તથાસ્તુ · પ્રશ્નોત્તરી
સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ પ્રેયર. ધ સુપ્રીમ લોર્ડ, ડિવાઈન ફાધર, મહર પરમ ગુરુ, પદ્મસંભવ મહાગુરુજી, ડેલી ગ્રાન્ડ માસ્ટર ચોકોસુ, ટુ ઓલ ધ ગ્રેટ ગુરુસ, ગ્રેટ સિદ્ધાસ, ગ્રેટ યોગીસ, ગ્રેટ સેન્સ, ગ્રેટ મહાત્મા, ગ્રેટ સુફીસ, ગ્રેટ અવતારસ, ગ્રેટ પ્રોફેટ, બીઇંગ ઓફ ધ લાઇફ, ઓલ ધ સ્પિરિચ્યુઅલ હેલ્પર્સ, સ્પિરિચ્યુઅલ ગાઇડ્સ, ફોર યોર ડિવાઇન પ્રેઝન્સ, બ્લેસિંગ્સ, ફોર પ્રોટેક્શન, ફોર ગાઇડન્સ, ફોર હેલ્થ એન્ડ ફોર ઇલ્યુમિનેશન, ફોર ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ નોલેજ ધેટ વી ગેઇન થ્રુ ધીસ સેશન. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.
સો ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આ વર્કશોપની અંદર મને એવું લાગે છે કે છ વર્ષથી શરૂ કરીને લગભગ 65-70 સુધીના લોકો પણ જોડાયા છે. બહુ અદભુત વાત છે. આ વર્કશોપ જે આપણે કરી રહ્યા છીએ, તેના અંદર મુખ્ય બાબત એ હતી કે વાંચન પદ્ધતિ કેવી રીતે આપણે વાંચન કરવું જોઈએ. આપણે બધા વાંચતા તો હોઈએ છીએ. ઘણા બધા વાંચીએ, ઘણી બધી વસ્તુઓ વાંચીએ, ગમે ત્યારે વાંચીએ, ગમે તેમ વાંચીએ, પછી ટેન્શન થઈ જાય પરીક્ષા આવે ત્યારે કે ભાઈ મને તો યાદ રહેતું નથી. પરીક્ષાની અંદર જ હું લખવા બેસું ને, એકદમ બિલકુલ બ્લેન્ક થઈ જાય છે. એટલે એવી અપાર મુશ્કેલી ત્યારે ઊભી થઈ જાય અને પછી ટેન્શન થતું હોય. તો એના માટે આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ સૌને માર્ગદર્શન જરૂરી મળી રહે, એટલા માટે આપણે એક આવો નાનો વર્કશોપ કરીએ. જેનો મુખ્ય આશય એ જ હતો કે તમારા જેવા બધા નાના નાના જે અત્યારે વાંચન અને અભ્યાસની શરૂઆત કરી રહ્યા છે, એવા બધા છોકરાઓને, છોકરીઓને અને જે કોઈ બીજા આમાં શીખવા માંગતા હોય તેવા લોકોને પણ આનો બેનિફિટ મળે.
તો આને આપણે વાંચન પદ્ધતિ કહીએ છીએ. તો કેવી? તો કે દિવ્ય વાંચન પદ્ધતિ. આપણા વાંચનમાં દિવ્યતા આપવી જોઈએ. જો દિવ્યતા આવે તો આપણે બધી જ વસ્તુઓને યાદ રાખી શકીએ અને જ્યારે જ્યારે પણ એ વાંચન દ્વારા આપણે જે જ્ઞાન અર્જિત કર્યું હોય, ઉપાર્જન કરેલું હોય, તો એ બધાનો આપણને બેનિફિટ મળે. આપણે સારી રીતે એનો જીવનમાં પણ ઉપયોગ કરી શકીએ અને પરીક્ષામાં પણ સારામાં સારું લખીએ. ઘણી વખતે પરીક્ષાની અંદર બહુ સારા નંબર નથી આવતા, એ પણ એક બહુ મોટી સમસ્યા અત્યારની હોય છે. અને ઘણા પેરેન્ટ્સ એવા હોય છે, અહીંયા અત્યારે આપણા ગ્રુપમાં તો કદાચ ભાગ્યે જ કોઈ એવું હશે, પણ એ લોકો એવું ઇન્સિસ્ટ કરતા હોય કે તમારો પહેલો જ નંબર આવવો જોઈએ કે તમારા આટલા પર્સન્ટેજ આવવા જ જોઈએ અથવા તો એ લોકોએ જ પ્રિસ્ક્રાઇબ કરેલું હોય કે ભાઈ તમારે છે ને તો ડોક્ટર જ થવાનું છે, તમારે તો એન્જિનિયર જ થવાનું છે, તમારે તો આઈટી એન્જિનિયર જ થવાનું છે વગેરે વગેરે.
એટલે આવી બધી બાબતોની અંદર બધી સમસ્યાઓ ઊભી થાય. તો એ દિવ્ય વાંચન પદ્ધતિ દ્વારા કેવી રીતે આપણે એને દૂર કરી શકીએ, તેને આપણે સમજવું જોઈએ.
તો આ પદ્ધતિને આપણે શીખીએ, સમજીએ. તેના સૌથી પહેલામાં પહેલા તો હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ એક પુસ્તક, એક પેન્સિલ જેવું કંઈક સાથે લઈને બેસો અને એક પેપર જોડે લઈને બેસો, જેના અંદર મુખ્ય મુખ્ય મુદ્દાઓ તમે લખી શકો. એટલે વેન એવરીબડી ઇઝ રેડી, જસ્ટ લેટ મી નો. ઓકે, આઈ પ્રેઝયુમ બધાની પાસે હવે પેપર, પેન અને એક પુસ્તક આવી ગયું હશે.
તો આના અંદર સૌથી પહેલામાં પહેલા આપણે એ જોવાનું છે કે કોઈપણ વસ્તુને આપણે જ્યારે વાંચતા હોઈએ, તો દાખલા તરીકે મારા હાથમાં આ પેપર છે. તો હું અહીંયા ઉપરથી શરૂ કરીને નીચે સુધીની દરેક સેન્ટેન્સ બાય સેન્ટેન્સ, વર્ડ બાય વર્ડ વાંચવાનો છું. તો હું એ વાંચું. દાખલા તરીકે હું વાંચું છું: "તું મદારી છે, જાદુગર છે. સિદ્ધિઓ પાછળ પડી મેળવીને શું ખેલ પાડવો છે? કોને ખુશ કરવા છે? એ અહંકાર જ છે. ભાનમાં આવો. તે જ સિદ્ધિઓ મેળવવાનું તોફાન મચાવે છે. શાંત થા, સ્વસ્થ થા. આ સિદ્ધિઓ વડે ખેલ પાડવા જઈશ તો પાછો અનંત જન્મોની ઘટમાળમાં ફસાઈશ અને પેલો અહંકાર તો વધુ પોસાઈ, પોરસાઈ અને ગાળો થશે અને તું આત્માથી અનંત ગણો દૂર જતો રહીશ. સિદ્ધિઓનો ખેલ પાડવા જતાં ખુદ ખોવાઈ જઈશ. અરે, આજ તો થયું છે અત્યાર સુધી. ભાનમાં આવ, જાગી જા ભાઈ. જો સિદ્ધિઓને નમસ્કાર કરીને તેનો ઉપયોગ કરવાની લાલચોમાં અડગ રહેવાનું સામર્થ્ય, શીલ અને સત્વ હશે તો જ તું સ્વરૂપને, બ્રહ્મને હાલ પામીશ."
આપણે આવી રીતે આ વાંચી ગયા. હવે એની એ જ વસ્તુને આપણે જ્યારે આપણા પુસ્તકની અંદર વાંચતા હોઈએ, તો તેની અંદર આપણે જોઈશું કે તમે શરૂઆતની અંદર કેવી રીતે વાંચો છો, તેને તમે જોઈ લો. એક આખું પાનું વાંચતા તમને કેટલો સમય લાગે, એની નોંધ કરો. એક પુસ્તકનું એક આખું પાનું ઉપરથી શરૂ કરીને નીચે સુધીને વાંચતા કેટલો સમય લાગશે? તો એટલો આપણે ટાઈમ કરી અને સેટ કરી દેવાનો. એની નોંધ કરી દેવાની.
હવે રિયલ કામ આપણું શરૂ થાય છે કે આ જે કંઈ વાંચ્યું તેમાંથી આપણને યાદ કેટલું થયું? એટલે તેનું ઇમ્પ્રુવમેન્ટ આપણને કેમ થાય છે તેમ આપણે જોતા જવાનું છે. એટલે આ એક જ મીટર છે આપણી પાસે, એમાં બીજું કંઈ આપણે કરવાનું હોતું નથી. તો આપણે શું કરીશું કે સૌથી પહેલામાં પહેલું વાંચન કરતા પહેલા આપણે એક એસ્ટીમેટ મેળવી લેવાનું. ભાઈ, આપણી વાંચન એક મિનિટના આટલા શબ્દો છે. અમારા જમાનામાં પેલા ટક ટક ટક ટક વાળા ટાઈપ રાઈટરો હતા. એ બધા ટાઈપ રાઇટરોમાં શું થાય કે જ્યારે પણ પેલા કામ કરવા બેસે એટલે એમને પૂછે કે તમે એક મિનિટના કેટલા શબ્દો ટાઈપ કરી શકો છો? તો પેલો કહે: "30." તો કે: "ના ચાલે. 40 શબ્દો તો ઓછામાં ઓછા કરી શકતા હોવા જોઈએ એક મિનિટમાં." એનાથી વધારે? તો કે 60 શબ્દો સુધી પણ ટાઈપ કરી શકનારા સારા તે વખતે ટાઈપ કરનારા તૈયાર થઈ ગયા હતા.
હવે આજના ટાઈમની અંદર એટલો બધો ફરક પડી ગયો છે. હવે એ જે જૂના વખતના જે ટાઈપ રાઇટરોને...
કીબોર્ડ હોય ને તો એ બહુ હાર્ડ હોય. એની સામે અત્યારે કમ્પ્યુટરના કીબોર્ડ એકદમ સ્મૂથ અને સરળ થઈ ગયા છે. એટલે શું છે, આમ ટક ટક ટક ટક ટક કરે તરત થઈ જાય. તમે લોકો પણ જો બધા મોબાઈલ વાપરતા હશો તો તમે પણ ઘણું બધું સ્પીડમાં બે અંગૂઠાથી, બે આંગળીઓથી એવી રીતના બધું ટાઈપ કરતા થઈ ગયા. તો એના ઉપરથી વિચાર કરો તમે કેટલી સ્પીડે, કેટલી ઝડપથી કેટલી વસ્તુઓ કરી શકો છો, કેટલા શબ્દો તમે વાંચી શકો છો. એ સ્પીડ હંમેશા પ્રેક્ટિસથી વધતી હોય છે.
બીજી પણ કેટલીક બાબતો છે જેને આપણે સમજીએ. આપણા આઈ.જી. સાહેબ જે છે, આપણા સૌના વડીલ, તે ખૂબ બધાને પ્રોત્સાહિત કરે વાંચન કરવા માટે, બધું કહેવા માટે કે એ છે ને તો વારેવારે એક ચાણોદ પાસે ગરુડેશ્વર કરીને જગ્યા છે ત્યાં આગળ ડૂબકા ખાવા જાય. લોકોને એ ડૂબાડતા આવે. એમાંથી ઘણા તપનભાઈ ને બધાયને લેતા જાય. પછી બધાયને આમ આમ આમ આમ ડૂબાડે પાણીની અંદર, બહાર લાવે. પછી મંદિરમાં લઈ જાય. ત્યાં મંદિરની અંદર એક સરસ મજાનો મૂર્તિ છે ભગવાનની અને દત્તાત્રેય ભગવાનનું સરસ મજાનું મંદિર છે. ત્યાં આગળ એક બહુ જ ફાઈન મંત્ર લખેલો છે. તમને ખબર છે એ મંત્ર કોનો છે? માં સરસ્વતીનો મંત્ર છે. ગોડેસ ઓફ નોલેજ, ગોડેસ ઓફ વિઝડમ. એટલે આપણને જ્ઞાન પણ જોઈએ છે પણ સાથે સાથે ડાપણ જોઈએ છે, આપણને શાણપણ જોઈએ છે. કેમ કે એના વગરનું જ્ઞાન બધું નકામું છે.
તમે કદાચ જાણતા હશો કે એક બહુ જ મોટા મહાન ઋષિ થઈ ગયા દુર્વાસા નામે. તે દુર્વાસા ઋષિ વર્ષો સુધી તપશ્ચર્યા કરે, ખૂબ તપ કરે. એટલા બધા તપે કે ના પૂછવાની વાત અને પછી ખૂબ તપે. કોકની ઉપર ક્યાંકને ક્યાંક જઈને કોકનીને કોકની જોડે ઝઘડો થઈ જ જાય એમને. અને જો તમને યાદ હશે તો રામાયણમાં એ રામની સાથે, પછી લક્ષ્મણજીની સાથે, બધાની સાથે ઝઘડી પડ્યા હતા. અને જેને તેને છે ને તો આમ શ્રાપ આપી દે. તો બધા એમનાથી ડરે. એટલા બધા ફિયરસમ હોય. એવું જ્ઞાન નકામું જે લોકોને ભયભીત કરી મૂકે એવી શક્તિઓ પેદા કરે. જેમ કે આજે આજનું વિજ્ઞાન કેવું છે આપણું કે લોકોને ભય પમાડે એવું છે. એક એટમ બોમ્બ હમણાં ફોડી નાખે તો કોક આપણા બધાનું શું થાય? કશું ના થાય, બોમ્બ જ ના ફૂટે ને. બરાબર. એટલે એવી પણ શક્તિઓ સામે બેઠેલી છે. એ દુર્વાસા ઋષિ જેવી દશા આપણી બધાની ના થાય માટે આપણે માં સરસ્વતીને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના કરી અને પછી આપણે વાંચનનો પ્રારંભ કરવો જોઈએ.
આમ અડધી હાફ સેકન્ડ લાગે, બહુ વધારે નહીં પણ રોજ કરવી જોઈએ, નિયમિત કરવી જોઈએ અને કરવા માટે શું છે કે તમે ભાવથી આમ દિલથી કરો. તમે જે રીતે મોમ કે ડેડને બોલાવો છો એવી રીતે તમારે એ પ્રેયર કરવી જોઈએ. તો એ સરસ મજાનો મંત્ર છે. તમને હમણાં જ સ્ક્રીન ઉપર દેખાશે. તો એને તમે સૌ લખી લો. હવે તમને સ્ક્રીન ઉપર એ મંત્ર દેખાશે. એ લખ્યું છે:
"નમસ્તે શારદે દેવી, સરસ્વતી મતિ પ્રદે. વસત્વમ મમ જીહવાગરે, સર્વવિદ્યા પ્રદાભવ."
ફરી એક વખત:
"નમસ્તે શારદે દેવી, સરસ્વતી મતિ પ્રદે. વસત્વમ મમજીહવાગરે, સર્વવિદ્યા પ્રદાભવ."
એ કહેવા માંગે છે કે હે શારદા દેવી સરસ્વતી, જે માં છે તેમનું નામ શારદા પણ છે. એટલે શારદા અને સરસ્વતી બંને માતા એક જ છે. તમે ફોટામાં જોઈ રહ્યા છો એ વીણા વાદન કરી રહ્યા છે. તો "સરસ્વતી મતિ પ્રદે". મતિ એટલે બુદ્ધિ. હવે બુદ્ધિ પાછી છે ને તો સારી પણ હોય અને ખોટી પણ હોય. એવું કહે છે ને ઘણાની બુદ્ધિ બગડી જાય એટલે પછી ખોટું ખોટું કર્યા કરે. હવે આપણે "મતિપ્રદે" કહીએ છીએ ત્યારે શું કહીએ છીએ કે અમને સદ્બુદ્ધિ આપજો, સારું કરવાની બુદ્ધિ આપજો, અમારું સારું થાય, સૌનું સારું થાય એવી બુદ્ધિ અમને આપો. પછી કહે છે "વસત્વમ મમજીવવાગરે". મારી જીભના અગ્રભાગ ઉપર એટલે જીભની આગળની ટોચ ઉપર સદાય આવીને વસી જજો. "સર્વવિદ્યા પ્રદાભવ". બધી જ વિદ્યાઓ. અહીંયા આપણે અવિદ્યાની વાત નથી કરતા. અવિદ્યા એટલે આ બધું જે કાંઈ છે તે. પણ "સર્વ વિદ્યા પ્રદાભવ".
તો બધી જ વિદ્યાઓ અમને પ્રદાભવ, અમને આપો. એ અમારી અંદર એનો પ્રાદુર્ભાવ થાવ, અમારી અંદર એક જ્ઞાન પ્રગટો. એ પ્રકારની આ સરસ મજાની પ્રાર્થના છે.
હવે પ્રાર્થના કર્યા પછીથી તમે જોયું હશે કે તમે એક મિનિટમાં કેટલા શબ્દો વાંચી શક્યા. હવે આ નંબર ઓફ વર્ડ્સ પર મિનિટ આપણે જે વાંચી શક્યા તેને આપણે જોઈ લીધું. એક કાગળ ઉપર આપણે બાજુ પર લખી રાખો. ત્યાર પછીથી હવે તમને આગળની ચીજો બતાવીએ. જેના અંદર પહેલા પહેલા પહેલા આપણે શું કરતા હતા? તો કે રીડિંગ શા માટે કરવું પડે? તો કે કોઈકે લખ્યું હોય તો આપણને વાંચતા તો આવડવું જોઈએ ને. જો વાંચતા ના આવડે આપણને તો શું કહેવાય? અભણ કહેવાય. એનો મતલબ એ નથી કે આપણે ફ્રેન્ચમાં અભણ જ છીએ ભાઈ, ઇટાલિયનમાં અભણ જ છીએ. કારણ કે એ ભાષામાં લખેલું હોય એ ભાષાને આપણે જાણતા નથી. પણ જે ભાષાને આપણે જાણતા હોઈએ એ ભાષાને તો આપણે વાંચી શકતા હોવા જોઈએ. તો પછી આપણે એ ભાષા ભણેલા કહેવાઈએ. અત્યારે આપણે સામાન્ય રીતે ભારતની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ત્રણ ભાષાઓ તો લગભગ બધા શીખતા જ હોઈએ.
એમાં આવે છે ઇંગ્લિશ પણ અને એ તો માથાનો દુખાવો થઈ જાય. ત્યાં શોધીને તમારા સ્પેલિંગો યાદ કરવાના, આ તે બધું કર્યા જ કરવાનું થતું હોય છે. તો બહુ જ કંટાળો આવે. પણ આ બધાની એક સરળ, સિમ્પલ, સાદી પદ્ધતિ છે. એટલે જો તમે સાચી રીતે આખી વાતને સમજી જશો કે આમાં આપણે શું કીધું કે "મતિ પ્રદાભવ". બરાબર. એટલે કે અમને જ્ઞાન અંદરથી ફૂટો. જ્યારે સૌથી નાનામાં નાના હતા ત્યારે આપણને પુસ્તકની અંદર અથવા તો હાથમાં મૂકીને મમ્મી કે પપ્પા કહેતા હતા, "એ ફોર એપલ". યાદ કરો એ દિવસ. ત્યારે આપણને બીજું કંઈ આવડતું નહતું. એ દિવસ યાદ આવે છે? એ દિવસે તમે એ "પલ એપલ એપલ" દિવસમાં કેટલી વખત બોલ્યા અને પપ્પા...
ને મમ્મી ખૂબ રાજી થયા, બધા રાજી થયા કે "મારો બેટો, મારી બેટી બોલતી થઈ ગઈ!" કે "આજે તો આવડી ગયું એ ફોર એપલ બોલતા." પછી લેટર ઓન તમને "એ ડબલ પી એલ એપલ થાય" એનો સ્પેલિંગ એવી સમજણ આપી. એ પછી આગળ ઉપર જ્યારે તમે આગળ ઉપર થયા ત્યારે કે "એપલ ઇઝ અ ફ્રૂટ." તો કે "એપલ એટલે કે સફરજન એ એક ફળ છે" એવી પણ ખબર પડી. પછી આગળ ઉપર એવી સમજ પડી, આપણે એપલ તો ખાતા હતા, તો કોઈક વખત સફરજન ખાટું પણ નીકળ્યું. દ્રાક્ષ જ ખાટી હોય એવું કાંઈ નહીં હો, સફરજન ખાટા હોય છે. હું અહીં અત્યારે આ જે દેશમાં છું ને, અહીંયા ગ્રીન એપલ આવતા હોય છે, એકદમ ગ્રીન. એ બિલકુલ એટલા બધા ખાટા હોય છે કે અહીંના લોકો એનું અથાણું બનાવીને ખાય. એકદમ ખાટું હોય પણ એનું અથાણું એટલું સરસ ચટાકેદાર બને છે કે હું થોડુંક લેતો આવીશ તમારા બધાને માટે. બસ એટલું તો હું કરી શકું.
તો એ એવી રીતે કરીને આપણે એક એક ચીજોને સમજતા થયા, એના સ્પેલિંગોને સમજતા થયા. આ બધી વસ્તુઓ આપણને ધીરે ધીરે ધીરે ખ્યાલ આવતી.
સૌ પહેલાના જમાનામાં કોઈ પુસ્તકો નહોતા. ભાઈ, તમે એક મહર્ષિ વેદવ્યાસજીનું નામ સાંભળ્યું છે? એ વેદવ્યાસજીએ જ્યાં સુધી આવ્યા સ્ટેજ ઉપર, ત્યાં સુધી તો પરંપરા એવી હતી કે ગુરુ જે કાંઈ બોલે તે શિષ્યએ સાંભળવાનું. શિષ્ય બોલે તે ગુરુ સાંભળે, એમાં ભૂલ હોય તો વળી પાછી એ સુધારે. એમ કરતાં કરતાં કરતાં કરતાં બધું જ મોઢે આવડી જાય અને મુ જવાની થઈ જાય. એવી રીતે એ જમાનામાં બધા ચાર વેદ ભણતા હતા. ચાર વેદ એટલે કેટલા? તો કે એક લાખ શ્લોકો થાય. એટલા બધા શ્લોકો પણ બધાને હું જભાને યાદ કંઠસ્થ રાખતા. પછી આ વેદવ્યાસજી આવ્યા, એમણે એને લખી કાઢ્યા પુસ્તકોના રૂપે. એ જમાનામાં તો પાંદડા હતા, પહેલા ભોજપત્ર હતા, ભોજપત્ર હતા એટલે એના ઉપર એ લખતા થઈ ગયા. તો ભોજપત્ર અને બધું તૈયાર થઈ ગયું એટલે પછી એને વાંચવાની જરૂરત પડે. તો પહેલા નિયમ એવો હતો કે સવારથી સાંજ સુધી એ લોકો ભોજપત્ર ઉપર લખેલું હોય તેનું વાંચન કરે.
સાંજ પડે એટલે પછી વાંચવાનું બંધ. જે વાંચેલું હોય દિવસ દરમિયાન તેની ઉપર એ લોકો ચિંતન મનન કરતા હતા.
તમે જુઓ, આજના દિવસની અંદર આપણે ગમે ત્યારે ઊંધા પડીને, ઓશિકું આમ નાખીને, તેમ કરીને, કેવી રીતે બેસીને કે સૂતા સૂતા એવી રીતે વાંચવા હોઈએ છીએ. આપણે લાઈટ કેવી રીતે આવે છે એ પણ બહુ અગત્યની વસ્તુ છે. તો આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખવો જોઈએ. જોયા અને એટલે એ બધી વસ્તુઓને જોઈ, એ વ્યવસ્થિત રીતે આપણે સીધા ટટ્ટાર બેસવું જોઈએ. યસ સર, ઓકે ગુડ. સો નાવ વી બિગીન. આપણા પ્રેયર્સ બધું બહુ સરસ થઈ ગયું. શારદા દેવી આપણી ઉપર પ્રસન્ન થયા અને આપણે હવે એ શારદા દેવી જે આપણને કહેવા માંગે છે તે શું છે એને સમજવું જોઈએ. તો એ કહે છે કે "હે વાણી, તું મારા મનમાં સ્થિર થાવ." આપણે સરસ પ્રેયર કરતા હોઈએ છીએ ઉપનિષદની અંદર. એમાં એવું કહીએ છીએ કે "વાણી મારા મનમાં સ્થિર થાવ અને મન મારી વાણીમાં સ્થિર થાવ." એટલે અસ્થિર મન અને અસ્થિર વાણી ચાલશે નહીં.
મન અને વાણી હૃદયમાં સ્થિરતા. "હે પરમાત્મા, મારામાં જ્ઞાન રૂપે પ્રગટ થાવ. હું રૂત બોલીશ, સત્ય બોલીશ. અમારું અધ્યયન તેજસ્વી બનો. અમે પરસ્પર દ્વેષ ના કરીએ. અમારું જે આયુષ્ય દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ અને અમારું કલ્યાણ થાવ." તો આવી કલ્યાણકારી પ્રાર્થનાઓ આપણે કરતા.
આપણે જ્યારે વાંચીએ તે વખતે આપણી આંખોની મુવમેન્ટ કેવી હોવી જોઈએ? સામાન્ય રીતે તમે વાંચતા હશો ત્યારે કેવી રીતે વંચાતું હશે અને પછી જ્યારે તમે સ્પીડમાં વાંચવાનું શરૂ કરશો ત્યારે કેવી રીતે તમારી આંખોની મુવમેન્ટ હોવી જોઈએ એના વિશે આપણે થોડુંક જાણીએ. હવે આપણે વાંચવા બેઠા હોઈએ તો હંમેશા આપણી જે બેક છે એ આ રીતના બહુ સ્ટ્રેટ વ્યવસ્થિત હોય એવી રીતે રાખીને બેસવાનું. જે વાંચવાનું હોય તે પુસ્તકને સરસ રીતે ઓપન કરવાનું અને થ્રુ આઉટ આ જ પોસ્ચરમાં બેસીને વાંચવાનું. થોડીવાર થાય ને એવું નહીં કે આપણે આમ થઈ ગયા, આમ થઈ ગયા. કંઈ લખવાનું આવ્યું તો પાછા આપણે આમ થઈ ગયા. આવા પ્રકારનું જ્યારે કરવામાં આવે ત્યારે પીઠમાં, કમરમાં બધે દુખાવો થવાનું શરૂ થાય છે. એટલે એવી આદતોથી આપણે બચવાનું. વ્યવસ્થિત રીતે આપણે અડધો કલાક, એક કલાક, બે કલાક જે બી આપણે નિર્ધારિત છે તેમાં વાંચવું.
તો તમે જોયું કે કેવી રીતે બેસીને વાંચવાનું છે કે આપણે સ્થિર તટ્ટાર બેસવાનું છે. હંમેશા લાઈટ આપણી લેફ્ટ સાઈડથી આવતું હોય એવી રીતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે.
વાંચતા વાંચતા જ્યારે આપણને થાક લાગે, ઊંઘ આવે છે કે એવું કંઈ થાય તો તરત જ થોડીક એક્સરસાઈઝ કરવાની. આમ ઉપર સુધી સ્ટ્રેચ કરો કે આ સાઈડ ઉપર આવી રીતના કરીને આવી રીતના કરી લો. એટલે થોડી વખત આમ સહેજ પાછળ જઈને પણ કરી શકાય અને આગળ આવવાનું. એટલે તરત તમારે ઊંઘ ઊડી જશે. ઊંઘ ઊડી જાય એટલે પાછું ફરી આપણે વાંચવાનું શરૂ કરી શકીએ. હવે આપણે એ વાંચતી વખતે આપણી આંખોની જે મુવમેન્ટ છે ને એ કેવી હોય છે? આ ડોકું છે એમ બિલકુલ સ્થિર હોય અને ફક્ત આંખો જ આપણી ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ જતી હશે. એ જુઓ, આને સમજવાનો પ્રયત્ન કરો. જો આ રીતે આંખોની મુવમેન્ટ ચાલ્યા કરતી ધીરે ધીરે કરતાં એક આખું પેજ આવી રીતના આપણે વાંચી શકીશું. આનાથી શું થશે? તો કે ડોકામાં દુખાવો ઓછો થશે અને એના કારણે તમે એક જ જગ્યાએ ફોકસ કરીને તમે લાંબો સમય સુધી તમે વાંચી શકશો.
જુઓ, આ એક ત્રણ ભાગ આપણે કરતા જઈએ છીએ. એક જ પેજમાં એકસાથે બે શબ્દ, ત્રણ શબ્દ એકસાથે વાંચવાના. એમાં પૂર્ણવિરામ, પંક્ચ્યુએશન વગેરે વગેરે જે કંઈ આવતું હોય ત્યાં ત્યાં અટકવાનું. અધરવાઈઝ સળંગ આ રીતે વાંચી શકાય. હવે આવી પ્રેક્ટિસ તમારે ૧૫ દિવસ કરવાની.
કરતા જશો એટલે તમારી વાંચનની સ્પીડ ખૂબ ઝડપ વધી ગઈ હશે અને આંગળી મૂકીને આવી રીતે વાંચેલું તમને હંમેશા યાદ રહેશે. એટલે આવી ૧૫-૨૦ દિવસ સુધી સતત તમે પ્રેક્ટિસ કરજો. કોઈપણ પેજ ખોલો, વાંચો, તો ત્રણ-ત્રણ શબ્દ આરામથી એક સાથે તમે વાંચી શકશો. દાખલા તરીકે, "Apple is beautiful." હવે જો આવું લખેલું હોય "Apple is beautiful", તો તમે આટલી જગ્યાની અંદર હશે અને એ તમે પૂરેપૂરું વાંચી શકશો. એટલે ફૂલ સેન્ટેન્સ વાંચવા માટે તમારે એક, બે અને ત્રણ; તો એક, બે અને ત્રણ એવી રીતે કરતાં કરતાં કરતાં તમે વાંચી શકશો અને એવું કરવાથી તમારી વાંચનની સ્પીડ ખૂબ વધી ગઈ હશે.
આના પછી આપણે જોઈએ, એક બીજી પદ્ધતિ છે કે જેની અંદર આપણે શું કરવાનું છે કે માનો કે આ એક પેજનું પેપર છે, એને બિલકુલ હાફ ચોઈસ જાણે કે કરી નાખ્યું હોય એવી રીતના. તો અડધો અડધો પોર્શન આપણે એક સામટું વાંચીશું. તેના માટે આંખોની મુવમેન્ટ જો આવી હશે. યસ, ત્રણેક સેન્ટેન્સ અંદાજે પૂરા થાય એટલે પાછું ફરી વખત આપણે આંખોને એક પલક ઝપકાવવાની. આ કરવાનું ચૂકવાનું નહીં. આ શા માટે કહું છું કે અત્યારે લોકો જે સતત વાંચન કરે છે ખોટી પદ્ધતિથી, તેના કારણે એ બધાને ચશ્માના નંબરો બધું આવી જાય છે. હવે યોગશાસ્ત્ર એવું કહે છે કે આપણી અંદર રહેલો જે કુર્મ નામનો પ્રાણ છે, એ કુર્મ નામનો પ્રાણ આપણી આંખોને પલક ઝપકાવવા માટે થઈને જવાબદાર છે. હવે તમે જોશો કે અસ્થિર મગજના, જેનું ચિત્ત દોડાદોડ કર્યા કરતું હોય, એવા માણસોની આંખો છે ને આમ પલક ઝપક્યા જ કરતી હોય.
પલક આમ વાતો કરે તોય આમ આમ કર્યા કરતા હશે, તમે જોશો એ પ્રમાણે. અને જે માણસ એકદમ આમ સોલિડ હોય, પોતે રોક સોલિડ, પોતે નક્કી જ કરેલું હોય એ પ્રમાણે કરતો હોય, તો તેની આંખો કેવી હશે? એની સ્થિર. એટલે આંખો સ્થિર થશે તો પછી તમે એ રીતે સારું વાંચન કરી શકશો.
સારું વાંચન આ એક પ્રકારનું યોગમાં જે બતાવવામાં આવે છે, ત્રાટક ક્રિયા. આપણે એવા કોઈ ત્રાટક કરવાની જરૂર નથી અત્યારે આગળ ઉપર. આ તો બધું શીખીશું, પણ તમારે શું કરવાનું? તો કે વાંચવાનું જે પુસ્તક છે આપણી સામે, બિલકુલ આ રીતના ટેબલ પર વ્યવસ્થિત રીતે સેટ કરી અને મૂક્યું હોય. આપણી આંખોથી એનું ડિસ્ટન્સ ૧૪ ઇંચથી વધારે ના હોવું જોઈએ અને ઓછું પણ ના હોવું જોઈએ. ૧૪ ઇંચ દૂર રાખીને તમે જો આવી રીતના સીધા મૂકીને આવી રીતના આમ સીધું સીધું વાંચી શકશો, તો એ યોગ્ય પદ્ધતિ કહેવાશે. યોગ્ય પદ્ધતિ કેવી રીતે? આવી રીતે. આવી રીતે ૧૫ થી ૨૦ દિવસ વાંચ્યા પછીથી, હવે તમારે શું કરવાનું કે સ્પીડ ખાસી બધી તમારી આવી ગઈ હશે. ત્યાર પછી તમારે એવું કરવાનું કે જાણે કે આના બે ભાગ કરી નાખ્યા છે એવી રીતના, બિલકુલ આ રીતના. તો એને આપણે આમ વાંચવાની શરૂઆત કરવાની.
હાથમાં પેન-પેન્સિલ રાખવાની અને આવી રીતે વાંચતા જ જવાનું. સૌ આ રીતના તમે વાંચી શકશો ખૂબ ઝડપથી. પછીથી તો ૧૫-૨૦ દિવસ પછી તમે આ પ્રમાણે વાંચી. પછીનો તબક્કો એક આખો આવશે કે જેની અંદર તમારી આંખો સ્થિર થઈ ગઈ હશે. લગભગ ત્રણ સેન્ટેન્સની આસપાસ એકાદ વખત પલકને ઝપકારો મારવાની તમને જરૂર પડશે અને ત્યારે જ્યારે તમે વાંચતા હશો, ત્યારે કેવી રીતે વંચાતું હશે એ આપણે જોઈએ. જો આ રીતે વંચાતું હશે ત્યારે સીધું જ આંખો ફરી રહી છે અને હું આ રીતે ખૂબ સ્પીડમાં વાંચી રહ્યો છું. એટલે આ પ્રેક્ટિસનું કામ છે. આમાં જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો, એ પ્રમાણે તમને સ્પીડ વધતી જ જશે.
મારો અંદાજ એવો છે કે જો તમે આ ત્રણેય વાંચન પદ્ધતિઓ કે જે પહેલી પદ્ધતિની અંદર આપણે એક સેન્ટેન્સના લગભગ અંદાજે ત્રણ ટુકડા કરવાના, બીજીની અંદર એક સેન્ટેન્સના બે ટુકડા કરવાના, પછી આખે આખું સેન્ટેન્સ વાંચવાનું, પછી આ એક સાથે બે-બે સેન્ટેન્સ વંચાશે, ત્રણ-ત્રણ સેન્ટેન્સ વંચાશે. આગળ ઉપર સ્થિતિ એવી આવશે કે તમે આખો પેરેગ્રાફ વાંચી શકશો એક સામટો, આમ જાણે ફોટો પડતો હોય ને, ક્લિક થતો હોય. તમે બધા ફોટો તો પાડો છો જ એટલે તમને ખબર છે કેવી રીતે ફોટો પાડવાનો. આનો ફોટો અહીં પાડવાનો છે અને એ ફોટો પાછો સ્ટોર થવો જોઈએ. એવી રીતના કરી અને આ બધું યાદ અંદર અપ ટુ ડેટ રહેશે આપણને અને એના માટે હું તમને ત્રણ-ચાર નાના નાના સુંદર મજાની વાત લખાવું છું. તમે સૌ લખી લો.
જેમ કે, શરૂ કરો: "God is almighty." (ઈશ્વર સર્વશક્તિમાન.) હવે બીજું સેન્ટેન્સ લખો: "Each day, I am reading faster." (દિવસે દિવસે હું ખૂબ ઝડપથી વાંચું છું.) પછીનું સેન્ટેન્સ લખો: "Day by day, I am reading faster and remember what I read." (દિવસે દિવસે હું ખૂબ ઝડપથી વાંચું છું અને વાંચેલું બધું જ યાદ રાખું છું.) પછીનું સેન્ટેન્સ લખો: "Now, I am able to remember everything that I read." "Now, I am able to remember everything by divine grace. I am reading faster and remember and recall." (એટલે કે દિવ્ય કૃપાથી હું ખૂબ ઝડપથી વાંચું છું અને બધું જ યાદ રાખું છું.) પછીનું સેન્ટેન્સ: "I always recall exactly what I read, exam or no exam." (એટલે કે પરીક્ષા હોય કે ના હોય, હું જે વાંચું તે હંમેશા યાદ જ રાખું છું.) પછીનો સેન્ટેન્સ લખો: "I use knowledge and skills for better me and better world." (હું આ જ્ઞાન અને કળ કૌશલ્યનો ઉપયોગ મારા સારા માટે અને વિશ્વના સારા માટે, કલ્યાણ માટે કરી રહ્યો છું.) "With Lord, I am able, capable and confident to do anything good required by me." ફરીવાર: "With Lord, I am able to do anything good required by me." (એટલે કહીએ છે કે ઈશ્વરની સાક્ષીએ હું શક્તિમાન છું, હું સક્ષમ છું, મને પૂર્ણ વિશ્વાસ છે કે મારે જે કંઈ કરવું પડશે તે બધું જ હું કરી શકીશ.) આવા પ્રકારનું એટીટ્યુડ.
આપણે, આપણે ડેવલપ કરવાનો વાંચતા પહેલા જ જો વિચાર કરીએ આપણે કે, "ભાઈ, આ બધું તો બહુ અઘરું છે અને મને કેવી રીતે આવડે?" તો એક વસ્તુ યાદ રાખો કે તમને જે આપવામાં આવેલું જીવન છે, તે બહુ મોટું છે. અને આ સામે જે પડેલી સમસ્યા હોય, ગમે તેટલી હોય, આટલી જ. કારણ કે તમે સમસ્યા છે એવું તમે જોઈ શક્યા, તમને ખબર પડી ગઈ કે સમસ્યા છે. બોલો, કેટલા હોશિયાર કહેવાઓ! એટલે હવે એ સમસ્યાનું સમાધાન શોધવાનું છે, એનો ઉકેલ લાવવાનો છે આપણે. ઉકેલ આપણે કેવી રીતે થાય? તો કે અભ્યાસથી. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પણ શું કીધું હતું કે, "ભાઈ, તું યોગનો અભ્યાસ કરજે." એટલે અભ્યાસમાં શું હોવું જોઈએ? તો કે નિયમિતતા હોવી જોઈએ.
હવે આજે એક વખત વાંચ્યું આપણે, પછી એ પુસ્તક મૂકી દીધું. પછી બે મહિના સુધીને કશું એને અડીએ નહીં, એવું બધું કર્યા કરતા હોઈએ તો આપણને યાદ રહી શકે નહીં. સમજાય એવી વાત છે. પણ હવે જે તમને આ વાંચવાની પદ્ધતિ આપી કે, પહેલાની અંદર તમારે એક સેન્ટેન્સના ત્રણ ભાગ કરવા. પછી પંદર દિવસ પછી એક સેન્ટેન્સના તમારે બે ભાગ કરીને એવી રીતે આખું પાનું સળંગ ત્રીજાની અંદર તમારે ઉપરથી શરૂ કરીને નીચે સુધી વંચાશે. એ કેવી રીતે હશે તે આપણે જોઈએ. એનો સરસ મજાનો એક વિડીયો પણ છે આપણી પાસે. સત્યમભાઈ આપણને બતાવે. આ યથાર્થ ગીતાનું ઉપરનું પાનું છે. અહીંથી આપણે એમ કે વાંચનની શરૂઆત કરો. જો, આવી રીતના વંચાશે. આની અંદર આ મોબાઈલથી લીધેલો છે, એટલા માટે થોડું આ મુવમેન્ટ આપણને દેખાય છે. વાસ્તવની અંદર જે આપણે પેલી આંખોની સ્ટેડી મુવમેન્ટ હતી, એવી રીતે વાંચશો તો આ આટલું બધું તમને હાલતું નહીં દેખાય અથવા ડોકું તમારે આટલું બધું આમથી આમ ફેરવવાનું જાણે કે થતું હોય એવું છે લાગે છે, તેવું નહીં થાય.
હવે આના પછી એક બીજી છે તે વિડીયો પણ ચેક કરી લઈએ. "નેક્સ્ટ વિડીયો પ્લીઝ." એમાં વાંચન આ રીતે આવશે. એક્ઝેક્ટલી આ જ રીતે આટલી સ્પીડે તમે વાંચી શકતા હશો. ધેરવા તો અંદાજે અઢીથી ત્રણ મહિનાની પ્રેક્ટિસ જો તમે સતત ચાલુ રાખશો તો તમે આ સ્પીડે વાંચી શકશો. એટલે લગભગ મારા હિસાબે, ભાષા તો કોઈપણ હોય, પણ એક મિનિટમાં લગભગ એક પાનું વંચાશે. એક મિનિટમાં એક પાનું એટલે સાઠ મિનિટમાં તમે સાઠ પાના વાંચી શકો. અમે અત્યારની અમારી જે સ્પીડ છે એ તમને કહું તો, એક કલ એક કલાકની અંદર હું સો પાના વાંચી શકું છું. એટલે હજાર પાનાનું કોઈ પુસ્તક હોય તો એ વાંચતા મને દસ કલાક જ થાય, "10 Hours". અને અત્યારે હું પુષ્કળ વાંચું છું અને પુષ્કળ લખું પણ છું.
હવે તમને સમજાવું કે આ કરતી વખતે વાંચન, આપણે હંમેશા છે ને આપણે શ્વાસ લેવાનું ચૂકવાનું નહીં. ઘણા બધા એવું કરે છે, આમ એટલું બધું શેલો બ્રીધિંગ થઈ ગયું હોય વાંચતા વાંચતા કે શ્વાસ જ ના લેતા હોય. હવે પૂરતા પ્રમાણમાં જો એક ઓક્સિજન જાય જ નહીં તો પછી મગજમાં ડલનેસ આવી જાય ને! એટલા માટે પ્રોપર બ્રીધિંગ કરવું જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી તમારામાંથી ઘણા બધા પ્રાણિક હિલર છો, અરાધિક સ્ટુડન્ટ છો, તો તમને પ્રાણિક બ્રીધિંગ વિશે તો આવડી જ ગયું છે. એની અંદર "ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, હોલ્ડ, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, હોલ્ડ, હોલ્ડ, એક્સેલ" એ પ્રમાણે છ વખત તમે શ્વાસ લેશો એટલે તમે જોશો કે તમારા શરીર અને મનની અંદર પાછી તાજગી આવી જશે.
હવે જો તમને વધુ સ્ટ્રેન્થ પાવર જોઈતો હોય તો એક "7W" નામની બ્રીધિંગ પેટર્ન છે, તેના વિશે જાણી લેજો. સાત ગણતા સુધી કન્ટીન્યુસ શ્વાસ લીધા જ કરવાનો. વન કાઉન્ટ સુધી હોલ્ડ કરવાનો. સાત ગણતા સુધી કન્ટીન્યુસ હળવે હળવે હળવે શ્વાસ છોડતા જવાનો. એક કાઉન્ટ સુધી પાછું ફરી હોલ્ડ કરવાનું. એવી પાંચથી સાત સાયકલ કરશો એટલે ચિત્ત બિલકુલ શાંત થઈ ગયું હશે. પછી ફોકસ આવશે. પેલા ઘોડાને આમ પેલું બાંધી દીધું હોય તો કેવી રીતે જુએ? એવી રીતના પછી એ ફક્ત એના પર જ કોન્સન્ટ્રેટ કરી શકે.
આ સાથે સાથે તમારે પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ લેવી જોઈએ. "સ્લીપ" સમય થાય રાત્રે દસ વાગ્યે એટલે સુઈ જવાનું. પછી બાર વાગતા સુધી આપણે જો મૂવી અને ટીવી જોતા હોઈએ ને મોબાઈલ જોતા હોઈએ તો બીજા દિવસે પછી સ્કૂલની અંદર જોકા આવી શકે. અને આ બધી વસ્તુઓ શું છે કે "આઈ કેચિંગ" છે, "માઈન્ડ બોગલિંગ" છે અને થાકોનારી છે. સાથે સાથે આ બધી વસ્તુઓ એડિકશન કરનારી છે. એટલે જીવનમાં જો તો મને આમ નિશ્ચય નક્કી કરેલો છે આપણે કે જો આગળ જ વધવું છે અને સરસ રીતે કંઈક કરવું કરવું છે, આ જીવન બહુ અનમોલ છે, તો એનો કંઈક સરસ ઉપયોગ કરવો છે, તો પછી આપણે આ બધી વસ્તુઓથી થોડા અળગા રહેતા થવું પડશે.
આ બધા તમારા પેરેન્ટ્સ, મોટા બધા જે લોકો અમારી પાસે આવે છે, એ દરેકને અમે શું કહીએ છીએ કે, "તમે અનાશક્ત થાઓ. કોઈપણ વસ્તુમાં તમે આસક્તિ થશ લગાડશો નહીં. Don't be fond of anything." દરેક વસ્તુનો જરૂર પ્રમાણે તમારે થોડો થોડો ઉપયોગ કરી લેવો. પણ જેવો ઉપયોગ પૂરો થઈ જાય એટલે પછી એ વસ્તુને છોડી દેવી જોઈએ. એને સતત આપણે પકડીને બેસી રહીએ તો આપણે આગળના જે સ્ટેપ જીવનના કરવાના હોય તેનાથી આપણે આપણે વંચિત રહી જતા હોઈએ છીએ.
એથી એક બીજી અગત્યની બાબત છે: ડાયટ, તમારો આહાર. જ્યારે તમે વિદ્યાભ્યાસ કરી રહ્યા છો, તો વિદ્યાભ્યાસ કરતી વખતનો તમારો જે આહાર છે એ હળવો હોવો જોઈએ, સુપાચ્ય હોવો જોઈએ. પણ સાથે સાથે તમને પૂરતું પોષણ આપી શકે એટલો ઠોસ, નક્કર પણ હોવો જોઈએ. એટલે આહારની અંદર તમારે પૂરતા પ્રમાણમાં ફ્રુટ્સ, વેજીટેબલ્સ અને ડ્રાય ફ્રુટ્સ આ ત્રણેય છે કે કેમ એ ચેક કરી લેજો. ના હોય તમારા આહારમાં તમે નક્કી કરીને ફેરફાર કરો. તમારા માતા-પિતાને જણાવો કે, "મારે મારા આહારના અંદર આનું યોગ્ય પ્રમાણ કેવી રીતના હોઈ શકે એ તમ મને મને કરીને બતાવો." એટલે એ લોકો કહે છે કે, "ભાઈ, તમારે સૌથી પહેલામાં..."
પહેલા સવારે ઉઠીને ડ્રાય ફ્રુટ્સ ખાવા જોઈએ. સવારમાં ઉઠીને તમારે ફ્રુટ્સ ખાવા જોઈએ સવારે. પછી બપોરના લંચની અંદર તમે જે બોક્સ, ટિફિન વગેરે કંઈ લઈ જતા હોય, તો તેની અંદર હાફ પોર્શન સલાડ વગેરે વેજીટેબલ્સ બધા હોવા જોઈએ. આઈજી સાહેબ છે ને, તેમણે ને બધાને ખૂબ શાકભાજી ખવડાવે રાખે છે. એ તો ભાજીપાલાના નિષ્ણાત હતા એટલે વિદ્વાન એવી રીતના કરી કરી અને બધા લોકોને તેમણે સાચી સારી રીતે આહારના માર્ગે વાળેલા છે.
હવે તમે પણ એ રીતે તૈયાર થઈ ગયા છો. આની સાથે સાથે તમારે એક બેલેન્સમાં એક્સટ્રા કરક્યુલર એક્ટિવિટી પણ રાખવાની. જે કંઈ તમને ગમતું હોય, ઇનડોર અથવા આઉટડોર. બહેતર તો એ છે કે એક ઇનડોર હોય અને એક આઉટડોર એક્ટિવિટી હોવી જોઈએ, કારણ કે "બેલેન્સ ઇઝ લાઇફ". લાઇફની અંદર જો બેલેન્સ ન કર્યું હોય, તો આપણે આમ બે પગે બરાબર જેમ ચાલીએ છીએ તેમ ચાલતા હોતા નથી. એકની સ્પીડ વધારે હોય, બીજાની ઓછી હોય તો શું થાય? વોબલિંગ, પડી જવાય. "ઇટ લાઇફ મીન્સ બેલેન્સ". દરેક વસ્તુઓનું બેલેન્સ હોવું જોઈએ.
તો એ પ્રમાણે તમે કોઈપણ એક્ટિવિટીની અંદર ભાગ લો. અહીંયા આગળે વાંચન તમારું અમુક કલાક સુધી થાય, સવા કલાક સુધી થાય એટલે પછી પાછા ઊભા થાવ. થોડા સ્ટ્રેચિંગ, બેન્ડિંગ કરો. સાઈડવેઝ, ફ્રન્ટ, બેક એવી રીતના કરો. પાંચ પાચ પુલ અપ કરો, ક્યાંક લટકી જાવ. પાંચ દંડ કરો અથવા પાંચ બેઠક કરો. હવે અડધો કલાક વાંચન થઈ ગયું છે એટલે આપણે જે પાણી લઈને બેઠા હોય તેમાંથી હમેશા વાંચતા ધ્યાન રાખ. જેટલું પાણી પીવું હું છું, પહેલું જ છે. ત્યાર પછી શરીરની જે અકડન-જકડન હોય તેને દૂર કરવા માટે ખુરશીમાં જ બેઠા બેઠા કસરત બી કરી જવી જોઈએ. એટલે બહુ સિમ્પલ, સીધી-સાદી કસરત છે. સ્ટ્રેચ કરો, ઉપર રિલીઝ કરો. એક-બે વખત કરશો, સારું લાગશે. પછી બંને હાથને આ રીતે લોક કરી અને આવું બે થી ત્રણ વખત કરી શકાય. ત્રણે વખત થોડું પાછળ વળી અને આગળની તરફ પણ થોડું ઝુકવું જ જોઈએ.
આટલું કરી લેવાથી પાછી ફ્રેશનેસ આવી જશે.
ચલો તો પછી ફરી વાંચવાનું શરૂ કરી દઈએ. તો વાંચીએ છીએ એની અંદર આપણને કોઈકને કોઈક ભાષાનો પ્રયોગ કરવો પડે છે. હવે તમને ભાષા વિશે સમજાવું. આ ભાષા શા છે કે કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એને ઓળખવા માટે આપણે એક પ્રકારનો કોઈ એક અક્ષરનો ઉપયોગ કરીએ છીએ. અક્ષર એટલે કેવી વસ્તુ છે કે ક્યારેય ક્ષર ના થાય, મતલબ કે એનો ક્યારેય નાશ જ ના થાય. એટલે એને અક્ષર કહેવાય છે. આપણે આપણે લખેલું હોય તો સારો પેપર હોય તો 100 વર્ષ પણ ચાલે. 500 વર્ષ જૂના પણ હોય. અમુક મ્યુઝિયમ તમે જોવા જશો તો તેની અંદર મહાન વિદ્વાન લોકોએ લખેલા પુસ્તકો કે કાઈ એમને કરેલી સિગ્નેચર કે આ બધું સાચવીને સ્ટોર કરેલું છે, હજાર-હજાર, બે હજાર વર્ષ સુધી. મતલબ, કાંઈ પણ લખેલું હોય એ ક્યારેય ચાલ જતું નથી રહેતું. વાંચન અને લેખન જે કંઈ આપણે કહીધું, તે શેનાથી થાય છે?
તો કે અક્ષરો વડે, આલ્ફાબેટ વડે થાતું.
હવે તમને થોડીક ઝીણી વાત કરું. આ આપણું આ બ્રેન છે, તેની અંદર એવું કે છે કે સહસ્ત્ર દલ છે, 1000 પેટલ છે. ગુલાબને કેટલી બધી પાંખડીઓ હોય, તો એવું આ એક કમળ જેવું ફૂલ છે જાણે કે, અને તેની અંદર 1000 પાંખડીઓ છે. યોગશાસ્ત્રના નિષ્નાતો એવું કહે છે કે આ દરેક પાંખડીનો એક પોતાનો અક્ષર છે. જેમ કે, "અ", "આ", "ઈ", "ઉ" એ રીતના. હ, પછી "અ", "બ", "ક" એ રીતના પણ. તો બધા થઈને આવી રીતના 52-56 બધા શબ્દો જે કાઈ હોય તે પ્રમાણેનું બધું ત્યાં ઘરે અંદર છે.
હવે જ્યારે સંપૂર્ણ જ્ઞાન આપણને મેળવવું હોય, તો સૌથી પહેલામાં પહેલું શું થવું જોઈએ? તો કે આ ક્રાઉન ચક્ર આપણું એક્ટિવેટ થવું જોઈએ. ક્રાઉન ચક્ર એક્ટિવેટ થાય પછીથી આપણને શું મળે છે? તો કે ઇલ્યુમિનેશન, પ્રકાશ, એક પ્રકારનું જ્ઞાન, શક્તિ. આ બધી વસ્તુ આપણને મળે છે. પણ ક્રાઉન ચક્રને એક્ટિવેટ કરતા પહેલા આપણે શું કરવું જોઈએ? તો કે હાર્ટ ચક્રને પણ એક્ટિવેટ કરવું જોઈએ. તો આપણે આપણા હાર્ટને જો આપણે રિસ્પેક્ટ ના આપતા હોઈએ, આપણે આપણા ક્રાઉનને રિસ્પેક્ટ ના આપતા હોઈએ, આપણે આપણા બોડીને રિસ્પેક્ટ ના આપતા હોઈએ, આપણે બરાબર બેસતા ના હોઈએ, ગમે તેમ અવિવેકી વર્તન કરતા હોઈએ, તો આપણને ગમે તેટલા વિદ્વાન થઈએ તો પણ આપણનેસ સાચી વિદ્યા આવડતી નથી. એટલે કહે છે કે વિદ્યા શેનાથી શોભે છે? તો કે વિવેકથી શોભે છે, વિનયથી શોભે છે. તો આપણામાં વિનયશીલતા આવવી જોઈએ.
જેમ જેમ આપણે ભણતા જઈએ તેમ તેમ વિવેક આવતો જોય. વિવેક વગરનું જ્ઞાન બધું જે છે, એ કેવું છે? બ્રેક વગરની ગાડી જેવું છે. પછી એ કયા સ્ટેશન લઈ જને ઊભું રાખી દેશે તે કઈ ખબર પડતી નથી. અને ભટકાવ્યા પછી બહુ મોડું થઈ જાય છે. મોડા મોડા જ્યારે આપણને ભાન થાય કે, "અરે ભઈ, જિંદગીમાં મેં તો બહુ મોટી ભૂલો કરી નાખી!" પણ પછી તો એ મોટા થયા પછી પાછળ આવેલા બાળકોને કહેવા માટે જ હોય છે કે, "મારી આવી આવી ભૂલો થઈ ગઈ, તમે હવે આવું બધું ના કરતા." એ પણ જો પ્રમાણિક હશે એ લોકો, તો એ તટસ્થતાથી એ તમને કહી શકશે. અધરવાઈઝ તો એ પણ છુપાઈ દેશે. પણ યાદ રાખો, તમારી આવી સ્થિતિ ના થવી જોઈએ.
તો આ ભાષા જે છે, તે ભાસ થાય છે જે જે વસ્તુઓનો. તેને તેને સિમ્બોલિક રૂપે નક્કી કરીને કે, "ભઈ, આના માટે આ શબ્દ છે, આના માટે આ શબ્દ છે, આના માટે આ શબ્દ છે," એમ કરીને આખું ભાષા બનાવવામાં આવી છે. એટલે એને વાણી કે છે, કારણ કે આપણે એને ઉચરીએ છીએ, બોલીએ છીએ. એને બોલી પણ કહેવામાં આવે છે. તો શબ્દો છે એ શું છે? તો કે આપણા ભાવ ને વ્યક્ત કરવાનું સાધન છે. તમે જોયા હશે એવા લોકો કે જે લોકો ક્યારેય બોલી નથી શકતા હોતા. તો એ લોકો આવા પ્રકારના સિમ્બોલ બધા કરે અને પછી સમજાવે એકબીજાને. આપણે ત્યાં આગળે અમદાવાદમાં બહેરા મુંગાની શાળા છે. ત્યાં આગળે આવી બધી આખી ભાષાની એક...
પદ્ધતિ છે જે શીખવવામાં આવતી હોય છે. એટલે શબ્દો જે છે એ આપણી ભાવના અભિવ્યક્તિને વ્યક્ત કરવાનું સાધન છે. તમારે વધુને વધુ ડિક્શનરીનો કે શબ્દકોષનો, જો હિન્દી અને ગુજરાતી હોય તો, તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. તમારા ટેબલ પર આ વસ્તુ હોવી જોઈએ. જ્યારે પણ ના આવડે એવો કોઈ પણ સ્પેલિંગ આવે, કોઈ પણ વસ્તુ આવે, એટલે બાજુમાં પેપર-પેન લઈને બેઠા હોઈએ, સાઈડ પર લખી નાખવાનું. પછી એને અને ફૂલ સાથે એનો જે કંઈ મિનિંગ આવે છે, શું આવે છે, તે બરાબર એનો સ્ટડી, એને જોવાનું, સમજવાનું. પછી એક મિનિટ માટે આંખ બંધ કરવાની કે મેં આ બધું જે કંઈ વાંચ્યું તે મને બધું યાદ જ છે. લોક કિયા જાય, બરાબર?
તો ભાષાની જે બાબત છે, તેમાં એવું છે કે સૌથી પહેલાના ટાઈમમાં તો લોકોની પાસે આટલી બધી ડેવલપ વાણી હતી જ નહીં. એટલે એ લોકો સાઈન લેંગ્વેજથી વાતો કરતા હતા. તો તમે ઘણી જગ્યાએ એવી ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરશો, ત્યાં તમે જોશો કે ત્યાં આગળે એવી એવી ભાષાઓની અંદર એ લોકોએ બધા દિવાલો ઉપર કોતરણી કરીને ચિત્રોને બધું લખેલું હોય. હવે એ ભાષા પણ અત્યારે તો એને ઉકેલનારા માણસો પણ બહુ જ ઓછા મળે, પણ એવા ઇતિહાસકારો આજે પણ મોજૂદ છે. એટલે એ પણ એક બહુ અદભુત વિજ્ઞાન છે. તમારે શીખવું હોય તો એ પણ શીખી શકાય એવી સરસ મજાનું એ વિજ્ઞાન છે.
તો હું તમને વાત કરતો હતો ભાષા વિશે. આપણે આ ચાર પદ્ધતિને વાંચતા થયા, બરાબર? હવે એમાં આ આયામને આપણે જોડી દઈએ. તો ભાષાના અંદર એક ભાગ એવો છે કે જે આપણે મોઢેથી બોલીને કહીએ છીએ. અત્યારે હું તમારી સાથે જે વાતચીત કરું છું તેને શું કહેવાય? વૈખરી. વૈખરી ભાષા છે. વૈખરી એટલે જે હલાવીને આપણે બોલીએ છીએ, જે તે ભાષા. બીજી ભાષા છે એ મધ્યમા છે. એ મધ્યમા ભાષાની અંદર કેવું હોય કે આપણા હોઠ ફફડે પણ અવાજ બહાર ના આવે. તમે કઈ રીતે વાંચો છો? મોટેથી બોલીને કે હવે તમે મોટા થઈ ગયા છો એટલે મનમાં વાંચો છો? હોઠ ફફડાવીને? હજુ પણ હોઠ ફફડાવો? એક ત્રીજી પદ્ધતિ પણ છે, હોઠ ફફડાવ્યા વગર વાંચી શકાય, બિલકુલ સાયલન્ટ. જો આ રીતે હું જે વાંચી રહ્યો છું તે મંચાય. પછી મારે હાથ રાખવાની પણ જરૂર નથી. મારા હાથ તો આમ જ હોય અને હું છેક ઉપરથી છેક નીચે સુધીનું આખું પાનું વાંચી શકું.
તો એ જે પદ્ધતિ છે તેને પશ્યંતી કહેવામાં આવે છે. શું કહેવાય? પશ્યંતી. એ પશ્યંતિનો ઉપયોગ કરીને તમે મોટા મોટા પુસ્તકો થોડા સમયમાં વાંચતા થઈ જશો. પણ એના મૂળની અંદર આ અગાઉ તમને જે આપેલી છે એ ત્રણ એક્સરસાઈઝ છે. એને એક પછી એક, પહેલા એકમાં નિપુણતા મેળવો, પછી બીજી પર જાવ, પછી ત્રીજી પર જાવ. આમાં ક્યાંય અગવડ-મુશ્કેલી પડે તો તમારા માતા-પિતાને તમે ચોક્કસ એમની સહાય લેજો. નહીં તો અમારા આઈજી સાહેબ છે, અમારા સત્યમભાઈ છે, આ પ્રણવભાઈ છે, બધા લોકો જે છે ત્યાં આગાળે એ લોકોને તમે મળશો. હિમાંશુભાઈ છે, તો એ લોકો પણ તમને સમજાવી શકશે કે આનો ઉપયોગ કેવી રીતે કરીને આપણે વાંચવાનું કીધું તું. તો પશ્યંતી ભાષામાં આપણે ખરેખર વાંચતા થઈ જવા જોઈએ ત્રણ મહિનાની અંદર, સમજાયું?
હવે આ પશ્યંતિથી પછીની એક વાણી પણ છે. એ ચોથી વાણી છે ને એ બહુ જોરદાર. એને શું કહેવાય કે પરાવાણી કહેવાય. પરા જેને આવડી ગઈ ને એને તો કલ્યાણ જ થઈ જાય. "હલો, હા સર." એટલે પરાવાણીનો ઉપયોગ... મારે અહીંયા સ્ક્રીન ઓફ થઈ ગયો હતો, માફ કરજો. હા, તો એટલે એ પરાવાણીનો ઉપયોગ આપણે કરી અને વાંચતા થવાનું. એ પરાવાણીનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તમે ઘણી વખતે તમારા મિત્ર સાથે રમવા જતા. ઘણી વખતે તમારા મમ્મી એમ કહે કે અત્યારે બહાર નથી જવાનું. તમે તમારા મિત્રની સામે જઈ આમ જોતા હતા અને તમે એને એમ જ વગર બોલે સમજાવતા હતા, યાદ આવે તમને એ વખત? એક પણ શબ્દ બોલ્યા વગર તમારી અને તમારા મિત્રની વચ્ચે એક જાતનું કોમ્યુનિકેશન થતું. બસ એ પરાનું મૂળ છે. એટલે એ કંઈ એટલું બધું અઘરું નથી, પણ પરા છે ને એ બહુ સ્પીડી છે. જબરજસ્ત સ્પીડ એની, જેને કહેવાય લાઈટનિંગ સ્પીડ.
આપણા વિવેકાનંદ સાહેબ જે હતા, એ વિવેકાનંદ સાહેબ જે છે ને તે જગ્યાએ એક બહુ મોટા વિદ્વાનને મળવા ગયા હતા. તો એ વિદ્વાન હતા, એ તો બહુ વ્યસ્ત માણસ છે એમ કરીને એમને આવવામાં ૧૫ મિનિટનો સમય લીધો. તો એમને કીધું કે, "તમે તો મને જણાવ્યા વગર આવ્યા છો એટલે હું અત્યારે તો કામમાં વ્યસ્ત છું. આપણે થોડીવાર પછી મળીએ કે હું મારું કામ પૂરું કરીને આવું." તો ખાસી ૧૫ મિનિટ પછી આવ્યા. તે પહેલા વિવેકાનંદે એમને કીધું કે, "આ તમારી લાઈબ્રેરીમાંથી હું કોઈ પુસ્તક જોવું કે?" કે, "હા, તમે ચોક્કસ જોઈ શકો." એટલે વિથ પરમિશન એમણે તો એ તેમાંથી એક પુસ્તક કાઢીને શરૂ કરી. ૧૫ મિનિટ પછી પેલા ભાઈ આવ્યા એટલે એમને પુસ્તક આમ પૂરું કરી અને મૂક્યું. એટલે પેલાએ કીધું કે, "હા, શું બાબત હતી કે ચાલો આપણે વાત કરવાની હતી." તો પેલાએ કીધું કે, "આ પુસ્તક બહુ સારું છે." તો કે, "તમે એ પુસ્તક વિશે શું જાણો?" કારણ કે પેલાના મગજમાં એટલું બધું એવું ને.
તો કે, "તમે શું જાણો એ પુસ્તક વિશે? તમે તો આ ૧૫ મિનિટથી જ વાંચો છો." એટલે વિવેકાનંદે કીધું, "આ પુસ્તકમાંથી તમારે જે પૂછવું હોય તે પૂછો. પાના નંબર સહિત બધી જ વસ્તુઓ મને યાદ છે." તો આપણે એ કોન્ફિડન્સ લેવલ લાવવાનો છે અને એ કોન્ફિડન્સ લેવલ આપણા પરાવાણીથી રીડિંગ એટલે પરારીડિંગ જ્યારે આપણે કરીશું તે વખતે આવશે. આ પરારીડિંગ એટલે કેવું છે કે જેની અંદર તમારે હોઠ કે જીભ હાલશે નહીં. આંખોની મુવમેન્ટ પણ મિનિમમ હશે. ડોક પણ ઓછામાં ઓછી હાલતી હશે અને તમે આમ આખા સેન્ટેન્સ બાય સેન્ટેન્સ, એક એક સેન્ટેન્સ આખું આખું આમ સ્પીડમાં વાંચતા હશો અને એવી રીતના કરીને માત્ર વાંચન નથી થતું, એના ફોટો અંદર પડી જાય છે અને આપણે અંદર જમા હોય પછી જ્યારે એક્ઝામની અંદર...
લખવાનો વખત આવે ત્યારે આપણે આમ જરાક આંખ બંધ કરીને કહીએ એટલે આપણને પેજ નંબર સાતે એ આખું પાનું દેખાય. આપણને પછી એમાંથી આપણે આમ જે લખવાનું હોય એ તો બધું એક્ઝામમાં ફટાફટ લખી નાખીએ. અમે પણ આવું કરતા હતા. તમને એટલા માટે શીખવાડવા બેઠો છું. મને એવું કહેવામાં આવ્યું કે આ બાળકો માટે પણ તમે કંઈક સરસ મજાની વસ્તુ કરો.
એક બીજી વાત કહું: તમારા મિત્ર સાથે તમારે ગમે તે હોય પણ "ડોન્ટ શેર યોર નોટ્સ વિથ યોર ફ્રેન્ડ." દાખલા તરીકે, એ માંદો હતો અને સ્કૂલે નહોતો આવ્યો, તો એ તમારા ઘરે આવીને કહે છે કે, "ભાઈ, સ્કૂલમાં શું ચલાવ્યું હતું? તું જરા મને તારી નોટ આપીશ?" તો કહેવાનું કે, "ના, હું તને નોટ પછી આપીશ. તું પહેલા અહીં બેસ. સ્કૂલમાં શું શીખવાડ્યું હતું તે હું તને શીખવાડું." એમ કરીને તમને જેટલું હોય એટલું યાદ, એ બધું જ એને સમજાવી દો. આવી રીતે એને કહો કે, "હું અત્યારે બોલું છું તે પણ તું નોટ લખી કાઢ. મુદ્દા મુદ્દા બધા લખી કાઢ." એટલે જેવું તમે આવી રીતના બીજાને શીખવવાનું શરૂ કરશો તો તમને તમારા સબ્જેક્ટ મેટર જે પણ કરવાનું છે તે આવડી જશે અને પાકું આવડી જશે, ચડબે સલાક આવડી જશે.
અગત્યની બીજી બાબત એ છે કે આપણે કોલમ, સેન્ટેન્સ, પેરેગ્રાફ, પંક્ચ્યુએશન માર્ક – આ બધાનું પણ આપણે ધ્યાન રાખીને વાંચવું જોઈએ. એ બધા એમ જ નથી મૂકેલા હોતા. એ દરેકનું એક પર્પસ હોય છે. પછી સાથે પેન્સિલ, માર્કર, રબર, એક આપણે નોટ કરવા માટેની નોટબુક – આ બધું સાથે લઈને. તમે ફોટો પાડો છો મોબાઈલથી? કેટલી સ્પીડમાં ફોટા પડે! બસ, એટલી સ્પીડે તમે આ પેજ જે વાંચવાના છે, પુસ્તકને વાંચવાના છે, તેના પણ ફોટા પાડી શકો. આજકાલ ફોટો એડિટર બી આવે છે, ટેક્સ્ટ એડિટર બી આવે છે. તમે વાપરો છો આ બધું? એટલે તમારે શું કરવાનું? ફક્ત આમ ક્લિક કરવાનું અને આમ કન્ટીન્યુસ પછી તમારે એ વંચાતું હોય.
હવે જે કંઈ કરો તે બધું સ્ટોર થાય, રેકોર્ડ થાય અને રિકોલ બી થાય. કોમ્પ્યુટરમાં તમે આ બધું કરો છો એટલે એના કારણે શું થશે કે ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ ઘણું બધી જેને કહેવાય કે બિનજરૂરી માહિતી પણ હશે તમારી પાસે. એને રિલીઝ કરતા શીખો. પેલી કેચી હોય એને ખાલી કરવી પડે તો નવી જગ્યા આવે અને તમારું આજે બ્રેન કમ્પ્યુટર છે ને, થોડું વધારે સ્પીડી બને. મતલબ એ છે કે કામની ખપૂરતી વાત ઉપર જ તમારું ધ્યાન હોવું જોઈએ. દુનિયાભરની ચીજોની અંદર આપણે મોઢું નાખવાની કે માથું અંદર કરવાની કોઈ જરૂરત હોતી નથી.
ત્રીજી વાત: તમારી આંખોની જે મુવમેન્ટ છે તેને તમે ધીરે ધીરે ધીરે ધીરે કરીને કંટ્રોલ કરતા થાઓ. જે વારેવારે આવી રીતના આમ આમ કરીને આંખો પટપટાવ્યા કરતા હોય એવું ના થવું જોઈએ. શું કારણ? કે એ અસ્થિર મનનો છે એવું તરત જ જણાઈ જશે કે આ ડિસીઝન કોઈ સ્પષ્ટતાથી લઈ શકતો નથી. એવો તરત ખ્યાલ આવી જાય છે. તો આપણે એવા નથી બનવાનું.
એટલે, આંખોની આંખ કોઈના પણ સાથે આપણે વાત પણ કરીએ તો એની ની આંખોમાં જોઈને આપણે કોન્ફિડન્ટલી વાત કરવાની. આ સંસારમાં કોઈ કોઈનાથી વાસ્તવમાં મોટો નથી. તમારી ઉંમર મારા જેટલી જ છે, મારી ઉંમર તમારા જેટલી જ છે. ને મજાની વાત, હું આ બોડીની વાત નથી કરતો.
આપણે જે કંઈ વાંચીએ છીએ, તેના પાછળ આપણું લક્ષ્ય એ છે કે "ઈટ ઇસ ફોરગેટિંગ, નોટ ફરગેટિંગ", યાદ રાખજો. એટલે, જે કંઈ વાંચેલું હોય, (૧૫-૨૦ મિનિટ સુધી), પછી ધીમે રહીને આંખો બંધ કરો. એ બધું ત્યાં આગળ એક સેકન્ડ માટે બિલકુલ શાંત થઈ જાવ. "ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, હોલ, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ". એટલે શું થશે કે એ જે ૧૫-૨૦ મિનિટમાં તમે જે વાંચ્યું, ને એ બધું તમારા માઈન્ડમાં એકદમ પરફેક્ટ સેટ થઈ જશે.
અમે એવું કહેતા હતા કે આ જે કંઈ રિકોલ કે વિઝ્યુલાઈઝ કરવું હોય તેના માટે થઈને, તો હવે અમે અમુક એવા કીવર્ડ પકડીએ, અમુક એવા ફ્રેઝ પકડતા, અમુક એવા ડાયાગ્રામ જાત જાતે જાતે બનાવીએ, ડિસ્ક્રિપ્શન આપેલું હોય તેમાંથી. એટલે આપણે એક વખત ડાયાગ્રામ બનાવીને એ વસ્તુને સમજીએ એટલે આપણને આખી વસ્તુ પૂરેપૂરી આવડી જ જાય. ચાહે મેથ્સ હોય કે સાયન્સ હોય કે એન્જિનિયરિંગ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય, ને "નો મેટર વોટ સબજેક્ટ ઇસ", આપણો ઓબ્જેક્ટ એને જાણવાનો છે, સમજે?
એટલે ડાયાગ્રામ, પિક્ચર્સ, આ બધી વસ્તુઓ આપણને હેલ્પ કરે છે. પુસ્તકોની અંદર એ ચિત્રો એમ જ મૂક્યા નથી. એનો પર્પસ છે કે જેથી કરીને આપણે એને ઝડપથી યાદ રાખી શકીએ અને એ પિક્ચરના ઉપરથી આપણે એ આખી જે બાબત છે, ઘટના છે, જે કંઈ, તેને આપણે પાછી ફરી રિકોલ કરી શકતા હોઈએ.
એટલે અત્યાર સુધી તમે આવું કર્યું હતું. તમે હવે પાના નંબર સાથે આ વસ્તુને ને કોરિલેટ કરવાનું શરૂ કરો. ધીરે ધીરે તમે જોશો કે આજે નહીં, જો આમાં અભ્યાસની જ જરૂર છે, તમને પાના નંબર સાથે તમને યાદ રહેવા માંડશે કે ૭૨ નંબરના પાના પર ઓક્સિજન કેવી રીતે બનાવવું તેનો એક્સપેરિમેન્ટની ડિગ્રી લખેલી છે. ૭૩ નંબરના પાના ઉપર હાઈડ્રોજન સેકન્ડ પેરેગ્રાફમાં લખેલું છે. આવી રીતે બધું યાદ આવશે.
ત્રીજી વસ્તુ: ગણિતમાં જો તમને થોડી મુશ્કેલી પડતી હોય તો તમે તો બધા હમણાં ઘણા હોશિયાર થઈ ગયા છો. થોડાક એવા લોકો છે આપણા સત્યમભાઈ જેવા કે જે લોકો વૈદિક મેથેમેટિક્સ આપણને શીખવી શકે. વૈદિક ગણિત ખ્યાલ છે? જો એ વૈદિક ગણિતનો તમે ઉપયોગ કર્યો હોય તો ૯૮છ, ૯૮ ગુણ્યા ૬ કરતા વાર લાગશે નહીં, તરત જ તમને જવાબ આવી જશે.
અમારા જમાનામાં કેવું હતું કે ત્રીસ સુધીના આંખ પલાખા, ઘડિયા, બધું આવડવું જ જોઈએ. રાત્રે બોલીને પછી જ સુવા મળે, ત્યાં સુધી અમને સુવા પણ ના દે.
પણ હવે તો આ સિસ્ટમ મને યાદ ખ્યાલ નથી. તમારા કોઈના ઘરમાં ચાલુ પણ હોય, પણ તમે ધ્યાન આપો કે શીખવાનું ઘણું છે. આ પહેલા એક અવનીબેન છે, તે છે ને આપણને સારું અંગ્રેજી શીખવાડવાના.
હવે, આસપાસમાં જ આપણી પાસે ઘણા બધા એવા ટેલેન્ટેડ માણસો હોય કે જેમની આપણે હેલ્પ લઈ શકીએ. વેદિક મેથેમેટિક્સ, અંગ્રેજી, હા, એમને તો ફ્રેન્ચ પણ આવડે છે કદાચ. તો એવી બીજી કોઈ ભાષાઓ શીખવી. હા, થોડું ઘણું સંસ્કૃત પણ શીખજો હો મારી જેમ. મને પૂરેપૂરું પાકું તો નથી આવડતું પણ ઘણું બધું તો હવે હું કરી શકું છું. સો, એ પ્રકારની ચીજ આપણને શું કરશે? આપણે લક્ષ્ય તરફ લઈ જશે. આપણું લક્ષ્ય શું છે? જ્ઞાન સંપાદન કરવાનું છે. કોઈપણ રીતે કરીને આપણે જ્ઞાન તો મેળવવું જ રહ્યું, કારણ કે જ્ઞાન વડે જ આપણને મુક્તિ મળે છે. વિદ્યાથી મુક્તિ મળે છે, ફ્રીડમ જેને કહેવાય. કયું ફ્રીડમ? અરે, અત્યારે પહેલામાં પહેલું તો ફાયનાન્સિયલ ફ્રીડમ જોઈએ છે. આપણું બેન્ક એકાઉન્ટ હોય, બેન્ક એકાઉન્ટની અંદર આમ દર મહિને ફાઈવ ડિજિટ આમ ક્રેડિટ થતા હોય તો સારું પડશે ને?
પછી આગળ ઉપર. એટલે એ પદ્ધતિ આપણે અપનાવવાની છે. તમારું લક્ષ્ય આ પણ હોવું જોઈએ. હવે આ જે પૈસા કમાવવા એ તો બાય પ્રોડક્ટ છે, તમને કહું. ક્યાંય પણ જાવ, તમે ઇન્ટરવ્યુ આપો, કશું પણ કરો, તો તમારી આમ પ્રોપર પર્સનાલિટી પડવી. કોઈકના સામે જઈને તમે બેઠા હોય, ઊભા હોય, વાતચીત કરતા હોય તો એમાંથી જ્ઞાન ન છલકતું હોવું જોઈએ. એવી તમારી પ્રતિભા બનાવો અને દૂરથી જોઈને લોકો એમ કહે કે વાહ વાહ! આપણે વાહ વાહ જોઈતી નથી, એના ભૂખ્યા પણ ના બનશો, પણ જો મળતી હોય એ લેવલ સુધીને તો આપણે ચોક્કસ પહોંચવાનું જ છે. આપણું લક્ષ્ય તો છે જ. એટલે આ પર્સનાલિટી છે ને એ અત્યારના મોડર્ન વર્લ્ડનો એક બહુ જરૂરી એવો એક લોકાચાર જેને અમે કહીએ, એવું થઈ ગયું છે. એટલે એ પણ બહુ જરૂરી છે.
પછી તમારા મનની અંદર જેને કહેવાય કે સ્ટ્રેસ, ટેન્શન અને ફટી એટલે કે તણાવ હોય, કોઈ જાતનું ટેન્શન હોય કે આ મને નથી આવડતું, પપ્પાને કેવી રીતે કહું કે ટીચરને કેવી રીતે કહું? ટીચરને પૂછીને પરેશાન કરી મૂકો. તમારા વાસ્તવમાં હું તો એવું જ કરતો. જ્યાં સુધી મને આવડે નહીં ત્યાં સુધી તમે મને કહો, તમારું કામ એ જ છે. હું તો એમને એવું કહેતો અને આજની તારીખમાં હું મારા બધા સ્ટુડન્ટને એ જ કહું છું કે તમે પ્રશ્ન કરો, પૂછો. ક્યાં સુધીને? તમને અંદરથી સંપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ છે એવું ના લાગે ત્યાં સુધી પ્રશ્ન કરવાનું ચૂકવાનું નહીં. દાખલા તરીકે કોઈ એવું કહે કે મણી પાસે આનો જવાબ નથી, તો કે કોના પાસે છે? તો એના પાસે પહોંચી જવાનું. હા, ચોક્કસ એની વિધિ હોય, પદ્ધતિ હોય, એપોઈન્ટમેન્ટ લેવી પડે, સમજવું પડે, એની પાસે કેવી રીતે જવાય એ બધું.
પણ છોડવાનું. આપણા એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ છે, એ પણ આવા જ વિદ્વાન હતા. ભારત આજે પણ એમને યાદ કરે છે. ભારતે આજકાલ તમને ખબર છે કેટલા બધા મિસાઈલો બનાવી દીધા. સ્વાવલંબી થઈ ગયા આપણે શસ્ત્રોની બાબતની અંદર. હવે આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા. એ બધું જ એમના તે વખતના પ્રયત્નોના કારણે થયું હતું. એટલે તમારું લક્ષ્ય તમે નક્કી કરો, "વોટ ડુ યુ વોન્ટ ટુ બી?"
તમારા ભય, તમારા ડર એ બાબતે કહું તમને. એ મોટા ભાગે કાલ્પનિક ભૂત, એ કલ્પના છે. સાચા ભૂતને તમે જોશો તો તમને ક્યારેય બીક નહીં લાગે. એટલીક તમારા કલ્પનાના ભૂતથી તમે ડરતા હો છો. એટલે મોટા ભાગે જે બાબતોનો તમને ભય લાગે છે તે બધા જ ખરેખર તો ભૂતો જ છે અને એ બધા કેવા છે? કાલ્પનિક છે. ડાયરેક્ટલી ગો થઈ અને તમે જોશો કે એવું કંઈ છે જ નહીં, કારણ કે એ એક આભાસ જ છે. તો ગો થ્રુ ઈટ કોન્ફિડન્ટલી.
તમારા આહારની અંદર મેં અગાઉ વાત કરી તમને, ફ્રુટ્સ, વેજીટેબલ્સ. પણ તમે પંચામૃતનો ઉપયોગ કરી શકો. ભગવાન વિષ્ણુને અને બધા દેવોને શા માટે પંચામૃત આપતા હશે? પંચામૃતથી સ્નાન ભલે આપણાથી ના થાય, પણ આપણાથી ખવાય તો ખરું. પેલી કથામાં જઈએ તો માંડ એક-બે ચમચી આપે આપણને. નહીં, આપણે ઓછામાં ઓછું અડધો કટોરો જેટલું તો લેવું જોઈએ. તો પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. એમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે ઘી અને મધ ક્યારે સરખે સરખું નહીં લેવાનું. એનો ઉપયોગ કરી શકાય. એનાથી મોઢું પણ ધોઈ શકાય જો રૂપાળા બનવું હોય અને પીશો તો બુદ્ધિ પણ વધશે અને બળ પણ આવશે. એવી જ બીજી સરસ મજાની વસ્તુ શું છે? તો કે શિરો. સત્યનારાયણ ભગવાનનો શિરો. એ શું છે? બળ આપનારી વસ્તુ છે. થોડુંક પણ આમ થોડા થોડા દિવસે બનાવવાનું કહેવાનું ઘેર અને ખાવાનું.
ભગવાન વિષ્ણુને યાદ કરીને કહેવાનું કે, "અમને તમારા જેવા બનાવજો." ભગવાન વિષ્ણુ કેવા છે? અતુલ છે, અતુલ તેજસ. એમના જેવું તેજસ્વી કોઈ નહીં બીજું. એવા અતુલ તેજસ એવા ભગવાન છે અને આ સૃષ્ટિના એ પાલનકર્તા પણ કહેવાય. તો આપણે એમ કહેવાનું છે કે, "અમને તમારા જેવા બનાવજો." કેમ? ભગવાનની પાસે તો લક્ષ્મી પણ હોય, તો આપણી પાસે પણ લક્ષ્મી આવવી જોઈએ ને? જીવનની અંદર આ બધું જરૂરી છે. પણ આ બધું મેળવવા માટે જો અંધારા રૂમની અંદર તમે ભરાઈ રહેતા હશો 18 કલાક, તો એ પણ કામ લાગશે નહીં. તમારે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશમાં પણ બહાર જવું જોઈએ. તાજી હવા પણ એટલી જ જરૂરી છે. તમારા પાંચે પાંચ તત્વોથી બનેલું આ શરીર જે છે તે પાંચે પાંચ તત્વોનું ચાર્જિંગ કરવા માટે ઓછામાં ઓછી 15 મિનિટ ઘરની બહાર નીકળી જવાનું.
આ ઉપરાંત વિનય હોવો જોઈએ. મેં પહેલા પણ કીધું, વિનય એટલે રિસ્પેક્ટ. વિવેક એટલે પ્રેમ. લવ. અને એ કેવો હોય? આદર હોય, પ્રેમભાવ તો કે મ્યુચ્યુઅલ હોય, સામસામે. "આઈ રિસ્પેક્ટ યુ, યુ રિસ્પેક્ટ મી." આજે સાહેબ પ્રાર્થના કરાવતા કહેતા હતા, "હું બ્રહ્મનો અનાદર ના કરું, બ્રહ્મ મારો પણ અનાદર ના કરે." તો આ સર્વ કાઈ જે છે તે બધું બ્રહ્મ જ છે. એનો મતલબ આપણે કોઈને ઠોકર મારવાની નહીં અને કોઈથી આપણે ઠોકર ખાવાની પણ નહીં જિંદગીની અંદર પ્રોપર.
અંડરસ્ટેન્ડિંગ રાખવાની, શું રાખવાની? સમજ કેળવવાની છે. સમજદારી હોવી જોઈએ. એટલે રિસ્પેક્ટ, લવ, મ્યુચ્યુઅલ, કાઈન્ડનેસ, અન્ડરસ્ટેન્ડિંગ – આ બધી વસ્તુઓ આપણામાં વધતી જવી જોઈએ. દિવસે દિવસે, જેમ આપણે આગળ વધતા જઈએ, એની સાથે સાથે આપણે ખ્યાલ રાખવાનો કે આપણા આગ્રહો વધવા ન જોઈએ. પ્રેજુડિસ અમુક પ્રકારના એવું હોય કે શનિવાર થાય ને એટલે જ હું આ કામ ના કરું, મંગળવારે હું આ કામ ના કરું. તો ભાઈ, તું કામ ક્યારે કરીશ? બધા ગ્રહો આપણે નાના બાળકો છીએ, આપણને કોઈ ગ્રહો મોટા નડે જે હોય એ બધું મોટાને. એટલે આ બધું યાદ રાખવાનું. અને તમને કહું છું કે ઉંમરથી ભલે વધો પણ મોટા ક્યારેય ના થશો. એટલે આ બધા આગ્રહોને બધું પાળશો નહીં. કોઈપણ પ્રકારના પ્રેજુડિસ ઊભા નહીં કરવાના. કોઈ વ્યક્તિ આવો છે, એક વ્યક્તિએ એને એવું કીધું પણ એ તો એની સમજ હતી.
આપણે યાદ રાખવાનું કે હા, માનવભાઈએ તે દિવસે કહ્યું હતું કે આ ભાઈ આવા છે, પણ એટલે એની સાથે એવું વર્તન કરવા નહીં જવાનું પાછું. એવા છે એમ કરીને નહીં કરવાનું, કારણ કે તે વખતે એ વ્યક્તિ બદલાયેલો હોય. એમના સાથે એવું હોય, તમારા સાથે સારો પણ હોય. તો આ બાબતોનો ખ્યાલ રાખવાનો.
બીજું, ઘણાને શું છે? ઓબ્સેશન થાય કે મારે તો આપે હોય ને તો જ એક્ઝામની અંદર સરસ લખાય. આવા બધા વેબો પાળવાની જરૂર નથી. દરેક સાધનનો આપણે સદુપયોગ દરેક સમયે કરી શકતા હોવા, સક્ષમ હોવા જોઈએ. સો, ફિયર નોટ. કોઈપણ પ્રકારના કમ્પલ્શન પેદા નહીં કરવાના. ઘણા છે ને ઇન્ટરવ્યુ આપવા જાય તો પેલા બટન રમ્યા કરે, કંઈ આમ આમ આમ કર્યા કરે, કંઈ એવા એવા પ્રકારની વસ્તુઓ કર્યા કરે, કંઈ આમ ટચાકા ફોડ્યા કરે. આવી બધી કોઈ ટેવો પાડવાની જરૂરત હોતી નથી. આપણે સેલ્ફ-રિલાયન્ટ બનવાનું છે. એટલે કે તમારી પોતાની એક સેલ્ફ-ઇમેજ હોય. તમે તમારી દ્રષ્ટિમાં તમારી જાતને કેવી જુઓ છો અને એને કેવી બનવા માંગે છે, તેવી તમે કેવી જુઓ છો એ બાબતનો ખ્યાલ કરો. સો, ક્રિએટ યોર સેલ્ફ-ઇમેજ. તમે પાંચ વર્ષ ડાઉન ધ યર કેવા હોવા જોઈએ? દસ વર્ષ પછી તમે કેવા હોવા જોઈએ?
સો, ક્રિએટ યોર ઇમેજ અને બેસ્ટ ઇમેજ બનાવજો, પણ કંઈ પણ ખામી-ખરાબી ના રાખતા. સમજી જજો.
તમને અહીંયા એક ધ્યાન દોરું કે તમે કોઈ પિક્ચરના એક્ટરો, આ રૂખડ એ બધાને કોઈને તમે જો ઇમેજ કરીને કરશો તો તમને ખબર છે કે એ લોકો ક્યાં છે અને કેમે પહોંચશે. તમારે જરૂરત છે ફરી એક વખત વાલ્મીકિની. તમને ફરી એક વખત જરૂરત છે કાલિદાસની, એકલવ્યની, વશિષ્ઠની, શ્રી રામની, હનુમાનજીની, શ્રીકૃષ્ણની. આ બધાના નામ હું લઉં છું, એ બધાએ શું કર્યું હતું? તો કે અજ્ઞાનનો પરાજય કર્યો હતો અને જ્ઞાન ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો. જ્ઞાન જ એમની મૂળ શક્તિ હતું. હનુમાનજીની પણ પ્રચંડ શક્તિઓનું પાછળ જ્ઞાન જ હતું. એટલે આ વસ્તુનો ખ્યાલ રાખજો.
હવે અજ્ઞાનનો પરાજય. આપણે આ સંસારની અંદર આવ્યા છીએ તો ધ્યાન રાખો કે આપણે ડેરી અને ડાયરી બંનેની જરૂર પડવાની છે. ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરજો કારણ કે એમાંથી પ્રોટીન મળે છે અને ડાયરીનો ઉપયોગ કરજો કારણ કે એ બહુ જરૂરી ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે જે લેટર ઓન આપણને ઉપયોગી થાય. સો, સ્ટાર્ટ રાઇટિંગ અ ડાયરી. એ પણ તમારી યાદશક્તિને તમારે ફરી ટોન અપ કરવા માટે, ફરી એક વખત જોઈ જશો તો તરત જ એ બધું રિકોલ થઈ જશે. એવી રીતે કરવા માટેનું એ બહુ સારું સાધન. સો, સ્ટાર્ટ રાઇટિંગ અ ડાયરી ઓલસો. માનો કે મમ્મી-પપ્પા સાથે આપણે ક્યાંક બહાર ફરવા ગયા છીએ, તો એ જગ્યાએ ગયા, ત્યાં શું જોયું, શું જાણ્યું, બે-ત્રણ પેજની અંદર લખી નાખો. જ્યારે ફ્રેશ હોય બિલકુલ અહીંયા. પછી બે-ત્રણ દિવસ પછી પાછું ફરી વાંચો. એમાંથી જુઓ કે તમને કેટલું યાદ છે અને કેટલું ભૂલી ગયા છો.
એવું કહે છે કે તમે પહેલા દિવસે જો વાંચેલું હોય તો સાતમા દિવસે જો એને વાંચો તો એ સો ટકા થઈ જાય, નહીં તો એ સિત્તેર ટકા જ રહે. પછી પંદર દિવસ થઈ જાય અને જો તમે એને ફરી વખત ના વાંચો, એની પર ધ્યાન ના આપો, કંઈ વિચાર બી ના કરો તો એ પચાસ ટકાએ આવીને અટકે. એટલા માટે તમે સતત આનું ધ્યાન રાખજો અને તમારું પોતાનું ક્રિટિકલ ઇવેલ્યુએશન કરો. તમારી નબળાઈઓ તમે ખુદ ખોળો અને એને જાતે કરેક્ટ કરો તો તમને એ વધારે સારું લાગશે, કારણ કે જો કોઈ બીજો ભૂલ કાઢશે તમારી તો તમને બહુ ખરાબ લાગશે. એટલે આજે આ આખુંય સેશન તમારા સૌના માટે થઈને જ આ કરેલું છે. તો એ યાદ રાખો.
હું તમને એ પણ કહેવા માગું છું કે તમારો એવો એટીટ્યુડ હોવો જોઈએ કે "આઈ એમ ડિફીટિંગ ઇગ્નોરન્સ બાય ગેટિંગ નોલેજ." "આઈ એમ ડિફીટિંગ ઇગ્નોરન્સ બાય ગેટિંગ નોલેજ." એટલે કે હું અજ્ઞાનને હરાવું છું જ્ઞાન અર્જિત કરીને, જ્ઞાન સંપાદન કરીને હું અજ્ઞાનને હરાવું છું. સો, તમારો એક એટીટ્યુડ જે છે એ કેવો હોવો જોઈએ? તો કે વોરિયર જેવો હોવો જોઈએ. એક વોરિયરનો સ્પિરિટ કેવો હોય કે બસ હવે, હવે તો આરપારની લડાઈ છે કે અજ્ઞાનનો નાશ કરી જ દો સો ટકા. મતલબ એ છે કે તમારે જે જાણવું છે તે જાણવા માટે કોઈ પ્રયત્ન બાકી નહીં મૂકવા. આવી સૂચના રીતની તમે જો વાંચન પદ્ધતિ વિશે તમને વાત કરી છે, એમાં તમને જે પણ કંઈ પ્રશ્નો હોય, કંઈ પણ, તો તમે મને પછી જ્યારે હું પાછો આવું તે વખતે કહી શકો છો. તો આપણે બહુ ઝડપથી પાછા મળવાના છીએ એકાદ મહિનાની અંદર જ.
સો, આ બધું બાળકો માટે હતું. એ લોકોને આમાંથી શીખવું હોય તે લોકો શીખી શકે છે અને પશ્યંતી અને પરાવાણીથી વાંચવાનું કેવી રીતે એ બાબતે વિચાર કરજો. સૌ મોટા વડીલોને પણ મારી વિનંતી. આ બહુ અદભુત છે અને આના ઉપર આપણે મળીશું ત્યારે વધારે બેસીને વાતો પણ કરનારા છીએ. જે પ્રસાદમ ક્લાસ કરતા હતા તેની અંદર આપણે કીધું હતું કે પ્રભુને જાણો. જીવનનું લક્ષ્ય શું છે? તો કે પ્રભુને જાણવું. ત્યારે એ પણ કહ્યું.
હતું કે પરશુરામે દત્ત ભગવાનને પૂછ્યું કે, "પ્રભુનો જન્મ ક્યાં થાય છે?" તો કે, "ભક્તના હૃદયમાં થાય છે." હવે કીધું તો કે, "પ્રાર્થનાનો પોકાર તો પરમાત્માએ સાંભળવો જ પડે."
તો જીવન એક ઉત્સવ જેવું છે, એના માટે જે લોકોને જીવન બરાબર જીવતા આવડી ગયું છે. જીવનની અંદર ચાર તબક્કા હોય છે: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આના વિશે આપણે પ્રસાદમ ક્લાસમાં વાતો કરી હતી.
પછી આપણે ભક્તિ વિશે પણ કહ્યું હતું. આ બધું રિકોલ કરજો. નવધા ભક્તિ: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન... બધું આપણે વાત કરી હતી, નહીં?
આ ભક્તિ બહુ ગજબની વસ્તુ છે, પણ આજના જમાનાની અંદર લોકો વધારે પડતી ચળકતી ભક્તિ કરે છે. ચળકતી એટલે કેવી? કે બીજા લોકોને બહુ જ સારું દેખાય એવી. "અમારે ત્યાં તો હવન છે, આવજો!" "અમારે ત્યાં કથા છે, આવજો!" તો એવી રીતના કરી કરીને બધાને ઇનવાઇટ કરે, બધું કરે અને ખૂબ દ્રવ્ય વાપરીને એ બધું કરે. તો એનો ભગવાનને પ્રાપ્તિ કરવાની અંદર બહુ ફાયદો થતો હોતો નથી. તમારે તમારી સોશિયલ ઇન્ફ્લુએન્સ વધતી જશે, લાગવગ જેને કહેવાય, તમારી પહોંચ વધે સર્કલની અંદર. પણ ભગવાન તો તમારા ઘરની બહાર ઊભો ઊભો હસ્યા કરતો હોય કે, "આ શું ટાયફો માંડે છે?" સમજાય છે?
તો પ્રસાદમ જે લોકોએ યથાર્થ રીતે કરેલું હોય અત્યાર સુધીમાં, તે લોકો યાદ રાખો કે સાચી ભક્તિ જે છે તે છાની ભક્તિ હોય. બાજુવાળાને ખબર ના પડે. એક યોગી ઘરની અંદર રહેતો હોય તો એની ઘરવાળીને ખબર જ ના હોય કે, "આ તો યોગ સાધે છે." એ સાચો યોગી.
આપણે ત્યાં કેટલાક છે એવા. તો ભક્ત જે છે, એને શું કરવું પડે? ભગવાન બનતા પહેલા ભક્તના ગુણો કેળવવા પડે. આપણે ત્યારે વાત કરી હતી કે ત્રણ પ્રકારના ગુણો છે: સત્વગુણ, રજોગુણ. તેમાંથી આ સત્વગુણ એકલો જ કામ લાગશે આગળ ઉપર. પછી એ સત્વગુણ પણ છોડી દેવાનો થશે, ત્યારે જ તમે બ્રહ્મ સ્વરૂપ બનશો. સૌથી પહેલા તમોગુણથી તો પરવારીએ, પછી રજોગુણથી પરવારીએ, પછી સત્વગુણથી પરવારીએ.
મને ખ્યાલ છે ત્યાં સુધી, પ્રસાદમને એક વર્ષ થયું. સૌએ ઇન્ટ્રોસ્પેક્શન તો કરતા જ હશો. એક વર્ષમાં આપણે અંદર કેટલો ફેરફાર આવ્યો? જો હજુ સુધી સમય ના મળ્યો હોય તો આ દિવાળી પહેલા જરા ચેક કરી લેજો, પ્લીઝ. જીવન કઈ દિશામાં વહી રહ્યું છે, એનો આપણને ખ્યાલ તો હોવો જોઈએ. કયા હાઈવે પર ગાડી દોડે છે એ જ ખબર ના હોય તો કેવું કહેવાય?
આ તમારું જે શરીર-મન છે, અસ્તિત્વ છે, એને ચોમાસામાં તૈયાર કરેલા ખેતર જેવું બનાવો. એની અંદર સદગુણોનું આરોપણ કરો અને કરાવડાવો. તમારાથી નાના જે છે, તેમને તમારે આ સંસ્કારો આપવા એ તમારી ફરજ છે.
બધા જ જૈન લોકોને યાદ કરો. એમના બાળકોને આંગળી પકડીને દેરાસર લઈ જાય છે. આપણે પણ એવી રીતના શિવજીના મંદિરે, માતાજીના મંદિરે લઈ જઈ શકીએ છીએ. સમજણ આપી શકીએ છીએ કે, "આ સામે જે મૂર્તિ છે, તેને તું જે જે કરજે. આ મૂર્તિની અંદર જે કંઈ તને દેખાય છે, તે બધા તેના ગુણો છે અને આ ગુણો તારે કેળવવાના છે. એટલા માટે તું એમને નમસ્કાર કર અને આગળ વધ."
આ મૂર્તિની પાછળ જે અમૂર્ત રહેલું છે, તેને તારે પામવાનું છે. આ અમૂર્તમાંથી જ બધું મૂર્તિમાં આવ્યું છે. આજે તો સાયન્સ પણ એ જ કહે છે અને પાછું બધું અમૂર્ત થઈ જવાનું છે એક દિવસ.
તો તમે ખુદ પ્રભુના ગુણો વિશે જાણો, ભક્તના ગુણો કેવા હોય તેના વિશે જાણો. તમે એકલવ્ય, સુખદેવ, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, મીરા, છત્રપતિ શિવાજી: આ બધા જે કોઈ હતા, તેમના વિશે વારે વારે વાંચો, વિચારો, મનન કરો. એ લોકો એવા કેમ હતા, તેના વિશે તમે તમારા બાળકોને પણ જણાવો. એમને જણાવવામાં પણ તમારી અંદર કંઈક ફેરફારો થવા માંડશે.
ફરી એક યાદ કરાવું: પંજાબી સંતના પ્રાણાયામ આપણે શીખવ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે, "હળવે હળવે કરીને 108 સુધી પહોંચવાનું છે." આપણે રીમેમ્બર? છ પ્રાણાયામ કરવામાં તો બિલકુલ, બિલકુલ એકદમ શાંત, સરસ થઈ જાય.
નિષ્ઠાપૂર્વક આપ સૌ આ પ્રાણાયામનો પણ અભ્યાસ બરાબર કરતા હશો. તમારા આહાર-વિહાર, હરવા-ફરવાનું, ખાસ તમારા ઉચ્ચાર: આના ઉપર પણ ધ્યાન આપજો.
"બી યોર ઓન ગુરુ." તમને આજ કહેવા માગું છું. તમારા ગુરુ સ્વયં તમારી અંદર બેઠેલા જ છે અને સતત જોઈ રહ્યા. પણ ઇફ યુ અલાવ હિમ, ધેન હી વિલ ઇન્ટરફિયર. આવું હમણાં મેં યથાર્થ ગીત વિશે જે લેખન કર્યું, તેની અંદર મને જાણવા મળ્યું છે.
છ અધ્યાય સુધી લખ્યા છે. આઇડિયા એવો છે કે આપણે તથાસ્તુના ક્લાસની અંદર, વિચ ઇઝ ફોર્થકમિંગ વેરી સૂન, પણ ક્યારે હજુ મને ખબર નથી, બીકોઝ આઇ યેટ આઇ એમ નોટ રેડી, એવું હજી મને અંદરથી લાગે છે. બટ ધેટ ક્લાસ વિલ બી ફાઇનલ અને એ પ્રસાદમની પૂર્ણાહુતિની અંદર તથાસ્તુ થશે.
આઇડિયા એ હતો કે પહેલા બહુ જ લિમિટેડ લોકોને ચૂઝ કરી કરી કરીને એવી રીતના કરીને મૂકીશ. એક દિવસે ભગવાને જરા અંદર ડંડો માર્યો મને કે, "તું કેમ દોડાયો થાય છે? નક્કી તું કેવી રીતે કરી શકે છે કે કોણ લાયક છે અને કોણ નાલાયક છે? તું જ નાલાયક છે!"
ત્યારે પછી હૃદયપૂર્વક મારી ભૂલનો મેં સ્વીકાર કર્યો કે, "ના, આ પણ ના હોવું જોઈએ, કેમ કે આ પણ અહંકાર છે અને એ કોકના અહંકારને પાછો ઠેસ પણ પહોંચાડે." એવું મને જ્યારે સમજાયું.
તો જેટલા લોકોએ પ્રસાદમ કર્યું છે, તે સૌને તથાસ્તુમાં આવવા માટે હું આમંત્રણ આપું છું. એન્ડ ધેટ વિલ બી ઓલ. એ મારો છેલ્લો જ ક્લાસ હશે અને એ ક્લાસ પૂરો થઈ ગયો ત્યાર પછીથી અમારી બોલતી બંધ થઈ જવાની છે બહુ ઝડપથી. એટલે કંઈ પણ કહેવાનું, ફૂલવાનું બંધ થઈ જશે.
એનું કારણ એ છે: પછી સઘન, સન્નિષ્ઠ એવો અભ્યાસ અમારે પણ જીવનમાં આગળ ઉપર કરવાનો આવવાનો છે. જે રસ્તે અમે આગળ ચાલીને તમને એ બતાવતા જઈએ છીએ, તેમ તેમ અમને પણ આગળનું જેમ શું તું જાય છે? તો એ બધી વસ્તુઓ બહુ ડિમાન્ડિંગ છે અને ભક્તિ...
કરતાં કરતાં ભારે દુઃખ પણ આવે, ઘણી કસોટીઓ પણ થાય છે. પણ આપણે કંઈ નથી, કેમ કે આપણા હરિશ્ચંદ્ર છે, આપણા આઈજી સાહેબ છે. આ બધા અપાર કષ્ટો વેઠેલા છે, આ બધાય. એટલે એમના વિશે જો થોડું ઘણું પણ જો આપણે આમ કે જાણતા હોઈએ, તો એમના જીવનની સામે જોઈને આપણને ધૈર્ય બંધાઈ જશે કે, "ના, આ લોકો પાર ઉતરી રહ્યા છે, તો આપણે પણ ચોક્કસ પાર ઉતરી જઈશું."
નિષ્ઠા સાથે આગળ ઉપર અમારે શું કરવાનું છે તેની અમને ભગવાને વાત કરી, તો કે, "સંકલ્પ વડે સંકલ્પનો નાશ કરવાનો." અમે તમને પેપર ફોડી દઈએ છીએ. આ જીવન સંકલ્પના કારણે જ શરૂ થયું હતું. જે જે કંઈ બની રહ્યું છે તે પણ બધું સંકલ્પોનું જ પરિણામ છે. બીજો કોઈ એને માટે જવાબદાર નથી. "એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ યુ ડિસાઈડેડ ટુ ડુ સમથિંગ ઓર બી સમથિંગ ઓર અચીવ સમથિંગ ઓર અટેઈન સમથિંગ." એટલે એ જ વસ્તુઓ તમારી સાથે થઈ રહી છે. તો સંકલ્પ વડે સંકલ્પનો નાશ કરવાનો. આવું ધ્યાન ચિંતનની અંદર અમારે આગળ ઉપર જવાનો આઈડિયા છે, નક્કી થઈ ગયું છે.
એટલે સંપૂર્ણ આત્મ સ્વરૂપમાં રહેવા માટે આપણે અગાઉ વાત પણ થઈ છે. આત્માના ગુણોનું નિરંતર ભજન થવું જોઈએ. આત્માના ગુણો કયા છે? શરૂઆતમાં શીખવાડેલું: "હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું, હું અવ્યાપાત સ્વરૂપી છું, હું ટંકોત્કીર્ણ છું, હું સૂક્ષ્મતમ છું, હું અવિનાશી છું, હું વ્યાપક છું." આ બધા આત્માના ગુણો છે. તો તેનું નિરંતર ચિંતન, ભજન, શ્રવણ, મનન, નિદિધ્યાસન પ્રસાદમાં જ બધું આપણે કહ્યું હતું. તો પ્લીઝ, તમે જો કદાચ ક્યાંક કંઈક તૂટી ગયું હોય તો ફરી શરૂ કરી દેજો, જેથી કરીને આપણે સૌ ભક્તિની અંદર લીન હોવા જોઈએ. કપરો સમય આવી રહ્યો છે, તે વખતે આપણને મદદ કરનાર આ એક જ બાબત છે. એટલે આપણે જેટલી બને એટલી ઝડપથી આપણા અસ્તિત્વનો પરમાત્મામાં લય આપણે ખુદ કરવાનો છે. આ દેહ ભલે રહે, બાકીને બીજું બધું ભલે થયા કરે, પણ આ પ્રથમ આપણે પામવું પડશે.
એ જે મારું "હું" છે, જેને હું કહું છું તેને પામવાનો, એને સમજવાનો છે. તો આ બધી વાતો આપણે તથાસ્તુમાં કરનાર છે.
અંતિમ લક્ષ્ય આપણું એક જ છે કે આપણે સૌ અનુભવી જઈએ કે, "હું કેવળ બ્રહ્મ જ છું, હું જ બ્રહ્મ સ્વરૂપ છું, હું નિરંતર વ્યાપક અનંત એવું કેવળ બ્રહ્મ જ." જય સચ્ચિદાનંદ. આ સાથે સેશનની સમાપ્તિ કરીએ અને ખૂબ ઝડપથી આપણે પાછા મળીએ છીએ રૂબરૂમાં. જય સચ્ચિદાનંદ ટુ ઓલ ઓફ યુ. ઓવર ટુ સત્યમભાઈ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.