અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

રોગ સંગીત

ભાગ ૨૫ / ૪૪ · મૂળ PDF

માનસિક તનાવ દૂર કરવા – રાગ દરબારી, કાન્હડા, રાત્રે

રાગ કામજ (નેટ પર-ખમાજ ? pg85)

ગંભીર તાણ, અજંપો દૂર કરવા – રાગ દુર્ગા

રાગ કલાવતી

રાગ અમ્સાધ્વનિ (Origin-હમ્સા)

રાગ શંકરભરણમ (Origin- શંકરાભરણમ)

રાગ તિલક કામોદ

માથાના દુખાવામાં રાહત માટે – રાગ જયજયવંતી

રાગ દરબારી કાન્હડા

રાગ સોહિની

હતાશા / અજંપો / ખિન્નતામાં – રાગ બિલાહારી વહેલી સવારે

નિરાશા માટે – રાગ ભૂપાલમ્

રાગ કેદારમ્, રાગ મલય મારુથમ

વણઉકેલાયેલાં દુઃખ – રાગ મારવા

અનિન્દ્રા – રાગ બાગેશ્રી રાગ નિલાંબરી

આંતરડામાં (ગૅસ) વાયુ – રાગ માલકૌંસ, રાગ હિંડોલમ્

પાચન, સત્ત્વશોષણ – રાગ શ્રીરાગ

મલેરિયા – રાગ મારવા

લકવા – રાગ દ્વિજ્યંતિ (need to add thanks note or not for Dr..?)

IV સ્વર વડે ચક્રશુદ્ધિ

ચક્રશુદ્ધિ એટલે ઊર્જા/મન: કેન્દ્રોની શુદ્ધિકરણ ક્રિયા. પ્રાણમય કોષમાં આવેલાં આ ઊર્જાકેન્દ્રોની શુદ્ધિ સ્વરસ્પંદન વડે કરી શકાય છે. ચક્ર અને તેની શુદ્ધિ માટેનાં બીજમંત્ર આ પ્રમાણે છે

ચક્ર બીજમંત્ર રંગ તત્ત્વ

મૂલાધાર લં રાતો પૃથ્વી પિંગલાશ્વાસ

સ્વાધિષ્ઠાન વં નારંગી જલ

મણિપૂર રં પીળો અગ્નિ

અનાહત યં લીલો વાયુ

વિશુદ્ધિ હું ભૂરો આકાશ ઈડાશ્વાસ

આજ્ઞા ૐ -- પ્રાણ

સહસ્ત્રા ૐ -- આત્મા

હાલમાં માહિતીક્રાંતિનાં યુગમાં અનેક પદ્ધતિઓનો શંભુમેળો ગૂગલ / ઈન્ટરનેટ પર જામેલો છે. બધા જ બધું અલગ અલગ કહે છે. ઉપનિષદ વર્ણિત એક સલામત પદ્ધતિ નીચે મુજબ છે.

શાંત, સ્વસ્થ બેસો, ટટ્ટાર બેસો, ગરદન સીધી રાખો. (પલાંઠી, પદ્માસન કે ખુરશી તમારી પસંદગી છે) આખા શરીરને ધીમે ધીમે ઊંડા આરામદાયક શ્વાસ લઈ શિથિલ બનાવો. ધ્યાન મૂલાધાર પર એકાગ્ર કરો.

૭ Count સુધી શ્વાસ લો. મનમાં લં ઉચ્ચારો. લં...

૭ Count સુધી શ્વાસ રોકો. મનમાં લં ઉચ્ચારો. લં...

૭ Count સુધી શ્વાસ બહાર કાઢો. મનમાં લં ઉચ્ચારો. લં...

૭ Count સુધી શ્વાસ બહાર રોકો. મનમાં લં ઉચ્ચારો. લં...

આ એક આવર્તન થયું એવાં વધુમાં વધુ ૭ આવર્તન કરો, બે લં વચ્ચેનાં અવકાશમાં શાંતિ છે. તેના પર એકાગ્રતા રાખો.

શરૂઆત ૩ આવર્તનથી કરી રોજ એક વધારતા જઈ સાતમા દિવસે ૭ આવર્તન પૂરાં કરો.

આખીય વિધિ પૂરી કર્યા બાદ થોડી વાર ધ્યાન જેવું ઊભું થશે તેમાં થોડો સમય આપો. તે ચક્રને મનની આંખો વડે જુઓ\! અનુભવે જ તુપ્તિ આવશે. પછી બીજા ચક્ર કર જાઓ.

આમ ઘણું કામ આ ક્ષેત્રમાં થયેલ છે. અને વધુ સંશોધનો ચાલુ છે. આપણા માટે જરૂરી એ છે કે આપણે સંગીત દ્વારા ચિકિત્સા થઈ શકે છે, એ બાબતને લક્ષ્યમાં લઈએ. સંગીત સ્પંદન પર આધાર રાખે છે અને પાંચકોષોમાં પણ સ્પંદન આધારિત સંવાદ ચાલતા હોય છે તેની ગુણવત્તામાં ફેરફાર કરીને સંગીતચિકિત્સા દ્વારા દર્દીઓ સાજા થઈ શકે છે.

અન્ય પદ્ધતિમાં પ્રત્યેક ચક્ર પર ૩ આવતર્નથી શરૂ કરીને સાતેય ચક્ર પર આપેલા બીજમંત્રનું માનસિક ઉચ્ચારણ કરો. આમ પ્રથમ દિવસે ૨૧ = ૭ x ૩ આવર્તન કરી રોજ એક વધારો. સાતમા દિવસે ૪૯ = ૭ x ૭ થશે સમય આશરે ૪૫ થી ૫૦ મિનિટ. હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. જેવી જેની ક્ષમતા, જેવી જેની ભૂખ. યાદ રાખો, અકરાંતિયું વલણ મુશ્કેલી લાવે છે. આ એક દિવસમાં પૂરું કરવાનું કામ સમજી વેઠ ન ઉતારો. સૌ પ્રથમ ધીરજ કેળવો. એક દિવસ ખૂબ કરી પછીના દિવસે ખાલીવાળું વલણ કયારે પરિણામ આપે? સાતત્યપૂર્ણ ધીરજવાળો મકકમ પ્રયત્ન હંમેશાં સારું પરિણામ આપશે.