ છે, પછી તો નક્કી છે. એટલી બધી શ્રદ્ધા સાથે બસ આમ લાગેલા જ રહેવાનું.

શ્રદ્ધા તૂટવી ના જોઈ, વિશ્વાસ તૂટવો ન

શ્રદ્ધા તૂટવી ના જોઈએ, શ્વાસ તૂટવો ન જોઈએ, બસ કર્યા કરવાનું; એક સમય આવશે કે બસ એ આઈનું ઊભું રહેશે. હવે શરૂઆતની અંદર આ બધી વિધિ કરતા હતા તો મને ખબર છે કે શરૂઆતના ત્રણ- પાંચ -દસ શ્વાસ અને પ્રશ્વાસ જે હોય ત્યાં સુધી ખ્યાલ હોય આપણને, પછી 30-35 લીધા પછી બિલકુલ આ છું નથી, કશાનો ખ્યાલ ના રહેવા માંડે, ઓછો થતો જાય, આછું પાતળું થવા માંડે, એક શ્વાસ લેતા લેતાની અંદર તો જય શ્રીકૃષ્ણ થઈ ગયો હોય બિલકુલ સંપૂર્ણપણે. અને પાછું એ સ્થિતિમાં એ કેટલો રહેશે? એને અભ્યાસ કરેલો હશે તો એ દીર્ઘકાળ સુધી રહી શકશે, અક્ષય પરમાત્માની અંદર પોતાની સ્થિતિ કરીને બસ આમ બેઠો હોય. આ છે; તો માળા શેની કરવાની છે? આની માળા કરવાની છે; આમાં ગણતરીની જરૂર નથી, છતાય જો તમે 100, 108 શ્વાસ જે કહ્યા છે એનું બધું ગણતરીઓ છે, 108ની પણ, એ આગળ ઉપર આપણે વાત કરીશું પછી.

◆ શ્રદ્ધા તૂટવી ના જોઈ, વિશ્વાસ તૂટવો ન જોઈ.

તત્વદર્શી મહાપુરુષના સંરક્ષણમાં ધ્યાન કર

એટલે કહ્યું, એનો જપ અને મારું અક્ષય આ પરમાત્માનું સ્મરણ; પણ પાછું કેવી રીતે કરવાનું? એકલા જાતે જાતે નહીં, સ્વચ્છંદ પૂર્વક નહીં, કે લાવ, મેં જાણી લીધું, વાંચી લીધું, એટલે હું આજે બેસી જઈને કરવા માંડું. ના પાડે છે. તત્વદર્શી મહાપુરુષના સંરક્ષણમાં ધ્યાન કર: એના સંરક્ષણમાં; એ તમારી રક્ષા કરશે. એટલા માટે એમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ, હું આ કરવા બેસું છું, બસ એક માનસિક મોકલી આપવાનું; હવે એ પોતે પાછા એકરૂપ થઈને, તદરૂપ થઈને બેઠેલા છે, એટલે અમને સંદેશો તો પહોંચી જ જવાનો છે. તત્વદર્શી મહાપુરુષ ક્યાં નથી હોતો? મને કો, ગમે ત્યાં છે જ; પરમાત્મા છે જ. જ્ઞાની મળશે, તત્વદર્શી ભી મળશે; તમારી જેવી જરૂરિયાત ઊભી થશે એટલે પછી એ આવી જશે તમને. જો ભૌતિક સંપર્કની જરૂર હશે તો એને બોડીમાં આવવું પડશે, કોઈક દેહધારી બનીને આવશે તમારી સામે; અને એવી જરૂર ના હોય તો ના પણ આવે, સ્વપ્નમાં પણ તમને આશીર્વાદ આપી દે કે, ચાલુ કરી દેજે તું તારે; નહીં તો અંદર તમને એકદમ સ્ફૂરણ આવશે કે હું બેસું, આમ કરું.

તત્વદર્શી મહાપુરુષોના સંરક્ષણમાં કોઈ ના હોય એવું ક્યારેય હોતું જ નથી.

પરમાત્મા છે, શાશ્વત છે, અક્ષય છે, પૂરું થઈ ગયું

પહેલામાં પહેલું તો આ તમે નક્કી કરી નાખો. શંકા કેમ પડે છે હજુ પણ? જ્યારે આપણે કહ્યું કે પરમાત્મા છે, પછી કહ્યું કે શાશ્વત છે, પછી કહ્યું કે અક્ષય છે; પૂરું થઈ ગયું ને! ઓહોહો, આટલાની અંદર તો બધું જ્ઞાન આવી ગયું, કેટલું બધું! જો આટલું આવડી ગયું તો વધારે કેમ બહુ બધું શીખવા બેસવાની જરૂરત પડે છે પછી, આટલું પકડાઈ ગયું તો. બાકી રહ્યું તોય પાછું કહ્યું આવી રીતે જાપ કરવાનું. જો, હજી તો ગીતાની આપણે વાતો કરી રહ્યા, શરૂઆત થઈ છે. પછી મુખ્ય જે કન્સેપ્ટ છે ને તે બધા ક્લિયર હોવા જોઈએ; એમ કે ધર્મ એટલે શું? તો કે છે કે ધાર્મિક ઉથલ પાથલને છોડીને એકમાત્ર મારા શરણમાં આવ; અર્થાત માત્ર ભગવાન પ્રતિ પૂર્ણ સમર્પણ જ ધર્મનું ફળ છે.

◆ પરમાત્મા છે, શાશ્વત છે, અક્ષય છે — પૂરું થઈ ગયું!

ધર્મનું ફળ · પૂર્ણ સમર્પણ

તમે આ જે કંઈ કર્યું એનું ફળ શું છે? પૂર્ણ સમર્પિત તમે રહી શકશો પછી પરમાત્માને, એ ઈટ સેલ્ફ જ એનું ફળ છે; હમ હમ કરતાં કરતાં કરતાં તમે આમ, કેટલો કાળ વીતી ગયો તમને ખ્યાલ જ નથી, એટલો ટાઈમ તમે બસ એની અંદર પરમાત્માના તદરૂપ થઈને રહેલા છો: આહાહાહા, એ ફળ આવી ગયું તમારું! કે એ પ્રત્યક્ષ જ હોય, તાત્કાલિક જ હોય; એમ કરશો એટલે એમ થશે જ. અને પાછું કહે છે, પૂર્ણ સમર્પણ તે પ્રભુને પામવાની નિયત વિધિ, ધર્મનું આચરણ છે, ધર્માચરણ; કે છે, પ્રભુને પામવાની આ એક વિધિ છે, પહેલા કહી દીધું ને, અવિધિસરનું પૂજન કર્યા કરે છે લોકો મારું હવે વિધિસર પૂજન કયું ? એ તમને સમજાવી દીધું અહીંયા આગળ, એ ધર્માચરણ

એ ધર્માચરણ જે તે કરે છે તે અત્યંત પાપી પણ શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે

જે તે કરે છે તે અત્યંત પાપી પણ શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે. અત્યંત પાપી. પાપ શિરોમણી જેને કહેવાય હોય તે પણ કેવો થઈ જશે? ધર્માત્મા થઈ જશે, નવમા અધ્યાયના 30મા શ્લોકની અંદર ભગવાને આ પ્રોમિસ આપી દીધું. કણ કણમાં વ્યાપ્ત બ્રહ્મ જ સત્ય છે બોલો, બ્રહ્મ ક્યાં શોધવાનો? કણ કણમાં. કણને ફોડો, થયો, શું રહેશે? કણ તો ફૂટી જશે, પણ બ્રહ્મ નીકળશે અંદરથી. અને જાણ્યા સિવાય મુક્તિનો કોઈ વિકલ્પ નથી; કોને? બ્રહ્મને જાણ્યા સિવાય મુક્તિનો કોઈ વિકલ્પ નથી. અને બ્રહ્મ કેવું છે? તો કે સત્ય છે; પાછું કેવું છે? કે અક્ષય છે; કેવું છે? તો કે શાશ્વત, આવું જાણવાનું છે આપણે. એવું નારાયણ સૂક્તની અંદર કહેલું છે, અહોરમજદા એટલે કે ઈશ્વરની ઉપાસના દ્વારા હૃદય સ્થિત વિકારોનો નાશ કરો; દુઃખનું કારણ આ વિકારો જ છે, એવું મહાત્મા જરથુસે એ પણ કહેલું છે, પારસી ધર્મના સંસ્થાપક જેને કહેવાય છે તે.

ભગવાન મહાવીરે પણ શું કહ્યું? આત્મા જ સત્ય છે, કઠોર તપસ્યા દ્વારા આ જ જન્મમાં એને જાણી શકાય છે: મહાવીર ભગવાને શું કહ્યું? આ જન્મમાં જાણી શકાય છે, કરન્ટ લાઈફ.

◆ કણ કણમાં વ્યાપ્ત બ્રહ્મ જ સત્ય છે.

ત્રણ ગુણોનો પ્રભાવ

પૂર્વ વચન, વ્યક્તિની બુદ્ધિ પર સત્વ, તમસ અને રજસ ત્રણ ગુણોનો જેટલા પ્રમાણમાં પ્રભાવ હોય, તેટલા પ્રમાણમાં તે તે સ્તરથી તે વાતને પકડે. આ જે કંઈ બધું કહેવાય છે, બધું જે કંઈ લોકો ગ્રહણ કરે છે, તે પણ કેવું? તો કે આ ત્રણ ગુણોના પ્રભાવમાં હોય છે વ્યક્તિઓ, સત્વ, રજસ અને પાછો તમસ; આમ હોય, આમાં કયો ફ્રન્ટમાં આવશે, ક્યારે આમ બેકગ્રાઉન્ડમાં જશે, આ બધું આમ ચાલ્યા કરતું, આ બધી મૂવમેન્ટ છે. પાંચ ઇન્દ્રિયોના ગ્રહણ જે કંઈ કરે છે એનાથી જ આ બધું થાય છે, પણ એ જે કંઈ કરે છે તે બધાના અંદર આ ત્રણ ગુણોનો પ્રભાવ રહેલો છે; એટલે તે જેટલા પ્રમાણમાં એનો પ્રભાવ હોય તેટલા પ્રમાણમાં તે તે સ્તરથી તે વાતને પકડે છે, અને એનાથી એની માનસિક ભૂમિકાથી, આગળનું એને સમજાતું નથી. એનું ફોકસ કેટલું? તો કે આ 100 ફૂટનું દેખાડે એવું દૂરબીન છે ભાઈ પેલું; તો કે ના, આ તમને એક માઈલ દૂર સુધીનું દેખાડે, જરા એની કિંમત વધારે; કિંમત વધારે છે ને!

અને પેલું તો કે આ પાંચ માઈલ સુધી તમને દેખાડે; એની કિંમત તમે ચૂકવો છો. દીર્ઘ દ્રષ્ટિ જ્યારે તમારે પ્રાપ્ત કરવાની જીવનમાં, કણ કણમાં પરમાત્મા વ્યાપ્ત છે એને જોવાનો હોય, તો એના માટે શું કિંમત ચૂકાવવી જોઈએ બતાડો? આ સત્વ, રજસ અને તમસના હેઠળ જે કંઈ તમે ગ્રહણ કરેલું છે એ બધું છોડી દેવું પડશે, બસ આ એક જ કિંમત ચૂકવવાની તમારે.

ત્રણ ગુણોથી પર થઈ જાવ, બસ આ એક કિંમત ચૂકવી દો

ત્રણ ગુણોથી પર થઈ જાવ, પાર ઉતરી જાવ — બસ આ એક કિંમત ચૂકવી દો, અને બસ પરમાત્મા કણ કણમાં, બસ આમ સામ સામે છે — વેલ્યુ છે!

◆ ત્રણ ગુણોથી પર થઈ જાવ, પાર ઉતરી જાવ — બસ આ એક કિંમત ચૂકવી દો.

એટલા માટે કહ્યું, હવે આવી રીતના ત્રણેય ગુણોને તમે છોડી દેશો એટલે સંસાર છે જ નહીં, ઊભો રહેતો જ નથી, જો બીજી રીતે જોશો તો, કારણ કે હવે તમે સત્વથી પણ પર થઈ ગયા છો, શિવ,શાંતિ; સત્વ બધું ગયું કે હવે કશું જ છે જ નહીં: હવે તો કે દ્રશ્ય જ નથી દેખાતું. ને છેલ્લે તો બેસીને 108 ઓમકારા કરજો, પછી તમારી હાલત જોજો, તે વખતે તમને સંસાર દેખાય છે? કશું નથી દેખાતું, બધો ગાયબ થઈ ગયો હોય, થઈ જ જાય, આ આટલા બધા સંતોનો અનુભવ, તમે બેસીને કરો તો ખરા! અરે કંઈ નહીં તો છેવટે, પેલા જેમ નરસિંહ મહેતાના ચાળા પાડતા હતા ને નાગર બ્રાહ્મણો બધા, બધા એ રીતે તમે ચાળા તો પાડો; ક્યારે તમે એમાં વહી જશો ખબર નહીં પડે. શરૂઆત તો કરો. તો આ વિધિસરનું પૂજન કેવી રીતે કરવું જોઈ એ તમને જણાવી દીધું બરાબર; બાકીના બધા પૂજન કેવા છે? અવિધિસરના છે, અને ઈશ્વર સુધીના છે, સીમિત, એમાં પાછા દેવી દેવતાઓ બધા લાઈનસર બધા ગોઠવાયેલા છે.

વાસ્તવમાં જ આ બધું જે કંઈ કરો છો તેમાં તમે પરમાત્માની જ પૂજા કરો છો, કારણ કે એના અધિષ્ઠાનમાં, એમના આધિપત્યમાં જ આ બધા રહેલા છે; પણ કારણ કે આને નથી જાણતા એટલે તમે આને સમજો છો, તો તમે સરપંચની વાહ વાહ એ બોલાયા કરો સરપંચની જય,સમજાય છે? પછી કે ના, તલાટી આવે તો કે તલાટીની જય પછી, બસ આમાં લોકો મસગુલ છે, આગળ વધતા જ નથી.

સત્યની ધારા જ્ઞાનની ગંગા છે

સાધારણ માનવી પણ સંશયમાં પડી જાય; કેમ? આ ત્રણ ગુણોના પ્રભાવની અંદર હોવાના કારણે એની જે માનસિક ભૂમિકા જે છે તે ધૂંધળી પડી ચૂકી છે; જેમ તમારા ગોગલસ ઉપર ખૂબ ધૂળ ઉડી ગઈ હોય, ઘણા ટાઈમથી સાફ ભી ના કર્યા હોય ને, તમે પહેરીને ફરફર કર્યા કરતા હોય, હવે તમને કેવું દેખાતું હોય? એટલે એનાથી આગળનું તો વધારાનું તો કંઈ તમે જોઈ પણ નથી શકતા, ખ્યાલ આવ્યો. તો એ કહે છે કે સાધારણ માનવી સંશયમાં પડી જાય; પણ તેમ છતાય સત્યની જે ધારા છે એ તો જ્ઞાનની ગંગા છે, એ તો સતત વહેતી જ રહે છે, શાશ્વત છે ને અક્ષય છે, વહ્યા જ કરશે, વહ્યા જ કરશે: ચિંતા ના કરો.

◆ સત્યની ધારા જ્ઞાનની ગંગા છે — એ તો સતત વહેતી જ રહે છે.

કોઈ મહાપુરુષનો આશ્રય લેવો

આથી કોઈ મહાપુરુષનો આશ્રય લેવો જોઈએ. કેમ કે શ્રીકૃષ્ણ ભગવાને કોઈ ભિન્ન સત્ય તો દર્શાવ્યું જ નથી, જે બીજા બધાએ કહેલું છે તેમને એમણે પ્રતિપાદિત કરેલું છે; અલગથી એમણે કંઈક બીજું બતાવ્યું છે એવું નથી, કોઈએ નથી બતાવ્યું. ઋષિઓએ અનેક રીતે જેનું ગાન કર્યું છે તે જ હું કહી રહ્યો છું, શ્રીકૃષ્ણએ એમ પણ નથી કહ્યું કે આ જ્ઞાન માત્ર હું જ જાણું છું અને બીજા કોઈને ખબર નથી, એવું પણ એમણે કહ્યું નથી; અથવા માત્ર હું જ બતાવીશ એવું પણ એમણે નથી કહ્યું. જો, એમણે તો એમ કહ્યું કે કોઈ તત્વદર્શી પાસે જાવ, એ તત્વદર્શી તમને તત્વનું દર્શન કરાવશે, તમને જ્ઞાન આપશે, તમને પહેલા સમજણ આપશે, પહેલા ઉપદેશ કરશે; એનાથી શું થશે? એ બોધ આવશે, એ બોધ ઉત્પન્ન થશે; એ બોધને તમે જેવો ગ્રહણ કરશો એટલે પછી તમને તત્વનું દર્શન શરૂ થશે, અને એ તત્વ દર્શન તત્વ જ્ઞાનમાં પરિણામ પામે છે.

હવે જ્યારે તમે ઉપદેશ ગ્રહણ કરો છો ત્યારે પણ જ્ઞાનધારા વહેતી'તી, અને અત્યારે પણ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે.

તત્વદર્શી પાસે જવાની વિધિ · નિષ્કપટ ભાવથી

એટલા માટે કહ્યું કે એના પાસે જાઓ. તત્વદર્શી પાસે જવાની પણ એક વિધિ છે, એક આચાર છે. કેવી રીતે? નિષ્કપટ ભાવથી; એની પાસે કોઈ કપટ ન લઈને જશો. જ્યારે પણ જાવ ત્યારે તત્વદર્શી પાસે, કોઈપણ પ્રકારનો પ્રપંચ, એટલે કે જેવા છો તેવા તેની સમક્ષ બસ તમે જાહેર થઈ જાવ; એના પાસે જઈને તમારા હિડન મોટિવ સાથે તમે ના જશો. ઘણા લોકો શું થાય છે? માપવા જતા હોય છે, એવી રીતે ના જશો, કેટલું જાણે છે! ચાલોને જરા તપાસ કરતા આઈએ, ગાડી તો છે જ, બેહી જઈશું પાછળ; એટ્લે પછી એનાથી માપે, પ્રયત્ન કર્યા કરે એમ સતત બધી જગ્યાએ. ગુરુ જાણી જાય કે આ વેતીયો આયો છે; એ તો તત્વદર્શી છે, તદરૂપ થઈને બેઠેલા છે, એટલે પેલાને આવતો જુઓ ને એટલે ખબર પડી જાય કે આ વેતીયો આયો. કે, તો શું કહ્યું છે? નિષ્કપટ ભાવથી જાવ એના પાસે, કે મારે સત્ય જાણવાની જિજ્ઞાસા છે!

નચીકેત જેવા થઈને જાઓ, ધ્રુવ જેવા થઈને જાઓ,પ્રહલાદ જેવા થઈને જાઓ: પછી પ્રાપ્ત કરો. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ જ્યારે ગુરુ સાંદીપણને ત્યાં આગળ ગયા હતા, ત્યારે કેવા ભાવથી ગયા હતા, કેવી રીતે ગયા હતા, તમે વિચાર કરો! ભગવાન રામ જ્યારે વશિષ્ઠ ગુરુ પાસે બેઠા હતા ત્યારે કેવી રીતે બેઠા હતા એનો વિચાર કરો, તો ખ્યાલ આવશે કે, બોલો, કેટલી પરમ વિનય! કેટલી બાબતો એના સાથે હોવા છતાં પણ બિલકુલ એમ જ બેઠેલા છે, અને કેવળ જ્ઞાન જ ગ્રહણ કરવું છે; એમનો એટીટ્યુડ કેવો છે? કેવળ જ્ઞાન. બીજું કાંઈ નહીં.

ગુરુ પાસે જઈને હિડન મોટિવ સાથે વાત કરાય?

એમને પછી એવું નથી કે ગુરુ પાસે જઈએ છે, જ્ઞાન તો મળશે, પણ કે લાવને આ છોડી મારી જટ પૈણી જાય એનાય આશીર્વાદ આપોને; પછી કે આ છોકરો પરીક્ષામાં પાસ થઈ જાય એનાય આશીર્વાદ આપજો; અને આ તમારા ભઈ છે ને તેની એમની તબિયત સારી નથી રહેતી, તો જરાક એમને કંઈક રાહત થાય એવું, તો છેવટે કંઈક આશીર્વાદ આપજો; ધંધામાં બહુ ખોટ ગઈ છે તો ટકી રહીએ ને પાછા કંઈક ચાર પૈસા કમાઈએ, કે એવું કંઈક કરી આલજો. કે ગુરુ પાસે જઈને આવી રીતે વાત કરાય? તત્વદર્શી ગુરુ પાસે કરાય આવી વાત? બોલો, કેવું લાગે! આ બધા હિડન મોટિવ, આ બધા હિડન મોટિવ, એના સાથે ના જશો. એટલે આવું બધું હોય તો પણ ત્યાં જવાની જરૂરત જ નથી; એને માટે તો આ બધા દેવી- દેવતાઓ, આ બધી વ્યવસ્થા રાખેલી છે ને બધી; એ કાફી છે.

રૂઢીઓ પરંપરાઓ વારસામાં મળે

તો કેટલીક રૂઢીઓ, પરંપરાઓ અને પૂજા વિધિઓ પણ આપણને વારસામાં મળે છે. બાળક પૂજા નિહાળે, મુસ્લિમ બાળક હોય નમાજ પડતા શીખી જ જાય, પારસી બાળક હોય અગયારીમાં જાય ને પ્રાર્થના કરતા શીખી જાય, અહુ મતદા; એવી રીતે હિન્દુ બાળક હશે તો આ બધી પૂજા પ્રાર્થનાની વિધિઓ જે એના ઘરમાં ચાલતી હોય, આસપડોસમાં થતી હોય, એ બધું એ નિહાળ્યા કરતો હોય બેઠો બેઠો. પહેલા તો એ બિલકુલ કેવો નિષ્કપટ અને બેદાગ છે, જ્યાં સુધી એ બાળક છે; હવે એની ઉપર રંગ ચડે છે સત્વ, રજસ ને તમસનો, ધીરે ધીરે ધીરે ધીરે કરીને, જો આવી રીતના થાય. હવે જો એના પરિવારમાં ભૂત પૂજા મળી, તો એ ભૂત ભૂત રટ્યા કરશે; કોઈ શિવ શિવ કરશે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરશે: તો કોઈ કંઈક પકડીને; પણ એવી રીતે જીવે, તો જીવવાનું અવલંબન લઈને પછી એમ જીવ્યે જાય એવી રીતે થાય, એ એને છોડી પણ શકતો નથી. એટલે કોઈ એને બળજબરી પૂર્વક જો છોડાવે તો એને અત્યંત દુઃખ થાય, અત્યંત દુઃખ થાય; કદાચે સામો થાય, મારી બેસે, ઝગડા કરી બેસે, ગમે તેમ બોલી બેસશે, છેવટે લડી પડશે, ખૂન કરી નાખવા સુધીની વાત આવી જાય, માનવ વધ કરવા સુધી પહોંચી જાય માણસ!

એને આજે કંઈક બાબતો એને પકડેલી હોય; એ કદાચ પોતાની પૈતૃક સંપત્તિ, એટલે કે ધન દોલત એનો વારસો ભલે એ છોડી દઈ શકે, બાપાએ આપ્યું છે, દાદાએ આપ્યું છે, કે મારે એ નથી જોઈતું. પણ એને જે ગ્રહણ કરેલું હોય ને આ બધી વસ્તુઓ, એમાંથી જો તમે એને જો વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, તો આ રૂઢીઓ અને ધર્મની પકડ, તમે એમાંથી એને છોડાવી નહીં શકો. એટલા બધા લોકો કેવા થઈ ગયા હોય છે? જડ થઈ ગયા હોય છે; એટલા બધા જડ થઈ ગયા કરતાં કરતાં કરતાં કરતાં, અત્યારે તો એકદમ બસ આમ એવા થઈને રહ્યા છે, કે ના પૂછવાની વાત.

પ્રહાર કરવો સખત જરૂરી · ક્રેક પડશે તો જ મગફળી તૂટશે

એટલા માટે પ્રહાર કરવું સખત જરૂરી હોવાથી; કારણ કે ક્રેક પડશે તો જ મગફળી તૂટશે ને, ને પછી અંદરથી સિંગનો દાણો બહાર પડે; એટલા માટે કહે છે આ પ્રહાર કરવાનો થાય, શેનાથી? આ જ્ઞાનથી. તો કે પૂર્વગ્રહથી મુક્ત થઈને સત્યની ખોજ કરનાર માટે આ આર્ષ ગ્રંથ છે,આપ્ત ગ્રંથ છે, એનો પોતાનો જ છે; એને જરૂરી છે, આવશ્યક છે, એ બધું તું જ એની અંદર આપેલું છે. એ કેવો છે? તો કે તેજ સ્તંભ છે, સ્તંભ ઊભો કરેલો હોય, દીવા દાંડી જેમ હોય છે ને: તેજ સ્તંભ છે, દૂરથી તમને પ્રકાશ આપ્યા જ કરશે; અને એને જોઈને તમે બધું નક્કી કરી શકશો, ડાયરેક્શન કઈ બાજુ જવું, કેવી રીતે ચાલવું, શું કરવું શું નહીં. કેટલે દૂર જહાજ હોય તો પણ એના દીવા દાંડીનું અજવાળું હોય એ દિશામાં એ ચાલ્યું જાય પહેલાના વખતમાં તો.

વેદ એટલે જ્ઞાન

વેદ એટલે જ જ્ઞાન; જ્ઞાનને જ્યારે વિદ બોલવામાં આવે છે ત્યારે એને વેદ કહ્યો, પછી તો એ ગ્રંથસ્થ થઈ ગયો. એટલે કહ્યું કે વેદ એટલે જ્ઞાન અને પરમાત્માની જાણકારી. એ પરમાત્માની જાણકારી જે છે ને, તે પરમાત્મા ના તો સંસ્કૃતમાં છે, ના તો સંહિતાઓમાં છે. તો શું કહી દીધું? સંસ્કૃતમાં નથી એટલે ભાષામાં નથી, બોલવામાં નથી, તમે સંસ્કૃત બોલો, ઇટાલિયન બોલો, કે નોર્વેજીયન બોલો, ભાષામાં પરમાત્મા નથી એમ કહે છે; ના તો એ સંહિતાઓમાં છે, એટલે પુસ્તકો બધું જ આવી ગયું ઇન્ક્લુડિંગ વેદ. છેલ્લે વેદ શું કહે છે? ધિસ ઇઝ નોટ ધેટ, ગો ટુ ધેટ. એટલે હકીકતમાં પરમાત્મા ક્યાં છે, એનો પુસ્તક તો સંકેત માત્ર કરે છે; અને શું કહે છે? એ તે ત્યાં છે, તે તું છે. બસ આટલો સંકેત કરે છે. કોણ? તત્વદર્શી; એ તત્વને જુવે છે માટે એ કરી શકે છે, પરમાત્મ તત્વ જે અવ્યક્ત છે માટે એ કરી શકે છે; પણ એ અવ્યક્ત છે તેને એમણે વ્યક્ત કરીને એ જોઈ રહ્યા છે, એટલે બતાવે છે કે આ એ છે.

સામાન્ય રીતે માણસ જોશે તો એને તો કંઈ દેખાવાનું જ નથી; આંખોથી જોવા માંગશે તો એને દેખાવાનું જ નથી, ત્રણ ગુણોના કાચ ચડાયેલા હશે; એવા ભાવથી જો કોઈ વ્યક્તિ કશું પરમાત્માને જોવા જશે તો પણ એને મળવાનો નથી. લાય, આજે હું ચોથ કરું ને, આઠમ છે ને, ફલાણું કરવાનું છે ને, આજે તો આ અનુષ્ઠાન કરવાનું છે; આવી બધી મનોવૃત્તિઓ વાળા ક્યારે પરમાત્માને પામે, લાગે છે તમને?

આ જ્ઞાન જ વેદ છે

આ જ્ઞાનની સામે જોતા. શ્રીકૃષ્ણ આ જ કહે છે કે આ જ્ઞાન જ વેદ છે. શું છે? જ્ઞાન છે તે વેદ છે; વેદ છે તો વેદમાં, તો વેદમાં જ્ઞાન અંદર મૂકવામાં આવેલું છે, એના વિશેનું પણ, આ જે જ્ઞાન છે એ જ વેદ છે એમ તો પરમાત્માએ કહી દીધું. એટલે વેદ એટલે પોથી નહીં, પુસ્તક નહીં, સંહિતા નહીં: પુસ્તકમાં પરમાત્મા નથી એમ કહ્યું છે.

◆ આ જ્ઞાન જ વેદ છે.

સંસાર અવિનાશી પીપળાનું વૃક્ષ છે

શ્રીકૃષ્ણ શું કહે છે? સંસાર અવિનાશી પીપળાનું વૃક્ષ છે; જેમ પીપળાનું વૃક્ષ હોય છે ને, ઉપમા આપેલી છે, અક્ષય પીપળો છે કે છે, ઉપર પરમાત્મા એનું મૂળ છે, ઉર્ધ્વ મૂલમ; અને નીચે પ્રકૃતિ પર્યંત શાખાઓ બધી વિકાસ પામી છે, સત્વ, રજસ અને તમસ એ ત્રણ થડીયા છે એના મુખ્ય; મોટું એક થડ હોય, એની ઉપર આ પાછી ત્રણ ડાળીઓ છે. જે વ્યક્તિ પ્રકૃતિનો અંત લાવી અને પરમાત્માને જાણે છે. પ્રકૃતિનો અંત કેવી રીતે આવે? જે ક્ષણે પરમાત્માને જાણે તે ક્ષણે પ્રકૃતિનો અંત આવી જાય છે, જે ક્ષણે ; આનું પરમાત્મા દર્શન અને પ્રકૃતિનો અંત બંને એક સાથે જ હોય છે, પણ તૈયારી બહુ પહેલેથી થતી હોય, ક્ષણે ક્ષણે રોજ બેસીને કરતો હોય ૐ, એકદમ પછી સાયલન્સ ત્યાં પછી પ્રકૃતિનો એનો અંત આવી ગયો. એ જે હમ હમ ચાલતું હોય ઓમકારો, એ ઓમકારાની અંદર બાકીના બધા પરમાણુઓ બધા ખખડી ખખડીને બહાર નીકળી જાય; કારણ કે એ બધા પેલા કેવા છે?

ગળફાની જેમ ચોંટેલા છે, જેમ કફ ચોંટેલો હોય ને એવી રીતના ચીકણા બનીને બિલકુલ; એ પહેલા તો એને હલાવે, પછી એને ગરમ કરે, અને પછી એને ઉડાડે; એવું છે અદભુત; પણ આ નિયત વિધિ પ્રમાણે વિધિસરનું પૂજન આવી રીતે કરવાનું, એમ કહેલું છે.

જે પ્રકૃતિનો અંત લાવીને પરમાત્માને જાણી લે છે તે જ વેદજ્ઞ છે

જે વ્યક્તિ પ્રકૃતિનો અંત લાવીને પરમાત્માને જાણી લે છે તે જ વેદજ્ઞ છે, એણે વેદ જાણી લીધું; પરમાત્માને જાણી લીધું એટલે વેદ જાણી લીધું એમ. પ્રકૃતિના પ્રસાર અને અંતની સાથે જ પરમાત્માની અનુભૂતિ થાય છે, બંને જોડે આમ બસ એક સાથે જ બને; આમ સૂર્ય ઉગે ને રાત પૂરી થઈ જાય, એનું નામ વેદ છે. આ અનુભૂતિ. શું કહ્યું? વેદ શું કીધું? એનું નામ વેદ છે; એમ કે પરમાત્માને પ્રાપ્તિ કરવી એનું નામ વેદ છે, જ્ઞાનને પ્રાપ્ત કરવું એનું નામ વેદ છે; અને જેણે પ્રાપ્ત કર્યું છે તેને વેદજ્ઞ કહેવામાં આવે છે, તેને વેદજ્ઞ કહેવામાં આવે છે અદભુત!

અનુભૂતિ પ્રભુ કૃપાનું ફળ

આ અનુભૂતિ પ્રભુ કૃપાનું ફળ છે. પ્રભુ, પરમાત્મા, પરબ્રહ્મ જે અનંત છે, શાશ્વત છે, અને એટલે આ અનુભૂતિ જે કંઈ થાય, એનો અનુભવ આવે. એ કોનું ફળ છે? તો કે પરમાત્માનું, કૃપાનું ફળ છે. તો પુરુષાર્થ કોઈ કેટલો ભી કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે; પણ પુરુષાર્થ પણ ક્યારે કરશે, ક્યારે થશે? છે કે કૃપા હશે ત્યારે થસે, મતલબ એ કહેવા માંગે છે કે જો તમે આ નિયત વિધિસરનું પૂજન કરી શકો છો પરબ્રહ્મ પરમાત્માનું, તો તમારી ઉપર પરમાત્માની કૃપા થવાની શરૂ તો ક્યારની થઈ ચૂકેલી છે, માટે તમે આ કરી શકો છો. નહીં તો, અત્યારે ધુરંધર પાર્ટ ટુમાં બેઠા હોય; એવો રસ પડે કે ના પૂછવાની વાત! ત્રણ કલાક ત્યાંય બેસવાનું છે, ને ત્રણ કલાક આમાંય બેસવાનું છે, બોલો! ચોઈસ ઇઝ યોરસ, ચોઈસ ઇઝ યોરસ; હવે તમારે જે કરવું હોય તે કરો. પરમાત્માએ તો તમારી પર છોડી દીધું છે કે હું તો છું જ, પણ તું છું?

અવેલેબલ છું.

વેદ અપૌરુષેય · મહાપુરુષ અપૌરુષેય

વેદને એટલા માટે જ અપૌરુષેય કહેલો છે. મહાપુરુષ અપૌરુષેય હોય, પુરુષત્વથી પણ ઉપર પહોંચી ગયા હોય: પુરુષોત્તમ. અપૌરુષેય એટલે કેવા ખબર છે? એના માધ્યમથી, એની મારફતે પરમાત્મા સ્વયં બોલે છે, એટલા માટે એને અપૌરુષેય કહેવામાં આવે છે. દેશના, તીર્થંકરની વાણી જે નીકળે છે તે કેવી છે? આ પેરેલલ છે આનો, અને એ કેવી હોય? અપૌરુષેય; એટલે હું કહું છું એ ના હોય, તમે શ્રવણ કરો છો એ પણ ના હોય, બસ એ આમ નીકળે જ જાય; એટલે હું અને તમે ના હોય, પણ એ બસ વહે જ જતી હોય, જ્ઞાન ગંગા આમ ધારા વહે જ જાય, વહે જ જાય,વહે જ જાય. તો મહાપુરુષને નિમિત્ત બનાવે છે, અને પછી એ વાણી નીકળે જ જતી હોય, વહે જ જતી હોય. એ જ્ઞાન પરમાત્મા સ્વયં બોલે છે; કોના માધ્યમથી? મહાપુરુષના. જે વ્યક્તિ ક્રિયાત્મક માર્ગે ચાલીને આ અપૌરુષેય, એટલે કે નોન પર્સનની, જો બધાને તમે એમ કહો તો કહે છે કે બીઇંગ; બીઇંગ હોય, બન્યા જ કરતો હોય કંઈકને કંઈક, કંઈકને કંઈક; હવે એને બનવાનું બંધ કરી દીધું બહુ પહેલા, અને પછી છેવટે શું થઈ ગયો?

પરમાત્મા થઈ ગયો. તો પરમાત્મા કેવા છે? અપૌરુષેય છે; વેદ પણ કેવા છે? અપૌરુષેય છે; અને તત્વદર્શી મહાત્મા જેનો ઉપદેશ આપી રહ્યા છે તે પણ કેવા છે? અપૌરુષેય છે, પરમાત્મા સ્વયં એના મારફતે બોલી રહ્યા છે.

આ જ્ઞાન સાથે, આ ભાન સાથે, આ ભાવ સાથે એને ગ્રહણ કરો

હવે તમે ગ્રહણ કરો, આ જાણીને ગ્રહણ કરો; તમે એના પાસેથી આ જ્ઞાન સાથે એને ગ્રહણ કરો, આ ભાન સાથે એને ગ્રહણ કરો, આ ભાવ સાથે એને ગ્રહણ કરો: એમ કહેવા માંગે છે. એટલે આ અપૌરુષેય, એટલે કે નોન પર્સનની, સ્થિતિને પામે છે જેમનો અહમ પરમાત્મામાં વિલીન થઈ ચૂક્યો છે; લીન હોય, વિલીન થઈ ગયો બહુ પહેલા, લીન થઈ ગયેલો છે, લોંગ લોંગ બેક, લોંગ લોંગ એગો. અત્યારે નથી ભઈ. તે જ આ સત્યને જાણી શકે છે, આ સત્યને જાણવાની ક્વોલિફિકેશન આપી દીધી તમને. પરમાત્મા સત્ય છે, બ્રહ્મ સત્ય છે; પણ આને જાણવાની આ ક્વોલિફિકેશન વિધિ આપી, હવે ક્વોલિફિકેશન વિશે તમને કહી દીધું છે. વાસ્તવમાં વેદ અપૌરુષેય છે, પરંતુ બોલનારા તો સો કે ડોડસો મહાપુરુષો હતા; બધા એમની વાણીનું સંકલન એ વ્યવહાર જગતમાં વેદ કહેવાય છે. પરમ તત્વને પ્રાપ્ત કરનારા, પરમ તત્વને પ્રાપ્ત કરનારા, પ્રત્યેક મહાપુરુષ તમને અલગ અલગ લાગશે, બીઇંગમાં છે ત્યાં સુધી, એ બીઇંગ વાળો તમારો ભાવ છે ને ત્યાં સુધી સામે જોવાનો.

સ્વયં એક ધર્મ ગ્રંથ છે

સ્વયં એક ધર્મ ગ્રંથ છે. શું કહ્યું? એ સ્વયં પોતે જ ધર્મ ગ્રંથ છે, ધર્મનો ગ્રંથ બને છે, ગ્રંથસ્થ થયેલો છે ધર્મ ત્યાં આગળ એમની અંદર જ. કયો ધર્મ? સત્ય છે તે જ ધર્મ છે; સત્યને ધારણ કરેલું છે એમણે: એ ધર્મ ગ્રંથરૂપ બનીને બેઠેલા છે. એમની વાણીનું સંકલન વિશ્વમાં ક્યાંય પણ થાય તો એને શાસ્ત્ર કહેવામાં આવે છે, શબ્દ. યુદ્ધ, યુદ્ધ એટલે શું છે? તો કે દૈવી અને આસુરી વૃત્તિઓનો સંઘર્ષ જે થાય છે તેને યુદ્ધ કહેવામાં આવે છે. નહીં કે આ બોમ્બ ધડાકા કરે છે, સામ સામે બધા ઊભા રહીને ગોળીબાર કરે છે તેને યુદ્ધ કહેવામાં આવતું નથી, તલવાર છોડે, બાણ એ છોડે છે, એ બધા ભાલા મારે છે એકબીજાને, એને યુદ્ધ કહેવાય? હવે આને સમજવાનું છે આપણે. આ માનસિકતા છે બધા એવું જ કે આમ કોઈને પણ તમે આમ શબ્દ મૂકો કે યુદ્ધ, એટલે શું આવશે? પહેલામાં પહેલું એને આ ઝલ્કતું હશે, ત્યાંથી પાછા આવો, આ તો હિંસા છે.

યુદ્ધ કયું છે? એકમાત્ર યુદ્ધ છે દૈવી અને આસુરી વૃત્તિઓનો સંઘર્ષ છે, સામ સામે આ બે પટકાય છે, ત્યાં બળાબળનો હવે એ થાય છે. આ બંને વૃત્તિઓ ક્યાંની છે? અંતઃકરણની છે; દૈવી વૃત્તિ હોય તો પણ અંતઃકરણમાં છે, અને આસુરી હશે તો પણ અંતઃકરણમાં છે. હવે યુદ્ધ સ્થાન, તો યુદ્ધ સ્થાન કયું છે? તો કે આ માનવ શરીર અને મન સહિત બધી ઇન્દ્રિયોનો સમૂહ, આ જે કંઈ છે તે બધું સમરાગણ છે, આ યુદ્ધભૂમિ. બેટલ ઓફ બગદાદ કે બેટલ ઓફ કરબલા, કે પછી પેલું કયું કહ્યું, હસ્તિનાપુર ત્યાં જે કર્યું'તું તે કુરુક્ષેત્ર, રાઈટ; એ ભૂમિની વાત નથી, આ ભૂમિકા છે, યુદ્ધની ભૂમિ છે, એ યુદ્ધ સ્થાન છે.

◆ યુદ્ધ એટલે દૈવી અને આસુરી વૃત્તિઓનો સંઘર્ષ.

જ્ઞાન યોગ · આરાધના એ જ કર્મ છે

હવે જ્ઞાન યોગ શું છે? તો કે આરાધના એ જ કર્મ છે. આ-રા-ધ-ના એ જ કર્મ છે, જે સતત એની અંદર અંદર લીન થયો છે, ધારાવહી એને કહ્યું. જ્ઞાન શું છે? તો કે પરમાત્માની પ્રત્યક્ષ જાણકારીને જ્ઞાન કહેવામાં આવે છે. શબ્દો દ્વારા, આના દ્વારા, તેના દ્વારા આપણે પ્રાપ્ત કર્યું. એ બધું પરોક્ષ જ્ઞાન થયું; પ્રત્યક્ષ જ્ઞાન એટલે બસ આમ-જ્ઞાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે જ્ઞાન, સામે જ છે બસ. બે એકબીજાના પર્યાય નથી, બે નથી, એક જ છે- જ્ઞાન છે એ જ પરમાત્મા, પરમાત્મા છે એ જ જ્ઞાન. બીજું કોઈ જ્ઞાન બોલો નથી એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે; તો તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો મતલબ તમે પરમાત્માને સ્વયં પ્રાપ્ત કરી લો છો.

◆ જ્ઞાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે જ્ઞાન — સામે જ છે બસ.

નિષ્કામ કર્મયોગ

નિષ્કામ કર્મયોગ, વારે વારે બોલાતો શબ્દ આવશે આની અંદર, તો કે છે કે ઈષ્ટદેવ પર શ્રદ્ધા રાખીને સમર્પણની ભાવના સાથે કર્મમાં પ્રવૃત્ત થવું એને નિષ્કામ કર્મયોગ કહે છે. ઈષ્ટદેવને સવારના પોરમાં નમસ્કાર કરીએ છે ને આપણે, અને પછી શ્રદ્ધા રાખીએ છીએ કે ભાઈ, આજ તો ધંધો સારો જ થવાનો છે, દુકાને જઈને બેસું છું હવે તો કે; અને પછી ભગવાન, તમારી કૃપાથી મારો વેપાર ધંધો બરાબર ચાલી રહ્યો છે. એવા ભાવ સાથે જઈને બેસે છે, કર્મમાં પ્રવૃત્ત થાય છે, તો એ નિષ્કામ કર્મયોગ થઈ ગયું; પછી નફો થાય, ખોટ ભી જાય વખતે, પણ એને કંઈ હલાવી શકતો નથી. વાસ્તવમાં ઈષ્ટ શું છે? જે કંઈ અનિષ્ટ છે એ બધાને દૂર કરી દો, એ ઈષ્ટ છે; વડે જે બાકી રહી જાય તે ઈષ્ટ છે. તો આ બધું જ જતું રહે, કારણ કે અનિત્ય છે, બધું નશ્વર છે, ઈશ્વર પણ નશ્વર છે ત્યાં સુધી કહી દીધું આપણને; હવે બાકી શું રહ્યું?

તો કે બ્રહ્મ સત્ય છે, પરમાત્મા છે, વેદ છે અપૌરુષેય છે; આ શબ્દો આયા ને; તો બસ એ જે કાંઈ છે એ પરમાત્માની પ્રત્યક્ષ જાણકારી સાથે, સમર્પણની ભાવના સાથે. સમર્પણ શેનું કરવાનું છે? સત્વ, રજસ અને તમસનું, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, હવે તમારો અંતઃકરણ, જ્યાં સુધી તમે પરમાત્માને સમર્પિત નથી કર્યું. આ પાંચ ઇન્દ્રિયો છે એને બાહ્યકરણ કહેવાય છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો: તો એ તો તમારે કરવી પડે ને.

આસન એટલે દેહનું નહીં, મનને સ્થિર કરો

તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે, તો તમને કહેવામાં આવે છે કે તમે આસન ગ્રહણ કરો; પછી કહેવામાં આવે છે કે સ્થિર સુખાસનમ, પણ આસન એટલે કયું? તો કે દેહનું નહીં, મનને સ્થિર કરો. પછી આગળ કહે છે ચિત્તને સ્થિર કરો, ચિત્ત ક્યારે સ્થિર થશે? ઇન્દ્રિયો બધી બરાબર સંયમમાં હશે ત્યારે જ ચિત્ત સ્થિર થશે, ત્યાં સુધી થશે નહીં. એટલે કહ્યું કે આવી રીતે અંદર પરમાત્માને આ બધું જ જાણે કે હું સોપી દઉં છું, એટલે આ 14 આઈટમો આપી દેવાની છે, અને પછી બીજી ત્રણ એટલે 17 થઈ ગઈ. સમજાયું કંઈ? 18મા તમે પોતે; તે 17 આઈટમો આપી દેવાની છે આપણે એમ કાઢવાની, એને સમર્પણની ભાવના સાથે, ભાવના, જે ભાવ ઊભો થાય, તમે ભાવના આપો છો, કર્મમાં પ્રવૃત્ત થવું. કયા કર્મમાં પ્રવૃત્ત થવું? કર્મ કયું છે? બસ આ એક જ ઓમકારો કરો છો અંદર તે. પહેલા તો હમ.. હમ..

તમે ઘણું કરશો, પણ પછી છેવટે બસ આટલું જ ચાલતું હશે, જો સ્થિર થઈ ગયો હશે; બસ તો એ કર્મમાં પ્રવૃત્ત થવું તેને નિષ્કામ કર્મયોગ કહ્યો છે. કે પગાર આ મહિને નહીં આવે તો ચાલશે, કરીને ભી આપણે નોકરી કરે એ કરીએ, તો એને નિષ્કામ કર્મયોગ કહેવાય નહીં; વેપારની અંદર ભલે નફો થાય કે નુકસાન થાય કરીને આપણે તો વેપાર કરવાનો છે તો આપણે કરીએ છીએ ને, વેપાર કરવો એ વેપારીનું કામ છે કરીને જઈને વેપાર કર્યા કરતો હોય, તો એ કર્મયોગ કહેવાતો નથી? તો વ્યવહાર ભૂમિકામાં કહેવા તો હશે. વાસ્તવમાં જો, અહીંયા જ્ઞાનની વાત છે, વ્યવહારની વાત જ નથી, વ્યવહારથી ઉપર ઉઠો; પછી ધર્મને, આ ઉપર ઉઠીને ધારણ કરવાનું છે. ધાર; ત્યારે તો એને કર્મયોગ કહ્યો.

વર્ણ સંકરતા · ભ્રમ ઉત્પન્ન થવો

હવે વર્ણ સંકરતા એવો એક શબ્દ અંદર આવે છે વચ્ચે, તો કે એ શું છે? તો કે છે, પરમાત્માના પથમાંથી ચલિત થવું. આમાંથી, પરમાત્માનો પથ કયો છે? આ એક જ પથ છે; એમાંથી ચલિત થવું એટલે કે વ્યવહારમાં પડવું, પછી સાધનામાં ભ્રમ ઉત્પન્ન થવો. આ બ્રહ્મ શું છે? પેલો બ્રહ્મ છે, અને આ ભ્રમ છે. ઇલ્યુઝન; દ્રશ્ય છે એ શું છે? ઇલ્યુઝન; તો દ્રશ્ય દેખાય છે તે ભ્રમ છે એમ કહે છે. એટલે ભ્રમ ઉત્પન્ન થાય, પરમાત્માના પથમાંથી તમે ચલિત થાવ છો ત્યારે ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે. આને આવી રીતે પકડો એટલે પછી શું કહે છે એને? વર્ણસંકરતા કહેવામા આવે છે,પરમાત્મા સ્વયં તમે છો, એનાથી તમે આમ જુદા છો એવું તમે ઊભું કરો છો, એટલે તમારો વર્ણ તમે જુદો કરો છો; અને એમાં ફેરફાર જે થાય છે એના કારણે એને વર્ણસંકરતા કહેવામાં આવે છે. સાચી વાત આ છે. ઘણા લોકો એમ બોલ્યા કરતા હોય કોઈને કે તો, વર્ણ સંકલ્પ; એમને, એ એક જાતિનો હોય અને બીજી જાતિનો હોય બે જણા લગ્ન કરે અને એનાથી જેમ તૃતીયમ બાળક પેદા થયું હોય તો એને શું કહે છે બધા?

વર્ણશંકર કે છે. અંગ્રેજીમાં માટે બહુ વિચિત્ર શબ્દ છે, તમને બધાને ખબર છે. તો કે એ નહીં: તો તું એ છે એમ સમજ; વાસ્તવમાં તો જો તું આમાંથી પડ્યો, પરમાત્મામાંથી પડ્યો તો.

અવતાર કોણ છે

અવતાર કોણ છે? તો કહે છે કે કોઈ નથી. અવતાર કોણ છે? હવે સ્પષ્ટતા કરે કે વ્યક્તિના હૃદયમાં અવતરિત થાય છે, તેથી તેને અવતાર કહેવામા આવે છે,આમ નામ આપી દેતા, જ્ઞાના અવતાર, પ્રેમા અવતાર, એવી રીતના બધા. પણ કે વાસ્તવમાં અવતાર કોણ છે? જે અવતરિત થાય છે તે; તો પ્રગટીકરણ થાય છે. કોનું? અવ્યક્તનું, કયા પરમાત્માનું? કે જે શાશ્વત છે અને અનંત છે; એટલે વ્યક્તિના હૃદયમાં હોય છે. બહાર નહીં. બધા બહાર પ્રોજેક્ટ કર્યા કરે, આ અવતાર છે, પેલા અવતાર છે, આ અવતાર છે, એવું નહીં, એના હૃદયની અંદર છે. તો લોકો વાસ્તવમાં દર્શન એના કરે છે મંદિરના, અને પરમાત્મા જે અંદર બેઠો છે તેના ચૂકી જાય. કે અવતાર એને કહેવાય, નહીં કે આને કહેવાય; એ સમજણ આપણે કેળવવી જોઈએ. તો સ્પષ્ટતા કરી'તી બહુ જ સરસ, કોને? દાદા ભગવાને, કે આ જે તમને દેખાય છે તે અંબાલાલ છે; ટોપી પહેરે છે, કોટ પહેરે છે અને આ બૂટ પહેરે છે,ને બેઠા છે એ અંબાલાલ છે; એની અંદર જે પ્રગટ થયો છે તે જ્ઞાની પુરુષ અવતાર છે.

જ્ઞાના અવતાર, કે પરમાત્મા સ્વયં પ્રગટ થઈ ચૂક્યા છે. એમણે બહુ સ્પષ્ટ રીતે આખી આ વાત વારે વારે કહેલી હતી કે તમે જુઓ છો એ અંબાલાલ જ છે યાદ રાખો, પણ એની અંદર પ્રગટ થયા છે તે તે દાદા ભગવાન છે, તે દાદા ભગવાન ત્યાં અવતરે છે, ત્યાં અવતર્યા હતા, અને અમને કહ્યું'તું કે અમને મળશો. એટલે તમારી અંદર પણ આ જ વસ્તુ થવાની, અવતાર તો થશે જ, હવે તમારો. છૂટકો જ નથી; તમે બીજ તો વાવ્યું'તું, હવે તો ખેતી કરી હોય ને તમે, એવું બને ખરું પાક ના આવે? કંઈકે કંઈક તો થાય તો ખરું ને. કશું તો, પાક તો આવશે જ.

વિરાટ દર્શન

વિરાટ દર્શન એ શું છે? તો કે યોગીના હૃદયમાં, જે યોગ કરે તે યોગી; યોગ એક જ હોય, પરમાત્માનો, અહીંથી છૂટો પડે ને ત્યાં જોડાય એને યોગ કહ્યો, અવિચ્છિન્નપણે જોડાય પાછો, ક્યારેય છૂટો ના પડે એવી રીતે જોડાય; ત્યારે તો એ યોગીના હૃદયમાં ઈશ્વર દ્વારા પ્રાપ્ત અનુભૂતિ,વિરાટ દર્શન. ભગવાન સાધકમાં દ્રષ્ટિ બનીને ઊભો રહે છે; ત્યારે તેને વિરાટનું દર્શન થાય, નહીં તો સંસારનું દર્શન થાય. જ્યારે વિરાટનું દર્શન થાય ત્યારે સંસારનું દર્શન ગાયબ થઈ જાય, આ પણ એક નિયમ. પૂજનીય દેવ, ઈષ્ટ, એકમાત્ર પરાતપર બ્રહ્મ જ છે: પૂજનીય દેવ એ એક જ છે; અને ઈષ્ટ એકમાત્ર એ પૂજનીય છે કે જે આ હૃદયમાં બિરાજમાન છે, હૃદય શું? આપણે પહેલા સ્પષ્ટતા થઈ ચૂકી છે. એની પ્રાપ્તિનો સ્ત્રોત અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત પ્રાપ્તિવાળા મહાપુરુષો છે, એટલે કહ્યું કે ગો ટુ જ્ઞાની, તત્વદર્શી પુરુષ પાસે જા; કારણ કે એમની- પરમાત્માની પ્રાપ્તિનો સ્ત્રોત કોણ છે?

નિમિત રૂપે એ તમને દર્શન કરાવશે, દર્શી હોય એ દર્શન કરાવે, આંધળા કંઈથી દર્શન કરાવે ? એટલે કહ્યું કે આ બધું અંધે અંધા ચાલ્યા છે. કે પેલું કેવું કહે છે કે આંધડો બેઠો બેઠો વણે છે ને, પેલો વાછડું ચાવે જાય છે, પણ ખબર જ પડતી નથી, પેલો વણે જ જતો હોય, વાછડું ચાવે જતો હોય પાછળ; હવે શું કરવાનું એમ કે? તો એનું કંઈ ફળ પછી મળતું નથી એમ થાય છે. તો પ્રત્યક્ષ દર્શનનું નામ જ્ઞાન છે.

પરમાત્માના પૂજનનું સ્થળ એ હૃદય જ છે

પરમાત્માના પૂજનનું સ્થળ એ હૃદય જ છે, પ્લેસ ઓફ વરશીપ કઈ છે? હૃદય; જેમાં ધ્યાન, શ્વાસ અને પ્રશ્વાસનું ચિંતન વગેરે અંગેની ક્રિયાઓ એકાંતમાં બેસીને; એકનો પણ અંત લાવીએ ત્યારે એકાંત થાય, તેમાં બેસીને, મંદિર કે મૂર્તિની સામે નહીં, એવી રીતે કરવામાં આવે છે.

◆ પરમાત્માના પૂજનનું સ્થળ એ હૃદય જ છે.

ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર

ગીતાનું ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર ભારતનો કોઈ ભૂખંડ નથી, બધા હરિયાણા પાસે શોધ્યા કરતા હોય કે અહીં કુરુક્ષેત્ર છે કે છે એક જગ્યા; પરંતુ આ શરીર જ એક ક્ષેત્ર છે, એમાં વાવેલું સારું- ખરાબ બીજ જ સંસ્કાર રૂપમાં હંમેશા ઉગે છે. એમાં વાવેલું બીજ હંમેશા ઉગે છે.દશ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, પાંચ વિકાર, અને ત્રણ ગુણોના વિકાર, આ ક્ષેત્રનો વિસ્તાર છે; જે જેટલું ફેલાય છે એટલું ક્ષેત્ર ફેલાતું જાય છે. પ્રકૃતિદત્ત આ ત્રણ ગુણોથી વિવશ થઈને મનુષ્યને કર્મ કરવું પડે છે, ઇઝ કંપેલ્ડ ટુ ડુ ધિસ; કોઈને કંઈ કરવું નથી. જો સ્વતંત્ર છે તો એ એક તો પરતંત્ર છે. મતલબ પરાધીન થઈ જાય છે. શેને પરાધીન થાય છે? ત્રણ ગુણોને આધીન થઈ જાય છે; અને પછી કમ્પલસરી એને કર્મ કરવું પડે છે, એ જે કંઈ કરે છે તે. એ પોતે તો કરવા જ ચાહતો નથી, સમજાયું; એટલે તે એક ક્ષણ પણ કાર્ય કર્યા વિના તો રહી શકતો જ નથી.

વિજાતીય કર્મ જ કર્ણ છે

વિજાતીય કર્મ જ કર્ણ છે, કર્ણ કોણ છે? વિજાતીય કર્મ કર્ણ છે, એ બંધનકારી છે. પુણ્ય જાગૃત થતા ધર્મરૂપી યુધિષ્ઠિર, અનુરાગ રૂપી અર્જુન, જો આ બધા પાત્રો છે, પણ એ પાત્રોને પાછળનો ભાવ છે જેનાથી આખું વ્યક્તિત્વ ઊભું થયું છે, અને આ પાત્રોને વર્ણી કરવામાં આવી છે. ભાવરૂપી ભીમ, નિયમરૂપી નકુલ, અને સત્સંગ રૂપી- સાત્વિકતા રૂપી સાત્યકી, કાયામાં સામર્થ્ય રૂપી કાશીરાજ, કર્તવ્ય દ્વારા ભવ પર વિજય વગેરે, ઇષ્ટોનમુખી માનસિક પ્રવૃત્તિઓનો ઉત્કર્ષ થાય છે; આની સંખ્યા સાત અક્ષૌહિણી છે. અક્ષ એટલે દ્રષ્ટિ, અક્ષૌહિણી શબ્દ, અક્ષ એટલે દ્રષ્ટિ; સત્યમય દ્રષ્ટિથી જેનું ઘડતર થાય તે દૈવી સંપત્તિ: પરમાત્મા સુધીનું અંતર કાપવા માટેના આ સાત સોપાનો છે, સાત પગથિયા છે, એ સાત ભૂમિકાઓ છે. બીજી બાજુ છે કુરુક્ષેત્ર, જેમાં 10 ઇન્દ્રિયો અને એક મન એમ 11 અક્ષૌહિણી સેના છે.

મન સહિત ઇન્દ્રિય લક્ષી દ્રષ્ટિકોણ સાથે જેનું ગઠબંધન છે, ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિય લક્ષી દ્રષ્ટિકોણ; આંખો શું બતાવે છે, કાન શું બતાવે છે, એ જ બાબતો ઉપર સતત લાગેલું છે જેનું મન એવું જેનું ગઠબંધન છે. તે બધી કેવી છે? તો કે આસુરી સંપત્તિ છે. એટલે તમે ગમે તેટલું નિર્મળ ચિત્ર જુઓ છો તો પણ તમે એ વિકાર જ જુઓ છો; પરમાત્મા સિવાય જો કંઈ પણ તમે જુઓ છો તો એ બધું વિકાર જ છે. છેવટે એમ વાત આવે છે, અવ્યક્તના દર્શન કરો છો, જ્ઞાન પ્રગટ થઈ જાય છે, તો તમે બરાબર કર્યું; બાકીનું બધું જ કેવું છે? વિકાર.

મહાભારતના પ્રતીકાત્મક પાત્રો

એમાં અજ્ઞાન રૂપી ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર કોણ છે? ખરેખર જે અજ્ઞાન છે તેને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. ગાંધારી જે છે તે ઇન્દ્રિય આધારિત પ્રવૃત્તિ; મોહરૂપી દુર્યોધન,અને દુર્બુદ્ધિ રૂપ દુશાસન; વિજાતિ કર્મ રૂપી કર્ણ, ભ્રમરૂપી ભીષ્મ, દ્વૈતના આચરણ રૂપી દ્રોણાચાર્ય, આસક્તિ રૂપી અશ્વત્થામા, આસક્તિ છે અશ્વત્થામા; દ્રોણ ગુરુને પણ આસક્તિ છે એની ઉપર, જાણે છે ખોટું કરે છે છોકરો, પણ બોલતા નથી, તે બાપાઓને શું કહેવું જોઈએ ? વિકલ્પ રૂપી વિકર્ણ, અધૂરી સાધનામાં કૃપાના આચરણ રૂપ એવા કૃપાચાર્ય; એ બધાની વચ્ચે સ્થિત છે જીવરૂપી વિદુર: જીવ જે છે તે કોણ છે? તો કે વિદુર છે, જીવરૂપી વિદુર; જે અજ્ઞાનમાં રહેવા છતાય એમની દ્રષ્ટિ કેવી છે? આ બધાની અંદર હોય પાંડવો પ્રત્યે; પાંડવો એટલે પુણ્યથી પ્રવાહિત પ્રવૃત્તિ, પર જે નજર રાખે છે તેને પાંડવ કહેવામાં આવે છે, કેમ કે આત્મા અને પરમાત્મા, આત્મા જે છે તે પરમાત્માનો શુદ્ધ અંશ છે.

આ રીતે આસુરી સંપત્તિ પણ કેવી છે? તો કે અનંત છે, એનો એ પાર આવે એવો નથી છતાં પણ એનો પાર આવી જાય ક્યારે? જ્ઞાન દ્વારા.

ક્ષેત્ર એક જ છે આ શરીર, પરંતુ એમાં લડનાર પ્રવૃત્તિ બે પ્રકાર

ક્ષેત્ર એક જ છે આ શરીર, પરંતુ એમાં લડનાર પ્રવૃત્તિ બે પ્રકારની છે.એક પ્રકૃતિમાં વિશ્વાસ પ્રેરે છે તો એ નીચ અને અધમ યોનિનું કારણ બને છે જો નીચે પડવાનો હોય તે બધાને શું થાય છે? પ્રકૃતિમાં ભરોસો બહુ હોય તો. બીજી બાજુ પરમપુરુષ પરમાત્મામાં વિશ્વાસ અને પ્રવેશ કરાવે છે, જે ધર્મ છે. માણસ ક્રમશઃ સાધના કરીને દૈવી સંપત્તિનો ઉત્કર્ષ સાધે છે, ક્રમશઃ સાધના, સાધના આપણે સમજી ગયા; આસુરી સંપત્તિનો હંમેશ માટે સમન કરી નાખે છે, કોઈ વિકાર જ ના રહે, મન પર સંપૂર્ણ કાબુ આવી જાય. ત્યારે આવી રીતે નિયંત્રિત મન, રેગ્યુલેટેડ માઈન્ડ પણ વિલીન થઈ જાય; વિલીન: લોંગ લોંગ બેક ગોન, વિલીન શબ્દ એટ્લે, હમણાં જ જસ્ટ થયું હોય લીન એવું નહીં. ત્યારે દૈવી સંપત્તિની આવશ્યકતા પણ સમાપ્ત થઈ જાય છે, આ બાબત આપણે અવધૂત ઉપનિષદમાં બહુ સ્પષ્ટતા કરી હતી.

સૂક્ષ્મ મનોભાવોને સ્થૂળ રૂપ

મહાપુરુષોએ આ સૂક્ષ્મ મનોભાવોને સ્થૂળ રૂપ આપી અને એનું વર્ણન કર્યું છે,એ છે મહાભારત વાસ્તવમાં. શું કહ્યું? સૂક્ષ્મ મનોભાવોને સ્થૂળ રૂપ આપ્યું અને એનું વર્ણન કરેલું છે; પરંતુ એના પાત્રો જે છે તે બધા કેવા છે? તો કે પ્રતીકાત્મક છે, સાંકેતિક છે, ચિન્હ છે. એ બતાવે છે કે આ એમ; એટલે રૂપી રૂપી એમ કહ્યું. અર્જુન કોણ? તો કે અનુરાગ જે છે તે - અનુરાગ રૂપી અર્જુન, ભાવરૂપી ભીમ, ભ્રમરૂપી ભીષ્મ એમ કહેવામાં આવ્યું. વસ્તુત અનુરાગ જ અર્જુન છે — અનુરાગી માટે મહાપુરુષ હંમેશા ઊભા છે.

◆ વસ્તુત અનુરાગ જ અર્જુન છે — અનુરાગી માટે મહાપુરુષ હંમેશા ઊભા છે.

અર્જુન શિષ્ય · શ્રીકૃષ્ણ સદગુરુ

અર્જુન શિષ્ય હતો, અને શ્રીકૃષ્ણ એક સદગુરુ હતા. વિનયથી નમ્ર બનીને એણે કહ્યું કે ધર્મ માર્ગમાં મારું મન મોહવશ થયું છે; જે શ્રેય- પરમ કલ્યાણકારી હોય તેનો મને ઉપદેશ આપો, મને આદેશ આપો, મને સંભાળો, હું તમારો શિષ્ય છું, તમારા શરણમાં છું. અર્જુન આર્ત અધિકારી છે, આર્તતાથી, આમ બસ ગમે ત્યારે હવે પડી જશે કે એવી રીત આર્તતાથી એ બોલાવે છે પરમાત્માને. અને યોગેશ્વર શ્રીકૃષ્ણ સદગુરુ છે. તે સદગુરુ હંમેશા અનુરાગીની સાથે જ રહે છે, સાથે જ રહે અને માર્ગદર્શન આપે.

શરીરથી ગમે ત્યાં રહો, મનથી મારી પાસે રહેજો

કોઈ વ્યક્તિ પૂજ્ય મહારાજજી સાથે રહેવાનો આગ્રહ કરતી, ઘણા લોકોને એવું થતું હોય કે આપણે સાહેબને ઘેર જ રહીએ, કે જવું જ નથી, આવતા અને અમે આ બધું કરતા હતા તો અમે જોતા'તા રોજ રાતે 11, સાડાગ્યાર થાય ત્યાં સુધીને બસ બધા બેઠા હોય, બેઠા હોય, બેઠા, 12 વાગ્યે બેઠા હોય, હવે જ્યાં સુધી દેહ તો દેહ છે છેવટે તો, પણ તોય બેઠા હોય; એટલે પછી અમારે એમને કહેવું પડે કે ભાઈ, હવે તમે તમારે ટાઈમ થાય એટલે સૂઈ જાવ; એટલે એ તો નવ સાડાનવ એટ્લે અમારા સુવાનો સમય,એટ્લે સુઈ જાય, તો અમે બેઠા હોઈએ; કેમ? તો કે આપણે સ્થિર છે ને, સ્થિર સુખાસનમ; શરીર દેહ ભાન જ ના હોય તે વખતે. ભાવમાં જ ના હોય દેહ ભાવમાં, દેહાત્મા બુદ્ધિ જ ના હોય એના કારણે એટલે સુધીને રહી શકાય. તો સવાર પડી જાય: અને પડેલી છે ઘણી એ વાત, એવી રીતે અમુક લોકો સાથે ચાલ્યા જ કરતું હોય.

એટલે ત્યારે એ મહારાજજી ભી કહેતા હતા કે જાઓ, શરીરથી ગમે ત્યાં રહો, મનથી મારી પાસે રહેજો. શું કહે છે મહાપુરુષ? હંમેશા આ વાત કરે, દેહથી તો તમારા બધા બાકીના દેહના કર્મો આ તે બધું પૂરું કરવું પડશે ને ભાઈ, માટે તમે ત્યાં રહો, અને મનથી મારી પાસે આવો. મનસા સ્મરામ, સવાર સાંજ રામ, શિવ, ઓમ એમ કોઈ એક બે અઢી અક્ષરના નામનો જપ કર્યા કરો; અને મારા સ્વરૂપનું હૃદયમાં ધ્યાન ધરો. મારું સ્વરૂપ કયું છે? શુદ્ધ આત્મા, હું શુદ્ધ આત્મા છું; બસ એનું હૃદયમાં ધ્યાન કર્યા કરો.

◆ શરીરથી ગમે ત્યાં રહો, મનથી મારી પાસે રહેજો.

હૃદય ક્યાં છે · જ્યાં જાણપણું પ્રગટ થઈ રહ્યું છે

હૃદય ક્યાં છે? આ બધું જ, જે આખું જ્યાં અનુભવાત્મક પ્રદેશ છે જેટલો પણ, એ બધો આત્મપ્રદેશ છે, તેની અંદર ધ્યાન કરવાનું છે. લોકો ખાલી લિમિટેડ (હ્રદયમાં)અહીંયા કરે, થોડા દાડા પછી અહીંયા દુખાવો થાય, ડોક્ટર પાસે જવું પડે, પછી કે ઇશકેમિયા થઈ ગયું તમને તો કે શું? ફિઝિકલ હાર્ટ છે ને તે ચસકવા માંડે થોડું, ઉપર પ્રેશર આવે ને વધારે પડતું, એટલે એવું નહીં. એને કહ્યું મારા સ્વરૂપનું હૃદયમાં ધ્યાન, હૃદયમાં ધ્યાન; હૃદય ક્યાં છે? આ બધો હૃદય પ્રદેશ છે તમારી અંદર. આમ જ્યાં જ્યાં તમે અનુભવ કરી રહ્યા છો, જે જગ્યાએ તમને અનુભવ થઈ રહ્યો છે, તે જાણપણું જ્યાં પ્રગટ થઈ રહ્યું છે, તે. એક ક્ષણ પણ સ્વરૂપને પકડી શકશો, તો જેનું નામ ભજન છે તે જ હું તમને આપીશ. વધુમાં, હૃદયમાંથી રથી બનીને સદૈવ તમારી સાથે રહીશ, ક્યાં બેઠો છે રથી તમારો?

તમારી અંદર બેઠો છે. એટલે જ્યારે સુરત હાથમાં આવી જાય, સુરત એટલે રિધમ, પ્રાણની રિધમ, જેવી તમારા હાથમાં આવી જશે ત્યારે મહાપુરુષ એટલા બધા નજીક આવી જાય કે તમે ભલે ગમે તેટલા દૂર હોય તે છતાં પણ એ તમારી સમીપ છે. કારણ કે એ એ છે, એ એ છે, એમ કહે છે.

મનમાં વિચાર ઉઠે તે પહેલા તમને માર્ગદર્શન આપશે

મનમાં વિચાર ઉઠે તે પહેલા તમને ત્યાંથી માર્ગદર્શન આપશે, તમને એમ થાય કે લાવ, સાહેબને પૂછવું; અલ્યા, મય અંદર બેઠા છે, અંદરથી તને બોલશે હમણાં જ પટ દઈને, બરાબર; જરા આમ થોડું ધ્યાન રાખ કે મોઢે મોઢે સવાલો પૂછવાના બંધ હવે. મનમાં વિચાર ઉઠે તે પહેલા તને માર્ગદર્શન આપવા માંડે; અનુરાગીના હૃદયમાં તે મહાપુરુષ સદૈવ આત્માથી અભિન્ન થઈને જાગ્રત રહે છે, આત્માથી ભિન્ન ક્યારેય હોતા જ નહીં; અને પાછા જાગૃત બેઠા જ હોય જ, 11 વાગ્યે તો કે બેઠા, 12 વાગ્યે તક બેઠા છે, કાળ તો છે જ નહીં, નેવટે, ટાઈમ ઇઝ અ ફંકશન ઓફ માઇન્ડ; ટાઈમ છે જ નહીં ખરેખર, યુ ક્રિએટ ટાઈમ બીકોઝ યુ ક્રિએટ માઈન્ડ; અને માઈન્ડ છે એવું કેવી રીતે ખબર પડે ? અંદર આમ કરવું કે આમ કરવું એ જે થાય છે તે જગ્યાને મન કહેવામાં આવે છે, અને એ કરતા પહેલા જે આખી આમ આમ જોષ, એક આમ સ્ફૂરણ ઊભું થાય ને આમ કરવું વાળું, એને વૃત્તિ કહેવામાં આવે છે.

બસ આટલું પકડાઈ જાય એટલે પછી બધું સરળતા પકડશે, અને સમજવાનું કે જો વૃત્તિ પર નિયંત્રણ કરીશ તો મન પર આવશે; આગળ ઉપર આપણે આ જોઈશું. તો માર્ગદર્શન તો તમને અંદરથી જ આવવાનું છે, અનુરાગીના હૃદયમાં તે મહાપુરુષ સદેવ આત્માથી અભિન્ન થઈને જાગ્રત જ હોય છે.

ગીતામાં ભૌતિક યુદ્ધનું ચિત્રણ કદાપિ નથી

અંતમાં યોગેશ્વર કહે છે. અર્જુન, અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી આ રીતે આ પ્રત્યક્ષ જોવા માટે, જેવી રીતે તેં જોયા, તત્વથી સ્પષ્ટ જાણવા અને ભળી જવા માટે પણ હું સુલભ છું. ગીતામાં ભૌતિક યુદ્ધનું ચિત્રણ કદાપિ નથી, બધા એમ સમજે છે કે મહાભારતનું યુદ્ધ થયું ને પણ એવું ભૌતિક યુદ્ધનું ચિત્રણ એની અંદર ગીતામાં કોઈપણ જગ્યાએ નથી.

◆ ગીતામાં ભૌતિક યુદ્ધનું ચિત્રણ કદાપિ નથી.

|| જય સચ્ચિદાનંદ ||

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.