ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૯
વિડિયો ૧૦૯
ૐમ શાંતિ શાંતિહી. નમસ્કાર. ચતુર્વેદ ઉપનિષદ આ નાનકડું ઉપનિષદ છે. એમાં ચારે વેદોના પ્રાગટ્યનું સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કર્યું છે. પ્રથમ સૃષ્ટિના શુભારંભનો ઉલ્લેખ છે. એ ક્રમમાં ધ્યાનાવસ્થિત બ્રહ્માજીના ચારે મુખ કે જે ચારે દિશાઓમાં હતા તેમાંથી ક્રમશઃ વ્યાહતીઓ, છંદ, વેદ પ્રગટ થવાનો ઉલ્લેખ છે. ત્યાર પછી વિરાટ પુરુષના વ્યાપક સ્વરૂપનું ચિત્રણ કરવામાં આવ્યું. અંતમાં આ ઉપનિષદના પારાયણની ફલશ્રુતિ છે.
"ૐ આ મહા મહાન ઉપનિષદ ચતુર્વેદ ઉપનિષદના સંબંધમાં કહેવામાં આવે છે કે સૃષ્ટિના પૂર્વે સૌ સૌપ્રથમ એકમાત્ર નારાયણ જ હતા. ના બ્રહ્મા હતા, ના ઈશાન એટલે કે શિવ પણ ન હતા. તદુપરાંત પૃથ્વી, વાયુ, આકાશ, નક્ષત્ર, સૂર્ય વગેરેમાંથી પણ કાંઈ ન હતું. તે એકમાત્ર એકલા નર એટલે કે વિરાટ પુરુષ જ હતા."
ધ્યાનમાં સ્થિત તપસ્યારત નર વિરાટ પુરુષના લલાટમાંથી શ્વેદ એટલે કે પરસેવો પડ્યો. તે જ આપ એટલે કે જળ બન્યું છે. તો તમે પાણી પીઓ છો એટલે તમે એ મહાનારાયણ જે છે તેનો પરસેવો પીઓ છો, ડાયરેક્ટ. એમના અંગમાંથી જરેલું છે એવા પ્રકારનું. એટલે એક્સટ્રેક્ટ છે એ. તે જ આ આપણા માટે હિરણ્યમય અન્નરૂપ છે. પાણી આપણે પીએ છે ને, આપણા માટે એ અન્નરૂપ છે. અને એમાંથી જ આ ચાર મુખવાળા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. આપમાંથી પાછું આ પ્રગટ થયું બ્રહ્માજીનું.
તે બ્રહ્માજીએ પોતાના ધ્યાનાવસ્થામાં પૂર્વાભિમુખ થઈને ભૂ વ્યાહતિ, ગાયત્રી છંદ અને ઋગ્વેદ; પછી ત્યાંથી પશ્ચિમ બાજુ જઈ, પશ્ચિમ તરફ મોઢું ફેરવી અને ભુવ વ્યાહતિ, ત્રિસ્ટુપ છંદ અને યજુર્વેદ; અને ઉત્તરાભિમુખ થઈને સ્વઃ વ્યાહતિ, જગતી છંદ અને સામવેદ; તથા અંતમાં દક્ષિણાભિમુખ થઈને જનતઃ એટલે સંભવતઃ જન વ્યાહતિ, અનુષ્ટુપ છંદ અને અથર્વ વેદને પ્રગટ કર્યા. આવી રીતે ચાર વેદો, ચાર છંદો અને ચાર જેને કહેવાય વ્યાહતીઓ એ પ્રગટ થઈ. એટલે ભૂ, ભુવ અને સ્વહ અને પછી જન એ રીતે. આવી રીતે ચતુર્મુખ બ્રહ્માએ ચાર વ્યાહતુને પ્રગટ કરવાનું વર્ણન છે.
તે અવિનાશી દેવ વિરાટ પુરુષ કે જેમણે હજારો મસ્તક અને હજારો નેત્ર છે, તે સમસ્ત વિશ્વને પ્રાદુર્ભૂત કરનારા પરમદેવ હંમેશા સર્વત્ર વિદ્યમાન રહે છે. એવી હજારો આંખોવાળા અને કાનવાળા જે છે તેવા પરમદેવ સર્વત્ર વિદ્યમાન છે. પાછા બધેથી બધું જુવે છે ને સાંભળે છે, કોઈ છટકી શકવાનું નથી. તે દેવ નારાયણ અને હરિ નામથી પ્રખ્યાત છે. એમના એ દેવનું બે નામ છે: એક નારાયણ છે અને એક હરિ છે.
તે ઋષિ સ્વરૂપ, સમગ્ર જગતના સ્વામી, સમુદ્રસાઈ, વિશ્વરૂપ પરમ વિરાટ પુરુષનો આશ્રય પ્રાપ્ત કરીને આ સંસાર જીવિત જાગ્રત છે. તે વિરાટ પુરુષ કમળ કોષ જેવા હૃદયમાં અધોમુખ થઈને એક કોષના રૂપમાં લંબાયું છે. તે પોતાની શક્તિઓથી જ સર્વ કાંઈ કરે છે. તેની મધ્યમાં શ્રેષ્ઠ અગ્નિ રહેલો છે. તેની જ્વાળાઓ ચારે તરફ મુખવાળી લપકારા મારે છે, ચાર દિશાઓમાં. એની વચ્ચે વંહી શિખા છે જે અણી અને ઉપર રહેલું છે. તેની શિખાની મધ્યમાં પરમાત્મા વિરાટ પુરુષ બ્રહ્મ રહેલા છે. તે જ બ્રહ્મ છે, તે જ ઈશાન છે, તે જ અક્ષર છે, તે જ પરમપુરુષ છે, સ્વયં છે અને પ્રકાશરૂપ છે.
જે બ્રાહ્મણ સાધક આ મહોપનિષદનું અધ્યયન પાઠ કરે છે, તે જો અશ્રોત્રીય હોય તો શ્રોત્રીય થઈ જાય છે. અનુપનીત હોય તો ઉપનિત, ઉપનયન સંસ્કાર એનો થઈ જાય છે, યજ્ઞોપવિતધારી થઈ જાય છે. તે અગ્નિની જેમ પવિત્ર થઈ "સ અગ્નિ પૂતો ભવતી" પવિત્ર થઈ જાય છે. તે "વાયુપૂતો ભવતી" વાયુની જેમ પવિત્ર થઈ જાય છે. "સૂર્યપૂતો ભવતી" સૂર્યની જેમ પવિત્ર થઈ જાય. "સોમ પૂતો ભવ" સોમની જેમ એ પવિત્ર થઈ જાય છે. તે સત્યની જેમ પવિત્ર થઈ જાય છે. તેને બધા દેવો જાણે. બધા દેવો આવું જે પવિત્ર થયેલો છે તેને બધા દેવો જાણે, કારણ કે એ પહેલાને જાણે છે, આદિદેવને. એટલા માટે બધા દેવો પણ એનું ધ્યાન રાખે એમ કહેવા માંગે છે.
તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું હોય તેમ પવિત્ર થઈ જાય છે. તેણે બધા યજ્ઞોનું ઈષ્ટ પ્રાપ્ત કરી લીધું છે. એ બહુ તૈયાર થઈ જાય છે. એણે ગાયત્રીના 60 હજાર જપ કરી લીધા હોય. જો એક અવધિ આવે છે ગાયત્રીના, કોઈ સવા લાખ કરે છે અને 60 હજાર જપ કીધા છે. તો સવા લાખનું એક પુરુષ ચરણ હોય છે એવી રીતના પણ કહેતા હોય છે. આ 60 હજાર જપ કરી લીધા હોય તો એવું એ તૈયાર થાય અને દ્રષ્ટિ માત્રથી મનુષ્યની પંક્તિને એ પવિત્ર કરે છે. એની આંખોમાં પેલો પાવર આવી જાય છે એમ કહે છે. સાતમી પેઢી સુધીના પુરુષોને પવિત્ર કરે અને જપ કરવાથી અમૃત તત્વને પ્રાપ્ત કરે છે, અમૃતને પ્રાપ્ત કરે છે એવું ભગવાન હિરણ્યગર્ભે કહ્યું છે.
સ્વર્ગલોકમાં આવેલા બધા દેવોએ રુદ્રને પૂછ્યું. તે દેવો હાથ ઊંચા કરીને રુદ્રની સ્તુતિ કરતાં પૂછ્યું કે, "હે ભગવાન, તમારો આદિ તે ભૂ, મધ્ય ભુવ અને શીર્ષ એટલે અંત તે સ્વહ છે. તમે વિશ્વરૂપ છો. તમે બ્રહ્મ રૂપે એક જ છો. તમે જ જીવ રૂપે, બ્રહ્મ રૂપે છો. જીવ-બ્રહ્મ રૂપે દ્વિવિધ, અને જીવ-બ્રહ્મ-માયા રૂપે ત્રિવિધ પણ તમે જ છો અને તમે જ પરમ શાંતિ સ્વરૂપ છો. દૂત એટલે હવન કરેલું અને હૂત, હૂત અને અહૂત એટલે હવન કરેલું અને હવન ન કરેલું, આપેલું અને ન આપેલું સગળું એટલે સર્વ અને અસર્વ એટલે કશું નથી તે વિશ્વ પણ તમે જ છો, અવિશ્વ પણ તમે જ છો. કરેલું પણ તમે જ છો અને ના કરેલું પણ તમે જ છો. પર પણ તમે જ છો અને અપર પણ તમે જ છો. અને અમે સોમરૂપી અમૃતનું પાન કરનારાને સોમરૂપી અમૃત પાન કરનારા થઈએ. અમને દિવ્ય જ્યોતિની પ્રાપ્તિ થઈ.
હે દેવ, અમે આપને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ."
અમૃત, મૃત્યુ, મર્ત્ય, સોમ, સૂર્ય, પૂર્વ સંસાર અધ્યયન કરેલું અથવા જે અવિનાશી પ્રાજાપત્ય સૌમ્ય સૂક્ષ્મ છે (મૂળ સંસ્કૃત શ્લોક અસ્પષ્ટ રીતે ટ્રાન્સ્ક્રાઈબ થયો છે, ચોક્કસ પાઠ મળતો નથી).
ગ્રસી જાય છે તે મહાગ્રાસ, બધાનો કોળીયો કરી દેનાર એવા જે રુદ્ર પરમાત્મા છે, તેને નમસ્કાર.
અહીંયા ચતુર્વેદ ઉપનિષદ પૂરું થાય છે. ઓમ શાંતિ શાંતિમાં.
આમાં લખ્યું ને, "આ કરવાથી એટલો ફાયદો થશે" એમ.
આ આટલું અધ્યયન એટલે હવે કોઈ કોઈક વ્યક્તિ છે, ખાલી આજ એક જ ઉપનિષદ કરે, બરાબર?
તો અધ્યયન કરે એટલે કઈ રીતે? અધ્યયન અભ્યાસ કરે.
આ અભ્યાસ કરે એટલે આ વાંચે અને એમાં કહ્યું છે એ પ્રમાણે કરે; એટલા ભાવથી કરે, એવી રીતે કરે.
આખું આખું જીવન, આખું જીવન એને એ પ્રમાણે જીવવાનું એમ. કે, "આ રીતે ઉત્પન્ન થયું છે," તો એના ભાવમાં એ કે, "આથી આવેલું છે."
એક્ઝેટ એને આ બધું જાણવું પડે, જોવું પડે, સમજવું પડે.
હા, એના ચિંતન-મનન, ચિંતન-મનન, નિધિસનમાં જ એવું વાર. હા, ડિસીપ્લિનમાં આવી જાય બિલકુલ, ત્યારે ત્યારે થાય.
તો વાંચવાનું તો ઘણા લોકો વાંચી કાઢે છે ને?
પણ જો કોઈકને કોઈક રીતે પ્રેરિત તો કરવો પડશે ને? કે, "ભાઈ, આ કરવાથી આ થશે."
એના માટે થઈને આવી જ બધી બાબતો મૂકેલી છે ઋષિમુનિઓએ. પણ શું આ?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.