અનંતની યાત્રાAnant ni Yatra
શાશ્વત સંવાદ · Shashwat Samvad · Eternal Dialogue

નિત્ય પાઠપોથી ૧૧ and (૧૨ February ૨૦૨૫) — ૨

લેખ ૧૫ / ૨૦ · 69 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

અને આપણે કોઈને અંતરાય હોતા નથી. આપણો જે ભાવ હોય છે કે બીજાને આપણે ના નડવું, આમ ના કરવું, એ તોડવા જેવો જ છેવટે છે. છેવટે તો હું આત્મા જ છું કે બધું બાદબાકી કરી નાખતા, કરી નાખતા છેવટે અવશેષ રૂપે જે રહી ગયું તે શું છે? વ્યાપક બ્રહ્મ જ છે, બીજું કશું નથી. અનંત બ્રહ્મ અને કેવો લાઇટ, કેવો પાવર! આહાહા, જબરજસ્ત! આમ કરીને આમ તો એના જો આમ આમ દેખાય છે, એ કેટલો મોટો છે આ જો. હા, આ આપણું મૂળ સ્વરૂપ છે. આમ કરીને આમ જો જો કર્યા કરીએ, રાત-દહાડો જોઈએ, થોડી થોડી વારે જોઈએ. આંખો બંધ કરીએ, ફળ ખોલીને યાદ કરીએ કે આ દ્રશ્ય નથી અને દ્રષ્ટા નથી તો બાકી જે છે તે શું છે? તો કે કેવળ બ્રહ્મ જ છે, કશું છે નહીં. એટલે આ જ્ઞાન જે છે એ જીવો આપણને પ્રાપ્ત થાય, અવિદ્યાથી બંધાયેલો જે જીવભાવ છે અંદર રહેલો, એને એ જ્ઞાન આપવાનું છે.

આપણે જે કંઈ ગ્રહણ કરીએ એ એના ભાગે જાય છે. એને એની જરૂર છે આત્માની જરૂર છે. આત્માને જ્ઞાનની એની પાસે તો છે જ ઓલરેડી. એટલે બ્રહ્મવિદ્યા એને પ્રાપ્ત થાય એટલે પૂર્ણ બ્રહ્મપણાનો સાક્ષાત્કાર એને ઓટોમેટિક થઈ જાય. પૂર્ણ બ્રહ્મ પોતે છે જ. એને કશું કરવાનું, કરવાપણું રહેતું નથી હોતું. કંઈ પણ કરતું. આ લાઇન ચલાવું છું.

હવે એક જાણવાનું બીજું એ છે કે આચાર તત્વો તારે કહે છે કે, "હે ભારત, આચાર તત્વ જે છે એ મુખ્ય છે." તો કે આચારથી અમુક વસ્તુઓ થાય, પણ કયા આચારથી થાય? તો ભારત કહે છે કે, "હે ભગવાન, આ વિચાર સાથે આચારની શી જરૂર છે? જો આચારની જરૂર જણાતી હોય તો આચાર તત્વનો મને કૃપા કરીને સમજાવો." ત્યારે ભગવાન કહે છે કે, "ભારત, આચાર તત્વ જે છે તેના સંક્ષેપમાં કહું છું. તેને તું સાંભળ. તું યથાર્થ સાંભળ, જેમ છે તેમ જાણજે." ત્યારે કહે છે કે, "ચિત્ત શુદ્ધ થવા માટે આચાર તત્વની ખાસ જરૂર છે." ચિત્તની શુદ્ધ રિક્વાયરમેન્ટ છે, કન્ડિશન અપ્લાયમાં કે આત્મસાક્ષાત્કાર કરવો છે તો કે ચિત્તશુદ્ધિ થવી જરૂરી છે, અતિ આવશ્યક. તો ચિત્ત શુદ્ધ થવા માટે આચાર તત્વની ખાસ જરૂર છે અને જ્ઞાન કરતાં કરતાં આચાર તત્વરૂપ વિજ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. જ્ઞાન કરતાં કરતાં તમે જ્ઞાન ક્રિયા કંઈ પણ કર્યા કરો, જ્ઞાન જેના પરિણામે જ્ઞાન ઉત્પન્ન થાય.

જેમ તમે એમ કહો કે, "હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધઆત્મા છું," તો એની અનુભૂતિ તરત જ એના પાછળ જ હોય. એક એક અનુભવ હોય, ભલે તમને એ વખતે આવે પણ ખરો, ના પણ આવે, પણ એ પ્રગટ તો થઈ ચૂક્યો ત્યાં આગળ. તો એ કરતાં કરતાં વિજ્ઞાન સ્વયં પ્રગટ થાય છે, જેને પંચભૂતની દિવ્ય તન્માત્રાઓ કહેવામાં આવે છે. પંચમહાભૂત જે એની દિવ્ય તન્માત્રાઓ. અત્યારે જે તન્માત્રાઓ છે તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધવાળી જે છે તે દિવ્ય નથી, અદિવ્ય છે, એ પાર્થિવ છે. એટલે સૃષ્ટિ સંબંધી આ જ્ઞાન આપે છે એવા પ્રકારની છે. એટલે નિમ્નતર કક્ષાની છે. હવે એને અપગ્રેડ કરવાની છે. એને અપગ્રેડ કેવી રીતે કરવાની? તો કે જેને પંચભૂતની દિવ્ય તન્માત્રાઓ કહેવામાં આવે. એ દિવ્ય તન્માત્રાઓ જે છે તેમાં રહેલું જે પ્રાણ તત્વ છે જેને પ્રણવ ધ્વનિ અથવા તો અજપાજપ કહેવામાં આવે છે.

ઘણા કહે છે ને દિવ્ય નાદ પ્રગટ થાય, અર્થાત પ્રણવ પરમાત્મા કહેવામાં આવે છે અથવા તો તારક બ્રહ્મ કહેવામાં આવે છે. આ બધા એના અલગ અલગ અલગ અલગ નામ જ આપેલા છે. આ વચલી એજન્સી છે. સો, પણ આ થયા છે પછી તમે ત્યાં આગળ પહોંચશો એવી વાત છે. તે આચાર તત્વનું ઉત્તમ ઉત્તમ લક્ષણ ગણાય છે. એ સિવાય બાકીના તમામ આચાર પાડવા તેને ગૌણ આચાર કહેવામાં આવે છે. એટલે એટલા મહત્વના નથી, પણ મહત્વના જ છે. પણ મુખ્ય આચાર કયો? તો કે નાદ પ્રગટ કરવો. એટલે ફક્ત નાદ નહીં, દિવ્ય તન્માત્રાઓ પ્રગટ કરવી. ઘણા લોકો કાન બંધ કરીને આમ કરીને આમ કરીને બધું કર્યા કરતા હોય છે અને આ બધું પ્રગટ કરવાના પ્રયત્નો કર્યા કરતા હોય છે. એની બધી વિધિઓ હોય છે અલગ અલગ યોગની અંદર એ પ્રમાણે કરે, પણ એનાથી એ પ્રગટ થાય છે એવું એમને લાગે છે. વાસ્તવમાં એ શું કીધું? "વિજ્ઞાન સ્વયં પ્રગટ થાય છે." એટલે પોતા જાતે જાતે કશું ના કરો તોય તમે "હું શુદ્ધઆત્મા છું, હું શુદ્ધઆત્મા છું, હું શુદ્ધઆત્મા છું" 72 કલાક જો ચલાવ્યું હોય ને એટલે એ પ્રગટ થઈ જ ગયું.

પણ એક ધાર્યું, એક સેકન્ડ જાય નહીં, વચ્ચે પડે નહીં એવો પ્રયોગ કરવો પડે. "હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું." બસ એ અને શુદ્ધઆત્માના લક્ષ ગુણ સહિત પાછું આપણને હોય. ખાલી શબ્દરૂપે "હું શુદ્ધઆત્મા છું" એવું નહીં કરવાનું. શુદ્ધ છું અને એટલે કે નિર્વિકાર આત્મા છું. આત્મા છું તો કેવો છું? અનંત જ્ઞાન દર્શનવાળો છું, આટલી શક્તિવાળો છું, આટલો પાવરવાળો છું, આવો છું, આવો છું, બધું ઓલ એટ ટાઇમ હોવું જોઈએ. ત્યારે તમે આત્મા એમ કીધું. એમને એમ થોડી કહેવાય આત્મા! એટલે એ જાણવું જરૂરી છે. બાકી તો લોકો શબ્દાત્મા લઈને ફર્યા કરે છે. સો, એટલે એ શબ્દરૂપે છે, એ શબ્દરૂપે નહીં, તમને અનુભવ રૂપે જોઈએ છે. એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ અને એ આચારથી પ્રગટાય નહીં. આચાર એટલે આ આચાર છે અને એનાથી વિજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા પ્રગટ થઈ ચૂક મૂકેલો હોય એટલે એને તારક બ્રહ્મ પણ કહે છે.

તો મુખ્ય આચાર તો ગમે તે ભોગે શરીરમાં પંચમહાભૂતોનું પ્રાગટ્ય અને તેમાં રહેલા પ્રાણ તત્વોનું પ્રાગટ્ય કરવું એ મુખ્ય શ્રેષ્ઠથી શ્રેષ્ઠ આચાર ગણાય છે. પ્રાણની સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી શુદ્ધતાની ત્યાં આગળ એ પ્રગટ થાય છે એમ કહે છે. તો એમ યોગવેતાઓ કહે છે. આ રીતે વિજ્ઞાનનું પ્રાગટ્ય કર્યું એમ કહેવાય છે. તો વિચારરૂપ જ્ઞાન, જો વિચારરૂપ જ્ઞાન અને આચારરૂપ વિજ્ઞાન એ બેનું મિલન થયું એમ કહેવાય. વિચારમાં જે જ્ઞાન રહેલું છે તે અને આચારમાં રહેલું વિજ્ઞાન છે, બે ભેગું થાય.

વિજ્ઞાન હંમેશા ક્રિયાકારી હોય, એટલે દ્વારા કરવાપણું હોય. વિજ્ઞાનની અંદર પ્રયોગ કરે, તો એ વિજ્ઞાનને આ જ્ઞાન બે ભેગું થાય એટલે પછી જ્ઞાન વિજ્ઞાન યોગની પ્રાપ્તિ થઈ છે એમ કહેવાય. જ્ઞાન વિજ્ઞાન યોગ ગીતામાં કીધેલો, એ આવી રીતે પ્રગટ કરવાનો છે. એની આ પદ્ધતિ આપેલી. એ સિવાય મુક્તિની આશા રાખવી ફોગટ છે. શરીરમાં વિજ્ઞાનરૂપ દિવ્ય પંચ વિષયવતી પ્રણવ ધ્વનિની પ્રાપ્તિ થવાથી સુખની પ્રાપ્તિ થઈને અંતે મુક્તિ મળે.

એટલે આ જે આત્મા આપણે પ્રગટ કરવાની વાત કરીએ છીએ તે શું છે? તો કે "હું આત્મા છું, હું શુદ્ધઆત્મા છું, હું શુદ્ધાત્મા છું." શુદ્ધા એક ટાઈમ સુધી કર્યા પછીથી એ ત્યાં સ્થિર થઈ ગયેલો છે અને પછી એ આજ અનુભવ આપશે જે આપણી બધી વાતો કરી રહ્યા. હવે પછી કહેવાતા આચારને ગૌણ માનજો. મુખ્ય આચાર કયો છે? પેલું વિજ્ઞાન પ્રગટ કરવું એ જ છે. પણ એ પ્રગટ કરવા માટે ઉપયોગી છે એવા બાકીના ગૌણ આચારો છે તે કયા છે? તો કે:

* અમાનિત્વ: માન અપમાન વાળી કોઈ બાબત હોય એનાથી મુક્ત રહેવું. * અદંભીપણું: કોઈપણ પ્રકારનો દંભ આચરવો નહીં. ઢોંગીપણું ના હોવું જોઈએ કે જે નથી એ બતાવવું. આ બધું પ્રપંચનું કારણ છે અને એ મન બધું આવું બધું ઊભું કરાવડાવે. * અહિંસા: મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારની હિંસા ના હોય. હિંસા નહીં એટલે કે એટલું કે કોઈના વિચારને પણ આપણે છેદવાનો નહીં, ત્યાં સુધીની અહિંસા. કોઈ એમ કહેતો કે ભાઈ, "અમારે તો સંતોષી માતા આમ છે," કે "અમારા કુળદેવી આવા આવા છે." કોઈ કહે, "ગોગા બાપા અમારા બહુ મુખ્ય ગણાય," કે "અમને તો આ બધું આત્મામાં સમજણ ના પડે," કે "અમને તો આમ જ ખબર પડે." તો કે, "હા, એ તારા ગોગા બાપા છે ને એ બ્રહ્મ સ્વરૂપ જ છે." આપણે મનમાં એમ રાખવું, આર્ગ્યુમેન્ટમાં ના પડવું એની જોડે. * ક્ષમાપણું. * આર્જવ: સરળતા. * આચાર્યની સેવા.

* સૌચ: આંતરબાહ્ય પવિત્રતા. * ધ્રુતિ: ધૈર્યતા. * આત્મનિગ્રહ: મન અને શમ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. * વૈરાગ્ય: ઇન્દ્રિયોનું દમન કરવું. દમન એટલે કંટ્રોલ કરવાનો છે, નિગ્રહ કરવાનો છે. * અનાસક્ત નિરંકારપણું. * જન્મ, મરણ અને જરાવસ્થાના દુઃખ અને દોષોનું દર્શન કરવું. * સ્ત્રી, પુત્ર, ગૃહ વગેરેમાં મમતાનો અભાવ કરવો. * અહંકારપણાથી રહિત થવું. * દ્વંદ્વમાં સમાન ચિત્તપણું. દ્વંદ્વમાં સમાન ચિત્તમન. * નિર્ગુણ ઈશ્વર પૂજન: નિર્ગુણ ઈશ્વરનું પૂજન કરવાનું છે. * અવ્યભિચારીની અસ્ખલિત ભક્તિ: નિરંતર અવ્યભિચારીની એટલે એમાં કોઈપણ પ્રકારનો વ્યભિચાર ના આવે. એનાથી અલગતા વાળી કોઈપણ પ્રકારની બાબતો ના હોય. જ્યારે આપણે અદ્વૈતની વાત કરીએ છીએ તો એમાં પછી દ્વૈતવા વાળું કશું જ અંદર પેસે નહીં. અંદર ચંદનય ના આવે ને કંકોય ના આવે ને કઈ નહીં એમ.

દ્રશ્ય નથી, દ્રષ્ટા નથી, એટલે એવી રીતના બેસવાનું. * એકાંત વાસ: "હું બ્રહ્મ છું"માં બેસી ગયા એટલે એકાંત વાસ. બસ, આપણે અદ્વૈત સ્વયં છીએ એનો અનુભવ કર્યા જ કરવાનો. ભલેને મોટા ટોળામાં હોય, ટ્રેનમાં બેઠા, પ્લેનમાં બેઠા, 500 માણસની વચ્ચે બેઠા, 5000 માણસોની વચ્ચે બેઠા, પણ આપણે "હું બ્રહ્મ છું" કરીને બેસી ગયા એટલે પૂરું થઈ ગયું. આપણું કયું? એ બ્રહ્મ છે, એ જ આત્મા છે.

હવે અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા. વેદાંતના સિદ્ધાંતનું શ્રવણ કર્યા કરવાનું ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક રીતે. પણ અલ્ટીમેટલી પાછું આત્માના વિશે બધું બોલવાનું, સાંભળવાનું અને કરવાનું. આસ્તિક્ય બ્રહ્મ નિષ્ઠા અર્થાત તત્વદર્શન. તત્વનિષ્ઠા અર્થાત તત્વ જ્ઞાનાર્થ દર્શન શાસ્ત્ર અને ગુરુ વચન પર અચળ શ્રદ્ધા, ઉત્સાહ અને મૌન. મૌન બે રીતે: એક મૂળ મૌન હોય જેની અંદર બિલકુલ પથ્થર જેવો થઈ ગયો એટલે એને કહે છે કાષ્ઠ મૌન. અને એક છે આકાર મૌન. આકાર મૌનની અંદર તમારે કોઈપણ પ્રકારની આંગળીઓ આમ તેમ બધું કર્યા કરતા હોય ને એને આકાર મૌન કહેવામાં આવે. કઈ લખીને આપે કોકને, એ બધું આકાર મૌન છે. તો કે આમાંથી જે તમને યોગ્ય લાગે એ મૌન તમે કરો.

સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, મિતાહાર, અપરિગ્રહ, આત્માનું સંધાન રૂપી તપ, ઉદારતા, સંતોષ, લજ્જા, સુમતિ અને જપ કરવા. "હું શુદ્ધઆત્મા છું" આપણે કરીએ છીએ તે જપ જ છે અને શ્રેષ્ઠ યજ્ઞ જ છે. "ઓમ ઓમ ઓોમમ" કરો તો પણ એ એક જ વસ્તુઓ છે. ઘણા લોકો "ઓહમ સોહમ" કરતા હોય છે. શ્વાસ લે ત્યારે "ઓહમ", બહાર નીકળે ત્યારે "સોહમ" એવી રીતે બધું ગોઠવણી કરી શકાય. મૂળ લક્ષ્ય એ છે કે આપણે ત્યાં રહેવું, આત્મામાં, એમાંથી બહાર ના નીકળવું. 36 આચારનું પાલન કરી આ બધા થઈને સતચિત્તને શુદ્ધ સત્વગુણી બનાવવું જોઈએ. એટલે શુદ્ધ સત્વગુણ વાળા જે હોય છે તે લોકો આત્માને પ્રાપ્ત કરી અને મૂળ આચારને પાછો પ્રગટ કરે છે અને પછી એ લોકો સુખી થાય છે.

હવે કહે છે કે જેમ જેમ ચિત્ત તમારું શુદ્ધ થતું જશે તેમ તેમ મનુષ્યમાં પ્રેમના અશ્રુઓ વહે, રોમાંચ થાય, તમને કંપ થાય, ગાત્ર ભંગ થાય, પછી પ્રસ્વેત પુષ્કળ પરસેવો થઈ જાય, શિરોકંપ આમ એકદમ કઈ ધાર્યા વગર જ ડોકું ધૂણવા માંડે એવું બધું શરીર હાલવા માંડે, સ્વરભંગ બોલતા બોલતા એકદમ ગળું રૂંધાઈ જાય કે "હવે શું કહું?" કે આત્મા વિશે મારાથી તો એવી રીતના એકદમ બંધ જ થઈ જાય, બોલાય જ નહીં આગળ. પ્રેમના બાણથી ઘાયલપણું, પછી બેહોસાઈ આવી જાય, ચૈતન્ય પ્રભુને જેમ આવતી હતી કીર્તન પછી તે પ્રકારની સ્થિતિ. પુલક, એક પુલકિતપણું આવે, એકદમ જાણે શરીર હલકું ફૂલ થઈ ગયું હોય એવું. કોકને ચક્કર બી આવે તો સ્તંભ એટલે સ્તંભ જેવો થઈ જાય માણસ. એકદમ થોડીક વાર માટે આમ હોય તો આમને આમ જ બસ. "ક્યાં ગયું?" કે "ભાઈ, કઈ ખબર નથી." તો અહીંયા આમ બેટરી આમ આમ કર્યા કરે, પૂતળીઓ હાલે નહીં, કશું થાય નહીં કે કઈ થતું જ નથી, ખબર જ નથી.

પાછો થોડી વાર રહીને આવે. આવું રામકૃષ્ણ પરમહંસને બહુ થતું હતું. એટલે આ બધા એના લક્ષણો છે તે બધા પ્રગટ અનુભવમાં આવી.

શકે, જીવનું રમણ અધ્યાત્મ શાસ્ત્રમાં હોય છે એટલે એ આપોઆપ પછી આ રસવિદ્યામાં, એટલે આ રાજગૃહ યોગની અંદર પ્રવેશે છે. પછી શું થશે? તો કે વારંવાર આમાં ને આમાં હોવાના કારણે અમૃત ટપકવા માંડે છે. આ અમૃતની બહુ મોટી કિંમત છે. એ અમૃત જે ટપકે છે, એનું પોષણ પામીને આખા બોડીની કેમેસ્ટ્રી બદલાવવા માંડે અને બધા રોગો ભાગી જાય, બધું ખલાસ થઈ જાય. કોઈપણ પ્રકારના વિકાર એની અંદર રહી શકતા નથી. એટલે એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેનું એક પ્રોપર જેને કહેવાય કે એવી તૈયારીઓવાળું માઈન્ડ બોડી સિસ્ટમ બની ચૂકેલું હોય. એટલે એવા અમૃતનું પાન કરીને ગુઢ વિજ્ઞાનરૂપ નાદ, સુગંધ, સ્પર્શ, ધ્વનિ, ઝણકાર અને જ્યોતિ અનુભવીને બ્રહ્મવિદ્યા સ્વયં પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય. એટલે બસ, આમ બેઠો હોય તો પણ એને આમ ત્યાં સંભળાયા કરતો હોય. એ લાઈટ દેખાયા કરે.

આમ જે બ્રહ્મનું જે છે તે અહીં બેઠો હોય તો પણ એને જાણે કોઈ દિવ્ય સ્પર્શ થઈ રહ્યો છે એવું એને અનુભવમાં આવ્યા કરતું હોય. પછી બેઠો હોય તો પણ એને બસ વિના કારણ એકદમ ગમે ત્યાં આગળ સુગંધ આવ્યા કરે, દિવ્ય સુગંધ હોય ને! એટલે એવી દિવ્ય સુગંધ થાય. આવા પ્રકારના જે દિવ્ય તન્માત્રાઓ છે એ પ્રગટ થાય છે અને પછી બ્રહ્મ આવતો હોય છે.

આ બધું તો રાજયોગનો માર્ગ જે છે તે બતાવી દઉં છું. એટલે ઇન કેસ એ રસ્તે કંઈક થોડું ઘણું થાય તો પાછું એમ ના થાય કે, "યાર, હું તો આ કરું છું ને મને આવું બધું શું થવા માંડ્યું?" ગભરાટ ના થઈ જાય એટલા માટે. કારણ કે અમારી જિંદગીમાં બહુ ચંચાવાતો થઈ ગયા હતા. આવા તો કોઈક વખત એનો એટલે આ છે એ વાત કરી. એટલે અમૃતપાન કરીને જ્યોતિ ને આ બધું જાણીને જોઈને બ્રહ્મવિદ્યા સ્વયં જે આમ પ્રગટ થાય છે એનો અનુભવ કરશો અને પછી કૃતકૃત્ય થઈ જશો કે, "હું ધન્ય છું, ધન્ય છું, ધન્ય છું." બસ, બીજું કંઈ નહીં.

હવે આગળની વાત. આ કરતાં કરતાં શું થશે? તો કે સમાધિ થશે. "સમ આધિ" – સમાધિ. બીજું કંઈ નહીં. એટલે આ બંધ આંખે બી હોય, ઉઘાડી આંખે બી હોય, એવું કંઈ જરૂરી નથી. આને સવિકલ્પ સમાધિ કહે છે અને દ્રશ્યાનુવિદ્ધ એવી સવિકલ્પ સમાધિ. દ્રશ્ય અનુવિદ્ધ એટલે આજે દેખાય છે તે હું નથી પણ હું આ છું એવું ડિસાઈડ કર્યા કરવું દરેક ક્ષણે, એને આ દ્રશ્યાનુવિદ્ધ એવી સમાધિ કહેવામાં આવે. એટલે હવે એના વિશે અહીંયા થોડુંક લખ્યું છે તો એ આપણે જાણીએ.

તો મહાસિદ્ધ ભગવાન બોલ્યા કે, "હે ભારત, હવે હું તને સમાધિરૂપ ચિંતવન નિદિધ્યાસન કહું છું." સમાધિરૂપ એવું ચિંતન કેવું હોઈ શકે એનો આ એક સામે નમૂનો આપણને આપે છે. આને જ કરવા માત્રથી અથવા આના જેવું કંઈ પણ એ પરિણામ આપણને આવે છે. તો કહે છે કે, "સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ મારામાં નથી. શું હું જાગૃત નથી? હું સ્વપ્ન નથી અને હું સુષુપ્તિ પણ નથી. હું ત્રણેય કાળને જાણનારો છું. જાગૃતિમાં તો હું જાગું જ છું, બરાબર? સ્વપ્નમાં જાઉં છું, બહાર નીકળું છું. મને આવું સ્વપ્ન આવ્યું ખબર પડી તો મેં સ્વપ્નને પણ જાણ્યું છે. સ્વપ્નનો આખો કાળ જે છે તે વખતે પણ હું હાજર હતો કારણ કે સ્વપ્ન મેં જોયું હતું કે આવું શરૂ થયું અને આવું પૂરું થયું. અને સુષુપ્તિ? તો સુષુપ્તિની અંદર માણસ આમ પડેલો હોય, અમુક કાળ સુધી પડેલો હોય પણ એ સુષુપ્તિનો આખો કાળ જે છે તેને પાછો એ જાણતો હોય.

માણસ બેહોશ હોય, માણસ કોમામાં હોય, ગમે તે કાળમાં હોય પણ આત્મા તો એને એ સ્થિતિને જાણતો હોય છે કારણ કે આત્મા તો ક્યારેય કોમામાં હોતો જ નથી. એથી હું સત છું. એટલા માટે હું સત છું."

સત એટલે શું ખબર છે? "છું" એને સત કહેવાય. "છું" જ, એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ નથી. એ સત તો અને આ "નથી નથી" વાળું જે છે તે બધું અસત છે. એટલે કહેવા માંગે છે કે આ જાગરત, સ્વપ્ન અને સુષુપ્તિ એ અસત છે, એનો અર્થ એ થાય. આ કોઈ અવસ્થાઓ જે છે ને બધી એ અસત છે. હું અવસ્થાઓને જાણું છું. આ અવસ્થાઓ હું નથી કારણ કે એ અસત છે. અસત હું નથી, હું તો સત છું કારણ કે હું છું તેથી સત છું અને સતરૂપ છું. પણ સાથે સાથે એનું મને જ્ઞાન પણ છે કે હું છું એમ. આત્માને હંમેશા એની ખબર હોય કે હું છું એટલે સત છું, જ્ઞાનરૂપ છું, ચિત્તરૂપ છું, શક્તિરૂપ છું અને આનંદરૂપ છું. તો આપણો સચ્ચિદાનંદ અહીંયા પ્રગટ થઈ ગયો પાછો.

હવે કહે છે, "પ્રાતકાળ, મધ્યાકાળ અને સંધ્યાકાળ મારા વિશે નથી, મારામાં નથી." પેલું ભાઈ જરાક ઘરને થયે છે અને સાયંકાળ મારા વિશે નથી. તો મારામાં સવાર નથી, બપોર નથી ને સાંજ નથી એમ કહે છે. તો હું એ ત્રણેય જે પરિસ્થિતિઓ છે તેનાથી પર છું. પ્રાતકાળ એટલે સાધનાનો શરૂઆતકાળ. મધ્યકાળ એટલે પ્રખર સાધના જ્યારે બરાબર જમાવટ કરીને બેસી ગયેલા હોય ને તો એ મધ્યકાળ કહેવાય. અને સાયંકાળ એટલે બસ હવે પૂર્ણ થવાની છે ગમે ત્યારે ને હું મારો બ્રહ્મમાં પ્રવેશ થવાનો છે તો એ સાયંકાળ કહેવાય, સંધિકાળ છે ને! તો આ પણ મારા વિશે નથી કહે છે. "હું તો આ બધી અવસ્થાઓનો જોનારો અને જાણનારો છું. હું ત્રણેય કાળને જાણવાવાળો છું તેથી સતરૂપ છું, ચિત્તરૂપ છું, આનંદરૂપ છું, સચ્ચિદાનંદ રૂપ છું."

પછી આગળ કહે છે, "દિવસ, રાત્રી, પક્ષ, માસ, ઋતુ, વર્ષ વગેરે મારા વિશે નથી." એટલે આપણું આખું કેલેન્ડર આવી ગયું એક બાજુએ. પણ બીજી રીતે જોવાનું તો દિવસ કોને કીધો? કે જ્યારે તમે જાગૃતિમાં છો આત્માની તો એને દિવસ કહેવાય. અને ઊંઘતા હોય આત્માની અંદર તે વખતે એટલે જે તમે બેધ્યાન થાવ ને કે કોણ આવ્યું આમ કર્યું તે વખતે પેલો આત્મા તો આમ બેકગ્રાઉન્ડમાં જતો રહ્યો પણ તમે આમ જોવા ગયા ને કોણ આવ્યું એ થયું એ રાત્રી છે આત્માની. એવી રીતે પક્ષ, તો તમે જ્યારે આત્માના પક્ષમાં છો કે પ્રકૃતિના પક્ષમાં? કઈ બાજુએ છો તમે એમ જોવામાં આવે છે. એવી રીતે માસ કે તમે

કેટલો સમય સુધી રહો છો? એની અંદર તો એને કીધું, "માસ." એવી રીતે ઋતુ. તો આત્માની ઋતુ હોય ને? એક કાળ આવે એટલે પેલો પુરુષોત્તમ મહિનો આવે છે ને? બધા કેમ ભગતડા વેડા કરવા માંડે છે એકદમ જ? એ બધી ઋતુઓ લોકન ચડે આમ એકદમ જ કે હવે શ્રાવણ મહિનો આવ્યો. અમારે એક પેલા અહીંયા હતા, તો એમને ફોન કરીને મને કીધું, "સાહેબ, અમારે હવે પેલી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે." જો! એટલે આવા આવા બધા લોકોને આવે. એક વચ્ચે જેમ પેલા વાવર આવતા હોય ને, એવી રીતે આવે. આ પણ આવતું હોય.

"અને વર્ષ વગેરે મારા વિશે નથી. એ સર્વને જાણવાવાળો હું છું. એટલા માટે સત્ જ્ઞાનરૂપ છું, ચિત્તરૂપ છું અને આનંદ સ્વરૂપરૂપ છું." પછી કહે છે, "બાલ્યાવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વગેરે ધર્મો પણ મારા નથી." આપણે સ્થૂળ શરીરની કે એની તો વાત પણ નથી કરતા અહીંયા આગળ. તો સાધકની સ્થિતિની વાત કરીએ છીએ કે આ અવસ્થાઓ પણ હું નથી. એને પણ જાણનારો હું એનાથી કાયમ જુદો જ હતો. તો ત્યારે એ બધા સ્થૂળ દેહમાં છે અને જે જાણવાવાળા છે તે સત્‌રૂપ છે, ચિત્તરૂપ છે, આનંદરૂપ છે. એવા સચ્ચિદાનંદ રૂપે હું છું.

ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ, આ અને આ. તો અહીંયા આમ જોવ તો આ ભૂતકાળ છે, આ વર્તમાનકાળ છે અને આ ભવિષ્યકાળ. પણ ત્રણેય એક જ લાઈનમાં. હવે તમે જ્યારે ખાસે દૂરથી એક જ વસ્તુને આમ કરીને આમ જુઓ છો, તમે ત્રણેયને જોઈ શકો છો. એવી જ રીતે આત્મા તો અનંત છે. સૌથી મોટો હોવાના કારણે એ આ બધું આમ કરીને આમ જ જોતો હોય છે. એટલે એમ કહેવામાં આવે છે કે ત્રણેય કાળને હું જાણું છું. મને ખબર હોય જ છે. એટલે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સત્ છું એટલે છું. ચિત્ત છું એટલે ચૈતન્ય સ્વરૂપ છું અને આનંદરૂપ તો છું જ.

તો નામરૂપ મારામાં નથી. એનું આરોપણ કરવામાં આવે છે, ઉપાધિ આપવામાં આવે. "આજથી તારું નામ માનવ છે," એવી રીતના કરીને તારું નામકરણ કરવામાં આવ્યું. ભગવાન શ્રીકૃષ્ણનું પણ આવી રીતના ગર્ગાચાર્યએ જઈને નામ પાડ્યું હતું કે ભાઈ, "આજથી તમારું નામ કૃષ્ણ રહેશે, આમનું નામ બલરામ રહેશે." એવી રીતના નામ પાડ્યા. નામકરણ આપણા બધાયના આવી રીતે કરવામાં આવે છે વ્યવહારની અંદર. વ્યવહાર ચલાવવા પૂરતું એક આધાર નંબર આપે ને, એવી રીતના બધાય જેટલા જીવ એ બધાને પેલો આધાર નંબર આપે.

હવે આગળ કહે છે કે આ નામરૂપ છે એ મારામાં નથી, તેમ હું નામરૂપ રૂપે પણ નથી. રૂપ એટલે આકાર. તો જે આકાર છે તે પણ હું નથી. એમ એ કે નામ અને રૂપ આ બે વસ્તુઓ ગઈ એટલે બહુ મોટા બે અંતરાયો આપણે ક્રોસ કરી જઈએ. એ નામરૂપ છે તે નાશવંત છે, નષ્ટ થાય એ જ બરાબર અને મિથ્યા છે એટલે અમથા છે, નથી જેવા છે. એનો કોઈ મહત્વ નથી. કેટલું મહત્વ આ આપે છે નામનું અને રૂપનું જ! "હું તો બહુ રૂપાલી!" અને કેટલા રૂપિયા ખર્ચી નાખતી હોય અને પાછી અરીસામાં જોયા જ કરે આમ બધું ચોપડી ચોપડીને રાજી થાય, "આ તો સારી દેખાવ છું." તો આ નામ અને રૂપ બેની વાત કરી, એમાં આકાર આવી ગયો. તો કે એ હું છું જ નહીં. હવે જેમાં આત્મા જ ના હોય એની કઈ કિંમત ખરી? આપણો નિયમ શું કહે? કિંમત કોની? આત્માની. બાકીનું બધું વ્યર્થ છે, મિથ્યા છે, નકામું છે, કોઈ કિંમત વગરનું છે.

પરંતુ મારો તો નાશ પણ નથી. હું નિત્ય છું, અમર છું. એવા સચ્ચિદાનંદ રૂપ અવિનાશી સ્વરૂપે હું છું. "હું નામ, જાતિ, આશ્રમ, વર્ણ, સંબંધ, પરિણામ, જન્મ, મરણ આદિ મારા નથી." શું? કેટલી વસ્તુઓ કહી દીધી! નામ હું નથી, જાતિ પણ નથી. તો વાણીઓ નથી ભાઈ. એટલે આત્મા કહે છે કે હું કઈ વાણીઓ નથી. એટલે મારો કોઈ આશ્રમ નથી કે હું બ્રહ્મચારી છું કે હું વાનપ્રસ્થી છું કે એવું કઈ. મારો કોઈ આત્માનો આશ્રમ હોતો નથી. આત્મા આશ્રમમાં સમાય પણ નહીં. આ કોઈ એક આ કન્ડિશન છે ને આ બધું કેવું છે? તમે જુઓ, ડિસ્ક્રાઇબ કરેલું છે બધું કે આવું આવું હોય તો એને આવું કહેવાય. હવે આત્મા એમાં ફિટ બેસતો જ નથી.

તો કહે છે કે વર્ણ અને સંબંધ. સંબંધમાં પણ આત્મા આવતો નથી. કારણ કે આત્મા કેવો છે? અસંગ છે. એ કોઈના સંગમાં હોતો જ નથી. હોવા છતાં હોતો નથી. અત્યારે આપણે બધાય જો સંગમાં છીએ પણ અસંગ છીએ. અલગ અલગ બેઠા હોઈએ એવી જ રીતે આપણે છીએ. તો એવી રીતે તો મારો નાશ નથી અને જન્મ મરણ ઇત્યાદિ પણ મારા નથી. આ દેહના છે. તો આ નામ, જાતિ, વર્ણાશ્રમ, ધર્મ આ બધું કોને લાગુ પડે છે? તો કે દેહને, શરીરને લાગુ પડે છે. "એ સ્થૂળ સૂક્ષ્મ શરીર હું નથી." શું કીધું? સૂક્ષ્મ શરીર પણ હું નથી. એ પણ છૂટું પડીને જતું રહે છે. પણ હું તો રહી જ જઉં છું અને હું તો ક્યાંય જતો જ નથી.

તો આ સૂક્ષ્મ દેહ જાય છે, પાછો બીજે જઈને બીજો દેહ ધારણ કરીને પાછો આવે છે. પણ આ આત્મા તો એનો એ જ જોડાયેલો છે. દર વખતે એની સાથે કોઈ બીજો આત્મા આવીને જોડાવાનો નથી. સૂક્ષ્મ દેહની અંદર બીજો સ્થૂળ દેહ આવ્યો. માણસનો હતો, ભેંસનો આવ્યો, પાડાનો આવ્યો કે ગમે તે કોઈ બીજાનો આવ્યો કે પછી માણસનું આવ્યું કે પુરુષ ગયો હતો ને સ્ત્રી થઈને આવ્યો પાછો. એવું બને ને? ઘણા પાછા એવું બધું કર્યા કરતા હોય તો એવા થઈ જાય પાછા. એ તો બહુ અતિશય સ્ત્રી પણ વિચારો રાખ્યા કરતા હોય તે બધાને પાછા એમ થવાનો વખત આવે. એટલે કુદરત કહે કે ભાઈ, તને એ વધારે પસંદ હતું એટલે તું એ થઈ જા એમ. એટલે પેલા અર્જુનને થવું પડ્યું હતું સંજોગવશાત્. તો આમને આવા સંજોગો ઊભા કરે એટલે પછી સ્ત્રી દેહ ધારણ કરીને પાછા આવવું પડે છે. પણ તોય કહે છે કે આત્મા એ નારી નથી અને નર પણ નથી.

એટલે બે નથી, અલગ જ છું એવો હું છું. એ અવસ્થાઓને સ્થિતિઓને જાણવાવાળો પણ હું છું. એટલે કોઈને આમ જોવું અને કે પહેલા પુરુષ હતો, પછી એ સ્ત્રી હતો, એ પહેલા તો કે પછી પશુ હતો, એ પહેલા કઈ પક્ષી હતો, એ પહેલા કઈ જળચર હતો, કઈ કાઈ વૃક્ષ બન્યો હતો. બધું આમ આ બધું ઓલ એટ અ ટાઈમ આત્માને ખબર.

હોય એ જાણતો જ હોય છે, પણ એ જાણતો હોવા છતાં કોઈને કહેતો નથી. આમ ધીમે રહીને હું કહી દઉં ને, માણવને કેજો, "આ અમુતભાઈનું આમ છે," એવું બધું ના કરે. એ બધું આત્મામાં ના હોય કે શું?

કારણ કે સચ્ચિદાનંદ રૂપે હું છું. સચ્ચિદાનંદ એવું અદભુત સ્વરૂપ છે કે કૃષ્ણ ભગવાનને પણ આપણે કહેવું હોય તો શું કહેવાય? "સચ્ચિદાનંદ" કહેવાય. ભગવાન દત્તાત્રેયને પણ આપણે આમ યાદ કરવા હોય તો કેવું કહેવાય? તો કે "સચ્ચિદાનંદ". ભગવાન શિવજીને પણ આપણે યાદ કરવા હોય તો શું કહેવાય? "સચ્ચિદાનંદ". "જય સચ્ચિદાનંદ" કે પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. કોક મંદિરમાં જઈને બોલજો, "જય સચ્ચિદાનંદ," રાજી પછી.

એટલે આ જે છે તે આખું વરાહ ઉપનિષદમાં કહેલું છે. 24, 36 કે 96 તત્વો જે બધા છે, તેની બધી છણાવટ કરેલી છે વરાહ ઉપનિષદમાં. "તેનું બનેલું શરીર કે તેના ગણાવેલા તત્વો, આ કશું હું નથી અને મારા પણ નથી. હું નથી, મારું પણ નથી." જોયું? કેટલું આમ સ્પષ્ટ ચોખ્ખું કરીને બેઠેલા છે! અને તોય આપણે "મારું મારું" પાછા પડીએ તો ભૂલ થાય ને આપણી? એટલે આપણે આ "હું નથી ને મારું નથી" એમ પકડી ગયું એટલે આ બાકીનું બધુંય આવી ગયું. એ બધું ગૌણ છે. જેમ પેલામાં મુખ્ય આચાર ગયો હતો ને, એવી રીતે આ પકડવાનું કે "હું નથી અને મારું નથી." આ બધું જ બહાર જે કાંઈ છે, તે બધાની હું છું. પછી તરત તો કે કોણ? કે "ઘટ દ્રષ્ટાની પેઠે ન્યારો છું."

ઘટ એટલે ઘડો હોય ને, સામે ઘડો પડ્યો હોય તો એને જોનારો હોય ને, ત્યારે "ઘડો છે" એમ બોલાય ને? ત્યાં સુધીને કેવી રીતે બોલાય? આમ તો કઈ કેટલી વસ્તુઓ બધી પડેલી હોય! એવી રીતે "ઘટ ઘટમાં" એમ કીધું. તો આ એક એક ઘડો છે બધો. જેટલા બોડી છે એટલા બધા ઘડા નર્યા. તો તે પેલા બ્રહ્મા નામના કુંભારે ઘડ્યા. તે બ્રહ્મા કાંઈ પાછો બેઠેલો, મહીં બેઠેલો, બીજે ક્યાંય નહીં. ઘડીકમાં આમ બેસીને વિચાર કે "હું આવો થઉં, આવો થઉં, આવો થઉં." એમ કરતાં કરતાં પેલો ટક ટક ટક ટક કરે રાખતો હોય તો પોતાનું ફ્યુચર બોડી ઘડતો હોય. એ વખતે દર વખતે એનું પૂર્યાસ્તક બને. તે દાદા એને કહેતા હતા કે "તું એનું ચાર્જિંગ કરે છે. દર પડે વિચાર જ્યારે કરે છે તું કોઈ વસ્તુનો, તો રાગ કરે છે કે દ્વેષ કરે છે, ત્યારે એનું ચાર્જિંગ થાય છે. અને હવે ચાર્જિંગ થઈ ગયું છે એટલે ચાર્જ લઈને ફર્યા કરીશ તું.

જ્યાં સુધી પૂરેપૂરો ડિસ્ચાર્જ નહીં થઉં ત્યાં સુધી તારે ફરવું પડશે કે અથવા તો બોડી લેવું પડશે. આટલો આમ થોડો ડિસ્ચાર્જ બાકી રહ્યો હશે તારો સંસારને લગતી બાબત. ડિસ્ચાર્જ એટલે એ ભાવ પકડ્યો છે. હવે ભાવને એને પકડીને ઘનીભૂત કરી નાખ્યો છે. એટલે હવે ત્યાં છે એટલા માટે એને બોડી લેવા જવું પડે, કંઈક બનવું પડે, કાંઈક કરવું પડે. ગમે અને એને એનું નિમિત ના મળે ડિસ્ચાર્જનું ત્યાં સુધી ભમવું પડે. કારણ કે જેવા ભાવે બંધાયો તો, તેવા ભાવે છૂટજે." કુદરતે એવું કહ્યું. શું? "જે ભાવે તું બંધાયો તો." એટલે કન્ડિશન અપ્લાય કે આવું હોય, આવું હોય, આવું હોય. તે પેલા મહાવીર હતા ને, તેમને એક દાડો એવું અભિનિવેશ કરેલો કે "હું તો જ ભિક્ષા લઈશ કે જો કોઈ બાળા એમ કે આમ કરેલી હોય, વિધવા હોય અને માથે ઓઢેલું હોય અને દાંતમાં પોતાનું પેલું આમ કપડું રાખેલું હોય, એક પગ એનો બહાર હોય ને એક પગ અંદર હોય અને પાછા એને ઝાંઝર પહેરેલા હોય, એવા મધ્યાહ્ન કાળે પાછી એ મને ભિક્ષા આપશે તો જ હું ગ્રહણ કરીશ." આટલી બધી કન્ડિશનો મેં લીધી એમને.

તે ગયા ત્યાં અગાડે. હવે બધું એક્ઝેક્ટ થઈને આવ્યું હતું. ત્યાં સુધીને ભગવાન ભિક્ષા લેવા ગયા હતા. જોયું કે આમ એક બાળા આવી અને એને આવી રીતના રાખેલું, માથે ઓઢેલું હતું, એક પગ બહાર, અંદર, ઝાંઝર પહેરેલું બધું હતું. પેલું દાંતમાં પેલું આમ કપડું નહીં રાખેલું. તો ભગવાન પાછા જતા રહે. તો કે "આ કન્ડિશન ફુલફિલ નથી થતી એટલે મારે અત્યારે ભિક્ષા લેવાય નહીં." તે એકદમ પેલીને પેલું એ થઈ ગયું. ભગવાન ઉપર પાછું આમ કર્યું. આમ કર્યું ત્યારે પાછી ભગવાને ભિક્ષા એની પાસેથી ગ્રહણ કરી. એટલે કેવું કહે છે કે આવી રીતના દરેક જીવ માત્ર પોતે પોતાની ડિસ્ચાર્જની કન્ડિશનો નક્કી કરતો હોય છે. કે દાખલા તરીકે એમ કે કે "હું ફલાણી કેરી લાઈને પેલી ખઈશ." પેલો બોલ બોલ કરતો હતો ને કે "ન, કેવી કેરી? મિયા જાકી. 2,70હ000 રૂપિયાની કિલો કેરી હોય છે.

તો આપણે એને એન.વી. પટેલના ફાર્મમાં રોપી છે હમણાં." હવે એ કેરી તું એમ પાછો વિચાર કરે કે "ભાઈ, હું એ કેરી ખઈશ, પણ ક્યારે? તો કે મારા ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં બેસીને નહીં ખઉં. હું ફલાણી જગ્યાએ જઈને ખઈશ." તે પછી એ કેરીઓ એના ઘરમાં આવે તોય એવાથી જો ત્યાં ના જવાય ત્યાં સુધી એનથી ખવાય નહીં. ત્યાં જવાનો સંજોગ ઊભો થાય ખરો? એ જન્મમાં નાય થાય તો ના થાય. તો એને તે વખતે પણ એનો ડિસ્ચાર્જ મળતો નથી. બીજા ત્રીજા જન્મની અંદર પછી એનો મેલ પડતો હોય છે. એટલે આવી રીતના આ બધા ડિસ્ચાર્જ કર્મો થતા હોય છે. તો ઘટ દ્રષ્ટાની પેઠે હું ન્યારો છું. આને જાણું છું, જોવું છું, પણ આમાં કંઈ હાથ ઘાલતો નથી. પિતા, પુત્ર, ગુરુ, શિષ્ય, સ્ત્રી, પુરુષ, સ્વામી, સેવક – આ બધા સંબંધો છે જાતજાતના. એ તો સંબંધો મારા નથી. તો મારા નથી તો હું કેવી રીતે બંધાયેલો?

હું તમે એમ કહી દો કે "આ મારો સંબંધ નથી તમારી સાથે." તો આપણે બે બંધાયેલા થોડી છીએ? આપણે તો છૂટા છીએ ને? મેં તમને છૂટા કરી દીધા એ ટાઈમે. હું જે મોમેન્ટે હું કહું, "મારે તમારી જોડે કોઈ સંબંધ નથી." થાય કે વાત કરેક્ટ છે? તો કે "હા, બરાબર છે." હવે વાતથી મારી તમે બી એમ કહી દેશો એટલે આપણો સંબંધ વિચ્છેદ થઈ ગયો ને? મનથી માનેલો હતો કે આપણા બે જણનો સંબંધ છે કંઈક. બાકી તો નથી કલ્પના જેલામાં આવે છે? હા, બિલકુલ કલ્પના. એટલે આ બધું જે કાંઈ છે, એ બધું સ્થૂળ દેહ સાથે લાગુ પડે છે. કહે છે, "હું આત્મા તો અસંગ છું." હવે.

હું આત્મા રૂપે અસંગ છું, તો તમે પણ આત્મા રૂપે અસંગ જ છો. તમે પણ અસંગ છો, તો આપણે અહીંયા આગળ સંઘમાં હોવા છતાં, અસંગ હોવાને કારણે, આપણે બધા મુક્ત જ છીએ ને છૂટા જ છીએ. કોઈ કોઈને ક્યારેય ક્યાંય બાંધેલા છે જ નહીં.

હવે જે હકીકત આ રોમની છે, તે જ હકીકત આખા બ્રહ્માંડની છે. પણ આપણે સમજવી પડશે કે, ભાઈ, આપણે મુક્ત જ છીએ. મુક્ત છીએ, થવાનું નથી, છીએ જ. આપણે સંબંધોની કલ્પનાઓ કરી અને એનાથી એકબીજાને ગૂંચવી માર્યા છે, એવા પ્રકારની ભ્રાંતિ ઊભી કરી દીધી છે. બાકી કશું થયું તો, લાંબો, ટૂંકો, જાડો, પાતળો, વાંકો, સીધો એવો આકાર કાર, આ સ્થૂળ દેહના વિશે છે. કોઈપણ બોડી કેવું બી હોઈ શકે. હું આકાર વિકાર વગરનો છું, નિરાકાર છું. મારામાં કોઈ આકાર ક્યારેય હોઈ શકતો નથી. પણ હું સ્વતંત્ર છું, એટલે ધારું ત્યારે આકાર ધારણ કરી શકું છું, એવી ક્ષમતા વાળો છું. એને હંમેશા યાદ રાખવાનું. એટલે કીધું ને કે ભગવાન ગમે ત્યારે ગમે તે સ્વરૂપે પ્રગટ થઈ શકે છે. આ જેટલા નામ, રૂપ, સ્વરૂપ છે, એ બધાય ભગવાન પોતે છે જ, ઓલરેડી. આ એ જ સ્વરૂપે છે, પણ આપણે એમને એવું જોવાને બદલે માનવભાઈ જોઈએ, ફલાણા બેન જોઈએ છે, ઠીકણા ભાઈ જોઈએ.

ભૂલ ત્યાં થાય છે.

આપણે તો દાદા એ બધું ઉડાડી બા. "જય સચ્ચિદાનંદ!" શું કરવાનું? બીજું કંઈ નહીં કરવાનું. તરત તમારે પાંચમાં, છઠ્ઠા, સાતમાં શરીરમાં તમે પહોંચી જાવ. તરત ત્યાં ચેતના જતી રહે, થડાક દઈને. તમે છૂટા જ છો. એક વખત ફરી કન્ફર્મેશન આવે જ્યારે જ્યારે તમે બોલો તારે, "જય સચ્ચિદાનંદ!" એટલા બહુ કરવા લોકોને. સુખ, દુઃખ, પાપ, પુણ્ય, કાયિક, વાચિક અને માનસિક કર્મ, જન્મ અને મરણ – આ કશું હું નથી. પુણ્ય નથી, જો સુખ નથી, પાપ નથી. કયા પાપનું પ્રાયશ્ચિત કરવાનું? તો કયું પુણ્ય ક્યાં જઈને ભોગવવાનું? પછી મારે? હું તો એનાથી છૂટો થઈ ગયો. મેં કીધું કે મારા નથી, એટલે પછી પૂરું થઈ ગયું કામ. નહીં તો આટલી પુણ્ય છે મારી કે મેં સોપારીનું દાન કર્યું'તું, યાદ આવે પાછું. તો કે, ભોગવવા જવું પડશે કે અવતારે તે આટલું પુણ્ય યાદ કર્યું ને કે, "ઓલરાઈટ, હવે તું જા સોપારીના વનની અંદર છે ને તું ઈયળ થઈને પડગે." છેવટે આવી રીતે ડિસ્ચાર્જ આવી દો.

પછી કેમ? તો કે, "બસ, હવે સોપારી ખાધા કરજે કે તું તારે." એટલે આ કસામાં પડવા જેવું ટૂંકમાં નથી. આટલોય મોહ રાખવા જેવો નથી. નહીં તો સોપારીના વનમાં જઈને ઈયળ થઈને પડવાનું. આ કંઈ હારું કામ કહેવાતું? કે આવો મજાનો તો જાહોદલાલી વાળો આત્મા હોવા છતાય તારે આવું કરવાનું? કે એમ વિચાર આવવો જોઈએ. ત્યારે આ બધી વાતચીત કરવાની આપણે અંદર આમ. એટલે આપણે છૂટું બધું ચોખું થઈ જાય. તો કે, "આ બધા મારે નથી. જન્મ મરણ ને આ બધુંય કંઈ મારું નથી." કે, "જન્મ્યો તેમાં મારે શું લેવા દેવા? જે જન્મ્યો છે તે હું નથી અને મરે છે તે પણ હું નથી." એમ એ આપણને સ્પષ્ટતા અહીંયા આગળે હોવી. માદો પડે છે તે પણ નહીં ને મરે તે પણ હું નહીં. સમજ્યા? એ સૂક્ષ્મ દેહમાં થાય છે અને પેલો સ્થૂળ દેહ છે તે ભોગવટો અધિકારી છે, એટલે એ ભોગવે છે. એ અધિકારી છે. શું?

ભોગવટાનો અધિકાર કોની પાસે છે? સ્થૂળ દેહની પાહે છે. એટલે પછી એ ભોગવ્યા કરે ગણવીએ. આવું થાય. એટલે હું તો એને જાણવાવા વાળો છું, એવા દ્રષ્ટા, અવિનાશી, સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું.

પછી આગળ કહે છે: "શસ્ત્રો મને છેદી શકતા નથી." "નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ" વાળો જે છે, તે કોઈ પણ શસ્ત્ર મને છેદી શકતું. તો પછી શબ્દનું જે આમ બાણ આવે છે, તે કેમ કડે છે? કોકે અપમાન કર્યું, કોઈ અપશબ્દ બોલ્યો, તે કંઈ ચોટ્યો તને? જો આત્મા તું છે, તો તને આ કશું થતું હોવું જોઈએ નહીં. એટલે આપણે આમ ડિક્લેર કરી દેવું પડે કે, ભાઈ, "નયનમ છિંદતીિ શસ્ત્રાણી." એક જ આ મંત્ર હવારના પોરમાં જો બરાબર ધ્યાનપૂર્વક બોલીને બહાર નીકળ્યો હોય ને માણસ, તોય ચોખ્ખો આમ એકદમ આત્મા આત્મા થઈને ફરે કર્યા કરે ૨૪ કલાક. "નૈનં દહતિ પાવકઃ." એટલે મને અગ્નિ બાળી શકતો. સ્થૂળ અગ્નિ મને બાળતો નથી. સૂક્ષ્મ અગ્નિ પણ જો શબ્દમાં પણ રહેલો છે, અગ્નિ છે. સૂર્યમાં રહેલો છે, તે પણ અગ્નિ છે. સંઘની અંદર પણ તમે આમ બેસો ને કોઈની પાહે, તો એની રેડિએશન આવે છે અને અગ્નિ છે.

પણ જો તમે અસંગ છો, તો તમને એ પણ અસર નહીં કરે, તે પણ અસર નહીં કરે, તો પેલું પણ અસર નહીં કરે. એટલા તમે મુક્ત છો અને સૂક્ષ્મ છો. એટલા માટે કીધું છે કે અગ્નિ તમને બાળી શકશે નહીં. જો તમે આત્મા છો, તમે સૂક્ષ્મ દેહ છો, એટલું પણ ભાન હશે. એટલે ભાન ક્યાં છે તમારું? ધ્યાન ક્યાં છે તમારું? એમ પૂછે છે. સતત તમે બોડીનું જ ધ્યાન રાખ્યા કરો છો કે, "હું હું આ બોડી છું." તો પછી આ બોડીનો ભોગવટો તમારો થઈ ગયો. તમે આ ક્લેમ કર્યું, તો પેલું ઇનામ આપ્યું, સીધી વાત. તમે એમ કહી દીધું કે, "આ હું નથી, આ હું નથી, આ હું નથી." કે આ બધું પછી હવે તમારું નથી. ઠસકાત કે એને આવે છે. મારે આત્માને ઠસકા ના આવે કે આ ઉધરસ હોતી જ નથી આત્મામાં. એ નિર્વિકાર છે, એટલે એને કોઈ દાડો કશું થતું. તો કીધું એને આગળ કે જો આ શસ્ત્રો મને છેદી શકતા નથી, અગ્નિ મને બાળી શકતું નથી, પાણી મને ભીંજવી શકતું નથી અને વાયુ મને શોષી શકતો નથી.

આ બધાના જે તે ગુણ છે ને તે પાંચ. એટલે પાંચ તત્વોના આ મૂળભૂત ગુણ છે, જે ત્યાં મેનિફેસ્ટ થયેલા છે આ પૃથ્વી ઉપર, જેના વડે આપણો સ્થૂળ જીવન વ્યવહાર ચાલે છે અને આપણે એને વિજ્ઞાન કહીને એન્જિનિયરિંગ બનાવીને પછી એનું આગળ બધું કર્યું છે. પણ કહે છે કે હું તો એનાથી મુક્ત છું અને એટલા માટે હું નિત્ય છું, સર્વવ્યાપી છું. એટલે અત્ર, તત્ર અને સર્વત્ર બધે હું એક સાથે જ છું, એટલે સર્વવ્યાપી કીધો. નિશ્ચલ છું, મને હલાવે એવું કંઈ છે જ નહીં કશી વસ્તુને. અવિકારી છું, કોઈપણ પ્રકારનો વિકાર મારી અંદર ક્યારેય પણ હોઈ શકે નહીં, આવતો જ નથી.

એમ અને એ જે જે વિકાર છે, તે હું નથી. આપણે એમ કહેવાનું, "વખતે જો આપણને દેખાયો તો કે આ જે વિકાર છે તે હું નથી." હવે કોઈ વ્યક્તિને વિકાર દેખાય તો કે, "એ જે વિકાર છે એ એ નથી થઈ." એમ એની પ્રકૃતિ છે જે અત્યારે આપણને વિકારી પાછી છે નહીં ભાસે છે. જ્ઞાન તો એવું કહે છે, "તને એવું દેખાય છે મુઆ કે તારી દ્રષ્ટિની અંદર આ વિકાર ઉત્પન્ન થયો એટલે તને એ તઈ એનામાં એવો જુદો છે એવું તને દેખાડે છે ત્યાં કાળે." તો આ તો ભ્રમ છે, દ્રષ્ટિનો ઇલ્યુઝન ઊભું કર્યું છે, વાસ્તવમાં નથી ત્યાં કાળે. વાસ્તવમાં કોણ છે? એ પણ તારી જેમ તત્વમસી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ તો તું એમ જોવાનું ચૂકી ગયો. તો દરેક ક્ષણે આપણે જ્યારે જય સચ્ચિદાનંદ કરવાને ચૂકી જઈએ, ત્યારે ત્યારે આપણે આ ઉપાધિઓ વરતા હોઈએ છીએ ખરેખર.

એટલે કીધું કે, "સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું, સનાતન હું છું, પૂર્ણ પુરુષોત્તમ હું છું, પૂર્ણ છું, સંપૂર્ણતા કશું બાકી નથી." આમ કાઈ કરતાં કાઈ નહીં, આમ એકદમ તૃપ્ત થઈને માણસ આમ બેઠેલો હોય ભોજન કરીને, પછી આમ કેવો આરામમાં કેવો હોય? સરસ મજાનું ભોજન કરી છે કે એવો છું, પૂર્ણ છું, સંપૂર્ણ પુરુષોત્તમ છે. પુરુષોમાં પણ ઉત્તમ હું છું. પાંચ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ પ્રાણ, મન, બુદ્ધિ એ ટોટલ સત્તર તત્વો જે છે તે બધા સૂક્ષ્મ દેહના છે, મારા નથી. હું તો એને જ પણ જાણું છું. એટલે હવે આપણે આમ પાંચ પ્રાણ વિશે જાણીએ ને, એટલે આપણે જાણી લીધું, જોઈ લીધું. તો આપણે એનાથી ખબર પડી ગઈ કે આપણે એનાથી છૂટા છીએ, જુદા છીએ એવી રીતના. તો હું એને જાણવાવાળો દ્રષ્ટા, સાક્ષી, સચ્ચિદાનંદ છું. એવા સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું.

જન્મ અને મરણ એ દેહના ધર્મો છે, મારા નથી. ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મો છે. ભૂખ ને તરસ શેનાથી લાગે? પ્રાણ બરાબર ચાલતો હોય તો જ લાગે, નહિતર ના થાય. પ્રાણ જરા પણ વિકારી ભાવ થાય તો કે, "આજ મને ભૂખ નથી લાગી." એમ નથી બોલતા આપણે? "આજ મને ભૂખ કેમ?" તો કે, "પ્રાણ બરાબર ચાલ્યો નથી તે દિવસે એટલા માટે." એવી રીતના થાય. શોક અને મોહ એ બુદ્ધિના ધર્મો છે. શોક થયો કે મોહ થયો એ શું છે કે બુદ્ધિના ધર્મ. આમ કરીને પેલેડીમાં જાય ને જુએ ને તો ડિસ્પ્લેની અંદર, "યસ, આ તો લેવું જ પડશે." આ મોહ થાય છે. શું આમ બુદ્ધિ થઈ લઈ જાય તમને? ત્રણ દુકાનો ફર્યા પછી ચોથી દુકાનની અંદર તમારને આમ કરીને આમ સેટ કરી દે તમારી બુદ્ધિ. "આ જ લેવાનું છે કે બીજું લઈએ?" પેલો પાછો એને પેલો કાઢવાનું હોય ને તો એમ તમને કે હશે કે, "જો આ બેન આવવા છે ને તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટમાં મળશે.

આમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે." એને એ કાઢવું હોય એટલે એમ બોલશે કે, "ઝટ કાઢી નાખું આને. આ લઈ ગયા છે તો વળગાડી જ દઉં." તો તમે કે, "ભલે, મારે તો દસ ટકાવાળું ચાલશે કે આમાં તમે મને પચાસ ટકા આપો તો લેવું છે, નહિતર મારે આય નથી જોતું ને પેલુંય નથી જોઈતું." તારે પેલો કે કે, "હારું, તારે વીસ ટકામાં આપું છું કે આ લઈ જાવ તમે." અને નહીં તો પાછી કે, "બેન, ફિક્સ રેટ છે અમારે પોલિસી." એને ના આપવું હોય તો શું કરે? "ફિક્સ રેટ છે અમારું." તો કે, "તમારે જો લઈ જાવ ન તો ભલે પડી ગયા છે કશો વાંધો નહીં." એ સમજી જાય કે આ લઈ જ જવાના છે તારે ફિક્સ રેટની પોલિસી આવે. તો આ દરેકનો દ્રષ્ટા હું છું અને સાક્ષી છું. એવા પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું.

પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પછી આમ જેવું આમ કરશો ને એટલે ત્યાં પહોંચી જશો. આને કહેવાય સ્તંભ. આમ સ્થિર થઈ જાય માણસ થોડીક વાર માટે. કેવું હશે કે અત્યારે આપણને એવું હોય પણ પછી તે વખતે એમ થશે કે આવું કેવું થાય તે વખતે? ઓહો, આવું! એમ ભક્તિ દર વખતે એવું થયા કરે આપણને કે મારું આવું સ્વરૂપ છે. નિત નવું લાગે એનું એ હોવા છતાય, કારણ કે એ તો નિત્ય છે. તોય આમ આવું એવું સરસ થઈ જાય કે ના પૂછવા દે.

સંકલ્પ અને વિકલ્પ એ મનના ધર્મો છે. આ મન હોય ને આમ બેઠું એ પેલું સતત ચાલ્યા કરતું હોય ને, "આ લઉં, આ લઉં, પેલું લઉં, આમ કરું, આમ કરું કે આમ કરું, અહીં જવું, ત્યાં જવું, આમ શું કરું ને શું ના કરું." બધું ચાલ્યા જ કરતું હોય. એ બધું મનમાં ચાલતું હોય છે. અને ચોઈસની વાત આવે ને તો બુદ્ધિ બતાડે તમને પાછું. એ એ બધા ઓપ્શનો હોય એની અંદર કે આ એમ તો ક્યાંક ઠેરાવ આવે એટલે સમજી જવાનું કે આ બુદ્ધિબેન દોડ્યા છે આપણી આગળ, આપણને લઈ જાય છે બરાબર લપેટ. શું તે વખતે આપણને ખબર પડવી જોઈએ કે આ હેડી બુદ્ધિ આપણું શું? એ મારા વિશે નથી એટલે કે મારામાં નથી. હું તેનાથી રહિત એવો નિર્વિકલ્પ સ્વરૂપ છું. હું નિર્વિકલ્પ છું. બસ, આપણને ખબર હોવી જોઈએ.

આ લોક અને પરલોકમાં ગમનાગમન મારા વિશે નથી. શું કીધું? વાસ્તવમાં કોઈ લોક નથી, કોઈ અલોક નથી. જે કંઈ છે એ બધું કેવળ બ્રહ્મ જ છે. પણ માણસ કલ્પનાએ કરીને તમને એમ કહું ને કે પેરિસ. હવે તમે ગયા છો કોઈ દાડા? તમારા મગજમાં પેરિસ ઊભું થઈ ગયું ને દેખાવા માંડ્યું ને આમ કેવું દેખાય? બધે અમુક ચિત્રો, અમુક આમ તેમ બધું ભેગું કરીને જે ઊભું થયું છે ને એ પેરિસ. હવે તમે એ પેરિસની મુલાકાતે જતા હો છો. વાસ્તવમાં પેલું જે છે એ તો સ્થૂળ કરણ પછી થયું હોય છે. બધાનું ભેગું કરીને બનાયેલું છે એવા પ્રકારનું. તો બધાય ભેગા થઈને પ્રોજેક્ટ કર્યું છે એવું એ શહેર બન્યું છે. પણ તમે આવી રીતના એને બનાવ્યું. તો જેવી રીતે તમે પેરિસ બનાવ્યું કે ન્યુયોર્ક બનાવ્યું છે, એવી રીતે તમે સ્વર્ગ બનાવો છો તમારું. એવી રીતે તમારું નરક પણ તમે જાતે જાતે બનાવો છો.

જે બનાવવું એ બનાવો. બોલો, તમને આટલો બધી સ્વતંત્રતા આપેલી છે ને? હવે પછી તમે દુરુપયોગ કરી બેસો તો શું થઈ જાય? નર્ક બની જાય ને બધું? અને પાછું બનાયું તમારે તો પછી હવે વસવા તો જવું પડશે ને? કો કે ત્યાં આગળ તો કોઈ.

બીજો તો એમાં ફિટ થવાનો નથી. તમને જવું પડશે ત્યાં આગળ. તો આપણે અહીંયા ડિક્લેર કરી દીધું કે આ કોઈ લોક જ નથી અને હું જ નથી. આ બધું શું? એટલે આ મારા નથી, હું નથી ને મારામાં નથી. કોઈ લોક નથી ને કોઈ પરલોક નથી. શું સમજાવ્યું? કોઈ લોક નથી ને કોઈ પરલોક નથી. આત્માની ભ્રાંતિ ગઈ આપણી. કારણ કે કોઈ પુણ્ય નથી ને પાપ નથી, તો મારે ક્યાંય જઈને કશું ભોગવવાનું હોતું નથી. પુણ્ય અને પાપ બંને દાદાએ શું કહ્યું હતું? "એ ભ્રાંતિ છે." તો આ લોક અને પરલોકની પણ બધી શું છે? નરી ભ્રાંતિ છે. તો તમારે ક્યાંય જવાનું નથી.

પછી પાછું આ કોઈક વાર કહેતી હોય કે "વો તો બોલ રહા થા કે ઉધર એક સ્વર્ગલોક મેં જાને કા હોતા હૈ, વિષ્ણુ ભગવાન વહાં હોતા હૈ." તો તે વખતે "હા હા, મેને ભી સુના હૈ, વહાં પર વો એક સાપ હોતા હૈ" એવી રીતના કરીને તમારે ટાપસી નહીં પૂરવાની. તે વખતે નહીં તો ફાટીયા આગળ જવું પડે અને ત્યાં વાસ્તવમાં વિષ્ણુય મળે ને સાપેય મળે ને બધુંય મળે. પાછું બધું ભ્રાંતિમાં બધું ઊભું થઈ જાય જાતજાતનું. શું? પણ એ તમારા કલ્પનાના વિષ્ણુ છે, રિયલ નથી.

તો આ વસ્તુ યાદ રાખવાની છે કે હવે કોઈ જન્મ પણ નથી મારો, કોઈ મૃત્યુ પણ નથી મારું; કારણ કે હું આત્મા છું. કોઈ કર્મ મારું નથી, કોઈ ભોગવટો મારો નથી. આ લોક મારો નથી ને પરલોકે મારો નથી ને કોઈ લોક મારો નથી. બધું જે કાંઈ છે તે હું છું, અહીંયા જ છું અને અત્યારે જ છું. બસ, આટલું આપણને અહીંયા ફિટ હોવું જોઈએ.

એટલે સંકલ્પ-વિકલ્પ નથી. આ લોક અને પરલોક નથી, તો પછી ગમન-આગમન કશું છે જ નહીં. એટલે હું દરેકનો દ્રષ્ટા છું. તો જે કાંઈ છે તે બધું 'ઓલ એટ અ ટાઈમ' હું જાણું જ છું. દ્રષ્ટા રૂપે થયો એટલે એ બે રીતના છું. તો સાક્ષી છું, એવા પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું. સાત્વિક, રાજસિક, તામસિક – આ બધા ત્રણ ગુણો છે, તે બધાય મારામાં નથી. આત્મા ના પાડી દે. એટલે મારામાં આ બધું કંઈ છે નહીં. એટલે સાત તત્વિક ગુણ એ સત નથી. સમજાયું ને? એટલા માટે એનાથી ઉપર જવાનું છે. સત્ય એક જ છે, "હું છું" એ સત્ય છે. બસ, બાકી કશું સત્ય નથી એમ.

બંધન અને મોક્ષ પણ મારામાં નથી, એ સૂક્ષ્મ દેહના છે. સમજાયું? તો કોઈપણ બંધન ને મોક્ષની વાત જે કંઈ આખી બધી ચાલે છે, તે બધી ક્યાં સુધી ચાલે છે? સૂક્ષ્મ દેહ છે ત્યાં સુધી ચાલે છે. આપણે કહીએ છીએ, "હું સૂક્ષ્મ દેહ જ નથી, હું તો એને જોઉં છું ને જાણું છું." એટલે હવે આપણને બંધનય નથી અને મોક્ષ બી નથી. એટલે કે નિત્ય મુક્ત છું. તો હું તો મોક્ષમાં જ છું, ભાઈ! મારે કોઈ દિવસ આમ કોઈ ચોક્કસ ઘડી, પળ, કેલેન્ડર લઈને તારીખે આમ કંઈ જવાનું છે એવું કશું છે જ નહીં એમ. પૂરું થઈ ગયું ત્યાં આગળ. એ બધું કારણ શરીરને હોય. કારણ હોય એનો મોક્ષ થવો જોઈએ. એ કારણ જ નથી. તો પછી એનો કોઈનો મોક્ષ કરવાનો છે? એ એમને થાય છે.

મારું સ્વરૂપ એ બંનેથી પર છે, નિર્વિકારી છે, અચ્યુત છે, ચ્યુત ના થાય. નક્કી કરેલું છે, "હું આત્મા છું." એમાંથી હાલે કેમ નહીં? આત્માને કોઈ હલાવી શકતું નથી, કોઈ એવી શક્તિ નથી, કશું નથી. હવે એક વખત તમે કહી દીધું કે "હું અચ્યુત છું" એટલે પૂરું થઈ ગયું કે તમે સ્વયં જાતને કહી દીધું કે "હું અચ્યુત છું" અને બસ પછી હાલવાનું નહીં, પૂરું થઈ ગયું. તો કૂટસ્થ છે. કૂટસ્થ એટલે અંદર. બસ, આ અંદર તમને એક અનુભવ હોય જ કે "હું આ છું." પણ આ પ્રતિબિંબ રૂપે છે. તમે બિંબ રૂપે જો જાણશો એને ત્યારે પૂરું થશે. એવા જ્ઞાન રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું.

પછી આગળ કહે છે: "અન્નમય કોષ હું નથી." એ સ્થૂળ દેહનું રૂપ છે. હું એને જાણવાવાળો છું, ન્યારો દ્રષ્ટા છું, સાક્ષી છું અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પ્રાણમય કોષ પણ હું નથી. માત કોષ હું નથી. પાંચ પ્રાણ: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે જડ છે. શું છે? પ્રાણ છે એ કેવા જડ છે? પ્રાણમાં ચૈતન્ય નથી. ચૈતન્યનો એક સ્પર્શ આવે છે ખાલી, બસ. અને એ પણ પેલા હોવાના કારણે, કોના? આત્માના કારણે. તો પાંચે પાંચ પ્રાણ છે એ કેવા છે? જડ છે. હું એને જાણવાવાળો ચૈતન્ય સ્વરૂપે જુદો છું. આ પ્રાણમય કોષ હું નથી ને મારો નથી. તે સૂક્ષ્મ દેહ રૂપ છે. હું તેને જાણવાવાળો દ્રષ્ટા, સાક્ષી રૂપે છું. એવા સચ્ચિદાનંદ રૂપે હું છું.

મનોમય કોષ પણ હું નથી. મન વિકારી છે. હું એને જાણવાવાળો નિર્વિકારી છું. "મારું મન બગડ્યું, મારું મન સુધર્યું" – કોને ખબર પડી ગઈ? મને ખબર પડી. તો હું આ બેથી જુદો હોઉં તો જ મને એ દેખાય, નહીં તો દેખાય નહીં. એટલા માટે હું દ્રષ્ટા, સાક્ષી છું. એ જ રીતે વિજ્ઞાનમય કોષ પણ હું નથી. એ બુદ્ધિના ધર્મ છે. બુદ્ધિ વિનાશી છે, હું તો અવિનાશી છું. એને જાણવાવાળો દ્રષ્ટા, સાક્ષી, સચ્ચિદાનંદ રૂપે હું છું.

એવી રીતે આનંદમય કોષ પણ હું નથી. પ્રિય, મોદ, પ્રમોદ વૃત્તિથી થતો આનંદ હું નથી; કારણ કે એ આનંદ કેવો છે? ક્ષણિક આનંદ છે. આપણે આમ લીવર ખેંચ્યું અને અહીંયા આમ સો આવ્યા એટલે આપણે આમ રાજી થઈ ગયા. પણ લીવર પાછું ત્યાં જતું રહ્યું, સ્ક્રીન બદલાઈ ગયો એટલે આનંદ પૂરો આપણો. સમજાયું? પેલી રમત હોય છે ને, પત્તી એવી વિડીયો ગેમ ટાઈપની. એટલે એટલો ક્ષણિક આનંદ. અચ્છા, તમે રમ્યા તો રમ્યાનો આનંદ અને એમાં જો ગુમાવ્યા તો પતી ગયું. હારી ગયા તો પાછો પછી આનંદનો વિષાદ થઈ જાય. "સાલું, આ વખત તો હારી ગયો, તો પાંચ ગોલ બી ના થયા મારાથી" કે! એટલે ઉપાધિવાળો આનંદ લાગે છે, બોલો! એવો આનંદ છે આ બધો. આનંદ કેવો છે? ઉપાધિવાળો આનંદ છે. તમને ઉપાધિ જ આપ્યા કરે. શું? તો એવો આનંદ હું નથી, કહે છે. હું નિરૂપાધિક આનંદ છું. આમાં કોઈપણ પ્રકારની ઉપાધિ હોતી નથી.

એટલે કીધું નિરાકુલતા. દાદાએ બહુ સુંદર શબ્દ વાપર્યો હતો, બહુ સુંદર હતો નિરાકુલતાનો શબ્દ. એવા નિરૂપાધિક, નિરતિશય આનંદ સ્વરૂપે હું છું. હવે કર્તા-ભોક્તાપણાની ભ્રાંતિ મારામાં...

નથી બોલો, કરતા ભોગતાપણાની ભ્રાંતિ મારામાં નથી. તે ધર્મ અંતઃકરણનો છે એટલે હું એને જાણું છું, દ્રષ્ટા છું, અકર્તા છું, અક્રિય છું. એવા દ્રષ્ટા, સાક્ષી, અકર્તા, અભોક્તા, અક્રિય, સચ્ચિદાનંદ સ્વરૂપે હું છું. આ સવિકલ્પ સમાધિ છે. દ્રશ્યાન એટલે દ્રશ્યનો બાદ કરો છો કે આ જે બધું દેખાય છે, આમ આમ બહાર છે, બહાર છે, બહાર છે, એ બધું હું નથી, હું નથી, હું નથી. એમ કરીએ આપણે તો કેટલી ચીજો આપણે કહી દીધી?

હવે કહે છે આગળ, "ત્રિગુણાતીત." આ જો કહે છે, "સંગ ભ્રાંતિ પણ મારામાં નથી." એટલે હું આ ઉપાધિ જીવન ભ્રાંતિ છે. જીવનમાં આનો સંગ કરું છું, તેનો સંગ કરું છું એવી મને ભ્રાંતિ થાય છે અને હું તેનાથી મુક્ત છું કારણ કે હું અસંગ છું, સચ્ચિદાનંદ છું. ત્રિગુણાતીત, અનાદિ, વિકાર રહિત, સ્વરૂપથી અતીત એવો વસ્તુ માત્રના સ્વરૂપમાં પાછો વ્યાપ્ત છું. આ બાટલીમાં પણ આત્મા છે અને એની આરપાર નીકળી રહ્યો છે અને પાછો અહીં મારા સુધીને પહોંચે છે અને તહીં સુધીને જાય છે એવો અનાદિ, અનંત જેને કહેવાય એવો વ્યાપક આત્મા હું છું.

એવો આત્મા છું એમ કીધું તો દેશકાળ વસ્તુ, જો દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહિત, એને કોઈ ટુકડા ના થાય આત્માના, એવો વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા હું. કારણ કે મેં એમ કીધું કે હું અનંત છું, પછી મેં કીધું હું વ્યાપક છું અને પછી મેં એમ કીધું કે હું અખંડ છું અને પછી મેં મારા સ્વરૂપને એવું જાણ્યું, સચ્ચિદાનંદ. બસ, તો કેવું થઈ જઈશ આત્મા? સીધો જ ત્યાં આગળ બીજું કશું નહીં એમ. બસ, એટલે વારેવારે આપણે આમ ત્યાં આત્મામાં જવાનું, જવાનું એટલે ખાલી આપણે શબ્દથી બોલીએ છીએ કે આપણી સ્થિતિ આ છે એમ. આપણે અનુભવ આવવાનો છે.

તો પૂર્ણ સ્વતંત્ર, જો કેવો પૂર્ણ સ્વતંત્ર છે એટલે કોઈપણ કન્ડિશન એપ્લાય થતી નથી આત્મા ઉપર. પ્રકૃતિની કોઈપણ કન્ડિશન એપ્લાય થતી નથી એવો આત્મા. એટલા માટે એને પરમ આત્મા કહેવાય છે કે પરમાત્મા કહીએ છીએ આપણે. એટલા માટે અમર્યાદિત, એને કોઈ મર્યાદા નથી અને અપરિણામિત્વ એટલે એનું કશું બીજું પરિણામ પામી શકે નહીં. દૂધનું દહીં થાય પણ આત્માનું કશું થાય? તો કે કંઈ ના થાય. યાદ રાખો, આત્મા છે તો કે સડે નહીં, ગંધે. આત્મા કઈ સફરજન થોડું છે કે સડી જાય? આપણે એમ કહેવાનું. તો કે આત્મા રોટલી થોડો છે કે તાવ આવે? એમ બોલવાનું આપણે. એટલે શું છે? અંદર પાવર જનરેટ થશે, ફર્સ્ટ ક્લાસ મજાનો આમ ટોપ ક્વોલિટીનો પાવર આવે.

અને ખરી મજાની વાત તો એવી થાય કે પેલી અસંગતા પેદા થશે. અસંગતા કેમની ખબર છે? લોકો ભડકેને ભાગી જશે. નાહો કે કે આ તો કેવું બોલે છે કે બહુ ખતરનાક. તો હાલો કે સફરજન થોડો છે કે સડી જાય એમ બોલવાનું. આવો કેવો હાવ ટામેટા જેવો થોડો છે તું? તું આવો પિચકાઈ જાય છે. હું તો આત્મા છું. અપરિણામિત્વ, કેવો શબ્દ વાપર્યો છે! હા, એ પરિણામ સ્વરૂપ જ છે, અલ્ટીમેટ ફાઇનલ. એનું બીજું કશું હોતું જ નથી. કોઈ અને દરેક કાળે પાછો એ એવોને એવો. એમ નહીં કે ઘડીકમાં હવારે આવો દેખાશે, બપોર આવો દેખાય છે. સુરત જે હોય કે હા, સવારે સોનેરી દેખાય ને બપોર એકદમ પીળો દેખાય ને હાજે શ્યામ થ. એવું કંઈ નહીં. એટલે એનામાં કળા બી નથી. આત્મામાં શું એમ કીધું? બિંદુ, નાદ અને કલાતીતમ એટલા માટે બોલ્યા હતા. બરાબર?

ત્યારે કીધું, "ત્રિગુણાતીત છું, અનાદિ, વિકાર રહિત, સ્વરૂપાતીત, વસ્તુ માત્રના સ્વરૂપમાં વ્યાપ્ત એવો દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહિત એવો વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા હું છું. હું પૂર્ણ છું, સ્વતંત્ર છું, અમર્યાદિત છું, અપરિણામિત્વ છું." પછી, "અદ્રશ્ય છું." તો બધા આમ કરીને આમ જુએ છે તે શું છે બધું? પછી એ ભ્રાંતિ છે. પણ જો કોકને તમે ભૂલેચૂકે કહેશો ત્યાં આગળ જઈને તો પછી એક્સેપ્ટ નહીં કરે તમને. એટલે થોડું હેન્ડલ વિથ કેર પાછું. એમને ગોબો પડી જશે નહિતર. એટલે ધ્યાન રાખવાનું આપણે.

તો આત્મા કેવો છે? અદ્રશ્ય એટલે દ્રશ્યમાં છે જ નહીં આત્મા. જે દ્રશ્ય છે તે ઊભું થયેલું છે. આ ચામડી અને આ ઊભું થયેલું છે, બરાબર? તો આ દ્રશ્ય છે પણ આ કંઈ દ્રશ્ય નથી. તમે આમ કરીને હું આમ કરીશ તો તમે ચામડી નહીં જુઓ. તમે તો આ જ જોશો કે આ બરાબર છે આ. એવી રીતે તમે આ બધી વસ્તુ જો જો કરો છો પણ આત્મા જોતા નથી જે ત્યાં મોજુદ છે અને આ બધામાં છે છતાં પણ એ જ દેખાતો. આ તો કેવી અજબ જેવી વાત છે! એટલે વિચાર કરવાનો એનાથી. તો એ એનાથી પ્રગટ થાય છે પાછો. એટલે પ્રગટ થાય એટલે છે તો ખરો પણ તમને અનુભવ આવવાનો શરૂ થાય તેની કિંમત છે ને? આપણે તો અનુભવ કરવો છે બાકી કશું બધી વાતો છે બધી. નહીં તો પછી તો મારે તો એ અનુભવમાં નિરંતર રહેવું છે.

એટલે "અકથનીય છું." તો બોલ બોલ કરવાથી અનંત કાળ સુધી પણ આત્મા પ્રગટ થતો તો નથી. "અવર્ણનીય છું." એનું વર્ણન કર્યા જ કરું, કર્યા જ કરું તો પણ એનો મિશપારન નયાતી. પેલું કહે છે ને શારદા સર્વકાલમ વાળો એક મંત્ર છે. આ યાદ આવે એટલે કહું. અને કેવો છું? તો કે "અલખ છું." એટલે મારું કોઈ લક્ષ્ય અનુસંધાન કરી શકે એવું નથી. આમ કરીને આમ પેલો શૂટિંગ કરતો હોય તો ટાર્ગેટ આમ કરે ને લક્ષ્ય ઉપર. એવી રીતે આત્માને તમે કઈ આમ પકડી ના શકો કે એનું કોઈ લક્ષ્ય નથી. એમ છતાં પણ હું અને કેવો પાછો "નિરંજન છું." કોઈપણ પ્રકારની ઉપાધિ વગરનો આનંદ રૂપ છું એવો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે પણ કેવી? દ્રશ્યાનુબધ. એટલે કે આ દ્રશ્ય જગત જે કાંઈ છે તે નથી હું. તેને જાણું છું, હું તેમાં નથી અને તે મારાથી જુદું છે.

એ શરૂઆત આપણે કરવાની. એટલે કીધું કે સાધક શરૂઆત જ્યારે કરે ત્યારે કહેવું પડે એને કે આ જો આ નથી હું, તે નથી હું, આ નથી હું એમ બોલવાનું. એટલે આપણે શરૂઆત કરી હતી ને કે હું નથી આ દેહ, નથી આ દેહ.

નથી, એટલે મને સુખ પણ નથી, દુઃખ પણ નથી, કર્મ પણ નથી, ક્રિયા નથી, ભોગવટો નથી, આવાગમન નથી. તો લોક-પરલોક નથી, પુણ્ય-પાપ પણ નથી. હવે દેહ જે છે તે શેના આધારે ઊભો થાય છે? તો કે મન થાય છે, એના આધારે દેહ ઊભો થયો. તો કીધું કે, "હું મન જ નથી, કારણ કે મારામાં સંકલ્પ જ નથી, મારામાં કોઈ વિકલ્પ પણ નથી. હું તો સત્ય સંકલ્પી છું." સત્ય સંકલ્પી એટલે બસ એક જ સત્ય જે હું છું એટલી જ વાત, બીજું કાંઈ નહીં. તો એવો હું છું, એટલા માટે આ મન પણ હું નથી. હવે સંકલ્પ અને વિકલ્પ નથી, તો પછી કોઈ ભાવ-અભાવ નથી, એટલે કોઈ વૃત્તિ નથી. વૃત્તિ ના હોવાના કારણે કશું વસ્તુ નથી, તો વાસના પણ હું નથી. હવે વાસનાઓ ના હોય તો પછી કોઈ તનમાત્રાઓ રહેતી નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કશુંની જરૂર પડતી નથી આપણને. એટલે સૂક્ષ્મ દેહનું બંધારણ જ આપણે આખું કાઢી નાખ્યું.

એ જેનાથી બને છે, એ આટલાથી બને છે, એમાં આપણને ખબર પડી ગઈ. હવે આ હું નથી, એમાં આપણે ડિક્લેર કરી દીધું. આ નથી થવાનું, એટલે હવે બનવાનું બંધ થઈ ગયું. તો કે, "હું તો એને જાણું છું, હું એને જોઉં છું. આ બધું અનિત્ય છે અને હું નિત્ય છું, અવિનાશી છું અને આ બધું વિનાશી છે." બસ, એટલે એવી વાત કરી.

"હું મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી." જો, અંતઃકરણ છે ને, એના ચાર ઘટકો કીધા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ક્યારેક એક જ છે અને ક્યારેક આ ચાર અલગ અલગ પ્રક્રિયાની અંદર બનતા હોય છે તેવા છે. "કાન નથી, જીભ નથી, નાક નથી, આંખો નથી, આકાશ અને પૃથ્વી નથી, તેજ નથી, વાયુ નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ હું છું. હું પાંચ પ્રાણ નથી, જળ નથી, મારે પાંચ વાયુઓ નથી, સાત ધાતુઓ નથી, પાંચ કોષ નથી. પાંચ કોષ હું નથી, હાથ-પગ હું નથી, શિશ્ન-ગુદા પણ હું નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ છું, શિવ છું. મારે રાગ-દ્વેષ નથી, મારે લોભ નથી, મોહ નથી, મદ નથી, મત્સરપણાનું અભિમાન નથી. મારે ધર્મ નથી, અર્થ નથી, કામ નથી, મોક્ષ નથી, કારણ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ છું, શિવ છું. મારે પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી." એની એ જ વસ્તુ અલગ અલગ રીતે તમને સમજાવું છું.

"મંત્ર નથી, તીર્થ નથી. મંત્ર પણ હું નથી, તીર્થ પણ હું નથી, વેદો નથી." જો, શું કીધું? "વેદો નથી, યજ્ઞ નથી. હું ભોગ અને ભોગવવાનો કોઈ પદાર્થ પણ નથી અને ભોગવનારો પણ હું નથી. હું તો ચિદાનંદ રૂપ શિવ છું, શિવ છું. મને મૃત્યુ નથી, મારે જાતિનો ભેદ નથી, મારે પિતા નથી, માતા નથી, જન્મ નથી, બંધુ નથી, સગુને વાલું નથી, મિત્ર નથી, ગુરુ નથી, શિષ્ય પણ નથી. કેવળ બધે ચિદાકાશ રૂપ શિવ છું, શિવ છું."

હવે કહે છે, "હું કોણ છું? હું નિર્વિકલ્પ છું, કોઈ બીજો વિકલ્પ જ નથી. હું નિરાકાર છું અને વ્યાપક છું. આકાશની પેઠે સર્વ ઇન્દ્રિયોમાં વ્યાપી રહેલો છું." ફક્ત ઇન્દ્રિયોમાં નહીં, સર્વવ્યાપી રહેલો છું, થોડુંક વધારે સુધારીને આપણે સમજવાનું હંમેશા. "હું સર્વમાં સમાન ભાવથી રહું છું. તુલા-મુલા મારામાં હોતા નથી, એટલે મારે મોક્ષ નથી અને બંધન પણ નથી. હું તો સચ્ચિદાનંદ રૂપ શિવ છું, શિવ છું. જેનાથી કાળ અને મૃત્યુ પણ અત્યંત ડરે છે, જેનાથી ચિત્ત, બુદ્ધિ તથા ઇન્દ્રિયોનો વિલાસ થાય છે અને જેનાથી વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર અને ચંદ્ર વગેરે નામોનો પ્રકાશ થાય છે, તે હું જ છું. પણ હું કેવો છું? તો આકાશની પેઠે સર્વવ્યાપી, શાંત સ્વરૂપ, પરમ જ્યોતિરૂપ, આકાર રહિત, સર્વ કરતાં શ્રેષ્ઠ અને આદિ-અંત રહિત, સર્વથી પર અને શંકર નામે જે અંતઃકરણમાં જણાય છે, તે જ હું છું, તે જ હું છું." આ વાત કરી.

તો કે, "એ સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, તે જ હું છું." શબ્દાનુવિદ્ધ સમજ દી કહે છે.

હવે જો, આના વડે તત્વની વધારે નજીક જવાનું છે. પહેલા આપણે આ બધું સ્થૂળ સ્થૂળ જે કાંઈ હતું ને, તે બધું એમાંથી આપણે એમ કીધું કે, "હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું એનાથી જુદો છું." હવે કેવો છે? તો કહે છે કે, "શરીરની અંદર હૃદય રૂપી ગુફામાં એક અજન્મા નિત્ય રહેલો છે, જેનું શરીર પૃથ્વી છે, જે પૃથ્વીની અંદર રહે છે, છતાં પૃથ્વી એને જાણતી નથી, તે પરમ તત્વ હું છું." હું કોણ છું? પરમ તત્વ છે, આ બધાથી આમ તરત અલગ પડી ગયેલું. પછી આગળ જો, "પૃથ્વી તત્વ હું નથી," એમ આને અહીંયા કીધું. "જળ જેનું શરીર છે, આ પાણી જેનું શરીર છે, જળની અંદર છે, ઓતપ્રોત છે, બરાબર આટલા જ અને છતાં જળ એને જાણતું નથી. જળમાં એ જાણપણું નથી, પણ આ જળ છે એવું જે જાણે છે, તે હું છું." તેજ જેનું શરીર છે, તે તેજની અંદર એ રહેલો છે, તે તેજ એને જાણતું નથી, તે પરમ તત્વ હું છું.

સાવ અજાણ્યો માણસ આવીને બેસી ગયો હોય, "કોણ છે?" તો કે, "એક માણસ બેઠો છે રૂમની અંદર." એમ જ કહે ને? તો બહાર જાય પાછો, એવા કોક પૂછે કે, "અંદર કોણ છે?" તો કે, "અંદર એક માણસ છે, પણ હું એને જાણતો નથી." એમ એવી રીતના આ બધું થયેલું છે કે આટલું બધું સ્થૂળ સમજાયું.

"વાયુ, વાયુની અંદર જે રહેશે, છતાં જેને વાયુ જાણતો નથી, તે પરમ તત્વ હું છું." વાયુ પણ એને જાણી શકતો નથી. "આકાશ જેનું શરીર છે, આકાશની અંદર જે રહે છે, છતાં આકાશ તેને જાણતું નથી, તે પરમ તત્વ હું છું." આકાશ પણ જાણતું નથી એને, એટલું બધું સૂક્ષ્મ છે કે, "હું એ હું છું." એમ. "મન જેનું શરીર છે અને મનની અંદર એ રહે છે, છતાં જેને મન પણ જાણતું નથી, તે પરમ તત્વ હું છું." અત્યારે આપણે આમ ગૂંચવાડો કેમ છે કે મન એને જાણી નથી શકતું, એટલા માટે આપણે આમ થોડું આ હશે કે આ હશે, આ હશે, કારણ કે શંકા અને કુશંકા એ મનનો ધર્મ છે. આવું હશે કે આવું હશે. "બુદ્ધિ જેનું શરીર છે, બુદ્ધિની અંદર રહે છે અને છતાંય બુદ્ધિ એને જાણતી નથી." બુદ્ધિ બતાડી નથી શકતી કે આ રહ્યો આત્મા. સમજાયું? બુદ્ધિ ના બતાવી, સમજણ આપશે. ત્યાર પછી આગળ આવશે. "અહંકાર જેનું શરીર છે, અહંકારની અંદર એ રહે છે, છતાં અહંકાર એને જાણતો નથી, તે પરમ તત્વ હું છું.

ચિત્ત જેનું શરીર છે, ચિત્તની અંદર જે રહે છે, છતાં ચિત્ત..."

એને જાણતું નથી તે પરમ તત્ત્વ હું. હવે આગળ, અક્ષર 'ૐ' એ જેનું શરીર છે, અક્ષરની અંદર એ મોજૂદ છે, રહેલો છે, છતાંય જેને અક્ષર જાણતો નથી. જો અક્ષર પણ એને જાણતો નથી, કોઈ બાકાત નથી. પણ જે પેલો અવધૂત હોય તો કે, "તારે જે કરવું હોય એ કરને ભાઈ! આ તું કરે છે એ જ તારી ભ્રાંતિ છે." જ્ઞાની પાસે જાશો તો એ એવું કહેશે, અવધૂત પાસે જશો તો એ આવું કહેશે. તારે સમજવાનું કે આ જ્ઞાની પુરુષ કે આને તો વાંધો જ નથી. તમે એમ કહો કે, "મહારાજ, હું તો પેલું પિક્ચર જોવા જાઉં છું." તો કે, "તારે જે કરવું હોય એ કર. એનાથી તું આત્મા થોડો મટી ગયો છે? તે કંઈક કર્યું કે તે કંઈક ના કર્યું, એનાથી તું આત્મા થોડો મટી ગયો છે?" તમને એવું જ્ઞાન આપનારો જોઈશે તે મહાજ્ઞાની. અને એવું જ્ઞાન આપે ને એને પકડી લેવો, પછી એને છોડવો નહીં કે જ્યાં સુધી પૂરેપૂરું ના થાય ત્યાં સુધીને કે, "બસ, આ અને આના શબ્દો હું પકડી રાખીશ." એવી રીતના કરતાં કરતાં પહોંચી જવાય એમ.

એટલે એવો અવધૂત હોય, સચ્ચિદાનંદમાં હોય, કાયમ છો. એ કોઈને બાંધે નહીં, કોઈને રોકે નહીં. "ચાર વાગ્યે આવજે." એટલે ચાર વાગ્યે, ચાર ને પાંચ થઈ ગયા તો, "કેમ મોડા આવ્યા?" આવું કોઈ દાડો જ્ઞાની ના કહે. સમજાય? એને આગ્રહ ના હોય. જ્ઞાની છે એ જાણે જ છે કે ભાઈ, સંજોગ છે, કઈ વખતે મોડું બી થાય. "કાલે કેમ ના આવ્યો? આજે કેમ આવ્યો?" હવે આનોય વાંધો પડતો હોય છે લોકોને. તો એવું બધું જ્ઞાનીઓને હોતું નથી. વિજ્ઞાની છે એ તો બેઠો છે, એને બધું જાણે છે, કશું નહીં. એટલે આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, બધું જે કહે છે ને એ બધું કશું હોતું નથી. એ આવી રીતે.

હ તો ત્યાં સુધીને કહી દીધું કે અક્ષર જેનું શરીર છે, અક્ષર એને જાણતો નથી. પણ જે અક્ષરને જાણે છે તે. એટલે એ ઓમકારને જાણે છે, ઓમકાર એને જાણતો નથી એમ કહે છે. "હે પરમ તત્ત્વ હું છું." આ છેલ્લી વાત કરું છું, બહાર બહુ ચર્ચા નહીં એની. હવે કહે છે, મૃત્યુ જેનું શરીર છે, મૃત્યુની અંદર રહે છે. એટલે મૃત્યુને પણ એ જાણે છે આખું કે આમ આખું થઈને આ સૂક્ષ્મ દેહનો મૃત્યુનો અનુભવિક આખો જે પૂરો થાય તેને પણ એ જાણતો હોય છે એ સમયે. અને છતાં મૃત્યુ એને જાણી શકતું નથી તે પરમ તત્ત્વ હું છું. તે જ આ સર્વ ભૂતોનો અંતરાત્મા છે. તે જ એટલે પેલું અહીંયા પ્રકાશની વાત નથી કરતા. "તે તત્ત્વમસિ." તે જ એ સર્વભૂતોનો અંતરાત્મા છે. પાંચે પાંચ ભૂતો છે તે બધાયને એ જાણે છે, પણ એ તત્ત્વો એને જાણી શકતા નથી, એ ભૂતો એને જાણી શકતા નથી. આ અંતરાત્માના સર્વે પાપો નાશ પામ્યા.

જે આવું તમે જાણી લો ને એટલે તમે એનાથી મુક્ત થઈ ગયા. મુક્ત થાય એટલે શું? કે એને જે કંઈ લાગેલું હતું, બધું ચાર્જિંગ થયેલું તે બધું કેવું ખરી પડે? ડિસ્ચાર્જ થઈ જાય છે. એટલા માટે કીધું કે અંતરાત્માના પાપો નાશ પામ્યા છે. તમે જેવું આત્માનું આમ કરો ને અનુસંધાન એટલે ફળ દઈને પડવા માટે ધડ ધડ ધડ ધડ કરીને જેટલું ચાર્જ હોય ને એ બધું ઓટોમેટિક ડિસ્ચાર્જ થઈ જાય. વગર કોઈ જન્મ લીધે, વગર કશે ગયે. સમજ્યા? પેરિસે પડી જાય ને ન્યુયોર્કે પડી જાય. "હું આત્મા જઉં." તો કે, "બસ, હવે કશો વાંધો તારે નહીં જવાનું." સમજ્યા? અને આમ જોવા જાય તો અનંત રૂપે તો એ અહીંથી ત્યાં સુધીને છે જ. તો પેરિસને ન્યુયોર્ક સુધી પછી એને અલગથી જવાની જરૂર નથી પડતી. એવી રીતે એવા એ દિવ્યદેવ નારાયણ છે. એવા નારાયણ રૂપી શરીરની અંદર હૃદયરૂપી ગુફામાં રહેનારો એ અજન્મ હું છું.

હું આત્મા અદૃશ્ય બ્રહ્મ પોતે મનોમય, પ્રાણમય, બહુરૂપ, સત્ય સંકલ્પ અને આત્મા એમ પાંચ પ્રકારે વિભક્ત થવું. અને પછી સર્વ દેવોના હૃદય આકાશની અંદર પણ હું જ રહેલો છું. તો બોલો, આ દેવો છે એ તો બધા બોડી છે. એ બોડીની અંદર પાછો એ જ રહેલો છે. અને એને દેવો જાણતા નથી, પણ એ બધા દેવોને જાણે છે. સમજાયું? એટલે આ તો આખી જુદી વાત થઈ ગઈ ને બિલકુલ. એટલે એવો સમર્થ દેવ હું છું. હું સર્વશક્તિમાન છું. હું માયાવી કોઈપણ જડ-ચેતન વસ્તુ, સર્વ કંઈ સાધન સામગ્રીની અપેક્ષા વિના સ્વતંત્ર રીતે સંકલ્પ માત્રથી ઉત્પન્ન કરી શકું છું. એટલે કંઈ પણ કરવા માટે મારે કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી. દ્રવ્ય ક્ષણ માત્રમાં સંકલ્પથી હું પેદા કરી દઉં છું. "આમ કરીને આમ જ, લે આ તારી સૃષ્ટિ લઈ જા." એમ કરીને વિશ્વામિત્રએ પહેલાને મોકલી દીધો હતો. એ બ્રહ્મવિદ્યા છે.

હવે એવું કોણ કરી શકે? તો કે જે બ્રહ્મને જાણે છે કે, "હું આ છું, હું આ છું." એ ક્ષણમાં પેદા કરી શકે કોઈના પણ માટે કે, "લે ભાઈ, તું આ કર." કે, "તું આ રાખ." એટલું બધું એના પાસે હોય. તો પાવાગઢ સોનાનો બનાવી આપે. "આમ કરીને આમ કે લે આ તું રાખજે." કે, "સવારથી સાંજ સુધી દોડ દોડ કર્યા કરજે." કે, "આ પડતું." તો પેલો પછી વિચારે કરે કે હવે આનું કરવું શું મારે? સાચવું કેમનો? આવડો મોટો પાવાગઢનો આટલું બધું સોનું લાવવું, કોઈ ઘરમાં સમાય નહીં. એનથી મોટું કેમનું ઘર? એવડો મોટો સંતાડવાનું ગોડાઉન કેમનું બનાવવું? પાછું કેટલી બધી ઉપાધિ થાય. કોક આપી બી દે દાખલા તરીકે કોક ઋષિ મુનિ. "કે હડું, આનો ગાંગડો ભાગે ને હું રતનપુરમાં જઈને વેચી આવું તો કઈ મારો મેળ પડે." તો એ લઈ ગયો તો કેટલું લઈ ગયો? કે આટલું. હવે એની સામે આટલું એટલું બધું છે અને તું હવે આવું બધું કરવાનું છે કે કેવીક સુલ્લકતાની વાતો થાય છે ને!

બસ, આ આપણા જીવનની વાસ્તવિકતા હોય, કરુણતા કે આપણી પાસે આટલું બધું હોવા છતાંય વાસ્તવમાં આપણે આવું કરી બેસીએ છીએ કે, "લાઈને બે તોલા કાઢી આવું, જરાક કંઈક પૈસા આવશે ને." કે, "પાંચ લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે અત્યારે." "જા." એટલે કીધું કે, "હું કંઈ પણ એક ક્ષણ માત્રમાં ઉત્પન્ન કરી દઉં છું." અને પાછું મારે જરૂર નથી કે ભાઈ, "ચપટી ભસ્મ આપજે, હું ચપટી ભસ્મ હોય એમાંથી જ આ કરી શકું." તો પાછું એ તો કન્ડિશન થઈ ગયું. તો એ બ્રહ્મવિદ્યા નથી, એ કંઈ છે.

ગારુડી વિદ્યા છે, પછી કોઈ બીજી વિદ્યાઓ છે, એ બધી બ્રહ્મવિદ્યામાં આવું કંઈ હોતું નથી. ત્યાં પણ હું છું જ, એટલા માટે હું કંઈ પણ કરી શકું. એટલે યાદ રાખવાનું, આપણે આપણી મહાનતા આટલી બધી અદભુત છે. બસ, આ જે આત્માનો આવો મહિમા છે ને, એના ગુણોને પકડવાના, એની અંદર રહેવાનું, એનામય રહેવાનું. એને આત્મમયતા કહેવાય.

"શિયાળાની ઋતુ રૂપે થઈને હું હિમ ઠંડક આપું છું. ઉનાળો થઈને પાછો હું ગરમી આપું છું. ચોમાસું થઈને અન્નને નીપજાવું છું. અતિવૃષ્ટિ કરીને પાછો સંહાર કરું છું. અનાવૃષ્ટિ કરીને દુકાળ રૂપે થઉં છું." જો, આ બધા અલગ અલગ સ્વરૂપો કીધા. "વિગ્રહ રૂપે થઈ જાઉં છું અને સંગ્રહ કરું છું. પ્લેગ, કોલેરા રૂપે થઈને લોકોના પ્રાણ પણ હું જ હરી લઉં છું." બરાબર? "તીડ, કાતરા, ઉંદર વગેરે રૂપે થઈને ખેતરોના પાકનો નાશ પણ હું જ કરું છું. એ રીતે દુષ્ટોનો સંહાર કરીને શિષ્ટોનું હું રક્ષણ કરું છું."

કોરોના... કોરોના થયો. કોરોનાને કોઈ એમ કીધું કે એ તું પરમાત્મા છે? એવી રીતના બધા કોઈ ડર્યા હતા બહુ જ એનાથી. પણ એ ક્યાં ઊભો થયો ને ક્યાં પૂરો થઈ ગયો, કોઈને કશી ખબર પડી નહીં. કેમ પેદા થયો હતો એ પણ કોઈને ખબર નથી. ક્યાં જતો રહ્યો એ પણ કોઈને ખબર નથી. એટલે કહે છે કે "હું સર્વશક્તિમાન છું. ધર્મ પાળવાવાળા નીતિવાન પુરુષોને અંતે જય આપું છું, અંતે એમનું જય આપું છું અને અધર્મ, અનીતિ કરનારાઓને અંતે શિક્ષા આપું છું. એવા ધર્મનો સ્થાપનાર હું છું. સર્વ સત્તાધીશ હું છું. સર્વજ્ઞ હું છું, બધું જ જાણું છું. અત્ર, તત્ર, સર્વત્ર હું છું. પર રૂપે હું છું. બ્રહ્મ રૂપે હું છું. પ્રભાવ રૂપે હું છું. સર્વલોકના ગુરુ રૂપે પણ હું જ છું. મારાથી મોટું કોઈ છે જ નહીં. હું જ છું એવો આત્મા હું છું. સર્વ લોકમાં હું છું અને તે રૂપે એટલે કે લોક રૂપે પણ હું જ છું."

કલ્પના કરે માણસને આમ જે બને છે તે પણ એ જ છે પાછું, કારણ કે એનાથી જુદું નથી. "સિદ્ધ રૂપે હું છું. પરમ રૂપે હું છું. સર્વ રૂપે હું છું. નિત્ય રૂપે હું છું. વિમલ રૂપે (મળ વગરનો, વિમલ એટલે શુદ્ધ) હું છું. વિજ્ઞાન રૂપે હું છું. સકલ રૂપે હું છું. શુદ્ધ રૂપે હું છું. શોકથી રહિત રૂપે હું છું. ચૈતન્ય રૂપે હું છું. સમ રૂપે હું છું." આ બધા અલગ અલગ રૂપો છે.

કહે છે, "હું માન-અપમાનથી રહિત છું. હું સગુણ છું. હું નિર્ગુણ છું. હું સગુણ અને નિર્ગુણથી પર એવો શિવરૂપ છું." દ્વૈત અને અદ્વૈતથી જો શંકર છે કે મહેશ છે એ દેહધારી છે. શિવ જે છે તે અરૂપી છે અને એને કોઈ દેહ હોતો નથી, પણ ક્ષણમાં એ દેહ ધારણ કરી શકે એવો શક્તિમાન હોવાના કારણે શિવ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે શિવ નિર્ગુણ સ્વરૂપ ગણાય છે અને શંકર એમનું જ સગુણ સ્વરૂપ છે, એવી રીતે કરીને એની પૂજા ભક્તિ કરવામાં આવે છે.

"દ્વંદ્વથી રહિત હું છું. હું પોતે જ ભાવ અને અભાવથી રહિત છું અને વાણીથી પણ રહિત છું. કાંતિ રૂપે હું છું. શૂન્ય અને અશૂન્યના પ્રભાવ રૂપે હું છું. શોભન તથા અશોભન રૂપે હું છું." તમને આ શોભા આપે છે, તમને આ શોભતું નથી, પણ એ બંને જે કંઈ છે તે હું જ છું એમ. આ જ બધું શબ્દોની વાતો છે. "તુલ્ય અને અતુલ્ય રૂપે પણ હું છું. નિત્ય, શુદ્ધ તથા સદાશિવ રૂપે હું છું. સર્વ તથા અસર્વથી રહિત રૂપે હું છું. સાત્વિક રૂપે હું છું. સદા રૂપે હું છું. એક સંખ્યાથી રહિત રૂપે હું છું. દ્વિસંખ્યાથી રહિત રૂપે પણ હું છું. સત્ અને અસત્થી પણ રહિત રૂપે હું છું. સંકલ્પથી રહિત રૂપે હું છું. આશ્રય અને અનાશ્રયથી રહિત રૂપે હું છું. શુદ્ધ બ્રહ્મ રૂપે હું છું. ચિત્ત આદિ સર્વથી રહિત રૂપે હું છું. પરમ રૂપે હું છું. પરાતપર રૂપે હું છું. વિચાર રૂપે હું છું.

અવિચાર રૂપે પણ હું જ છું. હું જ સનાતન અકાર, ઉકાર અને મકાર રૂપે હું છું. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયથી રહિત રૂપે પણ હું જ છું. સર્વપૂર્ણ રૂપે હું છું. સચ્ચિદાનંદ લક્ષણ રૂપે હું છું. સર્વ તીર્થ રૂપે, સ્વરૂપે પણ હું જ છું. પરમાત્મા તથા શિવાત્મા તથા જીવાત્મા રૂપે જે કંઈ છે, બધા આત્મા આત્મા આત્મા કરો છો, એ બધા રૂપે હું જ છું. લક્ષ અને અલક્ષથી રહિત રૂપે હું છું. ઉત્પત્તિ, સ્થિતિ ને લય રૂપે હું છું. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયથી રહિત રૂપે હું છું." આ કશું છે જ નહીં એમ.

"હું જગતરૂપ નથી." જો, શું કહી દીધું? "હું જગતરૂપ નથી. સર્વના દ્રષ્ટાંત રૂપ નેત્ર આદિથી રહિત રૂપે હું છું. એવં વૃદ્ધ, જૂનો, પુરાણો હું છું. જ્ઞાની રૂપે, પ્રસન્ન રૂપે તથા પર રૂપે પણ હું છું. સર્વ ઇન્દ્રિયોથી રહિત રૂપે, સર્વના કર્મના કરનાર રૂપે, સર્વ વેદાંત રૂપે, વેદાંતના સિદ્ધાંતેથી તૃપ્ત થયેલા રૂપે સુલભ હું છું. મુદિત અને અમુદિત રૂપે પણ હું જ છું." અનુમોદન આપે ને કોઈ આપે કે ના આપે તો પણ હું તો છું જ એમ. એ કહે છે, કોઈ મને માને કે ના માને, આપણે નથી બોલતા ઘણી વખત, "કોઈ મારું માને કે ના માને, પણ જે છે એ આ છે ભાઈ." બસ, આમ એવી રીતના એને કહી દીધું અહીં.

જો, પોતાની જાત પર આવી ગયો છે આત્મા હવે. એવું કહેવાય, "સર્વે મૌન ફળ રૂપે હું છું. ચિન્મય રૂપે હું છું. મહાન રૂપે હું છું. સ્વલ્પ રૂપે હું છું. હૃદય ગ્રંથિથી રહિત રૂપે તથા હૃદય કમળના મધ્યમાં રહેલો હું છું." પછી જાય, અસ્તિ એ જાયતે એટલે જન્મવું. અસ્તિ એટલે જન્મ્યા પછી હયાતીમાં અસ્તિત્વમાં આવવું. બધા ઘણા દાદા કે આ પેલી પેલી મેજિક લે આવે છે ને, તો લઈને આવી હોય કે આપણે ચલો મંદિર બનાવીએ, આની અંદર ભગવાન મૂકીએ, તો દાદા ના પાડે. નહીં, એને કોઈ દાળ કે આ બરાબર છે. જો, અંદર કોણ છે? ભગવાન છે. દીવો કર્યો આમ તેમ. જો, હું રસોઈ બનાવું, પ્રસાદ ધરાવીએ. દાદા બધુંય કરે ને કરવા લાગે ને બધું જોયા કરે બેઠા બેઠા. એવા મેચ્યોરિટીના લેવલે આપણે પહોંચવાનું છે બધાએ, જેમ બાળક કરે.

છે, તો આપણને તે વખતે કોઈ વિરોધ નથી. પણ એવું કોઈક મોટો માણસ કરતો લાગે છે, ત્યારે આપણે વિરોધ કરવા બેસી જઈએ છીએ. દરેક બાબતે તેની સાથે ઝઘડી બેસીએ છીએ, વિવાદ કરીએ છીએ. એમાંથી બચવાનું છે, એમ એ વૃત્તિથી બચવાનું છે. એવું કરવા પણ આવે નહીં. તે વખતે દાદા ભગવાન બની જવાનું. આવા દાદા બની જવાનું કે જે બાળકની બાજુમાં બેઠા હોય ને, "હા બેટા, બરાબર છે. બહુ સરસ દીવો કર્યો તે. અગરબત્તી કરી દે." ઉપરથી દાદા સમજાવે અને શીખવાડે કે ભાઈ, આમે કરવાનું ને તેમે કરવાનું. કેમ? તો કે એ લેવલના જીવને એની જરૂર છે. પછી એથી ઉપર આવ્યો હોય થોડો ને વધારે સમજવા માંગતો હોય, તો પછી એને એનું સમજાવવાનું. પછી એનાથી ઉપરવાળો આવ્યો હોય તો એને સમજાવવાનું.

હવે આ છેલ્લી છેલ્લી વસ્તુઓ તમે બધાય જાણો છો. કોઈકને કહેવા જશો તો કડવા આવશે અને જપીને જીવવા નહીં દે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું. "વિપરિણમતે" એટલે કે કોઈપણ વસ્તુમાં ફેરફાર થવો. હવે ફેરફાર થાય એ હું નહીં. એમ આપણે કીધું ને, "અચ્છત છું." એટલે "અપક્ષીયતે" એટલે ક્ષય પામે. તો ચંદ્રનો ક્ષય થાય છે, તો ચંદ્ર હું નથી. એમ એવી રીતે "વિનશયતિ" નાશ પામી જાય છે. એટલે કે પરિવર્તન પામે, દેખાતું નથી, અસ્તિત્વમાંથી જતું રહે છે. તો એ છ વિકારો છે બધા. શું? જન્મવું, પછી સ્થિતિ થવી, પછી વૃદ્ધિ થવી, પછી એમાં વિકાર પેદા થવો, એનો ક્ષય થવો, એનો ખતમ થઈ જવો. આ બધા વિકારો છે. એ બધા આત્મામાં હોતા નથી. આત્માને કાટ લાગે નહીં. શું? ટાટા સ્ટીલનું જેમ હોય છે ને, એવી રીતના આત્માને કાટ લાગે નહીં કોઈ દિવસે. કોઈ દિવસે એનો ક્ષય થાય જ નહીં.

એટલે અમે કહેતા હતા કે આત્માને કોઈ દા ટીબી ના હોય.

કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ છ શત્રુઓથી રહિત રૂપે પણ હું છું. અંદરના કરતાં વધારે અંદર હું છું. સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ હું છું, એમ કહે છે. દેશ અને કાળ આ બે બાબતો છે, તેનાથી રહિત રૂપે હું છું. પછી કહે છે, દિશારૂપી વસ્ત્રોથી સુખી એવો હું છું. દિશારૂપી વસ્ત્રો જેને ધારણ કર્યા છે. દિશારૂપી વસ્ત્ર એટલે કેવું વસ્ત્ર હશે એ? કેટલો અનંતા અનંત હશે? કેટલો મોટો હશે? "મારા સિવાય અન્ય કોઈ નથી." હવે આગળ કહી દીધું પાછું, "મારા સિવાય અન્ય કોઈ નથી. હું વિમુક્ત છું." પતી ગયું. "નકારથી રહિત છું." એટલે મારામાં 'ન' એવું કંઈ, એટલે ન હોવું, ન હોવાપણું એવું કશું છે જ નહીં. "અખંડ આકાશ રૂપે છું. અખંડ આકાર રૂપે પ્રપંચથી મુક્ત ચિત્તવાળો હું છું. સર્વ પ્રકાશ રૂપે હું છું. ચિન્નમાત્ર જ્યોતિ રૂપે હું છું. ત્રણેય કાળથી રહિત, ત્રણેય કાળના જ્ઞાતા રૂપે હું છું.

કાયાના આદિ દોષોથી રહિત, કાયાના દોષોથી રહિત, નિર્ગુણ, કેવળ એક રૂપ, મુક્તિથી રહિત, મુક્ત રૂપે હું છું. જવા યોગ્ય સ્થાનથી રહિત, નિશ્ચલ રૂપે હું છું. ગમન આદિથી રહિત રૂપે હું છું. સમ રૂપે શાંત હું છું. પૂર્ણ પુરુષોત્તમ હું છું. સ્વાનુભવ રૂપે હું છું." એમાં સંશય નથી. જે કોઈ એકવાર પણ આ સાંભળે છે, તે પોતે બ્રહ્મરૂપ થાય છે. આ જ્ઞાન જે એક વખત પણ સાંભળી લે છે, તે બ્રહ્મરૂપ થાય છે, એવું આ ઉપનિષદ કહે છે.

"ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે। પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે॥ ૐમ શાંતિ શાંતિ શાંતિ॥"

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.