અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

all the records From Memories

ભાગ ૨૯ / ૪૪ · મૂળ PDF

regarding birth, death, diseases

And evil karmas, now...

Thank God I am Free”

આવી પ્રાર્થના તમે અન્ય માટે પણ કરી શકો.\!\!

આ બધીજ પદ્ધતિઓ સુગઠિત માળખાવાળી અને સમયની કસોટી પર ખરી ઊતરેલ છે. જો ૩ કલાક જોયેલાં નાટક, મૂવીની અસરો પડતી હોય તો પછી આ તો પાંચે કોષોનાં નવસંસ્કરણની શોધનની વિધા છે. બુદ્ધિવાદીઓને આમાં પાખંડ નજર આવી શકે પણ તેમની બુદ્ધિ ? હમણાં તેઓ કહે છે કે પાણીમાં મેમરી હોય છે. કારણ કે જાપાનમાં થયેલાં પ્રયોગોમાં સિદ્ધ થયું છે. પણ ઋષિઓ તો કહે છે અણુમાત્રમાં, પરમાણુ માત્રમાં અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત સ્મૃતિ હોય છે. એક પરમાણુમાં અનંતાનંત ટેરાબાઈટ સ્મૃતિ હોય છે તો શરીરની સાત ધાતુઓ રક્ત, મેદ, માંસ, મજ્જા, અસ્થિ, ત્વચા અને વીર્યમાં ઉત્તરોત્તર કેટલી સ્મૃતિ સમાય? આ ઉપલક રાહત આપવાની વાત નથી. અહીં તો રોગ માત્ર નો સમૂળ વિસર્જન કરીને નવનિર્માણની વાત છે.

VII

સર્વ દોષનિવારક વિધિ

જન્માંતરોથી આજ દિન સુધી થયેલાં તમામ પાપો, દોષોમાંથી મુકત થવા માટે નીચે મુજબની વિધિ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. જેમાં લગભગ ૫૦ મિનિટ જેવો સમય લાગે છે.

શાંત થાઓ, સ્વસ્થતાથી બેસો. શરીર શિથિલ રાખો અને ટટ્ટાર બેસો. તમારા ઈષ્ટને, કે બ્રહ્મને પ્રાર્થના કરો.

સંસારપ્રવેશથી આ ક્ષણ સુધી થયેલાં તમામ પાપો દોષોની કબૂલાત કરું છું સ્વીકાર કરું છું અને તે સર્વનાં અવલોકન અર્થે બેસું છું મારી સહાય કરો. ત્યારબાદ કહો હવે હું આત્મરૂપ છું. બ્રહ્મ સાથે એક છું. અવલોકનમાં આવતાં વિચારો મારાથી જુદાં જ છે. હું આત્મા જ છું હું જ આત્મા છું બોલતાં બોલતાં અંદર ઊતરવા માંડો.

ધીમેધીમે એક પછી એક પ્રસંગ ઝળકવાના શરૂ થશે. કાંઈ ન થાય તો પણ ૪૮ મિનિટ સુધી શાંત સ્થિર જાગૃત રહો. કોઈ પ્રસંગ કે વિચારને વળગો નહિ. પરંતું તેનાં દૃષ્ટા બની રહો. ખૂબ ખાલી થવા માંડશે.

૪૮ મિનિટ બાદ પ્રભુને બધું જ સમર્પણ કરો અને બેઠકની સમાપ્તિ કરો.

ખૂબ જ હળવાશ આવશે. તેની તન, મન પર અદ્ભુત અસરો આવશે. જાતનિરીક્ષણ કરો. આનંદ આવશે. આને સામાયિક કહે છે. ગમે તો વારે વારે કરો. જીવનમાં અકલ્પનીય બદલાવ અને અકલ્પનીય શાંતિપૂર્ણ આનંદ અનુભવશો.