અનંતની યાત્રાAnant ni Yatra
તથાસ્તુ ક્લાસ · Tathastu Class

તથાસ્તુ ક્લાસ · ભાગ ૫

લેખ ૧૧ / ૧૨ · 66 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ શં નો મિત્રઃ શં નો વરુણઃ, શન્નો ભવત્વર્યમા શન્નો ઇન્દ્રો બ્રહસ્પતિહ શનો વિષ્ણુ રુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયુ ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મવદિશયામિ ઋતમ્ વદિષ્યામિ સત્યમ વદિશ્યામિ તન્મામવતુ તદવક્તારમવતુ અવતુમા અવતુ વક્તારમ ૐ શાંતિ શાંતિ.

અર્થાત, મિત્ર દેવતા અમારા માટે કલ્યાણકારી બનો. દેવતાઓને મિત્ર બનાવવાના. મિત્ર દેવતા વરુણદેવ અમારા માટે સુખપ્રદ થાવ. આ શરીરની અંદર 70% વરુણદેવ ફરી રહ્યા છે. અર્યમાદેવ કલ્યાણકારી બનો. અર્યમાં સૂર્યનું જ એક સ્વરૂપ છે. તો એને આપણે કહીએ છીએ કે, "તમે અમારા માટે કલ્યાણકારી બનો." એટલે ઉનાળાની અંદર, મે મહિનાની અંદર આપણને જે આમ એની પ્રખરતાનો જે અહસાસ આવે છે, એવું જીવનમાં ના થાવ. ઇઝી ઇઝી.

ઇન્દ્રને બ્રહસ્પતિ દેવ પણ સુખદાયક થાવ. ઇન્દ્ર એટલે મન અને બ્રહસ્પતિ એટલે બુદ્ધિ. આ મન અને બુદ્ધિ બંને કેવા થવા જોઈએ? તો કે સુખદાયક થાવ. સુખ શેમાં છે? બ્રહ્મમાં, કેવળ બ્રહ્મમાં, આત્મામાં. બીજી કોઈ જગ્યાએ નથી એવી અમને આજે ખબર પડી ગઈ છે. તો અમારી હવે બુદ્ધિ પણ એવી થાવ, અમારું મન પણ એવું થાવ એમ કહેવા માંગે છે. જેના પગલાં ખૂબ વિશાળ છે એવા વિષ્ણુદેવ અમારા માટે શાંતિપ્રદ. બ્રહ્મને પ્રણામ છે. આપ પ્રત્યક્ષ બ્રહ્મ છો. આપને પ્રત્યક્ષ બ્રહ્મ કહે છે. સત્ય અને રૂત પણ આપને કહે છે. આના બે સ્વરૂપો નામ એ બ્રહ્મ અમારું રક્ષણ કરો. તો બ્રહ્મ ક્યાં છે? બધે જ છે. તો આપણું રક્ષણ ક્યાં થાય? બધે જ થાય છે. મજાની વાત! કોક કવચ પહેરીને ફરે, આપણા વધી આપણે મસ્ત રહેવાનું. બસ! તો અમારા આચાર્યનું રક્ષણ કરો. આપણા આચાર્ય સાહેબ એટલે હિમાંશુભાઈ આપણા બધાના આચાર્ય છે.

અમારું તેમ જ અમારા આચાર્યનું એમ બંનેનું રક્ષણ કરો. ત્રિવિધ તાપોની શાંતિ થાવ. આદિ, વ્યાધિ અને ઉપાધિ. શરીરની અંદર થાય એ વ્યાધિ, આમ ઉપરથી આવે છે તે ઉપાધિ અને જે સમજણ ના પડે કે ક્યાંથી શું થઈ રહ્યું છે તે બધી આદિ. તો એવા ત્રિવિધ તાપોમાં પણ મને શાંતિ પ્રાપ્ત થાવ. તાપોમાં શાંતિ કરવાની છે હો આપણે. એટલે જો એક વાત તમને કહી દઉં કે અગ્નિ બુજાવાનો નથી. આનો મતલબ એ છે કે મને એ શીતળતા પ્રદાન કરો, મારા માટે સુખપ્રદ થઈ જાવ. બધું જ તમારા માટે વ્યવસ્થિત થઈ જાય કારણ કે તમે લાઈનસર છો. જો તમે બ્રહ્મ છો તો પછી આ બધી જ વસ્તુઓ તમારા માટે. આવી પ્રાર્થના આપણે કરીએ.

હવે ચોથી વાત જે છે તે સ્થિતિની છે. તો સ્થિતિ અને ઉત્પત્તિ એ બંને મનના સ્ફૂરણથી ઊભી થતી હોય છે. હવે આ જગતની સ્થિતિ જેવું છે તેવું દેખાય છે તે એ પણ જેમ ઉત્પત્તિ અને ભાવનામય છે તેવી જ રીતે આ સંકલ્પમય જગતનો ત્યાગ કરીને પોતાના સ્વસ્વરૂપમાં વિચરો તેને સિદ્ધિ કહેવાય. સંકલ્પમય જગતનો ત્યાગ કરીને. જગત ક્યાં છે? બહાર છે? અંદર છે? અહીંયા છે? ક્યાં છે? અંદર છે. આ રિયલ વર્લ્ડ છે. આ બધું તો રિલેટિવ છે અને ખરેખર પ્રોજેક્શન જ છે, બીજું કશું છે જ નહીં. એટલે જે અંદર છે તે ભાવનાત્મક જગતનો સૌથી પહેલામાં પહેલા આપણે લય થાવ એમ કહીએ. તો એ સંકલ્પમય જગતનો ત્યાગ કરીને સ્વસ્વરૂપમાં વિચરો. સ્વસ્વરૂપ આપણું કેવું છે? ભવ્યતિ ભવ્ય અક્ષર છે. અક્ષર એક શબ્દ પકડી લેશો તોય આનંદ આનંદ થશે. અક્ષર કોણ છે? ઓમ છે.

સર્વ પદાર્થોમાં સમદ્રષ્ટિ એ જ ચિત્તની પરમ સ્થિતિનું કારણ છે. પદાર્થોમાં સમદ્રષ્ટિ, સંભાવ આવી જવો જોઈએ. બધી વસ્તુઓ છે, ફર્નિચર છે, બધું આ એમ એવી રીતના તેમાં સ્થિતિ થવાથી મનુષ્ય પુનઃ જન્મ મરણનો ભાગી થતો નથી. "હું કાંઈ કરતો નથી, હું આ નથી." અથવા તો "હું જ સર્વ કંઈ કરું છું અને હું જ સર્વસ્વ છું." બે વાત છે. એકની અંદર હું નથી અને એકની અંદર હું છું. કોઈપણ એક દ્રષ્ટિનો આશ્રય લેવાથી મનુષ્ય સંસારથી મુક્ત થઈ જાય છે.

અહંકાર ત્રણ પ્રકારના થાય છે: "કાર્યરૂપ આ સંપૂર્ણ બ્રહ્માંડ તથા કારણરૂપ પરમાત્મા હું જ છું, મારાથી અન્ય કંઈ જ નથી." એ પ્રથમ અહંકાર છે. તે બંધનનો હેતુ નથી. "હું સર્વથી અલગ છું, પૃથક છું અને વાળના અગ્રભાગના કલ્પિત સો માં ભાગ કરતાય સૂક્ષ્મ છું." એ બીજો અહંકાર છે. તે પણ બંધન કરતા નથી. આ બંને પ્રકારના અહંકાર કોને થાય છે? જીવન મુક્તોને થાય છે. દેહમાં અહમ બુદ્ધિ એ ત્રીજા પ્રકારનો અહંકાર છે. એ લૌકિક અહંકાર બંધન કરતા છે. તેનો ત્યાગ કરીને, આ દેહમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરીને પ્રથમ કે દ્વિતીય અહંકારની ભાવના કરો. શરૂઆત ત્યાંથી કરો એમ જે બતાવે અને પછી એ બંનેનો ત્યાગ કે જે આપોઆપ થાય છે તેના દ્વારા પરમ પદમાં સ્થિતિ પ્રાપ્ત.

હવે પાંચમું જે છે તે ઉપષમ છે. જેમાં અહમ અને ત્વમ અને એ તતનો જે ભેદ જણાય છે તે પણ કલ્પનામય છે. તેને નિવૃત્ત કરવાનો ઉપાય તો કે મનોનિગ્રહ છે. મનના નાશથી પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી ચિત્તની સત્તા છે ત્યાં સુધી દુઃખ છે અને ચિત્તનો નાશ થવાથી દુઃખનો પણ નાશ થઈ જાય છે. જ્યાં સુધી "હું સુખી કે દુઃખી છું" એવો નિશ્ચય હોય ત્યાં સુધી જ મન કે જે સંસાર વૃક્ષનું બીજ છે તે રહે જ છે. પરંતુ જ્યારે મન મૈત્રી વગેરે ગુણોથી વાસના શુદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને પછી વાસનાઓનો પણ ત્યાગ કરીને પોતાના બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યાર પછી મનનો મનોભાવ રહેતો નથી.

હવે મનનો નાશ બે રીતે થાય: એક છે સ્વરૂપ અને બીજો છે અરૂપ. તો સ્વરૂપની અંદર શું? તો કે જીવન મુક્તિ પ્રાપ્ત થયા પછી જ્યારે મૈત્રી વગેરે ગુણો પ્રગટે છે ત્યારે સ્વરૂપ મનનો નાશ થાય છે. જીવન મુક્ત થઈ ગયો એટલે હવે એના સ્વરૂપ મનનો તે જતો રહેશે. જે સમયે વિદ્વાન એવા પદને પ્રાપ્ત કરે છે કે જ્યાં ગુણ, અગુણ, તેજ, તમ, દિન, રાત્રી, ઉદય, અસ્ત, હર્ષ, શોક કંઈ પણ નથી અને જે પદ વાણી અને બુદ્ધિનો વિષય નથી તે સમયે અરૂપમનો પણ નાશ થાય. રૂપની પાર ગયો એટલે અરૂપ થઈ ગયું.

એ રૂપમન પણ પછી જતું રહે તો મનોનાશ, વાસનાક્ષય અને તત્વ સાક્ષાત્કારથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. ત્રણ ઉપાય બતાવ્યા: મનોનાશ, વાસનાક્ષય અને તત્વ સાક્ષાત્કાર. પણ જો તત્વ સાક્ષાત્કાર, આમાં કોઈ એ નથી, તત્વ સાક્ષાત્કાર જેવો થઈ જશે એટલે પહેલું ને બીજું ગાયબ જ થઈ જશે, ઊભું જ ના રહે ત્યાં આગળ. હમણાં જ કીધું તું, "બિગ બોસ ઇસ કમિંગ." એટલે જેવું એનો શેડો આવવાનો ચાલુ થાય કે તરત જ આ બધા ભાગી જવાના.

આ ત્રણેય એકબીજાના સહચારી છે. જો વાસના પરિત્યાગનો પ્રયત્ન કરશો તો પણ મનનો નાશ થઈ જશે. મનના નાશથી તત્વ સાક્ષાત્કાર થશે. જ્યાં સુધી મનનો નાશ થતો નથી ત્યાં સુધી વાસના ક્ષય થતો નથી અને જ્યાં સુધી વાસના ક્ષય થતો નથી ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થતો નથી. જેણે સદવિચારથી ચિત્તને જીતી લીધું હોય તેણે જન્મ સફળ કરી લીધો છે એમ સમજવું. તેને આદિ, વ્યાધિ અને વિષયો દુઃખકારક થતા નથી. જેણે સર્વ સંકલ્પોની સીમારૂપ જે પરમપદમાં વિશ્રાંતિ કરી છે તે મેરુને પણ તૃણ ગણે. એટલું બધું એ ઉપર ઉઠી જાય છે કે એને મેરુ પર્વત જેને કહેવાય એ બહુ જ તુચ્છ લાગવા માંડે.

સંગ આસક્તિ જ અનર્થોનું કારણ છે. કોની જોડે જઈને બેસવું? સંગ જ સંસારનું કારણ છે. એટલે ઋષિમુનિઓ ગાડા જતા રહેતા. સંગ આશાનું કારણ છે. આશા ઊભી થાય છે એટલે પ્રોબ્લેમ શરૂ થાય છે. અહીંયા આપણે પાછળ જોયું ને એક જગ્યાએ? એને શું વાત કરી તી કે ચિત્તને આશાથી વિવસ ના થવા દેવું તેનું નામ સંતોષ છે. આશા આવી એટલે વિવસ્તા ઊભી થઈ જશે. અપેક્ષા છે કોઈકની પાસે તો પછી શું છે કે તમને જુએ છે એટલે લાલચ છે. તો પછી એ બે ગાળ બી બોલી લેશે, તમે સાંભળી લેશો. કારણ કે તમને તો પેલી વસ્તુ જુએ છે. જોયું તમે ક્યાં પડો છો નીચે? તમારા સ્ટેટસમાંથી નીચે ઉતરો એક વસ્તુ માટે. સોદો કરાય તમારા સ્વમાનનો, આત્માનો? તમે સોદો આવી કોઈ ચીજ વસ્તુ માટે કરી બેસશો? એ સમજાવે છે અહીંયા આગળ.

તો સંગ આસક્તિ જ અનર્થોનું કારણ છે. સંગ જ સંસારનું કારણ છે. સંગ આશાનું કારણ છે અને આપત્તિનું પણ કારણ તે જ છે. માટે સંગ આસક્તિનો ત્યાગ એ જ મોક્ષ છે. સંઘ પરિત્યાગથી બધા જ બંધન છૂટી જતા. જે જ્ઞાતા છે તે સર્વ જગતને ચિન્ન માત્ર જાણીને અંતર્મુખ થઈને જગતમાં વિચરે છે, જીવન મુક્ત થઈ જાય.

છેલ્લા નિર્વાણની અંદર સમજાવે છે કે જ્યારે જીવ આ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરતાં કરતાં પોતાના પુરુષાર્થથી સર્વે વાસનાઓનો ક્ષય કરીને આત્મપરાયણ થાય છે, આત્મા તરફ પોતાનું આમ એટીટ્યુડ ફેરવે છે અને એને એવું ભાન થાય છે કે જેમ અગ્નિથી ઉષ્ણતા, કમળથી સુગંધ અથવા હિમથી શુક્લતા ભિન્ન નથી (સફેદ હોય ને બરફ તો ભિન્ન નથી), તે જ પ્રમાણે આ જગત ચેતનથી એટલે કે બ્રહ્મથી ભિન્ન નથી. "હું ચિન્મય અર્થાત ચિત્ત સ્વરૂપ છું. હું દ્રશ્ય નથી પણ આકાશ કરતાં પણ સૂક્ષ્મ છું," એવી બુદ્ધિ ઉદય પામે છે. પછી અનુભવ આવશે, "ઈટ ઇસ ફોલોડ બાય એક્સપરિયન્સ." ત્યારે સંસારના સર્વે બંધનો તૂટી જાય છે, એટલે તોડવાના નથી, તૂટી જાય છે. જ્યાં સુધી આ બુદ્ધિ ઉદય પામતી નથી અને "હું દેહ છું" એવી બુદ્ધિ રહે છે ત્યાં સુધી સંસાર બંધનથી મુક્તિ મળતી નથી.

પરમપદની પ્રાપ્તિ કઈ માત્ર શાસ્ત્ર અભ્યાસ કે ગુરુથી થઈ શકતી નથી. જો લિમિટેશન બતાવી દીધા શાસ્ત્રના પણ અને ગુરુના પણ. એટલે આપણે એક પૂજા તરીકે, પ્રાર્થના તરીકે, બધા તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ ગુરુ સર્વ છે, સમર્થ હશે, બધી વાત છે. ગુરુ પણ શાસ્ત્રની જેમ જ પોતાનો રોલ અદા કરતા હોય પણ એની એક ચોક્કસ સ્થિતિ હોય છે. એટલે પરમપદની પ્રાપ્તિ માત્ર શાસ્ત્ર અભ્યાસી કે માત્ર ગુરુથી થઈ શકતી નથી. એટલે "ડીપેન્ડન્સી ના રાખો" એમ કહેવા માંગે છે. તે બાહ્ય સાધનો છે, કિંતુ કેવળ આપણી પોતાની આંતરશુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિથી પરમપદને પ્રાપ્ત થવાય છે.

"મારાથી ભિન્ન કોઈ નથી. હું શિષ્ય છું, આ ગુરુ છે. ગુરુ મારા મહાન છે." ઓકે, ગુરુ મહાન છે. તમે મહાન ક્યારે થશો? તમે ગુરુના લોકમાં પહોંચી જાવ. તમે પણ ગુરુત્વ પ્રાપ્ત કરો. એક જગ્યાએ આવી જાવ, સામ સામે બેસી જાવ અને પછી શરૂ થશે રિયલ સંવાદ જેને કહેવાય, "ઈટરનલ ડાયલોગ." એ શેમાં હોય? એનર્જીમાં હોય. પછીના લેવલમાં એ પરાની અંદર હોય. એક ગુરુ ને એક શિષ્ય બે અહીંયા ગાડે જ આમ બેઠા હોય. આપણા સત્યમ ફોટો પાડીને મોકલ્યો છે ને તથાસ્તુની અંદર વચ્ચે એવી રીતના બસ એ એમ જ બેઠા હોય. ચોવીસ કલાક સુધીને બેસી રહે. બેમાંથી કોઈ કોઈના સાથે બોલ્યું ના હોય અને તોય એકે બીજાને બધું બહુ કહી દીધું. એને કહેવાય પરા. એટલે પહોંચી જાય પણ ત્યાં સુધી પહોંચવું તો પડે ને? શિષ્ય એટલો લાયક બને છે કે પોતે પરામાં પણ સંવાદ કરી શકે છે ત્યારે પછી ગુરુ એને બધું જ આપી દે.

જો એ લઈ લે, ભાઈ આ બધું તારું જ છે. કારણ કે જો તે પહેલા જો આપી દીધું તો હવે પછી મુશ્કેલી એ પેદા થઈ જાય કે મને તો હાથમાં વજ્ર આપી દીધું અને પછી મારો જો મગજ સ્વભાવ જો પેલા એવું હોય કે પછી પેલા એના જેવો આપડા તો પછી કેવું થાય? એટલા માટે એ બહુ વાઈસ હોય છે જે આપે જ નહીં ત્યાં સુધીને આ બધું જ્ઞાન પ્રાપ્ત થતું હોતું.

એટલે વાસ્તવમાં મારાથી ભિન્ન કોઈ નથી. આ સંસાર ચક્ર કે જે અનાદિકાળથી ચાલે છે તે વાસ્તવમાં બ્રહ્મ એટલે કે મારા સ્વરૂપથી ભિન્ન નથી એવું જે જ્ઞાન તે જ માત્ર પરમપદ છે. આવા જ્ઞાનનો ઉદય થવાતે જ અહમ, મમ, કાર્ય, કારણ વગેરે સર્વે અભિમાનનો ત્યાગ થઈને શરીર વિદ્યમાન હોવા છતાં પણ જીવન મુક્તિનું સુખ ભોગવીને જ્ઞાની પુરુષ વિદેહ કૈવલ્યને પ્રાપ્ત થાય. આવું સુંદર મજાનું યોગ વશિષ્ઠ છે. મારી તો બહુ જ ઈચ્છા છે કે હું તમને આ બધું કહી શકું અને આમ પાંચ મિનિટ છે મારી પાસે. આપણે આંખો બંધ કરી દઈશું એટલે અહીંથી પહેલાથી તે સો પાના સુધી જે કઈ મેં લખેલું છે, "આમ ગોઈંગ ટુ."

"ક્લોઝ યોર આઈસ, ઇનહેલ એન્ડ એક્સેલ ઇન્ડેક્સ પ્લીઝ." ધીમેથી આંખો ખોલો. આ પાનાની પીડીએફ તમને આમ ટ્રાન્સફર કરી છે અને હવે સત્યમભાઈ પાસેથી તમને ફિઝિકલમાં મળશે. વાંચજો એટલે બધું આવડી જશે. આ અદભુત ગ્રંથ શ્રીમદ્ભાગવતગીતા, આના પર પણ જે કંઈ કામ કર્યું હતું, થોડુંક તમારા સાથે હું શેર કરવા માગું છું. ઇફ ટાઈમ પરમિટ્સ, આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ઇન કેસ કોઈને ઘરે ઇન્ફોર્મ કરવાની જરૂરત પડે તો પ્લીઝ બહાર જઈને ફોન કરી આવજો. હવે આપણને સાડાસાત જેટલો સમય થઈ શકે છે અથવા તેથી થોડોક વધારે. ઇઝન્ટ ઇટ એગ્રીએબલ ટુ એવરીબડી? ઓકે.

મહર્ષિ વેદવ્યાસ વિશે એવું કહે છે કે પૂર્વે કોઈપણ શાસ્ત્ર પુસ્તક રૂપે ઉપલબ્ધ ન હતા. શ્રોતજ્ઞાનની પરંપરા જે હતી એ એમણે તોડી નાખી અને એમણે ચાર વેદ, બ્રહ્મસૂત્ર, મહાભારત, ભાગવત અને ગીતા જેવા ગ્રંથોમાં પૂર્વ સંચિત ભૌતિક તેમજ આધ્યાત્મિક ધનરાશિનું સંકલન કર્યું. અંતે સ્વયં નિર્ણયાત્મક સુરમાં કહ્યું કે બધા જ વેદોના પ્રાણ ઉપનિષદોનો પણ સાર એ એકમાત્ર ગીતા છે. શ્રીમદ્ભાગવતગીતા, આ ગીતાનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કરવો, એને હૃદયમાં ધારણ કરવી. પણ હું જ્યારે જ્યારે હાથમાં લઉં, અહંભાવ બહુ થાય અને પાછો મૂકી દઉં. જ્યાં સુધી મારી સ્થિતિ આવી નહીં ત્યાં સુધી હું એ ગીતાને વાંચી શક્યો નહીં. પછી ખૂબ નિશ્ચયપૂર્વક મેં નક્કી કર્યું કે ના, હવે હું વાંચીશ અને પછી મેં શરૂ કર્યું વાંચવાનું. એક વખત વાંચી, થોડોક ખ્યાલ આવ્યો. બીજી વખત વાંચી, થોડોક વધારે ખ્યાલ આવ્યો.

ગયા વર્ષે મને લાવીને આપવામાં આવી "યથાર્થ ગીતા", સ્વામી અડગડાનંદજી. સ્પેલબાઉટ અનુભૂતિ આપી દીધી સાહેબ કે હું બ્રહ્મ છું. એટલો સુંદર ગ્રંથ! તો એટલા માટે કહેવામાં આવે છે કે ગીતાનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કરવો, એને હૃદયમાં ધારણ કરવી. ઘણા લોકો અહીં પેરીને ફરે એવું નથી કહેતા. ગીતા આખી મોઢે છે એનો કોઈ મતલબ નથી. જીવનમાં ઉતરી, કષાયો ઓછા થયા, લોકોને નડવાનું બંધ કર્યું, ટીકા-ટીપ્પણો બંધ થઈ, સીધો દોરી જેવો થઈ ગયો, તો કામની વાત છે. તો કંઈક થયું છે એવું કહી શકાય.

એટલે આ ગીતામાં જે સત્યનું નિરૂપણ કર્યું છે તે છે આત્મા. જોયું? આત્મા એક જ સત્ય છે અને તે એકમાત્ર સત્યનું નિરૂપણ ક્યાં કરવામાં આવ્યું છે? શ્રીમદ્ભગવતગીતામાં. આત્મા સિવાય કશું પણ શાશ્વત નથી. આ ગીતામાં એ યોગેશ્વરે શેનો જાપ કરવો તેના વિશે પણ પ્રકાશ પાવ્યો. એમણે કહ્યું, "ૐ અક્ષર." અર્જુન કોણ છે? આપણે હમણાં જોઈશું. "ૐ એ અક્ષય પરમાત્માનું નામ છે. એનો જાપ કર અને મારું ધ્યાન કર. ૐ નો જાપ કર અને મારું ધ્યાન કર." મારું ધ્યાન એટલે પેલા મુગટવાળા, મોરલીવાળા નહીં. મારું ધ્યાન એટલે પરબ્રહ્મનું ધ્યાન કર. જ્યારે આનો ઉપદેશ કરવામાં આવે છે ત્યારે બ્રહ્મ સ્વરૂપે ઉપદેશ થયેલો છે. કારણ કે આ બધું પતી ગયા પછી પાછળથી એકદમ અર્જુને એમને પૂછ્યું કે, "ભગવાન, તે દિવસે તમે મને બધું શીખવાડ્યું હતું, બધા અઢાર અધ્યાયની અંદર, પણ હવે ઘણું બધું પાછું ઝાંખું થઈ ગયું છે.

તો ફરી એક વખત મને કહો ને." તો ભગવાને એને કહી દીધું કે, "એ ઉપદેશ ગયો ત્યારે બોલનાર જુદો હતો." સમજ્યા? એટલે એ વખતે જ્યારે બોલાતું હતું તે વખતે એ જે કંઈ બોલતા હતા તે અનુભૂતિપૂર્વક બોલતા હતા. જ્યાં સુધી સત્યનું અવતરણ થતું હોય તો વ્યક્તિ જો અનુભૂતિપૂર્વક ન બોલતો હોય ત્યાં સુધી સામેવાળા પણ એ સત્યનો સ્વીકાર કરી શકતા હોતા નથી. એ સત્યને જીવવું પડે અને પછી એ પ્રમાણે તમે જ્યારે સત્યની વાત કરવાની શરૂ કરશો, લોકો રેડીલી રિસીવ કરશે. એટલે કીધું કે, "ૐ નો જાપ કર અને મારું ધ્યાન કર અને શ્રદ્ધાથી હૃદયમાં ધારણ કર." કોને? આ ગીતાના જ્ઞાનને. "તું તમારા હૃદયમાં ધારણ કરો." ધેટ્સ વોટ આઈ એમ ટેલિંગ ઓલ ઓફ યુ.

ગીતા દ્વારા સુખ-શાંતિ તો મળે જ છે, પરંતુ ગીતા તો અક્ષય અને અનામય પદ પણ પ્રાપ્ત કરાવે છે. આ યથાર્થ ગીતા વ્યક્તિની બુદ્ધિ પર રજસ, તમસ અને સત્વ ગુણોનો જેટલા પ્રમાણમાં પ્રભાવ હોય તેટલા પ્રમાણમાં તે તે સ્તરથી તે વાતને પકડે. વાત એક જ કહેવાતી હોય છે પણ જે ડિફરન્સ છે એનો સત્વ, રજસ અને તમસના પરમ્યુટેશન કોમ્બિનેશનો કેટલા થાય તેના પ્રમાણમાં તે તે સ્તરથી તે વાતને પકડે. એનાથી એની માનસિક ભૂમિકા જે હોય, અહીંયા કોઈ ભૂમિકા છે? માનસિક ભૂમિકાની વાત કરું છું. તેનાથી આગળ એને કાંઈ સમજાતું નથી. એટલે બહુ જ ઊંચી વાત કરી દઉં અને ઇફ યુ આર નોટ રેડી ટુ રિસીવ તો ઇટ ઇઝ યુઝલેસ. તીર્થંકરો જે થઈ ગયા જેમ કે મહાવીર સ્વામી, તો એમની પહેલી દેશના હતી બિલકુલ નિષ્ફળ ગઈ. કારણ કે જંગલમાં હતા તે વખતે અને બસ એમને તો આવી એટલે આવી. ઇટ્સ ઓન્લી રેકોર્ડેડ થિંગ.

તો એને સાંભળનારા પહેલા જે હતા તે કોણ હતા? કેવળ વૃક્ષો જ હતા, બીજા કોઈ ન હતા. જંગલી પાંદડા, વૃક્ષો, કોઈ કરતા કોઈ નહીં સાંભળનાર. બધું જે કંઈ થયું તે બીજી દેશના પછી પણ કેટલી ઇફેક્ટિવ પછીની પણ બાબત હતી એ જોવાનું. વાત પણ જે પહેલી વાણી નીકળે આત્મજ્ઞાન થયા પછીની, એને દેશના કહેવાય અને સ્વયંભુ હોય, એ સ્વસ્ફુરિત હોય. એનું સ્ફૂરણ થાય, બ્રહ્મ દ્વારા એનું સ્ફૂરણ થાય અને એવું સ્ફૂરણને કોઈ રોકી શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ એ સ્ફૂરણની સામે નતમસ્તક એને સ્વીકાર કરે આદરભાવથી. "હું બ્રહ્મનો આદર કરું. બ્રહ્મ મારો આદર કરે. અમે બંને પરસ્પર એકબીજાનો આદર કરીએ." આપણું બ્રહ્માંડ આની પર રચાયેલું છે. આપણું જ્ઞાનની ભૂમિકા જે છે એ ભૂમિકાની હું હવે વાત કરી રહ્યો છું. સાધારણ માનવી સંશયમાં પડી જાય છે, પરંતુ સત્યની ધારા તો વહેતી જ રહે છે.

એટલે કોઈ મહાપુરુષનો આશ્રય લેવો જોઈએ. મારા ઘરની અંદર એક વખત એવું થયું કે મારા પત્નીએ મને પૂછી લીધું, "તમારા સાસરાની અંદર દર..."

વખતે બધી સ્ત્રીઓ ભૂંડી ચિતરી અને એના અંગ-ઉપાંગોના જ નિત્ય વર્ણનો કર્યા રાખે છે. આ બધા વૈરાગીઓ છે કે તો એમને સુઝે છે ક્યાંથી આવું બધું વર્ણન કરવાનું? એટલે એમને પછી એ વાતનું દુઃખ હતું કે હું સ્ત્રી અને મારે આવું બધું સાંભળવું પડે. શાસ્ત્રો લખનારા બધા પુરુષો પાછા, આ પાછી વધારાની વાત એડ કરી દીધી. ત્યારે પછી એમને જવાબ આપવાનો જે આવ્યો, એમને પહેલા તો સમજાયું કે જો જે આત્મા છે એને કોઈ લિંગ હોતું નથી. એટલે જો એ સ્તરે તું પહોંચી જશે તો પછી આ બધી બાબતો જે છે તે અપ્રસ્તુત બની જશે. જો વ્યક્તિ આત્માના સ્તરે રહીને જો લખેલું છે તો એણે પોતાના જ્ઞાનમાં જોઈને લખેલું છે. તો જ્ઞાની હોય એને તો બધું જે જેમ છે તેમ જ દેખાતું હોય છે અને એટલા માટે એને સંસારને આવો જોયો તો એને લખ્યું.

હવે એનાથી એક ઉપરની વાત કરું કે આ સંસારની અંદર પુરુષ કેવળ માત્ર એક જ છે અને એટલા માટે એ પુરુષોત્તમ કહેવાય છે. એ પુરુષોત્તમ જ પુરુષ છે. એના પૌરુષના કારણે જ બાકીના બધા પુરુષત્વ પામે છે અને એ પુરુષત્વ જો કોઈ કોઈમાં વિથડ્રો કરી લે તો એ માણસ પુરુષ રહેતો નથી. તો વાસ્તવની અંદર આ સંસારની અંદર જો પુરુષ એક જ છે અને બધા બાકીના જે કંઈ છે તો એ બધા કોણ છે? બધા નારી છે, સ્ત્રી છે. આ પોઝિટિવ સુપ્રીમ બીઇંગ છે. આપણે છૂટા પડ્યા છીએ. આપણો ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ છે. આ પોઝિટિવ ચાર્જ છે અને હંમેશા ઉપરથી નીચે જ ગ્રહણ થવાનું છે. ઉપરથી આમ જ આવવાના છે બધા ઇલેક્ટ્રોન ધડાધણ ધડાધણ કરતા. એને જ મેઘવર્ષા કહેવામાં આવે, જ્ઞાનવર્ષા કહેવામાં આવે. એટલે અહીંથી આવે છે તો આ જે છે તે તો બધી નારીઓ જ છે. મીરા પણ એવું કહેતી હતી, રાબિયા નૂર પણ આજ કહેતી હતી કે મને તો અહીંયા કોઈ પુરુષ દેખાતો નથી.

એ રાબિયા સંત એવા થઈ ગયેલા અરબસ્થાનની અંદર કે એમને દેહભાન કે આવું કંઈ હતું જ નહીં. મોટા ભાગનો સમય એ પોતાની ઝૂંપડીની અંદર પ્રાર્થનામય સ્થિતિની અંદર જ ગાળતા હતા અને એ નિર્વસ્ત્ર હતા જેમ આપણે દિગંબર સાધુ-સંતો હોય છે એવી રીતે. એટલે કોઈક બીજા સંત હતા બહારથી એમને મળવા આવ્યા. તો એ સંતને થોડીક શરમ આવી હશે, એ કક્ષાએ નહીં પહોંચ્યા હોય એટલે સાધુ તો હશે. રાબિયાજી તો એમને મળવા માટે તરત જ બહાર આવી ગયા હતા એ જ સ્થિતિની અંદર. પણ ત્યાં એને શું જોયું? રાતના ટાઈમે એ તો ગયા હતા કે દૂરથી એ ત્યાં ગાડે પહોંચતા હતા તો એની ઝૂંપડીની ફરતે, ઝૂંપડીની અંદર જાણે આમ સૂર્ય ઉગેલો હોય એવો તીવ્ર પ્રકાશ ચારે બાજુએ જોયા કરતા. પહેલા એમને કાચું દર્શન થયેલું, પછી એમને દૂરથી પાકું દર્શન થયું અને પછી જ્યારે રાબિયા એમના સન્મુખ થયા તે વખતે એમને પરિપક્વ જ્ઞાન થયું કે આત્મા શું છે, પરમાત્મા શું છે, એની અનુભૂતિ શું છે, એ બધી વસ્તુઓ ત્યાં એમને સ્વયં સ્પષ્ટ થઈ ગઈ.

એમના જે કંઈ પ્રશ્નો હતા બધા એમ જ વિલીન થઈ ગયા. એક પણ પ્રશ્ન પૂછી ના શક્યા. એમના પાસે કોઈ પ્રશ્ન બાકી બચ્યા જ નથી. કેટલો પ્રચંડ અનુભવ એમને થયો! એવા હતા એ રાબિયા નૂર. એવું નૂર તમે સૌ પણ પ્રગટાવો.

સાધારણ માનવી સંશયમાં પડી જાય છે પરંતુ સત્યની ધારા તો વહેતી જ રહે છે. આથી કોઈ મહાપુરુષનો આશ્રય લેવો જોઈએ. કેમ કે શ્રીકૃષ્ણે કોઈ ભિન્ન સત્ય તો દર્શાવ્યું નથી. "ઋષિઓએ અનેક રીતે જેનું ગાન કર્યું છે તે જ હું કહી રહ્યો છું," એમ શ્રીકૃષ્ણે કહ્યું છે. "હું કહી રહ્યું છું" એવું ક્યારેય એમને કહ્યું કે આ જ્ઞાન માત્ર માત્ર હું જ જાણું છું, બીજા કોઈને કશું ખબર જ નથી. એવું કોઈ જગ્યાએ એમને કીધું નથી. અથવા "હું જ બતાવીશ, બીજું કંઈ નહીં બતાવી શકે." એવું પણ પોતાની મોનોપોલી વાળું કોઈપણ કર્તવ્ય એમને ક્યાંય આખી ભગવદગીતાના કોઈપણ શ્લોકની અંદર ક્યાંય કર્યું નથી. 5000 વર્ષે, 7000 વર્ષે, એક ગણતરી પ્રમાણે 14000 વર્ષ પૂરું થયેલા આવા મહાન શ્રીકૃષ્ણ શરણમ. એના શરણાગત આપણે બધા જ છીએ એવો ભાવથી આપણે આજે એ યાદ કરીએ છીએ. એમને રોજ સવારે પ્રણામ કરીએ, વંદન કરીએ.

કેવા વંદન અહીંયા કેવા હશે? એટલે કેટલીક રૂઢીઓ, પરંપરાઓ, પૂજા વિધિઓ પણ વારસામાં મળે છે અને બાળક એ પૂજાને જુએ છે. પરિવારમાં ભૂત પૂજા મળી તો ભૂત ભૂત રટશે. એ રીતે કોઈ શિવ શિવ, કોઈ કૃષ્ણ કૃષ્ણ તો કોઈ કંઈક પકડીને જીવે જતો હોય. એ એને છોડી શકતો નથી. એને જો બળજબરીપૂર્વક છોડાવવામાં આવે તો એની માન્યતા પર કુઠારાઘાત થવાના કારણે એ પોતે ઘાયલ થયો હોય, માનસિક રીતે એવું ફીલ કરે છે. એને બહુ લોહીલુહાણ થઈ જાય બિચારો, લાગણીઓનું લોહી વહી જાય બહુ. એ કદાચ પૈતૃક સંપત્તિ, ધન-દોલતનો વારસો તો છોડી શકશે પરંતુ આ રૂઢીઓ અને ધર્મની પકડ છોડી નહીં શકે. બધું જડબેસલાક લોખંડી બેડીઓ જેવું જ આ બધું થયેલું છે. માટે પૂર્વગ્રહથી મુક્ત થઈને સત્યની ખોજ કરનાર માટેનો આ ગ્રંથ છે. આ આરસ ગ્રંથ છે, તે જ સ્તંભ છે. વેદ એટલે જ્ઞાન, પરમાત્માની જાણકારી.

એ પરમાત્મા ના તો સંસ્કૃતમાં છે કે ના તો સંહિતામાં. પુસ્તક તો એનો માત્ર દિશા નિર્દેશ, સંકેત કરે છે. એક પાટિયા બરાબર છે કે આ બાજુ જાઓ, ડાબી બાજુ જાઓ. હકીકતમાં તો પરમાત્મા હૃદયમાં છે. વિશ્વામિત્રે કહ્યું કે "હું બ્રહ્મર્ષિ છું તો વેદ મારું વરણ કરે." શું કીધું? "જો હું બ્રહ્મર્ષિ છું તો વેદ મારું વરણ કરે." મતલબ મારામાં વેદ પ્રગટે અને પછી એ વેદ જ્યારે વિશ્વામિત્રના હૃદયમાં પ્રગટ્યા, જે તત્વ એમને સમજાતું નહતું, આ જ્ઞાન જ એ વેદ છે. વેદ એટલે કોઈ પોથી નહીં. અને પછી એમણે મંત્ર સ્ફૂર્યો: "ૐ ભૂરભુવસ્વહ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયોયોનઃ પ્રચોદયાત." શ્રીકૃષ્ણ પણ આજ કહે છે: "સંસાર અવિનાશી પીપળાનું વૃક્ષ છે." સંસાર અવિનાશી પીપળાનું મૂળ છે. તો સંસાર અવિનાશી થઈ ગયો. ઉપર પરમાત્મા એનું મૂળ છે, નીચે પ્રકૃતિ એની શાખાઓ છે.

એટલે કીધું "ઉર્ધ્વ..."

મૂલમ અદશાખ, જે વ્યક્તિ પ્રકૃતિનો અંત લાવીને પરમાત્માને જાણી લે છે, નીચેથી ઉપર જવાનું છે. તમે શું કરો છો? મૂલાધારેથી સહસ્ત્રારે, બરાબર છે? ફરી સહસ્ત્રારેથી મૂલાધારે. બે વખત તમે કર્યું એટલે આખો પાથ તમારો બધી રીતે સંપૂર્ણપણે ક્લિયર થઈ ગયો. તો જે વ્યક્તિ પ્રકૃતિનો અંત લાવીને પરમાત્માને જાણી લે છે, તે જ વેદજ્ઞ છે. પ્રકૃતિના પ્રસાર અને અંતની સાથે જ પરમાત્માની અનુભૂતિ થાય. આ પ્રકૃતિનો અંત અહીંયા, પરમાત્માનો અનુભવ તરત ચાલુ. એનું નામ વેદ છે. આ અનુભૂતિ પ્રભુ કૃપાનું ફળ છે.

કોઈ જો એમ કહે કે, "મેં પુરુષાર્થથી પરમાત્માને પ્રાપ્ત કર્યો છે," તો મહામૂર્ખ જ આવું બોલી શકે. એના માટે અહીંયા બહુ સુંદર શબ્દ વાપર્યો છે, આજ ગીતાની અંદર: "વજ્રમૂર્ખ". આજ ગીતામાં વાપરેલો શબ્દ. તો મોટા ભાગના તો આમ જ. આ અનુભૂતિ પ્રભુ કૃપાનું ફળ છે.

વેદને એટલા માટે જ અપૌરુષે કહ્યો છે કે ક્યારેય કોઈના પુરુષાર્થનું, પુરુષત્વનું એનું કોઈ ફળ એને પ્રાપ્ત થતું નથી. એટલે વેદો હંમેશા અપૌરુષ હોય છે; પુરુષ પૌરુષથી એને જીતી શકાય એવા નથી. આગળ ઉપર તમે જ્યારે આનો અભ્યાસ કરશો, એટલે પુરુષનો પણ અને નિયતિ વચ્ચેનો ભેદ પણ તમને તફાવત માલૂમ પડી જશે. ફરી ક્યારેક કોક જગ્યાએ. મહાપુરુષ હંમેશા કેવા હોય છે? અપૌરુષે હોય. અપ પુરુષોત્તની ઉપર જતા રહ્યા. એના માધ્યમથી, એની મારફત પરમાત્મા જ બોલે.

જે વ્યક્તિ ક્રિયાત્મક માર્ગે ચાલીને આ અપૌરુષ્ય, એટલે કે "નોન-પર્સન"ની સ્થિતિને પામી લે છે, જેમનો અહમ પરમાત્મામાં વિલીન થઈ ચૂક્યો છે, તે જ તે સત્યને જાણી શકે છે. ત્યાં સુધી આ સત્ય પણ સ્પષ્ટ થતું નથી. ભાસ થઈ જાય, પણ સ્પષ્ટ થવું નહીં. પરમ તત્વને પ્રાપ્ત કરનાર પ્રત્યેક મહાપુરુષ સ્વયં એક ધર્મ ગ્રંથ છે. એમની વાણીનું સંકલન વિશ્વમાં ક્યાંય પણ થાય તો શાસ્ત્ર તરીકે ઓળખાય છે.

ભગવદગીતા કહે છે કે, ધર્મ એક ક્ષેત્ર છે. ધર્મ શું છે? એ ક્ષેત્ર છે. એ ક્ષેત્ર ક્યાં છે? હૃદય પ્રદેશમાં. દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે. જ્યારે આસુરી સંપત્તિ વધી જાય છે, ત્યારે આજ શરીર કુરુક્ષેત્ર બની જાય છે.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, બંને જગ્યા આ એક જ છે. પહેલા એ ધર્મ-કર્મક્ષેત્ર ગણાય, જો આસુરી સંપત્તિ ન હોય તો અથવા તો મિનિમમ હોય તો. અને દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે એ ધર્મક્ષેત્ર કહેવાય. નહીં તો પછી તો કુરુક્ષેત્ર તો છે જ. કુરુ એટલે "કરો". કુરુ સંસ્કૃતની અંદર એવું કોઈકને આપણે કંઈ કહેવાનું, "તથા કુરુસ્વમે". આપણે "કુરુ" એવો શબ્દ વાપરીએ છીએ. એટલે કુરુ એટલે "કરવો", "તમે આમ કરો" એમ આદેશાત્મક રીતે જ્યારે આપણે કોઈકને કહેવું હોય ત્યારે વપરાતો એ શબ્દ છે.

પ્રકૃતિથી ઉત્પન્ન થતા ત્રણ ગુણો દ્વારા પરવશ માનવી કર્મ કરે છે. તો તમારા કર્મોના જે કંઈ છે તે ક્યાં છે? તમારા સત્વ, રજસ અને તમસની અંદર જ એના મૂળિયા પડેલા છે. એટલે રજસ વધી જશે તો ડાયાબિટીસ બહુ થઈ જશે. અને જો સત્વ જો પ્રમાણમાં વધતું જશે, બાકીની વસ્તુ ઓછી થશે, તો કફ, કફને લગતા જે શરદીજન્ય રોગો બધા ૨૦ પ્રકારના હોય છે, તે વધતા જશે.

તો, અર્જુન, આ શરીર જ ક્ષેત્ર છે. એમાં ૧૦ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચ વિકાર અને ત્રણ ગુણોનું વર્ણન છે. તેમાં સતત દૈવી અને આસુરી સંપત્તિ, એટલે કે પાંડુના સંતાનો અને ધૃતરાષ્ટ્રના સંતાનો, એટલે કે સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ. પાંડુ કોણ છે એ સમજાઈ ગયું અને કૌરવ કોણ છે એ પણ સમજાઈ ગયું. ક્લિયર?

હવે આ જે કંઈ છે તે શું છે? તો કે ક્ષેત્ર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. એને જોનારો, જાણનારો જે છે તે બે વચ્ચેનો સંઘર્ષ છે: ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. પ્રકૃતિનું સંપૂર્ણ સમન કરીને તેનાથી અતિરિક્ત સત્તાનું દિગદર્શન કરવું.

પ્રકૃતિથી ઉપર પણ કોઈ એક સત્તા છે. બધા એવું કહે છે કે, "બધા માયાને આધીન છે, બધા પ્રકૃતિના આધીન છે." અલા ભાઈ, તમે પરમાત્માને અધીન થાઓ! બધા આમ બોલે રાખે છે. તમે પણ બોલો. ઘેટા પાળું આમ માથું નીચું કરીને જ બધા ફરતા હોય એકબીજાની પાછળ. જોયા છે તમે? ત્યાં હું ગયો તો બધા ખેતરોમાં આમ જ ચાલતા હોય. લાખો ઘેટા હોય, પણ બધા એમ જ એકબીજાની પાછળ જ માથું ઘાલીને બેઠા હોય છે. આપણે આવી રીતે જીવવાનું? અને પાછું આપણે ગુમાન કરીએ? કઈ વાતનું કરીએ કે "હું કંઈક છું"?

થઈ ગયો. સંયમમાં જેમ જેમ પ્રગતિ થાય, તેમ તેમ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. કેવી દ્રષ્ટિ? એ દ્રષ્ટિ કે જે એ સત્તાનું આપણને દિગદર્શન થવા માંડે છે કે જે પ્રકૃતિની ઉપર રહેલી છે. એટલે પરમાત્માની મૂળ શક્તિની, દરઅસલ પાવરની વાત કરવામાં આવે. પછી આપણને દેખાવા માંડે છે કે "પરમ સત્ય તું છે", "પરમ સત્ય પણ તું જ છે". અનુભવવા માંડે છે પછી આમ ખુલ્લેઆમ. પછી તો...

એટલે દ્વૈતનું આચરણ જ્યારે થાય છે, ત્યારે દ્રોણાચાર્ય પ્રગટ થાય છે. "હું" અને "તું" એ ભાવ જેવો આવ્યો, એટલે દ્રોણાચાર્ય આવી ગયો. પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે. આજ અદ્વૈતનું ભાન છે.

હવે એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે, ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ. મોહરૂપી દુર્યોધન. દુર્યોધન કોણ છે? આપણી અંદર રહેલો મોહ છે, એ જ દુર્યોધન છે. વાસ્તવમાં એ સુયોધન હતો, પણ એને એટલા માટે દુર્યોધન કહેવામાં આવ્યો હતો.

આચાર્ય પાસે જાય છે. કોણ? દ્વૈતવાળા જે દ્રોણાચાર્ય છે, તેની પાસે જઈને કહે છે કે, "મોહ બધી વ્યાધિઓનું મૂળ છે." તો મોહ જ્યાં સુધી હોય, ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્નો ઊભા જ રહેશે તમારા. અન્યથા બધું પૂર્ણ જ છે. એટલે મોહ પેદા થાય છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. બાકી તો બધું પૂર્ણ છે અને પરિપૂર્ણ છે.

તો શાશ્વત અમર પદમાં શ્રદ્ધા રાખનાર દૃઢ મન, એટલે તમારો-મારો દૃઢ ધ્રુણ છે. સાધન કઠિન નથી. મનની ટેક જ કઠિન હોવી જોઈએ. દૃઢ.

કેતુ એટલે કે દૃઢ કર્તવ્ય. ચેકિતાન એટલે ચિત્ત જ્યાં જાય ત્યાંથી એને ખેંચી લાવીને પાછો ઈષ્ટની અંદર એને સ્થિર કર્યા કરે. દર વખતે પાછો આવ, "ઘર આજા, ઘર આજા, વાપસ આજા" એમ કરીને બોલાયા જ કરતો હોય છે. ખેંચીને પાછું એને ઈષ્ટમાં સ્થિર કરી દે. કાશીરાજ એટલે કાયારૂપી કાશીમાં જેનું સામ્રાજ્ય છે એ કાશીરાજ કહેવાય. કાશી અહીં છે તમારે. નિસી અને વર્ણા, નિસી અને વર્ણાની વચ્ચે જે આ જગ્યા છે તે તમારું વાસ્તવમાં કાશી છે અને તેની પાછળ કાશી વિશ્વનાથ બેઠો.

ગ્લોબલ પુરુજિત એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર ઉપર વિજય અપાવનાર પુરુજિત. કુંતીભોજ એટલે કર્તવ્યથી ભવ પર વિજય મેળવનાર. શૈબ્ય એટલે સત્ય વ્યવહાર કરનાર. યુદ્ધમન્યુ એટલે યુદ્ધને અનુરૂપ મનની ધારણા કરનાર. અભિમન્યુ એટલે જ્યારે જ્યારે શુભનો આધારથી પાયો આવી જાય ત્યારે મન ભય રહિત બને છે. તેના આધારથી ઉત્પન્ન પાંચ પુત્રો: અભિમન્યુના વાત્સલ્ય, લાવણ્ય, સુહૃદયતા, સૌમ્યતા અને સ્થિરતા. આ તમામ મહારથીઓ છે. આ રથ છે.

આગળ ઉપર આવશે, જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે. ત્યાં સુધી દ્વૈત ભાવ ઊભો છે. ત્યાં સુધી પ્રકૃતિનું સામ્રાજ્ય છે. યાદ રાખો, અહીં લખી લો અને એકતા અને અભેદતાનો જેવો તમે અનુભવ કરવા માંડશો એટલે પ્રકૃતિની સત્તા ત્યાં આગળ જગદંબાની સમાત પરમાત્માની સત્તામાં હવે તમને આવી ગયા પછી કાળ પણ એક વખત આવીને કાંઈ કરે તો એને પાછા જવું પડે છે. કારણ કે પરમાત્મા એને કહી દે છે કે, "હવે આ મારો ભક્ત છે, મારી સત્તામાં આવી ચૂક્યો. તું એને હાથ ના લગાવી શકે." અને કાળ પણ પરમાત્માને પ્રણામ કરીને ત્યાંથી નીકળી જાય. કારણ કે એને બની રહેવાનું છે પરમાત્માની અંદર.

ખબર છે તમને કે બધું રિપ્લેસેબલ છે. એટલે માનો કે કોઈ ભગવાન વિષ્ણુ હોય અને જો પરમાત્માની વિરુદ્ધ કંઈક કરવાનો પ્રયત્ન કરે તો પરમાત્મા એને રિપ્લેસ કરી દે, ઇઝીલી રિપ્લેસેબલ. ભગવાન શિવ કોઈક એવો હોય, કોઈ શિવ એવો પણ યાદ રાખો આ બધા જ જે છે તે પદવીઓ છે. શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે બધા જ કર્મો તમારા સત્કર્મો કરતાં કરતાં કરતાં તમે આ બધું પ્રાપ્ત કરતા હોવ. ક્યારે કર્યું પણ હશે, અત્યારે આપણને યાદ નથી. તમે કયા દેવી હતા? કોકના કુળદેવી પણ હતા તમે. તો કોક સમયે આપણને કંઈ ખબર પડતી હોતી નથી સામાન્ય ભાવે જોઈએ તો.

એટલે જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ એવો જ્યાં સુધી ભાવ છે અંદર આયુ ભાન પ્રગટેલું છે ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, દ્વૈત રહેત છે અને આ દ્વૈત પર વિજય મેળવવાની પ્રેરણા દ્રોણાચાર્ય પાસેથી જ મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે. એમ પાર્ટ વન થયું હોય ને પછી પાર્ટ ટુમાં આપણે પહોંચ્યા ના હોય તો પછી આપણને કોક એવા દ્રોણાચાર્ય મળી જાય, "પૂરું કરી નાખ ને યાર, એક જ વર્ષ છે હવે તારે તો પરીક્ષા જ આપવાની છે ને." કહે છે, "અમને આવા મળેલા હો પણ અમે તો એમની વાત સાંભળી શક્યા નહીં સંજોગવસાત."

હવે ભ્રમરૂપી ભીષ્મ પિતામહ છે. ભીષ્મ પિતામહ એ શું છે? ભ્રમ છે. આદિ બહુ ટાઈમથી આવેલો કેવો ભ્રમ છે કે હું આ છું ને આ નથી. એ જે પહેલું પેદા થઈ ગયું ને બસ ત્યાંથી શરૂઆત થઈ. એટલે એને કીધું પિતામહ ભીષ્મ કે બધાના મૂળમાં જ આવા આ છે પિતામહ. આપણને મહાભારત જોતી વખતે ભીષ્મનું પાત્ર કેટલું બધું ગ્લોરિયસ લાગે છે પણ વાસ્તવિકતા શું છે? તમે જુઓ, એને સમજો તો ખરા. ભ્રમમાંથી વિકારો ઉદ્ભવે છે. આ બધા કૌરવો ક્યાંથી પેદા થઈ ગયા? જો અંત સુધી જીવિત રહે છે એટલે તે પિતામહ છે. બાણ સૈયા પર પડ્યા હોય પણ જીવ જાય નહીં, મરે જ નહીં ને. બહુ અઘરા.

વિજાતીય ધર્મરૂપી કર્ણ સજાતીય હતા. ધર્મ રાજા પોતે તેનાથી વિરુદ્ધ પડ્યો એટલે એને વિજાતીય ધર્મ ગ્રહણ કર્યો. પાંડુ હોવા છતાં પણ, પાંડુ પુત્ર હોવા છતાં પણ તેને બીજી સાઈડ લીધી હતી એટલા માટે એને વિજાતીય કીધો. તો એ પિતામહ છે. વિજાતીય કર્મ, કર્મ રૂપી કર્ણ તથા સંગ્રામ વિજયી એવા કૃપાચાર્ય છે. સાધના અવસ્થામાં સાધક દ્વારા કૃપાનું આચરણ. ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ જ સંતનું પણ એ જ સ્વરૂપ છે. કોઈપણ સંતને તમે જુઓ. સાધના કાળમાં જ્યાં સુધી આપણે અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા પણ અલગ છે. વિજાતિ પ્રવૃત્તિ જીવિત છે. મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક જો કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. મોહ ઉપર, આ કૌરવ ઉપર કૃપા કરવામાં આવે તો શું થાય? નષ્ટ થઈ જાય, સાધક ખતમ થઈ જાય. કૌરવ એટલે આંતરશત્રુઓ છે આ બધા.

વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે. વ્યુત્થાન કાળ કયો કહેવાય કે તમે અહીંથી સાધનાની શરૂઆત કરી છે અને બસ હવે તમારું ગમે તે ક્ષણે બ્રહ્મમાં પ્રવેશ થઈ શકે છે એવી સ્થિતિએ તમે પહોંચી ચૂક્યા છો. તેવી સમયે સિદ્ધિ આડી આવીને ઊભી રહેશે કે, "તું કહે, હું કરી દઉં." પેલો પ્રગટ થાય છે ને વેતાળ એવી રીતના આ સિદ્ધિઓ બધી પ્રગટ થઈ જાય. "જે માગ, માગ, માંગે એ આપવું." પેલો કહે, "હું ભિખારી છું, હું સાધક છું." એ ગૌરવ આત્મગૌરવ કહેવાય. તો એ વાસ્તવમાં સિદ્ધિઓ છે બધી અને એ બધાથી એવું બધું થઈ શકતું હોય છે. પરંતુ કેવલ્ય પ્રાપ્તિમાં જેમ કામ, ક્રોધ, લોભ, મોહની જેમ જ એ પણ વિઘ્નરૂપ છે. આડી આવશે તમને, આમ સીધે જવા જ નહીં દે. બસ આમ સામે જ તમને સન્મુખ પ્રાપ્તિ છે ત્યાં સુધી પહોંચવા ના દે, આડી આવે. અને તમને તે વખતે જો કૃપા કરવાનું કોકની ઉપર મન થઈ ગયું કે, "આહાહા, બિચ બિચારો બહુ દિવસથી હોસ્પિટલાઈઝ છે, લાવ એનું હીલિંગ કરી નાખું." જે પેલી પ્રાપ્ત થવાનું હતું હવે તમારે રાજવાની રહી.

એટલે સિદ્ધિઓ છે, રિયલ છે અને આવશે બધી ધીમે ધીમે ધીમે ધીમે કરતાં પણ પછી એનાથી તમારે પ્રાપ્ત કરીને, જોઈને, જાણીને, સમજીને એનાથી પછી અલિપ્ત થતા જવું એ બહુ જ આવશ્યક.

કારણ કે જીવનનું લક્ષ્ય હીલિંગ નથી. અમે માસ્ટરને આ વાત પૂછેલી. તે એક સાધન છે. એટલે આ જે પુસ્તક પહેલું જે લખ્યું, તે બીજું પુસ્તક જે લખ્યું, તે બંનેનો જે મનમાં અમારો ટાઈટલ છે તે એ જ છે કે "પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મસાક્ષાત્કાર." શરૂઆત ત્યાંથી થાય છે, એ અમે જાણી ગયા હતા. એટલે અમે બિલકુલ એકદમ ઘેલા દિવસના હતા. બે એકબીજાની આગળ-પાછળ, આગળ-પાછળ ચાલ્યા કરીએ. દોસ્તી એવી જબરી કે બસ એ મારા ખબર ને હું એને ખબર. પછી આમ બસ આગળ-પાછળ, આગળ-પાછળ એવી રીતના.

પછી એક સમય આવ્યો એટલે પછી અમારો સમય થઈ ગયો ભાઈ. એટલે પછી હિમાંશુભાઈને બેસાડી, "આપ ચલાવો, હમ ચલતે હૈ. આપ બેઠો, હમ ચલતે." પછી એમ કરીને અમે ચાલ્યા સાધનાની અંદર. તો વ્યથાન કાળમાં તો આવું બધું થાય. અને માયા છે ને તો અનેક વિઘ્નો પેદા કરશે. "આમ થઈ જાય તો આમ થઈ જાય ને, આમ થઈ જાય તો આમ કરી નાખું ને, આવું ફાઉન્ડેશનને આમ દોડાવી દઉં આગળ ને." બહુ હતું અમારું શિલાલેખની અંદર. એટલે માયા અનેક વિઘ્નો તમને પેદા કરી આપશે. એ તમને સિદ્ધિઓ પણ આપશે, પણ સિદ્ધ પણ બનાવી દેશે. માયાઓ તમને સિદ્ધ ગુરુ પણ બનાવી દેશે.

આવી અવસ્થાઓવાળો સાધક ની બાજુમાંથી જો કોક પસાર બી થાય ને, તો મરણગ્રસ્ત રોગી હશે ને તે પણ સાજો થઈને ચાલવા માંગશે. એની પર તો આ સિદ્ધિ આવી ગયેલી છે. એટલે હવે એ એને પોતાની દેન, પોતાના સ્વપુરુષાર્થી પ્રાપ્ત કરેલી છે એવું એ માની બેસે છે. જો ભૂલ ક્યાં થાય છે? એને તો આવી છે સિદ્ધિ માયાએ ઊભી કરીને એને આપી છે કે ભઈ આને પાડવાનો જ છે એમ કરીને. હવે પેલો માને બેસે કે હું સિદ્ધ થઈ ગયો, હું તો ગુરુ થઈ ગયો, હું તો બસ આમ કરીને બધાનું હીલિંગ કરી જ નાખું. એલા ભાઈ, બ્રહ્માંડની પાર બેઠેલો પરમાત્મા ત્યાં બેઠા બેઠા આમ આમ હીલિંગ નથી કરતો બધાનું. કરે છે કે નથી કરતો? જે યાદ કરે છે, જે માણસ જે માંગે છે તેને તે પહોંચાડવાની વ્યવસ્થા એને રાખી છે કે નથી રાખી? "સચ્ચે મનસે પ્રાર્થના તો કરી જુઓ."

એટલે શું થાય છે કે જો સાધક એને પોતાની દેન માની બેસશે તો ભયંકર નુકસાન થઈ જાય છે. એક રોગીના સ્થાને હજારો રોગીઓ તમને ઘેરી લેશે. મિકાઓ ઉસૂઈ (Mikao Usui) સાથે આ જ બન્યું હતું. એમને રેકીનો પાવર તો પ્રાપ્ત થઈ ગયો. પછી નીચે આયા, અનુકંપાવશે, હમણે બધું શરૂ કર્યું. આપણે આ જ વસ્તુ જાણીએ અને પછી જે લોકોને એ સાજા કરી કરીને મોકલતા, રેકી પાવર આપીને. પાછા થોડોક ટાઈમ થાય અને વળી પાછા બધા આવે, લાઈનની અંદર ઊભા જ રહી જાય. એટલા ને એટલા જ માણસો ને આ તો બોસ બહુ જ બીઝી કહેવાય, એકદમ સફળ પ્રેક્ટિસ. તો એનાથી શું થાય? તો કે ભજન અને ચિંતનના ક્રમમાં અવરોધ ઊભો થઈ જાય છે. તમને આ બધું કરવા નહીં દે. પછી "આઠ વાગ્યા, મારે પેલાનું હીલિંગ કરવાનું છે." તરત આમ ફ્લેશ થશે એનો ફોટો. ભલેને મોબાઈલમાં હોય તોય હજી ફોન નથી આવ્યો પણ ભણકારા વાગવાના ચાલુ થશે.

અને આમ આમ થાય કે "આયો ફોન" અને તરત રિંગ વાગશે. બોલો, આવી સિદ્ધિ આવી જાય. ખબર પડવા માટે કે હમણાં આમ આંખ બંધ કરે ને પેલા રોગની શું સ્થિતિ છે એને ખબર પડવા માંડે. અદભુત! પેલા એક્સ-રે મશીન ના બતાવવામાં ભૂલ કરે, આ માણસ ક્યારેય ભૂલ ના કરે. એક્યુરેટલી એ એવા જોઈ શકે આરપાર. સાહેબ, એવી સિદ્ધિઓ પ્રગટ થાય. જોઈ છે અમે, અનુભવી છે. પણ પછી બહેકી જવાય છે. અને આ પ્રકૃતિનું જોર પછી વધતું જ જાય છે ધીમે ધીમે ધીમે. અમારો અનુભવ છે, તમને કહું છું. આ પ્રવૃત્તિ, આ પ્રકૃતિ જે છે તે પછી એટલા જ પ્રબળતાથી તમને આ બધું આપ્યા જ કરશે સતત. અને એક દિવસે ભૂલી જવાશે કે તમે ક્યાં જવા નીકળ્યા હતા, તમે કોણ છો અને તમારે શું પ્રાપ્ત કરવાનું છે. તો તમને લક્ષ્ય ચૂકાવી દે છે આ બધું.

જ્યારે થાય છે ત્યારે આમ આસક્તિ રૂપી અશ્વત્થામા. અશ્વત્થામા ચિરંજીવી છે એવું કહે છે ને? તો જ્યાં સુધી તમારી આસક્તિ જીવંત છે ત્યાં સુધી અશ્વત્થામા તમારી અંદર જીવંત છે એવું તમારે સમજવું જરૂરી છે. વિકલ્પ રૂપી વિકર્ણ, ઓપ્શન્સ, ઓલ્ટરનેટિવસ. તો આ બધું છે જે છે એ વિકલ્પો છે, વિકર્ણ છે. અને બ્રહ્મમય શ્વાસ, બ્રહ્મમય ભ્રમ થાય. ઇલ્યુઝનની વાત કરું છું અહીંયા, પેલા બ્રહ્મની વાત નથી. એ બ્રહ્મમય શ્વાસ, એ ભૂરીશ્રવા. આ બધા રૂપકો આપેલા છે. તે વખતના જે પ્રચલિત નોન રાજાઓ હતા તે બધાના લઈને એમણે મૂક્યા છે. જ્યાં જ્યાં સુધી ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી વિજાતીય પ્રવૃત્તિઓ, કૌરવો, અજય રહેશે. અજયનો અર્થ અહીં કઠિનાઈથી જીતી શકાય તેવા. ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન બની જાય. મોહ વગેરે જો અંશતઃ પણ રહી ગયો હોય તો શીઘ્ર સમાપ્ત થઈ જાય.

ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છામૃત ભ્રમ છે, એ ભીષ્મ છે. તમારા ભ્રમનું નિરસન કરો, એમનું મૃત્યુ. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છાનો અંત અને ભ્રમનું નિરસન એક જ વાત છે. કબીરજીએ કહ્યું છે કે જેને ભ્રમ નથી હોતો તે અપાર અને અવ્યક્ત છે. આ શરીરના જન્મનું કારણ ઈચ્છા છે. એટલે ઈચ્છાબાઈના કુલમાં તમે જન્મ લીધો છો. ઈચ્છા જ માયા છે. જે સંપૂર્ણપણે ઈચ્છા રહિત છે તેનો પાર ના પમાય. કોક તમારી સામે જો એવો આવીને બેસી જાય, કોઈ સારો માણસ હોય, બરાબર. તમે એને આગતા-સ્વાગતા કરવા ચાહો છો પણ એ તો તમને મોકોય નથી આપતો. પાણી? "બાટલી જ બતાવે તરત, આપ કે મેં હમણાં જ પીધું છે." ભોજન? "તો કે હું કરીને જ આયો રસ્તામાં." તો આરામ કરો થોડો? "ના, આઈ એમ ઓલરાઈટ. મેં હમણાં જ એક્સરસાઈઝ કરી છે એટલે અત્યારે એકદમ ઊંઘ નહીં આવે." હવે આવી વ્યક્તિ ઘરની અંદર આવીને બેસી ગઈ હોય અને કાંઈ બોલે નહીં, કાંઈ કરે નહીં.

બોલો, શું કરશો તમે? કે આડોય ના પડે. જાય પણ નહીં. આપણને આડો પડવા દે નહીં, આપણને ખાવા-પીવા દે નહીં. મોંઝવણમાં પડી ગયા. એટલે એનો પાર પામી ના શકો. આપણને સમજણ ના પડે કે આની સાથે હાઉ ટુ ડીલ. આનો સાથે.

ડીલિંગ કેવી રીતે કરવું? આપણે કંઈક તો કોમન ગ્રાઉન્ડ હોય તો આપણે ડીલિંગ થઈ શકે. દાખલા તરીકે, નરેન્દ્ર મોદી એકદમ આવીને આમ તમારા ઘરમાં આવીને બેસી જાય, બસ આ જ રીતે બેઠા હોય. હવે તમે શું કરો? એમ સમજણ નથી પડતી કે તમારા ઘેર કેમ છે? ઇન ધ ફર્સ્ટ પ્લેસ, એમને તમારાથી શું કામ પડ્યું? બરાબર? અને પછી વર્તન તો આવું જ બધું કે, "પ્લેનમાં મને ભોજન મળી ગયું છે, પાણી મેં હમણાં જ પીધું છે અને યોગા કરીને જ હમણાં આવ્યો છે એટલે આડો પડવાનો નથી." બોલો, હવે શું કરો?

એવા મોદી સાહેબ જે અપાર, અનંત, અસીમ તત્વમાં ભળી જાય છે, જે કામના રહિત આત્મામાં સ્થિર આત્મસ્વરૂપ છે, જેનું કદાપિ પતન થતું નથી, તે બ્રહ્મની સાથે એક થઈ જાય છે. શરૂઆતમાં અનંત ઈચ્છાઓ હોય છે અને અંતે તો પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા જ બાકી રહી જતી હોય છે. બધી ઈચ્છાઓ પછી એની અંદર પૂરી થઈ જાય. જ્યારે આ ઈચ્છા પૂરી થાય ત્યારે ઈચ્છા જ મરી જાય છે. ઈચ્છાદેવીનું મૃત્યુ, ઈચ્છાનો અંત આવતા બ્રહ્મનો પણ અંત આવે છે. એટલે આ ભીષ્મનું પણ મૃત્યુ ઈચ્છામૃત્યુ.

હવે ભાવરૂપી ભીમ. "ભાવે વિદ્યતે દેવ." ભાવમાં એટલી બધી ક્ષમતા છે કે જેનાથી અવિદિત પરમાત્મા પણ વિદિત થઈ જાય. આમ તો અર્જુન અને શ્રીકૃષ્ણ સખા-સખા કરીને જોડે જોડે ફેરવતા હતા, સતત પોતાના સાથે. તમે જોયું હશે મહાભારતની અંદર પણ જ્યારે જરાસંધ જેવા વ્યક્તિની સામે એમને લડવાનો વખત આવ્યો હતો ત્યારે એમણે ભીમને આગળ કર્યા. કારણ કે અર્જુન આવા યુદ્ધમાં કાચો પડે. ત્યાં ભાવરૂપી ભીમ જોવે કે એને માત્ર એક સંકેત કરે અને પહેલા જરાસંગને પતાવી દે. એટલે શ્રીકૃષ્ણે એને શ્રદ્ધા કહી છે. ભાવમાં એટલી બધી શક્તિ છે, ક્ષમતા છે કે તે પરમાત્માને પણ વશ કરી લે છે. ભાવથી જ સંપૂર્ણ પુણ્યમય પ્રવૃત્તિનો વિકાસ થાય છે. ભાવ પુણ્યનો સંરક્ષક છે. ભાવની શક્તિ એટલી મોટી છે કે પરમદેવ પરમાત્મા પ્રગટ થઈ જાય છે. પરંતુ સાથે સાથે તે એટલો કોમળ, એટલો તરલ હોય છે કે આ જે ભાવ છે તેને કાળે અભાવમાં રૂપાંતર થતા વાર લાગતી નથી.

ઈષ્ટમાં સહેજ પણ ન્યૂનતાની પ્રતીતિ થાય તો ભાવ ડગમગવા માંડે છે. "મારા કૃષ્ણ આવવાના હોય!" પછી ચાલ્યું.

તમારે લોકોથી પર એકમાત્ર બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની ઘોષણા એ ઋષિકેશ હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. એટલે કે પાંચે ઇન્દ્રિયોને, પાંચે તનમાત્રાઓ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી. આપણે પાંચજન્ય શંખ એ કોઈ શંખ વગાડ્યો નહોતો. મૂળ વાત એની પાછળની આ છે: વિકરાળ સ્વરૂપે બહેકતી ઇન્દ્રિયોને સમેટીને તે પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે, કર્તવ્ય છે. ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કંઈ જ ના જુવે, કંઈ જ ના સાંભળે, બીજા કોઈનો સ્પર્શ પણ ના કરે. મનથી એ સદગુરુના અનુભવ સંચાર પર આધાર છે. દેવદત્ત ધનંજય એ દેવી સંપત્તિને આધીન છે.

અનુરાગ એટલે તમારી અંદર રહેલો જે અર્જુન છે તે તમારો અનુરાગ છે. કોઈપણ વસ્તુની ઉપર તમને થોડોક આમ રાગ થાય ને, અડધો પડધો છે, પૂરેપૂરો નથી પાછો, એ અર્જુન છે તમારો. ઈષ્ટને અનુરૂપ લગાવ જેમાં વિરહ હોય, વૈરાગ્ય હોય, અશ્રુપાત હોય, રોમાંચ હોય, ઈષ્ટ સિવાય બીજા કોઈપણ વિષય વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ના થાય એને અનુરાગ કહે છે. ધનંજય એટલે આત્મિક સંપત્તિ, નિજી પુંજી. એને ધનંજય કહેવામાં આવે છે. મને એક બેને હમણાં જ પ્રશ્ન પૂછ્યો હતો, "ધનંજય નામના વાયુનું શું થાય?" તો ધનંજય જે છે તે શું છે? આત્મિક સંપત્તિ. એટલે એ તો આત્માની સાથે જ હોય અને સદાકાળ આગળ ચાલ્યા જ કરતી હોય છે.

ભીમસેને પૌંડ્ર નામનો પોતાનો મહાશંખ વગાડ્યો. પ્રીતિ પૌંડ્ર એટલે ભાવ હૃદયમાંથી જન્મે છે, હૃદયમાં જ નિવાસ કરે છે. હવે યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. પારાવાર દુઃખમાં યુદ્ધે સ્થિર: યુધિષ્ઠિર. યુદ્ધમાં સ્થિરતા પ્રાપ્ત કરતો હોય એ યુધિષ્ઠિર કહેવાય. એ વિચલિત થતો નથી. "નહીં, હું ધર્મમાં જ છું." આવી રીતે જે અનંત છે, જેનો અંત નથી, તે છે પરમ તત્વ પરમાત્મા અને તેના પર તે એક દિવસ વિજય અપાવે.

નિયમરૂપી નકુલ સુઘોષ નામનો શંખ વગાડ્યો. જેમ જેમ નિયમ ઉન્નત થતો જશે તેમ તેમ અશુભનું શમન થતું જશે. યમ-નિયમની જે વાત કરવામાં આવે છે ને, મેં તમને સમજાવ્યું હતું એક વખતે કે એના પણ ઘણા બધા લેવલ હોય છે. તમે કોઈ યમ પાળો કે નિયમ પાળો તો નિયમના પણ અલગ અલગ સ્તર હોય. તો આત્મસાક્ષાત્કાર થવાનો હોય તેના પહેલાની સ્થિતિનો જે સાધક હોય, જે ચોથા, પાંચમા, છઠ્ઠા એની અંદર આવેલો જ્ઞાની, જ્ઞાનની ભૂમિકાની અંદર પાંચમાની અંદર આવેલો વ્યક્તિ, તો એનો નિયમ અને સાધનાની શરૂઆત કરનારનો નિયમ એકસરખા હોઈ શકે કે સવારે ચાર વાગ્યે જ ઉઠવું. પહેલાન માટે આવશ્યક છે, આના માટે નથી. કેમ કે આ તો ઊંઘતો જ નથી. હવે એની સ્થિતિ એવી આવી ગઈ છે. હવે તમે જડ નિયમ એવો કર્યો કે બસ ચાર વાગ્યે તમારે ઉઠી જ જવું. પણ પેલો ઊંઘ્યો જ નથી, એને તમે કેવી રીતે ઉઠવાનું કહો છો?

એ તો ઉઠેલો જ છે ભાઈ ક્યારનો! તો નિયમ જેમ જેમ ઉન્નત થશે તેમ તેમ અશુભનો શમન થશે.

સત્સંગ રૂપી સહદેવ મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મણિઋષિઓએ પ્રત્યેક શ્વાસને અમૂલ્ય મણિની સંજ્ઞા આપી. સાધુ પુરુષોની વાણી સાંભળવી એ સત્સંગ છે. પરંતુ યથાર્થ સત્સંગ તો આંતરિક હોય, એમાં કોઈ બાહ્ય સંગ હોતું નથી. શ્રીકૃષ્ણના કહેવા મુજબ આત્મા જ સત્ય છે, બીજું કોઈ સત્ય છે જ નહીં. સનાતન ચિત્ત બધામાંથી પોતાને સંકોરીને આત્માની સંગતિ કરે ત્યારે વાસ્તવિક સત્સંગ કહેવાય. આ સત્સંગ ચિંતન, ધ્યાન અને સમાધિના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. લખી કાઢો અહીંયા આગળ: જેમ જેમ સત્યના સાનિધ્યમાં મન ટકવા માંડશે તેમ તેમ એક એક શ્વાસ પર નિયંત્રણ.

આવતું હતું. પહેલા કહી દીધું કે, "મણિ સમાન છે એક એક શ્વાસ, એટલો બધો અનમોલ છે એક શ્વાસ તમારો." યાદ રાખો, અને હવે એમ કહે છે કે, "જેમ જેમ સત્યના સાનિધ્યમાં તમારું મન ટકતું જશે, તેમ તેમ એક એક શ્વાસ પર તમારું નિયંત્રણ આવતું જશે. શ્વાસ લીધો કે ના લીધો, પછી ખ્યાલ પણ ના આવે." આવી સ્થિતિ એક આગળ પર આવે એટલે મન સહિત તમામ ઇન્દ્રિયો ઉપર કાબુ આવી જાય છે. બધું તોફાન શ્વાસ ઉપર આધારિત છે. વાયુદેહને જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે, તે દિવસે પરમ તત્વ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે પ્રાણ ઉપર કાબુ આવવો અતિ આવશ્યક છે. અને એ કેવી રીતે આવવાનો? તો એને શું રસ્તો તો બતાવ્યો છે આપણને? "સત્યના સાનિધ્યમાં." બહુ ગૂઢ વાત કરી દીધી છે. સત્ય શું છે? "હું બ્રહ્મ છું." ત્યાં તમારું મનનો ઠહેરાવ જેમ જેમ થતો જશે, તેમ તેમ તમારા શ્વાસ પર નિયંત્રણ આવશે અને એટલી ઇન્દ્રિયો પણ કાબુમાં આવી જશે.

જે દિવસે સંપૂર્ણપણે નિરોધ થઈ જશે, તે દિવસે જ પરમ તત્વ પ્રાપ્ત થશે.

"વાજીંત્રોની જેમ ચિત્ત આત્માના સ્વર સાથે સ્વર મેળવીને સંગત કરે તે સત્સંગ છે." પ્રત્યેક સાધન નિર્મળતાના માર્ગ પર થોડુંક થોડુંક અંતર કાપી આપે. પહેલા અમે રેકી કરી, એના પછી પ્રાણિક કરી, પછી વચ્ચે અમારે પાછું શું? એક સુદર્શન ક્રિયા સાહેબની એ પણ આવી હતી. એટલે આવું બધું. પણ આ બધા સાધનો છે એક પછી એક. પણ ધીમે ધીમે પછી આ પણ બધા તમારા બદલાતા જશે, કારણ કે યાત્રા તમારી કેવી છે? અનંતને પામવાની છે. અનંતની યાત્રાને પામવા માટેના સાધનો પણ સમયે ઉચિત હોવા જોઈએ. જેમ કે સવારે કહ્યું હતું કે, "ઘરમાંથી બહાર નીકળો પગે ચાલીને, પછી તમે કારમાં બેસો છો, ટ્રાવેલ કરો છો એરપોર્ટ સુધી અને પછી એરપોર્ટથી તમે પ્લેન પકડો. તે નાનો પ્લેન છે, માનો કે સુરતથી ગયા છો તો 50 સીટર હોય કદાચ. એટલે પેલું 500 હોર્સપાવરનું એન્જિન વાળું. પછી એ તમને બોમ્બે લઈ જાય અને બોમ્બેથી પછી તમે મોટું બોઈંગનું વિમાન પકડો તો તમને લોસ એન્જીલસ લઈ જાય નોનસ્ટોપ ક્યાંય રોકાયા વગર.

અને ત્યાં પહોંચ્યા પછી તો કે હવે હ્યુસ્ટન. યસ, હ્યુસ્ટન પહોંચ્યા પછી શોત કે હવે તમારે સ્પેસક્રાફ્ટમાં જવાનું છે." તો દરેક વખતે તમારા સાધન અને એની ગતિ, એની શક્તિ બધું બદલાઈ ગયું છે. સાધન કોઈ ખોટું નથી. એટલે સાધનને દોષ ના દેશો. અમાર સાહેબ કહેતા હતાને, "નાચવું નહીં ને આંગણું વાંકું." એમ કરીને ઊભા રહી ગયા છે લોકો. એટલે સાધનને દોષ આપવાના બદલે સ્વયંની અંદર જો કોઈ દોષ હોય તો એને શોધી કાઢજો, એને દૂર કરવાનો સિન્સિયર પ્રયત્ન કરજો. સિન્સિયર ખાલી આમ નીચે પેલું લખી દઈએ, "સિન્સિયરલી યોર્સ" અને સહી કરી દઈએ એટલે પૂરું નથી. આ તો ભયંકર ઇનસિન્સિયરિટી.

મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર 18 અક્ષૌહિણી એટલે લગભગ 40 લાખ (સૈન્ય) બરાબર થાય, પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર જોવા જાવ તો સાડા છ અબજની બરાબર થાય, જે આજની વિશ્વની વસ્તીની બરાબર થાય. એટલે આ હૃદયરૂપ દેશની વાત છે, નહીં કે કોઈ પેલા હલદીઘાટીની. પેલું છે ને કયું? કુરુક્ષેત્ર કઈ હસોના પથ પાસે કઈક દિલ્હી પાસે. ત્યાની વાત નથી આ. કાઢી નાખો બહાર ખોટી વાત.

મોહ સમાપ્ત ક્યાં થાય? લગાવનો સંપૂર્ણ ત્યાગ. મોહનું સહઅસ્તિત્વ દૂર થતા વિજય નિશ્ચિત બને. મનનો વિસ્તાર જ જગત છે. યોગેશ્વર શ્રીકૃષ્ણે પણ મનના વિસ્તારને, પ્રસારને જગત કહીને સંબોધન કરેલું. જેણે આ પ્રભાવને રોકી લીધો, તેણે સચરાચર જગતને રોકી લીધો. મનનો પ્રભાવ રોકવાની વાત છે. પ્રત્યેક નવો સાધક ગુરુના શરણમાં જતા તર્ક કરે છે. શરૂઆતમાં કરશે અને પોતે બધું જાણે છે એવું માની લે છે. અર્જુન પોતાને ઓછો જ્ઞાની નહોતો સમજતો ઇનિશિયલી, આરંભમાં. પ્રત્યેક સાધક એ જ ભાષા બોલતો હોય. મહાત્મા બુદ્ધનું કથન છે કે, "મનુષ્યને જ્યારે અડધું જ્ઞાન હોય ત્યારે તે પોતાને મહાન જ્ઞાની સમજે છે અને અડધાથી પણ આગળ જાણકારી પ્રાપ્ત થવા માંડે ત્યારે તે પોતાને મહામૂર્ખ સમજે છે." પ્રભુ અલગ છે અને આપણે અલગ છીએ એ દ્વૈતનું ભાન પ્રાપ્તિની પ્રેરણાનો પ્રારંભિક સ્ત્રોત છે.

આપણી અલગતા છે એ જ આપણને અભેદતા કેમ પ્રાપ્ત કરવી તે તરફ લઈ જઈ રહી. કે એને પણ દોષ ના દેશો.

ભ્રમ એ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી બાળકો, પરિવાર અને સગાસંબંધી બધા આપણા જ લાગશે. બધા આપણા જ છે. પોતાનું લાગવું એ ભ્રમનું માધ્યમ. જ્યારે ચિત્ત એ પરમ આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે ન તો જ્ઞાનદાતા ગુરુ કે ગ્રહણ કરતા શિષ્ય બાકી રહી જાય છે. આને પરમ સ્થિતિ કહેવાય છે. કૃષ્ણ કહે છે, "અર્જુન, તું મારામાં જ નિવાસ કરીશ." ગુરુત્વ પ્રાપ્ત કરનાર મહાપુરુષ એક જેવા બનાવી દે છે કે, "જે હું છું તે મારું રૂપ, એ તારું રૂપ." કે જા, એટલી બધી કૃપા કરી દે એની ઉપર. આવી અવસ્થામાં ગુરુનો પણ વિલય થઈ જાય છે. ગુરુનો દેહ વિલય નહીં, ગુરુનો વિલય થઈ જાય. ગુરુત્વ દ્રશ્યમાં પ્રવાહિત થઈ જાય છે. અન્ન એકમાત્ર પરમાત્મા છે. તેને પ્રાપ્ત કરીને આત્મા સદા માટે તૃપ્ત. એટલે આપણે એને ભગવન કહીએ. શું કહીએ છે? ભગવાન. સંસારમાં મોટા ભાગના લોકો આવું જ કરે છે.

તેવું ઈચ્છે છે કે, "પરિવાર, સ્નેહ, સંબંધ બધું બરાબર રહે. બંગલો, ગાડી, સબકુછ હો અને પછી મુક્તિ પણ ધીમે ધીમે ધીમે કરતાં પ્રાપ્ત થાય." અર્જુન કહે છે કે, "સર્વથા મોહિત ચિત્ત વાળો હું આપને પૂછું છું. જે કાંઈ નિશ્ચિત અને પરમ કલ્યાણકારી હોય મારા માટે, તે સાધન મને કહો. હું આપના શરણે છું. માત્ર ઉપદેશ નહીં, પરંતુ જ્યાં હું લથડું ત્યાં પણ મને સંભાળો, મને ઉચકી લો." અહીં અર્જુને પૂર્ણપણે સમર્પણ કરી દીધું. તમારી અંદર રહેલા અર્જુને કર્યું છે, ચેક કરી લેજો. અત્યાર સુધી તે કૃષ્ણને પોતાના સ્તરનો સમજતો હતો અનેક વિદ્યાઓમાં પોતાને કંઈક રીતે આગળ વધેલો સમજતો હતો. આ સદગુરુ જે છે, એ તો પૂરતી પર્યત હૃદયમાં વસીને.

સાધકની જોડે ને જોડે ચાલે છે. તમને વાર્તા ખબર હશે. એક માણસ હતો, તે ચાલવા માંડ્યો. પ્રાર્થના કરતો હતો, "હવે મને ઉચકી લો, ભગવાન." તે ભગવાને એને ઉચકી લીધો. તે પગલાં જુએ, તો પછી કહે, "એક જ પગલાં દેખાતા, બીજા ક્યાં ગયા?" તો કે, "ભગવાને ઉચકી લીધો હતો, પછી ક્યાંથી દેખાય?" એનો એટલે એવી વાત છે. તો એ શિષ્યના અંતરાત્મામાં રથી બનીને તેને પ્રકૃતિની આંટીઘૂંટીમાંથી બહાર પાર કરાવી દે છે.

આત્મા, આ તો હૃદય પ્રદેશની લડાઈનું ચિત્રણ છે, ભાઈ. ગીતા બહારના યુદ્ધની વાત કરતી જ નથી. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો, આ ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ એને જોનારો છે, તેના સંઘર્ષની વાત કરી છે. એમાં આસુરી સંપત્તિનું સર્વથા શમન કરીને પરમાત્મામાં સ્થિતિ અપાવી, દૈવી સંપત્તિ પણ શાંત થઈ જાય. અસત વસ્તુનું અસ્તિત્વ નથી. આ બધું જ અસત છે, તો એનું અસ્તિત્વ નથી. ભગવાને કહી દીધું છે, તે છે જ નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી. સત્ય એક જ છે: "તું આત્મા છું, હું આત્મા છું, આ બધું જ બ્રહ્મ છે." આ એકમાત્ર સત્ય.

શ્રીકૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા. એટલે પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતિ કરનાર જે હોય, તેને તત્વદર્શી કહેવામાં આવે છે. શરીર એ સંસ્કારોના આધીન છે. ક્ષેત્ર જે આખું ઊભું થયું છે, તે સંસ્કારોના આધીન છે અને સંસ્કાર મન પર આધારિત છે. અને મનનો સર્વથા નિગ્રહ થવો, અચલ સ્થિર રહેવું અને અંતિમ સંસ્કારનો પણ વિલય થવો, એ એક જ પ્રક્રિયા. સંસ્કારોનો સ્તર તૂટી જવો એ જ શરીરનો અંત છે. આને તોડવા માટે તમારે આરાધના કરવી જ પડશે, જેને કર્મ નિષ્કામ કર્મની સંજ્ઞા આપવામાં આવી છે. નિષ્કામ કર્મ કયું છે? સંસ્કારોને ભૂસી નાખવા એકમાત્ર નિષ્કામ કર્મ છે, યાદ રાખો.

શ્રીકૃષ્ણ દરેક સ્થાન પર "યુદ્ધ કર, યુદ્ધ કર" એવી પ્રેરણા આપી છે, પણ એક પણ શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડનું સમર્થન કરતો હોય. એમણે હિંસાને સમર્થન નથી આપ્યું. "યુદ્ધ કર" કીધું છે, પણ એ તો એ અર્જુનની જે કાયરતા હતી, તેમાંથી સુરવીરતા પ્રગટાવવા માટે થઈને બોલાયેલો જે શબ્દ હશે તે. "અર્જુન, તું યુદ્ધ કર" મતલબ એવો, "તું લડવૈયાનો એટીટ્યુડ ફરી વખત તું ધારણ કર, કે જેથી કરીને તું તારા આંતરશત્રુઓને જીતી શકે." ભીષ્મ એટલે ભ્રમ. એને જીતવો સહેલો છે. અર્જુને એને જીતવાનો હતો. સમજાય છે? તમે કોણ છો? આત્મા.

આ યુદ્ધ એ સજાતિ-વિજાતિ પ્રવૃત્તિ વચ્ચેનું છે, આંતરિક યુદ્ધ છે. જે આ આત્માને હણનારો માને છે, તથા જે આત્માને મૃત સમજે છે, તે બંને આત્માને જાણતા જ નથી. કારણ કે આત્મા ન તો હણે છે, ન તો હણી શકાય છે. આ આત્મા કોઈ કાળે જન્મતો જ નથી અને મરતોય નથી, કારણ કે એ વસ્ત્ર જ બદલ્યા કરે છે. આ આત્મા હોવાથી બીજું કાંઈ થઈ શકવાનું છે પણ નહીં, કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત છે અને પુરાતન છે. આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે, ઇન્ટરચેન્જેબલી એનો યુઝ થયા કરતો હોય છે.

"અર્જુન, આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ એને સુકવી શકતો નથી." આ આત્મા અછેદ્ય છે, એને છેદી ના શકાય. આ અદાહ્ય છે, એને ચાંપી બી ના શકાય, એને બાળી ના શકાય. આ અકલેદ્ય છે, એને ભીંજવી ના શકાય, ભીનું ના થાય એવું કપડું હોય છે. આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી. શું શું કહે છે? આકાશ, અંતરિક્ષની વાત નથી. આકાશ, આકાશ તેને પોતાનામાં સમાવી શકતું નથી, એવો આત્મા છે. એટલા માટે આત્મા તો મહાન છે, પરમાત્મા તો મહાન છે એમ આપણે જે કહીએ છીએ, એનું કારણ આ છે. એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે, બસ. તમે જે ઇમેજીન કરો કે આ મોટું છે, એનાથી મોટું છે. આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી.

આત્મા નિસંદેહ અશોષ્ય, સર્વવ્યાપક, અચળ, સ્થિર અને સનાતન છે. આ સનાતન, શાશ્વત બધાની અંદર વ્યાપ્ત છે. શ્રીકૃષ્ણ કહે છે કે આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય. ઇન્દ્રિયો દ્વારા એને સમજી પણ ન શકાય. તે અચિંત્ય છે, માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રીકૃષ્ણે જણાવ્યું કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત છે, તે જ આત્મા છે. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત, સનાતન અને અવ્યક્ત છે. શ્રીકૃષ્ણે પહેલા પણ કહ્યું કે તત્વ એટલે જ પરમાત્મા.

મનના નિરોધકાળમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવી લે છે. પ્રાપ્તિકાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે તે પોતાના આત્માને ઈશ્વરીય ગુણોથી, ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. જે પરમાત્માના ગુણો અને શક્તિઓ છે, બધા જ સાધકની અંદર એ જ ક્ષણે આવી જતા હોય છે. આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે તેવું કહેવાય છે. આત્મા કોવાય નહીં, આત્મા ગંધાય બી. કેવું લાગે? આત્મા સુગંધીદાર છે. આ વિષયત એવું કહે છે કે આત્માને તત્વદર્શીઓએ જોયો છે. કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જોતો હોય છે. "ઓહો, આત્મા!" એમ એવી રીતે એને જોતો હોય છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. "આત્મા એમ, આવો આત્મા છે!" એવું એને થાય.

"અર્જુન, કોઈ તો સાંભળીને પણ આ આત્માને જાણી શકતા નથી, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાતો સાંભળો, સમજો, છીનવટથી સમજો, આતુર રહો, પણ મોહ બહુ જ પ્રબળ છે. થોડીક વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓની અંદર પરોવાઈ જશો." અંતમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે, "અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, એટલે એનો વધ થઈ શકે એવો નથી. બધાના શરીરોમાં અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી." આત્મા જ સનાતન છે. આ વાત અહીં પૂરી થઈ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય? ઇન્ટરેસ્ટેડ? શુડ આઈ કંટીન્યુ? ગીતામાં આના માટે બે જ માર્ગ.

કહેલા છે. પહેલો જે છે તે નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાનયોગ. બંને માર્ગે કરેલા કાર્યો એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રીકૃષ્ણ જ્ઞાનયોગની બાબતે કહે છે કે "સ્વધર્મ." હવે આ સ્વધર્મ એટલે શું? તો કે ધર્મ તો એક જ આત્મા છે, તે તો અચળ છે અને સ્થિર છે. તો ધર્માચરણ શું છે? આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા પ્રત્યેક વ્યક્તિની અલગ અલગ હોવાની પ્રકૃતિ ભેદ ઊભો થયેલો છે ત્યાં આગળ. એટલે "સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ" એમ કહેલું છે ભગવાને. સ્વભાવગત ક્ષમતા તમારી શું છે, બરાબરનો નિશ્ચય કરી તમારી પ્રકૃતિનો અને પછી એ પ્રમાણે તમારે સાધના કરવી જોઈએ. નહીં કે એક જણ ત્રણ કલાક લટકી ગયો એટલે આપણે પણ કરવું. તો એ તો ઇમિટેશન થયું, એ કંઈ સાધના ના કહેવાય. તમે કોઈકની કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

સનાતન આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતાના આધારે ચાર વર્ગોની અંદર વિભાજન કરેલું: શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. એ જન્મગત હોતા નથી. ભગવાન કહે છે અહીંયા આગળ: "સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક શુદ્ર અર્થાત અલ્પજ્ઞ હોય છે." બહુ જ ઓછું જાણતો હોય બિચારો. શરૂઆત કરવાની છે મારે સાધનાની, તો હું ક્યાંથી કરીશ? હિમાંશુભાઈનું એડ્રેસ ખોળી કાઢીશ કે સાહેબ બહાર ઊભો રહીશ, તમે કહેશો તે કરીશ પણ મને આ શીખવાડો પ્લીઝ. પછી એક-બે, છ મહિના સુધી તો સામે પણ ના જુએ. મસ્ત રીતે ગુરુ એક જમાનામાં આવા બધા હતા. એની જુએ કે આનું ધૈર્ય કેવું છે, આની તિતિક્ષા કેવી છે, આની શીખવાની તડપ કેટલી છે. આ બધું ચેક કરતા હતા એ લોકો, એમ જ નહોતા કરતા. આ નિરીક્ષણ-પરીક્ષણ ચાલે છે કે ભાઈ હું એને જે આપવા માગું છું, ખરેખર એને ગ્રહણ કરી શકે એટલો એ ગ્રહણશીલ બની ચૂક્યો છે?

મારે તો આપવાનું જ છે ગુરુ તરીકે, પણ સામે તૈયારી છે કોઈની? એટલે જ વારેવારે પૂછું છું કે "શું આઈ કન્ટીન્યુ?"

એટલે સાધનાની પ્રારંભિક અવસ્થામાં અલ્પજ્ઞ હોય. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ એ દસ મિનિટ પોતાના પક્ષમાં એટલે કે સ્વરૂપની અંદર સ્થિર થઈ શકતો હોતો નથી. પેલું એને તાણી જાય બહાર. "ક્યારે થશે? ક્યારે થશે?" વાળું આમ અંદર એટલા જોરથી ઉછાળા મારતું હોય, આંદોલનો ચાલતા હોય. પ્લેટ ઘડિયાળની ટિક ટિક ટિક ટિક થતું હોય, બસ એવી રીતના એના અંદર ચાલ્યા જ કરતા હોય આંદોલનો અને એ સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી સળંગ લાંબો સમય બેસવા છતાં. "ત્રણ કલાક મેડિટેશન કર્યું સાહેબ." બરાબર છે, પણ ઇફેક્ટિવનેસ કેટલી? એક મિનિટ પણ નહીં. તો બાકીનો બધો ટાઈમ ક્યાં ગયો? તો કે મહેનત કરી, કસરત. "૧૧૧૨, ૧૧૩" ચાલુ જ હતું ગેજમાં.

આ અવસ્થાની અંદર જો આવી સ્થિતિ જો તમારી હોય, તો તેમાંથી પાર ઉતરવાનો માર્ગ ભગવાન બતાડવે છે. શું કહે છે? કે "મહાપુરુષની સેવાથી તેના સ્વભાવમાં સદગુણ આવે." શોધી કાઢવાના આઈ.જી. સાહેબ, હિમાંશુભાઈ બધા, બરાબર? એ જે કહે એ પ્રમાણે બધું કરી રાખવાની પૂર્વ તૈયારીઓ સાથે જવાનું, બરાબર? ખૂબ ધીરજથી બેસવાનું એમના પાસે અને પછી શીખવાનું અને સમજવાનું એમના પાસે. તો એવું કરવાથી શું થશે? તો કે એ જે ગુણો છે ને એમને પ્રાપ્ત કરેલા, તે બધા ગુણો તમારી અંદર પ્રગટ થવાના શરૂ થશે એક પછી એક. એટલે જે શુદ્રતા હતી શરૂઆતની, તે સ્ટેજ તમારું બદલાશે અને તમે હવે વૈશ્ય શ્રેણીમાં આવશો. એટલે વૈશ્ય શ્રેણીના સાધકની અંદર આત્મિક સંપત્તિ જે છે તે ધીમે ધીમે શું થશે કે સ્થિર થવા માંડશે. વૈશ્ય હોય, વૈષ્ણવ, એ લોકો સામાન્ય રીતે પૈસાદાર હોય છે, સામાન્ય રીતે મોટા ભાગે એવું જ હોય છે.

ખૂબ પૈસા હોય એમના પાસે અને એ લોકો સાસ લઈને બેસે. પણ અહીંયા એ સંપત્તિની વાત નથી કરતા. આ જે ધન સંપત્તિ છે તે દૈવી સંપત્તિ. દૈવી સંપત્તિ એટલે તમારા દિવ્ય ગુણો છે. દિવ્યતા અંદર કેટલી આવી? તમારા ઇન્દ્રિયોની અંદર, તમારા ચિત્તની અંદર, તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર જે વૃત્તિઓ ઉઠતી હતી, એ બધાની અંદર કંઈ ફેરફાર થયો? એ જોવાય છે ત્યારે એ વૈશ્ય શ્રેણીની અંદર આવ્યો. એવી રીતે એનો સંગ્રહ અને ગૌ પાલન. કૃષ્ણ ભગવાન ગૌ પાલન જે કર્યું હતું તે ગૌ એટલે ઇન્દ્રિયો છે. એ ગઉંનું પાલન કરતા અને એ એમણે શીખવ્યું હતું એમના બધા સખાઓને ત્યાં ગોકુળની અંદર, વૃંદાવનની અંદર જ્યાં ત્યાં એ રહેતા હતા, તો એ જગ્યાએ. એટલે એમને શું કર્યું? તો કે સંગ્રહ કર્યો અને ગૌપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા માટે સમર્થ બને. ઇન્દ્રિયો પર એટેક બહુ થાશે.

ઇન્દ્રિયો બિચારી અબળા સ્ત્રીઓ જેવી હોય એટલે વારે વારે એટેક આવે. આમ અહીંથી આવે, ત્યાંથી આવે, પેલું દેખાય, આમ દેખાડે, કંઈક આમ ખેંચાઈ જાય માણસ. એટલે એની સુરક્ષા માટે એને વ્યવસ્થા કરી શ્રીકૃષ્ણ ભગવાને. એટલે આવું જ્યારે કરવાનું શરૂ કરે છે ત્યારે એ સાધક વૈશ્ય શ્રેણીની અંદર આવે છે.

પછી કામ, ક્રોધ વગેરેથી ઇન્દ્રિયોની હિંસા થાય. તો આવી હિંસા વિવેક અને વૈરાગ્યથી તેની સુરક્ષા થાય. એની સામે જે પ્રતિપક્ષ છે તે વિવેક અને વૈરાગ્ય છે. તમને કામ વિકાર વ્યાપ્યો હોય અને તમે તે જ ક્ષણે વિવેકનો ઉપાય કરો એટલે તરત એ ચાલ્યું જાય. જેવો તમને કોઈપણ વસ્તુનો મોહ પેદા થયો અને એ સમયે તમે વૈરાગ્યનો વિચાર કરશો કે "આ નાશવંત વસ્તુ માટે હું ક્યાં ટાઈમ વેસ્ટ કરું? મારે જિંદગીનો અણમોલ આ એક મણી મેં પાછો ગુમાવ્યો." જ્યારે આવું ભાન પ્રગટ થશે, વૈરાગ્ય એની મેળે પેદા થઈ જશે. એટલે એવા વૈરાગ્યથી એની સુરક્ષા તો થઈ ગઈ, પરંતુ પ્રકૃતિની નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી આ વૈશ્યની અંદર. વૈશ્ય શ્રેણીનો સાધક હોય, એના માટે સુરવીરતા જોઈએ છે. સુરાતન પ્રગટ થવું બહુ જરૂરી છે. તે સુરાતન પેદા થાય એના માટે શું થશે? તો કે ક્રમશઃ ઉન્નતિ કરતાં કરતાં સાધકના

અંતઃકરણમાં ત્રણ ગુણોને હણવાની ક્ષમતા: સત્વ, રજસ અને તમસ. એમાં સૌથી પહેલો ગયો તમસ, પછી ગયો રજસ, છેલ્લે પતી ગયો સત્વ. પણ એનાથી પણ ઉપર જ્યારે ઉઠી જાય, એવી ક્ષમતા પ્રાપ્ત કરે, ત્યારે ક્ષત્રિયત્વ પેદા થયું છે એમ કહી શકાય. સાધકની અંદર આવી સુરવીરતા જોઈશે. આ ત્રણ ગુણોની સામે લડવાનું છે, યાદ રાખો. આ ત્રણ જે છે તે સૂળ છે, ત્રિશુળ. બધી શક્તિઓ જે છે ને, દૈવી શક્તિઓ, ત્રિશુળ લઈને ફરે છે. આર્મ્સ એને ખતમ કરવા, એ એનો પ્રતિ એન્ટિડોટ છે. એટલા માટે એને જોડે આમ લઈને ફરે. મારા કાનને કાપવાના. એ શક્તિ પૂજા, દુર્ગા પૂજા વગેરે વગેરે જે કંઈ છે, તેનો મતલબ આ છે. એ આપણને એવી શક્તિ આપે કે આપણે આ ત્રણને ખતમ કરીએ, એ કહેવા માંગે છે. આપણે તો ગરબા ગાઈને વાત પૂરી કરી નાખીએ. ના, ખોટું નથી. ગરબા ગાવા બી સારી વસ્તુ. માસ્ટર ચોવા સાહેબના ક્લાસમાં જતા હતા, તો એ ત્યાં આગળ ગરબા પણ કરાવતા હતા.

"He was enjoying the process." એટલે એવું કશું નથી, "nothing wrong in it."

જો એક વાત સ્પષ્ટ સમજો: લક્ષ્ય શું છે તમારું? સ્પષ્ટ હોવું જોઈએ. ઉદ્દેશ્ય શું છે તમારો? એની સ્પષ્ટતા હોવી જોઈએ. છેવટે એવું થાય કે આવી ત્રણે ત્રણ સ્થૂળોથી તમે ત્રણેય ગુણોને જીતી લીધા, ત્યારે શું થશે? તો કે બ્રહ્મત્વ, બ્રાહ્મણત્વ પ્રગટ થશે. ગુણોની ઉપર ઉઠ્યા ને, એટલે ત્યારે બ્રહ્મત્વ આવવાનું શરૂ થઈ ગયું. હવે બ્રહ્મત્વ એ લાંબો ચાલ ચાલશે, લાંબુ. અને એવું બ્રહ્મત્વ પ્રગટ થાય પછી ધીમે ધીમે ધીમે બ્રહ્મત્વની શ્રેણીમાં આવે, ત્યારે એના મનનું સમન થશે, ઇન્દ્રિયોનું દમન થશે, એકધારું ચિંતન થશે. સરળતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણો સાધકમાં સ્વાભાવિક રીતે આવવાના શરૂ થશે. આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશ પામશે. આ સ્થિતિએ પહોંચતા તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો, તે તેનાથી પણ ઉપર ઉઠી જાય.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યે કહ્યું છે કે, "આ આત્મા જ લોક અને પરલોક, સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે." લોક, પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ એ આત્માના શાસનમાં છે. એ આત્મા તમે છો, જો યાદ રાખો. એના વિશે આ કહેવામાં આવે છે: "તમારો આત્મા અંતર્યામી અમૃત છે. આત્મા અક્ષર છે, તેમથી ભિન્ન બધું જ નાશવંત છે." આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ, યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તે બધા જ કર્મો કેવા છે? નાશવંત. આ અક્ષરને જાણ્યા વગર અગર કોઈ લોકમાં મૃત્યુ પામે છે, તે દયનીય છે, કૃપણ છે. અને જે અક્ષરને જાણીને આ લોકમાં મૃત્યુ પામે છે, તે બ્રાહ્મણ છે. આ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ લખેલી બાબત છે.

એટલે સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા તામસીથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં ક્રમશઃ પ્રવેશ થતો જશે તમારો. અને છેવટે બ્રાહ્મણ સ્વભાવ આવી જશે. એ સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારો બધી જ યોગ્યતાઓ તે સાધકમાં આવી જતી હોય. તો વાસ્તવિક સંઘર્ષનો તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ થઈ જાય છે. પરમપુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે કે જેમાં પછી કદી હાર નથી. હવે આવો જો વિજય પ્રાપ્ત કરવો હોય, તો આપણે શું કરવું જોઈએ? તેની વાત કરી લઉં. ચોપડી બંધ. આ શ્વાસ છે, એકમાત્ર માધ્યમ છે. કીધું ને, "શ્વાસ મણી રૂપે છે." પાંચમા, છઠ્ઠા, સાતમાં, ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયની અંદર આની આખી સાધનાની એમને વિધિ આપેલી છે. કે જેણે સાધનાની શરૂઆત કરવી હોય, એને શું કરવાનું?

કે શાંત બેસવાનું, સ્થિર બેસવાનું, કરોડ સીધી રાખવાની, ડોક તમારી સીધી હોવી જોઈએ, "chin parallel to the ground" હોવી જોઈએ. બસ, આવી સ્થિરતાપૂર્વક પણ આરામદાયક સ્થિતિમાં બેસો. પણ આરામ એટલે બહુ જ આરામદાયક થાય ને, જે શિથિલતા હોય. પણ સાથે સાથે અંદર તત્પરતા છે, "મારે બ્રહ્મને પ્રાપ્ત કરવાનો છે." એટલે સુઈ જવાનું નથી, સુષુપ્તિમાં જવાનું નથી, નિન્દ્રામાં જવાનું નથી. તમારે તુરિયામાં જવાનું છે. તો એટલે તુરિયામાં થઈને તુરિયાતીતની અંદર તમારે સ્થિતિ બનાવવાની છે. કે કેવું થશે? તો કે યુક્ત આહાર અને વિહાર હોવા જોઈશે. સૌથી પહેલી પ્રી-રિક્વિઝિશન આ છે. તમારો આહાર કેવો હોય? યુક્ત આહાર. વિહાર પણ કેવો હોય? યુક્ત વિહાર. એટલે એ જરૂર છે, આવશ્યક છે. તમારો સંસાર, તમારો વ્યવહાર તમને જે કંઈ કહે છે કે તમારા કરવું છે, કરવા યોગ્ય, આવશ્યક બધા કાર્યો પૂરા કરી નાખો.

પછી તમે શાંત બેસો. કર્મ એક જ છે, શું? તો કે યજ્ઞની પ્રક્રિયા. તો યજ્ઞ શું કે? જ્યારે તમે બેસો છો, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાને અનુભવ લઈને જ્યારે તમે ક્ષેત્રના જોનારા બનીને બેસો, ત્યારે એવું થશે કે તમે આમ આવતો શ્વાસને જોશો, પછી જતા શ્વાસને જોશો, ફરી આવતો શ્વાસ જોશો, ફરી જતો શ્વાસ જોશો. આ એકમાત્ર કર્મ છે જે નિષ્કામ છે. જેના વડે શું થાય છે? સંસ્કારો બધા ભૂંસાય. સમજાય છે? સંસ્કારોને ભૂંસવાનો એકમાત્ર ઉપાય: તમે દ્રષ્ટા બનો અને શ્વાસ ઉપર ધ્યાન આપો. આવતો શ્વાસ અને જતો શ્વાસ, બસ એને જોયા કરો. બાકીનું કામ અંદરના લેવલે, અંદરના સ્તરે થશે. આ પહેલી સ્ટેજ આવશે કે જેની અંદર તમે કોઈ જોશો કે શ્વાસ આમ લેશો, અહીં સુધી આવશે કે અહીં સુધી આવશે. ધીરે ધીરે એ અહીંયા સુધી આવતો થશે, પછી એનાથી પણ નીચે જશે, મૂલાધારે. ત્યાં સુધીને જશે.

એવી રીતે જ્યારે શ્વાસ બહાર નીકળે છે, ત્યારે તમે જોશો કે તમારો જે શ્વાસ છે એ આટલી, આટલે આયો, આટલે આયો, આટલે આયો. કેટલે બી હોઈ શકે: 16 આંગળ, 32 આંગળ. બધા એના પ્રમાણ આપેલા છે, ત્યાં સુધીને હોઈ શકે. સો, એક આ પોઈન્ટ છે અને એક આ પોઈન્ટ છે બહારનો. સો, આ પોઈન્ટ ટુ પોઈન્ટ જે ટ્રાવેલ થઈ રહી છે, તેને તમે શરૂઆતમાં જોશો. પછી આ પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાવેલ જે થઈ રહી છે, તેની અંદર ઉષ્મા.

પ્રગટ થશે. જેમ જેમ એ નાભિની નજીક જતો જશે તેમ તેમ ઉષ્મા પ્રગટ થશે, એમાં તેજ પ્રગટ થશે. તો હવે તમારો જે પ્રાણ છે તે યોગયુક્ત બની ગયો. કેવો બનશે? યોગયુક્ત બની ગયો. હવે યોગયુક્ત બનેલા પ્રાણને તમે જ્યારે આવી રીતના એના વારે વારે થતા આવર્તન જે સહજ સ્વાભાવિક છે, તમારે કરવાના નથી. કોઈ આમાં જોર જબરજસ્તી નથી. બસ, એક આ પોઈન્ટ છે અને એક પેલો પોઈન્ટ છે. બસ, આ આવી રીતના આમ કરીને આમ જાય છે અને આવે છે પ્રાણ. બસ, એને સતત તમારે નિહાળવાનું. કોઈ મંત્ર નહીં, કશું જ નહીં. નિહાળે કરો. એક આ પોઈન્ટ છે. આ પોઈન્ટ ધીમે ધીમે ધીમે ધીમે સ્થિતિ એવી થતી જશે કે જે અહીં ઠોકર વાગતી હતી અને બહાર ઠોકર વાગતી હતી, એટલે અહીંથી પછડાઈને અંદર જતો હતો અને અહીંથી પછડાઈને બહાર જતો હતો, એ ધીમે ધીમે ઠોકર ધીમી થવા માંડશે. એટલે પહેલા આમ આમ થતું હતું, પછી આમ આમ થવા માંડશે, પછી આમ આમ થોડું માપ ધીમે ધીમે ના સંભળાય એવું થયું.

છેવટે શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં તેનો પણ તમને ખ્યાલ નહીં આવે. અને જેમ તમને પ્રસાદમમાં કહ્યું હતું, એક નાનકડી વિધિ કરાવી હતી કે મૂછનો વાળ કે નાકનો વાળ પણ હાલે નહીં તેવી ધીમી ગતિની અંદર તમારો પ્રાણ ચાલતો હશે, પાતળો દોરી જેવો આમ. અને એવી જાતની સ્થિતિ આવશે ધીરે ધીરે કરતાં. આ એક સ્ટેજ છે. પછી એનાથી આગળનું કહી દઉં. આ બે જે છે તે ધીરે ધીરે ભેગા થવા માંડશે. આ પાતળો પડેલો છે. પછી આ બે ધીરે ધીરે ભેગા થશે અને છેવટે એવા સ્ટેજ ઉપર પહોંચી જશે, ખ્યાલ નહીં આવે કે શ્વાસ લીધો કે નથી લીધો, લીધો કે નથી લીધો. અને જ્યારે એવું થયું હશે ત્યારે તમે સ્વયં સૂર્ય બની ગયા હશો. એટલું લાઈટ દેખાતું હશે તમને તે વખતે. એટલું લાઈટ શરૂઆતમાં જો કદાચ એ દેખાડવામાં આવે તો તમે સહન પણ નહીં કરી શકો એની ગરમી, એની તીવ્રતા, એની ઉષ્મા જે છે.

પણ એ યોગ્ય કાળે પ્રગટ થશે. ઈશ્વર મહાન છે અને તમારી રક્ષા ચાહે છે. એ તમારા દેહની પણ રક્ષા ચાહે છે, તમારી ઇન્દ્રિયોની પણ રક્ષા ચાહે છે અને એ ચાહે છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આગળ આવો. તમારા દેહને નષ્ટ ના કરી નાખશો. તમારા મનને પણ ખોટી રીતે નષ્ટ ના કરી નાખશો. વિવેક અને વૈરાગ્ય બે વસ્તુઓ કીધી. તો બેસવાનું અને સતત આવતો જતો શ્વાસને નિહાળવાનો છે. બસ, કંઈ બીજું કરવાનું નથી. આમાં કોઈ જોરથી શ્વાસ લેવાનો પણ નહીં, આપવાનો પણ નહીં. આ જે લેવાયેલો શ્વાસ છે એ અપાન અંદર આવે છે અને આમ જાય છે તે બહાર પ્રાણ આમ જઈ રહ્યો છે. બસ, તો આ પ્રાણ અપાનમાં અને અપાન પ્રાણની અંદર તમે હોમી રહ્યા છો. આ યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞની પ્રક્રિયા છે અને કર્મ તો એક જ છે કે તમે પ્રાણ ઉપર ધ્યાન આપી રહ્યા છો. બસ, આ સતત તમારું કર્તવ્ય છે.

આ જ કર્તવ્ય કરવાનું એમને કહ્યું હતું અર્જુનને, જે તમને અત્યારે મેં જણાયું. હવે તમારી મરજી છે એને અત્યારે કરવું છે. તો એની અંદર ફક્ત આપણે પ્રાણ લેવાનો છે અને મૂકવાનો છે. આ ક્ષેત્રજ્ઞ છે એનો જોનારો. આ ક્ષેત્ર છે અને આ યજ્ઞ ચાલી રહ્યો છે અહીંયા. આ યજ્ઞવેદી છે. બસ, અહીંયા પ્રાણ જે છે તેનો અપાનમાં હવન કરવાનો છે અને અપાન પ્રાણમાં હવન કરવાનું છે. આવતો જતો શ્વાસને જુઓ. કોઈ જબરજસ્તી ના કરશો. ક્યાં સુધી પહોંચ્યો, ક્યાં સુધી પહોંચ્યો એની ચિંતામાં શરૂઆતમાં ના પડશો. સહજ સ્વાભાવિક, બિલકુલ નિર્દોષ ભાવથી તમે તમારા જ આત્માની સેવા પૂજા કરી રહ્યા છો એવા પરમ અહોભાવથી બેસીને કે "હું ધન્ય છું." બસ, એવી રીતના બેસજો. "10 મિનિટ્સ શેલ વી સ્ટાર્ટ?" "ઓકે, ઓકે." "પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે." આપ સૌને આપનું પરમાત્મા પદ અહીં અત્યારે જ આ જન્મમાં પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે સમાપન કરીએ.

જય સચ્ચિદાનંદ. સવારથી સાંજ સુધીમાં આ કરતી વખતે જો કંઈક ન્યૂન મધિકમ થયું હોય તો તેના માટે ક્ષમા પ્રાર્થના. કોઈના પ્રત્યે કંઈ પણ બોલાઈ ગયું હોય, કશું પણ થયું હોય તો ક્ષમા. ધન્યવાદ છે પરમપિતાનો કે આ આપણે સૌ અહીંયા આગળ સાથે મળી અને અદભુત કાર્ય કરી શક્યા સવારથી સાંજ સુધીનું. તો તેના માટે ધન્યવાદ છે આપ સૌના માટે. બોલો, "હું ધન્ય છું, હું ધન્ય છું." જય સચ્ચિદાનંદ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.