ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૪
વિડિયો ૧૦૪
કૃષ્ણ ઉપનિષદ, આ ઉપનિષદ અથર્વવેદી પરંપરા સાથે જોડાયેલું છે. એનો શુભારંભ મુનિગણો અને ભગવાન વચ્ચેની પ્રશ્નોત્તરી રૂપે શરૂ થયો. એમાં ભગવાન રામ દ્વારા કૃષ્ણાવતાર લેવાની પ્રતિજ્ઞા કરવામાં આવી. તે મુજબ ભગવાનના વિવિધ લીલા વિગ્રહ જ કૃષ્ણાવતારના સમયમાં વિભિન્ન પાત્રોના રૂપમાં અવતરિત થયા હતા. નિષ્કર્ષ તારવતા એવું નીકળે કે ભગવાન શ્રીકૃષ્ણે સ્વર્ગવાસીઓને અને સમગ્ર વૈકુંઠધામને પૃથ્વીતળ પર અવતરિત કર્યું હતું, કર્યું છે. જે કોઈ માણસ આ રીતે ભગવાનને જાણે છે, તે બધા તીર્થોના ફળને પ્રાપ્ત કરે છે. આ ફળશ્રુતિ સાથે આ ઉપનિષદ પૂરું થાય છે.
"ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રં પશ્યેમાક્ષભિર્ યજત્રાઃ. સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાંસસ્તનુભિર્ વ્યશેમ દેવહિતં યદાયુઃ. સ્વસ્તિ ન ઇન્દ્ર વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્ દધાતુ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ."
"શ્રી મહાવિષ્ણુ સચ્ચિદાનંદ લક્ષણમ્, રામચંદ્રં દૃષ્ટ્વા સર્વાંગ સુંદરં મુનયો વનવાસિનો વિસ્મિતા બભુવુઃ."
સર્વાંગ સુંદર, સચ્ચિદાનંદ સ્વરૂપ મહાવિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજીને જોઈને વનવાસી મુનિગણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને ધરતી પર અવતરિત થવા માટે બ્રહ્માજીનો આદેશ થતા ઋષિઓએ તેમને, રામને, કહ્યું કે, "અમે બધા ધરતી પર અવતરિત થવાનું બરાબર ગણતા નથી. અમે આપનું આલિંગન ઈચ્છીએ છીએ. અત્યંત નિકટતા અમે ઈચ્છીએ છીએ."
ભગવાને કહ્યું કે, "અમારા અવતાર, કૃષ્ણ અવતારમાં, તમે બધા ગોપિકા બનીને મારું આલિંગન, અતિ નિકટતા પ્રાપ્ત કરો."
ઋષિઓએ ફરી કહ્યું કે, "અમારો બીજો અવતાર થાય તેમાં અમને આવું શરીર, ગોપીકા વગેરે ધારણ કરવું સ્વીકાર્ય છે કે જે આપને સ્પર્શનું સુખ આપી શકે."
રુદ્ર વગેરે બધા દેવોની આ સ્નેહયુક્ત પ્રાર્થના સાંભળીને સ્વયં આદિપુરુષ ભગવાને કહ્યું કે, "હે દેવો, હું મારા અંગ અવયવોના સ્પર્શનો અવસર તમને ચોક્કસ આપતો રહીશ. હું તમારી ઈચ્છાને અવશ્ય પૂરી કરીશ."
રામાવતારની અંદર કોઈએ રામને સ્પર્શ કર્યો હોય એવું જાણવા મળતું નથી. આ કેસની અંદર આખી વાત જુદી છે. ત્યારે રામે આગળ કીધું કે, "હું તમારી આ ઈચ્છાને, અંગસ્પર્શની ઈચ્છાને, હું પૂરી કરીશ, પણ તમે બધા ગોપી બનીને આવો ત્યારે."
પરમપુરુષ ભગવાનનું આવું આશ્વાસન પ્રાપ્ત કરીને આ બધા દેવગણ ખૂબ જ આનંદિત થઈ ગયા અને બોલી ગયા કે, "અમે હવે કૃતાર્થ છીએ, કૃતાર્થ છીએ."
ત્યાર પછી બધા દેવો ભગવાનની સેવામાં પ્રગટ થઈ ગયા. ભગવાનનું પરમ આનંદમય સ્વરૂપ જ અંશરૂપમાં નંદરાય રૂપે ઉત્પન્ન થયું. સ્વયં સાક્ષાત મુક્તિદેવી નંદરાણી એ યશોદાજીના રૂપમાં અવતરિત થયા. સુપ્રસિદ્ધ માયા ત્રણ પ્રકારની કહેવાય, જેમાંથી પ્રથમ સાત્વિકી, બીજી રાજસી અને તૃતીય તામસી હતી. ભગવાનના ભક્ત શ્રી રુદ્રદેવમાં સાત્વિકી માયા વિદ્યમાન છે. બ્રહ્માજીમાં રાજસી માયા વિદ્યમાન છે અને અસુરોમાં તામસી માયા પ્રગટ થઈ છે. આ કારણે એને ત્રણ પ્રકારની કહેવામાં આવે છે. એ સિવાયની એક પાછી બીજી જે વૈષ્ણવી માયા છે, તેને જીતવી કોઈપણને માટે અસંભવ છે. આ માયાને પ્રાચીન કાળમાં બ્રહ્માજી પણ પરાજિત કરી શક્યા નથી. તેથી દેવતાઓ હંમેશા આ વૈષ્ણવી માયાની સ્તુતિ કર્યા કરે છે. તે જ બ્રહ્મવિદ્યામય વૈષ્ણવી માયા જ, તે જ ફરી એક વખત કહું છું, તે જ બ્રહ્મવિદ્યામય વૈષ્ણવી માયા દેવકીના રૂપમાં પ્રાદુર્ભૂત થઈ.
નિગમ અર્થાત વેદ જ વસુદેવ છે, જે નિરંતર મારા પૂર્ણ પુરુષ નારાયણના વિરાટ સ્વરૂપની સ્તુતિ કરે છે. વેદોના તાત્પર્ય રૂપ બ્રહ્મ જ શ્રી બલરામ અને શ્રીકૃષ્ણના રૂપમાં આ પૃથ્વી પર અવતરિત થયા. તે મૂર્તિમય વેદાર્થ જ વૃંદાવનમાં વિદ્યમાન ગોપ અને ગોપીઓની સાથે ક્રીડા કરે છે. વેદોની રૂચાઓને ભગવાન શ્રીકૃષ્ણની ગાયો અને ગોપ-ગોપીઓ છે. વેદોની રૂચાઓ બ્રહ્માજીએ લાકડીનું રૂપ ધારણ કર્યું છે. ભગવાન રુદ્ર વાંસળી બન્યા છે. ભગવાનની ગોસુર ઇન્દ્રે, અર્થાત વજ્રધારી દેવ ઇન્દ્ર અહીં ગોનો અર્થ વજ્ર અને સુરનો અર્થ દેવ એવું કરાયો છે, તો શૃંગનો, શિંગડામાંથી બનેલા વાદ્યનું રૂપ ધારણ કર્યું છે. શૃંગી ગોકુળના નામથી પ્રસિદ્ધ વનમાં રૂપમાં, જ્યાં સ્વયં શ્રી વૈકુંઠ આવેલું છે, સાક્ષાત ત્યાં વૃક્ષોના રૂપમાં તપમાં રત રહીને મહાત્માઓ સ્થિત છે.
લોભ, ક્રોધ વગેરે ષડ્વિકારોએ મહાન દૈત્યો, અસુરોનું રૂપ ધારણ કર્યું છે, જે કળિયુગમાં કેવળ ભગવાન કૃષ્ણના નામના જપ માત્રથી જ નાશ પામે છે. એ અસુરો બધા જે છે તે નાશ કેવી રીતે પામે? ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેવાથી.
સ્વયં સાક્ષાત શ્રી હરિ જ ગોપ રૂપમાં લીલા વિગ્રહ ધારણ કરીને રહેલા છે. આ નશ્વર જગત માયાથી ગ્રસ્ત છે, તેથી ભગવાન શ્રીકૃષ્ણની માયાનું સ્વરૂપ જાણવું એ એના માટે દુષ્કર છે. જે પ્રભુની માયા બધા દેવતાઓના માટે પણ દુર્જય છે. ભગવાન શું કરે, કોઈને કે નહીં, કોઈને ખબર પડે નહીં એમ છે. જે ભગવાનની માયાના વશમાં થઈને બ્રહ્માજીએ લાકડીનું રૂપ ધારણ કર્યું છે તથા જેમણે ભગવાન શિવને વાંસળી બનવા માટે વિવશ કર્યા છે, તે પ્રભુની માયાને સામાન્ય જગત કેવી રીતે જાણી શકે? દેવોનું જ્ઞાનયુક્ત બળ છે તેને ચોક્કસ ભગવાનની માયાએ ક્ષણમાં માત્રમાં હણી લીધું. દેવોનું જે બળ હતું તેને ભગવાનની માયાએ ક્ષણવારમાં જ ખેંચી લીધું. શ્રી શેષનાગજી શ્રી બલરામના રૂપમાં જન્મ્યા અને સનાતન બ્રહ્મ જ ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં અવતર્યા. ભગવાન શ્રીકૃષ્ણની રૂકમણી વગેરે ૧૬,૧૦૮ રાણીઓ એ જ વેદોની રૂચાઓ અને ઉપનિષદો છે.
એવો એ સાક્ષાત દેહ ધારણ કર્યા. તે સિવાય વેદોની જે બ્રહ્મ સ્વરૂપા રૂચાઓ છે, તે બધી વ્રજભૂમિમાં ગોપીઓના રૂપમાં અવતરિત થઈ. દ્વેષ છે તે ચાણુર મલ્લ બન્યો. મત્સર જે છે તે મુષ્ટિક બન્યો. દર્પ છે તે કુવલયાપીડ નામનો હાથી બન્યો અને ગર્વ આકાશમાં ગમન કરનાર બકાસુર નામના રાક્ષસના રૂપમાં આવ્યો.
રૂપમાં અવતરિત થયો. માતા રોહિણીના રૂપમાં દયા પ્રગટ થઈ અને મા પૃથ્વી સત્યભામાના રૂપમાં અવતરિત થઈ છે. અઘાસુરના રૂપમાં મહાવ્યાધિ અને સ્વયં સાક્ષાત કલિજ રાજા કંસના રૂપમાં પ્રગટ થયા. શ્રીકૃષ્ણના મિત્ર સુદામા જે છે, તે સમ સત્યના રૂપમાં; અક્રૂરજી અને દમનના રૂપમાં ઉદ્ધવજી પ્રગટ થયા.
શંખ એ સ્વયં વિષ્ણુ રૂપ છે અને લક્ષ્મીનો ભાઈ હોવાને કારણે તે લક્ષ્મી રૂપ પણ છે. તેનું પ્રાગટ્ય ક્ષીર સાગરમાંથી થયું છે. મેઘ જેવો જેનો ગંભીર ગોષ છે. ભગવાને દૂધ-દહીંના ભરેલા માટલા ફોડ્યા તથા તે માટલાઓમાંથી જે દૂધ-દહીં વહ્યું, તેના રૂપમાં ભગવાને સ્વયં સાક્ષાત ક્ષીર સાગરને ઉત્પન્ન કર્યા અને ભગવાન શ્રીકૃષ્ણ મહાસાગરમાં બાળક રૂપે રહીને ક્રીડા કરી રહ્યા છે. શત્રુઓના શમન અને સાધુજનોના સંરક્ષણમાં તેઓ પૂર્ણ રીતે તત્પર રહે છે. બધા ભૂત પ્રાણીઓ પર અહેતુકી કૃપા કરવા માટે, પોતાના આત્મજ સ્વરૂપ ધર્મના અભ્યોદય માટે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે, એવું જાણવું જોઈએ.
ભગવાન મહાકાલ શિવે શ્રી હરિને સમર્પિત કરવા માટે જે ચક્રને ઉત્પન્ન કર્યું હતું, તે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં શોભાયમાન છે. તે ચક્ર પણ બ્રહ્મમય સુદર્શન ધર્મે ચામરનું રૂપ ધારણ કર્યું છે. વાયુદેવ એ વૈજંતી માળાના રૂપમાં ઉત્પન્ન થયા છે. મહેશ્વરે અગ્નિ જેવા ચમકતા ખડ્ગનું રૂપ ધારણ કર્યું છે. નંદજીના ઘરમાં કશ્યપ ઋષિ ઉખળ (એટલે ખાંડણીયું)ના રૂપમાં તથા માતા અદિતિ રસ્સીના રૂપે પ્રગટ થયા. જે રીતે બધા અષ અક્ષરોની ઉપર અનુસ્વાર શોભે છે, તેમ બધાની ઉપર જે શોભાયમાન આકાશ છે, તેને જ ભગવાન શ્રીકૃષ્ણનું છત્ર સમજવું જોઈએ.
વ્યાસ, વાલ્મીકિ વગેરે જ્ઞાની મહાત્માઓ દેવોના જેટલા રૂપોનું વર્ણન કરે છે અને જેમને જેમને તેઓ દેવ રૂપ જાણીને વંદન-નમસ્કાર કરે છે, તે બધા દેવો ભગવાન શ્રીકૃષ્ણનું એકમાત્ર શરણ મેળવે છે. ભગવાનના હાથમાંની ગદા સમસ્ત શત્રુઓનો નાશ કરનારી સાક્ષાત કાલિકા છે. શાર્ઙ્ગ ધનુષ્યના રૂપમાં સ્વયં વૈષ્ણવી માયા ઉપસ્થિત છે અને પ્રાણોનો સંહાર કરનાર કાળ જ ભગવાનનું બાણ છે. આ વિશ્વ વસુધાના બીજરૂપ કમળને ભગવાને લીલાપૂર્વક હાથમાં ધારણ કરેલું છે. ભાંડીર વડનું રૂપ ગરુડે ધારણ કર્યું છે. દેવર્ષિ નારદ ત્યાં સુદામા નામના સખાના રૂપમાં અવતરિત થયા અને ભક્તિએ વૃંદાનું રૂપ ધારણ કર્યું.
સમસ્ત ભૂત પ્રાણીઓને પ્રકાશ આપનારી બુદ્ધિ જ ભગવાનની ક્રિયાશક્તિ છે. બધાની બુદ્ધિ ભેગી થાય તે ભગવાન શ્રીકૃષ્ણની ક્રિયાશક્તિ છે. તેથી આ ગોપ-ગોપીઓ વગેરે સૌ ભગવાન શ્રીકૃષ્ણથી અલગ નથી, તેમજ વિષ્ણુ પરમાત્મા શ્રીકૃષ્ણ પણ એ બધાથી અલગ નથી. તે ભગવાન શ્રીકૃષ્ણે સ્વર્ગવાસીઓ અને સમસ્ત વૈકુંઠ ધામને પૃથ્વી પર અવતરિત કર્યું છે. જે માણસ આ રીતે ભગવાનને જાણે છે, તે બધા તીર્થોના ફળને પ્રાપ્ત કરી લે છે અને શારીરિક બંધનોથી મુક્ત થઈ જાય છે, એવું આ ઉપનિષદ કહે છે. ૐમ શાંતિ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.