ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૧૨
એ જગતને ચિતિતથી ભિન્ન માનીએ તો તે અસત્ છે અને તેને તેનાથી અભિન્ન માનીએ તો તે સત્ છે.
તે જ સત્ છે.નિયતિ (પ્રારબ્ધ)ની શક્તિનું વર્ણન :વશિષ્ઠ બોલ્યાં : પરમાણુનાં લાખમાં ભાગમાં પણ હજારો જગત સાચાં હોય તેવી રીતે જણાય છે.
તથા એક નિમેષનાં લાખમાં ભાગમાં હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે.
તે પરમાણુમાં પણ ભ્રાંતિથી હજારો જગત જણાય છે.
જેમ જળની દ્રવતા પોતાને વિષે ઘૂમરી ધારણ કરે છે તેમ સત્તા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં રહેલી સૃષ્ટિની પરંપરાને ધારણ કરે છે.રામ બોલ્યાં : હે બ્રહ્મન્ \! જે માણસને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મપદની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાનીનો દેહ રહે છે તેનું કારણ શું ? અને જો પ્રારબ્ધ થી દેહ રહેતો હોય તો તે જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે ?વશિષ્ઠ બોલ્યાં : પરબ્રહ્મની સ્ફૂરણારૂપી જે ચિત્તરહિત છે, જેને નિયતિ કહેવામાંઆવે છે તે સર્વમાં રહેલી છે, અને તેની સત્તા પ્રત્યેક કલ્પમાં જ છે.
તે નિયતિને લીધે સૃષ્ટિમાં અમુક પદાર્થમાં અમુક ગુણ, અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે.
તેથી જે નિર્માણ થયું તે તેમને તેમ રહે છે.
નિયતિને કોઈ મહાસત્તા કહે છે.
કોઈ મહાચિતિ કહે છે, કોઈ મહાશક્તિ કહે છે, કોઈ મહાદૃષ્ટિ કહે છે, કોઈ તેને મહાક્રિયા કહે છે, કોઈ મહાદભવ કહે છે અને કોઈ મહાસ્પંદ કહે છે.
બ્રહ્મા વગેરે તત્ત્વજ્ઞાનીઓએ અજ્ઞાની માણસને સમજાવુવા માટે બ્રહ્મ, નિર્યાત અને સર્ગ એ ત્રણ એક જ છે એમ કહે છે વાયુમાં જેમ તણખલું ભમ્યા કરે છે તેમ નિયતિ ને લીધે કલ્પપર્યંત દૈત્ય, દેવતાઓ, નાગગણ તથા પર્વત વગેરેની સ્થિતિ હોય છે.
સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પનાં આશ્રયરૂપ આકાશને જુએ તેમ માયા-સબલ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી.
જેમ હાથ-પગ વગેરે અંગ દેહધારીનાં અંગ તરીકે દેખાય છે.
તેમ બ્રહ્માએ નિયતિ વગેરે સૃષ્ટિ પોતાનું અંગ છે એમ જોયું.
આ નિયતિને જ દૈવ કહે છે, તે દૈવ સર્વ ઠેકાણે સર્વ કાળમાં તથા સર્વ પદાર્થોમાં જગતની વ્યવસ્થારૂપે રહેલું છે.
અમુક પદાર્થે આવી રીતે સ્ફૂરણા કરવી, અમુકે આવી રીતે રહેવું અને અમુકે અમુક પદાર્થ અમુક વખત ભોગવવો, એ બધું દૈવ-આધીન છે.
તૃણ, ગુલ્મ, સર્વભૂત, જગત, કાળ અને ક્રિયા વગેરે સર્વ પુરૂષરૂપ છે.
એ નિયતિ એ કરીને પૌરૂષી સત્તા છે અને પૌરુષે કરીને નિયતિની સત્તા છે આ પ્રમાણે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એ એકબીજાની સત્તામાં છે.
વાસ્તવમાં પૌરુષ અને નિયતિ એ બંને એક જ છે.
નિયતિ અને પૌરુષ એ બંને પ્રાણીને અદૃષ્ટને આધીન છે તથા પૌરુષ નિયતિમાં અને નિયતિ પૌરુષમાં રહેલી છે.દા.ત.
તમે શિષ્યભાવથી મને પ્રશ્ન કરે તથા હું ઉપદેશ કરુ અને પછી તે પ્રમાણે તમે વર્તો એ નિયતિને લીધે જ બને છે. ‘આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ’ આ પ્રમાણે દૈવપરાયણ થઈને કાંઈપણ કર્યા વગર મુગું રહેવું એ પણ નિયતિનો નિશ્ચય છે.
જો પુરુષ કાંઈપણ કાર્ય ન કરે તો તેને બુદ્ધિ, કર્મ, વિકાર, આકૃતિ, કોઈપણ થાય નહીં.
આ પ્રમાણે પ્રલય થતાં સુધી સર્વ પદાર્થની વ્યવસ્થા છે.
અમુક આ પ્રકારે અવશ્ય થાય એવી સ્થિતિ નિયતિ કહેવાય અને આવી નિયતિનું બ્રહ્મા-રુદ્ર વગેરે પણ ઉલ્લંઘન કરી શકતાં નથી.
તો પણ બુદ્ધિમાન માણસે આ નિયતિનાં આધારે પુરુષાર્થનો ત્યાગ કરવો નહીં.
કારણ કે પુરુષાર્થ વિના નિયતિ કાંઈ ફળ આપતી નથી.જ્ઞાનીને નિયતિ પણ દુઃખરૂપ નથી.
દુઃ ખરહિત નિયતિ ને બ્રહ્મસત્તા કહે છે.
અને તે બ્રહમસત્તાની ક્રાંતિમાં યત્નથી સ્થિતિ થાય તો પરમગતિરૂપ પરમ શુદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
પૃથ્વી પરનાં જળની સત્તા જેમ તૃષ્ણ વેલાઓ, ઝાડ વગેરે પદાર્થરૂપે જોવામાં આવે છે તેમ બ્રહ્મની સત્તા નિયતિનાં મહાવિલાસથી સર્વ ઠેકાણે જોવામાં આવે છે.શક્તિ અને શક્તિમાનનો અભેદવશિષ્ઠ બોલ્યાં : આ બ્રહ્મતત્ત્વ સર્વકાળમાં અને સર્વદેશમાં, સર્વ કાર્ય કરવામાં સમર્થ છે.
તે સર્વ આકારરૂપ છે, સર્વજ્ઞ હોવાથી તે સર્વને નિયમમાં રાખવા સમર્થ છે.
તે સર્વ ઠેકાણે રહે છે.
તેમ જ સર્વરૂપ છે.
તે આત્મા છે.
અને તેનામાં સર્વ પ્રકારની શક્તિ છે.
તેથી તે કોઈ સમ