૧૩. ક્ષુરિકોપનિષદ્ ભાગ ૨ — ધ્યાન
વિડિયો ૨૦
શાંત થઈ જાઓ, સ્થિરતાપૂર્વક બેસો. અફાટ જળ સાગરની અંદર એક કમળ ઉપર આવેલું છે, તેના પર આસન ગ્રહણ કરો. પગના તળિયા એ પદ્મને સ્પર્શ કરી રહ્યા છે એવું જુઓ. એ પદ્મની અંદર તમે જેમ ખુરશીમાં, સોફામાં બેઠા છો તેવી રીતે બેઠા છો. બંને હાથની હથેળી આકાશ તરફ રાખી ઘૂંટણ પાસે રાખો.
હવે મંત્રોચ્ચાર શરૂ કરીએ ત્યારે સૌપ્રથમ પગના તળિયા અને પગનો જે ભાગ છે ખૂંટી સુધીનો, તે તીવ્ર ચકચકિત શ્વેત સોનેરી પ્રકાશથી ભરાઈ રહ્યો છે તેવું અનુભવ કરો. એક ઊંડો આરામનો શ્વાસ લો. "ૐ ૐ હમ." તેને હોલ્ડ કરો. પગના તળિયા અને પગ આખાય છકછિત પ્રકાશિત બની ગયા છે. "ૐ." શ્વાસને ધીરેથી છોડો. એ જે પગનો ભાગ છે, અત્યંત તેજસ્વી દેપ્યમાન બની ગયો છે એવો અનુભવ કરો.
હવે ઘૂંટીથી ઘૂંટણ સુધીના ભાગ પર ધ્યાન લઈ જાવ અને પગના તળિયાનો પ્રકાશ પ્રસરીને હવે ઉપર તરફ સુધી આવી રહ્યો છે તેવો અનુભવ કરો. "ૐ." ત્યાં સ્થિરતા પકડો. ઘૂંટીથી ઘૂંટણ સુધીનો બંને પગની અંદર સર્વાત્મ પ્રાણનો સંચાર થઈ રહ્યો છે જે ખૂબ જ તેજસ્વી બની ગયો છે. હવે રેચકારો.
હવે ઘૂંટી ઘૂંટણથી જંગાના મૂળ સુધીના ભાગને તેજસ્વી બનતો નિહાળો. ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ સાથે તેને પવિત્ર પ્રકાશિત થતો અનુભવ કરો. ઊંડો શ્વાસ લો, એને હોલ્ડ કરો. પગના તળિયાથી જંગાના મૂળ સુધીનો પગ સંપૂર્ણ તેજસ્વી, પ્રકાશમાન, નિર્દોષ, નિષ્પાપ બની રહ્યો છે તેવો અનુભવ કરો.
હવે મૂલાધાર અને સ્વાધિષ્ઠાનનો જે વિસ્તાર છે, ત્યાં આ પ્રકાશ પ્રસરી રહ્યો છે. ઓમના ઉચ્ચારણ સાથે માનસિક શ્વાસ લેતા લેતા તેને પ્રકાશિત થતો અનુભવ કરો. હવે આ પ્રકાશ નાભિ પ્રદેશની અંદર જે સમગ્ર શરીરના તમામ નાડીઓ 72000 જે છે તેના સાથે જોડાયેલી છે, તે નાભિ પ્રદેશને ચકચકે, પ્રકાશમાન, તેજસ્વી, નિર્દોષ, નિષ્પાપ, પવિત્ર બનતી નિહાળો. નાભિ સાથે જોડાયેલા પ્રત્યેક નાડીની અંદર આ સર્વાત્મા પ્રાણ પ્રસરી રહ્યો છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ નાડીઓ પરમ તેજસ્વી બની રહી છે. આ પ્રાણનો પ્રકાશ શરીરમાં ઉપર, નીચે, ચારે બાજુ ગતિ કરી રહ્યો છે. સોનેરી, રૂપેરી તેજસ્વીતા વધતી જઈ રહી છે.
હવે તે હૃદય પ્રદેશને ઉજાગર કરી રહી છે. હૃદયના તમામ ભાવો તેમાં વિલીન થઈ રહ્યા છે. તમામ ઈચ્છાઓ, તમામ આકાંક્ષાઓ, તમામ અપેક્ષાઓ આ દિવ્ય પ્રકાશની અંદર ઓગળી રહી છે. હવે આ દિવ્ય પ્રકાશ કંઠ પ્રદેશમાં આવી ચૂક્યો છે. ત્યાંથી ખભા તરફ, ત્યાંથી બાવડામાં, હાથમાં, હથેળીમાં, આંગળાના ટેરવાઓ સુધી પ્રસરી રહ્યો છે. પગના તળિયાથી શરૂ કરીને, પગના અંગૂઠાથી શરૂ કરીને બંને પગ, આખો એ ધડ અને બંને હાથ પરમ તેજસ્વીતા પામી રહ્યા છે. ઓમના ગુંજારવ સાથે આ સર્વાત્મા પરમ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહ્યો છે.
હવે કંઠ પ્રદેશથી ઉપર આજ્ઞા ચક્ર, મન પ્રદેશ તો મન અને બુદ્ધિને હવે તે પ્રકાશિત કરી રહ્યો છે. મન અને બુદ્ધિના તમામ મેલ જન્મ જન્માંતરના આ પ્રસરતા દિવ્ય સોનેરી રૂપેરી પ્રકાશમાં સંપૂર્ણપણે ઓગળી રહ્યા છે. પ્રકાશ બ્રહ્મરંધ્ર, સહસ્ત્રાર અને તેની ઉપર સુધી પ્રસરી રહ્યો છે. જન્મ જન્માંતરનો તમામ કર્મનો મેલ આ દિવ્ય પ્રકાશમાં ઓગળી રહ્યો છે.
હવે ફરી એક વખત પગના અંગૂઠાથી તે મસ્તકના બ્રહ્મરંધ્ર સુધી, બંને હાથના આંગળીઓના તમામ ટેરવાઓ સુધી આ દિવ્ય પ્રકાશ ફરી એક વખત તીવ્ર વેગે ફરવી રહ્યો છે. આ દિવ્ય પ્રકાશ તમામ સૂક્ષ્મથી સૂક્ષ્મ નાડીઓને પરમ શુદ્ધિ આપી રહ્યો છે. આ દિવ્ય પ્રકાશ વડે શરીરના સાતે ચક્રો જે છે તે દરેકની ઉપર પ્રહાર કરો. તેમાંથી પ્રકાશ ફરી બહાર નીકળતો, ઉભરાતો અનુભવ કરો.
આ દિવ્ય પ્રકાશ હવે મૂલાધારથી આજના સુધી આવેલી ડાબી તરફની ઈંડા અને જમણી તરફની પિંગળા નાડીને સ્વચ્છ કરી રહ્યો છે, શુદ્ધ કરી રહ્યો છે, પવિત્ર બનાવી રહ્યો છે, પ્રકાશિત કરી રહ્યો છે. આ બંને નાડીઓ હવે શુદ્ધ અને પવિત્ર છે. હવે ચિત્ત રૂપી ક્ષુરિકા વડે સુષુમ્ણા નાડી જે મૂલાધારથી સહસ્ત્રાર સુધી છે તેને જુઓ. તેમાં પ્રકાશ રૂપી પ્રાણનો સંચાર થઈ રહ્યો છે. "ઓ." તે તેજસ્વી બની રહી છે. જુઓ, તમારી પ્રાર્થનાઓ સાકાર થઈ. તેજસ્વિનાવધીતમસ્તુ, અહંકાર, ઈર્ષા, અજ્ઞાન બધું જ વિલીન થઈ રહ્યું છે.
આ સુસુમના નાડીની અંદર એક તેજસ્વી વજ્ર ના છે. સુસુમના બિલકુલ ટ્રાન્સપરન્ટ બની ગઈ છે, ગ્લાસ ટ્યુબ જેવી. તેમાં હવે શ્વેત સોનેરી પ્રકાશ વજ્રા નાડીને હવે જાગૃત કરી રહ્યો છે. એ વજ્રા નાડી પણ હવે પારદર્શક બની છે અને અંદર એક તેજસ્વી ચિત્રા નામની નાડી જે રહેલી છે તે પ્રકાશિત થઈ રહી છે. આ ચિત્ર નાળી પણ હવે પારદર્શક બની જતાં વિદ્યુત સંપ્રભ સરસ્વતી નાડીનો ઉદ્ભવ દેખાય છે. તેમાં વીજળી વેગે પ્રકાશ ઉપર, નીચે, ચારે તરફ ગતિ કરી રહ્યો છે. બધું સ્વચ્છ અને શુદ્ધ થઈ રહ્યું છે.
આના પ્રસાદ રૂપે સમગ્ર ભૌતિક શરીર, પ્રાણમય દેહ, સમગ્ર લિંગ શરીર, મનોમય શરીર, કારણમય શરીર, આ બધું જ દીપકની વાટની જેમ આ દિવ્ય પ્રકાશની અંદર ભડભડ સળગી રહ્યું છે. એનો પ્રકાશ વધતો જ જાય છે, વધતો જ જાય છે. આ બધા જ દેવો દેપ્યમાન બની ગયા છે. હવે સર્વાત્માનો આ દિવ્ય પ્રકાશ સોનેરી તેજસ્વી ફેલાઈ રહ્યો છે. ત્યાં આખા રૂમ વ્યાપી બની ગયો છે અને હજુ પણ આગળ ને આગળ વધતા વધતા સમગ્ર સુરતને હવે સમસ્ત પૃથ્વીને છતાં વધતો જાય છે. અનંતા અનંત બ્રહ્માંડો બધા જ આ દિવ્ય પ્રકાશની અંદર જ છે. સર્વાત્માના આ દિવ્ય પ્રાણ પ્રકાશની અંદર સૌ કોઈ લિપ્ત છે. સૌ કોઈ આનો લાભ મેળવી રહ્યા છે.
તો આ જે અનંતા અનંત દિગંત વ્યાપી એવું અત્યંત તેજોમય સૂક્ષ્મતમ સ્વરૂપ તે પરબ્રહ્મ છે. તમામ સંસારિક બંધનો બધા કપાઈ ગયા છે. હવે કોઈ કર્તવ્ય, કાંઈ કરવા પણું બાકી નથી. પરમ આહ્લાદક શાશ્વત મુક્તિ હવે પ્રગટી ચૂકી છે. પરમ શાંતિ અખંડાકાર એવો નિરાકાર આ જે છે તે હું જ છું. હવે આ પરબ્રહ્મમાં પ્રવેશ પામીને આપણે એક રૂપ.
બની જઈએ સંપૂર્ણ સાયોજ્ય: કેવળ પરમ તત્વ, પરમ પ્રકાશ, પરમ શાંતિ, પરિપૂર્ણતા ઓલ અરાઉન્ડ એવરીવેર. આમાં સ્થળ અને કાળ પણ વિલીન થઈ રહ્યા છે. તમામ આકારો, નામ રૂપ, સર્વ કાંઈ વિલીન થઈ ચૂક્યું છે. અનુભવ કરો, "તે પરબ્રહ્મ હું જ છું". ૐ ૐ ૐ ૐ! જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ!
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.