ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૦૩
વિડિયો ૧૦૩
ૐ ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતિતો નિરંજનમ બિંદુનાદ કલાતીતમ તસ્મય શ્રી ગુરુવે નમઃ. પરબ્રહ્મને નમસ્કાર.
હવે પછીના ઉપનિષદનું નામ કાલાગ્નિ રુદ્ર ઉપનિષદ છે. આ લઘુ કાય ઉપનિષદ છે. એમાં પણ બ્રહ્મજ્ઞાનના સાધનાભૂત ભસ્મ ધારણનો વિશેષ મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે જે લોકો કર્મકાંડી હોય અને જે લોકોને સાધનોની અંદર વધારે રૂચિ હોય, એવા લોકોના માટે આ ઉપયોગી છે.
સૌપ્રથમ કાલાગ્નિ રુદ્ર ઉપનિષદ મંત્રના ઋષિ વગેરેનું વિવેચન, તદુપરાંત ત્રિપુંડની ધારણની જિજ્ઞાસા કરવામાં આવી. ત્યાર પછી સાંભવ વ્રત નામનો ત્રિપુંડ વિધિ, ત્રિપુંડની રેખાનું માપ, લંબાઈ વગેરે, આ ત્રણ રેખાઓના શક્તિ દેવતા વગેરેનું પ્રતિપાદન છે. અને અંતમાં આ વિદ્યા અને ગ્રંથના અધ્યયનની ફલશ્રુતિનું મહિમાયુક્ત સ્વરૂપ વર્ણન કહેતા કીધું છે કે જે માણસ આ ઉપનિષદનું અધ્યયન પૂરા મનોયોગથી કરશે, તે તદરૂપ થઈ જાય છે, એટલે કે શિવરૂપ થઈ જાય છે.
ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ ૐ શાંતિ શાંતિ હ શાંતિહ.
"હે પરમાત્મા, અમારા બંનેનો, ગુરુ-શિષ્યની સાથે રક્ષા કરો. ગુરુ અંદર છે અને શિષ્ય અહીંયા છે, બરાબર? રક્ષા કરો. અમારા બંનેનું એક સાથે પાલન કરો, બરાબર? અમને બંનેને સાથે સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. અમે બંને ભણેલી વિદ્યા તેજસ્વી થાવ. અમે બંને એકબીજાનો ઈર્સા ના કરીએ, દ્વેષ ના કરીએ. હે શક્તિ સંપન્ન, અમારા ત્રિવિધ તાપોનું સમન થાવ. અક્ષય શાંતિની પ્રાપ્તિ થાવ."
આ કાલાગ્નિ રુદ્ર ઉપનિષદના ઋષિ સંવર્તક અગ્નિ છે. એનો છંદ અનુષ્ટુપ છે અને દેવતા કાલાગ્નિ રુદ્ર છે. તો શ્રી કાલાગ્નિ રુદ્રદેવની પ્રસન્નતા માટે એનો વિનિયોગ કરવામાં આવે છે.
એકવાર સનતકુમારે, ચાર સનતકુમાર ભગવાને, કાલાગ્નિ રુદ્રને પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, ત્રિપુંડનો વિધિ તત્વ સહિત મને સમજાવવાની કૃપા કરો." ત્રિપુંડ તો બધા કરી લેતા હોય, પણ એનું હાર્દ શું છે અને તત્વ શું છે તે કોઈને ખ્યાલ ન હોય. એવી રીતે એમને જાણકારી મળે એટલા માટે થઈને એમણે આ પ્રશ્ન કર્યો કે, "તેનો મંત્ર કયો છે? તેની શક્તિ શું છે? દેવતા કયા છે? કર્તા કોણ છે અને તેનું ફળ શું છે?"
આ સાંભળીને ભગવાન કાલાગ્નિ રુદ્રે સનતકુમારજીને સમજાવતા કહ્યું કે, "ત્રિપુંડનું દ્રવ્ય એ અગ્નિહોત્રની ભસ્મ જ છે." અગ્નિહોત્ર જે કરતા પહેલાના સમયમાં, તેની ભસ્મ જે છે તે જ એનું દ્રવ્ય છે. આ ભસ્મને સદ્યો જાતાદિ પંચભ્રહ્મ મંત્રોનું ઉચ્ચારણ કરીને ધારણ કરવી જોઈએ. "અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, ઘમિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ." આ પાંચ ભૂતાદિ છે, એ મંત્રોથી એને અભિમંત્રિત કરવાની. એ અભિમંત્રિત કર્યા પછી માનસતોક મંત્ર બોલવાનો. એનાથી એની આંગળી ઉપર લેવાની અને માનો મહાન મંત્ર દ્વારા પાણીથી ભીની કરી અને પછી ત્રિયાયુષમ મંત્ર દ્વારા મસ્તક ઉપર, કપાળ પર, વક્ષ પર, ખભા પર અને ત્ર્યંબક મંત્ર દ્વારા ત્રણ રેખાઓ બનાવવાની. આનું નામ સાંભવ વ્રત કહેવામાં આપ્યું છે. આ વ્રતનું વર્ણન વેદજ્ઞોએ સમસ્ત વેદોમાં આપેલું જ છે.
જે મુમુક્ષુ જનો એવી આકાંક્ષા રાખે છે કે એમણે પુનર્જન્મ લેવો ના પડે, એ લોકોએ આને ધારણ કરવી જોઈએ.
આવું સાંભળ્યા પછી સનતકુમારે પૂછ્યું કે, "ત્રિપુંડની ત્રણ રેખાઓને ધારણ કરવાનું પ્રમાણ શું? લંબાઈ શું?"
ભગવાન શ્રી કાલાગ્નિ રુદ્રે કીધું કે, "ત્રણ રેખાઓ બંને નેત્રોની ભ્રમરો વચ્ચેથી શરૂ કરીને સ્પર્શ કરતા લલાટ મસ્તક સુધીને કરવી જોઈએ. પ્રથમ રેખા ગાર્હપત્ય અગ્નિરૂપ છે, અકાર સ્વરૂપ છે, રજોગુણ રૂપ છે, ભૂલોક રૂપ છે, સ્વાત્મ રૂપ છે, ક્રિયાશક્તિ રૂપ છે, ઋગ્વેદ સ્વરૂપ છે અને પ્રાતસ્તવન રૂપ છે તથા મહા મહેશ્વર દેવની સ્વરૂપ છે. બીજી રેખા જે છે તે દક્ષિણાગ્નિ રૂપ છે, ઉકાર રૂપ છે, સત્વરૂપ છે, અંતરિક્ષ રૂપ છે, અંતરાત્મા રૂપ છે, ઈચ્છા શક્તિ રૂપ છે, યજુર્વેદ સ્વરૂપ છે, માધ્યંદિન સવન રૂપ અને સદાશિવના રૂપ સમાન. ત્રીજી રેખા જે છે તે આહવનીય અગ્નિરૂપ છે, મકાર રૂપ છે, તમ રૂપ છે, દ્યુલોક રૂપ છે, પરમાત્મા રૂપ છે, જ્ઞાન શક્તિ રૂપ છે, સામવેદ રૂપ છે અને તૃતીય સવન રૂપ તથા મહાદેવના રૂપની એ પ્રતિષ્ઠા ત્યાં આગળ કરવામાં આવે છે."
આ રીતે ત્રિપુંડની વિધિથી જે કોઈ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થિ અથવા સન્યાસી ભસ્મને ધારણ કરે છે, તે મહાપાતકોથી અને ઉપપાતકોથી પણ મુક્ત થઈ જાય છે. તે સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યું હોય તેવો પવિત્ર થઈ જાય છે. તેને બધા વેદોના પારાયણનું ફળ પ્રાપ્ત થાય છે. તે બધા વેદોને જાણવા સમર્થ બની જાય છે. તે બધા પ્રકારના ભોગોને ભોગવીને ભગવાન શિવના લોકને પ્રાપ્ત કરે છે અને તે પાછો ફરીથી જન્મ લેતો નથી. ત્રિપુંડ કરી દીધું છે એને, હવે સંસારમાં એ પાછો આવવાનો નથી. એવી રીતના કરીને ભસ્મનું ધારણ કરે છે.
આ રીતે ભગવાન કાલાગ્નિ રુદ્રદેવે સનતકુમારજીની સમક્ષ ત્રિપુંડને ધારણ કરવાની વિધિનું વર્ણન કર્યું છે. જે માણસ આ ઉપનિષદનું અધ્યયન કરે છે, તે પણ તે જ રૂપમાં એટલે કે શિવરૂપ થઈ જાય છે.
ઓમ એ જ સત્ય છે એવું આ ઉપનિષદ છે. ૐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
ઉપવાત આડવાત એટલી જ છે કે કેટલાક લોકો ગમે ત્યાંથી ગમે તે ભસ્મ લઈને ત્રિપુંડ કરવા માંડે. આ મોટી ભૂલ થાય છે. કેટલાક એવા હોય છે કે સ્મશાનની અંદર થઈ પેલા મૃતદેહને બાળ્યું હોય, તે વખતે તેના લાકડાને જે કાંઈ બધું થયું હોય તેની પણ લઈને બધી ચિતાભસ્મ લેપો એવું બધું કરીને કેમ કે ભગવાનને સ્તુતિ કરેલી છે એટલે હવે એમણે પણ આ બધી વાપરવા માંડી. પણ આ ઉપનિષદ પ્રમાણે કેવળ અને કેવળ અગ્નિહોત્ર કરેલો હોય તેવા યજ્ઞની જે ભસ્મ છે, તે ભસ્મનો ત્રિપુંડમાં ઉપયોગ થવો જોઈએ. આ એક આડ વાત.
કરી લઉં જય સચ્ચિદાનંદ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.