ઉપનિષદ સિરીઝ · વિડિયો ૪૫
વિડિયો ૪૫
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ. हिरण्यगर्भो योगस्य वेत्ता नान्यः पुरातनः। યોગી યાજ્ઞવલ્ક્યના સ્મૃતિ વાક્યમાં ભગવાન હિરણ્યગર્ભને, અર્થાત્ પ્રણવ ધ્વનિને યોગના પુરાતન (જ્ઞાતા) કહેલો છે. સાંડેલ્યો ઉપનિષદના પાંચમા ખંડમાં આપણે હવે આગળ જોઈએ.
જે પુરુષે વિદ્યાનો અભ્યાસ કર્યો હોય તેને યમ-નિયમથી યુક્ત થઈને, બધી જાતની સંગતને છોડી દઈને, સત્યરૂપી ધર્મમાં આરૂઢ થવું જોઈએ. હવે એનો ધર્મ કયો રહ્યો? સત્યરૂપી ધર્મ એક જ. હવે સત્ય શું છે? બ્રહ્મ સત્ય. સમજાયું? તો એને હવે બ્રહ્મમાં આરૂઢ થવાનું છે. આ એકમાત્ર ધર્મ રહ્યો. બીજું કશું એને કરવાનું નહીં. કોઈ સ્તુતિ નહીં, કોઈ સ્તોત્ર, મંત્ર, આ તે, બીજું કોઈ ક્રિયાકાંડ કશું કરવાનું નહીં. ફક્ત એક બ્રહ્મમાં આરૂઢ થવા માટે એના માટે શું કરવું? તો કે ક્રોધને કાબુમાં રાખવાનું. ક્રોધને કાબુમાં રાખો. વિષયોને દબાવવાથી ક્રોધ ઉત્પન્ન થાય. વિષય નામનો પાડો છે, એ પાડાને તમે જેવો દબાવો એટલે ક્રોધ પેદા થઈ જાય તરત જ. ભુરાટો થાય એકદમ અને એ બેકાબુ હોય. ક્રોધ હંમેશા કેવો હોય? બેકાબુ. કોઈ કરનારના કાબુમાં હોય નહીં. એ ક્રોધ એ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જ હોય.
એટલે એને ક્રોધને કાબુમાં રાખવાનો અને ગુરુની સેવા-સુશૃષામાં હંમેશા લાગેલા રહેવું. ગુરુ ક્યાં છે? અંદર. સેવા કોની કરવાની? એ ગુરુની. સુશૃષા કોની કરવાની? તે ગુરુની.
માતા-પિતાના આશ્રિત સંરક્ષણમાં રહેવું તથા ફરીથી પોતાના આશ્રમમાં બતાવેલ શ્રેષ્ઠ આચરણને સમજનારાના નજીકમાં જઈ શિક્ષા મેળવવી. માતા-પિતા કોણ? "ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમદેવ દેવ." બધું શું છે? બ્રહ્મ જ છે. માતા-પિતા જે કંઈ કહો એ બધું છેવટે આ એની સમજણ પાકી થઈ જવી. સાથે સાથે માતા-પિતા દરેકની અંદર એને બ્રહ્મ જોઈને એમની સેવા-સુશૃષા કરવી. ગુરુ જે કોઈ હોય તે બધાને પણ બ્રહ્મ સ્વરૂપ જાણીને એમની સેવા-સુશૃષા. આપણાથી જે વડીલો હોય, મોટા હોય, બધાને માનપૂર્વક, વિનંતીપૂર્વક નિવેદન કરી કરીને વિવેકથી આપણે કામ કરવાનું. શ્રેષ્ઠ આચરણને સમજનારાના નજીકમાં જઈને શિક્ષા મેળવીને અહીં સુધીને તમારે કેમ આવવાનું થાય સુરતથી? સુરતમાં જ્ઞાનીઓ નથી પડ્યા?
ફળ, મૂળ તથા જળયોગ તપ તપોવનમાં જવું જોઈએ. ત્યાં નીલેશભાઈ છે. ત્યાં જઈને સુરમ્ય પ્રદેશમાં બ્રહ્મઘોષથી યુક્ત પોતાના ધર્મમાં પરાયણ બ્રહ્મવેદતાઓના સાનિધ્યમાં કોઈ ગામ અથવા શહેરમાં અનુપમ એવો શ્રેષ્ઠ મઠ બનાવવો જોઈએ. તે સ્થાન ના તો બહુ ઊંચું કે ના તો અત્યંત નીચું હોય. ના તો બહુ લાંબું કે ના તો બહુ પહોળું. એટલે બધું પ્રમાણસર માપનું રાખવાનું એમ. નાના દરવાજાવાળું, ગાયના છાણથી લીપેલું અને સારી રીતે સુરક્ષિત હોવું જોઈએ. કારણ કે આ ભાઈ હવે શું છે? આસન કર્યા. હવે એ આગળ વધી રહ્યા છે. પ્રાણાયામ કરવા જઈ રહ્યા છે. એટલા માટે તો ત્યાં વેદાંતનું શ્રવણ કરતા પુરુષે હંમેશા યોગાભ્યાસ વગેરે શરૂ કરી દેવા જોઈએ.
દેવોમાં પ્રથમ એવા પૂજ્ય ગણપતિનું પૂજન કરવું જોઈએ. ગણપતિ એ કોણ છે? ગુણપતિ. બધા ગુણ કોના છે? બ્રહ્મના છે. તો બ્રહ્મના ગુણોનું ચિંતન કરો એટલે ગુણપતિ ખુશ. પેલા સુંઢવાળા ગુણપતિની વાત નથી અહીંયા. એ લાંબી સુંઢ છે તે પણ એક એમનું વિશિષ્ટ છે. તેના કારણે એમને "લંબોદરમ" એ આપણે કહીએ છીએ. તો દેવોમાં પ્રથમ એવા પૂજ્ય ગણપતિનું પૂજન કર્યા પછી પોતાના ઈષ્ટદેવને નમન અને વંદન કરી. હવે આપણા ઈષ્ટદેવ કોણ રહ્યા? બધાના ઈષ્ટ કોણ છે? બ્રહ્મ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ઈષ્ટ કોણ છે? આ તો અમિતના ઈષ્ટ કોણ છે? સત્યમના ઈષ્ટ કોણ છે? અને માનવના કેવળ બ્રહ્મ. તો એમને નમન કરવાનું, વંદન કરવાનું. ક્યાં કરશો? કેવી રીતે કરશો? "હું મને જ વારંવાર નમસ્કાર કરું છું." આમ પહેલા કહેલા આસન પર બેસવું જોઈએ. આપણે જે આઠ આસનોની વાત કરી એમાંથી જે આસન સિદ્ધ થયું હોય તે આસનમાં બેસવું.
એ સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોહ રાખીને સુકોમળ આસન પર બેસીને પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોહ રાખવાનું કીધું ભાઈ. સમજાયું? યાદ કરી લો સવારે શું કહ્યું? તો આસનને સિદ્ધ કરવું જોઈએ.
ત્યારબાદ વિદ્વાન પુરુષે ગર્દન અને મસ્તકને સીધા રાખીને, "ચેન પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ" જેમ જે કહેવામાં આવે છે એવી રીતના રાખીને, આમ પણ ના થઈ જાય તેમ પણ ના થઈ જાય એવી રીતના. જો કે આગળ ઉપર તમને જાલંદર બંધ થશે તો પછી આમ થઈ જશે અને ઉનમની આવશે ત્યારે આમ પણ થઈ જશે. એ વાત જુદી છે. પણ બેસવાનું પહેલા આમ, શરૂઆત અહીંથી કરવાની. નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખવાની. અહીંયા સમવેર, નહીં કે અહીંયા. આનાથી સહેજ ઉપર આવી આ જગ્યાએ. તો અહીંયા દ્રષ્ટિ રાખીને બેસવાનું. બંને ભ્રમરોની વચ્ચે ચંદ્ર મંડળને જોવું તેમજ બંને નેત્રથી અમૃત તત્વનું પાન કરતા રહેવું જોઈએ. હવે અહીંયા દ્રષ્ટિ તમારે અહીંયા હોય તો તમારે શું કરવાનું? અમૃત તત્વનું પાન કરવાનું છે. સમજાયું? અહીંયાથી આ અમૃત તત્વ ક્યાં છે? અહીંયા છે. તમારો નિશ્વાસ જ્યારે બહાર જાય છે ત્યારે શું થાય છે?
તમારો પ્રાણ બહાર આવે છે. એ બહાર આવે છે એ અમૃત તત્વ છે. એને પાછું તમારે દ્રષ્ટિથી લઈ લેવાનું અંદર. એ અમૃત તત્વનું પાન કહેવાય. ઇનહેલેશન-એક્ઝેલેશન પર ધ્યાન આપો છો ત્યારે તમે એ અમૃત તત્વનું પાન કરતા હોવ છો એમ ખ્યાલ હોવો જોઈએ. આ ક્યારે થશે? બંને ભ્રમરોની વચ્ચે ચંદ્રમંડળને જોવાનું છે. આ ચંદ્રમંડળ છે, અહીં સૂર્યમંડળ છે. અહીંયા પણ એવું છે. આ ચંદ્રમંડળ છે, આ સૂર્યમંડળ છે. સમજાય ને? તો ૧૨ માત્રાથી, ૧૨ માત્રા એટલે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨. અથવા તો માનો કે આ તમારો ઢીલચણ છે તો એક ચપટી વગાડી.
અને આ એક હાથ ફેરવો એટલો સમય એક માત્રાનો કહેવાય. મારી તો ચપટી વાગતી જ નથી અત્યારે, પણ તમે વગાડીને ટ્રાય કરી જ હોય. જેટલો સમય લાગે એટલો, એક ચપટી વગાડવાની આમ અને હાથ ફેરવવાનો ક્યાં ઢીંચણ પર. એમાં જેટલો સમય લાગે એટલો સમય એક માત્રા કહેવાય. આ એનું માપ હતું.
"૧૨ માત્રા સુધી ઈડાનાડી દ્વારા વાયુ ખેંચીને, હવે બારેબાર માત્રામાં એક સરખો શ્વાસ ખેંચવાનો છે. એવું નથી કે તમે ચાર-પાંચ માત્રામાં પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને પછી અટકી ગયું. એવું એ રીતના કરવાનું નથી. બારેબાર માત્રા એટલે બહુ શાંતિથી, સ્વસ્થતાથી ચંદ્રમંડળ પર ધ્યાન આપીને, સામે જોતા અમૃતનું પાન કરતાં કરતાં, જ્વાળાઓથી યુક્ત રેફ અને બિંદુ સહિત અગ્નિમંડળ સાથે સંયુક્ત કરવાનું ધ્યાન ચિંતન કરવું જોઈએ."
"ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः।"
તો ઓમકારની અંદર રેફ અને બિંદુ છે. રેફ અને બિંદુ છે એના સહિતનું નાભિની અંદર જોતા અગ્નિમંડળ સાથે સંયુક્ત કરવાનું. જ્યારે તમે, જો અહીંયા કેટલી બધી ક્રિયાઓ એક સાથે થઈ રહી છે, ધ્યાન આપો: સૌથી પહેલા ચંદ્ર જ્યોતિમંડળ ઉપર તમારું ધ્યાન છે. સામે અમૃત છે. અમૃતનું તમે પાન કરો છો એવી રીતના તમે શ્વાસ લો છો ૧૨ માત્રાની અંદર અને માત્રા આ પ્રાણ લેતી વખતે એનો સૌથી નીચેનો ભાગ જે છે તે અંદર જઈ રહ્યો છે અને તે અગ્નિમંડળમાં રેફ અને બિંદુ સાથે, અહીંયા જો રેફ અને બિંદુ સાથે સંયુક્ત થઈ રહ્યો છે. એવા ઓમકારનું ધ્યાન કરતાં કરતાં પેટની અંદર રહેલા જ્વાળાઓથી યુક્ત, જ્વાળાઓથી એટલે અગ્નિમય રેફ અને બિંદુ સહિત ચિંતન કરવું જોઈએ.
ત્યારબાદ પિંગલા નાડી દ્વારા અંદરના વાયુને બહાર કાઢવો જોઈએ. ત્યારબાદ પિંગલાથી વાયુ ભરીને અંતરકુંભક કરી ઈડા નાડી દ્વારા તેને બહાર કાઢવો. જોયું? તો પહેલી વખતે અંતરકુંભક કરવાનો નથી, પણ પછી દરેક વખતે અંતરકુંભક કરવાનો. બરાબર? પછી દરેક વખતે બાહ્ય કુંભક કરવાનો. થોડોક ટાઈમ વચ્ચે રોકાવાનો આવશે. કેટલો? સુખપૂર્વક તમે રોકાઈ શકો એટલું. પછી આમ થઈ જાય ત્યાં સુધી નહીં કરવાનું. સમજાયું? એ બધું તાણમતોષ કરશો તો એ લાંબુ ચાલશે નહીં.
આવી રીતે ૪૩ દિવસ સુધી, ચાર અથવા સાત માસ અથવા એક વર્ષ સુધી ત્રિકાળ સંધ્યાની સાથે ત્રણ-ત્રણ અથવા ચાર-ચાર વાર તથા એની વચ્ચે છ વાર સુધી અભ્યાસ કરવો જોઈએ. વધારે કરવાનો નથી. શું કીધું? છ મહિના સુધી અભ્યાસ કરવાનો. આમ તો પહેલા ત્રણ મહિના કીધું, પણ પછી કહે છે કે, "ના, તમે ત્રણ નહીં તો ચાર કરજો. ચાર ના થાય તો કે સાત માસ સુધી કરજો. નહીં તો એક વર્ષ સુધી કરજો." એવી રીતના કરીને કેટલીક વખત કરવાનો? તો કે ત્રણ વખત સવારે, ત્રણ વખત બપોરે, ત્રણ વખત સાંજે, ત્રણ વખત રાત્રે. ૧૨ થઈ ગયા. ત્રણ ચોક ૧૨. હવે ના ફાવે, સવારે છ કરો, સાંજે છ કરો.
પ્રાણાયામ કરો તેના એક કલાક પહેલા કંઈ ખાધેપીધેલું હોવું જોઈએ નહીં. પાણી ચાલે, પણ એ પણ તરતને તરત નહીં. પાણી પીધા પછી તરત પ્રાણાયામ કરવા લાગ્યા એવું બધું નહીં. આ મારે અહીંયા એક ભાઈ મળવા આવ્યા હતા. તે ચા પીધી, બેઠા, વાતો કરી. યોગાચાર્ય હતા અને મને કહે, "મને તમને વાંધો નથી ને કે હું વજ્રાસનમાં બેસું?" તો મેં કીધું, "મને કોઈ વાંધો નથી. મને કંઈ પણ ખાધાપીધા પછી વજ્રાસનમાં બેસવાની ટેવ છે." મેં કીધું, "સારું, તમે બેસો." એટલે હવે આવું હોય કે લોકો ચા પીને પણ વજ્રાસનમાં બેસતા હોય. અમુક બાબતો જડતાપૂર્વક, આગ્રહથી બધું આમ પકડાઈ જતું હોય. મને એવું થાય તે વખતે કે, "જો આટલા જ એનાથી જોઈ ને, આટલી સિદ્ધતથી જો ને આત્માને પકડ્યો હોત કે બ્રહ્મને પકડ્યો હોત તો અત્યારે તો કલ્યાણ થઈ જ ગયું હોત." સમજાય?
ત્યારે અભ્યાસથી એની નાડીની શુદ્ધિ થઈ જાય છે. સમજાયું? ૧૨ પ્રાણાયામથી વધારે પ્રાણાયામ કરવાની ના પાડી છે એક આખા દિવસની અંદર પણ. અને લોકો ૮૦ પ્રાણાયામ કરે છે ને ૧૦૦ કરે છે ને ૨૦૦ કરે છે ને બધું કંઈક. એટલે એ બધું ઘણું બધું અતિશયતામાં ચાલ્યું જાય પછી અને સમજણ વગરનું જેને કહેવાય કે એવું પુષ્કળ થાય. એક પ્રાણાયામ કરો, પણ તમારે એક પળેપળની તમને માહિતી હોય છે. ચંદ્રમંડળનું ધ્યાન રાખવાનું છે, અમૃત પીતા જવાનું છે અને પછી સાથે સાથે અગ્નિમંડળની અંદર તમારે વાયુ જે છે પાચ, એનો બીજો છેડો તેને રેફ સાથે અને બિંદુ સાથે સંયો, અગ્નિની વાળાવાળા એવા ઓમકાર સાથે એને સંયુક્ત કરતા જવાનું છે. આટલું બધું ધ્યાન એક સાથે કરવાનું છે. રાખવાનું શરૂઆતમાં અઘરું લાગશે, પછી ધીમે રહીને આવડી જશે. પછી કેટલી વાર લાગે? તો કે આમ ફોટો પડે એટલી તરત જ ક્લિક થઈ જાય, ફટ દઈને.
બસ થઈ ગયો કે નાનકડી એક પેલી વિડીયો ઉતારતા હોય ને ૩૦ સેકન્ડની એવી રીતના થઈ જાય.
એટલે આ છ પ્રાણાયામ છે ને એ કરવાની અંદર આના હિસાબે જોવા જઈએ કારણ કે ૧૨ માત્રા જ કીધી. ૧૨ ઇનહેલેશનની માત્રા થઈ. ફૂલ તમે જે ત્રણ-ચાર કરી શકતા હો. ૧૨ એક્ઝેલેશનની થઈ ગઈ. તો ૨૪ માત્રાવાળો આ પ્રાણાયામ થયો અને એ પણ છ જ વખત કરવાનું છે મેક્સિમમ. અથવા તો નથી થતો તમને ટાઈમ જ નથી ને બધું છે, તો તમે એક સાથે ૧૨ પ્રાણાયામ કરો, પણ એ ૧૨ પ્રાણાયામ પર આ ૨૪ માત્રાના કરો એમ કીધું છે. તો એનાથી નાડી તમારે છ મહિને, ૧૨ મહિને પણ શુદ્ધ થઈ જશે. અને નાડી શુદ્ધિ થશે એટલે પછી શું થશે? નાડી શુદ્ધ થઈ કે ના થઈ એને કેવી રીતે ખબર પડે? ત્યારે કહે છે કે આ અભ્યાસથી શું થશે? તો કે શરીરમાં હલકાપણું લાગવા માંડશે. હવામાં ઉડતા હોય એવો અનુભવ આવશે. પછી શરીર હલકું ફૂલ. વજન તો કે ૧૦૦ કિલો, ૮૦ કિલો, ૬૦ કિલો જે બી વોટએવર, પણ હલકું ફૂલ લાગે તમને.
જે ભારે ભારેપણું, આળસ આવતી એ બધું જતું રહે. ચહેરા પર ચમક આવી જાય, કાંતિ. આ બધાને જરૂર ના પડે. અગ્નિની અભિવૃદ્ધિ થાય. અગ્નિની અભિવૃદ્ધિ એટલે તમને સરસ ભૂખ લાગે, પાચન બહુ સરસ રીતે થાય. કોઈપણ.
વસુતમ ખાધેલું એ તરત પતી જાય એટલે બહુ અદભુત પાચન થઈ ગયું. અને સૌથી અગત્યની વાત, નાદ સંભળાવવા લાગે છે. તમે જે કરો છો તે તમ તમને સંભળાવવાનું શરૂ થશે કશું કર્યા વગર, એની મેળે સ્પષ્ટ. શરૂઆતમાં ડાબા કાને સંભળાય, કદાચ મોટા ભાગે જમણા કાનમાં જ સંભળાતો હોય. એટલે એ ના દાબવાનું શરૂ થાય ત્યારે આપણે સમજવાનું કે ભાઈ, આપણે નાડીની શુદ્ધિ થઈ રહી છે. જ્યાં સુધી એ આટલું ના થાય ત્યાં સુધી સમજવાનું કે નાડીની શુદ્ધિ થઈ નથી. એટલે હજી આપણે નીચેના પગથિય જ બેઠા છે એમ માનીને આપણે આગળ કામ કરવું જોઈએ.
હવે પ્રાણ અને અપાનને એક કરી દેવા એ પ્રાણાયામ કહેવાય છે. તમે આમ કરીને આમ શ્વાસ લો એ અપાન છે અને આમ કરીને આમ તમે પ્રાણને બહાર કાઢો છો તે પ્રાણ છે. સમજાય છે? આ લો છો એ અપાન છે, છોડો છો એ પ્રાણ છે. રેચક, પૂરક અને કુંભકના ભેદને કારણે પ્રાણાયામ ત્રણ જાતનો હોય છે. એ રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામ વર્ણનના સ્વરૂપથી યુક્ત છે. એને કારણ નેજ પ્રણવ જ પ્રાણાયામ કહેવાય છે. પ્રણવ વર્ણના સ્વરૂપથી યુક્ત છે. વર્ણનું સ્વરૂપ શું છે? ઓમકાર. એટલે એ મતલબ, એ કર અંદર કરતા કરતાં ઓટોમેટિક જ આવશે.
હવે આગળની વાત કરું કે આપણે એમ જોયું કે પહેલે મોટેથી બોલીએ "ૐ", તો આપણે શબ્દથી મોટેથી પ્રાણાયામ કર. આ ઉપાંસુ પ્રાણાયામ એટલે આપણે પ્રણવ કર્યું. હવે એનાથી નીચે કયો? તો કે માનસિક. મનમાં ઓમકાર બોલતા હોય એવી રીતે એક પ્રાણાયામ કર્યો, તો એ કેવો થયો? માનસિક. હજી એક પ્રાણાયામ જેમાં એક પ્રાણાયામ થશે, એટલે એક ઓમકાર થશે. હશે, પણ તમે મનમાં પણ બોલશો નહીં, જીભ કે હોઠ પણ હાલશે નહીં. કરો અત્યારે, નાવ! આમાં ફક્ત વાત એટલી જ છે કે ઓમ બોલવાનો નથી, પણ ઓમ થઈ રહ્યો છે એટલો ફક્ત ફીલ કરવાનું છે. શું છે? અને આવો એક પ્રાણાયામ કરો: જો મનમાં ઓમ બોલવાનો નથી, ઓમ થાય છે, બસ! આ પરા છે, આ પરા. સમજાયું? આ પકડાશે તો પરા છે આ. ખ્યાલ આવ્યો? કારણ કે આ અત્યારે જો નહી પકડાય તો ક્યારેય ખ્યાલ નહી આવે પરાનો. એટલે આત્મા દ્રષ્ટા બનીને જોવાનું અને જાણવાનું કે આ પાર બની ઓમ આવી થઈ રહ્યો છે.
ઓમકાર ત્યાં થશે, આમ જાણે કે ફાસ થશે તમને કે જાણે ઓમકાર બોલાયો, પણ તમે બોલ્યો નથી. તમે મનમાંય બોલ્યા નથી. મનમાં બી તમે એવું કઈ કર્યું નથી અને છતાય ઓમ થશે. તે પરાનો નાદ આમ દૂર મમ થતું હોય એવું લાગે એમને. અને એટલે બે કે ત્રણ કરતાં કરતાં તમે ૧૦૦ ટકા ધ્યાનમાં, સમાધિમાં ૧૦૦ ટકા તમે પહોંચી જ જશો, જો આ પકડાઈ ગયું તો. રાત્રે સુતા સુતા આવા એક, બે ને ત્રણ કરવાનું એટલે તમારે સિદ્ધી સમાધિનીન્દ્ર સવાર સુધી કોઈપણ જાતની ગોળી વગર. સમજાયું?
આગળ, પદ્મ વગેરે કોઈપણ આસન પર બેસીને પુરુષે ધ્યાન કરવું જોઈએ. હવે ધ્યાન પરની આગળની વાત આવે છે. નાસિકાના અગ્રભાગ પર ચંદ્રમંડળના પ્રકાશથી આવૃત, લાલ રંગના અંગવાળી, હંસ પર બેઠેલી, પોતાના હાથમાં દંડને ધારણ કરેલી, બાળ સ્વરૂપ અકાર મૂર્તિથી યુક્ત ગાયત્રી છે. ઉકારયુક્ત મૂર્તિ સાવિત્રી શ્વેત શુભ અંગથી યુક્ત છે. ગરુડના આસન પર આ રૂઢ, યુવાવસ્થાથી યુક્ત, પોતાના હાથમાં ચક્ર ધારણ કરેલ છે. એ જ પ્રમાણે મકાર મૂર્તિ સરસ્વતી કૃષ્ણાંગી, વૃષભ પર આરૂડ બેઠેલા, વૃદ્ધાવસ્થાને પામેલા, પોતાના હાથમાં ત્રિશુળને ધારણ કરીને બેઠેલ છે. આ રીતે અકાર વગેરે ત્રણેય રૂપો વર્ણોનું સંયુક્ત રૂપ "ૐ" છે અને એ સંપૂર્ણનું કારણ એકાક્ષર સ્વરૂપ પરમ જ્યોતિ છે, એવું ચિંતન કરવું જોઈએ.
તો આ ચિંતન થઈ ગયું. હવે શું કહે છે? તો કે તમે આ ઓમકાર જુઓ, બસ! બીજું કાંઈ કરવાનું નથી. અને તમે આ શ્વાસ જાણે ગયા, બસ એ ચાલી રહ્યો છે. તમારું એને જોયા કરવાનું. ચંદ્રમંડળનું ધ્યાન કરતાં કરતાં આ ઓમકાર થઈ રહ્યો છે એવી રીતે તમારે જોવાનું. એ તમારું ધ્યાન થઈ જશે. એટલે એ પરમ જ્યોતિષ સ્વરૂપ છે, જ્યાં આ ઓમકાર સમી જાય છે, ત્યાં જો પરમજ્યોતિ ઊભી જ છે.
એ ધ્યાન પછી ફરીથી ઈડા નાડી દ્વારા બહારનો વાયુ ૧૬ માત્રામાં ખેંચો. એ વખતે અકારનું ધ્યાન કરો. એ જ વાયુને ૬૪ માત્રામાં અંતરકુંભક કરો અને એ સમયે ઓમકારનું ધ્યાન કરો. ત્યારબાદ પીંગળા નાડી દ્વારા ૩૨ માત્રાથી સંયુક્ત એ અંદર ભરેલા વાયુને બહાર કાઢો. તે વખતે મકારનું ધ્યાન કરો. આ રીતે ક્રિયા હંમેશા વારંવાર કરતા રહેવું જોઈએ.
તો આ એનો બીજો પ્રકાર થયો. પહેલા નાડીશોધન પ્રાણાયામ તમને આપી દીધું. ત્યારબાદ હવે ધ્યાનની વિધિ આપી. ધ્યાનની વિધિની અંદર સાથે સાથે હવે તમને પ્રાણાયા યામ કરાવે છે કે જેની અંદર તમે આકારનો નો એ કરતાં કરતાં ચંદ્રનાડીથી શ્વાસ લો છું. ૧૬ માત્રા, ૬૪ સુધીને તમારે હોલ્ડ કરવાનું આવે છે. ૩૨ સુધી તમારે એને મકારનું ધ્યાન કરતાં કરતાં બહાર કાઢવાનું. ૬૪ સુધી ઓમકારનું ધ્યાન કરતાં કરતાં ફૂલ ઓમકાર અંદર રોકી રાખવાનું. અને આ એક દિવસમાં બને તો તમારે રોજ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે તમારે હોલ્ડ કરવાની ક્ષમતા વધતી જાય તેના પ્રમાણે તેમાં આગળ વધી શકાય.
આવી રીતે આસન દ્રઢ થઈ ગયા પછી યોગી પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને, બીજાનું હિત જોતા, પોતે અલ્પાહાર પર રહેતા, સુસુમના નાડીમાં રહેલા મળને સુકવી નાખવા માટે હંમેશા યોગાભ્યાસ કરતો રહે. એ સમયે પદ્માસન પર બેસી, ચંદ્રનાડી દ્વારા વાયુને ભરીને, શક્તિ મુજબ કુંભક કર્યા પછી, જો હવે અહીયા ૬૪ ને ૩૨ વાળું ગાયું. શક્તિ મુજક કરીને સૂર્યનાડી દ્વારા રેચક કરવો જોઈએ. ત્યારબાદ સૂર્ય નાડીથી પૂરક કરી કુંભક કરવું, ચંદ્ર નાડીથી રેચક કરવું જોઈએ. તે રીતે જે નાડીથી રેચક કરી, એ જ નાડીથી થી કૂટી પૂરક કર્યા બાદ કુંભક કરવો જોઈએ. આ ભાવને દર્શાવના નીચે દર્શાવેલ શ્લોક વર્ણવામાં આવેલ છે. સૌથી પહેલા ઈડયા નાડી દ્વારા પ્રાણને અંદર ભરી કુંભાગ કરો. ત્યારબાદ બીજી પીંગલા નાડી દ્વારા રેચક કરો. ત્યારબાદ ફરીથી પીંગલાથી...
પૂરક કરી કુંભક કરતાં ઇડા નાડીથી રેચક કરવું જોઈએ. આ પ્રક્રિયાથી સૂર્ય અને ચંદ્ર નાડી દ્વારા પ્રાણાયામનો નિરંતર અભ્યાસ કરવાથી યોગીની બધી જ નાડીઓ ત્રણ માસમાં શુદ્ધ થઈ જાય છે. સતત કરવાનું કીધું. આ રીતે તમે જે નાડી પર ધ્યાન આપશો, તે નાડી ચાલશે. એવી રીતે ધીમે ધીમે તમે કંટ્રોલ લાવી શકો છો કે જ્યારે ચંદ્રનાડી કરતા હોય ત્યારે ડાબા નસકોરામાં ચંદ્રનાડી ચાલી રહી છે તેનો ખ્યાલ રાખીને તમારે ધીમે ધીમે પ્રાણને અંદર લેવાનું. કેવી રીતે? અગાઉ બતાવ્યું હતું તે રીતે કે ચંદ્રમંડળનું ધ્યાન કરતાં કરતાં બહાર રહેલા અમૃતને પીતા તમારે ચંદ્રનાડીનું લેવાનું. આને અગ્નિ સાથે સંયુક્ત કરવાનું હોલ્ડ કરતી વખતે અને પછી સૂર્યનાડી દ્વારા એને બહાર કરી રેચન કરવાનું. એ જ ક્રિયાને પાછી ફરી ઉલટાવવાની. શું? જમણેથી શરૂ કરી ડાબે સુધી લાવવાની.
તો પ્રાતકાળ, મધ્યાહન, સાયંકાળ અને મધ્યરાત્રિમાં આ રીતે ચાર વાર મંદ મંદ ગતિથી 80 માત્રાઓ સુધી કુંભકનો અભ્યાસ કરવો જોઈએ. 80 માત્રા હોલ્ડ કરો ત્યાં સુધીને તમારે 80 વખત, 80 સેકન્ડ સમજી લો તમે લગભગ રફલી. તો પણ એટલે 80 સેકન્ડ સુધી તમે હોલ્ડ કરી શકો, કમ્ફર્ટેબલ હો એટલો તમારે અભ્યાસ જોઈએ. આ કરતી વખતે કનિષ્ઠ પ્રાણાયામ થશે એટલે બરાબર નથી થયો. પહેલા તો પ્રાણાયામ કરશું પણ એ કનિષ્ઠ જાતનો પ્રાણાયામ હશે. તો તે વખતે પરસેવો છૂટશે શરીરમાં. પછી આગળ ઉપર મધ્યમ સ્તરનો પ્રાણાયામ થશે એટલે અમુક થશે ને અમુક બરાબર નથી થતો એવા ટાઈપનું. આ એટલે કનિષ્ઠમાં તો કેવું છે કે સાયકલ ચલાવતા શીખે છે બિચારો. આમ બે પેડલ મારે હજી છે, બે ફૂટ જાય તે પહેલા પડે છે એવો. મધ્યમની અંદર શું છે કે હવે થોડેક સુધીને ચલાવે છે ને પછી જઈને પડે છે એવો પ્રાણાયામ થાય.
જ્યારે ઉત્તમ, જ્યારે મધ્યમ સ્તરનો પ્રાણાયામ કરતા શરીરમાં ધ્રુજારી, કંપન થશે. આવું કંઈક થતું હશે શરૂઆતની અંદર. અને શ્રેષ્ઠ પ્રાણાયામમાં પદ્માસનમાં બેઠેલ યોગી પોતાના આસન પરથી ઉપર ઊઠી જાય છે. જ્યારે શ્રેષ્ઠ પ્રાણાયામ થાય છે, લેવિટેશન. પણ તે વખતે એને પદ્માસનમાં બેઠેલો હોવો જોઈએ તો એ લેવિટેશન થશે. બીજા કોઈ આસનમાં બેઠો હોય તો શક્ય છે કે ના પણ થાય. પણ ઉત્તમ પ્રાણાયામ થાય તો લેવિટેશન થવું જ જોઈએ. આ એક રસ્તો છે. પ્રાણાયામ કરતી વખતે શ્રમને કારણે શરીરમાંથી જે પરસેવો નીકળે છે તે પરસેવાને શરીર ઉપર જ ચોળી દેવાનું. એનાથી યોગીનું શરીર અત્યંત વધારે મજબૂત અને હલકું બનતું જાય. આનો એક બીજો બેનિફિટ પછી કહીશ. પ્રાણાયામનો અભ્યાસ કરતી વખતે શરૂઆતની અવસ્થામાં દૂધ અને ઘીના ભોજનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારબાદ જ્યારે અભ્યાસ સ્થિર થઈ જાય છે ત્યારે કોઈ નિયમની આવશ્યકતા રહેતી નથી.
તો પહેલા ત્રણ મહિના તમારે જ્યારે આવા પ્રાણાયામની શરૂઆત કરો તો મોટાભાગે દૂધ ભાતની ખીર જેવું બનાવી અને અંદર ચમચી ઘી નાખીને એમ કે સવાર સાંજ આજ તમારો આહાર હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 32 કોળિયા મેક્સિમમ, એનથી વધારે નહીં. પછી તો કે 16 કોળિયા, 16 કોળિયાથી વધારે નહીં. છેલ્લે તો કે આઠ કોળિયા. આઠ કોળિયાથી વધારે એક સમયે ખાવાનું જ નહીં. એક કોળિયું એટલે લગભગ આટલો થાય. આમ બધું આમ બાજુમાં મુકશો તો થોડું થોડું થોડું થોડું કરતા તો માંડ 100-સવાસો ગ્રામથી વધારે નહીં થાય. એટલો જ આહાર એક ટાઈમે એમ. હા, લગભગ બે પાણીપુરી જેટલું તો થાય એમ કે એક તો નહીં કહું પણ લઈએ જેટલું. આઠ કોળિયા એટલે આઠ પાણીપુરી એમ. એવું કીધું. હા, એવું કહી શકાય પણ પાણીપુરી બહુ વધારે પડે આની સામે તો બહુ વધારે. આઠ પાણીપુરી ખાધા પછી માણસને કશું ખાવાની જરૂર વાસ્તવમાં પડવી જોઈ નહીં.
પણ અહીંયા આપણે પાણીપુરી બંધ કરવી પડશે ત્રણ મહિના માટે વાત એ છે. કારણ કે આપણને દૂધ અને ભાત ખાવાનું કીધું છે. આના અંદર થોડું ઘી નાખવાનું. તો જે રીતે સિંહ, હાથી અને વાઘને ધીમે ધીમે વશ કરવામાં આવે છે એવી રીતે વાયુ પણ પ્રાણાયામના અભ્યાસથી ધીરે ધીરે વશમાં થઈ જાય છે. એનાથી વિપરીત નિયમમાં ચાલવા અગર ઉતાવળ કરવાથી વાયુ યોગીનો વિનાશ કરી દે છે. આ એક પોસિબિલિટી છે કે વાયુ પછી વિકૃત થઈ જાય. વાયુ આડો અવળો કંઈક ક્યાંક કંઈક ચડી જાય અને પછી વાયુની અનેક વિકૃતિઓ હોય છે. વાયુના 80 પ્રકારના રોગો થાય છે. હવે 80 પ્રકારના રોગો પેલા ગામના વૈદને ખબર હોય પણ યોગથી થયેલું જે વિકૃતિવાળું જે કંઈ હોય તેની એને પણ ખ્યાલ આવે. એને અઘરું પડે એની સારવાર કરવાનું, એ બધું કરવાનું. વળી પાછો યોગનો કોઈક જાણકાર હોય તેના પાસે જવું જોઈએ. તો શક્તિ મુજબ કુંભક કરવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે.
યાદ રાખો તો એનાથી બહાર નહીં જવાનું. પોતાની શક્તિ પ્રમાણે પ્રાણાયામ કરવા જોઈએ. જો બહારથી વધારે તો ના જ પાડી છે તમને. સમજાય? નાડીઓ શુદ્ધ થવાથી નાદ સંભળાય છે અને શરીર રોગ રહિત બની જાય છે. વિધિ વિધાન પૂર્વક પ્રાણાયામ કરવાથી યોગીનો સમસ્ત નાડી સમૂહ શુદ્ધ બની જાય છે. ત્યારે સુષુમ્ણા નાડીનો મોહ ભેદીને વાયુ સુખપૂર્વક તેમાં પ્રવેશ કરી જાય છે. વાયુ જ્યારે વચ્ચે સંચરિત થાય છે ત્યારે શું થાય છે? મન સુસ્થિર થઈ જાય છે. એકદમ શાંત, સ્થિર, બિલકુલ. અને જ્યારે મનની સારી રીતે સ્થિરતા થઈ જાય છે ત્યારે એ સ્થિરતાને મનોન્મની અવસ્થા કહેવામાં આવે છે. મનોન્મની, ઉન્મની. એક સાધકે પૂરકના અંતમાં કુંભકના સમયે જાલંધર નામનો બંધ કરવો જોઈએ. ફળપતીને અહીંયા નીચે છાતી પર લગાડી રાખવાની અને હોલ્ડ કરી રાખેલું હોય તે જાલંધર બંધ થાય છે.
કુંભકના અંત અને રેચકની શરૂઆતમાં ઉડ્ડિયાન નામનો બંધ થવો જોઈએ. ઉડ્ડિયાન બંધ થાય એટલે શું થાય? પેટ બહાર આવે, ફ્રી થઈ જાય બિલકુલ. એ રીતના બહાર આવી જાય છે. નીચેની બાજુ મૂલબંધનું સંકોચન કરવામાં કંઠનું પણ સંકોચન થાય. મૂલબંધ.
મૂલરંધ્ર એટલે કયું? મૂલાધારની અંદર રહેલું જે છે તે મૂલરંધ્ર છે, આ બ્રહ્મરંધ્ર છે. અને વચ્ચેના ભાગને એટલે પશ્ચિમ એટલે કે પાછળ તરફ ખેંચવાથી પ્રાણવાયુ બ્રહ્મનાળીમાં હંમેશા વિદ્યમાન રહે છે. એટલે મૂલબંધ થશે અને ત્યાંથી પ્રાણવાયુ જે છે તે સુષુમ્ણામાં પ્રવેશ કરી પાછળની તરફથી ઉપર આવવાનો શરૂ થશે. ધીમે ધીમે અપાન વાયુને અંદર આવે છે, ઉપર તરફ લઈ જઈને પ્રાણવાયુને કંઠથી નીચે તરફ લાવીને યોગી સાધક ગડપણથી રહિત થઈ ૧૦૦ વર્ષની ઉંમરે પણ ૧૬ વર્ષના યુવાન જેવો બની જાય છે. ૧૦૦ વર્ષનો થાય છે પણ ૧૬ વર્ષનો હોય તેવો યુવાન બનીને એવા ૧૦૦ વર્ષ પૂરા કરી શકે છે પોતાના જીવનના, એમ કહે છે.
સુખાસનથી બેસીને જમણી નાડી દ્વારા બહારના વાયુને અંદરની તરફ ખેંચી, માથાના વાળથી માંડીને પગના નખની અણી સુધી વાયુને રોકી એટલે કે કુંભક કરીને ડાબા નાડી દ્વારા વાયુને બહાર કાઢે અથવા રેચક કરે. આવી ક્રિયા કરવાથી કપાલની શુદ્ધિ થાય છે અને નાડીઓમાં રહેનારા સમસ્ત રોગોનો સંપૂર્ણપણે વિનાશ જ થઈ જાય છે. તો આ પ્રાણાયામ જ્યારે થાય ત્યારે ઇનહેલેશન કર્યું અને પછી જેવું તમે હોલ્ડ કરવાનું શરૂ કર્યું એટલે અહીંથી, અહીંથી, અહીંથી આ દરેક જગ્યાની તમને અવેરનેસ હોય છે. ફૂલ ફ્રોમ વિધીન ઇનસાઇડ, તમે દરેક જગ્યાએ જાણે કે એ પ્રાણનો સ્પર્શ કરાવી રહ્યા છો સમગ્રપણે, સમગ્ર રીતે. એવી રીતે હોલ્ડ કરીને રાખવાનું અને પછી ધીમે ધીમે ધીમે ધીમે એને બહાર કાઢવાનું, ઉતાવળ કર્યા વગર. ગમે એક બાજુથી શરૂ કરો, બીજી બાજુ બહાર કાઢો, બરાબર? તો આવા પણ ત્રણ પ્રાણાયામ કરવાથી ધીરે ધીરે શુદ્ધિ થઈ જાય છે.
આ ક્રિયા તે પણ બધા રોગો દૂર થઈ જાય.
હવે હૃદયથી માંડીને કંઠ સુધી શબ્દની સાથે બંને નાસિકા છિદ્રો દ્વારા ધીરે ધીરે વાયુને ખેંચી, શક્તિ અનુસાર કુંભક કર્યા બાદ ઇડા નાડી દ્વારા રેચક કરવું જોઈએ. હૃદયથી માંડીને કંઠ સુધી. દરેક વખતે પ્રાણ લો, તમે ધ્યાન આપો, તમે હૃદય પર પહોંચ્યા છો, ત્યાંથી તમે કંઠ સુધી પ્રાણને ઉપર લઈ જઈ રહ્યા છો. હોલ્ડ કરો, ધીમે ધીમે ધીમે બહાર કાઢી નાખો. આ ક્રિયા ચાલતા ચાલતા, ઊભા રહેતા પણ કરતા રહેવું જોઈએ. આ કરવાથી શું થાય છે? કફનું શમન થાય છે અને જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે. ખાવાનું પચી ગયું, ચાલો જમવા જઈએ, બીજું એવું નહીં કરવાનું.
મુખ દ્વારા શીત્કાર અથવા સીત્કાર કરતા વાયુ અંદર ભરી, શક્તિ અનુસાર કુંભક કર્યા પછી બંને નાસિકા છિદ્રો દ્વારા રેચકની ક્રિયા કરવી જોઈએ. તેનાથી ભૂખ, તરસ, આળસ અથવા નિદ્રાનો પ્રાદુર્ભાવ થતો નથી. હવે કુંભકના સંદર્ભમાં કહીએ છીએ કે એના બે ભેદ છે: એકમાં સહિત અને બીજામાં કેવળ. રેચક અને પૂરકથી જે સંયુક્ત હોય તેને સહિત કહેવાય. એનાથી રહિત હોય તે કેવળ છે. એમાંથી કેવળ જ્યાં સુધી સિદ્ધ થાય નહીં ત્યાં સુધી સહિતનો અભ્યાસ કરતા રહેવું. કેવલમાં તમે શ્વાસ લેતા પણ નથી કે છોડતા પણ નથી, બસ એમ જ શ્વાસ રોકાઈ જ ગયો છે એટલે એને કેવળ કહેવામાં આવે છે. પણ પહેલા શું છે? સહિત છે. તો સહિતમાં શું થશે તમારે? તો કે પૂરક કરવો પડશે, હોલ્ડ કરવો પડશે અને પાછો રેચક કરવો પડશે. કેવલની અંદર શ્વાસ લીધો જ નથી, છોડતા પણ નથી અને છતાં એકદમ રોકાયેલા.
૧૦-૧૫ સેકન્ડનો કેવલ તો થઈ શકે કોઈપણ સમયે. પછી એ અભ્યાસ ધીરે ધીરે વધતો જાય. પણ એ પહેલાના પ્રમાણમાં છે. સહિતમાં જેટલું કરશો કામ એટલું કેવલ આગળ વધશે. તો કેવળ કુંભક સિદ્ધ થઈ જાય ત્યારે યોગીને ત્રણેય લોકોમાં કશું જ દુર્લભ રહેતું નથી. કેવળ કુંભક દ્વારા કુંડલિની જાગૃત થઈ જાય છે. આ સિદ્ધિ પછી યોગી સાધક કૃશ શરીરથી યુક્ત, પ્રસન્ન મુખવાળો, નિર્મળ નેત્રોથી સંપન્ન, નાદનું શ્રવણ કરનારો, સમસ્ત રોગોથી રહિત, બિંદુનો જય કરનારો, બ્રહ્મચર્ય સિદ્ધ, બિંદુનો જય કરનાર, પ્રજ્વલિત જઠરાગ્નિથી યુક્ત થઈ જાય છે.
હવે અંતઃકરણમાં લક્ષ્ય નિહિત હોય છે તથા બહારની દ્રષ્ટિ નિમેષ ઉન્મેષ અર્થાત પલક ઝપક્યા રહિત થાય તે જ વૈષ્ણવી મુદ્રા છે. જેમ જેમ આ ચંદ્રમંડળનું ધ્યાન વધતું જશે તેમ તેમ તમારે પલકો પાડવાની, આમ કરવાની જે રિક્વાયરમેન્ટ છે તે ઓછી થતી જશે. કૃકર નામનો જે વાયુ છે તેની ઉપર તમારો કંટ્રોલ આવતો જશે એટલે તમારે વારેવારે પછી પલકો ઝપકાવવાની જરૂરત પડતી. પલકો સામાન્ય રીતે વધારે પડતી ઝપકાવનાર માણસમાં આત્મવિશ્વાસનો, આત્મશ્રદ્ધાનો અભાવ હોય છે. અહીં તો તમે સંપૂર્ણ આત્મસ્વરૂપમાં આવી રહ્યા છો એટલે ફૂલ ઓફ પાવર જ છો, ફૂલ ઓફ વિગર જ છો એટલે તમે તો પછી તો આવી રીતના આમ સહજ સ્વાભાવિક જ રહો છો. તમારે પલકો પાડવાની જરૂરત રહેતી નથી અને જો કોઈના સામે તમે ભૂલથી પણ જોઈ લીધું તો પેલો માણસ પોતાની આંખો ના તો બંધ કરી શકે, ના તો ખોલી શકે, ના તો હાલી શકે, ના તો ચાલી શકે એવી સ્થિતિ થાય, એવો પાવર આવી જાય માણસને.
તેનાથી શું થાય એ તો ખબર પડે કે આઠમામાં આવ્યો બીજું કઈ. એટલે આ બધામાં કંઈ બહુ ઊંડા વધારે પડતા ઉતરવાની જરૂર નથી. બ્રહ્મની પ્રાપ્તિમાં આ બધી વસ્તુઓ શું છે કે એક લાંબા સમય સુધી તમને ગૂંચવી રાખી શકે છે અને એક જેને કહેવાય ફોલ્સ પ્રટેન્સ ઊભો થાય કે હું આધ્યાત્મિક છું. પાછું તો પાછું ભયંકર નુકસાન થઈ જવાની પણ પોસિબિલિટી છે. એટલે સામાન્ય ભાવે, સહજ સ્વાભાવિકતાથી થોડો ઘણો અભ્યાસ કરવો જોઈએ.
હવે કહે છે, અંતલક્ષમાં યોગીનું ચિત્ત અને પવન વિલયને પ્રાપ્ત થઈ ગયો હોય તે યોગી સાધક સતત નિશ્ચલ નેત્રો દ્વારા બહાર અને અંદરની તરફ જોતો હોય પરંતુ તેથી અતિરિક્ત અહીં કાંઈ પણ ન જોતો હોય તેને ખેચરી મુદ્રા કહેવામાં આવે છે. એની બસ આ વૈષ્ણવી મુદ્રા થઈ ગઈ અને પછી એમ ને એમ જ રહેતો હોય. એનું લક્ષ્ય અંદર પણ છે અને બહાર પણ છે, બંને જોયા કર. તો એ ખેચરી મુદ્રા થઈ ગઈ. એમાં શૂન્ય અને
અશૂન્ય રહિત પરમ તત્વ અવિનાશી પદરૂપમાં પ્રકાશિત થતો રહે છે. શું થાય છે? પરમ તત્વ અવિનાશી પદમાં પ્રકાશિત થતો રહે, એટલે તેને આ ક્ષણે અહીંયા આગળ થોડી વખત ભાસ આવશે કે "હું અનંત છું." પાછો જતો રહે. "હું અવિનાશી છું." પાછો જતો રહેશે. એવું લાંબો સમય થયા કરશે, પણ એ શરૂ થઈ જશે. એમ કે ત્યાંથી શરૂ થશે.
"અર્ધ ઉન્મિલિત નેત્રો યુક્ત, એકાગ્ર મનવાળો અને નાસિકાના અગ્રભાગ પર સ્થિત દ્રષ્ટિ વડે સંપન્ન યોગી અચલભાવને પ્રાપ્ત કર્યા પછી સૂર્ય અને ચંદ્ર નાડીને પણ વિલય કરી દે છે." જ્યારે તમને સૂરજ-ચાંદાનું ધ્યાન કરાવડાવ્યું અને પછી એમ કીધું કે તમારા આ ચંદ્ર છે ને આ સૂર્ય છે, તેને તમે પહેલા આમ શિફ્ટ કરી દો, આમ કરીને આમ. એટલે ટ્વિસ્ટિંગ કર્યું. પછી એ રીતે તમે ચાલુ રાખ્યું, તો અહીંયા જે ગરમ હતું એ ઠંડું થઈ ગયું, ઠંડું હતું એ ગરમ થઈ ગયું. બે નાડીઓ ભેગી થઈ ગઈ, ચંદ્ર ને સૂર્ય નાડી. સુષુમ્ણા ચાલવા માંડી તમારી. પછી એને ત્યાંથી નીચે લાયા કે કંઠની અંદર હવે તમે ચંદ્રને અને સૂર્યને જુઓ, આ કંઠ પ્રદેશના આકાશની અંદર. ત્યાંથી પછી તમને એવું કીધું કે ભાઈ, તમે નીચે આવો, તમારા હૃદય આકાશની અંદર તમે હવે પહેલા ચંદ્રને જુઓ, પછી સૂર્યને જુઓ.
તો ચંદ્ર અને સૂર્ય બંને મર્જ થઈ ગયા તમારે. બે ભેગું કરી આલ્યું, બરાબર? એની યુતિ જેવી થઈ એટલે શું થયું કે તમારી સૂર્ય અને ચંદ્ર બેય નાડીઓ તમારી એક થઈ ગઈ. હવે તમારી પાસે ફક્ત સુષુમ્ણા છે, બીજું કંઈ નથી. પણ સુષુમ્ણા તમે લાંબો સમય એનો અભ્યાસ કરશો એટલે અંદર રહેલી વજ્રનાડી, સરસ્વતી અને બ્રહ્મનાડી ઓટોમેટિક ચાલવા માંડશે. સુષુમ્ણામાં એક વખત પ્રવેશ થઈ ગયો પછી એ દિવસ દૂર નથી. સાથે આપણી ફક્ત નિષ્ઠા માંગી લે છે કે "હું બ્રહ્મનિષ્ઠ છું, હું તત્વનિષ્ઠ છું." બસ, મારી નિષ્ઠામાં જ છે. ભલે મને નથી દેખાતું, ભલે મને અત્યારે અનુભવ નથી આવતો, પણ ના, મને ખબર છે કે આ જ રસ્તે આગળ વધાય છે.
ખ્યાલ આવ્યો? માણસ આમ ચાલતો જતો હોય તો એને સામે પોતે ક્યાં પહોંચવાનું છે એ ભલે એને દેખાતું ના હોય, પણ એને ખબર હોય છે કે હું લગભગ આટલે પહોંચીશ, હું અહીંયા નીકળીશ. એને દેખાતું ના હોય. આ રોડ ઉપર ચાલતો જતો માણસ હોય તો એને ખબર ના હોય કે હું એસ.જી. હાઈવે પર નીકળવાનો છું, પણ અહીંથી આમ ચાલતો ચાલતો દસ ડગલાં આગળ કરતો જાય ને એનું લક્ષ આગળ ને આગળ વધતું જાય. છેવટે એ ત્યાં પહોંચી ગયો હોય ત્યારે એને ખબર પડી જાય કે હું પહોંચી ગયો. એવું આપણને પણ અનુભવ આપે છે.
"તે સમયે જ્યોતિરૂપ સમસ્ત બાહ્ય વિષયોથી વિહીન, જ્યોતિરૂપ બાહ્ય વિષયોથી વિહીન થઈને દીપ્તિમાન જે તત્વ પ્રકાશિત થઈ..." બસ, આમ કરીને આમ પ્રગટ થઈ જશે એકદમ એ તત્વ. અને તમારી સામે જ છે, એ તમારી અંદર છે. હવે આ તત્વ આ શરૂઆતમાં શું છે? અલગ છે એનો ખ્યાલ છે. પછી તમને એમ થાશે કે આ એ હું જ છું. આ બધું મારી જ અંદર ઝપકારા-ચમકારા થઈ એટલે આકાશમાં જેમ વીજળી ચમકતી હોય એવો ખેલ છે આ બધો. શું શરૂઆતની અંદર આ બધું થાય કે ના થાય? પછી દિવાળી આવે. પહેલા તો બધી વીજળી ચમકે, ગડગડાટ થાય, ખૂબ વરસાદ પડે, પછી દિવાળી આવે. તો દિવાળીને દાડે પછી શું થાય? દીવા થઈ જાય આપણે સરસ મજાના. એ જ પરમ વસ્તુના રૂપમાં તેનો વિષય હોય છે.
"હે શાંડિલ્ય, આ પ્રમાણે તમારે જાણવું જોઈએ." ફક્ત માહિતી લઈ લીધી એટલે પતી ગયું એવું નહીં. એમ તમે પ્રયોગ કરો અને તમે જાણો. એમ કહે છે કે આવું કરવાથી આવું થાય છે એમ તમારે ખાતરીપૂર્વક જાણવું જોઈએ. "આ કારણે હે શાંડિલ્ય, યોગી સાધક બંને નેત્રોની પૂતળીઓને જ્યોતિની સાથે જોડીને બંને ભમરને થોડીક ઉપર ઉઠાવે. આ રીતના આ સાધકના પ્રારંભિક અભ્યાસનો માર્ગ છે અને તેથી ક્ષણ માત્રમાં ઉન્મની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. આ માટે સાધકને ખેચરી મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ, તેથી તે ઉન્મની દશાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તેને યોગનિદ્રાની પ્રાપ્તિ થાય છે. જે સાધકને યોગનિદ્રાની પ્રાપ્તિ થાય તે યોગ ફરી કાળના વશમાં થતો નથી. આ કારણે હે શાંડિલ્ય, શક્તિના વચ્ચે મનને કેન્દ્રિત કરો." ક્યાં? શક્તિના વચ્ચે. શક્તિને મનની અંદર ગતિશીલ બનાવી તમે મન દ્વારા મનને જુઓ તથા સુખી, સમુન્નત જીવન વ્યતીત...
મન દ્વારા મનને જુઓ. મનને જોવાની શક્તિ કોણ આપશે? એટલે એના દ્વારા તમારા મનમાં શું ચાલી રહ્યું છે તેને તમે જોઈ શકશો. એટલે મનમાં શું ચાલી રહ્યું છે એને જો જો જો કર્યા કરશો એટલે જીવન તમારે ઉન્નત થશે એમ કહે છે અહીંયા.
"એ પ્રકારે ચૈતન્ય એટલે કે આકાશની વચ્ચે આત્માને સ્થિત કરીને..." હવે જો, થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ આવી રહ્યું છે, એટલે બહુ જ આમ છે, એ પણ ઇઝી છે. "આત્માને સ્થિત કરીને આકાશની વચ્ચે." આ આકાશ છે, આ આકાશ છે, સમજાયું? આ રૂમ છે એ પણ આકાશ છે, આ રૂમની બહાર છે તે પણ બધું આકાશ. તેમાં આત્માને સ્થિત કરવાનો છે કે આ આકાશની અંદર આત્મા રહેલો છે. શું? આ આકાશની અંદર આત્મા રહેલો છે. બસ, એટલું આમ જોવાનું. "મારો આત્મા અહીં છે, હું આ છું." એમ જોવાનું છે. એવી રીતે આત્માને વચ્ચે ચૈતન્ય આકાશને પ્રતિષ્ઠિત કરતા રહેવું જોઈએ. આ રીતના સતત જુઓ ને, આ હું છું. બોલવાનુંય નથી મનમાં પણ. બસ, આમ સતત આમ જોયા કરવાનું છે. આ આકાશ છે અને આ આકાશની અંદર વચ્ચે જે આ બધું જે કંઈ છે તે હું જ છું. આ બધું હું જ. તેવી રીતે સતત જોવાનો અભ્યાસ કરવાથી દરેકને ચૈતન્ય આકાશમય કરીને એવું ધ્યાન કરે કે એથી અતિરિક્ત બીજું કંઈ છે જ નહીં.
તો જે કંઈ છે એ બધું આકાશ છે અને આ આકાશની અંદર જે કાંઈ છે તે હું છું એવું ધ્યાન કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું એમ કહે છે. પછી આગળ શું કીધું? તો કે "બાહ્ય જગતની ચિંતાઓ નહીં કરવાની. એવી રીતે પોતાના અંદરની પણ ચિંતા નહીં કરવાની. હવે તમે બસ આકાશના ધ્યાનની અંદર લાગી જાવ, બરાબરના સતત."
બસ, આ હું છું, હું છું, છું. પછી હાથ છોડી દેવાની ધીમે રહીને. આ તો શરૂઆતમાં પ્રેક્ટિસ માટે બતાવ્યું, બરાબર? કે ભાઈ, આ આકાશ છે, એ હું છું. એટલે તમને ખ્યાલ આવે ને? પહેલા તમે પ્રાણ આમ કરતા હતા, અનુભવ કરતા હતા. હવે તમારા આ જે આકાશ છે, એને તમારે આ દ્રષ્ટિથી અનુભવ કરવાનો છે. હવે પછી તમારે એનો અનુભવ મનથી કરવાનો છે અને આત્મા વડે આત્માને શોધવાનો છે. બસ, એ ત્યાં છે જ. એટલે કે અંદર કે બહારની કોઈપણ વસ્તુની ચિંતા કર્યા વગર આ પ્રમાણે સમસ્ત પ્રકારની ચિંતાઓનો પરિત્યાગ કરીને માત્ર ચૈતન્ય સ્વરૂપથી જોવું જોઈએ. આ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે મારું, એમ જોવાનું છે. આમ બધું જે કાંઈ છે તે બધું જ મારું ચૈતન્ય સ્વરૂપ. હું આ બધું છું, હું આ જ છું. જીણામ જીનું સૂક્ષ્મતમ જે કાંઈ છે તે હું જ છું અને હું બધે જ છું. આ સતત જોયા કરવાનું એમ કે ધીરે ધીરે એ વસ્તુ સ્થિરતા પકડશે.
પછી શું થશે? તો કે કપૂર અગ્નિની અંદર જેમ અને મીઠું પાણીમાં વિલીન થઈ જાય છે, તેવી રીતે ધ્યાનસ્થ યોગીનું મન પરમ તત્વમાં વિલીન થઈ જશે. પ્રોગ્રામ પૂરો તમારો. જેવું મન વિલીન થઈ ગયું, કામ પૂરું થઈ ગયું આપણું.
તો જે કંઈ જાણવા યોગ્ય છે અને જે પ્રતીત થાય છે, તેનું જે જ્ઞાન છે તેને મન કહે છે. જ્ઞાન અને જ્ઞેય બધું એકસાથે વિનિષ્ટ થઈ ગયું છે. આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન બધું ભેગું થઈ ગયું, એક થઈ ગયું. હવે જ્ઞેય વસ્તુનો પરિત્યાગ કરી દેવાથી મન વિલીનતાને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી "મારે આ જાણવું છે, મારે આ જાણવું છે" હશે ને, ત્યાં સુધી આ અને હું બે અલગ રહીએ છીએ. પણ જે હું એને આમ સંપૂર્ણપણે આત્મસાત કરી લઉં છું, એટલે જોનારો બી ગાયબ થઈ જશે, આ વસ્તુ બી ગાયબ થઈ જશે, સામે જે રહેલું છે તે પણ અને આજે ક્રિયા છે તે પણ પૂરી થઈ જશે. એ સંપૂર્ણતાને પામી જાય છે. તો જે કંઈ જાણવા યોગ્ય છે અને જે પ્રતીત થાય છે, તેનું જે જ્ઞાન છે તેને મન કહે છે અને જ્ઞાન અને જ્ઞેય બધું એકસાથે વિનિષ્ટ થઈ ગયું છે. એટલે હવે જ્ઞેય વસ્તુનો પરિત્યાગ કરી દીધો.
જે જાણેલું છે તેને છોડી દેવાનું છે. પરિત્યાગ. મન વિલીનતાને પ્રાપ્ત થાય છે. આ જાણી લીધું બસ. હવે બરાબર તમે જેમ જાણી લીધું હોય, વાંચી લીધા પણ ચોપડી બાજુ પર મૂકી દો છો કે નહીં? એવી ક્રિયા છે આ. અને કેવલ્ય માત્ર શેષ રહી જાય છે. પછી જે કંઈ રહી જશે તે શું હશે? ઘણી વખત આ વાંચવા બેઠા હતા, પછી આવું થયું તું તમને? આમ સતત પહેલા વાંચતા હતા, જોતા હતા, જોતા જ પછી બસ ગયું. ક્યાં ગયું ખબર નથી. હવે તો હું ઊંઘતાય નથી, જાગતાય નથી, ક્યાંક બીજી જગ્યાએ નથી. આ વંચાતું બી નથી, શબ્દ બી દેખાતું નથી, કશું નથી ને બસ તમે આમ બેઠા છે. આવી એક સ્થિતિ આવશે. એને "કેવલ્ય શેષ રહી ગયું" એમ કહેવામાં આવે છે.
તો, હે મુનિશ્વર, ચિત્તને વિનિષ્ટ કરવાના બે પ્રમુખ માર્ગ છે: એક યોગ અને બીજું જ્ઞાન. તો મનની યોગ અથવા ચિત્તની વૃત્તિઓનું સમન કરવું યોગ એટલે અને જ્ઞાન અર્થાત વસ્તુના તત્વને યથાર્થ રૂપમાં જોવું. આમ સામે જોવું તો પુસ્તક દેખાય છે, ત્યાં સુધી હજી મેં યથાર્થ જોયું નથી જ્ઞાનથી. એનો મતલબ એ છે કારણ કે હું વ્યવહાર દ્રષ્ટિથી જોઈ રહ્યો છું કે આ પુસ્તક છે. પણ વાસ્તવની અંદર જ્યારે હું આમ જોઈશ તો આ શું છે? જ્ઞાન છે વાસ્તવિકમાં. એટલે પછી એ જ્ઞાન જે છે તે જ વિજ્ઞાન છે. એટલે એ પ્રગટ થવા માંડશે મારી અંદર. ફક્ત જોયા જ કરવાથી આ ક્રિયા બનશે. એનું એન્ડ આવી જશે પછી ત્યાં આગળ. એટલે જ્યારે મન પોતાના વસમાં કરી લેવામાં આવશે, આવી રીતે વસ થઈ જાય એટલે શાંત. પછી શું ધમાધલ ના કરે, કંઈ બીજું બીજું ના દેખાડ્યા કરે. તમે અહીંયા આગળ વાંચતા હોવ અને માનો કે પેલું સુપરમેનનું પિક્ચર જોયેલું હોય તો એ બધા આમ ફ્લેશ આયા કરે, એ બધું થવાનું બંધ થઈ જશે.
અહીંયા આગળ આમ તમે બેઠા હોય, જોતા હોય, જોતા હોય અને તરત તમને તમારી ઓફિસ એકદમ ઝપકે અથવા બે કલાક પછીની મીટિંગ હોય તો આમ કરવાનું, તેમ કરવાનું, એ બધું જે બધું એકદમ બધું બહાર પડવા માંડતું હોય, એ બધું બંધ થવા માંડશે, શાંત થઈ જાય. જ્ઞાન વડે જ્ઞાન પ્રગટ. એટલે એક માર્ગ યોગનો છે અને બીજો છે એ જ્ઞાનનો છે. હવે જ્ઞાનના માર્ગે ચાલશો તો યોગ તો ઓટોમેટિક થઈ જ જવાનો છે. તો યોગ માટે વધારાનો ટાઈમ તમારે બહુ વધારે તેમાં આપવાની જરૂરત નથી. અને યોગમાં કષ્ટ સાધ્ય છે, રોગ થવાની શક્યતાઓ છે, ચિત્ત ભ્રમ થવાની શક્યતાઓ છે. જ્ઞાન માર્ગની અંદર માત્ર ભ્રમ થશે, ઇલ્યુઝન. એનાથી બચવાનું છે. ભ્રમ કયો થાશે? "હું બ્રહ્મ છું" એવો ભ્રમ છેલ્લે થશે. પછી "હું બ્રહ્મ છું? હું ક્યાં બ્રહ્મ છું?" શંકા થશે. "હું હજી ક્યાં બ્રહ્મ થયો?" આ જ્ઞાન માર્ગનો વિક્ષેપ છે.
એનાથી બચવું પડશે. બસ, એક વખત તમે નિશ્ચય કર્યો, "હું બ્રહ્મ છું. બ્રહ્મ આવો છે, આ છે અને હું બ્રહ્મ છું." બસ, ત્યાં લાગેલા રહેવાનું. પછી આવું બધું જે કંઈ આવે કરે બધું બાજુ પર કે આ બધો મનનો વિક્ષેપ છે, આવરણ છે, વિક્ષેપ છે, આ બધું અજ્ઞાન છે. એમ કરીને આમ દૂર કાઢવાનું. ત્યાં જ લાગેલા રહેવાનું. પછી આમ જો જો કરશો એટલે ત્યાંને ત્યાં જ જ્ઞાન પ્રગટ થશે. જોનારો છે એ પ્રગટ થઈ જશે, જાણી જશે. એવી રીતના થશે. એટલે કામ ચાલુ આપણું એ રીતે.
સંસારનો શું થશે? તો કે મનની ચંચળતા શાંત થયા બાદ આ સંસારનો વિલય થઈ જાય છે. સંસારનો વિલય કેવો થશે? બે રીતે થશે. એકની અંદર તમને સંસાર સંબંધી કાંઈ પણ આમ જે આવતું હતું એ બંધ થઈ જશે અને બીજાની અંદર એવું થશે કે આ સામે પુસ્તક છે, તમને પુસ્તક નહીં દેખાય. તમને કેવળ આકાશ જ દેખાશે અને પછી તમને કેવળ બ્રહ્મ જ દેખાશે. આકાશ પણ નહીં. આકાશ શેમાં છે? બસ, પકડશો એટલે સીધા તમે બ્રહ્મની અંદર ભૂસકો મારશો. દર વખતે આવી રીતે કરવાનું એટલે પછી.
બધા ભૂત ભાગી જશે. શું થશે? બધા ભૂત ભાગે. જ્યાં સુધી ભૂત હશે, ત્યાં સુધી આ પંચમહાભૂતોની ભૂતાવળ તમને બરાબર ધમાલ કરાવ્યા જ કરશે, કૂદકા-ભૂસકા માર્યા જ કરશે. મન પણ પછી ત્યાં સુધી. પણ જેવું આ પકડાવવાનું ચાલુ થયું, એટલે પછી બધું ગાયબ થઈ જાય.
ચિત્તની વૃત્તિઓ શાંત. બિલકુલ. આંખો બંધ છે, ખુલ્લી છે, કોઈ ફરક નથી. તમે બંધ આંખે પણ એ જ જુઓ છો, જે તમે ખુલ્લી આંખે જુઓ છો. તો તમે આંખો બંધ શું કરવા કરો? પછી તમે ખુલ્લી રાખીને જુઓ, તો ઉઘાડી આંખે તમને બ્રહ્મ દેખાય. એટલે પછી શું થયું? જીવંત સમાધિ થઈ ગઈ ને એની! અને કશે બંધ આંખો કરીને જોવાની, આમ કરવાની, તેમ કરવાની કોઈ આવશ્યકતા પછી રહેતી. કારણ કે એનું લક્ષ્ય શું છે? બ્રહ્મ છે.
હવે, એ અંદર છે કે બહાર છે? તો કે, બેય જગ્યાએ છે. અંદર-બહાર જેવું કંઈ છે જ નહીં, ભાઈ. બ્રહ્મ તો બધે જ છે, વ્યાપક છે. હવે સૂક્ષ્મ શું છે? તો કે, આકાશ. આ સામે જે છે, તે આકાશ સૂક્ષ્મ છે, રાઈટ? આની પર કોઈ ડાઘો પડ્યો નથી, પડ્યો? હવે એનાથી એ સૂક્ષ્મ એવું બ્રહ્મ એની સાથે જ છે. આ બધું શેમાં જાય? તો કે, એમાં જાય. આકાશ શેમાં રહેલું છે? બ્રહ્મમાં રહેલું છે.
પછી બ્રહ્મ પકડાવવાનું ચાલુ થશે. સતત આના ઉપર તમારે કામ થવું જોઈશે. સારો એવો સમય આપવો પડે આ બધું કરવાની અંદર. ત્યાર પછી મેળ પડશે.
હવે, હજી જ આ બધું કરવાનો જે કંઈ સમય જોતો હોય, તેમાં પહેલાને એમ થાય કે મારે પેલું કુંજિકા સ્તોત્ર કરવાનું આજે હજી તો રહી ગયું. આજે પેલું હનુમાન ચાલીસા કરવાનો હતો ને, રહી ગયો. "મૂક ને હનુમાનજીને, ભાઈસાબ, તું બાજુ!" પણ હનુમાનજી તારા પ્રગટ છે અંદર, તારી સાથે અત્યારે જો આમ ચાલી રહ્યા છે. તારી સાથે તને માર્ગ બતાવી રહ્યા છે કે, "આ રસ્તે જા તું આગળ, તારું ઠેકાણું પડી જશે. જા, તને મારો આશીર્વાદ છે." આટલું બધું તને આશીર્વાદ આપે હનુમાનજી તારા, અને તોય તું પાછું એ છોડીને પેલું ગાવા બેસી જાય, પેલું વાંચવા બેસી જાય. સમય એની અંદર આપી દીધો, શક્તિ એમાં ખતમ થઈ ગઈ. બસ, બધું ત્યાં ડિસ્ચાર્જ થઈ ગયું.
હવે પાછો રાત્રે આમ કરે, કહેશે કે, "ના, મને સાહેબે કીધું તું ને, પેલું ધ્યાન કરવા બેસું." પછી આમ કરીને આમ બેસે. થોડીક વખતની અંદર શું થાય? તો કે, નિદ્રા આવી જાય. હવે આ નિદ્રા છે, યોગનિદ્રા નથી. વાસ્તવિક નિદ્રા છે, કારણ કે એનું મન-મગજ થાકી ગયું. સુઈ જાય. એને પાછું પેલું બેટરી ચાર્જ કરવા જવું પડે ને પાછું. મન, વચન, કાયા ત્રણેની બેટરીઓ હવારથી હાજ સુધીમાં ડિસ્ચાર્જ થઈ ગઈ રાત સુધીમાં.
હવે આને શું થયું? તો કે, વધારે પેલા શું કહેવાય કે, પેલા થ્રી પ્લગ પિન ને એમાંથી બીજી થ્રી પ્લગ પિન કરીને પછી છ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ કરી દીધા હતા. એટલે બધું જલ્દી ડિસ્ચાર્જ થઈ થઈ ગયું એનું. તે વખત સમજાયું, એનું જલ્દી ડિસ્ચાર્જ થઈ ગયું, ત્યાં ખતમ થઈ ગયું એવા. એટલે પછી એને શું થાય કે, સાંજે સાડા છ થયા હોય, હજી ભોજન બી ના કર્યું હોય, તો એને થાક લાગ્યો હોય ને, ઊંઘાવા માંડે, જોકા ખાતો હોય માણસ.
અને તોય પાછું મગજમાં હોય: "માન, માન, ચાલીસા કરવાનું બાકી છે, બાકી છે. હું કરું છું: જય હનુમાન જ્ઞાન ગુણ સાગર..." ગયો અંદર સાગરની અંદર, ડૂબકો મારી દીધો. ખતમ થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. આવું થાય છે ને આપણા બધાની જોડે? નથી થતું? બહુ થાય ને! એટલે વિવેકપૂર્વક વિચાર કરવાનો કે, તમે એક એક ડગલું જેમ જેમ આગળ વધતા જશો, તેમ તેમ સ્થૂળ ક્રિયાઓ, સ્થૂળ પૂજા, કર્મકાંડ, આત બધી વસ્તુઓ ધીમે ધીમે છૂટતી જશે. તો એને ફરી પાછી જઈને પકડવાનો પ્રયત્ન ના કરો.
સહજ સ્વાભાવિકતાથી છે કે એ જશે જ. હવે તમે ટ્રેનમાં બેસી ગયા છો અને સ્પીડ ટ્રેને પકડી લીધી છે. તો તમે જે ઝાડ પાસે તમારો ડબ્બો હતો અને તમે એ ઝાડ જોતા હતા, એ ઝાડ તમારે સીધી લીટીમાં હતું, તે હવે ત્યાં નહીં રહે. કારણ કે ટ્રેન આગળ ચાલી ગઈ છે. પાછી આટલે પહોંચીને વળી પાછા તમે એ ઝાડ સુધીને એમ કે આમ ત્યાં આગળ પહોંચવાનો પ્રયત્ન કરો, તમારાથી જવાતું નથી. તમે ટ્રેનમાં બેઠા, ટ્રેન આગળ વધી ચૂકી. તો આવો પ્રયત્ન છે.
હવે, માનસિક રીતે માણસ પોતે પોતાના ફિઝિકલ બોડીને પાછો ફરી આમ પેલા ઝાડની એલાઈનમેન્ટમાં લાવવાનો પ્રયત્ન કરતો હોય, એવો પ્રયત્ન છે. એવું માટે ધ્યાન રાખો કે, જેટલી પણ સ્થૂળ ક્રિયાઓ હતી, બધાય આપણે બહુ સરસ છે એવું નથી. તમને કોઈ એક સમયે એને પણ બહુ જ ઉપયોગ કર્યો છે, કામ આપ્યું છે, બધું થયું છે. પણ હવે એનાથી આગળની સૂક્ષ્મ ક્રિયા, આવી સૂક્ષ્મ જ્ઞાન ક્રિયાઓ ધીમે ધીમે સમજવામાં આવી છે. તો હવે એ સ્ટેપ ચડતા જવાનું છે. તો એ બધાનો અભ્યાસ કરશો, તો પછી આગળનું ખુલશે.
જ્યાં સુધી આ બધું નહીં કરો, તો તમે વિચાર કરો કે, "હું ફક્ત હનુમાન ચાલીસા કરીશ ને સમાધિમાં જઈશ, મોટે મોટેથી બોલીને." થોડું અઘરું છે. ના જ થાય એવું નથી, પણ અઘરું છે, જ્યાં સુધી એ પૂરું પકડાશે નહીં ત્યાં સુધી. કારણ કે કોઈક વખતે ૪૦, ૫૦, ૬૦, ૭૦ વર્ષ સુધી એ પ્રમાણે કર્યા પછી કુદરતી ક્રમમાં માં કંઈક એવું બને કે, પેલો માણસ આમ ધીમે ધીમે પછી પેલા એની અંદર જતો જાય, બે શબ્દોની વચ્ચે ઉતરતો જાય, અને પછી આમ કરતાં કરતાં ધીમે રહીને બે શબ્દની વચ્ચેથી સીધો બ્રહ્મમાં પેસી જાય.
ધેટ ઇસ પોસિબલ, ધેટ ઇસ પોસિબલ! પણ ત્યાં શું થયું? પેલી સ્થૂળ ક્રિયા હતી ને, એ જતી રહી છે. જે એ પેલો સાડા ત્રણ મિનિટમાં પૂરું કરી દેતો ને હનુમાન ચાલીસા, એ બંધ થઈ ગયું. ત્યાં એવું નહીં થાય. ત્યાં તો કલાક, દોઢ કલાક, બે કલાક વીતી ગયા, પાંચ કલાક વીતી ગયા. એને ખબર નહીં પડે કે મારું પેલું પૂરું થયું કે ના થયું, એ પહેલા પેલો અંદર પેસી ગયો. આ વસ્તુ બને છે.
એટલે સૂર્યની ગતિ શાંત થયા પછી સંસારનો વ્યવહાર શાંત થઈ જાય છે. સૂર્યની ગતિ... સૂર્યની ગતિ... પિંગલાની ગતિ... પિંગલાની ગતિ એ સૂર્યની ગતિ છે. પ્રાણ જે છે...
તેની અંદર બે તત્વ છે: ગતિ સહાયક અને સ્થિતિ સહાયક. બંને મોજૂદ. યસ, પ્રાણની અંદર બંને મોજુદ. એટલે, જે તે વખતે જેની જરૂર પડશે, તેવી રીતના તે વર્ક કરશે. એ જ પ્રાણ એ રીતે વર્ક કરતો હોય.
અહીંયા શું થયું? સૂર્યની ગતિ શાંત થાય છે આ બધું કર્યા પછીથી. એટલે એનો વ્યવહાર એકદમ શાંત થવા માંડે છે. ચિત્તની વૃત્તિઓ શાંત થઈ જાય, બધું ધીરે ધીરે ધીરે ધીરે. તો, સૂર્યની ગતિ શાંત થઈ હોય તો શું થશે? ચંદ્રની ગતિ વધી ગઈ હશે. એક્ટિવિટી ચંદ્રની નાડીની વધી ગઈ હોય તે વખત. અને સૂર્ય અને ચંદ્ર બંને જ્યાં શાંત થઈ જાય છે, ત્યાં બ્રહ્મ ઊભો છે.
પહેલેથી હું રાહ જોતો હતો કે તું આ બે બત્તીઓ બંધ કર, કે ભાઈ, એટલે પછી હું પ્રગટ થાઉં. કે, "તો કેમ?" તો કે, "આ તારા ભૌતિક અજવાળાના કારણે તું મારા અજવાળાને જોઈ જ નહોતો શક્યો." સમજાયું? આ અજવાળાની અંદર તમે એમ કહો કે મને અલ્ટ્રા વાયોલેટ જરા જોવે છે, લાઈટ ક્યાં છે? તો તમને આટલા અજવાળામાં અલ્ટ્રાવાયોલેટ લાઈટ દેખાય? ઇન્ફ્રારેડ લાઈટ પણ દેખાય? બિલકુલ એવી રીતે બ્રહ્મનું લાઈટ પણ દેખાય નહીં. બિલકુલ એ જ રીતે જ્યારે આ બધા લાઈટ બંધ થઈ ગયા હોય, ત્યારે પછી પેલું લાઈટ પ્રગટ થાય. કારણ કે આ બધા લાઈટનો મેન સોર્સ એ છે, સૂક્ષ્મતમ છે એટલે.
એટલે શાસ્ત્રોનો અને સજ્જનોની સંગતિથી વૈરાગ્યના અભ્યાસનો યોગ થઈ જવાથી સંસાર પણ શાંત થઈ જાય. સર્વપ્રથમ સાંસારિક વૃત્તિઓ પ્રત્યે અનાસ્થા ઉત્પન્ન થવી જોઈએ.
સાંસારિક વૃત્તિઓ પ્રત્યે અનાસ્થા જે બલિરાજાને થઈ હતી. આમ શાંતિથી બેઠા હતા અને પછી બેઠા બેઠા બેઠા એમને એકદમ થવા મળ્યું કે, "આ શું કહેવાય કે રોજે રોજ હું એની એ જ રાણીઓ જોડે હું હઈ જઉં? એને એ જ ખાવાનું ખા ખા કરું? એના એ જ મંત્રીઓ જોડે એની એ જ વાતો કર્યા કરું? અને હવે તો કે મેં ત્રણેય લોકો જીતી લીધા છે, બધું થઈ ગયું છે. મારે હવે કશું કરવાનું બાકી જ નથી જીતવાનું પણ. પેલો ઇન્દ્ર આવીને અહીંયા આગળ રોતો હોય છે મારી આગળ કે, 'પ્રભુ, તમારા મને ચરણ એમ કે ચંપી કરવા દો.' જો કે આટલી બધી સ્થિરતા ને તાકાત ને બધાના સાથે હોવા છતાંય રોજ હું એનું એ જ કરું છું કે રથમાં બેસીને આમ જાઉં ને તેમ જાઉં ને પાછો આવું ને પાછો શિકાર કરવા જાઉં ને પાછો આવું. પણ તો કરું છું તો રોજ એનું એ જ કરું છું ને? કે ખાવાનું અલગ અલગ ખાવ પણ રોજ જ ખાઉં છું ને?"
"એમ કરતાં કરતાં એને એક દિવસ અંદરથી બધો વૈરાગ્ય પેદા થઈ ગયો કે, "આ બધાનો આધાર શું છે? આવું ક્યાં સુધી ચાલ્યા કરશે?" અને એ લોકોને તો આયુષ્ય પણ ઘણું લાંબું હતું દાનવોનું બધું. તેમ જેમ દેવો જીવતા હતા, એમ દાનવો જીવતા હતા, ઘણું બધું. એટલે કે, "હું કેટલાય અનંત કાળથી જાણે આનું આ જ કર્યા કરું છું," એવું મને લાગ્યા કરે છે. "તો હવે આ બધાનો આધાર શું છે ને આનો અંત ક્યાં? અથવા તો આમાં પછી આગળ વેરીએશન શું?" માણસને વેરીએશન જોઈ ને? એને જોઈતું હતું. તેમ કરીને પછી એવા વિચારે ચડ્યો અને પછી એને એમ થયું કે, "ના, નક્કી મારે કંઈક કરવું પડશે." ત્યારે એને દૈત્ય ગુરુનું આવાહન કર્યું, શુક્રાચાર્યનું. અને કીધું કે, "પ્રભુ, મારી દુવિધા તમે જ જાણો છો કે તમે આનું કંઈક નિરાકરણ આપો.""
તેને પાંચ-છ વાક્ય કહી દીધા, દાદાની પાંચ આજ્ઞા જેવા. તમે એ વાંચશો, આગળ આપું છું આ વખતે તમને. તે બસ એ પાંચ આજ્ઞાઓ જ એવા જ હતા દાદાની. અને પાંચ વાક્ય કહી દીધા કે, "તું આ છે, આ બધું આ છે, અને જે કાંઈ છે તે બધું બ્રહ્મ જ છે. એવી રીતના તું પણ બ્રહ્મ છે, એ પણ બ્રહ્મ છે, આ બધું જે કંઈ છે તે પણ બધું બ્રહ્મ છે. બસ, હવે આના પર તું ચિંતન-મનન કર કે એમાંથી તને તારો જવાબ મળી જશે. હું હવે જાઉં છું," કે કરીને જતા રહ્યા.
હવે પેલો ત્યાં આગળ બેઠો. "શું કહી ગયા કે છે એમ? એ તો બહુ ઉતાવળમાં હતા ભલે. પણ મારા ગુરુએ મને કીધું છે, મને વચન આપ્યું છે કે તું આ કરીશ એટલે આ થશે. એટલે મારો ગુરુ સમર્થ છે. મને કીધું છે, એમનું વચન બળ છે પાછું જોડે." મને વિચાર કરવા એમને શું કીધું પછી લાગ્યો બરાબરનો કે, "હું બ્રહ્મ છું? કેમનો બ્રહ્મ છું? બ્રહ્મ કેવો હોય? શું આમ તેમ?" બધું કરતાં કરતાં એવો એવો અંદર અંદર અંદર અંદર ઉતરતો ગયો કે બધું બાકીનું બધું ગાયબ થઈ ગયું. એટલી હદ સુધી કે એને ફક્ત બ્રહ્મ જ દેખાવા માંડ્યું ને બીજું કંઈ નહોતું દેખાતું. એવી સ્થિતિમાં એ પહોંચી ગયો.
પણ જિજ્ઞાસા... જિજ્ઞાસા નહીં, ધગધગતી ઉત્કંઠા! ધગધગતી કેવી? લાવા જેવી. લાવાનું ટેમ્પરેચર કેટલું હોય ભાઈ? 3600 ડિગ્રી હોય છે કે વધારે હોય છે? લગભગ 3600 ડિગ્રી તો મને ખ્યાલ છે, પણ આગળ તમે જોઈ લેજો જે બી હોય, ગૂગલ મહારાજ શું કહે છે. કારણ કે અમુક જગ્યાએ તો એનથી વધારે હોઈ શકે. તો આટલું ટેમ્પરેચર જાણે કે હોય એવું ધગધગતી એની ઉત્કંઠા કે બસ એની અંદર બધું બળી ગયું. એનું જે ભોગ-વિલાસની વૃત્તિઓ, આ તે, ગૂંચવાડો જે કંઈ હતું, બધું ખતમ થઈ ગયું.
તો એવી ધગધગતી ઉત્કંઠા પેદા થઈ છે મહીં બ્રહ્મને પામવાની કે જાણવાની. પહેલી વાત તો તપાસે કરો. ના હોય તો દિવાસળી ચાંપો, એટલે પછી બધું બળી જશે. સંસાર ભાવ બધો એકદમ પ્રજળી ઉઠશે. આમ દારૂનો પેલો ગોળો હોય બધો, કહે છે ને ગન પાવડર. તો ગન પાવડરની અંદર તમે આમ કંઈક ચાંપો ને, પછી જેમ બધું થાય ને, તો કરતું એવી રીતના બધું ઉડી જશે. સંસાર ભાવ જ જતો રહે. પછી કશું નહીં. પાછો ફરી જાય નહીં ને? દારૂ ગોળો ફૂટી ગયો પછી હવે ક્યાંથી બીજો ફરી ફૂટવાનો હતો? એ ફૂટેલો દારૂ ગોળો કામનો આવે? એટલે એ જતો રહે. તમારું આ વખતનું બધું જેટલું પુરુષાર્થમાં લઈને આવ્યા હતા, તો બધાને પલીબતો ચાંપો બરાબરનો.
કેવો બ્રહ્મ જિજ્ઞાસાનો! "આ બ્રહ્મ છે શું કે જાણ્યા વગર હું જંપીશ નહીં." તો રાત્રે દિવસે આમ તેમ જે તે હોય તે બ્રહ્મ વિચાર. સાહેબે કીધું હતું, "આવો છે અનંત." એટલે શું? પણ યાર, અંત વગરનું હોય કંઈ કશું?
આ દુનિયામાં મેં એવું જોયું છે કે કંઈ અંત વગરનું હોતું નથી. તો પછી મારે જોવું છે. હા, મેં મારાથી મોટું આ જોયું છે, આ જોયું છે, આ જોયું છે, એવું બધું કહે છે. પણ અનંત એટલે કેટલું? અનંત ગુણ્યા અનંત કરું તો કેવું? તો કેટલું થશે? અનંત. અનંત તો થઈ જ શકે. તે કેટલું? એમ કરતાં કરતાં કરતાં કરતાં આ બધાનું મૂળ કારણ શું? એમ કરતાં તમે જ વિચાર કરશો. એને અધિષ્ઠાન કહેવામાં આવે છે કે આ બધાનું અધિષ્ઠાન શું છે? શેના આધારે છે આ બધું? તો કે આત્માના, એટલે કે બ્રહ્મના આધારે છે. આ બ્રહ્મને ક્યારેક "બ્રહ્મ" કહેવામાં આવે છે, ક્યારેક "પરબ્રહ્મ" કહેવામાં આવે છે, ક્યારેક "પારબ્રહ્મ" કહેવામાં આવે છે અને ક્યારેક "આત્મા" કહેવામાં આવે છે. બધા એકબીજાના પર્યાયવાચી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે. પણ આ શબ્દો છે. આપણને શબ્દ બ્રહ્મ નથી જોઈતો, આપણને કેવળ બ્રહ્મ જોઈએ છે.
"નેકેડ" એટલે નેકેડ એવો જે બ્રહ્મ છે, નિર્ભેળ છે, જે નિર્વિકાર છે, નિરંજન છે, એ કેવું હોય? કેવું હોય? કેવું? આમ લાગી જાઓ બસ અને એક દિવસે બલિરાજાને જેમ તમારા બધાનું કલ્યાણ થઈ જશે. એટલે સર્વપ્રથમ સાંસારિક વૃત્તિઓ પ્રત્યે અનાસ્થા ઉત્પન્ન થવી જોઈએ. સંસારની અંદર આસ્થા નહીં રાખવાની. "આવડું છે, આ બધું મારું છે" એવું નહીં. સંસાર જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સંસાર ઉત્પન્ન જ નથી થયો. કદાચ એ સાચું હોય તો વિચાર તો કરો. સંસાર ઉત્પન્ન જ નથી થયો તો પછી હું પણ ઉત્પન્ન નથી થયો. તો પછી આ જિજ્ઞાસા શું છે? બાકી રહેલી આજે કંઈ બધી ઉત્કંઠાને બધું ઊભું થઈ રહ્યું છે, કોને થઈ રહ્યું? તપાસ કરો. ઊંધેથી જાઓ, આમ કંઈક કરો. કરતાં કરતાં લાંબા સમય સુધી ધ્યાન આજે કરશો, એનું પરિણામ શું આવશે? લાંબા સમય સુધીનું ધ્યાન થવાનું શરૂ થશે અને સાથે સાથે શું થશે?
તો કે તત્વનો દ્રઢ અભ્યાસ શરૂ થઈ જશે. તમને અભ્યાસ, અભ્યાસ, અભિહલ, તમને ધીરે ધીરે ધીરે કરતાં કરતાં એટલું બધું નજીક, એટલું બધું અને છેવટે પછી ખબર પડશે કે અરે, આ તો હું જ છું અથવા તો "આ જ હું છું" એ અનુભવ થશે ને એની જે આહ્લાદકતા એકદમ વ્યાપશે ને, અનમેચ છે. તેના જેવું કશું છે નહીં. એટલા માટે આ બધા ઋષિમુનિઓ કંઈ ગાંડા નહોતા અને એનો સોદો કોઈ સંસારી ચીજવસ્તુઓ સાથે કરી શકાય જ નહીં. એટલો બધો અનમોલ છે એ અનુભવ કે ના પૂછવાની વાત. એટલે પેલાને કહેવામાં આવ્યું હતું ને મહાવીરના જમાનામાં પેલા પુણ્યશ્રાવકને, "તારું પુણ્ય મને આલ દે." કે તો કે, "મારું પુણ્ય એમ તમને ના પાડે." કેમ? કેવી રીતના કરીને બધું ભેગું કર્યું છે પુણ્ય? કેવી રીતે બધું ઊભું થયું છે? તમે જાણશો તો નય પામી જશો. બહુ બહુ સરસ પુણ્યશ્રાવકનો ફરી કોઈક દિવસ.
અર્થાત, પ્રાણવાયુને પોતાના વશમાં કરી લેવામાં આવે. પ્રાણવાયુને વશ કોણ કરી શકે? પ્રાણનો સ્વામી કોણ? પરબ્રહ્મ. પરબ્રહ્મ પોતે જ પ્રાણનો સ્વામી છે ત્યારે એ વશ થાય. સમજાયું? એટલે આમ આમ કર્યા કરવાથી પ્રાણ વશ થઈ શકે. આમ આમ કરતાં કરતાં તમે એ સ્થિતિએ પહોંચો, એ રિયલાઈઝેશનના તબક્કે પહોંચો છો કે જ્યાં તમે "હું બ્રહ્મ છું" નો અનુભવ શરૂ કરી દો છો. એટલા માટે પ્રાણ તમને વશ થઈ જાય છે ત્યાં. સમજાયું? તો પ્રાણ ઉપર અત્યાર સુધી પ્રાણ તમારી પર સવારી કરતો હતો. જીવ પ્રાણ ઉપર ચડીને સવારી કરતો હતો. એટલે કેટલીક વખતે શું થતું હતું કે પ્રાણ છે તો જીવને જોડે ફેરવતો હતો ને કેટલીક વખતે ફંગોળી દેતો હતો. પેલો ઘોડો જેમ ફેંકી દે ને સવારને એવી રીતના. એટલે પેલો બિચારો પડ્યો ઘાયલ હોય એવી હાલત હતી. હવે શું થઈ ગયું? પરબ્રહ્મ પ્રગટ થઈ ગયો જે પ્રાણનો સ્વામી છે.
એટલે હવે એનાથી કશું જ થઈ શકે. ઘોડો વશમાં રહી ગયો બિલકુલ સંપૂર્ણપણે. "હું તારો સ્વામી, તું મારો ને હું ગુલામ કે તારો." બસ, એવી રીતના કરીને. એટલે પ્રાણવાયુ એને વશ થઈ જાય છે યોગીને. કારણ કે એ યોગ કરે છે એટલે નહીં, પણ એ કરતાં કરતાં એ એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે જ્યાં એને પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. શું કર્યું? પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. એટલા માટે એના વશમાં થઈ જાય છે. એટલે શ્રમ વગર ઘણી વાર સુધી શ્વાસ ખેંચતા પૂરક વગેરે વાયુના દ્રઢ અભ્યાસ તથા એકાંત ચિંતન કરવાથી મનની ગતિ પૂર્ણ રૂપથી બંધ થઈ જાય છે અને મન વશમાં થઈ જાય. તત્પશ્ચાત ઓમકારના ઉચ્ચારણથી અને શબ્દ તત્વની અનુભૂતિ થવાથી સદજ્ઞાન દ્વારા સુષુપ્તિનું સ્વરૂપ જાણવા મળે છે. અલિયર, આ જે વચ્ચેનું એક આખું બહુ જ મોટું જે છે ને તેની વાત કરે છે. તમે શરૂઆત તો કરો છો ઓમ કરવાની, પણ પછી શું થાય છે કે એક નિષ્ક્રિયતા, એક સુષુપ્તિનું એક આખો બહુ જ મોટો એરિયા છે.
માનસિક રીતે તમારે એને પાર કરવાનો થાય છે. એ નિર્વિઘ્ને પાર ક્યારે થાય કે જ્યારે ઓમકાર તમને સાચી રીતે પકડાય. જ્યાં સુધી ઓમકાર સાચી રીતે પકડાય નહીં ત્યાં સુધી એ આ સુષુપ્તિના દરિયાની અંદર તમને દર વખતે ડૂબાડી દે છે. એટલે તમને સાચું ધ્યાન નથી થતું. લોકો લગભગ નિંદ્રા જેવી સ્થિતિની અંદર આવી જાય. થોડીક વખત આમ તંદ્રામાં પડ્યા હોય ને વળી પાછા, વળી પાછા કે બહાર આવી ગયા. તો એ ધ્યાન એટલે ઓમકારના ઉચ્ચારણ પછી શબ્દ તત્વની અનુભૂતિ થવાથી શબ્દજ્ઞાન, સદજ્ઞાન દ્વારા સુષુપ્તિનું સ્વરૂપ જાણવાનું. સ્વપ્ન, જાગૃત અને સુષુપ્તિ, બરાબર? તો આપણે સ્વપ્ન, જાગૃત અને હા, આપણું સ્વપ્ન, જાગૃત, જાગૃત સ્વપ્ન જે બી તમે કહેવું હોય, સાચું જ છે ને? એટલે જે સ્વપ્ન છે એ બી જાગૃત સ્થિતિ જેવી સ્થિતિ છે. જાગૃત સ્વપ્ન છે. સ્થિતિ ત્રણ જ છે ખરેખર આ રીતે.
આ જાગૃત સ્વપ્ન છે. અત્યારે આપણે આજે એની અંદર આમ હોય, એ બધા આ સંસારમાં બધા લોકો ફરે છે, આ બધું કરે છે તે બધું તો જાગૃત સ્વપ્ન. પેલું સ્વપ્ન જાગૃત છે. સ્વપ્નમાં જાગૃતિ ઘૂસી ગઈ છે, પડી ગઈ છે. જાગૃતિ સ્વપ્નમાં પડી ગઈ એટલે સ્વપ્નો જુએ છે જાગૃતિ એટલે એને સ્વપ્ન.
જાગૃત કીધું અને પછી આવી તો કે સુષુપ્તિ, જેમાં જાગૃતિ પોતે સુપ્ત થઈ જાય છે, સૂઈ જાય છે. એટલે જાગૃતિ હોતી નથી, એટલે એને સુષુપ્તિ કીધી. પછી આવી તુર્યા અને પછી તુર્યા ઉન્મની, મનોન્મની એને કહેવામાં આવે છે. બહુ અદ્ભુત સ્થિતિ, બહુ અદ્ભુત. કોઈની ઉપર આધારિત નથી, કારણ કે ઉન્મનીમાં હોય માણસ તો એ છત્રીસ દિવસથી ઊંઘ્યો જ ના હોય બિલકુલ, છતાં જીવતો હોય ને છતાં બધું બરાબર હોય, નોર્મલ હોય. અત્યારના સાયકોલોજિસ્ટો નહીંતર એવું કહે છે કે તમને ચાર દિવસ ના ઊંઘવા મળે ને એટલે તમે ગાંડા જેવી સ્થિતિમાં થઈ ગયા હોય, હેલ્યુસિનેશન થવા માંડ્યું હોય અને બધું કંઈ જાતજાતનું દેખાય ને એવું બધું શરૂ થઈ જાય ત્રણ કે ચાર દિવસમાં જ, વધારે નહીં. અને આપેલા ચાલીસ દિવસથી અમુક હોય, ઈશુ નહોતા, ગુરુનાનક નહોતા, આ બધાય લોકો એવા ચાલીસ-ચાલીસ દિવસના સ્ટેજીસમાંથી પસાર થયા હતા, આવી સ્થિતિવાળા.
બરાબર ને? ચાલીસ દિવસ સુધી ના ખાધું, ના પીધું, ના કાંઈ નહીં. બસ, બસ એક જ સ્થિતિની અંદર આમ એવા હિલોળા મારતા હતા કે ચાલીસ દિવસ વીતી ગયા એમને ખબર જ નથી. આ તો ચારસો વર્ષ લોકોના વીતી ગયા છે. ચાર હજાર વર્ષ લોકોના વીતી ગયા છે, ઇતિહાસ એવું કહે છે. ક્યાંક કોક જગ્યાએ તો કંઈક તો હોવું જોઈએ ને? પછી એમ કોઈ આ સાવ બેપરવાહ, બેપાયાદાર વાતો નથી આ બધી. "યુ કેન ડુ ઈટ" એના જેવી વાત છે. એક જણને થાય કે બીજાને થઈ શકે, શક્યતા બધાના માટે છે ને માનવ દેહની અંદર તો? તો આવી વાત છે એટલે સુષુપ્તિનું સ્વરૂપ જાણવા મળે છે.
હવે શું થશે? પ્રાણની ગતિ અવરુદ્ધ થઈ છે. પ્રાણની જે ગતિ છે, "સીઝેસ ટુ બી" એટલે ગતિ સહાયક તત્વ જે હતું પ્રાણની અંદર, "ઈટ સ્ટોપ્સ વર્કિંગ". ત્યાં સ્થિતિ સહાયક તત્વ એક્ટિવ થઈ જાય પ્રાણની અંદર રહેલું. બસ, તે રોકાઈ જાય. "સ્ટીલનેસ ટોટલ, ટોટલ સ્ટીલનેસ". તો તાળુના મધ્યમાં સ્થિત રહેનારી ગ્રંથિને જ્યારે સતર્કતાપૂર્વક, ધ્યાનપૂર્વક જીભથી દબાવવામાં આવે છે, ત્યારે પ્રાણવાયુ ઉપરના છિદ્રમાં આવી જાય છે. આપણે જીભ "કનેક્ટિંગ ટંગ ટુ યોર પેલેટ" વાળી વાત જે છે તે અહીંયા આગળ દબાવો છો, વચ્ચે દબાવો છો, પાછળ દબાવજો, છેક પાછળ દબાવજો કે પેલા કાણાની અંદર ઘુસાડી દો. ધીરે ધીરે જશે. આગળ પૃથ્વી તત્વ છે, એનાથી પાછળ જળ તત્વ છે, એનાથી પાછળ અગ્નિ તત્વ છે. આમ આ પેલેટ છે ને આ આવી રીતના આ જીભ તમારી આમ અડી રહી છે અહીંયા આમ. તો આ પૃથ્વી તત્વ છે, પછી આ પાછળ જે અહીંયા જે છે એ જળ તત્વ છે, આ અગ્નિ તત્વ છે, આ વાયુ તત્વ અને આકાશ તત્વ છે.
તમે જો સતત અહીંયા મૂકી રાખશો તો શરીરની અંદર વાયુ વધી જશે અને વિકૃતિ આવી જશે. જો અહીંયા રાખશો જીભને તાલવા ઉપર તો તમારા શરીરની અંદર દાહ, અગ્નિ તત્વ વધવા માંડશે, ખૂબ વધી જાય. અહીં જળ તત્વ વધી જશે, સલાઈવા સિક્રેશન બહુ થાય. બ્લડ આપણું આજે છે ને તે બધું એકદમ પેલું, પેલી કેવી દવા ખાય છે આ લોકો લોહી પાતળું કરવાની? એ હા, એવા ઇકોસ્પ્રીન ખાધી હોય એવી હાલત થઈ જાય. તો લોહી પાતળું પડી જાય, બધું લિમ્ફ જેટલા હોય બધા ફ્લુઈડ બોડીના બધા પાતળા પડવા માંડે, ખાલી બ્લડ નહીં એમ, બધું પાતળું પડવા માંડે જળ તત્વથી. પૃથ્વી તત્વ બધું ઘન થવા માંડે, વજન વધવા માંડે, આ થાય, તે થાય, બધું થાય છેક આગળ રાખે આ દાંતના મૂળમાં. પછી એવું થાય તો કે એને ક્યાં પહોંચાડવાની છે? એટલે શું કરવાનું? તો કે આ જીભ છે ને એને આમ ઘસવાની આમ ટેવ પાડવાની.
શું કરવાની? આમ ઊંધીને લઈ જવાની આમ એવી પ્રેક્ટિસ કર્યા જ કરવાની, કર્યા જ કરવાની સવાર, સાંજ, બપોર. એક ટાઈમ એવો આવશે ધીરે ધીરે તમારા એ ત્યાં આગળે આ પેલા છે, પેલા છેલ્લા છિદ્રમાં આકાશ તત્વની પાર પેલી બધી પહોંચી જશે ઉન્મની પાછી સીધી જ એકદમ. આ સીધો સાદો રસ્તો બતાડી દીધો. બરાબર? થાય એટલું કરજો ભાઈ અને બધા કોઈ જોર જબરજસ્તી ના કરતા.
એટલે પ્રાણવાયુ ઉપરના છિદ્રમાં આવી જવાથી, પ્રાણની ગતિ અવરુદ્ધ થવાથી એ પોતાના વશમાં થવા માટે. પછી તમને શ્વાસ લેવો હોય કે ના લેવો હોય, તમારી મરજી. બરાબર ને? એટલે પેલો એક માણસ કહેતો હતો ને કે, "મેં એક મિનિટનો એક શ્વાસ લીધો. તમે હું એક કલાકે એક શ્વાસ લઈશ ભાઈ." બરાબર? તો ચાલશે કે વાંધો નથી એમ. એ એવી સ્થિતિ આવી શકે. હવે તાળુની ઊર્ધ્વ તરફ બાર આંગળ સુધી ગમન કરનાર પ્રાણ ગલિત ચેષ્ટા શૂન્ય થઈ જાય છે, ત્યારે અભ્યાસ માત્રથી ઉપરના છિદ્રો વડે પ્રાણનું સ્પંદન અવરુદ્ધ કરવામાં આવે છે. "પ્રાણે ગલિત સંવિતો તાલુદ્વદ્વા વાદશાંગ તંગે અભ્યાસા દુરધ્વ રંધ્રેય પ્રાણસ્પંદો નિરુદ્યતે." જે હમણાં બતાવ્યો ને રસ્તો કે જીભને તમારે વારેવારે અંદર લઈ જવાની, વારેવારે અંદર લઈ જવાની. એમ, એમ કરતાં કરતાં એક વખત એવો આવશે ત્યાં આગળ પહોંચી જશે તો તમારો પ્રાણ એકદમ જ અટકી જશે, પણ તમારે શ્વાસ લેવો કે ના લેવો તમારી મરજી, એકદમ શાંત થઈ જશે.
હવે બીજી વાત, આ એક રસ્તો છે. બીજો રસ્તો પણ છે. આય કરવામાં કષ્ટ પડી રહ્યું છે? ચાલો, બીજો રસ્તો બતાડું. શું કહે છે? નાસિકાના અગ્રભાગથી સામે દ્વાદશ અંગગુલની દૂરી પર, આટલે લગભગ બાર ઇંચને જેટલો જ થશે જગ્યા, "સમવેર હિયર" આમ આટલા ભાગની અંદર આમ સામે તમે આમ જુઓ એમ કહે છે. ગમન કરનાર પ્રાણ ગલિત ચેષ્ટા શૂન્ય થઈ જાય છે, ત્યારે અભ્યાસ માત્રની ઉપરના છિદ્ર વડે પ્રાણનું સ્પંદન અવરુદ્ધ કરવામાં આવે. તો આપણે જે વાત કરી હતી યથાર્થગીતનું વાત કરી તે વખતે કે શ્વાસને આપણે જોવાનું, ધ્યાન આપવાનું આના ઉપર. તે વખતે આપણે સમજાવ્યું હતું કે અહીંયા આગળે શ્વાસને જુઓ. બસ, આને જોયા કરશો ફક્ત જોવા માત્રથી તમારો પ્રાણ શાંત થવા માંડશે. આ આકાશને તમે જોયા કરો, આટલા જ આકાશને તમે જોયા કરો. એટલે પવિત્ર આકાશમાં જ્ઞાન દ્રષ્ટિ જ્યારે અત્યંત શાંત થઈ જાય છે, ત્યારે પ્રાણોનું સ્પંદન અવરુદ્ધ થઈ જાય.
આ જે આકાશ છે એને જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન વડે જોયા કરો તમે કે આ બ્રહ્મ.
"આ બ્રહ્મ છે તે હું છું," એવી રીતના જોવાનું. પછી આ આંગળી ધીમે રહીને છોડી દેવાની. પછી એ જગ્યા તું એટલી ને એટલી રહી. પછી જોયા કરવાનું, "૧૨ આંગળ નાસિકા અગ્રથી આગળ." બરાબર? અને એ થોડું કોઈકને અહીંયા હોઈ શકે, કોઈકને અહીંયા હોઈ શકે, કોઈકને અહીંયા હોઈ શકે. આમ થોડું જરા એડજસ્ટમેન્ટ લેવું પડશે તમારે. ટ્રાયેંગલ કેવી રીતનો રચાય છે, કેટલા એંગલનો તમને અહીંયા એ પડે છે, કેટલા અંશનો એના ઉપર આધારિત છે. પણ એ ધીમે ધીમે સેટ થઈ જશે અને ખ્યાલ આવી જશે.
"હવે ભ્રુકુટીની મધ્યમાં તારક બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી શાંતિ મળી જવાથી જગત વ્યાપાર નિષ્ક્રિય થવા લાગે છે અને માનસિક સંકલ્પ વિરામ પામે છે ત્યારે પણ પ્રાણગતિ અવરુદ્ધ થઈ જાય છે." આય નથી કર્યું? ચલો, ત્રીજો રસ્તો. તમે અહીંયા અહીંયા ના જોતા, તમે જીભે ત્યાં ના લઈ જતા. હવે તમે એક કામ કરો તો કે બસ તમે આ જે જગ્યા છે ત્યાં આગળ તમે બ્રહ્મ છે, તારક બ્રહ્મ છે, એક તારો છે એવું તમે જુઓ બસ. અને જોયા જ કરો કે આ છે એને ફક્ત જોયા જ કરો, જોયા જ કરો. જો, એક ટાઈમ એવો આવશે ફક્ત જોવાનું જ, બીજું કાંઈ નહીં. હવે એ કરતાં કરતાં પણ પ્રાણની ગતિ અવરુદ્ધ થઈ જાય છે.
છેવટે એક ચોથી વાત કે, "કેવળ પ્રણવના સ્વરૂપમાં પ્રાદુર્ભૂત જે જ્ઞાન, જ્ઞેય રૂપ તથા મંગલમય બનીને પ્રગટ થાય છે તથા જેમાં વિકલ્પના અંશનો સ્પર્શ પણ રહેતો નથી ત્યારે પણ પ્રાણગતિ અવરુદ્ધ થઈ જાય છે." તો અહીંયા શું કીધું? કેવળ પ્રણવના સ્વરૂપ. પ્રણવ શું છે? ઓમકાર. ઓમકાર શું છે? પ્રાણ છે. પ્રાણને પાંખે ચડીને ઓમકાર આવે છે અને જાય છે. તે ઓમકારને પકડો. જેમ તમે પેલો કાનથી સાંભળતા હતા એવી રીતે અહીંયા જોવાનો છે ઓમકાર. બસ જોયા કરવાનું ઓમકાર. જોતા જોતા જોતા જોતા પણ તમારો આપણે કીધું તું ને, "આમ સામે જોયા કર, આમ ગમે ત્યાં તું ઓમ જોયા કર." સત્યમ તો ઓમને જ જોઈએ ને ભાઈ, એમાં નવુંય શું છે? "ઓમ કેવળ પ્રણવના સ્વરૂપમાં પ્રાદુર્ભૂત જે જ્ઞાન, જ્ઞેય રૂપ તથા મંગલમય બની જાય છે, પ્રગટ થાય છે, તેમાં વિકલ્પના અંશનો સ્પર્શ પણ રહેતો નથી ત્યારે પ્રાણગતિ અવરુદ્ધ થઈ જાય છે."
હે મુનિ, પાંચમો રસ્તો. બોલો, કેટલા આપું? "ચિરકાળ સુધી હૃદય પ્રદેશમાં, હૃદય પ્રદેશમાં એકાંત આકાશની થવાથી," શબ્દો પકડો, "એકાંત આકાશની અનુભૂતિ થવાથી વાસના વિહીન મન ધ્યાન મગ્ન થઈ જાય છે ત્યારે પણ પ્રાણગતિ અવરુદ્ધ થઈ જાય છે." માત્ર બસ અહીંયા આગળ પ્રેમથી જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. હવે તમે આ હૃદયાકાશ જુઓ, તમે અહીંયા બ્રહ્મ જુઓ, તમે અહીંયા આગળ ઓમકાર જુઓ, તમે અહીં ઓમકાર સાંભળો અને તમે અહીંયા આગળ આત્મજ્યોતિ જુઓ. આ જે કરવું એ કરો, પણ તમે અહીં ધ્યાન આપો કે આટલા બધા રસ્તા છે. આમ મેનુ બહુ મોટું આપણી પાસે. શું પેલો ક્રાઉન હોટલમાં આમ ક્લાસ થતો હતો ને ત્યારે પેલો કહેતો હતો, "કેટલી ૩૦૦ કેવી ડીશો હતી ને એની પાસે?" મને યાદ નથી, પહેલાને ખબર હશે. એને બધું ખબર.
"આ પ્રકારે ક્રમપૂર્વક અન્ય અનેક ગુરુઓના અમૃત વચનો ઉપદેશોનું અનુસરણ કરીને જુદા જુદા પ્રકારના સંકલ્પોની કલ્પનાના માધ્યમથી, સંકલ્પોની કલ્પનાના માધ્યમથી પણ પ્રાણનું સ્પંદન અવરુદ્ધ થઈ જાય છે." પેલા ગુરુ મહારાજે આવું એવું કહ્યું તું. પછી એટલું જ પકડાયું ને પકડી રાખ્યું, પકડી રાખ્યું. અંદર ઓમ પ્રગટ થઈ જાય, બ્રહ્મ પ્રગટ થઈ જાય.
"યોગી સાધક કુંડલીનીને સંકુચિત કરી કમાડને ખોલીને મુક્તિનો દ્વાર પ્રશસ્ત કરે છે." આ યોગી સુષુમ્ણા પર ધ્યાન આપે, નીચે જુએ. પછી એનું સાપનું મોઢું ખોલી ગયું છે એવું એવી કલ્પના કરે. પછી એની અંદર પ્રાણ પેઠો છે અને હવે પ્રાણ અંદર પેસી ગયો એટલે એને તાપ લાગ્યો ને એટલે પછી એનું મોઢું ખસી જાય. એટલે કુંડલીની પછી એક્ટિવ થઈને સુષુમ્ણામાં જઈને ઊભી રહી. જે અત્યાર સુધી એને સુષુમ્ણાનું મોઢું દબાઈને બંધ કરીને રાખ્યું હતું તેને પૂછડું દબાઈને તેને બદલે મોઢું અંદર પેસીને પછી બહાર નીકળી એમ. તો એવી રીતના કરીને એ કરે છે.
"હવે જે માર્ગથી ગમન કરવું હોય તે જ માર્ગના દ્વારમુખથી આચ્છાદિત કરી કુંડલીની શયન કરે છે." જોયું ને? એ એને જ એણે મોઢાથી બંધ કરી રાખેલું છે. "એટલે તે તિર્યક સ્વરૂપવાળા સર્પની જેમ લીપટેલી રહે." આ કુંડલીની મહાશક્તિને જે યોગી નિરંતર સંચાલિત કરે છે. સંચાલિત કેવી રીતે થશે? સ્પંદન આપો તો આ થશે ને કુંડલી? એને સંચાલન કરવા માટે સ્પંદન આપવું પડે. સ્પંદન શેનાથી આપી શકાય? પ્રાણથી આપી શકાય, શ્વાસથી આપી શકાય, મુવમેન્ટથી આપી શકાય. મુવમેન્ટ કરી કરીને પણ તમે કરી શકો છો. તો આ બધા એના રસ્તા છે. પણ પછી તો કે કોઈક સશક્ત, સબળ વિચારથી પણ તમે કરી શકો. પછી વિથ વેરી સ્ટ્રોંગ ઇમેજીનેશન ઓલસો તમે કરી શકો છો. પછી તો કે તમે બ્રહ્મ વિચાર, "ત્યાં તે બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું ત્યાં છે," કરીને પણ તમે પકડી શકો. હવે બ્રહ્મ એવી ચાવી છે કે તમે જ્યાં લગાડશો ને ત્યાં તાળું ખોલી કાઢશે.
કારણ કે બ્રહ્મ ક્યાં નથી? તમે વિચાર કરો. જો બ્રહ્મ મારી આંખમાં છે તો મારે પૂછડામાં નીચે કુંડલીની પડી છે એનું મોઢું એમ બંધ કરીને ત્યાં આગળ નથી? બ્રહ્મ ત્યાં છે જ. પણ આ વિશ્વાસ. હવે હું સતત એને જો જો જો કરીશ, મારું પેલું મોઢું આમ બંધ કરીને બેઠી છે તો પછી એ ત્યાં ખુલી જશે ધીમે રહીને. પછી એને સહજ સ્વાભાવિકતાથી જ્યાં જેમ જવાનું છે ત્યાં એ જવા માંડશે અને જતી હું જોઈશ. "બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે." બ્રહ્મરંધ્રમાં ચડી ગઈ, કામ પૂરું થઈ ગયું.
"આ જ કુંડલીની મહાશક્તિને જે યોગી નિરંતર સંચાલિત આવી રીતે કરી શકે છે તે મુક્તિને પ્રાપ્ત થાય છે. તે કુંડલીની સાધકના ખંડમાં ઉર્ધ્વ ભાગની તરફ અગર શયન કરતી હોય તો તે યોગીઓને મુક્તિ પ્રદાન કરનારી હોય છે. પરંતુ અગર જે કંઠની નીચે શયન કરતી"
હોય તો જ્ઞાનરહિત સાધકો માટે બંધનકારી સિદ્ધ થાય છે. એટલે છેક સુધી, એમ કે, એનું કામ પૂરું ના થાય કુંડલિનીનું, તો એ થોડી બંધનકર્તા થતી હોય છે. એટલે ઈડા આદિ બંને માર્ગોનો પરિત્યાગ કરીને સુષુમ્ણા માર્ગથી તેનું આગમન થાય છે, કેમ કે તે જ વિષ્ણુનું પરમપદ છે.
હવે આગળ કહે છે કે પ્રાણાયામનો સંપૂર્ણ અભ્યાસ મન સાથે થવો જોઈએ. એટલે હું આ રીતના પ્રાણાયામ કરતો હોઉં, તે વખતે મારું જો ચિત્ત ઈરાન-ઈરાકના યુદ્ધમાં ચાલી ગયું હોય કે ભારત-પાકિસ્તાનના એમ ચાલી ગયું હોય, તો વાત બનશે નહીં. હા, ફૂલ અવેરનેસ, ટોટલ અટેન્શન. આ પ્રાણ મારો મેં લીધો. આ એક માત્રા, બીજી માત્રા, ત્રીજી માત્રા, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી, અગિયારમી, બારમી. 12 માત્રાનો પ્રાણાયામ થઈ ગયો. તો સતત આમ બસ, જે રીતે પ્રાણ જઈ રહ્યો છે, ત્યાં મારું આ પોઈન્ટ ઓફ લાઈટ, જો તમે એવી રીતના મૂકો એને આમ કરીને આમ પોઈન્ટ ઓફ લાઈટ જે છે ને, એને તમે ખેંચો. આમ એક એવું આમ ચકચકિત બિંદુ, મોતી, ગમે તે છે, તમને ગમે એવા કલરનું છે, બહુ અદભુત છે. એટલે તમને ગમે તેવો આમ સુંદર કોઈપણ કલાનો મણિ, મોતી, રત્ન, જે બી તમે ચાહો, તે તમે લઈ લેજો.
અને પછી તમારે એને ખેંચવાનું.
આજકાલ પેલા ડોક્ટરો છે ને, તે પેલું એક સાધન આપે, તમને ખબર છે, આમ ફૂંકવાનું. આ જેને હાર્ટ નબળું પડી ગયું હોય ને, તો આમ એક આવે આમ ફૂંકવાનું. આપણે તો આમ કરી અને એ ત્રણ બોલ હોય, તે ત્રણ બોલને આમ ઉપર ચડાવવાના હોય. આ પહેલો બોલ ચડી જાય, બહુ સારી વાત છે. બીજો ચડી જાય તો ઘણું, પણ ત્રીજો, ત્રણે ત્રણ એક સાથે જો ઉપર ચડાવી શકે, તો એ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી હાર્ટ છે એવું કહી શકાય. અને લંગ્સ ઓકે છે, મજબૂત છે, એવી રીતના. તો તમારે ત્રણ નહીં, એક જ બોલ રાખવાનો. આ થોડું ટફ કામ છે. એટલે તમારે બોલ જે છે ને, તેને આમ કરીને આમ ખેંચવાનો. અહીંથી આમ સર કરતો આમ ઉપર 12 માત્રામાં. પછી અહીંયા હોલ્ડ કરી દેવાનો છ માત્રા સુધી. અને પછી પાછો ધીમે ધીમે 12 માત્રાની અંદર બહાર કાઢવાનો. ફરી પાછો છ માત્રા રોકી રાખો. 12 સુધી પાછો ફરી ખેંચો જમણી બાજુથી.
હોલ્ડ કરો છ માત્રા સુધી. અને પછી ધીમે રહીને 12 માત્રા સુધી ધીરે ધીરે ધીરે બહાર કાઢો. એનો એવો સુંદર અદભુત કલર જોવાનો કે ના પૂછો વાત. ચકચકિત હોય, મસ્ત એકદમ જબરજસ્ત. અને પછી એને ખેંચો. તો એવું પણ તમે કરી શકો. એટલે સંપૂર્ણ મન સાથે તમારો અભ્યાસ થશે.
આ અવસર પર જ્ઞાની પુરુષે મનની વૃત્તિને અન્યત્ર સંયુક્ત થવા દેવી ના. બોમ્બ પડે તો પણ હાલવાનું નહીં, એમ. ભલે પડ્યો, હું અમર છું, મરી જવાનો ક્યાં છે? એવું ભાવ સાથે બેસવાનું છે. મતલબ કંઈ પણ, કંઈ પણ થાય, પણ જો તમારે પત્ની બારણા ઉપર જોરથી લાત મારીને તમને કહે કે, "બહાર નીકળો," તો તમારે તાત્કાલિક શાંતિથી છોડીને બહાર જતા રહેવું. આ તમારા હિતમાં છે, એમ કહી દો. ત્યાં સુધી વાંધો નહીં. પણ આમે તે આને છે ને, આમ સારી પેઠે સુખ શાંતિથી સંતુષ્ટ કરીને બધી રીતે આમ સરસ પાન પછી જ બેસવું. આ બધું કરવા માટે જ્યાં સુધી તમે દેવી પૂજા કરીને સંતુષ્ટિ પ્રાપ્ત નહીં કરો, ત્યાં તમારું કામ ના થાય. બરાબર સમજી ગયા? એટલે અહીંયા એ વાત નથી કે અમુક દિવસે વિષ્ણુનું પૂજન કરવું જોઈએ અથવા અમુક રાત્રીએ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ, અપીતું સદા વિષ્ણુની પૂજા કરતા રહેવું જોઈએ.
વિષ્ણુ એટલે વ્યાપક જે છે તેની પૂજા કરું છું. કોણ વ્યાપક છે? પ્રાણ વ્યાપક છે. પ્રાણ દ્વારા વિષ્ણુની પૂજા કરવાની. કેવી રીતે કરવાની? "વિષ્ણુર, વિષ્ણુર, વિષ્ણુર, વિષ્ણુર, વિષ્ણુર" કરતા કરતા. વિષ્ણુ કરતા તમે લો શ્વાસ. છ સુધી રોકી રાખો. 12 સુધી તમે કાઢી શકો છો. વૈષ્ણવ છો? કરો આવી રીતે. વિષ્ણુને વાંધો નથી. એટલે કેવળ દિવસ કે રાત્રિમાં જ એવું નહીં, ગમે ત્યારે તમે એનું પૂજન સારી રીતે કરી શકો છો.
"હે શાંડિલ્ય, પાંચ ઇન્દ્રિયોના પ્રવાહ વાળા, પાંચ ઇન્દ્રિયોના પ્રવાહ વાળા હૃદયરૂપી રિક્ત આકાશ સ્થાન જ્ઞાનને પ્રાદુર્ભૂત કરનારું છે." આજે આકાશ સ્થાન છે, હૃદય આકાશની જે વાત કરી રહ્યું છે, તે કેવું છે? જ્ઞાનને પ્રાદુર્ભૂત, જ્ઞાનને પ્રગટ કરનારું, સમજાયું? "તથા ત્યાં ખેચરી મુદ્રા સ્થિત રહે છે, તેથી આપ તેનું સેવન કરો." જીભને પાછળ લગાડો અને ત્યાં ધ્યાન રાખો, એમ કહે છે. "ડાબી અને જમણી નાડીમાં સ્થિત થઈને મધ્યમાં વાયુનું સંચરણ થતું રહે છે તથા તે સ્થાનમાં ખેચરી મુદ્રા પ્રતિષ્ઠિત રહે, તેમાં કોઈ સંશય નથી." ઈડા અને પિંગળાની વચ્ચે શૂન્ય ભાગ રહે છે, ત્યાં તે વાયુને ગ્રસી લે છે. ખેચરી મુદ્રા પણ ત્યાં પ્રતિષ્ઠિત છે તથા ત્યાં સત્ય પણ રહે છે. સત્ય પણ ત્યાં રહેલું. ક્યાં? સુષુમ્ણાની વાત કરે છે.
"ચંદ્રમા અને સૂર્યની બંને નાડીઓની વચ્ચે આધાર રહિત ધરાતલ છે." શું છે? આધાર રહિત ધરાતલ છે, જેનો કોઈ આધાર નથી એવું ધરાતલ છે. "ત્યાં વ્યોમ મંડળમાં તો એ ધરાતલના વ્યોમ મંડળમાં આકાશમાં ખેચરી મુદ્રા પ્રતિષ્ઠિત છે. ત્યાં આગળ છેદન, ચાલન, દોહન દ્વારા જીભને વધુથી વધુ અણીદાર બનાવીને ભ્રુકુટિની વચ્ચે દ્રષ્ટિ સ્થિર કરીને કપાળના છિદ્રમાં જીભ ઉલટી કરીને જ્યારે ગમન કરે છે, ત્યારે ખેચરી મુદ્રા સિદ્ધ થાય છે. જીભ અને ચિત્ત બંને જ કપાળના છિદ્ર રૂપ આકાશમાં વિચરણ કરે છે, ત્યારે ઊર્ધ્વની તરફ ગયેલી જીભ વાળો પુરુષ અમરત્વ પ્રાપ્ત કરી લે છે."
હજુ આપણે આગળ થોડું જોવાનું બાકી છે. વી ટેક અ બ્રેક હિયર, હાફ એન. શાંતિ, શાંતિ. હું બ્રહ્મમાં સ્થિર છું. બ્રહ્મ મારામાં સ્થિર છે. અમે બંને એક જ છીએ. ૐમ અસ્તુ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.