તથાસ્તુ ભાગ ૨ · ભાગ ૫
તો કહે છે કે એવો ચૈતન્ય સત્તા રૂપ મારી સત્તા શું છે? તો કે ચૈતન્યની સત્તા છે. એકમાત્ર એ સત્તાના વડે બાકીની બીજી બધી સત્તાઓ પેદા થતી હોય છે અને બધા પોતપોતાના કાર્યો કરે છે. તો એવી પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય સત્તા રૂપ હું છું. એવા બ્રહ્મ સ્વરૂપ ઓમકારને હું નમસ્કાર કરું છું અને ઓમકાર સ્વરૂપ પ્રણવ બ્રહ્મને હું ધારણ કરું છું. તે બ્રહ્મ હું છું.
આ બ્રહ્મની વિશે વાત કરીને આની પ્રાર્થના કરીએ તો શું થશે? શ્રવણ, મનન, ચિંતન, નિધિધ્યાસન – આ બધું કરીએ. એ કરતાં કરતાં જે પાંચ વિષયો છે, પાંચ ઇન્દ્રિયોના જે પાંચ વિષયો, એ બધા અત્યારે વિષય રૂપ છે, વિષ રૂપ છે. તે દિવ્ય વિષય રૂપ બની જશે. વિષ નીકળી જશે, ઇન્દ્રિયોનું જે વિષ છે તે, અને એ દિવ્ય બની જશે. પંચેન્દ્રિયોના જે વિષયો છે, તે બધા આખા બદલાઈ જશે.
તો આંખનું કામ જેમ જોવાનું છે, તો એ સારું જુએ છે, ખોટું જુએ છે, એ સંસાર જુએ છે. તે બધું બદલાઈ જશે અને તે હવે આંખ ફક્ત બ્રહ્મ જ જોશે. કાન જે સાંભળે છે, બધી જ જાતના અવાજો સાંભળે છે. સંગીત પણ સાંભળે છે, ગાળો પણ સાંભળે છે. કેટલું અયોગ્ય, ના સાંભળવા જેવું બધું સાંભળે છે! પણ હવે એ બધું સાંભળવાનું બંધ કરીને એ કેવળ બ્રહ્મનાદ સાંભળશું.
રસના જે દરેક વસ્તુઓની અંદર આનો આવો સ્વાદ છે: ખારું છે, તીખું છે, મીઠું છે, ફલાણું છે. આખો દાડો એ જ કચકચમાં હોય છે. એનો રસ એ જ માત્ર વિષય. પણ એનો રસ કેવો છે? આવો રસ છે દરેક બાબતોમાં, દરેક વસ્તુઓમાં. એને કંઈક સારું છે, સારું નથી, બરાબર. એ બધું બંધ થઈ જશે. એ જે કંઈ ગ્રહણ કરે છે તેમાંથી એ કેવળ બ્રહ્મરસ જ ગ્રહણ કરશે.
નાક કેવળ બ્રહ્મને જ એ શ્વસન કરશે, બાકી કશું નહીં. હવે જ્યારે બ્રહ્મને શ્વસન કરશે ત્યારે છઠ્ઠી ભૂમિકાની અંદર, સાતમી ભૂમિકાની અંદર શું થશે? કે બ્રહ્મને પ્રાણની જરૂર નથી. બ્રહ્મને પ્રાણની જરૂર નથી એટલે શું? તો કે બ્રહ્મ વડે જ એ પોતાનું હવે જીવન ચલાવી રહ્યો છે. એટલા માટે પ્રાણની પણ એને આવશ્યકતા નથી. તો એને શ્વસનની પણ આવશ્યકતા નથી. એ શ્વાસ પણ નથી લેતો અને છતાંય જીવે જાય છે.
એને જરૂરી છે એટલું હાર્ટ ચાલશે, એટલા લેવલ ઉપર, એટલું સૂક્ષ્મ લેવલ ઉપર ચાલતું હશે. ડોક્ટર શોધી નાખે કે આ નબ છે કે નથી, માણસ છે કે નથી, ખબર ના પડે. અને પેલો હાલતો, ચાલતો, હરતો, ફરતો, ગાડી ચલાવતો હોય. ટેસ્ટથી એને ખબર ના હોય અને પેલાને ખબર ન હોય. કેમ? તો કે એ બ્રહ્મથી જીવતો થઈ ગયો છે. હવે આને શાશ્વત જીવન કહેવાય. સ્થિતિ આ આવી શકે છે.
એટલે આંખોથી જોયું, નાકથી આપણે જોયું, કાનથી સાંભળવાનું જોઈ લીધું, જીભથી અને નાકથી. બધા જ જે ઇન્દ્રિયોના જે રસ છે, તે રસના વિષયો બદલાઈ જશે. એનું વિષ નીકળી જશે અને પછી આ બધા દિવ્ય આવી રીતે બની જશે.
આ જે સંસાર આખોય ઊભો છે તેનું મૂળ શું છે? તો કે રાગ છે અને દ્વેષ છે. ખેંચમતાણી જ ચાલ્યા કરે. આપણે કોઈ એક ક્ષણ એવી હોય છે ખરી કે આપણે કોઈક વસ્તુથી આપણે બિલકુલ મુક્ત છીએ એવો અનુભવ કર્યો છે અત્યાર સુધી? તો કરવાનું શરૂ કરી દઈએ આપણે. શરૂઆતમાં બહુ ખબર નહીં પડે, પણ ધીમે ધીમે ખબર પડવા માંડશે. પછી અસંગતા આવશે અને રાગ-દ્વેષથી મુક્ત થશે. તે વિતરાગ થશે, તે વિતદ્વેષ થશે, તે અસંગ થશે અને અનાસક્ત થશે.
હવે તમે આ એક વસ્તુ તમે પકડી લીધી તો પણ તમે કેવા બ્રહ્મ સ્વરૂપ છેવટે થઈને રહેવાના! અંતિમ રિઝલ્ટ દરેક વસ્તુનું, દરેક પ્રોસેસનું શું છે? જ્યારે દિવ્યતાના માર્ગે ચાલ્યા આગળ એટલે પછી અંતિમ કક્ષાની અંદર એ બ્રહ્મ સ્વરૂપ જ થઈને રહ્યો હોય.
હવે બ્રહ્મ સ્વરૂપ થયા તમે, તો તમે બ્રહ્મનું તમામ જ્ઞાન ધરાવતા હો, તમામ શક્તિઓ ધરાવતા હો. સ્વરૂપ આવ્યું એટલે સાથે સાથે આ બધું જોડે આવી જ જાય, બ્રહ્માનંદ પણ આવી જાય. હવે શું બાકી રહ્યું? જો તમે બધું જ છો, સંપૂર્ણ છો, સંતોષી છો, શાંત છો, તો તમને હવે શું જોવે છે? બ્રહ્મ જે તમે ખુદ છો જ, તો હવે તમને બીજું શું જોવે? સંપૂર્ણતા! બસ, આ સ્થિતિએ પહોંચવાનું છે આપણે બધાએ. કશાની જરૂર નથી.
“હું અપને આપમે સંતુષ્ટ હું.” મારા સ્વરૂપમાં, મારા જ્ઞાનમાં, મારા ધ્યાનમાં, મારી શક્તિઓમાં – બધાની અંદર. ત્યાં ના પહોંચ્યા તો પણ અત્યારથી આપણે એવું કરી તો શકીએ, “ફોલ્સ પ્રિટેન્શન” જેને કહેવાય. શરૂ તો કરો! આ બી એક ગેમ રમવા જેવી છે. આવું કરતાં કરતાં શરૂઆતમાં ધ્યાનમાં આવું જ કરતા હોઈએ છીએ આપણે. બધા ફેક બધા મેડિટેશનો કેવા હોય? ફેક મેડિટેશન હોય. રિયલ મેડિટેશન થાય જ નહીં, ગમે તેટલા પ્રયત્નો કરે. પણ રોજ પેલો ફેક મેડિટેશનનો પ્રોસેસ કરી લે અને ઊભો થઈ જાય. અડધો કલાક થાય, પોણો કલાક. રિયલ મેડિટેશન જે વખતે થશે ને, ત્યારે તમે એમાંથી આમ બી નહીં થઈ શકો, આમ બી નહીં થઈ શકો, ચસકી નહીં શકો. એ તમને બસ બ્રહ્મ છે ને, તે તમને જકડી લેશે.
તો પ્રાર્થના એને કહેવાય કે, “હે બ્રહ્મ, બસ હવે હું તારું કરો છો ને, તું મને લઈ લે, તું મને જકડી લે.” આવું સાયોજ્ય આમ ઊભું થાય, આમ બસ એવું જોઈએ.
સામાન્ય વ્યવહારની અંદર જેમ આપણે, કોઈક આપણને બોલાવે સાદ પાડીને, “હે અમિતભાઈ!” એટલે અમિતભાઈ જ્યાં હોય ત્યાંથી, “હા, આવું છું,” એમ બોલીને પછી એ બાજુ ચાલવાનું, દોડવાનું કે ભયંકર સ્પીડે દોડવાનું શરૂ કરે. અથવા તો જવાબ આપ્યા વગર પણ દોડવાનું ચાલુ કરી દે ને. “અમિતભાઈ” કીધું એટલે તરત જ દોડવા માંડે એ દિશાની અંદર. આ બધા વિકલ્પો તમારી પાસે છે.
બ્રહ્મે તમને સાદ પાડ્યો છે. બંસરીનો નાદ તમને સંભળાઈ ગયો છે. બંસરીનો નાદ એટલે શાસ્ત્રનો નાદ, પરમાત્માનો નાદ છે. આઠમો નાદ બંસરી નાદ છે અને એ તમારે વેણુનાદ છે ને, એ તમને આમ ઝંઝોડીને અંદર બ્રહ્મ માટે વ્યાકુળ કરીને મૂકી દીધા છે.
તો ગોપીઓને બધા જે ગોપ જનો હતા, તે બધા કોણ આવા હતા કે બધાએ આ બંસરીનો નાદ સાંભળ્યો હતો? બ્રહ્મનાદ એ લોકોને ઊભો થયો.
હતો એ સાંભળતા હતા અને એ લોકો ભાન ભૂલેલા થઈ ગયા હતા. એટલે કે એ લોકો ધ્યાનમાં ઉતરી ગયા હતા. સંસાર ભાન ભૂલીને ધ્યાનમાં આવી ગયા અને બસ એનામય થઈ ગયા હતા બધા.
તો આ રાગ અને દ્વેષ જે છે, ભાઈ, જેની આપણે વાત કરતા હતા, એ જ્યાં સુધી ઊભો છે, ત્યાં સુધી કોઈ શાંતિ પામતો નથી. કારણ કે અહીંથી આમ તાણતો હોય, અહીંથી આમ તાણતો હોય, બે બાજુથી ટેન્શન હોય અને આમ માણસ થઈને રહેલો હોય, એને આપણે એમ કહીએ કે "શાંતિ, શાંતિ, શાંતિ", કેવી રીતે થાય? એ કહે છે, "આમ બે બાજુથી બે જણા તાણે છે અને પાછા પછી કહે છે, રિલેક્સ, રિલેક્સ." એ કેમનો રિલેક્સ થાય? પેલા આને પોતાનું ટેન્શન બંધ કરવું પડશે, આને પોતાનું ટેન્શન બંધ કરવું પડશે. પેલો સ્વાભાવિક અવસ્થામાં આવશે તો એની મેળે શાંતિ તો આવવાની છે. શાંતિ ઊભી થાય ત્યારે આવે. આ તો અશાંતિ ઊભી કરી છે અને પછી આપણે "શાંતિ, શાંતિ" બોલવું પડે. સ્થિતિ આ છે.
એટલે જ્યારે શાંતિ પ્રગટે ત્યારે ચેતનનો અનુભવ આવે. અશાંતિમાં ચેતનનો અનુભવ આવી શકતો નથી. તમે દોડતા દોડતા મેડિટેશન કરો, ગાડી ચલાવતા ચલાવતા કરો, એના જેવું થાય, પણ એ હોય નહીં. એ ફેક મેડિટેશન છે. રિયલ મેડિટેશન તો બ્રહ્મમાં જાગી ગયેલો હોય, એ કોઈ દાડો કશું ક્યાંય ખોટું, ખરાબ કશું કરી જ ના શકે એવી સ્થિતિએ પહોંચી ગયો હોય તો સમચિત્ત થઈ ગયો હોય. સમચિત્ત એટલે એના ચિત્તની અંદર સમતા વ્યાપી ગઈ હોય. સમતા સમકિત થઈ ગયું હોય. સમકિત થઈ ગયેલું હોય એટલે કેવું હોય કે આમ એનું લક્ષ્ય નક્કી છે કે "હું આત્મા છું", "આ પરમાત્મા છે", "આ બ્રહ્મ છે", કે "એ બધું આ હું જ છું" એમ એને લક્ષ્ય બંધાઈ ચૂકેલું હોય. એને સમકિત કીધું. તો સમકિત પામેલો વ્યક્તિ સંસારમાં પાછો ફરતો નથી. આ સિદ્ધાંત છે.
એટલે પછી એનો સમય બંધ થવા માંડે છે. આગળના બધા ભવો ખાલી થવા માંડે. એ બધા રૂમ ખાલી થઈ જાય, એની લાઈટ બંધ થઈ જાય કે "હવે આ ભાઈ માટે આ ભવ નથી, આ ભાઈ માટે આ ભવ નથી" એમ બંધ થતું જાય, દડ દડ દડ દડ દડ બધું. એટલે બધું પ્રેઝન્ટમાં આવી જાય. તો પેલા પછી આમ થાય, અકળાય કે "ઓ, મારે તો આટલું બધું ઉપાધિ! હાય હોય! બહુ વધી ગઈ કે હું તો અધ્યાત્મ કરતો હતો એટલે આ મુવા એના લીધે જ થયું છે!" પણ તારી સમજણ તું કેળવ કે તારા બાકીના ભવ બંધ થઈ ગયા છે અને હવે તું પહોંચવા માટે, પામવા માટે તું તૈયાર થઈ ચૂકેલો છે. તો આટલું વેઠી લેને, ભાઈ! તું નીકળી જઈશ બહાર. તારે પૂરું જ કરવાનું છે ને? આટલું જ વેદવાનું છે ને? પંચાવન જ વર્ષ બાકી છે ને? પૂરું કર કે નીકળી જઈશ તું. એવું એને કોઈક કહે તે વખતે સાચી સમજણ મળી આવે. ફરક પડી જાય, પડી જાય. ફરી એ પ્રપંચમાં ના જાય ને બચી જાય.
ત્યારે પ્રપંચમાં પડી જાય. પ્રપંચમાં પડવાનો પણ રાગ હોય છે. પ્રપંચમાં પડવા માટે દ્વેષ કારણભૂત છે એટલે એ પડી જ જાય તરત પાછો. ના હોય તોય બસ કટું ઊભું થાય ને ચાલુ. "દૂધવાળો આજે મોડો આવ્યો. મને બૂમ પાડીને ના બોલાવ્યો. બાજુવાળાને રોજ બોલાવે." વાંધો પડી ગયો, ચાલ્યું પછી કાં તો દૂધવાળા જોડે કાં તો બાજુવાળા જોડે. ને એ બેય નિરાંતે ઘેર જઈને ઊંઘતા હોય ને આ ભાઈ છે તો ઉજાગરો કરે પાછા કે "મને નથી જગાડતો!" આવું વાત. એટલે આવું બધું તો સમચિત્ત વ્યક્તિ થવું જરૂરી છે. સમકિત થવું જરૂરી છે. એનામાં સમતા આવવી જરૂરી છે.
સમતા: "જે તું છે તે હું છું", આ ભાવ એ સમતા છે. સાલોકતા તો થવી જોઈશે ને? લેવલ જ ના મળતું હોય તો શું કરશો પછી? લખા બધા એના છે. દાદા કહેતા હતા કે "કાઉન્ટર પુલી નાખીને આપણે એડજસ્ટ કરી શકીએ એકબીજાને. સ્પીડ, વાઈબ્રેશન, રોટેશન બધું જે કંઈ કરવું હોય તે. એવું એડજસ્ટમેન્ટ લઈ શકીએ." એટલે ક્ષમતા આવવી જોઈએ ને? પુલી, કાઉન્ટર પુલી નાખવાની આવવી જોઈએ ને? અંદરથી સૂઝ પ્રગટવી જોઈએ ને?
આજ સવારમાં જ મને કહી દીધું. મને કે "તમારામાં કોઈ સેન્સ જ નથી." મેં કીધું, "બહુ સાચું. ધન્ય છું હું તો રોજ ફટકા સાંભળું છું આવા તો કંઈક." એટલે કે "તમને આટલું ના આવડ્યું? આમેય ના આવડ્યું?" મેં કીધું, "હા, ના આવડ્યું યાર. જવા દેને. બધું બગડ્યું જ છે." મેં કીધું, "એટલે તો મેં માડી વાળ્યું છે કે હવે ફરી આવવું જ નથી. આ જેટલું છે પલાળેલું બધું પૂરું કરી નીકળી જ જવું છે મારે." કંઈક સામાન્ય બાબત હતી. મને કે "આ આટલી સેન્સ નથી? કોમન સેન્સ?" મેં કીધું, "મારામાં જરાય છે જ નહીં. તે જ પહેલા જરાક વાર પહેલા કહ્યું હતું. તો હવે હોય જ નહીં તો પછી લાવું કઈથી?" મેં કીધું, "બજારમાં તો કઈ મળતી નથી." સિમ્પલ બાબત હતી. વોટ વોઝ ધેટ? ઇટ વોઝ... જવા દો.
તો પ્રશ્ન આપણો એ છે કે આ વિશ્વના ભગવાન કોણ છે? આ બધું જે સર્જનહારા આપણે કહીએ છીએ, તે સર્જનહાર શેનાથી થયું? તો કે સુગંધિત અમૃત રૂપ સોનેરી ઘૂમતા અસંખ્ય કણોથી આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. જે તમે અર્ધોન્મીલિત નેત્રવાળું (અડધી ખુલ્લી આંખોવાળું) જ્યારે કરશો, તે વખતે તમને એ દેખાવાના ચાલુ થશે. અઠવાડિયા-દસ દિવસમાં આ સૃષ્ટિ સર્જનનું બેઝ મટીરીયલ તમને બતાવવાનું છે. એ જાણો પહેલા. પછી એનું એક એક કણ જ તમને બહુ સફીયન્ટ થઈ જશે. એટલું એટલું જ્ઞાન આપશે, એટલી એટલી શક્તિઓ આપશે, એટલો એટલો પાવર આપશે કે ના! એટલે કીધું, તમે એમ જ રહેજો અડધો મિનિટ. બહુ આનંદ આવશે પછી. તો પછી એ ઘૂમતા ઘૂમતા જોયા જ કરશો. આમ અહીં જાશે, અહીં જશે, પાછા આટલેથી આમ થઈ, આમ કરીને આમ આપણી અંદર જશે. તમે આમ જોતા હશો, હતું, પણ તમે અંદર બી જોતા હશો અને અંદર જોતાં જોતાં આમ ગોળ ગોળ ગોળ ગોળ આ બધા બધે અંદર આમ ફરતા હોય, બહાર આવે, પાછા આમ ફુવારા ને ફુવારા આમ ચાલ્યા જ કરતું હોય એવું દેખાય છે.
થોડાક ધીરજથી કરવાનું. આપણે ખંત રાખીને પ્રેમથી કરવાનું. એક્સપેક્ટેશન નહીં રાખવાની. "શું બને છે, જોઈએ તો ખરા" એવી રીતના બાળ સહજ જિજ્ઞાસા જેને કહેવાય, એવી રાખવાની. હઠ નહીં પકડવાની જેમ બાળકો હઠ પકડે છે. બાળ સહજ જિજ્ઞાસાથી.
જોવાનું, બાળકોના મન ઓપન હોય, ઓપન માઇન્ડેડ, બરાબર? મોટા માણસો બાળક જેવું કરવા જાય, બાળક સહજ બનવા જાય, પણ બની શકતા હોતા નથી. એ લોકો સહજ બની શકે, બાળક જેટલા સહજ ના બની શકે, બરાબર છે? બાળ સહજતા આખી અલગ સ્થિતિને કારણે છે. પોતાની પણ આ સ્થિતિ હોઈ શકે. બાળ સહજતા લાવ્યાની તુર્યાતીતમાં જતા રહો, પછી આવી જશે બધી જાતની સહજતા. તો સંસારમાં પેસી રહેવું, બેસી રહેવું એ અસહજતા છે. સહજ સ્વાભાવિક સ્વરૂપ તમારું ને મારું શું છે? બ્રહ્મ સ્વરૂપ છે. આપણે અસહજ થઈને આ સંસારમાં બેઠા છીએ, એટલે ઠેઠથી જ બધી ગરબડ ચાલુ થઈ ગઈ છે.
હવે સહજતા જેમ જેમ આપણામાં આવશે, તેમ તેમ આપણે સ્વરૂપની નજીક વધારે હોઈશું. સ્વરૂપનું ભાન વધારે હશે, સ્વરૂપની પ્રાપ્તિની નજીક હોઈશું, જે રીતે એને કહેવું હોય. કારણ કે આ બોલાયેલી ભાષાની મર્યાદા છે, પણ મૂળ ભાવ પકડજો આની અંદર કે શું કહેવા માગું છું કે બ્રહ્મ સાથેની એકતાને એક અભેદતાની વાત કરવા માગું છું. તો એવા એ ઘૂમતા અસંખ્ય કણો જે છે, તે બધા શું છે? તો કે સૂર્ય જ્યોતિ છે, એ ચંદ્ર જ્યોતિ છે, એ મહત જ્યોતિ છે. એને મહેશ્વર કહેવામાં આવે છે, મહાન ઈશ્વર. સૃષ્ટિનું સર્જન એનાથી થયું, ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. એટલે એ બધા સહસ્ત્રારના બ્રહ્મરંધ્રમાં અહીંયા આ જે ગગન મંડળ છે, તેના અંદર હંમેશા હોય જ છે, દરેકમાં સર્વત્ર હોય છે. આમ બધે આપણને આમ દેખાયા કરે. પછી સહજ સ્વાભાવિક આમ જોશો ને તોય દેખાયા કરશે.
અમને તો ઘણી વખત માણસો જ નહીં દેખાતા. બસ, ગડબડ બહુ થાય છે. એટલે પેલી મને કહે છે કે સેન્સ જ નથી કે આ સાચી વાત. સેન્સ લાવ મને આવી સેન્સ થવા માટે. એટલે પેલી સેન્સ બહુ વર્ક ના કરે. કેમ? તો કે બ્રહ્મની સેન્સ આવવા માંડી હોય. એને આ સેન્સના જે સબ્જેક્ટ હોય ને, એ બદલાવવા માંડ્યા હોય. એને સાથેની એકતા અને અભેદતાને અનુરૂપ જે દિવ્યતા છે, તે આને સેન્સીસમાં બધામાં આવવા માંડી હોય. એટલે પછી તમે ગમે તેમ કરીને બેસાડો ને કે "બહુ સરસ પિક્ચર છે, ચાલ ને જોઈએ આપણે." તો છેવટે કશું નહીં કરી શકે. તો ઉઘાડી આંખે બેસશે, તમારી બાજુમાં બેઠો હશે, પણ તમે પિક્ચર જોતા હશો અને એ પેલા મહેશ્વરને જોતો હશે. પેલા ઘૂમતા કણો બધા આમ આમ દેખાય છે કે મને, એ જોયા જ કરતું હોય. એ આમાં હોય ને, પેલા બે જણા એક જ જગ્યાએ બેઠા હોય, એક જ રૂમમાં, એક જ સોફામાં બેઠા હોય, પણ સીન આવો થાય.
એટલે પછી એ બધા બહાર સન્મુખ દર્શન આપીને જાય.
તો બ્રહ્મ કહે છે કે "તે હું છું." આ જે મહેશ્વર બધા આ ઘૂમતા કણો છે તે. એટલે આપણે જે સુરજ ચાંદાનું ધ્યાન કર્યું હતું ને ભાઈ, તેના અંદર જે ચાંદા અને સુરજની પ્રભાની વાત કરી હતી, એ પ્રભામાંથી જે છૂટા પડેલા બધા કણો હોય, તે બધા આમ સર્વત્ર હોય જ છે બધી. અને બહુ પોતાના શુદ્ધ ફોર્મમાં છે, એટલે એ બધા આપણને દેખાય. તો કહે છે કે "આ જે જગ્યા છે મારી, તે કેવી છે?" તો કે સૂર્ય રૂપી બુદ્ધિ, ચંદ્ર રૂપી મન, રૂપી ચંદ્ર, સૂર્ય રૂપી બુદ્ધિ, મન રૂપી ચંદ્ર અને અગ્નિ રૂપી વાણી જ્યાં વિરામ પામે. તમે જોઈ ના શકો, એટલે બુદ્ધિ ચાલી નહીં શકે, વાણી તમારી, મન રૂપી ચંદ્ર, એટલે તમે કશું જોતા બી નહીં હોય, કશું જોતા બી નહીં હોય અને કશું જ નહીં હોય. એવા ટાઈમે તમે બેસીને પછી જોશો, તો તમને આ મારું પરમધામ, કૈવલ્ય ધામ છે, તે દેખાશે. ત્યાં ભગવાન કહે છે: "તદધામ પરમ મમ." આ મારું ધામ છે કે હું અહીંયા રહું છું.
ભગવાનનું એડ્રેસ આવું. આવું આજે હવે એક વખત આપણને એડ્રેસ મળી ગયું, એટલે આપણું કામ તો થઈ ગયું ને? આપણે પણ ત્યાં જ્યારે ચાહીએ ત્યારે. તો તમને પીનકોડ નંબર આપી દીધો ભગવાનનો. પીન કરો કોડ, પહોંચી જાવ. શું કરવાનું? અર્ધોન્મીલિત નેત્ર.
એ પરમધામની અંદર શું થશે? કેવી સ્થિતિમાં પહોંચશો? તો કે હું વિચાર રહિત સ્થિતિની વાત કરું છું. હું વિચાર રહિત સ્વયં પ્રકાશ છું. સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ અંદરથી બહાર નીકળે છે ને? હમણાં શું બતાવ્યું તમને? તમારી જ અંદરથી આ બધું બહાર નીકળે. બ્રહ્મજ્યોતિ જે બહાર નીકળે છે, તો ફુવારા જેવી બધી આ મહેશ્વર જે બહાર નીકળે તે. પણ એ સ્થિતિએ પહોંચો ત્યારે તમે આ એડ્રેસ ઉપર પહોંચી ગયા છો, એમ તમારે સમજવાનું. બ્રહ્માનંદમ, બ્રહ્મનો આનંદ પરમ સુખદમ, બહુ સુખપ્રદ છે. બ્રહ્મનો જે આનંદ છે, એક વખત જો માણ્યો ને, તો પછી નીચે નહીં ઉતરો. એમાંની કુલ્ફી ફીકી લાગે, પછી ગમે જ નહીં કશું બી. કોઈ પણ જાતની લાલચ રહેશે નહીં. સમજી જાવ. "આ જુએ છે ને, આનાથી હું ખુશ થઈ જઈશ." કે "પેલો મને આપે તો હું આ આમ રાજી થઈશ." વાળી અપેક્ષા જે હોય ને, એ ગાયબ થઈ ગઈ હોય.
આપે તોય શું ને, ના આપે તોય શું? પાંચ પછી પચાસ હજાર રૂપિયા માટે કેટલા બધા વિખવાદો ને બધું થતું હોય. તમે એને આખું બ્રહ્માંડ આપી દો, એને ઓછું પડે એવું છે. અને એની પાસે એટલો પાવર છે કે તમને એ અનંત બ્રહ્માંડોને સફળ કરાવી શકે એવા છો તમે. હું એને આપવાના, એનો રાજીપો કેળવવાના બદલે આ હું માંડીને બેસવાનું બધું એની જ જોડે પાછું. બાકડા બીવાના કે જે તમને છોડાવે, તો શું થશે? બંધન અવગાળ થાય ભાઈ. એટલે આવામાં ના પડો, પ્રપંચમાંથી બહાર આવો.
"કેવલમ જ્ઞાન મૂર્તિ." જે નિરંતર જ્ઞાનમાં રહેતો હોય, કેવળ જ્ઞાનની મૂર્તિ બની ગયો હોય, એને દેહ ભાન નથી, એના મનનું ભાન નથી, એના સંસારનું કોઈ વસ્તુનું ભાન નથી, કોઈ અવસ્થાનું ભાન નથી, કશુંય નથી એવું એ છે. કેવળ જ્ઞાન મૂર્તિ. "દ્વંદ્વાતીતમ." દ્વંદ્વ એને બે દેખાતા નથી. "હું અને મારું" એવું નથી, ખાલી "હું" છે. એની પાસે જે મારું હતું, તે હું ની અંદર અલોપ થઈ ચૂકેલું. એવો દ્વંદ્વાતી. "ગગન સદ્રશ્યમ." કેવો છે? તો કે આકાશ જેવું. આકાશ કેવું છે? સ્વચ્છ છે, નિર્મળ છે. તમારી મારી વચ્ચે જે આકાશ છે, તેની વાત કરું છું. તો જ હું તમને જોઈ શકું એવી રીતે બ્રહ્મની અને તમારી વચ્ચે પણ એક જાતનું આવી નિર્મળતા.
પેદા થશે ત્યારે જ બ્રહ્મ દેખાશે. તે પહેલાં દેખાશે? શક્ય છે? તો એ વચ્ચેનું જે છે ને બધું, આ વચોટિયાઓ બધા, એ બધાને ગાયબ કરવા પડશે. પછી તમારે અંદર જઈને એની સાથે સાયોજ્ય પામવું પડશે, ત્યારે તમને બ્રહ્મનો સાચો અનુભવ શરૂ થશે. આને સાયોજ્ય કીધું.
"તત્વમસિ આદિ મહાવાક્યોનું લક્ષ્ય" તત્વમ એટલે જે તત્વ રૂપે. "તત્વમસિ" શબ્દ, "તત્વમસિ" એ લક્ષ્યરૂપ છે કે "તે તું છે." "તે તું છે" વાળી જે વાત છે, તે તત્વ રૂપે કયો? પેલો મહેશ્વર કયા ઘૂમતા કણો? પેલા સોનેરી રૂપેરી એ તારું મૂળ સ્વરૂપ છે, એ તારા લક્ષમાં હશે. "એકમ" – એક જ છે. "નિત્યમ" – હંમેશા શાશ્વત છે, સનાતન છે. "વિમલ" – મળ રહિત છે. એનામાં કોઈપણ પ્રકારનો મળ રહેતો નથી, એ નિર્મળ થઈ ચૂક્યો છે. નિર્મળ, વિમલ. "અચલમ" – અડગ. ધ્રુજાવે ધ્રુજે નહીં, હલાવે હાલે નહીં. નાની નાની વાતોની અંદર આમ ડગમગી જાય એવું બધું ના હોય, આમ સોલિડ. કારણ કે એટલું મોટું એ છે. હવે એ જો હાલે તો શું થશે અંદરવાળાનું? બધાને સમજાય છે? જેને પોતાના ઉદરમાં અનંત સૃષ્ટિઓ, બ્રહ્માંડોને ધારણ કરેલી છે, એવો બ્રહ્મ છે. માતૃ રૂપે જો તમે જુઓ તો, હવે એ પ્રેગ્નન્ટ છે શેનાથી?
સૃષ્ટિઓથી, અનંત સૃષ્ટિઓથી. હવે એ જ એવી મા જો કૂદકા મારે તો એને શું થઈ જાય? મિસકેરેજ થાય, બરાબર? તો એ તો આ સૃષ્ટિઓનું બધાની સંભાળ, પાલન બધું કરે છે. તે કેવી રીતે કૂદકો મારે? એટલે બ્રહ્મ કોઈ દિવસ કૂદકા મારતો ક્યાંય આમ હાલતું ચાલતું બી એ સ્થિર છે, શાંત છે. કેટલી કેરથી રાખે છે સૃષ્ટિઓને? અનંત સૃષ્ટિઓને પોતાના ઉદરમાં. નાનકડા એક ભાગની અંદર જ આખા એની અંદર નથી વાપરેલું. બ્રહ્મના એક ખૂણામાં, એક જગ્યાએ આટલી જ છે. કેટલામાં પાછી અંતર સૃષ્ટિઓ છે, એ સમજાશે આગળ.
બ્રહ્મમાંથી જીવ છૂટો કેમ પડ્યો? પહેલી વાર જ્યારે અહંકારની ઉત્પત્તિ થઈ, એટલે આપણે કહીએ શ્વાસ જેમ ચાલે છે, એમાંથી સ્ફૂરણ ઊભું થયું. એમાંથી જીવ આપણે અલગ અલગ બધા. કોઈ બ્રહ્મા ભગવાન છે, તેમણે સૃષ્ટિ અનંત આપણે સૃષ્ટિનું સર્જન કર્યું. તો પછી અલગ અલગ જીવો બી થયા ને? તો એ જીવો કેવી રીતે પેદા થાય છે? ત્યાં તમે જેને અનંત જુઓ છો, એક જુઓ છો, વાસ્તવ બધું એકનું એક છે. બ્રહ્મ તો એક રૂપે છે. બ્રહ્મ એક રૂપે જીવ બે એક જ છે. પણ એ બ્રહ્મ એ કોઈ ચોક્કસ ભાગ ઉપર આમ જોયું એટલે ત્યાં એક જાતનું સ્ફૂરણ ઊભું થયું. એ સ્ફૂરે છે, પ્રતિફળ સ્ફૂરે છે. આખા બ્રહ્માંડની અંદર બી તમે જોશો તો સ્ફૂરણ છે. તમે આમ તમારી જાતને બી જોશો ને તો અંદર કંઈક એક સતત આમ ચાલ્યા કરતું હશે. એ સ્ફૂરણ બંધ થવું જોઈએ, ત્યારે તમે બ્રહ્મ સ્વરૂપ છો. સ્ફૂરશે ત્યાં સુધી કંઈક ને કંઈક થયા જ કરશે, બન્યા જ કરશે.
તેને દાંટો મારવાનો છે ભાઈ, એ સ્ફૂરણને. એટલે સમાધિ થાય ત્યારે આ બધું, ત્યારે આ બધું બંધ થાય, ત્યાં સુધી ના થાય.
એટલે અહંકાર સહજતાથી, સ્વાભાવિકતાથી ઊભો થયો છે કે પહેલા આ બ્રહ્મ હતું. પછી એ બ્રહ્મના અમુક ભાગની અંદર શું થયું? આ આમ મૂવમેન્ટ શરૂ થઈ, સ્ફૂરણ શરૂ થયું. એ મહત તત્વ હતું. એને વિરાટને જન્મ આપ્યો. એ વિરાટે પછી સૃષ્ટિ સર્જનની શરૂઆત કરી. તો પહેલા સૂક્ષ્મ સૃષ્ટિ થઈ. એટલે ત્યાં આગળ પહેલા સૂક્ષ્મ મન બંધાયું. એ સૂક્ષ્મ મનની અંદર પાછલા કલ્પમાં બાકી રહેલું હતું, તે બધું જ જ્ઞાન ને બધું મોજુદ છે. એટલે એની ડિઝાઇન, બ્લુપ્રિન્ટ પ્રમાણે સૂક્ષ્મ સૃષ્ટિ બની. એ સૂક્ષ્મ મન છે તે બ્રહ્મા છે. પછી તમે દરેક જીવ છે એ બ્રહ્માંડ છે. જે મહત છે તે જ તમારો ભગવાન વિષ્ણુ છે. અને જે અક્ષર રૂપે ઓમકાર પછીનું જે પહેલું સ્ફૂરણ છે તે શિવ છે. એનાથી સહેજ ઉપર જાવ એટલે અક્ષર સ્વરૂપ. બસ, પતી ગયું. બ્રહ્મકાર બધું જ ત્યાં પહોંચી ગયા. હવે અહીંયા આગળ આવી આ સૃષ્ટિ શરૂ થઈ ગઈ તમારી.
એ પછી બ્રહ્માએ પોતે એને એક નહીં અનેક જીવો આમ જોયા. અનંત બ્રહ્માંડો બધા સર્ગનું એને સર્જન કર્યું એમ કહે છે. બ્રહ્મા એટલે મન. તમે અહીંયા મેં જરાક વારમાં કેટલા વિચારો કરી શકો છો? તમને એમ કીધું કે આ તમારો આ પાંચ મિનિટ તમે કલ્પના કરો, જસ્ટ ઈમેજીન. તમે પાંચ મિનિટ સુધી કલ્પના કરશો તો એ તમારો એક કલ્પનો કાળ થઈ ગયો. અને પછી હું એમ કહું કે જસ્ટ ઈમેજીન, પછી તમે જે કંઈ ઈમેજીન કર્યા જ કરો, કર્યા જ કરો પાંચ મિનિટ સુધી, તમે એ તમારી સૃષ્ટિ તમે જ કેટલું ઈમેજીન કરી શક્યા? પાંચ મિનિટમાં કેટલું તમે જોયું? હવે તેનામાં કેવું છે? તો કે જેટલું જોયું એટલું મટીરીયલાઈઝ થવાની પાવર છે. એટલે સ્થૂળ સ્થૂળ બનવા માંડે પછી. એટલે પહેલા પંચમહાભૂતો પ્રગટ થાય, પછી પંચભૂતો પ્રગટ થાય. પેલું સ્થૂળ બનતું જાય, દિવસે દિવસે આ ગાઢું થતું જાય.
કોઈ એક વિચારને તમે આમ બહુ જ વખત સુધી પકડી રાખો તો એ મટીરીયલાઈઝ થાય. આ બધા જ એની જ પાછળની બાબતો રહેલી છે.
૧૦૮ શું કરવા માળા કરવાની? કોઈપણ મંત્ર લઈને ૧૦૮ કેમ? એક જ વખતમાં કેમ નથી પતતું? તમે ગાઢું કરો છો. દિવસે દિવસે વધારે ને વધારે તમારે જે કંઈ એના ફળ રૂપે જોવે છે, મટીરીયલાઈઝ કરવા માટેનો પાવર તમે પેદા કરો છો. અને પછી તમે એ વસ્તુ મટીરીયલાઈઝ થાવ. હવે એમ ભાવ કરો છો અને પછી એ થવા માંડે છે. તો તમારી માળાને, તમારે જોઈતા ઈચ્છિત ફળ વચ્ચે કોઈ બીજું કોઈ આડું આવતું નથી, સિવાય કે તમારા કર્મ ભૂર્યાકમાં બાકી રહેલા. અને આપણે મોડું થાય એટલે ગાળો દઈએ શનિ, મંગળ, રાહુ, કેતુને. ભાઈ, શનિ એ તું જ છે, રાહુ એ તું જ છે, મંગળ એ તું. બધું તું. તારામાંથી તે પેદા કર્યું છે, તારું પોતાનું. આ પાંચ તત્વો છે, બધી વાત સાચી. પણ જો અહીંયા આગળ કહે છે ને કે આ કેતુનો પાળ છે ને આ શુક્રનો પાર છે ને આ આ સૂર્યનો પાર છે ને આ બુધનો પાર છે ને, એવું બધું કહે છે ને?
અહીંયા અહીંયા આગળ બધું છે પાછું. આંગળીઓ એ પ્રમાણેની છે. બધું ગોઠવણીઓ અંદર છે. તો કંઈક ક્યાંક તો બધું અસરો સામસામે.
કમ્યુનિકેશન, આ બધું ચાલ્યા કરે છે. "કામદમ મોક્ષદમ ચૈવ" – અક્ષરની ઉપાસના કરવાથી શું થાય? તમારી કામનાઓ પૂરી થાય છે. "કામદમ" – તમારી બધી કામનાઓ પૂરી કરી શકે છે અને પછી એ તમને મોક્ષે પણ લઈ જઈ શકે છે. પાછું એટલો પાવરફુલ છે. જો તમે કામનાઓનો ત્યાગ કરી દો તો તમે મોક્ષે પહોંચી જાવ, નહીં તો કામના કરશો અને પૂરી કરશો, કામના કરશો અને પૂરી કરશો. પછી એક દિવસ કંટાળશો એટલે પછી કહેશો, "કામના, તું ઘેર જા કે હવે મારે નથી જોઈતી, હવે હું મોક્ષે જઉં છું." તે દા'ડ તમે મોક્ષે જતા રહેશો.
પછી તો વાત બહુ જ સિમ્પલ છે ભાઈ. જ્યાં સુધી પોસાય ત્યાં સુધી ઈચ્છા કર અને પૂરી કર, પણ જે કે જે તને ના પોસાય એવું લાગે, કારણ કે "નથિંગ ઇસ ફ્રી ઇન ધીસ વર્લ્ડ, એવરીથિંગ ઇસ, ઇટ હેઝ સમ કોસ્ટ." સમયની રીતે, એફર્ટની રીતે, કોઈપણ રીતે. જેમ સ્વપ્નમાં એવું નથી, સ્વપ્નમાં તો તમારે સૂવું પડે એટલે તમારો સુવામાં એટલો સમય આપવો પડે, એ કોસ્ટે તમને સ્વપ્નું આવી શકે છે તે પહેલા નહીં. હવે તમે એમ કહો કે મારે તો ઉઘાડી આંખે સ્વપ્નું જોવું છે, તો તું જોઈ રહ્યો છે ભાઈ, આ બધું ઉઘાડી આંખનું સ્વપ્નું છે. પણ હવે એમાં તું એમ ચાહે છે તો કે આ આમ થવું જોઈએ ને આમ થવું જોઈએ, તો ઓકે, "ઇટ હેઝ અ કોસ્ટ." એનર્જી એક્સચેન્જ છે, સામસામે આપવી પડે. ત્યાં આગળ કાયદો લાગુ પડી જાય, ઇકોનોમિક્સ આવી જાય. તો એ ચૂકવવાનું તો તમને અહીંયા આગળ બધું મળે.
જે જોઈએ એ બધું મળ્યા કરશે, જેવું જોઈએ તેવું મળશે, જીવન બી તેવું બનાવી શકાય. ખાલી ઓમકાર કર્યા તને બધું મળી જશે, એટલું પાવરફુલ છે. બહુ "કામદમ મોક્ષદમ" છે. હવે જ્યારે તું કામનાઓ કરીને કંટાળી જાય ત્યારે એ બધું બંધ કરી દેજે એટલે પછી શું થશે? તો કે તું "મોક્ષદમ ચૈવ" કે તારો મોક્ષ થઈ જશે.
"ઓમકારાય નમો નમઃ" – એવા ઓમને આપણે નમસ્કાર કરીએ. આ ઓમ કેવો છે? તો કે અનંત છે, અંત આવે નહીં એવો અનંત. સર્વ રૂપે છે. જ્યાં જ્યાં રૂપની વાત આવે છે તો જેટલા બે રૂપ છે તે બધા જ એ બ્રહ્મના જ રૂપો છે. અહીંયા ઠસાયેલું હોવું જોઈએ પાકું. સામે જે જો આંખ વડે માણસ રૂપ જુએ છે, શું સારું રૂપ છે કે કુરૂપ છે કે શું જુએ છે? હા, આંખની પાછળ મન, મનને પાછળ કોણ? તો કે બ્રહ્મ. તો અહીંયા મન ફોટો પાડે, માહિતી કોણ લાઈ આપે છે? ચિત્ત લાઈ આપે છે, દોડાદોડ કરીને જોઈ દઈ બધી માહિતી ભેગી કરી લાવશું એવું. આ તે પેલો અહંકાર જે તમે કીધું ને આમ કેમ ઊભો થયો? તો કે આમ પડછાયાની જેમ ઊભો થઈ ગયો. એમાં કંઈ કરવું ના પડે. અહીં લાઈટ ચાલુ જ હતી ભાઈ, તમે આમ ઊભા થઈ ગયા એટલે અહીં પડછાયો પડી ગયો. પડછાયાનું અસ્તિત્વ હતું? હતું જ નહીં. પણ આની સ્થિતિ આમ થવાથી આખો પડછાયો ઊભો થઈ ગયો.
એવી રીતે અહંકાર ઊભો થાય છે, સમજાયું? આ લાઈટનો સોર્સ પાછળ જતો રહ્યો, બ્રહ્મ પાછળ રાખ્યો બેકગ્રાઉન્ડમાં અને વચ્ચે તમે "હું" કરીને ઊભા થઈ ગયા, તો શું થશે? પડછાયો પડશે કે નહીં પડે? એ પડછાયો પાછો એમ કહે છે કે "હું" અને પછી બધું પોતે કબજે કરવા માંડે છે. થતું એનાથી કશું છે નહીં ખરેખર, પણ એ ખાલી અહંકાર કરે. એટલે આ બધું "હું જ છું" એમ. ખરેખર એવું કંઈ છે નહીં. પણ એટલે બંધન કોનું છે? અહંકારનું. હવે પડછાયો પડવાનો જ બંધ થઈ જાય એટલે મોક્ષમાં પછી વાર લાગે? ના લાગે. સોર્સ જે હતો બેકગ્રાઉન્ડમાં હતો તે ફ્રન્ટમાં આવી ગયો.
હવે દાદાની રીતે જોઈએ તો જે પેલો "હું" છે, બ્રહ્મ પાછળ છે બધાની. તે "હું"ના બદલે વચ્ચે જે ઊભો થયો છે તે "હું"ને તમે બેસાડી દો ટપલી મારીને આ બાવાને એટલે તરત જ પેલો ઓરીજનલ પ્રગટ થઈ જશે તરત જ અને પડછાયો ગાયબ. આના આધારે પછી આ જે છે એ સંસારને લોકો છાયા સૃષ્ટિ પણ કહે છે. એ બિંબિત નથી, પ્રતિબિંબિત છે. બિંબ અને પ્રતિબિંબમાં ફરક કેટલો? તો કે જે સોર્સ ઓફ લાઈટ જે છે તેને આમ સીધું સામે જુઓ તો એ બિંબ કહેવાય અને એનું જે રિફ્લેક્શન ક્યાંક પડતું હોય તેને તમે જુઓ તો એ પ્રતિબિંબ કહેવાય. આ છે તો જ આ છે, પાછું એ બી એટલું જ સાચું. બ્રહ્મ છે એટલે જ આ ઊભું થયું છે. પણ આ જેવું બંધ થઈ ગયું એની સાથે આ બધું ગાયબ થઈ જાય. અંધારું પછી કશું જ દેખાતું નથી. એવી રીતે સંસાર દેખાવાનો બંધ થઈ જાય. આના આગળ એનું અસ્તિત્વ હતું? એ નથી એટલે એનું અસ્તિત્વ જ નથી, છે જ નહીં, હતું જ.
પણ તો સર્વ રૂપે છે, વ્યાપક છે, અવિનાશી છે. આત્મતત્વ એ પરમ તત્વ "હું છું." એના સાથે એકતા અને અભેદતા જેટલી વધતી જાય એટલો એનો અનુભવ પણ આપણને વધતો જાય. એ અવર્ણ છે, એનો કોઈ વર્ણ હોતો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવું બધું કંઈ હોય નહીં એમ. એ અજાત છે એટલે એની કોઈ જાત પણ હોઈ શકે. એ અનામ છે તો એનું કોઈ નામ પણ હોતું નથી. એ અરૂપ છે એટલે એનું કોઈ રૂપ પણ રહેતું નથી. એ અગુણ છે. અગુણ કેમ કીધું? તો કે બ્રહ્મમાં પોતાના ગુણો છે, પ્રકૃતિના કોઈ ગુણ નથી એટલા માટે એને અગુણ કહેવામાં આવે છે. બ્રહ્મના પોતાના ગુણો પોતાના મોજુદ છે પણ પ્રકૃતિનો એક પણ ગુણ એમાં નથી. એ આધારે એને અગુણ કહીએ. અભેદ છે એટલે જે કંઈ છે એ બધું એ જ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદનો જે ભાવ ઉત્પન્ન થાય ત્યાં પ્રકૃતિ છે તેમ સમજી લેવાનું. મોજુદ છે આપણી અંદર બી, પણ આમ જેવો ભેદનો ભાવ આવે એટલે સમજવાનું કે ચાલો, પ્રકૃતિ એટ પ્લે આવી ગઈ છે.
હવે એનો ઇન્ટરપ્લે શરૂ થઈ ગયો છે. તે પ્રકૃતિને જો જો કરો તો પ્રકૃતિ જાય, ઓગળે. એને જોઈને જ ઓગાળવાની શેમાં? પરમાત્મા એ પરમ તત્વ "હું છું." એ અભેદ છે. એ અશબ્દ છે, એનામાં શબ્દ પણ નથી, કોઈ અવાજ નથી. અસ્પર્શ છે એટલે સ્પર્શનું પણ કોઈ એ નથી. અરસ છે, રસ નથી. અગંધ છે, ગંધ નથી. અવ્યય છે તો એમાં કંઈ ઓછું થાતું નથી, ક્યાંય ખર્ચો થતો નથી. બ્રહ્મની અંદરથી કેટલું બી તમે કાઢી લો, બાકી રહી જાય તે બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ જ હોય છે. અશિર છે, એને કોઈ શિર નથી.
એટલે કોઈ માથું હોતું નથી બ્રહ્મને. અચક્ષુ છે, એને કોઈ આંખ હોતી નથી. છતાં પણ એની ઇન્ટેલિજન્સ બધે ફેલાયેલી છે અને એની આંખો બધે જ છે. કારણ કે એ તો ક્યાંય પણ જગ્યાએ કંઈ પણ બનેલું જાણી જ શકે છે, જોઈ જ શકે છે. એ બ્રહ્મવિદ્યાથી, યોગવિદ્યાથી પ્રગટ થાય. યોગબળથી પ્રગટ થાય છે. જ્યારે આપણે બ્રહ્મવિદ્યાનો અભ્યાસ શરૂ કરીએ, તો ત્યાં શું થાય? ઉત્પન્ન થાય તે બળને કયું બળ કહેવાય? યોગબળ કહેવાય. એ યોગબળના આધારે બધું પછી બ્રહ્મસત્વ, બ્રહ્મવિદ્યા બધું પ્રગટ થાય.
તો મૂળ વાત શું છે આ બધાની અંદર કે ખટ શત્રુથી તમે અનાસક્ત થાઓ. અત્યારે જ્યાં જ્યાં તમને આસક્તિ લાગે, તેને ઉખાડવાનું ચાલુ કરો. એક માત્ર ધંધો ગમે છે. ગમવું કેમ ગમે છે? ના ગમવું જોઈએ. ઊંધી વાત કરવાની ચાલુ કરો જરા થોડીક, એટલે પછી ખબર પડશે. એટલે આ સ્ફૂરણ સત્તા છે તે આનંદ રૂપે સર્વત્ર પ્રગટ થયો.
એક બેને મને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે હવે પેરેન્ટિંગ વિશે બી કંઈક કહો કે કંઈક ચોપડી બોપડી લખો કશું. ત્યારે મને વિચાર આવ્યો એટલે મેં લખ્યું જરાક આનું કે બાળ ઉછેર એટલે શું ખબર છે? આત્મા જે જીવ રૂપ બની, આત્મા છે એ જીવ રૂપ બની દેહ ધારણ કરીને તમારા ઘેર આવ્યો, તેને પાળવાનું, પોસવાનું, એને અહંકાર રૂપ બનાવવાનો. એને નામ રૂપ આપો છો ને તમે? "બેટા, તું આવો, તું તેવો, તું ફલાણો, ઢીકણો" કરી કરીને પાળી પોસીને મોટો કરવાનો. એને નામ રૂપ આપવાનું. પાછું એનું એ બધાથી પછી એની પર્સનાલિટી બને. પર્સનાલિટી બને એટલે પછી એ શું થશે? વ્યવહાર જગતમાં ટાય બાય પહેરીને બહાર ફરતો ફરશે, સૂટ બુટ પહેરીને પછી કંઈ બી જે ન હોય તે. અને વ્યવહાર જગતમાં પાછો એ છે ને વટ પાડતો ફરતો ફરે. પાછા એ માં બાપની સામે પણ થાય, "ચુપ બેસ, તમને ખબર નથી કે આજનો જવાબ?
૨૧મી, ૨૨મી સદી આવી થવા માંડી ને તમે ૧૮મી સદીમાં જીવો છો." માં બાપને ત્રણ કઈ કાઢે. પાછો એના જેવા જ બીજા જોડે ભટકાયા જ કરે. એના જેવા બીજા જેવું હોય ને પાછા દરેક ઘરમાં જ પેદા બહાર રહેલા હોય તો બધા એકબીજાની જોડે ભટકાયા કરે આખો દાડો. આને વ્યવહાર કહેવાય, આ સંસાર છે. એટલે જે તમારા ઘેર આવ્યો હતો તેને શિક્ષણ તમે જીવ તરીકે આપ્યું. એને આત્મા તરીકે જો આપ્યું હોત તો આ સ્થિતિ આવત નહીં ક્યારેય. તમે એને ના કીધું કે તું બ્રહ્મ છું, તું તેજ છું, તું આ પાંચ તત્વોથી પરે છું, તું આ બુદ્ધિથી પણ પરે છો કે આવી ભ્રષ્ટ બુદ્ધિ તારે જોઈતી નથી. એવું બધું ક્યારેય આપણે એને શીખવાડ્યું જ નહીં. આવું કર્યું.
૨૫ તારીખે પછી આવેલા વિચારો આવા છે: સુગંધિત, તેજસ્વી આત્મવિચાર. સુગંધિત, તેજસ્વી જ્ઞાન દ્રષ્ટિથી જોતાં સુખ અને દુઃખ બે દ્વંદ્વ અને પાછા વિરોધી. હર્ષ અને શોક એ પણ એકબીજાના વિરોધી. પીડાનો અનુભવ ક્યાં થાય છે? જ્ઞાન દ્રષ્ટિથી જોઈને વિચાર કરો તો કઈ જગ્યાએ થાય છે એમ જોવાનું. મનમાં જ થાય છે. તો જે જગ્યાએ થાય છે પીડા કે દુઃખ કે ખુશી કે કશું બી, એ જગ્યા જે છે તે મન છે. મનમાં અસર થઈ હોય એવું અનુભવાય છે. એટલે કે અહંકાર જ ગવાય છે. જ્યારે પણ પીડા થાય ત્યારે અહંકાર જ ગવાતો હોય છે. એ ઘાયલ થાય છે, તે પીડા આપે છે. આત્મા વિચારથી તો આત્મા તો અસંગ છે, નિર્લેપ છે, અનાશક્ત છે. વળી હર્ષ અને શોક આત્મામાં થઈ શકતા જ નથી. તે તો હર પલ ગવાયેલા અહંકારને પણ જુદો જોઈ શકે છે અને જાણે પણ છે. આત્માનો સ્વભાવ આનંદ. આનંદમાં હાની, લાભ કે હર્ષ, શોક કે સંસારી પ્રપંચો હોતા નથી.
આત્મા તો આનંદ સ્વરૂપ જ છે અને સર્વ સ્થળ, સર્વકાળ અને ઘટનાઓથી પણ સદા અલિપ્ત જ છે. આવું હંમેશા આપણને સૌને રહેવું જ જોઈએ. ત્યારે જ આત્મસાક્ષાત્કારના માર્ગે છીએ. આ એક પોઈન્ટર છે, ધ્યાન દોરું છું. સાવધાન થાવ. "આણે આવું કર્યું" એવું માત્ર અહંકાર દ્રષ્ટિ જ જોવે છે. આત્મદ્રષ્ટિથી "આણે આવું કર્યું" એવું જોઈ શકાતું નથી. જ્ઞાન દ્રષ્ટિએ આવું દેખાવાનું બંધ થયા પછી કાળે કરીને આત્મદર્શન થાય છે.
અનધર પોઈન્ટર: સાધક જેમ જેમ આગળ વધતો જાય સાધનામાં, તેમ તેમ તેની સાધનાની પદ્ધતિમાં ફેરફારો આવવા જોઈએ. શરૂઆતમાં તે સ્થૂળ હોય, સાધના પદ્ધતિ બહુ ક્રૂડ ફોર્મમાં હોય. પછી તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેવટે સૂક્ષ્મતમ થતી જાય. સાધના એની એ જ કરતો દેખાય આપણને. શું કરે? તો કે જપ કરે છે. શું કરે છે? ધ્યાન કરે છે. પણ જે શરૂઆતના વર્ષની અંદર એ જપ કરતો હતો, તેની સાધનાની ચરમ સીમા આવતી હોય ત્યારે જે જપ કરતો હોય, એ બેમાં સરખું હોય કે અલગ અલગ? યસ, તો જમીન આસમાનનો ફેર આવી રીતે થાય છે કે જે જમીન છે તેમાં પણ આસમાન પેદા થઈ જાય છે. પછી પહેલા આપણી દ્રષ્ટિ કેવી હતી કે ઉપર જમીન ઉપર આસમાન છે અને નીચે ધરતી છે. પછી ખબર પડી કે ના ના, આ આસમાન તો ધરતીના કણ કણ ની વચ્ચે પણ છે અને પછી એ ધરતીના કણ બી ગાયબ થઈ ગયા. છેવટે શું રહ્યું? તો કે સૂક્ષ્મ રૂપે કેવળ અવકાશ જ બાકી અક્ષર જ છે, બીજું કંઈ નથી.
જ્યાં જોવું ત્યાં ઓમ જ દેખાય છે મને, બીજું કંઈ દેખાતું નથી. ચરમ સીમાએ પહોંચી ગયો માણસ ત્યારે એને તો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આવી રીતના એની સાધના થતી જાય. એની સુજ, એની સમજણ એ બદલાતું જતું હોય. બાહ્ય દ્રષ્ટિએ જોતા શું કરે છે કે ભાઈ સવારમાં બેસી જાય સાડા ચાર વાગ્યાના તો આઠ વાગ્યા સુધીને બેઠા જ હોય છે કે જપ કરે છે કાં તો ધ્યાન કરે છે. પણ આ બેમાં ફરક પડી ગયો પહેલાના પછીના. હું શરૂઆતમાં બેસું ત્યારે એમ થાય કે હું સાધના કરવા બેઠો છું. પછી ધીરે ધીરે હું ભૂસાતો જાય અને તે ભૂસાતા ભૂસાતા ભૂસાતા છેવટે શું થાય? તો કે સાધના થઈ રહે છે એવું લાગે. ઓટોપાયલોટ પર ચડી ગઈ હોય અને એનો પાયલોટ કોણ? પરમાત્મા. એ કરાવે છે. હવે એ સારો થઈ છે. ભગવાને કહી દીધું છે ગીતાની અંદર કે આ સાધના બધું હું કરાવું છું મારા.
પ્રવેશ પછી જ જે શરૂ થાય તે જ સાચી ભક્તિ. ત્યાં સુધી બધું જે કંઈ તું કર્યા કરે એ બધું નકામું છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે પણ તારે આ શરૂઆત તો કરવી જ પડશે. મને બોલાવવું હોય તો બુંદ તો પાડવી પડશે ને? તો પરમાત્માને બોલાવવું હોય તોય પછી એના માટે કંઈક તો કરવું પડશે. તો શરૂઆત કરો એટલે પેલો તો હાજર જ છે. સદાકાળ સર્વત્ર છે, વ્યાપી છે, બધે જુએ છે, સાંભળે છે, બધું કરે છે. કોને બૂમો પાડો? એવું કહે તો તરત આવી જાય. ઊભો જ હોય એ તો. "ઓલવેઝ રિસ્પોન્ડિંગ" આમ "હાઈલી રિસ્પોન્સિવ" જો કોઈ હોય તો એ છે. કારણ કે એને ખબર છે કે "આઈ એમ રિસ્પોન્સિબલ." એટલે દરેક વસ્તુની જવાબદારી એની જ છે, આપણી નથી. એટલે તરત આવીને ઊભો રહે, "શું છે? શું બાબત છે? કે ચાલો હવે આનું કંઈક કરો આગળ."
તો સાધના એ કરાવે છે. એવું જ્યારે અંદર જળ બેસલાક થશે ત્યારે તમારી સાધના સૂક્ષ્મતમ થઈ ગઈ હશે, સૂક્ષ્મતમ થઈ જશે પછી. અને પરમાત્મા સ્વયં સારથી બની જીવન રથ અને સાધના બંને કરાવે. જીવનનો રથ પણ એ જ ચલાવે છે. આપણે એમ માનીએ કે હું નોકરીએ જાઉં છું. મોકલે છે કોણ? ઉઠાડીને એવું જ મોકલાવે છે. નહિતર પોદરાની જેમ બેસી રહ્યો હોય સોફામાં પોપકોર્ન ખાતો ખાતો કે "આજે ઠીક નથી." એટલે ઠીક નથી તો પછી તું આરામ કર, ઉપવાસ કર. પણ પાછો પોપકોર્ન ખાતો હોય ને પિક્ચર જોતો હોય. આરામ કરવાનું કીધું તું ને? તો આવો આરામ હોય? આ રામ કીધો આરામ કરવાનું એટલે આ રામની અંદર સ્થિતિ કરવાની એને આરામ કીધો. આ શું લઈને બેઠા છે? મોઢું તગારું ભરીને બેઠો હોય પોપકોર્ન ખાતો જાય. શું કરે? તો કે આરામ કરું. હવે સાચું બોલે ના. એટલે એવો જ્યારે ખ્યાલ શરૂ થાય તે પછી એના અંતિમ છેડે સાયોજ્ય મુક્તિ તમને ચોક્કસ પહોંચાડી દેશે, વાર નહીં કરે.
ત્યાં સુધી મંડ્યો રહેજે.
"હું તો મંડ્યો રહીશ. હું બ્રહ્માંડ જોવા છતાં જોતો બ્રહ્માંડને જો જોવા છતાં જોતો નથી." ભગવાનની આ વાત મને બહુ ગમે. "કોઈ કંઈ પણ કરે છે એ હું જોવા છતાં જોતો." સમજાયું? કોઈ કેટલા પણ પ્રપંચ કરે, કોઈ કેટલા પણ ગુના કરે છે પોતાની સામે, બીજાની સામે, બધાની સામે. "એ બધું જ હું જોઉં છું છતાં જોતો નથી." કેમ હું કરી શકું છું? કારણ કે હું બ્રહ્મ છું. જેવો હું નામ રૂપમાં ફસાયો, નીચે ઊંડો ઉતર્યો અને મારી અસંગતા કે અનાશક્તિ ચૂક્યો એટલે તરત મને દેખાશે કે આ માણસ તો આવું કરે છે, આ માણસ તો આવું કરે છે. એટલે બ્રહ્મ ના સ્થાનેથી નીચે ઉતરીને પટકાય ત્યારે જ એને આ બધું દેખાવાનું ચાલુ થાય. હવે જો આવું જ જો કરતો હોય તો એનો મતલબ કે બ્રહ્મમાં એને સ્થિતિ કરી જ નથી. એ પહોંચ્યો જ નથી ત્યાં સુધી. તો એને કંઈ થયું જ નથી ભાઈ. આ રિવર્સ છે આખી વાત, એને સમજો.
"સંકલ્પ બળથી મૌનથી સર્વની સાથે વાત કરું છું." મૌનમાં સંવાદ. મૌનની ભાષા કેવી હોય? નિસ્પંદ ને શબ્દે અનુભવ ગમ્યે. એટલે કેવું ખબર છે? અહીં હું દાખલા તરીકે આમ બેઠો હોય અને જેવો આમ હું બ્રહ્મનો અનુભવ શરૂ કરું છું, જો આમ બેસી જાઓ.
"અલ્લાહ અલ્લાહ અલ્લાહ ૐ સત અસત તેથી પરબ્રહ્મ જ્ઞાન રૂપે હું છું. હું સત પણ નથી, અસત પણ નથી. સતનો ત્રિકાળમાં અભાવ નથી. અસતનું ત્રિકાળમાં અસ્તિત્વ નથી. આ જે કંઈ દેખાય છે નામ રૂપ વાળું આ બધું એ કલ્પના છે, કાલ્પનિક છે બધું. સંસારની આખી વાત કેવળ બ્રહ્મ સત્ય છે અને તે બ્રહ્મ હું છું, તે બ્રહ્મ તું છે. તે તું છે, તે તું છે. તત્વમ અસી, તત્વમ અસી. તું પણ તે જ છે."
27 તારીખે આવું લખાય. શું ખબર છે? કે "મૂર્ખ બનીને દેહ રૂપી પીપડામાં બેસીને રડવાનું બંધ કર." જીવન આખું રુદન જ છે. તમે જુઓ તો પ્રલાપ જ છે, કમ્પ્લેન જ છે. કશું નથી આવું તે વખતે રિયલાઈઝ થયું અને પછી આમ સંભળાયો સાદ, "તારા સ્વરૂપમાં પાછો આવ." પાછો સ્થિર થઈ ગયો ફટ દઈને તરત. હવે આજે થોડું ઘણું છે 31મી તારીખે પ્રગટેલું એ તમારું તથાસ્તુ ટુ છે. એ જ્ઞાન શું કહે છે?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.