પ્રસાદમ ક્લાસ ૩ · દિવસ ૨ ભાગ ૧
4 & 5 November 2023
પ્રેક્ટિસ આ બહુ જ છે, એટલા માટે તમને કહું છું રોજ પાંચ મિનિટ કરવાનું. રાત્રે જો સૂતા પહેલા કરશો, પોસિબિલિટી છે કે તમે આખી રાત જાગો. એટલી ઊર્જા મળી જશે કે તમે સૂઈ નહીં શકો, 24 કલાક બીજા જાગવું પડશે. પ્રિફરેબલી ઇન ધ મોર્નિંગ, જેમાં ઉઠો અને તરત પથારીમાં જ બેઠા બેઠા પહેલી પાંચ મિનિટ આ કરવા યોગ્ય છે, એવું અમને અનુભવે સમજાયું છે. આ મેડિટેશન અમને માં અવતાર બાબાજીના એક શિષ્ય પાસેથી મળ્યું હતું.
નવ થી 12 કલાક જોઈશું, કારણ કે ડિપેન્ડિંગ અપોન ટ્રાફિક કન્ડિશન. ત્યાં તો બધા પાટિયા મારેલા જ છે, "80 માઇલ પર અવર" અને તમે ત્યાંથી 100 માં નીકળ્યા એટલે તરત ફોટો પડી જાય, પાટ દઈને 80 ડોલર મોકલાઈ. તો ત્યાં બધા પાસા એવા સીધા અપ ટુ ડેટ ચાલે છે કે ના પૂછવાની વાત. આ તો બધું અમે જોયું. સો, કન્ઝર્વ યોર એનર્જી તમારા લાઇફની અંદર, તો ઇટ વિલ હેલ્પ યુ એમ કહેવા માગું છું.
"5555 સ્ક્વેર બ્રીધિંગ" છે, તો એ એક પદ્ધતિ પણ જે છે કે જે તમને કન્સર્વ કરશે. કોને આવડે છે આ પાંચ પાંચ પાંચ પાંચ? મતલબ પાંચ ગણતા સુધી ઇન્હેલેશન, પાંચ સુધી હોલ્ડ કરવાનું, પાંચ સુધી એક્સેલેશન અને પાંચ સુધી હોલ્ડ કરવાનું પાછું ફરી. સેકન્ડ સાયકલ એવી રીતના કરવાનું. શેલ વી ટ્રાય ધેટ? સેવન મંથ કેટલાને આવડે છે? હાઉ મેની? મોસ્ટલી ઓલ. ઓકે. સેવન મંથ કોને નથી આવડતું? ચાર, પાંચ, છ કોક કોકને શીખવાડી શકે મને એવું લાગે. તો સેવનમાં તમે જેને આવડતું હોય તેના પાસે જઈને શીખી લેશો કે હું શીખવાડું? બે સાયકલ કરી લઈએ આપણે. ચલો, બે સાયકલ.
ઓકે, ક્લોઝ યોર આઈસ. કનેક્ટ યોર ટંગ ટુ ધ પેલેટ. ઇનહેલ 2 3 4 5 6 7 હોલ્ડ એક્સેલ 2 3 4 5 6 7 હોલ્ડ ઇનહેલ 2 3 4 5 6 7 હોલ્ડ એક્સેલ 2 3 4 5 6 7 હોલ્ડ ઇનહેલ 2 3 4 5 6 7 હોલ્ડ 2 3 4 5 6 7 ઇનહેલ 2 3 4 5 6 7 એક્સેલ 2 3 4 5
ઉપર બે છે, આ મોટી કમળની જેટલી કમળ ખાતા હોય ને, તેના અંદર જે કમળની ડાળી હોય નાની નાળ, તો એ નાળ એક બે મીટરની દાખલા તરીકે લાવ્યો હોય અને પછી કે હું શહેનશાહ સમજીને મારી યાતના પરીને અંદરથી શ્વાસ લેતો હું એના મારફતે અને જે ફિલિંગ આવે એવા પ્રકારનું કંઈક ફીલિંગ મારી અંદર ચાલી રહ્યું છે એવો મને ખ્યાલ આવતો હતો. બીજી રીતે કહીએ તો કેવું? તો કે આજના મોડર્ન ટાઈમ્સની અંદર કે ફિલ્ટર વાળી સિગરેટ દાખલા તરીકે હોય અને તમે મોઢામાં રાખીને જેમ આમ ઇનહેલ કરવાનો ટ્રાય કરો તો અને એક સારી સિગરેટ હોય તો બેમાં થોડોક ફરક પડતો હોય. મને બહુ એક્ઝેટ એને ખબર નથી પણ એના જેવી વાત છે. સો, એ એક ફિલ્ટરની ફિલિંગ સાથેની એક બ્રીધિંગ મારે તે વખતે થતી હતી અને એ એ ડીપ ટાઉન એટલી બધી સ્લો હોય કે એની અંદર કોઈ ઓલમોસ્ટ એફર્ટલેસ જેને કહેવાય, એફર્ટલેસ.
તો એવું કઈ જો બ્રીધિંગ આપણે કરતા શીખીએ તો આપણને બહુ બહુ ફાયદો થશે. બહુ ફાયદો.
તમને ગમશે કદાચ કરવું. મને ખબર નથી પડતી કે આને કેવી રીતે શીખવાડવું જોઈએ મારે, પણ લેટ્સ ટ્રાય. આપણે બધા મારા સાથે એવું કરો. મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું છે. હવે જસ્ટ કોઈપણ જાતના એફર્ટ વગર તમારા એકદમ રિફાઇન બ્રેક તમે લેવાનો અને બહુ જ આરામથી એને લેવાનો કરવાનો અને બરાબર જો નાકથી ના કરી શકો તો તમે મોઢાથી પણ એક્સેલ કરી શકો છો. જસ્ટ લાઈક ધેટ. આપણે ત્રણ સાયકલ કરીશું. શેલ વી ઇનહેલ?
કાલની રાત કેવી રહી તમારી માટે? કાલનો દિવસ કેવો હતો તમારા માટે? વોઝ ઇટ એન્કરેજિંગ? તમને લાગે છે લાઇફનું આમ ઇટ વોઝ વર્થ ઇન્વેસ્ટમેન્ટ સર? ઓકે, તો આપણે ઇન્વેસ્ટમેન્ટમાં આજે થોડો વધારો કરીએ. આજની શરૂઆત હું અષ્ટાવક્રથી કરવા માંગું છું. અષ્ટાવક્રની વાત આપણે ગઈકાલે થઈ ગઈ કે જનક રાજાના દરબારમાં એ ગયા હતા. તો એમના પ્રતિદ્વંદ્વી જે એમના પિતાના પણ પ્રતિદ્વંદ્વી હતા, એને જીતવા માટે આ અષ્ટાવક્રજીએ આત્મા વિશે બહુ અદભુત છણાવટ કરેલી છે અને એ અદભુત છણાવટ અષ્ટાવક્ર ગીતાના અંદર આપણને જોવા મળે છે. એ ગીતાની અંદર બધા મળીને તો 303 શ્લોક છે, એટલે આપણે અઠવાડિયા જો આના પર વાત કરવી હોય તો આપણે કરી શકાય. તો એટલો બધો સમય તો આપણે કદાચ એની નહીં આપી શકીએ અત્યારે આ ક્લાસની અંદર, પણ એમાં જે જાણવા યોગ્ય મુખ્ય મુખ્ય બાબતો મારી સામે આવી, આનું વાંચન, ચિંતન, મનન કરતાં કરતાં, એ બધી હું તમારા સાથે શેર કરવા માગું છું.
તો અહીંયા જનક રાજા અષ્ટાવક્ર મુનિને કહે છે કે, "ભગવાન, મનુષ્યને આત્મજ્ઞાન કેવી રીતે થાય?" કોઈક એવી વાર્તાઓ હોય છે જેની અંદર એમ કે કે કુતરાને જ્ઞાન થઈ ગયું, શિયાળને જ્ઞાન થઈ ગયું. આ બધી છે ને પૌરાણિક બાબતો છે. કેવી કીધી? બહુ ભાગ્યે જ આવું બનતું હોય છે, પણ નથી બનતું એવું નથી, એવું પણ થતું હોય છે. પણ મોટા ભાગે એ બધી કિંગ દાંતીઓ જેને કહેવાય કે લેજેન્ડ્સ, તો એવી રીતે એ બધી બાબતોને સમજાવવાનું કહેવામાં આવે છે. તો પ્રશ્ન પૂછે છે કે, "ભગવાન, મનુષ્યને આત્મજ્ઞાન કેવી રીતે મળે છે?" એટલે મનુષ્યને બ્રેકેટમાં મૂકી દીધો છે. "આત્મજ્ઞાન કેવી રીતે થાય છે? કોઈને પણ તેની મુક્તિ કેવી રીતે થાય છે?" જો એટલે પહેલો તબક્કો શું છે આત્મજ્ઞાનનો? અહીંયા આપણે એક સમજવાની જરૂર છે. બીજો છે તો કે મુક્તિનો. એટલે આત્મજ્ઞાન થશે એટલે શું થઈ જશે?
મુક્તિ મળી જશે. મુક્તિ કેવી રીતે મળશે? તો કે સાથે સાથે ત્યાં આગળ જે પરિસ્થિતિ ઊભી થઈ હશે મુક્તિ મળવાના કારણે, એ પરિસ્થિતિને આપણે વૈરાગ્ય કહી શકીએ. સામાન્ય રીતે વૈરાગ્ય શબ્દ આપણે કોઈને કહીએ કે, "એ તો વૈરાગ્ય છે." એટલે કે પાવા જેવું, બરાબર? કે કોઈ પણ પ્રકારનું એને કોઈ લાગણીઓ નથી, કોઈ સંવેદનો નથી, કોઈના સાથે કોઈ એટેચમેન્ટ નથી, એને કશું જોઈતું નથી. એવા પ્રકારનો કોઈક માણસ થઈ ગયો હોય તો કે, "એ તો વૈરાગ્ય થઈ ગયો છે. વૈરાગ્ય વ્યાપી ગયો છે." ઘણા આવી રીતે કહે છે. તો અષ્ટાવક્ર...
મુનિ સીધેસીધા કહે છે કે, "રાજન, જો તું મુક્તિને ઈચ્છતો હોય, એટલે કે જો તારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને જો મુક્તિ તારે મેળવવી હોય, તો ઇન્દ્રિયોના એટલે કે વિષયોને વિષની જેમ છોડી દે." ગઈકાલે આપણે વાત કરતા હતા પંચેન્દ્રિયોની. આ તમારી આઈ છે, આ ઈયર છે, આ નોઝ છે, આ ટંગ છે અને આ સ્કીન છે. પાંચ. એના જેટલા પણ સંવેદનો ગઈકાલે આપણે જે છેલ્લા મેડિટેશનમાં જોયું, ક્યાં સ્ટોપ થાય છે એ જગ્યા જેને આપણે 'સ્પેસલેસ પ્લેસ' કહ્યું કે 'પ્લેસલેસ પ્લેસ' શું છે? એ જગ્યાએ આ બધાના સંવેદનો રજીસ્ટર થતા હોય છે, સમવેર. આને જ્યારે ખુલ્લી આંખે કે બંધ આંખે આપણે જોઈએ, કેટલાક લોકોને ખુલ્લી આંખે પણ દેખાય છે, એ વાત જુદી છે, બહુ ઉપરની છે. આપણા બધાના ઉપરથી એટલી બધી છે. આંખ જ્યારે માણસ બંધ કરે અને પછી એને જે પ્રથમ અનુભવ થાય છે, એ જે જગ્યા છે એને આપણે 'પ્લેસલેસ પ્લેસ' કહીએ અને એ ગઈકાલે આપણે અનુભવ કર્યો છે.
એ કેવી છે? અનંત છે, અસીમ છે, એના ટુકડા થઈ શકે એવું નથી, વ્યાપક છે. થોડો લાંબો ટાઈમ ઊભા રહીશું એ જ જગ્યાએ તો ધીમે ધીમે અંધારું હટવા માંડશે. ત્યાં ધીમે ધીમે ધીમે ઉષાની લાલી આવવા માંડશે, પછી સૂર્યોદય થશે અને પછી દિવસનું જેમ સૂર્યનું અજવાળું હોય અને દિવસ થઈ જાય છે, એવી રીતનું બધું જેમ છે તેમ સ્વયં સ્પષ્ટ એના માટે શબ્દ છે, એવું જણાવવાનું શરૂ થઈ જાય.
"તો આ ઇન્દ્રિયોના વિષયોને વિષની જેમ છોડી દે." એ શું? દરેક ઇન્દ્રિયોના વિષયોના એ છે, વિષયો છે, તો કયા કયા છે? આ દરેકના સબ્જેક્ટ આપણને ખબર છે. હું વાતો નહીં કરું વધારે આ બાબતે. "તો ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્યનું અમૃતની જેમ સેવન કર." એની સામે પાછી કાઉન્ટર મેડિસિન આપી દીધી કે આ બીમારી થઈ છે તો આ પાંચ દવા પી જાજે. પેલી પાંચ તને તકલીફો છે તો એની સામે તારે ક્ષમા. ક્ષમા કરવાથી શું થશે? આજે એક બીજું મેડિટેશન કરાવીશ જેના અંદર આપણે જોઈશું કે ક્ષમા કરવાથી શું થશે. સરળતા. સામાન્ય રીતે મનુષ્યનો સ્વભાવ કેવો હોય? કપટી હોય. કંઈ ને કંઈ પ્રાપ્ત કરી લેવું છે કોઈકની પાસેથી. બસ, આ ઓછામાં ઓછી મહેનતે વધુને વધુ કેમ પ્રાપ્ત કરવું એ મનુષ્ય એને આવડી ગયો અને મનુષ્ય બની ગયો. માણસ બનતા નથી. દયા. અહીંયા આગળ દયા જે છે એ શબ્દને આપણે સમજવાનો છે, કરુણા.
કેમ કે અષ્ટાવક્રજી જે જમાનાની અંદર વાત કરતા હતા ત્યારે દયાનો અર્થ હતો કરુણા. અત્યારે આપણે દયા કરીએ ને કોઈકને ઉપર તો એની અંદર શું હોય છે? અહંકારની ભાવના હોય છે. જ્યાં "હું તને માફ કરું છું," જ્યાં "હું તારી પર દયા કરું છું અને તને જવા દઉં છું." તો પેલો ઊભો થઈ ગયો છે. આ જ તો મૂળ કારણ છે સંસારનું. સંસારનો આધાર શું છે? આ જ. એટલે દયા એટલે કે સંતોષ. હવે જો સરળતાની સાથે સાથે સંતોષ અને સત્ય બે ચીજો જોડી દીધી હોય, એનું કહે છે, "તું અમૃતની જેમ સેવન કર." અમૃત પીઓ તો કેટલું પણ પીધે જ રાખો, તૃપ્તિ થાય નહીં. એ રીતે તું સંતોષ અને સત્યનું અમૃતની જેમ ઘટાઘટ પીધે જ જા. દર વખતે જ્યારે જ્યારે મોકો મળે, જ્યારે જ્યાં તપ મળે, વસ્તુ પી.
આ એને કહી દીધું, "તું પૃથ્વી નથી." એને બતાવવામાં આવે છે. આપણે ગઈકાલે વાત કરી હતી. આ આત્મા છે અને આ અનાત્મા છે. અનાત્માની અંદર પાંચ તત્વો રહેલા છે. એ જ પાંચ તત્વો પાછા પાંચ સેન્સીસની અંદર પણ જતા હોય છે. આ અનાત્માને કહે છે કે, "તું પૃથ્વી નથી." એટલે એડ્રેસ કરે છે કોને? આત્માને, જનકના આત્માને કે, "તું પૃથ્વી નથી." જનક પોતે તો છે, દેહધારી છે. તો દેહની અંદર તો પાંચે પાંચ તત્વ મોજુદ છે, પણ જેને તું 'તું' સમજે છે તેની અંદર પૃથ્વી નથી. હવે જો આ રાજા જનક છે ને એ તમે પોતે છો અને આ અષ્ટાવક્ર જે છે એ પરબ્રહ્મ પરમાત્મા છે. એવી રીતે સાંભળો. એ વાત પરિક્રની અંદર તમે સમજો. કેવી રીતના? તો કે, "તું પૃથ્વી નથી, તું જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી તેમ આકાશ પણ નથી." આપણે કાલે વાત કરતા હતા કે આત્મા આકાશ જેવો છે, પણ આત્મા આકાશ નથી.
આત્મા પણ પૃથક છે અને આકાશ પણ પૃથક છે. એવી રીતે આકાશ પણ નથી. "મુક્તિને માટે આ બધાના સાક્ષી જેને ગઈકાલે તમે જોતા હતા અને અત્યાર સુધી જોતા હશો, થોડા થોડા લોકો કદાચ રીઝિટ કરતા હોય ને, ગમતી જગ્યા મળી ગઈ છે એટલે એ ગમતી જગ્યાએ જઈને બેસી રહેવાનું. એ તમારું જ ઘર છે. તો એને ચિદરૂપ આત્માને જાણ્યો." ગઈકાલે આપણે કોને જાણ્યું? તમારો ચિદરૂપ આત્માને જાણીએ. ચિત્તરૂપ, ચિદરૂપ. "અથવા બધાના સાક્ષી રૂપે રહેલા ચિત્તરૂપને પોતાના આત્મા તરીકે જાણ." એ બધાનો જે સાક્ષી છે, એનો પણ જે જોડાણો છે, એને પણ તું તારા આત્મા તરીકે જાણ. "જો તું દેહને આત્માથી છૂટો પાડીને, દેહને આત્માથી છૂટો પાડીને," અહીંયા જુઓ, ભેદજ્ઞાન આવી ગયું. શું કે, "દેહ અલગ છે, હું અલગ છું." ગઈકાલે આપણે બોલ્યા હતા, "હું આ દેહ નથી જ, આ દેહ મારું નથી. હું મન નથી જ, આ મન પણ મારું નથી જ.
આ સંવેદનો મારા નથી જ, આ સંવેદનો મારા નથી જ. હું આ સંવેદનો નથી." આપણે એવી રીતે એ બધામાંથી છૂટા પડ્યા હતા. "તો એવી રીતે છૂટો પાડીને ચિદરૂપમાં રહેશે એ જગ્યા જ્યાં તમે હતા કાલે અથવા અત્યારે હમણાં જ અભી હાલ, તું સુખી, શાંત અને બંધનથી મુક્ત થઈશ." અંદર એક જૂની જાતનો આનંદ આવશે. એ આનંદ કેવો હશે? નિરાલો હશે. આઈસ્ક્રીમ ખાવાથી મળતો આનંદ નહીં હોય, એસીમાં બેસવાથી મળતો આનંદ નહીં હોય, સારા સોફા જેવી સીટની અંદર બેસવાથી મળતો આનંદ નહીં હોય. બસ એમ જ, "હું આનંદમાં છું." તો એવો આનંદ મળે.
હવે કહે છે કે, "તું તો અસંગ છું, તારો કોઈ સંગ કરી શકે એવું નથી." ગઈકાલે આપણે વાત કરી કે આત્મા જે છે એ દેહની અંદર છે આ રીતે, પણ બંનેના વચ્ચે પણ અવકાશ છે, બંને અલગ જ છે. આપણને એવું ભાસે છે કે આ દેહ છે અને આત્મા છે, બે એક છે. ખરેખર તો આ જેમ પેનની અંદર...
રિફીલ હોય ને વચ્ચે ખાસી બધી જગ્યા હોય એવી રીતે આત્મા અલગ છે અને દેહ પણ અલગ છે. બંને છે તો અસંગ, નિરાકાર. કોઈ આકાર નથી આત્માનો. ગઈકાલે આપણે શોધ્યું કે આપણે પ્રયત્ન કરીએ તો પણ આપણને એની બાઉન્ડરીસ મળતી નથી.
એ જગ્યાની બાઉન્ડરી મળી કોઈને? મને કહેશો, કોઈને મળી હતી? સરહદ શબ્દ વાપર્યો તો, કોઈ હદ, ભેદ, ભેદ રેખા કશું મળતું? એક રૂમમાંથી બીજા રૂમમાં જતા હોઈએ તો એવું કંઈ આપણને લાગતું? એક જ હોલની અંદર આપણે સળંગ ચાલ ચાલ કર્યા જ કરતા હોય એવું લાગે. તો પાંચ મિનિટ સુધી બેસીને આમ નક્કી કરો: "બસ, એ જગ્યાએ તો હું બસ, હું અહીંથી ત્યાં સુધી જઉં છું." તો જ્યાં સુધી તમે જઈ શકો ત્યાં સુધી તમે જાગ જા કરશો, પણ તમને એનો અંત મળવાનો નથી.
"પુષ્પદંત ઉવાચ" એક સ્તુતિ છે મહાદેવજીની. તેની શરૂઆતની અંદર એવું કહેવામાં આવે છે કે એક જેને કહેવાય કે "આત્મલિંગ" પ્રગટ થયું અને એ અતિશય તેજસ્વી હતું. પછી બ્રહ્માજીને વિચાર આવ્યો કે "આ શું છે?" એટલે એ તો ઉપર સુધી ગયા. વિષ્ણુ ભગવાન છે નીચે સુધીને ગયા. એમની પાસે ગરુડજી હતું, વીજળીની જેમ જઈ શકે નીચે. તો એ જેમ નીચે જતા જાય, પાછા વિષ્ણુ ભગવાન પાસે ફેસિલિટી એવી હોય છે કે એમની નાભીમાંથી એક નાળ (કમળદાંડી) નીકળતી હોય અને એની ઉપર બ્રહ્માજી બેઠા હોય. એટલે બ્રહ્માજી જેમ ઉપર જઈ શકે, વિષ્ણુજી એટલા જ નીચે ગરુડ ઉપર બેસીને નીચે જઈ શકે. માઈથોલોજી બધા સિમ્બોલ છે. તો એમને શોધવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ એમને પણ તમારી જેમ નિષ્ફળતા મળી.
તો શું કીધું? "કે તું નિરાકાર છે." એ જે કંઈ છે તેનો તમે ગઈકાલે જોયું કે તમે કોઈ આકાર શોધી શકતા નથી. અને વિશ્વનો છે એટલે વ્યાપક છે, જબરજસ્ત. કેટલું બી મોટું તમે વિચાર્યા જ કરો, વિચાર્યા જ કરો કે "આટલું હશે, આટલું હશે." ના, એ તો એનાથી મોટું છે. કોઈ ક્યાંક "આટલું છે" તો કે "ના, એ નથી, એ મોટું થયું." બસ, એવી રીતે એનો અંત આવતો નથી.
તો એમ વિચારીને તું સુખી થાય. "હિયર એન્ડ નાઉ." જો, જ્ઞાનની વાતો અહીંયા રોકડી છે, કેશ. તમને અત્યારે અનુભવ આપવો જોઈએ. હું કોઈ ફ્યુચરની કે એવી કોઈ પ્રોમિસ આપતો નથી, કોઈ ગેરંટી આપતો નથી. અષ્ટાવક્રનું કામ આવું છે. એટલે કે, અષ્ટાવક્રની અંદર રહેલા પરમાત્મા છે, તમને કહે છે કે "જો, તું આવો છે, તું આવો છે, તું કર્તા નથી."
શું કહે છે? "કશું પણ કર્મ તું કરતો જ નથી. તું તો આત્મા છું. તું કર્તા કેવી રીતે હોઈ શકે? કરવું હોય તો તારે તો કરણ જોઈએ. આત્માને કોઈ કરણ છે નહીં. અંતઃકરણ પણ નથી અને બાહ્ય કરણ પણ નથી." બરાબર? "તારી પાસે કોઈ કરણ નથી. તું આત્મા છે." તો એટલા માટે એને કહે છે કે "તું તો અસંગ, નિરાકાર અને આખા વિશ્વનો છે. તું કર્તા નથી."
હવે જો તું કર્તા નથી, તો તું ભોગતા પણ નથી. કંઈ પણ બની રહ્યું છે, એ તું ભોગવતો નથી. ભોગવે છે કોણ? જે કરે છે તે. કહે છે ને લોકો સામાન્ય રીતે, "જે કરે તે ભોગવે." તો આપણને જો ખબર પડી જાય કે આ બધી સળી સંચા કોણ કરે છે આપણા જીવનની અંદર, તો આપણે એને જો શોધી શકીએ તો આપણને તરત ખબર પડી જશે કે આ બધો ભોગવવો તો મારો નથી. આ કોનો છે? આનો છે, આના લીધે. એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે "આ તમારો પાડોશી છે."
તો આ બધું તોફાન કોના લીધે છે? પાડોશી. રાત્રે બાર વખત સુધી પાર્ટીઓ, ડીજે બધું ચલાયા જ કરતો હોય. ઊંઘતો પણ નથી, ઊંઘવા દેતો નથી. હવે આત્માને તો ખરેખર ઊંઘવા હોતું નથી, પણ આત્માને શું છે? સંસારમાં ઊંઘવાનું એમ કહેવાય. તો સંસારમાં નહીં, એને અલિપ્ત રહેવાનું હોય છે. તો એ એની અંદર રહેવા દેતો નથી હોતો, ભેળસ કરી નાખે. તમને પાંચ મિનિટ માટે પણ તમે આમ બેસો કે "મારે કોઈ આત્મધ્યાન કરવા બેસવું છે," પેલો અખડખડ તરત ચાલુ થઈ જશે. છેવટે કંઈ નહીં, છીંક આવશે. ૨૪ કલાકમાં ક્યાંય ના આવતી હોય, પણ એ જ મિનિટે તમને છીંક આવે તો! એટલે આ બધા થળી શકે એના છે.
હવે જો તમને ખબર પડી ગઈ કે "આ એ છે," તો તમે એનાથી મુક્ત થઈ જાવ. તો સર્વનો એક દ્રષ્ટા છે. આવી ખાલી કીધું ને, દ્રષ્ટિ આપણી કેવી છે એવા પ્રમાણેનું આપણી સૃષ્ટિ બનતી હોય. દ્રષ્ટિ શેના આધારે છે? તો કે ભાવના આધારે. ભાવ શાના કારણે ઉત્પન્ન થાય છે? તો કે આ બધું જે પૂરી તમે લઈને આવ્યા છો તે, પ્લસ અંદર પડેલી વૃત્તિ, એને મળતો વિચાર. આ બધું ભેગું થાય એટલે ભાવ પ્રગટ થતો હોય છે.
તો તું સર્વની એક દ્રષ્ટા છે અને નિરંતર અત્યંત મુક્ત છે. નિરંતર, જો, એક એક શબ્દ વાપરે છે: "નિરંતર અત્યંત મુક્ત છે." સંસ્કૃત ભાષા જે છે ને, એટલી બધી સમૃદ્ધ ભાષા છે. અંગ્રેજીનો કોઈ ક્લાસ નથી. નેક્સ્ટ ટાઈમ આપણે સંસ્કૃત ભણવા જવું. "નિરંતર અત્યંત મુક્ત છે." અત્યંત એટલે સંપૂર્ણપણે મુક્ત જ છે.
તું જે બીજાને દ્રષ્ટા તરીકે જુએ છે, તે જ તારા બંધનું કારણ છે. તમે બીજાને દ્રષ્ટા જુઓ છો. અહીંયા બીજો કોણ છે? અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત. અહંકાર એક દેખાય છે ને? "હું અહીંયા આગળ ઊભો છું." બરાબર? હવે આ અહંકાર છે, અને એક્ચ્યુલી આને જે જોવે છે તે આત્મા છે. સમજાય ગયું? અહંકાર. એવી રીતે તમારા શરીરની અંદર, તમારા મનની અંદર જે કંઈક પરિસ્થિતિઓ ગોઠવાઈ રહી છે, એને તમે જાણી જાવ તો તમને જડી જશે કે તમારા બંધનનું કારણ આવું આ છે: અહંકાર જ છે, બીજું કોઈ નથી. એ જેવો પડ્યો એટલે બસ કિલ્લો સાફ થઈ ગયો. સમજો.
"હું કર્તા નથી" એવા વિશ્વાસ રૂપી અમૃતને તું પી જા. બસ, આ એક જ વસ્તુ જો યાદ રહી જાય આપણને જીવનની અંદર કે "જે કંઈ બને છે, જે કંઈ બને છે, તેનો કર્તા હું નથી." છું તો પણ તમે મુક્ત થઈ જશો. અષ્ટાવક્રજી કહે છે. પરમ જ્ઞાની, બ્રહ્મજ્ઞાની, વિદ્વાન છે. આ કોઈ વકીલ તમને કહેતો નથી, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને કહેતો નથી, કોઈ પોલીટીશિયન કહેતો નથી કે જે આજે બોલે કાલે ફરે છે. શું થાય, કંઈ નક્કી નહીં. નહીં તો પ્રોમિસ એક વખત બોલ્યા એટલે બ્રહ્મ સત્ય છે જે કંઈ બોલે.
છે એ બધું સત્ય છે, તો એના ઉપર વિશ્વાસ રૂપી અમૃતને તું પી ગયા કે "હું કરતા નથી" એ બાબત પર તમને વિશ્વાસ આપી દેવો શું થઈ જવું છે? વિશ્વાસ ક્યારે આવશે? ખાતરી થશે ત્યારે. આપણે બધા પાછા દરેક વસ્તુના પ્રૂફ માંગીએ: "આની શું સાબિતી? તેની શું સાબિતી?" તો ચીવટપૂર્વક બેસીને એક દિવસ વિચાર કરજો કે શું વાસ્તવમાં તમે શ્વાસ જાતે લો છો? તમે લઈ શકો ખરા? જો લેતા હોત તો બીમાર માણસોને વેન્ટિલેટરની શા માટે જરૂરત પડે? અને જ્યારે શ્વાસ લેવો હોય તે જ ઘડીએ જો તમને ઉધરાશા આવે કે છીંક આવે કે કંઈક બીજું થાય, તો તે વખતે તમે શ્વાસ કેમ નથી લઈ શકતા? તમે જ લેનારા છો ને? પણ પેલું કુદરતી છે, એ તો એના ટાઈમે આવીને ઊભું જ રહે છે. ટાઈમે તમે શ્વાસ લો. બગાસું આવતું હોય તે વખતે શ્વાસ લો. જુઓ શું થાય છે? મોઢું પોળું રહી જશે, બંધ જ નહીં થાય.
પછી કોકને કહેવું પડે કે, "ભાઈ, આઈ બંધ કર! આ ઉડાડવું પડે." થયું કે નહીં? તો એવી ઝીણી ઝીણી ઘણી બાબતો મળશે તમને. શાંતિથી બેસીને તમારી જાતને નિહાળો. અંદર શું થઈ રહ્યું છે?
ખરેખર, આપણે બધું જ નિહાળી રાખ્યું છે. સંસારમાં ગયા, કુદરતમાં ગયા, સ્વીઝરલેન્ડ ગયા, જર્મની ગયા, બધે ગયા; પણ આપણે રીવિઝિટ ક્યારેય આપણી પોતાની જાતને કરતા નથી હોતા. તકલીફોની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ છે? એટલે આપણને કશું થઈ આવે ને, એટલે આપણે ક્યાં પહોંચી જઈએ? ઉદાહરણ તરીકે, ભાઈ, તારે ઘરમાં બેસીને જ્યારે તારું કોન્ટેમ્પલેશન કરવાની જરૂર છે, સ્ટડી કરવાની જરૂર છે, અને તું ક્યાં પહોંચી ગયો? આખો કોથડો દેહ છે ને જોડે, એના શરીર ત્યાં આગળ પહોંચી જાય લેન્ડસ્કેપની અંદર. હવે ત્યાં આગળ એ બધું પેલું આમ સીનિક ડ્યુટી જો જો કર્યા કરશે. પોતાની જાતને એટલે કે સ્વયંને ભૂલીને કુદરતને નિહાળશે. કેટલા લોકો આવું કરે છે તમારામાંથી? સમજી જાવ, સુધરી જાવ!
હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું. જ્ઞાન છે ને, એ હંમેશા વિશુદ્ધ હોય. એમાં ડાયલ્યુટ કોઈ કરી શકે નહીં. એવા નિશ્ચયરૂપી અગ્નિ વડે... આ કેવો છે શબ્દ? "ઈટ્સ લાઈક ફાયર." આમ અગ્નિ તમને હાથમાં આપ્યો હોય, સળગતો દેવતા આમ હાથમાં પકડાવતા હતા કોઈ જમાનાની અંદર. બોલ, "તો સાચું બોલે છે કે નથી બોલતો?" ઉપર સળગતો કોલસો મૂકે. નાનો છોકરો હોય છ વર્ષનો, અહીંયા આગળ બધું દજાઈ જાય. "હું સાચું જ બોલું છું!" આમ મોટા મોટા આંસુ પડતા હોય, પણ ગુરુજી તો ગુરુ નહીં હોય, જવા ના દે. તો એવી રીતે નિશ્ચયરૂપી અગ્નિ વડે અજ્ઞાનરૂપ... જો આ બધું રૂપ રૂપ વાળું આવ્યું. મેં કીધું'તું ને કે શાસ્ત્રની અંદર હંમેશા ઉપમાઓ બહુ જ આપવામાં આવે. સંસ્કૃત ભાષા જ આખી ઉપમા, ઉપમેય, ઉપમાન એ બધી ચીજો ઉપર જ આધારિત છે. અલંકારો બધા બહુ જ હોય. તો અજ્ઞાનરૂપ... અજ્ઞાનને કેવું કીધું?
ગહન વન જેવું કીધું. ગાઢું વન હોય વિંધ્યાચલનું, સહ્યાદ્રીનું. ગયા છો કોઈ વખતે? જોયું છે કેવું હોય છે? આમ આમ કરીને માન માન જવું પડે. બસ, તો અજ્ઞાનજી એવું જ હોય, બહુ બીચ હોય. અથવા તો એમ કે, માણેક ચોકની ભીડ જેવું. દિવાળીની અંદર હોય, કેવી હોય? પછી આપણે કેવી રીતે જવું પડે છે ત્યાં આગળ? પાસે એવું જ હોય છે અજ્ઞાનરૂપ, કારણ કે એ બધું જંગલ જ છે, માણસોએ બનાવેલું છે. તો ઊભા રહીને જાતે જાતે ગહન મનને સળગાવીને તું શોક રહિત બનીને સુખી કર. શોકને છોડી દે, તું સુખી થઈ જઈશ.
હવે બહુ મસ્ત વાત કરી. મસ્ત એટલે મને બહુ પ્રિય. "જે પોતાને મુક્ત માને છે, તે મુક્ત છે." આપણે કાલે ઊંટેની વાત કરી હતી. "જે પોતાને મુક્ત માને છે, તે મુક્ત છે; અને જે પોતાને બંધાયેલો માને છે, તે બંધાયેલો છે." તો આપણી હાલત મુક્ત જેવી છે અને આપણે એમ કહીએ કે આપણે સુધરેલા, અમે ભણેલા! ભણેલા શું ગણ્યા તમે? મને સમજાયું નથી. પણ જે દિવસે આ વસ્તુ પકડાઈ ગઈ, એ સેમ મોમેન્ટ તમે મુક્તિ પામી જશો; કારણ કે અહીં આ જગતમાં લોકવાદ સાચો છે કે "જેવી મતી તેવી ગતિ" થાય છે.
અહીંયા આપણે બેઠા હોઈએ અને કોઈક આવીને આપણને એમ કહે કે, "ભાઈ, ત્યાં સ્વામી સચ્ચિદાનંદ આવ્યા છે. બધાને આશીર્વાદ આપે છે અને આમ હાથ આમ કરીને આમ અટાડે ને એટલે બસ તરત જ આપણને સમાધિ લાગી જાય." એટલે એમાંથી જેટલા સમાધિને ઈચ્છુક હશે, એટલા એ બાજુ દોડવા માંડશે. પછી એવું પણ બને કે થોડી વાર એને કોઈક એમ કહે કે, "અહીંયા તો શાહરુખ ખાન આવ્યો છે આ હોટલની અંદરમાં." કોઈ ના મળે, બધા ત્યાં પહોંચી ગયા. "ઈટ્સ પોસિબલ", ને? તો એ બધી બાબતો શું કહે છે કે "જેવી મતિ તેવી ગતિ" થાય છે. તમારી બુદ્ધિ તે વખતે ફરી જ જશે. ગઈકાલે બતાવ્યું હતું કે પરીક્ષિત રાજા, પરીક્ષિત બહુ જ વિદ્વાન હતા. એને બેસાડીને યુધિષ્ઠિર ચાલ્યા ગયા હતા તો વનની અંદર. હવે એ પરીક્ષિત રાજા ધર્મિષ્ઠ હોવા છતાં પણ એક દિવસે એવા વિચારથી કે "આ મુગટ મેં કોઈ દિવસ પહેર્યો નથી, તો હું પહેરું" કરીને એમણે એ દિવસે એ મુગટ પહેર્યો.
એ મુગટ જરાસંઘનો હતો. એટલા માટે કહેવામાં આવે છે, બહેનો, કે કોઈના પણ ઘરેણાં કે કપડાં પહેરવા જોઈએ. અહીંયા ગ્રેટ પ્રાણી કિલર્સ મોજુદ છે. તમને આની સાક્ષી આપશે કે કેટલું ખતરનાક હોઈ શકે છે એનો આ સૌથી મોટામાં મોટો દાખલો કદાચ હું અત્યારે રજૂ કરી રહ્યો છું એવું લાગે છે. તો જરાસંઘનો મુગટ પરીક્ષિત રાજાએ પહેર્યો અને પછી તે દિવસે એ શિકાર કરવા ગયા. એ પહેર્યા પછીથી એમની દ્રષ્ટિ, વૃત્તિ બધાની અંદર ફેરફાર થઈ ગયો. આમ કાળો કાળો કલરનું આમ પહેરી લીધું હોય કંઈક ગોગલ્સ, એના જેવું થઈ ગયું. એટલે જે નોર્મલ વિઝન હતું એના કરતાં એ કંઈક અલગ રીતે જોવા મળે. તો શમીક ઋષિના આશ્રમની અંદર એ ગયા. તે વખતે ઋષિ ધ્યાનમગ્ન હતા; પરંતુ બદલાયેલી મનોવૃત્તિને ના કારણે એ સમજી ના શક્યા અને એમણે પોતાના બે-ત્રણ વખત એને પ્રયત્ન કરીને કીધું કે, "મને પાણી પીવું છે, મને આપો.
હું ફલાણો રાજા છું તમારો."
કારણ કે આ તો બધા એમની પ્રજા કહેવાય. એ વખતે રાજાઓનું હતું, કહું. એટલે એમને પોતાના તીરથી ત્યાં એક મરેલો સાપ હતો, એ ઉપાડી એમના ગળાની અંદર લીધો. સામાન્ય સંજોગોની અંદર કોઈ પણ માણસ આવું કૃત્ય કોઈ બીજા સાથે કરે? "કેન યુ ઈમેજીન?" તમે આવું કરી શકો કોઈની સાથે? પણ એમને એવું કર્યું. તે દિવસે ઇનફેક્ટ એમનાથી એવું જ થઈ ગયું. "હી વોઝ કમ્પેલ ટુ ડૂ ધેટ." હવે શું થયું? તો કે એના કારણે આખી એની મતિ બદલાઈ ગઈ અને મતિ બદલાઈ એટલે પછી શું થયું કે એને શ્રાપ મળ્યો. એ ઋષિના દીકરાએ આવીને જોયું ત્યારે કે એના પિતા તો ધ્યાનસ્થ છે અને એના ગળામાં કોઈકે મરેલો સાપ નાખ્યો છે. તો કે જેણે આ કૃત્ય કર્યું છે, સાતમા દિવસે તક્ષક નાગ એનો ફ્રેન્ડ હતો. એ તો કહી શકે ને? હું ત્યાં આવી જઈને કહું, "વેર ઇસ?" ઓકે. સો તક્ષક નાગ કે મારો ફ્રેન્ડ છે એટલે હું એમ કહી દઈશ, "તને સાતમા દિવસે કરડશે, તારું મૃત્યુ થશે." શ્રાપ આપી દીધો એમને.
હવે ઓર્ડર પાસ થઈ ગયો. રાત્રે પછી પેલા ઋષિ ધ્યાનમાંથી પાછા બહાર આવ્યા એટલે એમને અહેસાસ થવા માંડ્યો. જો આ બધા વિદ્વાન હોય ને, એ બધાને વાતાવરણ સેન્સ કરે કે બરાબર નથી. "શું થયું?" તે હું જ્યારે ધ્યાનમાં બેઠો હતો એટલે પછી દીકરાએ કીધું. શૃંગી નામ હતું, શૃંગી. એને કીધું કે તમારા ગળાની અંદર કોઈક આવો શ્રાપ. પહેલા એને ગયું હતું એટલે ક્રોધમાં હું આવી ગયો અને મેં આવો શ્રાપ આપ્યો. ઋષિએ વિચાર કર્યો કે આવું કૃત્ય કોણ કરે? ફરીથી ત્યાં રસ્તો થયો. હવે મેડિટેશનની અંદર જઈને આ બધા ઋષિમુનિઓ બધા કેવા પાસે છે? એટલે સંસારવાળો હોય એ શું છે? ખરેખર બ્રહ્મ છે. "આ ભાઈ પરણેલા લાગે છે." એના જેવી વાત થઈ જાય કોકને. એટલે હું કુટસ્થ અથવા પર્વતના જેવો અચલ. કુટસ્થ, કુટસ્થ એને કહેવાય. ખરેખર અહીંયા કુટસ્થ છે, બરાબર? પણ ત્યાં આગળ કેવો છે?
તો કે અચલ પર્વત. એના માટે ઉપમા આપે છે: "મેરુ અચલ સમસાગર ગંભીર." આત્મા કેવો છે? એ મેરુ પર્વત જેવો છે. હવે મેરુ પર્વતને કોઈ હલાવી શકે? હનુમાનજી બી એક પર્વત લઈ ગયા હતા ખરા ક્યાંકથી. નામ યાદ છે એ પર્વતનું? દ્રોણાગિરિ પર્વત.
"તું કુટસ્થ અથવા પર્વતના જેવા અચલ, બોધ રૂપ, અદ્વૈત રૂપ આત્માનો વિચાર કર." હું કોણ છું? તો કે આ છું એમ. એવી રીતના તું વિચાર કર કે હું કુટસ્થ છું, પર્વત જેવો અચળ. હવે આવું બધું જ્યારે આપણે વિચાર કરીને બેઠા હોય તો સંસારની કોઈ પરિસ્થિતિ કોઈ આપણને હચમચાવી શકે ખરી? તમને લાગે ને એનામાં એટલી સ્ટ્રેન્થ હોય ખરી? સંસારની કોઈપણ સમસ્યાની અંદર જ્યારે હું નક્કી કરીને સવારમાં પોરમાં હું બેઠો હોય કે હું કુટસ્થ છું અહીંયા આગળ પર્વત જેવો અચળ, બોધ રૂપ, અદ્વૈત રૂપ આત્માનો ઉચ્ચાર કરું. "હું જ્ઞાન રૂપ છું." એવા જ્ઞાન રૂપ ખડક વડે છેદી નાખીને સુખી થાવ. આ શું છેદી નાખવાની વાત કરે છે? સંસારને, દાઉદ બધી ચીજોને છેદી નાખવાનું. "તું અસંગ છે." ફરી પાછું કહે છે કે તું તો આવો જ છે. "અક્રિય છે, સ્વયં પ્રકાશ છે અને નિર્દોષ છે." આત્મા ક્યારેય દોષિત હોઈ શકે નહીં.
તો "હાઉ વી આર બ્લેમિંગ અધર પીપલ?" કોર્ટમાં આટલા બધા કેસ કેમ ચાલે? "તારા વડે આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે." આપણે કીધું ને કે આત્માનો એક ગુણ શું છે? તો કે એ સર્વવ્યાપક છે. "તું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, માટે ક્ષુદ્ર ચિત્ત વૃત્તિને વસ્થામાં ચિત્તની વૃત્તિ જે હોય છે ને, ક્ષુદ્ર ક્યારે થાય? વસ્તુઓ અથવા વ્યક્તિઓમાં ફેરવાય ત્યારે." તો કશાની પણ ઈચ્છા વિનાનો, સાંસારિક વિકાર રહિત. કોઈ પણ પ્રકારનો વિકાર ના હોય. વિકાર ના હોય એટલે શું ના હોય એને? હાની, લાભ, આત, એ બધા તમામ પ્રકારના પદ્વથી એ મુક્ત થઈ ગયો હોય એવા પ્રકારનો, ચિંતા રહિત, વિકાર રહિત, નિર્ભર એટલે કે ભાર વિનાનો. કેવી રીતના આખો આપણે નિર્ભર કીધો છે? આત્મનિર્ભર. તો આત્મનિર્ભર હોવો જોઈએ. અને નિર્ભર શબ્દ એકલો જ્યારે વાપરીએ એનો મતલબ થાય છે ભાર વિનાનો. શાંત અંતઃકરણવાળો.
આ બધું શું છે? ટાઢું ટર્ન થઈ ગયું, ટ્રાન્વિલ. એવો આત્મા માત્ર ચૈતન્યમાં નિષ્ઠા રાખનારો થાય. તારી પોતાની જાતની અંદર જ નિષ્ઠા રાખે. તું આ છું એટલું તું જાણી લે, તું સમજી લે. તું દરેક ક્ષણે તું મુક્ત જ છે. આજ ફળથી. "હિયર એન્ડ નાઉ." "કેન યુ ડૂ ધેટ?" "યસ."
"સાકાર વસ્તુઓને ખોટી માન." ગઈકાલે આપણે વાત કરતા હતા ને? હમણાં થોડીક બીજી વસ્તુ પણ આપણે શીખીશું તેની અંદર આપણે જોઈશું કે કોઈપણ વસ્તુઓ કેવી રીતે સૂક્ષ્મતમમાંથી સ્થૂળની અંદર આવતી હોય છે. તો તે વખતે આની વાત કરીશું આપણે. એટલે કહે છે કે સાકાર વસ્તુઓને ખોટી માનવી અને નિરાકારને નિશ્ચલ અથવા નિત્ય માનવી. આપણે ગઈકાલે જે મેડિટેશન કર્યું તેના અંદર જે જગ્યાએ હતા તમે માનો છો એનો કશાથી બી નાશ થાય? ના. તમે સૌથી નાનામાં નાના હતા એ દિવસને યાદ કરો. ત્યારે પણ સૂઈ જતા હતા તો તમે આજ જોતા હતા. આજે તમને સેન્સ આવી છે, એજ્યુકેટ કર્યા છે તો તમે અત્યારે પણ આંખ બંધ કરીને સમજી શકો છો. આ પણ જ્યારે મૃત્યુ આવશે દેહનું, તમારું નહીં, તે વખતે પણ તમે જોતા હશો કે હું તો આ છું અને આ દેહ છે. એવી રીતે તો તમે શું છે કે બિલકુલ આમ કરીને આમ નીકળી જશો, કોઈ વાર નહીં લાગે દેહમાં.
તો કહે છે: "સાકાર વસ્તુઓને ખોટી માન અને નિરાકારને નિશ્ચલ અર્થાત નિત્ય માન." તો એ જે છે તે નિત્ય છે અને આ બાકીનું બધું શું છે? અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. આ જો આપણને દ્રઢતાપૂર્વક જો સમજણમાં આવી જશે તો એનો અનુભવ અત્યારે થવાનો છે. એવું નથી કે ભવિષ્યની અંદર કોઈ સમયે થવાનું હતું, ૨૦૨૬માં થવાનો છે એવું નહીં કે "નાઉ." બસ આ નક્કી કરો અને તમે એ વસ્તુમાં ત્યાં આગળ તત્કાલ પહોંચી જશો. તો નિત્ય માન. "આ તત્વના એટલે કે નિરાકાર તત્વના ઉપદેશથી ફરી સંસારમાં જન્મવાનો સંભવ રહેતો નથી." તો આવી રીતે તમારું નેક્સ્ટ બર્થ.
ન પણ હોઈ શકે, જો તમે ત્યાં આગળ પહોંચી ગયા અને તમે ત્યાં રહ્યા નક્કી કરી નાખ્યું. વાત હું નથી કહેતો, હસ્તાવક કહે છે. બ્રહ્મજ્ઞાની છે, બરાબર છે. તો એ બધું જ્ઞાન આપણા સુધી પહોંચી રહ્યું.
જેવી રીતે અરીસાની મધ્યમાં પ્રતિબિંબિત બનેલા રૂપની અંદર તેમજ બહાર. આ એક દાખલા તરીકે અરીસો છે. તેના અંદર આ પ્રતિબિંબ છે. તે પ્રતિબિંબ અંદર જાઓ કેટલું બી કે બહાર આવો કેટલું પણ, તો એ બધાની અંદર માત્ર રહેલું શું છે? ફક્ત અરીસો જ છે. કેટલું બી અંદર તમે જશો, કેટલા બી બહાર તરફ જોશો, રિફ્લેક્શન તો આખા રૂમનું બંને બાજુ હોય ને? તો આ જેટલું આમ જશો, એટલું જ આ બાજુ જોવા મળવાનું છે. વચ્ચે ખાલી અરીસો છે. તો એના અંદર અરીસો છે અને તેના સિવાય તેનાથી બીજું જુદું કંઈ જ નથી. ખાલી રિફ્લેક્શન. એવો આ સંસાર છે.
એવી જ રીતે આ શરીરમાં પણ અંદર તેમજ બહાર ચારે બાજુ એક જ પરમેશ્વર અથવા એક જ ચૈતન્ય રહેલું છે. અહીંયા બીજો કોઈ છે જ નહીં. તમારી કનેક્ટિવિટી જેવી એના સાથે થવા માંડી. આપણે કીધું ને, "પ્લેસ, પ્લેસ, પ્લેસ." આપણે આને "એક્સપ્લેસ" કહીશું હવે, બરાબર છે? હવે પછી... તો એ "એક્સપ્લેસ" જે છે, એ બધે જ છે. હવે તમારી પણ "એક્સપ્લેસ" છે, મારી પણ છે, આમ પણ છે, આમની છે. પણ જો મારે આ "એક્સપ્લેસ"માંથી તમારા જે એવા "એક્સપ્લેસ"માં જવું હોય, તો ઈટ ઇસ વેરી ઇઝી. એ કોન્સ્ટન્ટ છે, સળંગ છે. હું આરામથી જઈ શકીશ. બસ, મને એનો વિશ્વાસ હોવો જોઈએ, તો હું આ "એક્સપ્લેસ"માંથી આ "એક્સપ્લેસ"ની અંદર પણ પહોંચી જઈશ.
એવી રીતના આ બધો જે આત્મા છે, એ બધો કેવી રીતે છે? એક જ છે, પણ પૃથક પૃથક ભાસે છે. જેમ કે, અલગ અલગ પાણી ભરેલા હોય અલગ અલગ વાસણોની અંદર, તો આ બધું પાણી જ છે. જેમ કહે છે તેવી રીતે કે જે પરમેશ્વર અથવા અર્થાત ચૈતન્ય રહેલું છે અને તેના સિવાય તેનાથી જુદું બીજું કંઈ નથી.
બીજી ઉપમા આપે છે કે ઘડામાં બહાર તેમજ અંદર એક જ સર્વવ્યાપક આકાશ રહેલું છે. તેવી રીતે સમસ્ત ભૂતગણોમાં અંદર તેમજ બહાર નિત્ય અવિનાશી બ્રહ્મ રહેલું છે. એ જગ્યાને નામ આપી દીધું: અવિનાશી બ્રહ્મ. હવે "એક્સપ્લેસ"નું નામ શું થઈ ગયું? અવિનાશી બ્રહ્મ.
નેક્સ્ટ, અષ્ટાવક્ર કહે છે કે તારે કશાની પણ સાથે સંગ છે જ નહીં. તું અસંગ છે, કે તારો કોઈ સંગી નથી, તારો કોઈ સાથી નથી. તું શુદ્ધ હોય, શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે? આત્માને શેનો ત્યાગ કરવાનો હોય? ગ્રહણ શું કરવાનું હોય? એને કંઈ મેળવવાનું ના હોય, તો કંઈ ગુમાવવાનું પણ ના હોય. એટલે હાની-લાભ વાળી બાબતો આત્માની અંદર હોતી. એ ક્યાં હોય છે? મન-બુદ્ધિની અંદર હોય છે. આ જે છે ને, અંતઃકરણ, તેની અંદર ઊભી થનારી બાબત છે. આત્માની અંદર ક્યારેય હાની-લાભ થતો નથી.
આ પ્રમાણે દેહ સંઘાતનો અર્થાત દેહાભિમાનનો, "હું બોડી છું," "હું શરીર છું" વાળી જે બાબત છે, તેને ઉડાડવાની અને વિલય કરીને સ્વરૂપના લીન થઈ જા. "આઈ એમ નોટ ધીસ બોડી," સેટ. "આઈ એમ નોટ ધીસ બોડી." "આઈ એમ નોટ ધીસ માઇન્ડ," "આઈ એમ નોટ ધીસ માઇન્ડ." "આઈ એમ નોટ ધીસ થોટ," "આઈ એમ નોટ ધીસ થોટ." "આઈ એમ નોટ ધીસ ઈમોશન," "આઈ એમ નોટ ધીસ ઈમોશન." "આઈ એમ વોટ આઈ એમ," "આઈ એમ વોટ આઈ એમ," "આઈ એમ વોટ આઈ એમ." "આઈ એમ ધ સ્પિરિટ," "આઈ એમ ધ સ્પિરિટ," "આઈ એમ ધ સ્પિરિટ," "આઈ એમ ધ સ્પિરિટ," "આઈ એમ ધ સ્પિરિટ," "આઈ એમ ધ સ્પિરિટ."
સમુદ્રમાં જેમ પરપોટો ઉદય પામે છે, તેમ તારામાંથી વિશ્વ ઉદય પામે છે. એટલે આ કેવું થયું છે? આપણે એક આ ભાઈ લઈને બેઠા છે ને, એવું. આ જે કંઈ છે ને, એ બધું તમે ડેસ્કટોપ સમજો. હવે અહીંયા એક આમ પોપઅપ થાય છે. અહીંયા જેમ થતું હોય છે, એવી રીતના આમ કરીને આમ. અને એ જે કંઈ આ બધી વસ્તુઓમાંથી પોપઅપ થઈને ભેગું થઈને આવે છે અને જે એક્સપિરિયન્સ આપે છે, સમ ટોટલ, એને તમે વિશ્વ કહો છો. આને આ પાંચે પાંચનું જે એક સામટું આવે છે, તેને તમે વિશ્વ કહો છો અને તેને તમે તમારું વિશ્વ કહો છો. આ બેન જે જુએ છે, તેને એ પોતાનું વિશ્વ કહે છે. એટલે દરેક પોતાનું પોતાનું વિશ્વ જુએ છે. અને આ વિશ્વ કેવું છે? વાસ્તવમાં કલેક્ટિવ છે, બધાનું છે, કોઈ એકનું નથી. એટલે એવા વિશ્વની અંદર ઉદય પામે છે. એ પ્રમાણે આત્માને એક માત્ર જાણીને સ્વરૂપમાં લીન થઈ જા.
આત્મા છે, આ છે, બીજું કશું છે જ નહીં, એમ.
સુખ અને દુઃખને સરખા ગણીને. હવે દ્વંદ્વ થયું: સુખ અને દુઃખ તો બે નથી, એક જ છે. સરખા એટલે એસ સચ સુખ પણ નથી અને દુઃખ પણ નથી, કોઈ લાગણી જ નથી. પૂર્ણતા પ્રાપ્ત કરીને આશા અને નિરાશાને સમાન લેખીને, જીવન અને મરણને પણ સરખા કરીને તું સ્વરૂપમાં લીન થઈ જા.
ઘરે ઉતરતું નથી. થોડું પાણી પીવું અઘરું હોય. આ બધું તપી જાય. આ તત્વ અજ્ઞાન છે, એટલે એવું અંદરથી તપાવે. તો તમે વિચાર કરો કે ઋષિમુનિઓ જે આ બધું કરતા હશે, લખતા હશે, એમને આ બધું જ્યારે ઉતરતું હશે, ત્યારે એમનું ટેમ્પરેચર કેવું રહેતું હશે? અને પછી આમાં આવીને કોઈ રાજા પાછો સળી કરે, તો છોડે?
આ બધામાં એક જ વસ્તુ યાદ રાખવાની છે: તું સ્વરૂપમાં લીન થઈ ગયા. આપણી પાસે એવું કંઈક હોય છે: "આઈ કેન ડૂ ઈટ ફ્રોમ હિયર" એવું. નો પ્રોબ્લેમ. પણ આપ એવું બદલી જ નાખજો. આગળ આપણે હવે કહે છે પ્રકરણ છ ની અંદર. આઈ હેવ સિલેક્ટેડ ફ્યુ થિંગ્સ, એટલા માટે તમને અલગ અલગ ચીજો બતાવું છું.
આસ્થા વક્ર અહીં કહે છે: "અહમ" અર્થાત "હું." તમે કોઈને કે "અહમ બ્રહ્મ અસ્મિ" એમ બોલીએ છીએ ને આપણે? તો હું આકાશની જેમ અનંત. જો, આકાશની જેમ છે, હું આકાશ નથી. આકાશની જેમ અનંત. જેમ આકાશ અનંત છે, તેમ હું પણ અનંત છું, એમ કહેવા માંગે છે. અને જગત અને ઘડાની જેમ પ્રકૃતિ જન્મ્ય છે, તેમ આ ખરું જ્ઞાન છે. અને જગત ઘડાની જેમ પ્રકૃતિ. આ જે કંઈ જગત છે, એ જેમ ઘડો છે, એ પ્રકૃતિ છે કે એ જગત છે, એને એમ સમજવાનું આપણે કે આ પ્રકૃતિ છે. તો આ ખરું જ્ઞાન છે. તો પછી આ જગત આદિનો ત્યાગ પણ થઈ શકતો નથી, તેમ તેનું.
ગ્રહણ પણ થઈ શકતું નથી કે તેનો લય પણ નથી સંભવતો, પછી કંઈ કરવાનું રહેતું નથી. એનો મતલબ એ છે, તમે સમજી ગયા કે આ પ્રકૃતિ છે અને આ 'હું' છું. એટલું જાણી લીધું, પણ તમારે ગ્રહણ નથી કરવાનું, કશાનો ત્યાગ પણ નથી. જેમ છે તેમ જ રહેવાનું છે, ખાલી તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. તમે એ જ નોકરી કરતા હશો, સાડા વાગે તમે પેલું સેલ મારી ગાડી દોડાવતા હશો, ઓફિસે જતા હશો, બધું કરતા હશો, પણ છતાં પણ તમે બ્રહ્મજ્ઞાની હશો. કેટલી સુંદર વાત છે!
અહમ અર્થાત 'હું' મહાસાગર જેવો છું. મહાસાગર જેવો અને આ જગત પ્રપંચ તરંગ જેવો છે. જગતનો પ્રપંચ જે છે એ કે નાનકડો એક બુદ્ધ ભૂદા. મેં એક પુસ્તક વાંચતો હતો, તેની અંદર એમ કીધું કે આ જે જગત છે અને જે 'હું' છું, તો એ જગત શું છે? તો કે જેવી રીતે એક કોઠું એ છે, એની અંદર એક કોઠાની અંદર જેમ હાથી પ્રવેશી શકતો નથી, તેવી રીતે આ 'હું' જે છે, એટલો વિશાળ છું કે તે આ જગતની અંદર સમાતો નથી. બહુ સુંદર ઉપમા આપી હતી કે આ હાથીની ઉપમા અને કોઠું. એ કોઠાની અંદર એક હાથીને કેવી રીતે પૂરવાનું છે? તો એવી રીતના વાત કહે છે કે ભાઈ આ સંસારની અંદર 'હું' સમાય. એટલે એક બહુ સરસ પિક્ચરનું નામ હતું: "ધીસ વર્લ્ડ ઇસ નોટ ઇનફ". કોનું પિક્ચર હતું?
તો પછી આ જગત આદિનો ગ્રહણ, ત્યાગ કે લય સંભવતો નથી. અહમ અર્થાત 'હું' જ સર્વ ભૂતોમાં છું. આ બધા જ ભૂતોની અંદર 'હું' છું અને સર્વ ભૂતો મારામાં છે. આ એક દ્રષ્ટિની વાત કરે છે કે આ બધું જ મારામાં છે અને 'હું' પણ ત્યાં આગળ જ છું. કારણ કે 'હું' તો અતિ વિશાળ છું ને! તો 'હું' અહીં પણ છું, 'હું' અહીં પણ છું, અહીં પણ છું, અહીં પણ છું, દરેક જગ્યાએ છું. તો આ આંખોની પાછળ કેમ કે આંખને જોવાની શક્તિ કેમ મળે છે? તો કે 'હું' છું ને! સાંભળવાની શક્તિ કેમ મળે છે? તો કે એની જોડે 'હું' છું. તો દરેક જગ્યાએ જોડે 'હું' છું, તો આ બધું કામ કરે છે, નહિતર બધું નકામું. બિલકુલ! તો પછી આ જગત આદિનો ત્યાગ, ગ્રહણ કે લય સંભવતો નથી, કંઈ કરવાની જરૂરત રહેતી નથી.
હવે પ્રકરણ સાતમાં એક કહે છે: શિષ્ય પોતાનો અનુભવ કહે છે કે, "આત્મા વિશ્વમાં નથી, તેમાં ત્યાં અનંત અને નિરંજન સ્થિતિમાં વિશ્વ પણ નથી." આત્મા વિશ્વમાં નથી. હવે પાછી એનાથી રિવર્સ વાત કરે છે. એ પોતાનો અનુભવની વાત કરે છે. આ બધું સાંભળ્યા પછીથી એને જ્યારે મેડીટેશન કર્યું અને પોતે અનુભવ કર્યો, ત્યાર પછી કે, "એટલે તેના આશ્રય રૂપ અહમ અર્થાત 'હું' તો આસક્તિ રહિત, નિષ્પૃહ અને શાંત છું." અહો! અહમ અર્થાત 'હું' તો ચૈતન્ય માત્ર જ છું.
અષ્ટાવક્ર આઠ નંબરના પ્રકરણમાં કહે છે બંધ મોક્ષમાં કે, "જ્યારે ચિત્ત કંઈ ઈચ્છે, શોક કરે, કંઈક પણ છોડી દે, ગ્રહણ કરે, હર્ષ પામે કે કોપ કરે, ત્યારે બંધન થાય છે." કાલ કહેતો હતો તમને ત્રણ ચિત્ત છે. તો આમ રહીનો દાણા છે, એટલું અહીં વેરાવ્યું. હવે થોડુંક વધારે આગળ ગયા એટલે પાછું Mercedes જોયું, તો કે ત્યાં થોડુંક વેરાવ્યું. એટલે આવું બધું આમ રોજ વેરતા વેરતા, વેળતા વેળતા આપણે ફરતા થઈએ અને પછી સાંજે આવીને કહીએ આપણે શું? "હું તો થાકી ગયો." કોઈ કહેશે, "ગઈ." તો સાચું શું છે ખરેખર? આ 'ગયો' સાચું કે 'ગઈ' સાચું? બંને, કેમ કે આત્મા જે છે એની કોઈ જેન્ડર હોતી નથી. કાલે જ આપણે શીખ્યા. જેવી તમારી કોન્સેસનેસ પાંચમાં કોષની અંદર પ્રવેશ પામશે એટલે આત્મરૂપ થઈ જશો. અને એટલે અત્યારે જે કંઈ તમે થઈ રહ્યા છો, તો ઓલરેડી તમે ત્યાં પહોંચી રહ્યા છો, બીકોઝ યુ આર લર્નિંગ અબાઉટ આત્મા.
ત્યારે શું થશે? તો કે આ બાકીનું બધું તમારો જેન્ડરનો ખ્યાલ જ ઉડી જશે. અહીં બેઠા બેઠા વિચાર નહીં આવે. તમે આમ સામે આમ એકદમ ઊભા થઈને કોઈકને પણ સામે જોશો ને તો પણ એકદમ ઊભા થઈ જાય, એકદમ. અને આમ જોજો પાછળ, આમ પાછળ જોવો, તને કોણ દેખાય છે? હા, પણ બધા બેઠેલા છે, પણ તને એવો ખ્યાલ આવે છે કે આમાં પુરુષ છે કે આમાં સ્ત્રીઓ બેઠેલી છે? એવું મારો કહેવાનો મતલબ એવો.
સીધા જ્યારે ચિત્ત કોઈ પણ દ્રષ્ટિ અર્થાત વિષયોમાં આસક્ત થઈ જાય છે, ત્યારે જ બંધન થાય છે. ક્યાંક આપણે ભેરવાઈ જઈએ, ત્યાંથી બહાર નથી નીકળી શકતા લાંબો સમય સુધી એનો પછી. અને પછી વી કેરી એટ હોમ, આપણા ઘરે પણ લઈ જઈએ છીએ એ વસ્તુને જે આપણે ત્યાં આગળ મોલમાં જોઈ છે. પછી રાત્રે કે, "સાંભળો છો? અપાવો ને ક્યાંક સુવા દે ને!" એટલે ગ્રહણ નથી કરતું, હર્ષ નથી કરતું, શોક નથી કરતું, કોપ નથી કરતું, ત્યારે મોક્ષ થઈ જાય છે. ટૂંકમાં, કંઈ પણ લાગણીઓનો કોઈ અનુભવ નથી કરતા હોતા. એવી સ્થિતિમાં જ્યારે આપણે મુકાયેલા હોય, એટલા અસંગ અને નિર્વિકાર બની ગયેલા હોય, કોઈ ઈચ્છા જ બાકી નથી, કશું જ નથી, એવી સ્થિતિમાં નિરંતર રહેતા હોઈએ તો કેવી રીતે આપણે બંધનની અંદર આવી શકીએ? એ સમજાવે છે.
જ્યારે ચિત્ત કોઈ પણ દ્રષ્ટિ અથવા વિષયોમાં આસક્ત થાય છે, ત્યારે જ બંધન થાય છે. જ્યારે ચિત્ત બધી દ્રષ્ટિ વિષયોમાંથી આશક્ત થઈ જાય છે. વેન યુ વિથડ્રો ફ્રોમ ઓલ ધીસ. આપણે મંદિરે જઈએ તો કાચબો જોઈએ છે ને? કાચબો આપણને શું શીખવાડે છે કે જ્યારે પણ ડિફિકલ્ટ ટાઈમ્સ આવે ત્યારે શું કરવું જોઈએ? યસ, બધાને આવડે છે. કેટલું સરસ!
હવે અહમ નથી ત્યારે મોક્ષ છે, જ્યારે અહમ છે ત્યારે બંધન છે. એમ સહજ વિચારી આશાનું પણ ગ્રહણ કે ત્યાગ કરીશું. હવે આ તો એનાથી ઉપરની વાત કરી કે જ્યાં સુધી તું અહમ છે એવું વિચારે છે, ત્યાં સુધી તારા માટે બંધનનું પણ કારણ છે કે મોક્ષનું પણ જવાની જગ્યા છે. પણ જ્યારે એ પણ તું છોડી દઈશ કે તું આ પણ નથી, એટલે સીધું છઠ્ઠા જેને કહેવાય બોડીની અંદર પેસી ગયા. તો એટલે છઠ્ઠા બોડીની અંદર જેઓ બેસી ગયા એટલે ત્યાં આગળ શું થયું? તો કે શૂન્ય ભાવ આવશે. "મેં કુછ નહીં હું", કંઈ જ નથી બોલવાની જરૂર નથી, પણ એક શૂન્યતા વ્યાપશે. અને એ શૂન્યતા વ્યાપાર વગર કોઈ મોક્ષે ગયો નથી. એટલે
અત્યારે મજબૂત થઈ જાવ, જરા ટાઈટ કરી દેજો; કારણ કે જેવું શૂન્ય એક વખત પણ જીવનમાં આવીને તમારી રમણ માણસીને પણ ભયંકર ડર લાગી ગયો હતો. બિલકુલ, તે આમ ચટાફાટ સૂઈ ગયા હતા. રામકૃષ્ણ દેવને પણ આ થયું હતું, તમને પણ થવાનું છે. તૈયારી અત્યારની રાખજો. એમ મોક્ષ ના મળે, કંઈ પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ નથી, સમજ્યા? તૈયારી રાખવી પડે. એ શૂન્યતાનો જ્યારે અનુભવ થશે ને, તો આ રુવાડા છે ને બધા તમારા આમ એ વર્ક કરતા હશે, તે વખતે ખ્યાલ આવી જશે કે આ શૂન્યની વાત કરતા હતા. પણ એ ચોક્કસ આવશે.
પણ આજે આગોતરું તમે જાણી રાખ્યું છે કે બે દિવસ પછી આમ થશે. હવે પરીક્ષિતને ડર લાગતો, કારણ કે સાત દિવસ પછી મૃત્યુ થવાનું છે એ નિશ્ચિત છે, એને ખબર છે. એટલે પછી પેલા શૃંગીને જે એના ફાધર છે, એ કહે છે કે, "ભાઈ, લાખો મરજો પણ લાખોનો પાલનહાર ના મરજો." આ ઉક્તિને સાચી ફેરવવી જોઈએ; કેમ કે જો એક પાલનહાર હશે તો લાખો કુટુંબો એના પર નિર્ભર થતા હોય છે. એટલે તું એટલીસ્ટ જઈને જણાવ, આ તારી ફરજ છે; કેમ કે તે શ્રાપ આપ્યો છે. એને ખબર નથી, સાત દિવસ પછી અચાનક જ એકદમ તક્ષક ત્યાં જશે જ, તો પછી એ મૃત્યુ પામશે. તો એને તે વખતે કંઈ જ ખબર નહીં. હજુ એની પાસે સાત દિવસ છે, એમાં એને જે કંઈ કરવાનું બાકી હોય એ બધું જ એ પૂરું કરી લે.
આપણી પાસે પણ સાત જ દિવસ છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. કોઈ એક દિવસે આપણું પણ નક્કી છે. કયો વાર આપણને ખબર નથી. કદાચ કાલે, કદાચ પરમ દિવસે. આપણે જાણતા નથી. આપણી શું તૈયારી છે એના માટે? તૈયારી રાખવી પડશે. પરીક્ષિતે કરી હતી, આપણે કરવી પડશે. નહીં તો આપણે પરીક્ષામાં ફેલ થઈ જઈશું. પરીક્ષિત છે તો પાસ થઈ જાય. તો એને કીધું કે, "તું પંચમહાભૂતના કાર્યોને વાસ્તવિક રીતે ભૂત માત્ર જો. એને પંચ તત્વો છે એમ જ તું જાણ. બીજું કંઈ જ ના જાણીશ. એને કોઈ બહુ સ્પેશિયલ જેને કહેવાય કે કોગ્નિઝન્સ આપીશ નહીં." આ બધી ચીજોમાં કંઈ બહુ ઊંડા ઉતરવા જેવું નથી. પણ આ વાત કનિષ્કમાં બેઠેલી સ્ત્રીઓ અને પુરુષોને કોણ સમજાવશે? "તે ક્ષણે જ તું બંધનથી મુક્ત થઈને સ્વરૂપમાં સ્થિર બની જઈશ."
વાસનાઓ જ સંસાર છે. એટલે ઈચ્છા શું કહે છે? મૃત્યુની મા છે. શું કહે છે? કોની મા છે ઈચ્છા? ઈચ્છાઓની મા, દુઃખની મા. એટલે વાસનાઓ જ સંસાર, જે વાત સાચી થઈ ગઈ. એ બધી વાસનાઓના ત્યાગથી સંસારનો ત્યાગ થઈ જશે. ઈચ્છાઓનો ત્યાગ કરશો એટલે સંસારનો ત્યાગ થઈ જશે અને જે પરમ પદમાં સ્થિતિ થવી જોઈએ તે આજે જ થઈ જશે. "હિયર એન્ડ નાઉ અગેન પ્રોમિસ ઓફ બ્રહ્મજ્ઞાની." નેક્સ્ટ, "સુખ, દુઃખ અને જન્મ, મૃત્યુ દૈવથી આવે છે એમ જેને નિશ્ચય કર્યો છે." તો જઈને સોંપી રાજા પાસે ગયા.
બીજા દિવસે સવારમાં, રાત્રે રાજાને નિદ્રા પણ બરાબર ના આવી. એને ઘરે આવીને મુગટ જેવો કાઢ્યો ને, એટલે હું પણ આ કાઢું ત્યારે મને અહેસાસ થાય. તો રાજાને પણ એવો અહેસાસ થયો કે આજે કંઈક અજુકતું બન્યું છે મારાથી, પણ મને ખ્યાલ નથી આવતો કે શું થયું છે ખોટું. રાત્રે પછી ભોજન કરીને સુવા ગયા તો બરાબર નિદ્રા પણ ના આવી. દૂપના શરૂ થઈ ગયા. સવારે દરબાર રાજા બેઠા હતા વિદ્વાનોની સાથે. તે વખતે એકદમ બધી ચર્ચા કરતા હતા, ત્યાં શૃંગી પધાર્યા. દૂરથી બ્રાહ્મણને આવતો જોયો. તે વખતના સંસ્કાર એ હતા કે રાજા પણ હોય, પણ જો કોઈ બ્રાહ્મણને જોઈ જાય તો પોતાના સિંહાસન પરથી ઉતરીને ત્યાં આગળ જાય, એને ચરણ ઉદક જેને કહેવાય, પાણીથી એના પગને ધોઈ આપે. એ જમાનામાં બધા ઋષિમુનિઓ ખુલ્લા પગમાં ફરતા હતા, કોઈ કુંબાના શૂઝ નહોતા. ત્યારે મેં ઘણાને પહેરેલા છે.
તો એમને ચરણ પ્રક્ષાલન કરી આપ્યું અને સારો શબ્દો બોલાય છે તો થોડું થોડું ગુજરાતી મસ્ત આવડી ગયું એનો મતલબ. તો એવું કરતાં કરતાં એમને સરસ રીતે સિંહાસન પર લાવીને પાછા બેસાડે. રાજા પોતાના સિંહાસન પર બ્રાહ્મણને બેસાડે, પોતે આમ કરીને ઉભા રહે કે, "હું આપની શું સેવા કરું?" આજે કોઈ આવું કરે છે? કોઈ બ્રાહ્મણને પણ એવા લાયક બ્રાહ્મણ છે? શોધવા પડે. જડે ક્યાં ખબર નથી, પણ તપાસ તો કરો. કોક એક મળે ને તોય કામ થઈ જશે.
હવે સત્ય વાત કહું તો જ્યારે તમે બ્રહ્મ વિશે જાણો છો, તો તમે આ જ ક્ષણે તમે બધા જ બ્રાહ્મણ છો; કારણ કે તમે સૌ કોના વિશે જાણી રહ્યા છો? બ્રહ્મ વિશે. આ સત્ય છે અને આ રિલેટિવ સત્ય નથી, ફેક્ટ. તો એવો ત્યાં આગળ થયું કે શૃંગી કે, "ભાઈ, મારે આવવાનું કારણ છે રાજા તમારા દરબારની અંદર." તો કે, "શું? કે હું તમારી કઈ સેવા કરું?" આ નહીં ના થાય એવું નથી, પણ બન્યું એવું એવું છે કે ગઈકાલે આશ્રમની અંદર મારા પિતાજી બેઠા હતા અને એ મેડિટેશનમાં હતા. કોઈકે આવીને આવી રીતના એનો હાર પહેરાવી દીધો અને મરેલો સાપ જે હતો એ એમના ગળામાં મૂકીને ત્યાંથી ચાલી ગયા. લેટર ઓન જ્યારે હું આવ્યો ત્યારે મેં આવી રીતના એક શ્રાપ આપ્યો છે કે, "જેને આ કૃત્ય ભર્યું છે તેને સાત દિવસ પછી તક્ષક નાગ કરડશે અને તેનું મૃત્યુ થશે." મારા પિતાશ્રી જ્યારે ફરી વખત એમ કે મેડિટેશનમાં ગયા ત્યારે એમને મને કીધું કે, "આ તો રાજા પરીક્ષિત છે જેને તે શ્રાપ આપ્યો છે." ત્રિકાળ જ્ઞાની હોય એ બધું જોઈ શકે.
ત્રિલોક દર્શી, ત્રિકાળ જ્ઞાની એ વસ્તુ હોય. શું હોય? ત્રિલોકનું દર્શન કરી શકતા હોય અને ત્રણેય કાળનું દર્શન કરી શકતા હોય. આવા ઋષિમુનિઓ. આપણને કંઈ દેખાતું નથી અડધો કિલોમીટર દૂર એટલે ચશ્મા પહેરવા. પાંચ મિનિટ પછી શું તમારે ને એ પણ ખબર હોતી નથી. કેવી હાલત થઈ ગઈ છે આપણી! આપણે બ્રહ્મ છીએ. શંકા પડે કરે ને પડે પડે, પણ નિશ્ચિત માનો કે હા, તમે તે જ છો. "હે તત્વમસિ." એ શું? રાજાએ રાજાને કહે છે કે, "રાજા, હવે તમારી પાસે સમય ઓછો છે, તો હું તમને સાવધાન કરવા આવ્યો છું, વોર્નિંગ આપવા આવ્યો છું કે તમારે સાત દિવસમાં જે કંઈ કરવા યોગ્ય..."
હોય એ બધું કરી નાખો અને હું તમારી ક્ષમા પણ માંગું છું. રજા પર શ્રાપ આપ્યા પછીનો વિવેક જુઓ, રાજાનો વિવેક જુઓ! અત્યારે તો આપણે કોઈ આપણને શ્રાપ આપ્યો હોય તો આપણે શું કરીએ? એનું કે, "સાત દિવસ પછી તો મારે જવાનું, હમણાં તો તારો વારો છે." થઈ ગયું! તો આપણે બધા એટલા માટે જુદા પડતા હોઈએ આવી બધી ચીજોમાંથી. જેમ વૃત્તિઓ, મનોવૃત્તિઓ કેટલી બદલાતી બદલાતી દરેક કાળમાં આવી થતી ગઈ છે. તો પછી એને કહે છે કે આવું થયું છે.
હવે રાજાએ વિચાર્યું કે, "સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ દૈવથી આવે છે, એટલે ભાગ્યવશ છે. આ તો નિમિત્ત છે, પેલો પણ નિમિત્ત છે, પેલો પણ નિમિત્ત. મારા ઘરમાં પણ એક નિમિત્ત છે. બધા નિમિત્ત જ છે." એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો સાધ્ય કર્મને જોનારો અને પરિશ્રમ રહિત બનેલો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી.
હવે પરીક્ષિત રાજાએ વીર બનાવવાનું શરૂ કર્યું. વકીલો નહોતા બોલાયા. એને પણ પોતાનો દીકરો જન્મેજય હતો. એ લાયક હતો, ઉંમર લાયક હતો, થોડો નાનો હતો, તેમ છતાં પણ વિદ્વાન જે કોઈ હતા એ બધાની સામે એનો રાજ્યાભિષેક કરી દીધો અને પોતે રાજ્ય છોડીને ગંગા કિનારે ચાલ્યા ગયા. એટલે કર્મ કરતો હોવા છતાં લેપાતો. આ બધું એને છોડી દીધું. પછી એકદમ જ લેપાયમાન. હવે કશું છે જ નહીં કે મને સંસાર કશું બાંધી શકે એવું નથી. રાજ્ય, સામ્રાજ્ય બધું જ છોડી દીધું અને એક મિનિટમાં આ સંસારમાં ચિંતાને લઈને દુઃખ ઉત્પન્ન થાય. ચિંતા કોણ કરે? વેરી ગુડ! બસ, બધાએ એકદમ નિશ્ચય કર્યો છે તે ચિંતાથી રહિત અને સર્વત્ર સ્પૃહાહીન મનુષ્ય સુખી અને શાંત બને છે.
"હું દેહ નથી, દેહ મારો નથી." આવી ગઈ આપણી અસર. "હું બોધ રૂપ છું," એવો જેને નિશ્ચય કર્યો છે, તેવો મોક્ષને પ્રાપ્ત થયેલો મનુષ્ય કરેલા કે ન કરેલા કર્મોને સંભાળતો પણ નથી. આત્મા હોય કે કોઈ કર્મને સંભારે? પણ જ્યાં સુધી, જ્યાં સુધી તમારામાં દેહ ભાવ છે, "આ દેહ મારો છે," ત્યાં સુધી આપણે ગઈકાલે એક વાત કરી હતી: આલોચના, પ્રતિક્રમણ, પ્રતિઆખ્યાન. રાઈટ? તેની જરૂર પડશે. નહીં કરો તો બહુ નુકસાન નથી, પણ કરશો તો ફાયદો. ક્યાં સુધી? જ્યાં સુધી "હું દેહ છું" કે "આ દેહ મારું છે" એવું જ્યાં સુધી ખ્યાલ રહે છે, ત્યાં સુધી તમને આ વસ્તુની જરૂર પડશે. પણ જેવું તમે "હું આ દેહ નથી, હું આ મન નથી, હું આ શરીર નથી" વાળું આવી ગયું, એટલે પછી પ્રોગ્રામ પૂરો. પછી કંઈ કરવાનું રહેતું નથી. કારણ કે તમે મોક્ષ રૂપ બની ગયા. તરત જ, ઇસ મોમેન્ટ, બધા કર્મો આ તે બધું ઉડી ગયું, ખતમ!
કારણ કે હું હવે કર્તા નથી, તો હું હવે ભોક્તા કેવી રીતે રહ્યો? બહાર નીકળી ગયા આપણે. તો ક્યાં ઘર માર્યું નથી? વદન સળગે. "બ્રહ્માથી માંડીને તૃણ સુધી હું જ રહ્યો છું," એવો નિશ્ચય કરનાર મનુષ્ય સંકલ્પ રહિત, પવિત્ર, શાંત અને પ્રાપ્તને અપ્રાપ્તથી રહિત બને છે.
"જે કંઈ મળ્યું છે એ નથી મળ્યું." બેમાંથી કશું જ જોતો નથી. બસ, એ શાંત થઈ ગયો. એટલે બ્રહ્માંડથી માંડીને તૃણ સુધી જેટલું પણ છે, "આ બધું જ હું છું" અથવા તો "હું નથી" એ વાત કરવાની. બંને રીતે તમે પહોંચી જઈ શકો. રસ્તો તમારો સરળ છે.
હસ્તાવક્ર બોલ્યા કે, "વિષયોમાંથી રસ જતો રહેવો એ જ મોક્ષ છે. વિષયોમાંથી રસ જતો રહેવો તે મોક્ષ છે. વિષયોમાં રસ ભોગવવો એ જ બંધન છે." આટલું જ માત્ર વિજ્ઞાન કહે. કેટલું વિજ્ઞાન છે! બે લીટી. આ બે લીટીની અંદર તેમણે ઘણું બધું કહી દીધું આપણને કે, "વિષયોમાં રસ હોય, કોઈપણ બાબતમાં તમે રસ લો છો, તો તમે બંધનમાં છો અને કોઈપણ વિષયમાં રસ લેવાનો બંધ કરો, તો તમે એ વસ્તુથી, એ વ્યક્તિથી, એ સંસારથી બધાથી મુક્ત છો, છૂટી ગયા."
"તું દેહ નથી, તેમ દેહ તારું નથી. તું ભોક્તા કે કર્તા પણ નથી. તું તો સદા ચિત્ત સ્વરૂપ, સાક્ષી અને કોઈના પર પણ આધાર ન રાખનારો છે." એમ સુખ. "હું નિરાલંબ છું." કાલે આપણે બોલતા હતા: "કેવું છું? હું કોઈની પણ આધાર નથી રાખનારો. હું નિરાલંબ છું. મારે કશાની જરૂર નથી. હું આત્મા છું, હું આત્મા છું." એટલે જો સતત "હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું" ભાવમાં રહેશો, તો બાર વાગશે, એક વાગશે, દોઢ વાગશે. કોઈક આવીને જોશે તમને કે, "આ ભાઈ કેમ બેસી રહ્યા છો?" કોઈક આવીને પૂછશે કે, "તમે ભોજન કર્યું કે ના?" ત્યારે પણ તમારા મનમાં શું હશે કે, "હું આત્મા જ છું, આત્મા છું." તો તમે એમ કહો કે કોઈ લાવીને તમને આપશે, "ભોજન કરો." કોઈ પણ ગમે ત્યારે આવશે. પ્રયોગ કરવો હોય તો કરી દો.
એક સંત થઈ ગયા, સ્વામી રામદાસ. એમણે જીવનની અંદર એક સમયે એવું કર્યું કે, બસ, નક્કી કરી નાખ્યું કે આ ઘર મારે છોડી દેવું છે. પત્નીની રજા લઈ લીધી અને પછી નીકળી ગયા. એમનો એકમાત્ર મંત્ર હતો: "શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ." બસ, કોઈ બોલ્યા જ કરે, પૂછ્યા જ કરે. અને આખા ભારતની બે થી ત્રણ પરિક્રમા એમણે પગે ચાલીને કરી. ખિસ્સામાં એક રૂપિયો રાખ્યો નહોતો. પહેરેલા કપડે નીકળી ગયા હતા. પછી એ પણ આપી દીધા કોઈકને. અને બસ, એવી રીતે ફરતા હતા. તો જે કાળે જે બને તે ખરું. બસ, એવી રીતના એમણે આખા ભારતની બે પ્રદક્ષિણાઓ કરી, બધા તીર્થયાત્રા ધામોની મુલાકાતો કરી. બહુ સુંદર પુસ્તક છે એમનું, "ઈશ્વરની શોધમાં." તો એ ક્યારેક વાંચવા જેવું બહુ સુંદર છે એમના અનુભવો. એમના અનુભવ તમે વાંચશો ત્યારે તમે અનુભવશો કે આવું થાય છે, આવું થાય છે.
એવું સુંદર.
તો એ કહે છે કે, "વિષયોમાંથી રસ જતો રહેવો એ જ મોક્ષ છે." એમને બધા જ વિષયોમાંથી એકદમ રસ જતો રહેલો. અરુણાચલના જે સ્વામી છે, તેમનો પણ એકદમ જ વિષયોમાંથી રસ જતો રહ્યો. તમારો પણ એક દિવસ એવો આવશે. મેં કીધું, "સાત દિવસ." એક દિવસ તમારો પણ એવો આવશે કે જ્યારે તમારો પણ વિષયોમાંથી રસ જતો રહેશે. તમને ખ્યાલ આવી જશે કે, "બસ, આ કશાની હવે મારે જરૂર નથી." અને એ દિવસ આજે પણ હોઈ શકે છે, લેટ મી ટેલ યુ. "તો દેહ નથી, દેહ તારો..."
"નથી તું ભોક્તા કે કર્તા, પણ નથી પર પણ આધાર ન રાખનારો; માટે સુખપૂર્વક વિચર." પરીક્ષિત રાજા ગંગા કિનારે સુખપૂર્વક ફરવા માંડ્યા. ફરતા ફરતા તેમને વિચાર આવ્યો કે, "આવા સાત દિવસની અંદર મારે કંઈક એવું કરવું કે જેનાથી મારા આત્માનું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય." બધું ત્યાગીને, દીકરાને સોંપીને, તેઓ નીકળી ગયા.
સામેથી તેમણે સુખદેવજીને આવતા જોયા. સુખદેવજી આમ સામાન્ય રીતે કોઈને દેખાય નહીં, સંપૂર્ણ ત્યાગી. જન્મ્યા ત્યારથી, મેં કાલે વાત કરી હતી. તો એ સુખદેવજીને આવતા જોવે એટલે તો પ્રસન્ન થઈ ગયા. "વાહ, મારો આજનો દિવસ અદભુત!" જઈને તેમના ચરણ સ્પર્શ કર્યા.
પેલા સામાન્ય ચેતના પર આવીને કીધું કે, "રખો રાજન, તમે અહીંયા આગળ શું કરી રહ્યા છો?" હું જેમ મારા મિત્રને જોઈને એકદમ કહું કે, "તમે અહીંયા આગળ બપોરમાં કેમ ફરો છો?" એના જેમ પૂછી લીધું કે, "ભાઈ, તમે રાજપાટ છોડીને કેમ ફરી રહ્યા છો?" સામાન્ય રીતે રાજા તો મહેલમાં હોય. એટલે તેમણે કીધું કે, "મારે આવું આવું થયું છે, એટલે હવે હું કોઈક એવું કંઈક કરવા માગું છું કે જેમાં આ સાત દિવસની અંદર કંઈક મારું કલ્યાણ થઈ જાય."
હવે સુખદેવજીએ તો એના માથે હાથ મૂકી દીધો હતો. સુખદેવજી શિવજીનો અવતાર. શિવજી એટલે સાક્ષાત જ્ઞાન. તો જુઓ, પરિસ્થિતિઓ કેવી કેવી બને છે જીવનની અંદર! અને પછી રાજાને કહે છે, "ચિંતા ન કર, સાત દિવસમાં ઘણું થઈ શકે. આપણે એક ભાગવત સત્રનું આયોજન કર્યું, શ્રીમદ્ ભાગવત સત્રનું આયોજન કરવું."
હવે આ તો ભલે એક્સ હોય, પણ રાજા છે ને! ગમે તેટલું તો ચપટી વગાડે એટલે બધા અનુચરો આમ દોડાદોડ કરીને બધું કરીને મંડપ મંડપ બધું તૈયાર કરી દીધું. ઋષિમુનિઓને પણ ધીમે ધીમે ખબર પડી ગઈ કે દરેક ત્યાં આગળ મંડપમાં આવવા માટે દેવો પણ આવવા માંડ્યા. જો, જ્યારે ઈશ્વર વિશે, હાથ વિશે, ભગવાન વિશે ક્યાંય પણ વાત કરશો ને, તો તે વખતે પરમાત્મા ત્યાં પ્રગટ થઈ જશે. ત્યાં અચૂકપણે દેવો પણ સાંભળવા આવશે. તમને એમની હાજરીનો અનુભવ પણ થઈ શકે છે. અહીંયા આ રૂમમાં પણ જો એવું કહેવામાં આવે છે કે પોતે અહંકારપણે એવું ના વિચારતો હોય કે આ હું બોલું છું, તો આ અનુભવ આવી શકે છે કોઈને પણ.
એટલે ત્યાં આગળ એ મંડપ હતો, તેની અંદર બધા આવી રીતના દેવો પણ આવીને બેઠા, બીજા લોકો પણ આવીને બેઠા, રાજાઓ, ઋષિઓ. વ્યાસ મુનિને ખબર પડી કે મારો દીકરો! અરે, તેમને તો હજી એમનો દીકરો જ દેખાતો હતો ને સુખદેવજીની અંદર. ભાગતા ભાગતા સુખદેવજીએ કીધું કે, "કોણ પિતા ને કોણ વાત કહે છે? હું તો જાઉં છું અહીંથી." પણ તેમને તો હજી એમ હતું કે આ સુખદેવ તો મારો પુત્ર કહેવાય, એટલે મારે ત્યાં એમાં તો જવું જ પડે. અને કેવી કથા કરશે? આપણે જઈને એમ કે શ્રવણ તો કરવું જ જોઈએ. એટલે વ્યાસજી પણ એ કથાની અંદર આવીને બેસી ગયા. અને પછી સુખદેવજીએ શ્રીમદ્ ભાગવતની કથા સાત દિવસ માટે શરૂ કરી.
"રાગ અને દ્વેષ એ મનના ધર્મો છે, અને મન તો કદી તારું છે જ નહીં. તું વિકલ્પ બોધ સ્વરૂપ નિર્વિકાર છે, માટે સુખપૂર્વક વિચારો." તમારું પોતાનું મન જે છે, તેને જો તમે તપાસ કરો તો એ શું છે? ઈટ્સ અ બંડલ ઓફ ડિઝાયર્સ, પેકેજ છે, બીજું કશું નથી. ગાંસડી બાંધેલી હોય બધી જાત જાતની ઈચ્છાઓની. ઠાકડે ઠાઠ બાંધી હોય, બધી બોટલ પ્રેસ કરી કરીને ભરે છે ને એવી રીતના. એટલે વજનદાર હોય એટલા માટે મનનું વજન લાગે છે, કારણ કે વિચારોને પણ વજન પડશે. વાસ્તવમાં તમારું વજન જો 70 કિલો હોય વાસ્તવમાં, તો નક્કી માનજો 10 થી 12 કિલો વજન તો તમારા વિચારોનું જ છે. એટલે વિચાર વિહીન સ્થિતિની અંદર જો મુકાશો અને પછી જો તમે વજન કાંટા પર ઊભા રહેશો, તો કદાચ આવું પણ બતાવી. પ્રયોગ કરવા જેવો છે.
"સર્વભૂતો જો હું તો સાયન્સમાં બિલીવ કરું છું, એટલે હું તમને કહી દીધું. સર્વ ભૂતોમાં પોતાના આત્માને પોલા અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જાણીને અને અહંકાર અને મમત્વથી રહિત બનીને તું સુખી થા." ગઈકાલે જ વાત કરી, "આત્માનું ભૂતેના ઉત્તુંગે કદી નીચે ના ઉતરું. સર્વમાં મુજને અને મુજમાં હું સર્વને નિરંતર નિહાળું." કેટલું જુદું પડે છે! મેં તો હસ્તા પત્ર હમણાં વાંચ્યું ત્યારે ઉતર્યું તું એક જ્ઞાન. જો વસ્તુ હોય આપણને જ્યારે આવી રીતે રેફરન્સ આમ ટેલિંગ થાય ને, અપાર આનંદ થાય. એવરેસ્ટ પર ચડી ગયા હોય ને પેલા પેન્સિલને થયો તો ને એવો જ આનંદ થાય. બિલકુલ. "અહંકાર અને મમત્વથી રહિત બનીને તું સુખી થા." પણ ત્યારે પણ હું સમજતો હતો કે આ જ્ઞાન મારું નથી. આજે પણ હું સમજું છું કે આ જ્ઞાન મારું નથી. પણ આજે પણ મને ખબર છે કે હું તો જ્ઞાન સ્વરૂપ જ છે.
નેક્સ્ટ: "બધે સમદર્શી ધીર પુરુષોને સુખમાં અને દુઃખમાં, સ્ત્રીમાં અને પુરુષમાં, સંપત્તિમાં અને વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. સદા સમત્વ ના બંધન ના મુક્તિ." બરાબર. ભગવંત ફેવરીટ એકદમ. "જેનો સંસાર નાશ પામ્યો છે એવા મનુષ્યમાં નથી હિંસા કે કરુણા. એ કોઈને બચાવવાનું પણ ઉપર ના કરે. દેવજી કોઈને કશું ના કરે, કોઈને બચાવે પણ નહીં તો કોઈ મારે પણ નહીં." બરાબર છે. જે સુખદેવ બની ગયું હોય અંદરથી શું તે? એટલે એ બસ. "એનો સંસાર નાશ પામ્યો છે એવા મનુષ્યમાં નથી હિંસા કે કરુણા, નથી ઉદ્ધતા કે નથી નમ્રતા." કેટલાક લોકોને સુખદેવજી એટલા નમ્ર ના પણ લાગે, કારણ કે એ તો એના પિતાને બી કહી દે છે કે, "કોણ પિતા? કોઈ પિતા નથી." "નથી ઉદ્ધત કે નથી નમ્રતા, નથી ઐશ્વર્ય કે નથી ક્ષોભ." એના પાસે કશું જ નથી. લંગોટી નહીં. અને એ પહેલા એવા દિગંબર હતા એવું મને તો લાગે છે.
કોઈ એક સમયે ક્યારેક કોઈ કે એમને થોડુંક જરા ફેરવી દે, પાછું ફેરવી દે. તો "મુક્ત પુરુષ વિષયોને ધીકારતો નથી, તે વિષયોમાં આસક્ત પણ થતો નથી. સદા અનાસક્ત ચિત્ત વાળો બનીને તે પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુનો ઉપભોગ."
કરે છે. જો દરેક ગૃહસ્થીને માટે અહીંયા આગળ એક ચાવી આપણે લઈએ છીએ કે મુક્ત પુરુષ વિષયોને ધક્કાતો નથી. એટલે જો તમે ગૃહસ્થી છો અને તમે મુક્ત છો, તો શું કરવું જોઈશે? તમારા પાસે અહીંયા જગ્યા છે. વિષયોમાં આસક્ત પણ થતો નથી. સદા અનાસક્ત ચિત્તવાળો બની તે પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ... અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કેવી રીતે કરશે? કોઈ મને કહેશે? પણ આ તો મળ્યું જ નથી. આ તો પ્રાપ્ત કર્યા પછી છોડવાની વાત છે. હવે તો અપ્રાપ્ત વસ્તુનો ઉપભોગ કેવી રીતે કરશે? મને કોઈ કહેશે? ના, ના, કશું કંઈ જ કરવાનું નથી. આજ જે કંઈ પ્રાપ્ત નથી થયું તે પણ થયેલું છે એમ ફક્ત એ સમજી લે. મને બધું પ્રાપ્ત જ છે, બધું મારું જ છે, બધું મને પ્રાપ્ત છે, મેં બધું ભોગવી જ લીધું છે. એટલે હવે મારે આ બધામાં કંઈ પડવાની જરૂર નથી એવો એનો એટીટ્યુડ હશે.
નેક્સ્ટ હવે શું કહે છે? "શુદ્ધ અને શાંત અને શુદ્ધ આત્માવાળા, આત્મામાં જ સ્થિર બનેલા ધીર પુરુષને કશું પણ ત્યજવાની ઈચ્છા હોતી નથી." કારણ કે ત્યજવાની ઈચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે. ગ્રહણનો પણ ત્યાગ છે. એવી રીતે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત પણ નથી કરવું તેમજ કશું મેળવવાની પણ આશા હોતી નથી. સ્વભાવથી શૂન્ય ચિત્ત ભાવ. મેં કીધું ને, છઠ્ઠા કોષની અંદર તમારી ચેતના (consciousness) એક કલાક પણ રહે ને તો પણ બહુ પરિણામ આપે. કેમ કે એક કલાક જો ત્યાં આગળ તમારી "મેં કુછ નહીં હું" વાળી બાબતની અંદર જો ચોંટી ગઈ ને એક કલાક માટે, તો એ તમને દસ કલાક એમ રહેવાની શક્તિઓ આપશે. જે દિવસે દસ કલાક તમે રહી શકશો, સો દિવસે રહી શકશો, પછી બાકીનો બધો ટાઈમ તમે એ પ્રમાણે રહી શકશો. પણ અહીંયા આગળ આ જે છઠ્ઠે જે કોષની અંદર જેની કોન્સેસનેસ રહેતી હોય એ લોકોને આવું બધું વેદ, શાસ્ત્ર, પુરાણ, આવું બધું અવતરણો બધું ઉતરે એમની અંદર અને એ લોકો બધું આવું આવું લખે.
તો આ બધા ઋષિમુનિઓ બધા મોટા ભાગે સિક્સ લેયરની અંદર રહેતા હતા એમની કોન્સિયસનેસ. પછી એનાથી ઉપર જવું હોય તો પછી સાતમી કક્ષા તો નિર્વાણ કક્ષા છે, એમાં તો પછી બધું જ છોડીને નીકળી જ જવાનું છેવટે રહેતું હોય છે.
તો સ્વભાવથી શૂન્ય ચિત્તવાળાને સહજ કર્મ કરતા ધીર પુરુષને સામાન્ય મનુષ્યની જેમ માન કે અપમાન લાગતા... સામાન્ય માણસને કેવું લાગે? જરા આઘા હસો. મને હંમેશા એવું થાય. પેલા લોકો છે ને આપણે ગાડી લઈને જઈએ કોઈપણ જગ્યાએ, તો ત્યાં આગળ પેલા આપણે પાર્કિંગ અટેન્ડ હોય ને કોઈ પણ જગ્યાના, હોટલના હોય કે આપણે ત્યાં આગળ મૂકીએ ગાડી. લોક કરીને ઉતરીએ એટલે "સાહેબ, એક મિનિટ, આ ગાડીને આમ ફેંકીને આમ મુકશો." એટલે આપણે કહેવું પડે કે હા. વળી પાછા ગાડીની અંદર ઘુસો, ગાડી ચાલુ કરો અને પાછું જે કહે છે એ પ્રમાણે તમારે મૂકવું પડે. પણ જ્યાં સુધી આપણે મૂકીએ ત્યાં સુધી એ શાંતિથી આપણે જોતો જ હોય કે કેમ હશે એમ નહીં. અને પછી આપણે ઉતરીએ ત્યારે જ એ બોલીએ. પણ એવું થતું હોય. આ સંસાર એને એવી મજા આવે કે આ ગાડીવાળાને આજે ગજબ કરો. "આ કર્મ દેહ વડે થયું છે અને નહીં કે શુદ્ધ આત્મ સ્વરૂપ એવા મારા વડે." એમ જે સતત ચિંતન કરે છે તે કર્મ કરતો છતાં પણ કરતો.
કારણ કે કર્તાપણું એની અંદર રહ્યું નથી. એમ ન કહેનારા અથવા સામાન્ય માણસની જેમ તે કર્મ કરે છે છતાં પણ તે નાદાન હોતો નથી. એવો સુખી અને શ્રીમાન જીવનમુક્ત સંસારમાં રહેવા છતાં પણ શોભે છે. શુભ કે અશુભ જ્યારે જે કરવાનું આવે તે સરળ મનુષ્ય કરે છે.
જે જ્ઞાની છે એ કેવો હોય? અતિશય સરળ થઈ ગયો હોય. તમે કહો કે આમ કરી નાખીશું કે હા, એમ કરી નાખીએ. કોઈક બીજું એમ કે ના ના, આવું ના કરવું છે, આપણે આમ કરવું સારું કરે. એમ કરી નાખો. આ પણ નહીં, તે પણ નહીં. એમ જે કહેશે કરવાનું જ નથી, તો એ તો ખાલી કહેવાનું જ છે ને? તો તે આમ પણ કહી દેશે, આમ પણ કહી દેશે. ઓકે. એટલે એની ચેષ્ટા કેવી હોય? બાળક જેવી હોય. એકદમ સહજ સ્વાભાવિક લાગે. સ્વતંત્રતાથી સુખને પામે છે. સ્વતંત્રતાથી પરબ્રહ્મને મેળવે છે. સ્વતંત્રતાથી પરમ સુખને પ્રાપ્ત કરે છે. સ્વતંત્રતાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે મનુષ્ય પોતાના આત્માને અકર્તા અને અમુકતા માને છે, ત્યારે બધી ચિત્તની વૃત્તિઓ ક્ષીણ બને છે. આ માસ્ટર આપી દીધી હાથની અંદર લઈને ફરજો બધી જ જગ્યાએ. દરેક સંજોગોમાં એપ્લાય કરો. સવારમાં સાહેબ કહેતા હતા કશું નહીં, પેલો મંત્ર વિશે.
હા, મને યાદ આવે છે. વેન આઈ કેમ યુ વોઝ સે સમથિંગ કે ભાઈ તારું તાળું ખુલી ગયું છે કે હવે... પણ આમાં એવું થાય કે એ ભાઈ છે ને તે તાળામાં ચાવી ગોળ ગોળ ફેરવ્યા જ કરતા હોય. એમને ખબર જ નથી કે તાળું ખુલી ગયું છે. એ તમને ખબર નથી એટલા માટે એમની મૂછ એ હતી.
હવે મનુષ્ય પોતાના આત્માને અકર્તાને અભોગતા માને છે. "આ બધું જ જગત બ્રહ્મરૂપ હોય, કંઈ જ નથી." એવા નિશ્ચયવાળો અને અલક્ષ્ય બ્રહ્મનું જેને સ્ફૂરણ થયું છે તેવું શુદ્ધ પુરુષ સ્વભાવ વડે જ શાંત બની જાય છે. કશું જ નથી તો એમાં કંઈ કરવાનું રહેતું નથી. એટલે સ્વાભાવિક રીતે શાંતિનો જ અનુભવ કરતો હોય છે. "શુદ્ધ આત્મ સ્ફૂરણ રૂપ અને દ્રશ્ય ભાવને ન જોનારને વિધિ વૈરાગ્ય શું? ત્યાગ શું? સમ શું? તો મંત્ર શું?" પણ ત્યાં સુધી પહોંચવું પડે પહેલા. નહીં તો અહીંથી દેસાઈને જઈને પૂછવાનું, "મારે આજે કયો મંત્ર રવિવાર?" "અનંત રૂપે સ્ફૂરતા અને પ્રકૃતિને ન જોતા યોગીને બંધ હસો અને મોક્ષ સો, હર્ષ સો અને શોકશો." છેલ્લે કહે છે કે હું આત્મામાં વિશ્રાંત પામેલો હોય. "ધર્માર્થ કામ રૂપ ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રિવર્ગની વાતો હવે બસ થઈ ગઈ." હવે ચોથું છેલ્લું બાકી છે, ત્યારથી પહોંચી ગયું હશે.
બાકી ત્રણ વાતોની કે હવે પૂરું થઈ ગયું આ બધું પ્રોગ્રામ. બરાબર. શું કહે છે? "ત્રિવર્ગની વાત બસ થઈ ગઈ અને યોગની વાત પણ બસ થઈ." કારણ...
કે, પશાકની સાથે જોડાવું પડે. યોગ એટલે શું? મનને ક્યાંક તમારે જોડવું પડે. તો મન જ નથી, શું થઈ ગયું છે? અમન થઈ ગયો હતો. ત્યાં વિજ્ઞાનની વાત પણ બસ થઈ ગઈ. એમ કરીને એ પ્રકરણ ત્યાં આગળ બંધ કરે છે. તો આ આસ્થા જે છે, એમને આ આપણને આટલી અદભુત બધી વાતો આપણને શીખવાડેલી છે. જીવનમાં જ્યારે જ્યારે પુરુષાર્થ મળે, તો એક આવું લઈ રાખજો. બહુ નાનકડું પુસ્તક જ હોય છે. આટલા પાનામાં બધું આવી જાય છે. જ્યારે જ્યારે કંઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે, તો પેલા ગાંધીજી જેમ ગીતા બોલતા હતા, શ્રીમદ ભગવત ગીતા, એવી રીતે તમે જો આ ખોલશો તો આમાંથી તમને સોલ્યુશન ચોક્કસ મળી જશે. તમે સ્યોર મેરુ પર્વતની જેમ સેટલ થઈ જશો. ઓલ ધ બેસ્ટ. આઈ થિંક ઈટ્સ એક્સરસાઈઝ ટાઈમ, રાઈટ? ભાઈ, તમારું ગાયનું ઘી અને છે. આજે નથી. પહેલી એક્સરસાઈઝ શું છે? ચલો, કાઉન્ટિંગ બોર્ડ કરશે.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 1, 2, 3, 4, 5, 6, 7, 21, 22, 23, 24, 25. રિવર્સ: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 20, 14, 15, 16, 17, 18, 19, 21, 22, 23, 24, 25. 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 125. આપણા પછી સમજવાને એ તો કાઉન્ટિંગ બહુ છૂટો ના પડવો જોઈએ. 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 25. નોર્મલ બ્રીધિંગ. જેટલું નીચે જવાય એટલું જવાનું. ઘૂંટણ ઉપર પ્રેશર. ઇઝી, ઇઝી, ગુડ. કમ ઇનસાઇડ. 3, 4, 5, 6, 25.
શ્વાસ બંને નસકોરીથી જ લેવાનો છે. એ શ્વાસ તમારા ફૂટસ્થ લો છો એવું તમારે ઇમેજિન કરવાનું છે કે યુ આર બ્રીધિંગ થ્રુ યોર આજ્ઞાચક્ર. અને શ્વાસ કેટલો લેવાનો? એક, બે, ત્રણ બોલીએ એટલો શ્વાસ લેવાનો, વધારે નહીં. મનમાં બોલવાનું, "એક, બે, ત્રણ," એટલો શ્વાસ લેવાનો. પછી શ્વાસ તમારા અંદરના ભાગની અંદર તમારા ગોળ ગોળ થઈ રહેવાનું. યુ હેવ ટુ સર્ચ યોર ગોડ. એક બહુ સુંદર સ્વામી રામતીર્થનું પુસ્તક છે, "ઇન ધ બુક ઓફ હિમાલય." એટલે યુ હેવ ટુ સર્ચ ઇન ધ ગુડ્સ ઓફ યોર હિમાલય. વેર ઇસ યોર? યુ હેવ ટુ ફાઇન્ડ. જે દિવસે તમને કૈલાશ સ્વરૂપ મળી જશે, તો હમણાં મળી જાય કદાચ, તો મળી જશે તો તમારું કલ્યાણ તે વખતે થઈ જ જશે. તમને ખબર પડી જશે કે "શિવોહમ, શિવોહમ, શિવ, શિવ, શિવો." ત્યારે જ ખબર પડી જાય. સો, શેલ વી ડૂ ઈટ?
હવે આના અંદર શું છે કે આપણે કોઈ ટાઈમ રાખતા નથી. દરેક પોતપોતાની રીધમથી, પોતપોતાની રીતે જાય. એન્ડ આઈ વોન્ટ યુ ટુ હેવ રીયલ એક્સપિરિયન્સ ઓફ ઈટ. તો જે લોકો એમાંથી નોર્મલ કોન્સેસનેસમાં પાછા આવી જાય, એટલીસ્ટ ડુ નોટ ડિસ્ટર્બ અધર પીપલ વિથ યોર મુવમેન્ટ, વિથ યોર થોટ્સ. ટ્રાય ટુ બી સ્ટીલ એઝ ઇફ યુ આર ઓલસો મેડીટેટિંગ. અને જ્યાં સુધી બીજા લોકો કરે છે, એક ચોક્કસ સમય સુધી આપણે આ પ્રક્રિયા કરીશું. સો, લેટ્સ સે ફાઈવ મિનિટ્સ ઓર સેવન મિનિટ્સ. ફાઈવ મિનિટ્સ વુડ બી ઇનફ. ઓકે, સો આઈ એમ જસ્ટ ગિવિંગ ટાઈમ. ક્લોઝ યોર આઈસ.
આપણે થોડુંક આત્મા વિશે પાછા ફરી વાતો કરીએ. મારી પાસે બીજી કોઈ વાતો હવે હોતી નથી, એટલે હું તો આટલું જ કરીશ. તમે પણ આટલું જ કરશો. શું કહે છે? "અદ્વૈત એ અધ્યાત્મ વિદ્યાનું છેલ્લું પગથિયું છે." આ અવધૂત ગીતા છે. અવધૂત ગીતા દત્તાત્રેય ભગવાન જે છે, તે તેમના શિષ્યને સંભળાવતા હોય છે. અવધૂત ગીતા તેની અંદર અદ્વૈતનું અને વિશિષ્ટ અદ્વૈતનું વર્ણન આપેલું છે. વિશિષ્ટ અદ્વૈત એવું કહે છે કે, "હું તો બ્રહ્મને પણ જાણું છું, પરમબ્રહ્મને પણ જાણું છું અને આ બંનેને જે જાણનારો છે તે વિશિષ્ટ છે." એટલે એવું મળશે અહીંયા આગળ, "અદ્વૈત એ અધ્યાત્મ વિદ્યાનું છેલ્લું પગથિયું છે. ત્યાં પહોંચ્યા પછી બીજા સાધનો બિનજરૂરી થઈ જાય છે, પણ તે ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે." આજે આપણને આ શીખવામાં ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયેલો છે. "અદ્વૈત એટલે ઈશ્વર સાથેની એકતા.
એ તો ભક્તિની પરાકાષ્ઠા છે. હું જેટલો અથવા જે સ્વરૂપવાળો, તેવા મને ભક્તિ વડે યથાર્થ જાણે છે." કોણ? તો કે જ્ઞાની. "એમ મને તત્વથી જાણીને તે પછી પ્રવેશ કરે છે." આમ ઈશ્વરમાં પ્રવેશ કરવો એ જ અદ્વૈતની ભાવનાનું ફળ છે. એટલે ભક્તિ, જ્ઞાન, યોગ વગેરે સાધનો જુદા જુદા હોય, એ સર્વનું અંતિમ ગેટવે એક જ છે. બરાબર? તો આ ગેટવે છે. દરેક પગથિયું આ ગેટવે સુધી પહોંચશે અને પછી તમારે આ ગેટવેમાંથી જ અંદર જવાનું છે અને પછી ઈશ્વર સાથે એક થવાનું છે. રેડી? પછી તું તું ના રહા, તો શું કરશો? તમારા આધાર કાર્ડ બી નકામું થઈ જશે, પાસપોર્ટ બી નકામું થઈ પડશે, બેંક બેલેન્સનું શું કરશો?
તો અદ્વૈતની અંદર આવું કહે છે કે જેમ વિષય કઠિન છે, પણ જે અભ્યાસ અને ધ્યાનથી મચ્યા રહે છે, તેને ઈશ્વર જેમ મહારાજ કહે છે, તે કે હાથ પકડીને આગળ લઈ જાય છે. તો ઈટ વિલ બી ગાઈડેડ ફોર. ઈશ્વર સુધી જવાનો જે રસ્તો છે, એ કેવો હશે? ઈટ વિલ બી ગાઈડેડ એન્ડ વેલ પ્રોટેક્ટેડ. એટલે એમાં કોઈ ચિંતાની કોઈ જગ્યા નથી. ટેન્શન નહીં લેને કા. શ્રીમદ ભાગવતના ત્રીજા અધ્યાયમાં દત્તાત્રેય, જે અવધૂત તરીકે પણ જાહેર થયેલા છે, તેમણે લખ્યું છે કે છઠ્ઠા અવતારમાં અત્રિ ઋષિની પ્રાર્થનાને લીધે અનસુયાની તે તેમના પુત્ર રૂપે દત્તાત્રેય તરીકે ઉત્પન્ન થયા અને અલખ રાજાને તથા પ્રહલાદ વગેરેને આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો. ઘણા જન્મોના અંતે આ મનુષ્ય દેહ મળે છે, જે મનુષ્ય દેહ નાશવંત હોવા છતાં પણ પુરુષાર્થ આપનાર છે. આ શરીરની ઉપયોગીતા કેટલી છે કે એના વડે આપણે જાણી રહ્યા છે.
સો, ઈટ ઇસ વેરી યુઝફૂલ. તો નાશવંત હોવા છતાં પણ પુરુષાર્થ આપનાર છે. તેને સ્વેચ્છાથી સંપાદન કરી ધીર પુરુષે તે જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધીમાં જલ્દીથી કલ્યાણ માટે પ્રયત્ન કરવો. ડોન્ટ કમિટ સુસાઈડ. પ્રભાસ ક્ષેત્રમાં યાદવા સમય.
થયા પછી, ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થતાં સ્વધામમાં પધારતા હતા. તે સમયે, પોતાના પરમ ભક્ત ઉદ્ધવજીને ઉપર પ્રમાણેનો છેલ્લો ઉપદેશ આપતા તેમણે કહ્યું હતું કે, "પશુ વગેરેના શરીરમાં પણ હિત અને અહિત સમજવા માટે જાતે જ પોતાના ગુરુ બને છે. મનુષ્ય તો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણો વડે પોતાનું હિત તરત સમજી શકે છે. તમારા બધાની અંદર આ જ્ઞાન મોજુદ જ છે."
એમને કહેવામાં એક કે આપણે બધા જ એટલા સક્ષમ છીએ કે આપણે આપણું હિત-અહિત શું છે, આપણું જ્ઞાન શું છે, તે આપણે સમજવા માટે સક્ષમ છીએ. તો મનુષ્ય પોતે પોતાને જ વિષય વાસનામાંથી બહાર કાઢી શકે છે. તેને ગુરુના ઉપદેશની કાંઈ જરૂર રહેતી નથી. પણ એ કક્ષાએ પહોંચ્યો ના હોય ત્યાં સુધી એને જરૂર રહેશે. એટલે ગુરુને બિલકુલ આ વાંચીને આપણે એમ કહી દેવાનું કે હવે કોઈ ગુરુ ના જોયા હોય, એ બરાબર નથી. "ધેટ એટીટ્યુડ ઇસ નોટ કરેક્ટ". આપણે એ લેવલે પહેલા પહોંચવું પડશે, ત્યાર પછી આપણને ગુરુની પણ જરૂર નહીં પડે.
અને એ તો હકીકત છે કે જે આશ્રમ, જે ધર્મની આપણે વાત કરતા હતા, ત્યાં ગુરુ પાસે જે શિષ્ય આવતા, તેઓ ૨૦ વર્ષ, ૨૨ વર્ષ સુધી ગુરુ પાસે બેસીને અભ્યાસ કરતા. એક લાખથી વધારે તો વેદના મંત્રો છે બધા. બધાનો અભ્યાસ કરે, બધા કંઠસ્થ કરે. એક જણ બોલે, બીજું બોલે, ત્રીજું બોલે, એમ બોલતા બોલતા બધા જ વારાથી એકબીજાને યાદ રાખવામાં, કરવામાં પણ એટલું મદદ કરે. એટલું સુંદર વાતાવરણ હશે તેઓનું. અને એવી રીતે કરીને પછી જ્યારે ગુરુ પાસેથી વિદાય લે, કોન્વોકેશન થઈ ગયા પછી, પછી એ ગૃહસ્થ આશ્રમની અંદર જતા હતા.
જેના પિતા ત્રણ ગુણથી પર હોય અને માતા અંશુ (એટલે ખાર, દ્વેષ) એટલે કે ખાર, રાગ-દ્વેષ રહિત હોય, તેને ત્યાં દત્ત (એટલે જેમણે સગુણું આપી દીધેલ છે, ત્યાગી દીધેલ છે, પહેલેથી જ આપી દીધું છે, ગ્રહણ જ નહીં કરવાનું, બધું ત્યાગ) સુખદેવજીની જેમ જ એવા મહાજ્ઞાની અવતારી પુત્ર જન્મે છે, તેમાં આશ્ચર્ય નથી.
એ મહાપુરુષ જગતના જળ છતાં પદાર્થો પાસેથી, જ્યાં ત્યાંથી જે જે અનુસરણીય ગુણ દેખાયો, ત્યાં ત્યાંથી તે ગુણ નિરાભિમાનપણે સંપાદન કરી, અદભુત અવધૂત પદવીને પહોંચી, સર્વ લોકોના કલ્યાણ માટે જ્ઞાનનો નિત્ય ઉપદેશ કરતાં સર્વત્ર વિચારતા હતા. અને ભગવાન શ્રીકૃષ્ણના મૂળના મૂળ પુરુષ યદુ રાજાને તેમણે તત્વજ્ઞાનનો નિત્ય ઉપદેશ આપી સંસારની મૃત તૃષ્ણામાંથી મુક્ત કર્યા હતા.
ભાગવતની અંદર આપણે જોયું કે પરીક્ષિત છે, એ પણ યદુકુળમાંથી. અહીંયા આગળ એમનાથી પણ પહેલા યદુ રાજા થઈ ગયા, યદુ વંશની અંદર, કે જ્યાંથી યાદવો બધા આવ્યા. એટલે એ યદુ રાજા હતા, તેમને આ બધો તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો.
મોટા ભાઈથી બચાવનારી અદ્વૈત વાસના ઈશ્વરની કૃપાથી જ મનુષ્યને થાય છે. તેમાં બ્રાહ્મણોને તુરંત જ થાય છે. "આઈ ડોન્ટ નીડ ટુ રિમાઈન્ડ યુ હુ આર બ્રાહ્મી". વ્યાપકને વંદન કઈ રીતે? હવે એની શરૂઆત કરીએ.
એ કહે છે કે, "જે સર્વવ્યાપી છે, જે અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, તો હું ક્યાં જઈને કોને વંદન કરું?" મૂંઝવણ કેવી છે! "કે જે વિશ્વવ્યાપી છે, જે વ્યાપક છે, એને હું કેવી રીતે જઈને ક્યાં જઈને હું વંદન કરું? હું અહીં કરીશ તો પણ આ બધું બાકી રહી જશે, ત્યાં કરીશ તો પણ એ બાકી રહી જશે. તેનું વંદન કેવી રીતે કરવું?"
જે નિરંતર વ્યાપક, જે આત્માથી પોતાના આ સર્વ પૂર્ણ ભરેલું છે, તે નિરાકાર, અદ્વૈત અને મંગલ રૂપ અવિનાશીને હું કેવી રીતે વંદન કરું? પાંચ ભૂતોમય વિશ્વ ઝાંઝવાના જળ જેવું છે. આ પાંચ ભૂતોમય વાળી વાત જે આપણે હમણાં જ કરી, તેની જ પાછી અહીંયા આગળ રેફરન્સ આવે છે કે, "હું તો કેવળ એક નિર્લેપ છું. અહો, હું કોને નમસ્કાર કરું? હું નિર્લેપ છું, તો મારે હવે ક્યાંય જઈને કોઈને નમસ્કાર કરવાનું રહેતું નથી." પણ એ કક્ષાએ પહોંચવું જરૂરી છે. "લેટ મી રિમાઈન્ડ યુ અગેન".
શું કહે છે? "જે સર્વરૂપ સ્વરૂપ છે, અવયવ રહિત આત્માની અંદર કોઈપણ પ્રકારનો અવયવ હોતો નથી. આત્માને આંગળીઓ ના હોય, પગના અંગુઠા ના હોય, માથું પણ ના હોય. આત્મા અવયવ રહિત આકાશ જેવો છે. આકાશ જેવો ફરી એક વખત આવી ગયું. સ્વભાવથી નિર્મળ, એટલે સ્વભાવ જ છે નિર્મળતા. એ ક્યારેય મલીન થતો જ નથી આત્મા કોઈનો પણ. તો એવો નિર્મળ શુદ્ધ દેવ છે અને તે જ હું છું, એમાં સંશય નથી." એમાં એમને કોઈ શંકા નથી. કન્વિકશન છે જબરજસ્ત એમની પાસે.
"હું જ અવિનાશી અથવા નિરાકાર, અંતર રહિત અને શુદ્ધ છું. હું જ્ઞાન સ્વરૂપ છું, તેથી સુખ તથા દુઃખ કોઈને પણ કેવી રીતે હોય તે જાણતો નથી. મનથી થતું શુભ કે અશુભ કર્મ મારું નથી. શરીરથી થતું શુભ કે અશુભ કર્મ મારું નથી. અને વાણીથી થતું શુભ કે અશુભ કર્મ પણ મારું નથી. અર્થાત, મારે કોઈપણ કર્મનો સંબંધ જ નથી, કારણ કે હું તો જ્ઞાનામૃત સ્વરૂપ, શુદ્ધ અને અતિન્દ્રિય (એટલે ઇન્દ્રિયોથી પર) છું."
દાદા ભગવાન આના માટે જ એક સરસ કહેતા હતા કે, "મન, વચન, કાયાથી તદ્દન અલગ એવો હું શુદ્ધ આત્મા છું." એ જ્યારે જ્ઞાન વિધિ કરે, બોલાવે, એટલું જબરજસ્ત બોલાવે, એટલું સુંદર લાગતું હતું તે! તો કે, "મન, વચન, કાયા ત્રણે ત્રણ આવી ગયા." આ બધા ત્રણ જો છે, કાલે આપણે વાત કરી કે આ ત્રણેય બેટરી જેવા છે. અને જ્યારથી "બોડી" બન્યું, ત્યારથી આ બધું ડિસ્ચાર્જ જ થયા કરે. એનું ચાર્જિંગ ક્યારે કર્યું હતું? "લાસ્ટ ટાઈમ" આપણા ગયા જન્મની અંદર કર્યું હતું. અત્યારે શું થઈ રહ્યું છે? તો કે ડિસ્ચાર્જ જ થઈ રહ્યું છે. અને ચાર્જિંગ ક્યાં થઈ રહ્યું છે? તમારા અંતરના આશયમાં. ત્યાં આગળ નવી "નેક્સ્ટ બર્થ"ની મન, વચન, કાયાની બેટરીઓ કેવી હોવી જોઈએ, તેનો ડિઝાઇન તૈયાર થઈ રહી છે. હવે પછીના ત્રણ જે છે, તેની અંદર "નેક્સ્ટ બર્થ"ની અંદર.
મન આકાશ જેવા આકારવાળું શૂન્ય સ્વરૂપ જ છે. તમારા મનનું સ્વરૂપ તમે જેવું જોવાનું શરૂ કરશો, એના બહુ ટોળે ટોળા આવશે, એટલા બધા કે ના પૂછવાની વાત. માણસ ગભરાઈ જાય, ઊભું થઈ જાય. કોઈને આપણે એમ કહીએ કે, "ચલ, તન મેડિટેશન શીખવાનું છે અમારા સાથે." એવું જ થતું હતું. ભાઈ, આ કઈ કોઈકના સાથે બનનારી ઘટનાઓ નથી, પણ આપણે ધીરજ ધરીને આ બધું કરીને બેસીએ ને, એટલે જેમ એક ટોળાની પાછળ આંકડો પડ્યો હોય ને, જેમ ટોળું ભાગી જાય, એવી રીતે ટોળું ભાગતું હોય છે. આપણી નજર ટોળા ઉપર હોય છે, પેલા આંકડા ઉપર હોતી નથી. એ આંકડો કોણ છે? પણ આત્મા છે. એટલા પાવરથી જતું હોય પાછળ, એટલા વિચારોના વિચાર ભાગવું પડે છે. કેવું લાગે છે તમને? એવું થતું હોય છે ને? એટલે હવે તમને જડી ગયું ને કે આખો કોણ છે? તમે પોતે જ છો. એ તમારો જે એટીટ્યુડ છે ને કે, "હું આત્મા પ્રાપ્ત કરું," ધેટ રૂટ ફોર્સ ઈટસેલ્ફ એ પેલા વિચારોને એકદમ ભગાડે છે.
અને એ શરૂઆતની અંદર ભાગે છે, તે શું થાય છે? બધા રીસરફેસ થાય છે. એક્ચ્યુલી એ બધા પડી રહેલા છે શું? ડોર્મન્ટ સ્ટેટની અંદર (સુષુપ્ત અવસ્થામાં). અને જેવું તમે આવું કંઈક નક્કી કરો, ઉપાસન એટલે કોને કે, "કંઈક સારું કરું ને, ત્યારે જ મારે તો ઘરની અંદર કંઈક ધમસાણ મચી જાય છે." અરે, પણ એવું જ થવાનું નથી કઈ, કારણ કે હવે તમે શું છે કે નોર્મલ લાઈફ જીવવા માંગતા નથી. સડનલી તમે પાટો બદલી નાખો, તો ટ્રેનની સ્પીડની અંદર શું થાય છે? પુષ્કળ થાય છે ને? પછી એક ચોક્કસ જગ્યાએ જાય, પછી પાછી ટ્રેન સ્મૂથ ચાલવા માંડે, પણ ત્યાં સુધી તમે રાતો જુઓ પડશે ને? આમ પૂરો પાટો બદલાઈ જાય ત્યાં સુધી તો એની સ્પીડ તો એની એ જ છે. ટ્રેનવાળો બિલકુલ એને ધીમી તો કરવા જ નથી માંગતો, તો પછી એ બધું સહન તો કરવું પડે. અરે, શરીર હચમચી જશે. આ બેનું હચમચ જ્યારે જ્યારે મેડિટેશનમાં બેસે છે, ઘણા લોકોને એવા અનુભવ આવતા હશે.
પણ એનાથી કઈ ડરવા ગભરાવાની જરૂર નથી. આપણી બોડી બી બહુ સ્ટ્રોંગ હોય છે, એમ કઈ તૂટી જાય એવું નથી. આ માઇન્ડ બી એટલું વીક નથી, જેટલું આપણે એને સમજીએ. કારણ કે આની અંદર કેવું કીધું તું કે, "જો તમે માનો છો તમે બંધનમાં છો, તો તમે બંધાયેલા છો. જો તમે માનો છો તમે મુક્ત છો, તો તમે મુક્ત છો." એ જ પ્રમાણે જો તમે માનો છો કે તમે કમજોર છો, તમારું માઇન્ડ કમજોર છે, તો છે. સેમ પ્રિન્સિપલ ઓફ લાઈફ. હવે જો તમે એમ માનો છો કે તમારું મન સ્ટ્રોંગ છે, તો છે. પણ જો તમે માનો છો કે તમારા મનનો વિલય થઈ ગયો, થઈ ગયો. થવા દઉં.
મન આકાશ જેવા આકારવાળું શૂન્ય સ્વરૂપ છે. સર્વ તરફ મુખવાળું એટલે ફેલાઈ જતું મન છે. સર્વને ઓળંગી જઈ, સર્વથી પર જણાતું મન છે. જો અહીંયા મન વિશે બધું બહુ સુંદર કીધું છે. અને સર્વ જગત રૂપે પણ મનન જ જણાય છે. છતાં ખરી રીતે મન એ કોઈ વસ્તુ જ નથી. જોયું? છેવટે શું નીકળ્યું? કોથળામાંથી પિલાડું પણ ના નીકળ્યું. "હું એક જ આ સર્વ વિશ્વ સ્વરૂપ છું. આકાશથી પણ પર અને નિરંતર બધે વ્યાપ્ત છું." તો હું પ્રત્યક્ષ અથવા ઢંકાયેલા કઈ અપરોક્ષ આત્માને એટલે સર્વવ્યાપક મને પોતાને કેવી રીતે જોઈ શકું? ઘણા લોકો કહે છે ને, "મને આત્મા દેખાડો." કે રમકડું છે હાથમાં લાઈન બતાવી દઉં? "આત્મા જોવો છે?" ઓકે, તો તમે જુઓ ને, કોઈ રોક તો નથી. "ક્યાં છે?" તો કે, "બધે જ છે." બસ. એમ તમે હવા જોઈ કોઈ દાડો? નથી જોયું. તો પછી આકાશને જુઓ. તો કે, "આ ક્યારેક ક્યારેક આમ જુઓ." પણ એ તમે તો આટલું જુઓ છો.
આકાશ તો તમે ઊભા છો ત્યાં પણ છો, નીચે પણ છે, બધા ચારે બાજુ છે. આકાશ એ બધું તમે આકાશ જોયું એટલે શું હતું? આપણે ત્યાં આગળ કહે છે, "દસે દિશાઓમાં આકાશ વ્યાપ્ત છે." ઓલ ડિરેક્શન. દસ દિશાઓ કી.
પોતાને જીવ માની બેઠેલાને ઉપદેશ આપે છે કે, "હું પ્રભુ આત્મન, તું એક જ સર્વમાં સમાન રૂપે રહેલા અતિશય શુદ્ધ અને નિર્વિકાર છે. તેમ તું સદા ઉદય પામેલ અને અખંડિત છે. તું પોતાને બધે વ્યાપેલો એક તથા અંતર વિનાનો જાણ." આત્મતત્વ અખંડ છે. છતાં, "હું ધ્યાન કરનારું છું અને બીજું પરબ્રહ્મ ધ્યાન કરવા યોગ્ય છે," એમ એને ખંડિત કેવી રીતે કરી શકાય? અલ્ટીમેટલી જો આ કક્ષાએ પહોંચી જઈશું આ બધું કરતાં કરતાં. મેડિટેશન તો હમણાં જ મેં તમને કરાવ્યું છે, પણ આ એનાથી ઉપરનો આગળનો રસ્તો તમને બતાવી દઉં છું અત્યારથી કે આ રોડ મેપ છે, આગળ તમારે આવી રીતે જવું પડશે. "તું જન્મતો નથી અને મરતો પણ નથી. તને શરીર કદી છે જ નહીં, તો તારે શરીર સાથે કદી સંબંધ જ નથી." આ બધું શું છે? બ્રહ્મ છે. આ બધું જ બ્રહ્મ છે. એમ અત્યંત પ્રસિદ્ધ વસ્તુને શ્રુતિ અનેક પ્રકારે કહે છે.
શ્રુતિ એટલે શાસ્ત્ર એવું કે જેને તમારે શ્રવણ કરવાનું હોય. કોઈક બોલે એને તમારે શ્રવણ કરવાનું. શ્રુતિ એટલે જ્યારે કોઈક વિદ્વાન, જેમ બ્રહ્મવિદ્ધ જ્યારે કંઈક બોલે, તો તમારે શ્રવણ કરવાનું, સાંભળવાનું નહીં. બેમાં બહુ ફરક હોય. "તે જ તું બહાર અને અંદર બધે સર્વકાળે મંગલ સ્વરૂપે રહ્યો છે." મંગલાચરણ કરે છે. શ્રીમદ ભાગવતની કથા કરે ને, એની અંદર ત્રણ વખત મંગલાચરણ આવે. સુખદેવજીને તો ત્રીજા અધ્યાય પછી એકદમ યાદ આવ્યું, "ત્રીજા મારે મંગલાચરણ તો કરવાનું રહી ગયું છે." એટલા બધા એ પેલા ઉત્સાહમાં હતા કે, "અરે ભગવાનની કથા કરવાનું ચાલો આપણે શરૂ કરી દઈએ." બેસી ગયા બિલકુલ કોઈ જાતની ફોર્માલિટી વગર. અને એમને શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરેલો એવું કહે છે. તો કહે છે કે, "તે જ તું બહાર ને અંદર બધે સર્વકાળે મંગળ સ્વરૂપે રહ્યો છે, છતાં ભ્રમિત થઈને પિશાચની પેઠે કેમ આમ તેમ દોડ્યા કરે છે?" આપણે કેટલી જગ્યાએ જઈએ, "હું આ શીખી લઉં, પેલું શીખી લઉં, પેલું શીખી." બધું જ કરી નાખવું છે, કશું જ બાકી મૂકવું નથી.
પણ બધું થોડું થોડું થોડું થોડું કરી રાખીએ, તો આ કઈ તમને શું કહેવાય ગુજરાતી ડાઈનિંગ હોલ છે? તો બધી વાટકીઓમાંથી
થોડું થોડું ખાવાનું છતાં બીજા પરમેશ્વરને શોધવા જ્યાં ત્યાં તું કેમ ફાફા મારે છે? તારે ને મારે કોઈ સંજોગ કે વિયોગ છે જ નહીં. તું નથી, હું નથી અને આ જગત પણ નથી. બધું જ કેવળ આત્મા જ છે. તું જ પરમ તત્વ છે.
ટોપ ઉપરની જો આ અવધૂત બોલે છે એટલે એમની કક્ષા સર્વોચ્ચ હોય. પરમહંસ અને અવધૂત ઓલમોસ્ટ પણ પરમહંસ કક્ષાના જે સંતો હોય એ લોકો સ્ટેપ ડાઉન અને નીચે આવીને બાકીના બીજાને ઉપદેશ કરવાની પણ એ લોકોનામાં થોડી હોય. આવું ને તો આવી કોઈ પડી નથી. તું કોણ ને હું કોણ? તું એ આત્મા છું, હું આત્મા. મુક્ત પડ્યા. આપણે વાત જ નથી કરવી. કેમ? તો કે આત્મા બોલતો જ નથી. તને ખબર નથી તું આત્મા છું તો નહીં બોલવાનું. હું એ આત્મા છું, મારે નહીં બોલવાનું. બસ, બેસી રહીએ. પૂરું થઈ ગયું. શું ઉપદેશ કરશે? અવધૂત એટલે અવધૂતો પોતાની કેવી નિજાનંદ અંદરની અંદર એટલે પોતાના આત્મ સ્વરૂપની અંદર નિરંતર રહેતા હોય. એમની આખી વાત જુદી હોય કે તારો જન્મ નથી. નહીં પણ તારો જન્મ નથી, તારું મરણ નથી. આ તારા બેનિફિટ માટે હું આમ ખસું છું કારણ કે તારે જ જોવાનું રહી જતું હતું એવું મેં જોયું.
તું તારો જન્મ નથી, તારું મરણ નથી, તારે ચિત્ત નથી, તારે બંધન નથી, મોક્ષ નથી, ધર્મ નથી કે અધર્મ પણ નથી. છતાં તું કેમ રડે છે? કકડાટ કેમ કરે છે આટલો બધો? આત્માનો આનો તેનો શું કરે છે? તારું કે મારું નામ રૂપ કશું છે? બધો છેદ ઉડાડી મૂક્યો. ચિત્તને ઉપદેશ આપે છે કે, "હે ચિત્ત, ભ્રમિત થઈને પિશાચને જેમ કેમ દોડે છે? આત્માને તું અભેદ સ્વરૂપે જો. રાગનો ત્યાગ કરીને સુખી થા. તું જ એક વિકાર રહિત, અચળ તથા અતિશય મોક્ષ સ્વરૂપ તત્વ છે. તને રાગ અથવા વિરાગ નથી, છતાં વિષયોની ઈચ્છાથી તું કેમ સંતાપ પામે?"
તો સમડે યુ હેવ ટુ ટેલ યોર માઇન્ડ. તમારા ચિત્તને તમારે બેસીને વાતો કરવી જોઈએ. દાદા એવું કહેતા હતા કે અરીસામાં બેસીને પ્રતિક્રમણ કરવાનું, વાતચીત કરવાની કે શું થઈ રહ્યું છે? તમે કેમ આમ દોડાદોડ કરો છો? તમારે મેડિટેશન કરવું જ હોય ને? નિયમિતતા તમે કેમ નથી રાખતા? આજે બી તમે આઠ વાગે ઉઠ્યા છો. તમે નક્કી તો રોજ કરો છો, "હું સાડા પાંચ વાગે ઉઠીશ." ને પછી તમે આવું બધું કેમ કરો છો? આવતી કાલથી તમે ડાયા થઈ જજો, પાછા થઈ જજો, ચાર વાગે ઉઠજો. બાકી રહેલું પૂરું કરવું પડશે ને? પેનલ્ટી. ઓકે. તો એના સાથે એવી વાત કરવી પણ બહુ નહીં કરવાની. કેમ કે જો અતિશય તમે અરીસાની સાથે આવી રીતના વાતચીત કરશો તમારા પ્રતિબિંબ સાથે તો ધેર આર ચાન્સીસ કે તમને ડિપ્રેશન જેવું ફીલ થવા માંગે છે. સો ડોન્ટ ઓવર ડૂ ઈટ. અને થોડોક ટાઈમ કરવાનો છે. કંઈક જરાક મોટું કંઈક થઈ ગયું હોય અને આપણે આને જો કોઈ સાંભળતું નથી તો તું જ.
બધી શ્રુતિઓ ગુણ રહિત, શુદ્ધ, અવિનાશી, નિર્વિકાર, શરીર રહિત અને સર્વમાં સમાન તત્વ કહે છે. તે તત્વ તું મને નિસંશય જાણ. સાકારને તો ખોટું જાણ, નિરાકારને નિરંતર. કારણ કે આ બધું દ્વંદ્વ છે અને જ્યાં સુધી દ્વંદ્વ છે ત્યાં સુધી ગરબડ ચાલ્યા જ કરે છે. મન ઊભું જ રહે. આ તત્વના ઉપદેશથી ફરી જન્મનો સંભવ નથી. આટલું જ જો પકડાઈ જશે તો ધેર ઇસ નો નેક્સ્ટ બર્થ ફોર યુ. પણ તમારે આવવું હોય તો મને વાંધો નથી. તો આને ડીલીટ કરી નાખજો.
તું અત્યંત શુદ્ધ છે, સમાન એક જ તત્વ. કારણ કે દત્તાત્રેય ભગવાન તો હંમેશા હાજર છે. ત્રણ ચાર જન્મ પછી પણ તમને આ ઉપદેશ મળી જ શકે છે પાછો. જો કંઈ બાકી રહ્યું હોય, ઈચ્છા હોય તો પૂરી કરી લેજો. તું અત્યંત શુદ્ધ છે, સમાન એક જ તત્વ છે. છતાં દેહ રહિત અચલમાં અવિનાશી છે. છતાં હું પોતાને જાણું છું અથવા નથી જાણતો એવું તું કેમ માને? "તત્વમસી" આ મહાવાક્ય છે વેદનું. "તે તું જ છે" ઇત્યાદિ વાક્યોએ આત્માનું સારી રીતે પ્રતિપાદન કર્યું છે. અને "નેતિ નેતિ" એટલે કે આત્મા આવો પણ નથી, આવો પણ નથી, આવો પણ નથી. એવું પણ શ્રુતિ પંચભૂતમાંથી બનેલાને જુઠ્ઠું કહે છે કે આ બધું ખોટું છે. જે જે પંચમહાભૂતમાંથી બનેલી છે એ બધી બાબતો ખોટી છે. એટલા માટે એને ઇલ્યુઝન કીધું. ભ્રમણા છે, ભ્રાંતિ છે બધી તમારી. કારણ કે દરેક વસ્તુ તમે માનો છો કે સંસાર બહાર છે, પણ તમે એ સંસારને જુઓ છો.
તમે ક્યાં આગળ તમારી અંદર જોઈ રહ્યા છો?
સો, કેવળ જ્ઞેય અને જ્ઞાતા રહિત બ્રહ્મને તું સત્ય જાણ. સર્વ ઠેકાણે, સર્વકાળે, સર્વને તું નિત્યતા અચળ આત્મા રૂપ જાણ. બધું જગત શૂન્ય છે. માટે જે અશૂન્ય છે તે આત્મ તત્વને તું પોતાને તથા મને ચોક્કસ જાણ. આ એક સ્લાઈડ યાદ રાખજો. આપણે એની ઉપર થોડીક આગળ વાતો કરવાના છે. આ સર્વ જગતને તું આકાર વિનાનું જાણ. સર્વ જગતને તું વિકાર વિનાનું જાણ. સર્વ જગતને તું અતિશય શુદ્ધ શુદ્ધ સ્વરૂપે જાણ. અને સર્વ જગતને તું એક શિવ સ્વરૂપ જાણ. શિવ સ્વરૂપ કેવું? કલ્યાણકારી. હંમેશા દરેકનું કલ્યાણ જ કરે. શિવજી ક્યારે બનાય? એમનેમ ના બનાય. કોને શિવ બનવું છે? બસ, બે ત્રણ જણા. હા, બધા ધીરે ધીરે. વેરી ગુડ. આખો ક્લાસ શિવ સ્વરૂપ છે. હું તો. સો, જગતને તું એક શિવ સ્વરૂપ છે.
"હું આદિ, મધ્ય તથા અંત વિનાનો છું. કદી બંધાયેલો નથી અને સ્વભાવથી નિર્મળ તથા શુદ્ધ છું." આવી મારી માન્યતા છે એમ કહેલું છે. "હું કર્તા નથી, ભોગતા નથી. મારે પહેલાનું કે હમણાંનું કર્મ નથી. મારે દેહ નથી અને હું દેહ રહિત પણ નથી." એટલે છે તોય મને વાંધો નથી, પણ મને એનો એહસાસ પણ નથી, એનો બોજો પણ નથી. તો બંને રીતે એમ છે. તો મારું નહીં ને મારું એમ શું હોઈ શકે? એમ કહે છે. આ કોને હું મારું મારું કર્યા કરું છું? અને આપણા બધા માટેનો આ સવાલ છે. "મને વિશાળ આકાશ જેવો નિર્લેપ અને વ્યાપક આત્મા તરીકે તું જુઓ અને જાણ." તો હું આટલો જ નથી. તો બધા મને જુઓ કે હું તો આટલો છું. ના ના, એનાથી હું છું. પણ મને એકલા જ નહીં, તમે તમારે જાતને પણ એવા જ જાણો એવા.
જુઓ, તું જ આકાશ જેવું નિર્લેપ અને વ્યાપક તત્વ છે. આત્મા સર્વ તત્વથી શૂન્ય છે, પણ પોતે શૂન્ય નથી. તેમજ તે સત્ય પણ નથી અને અસત્ય પણ. દ્વંદ્વ આવી ગયું, જોયું? પાછું અહીં સત્યની વાત કરે એટલે કયું રિલેટિવ વાત જાય? કોઈના રેફરન્સથી આગળની વાત કે આ સાચું છે ને આ ખોટું છે એવું નથી. આ તો છે જ, શાશ્વત છે. જે નિરાકાર હોય તે ભાવનાથી દેખાય છે, સાકાર હોય તે નજરથી દેખાય છે.
ખ્યાલ આવી ગયો શું કહેવા માંગે છે? નિરાકાર હોય એ ભાવ. યસ, એટલે હંમેશા તમને આત્માની શું થશે? અનુભૂતિ થશે. તમે એમ કહો કે મને આત્મા દેખાડો, તો કોઈ દેખાડી શકે નહીં. આ સંસારમાં કોઈ એવું છે નહીં જે આત્માને દેખાડી શકે. કારણ કે આત્મા એવો છે કે એ બધું જ છે, પણ છતાં પણ એ દેખાઈ શકે એવો નથી. અને ઇન્દ્રિયોથી તો ક્યારેય દેખાવાનો નથી, કારણ કે એ અતિન્દ્રિય છે. એના માટે એક સરસ શબ્દ વાપર્યો હતો એમણે: "હું અતિન્દ્રિય પ્રત્યક્ષ છું." અતિન્દ્રિય પ્રત્યક્ષ, પ્રત્યક્ષ છું પણ કોણ? ઇન્દ્રિયોથી નહીં, એવી રીતે. તો એ ઘણી વખત તો બહુ અઘરા અઘરા શબ્દો વાપરતા હતા. તો નહીં નિરાકાર, નહીં સાકાર, શુદ્ધ ચૈતન્ય કહેવાય છે. જળ જેવું શુદ્ધ ચૈતન્ય જાણવા યોગ્ય છે. એ પાછું કેવું છે? ફ્લુઈડ જેવું છે. પાછું સાથે સાથે જો એક બીજો ગુણ આની અંદર આપ્યો કે એ તો ફ્લુઈડ જેવું છે, એટલે એ ક્યાંય પણ વહી શકે એવું છે.
ચૈતન્ય શું હોય? વહી જાય.
બહારના પદાર્થોમાં રહેલું જ્ઞાન એ ભ્રાંતિ જ્ઞાન છે. અંતે પણ "જે મતી તે ગતિ" એમ કહેવાય છે. તેમ કર્મમાં જોડાયેલા સંબંધે કહેવાય છે: યોગી તીર્થમાં, ચાંડાલના ઘરે અથવા હર કોઈ સ્થળે મરણ પામ્યો હોય, પણ તે ગર્ભને દેખતો નથી. ફરી જન્મને પામતો જ નથી. એ તો પરબ્રહ્મમાં જ લય પામે છે, આત્મ સ્વરૂપ જ થઈ જાય છે. તો જે પુરુષ એકવાર પણ સ્વાભાવિક (ભલે તમે ફીમેલ બોડીમાં હોય તો પણ પુરુષ) આત્માને હંમેશા પુરુષ કહે છે, બાકી બધી સ્ત્રીઓ. એટલે ધેર ઇસ નો ફીમેલ, નો મેલ. તો પરબ્રહ્મમાં લય પામે છે, આત્મ સ્વરૂપ થઈ જાય છે.
એક મુસલમાન સંત થઈ ગયા, અકબરની થોડાક પહેલાના ટાઈમની અંદર. એનું નામ હતું રાબિયા. એ રાબિયાને લોકો "રાબિયા નૂર" કહેતા હતા. એ હંમેશા કાળા કપડા પહેરે કોઈ વખતે, અને બહાર નીકળે તો એવી રીતના પહેરે. પણ જ્યારે જે જગ્યાએ રહેતા હતા, ત્યાં આગળ મોટા ભાગે ઝોપડીની અંદર રહેતા. એમની જે કોઈ એવી જગ્યા મળી જાય, તેની અંદર પોતે જાતે કઈ ઊભું ના કરે. લોકો હોય એનો ઉપયોગ કરી. તો મોટા ભાગે કપડાનો પણ ઉપયોગ કરતા નહીં હતા. લોકો એને "રાબિયા નૂર" કહેતા હતા. દૂર દૂરથી બધા સંતો એને જોવા જતા, એના સાથે વાતચીત કરવા, સત્સંગ કરવા. વખતે તો રાત્રે ઘણી એવી રીતના સત્સંગ થતો હોય, તે વખતે બહાર આવે અને એ બેસે તો એ પણ સુખદેવ જીવની જેમ બેસતા. લોકો રાબિયા નૂર એટલા માટે કહેતા હતા કે રાત્રિના પ્રકાશમાં પણ જો બહાર, એટલે રાત્રિની અંદર જો બહાર આવીને બેસે, તો પ્રકાશનો પુંજ જાણે બહાર આવીને બેઠો હોય, એટલું બધું એનું તેજ હતું.
ઈમેજીન કરી શકો ને? એટલું જબરજસ્ત તેજસ્વી હતા. પણ આપી જુઓ, એમને એક વખતે કોઈક બીજા સંત મળવા ગયા.
તમે આદિ કર્મો ન કરે તો પણ બંધાતો નથી, કેમ કે સંયમી અથવા તપસ્વી છે. મારો કહેવાનો ભાવાર્થ એ હતો, મેં અધર એક્સ્ટ્રન્સ બતાવ્યો. એક્ચ્યુઅલી, અંદર સામાન્ય રીતે એમ કહે છે કે, "તમે તો ભગવત ભક્ત છો, તમે તો બ્રાહ્મણ છો, તમે આમ છો, તો તમારે પછી સંધ્યા, પૂજા, ગાયત્રી આ બધું કરવું જોઈએ ને? તમારે મંદિરે જવું જોઈએ ને? રોજ રોજ તમે નથી જતા તો તમે ખોટું કરવું જોઈએ." એમ કે સામાન્ય રીતે લોકોનું એવું વલણ હોય. એના માટે કહેવામાં આવે છે: "હું કંપન રહિત અથવા કંપનનો અંત છું. વિકલ્પોની કલ્પના રૂપ હું નથી. હું સ્વપ્ન અને જાગ્રતનો અંત છું. મારે હિત કે અહિત નથી. હું તો જ્ઞાનામૃત સ્વરૂપ, એક જ રસ વાળો, આકાશ જેવો નિર્લેપ અને વ્યાપક છું."
અહીંયા પ્રાણી કિલિંગને બહાર મૂકી, આખું પ્રાણીનું જે સાયન્સ છે આપણું બધું, એ શું છે? કંપન પર આધારિત છે, સંવેદનો ઉપર. આ તો "બિયોન્ડ ધેટ, બિયોન્ડ ધેટ, બિયોન્ડ ધેટ" વાળી વાતો એ બાજુ પર આવી જાય છે. સાચું તત્વ ભેદ વિનાનું હોય, ભેદ રહિત જ. રાગ આદિ, દ્વેષ, દોષ રહિત તત્વ હું જ છું. દૈવ આદિના દોષો વિનાનું તત્વ હું જ છું. અને સંસારના શોક વિનાનું તત્વ હું જ છું. એ જ હું જ્ઞાનામૃત સ્વરૂપ, એક જ રસવાળો તથા આકાશ જેવો નિર્લેપ અને વ્યાપક છું.
હું જ શ્રેષ્ઠ, સાચું તત્વ, શાંત પદ, જ્ઞાનામૃત સ્વરૂપ, એક રસવાળો અને આકાશ જેવો નિર્લેપ છું. લાંબો અને ટૂંકો એમ અહીંયા મારો વિભાગને થોડું એક્સપ્લેન વધારે કરેલું છે. પહોળું ને સાંકડું એમ પણ મારો વિભાગ નથી. ખૂણો કે ગોળ એમ પણ મારો, એટલે હું આત્મા તરીકે આવું કશું છે નહીં એમ કહેવા માંગે છે. એ જમાનાની અંદર આ વસ્તુઓને સમજણ આપવી, એટલે સામાન્ય માણસો જે કોઈ હતા તેમને એ થોડુંક ડિફિકલ્ટ હતું. એટલે આમાં અહીંયા બહુ જ પ્રોપરલી એને ડીફાઇન કરેલું છે.
મારે માતા-પિતા વગેરે કે પુત્ર વગેરે કદી નથી. મારો જન્મ નથી, મરણ નથી, મન પણ નથી. આત્મ અથવા વ્યાકુળતા વિનાનું, અજંપો ના હોય, વ્યાકુળતા ના હોય, સ્થિર તથા સત્ય સ્વરૂપ છે. તે જ હું જ્ઞાનામૃત સ્વરૂપ વાળો, એક જ રસ વાળો તથા આકાશ જેવો નિર્લેપ અને વ્યાપક છું.
અગ્નિ તથા જળથી રહિત એક વિજ્ઞાનને તું જાણ. પૃથ્વી તથા જળથી રહિત એક વિજ્ઞાન સ્વરૂપને તું જાણ. સમાન તથા ગતિ રહિત એક વિજ્ઞાનને તું જાણ. આકાશ જે વિશાળ એક વિજ્ઞાનને તું અનુભવ. ગઈકાલે આપણે વાત કરી હતી સિક્સ ઈટર્નલ્સની, રીમેમ્બર? સિક્સ ઈટર્નલની અંદર આપણે વાત કરી હતી કે આ જો આત્મા છે, તો અહીંયા આગળ આપણે એમ કીધું કે આ જે છે એ દ્રવ્ય છે. તેના માટે દાખલા તરીકે પછી ગતિ સહાયક તત્વ છે, સ્થિતિ સહાયક તત્વ છે, પછી...
સ્પેસ છે અને ટાઈમ, એવી આપણે વાત કરી હતી, બરાબર ને? અહીં શું કહે છે? "સમાન તથા ગતિ રહિત એક વિજ્ઞાન." જો, ગતિ વગરનું આ સિક્સ ઈટર્નલની જ વાત અહીંયાથી આવે છે. એક્ચ્યુલી, "હું શૂન્ય રૂપ નથી, અશૂન્ય રૂપ નથી, શુદ્ધ રૂપ નથી, અશુદ્ધ રૂપ પણ નથી. કોઈ રૂપ નથી અને રૂપ રહિત પણ નથી." આત્માનું પોતાનું સ્વરૂપ છે જેને તમે અનુભવો છો. બસ, અનુભવાશે તે દિવસે જ ખબર પડશે. હવે કોઈ દિવસ કોઈ એમ કહે છે કે, "તમે અનુભવ કર્યો?" તો કે, "હા." "કેવું હતું?" શબ્દમાં કોઈ મૂકી શકવાનું નથી. ફેલ, બધા જ ફૂલ્લી ફેલ. કેવા કેવા ધુરંધરો બધા ફૂલ્લી ફેલ થાય, બોલો, આવી સીધી સાદી પરીક્ષાની અંદર.
"હું તો પરમાર્થ સત્ય તત્વ આત્માના સ્વરૂપે જ છે." આત્માનું આહ્વાહન તથા વિસર્જન થઈ શકતું. જો કોઈ પણ દેવનું આપણે કરવું હોય તો આવાહન કરાય, વિસર્જન કરાય. આત્માનું કેવી રીતે કરવું? જે બધે જ છે એને આવાહન? "આવાહયામી" આપણે એમ બોલીએ કોઈકને. કોઈકને બોલાવવો હોય દાખલા તરીકે સંસ્કૃતની અંદર તો આપણે કહીશું કે, "ગરિમાબેન આવાહયે." તો એવી રીતના આપણે બોલીએ. પણ હવે ત્યાં છે તો એ ત્યાંથી અહીંયા આવશે? આત્મા બધે જ છે તો કોણ આવશે? કોનું આવાહન? કોનું વિસર્જન? તો કે, "હું મોક્ષ રૂપ જ છું, નિર્દોષ છું. હું સ્વરૂપે જ મોક્ષ રૂપ અને નિર્દોષ છું."
"આત્મ તત્વ લેપ વાળું મલીન નથી." આપણે કાલે વાત કરી હતી, "મન, વચન, કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વદા નિર્લેપ છું." નિર્લેપ છે, નિર્મળ છે. "વળી તે અંતર વાળું કે અંતર વિનાનું પણ નથી તેમજ અંદર વિશેષ ભાવ વાળું પણ મને તે દેખાતું નથી કારણ કે હું સ્વરૂપે જ મોક્ષ સ્વરૂપ અને નિર્દોષ છું."
"મને અજ્ઞાન કે જ્ઞાન થયું જ નથી." તો બધું દ્વંદ્વમાં બાજુ પર મૂકી દીધું. તમે કહો કે જ્ઞાન થયું તો પછી અજ્ઞાન હતું, ઊભું રહ્યું ને? તો કે, ના, આ તો કઈ જોઈએ જ નહીં. "મારું બોધ સ્વરૂપ પણ નથી." એ અજ્ઞાન, જ્ઞાન સ્વરૂપમાં એને કેવી રીતે કહું? "હું તો સ્વરૂપ છું, મોક્ષ સ્વરૂપ અને નિર્દોષ છું. હું ધર્મ યુક્ત નથી, પાપ યુક્ત નથી, બંધન યુક્ત નથી, મોક્ષ યુક્ત નથી, કથા યુક્ત નથી." એમ કહે છે, "હું કશે બંધાયેલો નથી." કશે તો પછી મારે છૂટવાનું ક્યાં છે? કોઈ નથી તો યુક્ત અને અયુક્ત મને કઈ જણાતું જ નથી કેમ કે હું સ્વરૂપે મોક્ષ સ્વરૂપ અને નિર્દોષ છું.
"મારે પર કે અપર એવું કદી છે નહીં. મધ્યસ્થ ભાવ કે શત્રુ ભાવ કે મિત્ર ભાવ કોઈ નથી તો હું હિત કે અહિત કેમ કહું? કારણ કે હું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ અને નિર્દોષ છે." આત્મા છે અને આ એક અવધૂત મહારાજ કહી રહ્યા છે આપણને. "હું મૂર્ખ નથી, હું પંડિત પણ નથી. મારે મૌન કે મૌનનો અભાવ કદી નથી. હું તર્કને તર્કના અભાવને કેમ કહું? કારણ કે હું સ્વરૂપે મોક્ષ સ્વરૂપ અને નિર્દોષ છું."
"મારા માતા-પિતા, કુળ કે જાતિ નથી. જન્મ વગેરે નથી તો મરણ નથી. સ્નેહ અને વિશેષ મોહને કેવી રીતે કહું? કારણ કે હું મોક્ષ રૂપ અને નિર્દોષ છું." "જેને ઓમ કહેલ છે તે પરમ તત્વ આકાશ જેવું નિર્લેપ અને વ્યાપક છે. નીચે કે ઉપર વિનાનું બધું સમાન આત્મા સ્વરૂપ છે. બહાર કે અંદર વિનાનું બધું જ સમાન છે. ખરેખર આત્મા આવશ્યક શોક અને મોહથી અત્યંત મુક્ત છે. વિકાર નથી. હું જ સાચો શિવ છું. હું તો નિર્મળ, નિશ્ચય તથા શુદ્ધ છું. ખરેખર આ બધું ઇન્દ્રજાળ જેવું છે અને ઝાંઝવાના જળ જેવું ખોટું છે. કેવળ અખંડિત નિરાકાર શિવ જ સાચા છે."
હવે એ પાછું અલગથી મૂકે છે કે આ આ જે સ્વરૂપ છે તે શિવ સ્વરૂપ છે એટલા માટે એના વિશે વાતો કરે છે. હવે જો કહે છે કે, "હે પ્રભુ, તમને મેળવવા માટે યાત્રા કરીને મેં તમારું વ્યાપકપણું હણ્યું છે." આપણે કેમ ગયા હતા? "ધ્યાન કરીને તમારું ચિત્તથી પરપણું પણ મેં હણ્યું છે." હમણાં આપણે ધ્યાન કેમ કર્યું? ધ્યાન કરીને. "અને તમારી સ્તુતિ કરવાથી પણ તમારું વાણીથી પરપણું પણ મેં હણ્યું છે. માટે એ ત્રણેય પ્રકારના અપરાધની આપ મને નિત્ય ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો." દિવસ રાત આપણે તો આજ કર્યા કરીએ. તો આપણે જો કેટલી ઉચ્ચ કક્ષાની એમને ક્ષમા યાચના માંગી કે મારાથી આપણું એક લેવલ અપ છે આ બધી વાતો પણ ત્યાં સુધી આપણે બધાએ પહોંચવાનું. જોશો તો આપણે પહોંચી જઈશું.
"સો વર્ષનું પુરુષનું આયુષ્ય હોય છે તેમાંથી અડધું આયુષ્ય સુવવામાં." આ મને બહુ જ ગમે છે. "અડધું સુવામાં જાય છે અર્થાત 50 વર્ષ તો રાત્રિમાં કપાઈ જાય. શેષ 50 રહે તેમાંથી 12 વર્ષ રમતમાં જાય છે. 12 થી 16 વર્ષ વૃદ્ધાવસ્થામાં જાય છે." તો બધું હણું રહ્યું. તો બાકી તો નહીં તો પેલો ડાયાબિટીસ છે અને બ્લડ પ્રેશર છે ને ફલાણું ઉપર નીચે થયા કરે છે. તો ઉપાધિ ગડબડ ગડબડ. એટલે શેષ રહેલા 25 વર્ષમાં પારલૌકિક સાધના, વિદ્યોપાર્જન, દેશોન્નતિનો પ્રયત્ન, દેશાટન, ભોગ વિલાસ અને બધું જ થાય છે. ભજન એ જ 25 વર્ષમાં થઈ શકે. તો તમારી પાસે 25 વર્ષ છે. જે લોકો હજી છે 25 વર્ષ એવું સમજે છે એ લોકોએ તો આ કરવું જ જોઈએ કેમ કે આધ્યાત્મિક રોગોનો જોર પણ તે જ અવસ્થામાં હોય છે. આધ્યાત્મિક રોગો કયા? ક્રોધ, માન, માયા, લોભ. આધ્યાત્મિક રોગ કયા કહેવાય?
"તો શરીર ક્ષણભંગુર છે અને વીજળીના ચમકારાની માફક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. સર્વ દુઃખોનું કારણ દેહાભિમાન જ છે. મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને વિચાર કરવા એ કર્તવ્ય છે: 'હું કોણ છું? આ દેહાદિક પ્રપંચ શું છે?'" જ્યાંથી આપણે ક્લાસની શરૂઆત કરી હતી. "અને 'હું ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનું છે?' એ રીતે જો પોતાના સ્વરૂપને ન જાણ્યું તે પછી મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાથી શું લાભ થયો? આત્મા નિત્ય, નિર્લેપ અને પ્રકાશ છે. આત્મામાં દ્રશ્યમાન નામ રૂપ પ્રપંચ વાસ્તવમાં છે જ નહીં. બુદ્ધિ આદિના સંબંધથી એ આત્મામાં પ્રતીત થાય છે." "અપીયર્સ ટુ" અંદર અંદર આપણને આમ એવું લાગે છે, ઝળકે છે અંદર જેમ પેલું.
ફિલ્મ એ કરે આવી રીતના, એવી રીતના દેખાય છે, તેથી જન્મ મરણમાં બંધનમાં પડે છે.
સિમ્પલ વસ્તુ કહી દઉં કે, "આત્મા કેવો છે?" તો કે "આ પડદા જેવો." "સંસાર શું છે?" તો કે "આ જે છે ને તે સંસાર." "આ બધા જે અક્ષરો છે, છે એ તમારો સંસાર."
ચાલો આગળ.
"ભોજન પણ વિષ્ણુ છે." "સર્વ જગત મનો માત્ર છે."
જો "મન એવમ મનુષ્યનામ", અહિયાં આગળ આખી વાત કરી દીધી.
તો જેવી મનમાં દ્રઢ ભાવના કરે છે, તેવી તેવી ભાવના અનુસાર પ્રત્યક્ષ થાય છે. સંસારની અંદર આ જ વસ્તુ બન્યા કરે છે.
તો અવધૂત સાહેબે આપણને આટલી વસ્તુઓ શીખવાડી છે. જે છે તો બધું ઘણું બધું, પણ મારા ધ્યાનમાં એવી ચીજો હતી જે તમારી સામે અત્યારે આપણે મૂકી. અહિયાં આગળ હવે આપણે આવતી કાલની બાબતની શરૂઆત કરીશું.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.