ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૭
વિડિયો ૩૭
આ શુક્લ યજુર્વેદી ઉપનિષદ છે. પાછું, એમાં આત્મકલ્યાણ અને લોક કલ્યાણ માટે ભિક્ષાચર્યા દ્વારા જીવન ધારણ ચલાવનારા સન્યાસ ધર્મનું સંક્ષિપ્ત પરંતુ પ્રભાવપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. એમાં સૌથી પહેલા કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ નામના સન્યાસીઓના ઉદાહરણ આપી તેમના આહાર, વિહાર, શિખાસૂત્ર, વસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેવટે અંતમાં પરમહંસ સન્યાસના વિષયમાં અપેક્ષા કરતાં પણ વિસ્તૃત વધારે વર્ણન કરવામાં આવેલ છે, જેના દ્વારા પરમહંસ સન્યાસની મહત્તા, મહનીય મહત્તા અને એના કઠોર અનુશાસનનું જાણ થાય છે. કલેવરની દ્રષ્ટિએ આ ઉપનિષદ કુલ પાંચ મંત્રોનું લઘુકાય સ્વરૂપ છે, પરંતુ મહત્વની દ્રષ્ટિથી અત્યંત વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
"ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે ૐ શાંતિ શાંતિ શાંતિ."
અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભિક્ષુક ઉપનિષદ હોવા છતાં પણ એની જે પ્રાર્થનાની શાંતિ પાઠ જે છે, શરૂઆત થાય છે તે શેનાથી થાય છે? પૂર્ણમીદમ થી થાય છે. સંપૂર્ણતા ભિક્ષુક છે, છતાં એનામાં પૂર્ણતાનો ભાવ હોવો જોઈએ એમ કહે છે. ભિક્ષુક અને ભિખારીમાં બહુ ફરક છે, ભાઈ. જેની વૃત્તિ ભિખારી હોય એ ક્યારેય ભિક્ષુક ના હોઈ શકે અને કરોડોપતિ હોય છતાંય પણ વૃત્તિ ભિખારી તો ગમે ત્યારે કોઈની પણ થતી હોય છે. પણ ભિક્ષુક ક્યારેય ભિખારી હોતો નથી. એ ભીખ માંગતો નથી, એ ભિક્ષા માંગે. બેમાં બહુ ફરક છે. હવે એના વિશે જાણવાનું.
મોક્ષ અર્થે ભિક્ષુઓની ચાર શ્રેણી હોય છે. એને કીધું જે મોક્ષના માટે પોતાનું જીવન આગળ સમર્પિત કરી ચૂકેલા છે એવા લોકો એમાં ચાર પ્રકારના હોય છે. પહેલો છે એ કુટીચક કહેવાય છે, બીજો બહુ દુઃખ કહેવાય છે, ત્રીજો હંસ કહેવાય છે અને ચોથો પરમહંસ કહેવાય છે. છે તો પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ, યોગાનંદ, આપણે ત્યાં આગળ આ બે પરમહંસ તો છે જ મોજુદ. પણ બીજા એવા કેટલાય પરમહંસ થઈ ગયા અનાદિકાળથી આજ દિન સુધીના આપણે કે જે લોકો ઓછા પોપ્યુલર હતા. આ બે સૌથી વધુ પોપ્યુલર અત્યારના આપણા કાળની અંદર ગણાય છે. એકબીજા વિજય કૃષ્ણ કરીને કરતા પરમહંસ, એવા અમુક લોકોને હું જાણું છું. તો અહીં મોક્ષાર્થી ભિક્ષુઓની બાબતમાં અનુશાસનની વાત બતાવવામાં આવી છે. ચાર રસ્તા ઉપર રહેલા ભિખારીઓમાં કોઈ જાતનું અનુશાસન હોય છે? નથી હોતું, બરાબર? એટલે આખું જુદું પડી જાય.
ભોગાર્થ સ્વાર્થ ભિક્ષુ કે જે પોતાની અસમર્થતાને કારણે ભિક્ષા માંગે લાગે છે. મોક્ષાર્થ સમર્થ હોવા છતાં પણ લૌકિક બંધનોથી ઉપર ઉઠી જવાના ક્રમમાં ભિક્ષા જેવી બને છે.
તો અહીંયા આગળ ભેદ એક મોટો ઊભો કર્યો કે કેટલાક એવા છે કે જે લોકો માત્ર પોતે અસમર્થતાને કારણે ભિક્ષા માંગે છે. અસમર્થ સિદ્ધ થાય છે એવું નથી. ઘણા કેવા છે છે કે કામ કરવાને અસમર્થ હતો એમ કરીને પણ ભિક્ષા પર પોતાનું એમ કે ચલાવતા હોય છે. અને આ લોકો તો મોક્ષ માર્ગમાં માર્ગ માટે સમર્થ હોવાથી આ બધી પડોચનોમાં પડી નથી રહેવું એમ કરીને એનાથી મુક્તિ પામીને બે ઘરેથી થોડુંક થોડુંક લઈને ચલાવી લે છે. પણ એ લોકો જ્યારે લે છે ત્યારે એ લોકો તમને માન આપે છે સામે પોતાનું માન વેચે છે, તમને આપે છે. "ૐ ભવતિ ભિક્ષાં દેહિ, ૐ ભવતિ ભિક્ષાં દેહિ" એમ કરી કરીને જાય છે. કેટલાય ઘરે તિરસ્કાર પણ થઈ શકે છે, કેટલાય ઘરે એને અપમાન પણ થઈ શકે છે. કેટલી જગ્યાએ કુતરા દોડાવશે, કેટલી જગ્યાએ પેલા સિપાહીઓ દોડાવશે પાછળ, કંઈ પણ થશે. હવે આ કેવો છે?
મોક્ષાર્થી છે. મોક્ષમાં જ એની અભિલાષા છે. તો પોતે જીવવા માટે બીજું કંઈ ન કરતાં ફક્ત આવું એક જગ્યાએ, બે જગ્યાએથી અન્ન લઈ અને પોતાનું જીવન ટકી રહે એટલા પૂરતું જ પોતે એને આપે છે. ખ્યાલ આવ્યો?
કુટીચક ભિક્ષુ ગૌતમ, ભરદ્ર, ભરદ્વાજ, યાજ્ઞવલ્ક્ય અને વશિષ્ઠ વગેરે ઋષિની જેમ આઠ ગ્રાસ કોળિયા લઈને, ભોજન લઈને યોગ માર્ગમાં યોગના માધ્યમથી મોક્ષના માટે પ્રયત્ન કર્યા કરે છે. આઠ જ કોળિયા આખા દિવસની અંદર, સમજાય છે? આમ ગણીને થાળીની અંદર આઠ કોળિયા ગોઠવવાના અને પછી એટલું જ ખાઈને ઊભા થઈ જવાનું. બોલો, થશે? મોક્ષ જોઈતો હોય તો આ બી કરવું પડશે. અને પછી એમાં ગમે તે હોય પાછું, એવું કાંઈ નથી કે આ અહીંયા આપણને આમ રસના કુંડા ભરીને આપવાના છે આઠ, સમજાયું? ખારું, ખાટું, તીખું, ઘી પણ હોઈ શકે છે. આ બધા સ્વાદને એના માંથી એ થઈ જાય. ઇનફેક્ટ, મેં એવા જોયા છે કે જે પાણી રેડી છે રીતસર લાયેલા હોય તેની અંદર બધું ભેળું કરી નાખે અને પછી એ પી જાય. પણ એ અમુક જ કોન્ટીટી, બસ એનાથી વધારે નહીં. પછી કંઈ જોઈએ નહીં એને, બરાબર? એટલે માત્ર શરીર રક્ષા માટે ઓછામાં ઓછા ભોજનનું એક પ્રમાણને આઠ કોળિયા માનવામાં આવ્યું.
એક ગ્રાસ એટલે એટલો અંશ માની શકાય કે જેને એક સાથે મો ની અંદર લઈ શકાય. તો તમારો ગ્રાસ તમારે નક્કી કરવાનો કે આટલો રાખો કે આટલો રાખો. મારા ખ્યાલથી એક ટાઈમે રોજ આઠ પાણીપુરી ખાઈએ એટલે પૂરું થઈ જવું જોઈએ. શું કહે છે? પણ પછી પાણીપુરી શા માટે એ પણ પ્રશ્ન છે, બરાબર? આ તો એક પ્રમાણની વાત કરી.
બીજા જે પ્રકારના છે, આ બધા કુટીચક ની વાત કરી, આઠ કોળિયા ખાનારા. બહુદક નામના જે છે ભિક્ષુ, એ લોકો ત્રિદંડ, કમંડળ, શિખા, યજ્ઞોપવિત્ર અને ભગવા વસ્ત્ર પણ ધારણ કરે છે તથા દારૂ અને માંસ છોડી દઈને બ્રહ્મર્ષી કોઈ નૈષ્ઠિક સદાચારીના ઘરમાં ભિક્ષાચરણ દ્વારા આઠ ગ્રાસ ભોજન કરતાં યોગમાર્ગ દ્વારા મોક્ષનું અનુસંધાન કરતા હોય છે. આ બીજા પ્રકારના બૌદ્ધક છે. એ લોકો પણ એ લોકો શું કરે? તો કે ત્રિદંડ જોડે લઈને ફરે, કમંડળ હોય, શિખા હોય, યજ્ઞો પવિત્ર હોય અને ભગવા વસ્ત્ર પણ હોય. કુટીચક માટે કોઈ નિયમ નથી. એ કેવા બી ફરતા હોય, કોઈ વર્ણન નથી. ફક્ત એમને કીધું છે કે એ લોકો આઠ ગ્રાસ.
આઠ કોળિયા અન્ન ગ્રહણ કરે. આ લોકો પણ આઠ કોળિયા જ અન્ન ગ્રહણ કરે છે. હંસ નામનો ભિક્ષુ કોઈ એક ગામમાં એક રાત્રી, નગરમાં પાંચ રાત્રી અને તીર્થ ક્ષેત્રમાં સાત રાત્રીથી વધારે નિવાસ કરતો નથી. સતત પરિભ્રમણ કરવાનું, એને કોઈ એક જગ્યાએ નહીં રહેવાનું; એટલે એને કોઈપણ પ્રકારની મોહનીય સતાવે નહીં. એના પાછળનું એ હતું કે કોક જગ્યાએ રહી જાય તો પાછું બાબાજીની મઢુલી પાછી ઊભી થઈ જાય. એવું નહીં, એને રહેવાનું જ નહીં કોઈ જગ્યાએ. એટલે એને "હંસ" કીધો. ઉડ્યા જ કરતો હોય, ઉડ્યા જ કરતો હોય; એવો સન્યાસી "હંસ" કહેવાય.
એનાથી ઉપરની, આગળની અવસ્થા પણ છે. તો આવો હંસ સન્યાસી શું કરે છે? ગૌમૂત્ર અને ગૌમયનો આહાર ગ્રહણ કરતાં; માત્ર ગાયનું મૂત્ર અને ગાયનું જે મળશે તેને છાણ, એનો જ આહાર કરે છે. હંમેશા ચાંદ્રાયણ વ્રત પર્યાયન રહીને યોગ માર્ગથી મોક્ષની શોધ કરતો રહે છે. એ બીજું કંઈ લેતો જ નથી. તમે વિચારો! અહીં ગૌમૂત્ર અને ગોમયને અંતઃકરણ શોધનના ઉદ્દેશ્યથી આહાર રૂપમાં, પંચગવ્ય વગેરેના રૂપમાં ગ્રહણ કરવાનું વિધાન પ્રસ્તુત કરવામાં આવેલ છે.
જ્યારે ચોથા પ્રકારનો જે સન્યાસી છે, એ પરમહંસ છે. એ પરમહંસ નામનો ભિક્ષુક: સંવર્તક, આરુણી, શ્વેત કેતુ; આ બધા તે વખતના મહાન જે હતા તે જડભરત, ભગવાન દત્તાત્રેય, શુકદેવજી, વામદેવ, હારીતક; આ બધા આઠ કોળિયા ભોજન ગ્રહણ કરીને યોગ માર્ગમાં વિચરણ કરતાં મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. પરમહંસોનું નિવાસસ્થાન શું હોય? તો કે વૃક્ષનું મૂળ, શૂન્ય ગૃહ અથવા સ્મશાન હોય છે. એ વસ્ત્રાયુક્ત હોય અથવા દિગંબર હોય; સાંભર હોય કે દિગંબર પણ હોઈ શકે છે.
એમના માટે ધર્મ કે અધર્મ, લાભ કે અલાભ કંઈ જ હોતું નથી. એ શુદ્ધ અને અશુદ્ધ દ્વૈતના સંબંધમાં પણ કોઈ અભિમત રાખતા નથી. એને માટી, પથ્થર અને સોનું એક સમાન હોય છે. એવો બધા જ વર્ણની અંદર ભિક્ષાચરણ કરે છે. મળે ત્યાંથી એ લોકો ભિક્ષા ગ્રહણ કરી લે. કોઈનું પણ એ વખતે પૂછે નહીં કે, "ભાઈ, તમે બ્રાહ્મણ છો તો મને ભિક્ષા આપજો." એવું નહીં. એ કોઈના પણ પાસેથી, એટલે અંત્ય હરિજન હોય તો પણ, એના પાસેથી પણ એ ભિક્ષા ગ્રહણ કરી શકે છે. એના માટે બધું જ સરખું છે. એ સર્વત્ર પોતાના જ આત્માના દર્શન કરે છે. એ આત્મામાં જ વિચરણ કરતો હોય છે. એટલે બ્રહ્મચારી આત્મામાં ચરણ કરતો હોય એ આત્મચારી, બરાબર? તો એ આત્માના દર્શન કરતો હોય છે. એ જાત રૂપ ધર હોય છે, પેદા થયેલા બાળકની જેમ. જાત રૂપ ધર હોય છે, પેદા થયેલા બાળકની જેમ નિર્લિપ્ત, નિર્વિકાર, સૂચી, અરુચિત, અસૂચી વગેરેના ભાવથી પર થઈ ગયું હોય છે.
એટલે પરમહંસ કહેવાય છે.
એ પરમહંસ નિર્દ્વંદ્વ. એને કોઈ બે વાત ના હોય, હંમેશા એક જ હોય. પરિગ્રહ રહિત; કોઈ પણ પ્રકારનું કંઈ પણ ગ્રહણ, ત્યાગ કશું હોતું નથી. એને કહેવાય "અપરિગ્રહી". શુક્લ ધ્યાન પરાયણ. શુક્લ ધ્યાન એટલે કેવળ આત્મા, કેવળ બ્રહ્મ. એ સિવાય બીજા કોઈનું એ ધ્યાન કરતો હોતો નથી. એને કોઈ શિવજીના કોઈ સ્વરૂપનું કે કોઈ મૂર્તિનું કે કોઈ એવા કોઈનું ધ્યાન કરવાનું હોતું નથી. કારણ કે એને નામ રૂપમાંથી કંઈ મેળવવાનું નથી. સમજાયું? એટલે પોતાનો ટાઈમ એમાં વેસ્ટ નહીં કરે. હવે એ આગળ નીકળી ચૂક્યો છે. કોઈ એક ટાઈમે એને જીવનમાં પહેલા પણ આ બધું કરી ચૂક્યો હોય એ બને, અથવા તો ક્રમથી એ થોડો આગળ નીકળી ગયો હોય તો પછી એને એ બધું કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલા માટે પણ યુવા એમાંથી નીકળી ગયો હોય, પણ એ આ કર્યા કરે છે. તો શું કરે કે સૂચી અને અસૂચીના ભાવથી એ પર હોય છે.
એ પરમહંસ નિર્ધ્વંદ્વ, પરિગ્રહ રહિત, શુક્લધાન ધ્યાન પરાયણ, આત્મનિષ્ઠ જીવન ધારણ કરવાની ઈચ્છાથી યથોક્ત કાળમાં ભિક્ષાટન કરનાર હોય છે. તે એકાંત ઘર, દેવસ્થળ, ઝૂંપડી, વાલ્મીક (એટલે કે વાંસનું જે કાંઈ સ્ટ્રક્ચર ઊભું કરીને રહેતો હોય તેમાં), વૃક્ષ મૂળમાં, કુલાલ શાળા (એટલે કે કુંભાર ગૃહો; ઘણી વખતે પેલા ખબર છે, અમુક સીઝનમાં જ આ લોકો માટલા બનાવતા હોય, બાકીનો ટાઈમ એ જગ્યા ખાલી જ પડેલી હોય તો એવી જગ્યામાં એવો રહેતો), યજ્ઞશાળામાં રહેવાય, પાછું એનાથી નદી તટ, પર્વતમાં રહેલી ગુફા, ટેકરી, ખાડો (કોઈ ખાડામાં રહેતો હોય), ઝરણું વગેરે કોઈપણ સ્થળમાં નિવાસ કરે છે. ત્યાં રહેતા એ સારી રીતે આત્મિક વિભૂતિઓથી સંપન્ન, પૂર્ણ થઈને શુદ્ધ મનથી પરમહંસ વૃત્તિનું પાલન કરતાં સન્યાસ દ્વારા શરીર છોડી દે છે. એવું કરનારા પરમહંસ કહેવાય છે.
એવો આ ઉપનિષદનો મત છે. તો અહીંયા આગળ આ ઉપનિષદ આવી રીતે પૂરું થાય છે. તો પરમહંસ કોણ છે, સમજાયું? કુટીચક કોણ છે, એ સમજાયું? બહુક કોણ છે, તે સમજાયું? હંસ કોણ છે, તે પણ આપણને સારી રીતે સમજાઈ ગયું. તો યાદ રાખવાનું આપણે એ છે કે આવા કોઈ આપણને મળે, તો એમને આપણે જે યથાયોગ્યમ, આપણે જે કોઈ ભક્તિ શક્તિ હોય તે પ્રમાણે આપણે એમને આપવું જોઈએ. કે આવા લોકોનું પાલન કરવું એ આપણો ગૃહસ્થમાં રહીને આપણો ધર્મ છે, બરાબર છે? એટલા માટે પણ યાદ રાખો: ભિખારી અને ભિક્ષુની અંદર બહુ ફરક છે, બહુ ફરક છે, બહુ ફરક છે. હે ૐ પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ ૐ. જય સચ્ચિદાનંદ. સો વી ટેક અ બ્રેક હિયર ફોર 15 મિનિટ્સ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.