ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૧૭
વિડિયો ૧૧૭
ધ્યાનબિંદુ ઉપનિષદ. આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદની પરંપરાનું છે. આ ઉપનિષદના નામથી પણ સ્પષ્ટ છે કે એનો કેન્દ્રીય ભાવ ધ્યાન છે. એનો આરંભ જ બ્રહ્મ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. ત્યાર પછી ક્રમશઃ બ્રહ્મની સૂક્ષ્મતા, સર્વવ્યાપકતા, પ્રણવનું સ્વરૂપ, પ્રણવના ધ્યાનનો વિધિ, પ્રાણાયામની સાથે પ્રણવનું ધ્યાન, સવિશેષ બ્રહ્મનું ધ્યાન અને તેનું ફળ, ષડંગ યોગ, આસન ચતુષ્ટ, મૂલાધાર વગેરે ષટચક્ર, નાડી ચક્ર, દસ પ્રાણ, જીવનું પ્રાણવર્તી હોવું, યોગ વખતે પ્રાણ-અપાનની એકતા, અજપા હંસ વિદ્યા, કુંડલિનીથી મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મચર્ય વગેરેથી કુંડલિનીનું જાગરણ, ત્રણ બંધ, ખેચરી મુદ્રા, ખેચરીથી વજ્રોલીની સિદ્ધિ, મહામુદ્રા, હૃદયમાં આત્માનો અનુભવ અને નાદના અનુસંધાનથી આત્મદર્શન વગેરે વિષયો વર્ણવાયા છે. પોતાની જાતમાં આ ધ્યાનબિંદુ ઉપનિષદ એકમાત્ર એવું છે કે જેનો અભ્યાસ કરો તો તમને સકળ યોગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ આપે છે અને પોતે પાછી ટેકનિકોથી ભરપૂર છે.
આ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા, આત્મદર્શન અને આત્મપ્રાપ્તિ માટે ઈચ્છતા સાધકો માટે આ ઉપનિષદમાં ઘણું વ્યવહારિક ધ્યાન માર્ગદર્શન ઉપલબ્ધ છે, સૌના માટે.
તો શરૂ કરીએ: "ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ૐ શાંતિ, શાંતિશ, શાંતિ ૐ."
શરૂઆત એટલી અદભુત થાય છે. કહે છે: "યદિ શૈલ સમમમ પાપમ વિસ્તરણમ બહુયોજનમ, ભેદ્યતે ધ્યાન યોગેન નાન્યો ભેદ કદાચન." એટલે કે જો પર્વતની જેમ, એટલે કે અનેક જન્મોના સંચિત કર્મો હોય, અનેક યોજન સુધી વ્યાપેલા પાપો હોય, તો પણ ધ્યાન યોગની સાધના દ્વારા તેનો નાશ શક્ય છે; બીજા કોઈ સાધન વડે શક્ય નથી. જેમ બહુ મોટો એક પર્વત હોય, એની ઉપર એક જેસીબી ચડાવી દે છે અને આ લોકો ખોદ્યા કરે બરાબરનો, તો થોડા ટાઈમમાં પર્વતય ના ચડે ને કશુંય ના ચડે. એવી રીતે જો કોઈ વ્યક્તિ ધ્યાન યોગની સાધના કરે તો અનંત જન્મોના એના સંચિત પાપો, જે પર્વતો સમાન હોય (પર્વત કેવો? અને પાછો અનેક યોજનો સુધી પોળો, લાંબો-પોળો થયેલો હોય ને ઊંચો, અને પાછો સ્થિર ને પર્વત જેવો; એટલે પર્વત કેવો હોય? જડ હોય ને સ્થિર પડે, સ્થાવર હોય), તો પણ શક્ય છે," કહે છે.
હવે આગળ કહે છે: "બીજા અક્ષરમ પરમ બિંદુ નાદમ તસ્ય પરિસ્થિતમ." બીજા અક્ષર ઓમથી પર બિંદુ રહેલું છે. ઓમ જે છે, એ બીજ છે. તમે વાવો એટલે એનું ઝાડ થાય. ઓમનું ઝાડ જોયું? તમારી અંદર જ ફૂટે બરાબરનો, તમને પછી વધારેને વધારે ઓમકાર કરવાનું ઈચ્છા થાય. એ વળી પાછું બીજ બને અને પછી તમે વધારે કરો, એટલા માટે એને બીજા અક્ષર કહેલો છે. એની રોજ વાવણી કર્યા કરો, જ્યારે જ્યારે અવકાશ હોય, મનમાં પણ છેવટે કર્યા કરો. બીજા અક્ષરથી પર બિંદુ રહેલું છે અને તેની ઉપર નાદ રહેલો છે, જેમાં મનોહર શબ્દ ધ્વનિ સંભળાય છે. કેવો મનોહર! મનનું હરણ કરી નાખશે, એટલે મન તમારું શાંત થઈ જાય. તે જ નાદ ધ્વનિના અક્ષરમાં વિલય થઈ જતાં જે શબ્દવિહીન સ્થિતિ થાય છે, તે જ પરમપદ તરીકે ઓળખાય છે.
આ જે જગ્યા છે, તે પરમપદ છે, એમ કહે છે. ત્યાં પરમાત્મા પ્રકાશિત થવાનો છે, પ્રગટ થવાનો છે. હજી બીજો ઓમકાર આવ્યો નથી. બે ઓમ વચ્ચેનો ગેપ, તે અનાહત શબ્દ, મેઘ ગર્જના જેવો અવાજ છે. તે પરમ કારણ તત્વ છે. તેનાથી પણ પરમ કારણ સ્વરૂપને જે યોગી પ્રાપ્ત કરી લે છે, તેના બધા સંશયો નાશ પામે છે. કોઈ સવાલ રહેતો નથી. બસ, ત્યાં જ.
જો વાળના અગ્રભાગના એક લાખ ભાગ કરવામાં આવે, તો તેના એક સૂક્ષ્મ ભાગને જીવ કહેવાય છે. એટલો સૂક્ષ્મ છે જીવ. તેમાંના એક ભાગના ફરી એક લાખ ભાગ કરવામાં આવે, તો તે અતિ સૂક્ષ્મ ભાગોને ઈશ્વર કહેવાય છે. જો આ ડેફીનેશન જીવ, ઈશ્વર અને એ સૂક્ષ્મતાનું પ્રમાણ આપે છે. ત્યાર પછી એ ઈશ્વરના પણ એક લાખમાં ભાગના પણ પચાસ હજાર ભાગ કરવામાં આવે અને જે પછી શેષ બાકી રહે, તેનો પણ ક્ષય થઈ જતાં જે સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ બાકી રહે છે, તે નિરંજન બ્રહ્મની સત્તા છે. ઇન શોર્ટ, બ્રહ્મ અતિ સૂક્ષ્મતમ છે. જીવ સ્થૂળ છે, પણ કેટલો સ્થૂળ છે? તો કે વાળના એક લાખ ભાગ કરવાના, અગ્રભાગના એક લાખ ભાગ. એમાંનો એક ભાગ છે, તે જીવ છે.
જે રીતે પુષ્પમાં ગંધ, દૂધમાં ઘી, તલમાં તેલ અને સોનાની ખાણના પથ્થરોમાં સોનું પ્રત્યક્ષ ન દેખાવા છતાં પણ અવ્યક્ત રૂપે વિદ્યમાન જ હોય છે, તેમ આત્માનું અસ્તિત્વ બધા પ્રાણીઓમાં નિહિત છે. એટલે આત્મા છે કે નથી એવો પ્રશ્ન છે જ નહીં, એમ. આત્મા તો છે જ, વિદ્યમાન જ છે.
સ્થિર બુદ્ધિથી, હવે જો એને કેવી રીતે કરવાનો છે? સ્થિર બુદ્ધિથી, મોહરહિત બ્રહ્મવેત્તા (બ્રહ્મને જાણતો હોય તે પુરુષ) મણિઓમાં પરોવેલા દોરાની જેમ આત્માની વ્યાપકતાને જાણીને તે બ્રહ્મમાં સ્થિર જ રહે છે. એમાંથી બહાર નીકળે જ નહીં, બસ ત્યાં જ ચોંટી ગયો હોય, બ્રહ્મવેત્તા હોય. જે રીતે તલમાં તેલ, પુષ્પોમાં ગંધ આશ્રય કરીને રહે છે; તલમાં જેમ તેલ રહે, પુષ્પમાં સુગંધ રહે, તેવી રીતે પુરુષના શરીરની અંદર અને બહાર આત્મતત્વ વિદ્યમાન છે. હવે અંદર અનંત છે અને આમ બહાર નીકળે તોય અનંત છે, અને આ બે જુદા જુદા નથી પાછા. અંદર-બહાર જેવું કંઈ છે જ નહીં, ભાઈ! એ આગળ ઉપર સમજાશે. જરા આમ બરાબર જો જો કરશો ને, 'મન પંછી ઊંચી ડાળ પર' એ ભજનની પંક્તિ યાદ આવે ત્યારે પકડાશે.
જે રીતે વૃક્ષ પોતાની સમગ્ર કલાની સાથે હોય છે. બીજ હોય, બીજમાં વૃક્ષ હોય, વૃક્ષની અંદર સમગ્ર કલા હોય. એટલે શું હોય? પત્રમ, પુષ્પમ, ફલમ – બધું એની અંદર મોજૂદ જ હોય, એ સહિત જ હોય, એમ. તો અને એની છાયા એટલે કલાહીન, એટલે કે નિષ્કલ રહે છે. આ કલા એટલે કેવું છે? તો કે બીજ હોય, આમ થોડું મોટું થાય, પાછું મોટું થાય, મોટું થાય, વૃક્ષ બને. પછી એમાં પાંદડા ફૂટે, ડાળીઓ ફૂટે, બધું થાય. એક ટાઈમ થાય, પછી એની અંદર શું થાય? તો કે ફૂલ આવે.
એ ફૂલ પાછા ફળ બની જાય, એવી રીતને જેમ થતું હોય. ઘણાને ફળમાંથી ફૂલ બનતા હોય છે, ફૂલમાંથી ફળ બને. તો પુરુષના શરીરની અંદર અને બહાર એ આત્મતત્વ આવી રીતે રહેલું છે.
એ કલાવારું પણ જો એની છાયા પડી હોય, તો છાયાની અંદર કોઈ કળા નથી હોતી. છતાં પણ શું થાય છે? તો કે કળાની પણ એની અંદર છાયા પડ્યા કરતી હોય છે. જેમ જેમ પેલું વધતું જાય કળા, એ પ્રમાણે એની છાયા છે. તો આને નિષ્કલ કીધું છે. છાયા જે છે તે નિષ્કલ છે અને આ જે છે તે સકલ. એ રીતે આત્મા કલાત્મક સ્વરૂપ અને નિષ્કલ ભાવે બધી જગ્યાએ વિદ્યમાન છે.
આત્માને પડછાયો ના હોય, આત્મા જ હોય. એને પાછો પડછાયો કોણ પાડે? આત્મા એકદમ ટ્રાન્સપરન્ટ છે, આરપાર બધાયની બહારની નીકળી જાય, બોલો! એટલે આત્માની છાયા હોય જ ન. ઓમકાર રૂપી એકાક્ષર બ્રહ્મ જ બધા મુમુક્ષોનું લક્ષ રહેલું છે.
હવે આગળ વાત કરી. પહેલા સ્પષ્ટ કહી દીધું કે, ભઈ, જો આત્માને છાયા પડતી નથી. સકલની હોય છે અને આત્મા તો સકલ, નિષ્કલ, બધું એક જ છે. જે કાઈ કહો એ એક જ છે એમ. એટલે એમાં કોઈ કલા નથી.
પ્રણવના પહેલા અંશ આકારમાં માં પૃથ્વી, અગ્નિ, ઋગ્વેદ, ભૂલોક અને પિતામહ બ્રહ્માનો લય થાય છે. અ કરોને એટલે આટલું બધું ગાયબ? શું? અ કરો એટલે પૃથ્વી તત્વ અંદર રહેલું જે છે તે તમારું ઓછું થવા માટે ખાલી કરો, વજન ઘટવા માંડે. અગ્નિ તત્વ શરીરમાં રહેલો જે અગ્નિ, કર્યા કરો તો બહાર નીકળીને પછી આમ જતું રહે, એ બ્રહ્મમાં લીન થઈ જાય છે. ઋગ્વેદ, ભૂલોક પાછું પૃથ્વી તત્વાય અને પિતામહ બ્રહ્માન કર્યા કરશો તો બ્રહ્મલોકનો એટલે પિતામહ બ્રહ્મનો પણ શું થાય છે?
પિતામહ બ્રહ્મા કોણ? મન. ઘડવાનું કામ કોણ કરે છે? પાંચઘટ. પાંચઘટમાં બેઠા બેઠે કરે છે તે. તો તમારું મન ગાયબ થઈ જશે ખાલી અ કર્યા કરશો.
આ વાતની ખબર પેલા સંગીતવાળાઓને પડી ગઈ હતી. એટલે સવારમાં ચાલુ કરે એ લોકો શું કરે? અડધો કલાક શોધીને હ, એ અને જ અનેક એનાથી એ રાગ રાગિનીઓ બધું કરી દે.
તો પ્રણવના પહેલા અંશ આકારમાં પૃથ્વી, અગ્નિ, ઋગ્વેદ, ભૂલોક અને પિતામહ બ્રહ્મનો લય થઈ જાય. બીજા અંશમાં ઉકારમાં અંતરિક્ષ, યજુર્વેદ, વાયુ, ભૂલોક અને જનાર્દન વિષ્ણુનો લય થઈ જાય છે. તૃતીયાશ મકારમાં દ્યોવ, સૂર્ય, સામવેદ, સ્વહલોક અને મહેશ્વરનો પણ લય થઈ જાય છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો લય થઈ ગયો. બસ, પતી ગયું, બરાબર? અહીંયા પૃથ્વી તત્વ ગયું, અગ્નિ તત્વ ગયું ને વાયુ તત્વ બી ગયું.
અકાર પિત્ત વર્ણનો છે, રજોગુણ યુક્ત છે. ઉકાર શ્વેત વર્ણનો, સાત્વિક ગુણ યુક્ત છે અને મકાર કાળા રંગનો, તમોગણથી યુક્ત છે.
આ રીતે ઓમકાર આઠ અંગ, ચાર પગ, ત્રણ નેત્ર અને પાંચ દૈવતથી યુક્ત છે. અહીં ઓમકારના આઠ અંગોનો મતલબ છે: હકાર, ઉકાર અને મકાર; નાદ, બિંદુ, કલા, કલાતીત અને તેથી પણ પર એવું તત્વ; તેથી પણ પર નાદ, બિંદુ, કલા, બધું.
એટલે કહે છે ને, "બિંદુ નાદ કલાતીતમ તસ્મય શ્રી ગુરુવે નમઃ." એ ગુરુ તત્વ છે. ગુરુ એટલે મહાન, મોટામાં મોટું. અનંતનું એ પર્યાય છે ગુરુ. પણ ગુરુ છે તે અનંતનો પર્યાય છે.
ગુરુને શા માટે આટલું બધું માન આપે? જેને ગુરુત્વ ધારણ કર્યું છે એ અનંત છે, એનો પાર કોઈને ના પડે. લોકો આવીને ચાર સવાલ કરે, પેલો તો સહજ જવાબ આપીને બધાને વિદાય કરી દે. એના માટે કશું નથી આ બધું, કારણ કે એ આ બધાથી પાર થઈ ચૂકેલો છે.
એટલે એવું તત્વ. ચતુષ્પાદનો અર્થ છે વ્યષ્ટિપરક એટલે કે એની અંદર વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને તુરય. એ ચાર એના પદ છે એટલે એને ચતુષ્પાદ એવું કહેવામાં આવે છે. ચાર પગો નથી. ચતુષ્પાદ એટલે પાછો એનો એવો અર્થ નથી કરવાનો, પણ એ ઓમકારની ચાર પરતો છે.
એને એવી રીતે સમજો કે, પહેલા તમે આમ જોશો તો તમને વિશ્વ દેખાય. પછી તમે સતત ચાલુ રાખશો ઓમકાર એટલે શું થશે? તમને તેજસ દેખાવા માડશે. પહેલા તો આમ કર્યું એટલે બધું અંધારું ગોળ છે. પહેલા વિશ્વ દેખાય, પછી અંધારું ગોળ. પછી તો કે એની અંદર તેજસ પ્રગટ થશે.
એ પછી તો કે પ્રાજ્ઞ. તો જે તે વસ્તુ શું શું છે તે બધાનું જ્ઞાન તમને ત્યાં આગાડે જ પછી પ્રાપ્ત થાય છે. ઋષિમુનિય ત્યાં જોઈને કહેતા હતા કે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલું છે; આ તારા અને આ તારા વચ્ચેનું અંતર આટલું છે અને આ તારો આ જગ્યાએ છે. 28,000 વર્ષ પછી પાછું એ ફરી આ જગ્યાએ આવશે.
એક્ઝેટ ગણ્યા હોય પાછા 28392 વર્ષે અને વધારે જો ડીટેલમાં કહો તો ઘડી પણ સાથે નક્કી કરીને તમને કહી દે કે, 12 કલાક, 46 મિનિટ ને 14 સેકન્ડે આવશે. એટલું બધું એક! એ શેનાથી કરતા હતા? આ જગ્યા છે પ્રાજ્ઞ.
હવે ક્યાં છે? બસ, એ તમે આંખો બંધ કરો ને જુઓ છો ત્યાં જ છે બધુય જે કાઈ છે તે. પણ આમ ઊંડે ઊંડે ઊંડે ઊંડે આમ માણસ જશે, જેમ જેમ એની ચેતના ટ્રાવેલ કરતી અંદર ત્યાં આગાળે એ પકડાશે, તો એ પ્રાજ્ઞ થયું.
અને છેલ્લે શું રહેશે? તો કે તોરીય સંપૂર્ણતા, સંપૂર્ણ કે જે સર્વમાં ઓતપ્રોત છે. આ ઓમકારનો છેલ્લામાં છેલ્લો ભાગ થઈ ગયો. એટલા માટે એને ચતુષ્પાદ કીધો છે.
સમષ્ટિ પરક એટલે કે વિરાટ, સુત પૂત્ર, બીજ અને તુરીય. એક વિરાટ છે, બીજું છે સૂત્ર. બધું એની અંદર જ જાણે કે પરોવાયેલું છે.
કોઈ વસ્તુ કસાથી છૂટી નથી. એટલે ચંદ્ર ને મંગળ ભટકાતા નથી, કારણ કે સૂત્રથી ગોઠવાયેલા છે. અહીં ગાંઠ છે ને તય ગાંઠ છે. એટલે આ બે ભેગા થવાન નથી. જ્યારે જરૂર પડે મોટી નાની કરી શકે છે. એની વચ્ચેની જે જગ્યા છે તે પણ. એ પણ એ ભટકાતા નથી.
નહીં તો કોઈ ઘેર જ ના જાય. આકાશમાં જ બધું જો જો કર્યા કરે, ભડકી જાય કે, "આ હવે ક્યાં ઘેર જવા જેવું રહ્યું છે?"
ત્રિસ્થાનનું તાત્પર્ય શું છે? તો કે જાગરત, સ્વપ્ન અને સુસુક્તિ. એ ત્રણ એના સ્થાન છે. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર એ જે છે તે સત્વ, રજસ અને તમોગુણ; જ્ઞાન, ઈચ્છા અને ક્રિયાશક્તિ આ ત્રણ; ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ અને...
પંચદેવતા એટલે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઈશ્વર અને સદાશિવ. તો આ પંચદેવ છે. પંચાયતન કે પાંચનું આ જે કાંઈ છે તે બધું આયતન સર્વત્ર આ બધા પાંચ જ વસેલા છે એમ કહે છે. હવે એ પાંચ એક છે પાછળ એમ જાણવાનું છે. એટલે આમ કરીને જોવું ને એટલે મને બે દેખાય. પછી આમ કરીને આમ જોવું તો મને ચાર દેખાય ને એના જેવું કશું છે ને! પ્રેશર આવે એટલે આવું થાય. પ્રેશર ખસેડી લો એટલે બધું એક થઈ જાય.
"જે વ્યક્તિ ઓમકાર એટલે કે પ્રણવથી અજાણ છે તેને બ્રાહ્મણ જ ના કહેવાય." પ્રણવને ધનુષ્ય બનાવવાનું, આત્માને બાણ બનાવવાનું અને બ્રહ્મને લક્ષ્ય બનાવવાનું. શું કરવાનું? "ઓ" કરે એટલે પ્રણવને એને ધનુષ્ય બનાવ્યું છે. હવે આત્માને એને બાણ બનાવવાનું છે કે બસ આ, આ બસ આ જે છે ને તે હું. અને પરબ્રહ્મ છે તેને લક્ષ્ય બનાવવાનું, તેની અંદર જવાનું છે. ટૂંકમાં, આવી રીતે જશો તો પણ જવાશે.
જે વિરાટ, તેજસ, પ્રાજ્ઞ અને તુર્ય કીધું એ કીધું. તો પણ તુર્યમાં જેવું ગયું તમારી ચેતના એટલે પહોંચી ગયા તમે બ્રહ્મની અંદર. તો પ્રમાદ કર્યા વિના તન્મયતાથી એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ એવું કીધું છે એક જગ્યાએ. "સ્વાધ્યાયમ ન પ્રમાદત" એવું કંઈક છે. તો સ્વનો અધ્યાય કરવામાં, સ્વનું અધ્યયન કરવામાં જરા પણ પ્રમાદ ના, એક ક્ષણનો પણ પ્રમાદ ના કરી શકે છે. એટલે નિરંતર કરજે તું ઓમકાર તન્મયતાથી. બાણ વડે એટલે આત્મા વડે લક્ષ્યનું વેદન કરવું જોઈએ. બ્રહ્મનું વેદન કર્યા કરવું જોઈએ સતત. તેના પરિણામે પરાવર એટલે કે બ્રહ્મના સાયુજ્યત્વને પ્રાપ્ત કરી લેવાથી બધી ક્રિયાઓથી નિવૃત્તિ, બધી ક્રિયાઓથી નિવૃત્તિ એટલે કે મોક્ષ થાય. પછી તમે બ્રહ્મની જેમ જ અક્રિય બની જાવ ને! બ્રહ્મ અક્રિય છે, પોતે કાંઈ કરે નહીં. તો તમારી નિવૃત્તિ થાય છે.
બધું કરવાપણામાંથી તમારી મુક્તિ થઈ જાય એટલે તમારો મોક્ષ થઈ જાય.
ઓમકારમાંથી દેવોની ઉત્પત્તિ. આ બધા દેવો છે. ઓમકારમાંથી ઈશ્વરની ઉત્પત્તિ. અ, આ, ઈ, ઉ છે ને! અને ઓમકારમાંથી જ ત્રણેય લોકના બધા સ્થાવર અને જંગમની ઉત્પત્તિ થયેલી છે. ઓમનો હસ્વ અંશ પાપોનું દહન કરે છે. એનો દીર્ઘ અંશ અમૃત તત્વ, અમૃત સ્વરૂપ અક્ષય સંપદા આપે છે. આ કઈ અક્ષય સંપદા છે? તમને રૂપિયા આપો પાંચ બિલિયન ડોલર, તો એ તો કોઈને કોઈ કાળે તો ખતમ થઈ જવાના ને! કાં તો તમે ખતમ થઈ જશો વાપરતા વાપરતા. જે કાંઈ તમે છો એવું તમે જે સમજો છો તે. બરાબર? તો એ આ શું કહે? ઓમકાર દીર્ઘ અંશ જે છે તે અમૃત સ્વરૂપ અક્ષય સંપદા આપે છે. અક્ષય સંપદા એટલે દૈવી સંપત્તિ ગીતામાં ભગવાને કહેલી છે તે અક્ષય સંપદા, દૈવી સંપત્તિ. અને અર્ધમાત્રાયુક્ત પ્રણવ જે છે તે મોક્ષદાયક છે. "મ" બોલ્યા પછીનો એક સેજ ગાળો છોડી દેશો એ અર્ધમાત્રા છે. અને પછીની જે જગ્યા છે બસ તે મોક્ષદાયક છે એમ કહે છે.
ત્યાં આગળ જો સ્થિરતા પકડી. આ એક જાતનો કુંભક છે. પ્રાણાયામનીય જે કુંભક છે તેવી જ આ જગ્યા છે કે ત્યાં તમે સ્થિર થઈ જાવ છો બસ. તો શું થાય છે? કેટલાક લોકો આવી રીતે કરે. આ પાપોનું દહન કરનારો દીર્ઘાંશ જે છે તે શું કહે છે? અને હવે અર્ધમાત્રાયુક્ત પ્રણવ. "ૐમ ૐમ ૐમ ઓમ."
ધીસ એન્ડ પાર તેલની અજસ્ત્ર ધારાની જેમ, એક તારી તુલની જેમ ધારા પડે છે તેમ, ઘંટના લાંબા નિનાદની જેમ પ્રણવની આગળ ધ્વનિ રહિત અવાજ થાય છે તેને જ જ્ઞાતા વેદવેદતા છે. તેનો જ્ઞાતા જ વેદવેદતા. ખબર છે ને પેલો એક લાવે છે આમ તંગ કરીને કરે. પછી એક ટાઈમ પછી આ સંભળાતું બંધ થઈ ગયું છે પણ તોય અંદર આમ અંદર ચાલ્યા જ કરતું હોય. આપણને જાણે લાગે કંઈક સાંભળી રહ્યા છે. એ જગ્યાની વાત કરે. એ ઘંટનો ધ્વનિ રહિત અવાજ છે, એને પકડવાનો છે તમારે. ઓમકારના કોઈ માણસ ઓમકાર કરશે પણ પછી એ જ્યાં જ્યાં અટકશે ત્યાંથી પછી એ ઓમકારનો ધ્વનિ રહિત અવાજ શરૂ થાય છે. જે સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં ત્યાં જાય છે. એને પકડો. એને વેદવેદતા કીધો. બીજો કોઈ આ ચોપડી વાંચી કાઢે વેદની એટલે વેદતા થઈ ગયો એવું કહેવાય નહીં એમ આમનું કહેવું છે.
"હૃદય કમળની કર્ણિકાની વચમાં સ્થિર જ્યોતિશિખા જેવા અંગગુષ્ઠ માત્રના આકારવાળા નિત્ય ઓમકારરૂપ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ." ઘણા લોકો અહીંયા કરે છે. ખરેખર આ જે કાંઈ છે એ તમારું હૃદય છે. તો ક્યાંય પણ કોઈપણ જગ્યાએ તમે આટલા અંગોષ્ઠ પ્રમાણ માત્ર જેટલા ભાગની અંદર એમ કે ને સઘન રીતે બસ એ પરબ્રહ્મ પરમાત્મા જ છે એમ કરીને એનું સતત ચિંતન કરવું, ધ્યાન કરવું. ઈડા એટલે ડાબી નાસિકામાંથી વાયુને ખેંચીને ઉદરમાં ભરવો. દેહની મધ્યમાં જ્યોતિર્મય ઓમકારનું પછી ધ્યાન કરવું. પૂરેલો છે અને બસ ઓમકાર સતત હું આમ જોયા કરું છું, આમ અહીં જોઈ શકું છું, અહીં જોઈ શકું છું. કોઈ ફરક નહીં, એક જ બાત. એવી રીતે પૂરક, કુંભક અને રેચકને ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર કહેવાયા છે. કોણ? કોણ ના કરશો મૂર્તિઓમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર. આ પણ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર જ છે એમ કહે છે.
અહીં ધ્યાન રાખવું જોઈએ કે પૂરક કરતી વખતે વિષ્ણુ, કુંભક કરતી વખતે બ્રહ્મા અને રેચક વખતે શિવનું ધ્યાન કરવાનું કહેલું છે. આ પુરાણી પરંપરા છે. પરંતુ આ મંત્રમાં પૂરકને બ્રહ્મા, કુંભકને વિષ્ણુ એ પરંપરાથી થોડુંક જુદું લાગે છે. પણ તે વિચારણીય છે કે શા માટે એને એમ કહેલું એ બાબતે વિચાર કરવો કે આપણે સીધા પરબ્રહ્મમાં જવું એમ નક્કી કરો.
"અંતઃકરણ અને પ્રણવાક્ષરને નીચેની અને ઉપરની અંતઃકરણ છે તે તમારું નીચેની અરણી અને પ્રણવનો અક્ષર છે તેને ઉપરની અરણી રૂપે બનાવીને મંથન રૂપ ધ્યાનના અભ્યાસી અગ્નિની જેમ વ્યાપ્ત એવું ગુઢ તત્વ પરમાત્માનો તમારે સાક્ષાત્કાર કરવો." પ્રણવ ધ્વનિનું નાદ સહિત રેચક વાયુનો વિલય થઈ જાય ત્યાં સુધી પોતાના સામર્થ્ય અનુસાર ધ્યાન કરવું. જ્યાં સુધી નાદનો બરાબર લય ન થાય ત્યાં.
સુધી ધ્યાન કરવું એમ કહે છે. એટલે પેલામાં "ઓમ ઓ એમ" કર્યા કરે, પણ જે સૌથી લાંબામાં લાંબો વાત હતો ને, "ટંગ" કરીને ફરી, પછી આ અહીંયા સંભળાતો બંધ થયો છે, પણ અંદર ચાલે છે. વિરાટમાંથી એ તેજસમાં ગયો, તેજસમાંથી પ્રાજ્ઞમાં ગયો, પ્રાજ્ઞમાંથી પછી એ તુરીયમાં ત્યાં સુધી. અને તુર્યમાં પછી એ બ્રહ્મ, એ ઓમકાર ત્યાં વિલીન થાય છે. એને જાણવાનું, ત્યાં સુધી એનું ધ્યાન કર્યા કરવાનું, સતત એની પર રહેવાનું.
એમ કે, "ગમન અને આગમનમાં વિદ્યમાન, ગમન આદિથી રહિત, કરોડો સૂર્યની કાંતિ જેવા, બધા મનુષ્યોના અંતઃકરણમાં વિરાજમાન હંસાત્મક પ્રણવનું જે દર્શન કરે છે, તે કૃતકૃત્ય થઈ જાય છે." આ બીજી જગ્યા આપી. એક ઓમકાર બહાર પ્રણવ કરવાનો કીધું, આ બીજી વિધિ આવી રહી છે. અહીં શું છે? એનું ધ્યાન કરો. ત્યાં આગળ હંસત્મક પ્રણવ એટલે હંસ સ્વરૂપી જે પ્રણવ છે, તેનું જે દર્શન કરે છે, એને જોવાનો છે, સાંભળવાનું નથી. આને જોવાનો છે. ત્યાંથી નીકળ્યો, આટલે પહોંચ્યો, આટલે પહોંચ્યો, આટલે પાછો છે. બે જગ્યાએ ગેપ છે. હવે એને જોયા કરો. ગેપ લાંબો જ થતો. પહેલા અડધી સેકન્ડનો હશે, તો એક સેકન્ડનો થશે. એક સેકન્ડનો બે સેકન્ડનો થશે. બે સેકન્ડનો ચાર સેકન્ડનો થશે. એમ તમારો ગેપ દિવસે દિવસે દિવસે દિવસે વધતો જશે. જેમ જેમ તમારો અભ્યાસ વધશે. એનાથી શું થશે?
કૃતકૃત્ય થઈ જશે, ધન્ય થઈ જશો.
"જે મન ત્રિગુણમય સંસારના સૃજન, પાલન ને સંહારનું કારણ છે, તેનો લય થઈ જવાથી વિષ્ણુના પરમપદની પ્રાપ્તિ થાય છે." વિષ્ણુનું પરમપદ કયું? વ્યાપ્તિ. "હું અનંત છું" એનો અનુભવ આવી જશે એમ કહે છે. અહીંયા આગળ આ શાસ્ત્ર લખેલું છે, ગપ્પું નથી. "અષ્ટદળ એટલે આઠ દળ, આઠ અને બત્રીસ પાંખડીઓથી યુક્ત એવું જે હૃદય કમળ છે, તેની વચ્ચે સૂર્ય અને ચંદ્ર રહેલા છે." હૃદય કમળની અંદર રહેલા સૂર્ય અને ચંદ્રને જોવાના. આપણે શીખવાડેલું છે ને, ચાંદા સુરજનું ધ્યાન? પહેલા અહીંથી શરૂઆત કરીએ છીએ, પછી કંઠમાં જોઈએ છીએ, છેલ્લે હૃદય કમળમાં જોઈએ. તો એ જ આ વિધિ અહીં બતાવે કે ત્યાં સૂર્યને, સૂર્યની વચ્ચે ચંદ્ર રહેલો છે. સમજાય? હૃદય કમળમાં સૂર્ય છે અને સૂર્યની વચ્ચેવચ્ચ બિલકુલ ચંદ્ર રહેલો છે, તેનું ધ્યાન કરો એમ કહે છે.
એ ચંદ્રમાની અંદર પાછો વચ્ચે શું છે? અગ્નિ રહેલો છે. અને અગ્નિની અંદર એની દીપ્તિ રહેલી છે, એનો પ્રકાશ છે. "તેની નાનાવિધ રત્નોથી સુસજ્જિત એવું પીઠ સ્થાન છે. તે પીઠની વચ્ચે નિરંતર પ્રભુ વાસુદેવ બિરાજમાન છે, જે શ્રીવત્સ, કૌસ્તુભ મણિ અને મણિ મોતીઓથી વિશેષ સુશોભિત છે. શુદ્ધ સ્ફટિક જેવા કરોડો ચંદ્રો જેવી કાંતિવાળા મહાવિષ્ણુનું વિનયાન્વિત થઈને, વિનયપૂર્વક ધ્યાન કરવું જોઈએ." શ્રી વિષ્ણુનું ગમે તેમ ધ્યાન નહીં કરવાનું. અતુલ કોટિ ચંદ્રની કાંતિવાળા શ્રી વિષ્ણુ ભગવાન. એને એટલા વિનયપૂર્વક કરવાનું છે.
"પૂરક વખતે, શ્વાસ અંદર ખેંચતી વખતે, નાભિ સ્થાનમાં રહેલા અતસીના પુષ્પ જેવા ચતુર્ભુજ મહાવિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ." "કુંભક દ્વારા, શ્વાસને અંદર રોકતી વખતે, હૃદય સ્થળમાં કમળના આસન પર સુશોભિત, લાલીમામય, ગૌરવર્ણવાળા, ચતુર્ભુજ મુખ પિતામહ બ્રહ્માનું ધ્યાન કરવું જોઈએ." અને "રેચક કરતી વખતે, શ્વાસ છોડતા જઈ, લલાટમાં અહીંયા જો, શુદ્ધ સ્ફટિક જેવા શ્વેત રંગના, ત્રિનેત્ર, નિષ્કલ, કોઈપણ જાતની કલાબાજી ન કરનારા એવા નિષ્કલ." કૃષ્ણ ભગવાન કલાબાજ છે અને પેલા નિષ્કલ છે. આ ગુલાબ ક્યારેય નક્કી પેલાનું ક્યારેય ના મારે એમ કે. શ્રીકૃષ્ણ અને આ જે છે તે રુદ્ર ભગવાન. એવા પાપ સંહારક. પાપનો સંહારક કેમ કીધા છે એને? ખબર છે? શ્રી અહીંયા શિવ છે તે આમ તમે રેચક કરો છો, તો આ એ ક્રિયાની અંદર જ અંદર જે પરમાણુઓ પાપજન્ય બધા રંજિત બની ગયા હતા, વાસનાના કારણે, તે બધાનો તમે ત્યાગ કરી નાખો.
હવે આ અહીંયા આગળ જે બહાર નીકળ્યું ને, તે અહીં બધે શુદ્ધ બ્રહ્મ જ છે. ચારે બાજુ આપણી આગળ પાછળ. વાસ્તવની અંદર એની અંદર એનો લય થઈ જાય, એટલે તમે મુક્ત થાવ છો પાપથી. અને પાપ પણ મુક્ત થાય છે, પાપ પણ મુક્ત થાય છે. એવી રીતે એક એક એક વાસનાઓ બધી આમ જાય તમારા દરેક રેચક વખતે, દરેક શ્વાસ બહાર છોડતી વખતે. એટલે જે તમારી તીવ્રતમ વાસના હોય, તેના એક પછી એક લેયર નીકળતા જ જશે, નીકળતા જ જશે, નીકળતા જ જશે. ચિંતા ના કરે. શ્રીકૃષ્ણ ભગવાનની પણ શ્રદ્ધા રાખ. બેઠો છે કે અહીંયા આગળ હૃદયમાં એને કાટે રાખતું તારે કે બધું એવી એવી રીતના. હવે તમે વિચાર કરો કે બ્રહ્મા છે, પછી અહીંયા વિષ્ણુ બેઠા છે, અહીંયા શિવજી બેઠા છે, ને આપણે ચિંતા કરીએ આનું શું થશે, પેલાનું શું થશે? કેવું લાગે છે!
"નીચેની તરફ ખીલેલા, ઉપરની તરફ નાળવાળા અને નીચેના ભાગ તરફ મુખ છે તેવા કદલી પુષ્પ જેવા હૃદય કમળમાં બધા વેદોના આધારભૂત ભગવાન શિવ રહેલા છે." બધા વેદોના આધારભૂત. વેદ કયો કીધો અગાઉ? ઓમકાર પ્રણવ જે તુર્યમાં સમાપ્ત થાય છે, એને જે જાણે છે તેને વેદ કીધો. બરાબર? હવે એ વેદના આધારભૂત એવા જે છે તે ભગવાન શિવ રહેલા છે. તે પણ કરો છો આજે આ પ્રાણાયામ કરીને આમ નીકળ્યો, બહાર ગયો, બહાર ગયો, બહાર ગયો, બહાર ગયો, આમ ગયો. પણ એનો આધાર ક્યાં છે? તો કે હૃદયમાં છે. અને તે ભગવાન શિવ છે એમ કહે છે.
"સો આરાવાળા, સો પાંદડાવાળા, વિકસિત પાંદડીઓવાળા એવા હૃદય કમળમાં સૂર્ય, ચંદ્રમા અને અગ્નિનું એક પછી એક ક્રમશઃ ધ્યાન કરવું." પહેલા સૂર્ય જોવો, પછી ચંદ્ર જોવો, પછી એમાં અગ્નિ જોવો એમ કહે છે. "ત્યાર પછી હૃદય કમળમાં રહેલા બીજા અક્ષરોને ગ્રહણ કરીને જ અચલ ચેતન અવસ્થાની પ્રાપ્તિ થાય છે." આ ગયો. હવે જે અંતઃસ્થિતિ છે, બસ અહીંયા બીજા અક્ષર પકડા. આ ઓમકાર છે છેલ્લો તે. તે તુર્યમાં જ્યાં લય થઈ રહ્યું છે, એને હંસ કહેશો તો પણ એ સ જ્યાં આગળ પૂરો થાય છે, તેના સ્પંદનો આમ આમ થતા થતા થતા.
થતા છીવટે પછી એક જગ્યાએ આમ થયા પછી એનો પડઘો શરૂ થાય, પછી એનો પડઘો શરૂ થાય અને પછી શાંત સ્થિતિ જ્યાં આવે છે, તેની વાત કરે તો ત્રણ સ્થાન, ત્રણ માર્ગ, ત્રિવિધ બ્રહ્મ, ત્રણ અક્ષર, ત્રણ માત્રા અને અર્ધમાત્રા. આમાં જે પરમાત્મા રહેલા છે, તેના જ્ઞાતા તાજ વેદના તાત્પર્યને જાણે. વેદનું તાત્પર્ય શું છે? "ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતિતો નિરંજનમ બિંદુનાદ કલાતીતમ તસ્મય શ્રી ગુર ગુરુવે નમઃ." એ છે ને, એ જગ્યા સૌથી મોટામાં મોટી છે, એટલે એને ગુરુ કીધું. બધું એની અંદર સમાઈ જાય છે. તમે જોયું, ઓમકારનો પણ ત્યાં લય થઈ જાય છે. એટલા માટે એને ત્યાં ગુરુ કીધો છે. એટલો બધો સૂક્ષ્મ છે કે દરેક વસ્તુ એની અંદર લીન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા એની અંદર લીન, લય પામી જાય. જે હોય એ બધું તો પાપોય લય પામી જાય ને, દેવોય લય પામી જાય.
બધું પતાવી દે. એ પરાતપરબ્રહ્મ છે એમ. એના પ્રેમમાં પડવાનું છે.
લાંબા ઘંટના નિનાદ જેવા, તેલની અવિચ્છન્ન ધારા જેવા, બિંદુ, નાદ અને કલાદી પર એવા જે તે પરમ તત્વને જે જાણે છે, તે વેદજ્ઞ છે. જે રીતે, હવે જો, આગળ પાછી બીજી પદ્ધતિ આપી. આગાઉ કીધું તું આપણે આ વસ્તુ. મનુષ્ય કમળ નાળથી જળને ધીમે ધીમે ખેંચે છે. તમાર સ્ટ્રો હોય, ગ્લાસમાં મૂકીને આમ કરીને પીવો છો કરીને, એવી રીતે યોગીએ યોગસ્થ થઈને પ્રાણાયામ દ્વારા વાયુને ધીરે ધીરે ઊંચી ભૂમિકાએ લઈ જવો. જો, ઊંચી ભૂમિકા સૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મ કરતાં કરતાં ઉપર બ્રહ્મરંદ્ર સુધી પહોંચાડવાનું વાયુને. એમ કે, પ્રણવની અર્ધમાત્રાને રસ્સી બનાવો. હૃદય કમળ રૂપી કૂવામાંથી નાળ એટલે કે સુસુમના માર્ગથી જળ રૂપા કુંડલીનીનો ભ્રમરોની મધ્યમાં લય કરવાનો. આપણે કીધું હતું પહેલા કે, જેવો તમે પૂરક કરશો ત્યારે અપાન ઉપર જશે અને પછી છે તો પ્રાણ ઉપર જશે.
રેચક કરશો ત્યારે બંને સ્થિતિની અંદર અહીંયા હવન થાય છે એનું. તો કુંડલીનીનો આ ભ્રમરોની મધ્યમાં લય કરો. ત્યાં ગાડી બસ એ આમ આવી જશે, એનો લય ત્યાં થઈ જશે એમ કે. તો નાસિકાના મૂળથી માંડીને ભ્રમરોની વચમાં જે લલાટ સ્થાન છે, ત્યાં સુધીમાં અમૃત સ્થાન ગણવું. તે જ બ્રહ્મનું મહાન નિવાસસ્થાન છે.
આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ: એ છ યોગના અંગો કહેવાયા છે. અહીંયા છ કીધા, યમ નિયમ કાઢી નાખ્યા. એ અષ્ટાંગ યોગ છે. યમ નિયમ કરીને કરો. આ યોગના મુખ્ય છ અંગો છે એમ. પહેલું તો એની પહેલી પ્રિપેરેશન માટે. એ નહીં કરો તો આ કશું કામ કરવાનું નથી. આ જિંદગી આખી કર્યા કરો. વિશ્વમાં, હવે જો, આ બહુ જીવની જેટલી પ્રજાતિઓ છે, જીવની જેટલી પ્રજાતિઓ, તેટલી જ પ્રકારના આસનો જણાવવામાં આવ્યા છે. આવા અનેક પ્રકારોના જ્ઞાતા શિવ છે. શિવને બધું ખબર છે. આ જીવ છે, તે જ પાછો શિવ છે. શિવને બધું ખબર છે, જીવને કંઈ ખબર નથી. જીવ સાધના સ્વરૂપ કરે છે છ અંગોથી અને શિવત્વ પામી જાય છે. આ કરતાં કરતાં એ પામે છે. ત્યાં પછી શિવને કરવા પણું હતું ન એવું એને ભાન થઈ જાય કરીને ત્યાં પહોંચે છે. પછી એમ થાય છે કે આની કંઈ જરૂર નથી.
એટલે કે સીડીનું છેલ્લું પગત્યું છોડી દે છે. સાધન ઉપર હવે એને પ્રીતિ રહેતી નથી.
સિદ્ધભદ્ર, સિંહ અને પદ્મએચ: એ ચાર મુખ્ય આસનો છે. પહેલું ચક્ર આધાર મૂલાધાર અને બીજું સ્વાધિષ્ઠાન. એ બંનેની વચ્ચે કામરૂપ પ્રણનન સ્થાન છે. ગુદાસ્થાનના આધાર ચક્રમાં ચતુરદલ કમળ વિદ્યમાન છે. તેની વચમાં કામ નામથી ઓળખાતું એવું પ્રજનન સ્થાન છે, જેની અભ્યર્થના સિદ્ધજનો કરે છે. પ્રજનન યોનિની વચ્ચમાં પશ્ચિમ તરફ પુરુષ જનનેન્દ્રિય લિંગ છે. મસ્તકમાં મણિ જેવો જે પ્રકાશ છે, તેને જે જાણે છે, તે જ યોગવેતા. તપેલા સોના જેવા વર્ણવાળી અને વિદ્યુત લેખા જેવી વિશેષ પ્રકાશે અગ્નિમંડળથી ચાર આંગળ ઉપર અને મૂત્રેન્દ્રિયની નીચે એ સ્વસં સંજ્ઞક પ્રાણ વિદ્યમાન છે. એ પોતે એ પ્રાણ જે છે, તે બધું જાણે છે. અને સિન્થેટિક કી કહેતા હતા માસ્ટર ચો, એના આશ્રયમાં સ્વાધિષ્ઠાન છે. તેની પછી આવેલા સ્વાધન સ્વાધિષ્ઠાન ચક્રને મેડ્રગ કહેવાય છે, જ્યાં મણિના પ્રકાશ જેવું વાયુ ભરેલું શરીર છે.
નાભી ચક્રના ચક્રને મણિપૂરક કહેવામાં આવ્યું છે. ત્યાં 12 દળ યુક્ત મહાચક્રમાં પુણ્ય અને પાપનું નિયંત્રણ રહે છે. જન્મ જન્માંતરના ત્યાં છે. આ તત્વજ્ઞાનને સમજી ન શકનાર જીવાત્માને બ્રહ્મજાળમાં ફસાઈ રહેવું પડે. એટલે પાપ અને પુણ્યમાંથી મુક્ત થવા માટે શું કરવું? કા તો હંસ કરો, કા તો ઓમ કરો. મેઢ્રસ્થાન ઉપર નાભીથી નીચે પક્ષીના ઈંડા જેવું કંદનું સ્થાન છે. એ સ્થાનમાંથી 72,000 નાડીઓ ઉત્પન્ન થાય છે, જેમાંથી 72 નાડીઓ મુખ્ય છે. એમાંથી 10 મુખ્ય નાડીઓ, જેમના નામ ઈડા, પીિંગળા, સુસુમના, ગાંધારી, હસ્તીજીવવા, પુષા, યશસ્વીની, અલંબુસા, કુહુ અને સંખીણી.
આ સંખીણી નાડીદ નાડીઓના નામ તો આપણને આવડી ગયા, પણ જ્યાં સુધી આ નાડી આ છે અને આ નાડી આ છે એ પકડાયની, ત્યાં સુધી આ બધી વાર્તા છે. એટલે શાંત અને સ્થિર થઈને આદ આ દસેદસ નારીઓ ક્યાં છે એમ પ્રશ્ન કરવાનો. પ્રાણાયામ કરો. તેમાં પછી એક સમય પછી એ કહેશે કે, "હું અહીંયા છું." પેલી કહે છે, "હું અહીંયા." એ સ્ફૂરણથી બોલશે. શું? અંદર સ્પંદન થશે, તમને ખબર પડશે. અલંબુસાત કે અહીંયા છે, પિંગલા હા તો કે અહીંયા છે, એવી રીતના એનો સ્ફૂરણથી એ તમને જવાબ આપશે સામેથી. તો ક્યાં છો? તો કે, "આ રહી." એમ. તો આ "આ રહી" બોલે છે ને, તો કઈ જગ્યાએથી બોલે છે? તમે કેવું પકડી લો છો કે "આ રહી" એમ? ના સમજાયું? બરાબર છે. હું, તમે, તમને અહીંયા આપણે બેઠા છે, આંખો બંધ કરીને બધા. કોઈ કશું જોતા નથી એકબીજાને. કાઈ નથી, રાઈટ? અને પછી પ્રશ્ન પૂછ્યું કે, "તમે ક્યાં છો?" એટલે એક જગ્યાએથી તમે જવાબ આપશો તો કે, "હું અહીં છું." હવે માનો કે તમે ત્યાં આગળે બોલતા નથી, તો પણ અહીંથી છે ને આમ કરીને આમ કંઈક જશે ત્યારે.
રિફ્લેક્ટ થઈને પાછું આવશે, એને પકડીને જવાબને તો તમને ખબર પડશે કે એ અહીંયા ગાળે છે. એ રીતે આખું જે જાણે છે તે તેની વાત કરે છે. આ નાડી ચક્રની જાણકારી યોગ સાધકોને હોવી જ જોઈએ. સતત પ્રાણનો સંચાર કરનારી ઈડા, પિંગળા અને સુષુમ્ણા છે. ઈડા, પિંગળા અને સુષુમ્ણા એ ત્રણ નાડીઓ સૂર્ય, ઈડા એટલે ચંદ્ર, પિંગળા એટલે સૂર્ય અને સુષુમ્ણા એ અગ્નિદેવથી યુક્ત છે. સુષુમ્ણાનો સંચાર જેવો શરૂ થાય ને એટલે બોડીની અંદર ફાયર લાગે, એકદમ ભયંકર ગરમી. તરત ખબર પડી જશે કે આ કંઈક થયું. એમ ત્યાં સુધી બધી વાર્તાઓ. એક ટાઈમ એવો આવે કે ભીનું કપડું હોય ને, માણસ પ્રાણાયામ કરવા બેઠો હોય ને, સુકાઈ જાય એટલો અગ્નિ વ્યાપે. એને ઇન્ટર્નલ હીટ એટલી બધી લાગે કે જબરજસ્ત પાણીના ટબમાં બેસી રહેવું પડે, એસી સતત ચલાવ્યા કરવું પડે. પેલા કુબેરની અંદર અમે કઈ ગયા હતા?
ના, હમણાં ગયા હતા એ કેદારનાથ. કેદારનાથમાં ફોટો પાડેલો. "ઝીરો ડિગ્રી ટેમ્પરેચર છે અને ત્યાં અમે એસી રૂમ કેમ નથી?" કમ્પ્લેન કરતો તો. પેલો મારી સામે જોયા કરે કે આ બરફ! બહાર ઝીરો ડિગ્રી ટેમ્પરેચર છે અને મેં કહ્યું, "તમે મને કેદારમાં સારો રૂમ આપવાનું કહ્યું હતું. એ રૂમ આમ બરાબર હતો પણ એમાં એસી તો હતું નહીં." પેલો મારી સામે જ જોય કે શું કહે છે, શું કહે છે! હકીકત છે, તે દિવસે અમે મંદિરે જવા માટે સવા સાત વાગ્યે સવારના પોરમાં મેં સ્નાન કર્યું. પેલા શું કહેવાય એને? એમાંથી ગરમ પાણીનું હોય ને હીટર, એમાંથી નળમાંથી ધગધગતું ગરમ પાણી આવે છે અને હું આમ નાખું છું માથા ઉપર તો ટાઢું બોળ થાય. પણ તે વખતે ઠંડી ના નહોતી લાગતી. ઝીરો ડિગ્રી ટેમ્પરેચર, વિચાર કરો! એટલે એટલી બધી હીટ. પ્રાણાયામ કરીને તરત સ્નાન કરવા ગયો કે હવે જવાનું છે ને દર્શન કરવા.
આટલી બધી અસરો જોયેલી છે, અનુભવેલી છે. એમ કહું છું કે આ બધું ગપ્પાબાજી નથી. તમે એને એવી રીતે ના લેતા, ના સમજતા. એક એક નાડીમાં જ્યારે જ્યારે આ પ્રાણના આવા આવા સંચારો બધા અંદર થાય ને ભાઈ, ત્યારે તમને ખરેખર આમ જાત જાતના એવા અનુભવો થશે. એમ પણ એમાં અટકી ના જશો એમ કહું છું. એ અનુભવો તો થશે પણ પછી હવે એનાથી આગળ, હવે એનાથી આગળ એમ જવાનું આપણે. "વ્હોટ નેક્સ્ટ?" ક્યાં સુધીને? તો કે જ્યાં સુધી પરબ્રહ્મમાં પહોંચ્યા નથી ત્યાં સુધીને તમારે નેક્સ્ટ નેક્સ્ટ કર્યા જ કરવાનું, અટકવાનું નહીં. એમ કોઈ અનુભવ ઉપર ભૂલથી અટકી ના જતા અને પરબ્રહ્મનો જે ક્ષણે તમને અનુભવ થયો ને, "ધેટ ઇસ ફાઇનલ." પછી કશું છે નહીં અને એ તમને એ જ કહી દેશે કે "ધીસ ઇસ ડન, હવે કંઈ કરવાનું રહેતું નથી." ત્યાં સુધીને લાગેલા રહો એમ કહે છે યોગશાસ્ત્ર. આ નાડીની જાણકારી યોગશાસ્ત્રની, યોગના સાધકોને હોવી જોઈએ.
સતત પ્રાણનો સંચાર કરનારી ઈડા, પિંગળા, સુષુમ્ણા આ ત્રણ નાડીઓ સૂર્ય, ચંદ્ર અને અગ્નિદેવથી યુક્ત છે. હવે સૂર્ય, ચંદ્ર અને અગ્નિદેવથી યુક્ત છે પણ એનો અનુભવ કરવો જોઈએ. અહીંયા વાંચી લીધું, તમે સાંભળી લીધું, "ધેટ ઇઝ નોટ ઇનફ." જ્યારે આમ કરવા બેસો પ્રાણાયામ ત્યારે ખબર પડવી જોઈએ, "આ ચંદ્ર યુક્ત છે, આ સૂર્ય યુક્ત છે અને આ અગ્નિ યુક્ત છે." આમ અનુભવ કરવાનો છે ત્યારે એ પ્રગટ થશે. દેવને તમારે પ્રગટ કરવા પડશે. શેનાથી કરશો? તમે મનથી કરવા પડશે. ધારણા બનાવો એમ કહે છે કે આ ચંદ્રની ધારણા કરો, અહીં સૂર્યની ધારણા કરો, અહીં અગ્નિની ધારણા કરો. એ ત્રણેય નાડીઓ પ્રાણના સંચરણ માર્ગરૂપ છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આદિ પ્રાણ છે. પાંચ પ્રાણ પ્રખ્યાત છે અને નાગ વગેરે પાંચ ઉપપ્રાણ કહેવાય છે.
આ હજારો નાડીઓમાં પ્રાણ જીવ રૂપે વાસ કરે છે. જીવ કીધો ને? વાળનો એક લાખમો ભાગ જે છે તે જીવ છે. એટલો શું? એવી રીતે એ વાસ કરે છે જીવ રૂપે. હવે એ સંચરણ કરે છે. જીવ પ્રાણ અને અપાનને વશ થઈને જીવ ઉપર નીચે આવાગમન કર્યા કરે. આ રીતે આવાગમન એ સતત જીવ એટલું ઝીણું. હા, એ જીવ એ આમ કર્યા કરે. હવે પ્રાણ ક્યારેક જમણા માર્ગથી, ક્યારેક ડાબા માર્ગથી ગમન કરે છે. એટલે કે ક્યારેક ઈડામાંથી, ક્યારેક પિંગળામાંથી. પરંતુ ચંચળ પ્રકૃતિનો હોવાથી દેખાતો નથી. હાથથી ફેંકેલો દડો જેમ આમ તેમ ઉછળતો રહે છે, એ રીતે પ્રાણ અને અપાન દ્વારા બરાબર ફેંકવાને કારણે જીવને ક્યારેય આશ્રય મળી શકતો નથી. સમજાય છે? કુંભકનું મહત્વ કેટલું બધું છે? શા માટે છે? પ્રશ્ન થવો જોઈએ ને? આ શેનો કુંભક કર્યા કરાવે છે મને? કે કુંભ જેવું પેટ બનાવવાનું ને આમ કરવાનું ને રોકી રાખવાનું બધું શું છે?
પણ શેના માટે છે? કે આ જીવ જે છે તે ઠરે એટલા માટે કુંભક કરવાનું. યસ. અપાન અને પ્રાણની એકબીજાને ખેંચવાની પ્રક્રિયા એવી છે કે જેમ રસ્સીમાં બાંધેલા પક્ષીને પોતાની તરફ ખેંચી લે છે. દોરડું હોય તો જે બાજુ આમ વચોવચ તમે બાંધેલું હોય, હવે આમ ખેંચો તો પક્ષી આમ ખેંચાઈ જાય અને આમ ખેંચો એટલે પક્ષી આ બાજુ આવતું રહે. એવી રીતે જીવ ફર્યા કરે છે એમ કહે છે. સમજાય? આ દોરડી તમારી પ્રાણની ઉપર નીચે ઉપર નીચે બિચારો જીવ થાય છે. હવે સતત છટપટતો જીવ હોય અને તમે એમ કહો કે મારે શાંતિ જોઈએ છે અને પાછો કેટલો? વાળના સૂક્ષ્મ એક લાખમો ભાગ છે. એટલે કહે છે કે આ તત્વના જ્ઞાતાને જ યોગી કહી શકાય. આ બહુ સૂક્ષ્મ બાબતો છે. એને અનુભવથી તમારે સમજવી પડશે ભાઈ. કારણ કે સાંભળી લેશો, જતું રહેશે સ્મૃતિમાં. પછી, "હા, મેં વાંચેલું હતું, મેં સાંભળેલું હતું." પણ એ સ્મૃતિમાં અનુભવરૂપ નથી બન્યું હજી.
તો બોજો છે. દરેક સ્મૃતિ બોજો છે, યાદ રાખજો. દરેક સ્મૃતિ હકાર ધ્વનિથી પ્રાણ બહાર જાય છે અને સકારથી ફરી અંદર પ્રવેશે છે. એવી રીતે હંસ હંસ એ પ્રકારનો મંત્ર જીવ હંમેશા જપ્યા જ કરતો હોય. દરેક વખતે જીવ જો ઉપર જાય છે, નીચે જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે.
પણ જ્યાં તો એને અહીંયા આશ્રય સ્થાન મળી ગયું, સમજાયું? કુંભકમાં અટક્યો છે, હજી બહાર નથી નીકળ્યો. હવે અહીંયા ગાડે અટક્યો તો એને આશ્રય સ્થાન ઘડીક વાર માટે એને વિસામો મળી ગયો. તમને હોટલમાં જઈને રહેવા જોઈ છે સાંજે રાતે, તો પછી એને જોએ? તો આ વિસામો એનો છે. બે જગ્યા છે, બંને બરાબર છે. તમે ચાહો તેની અંદર તમે એનો નિવાસ કરાવી શકો, સતત એવી રીતના.
તો આવી રીતે આ જપ, આ જપની સંખ્યા દિવસ-રાતમાં ની થાય છે. આટલી સંખ્યામાં મંત્ર જીવ હંમેશા જપ્યા કરે છે. જીવ જપે છે, તમારે જપવાનો નથી. તમે જીવ નથી, તમે કંઈ જીવડા છો? તમે પરમાત્મા છો, એ ભાન સાથે ખાલી આ જીવ શું કરી રહ્યો છે તમારે જાણવાનો છે. સમજાય? જાવ, મોટી વાત જે યોગીઓને મોક્ષ આપનારી. તમે પરમાત્મા છો સ્વયં, એટલે આ અનંત બ્રહ્માંડની અંદર આજે પેલો જીવ છે તે આમ જાય છે ને નીચે ઉપર, એના કારણે છે આ બધું આવાગમન. અને આવું બોડી કે પેલું ચાર પગવાળું બોડી કે બે પાંખોવાળું બોડી, એ બધું એ એના કારણે નક્કી થયું. શું થયું? કયું ભેગું? તો કે અહીં પાપ અને પુણ્ય ભેગા કર્યા છે. દરેક શ્વાસે શ્વાસે એક વૃત્તિ આવી, એક વિચાર પહોંચ્યો ત્યાં આગાળે અને પ્રાણ તો ચાલુ ને ચાલુ છે. તો એના યુક્ત કરી દીધું, "આ મારે જોઈએ." ઈચ્છા ઉત્પન્ન થઈ, વાસના થઈ, તો વસી ગઈ.
એટલે કોઈક ચક્રની અંદર પેસી જાય, જીવડું બની એ રહ્યું ત્યાં આગળ. આ બધી તકલીફ છે, એટલે આ ની સંખ્યા છે.
હવે એની પર તમે ધ્યાન આપવાનું શરૂ કરશો એટલે 21,600 માંથી 100 શ્વાસ પણ તમે ઓછા કરશો, તો એટલા ઘણી તમને શાંતિ લાગશે. આ કમ્પલ્શન નથી કે તમારે 21,600 લેવા જ પડશે. એક જનરલ એસ્ટીમેશન છે એનું, બરાબર? 100 શ્વાસ ફક્ત એક દિવસે એ ઓછા લેશો, એટલા ઘણી શાંતિ. હવે પ્રાણાયામ કરતાં કરતાં કરતાં કરતાં કુંભકનો ટાઈમ તમારો વધતો જશે. તેમ તેમ પ્રાણાયામ જે કરો છો એના કારણે શું થશે? જીવને જમ્પ મળશે. કુંભક વધતો જશે અને પ્રાણાયામની સંખ્યા ઘટતી જશે. 21,600 માંથી તમે ફક્ત 21,000 શ્વાસ લીધા એટલે તમારા 600 શ્વાસનો જે સમયગાળો હતો, એટલો ગાળો તમારો બચ્યો. એ તમારા આયુષ્યમાં આગળ આમ જોડાશે, આમ કરીને આમ જોડાશે આગળ. તો જે પહેલા તમારે 80 એ ટપકી જવાનું હતું, તેની અંદર બીજા આઠ ઉમેરાશે. હવે તમે 88 વર્ષ જીવશો, પણ આ તમે રોજના 600 શ્વાસ એમ કે બચાવવાના ચાલુ કરી દીધા છે.
પછી એ 800 થશે, 1000 થશે, 1200 થશે, 2000 થશે. યોગી એક દિવસમાં એક શ્વાસ લે ને મૂકે, સમજાય? પેલા સદાશિવ છે, તે બેઠા બેઠા બ્રહ્માનું આખું આયુષ્ય જતું રહે, વિષ્ણુનું આખુંય આયુષ્ય જતું રહે. એક શ્વાસ લે ને મૂકી શિવ સદાશિવ, સમજાય છે? કેટલું જીવવાનું પછી એના કારણે આ બધું. પણ પ્રશ્ન લાંબો જીવવાનો છે કે પરમ તત્વમાં રહેવાનો છે, એ નક્કી કરી નાખવાનું.
"અસ્યા સંકલ્પ માત્રેન નર પાપે પ્રમુચ્ચતે." અહીં શું કીધું? "સંકલ્પ માત્રથી તમે પાપનો નાશ કરી શકો છો" એવું અહીંયા કહે છે. જુઓ, કેટલી અદભુત વાત છે કે હું બધા આપણે વિધિ કરાવી હતી, ખબર છે પેલી એની એક કશું શું કરાવતો હતો? "સ્વાહા." યસ, હા! "એ સંકલ્પ માત્રેણ નર પાપે પ્રમુચ્ચતે." પોતે એનાથી મુક્ત થઈ જાય. પછી "અનયા સદરસી વિદ્યા, અનયા સદ્રશો જપ." હંસ જપ કરો, ઓમકાર કરો અથવા તો સંકલ્પ કરો. કોઈપણ રીતે તમે પાપમાંથી પ્લીઝ મુક્ત થઈ જાવ. પાપ શું છે, ખબર છે? કોઈ વસ્તુ ખોટી થઈ ગયેલી છે ભૂતકાળની અંદર તમારાથી, એનો બોજો લઈને, એની સ્મૃતિ લઈને જે ફરો છો તે પાપ છે, સમજાયું? કોઈક સત્કાર્ય તમે કરી બેઠા હતા, કોઈકને કંઈક આપ્યું હતું, કંઈક એને ખુશ કર્યો હતો, રાજી કર્યો હતો, કશુંક કર્યું હતું. એની સ્મૃતિ તમારી અંદર છે હજી જીવતી જાગતી અહીંયા આમ સચવાયેલી, એ તમારું પુણ્ય છે.
તો પાપ અને પુણ્ય આ સ્મૃતિજન્ય છે અંદર ઊંડે ઊંડે. એટલે આ મગજની સ્મૃતિ જતી રહે છે, તેનાથી સૂક્ષ્મ દેહની સ્મૃતિ જતી નથી. એટલે કોઈક માણસને અલ્ઝાઈમર થઈ ગયો, એનો મતલબ એ નથી કે પાપ અને પુણ્યથી મુક્ત થઈ ગયો. જેણે હંસાનો જાપ કર્યો, જેણે ઓમકારનો જપ કર્યો અને ઘંટનાદ નિનાદ જ્યાં પૂરો થાય છે ત્યાં સુધી. એટલે કીધું કે આ વિરાટ, તેજસ, પ્રાજ્ઞ અને તુર્યની પાર જતો રહ્યો ત્યાં સુધીને એને જેને જોયો છે, તે માણસ પાપ અને પુણ્યથી મુક્ત. કેવી રીતે આમ કરીને આમ જાય છે બધું એનું, ક્યાં વિલીન થઈ? એટલા માટે આ અજપાના સંકલ્પ માત્રથી વ્યક્તિ પાપ કર્મોથી મુક્ત થઈ જાય. સંકલ્પ શું? ખાલી તમારે એને જોવાનું છે એમ. જીવ ઉપર નીચે થઈ રહ્યો છે, તમે પરબ્રહ્મ પરમાત્મા એને જોઈ રહ્યા છો, તમે એને મુક્તિ આપી રહ્યા.
જે માર્ગથી યોગ સાધક સુગમતાથી બ્રહ્મ પદને પ્રાપ્ત કરે છે, જેના જેવી કોઈ વિદ્યા નથી, જપ નથી, કોઈ પુણ્ય નથી. જે પહેલા ક્યારેય નથી થયું કે આગળ ક્યારેય પણ થશે જ નહીં. વન્હિ યોગ દ્વારા (વન્હિ એટલે અગ્નિ યોગ દ્વારા) જાગૃત થનારી પરમેશ્વરી કુંડલિની તે દ્વાર માર્ગને પોતાના મુખથી આચ્છાદિત કરીને પ્રસુપ્ત સ્થિતિમાં છે. સુતા જેવી છે આમ અડધી પડધી આમ એવી રીતના. એ સુષુમ્ણાના મોઢા ઉપર એવી રીતના રાખેલું છે એમ કહે છે. એને તમારે છંછેડીને જગાડવાની. તો એને શું તમારે કરવાનું? અગ્નિમુખ. એના મોઢામાં અગ્નિ મૂકો એટલે પછી એ ઊંચી થશે એમ કહે છે. શેના વડે મુકશો અગ્નિ? પ્રાણ-અપાન બેને સમાન કરશો એટલે થઈ જશે. એટલે ઓટોમેટિક એ ઊંચી થશે, એની મેળે એ પોતે તે સહજ પોતાનું કામ કરશે. તો પ્રસુપ્ત સ્થિતિમાં છે તેને જાગૃત કરવાથી સુષુમ્ણા માર્ગે મન અને પ્રાણવાયુની સાથે ઊર્ધ્વગમન કરે છે.
મન પણ એમાં જાય અને પ્રાણવાયુ પણ બંને જોડે જોડે ચાલે આમ તમારા આમ દર વખતે એમ ઉપર આવે. તો જેમ સોય દોરાને પોતાની સાથે ખેંચે છે, તેવી રીતે યોગી મુક્તિદ્વારને કુંડલિની શક્તિ દ્વારા એ રીતે ખોલી નાખે છે જેમ તાળાથી પ્રયત્નપૂર્વક દરવાજાને ખોલવામાં આવે છે આમ.
અગ્નિ આપો દર વખતે, એટલે તરત આમ છંછેડાવીને એમ પોતાનું મોઢું ખોલે છે.
દૃઢ પદ્માસન લગાવી, બંને હાથને જોડી, હડપચીને અડાડવા અને હડપચીને છાતીના ભાગ સાથે મજબૂત રીતે દબાવી, આવીને ચિત્તમાં સ્વરૂપનું ધ્યાન કરતા જઈ, વારંવાર અપાન વાયુને ઉપરની તરફ લઈ જઈને તમે શ્વાસ લો છો, તે વખતે આ આ વાસ્તવમાં તમે પ્રાણાયામ લો છો. અંદર જાય છે ફેફસામાંથી નીચે નીચે, જાણે કે; અને પછીનું બાકીનું કામ જે છે ને, એ ઓટમ પ્રેશરથી થશે. એટલે એ નાભીથી સુધીને જેવો ગયેલો જે અપાન છે ને, તો એ તરત જ નાભીથી નીચેનો છે, એને ધક્કો વાગશે. એટલે એ નાભીની નીચે સુધીને જઈ, પાછળ થઈને પછી પેલી સુષુમ્ણાને આમ ધક્કો માર્યા કરશે દર વખતે.
એમ કરતાં કરતાં એ ઉપર. હવે વારેવારે એ કર્યા કરવાની ક્રિયા શું થાય છે કે, એ ત્યાં આગ લાગે છે. મનથી તમે અગ્નિદેવનું આવાહન કરો છો, ઓમકાર અથવા હંગ કરો છો, તો ત્યાં આગ લાગે એટલે પછી એમ ઉપર ખેંચાઈને ઉપર શોધીને આવી જાય છે. એટલે એવી રીતે વારેવારે અપાન વાયુ જે છે, તેને જાગૃત કરે છે. આવી રીતે તો એ પ્રયત્નપૂર્વક કરવાથી ખુલી જાય છે.
તો વારંવાર અપાન વાયુને ઉપરની તરફ લઈ જવાનું એટલે અંદર ખેંચેલા પ્રાણ વાયુને નીચેની તરફ ખેંચતો જાય, છોડતો જાય છે દર વખતે. તેવી રીતે યોગ સાધક અતુલ્ય કુંડલિની શક્તિના સામર્થ્યને પ્રાપ્ત કરે.
જે યોગ સાધક પદ્માસનમાં બેસીને નાડીના દ્વારથી પ્રાણવાયુને ખેંચીને કુંભક વડે એને રોકે છે, તેવો સાધક નિશ્ચિતપણે મોક્ષને પ્રાપ્ત કરે; એમાં શઠ પણ શંકા નથી.
ઓકે. ધેન ટેક બ્ેકહર ફોરવ. થેન્કયુ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.