અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૧૪

વિડિયો ૧૧૪

લેખ ૧૧૨ / ૧૪૯ · 38 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ ચૈતન્યં શાશ્વતં શાંતં, વ્યોમાતીતં નિરંજનમ્. બિંદુનાદકલાતીતં તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિરગમય, મૃત્યોરમાં અમૃતમ ગમય. શાંતિ.

આપણે ત્રિશિખો ઉપનિષદની અંદર નાડીઓ વિશે વાત કરતા હતા. મૂળમાંથી નીકળનારી બીજી ઘણી સ્થૂળ અને સૂક્ષ્મ નાડીઓ છે સૂક્ષ્મ દેહની અંદર, કે જેની સંખ્યા કુલ મળીને 72,000 બતાવવામાં આવેલી છે.

આ સ્થૂલ અને સૂક્ષ્મ નાડીઓની અલગ અલગ ગણતરી કરી શકવી મુશ્કેલ છે. એ રીતે એ બધી આમ ફેલાયેલી છે, જેમ પીપળાના પાંદડાની અંદર બધી નાની નાની નસ-નાડીઓ, જાડી-પાતળી બધી જેમ ગોઠવાયેલી હોય એવી રીતે.

પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન – આ પાંચ મુખ્ય પ્રાણ છે. નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એમ બીજા ઉપપ્રાણ છે. એમ કુલ મળીને 10 પ્રાણ જે છે, તે નાડીઓમાં બધે ઉપર-નીચે, ચારે બાજુ વિચરણ કર્યા કરતા હોય છે, કે જેના આધારે આ જીવનની બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે.

એમાં પ્રાણ વગેરે પ્રથમ પાંચ મુખ્ય છે, જેમાંના બે – પ્રાણ અને અપાન – એ પણ પ્રધાન કહેવાય. પ્રાણવાયુ બધામાં સર્વોપરી છે, એટલે એને પ્રધાનમાં પણ શ્રેષ્ઠ ગણી શકાય છે, જે જીવને ધારણ કરી રાખે. જો પ્રાણ ના હોય તો જીવ ના રહી શકે. જીવ પ્રકારની જે સ્થિતિ છે, તેને ધારણ કરી રાખવા માટે પ્રાણની જરૂર છે.

પ્રશ્ન હવે અહીં આપણને એ થવો જોઈએ કે શું આત્માને પ્રાણની જરૂર છે? તો કહે છે, ના. આત્માને પોતાના હોવાપણા માટે કોઈપણ આધારની જરૂર નથી. આત્મા સૌનો આધાર છે, બ્રહ્મ સૌનો આધાર છે, પરંતુ એ ક્યારેય કોઈની ઉપર આધારિત હોતો નથી. એટલે કોઈએ મનમાં એમ ના માની લેવું, "મારા વગર નહીં ચાલે." આત્મા છે, એને કોઈની જરૂર નથી.

તો જે આત્મતત્વની અંદર સ્થિર થઈ ગયો છે, તેને આ સંસારમાં એટલા માટે કશાની જરૂર નથી, કારણ કે આત્માને ભૂખ નથી, તરસ નથી. આ બધા દેહના, મનના બધા ધર્મો છે. આત્મામાં આવું કશું નથી. એ તો પોતે પોતાની અંદર નિરંતર રહેલો જ છે.

તો આ જે મુખ્ય પ્રાણ છે, તેના નિવાસસ્થાન પાંચ બતાવવામાં આવ્યા છે પ્રાણના, જેમાં મુખ, નાસિકાનો મધ્યભાગ, હૃદય, નાભિમંડળ અને પગનો અંગૂઠો – એ પાંચ જગ્યાઓએ પ્રાણ પોતે સ્થિત થયેલો હોય છે. ત્યાંથી તમે એને ફેરફાર કરીને આખા શરીરની અંદર સંચરણ કરી શકતા હોય છો.

આપણે જોયું હતું, ન્યાસની એક વિધિ હોય છે. વિપશ્યનામાં પણ આ લોકો એ કરાવતા હોય કે, "પગના અંગૂઠાથી તમે ધ્યાન શરૂ કરો તમારું અને એ પ્રાણ જાણે કે ધીરે ધીરે ધીરે બધી જગ્યાએ ફેલાઈ રહ્યો છે," એમ ભાવના કરતાં કરતાં ઉપર લાવીને છેવટે બ્રહ્મરંધ્રની અંદર, આ જગ્યાએ, અહીંયા જ્યાં સૌથી પાતળી પોચી જગ્યા છે, ત્યાં તમે ધારણા કરીને ત્યાં પ્રાણને સ્થિર કરો. વળી પાછો ત્યાંથી ફરી ફેરવતા ફેરવતા ફેરવતા આખા શરીરની અંદર થઈને ફરી પાછા પગના અંગૂઠા સુધી, એવી રીતે પાછા ફરી ઉપર લાવીને હાથમાં ફેરવો, પગ-હાથની બધી આંગળીઓ સુધી. ત્યાંથી પછી પાછું ફરી ઉપર લઈ જઈને ઉપર પણ સ્થિર કરો. એવી રીતે સમગ્ર દેહની અંદર જ્યારે આપણે આ પ્રાણને સારી રીતે સંચરણ કરાવી શકીએ છીએ, તો એનાથી સ્થૂળ-સૂક્ષ્મ દેહની શુદ્ધિ અને સ્થિરતા વધે, આરોગ્ય વધે છે.

બ્રહ્મન, અપાન વાયુ જે છે, તે ગુદા, મૂત્રપિંડ, જંગ, ગંગા અને ઘૂંટણોમાં વિચરણ કરતો રહે છે.

સમાન વાયુ શરીરના બધા અંગોમાં વ્યાપીને રહેલો છે. સમાન મુદ્રા કરીને 15 મિનિટ બેસવાની શરૂઆત કરો, 45 મિનિટ સુધી બેસો. શરીરના બધા રોગ નાશ પામી જાય બે-ત્રણ મહિનાની અંદર. એટલું બધું સુંદર છે, પણ આમ બેસીને કરવું.

ઉદાન ચારેય હાથ, પગ અને બધા સંધિ-સાંધાના સ્થાનોમાં રહેલો છે. તો આ ઉદાન મુદ્રા કરવાથી સંધિવા મટી જાય, સાંધાના બધા રોગો મટી જાય, દુખાવા બધું ગાયબ થઈ જાય. આટલું કરવું પડે. એમાં વાઇબ્રેશન જોવા નહીં કે એમ ખાલી બેસવાનું. ખાલી એને હળવેથી સ્પર્શ કરો. વાઇબ્રેશન આગળ ઉપર આવશે. વાઇબ્રેશન ક્યારે આવશે કે જ્યારે તમે સ્થિરતાપૂર્વક તેની અંદર રહેલા આકાશ તત્વમાં જશો. આ બે આંગળી વચ્ચે રહેલું જે આકાશ છે, તેને જ્યારે તમે આ મનથી સ્પર્શ કરશો, તો આકાશમાં એ નાદ રહેલો છે. એ નાદ ધબક ધબક ધબક પછી એ પ્રગટ થશે ધીમે ધીમે અને એટલો સુસ્પષ્ટ એક વખત બની જશે કે પછી તમે બહારના કોઈપણ નાદને, કશું અવાજોને, કશાને તમે સાંભળી પણ નહીં શકો. તમે એમાં એકલીન, એકતાર થઈ જશો. એ તમને આત્માનો નિર્દેશ ભણી લઈ જશે.

વ્યાન નામનો વાયુ, આ વ્યાન મુદ્રા. વ્યાન નામનો વાયુ સ્્રોત્ર, જાંગ, કમર, એડી, ખભા અને ગળામાં રહેલો છે.

નાગ વગેરે પાંચ ઉપવાયુઓ ત્વચા, અસ્થિ વગેરેમાં રહેલો છે. તો નાગ વાયુ જો બગડી જાય તો અસ્થિભંગ થયો હોય તો ઝડપથી મટે. થાપાનું આડકું ભાગી ગયું તો એ નાગવાયુ છે કે જે એને રિપેર કરી શકશે. એ પ્રાણનો જ એક પ્રકાર છે. પણ એ ત્યાં જ્યારે પહોંચશે ત્યારે નાગવાયુને હેલ્પ કરવા માંડશે, નાગવાયુ સાથે સંયોજિત થઈ જશે પ્રાણવાયુ.

આમાશયમાં રહેલા જળ, અન્ન અને રસ વગેરેને પહેલા એકત્ર કરે છે. ત્યાર પછી પેટની મધ્યમાં રહેલો પ્રાણ તેને અલગ કરે છે. આ બધા કાર્યોને પ્રાણવાયુ અલગ રહીને કરે છે.

મળ અને મૂત્ર વગેરેના વિસર્જનનું કાર્ય જે છે, તે અપાન વાયુ દ્વારા થાય છે.

પ્રાણ, અપાન વગેરે વાયુની ચેષ્ટાઓ વ્યાન વાયુઓના યોગથી થાય છે. પ્રાણના અપાનની ચેષ્ટાઓ કોણ કરે છે? વ્યાન વાયુ જે સંપૂર્ણપણે વ્યાપે અને શરીરમાં રહેલો.

ઉદાન વાયુ ઉર્ધ્વગામી થાય તો યોગની અંદર આ ઉદાન વાયુનું બહુ જબરજસ્ત મોટું કામ રહેલું છે. એ આપણને હવે સમજાય છે.

શરીરનું પાલન-પોષણ સર્વદા સમાન વાયુ દ્વારા થાય છે. વિષ્ણુ ભગવાન છે સમાન વાયુ.

ઓડકાર વગેરે ક્રિયાઓ નાગવાયુ દ્વારા થાય છે.

આંખોને ખોલવાનું, બંધ કરવાનું, આ પલકો ઝપકાવવાનું જે કામ છે, તે કોણ કરે છે? કુર્મ નામનો વાયુ કરે છે. જો કુર્મ...

વાયુ બગડી જાય તો માણસ પોતાની આંખની પલકને ખોલી પણ ના શકે. 'ક્રુકલ' નામનો વાયુ છે. બાર વાગ્યા, ભૂખ લાગી તો બાર વાગ્યા જોવાની જરૂર નથી લાગતી. ભૂખ લાગી છે મતલબ બાર વાગ્યા હશે. એક અંદરની કેવી સરસ મજાની સંરચના, બાયોક્લોકની ગોઠવાયેલી છે, તે કૃકલ વાયુના કારણે જ.

દેવદત્ત વાયુ નિન્દ્રા લાવે છે. જેનો દેવદત્ત વાયુ બગડી ગયો હોય અને પેલી ઊંઘની ગોળીઓ ખાવાનો વખત આવતો હોય છે, તો આ દેવદત્ત વાયુથી નિન્દ્રા પ્રાપ્તિ થાય છે, સારી ગાઢ નિન્દ્રા આવે આપણને. તથા મૃત શરીરની શોભા વગેરે ધનંજય વાયુનું કામ કહેવામાં આવ્યું. શરીર મૃત હોય પણ એક સમય સુધી દીપ્યમાન લાગ્યા કરે. જેમ કે લાહિરી મહાશયના શિષ્યના શિષ્ય હતા પરમહંસ યોગાનંદજી. તો એમના દેહ વિલય પછીથી, દેહ ત્યાગ પછીથી, સમાધિ જ્યારે એમને લીધી, કેટલાય દિવસો સુધી એમના દેહ જેમ હતો તેમ જ સચવાયેલો રહ્યો હતો. મોર ધેન, આઈ થિંક, 45 ડેઝ ઓર સો. તો જેનો ધનંજય વાયુ આવી રીતે અતિશય શુદ્ધ થઈ ચૂકેલો હોય, તે આવી રીતે મૃત દેહ હોય છે તેમ છતાં પણ તેની શોભા એની અંદર રહેલી હોય.

તમે પોન્ડિચેરી જાવ તો ત્યાં મહર્ષિ અરવિંદના રેલિક્સ છે. અમદાવાદની અંદર પણ એને રેલિક્સ લાવવામાં આવ્યા હતા. તો એ રેલિક્સ જે છે, આજે પણ તમે ત્યાં આગળ જાવ તો તમને એના સ્પંદનો વરતાય, એટલું સુંદર. તો એ જે છે તે શું, કેવી રીતે થયું? એટલું બધું શુદ્ધિકરણ થઈ ગયું હોય ધનંજય વાયુનું. તો સૌંદર્ય બક્ષે છે.

"ધ્રુવીજ દ્વિજ શ્રેષ્ઠ નાડી વાયુ પ્રાણોના સ્થાન અને ક્રિયાઓ બધા વિવિધ પ્રકારના છે. એ બધાને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ, જેનાથી તમે આગળના કાર્યો વધારે સારી રીતે કરી શકશો." આ બધા જે કહેલા છે તે જ્ઞાન એટલે કે વિધિપૂર્વક નાડીઓનું શોધન કરવું જોઈએ. તો નાડીઓનું શોધન શા માટે કરવું જોઈએ? કે વાત, પિત્ત અને કફ; સત્વ, રજસ અને તમસ ઇમબેલેન્સ થાય છે વિચારોના પરિણામે, આચારના પરિણામે. તેના કારણે આ નાડીઓની અંદર અવરોધો પેદા કરે છે. એટલે આ પ્રાણોનું વહન સુચારુ રીતે થઈ શકતું નથી. તો એ સ્થિતિને નિવારવા માટે યોગાભ્યાસ જે કરતો હોય, જેને આત્મની પ્રાપ્તિ કરવી છે, તેને વિધિપૂર્વક નાડીઓનું શોધન કરવું જોઈએ.

ત્યાર પછી બધા પ્રકારના સંબંધોનો ત્યાગ કરી, બધા પ્રકારના સંબંધોનો ત્યાગ કરીને એનો અર્થ એ પણ થાય છે કે "હું દેહ છું" એ ભાવનાને પણ ત્યાગ કરી દઈ, એકાંત જગ્યામાં સ્થિર થઈને, એકાંત, એકનો પણ જ્યાં અંત આવી ગયો તે એકાંતમાં સ્થિર થઈ જવાનું અને ત્યાં યોગના સાધનમાં બધી સામગ્રી ઇકઠ્ઠી કરી, દર્ભકુષ અથવા કાળા હરણનું ચામડું વગેરે આસન બિછાવીને, જ્યાં સુધી બંને બાજુના અંગો સરખા ના થઈ જાય, સમપ્રમાણ ના થઈ જાય, ત્યાં સુધી આસન સાધન કરતા રહેવું જોઈએ. તો દેહ ધીમે ધીમે ધીમે ધીમે સમ થઈને સ્થિરતા પ્રાપ્ત કરશે. એ માટે આસનમાં બેસીને રુચિ પ્રમાણે સ્વસ્તિક વગેરે કોઈપણ આસનનો પણ અભ્યાસ કરવો જોઈએ.

તો આ રીતે સૌપ્રથમ આસન લગાવી, શરીરને સીધું કરીને બેસો. નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ રાખવી. દાંતોને દાંત દ્વારા સ્પર્શ ન કરતા, જીભને તાળવા પર લગાવી, સ્વસ્થ ચિત્ત અને નિરામય ભાવથી માથાને થોડું સંકોચીને એટલે કે ઝુકાવીને, યોગ મુદ્રામાં હાથ બાંધીને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. રેચક, પૂરક અને કુંભક દ્વારા વાયુનું શોધન કરતા જઈને રેચનની ક્રિયા કરવી જોઈએ. આ રીતે આ ચાર વિધિથી વાયુને ગતિશીલ કરવાની ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે.

આ પ્રાણાયામ કયો કીધો અહીંયા? પાંચ ગણતા સુધી તમે પ્રાણ આવી રીતના તમે લો, અર્થાત પાંચ ગણતા સુધી તમે લો, પાંચ ગણતા સુધી તમે એને હોલ્ડ કરો, કુંભક કરો, પાંચ ગણતા સુધી તમે એને બહાર કાઢ્યા કરો અને પાંચ ગણતા સુધી ફરી તમે પાછળ રોકો. તો આવી રીતે રેચનની ક્રિયા કરવી જોઈએ. આગળ ઉપર એને 16 માત્રામાં ઈડા દ્વારા વાયુને અંદરથી ખેંચવું, 64 માત્રાથી કુંભક કરવું અને 32 માત્રાથી તે વાયુને પીંગળા એટલે જમણા નાક વડે બહાર વહાવી દેવો જોઈએ. આ રીતે વારંવાર સીધા અને ઉલટા ક્રમથી નિયમિત અભ્યાસ કરતા રહેવું જોઈએ અને શરીરની અંદર ભરાયેલા વાયુને કુંભ એટલે કે ઘડાની જેમ સ્થિર કરીને રોકી રાખવો જોઈએ.

"હે ભ્ર્મન, આ ક્રિયાથી બધી નાડીઓ વાયુથી ભરાઈ જાય છે, વ્યાપ્ત થઈ જાય છે. વ્યાન વાયુ એકદમ જબરજસ્ત મજબૂત થઈ જાય છે અને શરીરની અંદર આ દસે વાયુઓ સરખી રીતે સંચરણ કરવાનું શરૂ કરે." એની અસર શું થશે? તો કે આગળ ઉપર હૃદયરૂપી કમળ જે છે તે સ્વચ્છ થઈ જશે અને સ્પષ્ટ થઈ જશે અને વિકસિત થઈ જશે અને તેના સ્થાને પરમાત્મા સ્વરૂપ નિષ્પાપ વાસુદેવના સ્પષ્ટ રીતે દર્શન થવા લાગે. તમે ખાલી ભાવના અહીંયા કરશો અને બસ અનંત જે વાસુદેવનું બીજું નામ છે, તે વાસુદેવનો તમે સ્પષ્ટ અનુભવ કરવા માંડશો.

આ પ્રમાણે અભ્યાસથી પ્રાતકાળ, મધ્યાહનકાળ, સાયમકાળ અને અડધી રાત્રે ચાર વખત કરવું જોઈએ. કુંભક એને વધારીને ધીરે ધીરે ધીરે ધીરે 80 સુધી લઈ જવો જોઈએ. આ રીતે એક દિવસનો અભ્યાસ કરવા માત્રથી બધા પ્રકારના પાપોનું સમન થઈ જશે. પણ 16, 32, 64 એ પહેલા દિવસે થઈ શકવાનો નથી. આ જે એક દિવસના અભ્યાસની વાત કરે છે, ત્યાં સુધી પહોંચવા માટે આપણી પાસે ઓછામાં ઓછા છ મહિનાથી શરૂ કરીને ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો ત્રણ વર્ષનો સમયગાળો લાગી શકે છે. કારણ કે 64 સુધી કુંભક કરવાનો છે, 64 માત્રા સુધી. એક માત્રા એટલે આમ યસ. એટલે 16, 64, 32 વાળો પ્રાણાયામ કરવાનો છે. તો આવી રીતે કરનાર વ્યક્તિ છ મહિના પછી કે એક વર્ષ પછી આ સ્થિતિએ પહોંચી શકે છે, જો એને આહાર વિહારમાં પણ સંયમ લાવ્યો હોય. આનો સૌથી મોટામાં મોટો દુશ્મન જે છે તે આહાર છે. અતિશય ખાનારો, અક્રાંતિઓ કોઈપણ આ પ્રાણાયામને સિદ્ધ કરી શકતો.

સદાય ભયભીત રહેનારો.

વ્યક્તિ અતિશય ચંચળતાને પ્રાપ્ત કરનારો હોય, તો આવા પ્રાણાયામ કરી શકતો નથી. એટલે શાંત આસનમાં પહેલા તો બેસવાની ટેવ પાડવી જોઈએ. કોઈકને આપણે એમ કહીએ કે, "દસ મિનિટ હાલેચાલ્યા વગર ચૂપચાપ બેસી રહે. શરીરનું કે મનનું કોઈ પણ ચલન ના થાય. પહેલા તો એનો અભ્યાસ કર ભાઈ તું."

"અરે, પાંચ મિનિટ કરજો ત્યારે શું થાય?"

તો કે, બધા પ્રકારના પાપોનું શમન થાય. તે પાપ એટલે શું છે કે આ પ્રાણની અવક્રિયા. સીધું એનું રિફ્લેક્શન થાય શરીરને મનની અંદર. એટલા માટે એને કીધું કે પાપોનું શમન થઈ જાય. જે માણસ આ રીતે લગાતાર ત્રણ વર્ષ સુધી નિયમિત અભ્યાસપૂર્વક પ્રાણાયામ કરે છે, તે યોગ સિદ્ધ થઈ જાય છે. તે યોગી સાધક વાયુને જીતી લે છે, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શકે છે. તે અલ્પ નિદ્રાવાળો, તેજોમય અને બળવાન હોય છે. તે અકાળ મૃત્યુના ભયનો નાશ કરીને દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે. દીર્ઘાયુ એટલે 80 વર્ષની દીર્ઘાયુ? એટલે 100 કે 120 વર્ષની? તેથી પણ ઉપર, તેથી પણ આગળ.

જે પ્રાણાયામમાં પરસેવો આવે છે, તે પ્રાણાયામને અધમ કહેવામાં આવે છે. હવે આવી રીતે ત્રણ વર્ષ સુધી જે પ્રાણાયામનો અભ્યાસ નિયમિત ચાર વખત કરે દિવસની અંદર, તેની વાત છે. એને પછી એક સમય પછી પરસેવો આવશે. એ પરસેવો એટલો બધો આવે ત્યારે સમજવાનું કે હવે અધમ પ્રાણાયામ શરૂ થયો. ત્યાં સુધી તો આપણે કશું બરાબર કર્યું છે એમ કહેવાય. આ તો રિઝલ્ટ આવશે ત્રણ વર્ષ પછી. તો શું થશે? તો કે અધમ પ્રાણાયામ થશે. અધમ પ્રાણાયામમાં શું થશે? તો કે ખૂબ પરસેવો છૂટી જશે, પાણી જ પાણી.

પછી આગળ, જે પ્રાણાયામમાં શરીરમાં ધ્રુજારીઓ શરૂ થશે, તો તે મધ્યમ પ્રાણાયામ થશે. એટલે અધમ પ્રાણાયામનો સમયગાળો પૂરો થઈ ગયા પછીથી મધ્યમ પ્રાણાયામ શરૂ થશે અને એ મધ્યમ પ્રાણાયામની અંદર શરીરમાં કંપન, ધ્રુજારી આવી બધી વસ્તુઓ શરૂ થાય છે. અને છેવટે ઉત્તમોત્તમ પ્રાણાયામ શરૂ થાય છે કે જેની અંદર શરીર ઊંચે તરફ ઉઠવા માંડે. નીચે કોઈ આધાર ન હોવા છતાં પણ મારા સામું ઉપર ઉઠી જાય, તો એને ઉત્તમ પ્રાણાયામ કહેવામાં આવે. હવે આવો ઉત્તમ પ્રાણાયામ સિદ્ધ થવો જોઈએ.

અધમ કોટિના પ્રાણાયામથી આદિ-વ્યાધિ અને પાપોનો નાશ થાય છે. મધ્યમ કોટિના પ્રાણાયામથી મહારોગો, પાપ અને બધા રોગો પણ નાશ પામે છે. અને ઉત્તમ પ્રાણાયામથી સાધક અલ્પનિદ્રા, મળમૂત્ર અલ્પ પ્રમાણમાં અને અલ્પ આહારવાળો થાય. ઇન્દ્રિયો સતેજ થઈ જાય, બુદ્ધિ એની તીવ્ર થઈ જાય, ચાણક્ય જેવી મેધાવી થઈ જાય, કાલિદાસ બની જાય કોઈક. અને એ યોગી ત્રણેય કાળને જાણવા માટે સમર્થ બને છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયનું જ્ઞાન એને એટ અ ટાઈમ થાય છે. આ બધું ત્રણ-ચાર વર્ષના અભ્યાસ પછી અથવા તો એક દિવસ, ડીપેન્ડ્સ. કારણ કે આપણે જાણતા નથી યોગાભ્યાસી કેટલા જન્મોથી આવું કંઈક અભ્યાસ કરતો કરતો આવ્યો હોય. કોઈક કાળે એવી રીતના એ શરૂ કરે અને પહેલા જ દિવસે એને એટલું સુંદર પરિણામ, ઉત્કૃષ્ટ પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે. ધેટ પોસિબિલિટી ઇસ ઓલવેઝ ધેર વિથ એવરીવન ઓફ અસ.

જે યોગી રેચક અને પૂરકમાંથી મુક્ત થઈને કેવળ કુંભકની અંદર તત્પર રહે છે, તેને ત્રણેય કાળમાં કંઈ દુર્લભ રહેતું નથી. કેવળ કુંભક કરીને જ બેઠો અને તો એને ત્રણેય કાળમાં કશું પણ દુર્લભ રહેતું નથી. એટલે સર્વ કંઈ એ પ્રાપ્ત કરી લે છે. પણ અહીંયા એવું નથી કે આને ગાડી આવી જવાની છે, બંગલો બની જવાનો છે. પણ એની તમામ પ્રકારની પ્રાપ્તિની ઈચ્છા વૃત્તિઓ, બધું જે છે તે બધું સમાપ્ત થઈને સંપૂર્ણપણે પૂર્ણતાનો, સંતોષનો એ અનુભવ, તૃપ્તિનો અનુભવ કરતો એ થઈ ગયો હોય. પછી એને સંસારની કોઈ ચીજોની જરૂરત, આવશ્યકતા લાગતી જ નથી.

પોતાના યોગમાં નિરંતર પ્રયત્નશીલ રહેનાર સાધકને નાભીના મૂળમાં, નાસિકાના અગ્રભાગમાં અને બંને પગના અંગૂઠામાં સંધ્યા વંદન વખતે મન વડે પ્રાણતત્વની ધારણા કરવી જોઈએ કે આ પ્રાણ છે તે મારા પગના અંગૂઠા ઉપર છે. ત્યાંથી હવે ઉપર હું એને ઉપર લાવી રહ્યો છું. એવી રીતે નાભીની અંદર, નાભીની અંદર પાછળ એના મૂળની અંદર, ત્યાંથી એને ઉપર ફેરવતા ફેરવતા ફેરવતા નાસિકાના મધ્યભાગની અંદર અહીંયા કે પ્રાણની અહીંયા તમારે ધારણા કરવી જોઈએ. મન વડે કરવાની છે. શેના વડે કરવાની? મન વડે કરવાની. તો આ એક માનસિક યોગ થાય છે, માનસિક ક્રિયા છે. આ પ્રકારની પ્રક્રિયાથી યોગી સાધક બધા જ રોગોમાંથી મુક્ત થઈને આનંદપૂર્વક જીવન પૂરું કરે છે. એનું જીવન પૂરું થઈ જાય છે. સાંસારિક શાશ્વત જીવનમાં પછી એ પ્રવેશ કરે.

નાભીના મૂળમાં પ્રાણોને ધારણ કરતા કુક્ષી એટલે કે પેટના બધા જ રોગો નાશ પામે. નાસિકાના અગ્રભાગમાં પ્રાણને ધારણ કરવાથી લાંબુ આયુષ્ય અને શરીરની લઘુતા પ્રાપ્ત થાય છે. બ્રાહ્મ મુહૂર્તમાં જીભ વડે વાયુને ખેંચીને પીવાથી ત્રણ મહિનામાં વાક સિદ્ધિ પ્રાપ્ત થાય અને છ માસમાં તે યોગીને મહારોગમાંથી મુક્તિ મળી જાય છે. છ માસમાં તે યોગીને મહારોગમાંથી મુક્તિ મળી. છ મહિના શું કરવાનું? મહારોગ કયો છે? સંસાર મહારોગ છે. એ મુક્ત થઈ જાય છે સંસાર નામના મહારોગમાંથી.

શરીરના પીડિત અંગોમાં જ્યાં ત્યાં વાયુથી જકડાવવાને કારણે ઉત્પન્ન થતા દૂષિત રોગોનો વિનાશ કરવા માટે તે અંગોની અંદર વાયુને ધારણ કરવાથી યોગી રોગ રહિત થઈ જાય છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે રોગી હોય ને સતત એનું ધ્યાન ક્યાં હોય? તો કે, "પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે." એવું એ ધ્યાન કર્યા કરતો હોય છે. તો દુખાવો વધતો જાય છે, વધતો જાય છે, વધતો. પણ જો એ ખેંચીને પગના અંગૂઠામાંથી પ્રાણને આમ ખેંચીને ધારણ કરે ને, "આ નાભીના મૂળની અંદર પ્રાણને હું સ્થાપિત કરું છું," એમ કરીને બેસે, તો એનો રોગ ત્યાં મટી પણ શકે છે. એટલે આપણને ક્રિયા પ્રક્રિયાનું જો જ્ઞાન.

હોય તો આપણે એમનાથી સારી રીતે મુક્ત થઈ શકીએ છીએ. મનની ધારણાથી જ વાયુની ધારણા પણ થવા લાગે છે. તમે ખાલી મનથી વિચાર કરો છો કે તમે એને અહીંયા આગળ પ્રાણને સ્થિર કરો છો અને બસ એમ કરવા માત્રથી જ પ્રાણ ત્યાં આગળ વાયુની ધારણા પણ સ્થિર થાય છે. એટલે ત્યાં વાયુ સ્થિર થવા માંડે એટલા માટે મનને સ્થિર એકાગ્ર કરવા માટે પ્રાણની સાધના, પ્રાણાયામને અનિવાર્ય કહેવામાં આવી છે. એટલે દરેકે કરવી આવશ્યક.

વિષયોમાંથી રોકેલી ઇન્દ્રિયોને અલગ કરીને અપાન વાયુને ઉપર ખેંચીને ધારણ કરી રાખવો જોઈએ. અપાન વાયુને ઉપર ખેંચીને ધારણ કરવાનો તો શું થયું કે જ્યારે તમે પૂરક કરો છો ત્યારે અપાન વાયુ ઉપર ઉર્ધ્વગામી બને. જો આ સમજવા જેવી વાત છે. અહીં શું કરો છો તમે? તમે જોશો કે તમને આમ ઉપર કંઈક આમ બધું જતું હોય એવું લાગે તો અહીંયા આગળ અપાન વાયુ શું થાય છે? ઉર્ધ્વગામી થાય છે. હવે એને તમે હોલ્ડ કરી રાખો છો. ઉર્ધ્વગામી થયેલો જે છે તેને સહજ રીતે એટલે સહજ સ્થિરતા પ્રાપ્ત થાય છે. પ્રાણવાયુ બ્રહ્મરંધ્રમાં વેવાનો શરૂ થાય. ધીમે ધીમે ધીમે કરતા જ્યારે તમે રેચક શરૂ કરશો ત્યારે પ્રાણવાયુ ઉર્ધ્વગામી થાય. સમજાય છે? પૂરક કરશો ત્યારે અપાન વાયુ ઉપર ચડશે અને પછી જ્યારે રેચક કરશો, હોલ્ડ કર્યા પછીથી, કુંભક કર્યા પછીથી, ત્યારે પ્રાણવાયુ ઉપર ચડવા માંડશે.

આમ આમ આમ આમ સતત આ ચાલ્યા કરે છે. સમજાયું?

આ દ્વારા બંને હાથો વડે બંને કાનને બંધ કરી, આ ક્રિયા દ્વારા બંને હાથની આંગળીઓથી આંખ, નાક, ઓઠું કુંભક કરતી વખતે આ ક્રિયા કરવી. એનો વારેવારે અભ્યાસ કરવાથી મનને વશુભૂત અને દિવ્ય જ્યોતિ જે અંદર છે જ વિદ્યમાન, તે પ્રગટ થઈ જશે. "અભ્યાસેન તુ કૌન્તેય - અભ્યાસ કર, અર્જુન, અભ્યાસ કર." આવી રીતે મન પર વિજય મેળવી લીધા પછી ત્રણ વખત પ્રાણાયામ કરશો ને પછી તમે વિચાર કરવા માંડો કે આ મુંબઈ જવું જોઈએ મારે. વિચાર નહીં આવે. એકદમ પ્રયત્નપૂર્વક, બળજબરીથી પણ ખેંચવાનો કોઈ વિચારનો પ્રયત્ન કરશો, કોઈ વસ્તુ માટે, વ્યક્તિ માટે, જગ્યા માટે, ઘટના માટે, વિચાર એકદમ નહીં આવે તમને. એ સ્થિતિ બિલકુલ શાંત મનની એટલે કશું ફ્લેશ થશે નહીં, કોઈ ફોટો નહીં પડે, કોઈ વૃત્તિ ઉત્પન્ન નહીં થાય. આ સ્થિરતા છે તેને પ્રાપ્ત કરવાથી મન ઉપર વિજય મેળવી લીધો.

એટલે શું થાય છે કે પ્રાણવાયુ નિયમિત થઈ જાય છે. એટલે સુચારુ ઢંગથી પોતાની રિધમથી આખા બોડીની અંદર પછી એ ફરવાનો શરૂ થઈ જાય છે અને નાસિકા દ્વારા તેનું આવાગમન શરૂ થઈ જાય.

મુખ્ય નાડીઓ ત્રણ છે. તેમાં પ્રાણાયામ કરનાર સાધકનો શ્વાસ ડાબા અને જમણા નાક દ્વારા સરખા સમય સુધી ક્રિયાશીલ બનીને ચાલતો રહે. આપણે બલવાન યોગ કરાયો તે વખતે પછી આકાશ તત્વને ધ્યાનમાં રાખી અંગૂઠાને એટલે કે અગ્નિ તત્વને બાંધી અને આપણે બતાવ્યું હતું. પાંચ કર્યા, જોયું? પાંચ કરે સ્થિતિ બદલાઈ જશે. મન તો એને ૧૦૮ સુધી પહોંચવાનું આપણે કહ્યું હતું. કેટલા પહોંચ્યા? એક જણ તો બતાવો તો પછી હું આગળની વિધિ બતાવું. ૭૦, ૧૦૮એ પહોંચવો જરૂરી છે. જે દિવસે તમે ૧૦૮એ પહોંચશો તો તમને લગભગ લગભગ ૭ થી ૧૦ મિનિટનો ગાળો થયો હશે. ૧૦૮એ પહોંચશું એનો મતલબ જમણી બાજુથી તમારે ૧૦૮, ડાબી બાજુથી ૧૦૮ અને પછી બંને નસકોરાથી ૧૦૮. એટલે એમ કે સંખ્યા થશે. આ તમે એક સેકન્ડમાં શ્વાસ લીધો અને મૂક્યો એટલે ૨ સેકન્ડ થશે. એ પ્રમાણે તમને ૩૨૪ ગુણ્યા બે એટલી સેકન્ડનો અભ્યાસ એક વખતમાં તમારે કરવાનો થશે.

જ્યારે આ પ્રક્રિયા તમારી પૂરી થાય પછી તરત જ તમારે ફરી બીજો સેટ શરૂ કરવાનો અને પછી તરત ત્રીજો સેટ શરૂ કરવાનો. સમજાયું? સવાથી દોઢ કલાક લાગશે. એક આસન પર બેસીને સવાથી દોઢ કલાક તમે આ કરી શકતા હોવ એટલી સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે. પણ ત્રીજો સેટ તમે પૂરો નહીં કરી શકો, બીજો સેટ તમે પૂરો નહીં કરી શકો તે પહેલા તમે ક્યાંય પહોંચી ગયા છો. એટલે ત્યાં તમારે પાછી જાગૃતિપૂર્વક સભાનતા રાખીને આને પૂરી કરવાના પ્રયત્નમાં લાગવું પડશે. આવું છ મહિના જ્યારે તમે કરશો પછી યોગ પોતે પોતાનું કામ તમારી અંદર જ શરૂ કરી દેશે. પછી કાંઈ શીખવા, કરવા, પૂછવા, કાંઈ કરવાની કોઈને જરૂર પડશે નહીં. આવો અદભુત છે આ યોગ.

આ રીતે જેનો પ્રાણ ક્રમપૂર્વક સક્રિય રહે છે તે પ્રાણો પર વિજય પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી તે યોગી દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન વગેરે કાળભેદને અંતર્મુખી થઈને જાણી શકવા માટે શક્તિમાન બની જાય. એ કાળને પણ જાણી શકે. આ સ્થિતિએ પહોંચશે પછી એ કાળના અણુને જોઈ શકશે. આંખોથી નહીં, એ જોઈ શકશે એને. એને દિવ્ય દ્રષ્ટિ ત્યાં સુધીમાં પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે જે કાળને જોઈ શકે તે કોણ? વિચાર કરો. નચીકેત. જે કાળને જોઈ શકે તે નચીકેત. યમ તેને પોતાની અંદરે સમાવી લે છે. હવે કાળને પોતાનામાં સમાવી લીધો તો સ્થળને પણ પોતાનામાં સમાવી લેશે. એટલે બે આયામ પોતાની અંદર ગાયબ કરી દીધા એને. પછી એ પોતાનું રૂપ ગાયબ કરી શકશે અને પછી પોતાનું નામ પણ. એટલે હું પણું જે છે ને છેવટે જતું રહેશે. અંગૂઠો વગેરે અંગોનું સ્ફૂરણ બંધ થઈ જતા તાત્કાલિક જીવનની સમાપ્તિ થઈ ગઈ છે એમ જાણી લેવું જોઈએ.

કયા સંસારી જીવન? સ્ફૂરણ બંધ થઈ જશે બધું અંદર. આવા અનિષ્ટ સૂચક સંકેતોને જાણ્યા પછીથી યોગી સાધકે પોતાનું સંપૂર્ણ ધ્યાન મોક્ષ પ્રાપ્તિની સાધનામાં લગાડવું જોઈએ. જેના બંને પગ અને બંને હાથના અંગૂઠામાં સ્ફૂરણ થતું ન હોય તેના વિશે જાણવું જોઈએ કે તેનું જીવન માત્ર એક વર્ષમાં જ પૂરું થવાનું છે. પહેલાના ટાઈમની અંદર વડીલો ખબર કાઢવા જતા એકબીજાની. માંદો પડ્યો હોય એટલે હોસ્પિટલમાં જાય કે ઘરે જાય, ખબર કાઢે. તો પહેલામાં પહેલા એના અંગૂઠા પર સ્પર્શ કરે ને ધીમી ચોટલી ભરે. હવે જો પેલો અંગૂઠો હલાવે નહીં તો સમજી જાય કે આ હવે વરસમાં.

વિદાય લેવાનો છે અને ઘરવાળાને કહી દે કે ભાઈ, વરસ દાડામાં તમે તૈયારી રાખજો. મણિબંધ એટલે કે કાંડું, આ આને મણિબંધ કહેવામાં આવે છે. આ જગ્યા ગુલ્ફ એટલે કે એડીનું સ્ફૂરણ બનતા જાય ત્યારે માણસ માત્ર છ મહિના સુધી જીવતો રહે છે. સિક્સ મંથ્સ. પહેલો એક વર્ષ, અંગૂઠો આ સિક્સ મંથ્સ આયા. અને જ્યારે હાથની કોણીમાં સ્ફૂરણ ના થાય ત્યારે જીવન માત્ર ત્રણ મહિનાનું જ બાકી રહે છે. આયુષ્ય એનું બાકી રહે છે એમ ખબર પડી જાય. સમજાયું? આ જ્ઞાન તમે ગ્રહણ કરજો હૃદયની અંદર, એનો ઉપયોગ કરજો. કોઈ કાળે કોઈક એવી અવસ્થાઓ તમને જીવનમાં પ્રાપ્ત થાય તો તે વખતે તમે તેના કુટુંબીજનોને આની સૂચના તમારી રીતે તમે આપી શકો છો, એમની સહાય કરી શકો છો.

તમારી કુક્ષી એટલે પેટની આજુબાજુનો પડખાનો ભાગ અને ઉપસ્થ ઇન્દ્રિયની અંદર સ્ફૂરણ ન થાય તો માત્ર એક માસમાં જીવન પૂરું થઈ જાય છે. આંખમાં સ્ફૂરણ ન થાય તો 15 દિવસમાં જીવન સમાપ્ત થઈ જાય છે. ડોક્ટરો આમ આમ કરીને અંદર લાઈટ નાખે અને જો કીકીની અંદર કાંઈ પણ ફેરફાર ના લાગે તો સમજવાનું કે 15 દિવસમાં ભાઈ જઈ શકે છે. જઠરના દ્વાર પર જ્યારે સ્ફૂરણ ન થાય ત્યારે 10 દિવસનું આયુષ્ય બાકી હોય છે અને સૂર્ય અને ચંદ્રનું તેજ જ્યારે આજ્ઞા જેવું થઈ જાય ત્યારે માત્ર પાંચ દિવસનું આયુષ્ય બાકી હોય. જીવવાનો આગળનો ભાગ જ્યારે દેખાતો બંધ થઈ જાય ત્યારે ત્રણ દિવસનો સમય બાકી હોય છે એમ સમજવું જોઈએ અને જ્યારે જ્વાળા દેખાતી બંધ થઈ જાય ત્યારે બે દિવસ જીવનના બાકી છે એમ સમજવું જોઈએ.

આ બધા અનિષ્ટકારક તત્વો આયુષ્યને ક્ષીણ કરવાના કારણો. આયુષ્ય ક્ષીણ થયું હોય ત્યારે આ બધું દેખાય. આ બધા તત્વોને જાણીને પોતાના કલ્યાણ માટે જપ અને ધ્યાનમાં લાગી જવું જોઈએ. મન દ્વારા જો શું કહે છે: "હે પરમપિતા, મનથી મનસા સ્મરામી." પરમપિતા પરમાત્માનું ચિંતન કરતા જઈને તદ અનુરૂપ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તદ અનુરૂપ એટલે પરમાત્માને અનુરૂપ. "તત" તત એટલે જ પરમાત્મા. "તત સાવિતુર" તત દ્વારા આપણે પરમાત્માને સંબોધન કરીએ. તેની ચેતનાને શરીરના 18 મર્મ સ્થળોમાં ધારણ કરવી જોઈએ. 18 મર્મ સ્થળો વિશે પણ સમજાવેલું છે.

હવે એક સ્થળમાંથી બીજા સ્થળમાં ચેતનાને ખેંચવી તેને પ્રત્યાહાર કહે છે. આમ ડોલમાં પાણી હોય ને આપણે આમ પિચકારી જેમ ખેંચીએ, દવાની બાટલી હોય એમાંથી આપણે આમ ઇન્જેક્શન નાખીને આમ ખેંચીએ સિરંજમાં, એવી રીતે પ્રાણને ખેંચવાનો. એને પ્રત્યાહાર કહેવામાં આવે. એક આંખમાંથી બીજી આંખમાં, બે આંખમાંથી ત્રીજી આંખમાં, આવી આવી રીતને પ્રાણને ફેરવવાનું બને એને પ્રત્યાહાર કહેવાય. પ્રતિઆહાર એટલે એના પાસેથી એ કાર્ય બંધ કરાવાનું. આંખોનું કામ બહાર જોવાનું છે. કે બહાર જોવાનું બંધ કરકે એટલે આપણે આમ અહીંથી પ્રાણ ખેંચી લઈશું એટલે બહાર જોવાનું બંધ કરી દેશે. એ રીતે કાનનું કામ શ્રવણ કરવાનું છે. બહાર જે કંઈ અવાજ થાય છે, હવે બહારનો અવાજ બંધ થઈ જશે જો તમે બંને કાનમાંથી તમે પ્રાણ ખેંચીને સ્થિર કરી દેશો તો. એને પ્રતિ આહાર કીધું. એટલે શું કે ઇન્દ્રિયને આહાર નહીં આપવાનો.

ઇન્દ્રિયનો આહાર શું છે? પ્રાણ. એ પ્રાણ મળે તો જ એ ચાલે. તો આપણે ખેંચી લીધો કે ભાઈ તને ખાવા નહીં મળે આજે અત્યારે એટલે પેલો ક્ષીણ થઈ જાય ધીમે રહીને એ કામ બંધ કરી દેશે એટલે ત્યાંથી એ ખસી. એવી રીતે પાંચે પાંચ ઇન્દ્રિયોમાંથી પ્રત્યાહાર કરતા શીખવું જરૂરી છે. એટલે કે પાંચે તનમાત્રાઓ – શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ જે છે તેને બંધ કરી દેવાથી પછી આંતરસ્થિતિ એકદમ પ્રગટ થાય છે કે જેની અંદર આગળ ઉપર પરમાત્મા પ્રગટ થઈ શકે.

પગનો અંગૂઠો, એડી, જાંગનો મધ્યભાગ, ઉરુનો મધ્યભાગ, ગુદાનો મૂળ ભાગ, હૃદય, ઉપસ્થ દેશનો મધ્યભાગ, નાભિ, કંઠ, કોણી, તાળવાનું મૂળ, આંખોનું કુંડાળું, ભ્રમર મધ્ય, કપાળ, માથાનો મૂળ ભાગ, ઘૂંટણનો મૂળભાગ અને હાથનો મૂળ ભાગ – એ બધા સ્થળોને પાંચ ભૌતિક શરીરના મર્મ સ્થાનો કહેવામાં આવ્યા છે. આ 18 સ્થાનો આવી ગયા તમારા કે જ્યાં તમારે પ્રાણને ફેરવવાનો છે, ત્યાંથી જરૂર પડે ખેંચી લેવાનો, વળી પાછો જરૂર પડે તો સપ્લાય કરવાનો. યમ વગેરે દ્વારા મનનું ધારણ એકાગ્ર કરવું તેને ધારણા કહેવામાં આવે. મનથી તમે અહીંયા જ છો, "હું આ જ છું અને આટલો જ છું" એવી રીતના તમે સતત જો જો કરો. બાકીની બધી ચીજોમાંથી પ્રાણને ખેંચીને અહીં લાઈન મૂકી દો, અહીં લાઈન મૂકી દો. આમ મનથી જ ખેંચવાનું છે, ઇન્જેક્શન જેમ ખેંચતા હોય એવી રીતે. એ ધારણા કહેવાય. એના દ્વારા મનુષ્ય સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે સક્ષમ બને છે.

એટલે જ્યારે પ્રાણ આપણો અહીંયા પહોંચી ગયો હોય ત્યારે પછી એમ કે કોક આવીને "આ જરા મારે ફાઈલમાં સહી કરી" પણ તમે નહીં કરી શકો. સંસારની કોઈપણ ચીજ પછી તમને વિક્ષિપ્ત કરી શકતી નથી. એ સ્થળે સંસાર ભાવ ત્યાં લુપ્ત થઈ જાય છે.

હવે પગથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ જે છે તે પૃથ્વી તત્વનો અંશ કહેવાય છે. પીળા રંગની ચાર ખૂણા વાળી પૃથ્વી એ વજ્ર લાંછન વાળી કહેવામાં આવે છે. પૃથ્વીને પાંચ ઘટિકા એટલે કે બે કલાક સુધી વાયુને ગ્રહણ કરીને પૃથ્વી તત્વનું ચિંતન કરવા લાગેલા રહેવું જોઈએ. ઘૂંટણથી તે કમર સુધીનો જે ભાગ છે તેને જળ તત્વનું ચિંતન કરવું જોઈએ. આ જળનો આકાર અર્ધચંદ્રમા જેવો છે, તેનો રંગ સફેદ ચાંદી જેવો છે. તેના અંદર 10 ઘટિકા સુધી એટલે કે ચાર કલાક સુધી શ્વાસને રોકીને જળ તત્વનું ચિંતન કરવું. શરીરના કમરના મધ્ય ભાગની અંદર મધ્યમાં અગ્નિનું સ્થાન કહેવાય છે. તેનો આકાર અગ્નિની જ્વાળા જેવો સિંદુરિયા રંગનો હોય છે. તેમાં 15 ઘટી સુધી કુંભ દ્વારા, કુંભક દ્વારા પ્રાણને રોકી રાખીને અગ્નિતત્વનું ચિંતન કરવું. તો બે, ચાર અને 15 એટલે...

અહીંયા અડધો કલાક થયા. નાભિથી નાસિકા સુધીનો જે ભાગ છે, તે વાયુનું સ્થાન છે. તેનો આકાર વેદી જેવો છે. ધુમાડાની જેમ શક્તિશાળી મરુતનું ધ્યાન ૨૦ ઘડી એટલે કે આઠ કલાક સુધી કરવું જોઈએ. કુંભક દ્વારા વાયુને આરોપિત કરીને રાખવો જોઈએ. નાસિકાથી બ્રહ્મરંધ્ર સુધી આકાશ તત્વનું ધ્યાન કહેવાયું છે, જેની આભા નીલા વર્ણની છે. પ્રયત્નશીલ સાધ્ય જે યોગી હોય, તેને કુંભક દ્વારા પ્રાણ વાયુને આકાશ ક્ષેત્રમાં આરોપિત કરવો. ત્યાર પછી દેહના પૃથ્વી ક્ષેત્રવાળા ભાગમાંથી ચતુર્ભુજ કિરટયુક્ત અનિરુદ્ધ હરિનું મુક્તિ મેળવવા માટે ચિંતન કરવું જોઈએ.

જળના અંશમાં યોગીએ ઊંચી બુદ્ધિવાળા, ઊંચી બુદ્ધિવાળા એટલે સત્વશીલ જેને કહેવાય, એવા શુદ્ધ નારાયણનું ચિંતન; વાયુના ક્ષેત્રમાં સંકર્ષણનું અને વ્યોમના અંશમાં પરમાત્મા વાસુદેવનું ચિંતન કરવું જોઈએ. "શ્રી કૃષ્ણ શરણં મમ ૐમ નમો ભગવતે વાસુદેવાય"નું નિત્ય ચિંતન કરો એમ કહે છે. અહીંયા આગળ જે યોગી આ અભ્યાસ નિરંતર કરતો રહે છે, એટલે તમે જોયું કે ૨૦ કલાક સુધી, ચાર કલાક સુધી, આઠ કલાક સુધી એક એક ધારણાનો અભ્યાસ કરવાનો આવે છે. એટલે એને કીધું કે નિરંતર ૨૪ કલાક યોગી આ જ કર્યા કરતો હોય, બીજું કંઈ ના કરતો હોય. આ અવસ્થાની અંદર છે. શરૂઆત જ્યારે કરશે ત્યારે આગળ ઉપર એ ભાન જતું રહેશે. એ કર્તાપણું, ભોક્તાપણું ભૂલવા માટે થઈને જ આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ઋષિમુનિઓ દ્વારા કે "હું અને મારું" વાળું જે છે, તે બધું કાઢવા માટે આટલું બધું.

હા, તો ૨૦ કલાક સુધી તમે આ બધી સાધના કર્યા કરશો ત્યારે, એટલે કે યોગી જે છે, તેને નિદ્રા જે છે તે અલ્પ પ્રમાણમાં જ હોય. ચાર જ કલાક શું હોય? યોગી સિદ્ધ યોગી હોય અને કેટલાક તો નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી લે. આગળ ઉપર તો એ લોકો ક્યારેય સૂતા નથી. આઈ નો સમ પીપલ એવા જે હતા તે અત્યારે શ્રી એમ છે, તેમના ગુરુજી હતા તે ક્યારેય સૂતા નહોતા. એટલે એવી સ્થિતિ એ વ્યક્તિઓ પહોંચી શકે છે, પણ એ પછી વ્યક્તિ ના હોય, એ પછી બધા વ્યાપ્તિ બની જાય, જબરજસ્ત. તો જે યોગી આ અભ્યાસ નિરંતર કરતો રહે છે, તે પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર તાત્કાલિક કરી લે છે, તત્ક્ષણ. સમજાઈ ગયું? એના માટે કીધું કે સૌપ્રથમ યોગાસન. જો આપણે આ બધું શ્રવણ કરીએ ને તો અંદર વવાય છે, અંદર કંઈક વાવણી થઈ રહી છે. આજે નહીં, કોઈ કાળે, કોઈ જન્મની અંદર પણ સૌભાગ્યથી તમે આ બધું કરવા શક્તિમાન બની શકો છો, જો અંદર અત્યારે નિશ્ચય થતો હોય.

અને જે એમ કહે કે ૨૦ કલાક થોડું આવું બધું કરવા બેસાતું હોય? પછી નોકરી ક્યારે કરું ને ફલાણું ક્યારે કરું? ઠીક. કારણ કે જેને આ કરવાનું નિયતિમાં આવે છે, તેને નોકરી હોતી નથી. આ એક જ નોકરી હોય એની. બસ.

તો સૌપ્રથમ યોગાસન બાંધીને, જો શરૂઆત કેવી થઈ ગઈ? પણ તમે આ બધી વસ્તુઓ અલ્પ પ્રમાણમાં પણ આજે શરૂ કરશો તો ક્યારેક પહોંચશો. શરૂ જ નથી કર્યું તે ક્યારે પહોંચશે? હૃદય પ્રદેશમાં હૃદયની અંજલિની આકૃતિનું ચિંતન કરીને નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવી. જીભનો તાળુનો સ્પર્શ કરવો. દાંતથી દાંતનો સ્પર્શ ન કરતા શરીરને ઊંચું કરીને સ્થિર બેસવું. વિશુદ્ધ આત્મબુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોનો સંયમ કરીને પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવનું ધ્યાન કરવું. તો આ એમને વિધિ આપેલી. પણ આપણે આ કશું થયું કે ના થયું, વાસુદેવને બધું ખબર છે. અંદર બેઠેલો છે ને? તમારી અંદર ખાતરી શંકા છે? શંકાને દૂર કરો ને ખાતરીને બેસાડી દો. વાસુદેવ પ્રગટ થઈ જશે. કહે છે, "છે જ એમ." બસ. અને પછી આમ જોવા માંડે. ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ. એક દિવસ વાસુદેવ પ્રગટ થઈ જશે.

તો ધ્યાન કરો.

યોગીને કૈવલ્યની સિદ્ધિ પોતાના અંતઃકરણમાં. કૈવલ્યની સિદ્ધિ ક્યાં થવાની છે? જોઈ લો. બહાર કોઈ જગ્યાએ કોઈ આમ એગ્રીમેન્ટ થઈને કોઈ એવોર્ડ આપવાનું નથી તમને કે હવે તમે કેવળ જ્ઞાની થઈ ગયા. પોતાના અંતઃકરણમાં વ્યાપ્ત પરમાત્મ તત્વના સ્વરૂપનું ચિંતન નિરંતર કરવાથી થાય છે. પરમાત્મા કેવા છે? નિરાકાર છે, નિર્વિકાર છે, નિરોગી છે, નિરાગી છે, અનાસક્ત છે, નિરંતર છે જ, શાશ્વત છે, ચૈતન્ય, અવિનાશી. બસ, આ ગુણોનું ચિંતન કર્યા કરો. તમે પરમાત્મામાં જ છો, અનંત છું. આ રીતે એક પ્રહર સુધી, દોઢ કલાક, બે કલાક કુંભક કરતા જઈને જે યોગી પરબ્રહ્મરૂપ વાસુદેવનું ધ્યાન કરે છે, તેના સાત જન્મના પાપો નાશ પામે છે.

નાભિ કેન્દ્રથી માંડીને હૃદય પ્રદેશ સુધી જાગૃત અવસ્થાનું ક્ષેત્ર છે. સ્વપ્ના અવસ્થામાં કંઠમાં, સુષુપ્તા અવસ્થામાં તાળુમાં અને તુર્યા અવસ્થામાં ભ્રમરોની મધ્યમાં રહેલી છે. તુર્યાવસ્થાનું ક્ષેત્ર બ્રહ્મરંધ્ર પરબ્રહ્મ તરફ લક્ષ્ય કરીને સ્થિર રહે છે. નિરંતર આપણે પહેલા તારક યોગમાં એક યોગ એવો પણ આપ્યો હતો કે નિરંતર અહીંયા આગળ તમે ધારણા કર્યા કરો. બસ, "પરબ્રહ્મ છું" અને "આ હું" એ જ પ્રમાણે ઉપર અહીં પણ કરી શકાય, એ જ પ્રમાણે અહીં પણ કરી શકાય. બધામાં હોય છે એ જગ્યા છે. હા, આ દશાંગગુલ એ છે. આ જુઓ, આ પાંચ અને આમ પાંચ મુકશો એટલે જ્યાં અંગૂઠો અડે છે, ત્યાંથી પછી આમ અહીંયા જુઓ, આ તમારું ભ્રમર. એટલે ત્યાં ત્યાંથી શરૂ કરે ને ઉપર આમ ૧૦ આંગળ સુધીની કોઈપણ બિંદુ ઉપર તમે ધારણા સ્થિર કરી શકો એમ કહે છે. તો એવી રીતે તુર્યને અંતે વિષ્ણુ કહેવાયું છે.

જો તુર્ય અવસ્થા પ્રાપ્ત કરો તો એ વિષ્ણુ. એ વિષ્ણુ કોણ? તો કે વ્યાપક શંખ, ચક્ર, ગદા, પદ્મ એના વાળા સ્વરૂપ વાળા છે. આ જે છે તે અરૂપી વિષ્ણુ છે, તેને ખોળો એમ કહે છે. જે કેવા છે? અત્યંત નિર્મળ આકાશમાં કોટિ કોટિ સૂર્ય જેવા પ્રકાશથી યુક્ત, નિત્ય પ્રકાશિત, અજ, ક્યારે પણ જેનો જન્મ પણ નથી થયો તેવા હૃદયરૂપી કમળમાં આસીન. હૃદય કહ્યું? તમારું જે અનુભવનું ક્ષેત્ર છે, તે બધું જ તમારું હૃદય છે વાસ્તવની અંદર. આટલું જ હૃદય છે એવું.

તમે ના સમજો, વિશ્વરૂપ વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. વિશ્વરૂપ વિષ્ણુનું ધ્યાન, આ વિશ્વ જેના આધારે છે તેવા વિષ્ણુ. "વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક કરન." બધા લોકોના નાથ એવા વ્યાપક વિષ્ણુ ભગવાન, "હે અનંત, તમને નમસ્કાર કરું છું." એમ કરીને ત્યાં સ્થિર થઈ જવાનું.

તે અનેક આકાર-પ્રકાર, અનેક મુખોવાળા, અનેક ભુજાઓવાળા, અનેક આયુધોથી શોભતા, વિભિન્ન વર્ણોને ધારણ કરનારા, દેવ સ્વરૂપ, શાંત, ઉગ્ર આયુધોને ધારણ કરનારા, અનેક નેત્રોથી યુક્ત, કોટિ કોટિ સૂર્યની પ્રભાવાળા વિશ્વ સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુનું ચિંતન-મનન કરવાથી યોગીની બધી જ મનોવૃત્તિઓ નાશ પામે; કેમ કે એ અનંતમાં સ્થિર થાય.

હૃદય કમળની મધ્યમાં રહેલા ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, અવ્યય, કદંબ જેવા ગોળાકાર, તૂર્યથી પણ અતીત, પરાતત્પર, અંતરહિત, આનંદમય, ચિન્મય, પ્રકાશમાન, વિભુ, પવન વિનાના સ્થળમાં રહેલા દીપક જેવા, કુદરતી સાચા મણિની કાંતિથી યુક્ત એવા પરબ્રહ્મનું ધ્યાન કરનારા યોગીને મુક્તિ હાથમાં જ રહે છે.

વિશ્વરૂપ દેવનું જે કંઈ સ્થૂળ, સૂક્ષ્મ કે બીજા કોઈપણ પ્રકારનું સ્વરૂપ છે, તેનું જે યોગી હૃદયરૂપી કમળમાં ધ્યાન કરે છે, તે સ્વયં સાક્ષાત પરબ્રહ્મ થઈ જાય છે. હૃદય કમળની અંદર, એટલે આ તમારું જે અનુભવ ક્ષેત્ર છે, બસ તેની અંદર ભગવાનનું ધ્યાન કરવાનું. "હે અનંત, તમને ખબર છે આ અનંત છે, આ સામે જે દેખાય છે તે." બસ એનું સતત ધ્યાન રાખો અને "તે હું છું" આમ કરીને સ્થિર થઈ જાવ, ત્યારે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ બની જવાય છે.

અણિમા, લગીમા વગેરે બધી જ સિદ્ધિઓ તેને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. પણ એ એની પાછળ હોતો નથી, એને જોઈતી પણ હોતી નથી. આ બધી લાઈનસર ઊભી હોય, ચાર આ બાજુ ને ચાર આ બાજુ કે, "બોલો, તમે આજ્ઞા કરો." એમ. આજ્ઞા કરે તો એ "હું નહીં" ને એવું કહી, પછી સિદ્ધિઓ જતી રહે. પછી એને દેખાય નહીં, હેરાન ના કરે, તકલીફ ના આપે. નહીંતર આમ ભૂતાવળની જેમ જ આવીને ઊભી રહી ગઈ હોય કે, "હું કરું? જટ મને વાપર જોય, હું તને પાડું." એવી રીતના રાહ જોતી બેઠી હોય.

એક વખત પ્રયત્ન કર્યો એને અહંકારે કરીને, એટલે પતી ગયું, પૂરું થઈ ગયું એનું. તે જ ટોપ બધું આટલું બધું જે કંઈ અનંત કાળથી કરતો આવ્યો, બધું ખતમ થઈ જાય. અને ફરી પાછો આ સિદ્ધિઓને ક્યારેય નહીં વાપરવું એવા નિશ્ચયથી પાછો ફરી જ્યારે શરૂઆત કરે, ત્યારે એક કાળે પાછો ફરી એ અવસ્થાએ પ્રાપ્ત થાય. ફરી એની પરીક્ષા થાય અને જો એમાં ના પડે, તો પછી એ પરબ્રહ્મની અંદર સ્થિર થાય. એટલે "નહીં જ પડવાનું" એમ. સામે કહેવું પણ આમ કોહીનૂર પડેલો છે, પણ "ના અડું, હું આત્મા, હું કશાને અડું જ નહીં" એમ. "હું કોઈને અડું નહીં." એટલી બધી વૃત્તિઓમાંથી માણસ પર થઈ ચૂક્યો કે કેટલો બી એમ તેજસ્વી પ્રકાશ હોય, પણ એને જોવાની ઈચ્છા નથી. રૂપ છે ને, "જોવું જ નથી." નામ છે ને, "સાંભળવું જ નથી." સ્પર્શ છે ને, "કરવો જ નથી." એટલી બધી વૃત્તિઓથી પર થવાનું છે.

એટલે જીવાત્મા અને પરમાત્મા બંનેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી, હવે આપણને ખબર તો છે કે જીવાત્મા આવો છે અને પરમાત્મા આવો છે. અત્યાર સુધીના બધા ઉપનિષદોની અંદર આ બધી વસ્તુઓ શ્રવણ કરતા આવ્યા છે. હવે "આ જીવાત્મા હું નથી અને હું આ છું" એમ આપણે આમ કરીને શિફ્ટ કરીએ. જેટલો ટાઈમ એટલો, જેટલો ટાઈમ આપણે એની અંદર ગાળ્યો ને તેમ, એમ કરતાં કરતાં એક કાળે કરીને આ જીવાત્મા મટીને પરમાત્મા થઈ જશે. અથવા જીવ અને પરમાત્મા એ બંને એક જ છે એવું જ્ઞાન એને ઉત્પન્ન થશે. પછી "હું બ્રહ્મ છું" એ સ્થિતિ સુધી પહોંચી જવું, જેને સમાધિ કહેવાય છે. "હું બ્રહ્મ છું" એ સ્થિતિ છે, જો. અને એને સમાધિ કહેવામાં આવી છે. સમ આદિ. બધી આધિઓ છે ને, સમ થઈ જાય. સમાધિ લાગી જાય. પછી બસ સ્થિરતા. એકદમ એટલું બધું શાંત, એવી ઠંડક લાગે. બસ આમ. હવે એ સ્થિતિમાં ના ભૂખ લાગે, ના તરસ લાગે, ના ઊંઘ આવે, ના કોઈ અહીંથી આમ તેમ જવાની કોઈ ઈચ્છા થાય, કશે નહીં.

ઘણા લોકો કહેતા હોય છે કે, "મારે મોક્ષે જવું છે." જવું છે તો બે પગ ચાલીને જવાનું હતું? મોક્ષની અંદર કેવી રીતે ચાલવાનું હતું? મોક્ષ તો એવી સ્થિતિ છે કે જેમાં કંઈ હોતું જ નથી. જે કોઈ યોગી આ રીતે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે, મુક્તિ, સંપૂર્ણતા, અનંતતા. બસ, હવે આ અનંતને અહીંથી ઉપાડીને ત્યાં કેવી રીતે મુકશો તમે? કારણ કે અહીં અને ત્યાં બધે અનંત જ છે, ભાઈ. મુકાશે? પછી અનંતને ક્યાં ફેરવશો? શેનાથી ફેરવશો? કેવી રીતે ફેરવશો? વિચાર કરો. એટલે એની વ્યાપ્તિનો આપણને આ આઈડિયા આવશે. અહીં આઈડિયાને જ આગળ આગળ ડેવલપ કરો કે, "યાર, આ સૌથી મોટામાં મોટું હોય, એને હું ક્યાં જઈને મૂકી શકું?" મનથી બી હું મૂકવા માગું તો આ ચંદ્રને અહીંથી ઉપાડીને ત્યાં મૂકી શકાય, પણ અનંત જે છે તેને અહીંથી ત્યાં કેવી રીતે કરાય? કારણ કે અનંતની અંદર જ છે બધું હોય.

અહીં અને ત્યાં એક ક્ષણ માત્ર માટે તમે આત્માની બહાર ગયા જ નથી. વાસ્તવિકતા તો આ છે, પણ આપણે એનું ભાન ભૂલી ગયા. બસ, હવે ફરી પાછા એના ભાનમાં આવી જઈએ, હોશમાં આવી જઈશું. આ હોશ એટલે સંસારનો નહીં, તુરયાવસ્થાનો હોય, તુર્યાતીતનો. એટલે સુપર કોન્શિયસનેસ એને કહેવામાં આવે છે.

ત્યાર પછી યોગીને સ્વીકારવા યોગ્ય કંઈ બાકી રહેતું નથી. એટલે શું થાય છે? તો કે "હું બ્રહ્મ છું" એ સ્થિતિએ પહોંચી ગયા પછીથી એના બધા જ પ્રકારની વૃત્તિઓ અને ઈચ્છાઓ નાશ પામે. ઉત્પન્ન જ ના થાય. હોય એ બધી પૂરી થઈ જાય કે, "બસ, પતી ગયું કે હવે મારું થઈ ગયું." એને ખબર પડી જાય અંદરથી. અને જે કોઈ યોગી આ રીતે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે, તે ફરી આ નશ્વર જગતમાં આવતો નથી. આ રીતે યોગી સાધક યોગ તત્વનું શોધન કરતો, સ્પૃહા રહિત ચિત્ત વડે કોઈપણ પ્રકારની એને સ્પૃહા રહેતી નથી. ઈંધણ વિનાના અગ્નિની જેમ સ્વયં શાંત થઈ જાય. ઈંધણ વગરનો અગ્નિ પ્રગટેલો હોય, ધીમે ધીમે ધીમે ધીમે ધીમે હવે નવું અંદર કંઈ.

ઉમેરાતું નથી, બધું બળી જશે, ખતમ થઈ જાય. પણ ધીમે શાંત પછી રાખોડી. રાખોડી ગરમ છે. પછી બે દાડા પછી અડો તો ઠંડી ગાર હોય, કંઈ ના મળે. એટલે એવા યોગીને કંઈ પણ સ્વીકારવા યોગ્ય બાકી રહેતું નથી. તેનું મન અને પ્રાણ સાચા આત્મજ્ઞાન યુક્ત બની ગયું હોય છે અને તેનો જીવાત્મા શુદ્ધ પવિત્ર પરમાત્મ તત્વમાં જેમ જળમાં મીઠું તેમ વિલીન થઈ જાય છે.

શું થયું? પરમાત્મામાં એનું જે જીવત્વપણું જે ઊભું થયું'તું એ જતું રહે છે. બીજું કશું થતું નથી. પરમાત્મા તો છે જ. આ જે જીવત્વપણું એને ખેંચીને જુદું કાઢ્યું'તું તેને છોડી દે છે. જીવપણું એટલે તમે જેવું જીવપણું છૂટું થઈ ગયું એટલે એ સીધું જઈને પરમાત્માની અંદર જેમ પાણીમાં મીઠું ઓગળી જાય એવી રીતે એ ઓગળી જાય. બસ, એ પરમાત્મા બની જાય છે. પછી મીઠાવાળું પાણી હોય એમાં તમે મીઠું જુદું કાઢો? નત કાઢ. એવી રીતે વિલીન થઈ જાય.

તે યોગીને સૌપ્રથમ આપણે કાઢ્યું હતું ને મીઠાવાના પેલા અગરિયાઓ હોય છે ને એની જેમ પરમાત્મા તત્વમાંથી આપણે આ બધો સાર કાઢ્યો અને પછી પેલા અગરિયો જેમ મીઠું પકવે તેમ આપણે જીવપણું પ્રકટાયું. વાસ્તવમાં કેમ? તો કે મારે જોવું છે. કેમ? તો કે મારે સાંભળવું છે. કેમ? તો કે મારે ગલગલિયા કરવા છે, કરાવવા છે, કરવા છે એટલા માટે. હવે આ બધું જતું રહે એ જીવપણું છે. જેનામાં આ બધું જ્યાં સુધી છે ત્યાં હોય, કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક આપવું છે, લેવું છે, મૂકવું છે. શું કરવું ભાઈ? આ બધી ઉપાધિઓ એણે ઊભી કરી એટલે સંસારમાં ફસાયો. હવે ઉપાધિઓને છોડી દે એટલે પરમાત્મા થઈને રહે છે.

એવા યોગીને માયા ને મોહની જાળમાં બંધાયેલો આ સંસાર કેવો લાગે? સ્વપ્ના જેવો લાગે. નિરંતર જાણે સ્વપ્નું જોતો હોય એમ જ બધું આ સંસાર જોયા કરતો. પણ એમાં એનું લક્ષ્ય હોતું નથી. એ તો સંસારમાં પરમાત્માને ખોળ્યા કરતો. એ એવું જોતો હોય કે આ મને દેખાય છે, આ ઘર દેખાય, રૂમ દેખાય, બધું બાધ. પણ આ દેખાય છે એનો આધાર કોણ છે? તો કે પરમાત્મા છે. તો આ મને દેખાય છે, આ જોવાની દ્રષ્ટિ જે છે તે ઊભી કેવી રીતે થઈ? એ શક્તિ કોણે આપી? આઈ ક્યાંથી? બસ, આમ એમ શોધતો શોધતો પાછો એ પરમાત્મા પાસે પહોંચી જાય.

તે પૂર્ણ રીતે નિશ્ચલ બનીને સ્વભાવ સુસુપ્તિ જેવી અવસ્થામાં જ રહેવા માંડે છે. સુસુપ્ત બિલકુલ લાંબ થઈને જાણે છે કશું છે જ નહીં એવી રીતે લાંબા સમય સુધી એ રહી શકે છે. તમાકુ સારી રીતે ઊંઘી નથી શકતા, એમાંય હતપત કર્યા કરો. કેટલી વાર ટોપ સીટરવી આમ તેમ આમ તેમ કર્યા કર. ચટ કરો, પટ્ટ કરો, ચટ્ટ કરો. છ થી આઠ વખત લગભગ દોઢ કલાકે ઓછામાં ઓછું એકાદ વખત તો ખરું જ. અને કીધું કે આઠ કલાક તારે બિલકુલ આમ સ્થિર થઈને રહેવાનું છે. બોલ, રહેવાશે? અઘરું જ સાધના છે આ. પણ તો એવી રીતે એવી અવસ્થા પ્રાપ્ત કરે છે.

આમ યોગી નિર્વાણ પદ પ્રાપ્ત કરી અને કૈવલ્યને પ્રાપ્ત કરે છે. એનું વર્ણન કરતું આ ઉપનિષદ અહીં પૂર્ણ થાય.

"ૐ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્ચતે પૂર્ણસ્ય પૂર્ણમાદા ય પૂર્ણમેવા વશિષ્યતે ૐમ શાંતિ"

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.