૧૩. ક્ષુરિકોપનિષદ્ ભાગ ૧
વિડિયો ૧૯
કે નિર્વાહ પૂરતું એમ કે કરવાનું, યોગી હોય એને યોગ કરવાનો છે, યુગ્મ જોડાવાનું છે. એટલે એમાં પુષ્કળ સૂક્ષ્મ શક્તિઓની જરૂર પડતી હોય. હવે એવી સૂક્ષ્મ શક્તિઓ જ જરૂરી છે, એટલે સ્થૂળ શક્તિઓ છે તે બધી કામ લાગશે નહીં. અને આ બધું ખાવામાં, પચાવવામાં એ બધાની અંદર પુષ્કળ શક્તિઓ વપરાઈ જાય. એટલે કેટલી કે આ કાર્ય કરવા પૂરતું જોઈએ એટલી જ એમ કે આપવાની અને એનાથી વધારે નહીં આપવાની, તો કામ બરાબર ચાલે. એટલા માટે કીધું કે હંમેશા જે ખાવા-પીવાનું છે તે બધું આવી રીતના આમ એક જે કંઈ હોય, તમારે બધાને તમારું રેગ્યુલર જે હોય એ બરાબર છે, પણ અહીંયા આગળ એની જરૂર નથી. નાખશો તો પછી "બેસ્ટ" બહાર નહીં આવે. પછી સેકન્ડરી, થર્ડ ગ્રેડની વસ્તુઓ બહાર આવે. એમાં આપણને રસ નથી, તમને રસ ના હોવો જોઈએ ખરેખર, બરાબર? એટલે હવે કાલથી આપણે ધ્યાન રાખીશું: "માગું તો આપજો, નહીં તો નહીં અને જે માગું એટલું જ આપજો, એનાથી વધારે પણ નહીં." બસ, તો શરૂ કરીએ.
ૐ પરબ્રહ્મને નમઃ. ૐ પરાત્મને નમઃ. ૐ શ્રી ગણેશાય નમઃ. પરબ્રહ્મને નમસ્કાર કરું છું. પરાત પરબ્રહ્મને નમસ્કાર કરું છું. સર્વે તીર્થંકર સાહેબોને નમસ્કાર કરું છું. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન શ્રી સદાશિવને, માતા પાર્વતી અને તેમના મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપો સહિત નમસ્કાર કરું છું. ભગવાન આદિ નારાયણને શ્રી લક્ષ્મી સમેત નમસ્કાર કરું છું. પ્રજાપિતા બ્રહ્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ચાર સનતકુમારોને, સાત ચિરંજીવીઓને, સપ્ત ઋષિઓને અને ૧૪ મુનિઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન ધનવંતરી અને અશ્વિની કુમારોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાન કાળ અને દસે દિશાના દિગપાળોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે નિષ્પક્ષપાતી દેવ-દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
પાંચ મહાભૂતોને તેના અધિદેવો સહિત નમસ્કાર કરું છું. અનંતા અનંત બ્રહ્માંડોમાં વ્યાપ્ત એવા પરબ્રહ્મ પરમાત્માના અનંત ભૂતિઓને, જીવ માત્રમાં રહેલા પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરું છું. આપ સૌનું આવાહન કરું છું. આપ અમને અનુભવ આપો, શુદ્ધ, પવિત્ર, એક અખંડ અનુભવ પરબ્રહ્મનો. "તે હું છું" તેવું ભાન થયું છે. આથી આખાય સંસાર ભાવનો, આ દેહનો, મનનો, સર્વસ્વનો સમર્પણ કરું છું. સર્વ કાઈનો પરબ્રહ્મ પરમાત્મામાં લય કરું છું. "તે બ્રહ્મ હું જ છું." હું મને જ વારંવાર નમસ્કાર કરું છું. ઓમ ઓમ.
ક્ષુરિકા ઉપનિષદ એ કૃષ્ણ યજુર્વેદ સંબંધી છે. એમાં ૨૫ એક મંત્રો છે. આ બધા તત્વજ્ઞાનના પ્રતિબંધક ઘટકોને કાપવા માટે, જ્ઞાન થવા આડેના જે અંતરાયો છે, મોક્ષે જવાના માર્ગની અંદર જે પ્રતિબંધો છે આપણા સૌના, એ બધા ઘટકોને કાપવા માટે ક્ષુરિકા એટલે છરી અને ચપ્પુ સમાન છે, તલવાર સમાન છે એમ સમજવાનું. એક ઝાટકે બધું ખતમ! એટલું બધું સમર્થન. તો યોગના જે આઠ અંગો છે, અષ્ટાંગ યોગના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિમાંથી ધારણાની સિદ્ધિ અને એના પ્રતિફળની, એનાથી ઉત્પન્ન થનાર જે ફળ છે, તેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે.
એટલે અહીંયા આગાળે સૌથી પહેલા યોગ સાધના શરૂ કરવા માટે દ્રઢ આસન પર બેસીને પ્રાણાયામની વિશેષ ક્રિયાનો અભ્યાસ કરતાં શરીરના તમામ મર્મ સ્થાનોમાં પ્રાણનો સંચાર એવી રીતે કરવામાં આવે છે કે જે રીતે કરોળિયો પોતાના દ્વારા બનાવેલા અત્યંત સૂક્ષ્મ તાંતણાઓ ઉપર ગતિશીલ બની રહે છે. ત્યારબાદ ક્રમશઃ નીચેથી ઉપર તરફ વધતા હૃદયકમળમાં સુસોમના નાડીથી પ્રાણ તત્વનો સંચાર કરતાં, બીજી ૭૨,૦૦૦ નાડીઓનું છેદન કરતાં, એ પરબ્રહ્મ સુધી પહોંચી જવાય છે. જ્યાં પહોંચ્યા પછી જીવ એટલે કે હંસ સમસ્ત બંધનોને કાપી નાખીને સમર્થ બની જાય છે. એ સમયે પોતાના સમસ્ત બંધનોને બાળી દઈને પરમ તત્વમાં એવી રીતે લય થઈ જાય છે કે જે રીતે દીપક નિર્વાણ સમયે ઓલવાતી વખતે તેલ, વાટ એમ બધાને બાળીને પરમ જ્યોતિમાં વિલીન થઈ જાય છે. આવી રીતે મુક્ત થયેલો જીવ ફરીથી બંધનમાં બંધાતો નથી.
એ જીવનમુક્ત થઈ જાય છે. એ આ ઉપનિષદનો સાર છે.
ૐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.
યોગની સિદ્ધિ માટે હું ધારણા રૂપી છરીની બાબતમાં અહીં વર્ણન કરું છું. જેને મેળવીને યોગયુક્ત બની જનાર મનુષ્યને પુનર્જન્મ લેવો પડતો નથી. એ આવાગમનના, જન્મ-મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. વ્યવસ્થિત આદર્શ ધારણાનો ઉપયોગ કરવાથી મનુષ્ય બંધનમુક્ત થાય છે. એટલા માટે એને બંધન કાપનારી છરી કહેવામાં આવેલ છે. સંસારી વ્યક્તિ લૌકિક કામનાઓના વશમાં આવી જઈને ભવના બંધનોમાં બંધાતો હોય છે. યોગીજન અષ્ટાંગ યોગની અંતર્ગત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહારની સાધના કરતાં કરતાં ધારણા સુધી પહોંચે છે. તો આત્મસત્તા, પરમાત્મા સત્તા બેની વચ્ચે આદાન-પ્રદાન, એ ત્રણેયમાં પોતાના ચિત્તને બાંધી લે છે. એ ધારણાના પ્રભાવથી સંસારના બંધનો તૂટી જાય છે. હવે આ કેવી રીતે થાય છે તેને આપણે જાણીએ.
જેમ કે સ્વયંભુ બ્રહ્માજીનું કથન છે કે જે ભાવ વેદના તત્વાર્થમાં સમાયા છે, એ પ્રમાણે અવાજ વગરની જગ્યામાં, કોલાહલ જ્યાં પણ ન હોય એવી જગ્યાએ ઉચિત આસનમાં બેસીને... બહાર કોલાહલ હોય પણ અંદર કોલાહલ વધારે હોય છે અને એ માણસને બહુ તકલીફ આપતો હોય છે. એટલે બંને કોલાહલને શાંત કરવાના છે. તો આપણે પહેલા જ શાંતિપાઠ કર્યો. એ શાંતિપાઠના ભાવમાં આમ વહી જવાથી, ત્યાં સ્થિરતા પકડવાથી, વાંચી જવાથી નહીં, બોલી જવાથી નહીં, બસ એ ભાવમાં લીન થવાનું છે. તદરૂપતા આવવી જોઈએ. જે કંઈ કહો છો, જે કંઈ કરો છો, તો તે બધી જ બાબતોમાં શું હોવું જોઈએ? તાદાત્મ્ય હોવું જોઈએ, સંપૂર્ણપણે. એવી રીતે એ ઉચિત આસનમાં બેસીને...
ઉચિત આસન કયું છે? આપણું પદ્માસન. આપણે જ્યાં બેઠા છીએ તે આસન પદ્માસન જ છે. તો ભાવ એવો રાખવાનો કે આપણે જ્યાં બેઠા ત્યાં પદ્મ છે જ. આ બધું કશું જોવાનું જ નહીં. આ સોફા નથી, આ પદ્મ જ છે એમ જોવાનું. એવી સુંદર નિર્મળ જગ્યામાં છે કે જ્યાં દૂર દૂર સુધી કંઈ જ નથી, કેવળ જળ છે. અને કેવું? તો કે ઊંડું, અઘાત. એવા જળની અંદર એક બહુ જ આમ સરસ મજાનું કમળ છે. એવા પદ્મની અંદર આપણે બિરાજમાન છીએ, એવી રીતના શાંત, સ્થિર થઈને બેસવાનું. એટલે બધો કોલાહલ ધીમે ધીમે ધીમે ધીમે શાંત થવા માંડશે. અભ્યાસ માંગે છે, પણ કંઈ ના કરવા છતાં પણ ત્યાં ધીરે રહીને પહોંચી જવાશે.
પછી જેવી રીતે કાચબો પોતાના અંગોને પોતાના સંકલ્પથી સમેટી લે છે, એવી રીતે હવે આ દાખલા તરીકે કોઈપણ વસ્તુ છે, એને તમારે મુઠ્ઠીની અંદર મૂકવી હોય અને કોઈકને આપવી હોય તો તમે શું કરો છો? કે બસ એને જુઓ કે ના જુઓ, પણ બસ આ આમ બંધ કરી દો છો અને પછી બેસી જાવ છો. કોઈક તમને પ્રસાદ આપ્યો, તમે શું કરો છો? આવી રીતના હાથ બંધ કરી દો છો અને પછી શાંતિથી બેસો છો. યોગ્ય સમયે એને ઓપન કરીને પછી એમાંથી ગ્રહણ કરો છો અથવા કોઈક બીજાને આપો પણ છો. તો આની અંદર કોઈ વિશેષ શ્રમ કે કશું કરવાની જરૂરત પડતી નથી. એટલી જ સહજતાથી આપણી બધી જ ઇન્દ્રિયોને આપણે સંકલ્પ આપવાનો છે કે "હવે શાંત થઈ જા, સ્થિર થઈ જા અને કેવળ તું ચિત્ત જે છે તેની અંદર, આ મનની અંદર તું સ્થિર થઈ જા." એટલે આ બધી જ જે ઇન્દ્રિયોનો જે સંપર્ક છે મન સાથેનો, તે બંધ થવા માંડશે.
એમની જે ડખોડકલ જે ટુ-વે કમ્યુનિકેશન ચાલતું હતું, એ બંધ થવા માંડશે અને એટલા માટે એક શાંતિનો, એક નિતાંત આકાશનો એવી જાતનો અનુભવ આપણને શરૂ થાય છે.
એવી રીતે મનના અને હૃદયના ભાવોને વિખરાવવામાંથી રોકવામાં, એ રોકીને પછી ઓમકારની ૧૨ માત્રાઓના માધ્યમથી, એક માત્રા એટલે આટલો સમય, લગભગ ત્રણ થી ચાર સેકન્ડ જેટલો. તો ઓમકારની ૧૨ માત્રાઓના માધ્યમથી એટલા સમયમાં ધીરે ધીરે પ્રાણરૂપ શરૂઆતમાં માને પ્રાણરૂપ શર્વાત્માને, જો ધ્યાન રાખવું, શર્વાત્મા કોણ છે? પ્રાણરૂપ. એ પ્રાણને ગ્રહણ કરવાનું અપૂરક દ્વારા, પોતાની અંદર રાખવાનું. એ સમયે પ્રાણના બધા જ દ્વારો બંધના માધ્યમથી રોકીને, એટલે કે મૂળ બંધ, ઉડ્ડિયાન બંધ અને જાલંધર બંધ. આ ત્રણેય બંધ કરવાના. પણ એ બંધ જે છે તે શારીરિક સ્થિતિ છે. એનો બહાર બેસીને આપણે થોડોક સમય અભ્યાસ કરી લેવાનો. એ અભ્યાસ કર્યા પછી ખાલી સંકલ્પથી તમારે એને કરવાનું. જેમ "સંકલ્પેન સમર્પિતમ," જેમ આપણે કરીએ છીએ, "પૂજા ગૃહાણ પ્રભુ," એવી રીતે સંકલ્પ કરવાનો કે અત્યારે મૂળ બંધ બાંધેલો છે, ઉડ્ડિયાન બંધ બાંધેલો છે, જાલંધર બંધ પણ થયેલો છે.
અને ઓમકારની એવી રીતે બાર માત્રાઓ કર્યા પછી આવી ભાવના રાખી અને પછી એને બેસવાનું.
હવે છાતી, મુખ, કમર અને ગરદનને ઉપર તરફ ખેંચીને હૃદયને કંઈક ઉન્નત, ઊંચું, સહેજ આવી રીતના આમ રાખવાનું છે. એવી રીતે રહી અને આ સ્થિતિમાં નાક દ્વારા સંચરત પ્રાણને કુંભક દ્વારા બધે જ સંચારિત કરવાનું. આમ જોવાનું કે આ બસ અહીંયા આગળ આમ લાઈટ થયું અને એનો પ્રકાશ ચારે બાજુ આખા એની અંદર ફેલાય, આ દેહમાં ફેલાય. પણ તમારો દેહ કેટલો છે? આટલો છે? ના. આ રૂમ જેટલો છે? ના. જહાંગીરપુરા જેટલો છે? ના. સુરત જેટલો છે? ના. આ પૃથ્વી જેટલો છે? ના. દિગંત વ્યાપી એવું જે છે, ત્યાં સુધી બધું જ આમ ફેલાઈ ગયું છે, એવી રીતના એક ભાવના કરીને બેસવાનું. એટલે ત્યાં સુધી તમારે પ્રાણોનું સંચરણ થાય એવી રીતના કરવાનું. આ બધા જગ્યાએ પ્રાણને ધારણ કરવાનું. તો આ ધારણા જ્યારે હું કરું ત્યારે માનવની અંદર પણ પ્રાણનો સંચાર થઈ જશે. કોઈ મૃતપ્રાય થયેલો હશે, કોઈ પ્રાણી હશે, કોઈ હશે તો પણ એ પ્રાર્થના કરતો હશે ને, "હે પ્રભુ, મને આ દુઃખ-બીમારીમાંથી મને બચાવો, પ્લીઝ." ત્યાં સુધી પણ પહોંચી જશે.
ભાવના આવી રાખવાની આપણે કે બસ બધાને આ પ્રાપ્ત જ છે. આપણને જેવી રીતે સુલભતાથી પ્રાપ્ત થયો, એ સુલભતા આપણે પણ એમને કરી આપીએ છીએ. કારણ કે આપણી પાસે આવું જ્ઞાન થયું છે. એ જ્ઞાનનો ઉપયોગ કરીને આજ જે આપણું જે પ્રાણ જે છે, તેને સર્વાત્મ ભાવથી બધાને પહોંચાડી દેવાનો. જીવ માત્રને પહોંચી જાવ. દરેકે દરેક વસ્તુઓમાં પણ વ્યાપી જાવ. અને એ વસ્તુઓમાં જે વિકારો, અશુદ્ધિઓ જે કંઈ હોય, એ બધું કારણ કે પરમાત્માથી પવિત્ર કશું નથી ભાઈ. પરમાત્મા જેવો સ્પર્શ કરે ને એટલે ભલભલી વસ્તુઓ બધી પવિત્ર થઈ જાય. આપણે એનાથી પવિત્ર થઈએ, એવી રીતે આપણે ભાવના કરવાની કે આપણે પવિત્ર થઈ રહ્યા છીએ. સાથે સાથે આખું બ્રહ્માંડ જે છે, તે બધું જ, આ સર્વ કાંઈ જે છે, તે બધું જ પવિત્ર થઈ ગયું છે, શાંત થઈ ગયું છે, સ્થિરતા પામી ગયું છે. એવી રીતે પ્રાણનું સંચરણ થયા પછી ધીરે ધીરે વાયુને રેચક ક્રિયા દ્વારા બહાર કાઢવામાં આવે છે.
હવે જ્યારે આપણે ઓમકાર બોલીએ છીએ ત્યારે એમાં ત્રણ માત્રા છે: અ, ઉ, મ. ૧૨ માત્રાનો અર્થ શું થાય? તો કે ચાર વખત ઓમકારના સહજ ઉચ્ચારણ જેટલો સમય લગાડીને પૂરક કરો, એટલો સમય કુંભક કરો અને એટલો સમય રેચક કરો. સમજાયું? આપણે કરીએ. અનુભવ કરો. હોલ્ડ. હવે આ પ્રાણ દિગંતમાં વ્યાપી રહ્યો છે. સર્વ કાંઈને શુદ્ધ અને પવિત્ર બનાવી રહ્યો છે. શાંત બનાવી દે છે. દરેકને સ્થિરતા અને પ્રકાશ પ્રદાન કરી રહ્યો છે. દરેકને મહત્વ પ્રાપ્ત કરાવે. હવે રેચક કરીએ. તમામ પાપો, તમામ દુઃખો, અજ્ઞાન અને અહંકાર સર્વ કોઈનો લય થઈ રહ્યો છે. આ જે સ્થિતિ છે તે પરબ્રહ્મ છે. તે જ સ્વયં છીએ. આ ધારણામાં સતત રહો. આવી રીતે ધારણા, આવો પ્રાણાયામનો અભ્યાસ કરવાનો. શરૂઆત એક વખત, બે વખત, ત્રણ વખત કરતાં કરતાં ૧૨ સુધી, ૧૫ સુધી પહોંચી શકાય. જેટલો પણ આપણને અભ્યાસ સારું લાગે, સુગમતા હોય, એટલો કરવાનો.
ત્યાર પછી સંપૂર્ણ સાવધાની.
સાથે, પગના અંગૂઠા સહિત ઘૂંટણમાં, ઢીંચણ અને ઘૂંટણ વચ્ચેનો જે ભાગ છે તેમાં, જંગા અને પિંડલીઓમાં ત્રણ ત્રણ વાર, ઘૂંટણો અને જાંગોમાં બે બે વાર, ગુદા અને જનનેન્દ્રિયમાં ત્રણ ત્રણ વાર પ્રાણાયામ કરવા. પ્રાણોના સંચારની ધારણા કરો.
આ બધી જગ્યાએ આપણે શરૂઆત કરવાની છે. તો, પગના અંગૂઠાથી ઘૂંટણ સુધીમાં બે વખત, પગનો જે ભાગ છે તેમાં, એ આટલો ભાગ જે સમજાવે છે તે, એની અંદર બે વખત આવી રીતે પ્રાણાયામ કરવાનો એમ કીધું.
હવે આગળ, અહીંથી શરૂ કરીને આ ભાગ સુધીના ભાગની અંદર ત્રણ વખત કરવાનું. પછી ઘૂંટનો તે જાંગોમાં અહીંયા બે, અહીંયા આગળ આપણે કર્યું બે વાર, પછી આટલા ભાગમાં ત્રણ વાર, પછી આ ભાગની અંદર બે વાર, પછી ગુદા જનનેન્દ્રિયમાં ત્રણ ત્રણ વખત પ્રાણાયામ કરવાના. એને સંચારની ધારણા કરવાની કે પ્રાણ ત્યાં આગળ સ્થિરતા પામી રહ્યો છે.
ત્યાર પછી, એ બધો જ લાવવાનો અહીંયા આગળ નાભી પ્રદેશમાં અને જોવાનું કે આ બધો જ પ્રાણ હવે ત્યાં આગળ પણ ધીમે ધીમે ધીમે સ્થિર થઈ રહ્યો છે.
એ પછી શું કરવાનું? તો કે છે કે જે કમરની નીચેનો ભાગ, મૂલાધાર સ્વાધિષ્ઠાન ચક્ર છે, ત્યાં આગળ પ્રાણનો પ્રવાહ જે છે એ ધારણાથી સ્થિર કરવાનો અને ત્યાંથી ધીમે ધીમે ધીમે ઉપર લેતા જવાનું. તો પછી નાભી આવશે, પછી હૃદય આવશે, પછી કંઠ આવશે. કંઠથી ઉપર અહીંયા મનબુદ્ધિનું સ્થાન છે, આજ્ઞાચક્ર ત્યાં આગાળે અને છેવટે અહીંયા સુધી આ પ્રાણનો પ્રવાહ ધીરે ધીરે ધીરે ધીરે આમ ઉપર જઈ રહ્યો છે એવી ધારણા કરવાની છે.
ત્યાર પછી, ઈડા ડાબી બાજુની, પિંગળા જમણી બાજુની, આ બંને દસ નાડીઓથી વિતળાયેલી આવૃત સુસુમના નામની બ્રહ્મ નાડી છે. સેન્ટરની અંદર ત્યાં પણ અનેક નાડીઓ રહેલી છે જે અત્યંત સૂક્ષ્મ, લાલ, પીળી, કાળી અને તાંબાના વર્ણની છે.
જેટલું થાય એટલી ધારણા કરવાની, પણ આવું છે એમ આપણે જોવાનું છે. એક વખત એવું એક ચિત્ર બનાવી દેવાનું અને પછી એને જોઈ લેવાનું એટલે આપણને ખબર પડે. આજકાલ તો આવા ચિત્રો સુલભ છે.
ત્યાં આગળ એક નાડી અત્યંત સૂક્ષ્મ, પાતળી અને શુક્લ વર્ણની છે. સફેદ ચંદ્રમાનો જેમ પ્રકાશ હોય પૂનમનો, એવા શુક્લ વર્ણની નાડી છે. તેનો આશ્રય મેળવવો જોઈએ. એટલે પછી ત્યાં પહોંચવાનું.
એવી રીતે કરોળિયો પોતાની લાળના તંતુઓ દ્વારા ગતિશીલ બને છે, એવી રીતે એ યોગીએ નાડીના આ મંડળમાં પ્રાણનું સંચરણ કરવું જોઈએ. આ બધી જ જગ્યાએ પછી ધીમે ધીમે ધીમે કરતાં એમ વ્યાપી રહ્યો છે. આ જે પ્રાણ છે તે એક જાતનું લાઈટ છે અને લાઈટ આમ બધે ફેલાઈ રહ્યું છે. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં એમ જોવાનું છે. એટલે આ આપણી શરૂઆત છેક પહેલા છે ત્યારે પણ કરવાનું છે.
હવે કરોડિયો પોતાના અંશથી જેમ સૂક્ષ્મ તાંતણાઓ પેદા કરે છે, પછી એના સહારે નિશ્ચિત જગ્યાએ એ જ્યાં ધારે ત્યાં આગળ પહોંચી જાય છે. એવી કોઈ જગ્યા એના એમાં હોતી નથી જ્યાં એવું પહોંચી નથી શકતો. એવી રીતે ચિત્તને ફેરવવાનું અંદર સારી રીતે કે એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ સેલ નથી, એ એવી કોઈ જગ્યા બાકી નથી અંદર કે જ્યાં આગળ આપણું આ ચિત્ત પહોંચતું નથી.
આપણે ચિત્ત દ્વારા પહોંચીએ છીએ. તો એ ચિત્ત જે છે તે જ આપણે છીએ. એ જ કરોળીયાની વાત કરવાની છે. એના માધ્યમથી પ્રાણશક્તિને કાર્ય કાયાતંત્રમાં ગતિશીલ બનાવવાનું છે.
એટલે આ આખું શરીર છે. એ બેસીને તમારે આમ જોવાનું, આમ ઝીણા ઝીણા ઝીણા ઝીણા ડોટ સાથે અને બિલકુલ સફેદ દોરીથી આમ બંધાયેલું છે એમ. એવા પ્રકારનું અંદર જોવાનું છે એમ કે છે. અને પછી એ બધાને ગતિશીલ બનાવે, તે બધાની અંદર આમ લાઈટ પ્રસરી રહ્યું છે એવી રીતના જોવાનું. આપણે રનિંગ લાઈટ જોઈએ છે ને જેમ, એવી રીતે આ પ્રાણનું રનિંગ લાઈટ બધા આખા દેહમાં બધે ફેલાય છે એવી રીતે જોવાનું છે.
એ પછી આ નાભી જે છે, એ ક્ષેત્ર જે છે, એ રક્તકમળની માફક હંમેશા પ્રકાશિત રહે છે. ત્યાંથી પછી એ હૃદય ક્ષેત્રમાં નાડીઓમાં પૂરતો પ્રાણનો પ્રવાહ છે. ત્યાંથી એ મન ક્ષેત્રમાં લાવે છે અને તેનાથી ઉપર ગુહ્ય, નિર્મળ, તીક્ષ્ણ એવું બુદ્ધિનું જે સ્થાન છે અંદર, તે જગ્યાએ બ્લુ પર્લ એ જગ્યાએ પહોંચવાનું છે.
આવી રીતે પગની ઉપર પણ જે મર્મ સ્થાનો છે તે બધાનું એના રૂપનું ચિંતન કરવાનું અને નિત્ય યોગાભ્યાસનો આશ્રય લઈ અને તીક્ષ્ણ મન દ્વારા, તીક્ષ્ણ મન ચિત્ત જાંગોથી જોડાયેલ જે ઇન્દ્ર વ્રજનું નામનું ક્ષેત્ર છે તેનું છેદન કરો, કાપી નાખો. ત્યાં જાંગોની વચ્ચે મર્મ સ્થળોનું વિમોચન કરનાર પ્રાણનું ધ્યાન, બળ અને ધારણા યોગથી સ્થાપીને, યોગાભ્યાસ દ્વારા મનને તીક્ષ્ણ ધારણાથી નિશંક થઈને મૂલાધારથી હૃદય સુધીના ચારેય મર્મ સ્થળનું છેદન કરો, ભેદન કરો. એવી રીતના જોવાનું છે.
ખૂબ ભેદન અંદરથી આરપાર નીકળે છે. છરી મારો તો કેવી રીતે જાય? એવી રીતના જોવાનું. આમ અંદર જાય પણ પ્રાણથી કરવાનું છે. એવી રીતના જોવાનું.
પછી એ કંઠણમાં પણ આવશે. તો ત્યાં પણ પ્રાણોને પાછા આવી રીતના એ કરીને બધો પ્રાણ પાછો ત્યાં આગળ થઈ રહ્યો. એટલે સીધી વાત છે કે જાણે કે કોઈ ફ્રૂટ હોય, એને તમે સીધું પકડો ને આમ છરી મારો તો અંદરથી જેમ કે બધો બધો બહાર રસ આવવા માંડે કે ના આવવા માંડે? બસ, એવી રીતના જોવાનું.
આપણે બધા વેજીટેરિયન, આપણે ફળોથી કામ કરીએ અને બધા લોહી બોઈ નહીં જોવાનું. એવી રીતના પણ પછી પ્રોસેસ એ છે કે તમે પ્રાણને આવી રીતના વિસ્તારિત થતો જુઓ.
એ ભાગની અંદર કોઈ સ્થાન એવું બાકી નથી મૂકવાનું નીચેથી ઉપર સુધી કે જ્યાં પ્રાણનો સંચાર નથી. આ એની મૂળ વાત છે.
એવી રીતે કર્યા પછીથી આ જે નાડીઓનો સમૂહ છે, તેને અંદર મધ્યની અંદર પરાશક્તિ રહેલી છે. સુસુમના નાડી પરમ તત્વમાં લીન રહેતી હોય છે અને વીરજા નાડી જે છે એ બ્રહ્મમય છે.
ઈડાનો નિવાસ બાજી ડાબી બાજુ છે, પિંગળા જમણી બાજુ છે. આ બધાને આપણે આમ...
જોવાની છે અને આ નાડીની મધ્યમાં જે શ્રેષ્ઠ સ્થાન છે, તેને જે જાણે છે, એ વેદ અર્થાત શાશ્વત જ્ઞાનને જાણવા સમર્થ થાય છે. તો સુષુમ્ણાની અંદર પણ એક બીજી વજ્ર નાડી છે, એની અંદર એક ચિત્ર નાડી છે અને તેની અંદર એક સરસ્વતી નામની નાડી રહેલી છે.
એ નાડીને જોવાની, તમારે અનુભવવાની કે "આ દેખાય છે, આ દેખાય છે." આ જો દર્શન કરશો, તે તો દેખાશે. તમે ભગવાનના દર્શન કરો છો, તમે મૂર્તિ નથી જોતા, ધ્યાન રાખો. એવી રીતે તમારે અંદર "આ છે જ" એ ભાવ સહિત એને દર્શન કરવાના છે, એ સરસ્વતી નાડીના.
એટલે શું આગળ થાય છે? તો કે આના દ્વારા બધી જ નાડીઓનું છેદન-ભેદન થાય છે. એવી રીતે સુષુમ્ણા જે છે, તેનું છેદન કરવામાં આવતું નથી, કારણ કે એ જન્મોજન્મથી બાકીની બીજી બધી છે. તે બધાયની અંદર આ પહોંચાડવાનું. સુષુમ્ણાને તો ખાલી ટકોરા મારવાના છે. ત્યાં ૭૨,૦૦૦ નાડીઓ છે, તેને હિતા કહેવામાં આવે છે.
હવે ધ્યાન યોગ દ્વારા આ બધી નાડીઓનું છેદન-ભેદન કરીએ, પણ સુષુમ્ણાનું કરવામાં આવતું નથી. એને ખાલી નીચેના ભાગેથી ઓપનિંગ જ કરવાનું. એટલે ધીર પુરુષે આ જન્મમાં જ આત્માના પ્રભાવથી અગ્નિવત્ તેજોમય અને યોગ રૂપી નિર્મળ ધારથી યુક્ત ધારણા રૂપી છરી દ્વારા સેંકડો નાડીઓનું છેદન કરવું જોઈએ. તેનાથી તેલ નાડીઓ એવી જ રીતે સુવાસયુક્ત બની જાય છે, જેવી રીતે જાતિ એટલે કે ચમેલીના ફૂલથી તેલ સુવાસિત બની જાય છે.
શરીરમાંથી સુગંધ આવવાની શરૂ થશે. બધે પ્રાણનો જેવી રીતે સંચાર થવાનો શરૂ થશે, એટલે તો યોગીએ એ ઈચ્છવું જોઈએ કે શુભ અને અશુભ ભાવોથી યુક્ત વિભિન્ન નાડીઓને એ સમજે. ક્યાં શું થઈ રહ્યું છે? ક્યાં બ્લોક છે? શું કેવી જાતનું આમ આગળ નથી જતું કે શું? એ બધું એને ધીરે ધીરે ધીરે ધીરે સ્પષ્ટ થતું જશે. એને જોવાનું છે. દર્શન કરવાનું ચાલુ રાખશો તો આ બધું એક દિવસે દેખાશે.
એનાથી ઉપર સુષુમ્ણા નાડીમાં ફાઇનલી ધારણાને સ્થિર કરી દેવાની. એટલે પુનર્જન્મથી રહિત થઈને શાશ્વત પરબ્રહ્મને પ્રાપ્ત કરી લઈએ છીએ આપણે. એ ભાવ આપણે સતત એને જો જો કરવાનું.
તો આ વાત થઈ જે વ્યક્તિએ આવા તપ દ્વારા પોતાના ચિત્તને જીતી લીધું છે. બેસીને કરવાનું છે. એ વ્યક્તિ શબ્દ રહિત, એકાંત, નિર્જળ સ્થાનમાં રહીને નિસંગ તત્વના યોગનો અભ્યાસ કરે તથા ધીરે ધીરે નિરપેક્ષ બની જાય છે. ન્યુટ્રલ થઈ જાય છે બાકીની બધી જ બાબત. એની કોઈ અપેક્ષાઓ રહેતી નથી, કોઈ ઈચ્છાઓ રહેતી નથી, કશું જ નહીં. બસ, બધે પ્રાણનું સંચાલન કરી દીધું અને એ પ્રાણ શું છે? પાછો સર્વાત્મા છે, એ બ્રહ્મ છે. બસ, એને વ્યાપ્ત કરીને બેસવાનું છે સ્વસ્થ થઈને આનંદપૂર્વક.
એવી રીતે તે બધી બંધન જાળોને કાપીને આ જે જીવરૂપી હંસ છે, તે આકાશમાં ઊડી જાય છે. એવી રીતના આપણે સંપૂર્ણ જગ્યાએથી આમ, બસ જાણે "હું સંસારમાંથી બહાર જ પડું છું" એવી રીતના બહાર નીકળી જઈએ છીએ. તો યોગી મનુષ્ય આવા અભ્યાસ દ્વારા બંધનો કપાઈ ગયાથી બંધનમુક્ત થઈને સંસાર સાગરમાંથી હંમેશ માટે પાર થઈ જાય છે, તરી જાય છે.
પ્રાણ રૂપી છરી અને એ પ્રાણ પણ પાછી કેવી છે કે એ સૂક્ષ્મ છે અને એ પાછી કેવી? તો કે સર્વાત્મ છે, એવી આમ પરમ લાઈટ છે એમ જોવાનું અને બસ એને બધે જ વ્યાપ્ત કરી દેવાનું. તો આ દેહ ક્ષેત્રની વાત થઈ. આપણે તો દિગંતની વાત કરીએ છીએ, આનાથી પણ આગળની વાત.
જે રીતે નિર્વાણ કાળમાં ઓલવાતી વખતે દીપ જ્યોતિ દીપકની વાટ, તેલ બધાને બાળી દઈને સ્વયં પરમ પ્રકાશમાં લીન થઈ જાય, એવી રીતે આ પાંચે પાંચ જે કોષો હવે જે બાકી રહ્યા છે, તેને શું કરવાનું? યોગાંતે ભસ્મ કરીને અવિનાશી પરમ તત્વની અંદર એને પણ લીન કરી દેવાનું છે. આ જે બધો દ્રવ્ય ભાવ છે ને, એ બધું બાળી નાખવાનું. જેવી રીતે દિવેટ પણ બળી જાય છે, તેલ બળી જાય છે અને બધું ખતમ થઈ જાય છે, એવી રીતના કશું જ બાકી નથી રહેતું. એવી રીતના કરીને પરમ લાઈટની અંદર એ બધું વિલીન કરી દેવાનું.
આવી રીતના રોજ રોજ રોજ રોજ અભ્યાસ કર્યા જ કરવાનો, કર્યા જ કરવાનો. જે બાકી રહી ગયેલું જે છે, તે પછી પરમ તત્વ જ છે અને તે જ તમે છો. "તત્વમસિ"નો બોધ પછી આપણને તે વખતે થઈ શકે છે.
વૈરાગ્ય રૂપી પથ્થર ઉપર ઓમકાર રૂપી પ્રાણાયામ ઘસી ઘસીને તીક્ષ્ણ કરવામાં આવેલી ધારણા રૂપી છરીથી સંસારના સૂત્રોને કાપી નાખીને યોગીને સાંસારિક બંધન પછી બાંધી શકતા નથી. કારણ કે એ સૂક્ષ્મ થઈ જ ગયો ઓલરેડી. આ બધું ખતમ કરી નાખ્યું એને. જે કંઈ પેદા કરેલું હતું, એ બધું જ એને ખતમ કરી નાખ્યું.
તો આવું સરસ મજાનું આ ક્ષુરિકા ઉપનિષદ છે. એ કહે છે કે જ્યારે યોગી પુરુષ બધી જ કામનાઓ અને ઈચ્છાઓથી છૂટી જાય છે, એષણાઓથી રહિત બની જાય છે, ત્યારે તે અમૃતત્વને પ્રાપ્ત કરી લે છે અને ફરીથી એ બંધનમાં બંધાતો નથી. એવું આ ક્ષુરિકા ઉપનિષદનું આજનું આ રહસ્ય છે.
ૐ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. જય સચ્ચિદાનંદ. અને શોર્ટમાં આપણો...
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.